________________
વહુ કેવી હોવી જે-એ?
૧૭
એક દ્રષ્ટાંત કહું. જો કે તમે સર્વે વડીલ છો ને હું તે એક અલ્પ વયસ્ક બાળક છું, છતાં આ નીતિ વચન યુક્ત દ્રષ્ટાંત સાંભળવા ગ્ય છે.” એમ કહીને સુરેંદ્ર આ દ્રષ્ટાંત તાત સહિત સર્વેને સંભળાવ્યું.
આ ભરતક્ષેત્રમાં વાણારસી નગરી અપૂર્વ શોભાને ધારણ કરતી હતી. એ નગરીમાં મહાબલ નામે રાજા રાજ્ય કરતો હતો, ત્યાં રાજાને પણ માનવા એવો યશોધર નામે શ્રેણી, લમીએ કરીને બીજે કુબેર હોય તેમ દ્રવ્ય મેળવવાના ઉપાયમાં ચતુર એવો રહેતો હતો. જેમ ગિરીશને ગોરી હતી, તેમ યશોધર શ્રેષ્ઠીને મનેરમા નામે પ્રિયા હતી, જેના સંગમવડે કરીને યશધર પિતાનો કાળ સુખમાં વ્યતીત કરતા હતા. એવી રીતે યુગળીઆની પેઠે પુત્ર રહિતપણે તેમનો ઘણે કાળ ગ. અનુક્રમે સુકૃતના પ્રભાવે ધર્મદત્ત નામે તેમને પુત્ર થયો. યોગ્ય ઉમરે ભણાવી, યુવાવસ્થામાં તેજ નગરના શ્રીશેષ શ્રેણીની સુરૂપ નામની કન્યા સાથે તેનાં લગ્ન કર્યા. બાપની મહેરબાનીથી દુકાનના વ્યાપારરોજગારથી દૂર રહેતો તે ધર્મદત્ત પત્ની સાથે રાત્રીદિવસ ભોગ ભોગવામાં જ સમય નિર્ગમન કરવા લાગ્યા.
એક દિવસ પુષ્પવૃક્ષનાં પાકેલાં ફળની માફક સુભિત અલંકાર ધારણ કરીને ધર્મદત્ત સરખે સરખા મિત્રોની સાથે શહેરમાં ફરવા ગયો. માર્ગમાં તે અનેક પ્રકારની ક્રીડા કરતો જતો હતો. કસ્તુરી મૃગની માફક તેને સુગંધ યુક્ત જોઈને લેકે જેમ ગમે તેમ બોલવા લાગ્યા. કે તેના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા
હે ! જોયું એનું આ અદ્ભુત ભાગ્ય ! કે જેનાથી જમે મનુષ્ય છતાં તે દેવની માફક ઋદ્ધિ જોગવે છે.”
બીજાઓ બોલ્યા-“એમાં એની શું પ્રશંસા કરે છો કે જે પિતાએ સ્વીકાર કરેલી–ઉપાર્જન કરેલી આ લફમીને માતાની માફક ભેગવે છે. પ્રશંસા તે એના તાતની કરવી કે જે એ વ્યય સહન કરે છે, કેમકે કિલબ એવો પુત્ર પણ પિતાને તો પ્રિય હોય છે.”