________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
૩૯
નામથી ઓળખાવાય છે.
જૈન અને વૈદિક સાહિત્યમાં જે પ્રમાણે વિસ્તારથી ભગવાન ઇષભદેવનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે, એ પ્રમાણે બૌદ્ધ સાહિત્યમાં આલેખાયેલું નથી. કેવલ કઈ કઈ સ્થાને એમના નામને નિર્દેશ થયું છે. જેમકે “ધમ્મપદમાં “સમ વર્ષ વીત”૨૭ ગાથામાં અસ્પષ્ટ રીતે રાષભદેવ અને મહાવીરને ઉલેખ થયેલ છે. ૨૮
બૌદ્ધાચાર્ય ધમકીર્તિએ “સર્વજ્ઞ આપ્તના ઉદાહરણમાં અષભદેવ અને મહાવીરનો નિર્દેશ કર્યો છે. અને બૌદ્ધાચાર્ય આર્યદેવ પણ sષભદેવને જૈનધર્મના આદ્ય પ્રચારક માને છે. “આર્યમંજુશ્રી મૂલકામાં ભારતના આદિ સમ્રાટેમાં નાભિપુત્ર ઋષભ અને 2ષભપુત્ર ભરતની ગણના કરવામાં આવી છે. ૨૯
આધુનિક પ્રતિભા-સમ્પન્ન મૂર્ધન્ય ચિન્તકે પણ આ સત્યતથ્યને વિના સંકોચે સ્વીકાર કરવા માંડ્યા છે કે ભગવાન ઇષભદેવથી જ જૈનધર્મનો પ્રારંભ થયો છે.
ડોકટર હર્મન જેકેબી લખે છે કે પાર્શ્વનાથ ભગવાન જૈન ધર્મના સંસ્થાપક હતા, એ અંગે કઈ પ્રમાણ નથી. જૈન પરંપરા પ્રથમ તીર્થકર ઋષભદેવને જૈનધર્મના સંસ્થાપક માનવામાં એકમત ધરાવે છે. આ માન્યતામાં ઐતિહાસિક સત્યની અત્યધિક સંભાવના છે.” ૨૬ ક્ષભદેવઃ એક પરિશીલન-દેવેન્દ્ર મુનિ, પૃ. ૯૧-૯૨ ૨૭ ધમ્મપદ-૪,૨૨ ૨૮ ઇન્ડિયન હિસ્ટરિકલ કવાટરલી ભાગ ૩, પૃ. ૪૭૩, ૭૫. २८ प्रजापतेः सुतो नाभिस्तस्यापि आगमुच्यति । नाभिना ऋषभपुत्रो वै सिद्धकर्मा दृढव्रतः ॥
-आर्य मंजुश्री मूलकल्प 3८० ૩૦ ઈન્ડિ એન્ડિ૦ આવૃત્તિ ૯ પૃ. ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org