________________
નિશ્ચય – વ્યવહારની પરસ્પર પૂરકતા
૨૧
આત્મા અતિબળવાન છે. સંકલ્પબળ વિકસાવો અને તેની શક્તિને પ્રગટ કરો. અત્યાર સુધી આત્મા પોતાના સ્વરૂપથી અનભિજ્ઞ હતો. પણ હવે નથી. સિદ્ધિનું Power house સંકલ્પ છે. સંકલ્પ જેટલો બળવાન તેટલી સિદ્ધિ નજીક બની રહે છે. સંકલ્પનું બળ + પુરુષાર્થનો ફોર્સ - વધતાં દુશ્મનો ભાગવા જ માંડશે.
એક સેનાપતિ સૈન્ય લઈને વિજય માટે કૂચ કરી રહ્યો છે. નાવડામાં બેસીને જાય છે, સામા સૈન્યની વિશાળ સંખ્યા જોઈને મનમાં ચિંતા થઈ કે પરાજય નક્કી છે. પણ વિજયની તમન્ના છે. પોતાના ૨૦૦-૫૦૦નો કાફલો દુશ્મન સૈન્યની અપેક્ષાએ નાનો લાગ્યો. છતાં પણ નક્કી કર્યું કે મરણિયો પ્રયાસ કરીને પણ જીતવું તો છે જ. બધાને પોરસ ચડાવ્યું, પણ વાસ્તવિકતા પાસે પ્રોત્સાહન કાફી ન હતું. બધાના મનમાં પરાજય ઘોળાતો હતો ને માટે સૈન્યમાં ચોરવૃત્તિએ – ભાગી જવાની વૃત્તિએ પ્રવેશ કર્યો. બધા લાગ શોધી રહ્યા છે પણ સેનાપતિએ અવસર જોઈ નાવડાને ભાંગી નાખ્યું. ને સૈનિકોને પાનો ચડ્યો. હવે લડે જ છૂટકો છે, કારણકે ભગાય એવું નથી, હવે મરવાનું તો છે જ તો મરણિયા બનો. અને અંતે વિજય મળ્યો.
આપણે મનોબળને નબળું પાડી દીધું છે માટે કોઈ ક્ષેત્રમાં આગળ આવતા નથી. સંકલ્પબળથી રોગો દૂર થાય છે. રોગની પ્રતિપક્ષી વિચારણા કરો તો શરીરની જેમ આત્માના ભાવરોગો પણ ઘટી શકે છે. આ સાધનાથી પ્રભુએ ઘનઘાતી કર્મોને દૂર કર્યા, જિનોત્તમ બન્યા. આ પ્રભુની ધર્મકાય અવસ્થા થઈ.
હવે કર્મકાય એટલે પરોપકાર સાધવાની અવસ્થા બતાવે છે. શ્રી તીર્થંકર પ્રભુના આત્માઓ નિગોદમાંથી જુદા પડી જાય છે અનાદિસિદ્ધ દસ ગુણો તેનામાં હોય છે. લલિતવિસ્તરાગ્રંથમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ સ્વોપજ્ઞ ટીકાના વિવરણ કરતાં “પુરિસુત્તમારું' પદની અંદર આ દસ ગુણો જણાવે છે. પરોપકારેકરસિક, વગેરે દસ ગુણોના ધારક આ પુણ્યાત્માનું જીવદળ જીવો પ્રત્યે અત્યંત કોમળ હોય છે. જૈનશાસનમાં જીવોના સ્વભાવના બે પ્રકાર બતાવ્યા છે.
જીવસ્વભાવ
(૧) ભવ્ય - સ્વભાવ
(૨) અભવ્ય - સ્વભાવ
મોક્ષગમનની યોગ્યતાના અભાવવાળા જીવો
જાતિભવ્ય ભવ્ય
નની યોગ્યતા Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org