________________
સાહિસિસ...
સ્વ-પરના કલ્યાણના ઉદ્દેશથી, સમ્યજ્ઞાનાદિમી વૃદ્ધિ માટે, વિશેષ સૂક્ષ્મ વિચારણાપૂર્વક, અનેકાંત દૃષ્ટિથી, મધ્યસ્થ ભાવથી શાસનથી અવિરુદ્ધપણે જે કરવામાં આવે તેને શ્રી જિનશાસન સત્ય કહે છે, પરંતુ જે સાચું હોવા છતાં તીવ્રરાગથી પ્રયુક્ત હોય – તીવ્ર દ્વેષથી પ્રયુક્ત હોય – માત્ર બીજાને હલકી પાડવાની વૃત્તિથી આગળ કરાયું હોય તે વસ્તુસ્થિતિએ સાચું હોવા છતાં દોષકારક છે માટે અસત્યતુલ્ય છે, તેથી પરમાત્માના શાસનમાં તેને વર્ષ કહ્યું છે.
જેનાથી દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીયકર્મનો ક્ષયોપશમ થાય, જેનાથી દોષો ઘટે, ગુણો વિકસે તે સત્ય, સાનુબંધ સત્ય છે. આથી વિપરીત હોય તે સત્યાભાસ છે.
જિનશાસન જેમ તેના શ્રતધર્મ અને ચારિત્રધર્મ ઉપર રહ્યું છે તે સત્ય સ્વરૂપ છે. સત્યનું પોષક અને સત્યનું વર્ધક છે તે જ રીતે શ્રી જિનશાસનમાં થનારા અગ્રેસરો, ગીતાર્થો, આરાધકો, આજ્ઞાપ્રધાન જીવન જીવનારા, પરસ્પર મળીને જે કામ કરે તે કામ અને કામ કરનારા પણ સત્યપ્રતિષ્ઠિત છે.
જે શાસ્ત્ર નિરપેક્ષ છે, જે આય-વ્યયની તુલના વગર કેવલ ઉત્સર્ગને જ પકડનારા છે, કેવલ શાસ્ત્રના અક્ષરને જ પકડનારા છે, જે કેવલ શિથિલાચારના કારણે અપવાદના કારણે કે અનાચારના કારણે શાસ્ત્ર જોનારા નથી, શાસ્ત્ર વિચારનારા નથી, જેઓ મધ્યસ્થ, સંવિગ્ન, ગીતાર્થ ગુરુને આધીન નથી તેઓ સત્યપ્રતિષ્ઠિત નથી. બાહ્યથી શાસનમાં હોવા છતાં, બાહ્યથી આજ્ઞ. સમજવા કે માનવાનો ડોળ કરવા છતાં તેઓ સત્યપ્રતિષ્ઠિત થયા નથી. સત્યપ્રતિષ્ઠિત રહેતા નથી.
જ્યાં હૃદયની સરળતા છે, ભવભીરતા છે, પાપભીરુતા છે ત્યાં સત્ય રહેલ છે. જ્યાં હૃદયની વક્રતા છે, કુટિલતા છે ત્યાં સત્ય નથી. જેના મનમાં જુદું, વચનમાં જુદું અને વર્તનમાં જુદું છે, આવા આત્મારામ પરમાત્માના માર્ગને પામી શકતા નથી, આરાધી શકતા નથી.
! સિદ્ધાન્તદિવાકર પૂ. આચાર્યદેવ શ્રી જયઘોષસૂરિજી મહારાજ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org