________________
ધમિલ કુમાર. “મારા ઘરને વિષેજ યવ છે, તે તે માટે શું વિષાદ કરવો? ” એમ ચિંતવતો ધર્મદત્ત પોતાના વ્યાપારકાર્યમાં પ્રવર્તે.
દુષ્ટ ગંગદ ધર્મદત્તને ઘેર જઈ રાજસભામાં થયેલી વાત તરત સુરૂપાને કહી સંભળાવી અને ધર્મદરો તેને આપેલા યવની પ્રાર્થના કરી. સુરૂપાએ ઇભ્યતનુજને જીવિત થકી પણ વલ્લભ એવા થવ પોતાના યારને આપીને તે જગાએ બીજા યવ મૂકી દીધા અને તેણું કહેવા લાગી કે “હે નાથ ! જ્યારે સમય આવે ત્યારે બે હાથે કરીને તમે મને ગ્રહણ કરે, લગ્ન સમયે મારા સ્વામીએ મને એક હાથે ગ્રહણ કરી છે, પણ તમે મને બે હાથે ગ્રહણ કરજે. જે, જે, સુવર્ણ, રત્નાદિ વસ્તુના લેભમાં જીવતી જાગતી મને ભૂલી જતા.”
સુરૂપાનાં એવાં વચન સાંભળીને ગંગદત્ત બોલ્યો.” પ્રિયા! વ્હાલી ! ધીરજ રાખ ! બે હાથે હું તને જ લઈશ.એ પ્રમાણે સ્નેહથી તેને મનાવતો તે જલદી પોતાનું કાર્ય કરીને ત્યાંથી ચાલ્યો ગયો. સમય થતાં ધર્મદત્ત પણ પોતાને ઘેર આવ્યો, રાજસભામાં મિત્ર સાથે જે વાત બની હતી તે પત્નીને સરળ સ્વભાવે કહી સંભળાવી, કેમકે “સરળસ્વભાવી માણસ શત્રુને પણ ગુપ્ત વાત કહી દે છે.”
પતિની વાણું સાંભળીને સુરપા બોલી–“તમે આ શું અનુચિત કાર્ય કર્યું, સરતમાં તમે હારો ને મને એ ગ્રહણ કરે તો તેને કોણ નિષેધ કરશે?” એમ બોલતી તે ઉપપતિના ધ્યાનમાં રક્ત ચિત્તવાળી થઈ.
હું જાણું છું કે તું મારા આ કાર્યથી ભય પામે છે, પણ એ કઈ રીતે સરતમાં મને જીતે તેમ નથી.” આ પ્રમાણે કહીને તે સુરૂપાને ધીરજ દેતો હતો, છતાં કૃત્રિમ ખેદ કરતી તેણીએ યારના વિયોગે દુઃખે કરીને રાત્રી પસાર કરી.
પ્રભાતમાં તેણીના આપેલા યવ લઈને મિત્રની સાથે તે ૧ આર. બીજે ધણું.