________________
પરમાત્મા ક્યારે મળે ?
વાણીનું ન બોલવારૂપ મૌન તો એકેન્દ્રિયમાં પણ સુલભ છે. પણ પુદ્ગલમાં પ્રવૃત્તિ ન કરવી, રમણતા ન કરવી એ યોગીઓનું ઉત્તમ એવું મૌન હોય છે.
રાગનાં નિમિત્તોમાં મૌનને ધારણ કરો.
અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમથી સમકિત આવે છે. સમકિત આવતાં જીવને સ્વરૂપમાં સમાઈ જવાની ઝંખના થાય છે. જીવ અંદરમાં સમાઈ જાય છે. સંસારીને સંસારમાં બધું કરવું પડતું હોય છે.
અજ્ઞાનીને કરવાનું હોય છે, જ્ઞાનીને થયા જ કરતું હોય છે. તમારે બધું કરવું પડે છે કે થયા કરે છે, તે તપાસો થાય' એ વિજ્ઞાન છે કિર્તા-ભોક્તા ભાવ” એ સંસાર છે, અહંકાર છે. આત્માને સંસારમાંથી કર્તૃત્વ ભાવ નીકળી જાય છે ત્યારે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ શેષ રહે છે. ખાતી વખતે પણ હું જાઉં એવું ન વિચારતાં, ““મારી સાક્ષીમાં આ શરીરે ભોજન કર્યું” એવું વિચારશો તો રાગ-દ્વેષમાંથી છુટકારો થશે.
“ના પુનિમાવાનાં વર્તા, રાષિતાનિ જા.
नानुमन्ताऽपि चेत्यात्मज्ञानवान लिप्यते कथम् ॥" હું નિશ્ચયનયથી પુગલભાવોનો કર્તા નથી, કરાવનાર નથી અને અનુમોદન કરનાર પણ નથી આવું આત્મજ્ઞાન જેની પાસે છે તે રાગાદિથી કેવી રીતે લેપાય ?
નિશ્ચયથી જીવને સ્વભાવનું જ કર્તૃત્વ હોય છે. પુગલભાવનું કર્તૃત્વ તેનામાં વ્યવહારથી છે આવું જાણનાર સંસારમાં લપાતો નથી અને ફરજ ચૂકતો નથી. ખાનારો જુદો છે, જોનારો જુદો છે. જોનારો આત્મા છે. તે સ્વપરપ્રકાશક જ્ઞાનથી જુએ છે. સ્વપ્રકાશક છે માટે સ્વને વેદે છે, પરપ્રકાશક છે માટે પરને જાણે છે સમ્યકત્વી સ્વને વેદે છે, અને પરથી અળગો રહે છે માટે જ્ઞાની કહેવાય છે.
સમકિત વિણ નવપૂરવી પણ અજ્ઞાની કહેવાય. ધર્મ ન પામો તો અરહો પરહો અથડાય” ફૂટબોલની જેમ કુટાવાનું છે. પરને જાણવું એ અધ્યાત્મ નથી. સ્વને વેદવું એ અધ્યાત્મ છે.
ઓઘદૃષ્ટિ શું છે ? સામાન્યપણે અનાદિકાળથી જીવોમાં ઓઘદૃષ્ટિ પડેલી છે. એકેંદ્રિયોમાં પણ વિષયની દૃષ્ટિ, પરિગ્રહની દૃષ્ટિ, આહારની, મૂચ્છની વૃત્તિઓ પડેલી હોય છે. વનસ્પતિઓ પણ જ્યાં ખોરાક મળે ત્યાં પોતાના મૂળને લંબાવે છે. અવ્યક્તપણે ઓઘશક્તિ કાર્યશીલ બની રહે છે.
સમરાદિત્ય કેવલી ચરિત્રમાં અવાન્તર કથામાં એક પ્રસંગ આવે છે કે મનુષ્યના ભવમાં એક જીવે પર્વતની તળેટી આગળ સાતસો સોનૈયા દાઢ્યા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org