________________
બંધ અનુબંધ
૪O૯
ઘટવાથી આત્માનું ઊર્ધીકરણ થાય છે સંપૂર્ણ કર્મના જવાથી આત્માનું શુદ્ધસ્વરૂપ પ્રગટે છે.
જીવાદિ બધા પદાર્થો સત છે. પણ સચ્ચિદાનંદ તો આત્મા જ છે. આનંદનો અભેદ આધાર જ્ઞાન છે. પદાર્થ નથી. સતુ એટલે અસ્તિત્વ, વિદ્યમાનતા. જેનામાં સત્તા છે તે સત્, જે ત્રણે કાળમાં રહે છે તે સત્ છે..સત્ ચિત્ આનંદમાં ચિત્ વચ્ચે રહેલું છે તે સૂચવે છે કે જે ચિત્ = ચૈતન્ય છે તે સત્ છે અને આનંદમય છે. આત્માનું આનંદમય સ્વરૂપ ચૈતન્યમાંથી પકડાશે.
પ્રશ્ન : અધ્યાત્મનું પ્રયોજન શું છે ?
ઉત્તર : છ દ્રવ્યોમાં દુ:ખમુક્તિનો પ્રશ્ન જીવને જ છે. બીજા દ્રવ્યો જડ છે. તે સુખ દુઃખનું વેદન કરવા અસમર્થ છે. દુઃખના ઉકેલ માટે અધ્યાત્મ છે. બીજાં કોઈ શાસ્ત્રો આ કરી શકતાં નથી માટે અધ્યાત્મ શાસ્ત્ર તે સર્વોપરી શાસ્ત્ર છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org