________________
ધમ્મિલ કુમાર. એ પ્રમાણે લેકતિ સાંભળતા ધર્મદત્ત વિચારમાં પડ્યો કે- • કોમેનુ પૂર્વોત્તાક્નત્યં કૃતિ ચાયઃ ” “વૈયાકરણું લેકે પૂર્વે કહેલ કરતાં પછી કહેલ માન્ય રાખવું ” એ ન્યય માને છે. માટે જગતમાં સત્યવાદી ઉપર શું કોપ કર, સાચું કહેનાર તે દુર્લભ હોય છે. યુવાવસ્થામાં પિતૃધનનો વ્યય કરનાર હું પણ એ ન્યાય નથી જાણતો. પિતાનો વૈભવ તે કોને માટે છે? જે કાણે હેય, અંધો હોય કે પાંગળ હોય એવી ખોડખાંપણવાળા કાંઈ પણ વ્યવસાય કરવાને અશકત હોય એજ પિતાના વૈભવને ઉપયોગ કરે. અન્યથા તે તે અપયશરૂપી લતાના અંકુર સમાન સમજ.” એવા વિકલ્પરૂપ પ્રચંડ વાયુવડે ક્ષેભાયમાન તેના ચિત્તરૂપી સમુદ્રને વિષે ધન ઉપાર્જન કરવાની આશારૂપી ઉદ્ધત કલ્લોલ ઉત્પન્ન થવા લાગ્યા. તરતજ ધર્મદત્ત પોતાના મકાને આવી પિતાને વિનંતિ કરવા લાગ્યા:-“ પિતાજી! લક્ષમીની ઈચ્છાએ હું દૂર દેશાંતર જવાને ઈચ્છું છું, માટે મને રજા આપો.”
આપણે ત્યાં લક્ષમીના કયાં છેટા છે? કે જેથી સગા કુટુંબને સાથ છોડી પરદેશ ભટકવું પડે?” આમ કહીને પિતાએ તેને પરદેશ જવાની ઈચ્છાથી વાર્યો તે પણ તેણે પિતાને આગ્રહ છોડ્યો નહિ અને
જ્યારે “કઈ પણ કાર્ય માટે નિષેધ થાય છે ત્યારે યુવાન જીગરની તે પ્રત્યે આતુરતા વૃદ્ધિ પામે છે.” એ નિયમને અનુસરીને ઉત્તમ એવું કરિયાણું લઈને લક્ષ્મીને લાભ થાય તેવું શુભ લગ્ન જોઈ પરદેશ જવા માટે નીકળવાની તેણે તૈયારી કરી. તેને અતિ આગ્રહ જોઈને પિતાએ પણ અનુમોદન આપ્યું.
પતિને પરદેશ જતો સાંભળીને સુરૂપાએ એકાંતમાં સ્વામીને કહ્યું “સ્વામીનાથ ! હું પણ તમારી સાથે આવીશ.”
હે મુગ્ધ ! તું એવું મા બોલ. પરદેશમાં મનુષ્ય ઠગ અને લુચ્ચાઇવાળા ઘણા હોય છે, તેથી તારું ત્યાં કામ નહીં. તું અહીં ઘેર રહીને સાસુ સસરાની સેવા કરજે. સુકુમાર શરીરવાળી તું રસ્તો શી રીતે કાપી શકીશ ? ” સ્વામીએ નિષેધ કર્યા છતાં પણ સુરૂ પાએ પિતાને કદાગ્રહ છોડ્યો નહિ. શ્વસુરે પણ યુકિતયુક્ત વચને વડે