________________
કલ્યાણમિત્રની ઉપયોગિતા
ત્યારે આ વિચારે છે કે બસ ! અમને જીવવાનો કોઈ અધિકાર નહીં ! અમે નિર્દોષ અને વીણાવાદન દ્વારા લોકોને આટલો આનંદ આપતા હોવા છતાં એક ચંડાળકુળમાં જન્મ્યા તેનું આ ફળ ? કે લોકો અમને મારે ? તિરસ્કાર કરે ? હડધૂત કરે ? તો આ રીતે અપમાનિત જીવન જીવીને કરવું છે ? એના કરતાં મરી જવું શું ખોટું છે ?
૩૬૯
સંસારમાં માન-અપમાન, રાગ-દ્વેષ આ બધી ગાંઠો જ છે. આ ગાંઠોથી જ જીવ ભવોભવ દુ:ખ ભોગવે છે માટે જ જ્ઞાનીનું શાસન આ ગાંઠોને છોડવાનું કહે છે.
સંસારમાં જેટલી ગાંઠ વધારે તેટલા સંક્લેશ વધારે. સાધુને નિગ્રન્થ કેમ કહ્યા ? જેના જીવનમાંથી આગ્રહો નીકળી ગયા છે. માટે તે ગાંઠરહિત હોય છે. સુખનું વેદન કરતા હોય છે. કદાગ્રહ, હઠાગ્રહ, સત્યાગ્રહ, પૂર્વાગ્રહ, મતાગ્રહ મઠાગ્રહ આ બધી ગાંઠો છે. મમત્વ એ પણ ગાંઠ છે. નામ, લિંગ, વેશના મમત્વને વરે તો તે ગાંઠ છે. ગાંઠ હોય તો સમકિત આવે ? ગાંઠ હોય ત્યાં રસ નહીં. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની પણ ગાંઠ છે. આવું જ દ્રવ્ય ફાવે, અમુક જ ક્ષેત્ર જોઈએ અમુક કાલ-ભાવની પ્રતિબંધતા તે પણ ગાંઠ છે. આ બધી ગાંઠો નીકળી જાય તો છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકનું નિગ્રંથપણું આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ આલંબન છે પણ આલંબનનો આગ્રહ એ ગાંઠ બની જાય છે. આલંબનની પ્રાપ્તિ કર્માધીન હોય છે તે વખતે અન્ય દ્રવ્યાદિનો આગ્રહ રાખીએ તો તે બંધનરૂપ બને છે. ગાંઠરૂપ બને છે. સંસારમાં ગાંઠ જ છે. ગાંઠ સિવાય કંઈ છે જ નહીં. જ્યાં ગાંઠ હોય ત્યાં સુખ નહીં. વાસ્તવિક સુખ ન હોય. ગાંઠ હોય અને સુખ હોય તો કૃત્રિમ હોય. ઔદિયકભાવનું સુખ હોય. આત્માના સુખમાં એક પણ ગાંઠ ન હોય.
આ
માન-અપમાન, રાગ-દ્વેષ, સંયોગ-વિયોગ આ બધી ગાંઠો જ છે. ગાંઠો હશે ત્યાં સુધી સંસારમાં ઊંચીકોટીનું સુખ નહીં અનુભવી શકશો. આજે આ બધાને સાચવવામાં, પાળવામાં, મનુષ્યભવ બરબાદ કરી રહ્યા છો.
આ ચિત્ર-સંભૂતિના જીવને મરતાં પહેલાં પર્વત પર ચડી પડતું મૂકવા તૈયાર થયેલા ત્યાં જ પર્વત ઉપર મહાત્માનો સંયોગ થયો. મહાત્માનો ઉપદેશ મળ્યો કે તમે મરશો તો પણ કુસંસ્કારને માર્યા વિના મરશો તો ફરી એ કુસંસ્કાર ઊભા થઈ જશે. કુસંસ્કારોને મારવાને બદલે મરવાનું કેમ પસંદ કરો છો ? આ ભવમાં તો આટલો પરાભવ પામ્યા છો વળી આ ચેનલને જ ચાલુ રાખવી છે ? ગાંઠો નીકળી ગઈ હતી અને મહાત્માની વાણીથી ઉપશમ ભાવ પામવા માંડ્યા. મરવા માટે તૈયાર થયેલાએ ચારિત્ર સ્વીકાર્યું. મહાત્મા બન્યા. ચારિત્ર સ્પર્યુ. ઘોર તપ આદર્યો. વિહાર કરતાં પાછા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org