Book Title: Yogadraushtina Ajwala Part 1
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 431
________________ ४०८ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ અહીં સલામતી વધુ છે. પણ બીજામાં સમ્યગ્દર્શન નથી એવું ન બોલાય. જ્યાં સુધી માર્ગનો બોધ ન થાય ત્યાં સુધી Positive angle વિધેયાત્મક વલણ પકડજો. Negative angle નિષેધાત્મક વલણ પકડવા જતાં કોઈને અન્યાય થવાનો પૂરો સંભવ છે. અન્યદર્શની પોતાના દેવની ભક્તિ દ્વારા શુભભાવથી પુણ્ય બાંધી શકે છે. મોક્ષની મોનોપોલી જૈનોની છે તેવું નથી. જે પ્રગટાવે તેને મળે. અન્યદર્શની ઇશ્વપ્રણિધાન, સાધુસેવા, પરમાત્મભક્તિ, ઈશ્વરજપ, અહિંસા, સંયમ, તપ, ઈદ્રિયદમન, નિષ્પરિગ્રહીતા વગેરેમાં આગળ વધે તો જૈન દર્શનસંમત સાત્વિક ભાવ તેને મળશે. અને મોક્ષ મળશે. તામસ અને રાજસભાવ કરનાર રઝળશે. - અમરો ભગત, સુરેંદ્રનગર પાસે શીયાણી ગામ છે ત્યાંના સ્મશાનમાં ઘણો વખત રહ્યો. મડદાંઓ બળતાં જુએ, ત્યાં રોટી પણ પકાવે, ખાવા પીવાનું, સૂવાનું ત્યાં જ રાખ્યું, આમ કેટલાય વખત સુધી એ રાખ્યું. કોઈકે કારણ પૂછ્યું તો કહ્યું કે રોજ મડદાંને આ રીતે બળતાં જોઈએ તો કાયાનો રાગ તૂટે અને વૈરાગ્ય આવે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણ, ધ્યાન, સમાધિ એ યોગનાં આઠ અંગો છે. આઠ દોષોને ટાળે છે. ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, રોગ, આસંગ વગેરે દોષો સાધનાથી જાય છે, અને અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રષા, શ્રવણ, બોધ, મીમાંસા પ્રતિપત્તિ, પ્રવૃત્તિ, ગુણો આવે છે. સોળમા શ્લોકમાં આ વાત કહી છે. यमादियोगयुक्तानां खेदादिपरिहारतः। अद्वेषादिगुणस्थानं, क्रमेणैषा सतां मता ॥ १६ ॥ આ દૃષ્ટિમાં સઋદ્ધાણં તો વધઃ છે સમ્યશ્રદ્ધાથી યુક્ત બોધ છે. પ્રશ્ન : સભ્યશ્રદ્ધા એટલે શું ? તત્ત્વ શું ચીજ છે ? ઉત્તર : આત્માનું જે શુદ્ધ મૌલિક સ્વરૂપ છે. તેને પામવાના ઉપાયો રત્નત્રયી એ તત્ત્વ છે. બાકીનું બધું અતત્ત્વ છે. પ્રશ્ન : તત્ત્વને પામવાનો ઉપાય શું ? ઉત્તર : દાન, શીલ, તપ, ભાવના, ધર્મની આરાધનાથી સમકિત નજીક આવે છે. નવતત્ત્વમાં આત્માની મલિન અવસ્થા જીવ છે અને આત્માની શુદ્ધ અવસ્થા એ મોક્ષ છે, અને જીવ શિવ બની શકે તે માટે વચલા સાત તત્ત્વોને હેયોપાદેય રૂપે યથાર્થપણે જાણવાના છે. આત્માના વિષયમાં જીવની સમ્યગ્દષ્ટિ, યથાર્થ રુચિ, યથાર્થ સમજ એ સમકિત છે અને આત્માના વિષયમાં અયથાર્થ રુચિ, અયથાર્થ સમજ એ ભ્રાંતિ છે, મિથ્યાત્વ છે. આત્માને ઓળખવા તેની સંસારી અવસ્થા, અચેતનનો સંયોગ વગેરે સમજવું પડે. કર્મનો સંયોગ Jain Education International 2010_05 : For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434