________________
રાગએ વીતરાગતાની વિકૃતિ છે જ્યારે દ્વેષ એ રાગની વિકૃતિ છે
૩૮૩
લોકોત્તર પુણ્ય બંધાય છે. જ્યાં વૈરાગ્ય નથી ત્યાં રાગ છે. રાગ એ વિકૃતિ છે. જેમાં ફેરફાર થયા કરે તે વિકૃતિ કહેવાય છે. આમ ‘ષ કરતાં રાગ કાંઈક સારો હોવા છતાં શાસ્ત્રમાં રાગને અત્યંત ખરાબ કહ્યો છે. રાગમાં વૈષ કરતાં પ્રાયશ્ચિત્ત પણ વધારે કહ્યું છે તેનાં ત્રણ કારણો છે. (૧) કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ વસ્તુ ઉપર રાગ એક સરખો ટકતો નથી રાગનાં પાત્રો સતત બદલાય છે. રાગના પાત્રો હંમેશા બદલાયા કરે છે. જેમ તમને પહેલા નાના હતા ત્યારે મા ઉપર રાગ હતો પછી થોડા મોટા થયા. પૈસાની જરૂર પડી તો તે રાગ બાપ ઉપર ગયો પછી પરણ્યા એટલે પત્ની પર અને ઘરડા થયા એટલે પુત્ર ઉપર રાગ ગયો (૨) રાગમાં નિષ્ફળતા ન મળે એવું કદી બનતું નથી અને (૩) રાગમાં નિષ્ફળતા મળે ત્યારે દ્વેષ આવ્યા વિના રહેતો નથી. આ ત્રણ કારણે શાસ્ત્રોમાં રાગને અત્યંત ખરાબ કહ્યો છે પુદગલમાંથી રાગવિશેષ નીકળી જાય તે વિરાગ છે. પરમાત્મામાં રાગવિશેષ થાય છે તે ભક્તિ છે. રાગને ઓળખી શકવો મુશ્કેલ છે. તે ભસતો નથી પણ પાછળથી ફૂંક મારી મારીને કરડે છે એટલે તેનું કરડવું પણ મીઠું લાગે છે. દ્વેષ ઓળખી શકાય છે તે ભસતો કૂતરો છે. સીધો કાટે છે. ટ્રેષને શૂળની ઉપમા આપી છે. શૂળની વેદના વખતે જીવ ઊછળે છે. રાગને જ્વરની ઉપમા છે. તાવમાં જીવ શાંત પડ્યો રહે છે. ઓળખાતો નથી. સાધુને ગોચરી વાપરતા રાગ થાય તો ઉપવાસનું પ્રાયશ્ચિત્ત છે. તે વખતે ચારિત્ર અંગારા જેવું થાય છે અને દ્વેષ થાય તો આયંબિલનું પ્રાયશ્ચિત્ત છે તે વખતે ચારિત્ર ધુમાડા જેવું થાય છે. તમે તો રાગમાં જ બેઠા છો તમને આ દંડ હોય તો રોજના કેટલા ઉપવાસ આવે ? પચ્ચીસ-પચ્ચાસ ઉપવાસ તો સહેજે આવી જાય. જિનશાસનમાં જ્યાં ભૂલે ત્યાં આલોચના પ્રાયશ્ચિત્ત કહ્યા છે.
જ્ઞાન-દર્શનચારિત્રના લોલીભૂત પરિણામ આવી ગયા, સિદ્ધિ થઈ ગઈ પછી વિનિયોગનો આશય આવે છે. પહેલાં તમે પામો, પછી બીજાને પમાડો. અમે આજે ઉપદેશ આપવા માંડ્યા પણ અમારે પણ વિચારવાનું છે કે અમે સ્વરૂપમાં કેટલા ઠર્યા છીએ ? ગંભીર ઉદાર આશય હોય તો વિનિયોગ સારો આવે છે. માર્ગના બોધ જ ગયો તો ફાયદા કરતાં નુકસાન થવાનો સંભવ છે. એવું હોય તો બીજાને પમાડવા કરતાં પોતે પામીને જ રહે તેમાં વધુ ફાયદો છે. ચારિત્રમાં શરૂઆતમાં ૧૫-૨૦ વર્ષ મૌનપણે જીવવા જેવું છે. પછી બહાર આવવું હોય તો ભલે આવો. તે પણ ઋણમુક્તિ માટે જેથી અભિમાન ને અવકાશ જ ન મળે.
સાતમીદષ્ટિ - પ્રભા પ્રભા નામની સાતમી દૃષ્ટિમાં સૂર્યની કાંતિ જેવો બોધ હોય છે અહીં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org