________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
મળતું નથી. પરંતુ વિષ્ણુપુરાણ, પદ્મપુરાણ, મત્સ્યપુરાણ,૩૯ દેવીભાગવત• અને મહાભારત આદિમાં અસુરોને આહંત યા જૈનધર્મના અનુયાયી ગણવામાં આવ્યા છે. આ અવતારોના નિરૂપણમાં જે પ્રમાણે ભગવાન ઇષભને વિષ્ણુના અવતાર કહેવામાં આવ્યા છે તે પ્રમાણે સુપાર્વને કુપથ નામના અસુરના અંશાવતાર કહેવામાં આવ્યા છે. તથા સુમતિ નામક અસુરને માટે વર્ણન પ્રાપ્ત થાય છે કે વરુણ-પ્રાસાદમાં એનું સ્થાન દૈત્યો અને દાનમાં હતું.'
મહાભારતમાં વિષ્ણુ અને શિવનાં જે સહસ્ત્ર નામ છે, એ નામની યાદીમાં “શ્રેયસ.” “અનન્ત” “ધર્મ,” “શાંતિ” અને “સંભવ એ નામે વિષ્ણુનાં નામ તરીકે મળે છે, જે જૈનધર્મના તીર્થકરોનાં નામ પણ છે. અમારી દષ્ટિએ આ તીર્થકરોના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને કૃતિત્વને કારણે જ એમને વૈદિક પરંપરામાં પણ વિષ્ણુના રૂપમાં અપનાવવામાં આવ્યા છે. નામસામ્ય સિવાય આ મહાપુરુષોને સબંધ અસુરે સાથે સાંકળવામાં આવ્યું છે, કેમકે તેઓ વેદ-વિરોધીઓ હતા. વેદ-વિરોધી હેવાને કારણે એમને સંબંધ શ્રમણ પરંપરાની સાથે હોવે જોઈએ એ વાત પૂર્ણ રીતે સિદ્ધ થયેલ છે.
ભગવાન શાન્તિનાથ સોળમા તીર્થંકર છે. તેઓ પૂર્વભવમાં જ્યારે મેઘરથ હતા ત્યારે એમણે કબૂતરની રક્ષા કરી હતી એ ઘટના વસુદેવહિન્ડી, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર વગેરેમાં મળે છે, તથા ૩૭ વિષ્ણુપુરાણ ૩. ૧૭. ૧૮ ૩૮ પદ્મપુરાણુ સૃષ્ટિ ખંડ, અધ્યાય ૧૩, શ્લો ૧૭૦-૪૧૩ ૩૯ મત્સ્યપુરાણ, ૨૪, ૪૩–૪૯ ૪૦ દેવીભાગવત ૪. ૧૩, ૫૪-૫૭ ૪૧ જન સાહિત્ય કા બૃહદ ઈતિહાસ, પૃ ૨૬. ૪૨ વસુદેવહિન્દી ૨૧ લંબક. ૪૩ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર પ.૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org