________________
યસ્મિલ કુમાર. -
સર
સ્નેહમય વાણીએ તેણે રાજાને ખુશી કર્યા, જેથી રાજાએ તેના કર માફ કર્યા. જગતમાં ગુણીજન કયાં પૂજાને પામતા નથી ?' રાજાએ તેને કહ્યું કે · જ્યાંસુધી તમે અહીં રહેા, ત્યાંસુધી તમારે મારી કચેરીમાં દરરાજ આવવું. ’ રાજાના આદેશ તેણે અંગીકાર કર્યા.
6
રાજાએ શ્રેષ્ઠીસુતને નગરની મધ્યમાં રહેલા ત્રણ ભૂમિકાને પ્રાસાદ પ્રસન્ન થઇને રહેવાને આપ્યા. ત્યાં રહીને તે નગરના વ્યાપારીઓ સાથે ક્રયવિક્રય કરવા લાગ્યા. એમ વ્યાપાર રાજગાર કરતાં ધર્મ દત્તને ગંગદત્ત નામના એક નીચ જન સાથે મિત્રતાની ગાંઠ બંધાણી. તે મિત્રાઇ ભીલ ને રંભાની જેમ, રાહુને ચંદ્રમાની માક, ખિલાડી ને હંસની પેઠે, અને અગ્નિ ને વૃક્ષની માફક જણાવા લાગી. લેાકેાએ તેને ઘણું! સમાન્યે કે “ એ ધૃત−ઠગારા અને ક્રૂર ચિત્તવાળા સાથે તમારે મિત્રતા ન હેાય ? એની સાખત તમને ચોગ્ય નથી. ” છતાં પણ તેણે તેના ત્યાગ કર્યો નહિ.
??
"
ધર્મવ્રુત્ત ન હાય ત્યારે પણ કપટનું મંદિર એવા તે ગંગદત્ત સુરૂપાની સાથે હાસ્યવિનાદ કરતા ઠઠા મશ્કરીમાં સમય વીતાડતા હતા. તે જાણતાં છતાં પણ સરલાશય એવા ધર્મદત્ત તેને રોકતા નહીં. કેમકે · જે સાધુ હાય છે તે બીજાને સાધુ જ જુએ છે. અવસર પામીને તે ગંગદત્ત સુરૂપામાં લુબ્ધ થયા. તેમની વચમાં કઇપણુ આમન્યા રહી નહીં. લેાકેાથકી તેનું દુષ્ચરિત સાંભળીને. ઋજી એવા ધર્મ દત્ત વિચારવા લાગ્યા કે “ લેાકેા ખીજાનાં કાર્ય માં નાહક ડખલ કરનારા હેાય છે. પેાતાને ઘરે જમતાં છતાં તે પરની નિંદામાં તત્પર જણાય છે. અમારા બન્નેની મિત્રતા તેઓ સહી શકતા નથી અને તેથી મારા પણ દોષ બાલવામાં તેઓ મણા રાખતા નથી. ”
તેને માવા સરળ અને મૂર્ખ જાણીને પ્રકટમત્સરી એવા ગગઢત્તે વ્યભિચાર દોષે કરીને પોતાની કરેલી તેની પત્ની સુરૂપાને કહ્યુ – પ્યારી ! જો આ ધર્મદત્તને મારી નાખવામાં આવે તે આપણે સાથે રહીને નિર્ભયપણે ભાગ ભાગવીએ.
""