Book Title: Yogadraushtina Ajwala Part 1
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai
Catalog link: https://jainqq.org/explore/004611/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિi HજLIST] ભાગ-૧ તારા Iણા ૪ - અદ્વેષ - ઉદ્વેગ her - - હું - નિયમ 113% - P]\ - - - - ખેદ બલા > 73317478 - E સ - ક્ષેપ 2 - આસન 1chelle - La 5 - શુશ્રુષા જીવ - ૭ - ઉત્થાન +]h]\ - -4 - પ્રાણાયામ -17 - - - - શ્રવણ llek 1cle - મીમાંસી હૈ - ધારણા - અન્યમુદ્દે લ - ભ્રાંતિ -૧ - સૂક્ષ્મબોધ ૨ - પ્રત્યાહારે Ipols - કોપનિવૃત્તિ - યોગ પ્રવૃત્તિ છે - ગુણ પ્રાપ્તિ ન = પ્રવચનકાર • મુક્તિનવિજયજી મહારાજ 20 SO Private & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગઃ ૧ પ્રેરક અને માર્ગદર્શક : સિદ્ધાન્ત દિવાકર પ.પૂ. આચાર્યદેવશ્રી જયઘોષસૂરિ મહારાજા પ્રવચનકાર : પ.પૂ. મુક્તિદર્શનવિજયજી મ.સા. સંશોધક : ૫.પૂ. અજિતશેખરવિજયજી મ.સા. પ્રકાશક શ્રી વર્ધમાન સેવા નિધી ૧૦મે માળે, મેજેસ્ટીક સેન્ટર, ગીરગાંવ, મુંબઈ-૪૦૦ ૦૦૪ ફોન : ૫૬૩૭૪૬૮૭, ૫૬૩૭૪૭૮૭ 2010_05 Page #3 -------------------------------------------------------------------------- ________________ સૌજન્ય દોશી પ્રાણલાલભાઈ કાનજીભાઈ પરિવાર ૫૦૧, માર્શલ એપાર્ટમેન્ટ, ગોવાલીયા ટેન્ક, મુંબઈ-૨૬. ફોન : ૨૩૮૦૨૫૫૦, ૨૩૮૦૩૨૬૨ ભાગ : ૧ • ત્રીજી આવૃત્તિ : જાન્યુ. ૨૦૦૪ ♦ પ્રત : ૧૦OO ૦ પૃષ્ઠ સંખ્યા : ૨૨ + ૪૧૦ = ૪૩૨ કિંમત : રૂા. 50.00 મુદ્રક ઃ અજંતા પ્રિન્ટર્સ લાભ કૉમ્પલેક્ષ, ૧૨/બી, સત્તર તાલુકા સોસાયટી, પોસ્ટ : નવજીવન, અમદાવાદ- ૩૮૦૦૧૪. ફોન નં. : ૭૫૪૫૫૫૭ 2010_05 Page #4 -------------------------------------------------------------------------- ________________ સાદર સમર્પણ જેમની કૃપાના એક લેશમાત્રથી મારા જીવનમાં માર્ગનો કંઈક ઉઘાડ થયો, માધ્યસ્થ પરિણતિ વિકસિત થઈ, ઉત્સર્ગ–અપવાદ; નિશ્ચય વ્યવહારની મર્યાદા સમજાઈ, એકાંતવાદની પકડ છૂટી તે પરમ ઉપકારી પરમ ગીતાર્થ, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાના કરકમળમાં આ પુસ્તક સમર્પણ કરતાં અતિ આનંદ અનુભવું છું. કૃપાકાંક્ષી મુક્તિદર્શનવિજયજી 2010_05 Page #5 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રસાર સહાયકો શેઠશ્રી અરવિંદભાઈ દોશી વ્હેનશ્રી દેવીન્હેન નીલાંબર વ્હેનશ્રી સુધાબ્વેન જવાહરભાઈ હરખચંદ બ્લેનશ્રી સુલસાવ્હેન સુરેન્દ્રભાઈ શાહ વ્હેનશ્રી જયશ્રીબ્ડેન નિરંજનભાઈ શાહ વ્હેનશ્રી અનીલાબ્બેન મહેન્દ્રભાઈ મહેતા બ્લેનશ્રી મીનાવ્હેન શૈલેષભાઈ મહેતા શેઠશ્રી સેવંતીલાલ અંબાલાલ શેઠશ્રી શીવલાલ નગીનદાસ શેઠશ્રી જીતેન્દ્ર ચંદુલાલ બ્લેનશ્રી હંસાબ્બેન મનુભાઈ શેઠશ્રી કલ્પેશ નરેન્દ્રભાઈ શેઠશ્રી શનાલાલ જેસીંગલાલ વ્હેનશ્રી મંજુલાબેન કેશરીમલ સંઘવી બહેનશ્રી સુહાસીનીબેન રમેશભાઈ કોઠારી તથા ગોવાલીયા ટેન્ક જૈન સંઘના ભાઈ-બહેનો બહેનશ્રી અરૂણાબેન કંપાણી _2010_05 ચંદ્રલોક, નેપીયન્સી રોડ, મુંબઈ પેડર રોડ, મુંબઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ બીચકેન્ડી, મુંબઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ ફોર્ટ મુંબઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર જે. મૂ. જૈનસંઘનું નિવેદન પંચ પરમેષ્ઠિમાં ત્રીજા પદે આરૂઢ એવા પરમ પૂજ્ય આચાર્યદિવો એ તીર્થકરોની અનુપસ્થિતિમાં જિનશાસનના અનિવાર્ય અંગ બની રહે છે. તેમનો ઉપકાર અસીમ છે. તેમની કૃપા જેમના પર પડે છે, તે કૃતકૃત્ય બની જાય છે. આવી જ કૃપા અમને સં. ૨૦પરના ચાતુર્માસ દરમ્યાન સાંપડી. ગચ્છાધિપતિ સિદ્ધાન્તદિવાકર આચાર્યદેવ પરમ પૂજ્ય શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાને અમારા શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર જે. મૂ. જૈનસંઘે ચાતુર્માસ કરવા માટે વિનંતી કરતાં તેઓશ્રીએ તેમના આજ્ઞાવર્તી મુનિરાજશ્રી પ. પૂ. મુક્તિદર્શનવિજયજી મહારાજ સાહેબ તથા મુનિરાજ શ્રી પ. પૂ. હર્ષઘોષવિજયજી મહારાજ સાહેબને ચાતુર્માસની આરાધના કરાવવા અનુમતિ આપી અમારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. તત્ત્વજ્ઞાનરૂપી સરોવરમાં હંમેશાં ડૂબેલાં રહેતા એવા પરમ પૂજ્ય મુનિરાજશ્રી મુક્તિદર્શનવિજયજી મહારાજ સાહેબે સંઘનાં શ્રાવક-શ્રાવિકાઓની તત્ત્વ તરફની અભિરૂચિ જાણી તેમની પસંદગીનો કળશ ૧૪૪૪ ગ્રન્થના રચયિતા આ. હરિભદ્રસૂરિ મ. સા. રચિત “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રન્થ પર ઢોળ્યો. શુભ દિવસ શુભ ઘડીથી ગ્રન્થ વાંચનના શ્રીગણેશ થયા. બસ, પછી તો કહેવું જ શું ? પૂજ્ય મુનિ ભગવંતની આગવી શૈલી, એમનું નિરંતર તત્ત્વચિંતન, મનન, પદાર્થને અત્યંત સરળ બનાવી શ્રોતાઓ સમક્ષ મૂકવાની સૂઝ દ્વારા તત્ત્વજિજ્ઞાસુઓનો અમારા ઉપાશ્રયમાં મહેરામણ ઊમટ્યો. પૂજ્ય ગુરુ ભગવંતના ઉત્કૃષ્ટ કોટિના વૈરાગ્ય દ્વારા વેગવંતી બનતી એમની વાણી સર્વ શ્રોતાઓના જાણે અજ્ઞાનના પડદા ચીરતી ચીરતી હૃદય સોંસરવી ઊતરી જતી હતી. શ્રોતાઓના ઉરમાં ધરબાયેલા જિજ્ઞાસારૂપી બીજને જાણે જળનું સિંચન થયું અને તેમાં અંકુરા ફૂટવા લાગ્યા. મૈત્રી-પ્રેમ-કરુણા-વાત્સલ્યાદિભાવોથી ભરપૂર વ્યાખ્યાન સમાપ્ત થતું ત્યારે જાણે સૌ શ્રોતાજનો ઉપશમ સરોવરમાં ઝીલીને સ્નાન કરીને) બહાર નીકળતાં હતાં. સૌના મુખ ઉપર જીવનમાં કંઈક અનેરું તત્ત્વ પામ્યાનો સંતોષ તરવરતો હતો. સાથે સાથે બીજા દિવસના સવારની પણ રાહ જોવાતી. શ્રોતાજનોનાં મન ઉપર આખો દિવસ એની ઊંડી અસર રહેતી હતી. પ્રસ્તુત નિવેદન લેશમાત્ર અતિશયોક્તિ ભરેલું નથી. કારણ કે આજે પણ અમારા સંઘમાં એવાં શ્રાવક-શ્રાવિકાઓ અમે નજરે જોઈએ છીએ, જેમની અધ્યાત્મરુચિ અને જીવનદૃષ્ટિ જાણે બધી સીમાઓ પાર કરી ગઈ ન હોય ! ખરેખર ! સંઘ પૂજ્યશ્રીનો ખૂબ ખૂબ ઋણી છે. યોગદષ્ટિ દ્વારા આંતરદૃષ્ટિ ખોલી છે. દિવ્યદૃષ્ટિ આપી છે. જોકે ઘણા બધા શ્રોતાઓ આ વ્યાખ્યાનો લખતા હતા. છતાં અધ્યાત્મરસિક 2010_05 Page #7 -------------------------------------------------------------------------- ________________ અનેક ભવ્ય-આત્માઓને આ વ્યાખ્યાનોનો લાભ મળે, તેની અસર ચિરસ્થાયી બની રહે, આત્મા ઉપર યોગ પરિણતિનું ઘડતર થાય, ક્લેશમય પરિણતિનો અંત આવે, જીવન નંદનવન બને અને મોક્ષમાર્ગ પર અવિરત પ્રયાણ કરવાનું અતુલ એવું બળ સાંપડે એવા દિવ્ય આશયથી અમારા શ્રી સંઘને તેઓશ્રીના આ વ્યાખ્યાનોને પુસ્તકારૂઢ કરવાની ઈચ્છા થઈ, જોકે અમારા માટે આ કાર્ય કઠિન હતું, પૂજ્યશ્રીને વાત કરતાં તેઓશ્રીએ નિર્લેપભાવે કહી દીધું કે “આ કાર્ય મારું નહિ' પણ અમારા સદ્દભાગ્યે ચાતુર્માસમાં બિરાજમાન રૈવતાચલચિત્રકૂટાદિ તીર્થોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ નીતિસૂરીશ્વરજી મ.સા.નાં પ્રશિષ્ય ચારિત્રચૂડામણિ પ. પૂ. આચાર્યદેવશ્રી મંગલપ્રભસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય વર્તમાન ગચ્છાધિપતિ, સરલાશયી, તપસ્વીરત્ન પ. પૂ. આચાર્યદિવશ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની વિદૂષી સાધ્વીશ્રી ૫. પૂ. લાવણ્યશ્રીજી મ.સા.ના શિષ્યા પ. પૂ. મયૂરકળાશ્રીજી મ.સા.એ વ્યાખ્યાનનું અવતરણ કરેલ. તેઓશ્રીને અમારા શ્રી સંઘે તે સમગ્ર વ્યાખ્યાનોને વ્યવસ્થિત રીતે ફેર કરી પુસ્તકનું સંકલન, સંપાદન કરવા વિનંતી કરતાં તેઓશ્રીએ ઉદાર હૃદયે તેનો સ્વીકાર કર્યો. અને પોતાનાં શિષ્યાશ્રી નંદીયશાશ્રીજીની સહાયથી આ ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો. બંને પુણ્યાત્માઓએ પોતાના કિંમતી સમયનો ભોગ આપીને સમગ્ર વ્યાખ્યાનની નોંધોને વ્યવસ્થિત કરી પૂજ્યશ્રીના પ્રવચનનો આશય જળવાઈ રહે તે રીતે પોતાની આગવી શક્તિ અને કસબ વાપરીને પુસ્તકનું સુંદર સંકલન-સંપાદન કરી આપ્યું છે. લગભગ ૧૦-૧૦ મહિના સુધી અખંડ શ્રમ લઈને તૈયાર કરેલ આ પુસ્તક પાછળ તેઓશ્રીની ઉદાર દૃષ્ટિ, વિશાળ ભાવના અને જીવો પ્રત્યેની પરમ ભાવકરુણાના અમારા શ્રી સંઘને દર્શન થાય છે. તેઓશ્રીના સહકાર અને સહયોગથી જ અમારો શ્રી સંઘ આ “યોગદૃષ્ટિનાં અજવાળાં' પુસ્તકનું પ્રકાશન કરવા બડભાગી બન્યો છે. તે માટે અમારો શ્રી સંઘ એ બન્ને પુણ્યાત્માઓનો અત્યંત ઋણી છે. તથા અમારા સંઘના સભ્ય શ્રી જીતેંદ્રભાઈ કાપડિયા, (અજંટા પ્રીન્ટર્સ) તથા રોહિતભાઈ કોઠારી (શારદા મુદ્રણાલય)એ ખંતથી આ કામ કરી આપ્યું છે. તે માટે અમે તેમના પણ આભારી છીએ. નિશ્ચય અને વ્યવહારની સમતુલા જાળવતું આ પ્રસ્તુત પુસ્તકનું વાંચન-ચિંતન-મનન કરી સૌ કોઈ આત્મા પોતાના આત્મા ઉપર રહેલી કર્મરજને દૂર કરે. અને સાધનામાર્ગને અપનાવી શીધ્રાતિશીધ્ર પ્રન્થિભેદ કરી સ્વાનુભૂતિ-સમ્યગ્ગદર્શનને પામી એના દ્વારા પરમપદના ભોક્તા બને એ જ અંતરની સદાની શુભાભિલાષા સહ ભવદીય 2010_05 Page #8 -------------------------------------------------------------------------- ________________ જીવનના અંતે આવનારા મૃત્યુ સમયે યોગની પૂર્વભૂમિકા અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળ આ સંસારમાં અવ્યવહારરાશિ (સૂક્ષ્મનિગોદ)માં પસાર કરી સિદ્ધ બનેલા એક જીવના ઉપકારથી પાંચ કારણોમાંથી ભવિતવ્યતાની મુખ્યતાએ જીવ વ્યવહારરાશિમાં આવે છે ત્યાં પણ કાલપ્રતિબંધક હોવાના કારણે અનંતાનંતકાળ રખડી કાલની સાનુકૂળતા થતાં તે જીવ ચરમાવર્તમાં આવે છે. આ ચરમાવર્ત પણ તેનો જ આવે છે કે જે જીવ ભવ્ય છે; અભવ્ય જીવોને સદાને માટે સંસારનું પરિભ્રમણ નિશ્ચિત હોવાથી તે આત્માઓ માટે ચરમાવર્ત છે જ નહિ. ચરમાવર્તમાં જીવ આવે એટલે તરત જ જીવ ધર્મ પામી જ જાય અથવા તેને ધર્મની પ્રાપ્તિ થઈ જ જાય એવું નથી, પરંતુ ચરમાવર્તમાં પ્રવેશ થવાની સાથે જીવમાં ધર્મ પામવાની યોગ્યતા આવે છે. અચરમાવર્તકાળ એ જીવને ધર્મ પામવા માટેનો અયોગ્યકાળ હતો. ભવબાલકાળ હતો. ધર્મયૌવન ત્યાં પ્રાપ્ત થતું નથી. તે પામવાનો કાળ ચરમાવર્ત છે. - ચરમાવર્તિમાં આવ્યા પછી પણ આત્મા પરથી ઘણો બધો કર્મનો ભાર નીકળે – જીવ કર્મલઘુતા પામે ત્યારે જીવનની કોઈ ધન્ય પળે પ્રબળ પુણ્યના ઉદયથી પોતાને તરવાના નિમિત્તભૂત એવા દેવ-ગુરુને પામે છે અને તેઓ દ્વારા ઉપદેશ સાંભળી - તેને ઝીલી પોતાના આત્મામાં યથાશક્તિએ પરિણમાવી ધર્મ પામે છે. બસ, અહીંયાંથી જીવના ધર્મપુરુષાર્થનો પ્રારંભકાળ થાય છે. આ અવસ્થાને શાસ્ત્રીય પરિભાષામાં અપુનબંધક તરીકે ઓળખાવી છે. અહીંયાં આવ્યા પછી એક બાજુ પુરુષાર્થ છે તો બીજી બાજુ પ્રમાદ છે. બંને સામસામા ટકરાય છે. જીવ પુરુષાર્થ દ્વારા આગળ વધવા જાય ત્યાં જ પ્રમાદ ચોટ્ટાઓ પોતાનું બળ વાપરી તેને પછાડવા પ્રયત્ન કરે છે. આમ જીવ અને કર્મનું યુદ્ધ અહીંયાંથી શરૂ થાય છે. ક્યારેક જીવ પુરુષાર્થ કરી આગળ વધે છે અને અનાદિકાલીન દુર્ભેદ્ય એવી ગ્રંથિનો ભેદ કરી સમ્યગ્દર્શન પામે છે. ત્યારે આત્મા ઉપર અપૂર્વ સમ્યગુજ્ઞાનનો પ્રકાશ પથરાય છે અને ત્યારે તે પરમાનંદના લેશને અનુભવે છે. વળી પાછી ક્યારેક જાગૃતિ ચાલી જતાં કર્મના ઝપાટામાં આવી આત્મા નીચે ઊતરી અંધકારમય એવી મિથ્યાત્વદશાને પામે છે ત્યાં સંખ્યાત, અસંખ્યાત, અનંતકાળ રહી પાછો ઉપર આવે છે. દરેક જીવ સમ્યકત્વ પામ્યા પછી પાછો નીચે પટકાય જ એવું નથી પરંતુ જીવને સમ્યકત્વ પામ્યા પછી ઉપર ચઢવા માટે ખૂબજ સાવધાની રાખવી પડે છે અને જો એ ન રહે તો નીચે ઊતરવાનું અને સંસારમાં ભટકવાનું થાય છે. વ્યવહારનવે ગુણસંપન્ન અપુનબંધક અવસ્થાથી યોગની શરૂઆત થાય છે જ્યારે નિશ્ચયનયે ગ્રંથિભેદજનિત સમ્યગ્દર્શનથી યોગમાર્ગની શરૂઆત થાય છે. 2010_05 Page #9 -------------------------------------------------------------------------- ________________ યોગનું સ્વરૂપ વિત્તવૃત્તિનિરોધો : યો: આ પ્રમાણે પતંજલિ મહર્ષિ યોગની વ્યાખ્યા કરે છે, જ્યારે ગીતા સમત્વે યા ઉચ્યતે | એ દ્વારા સમતાને યોગ કહે છે તો અહીંયાં પ્રશ્ન થાય કે આ બેમાંથી યોગ શું ? ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગ કે સમતા એ યોગ છે ? તેનું સમાધાન એ છે કે વસ્તુત: સમતા એ યોગ છે. આત્માનું આત્મસ્વરૂપમાં ઠરવાપણું એ યોગ છે અને એમાં ચિત્તવૃત્તિનો નિરોધ એ કારણ છે. જ્યાં સુધી ચિત્તની વૃત્તિઓ (અર્થાત અંતઃકરણનો પરિણામ) વિષયોમાં રાગાદિભાવે ભટકતી હોય છે ત્યાં સુધી જીવને યોગ નથી હોતો, ભોગ હોય છે તેથી આત્મસ્વરૂપમાં કરવા માટે ચિત્તવૃત્તિનો નિરોધ એ કારણ છે તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેને યોગ કહ્યો છે. પતંજલિકૃત ઉક્ત લક્ષણ એ બધી જ અવસ્થામાં ઘટતું ન હોવાના કારણે (અર્થાત્ ચિત્તવૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ કેવલજ્ઞાન વખતે થતો હોવાના કારણે) ઉપાધ્યાયજી મહારાજે પતંજલિ લક્ષણનો પરિષ્કાર કરી વિન વિત્તવૃત્તિનિરોધો વI: એવું વ્યાપક લક્ષણ બનાવ્યું. જે યોગની દરેક અવસ્થામાં ઘટી શકે છે કારણ કે જેમ જેમ વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ તેટલા તેટલા અંશે આત્મામાં રહેલી ક્લિષ્ટતા નીકળતી જાય છે અર્થાત્ તેટલા અંશે ક્લિષ્ટ ચિત્તવૃત્તિનો નિરોધ થતો જાય છે. યોગમાર્ગની ઉપયોગિતા જૈનદર્શન તેમજ અન્ય દર્શનોમાં યોગનું મહત્ત્વ ખૂબજ બતાવવામાં આવ્યું છે. યોગ દ્વારા જ મોક્ષને પામી શકાય. જૈનદર્શન નિર્દિષ્ટ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યગુચારિત્ર અને સમ્યકતપ એ મહાયોગ છે. એની સાધના કરીને આજ સુધીમાં અનંતાનંત આત્માઓ મુક્તિને પામ્યા છે. અનાદિકાળથી ભોગમાર્ગમાં ગળાબૂડ ડૂબેલા અને તેના દ્વારા ભવોભવ દુઃખ, દુર્ભાગ્ય અને દુર્ગતિ પામતા આત્માને તેમાંથી બચાવનાર, શરણભૂત કોઈ હોય તો તે માત્ર એક યોગમાર્ગ છે, માટે જ કરુણાસંપન્ન ગીતાર્થજ્ઞાની પુરુષો જીવના ઉદ્ધારને અર્થે યોગમાર્ગ બતાવી રહ્યા છે, જે કોઈ પણ જીવની ઉપર ઉપકાર કરવો હોય તો તેને સમ્યગદર્શનાદિ સિવાય બીજું કાંઈ પણ આપી ઉપકાર કરી શકાતો નથી. શાસ્ત્રપ્રસિદ્ધ વંકચૂલના દષ્ટાંતથી પણ આ વાત સ્પષ્ટ થાય છે કે યોરીના માર્ગે ચઢી અધોગતિની ગર્તા તરફ પ્રયાણ કરી ચૂકેલા તેના આત્માને સદગુરુએ ચાર નિયમો આપ્યા (૧) અજાણ્યું ફળ ખાવું નહિ (૨) કોઈના પર પણ ઘા કરતાં પહેલા સાત ડગલાં પાછા હટવું (૩) રાજાની રાણી સાથે વ્યભિચાર કરવો નહિ અને (૪) કાગડાનું માંસ ખાવું નહિ. આ ચારે નિયમો ઉપર વિચાર કરશું તો જણાશે કે ગુરુએ બીજું કશુંજ આપ્યું નથી પરંતુ આંશિક સમ્યગ્રદર્શન, આંશિક સમ્યજ્ઞાન, આંશિક 2010_05 Page #10 -------------------------------------------------------------------------- ________________ 9 સભ્યશ્ચારિત્ર અને આંશિક સમ્યક્ તપ આપ્યાં છે. તેમાં અજાણ્યું ફળ ખાવું નહિ તે શ્રદ્ધાને સૂચવે છે જે આંશિક સમ્યગ્દર્શન સ્વરૂપ છે. ઘા કરતાં પહેલાં સાત ડગલાં પાછા હટવું તે વિવેકને સૂચવે છે જે આંશિક સભ્યજ્ઞાન સ્વરૂપ છે. રાજાની રાણી સાથે વ્યભિચાર કરવો નહિ તે સદાચારને સૂચવે છે જે આંશિક સભ્યચારિત્ર સ્વરૂપ છે અને કાગડાનું માંસ ખાવું નહિ તે રસનેન્દ્રિય ઉપરના અંકુશ સૂચવે છે જે આંશિક સમ્યગ્ તપ સ્વરૂપ છે. આ ચાર નિયમના અણીશુદ્ધ પાલનથી તેને શું લાભ થયો તે કહેવાની જરૂર નથી, જે બધાજ જાણે છે. પહેલા નિયમથી પોતાના પ્રાણ બચ્યા. બીજા નિયમથી પોતાની બહેનના પ્રાણ બચ્યા. ત્રીજા નિયમથી મંત્રીપણું મળ્યું અને ચોથા નિયમથી બારમો દેવલોક મળ્યો. આ છે ન દૂરે યોગના પાલન દ્વારા આત્માની પરિણતિ નિર્મળ બને છે. વૃદ્ધિ પામે છે માટે યોગમાર્ગનું પરિશીલન અતિ આવશ્યક બની જાય છે. તેના વિના આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકાતું નથી જ વસ્તુના સંદર્ભમાં ઉપાધ્યાયજી મહારાજ ૩૫૦ ગાથાના સ્તવનમાં લખે યોગગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ફોગટ મોટાઈ મન રાખે, તસ ગુણ મેલે વેષે મહિયલ મહાલે, બક પરે નીચો ચાલે; જ્ઞાન વિના જગ ધંધે ઘાલે તે કેમ મારગ હાલે. પરપરિણતિ પોતાની માને, વરતે આરતધ્યાને; બંધ મોક્ષ કારણ ન પિછાને તે પહેલે ગુણઠાણે. કિરિયા લવ પણ જે જ્ઞાનીનો, દૃષ્ટિ થિરાદિક લાગે; તેથી સુજસ લહીજે સાહિબ સીમંધર તુજ રાગે. 2010_05 - યોગમાર્ગના સૂક્ષ્મબોધ વિના ક્યારેક જેમતેમ બોલતાં ઉત્સૂત્ર પ્રરૂપણા થઈ જવાનો સંભવ પણ પૂરો રહે છે તે વાત જણાવતાં તેઓશ્રી લખે છે – માર્ચ મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધપ્રરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહટ્ટમાલા પ્રકાશે, નાસે. આમ યોગમાર્ગની ઉપયોગિતા ઘણી છે. તેના દ્વારા જ સ્વપરનું એકાંતિક અને આત્યંતિક હિત સાધી શકાય છે. યોગનું ફળ : યોગનું ફળ છે વિવેક અને વૈરાગ્યની પ્રાપ્તિ અને વૃદ્ધિ. તેના દ્વારા ગુણસ્થાનકનો વિકાસ, તેના દ્વારા આત્મસ્વરૂપમાં સ્થિરતા-રમણતા-તન્મયતા અને અંતે ક્ષપકશ્રેણી પામવા દ્વારા વીતરાગતા-કેવલજ્ઞાન અને મોક્ષ. અતીન્દ્રિય આનંદને પામવો એ સાધકનું લક્ષ્ય છે. એ આનંદ જ્ઞાનમાંથી Page #11 -------------------------------------------------------------------------- ________________ 1 આવે છે. જ્ઞાન મલિન થતાં આનંદ દબાય છે. જ્ઞાન નિર્મળ થતાં આનંદ બહાર આવે છે. જ્ઞાન અને આનંદ ઉભય ચૈતન્ય તત્ત્વ છે તે આત્મપ્રદેશોએ છે. જ્ઞાન, આનંદને ઈચ્છે છે તો આનંદ પણ જ્ઞાનમાં જ છે. બન્નેનો અભેદ આધાર આત્મપ્રદેશો છે. ઇન્દ્રિયોના સુખભોગ અને રસાસ્વાદ બંધ થાય તો જ અતીન્દ્રિય આનંદ મળશે. દુઃખનું કારણ ઇન્દ્રિયજનિત ભોગ છે. ઇન્દ્રિયજનિત જ્ઞાન નથી. સાધનામાં ઇન્દ્રિયોથી જાણવાનું ચાલુ હોય છે પરંતુ ઇન્દ્રિયોથી ભોગ ભોગવવાનું બંધ કરીએ તો અતીન્દ્રિય સુખ વેદી શકાય છે અને સહજાનંદી બનાય છે. કેવળજ્ઞાન થયા પછી સમસ્ત વિશ્વને નિર્દોષતાએ – જ્ઞાતા-દ્રષ્ટા ભાવે જાણવા છતાં અનંત આનંદના ભોક્તા બનાય છે કારણ કે આનંદને વિશ્વના પદાર્થ સાથે સંબંધ નથી, વિશ્વના પદાર્થ સાથે સંબંધ છે જ્ઞાનને. જ્ઞાનમાં સમસ્ત યો ઝળકે છે. આમ જ્ઞાનને વિશ્વના તમામ પદાર્થો સાથે સંબંધ હોવા છતાં તે સંબંધ નિર્દોષ સંબંધ છે, જ્ઞાતા-દ્રષ્ટાભાવનો સંબંધ છે. કર્તા-ભોક્તાભાવનો સંબંધ એ જ દોષરૂપ છે. કેવલી ભગવંતનું સ્વરૂપ વિચારી તેમનો જેવો શુદ્ધ ઉપયોગ છે તેવો શુદ્ધ ઉપયોગ આપણો બનાવવાનો છે તે માટે મતિજ્ઞાનમાં વીતરાગતા લાવવાની છે. તે લાવવા માટે જ્ઞાનમાંથી અસત્ ઇરછાઓ, તૃષ્ણાઓ, ઔસુક્ય, આવેશ, ચંચળતા, ચપળતા, ક્ષુદ્રતા વગેરે ભાવોને દૂર કરવાના છે. આમ કેવલી ભગવંતનું જીવન સતત આંખ સામે રાખીને સાધના કરવાની છે. ભોગી જેટલો જલ્દી યોગી બને તે સારું છે. યોગી, જીવે ત્યાં સુધી જગત માટે ઉપકારી છે. યોગીના ત્રણે યોગ જગતના કલ્યાણ માટે છે. જ્યારે ભોગીના ત્રણે યોગ પોતાના ભોગ માટે છે. જે સ્વપર દુઃખદ છે. યોગી જગત પાસેથી અન્ન, વસ્ત્ર, પાત્ર, વસતિ, ઔષધાદિ આવશ્યક ચીજ લઈને જગતને જ્ઞાનનું દાન કરવા દ્વારા સ્વરૂપનું જ્ઞાન-ભાન કરાવે છે તેથી યોગી જગતને ઉપકારી છે તેમજ પોતાને મળેલા યોગ દ્વારા દેહ સુખ ન ભોગવતાં આત્મકલ્યાણ કરે છે. માટે પોતાના ઉપર પણ ઉપકાર કરે છે. સમ્યકત્વનો અર્થ શાસ્ત્રકારે સ્વસંવેદ્યત્વ - સ્વાનુભૂતિ કર્યો છે અને ચારિત્રનો અર્થ સ્વરૂપરમણતા કર્યો છે. જે જ્ઞાન અર્થમાં નથી પરંતુ આનંદવેદન અર્થમાં છે. જ્ઞાન એટલે આનંદનો પ્રકાશ – ઝળહળાટ, જેમાં સહજ રીતે અક્રિયતાએ સર્વ શેયો ઝળહળે છે. આમ જ્ઞાનગુણની પ્રધાનતાથી પણ આગળ વધીને વેદકતાએ આત્મા પ્રધાન છે. જે જ્ઞાન, આનંદમાં ડૂબેલું હોય, તે જ્ઞાન નિર્દોષ હોય. નિર્વિકલ્પ હોય. પછી ભલે કેવલજ્ઞાનમાં સમસ્ત વિશ્વ ડૂબેલું હોય. જ્ઞાનગુણ જે આત્માનો છે તેમાં વીર્યશક્તિ ભળવાથી જે રસ ઉત્પન્ન 2010_05 Page #12 -------------------------------------------------------------------------- ________________ 11 થાય છે તેમાં ઝીલવાથી આત્માને ઝબોળવાથી આનંદ ઉત્પન્ન થાય છે. એ જ રીતે ચારિત્ર પણ આત્માનો ગુણ છે તેમાં આત્મશક્તિનું મિલન થતાં જે રસ ઉત્પન્ન થાય છે તે ચારિત્રનો આનંદ છે. આ રીતે આત્માના અનંતગુણ હોવાથી તે દરેકમાં વીર્યશક્તિ ફોરવવાથી વીર્યશક્તિ પણ અનંત છે તે દરેકમાં આત્મા એકી સાથે ડૂબકી મારે ત્યારે આનંદ પણ અનંત ભોગવે છે. આને જ મુક્તિનું – કેવલજ્ઞાનનું સુખ કહેવાય છે. આત્મા જ્યારે ગુણભોગથી થતા આનંદ સુખમાં એકાકાર થાય છે ત્યારે ગુણગુણીની અભેદતા તેની સ્થિરતામાં થાય છે. તેથી બધા જ ભિન્ન ભિન્ન ગુણોનો આનંદ ગુણગુણીના અભેદમાં એકાકાર થઈને પિંડીભૂત થવાથી તે ધનસ્વરૂપે બને છે તેથી આત્મા આનંદઘન સ્વરૂપ પામે છે. પ્રસ્તુત યોગદૃષ્ટિ સમુચ્ચય એ યોગ દ્વારા મોક્ષને પામવા માટે મહાશાસ્રરૂપ છે જેમાં ૧૪૪૪ ગ્રંથના રચયિતા પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજાએ મિત્રા, તારાદિ આઠ દૃષ્ટિના ભેદથી યોગનું સ્વરૂપ વર્ણવ્યું છે. જેમાં અધ્યાત્મના માર્ગને સ્પષ્ટ કરવા વિશિષ્ટ કોટિનો શબ્દકોશ આપ્યો છે જેમ કે પહેલા જ શ્લોકમાં પરમાત્માના સ્વરૂપને વિશેષ સ્પષ્ટ કરવા પ્રભુની કર્મકાય, ધર્મકાય, તત્ત્વકાય અવસ્થા બતાવી છે. આવા શબ્દનો પ્રયોગ અન્યત્ર યોગના ગ્રંથોમાં ક્યાંય જોવા મળતો નથી. ત્યાર બાદ ઇચ્છાયોગ, શાસ્રયોગ અને સામર્થ્યયોગનું વર્ણન તેઓશ્રીએ જે કર્યું છે તે પણ મુમુક્ષુ માટે મનનીય છે આ જ રીતે બીજા અનેક આંખે ઊડીને વળગે એવા નવા નવા વિષયો ઉપર તેઓશ્રીએ વિશદ છણાવટ કરીને યોગમાર્ગને સ્પષ્ટ કર્યો છે. આત્માના અધ્યવસાયને ઓળખવા માટે તેમ જ ગુણસ્થાનકના વિશદ બોધ માટે યોગદૃષ્ટિનો તલસ્પર્શી અભ્યાસ જરૂરી છે, તેના વિના ગુણસ્થાનકનો બોધ ઉપરઉપરનો જ રહે છે. પ્રસ્તુત વિષય ઉપર વ્યાખ્યાન કરતાં તેમજ તેને પુસ્તકરૂપે બહાર પાડતાં મને સિદ્ધાંતદિવાકર, પરમગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય જયઘોષસૂરિજી મહારાજાનું આલંબન ખૂબજ ઉપકારક બન્યું છે. જ્યાં જ્યાં તત્ત્વનું નિરૂપણ કરતાં પદાર્થ સ્પષ્ટ ન થતો હોય એમ લાગે ત્યારે તેઓશ્રીની સહાયથી જ તેનો ઉકેલ પામી શક્યો છું. તેમાં પણ ૧૯મો શ્લોક પ્રતિપાતપુતાશ્ચાઘા તેમજ શ્લો. ૩૪ જેમાં અવંચકત્રયનું સ્વરૂપ વર્ણવ્યું છે તેમાં તો તેમની સહાય અતિઉપયોગી નીવડી છે. માટે તેઓશ્રી મારા માટે અત્યુપકારક છે. તેમજ પ્રસ્તુત પુસ્તકને સાદ્યન્ત તપાસી તેના ઉપર સુંદર પ્રસ્તાવના લખી આપનાર વિદ્વર્ય અને પ્રભાવક મુનિરાજશ્રી અજિતશેખર વિજયજી મ.સા.ને પણ હૃદયથી યાદ કર્યા વિના રહી શકાતું નથી. વ્યાખ્યાન, પ્રભાવના, પઠનપાઠન વગેરે 2010_05 Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 અનેક જવાબદારીઓ વચ્ચે પણ તેઓશ્રીએ સમય કાઢીને જે આ કામ કર્યું તે બદલ તેઓશ્રી પણ ઉપકારી છે. પ્રસ્તુત પુસ્તકનું સંકલન-સંપાદન કરવામાં કે તેનું પ્રકાશન કરવામાં જે આત્માઓ સાક્ષાત્ કે પરોક્ષ રીતે સહાયક બન્યા છે તે સહુના સત્કાર્યને અંદરથી અનુમોદું છું. અંતે એક જ વાત કે હે ભવ્ય જીવો ! આ જન્મના અંતે આવનારા મૃત્યુ સમયે જો તમે સમાધિમરણને પામવા ઈચ્છતા હો, સમાધિ વિનાનું મૃત્યુ તમારા આત્માને ભય ઉપજાવતું હોય, સમાધિ એ જ જીવનનો સાર માનતા હો તો બીજા બધા જ વિકલ્પોને છોડી દઈને તમે પુનઃ પુનઃ આ પુસ્તકને વાંચો - તેમાં કહેલા પદાર્થોને તેમજ બતાવેલા સાધનામાર્ગને આત્મસાત્ કરો અને તેના દ્વારા સમાધિમૃત્યુને વરી શીઘાતિશીધ્ર પરમપદને પામો એ જ એક શુભાભિલાષા. शुभं भवतु श्रीश्रमणसंघस्य ૨૦૫૩, શ્રાવણકૃષ્ણા સપ્તમી મુક્તિદર્શનવિજય પિંડવાડા 2010_05 Page #14 -------------------------------------------------------------------------- ________________ અવતરણકારશ્રીનું નમ્ર નિવેદન વિ. સં. ૨૦૫૨ના ચાતુર્માસમાં ૫. પૂ. મુક્તિદર્શનવિજયજી મહારાજ સાહેબના યોગષ્ટિ સમુચ્ચય ઉપરના અધ્યાત્મસભર વ્યાખ્યાનશ્રવણનો સુયોગ પ્રાપ્ત થયો. મારા સ્વાધ્યાય માટે તેની નોંધ કરી, તે દરમ્યાન ઘણાબધા શ્રોતાજનો તરફથી નોટની માંગણી આવતી રહી. તેઓની વિશેષ માંગણીને અનુલક્ષીને અને અનેક આત્માઓને એનો લાભ મળે, એ દૃષ્ટિએ નોટો ફેર કરાઈ. ત્યાં સુધી પુસ્તક રૂપે પ્રકાશન કરવાનું કોઈ જ લક્ષ્ય ન હતું. પરંતુ શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર સંઘના આગેવાનોએ આ વ્યાખ્યાનો પુસ્તકારૂઢ બને તેવી ઇચ્છા વ્યક્ત કરતાં આ પુસ્તકનું સંપાદન થયું છે. તેથી આ લખાણમાં કોઈ અસંગતિ હોય, ત્રુટિ રહી હોય, પુનરાવર્તન થયું હોય વગેરે જે અયુક્ત હોય તો તે મારી ક્ષતિ છે. તેને વાચકવર્ગ ક્ષમ્ય ગણે. પ્રાંતે પ્રવચનકારના આશયને પૂર્ણ ન્યાય ન આપી શકાયો હોય અને જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો તેનું અંતઃકરણથી મિચ્છામિ દુક્કડં માંગુ છું. વાચકવર્ગ આ પુસ્તકના વાંચનથી આત્મકલ્યાણ સાધે અને આ પુસ્તક પ્રકાશનના આશયને સાર્થક કરે એ જ અંતરની એકની એક અભિલાષા... _2010_05 Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખરસૂરિભ્યો નમઃ યોગ-ઝરૂખેથી.. શુક્રવારે પિતાજીએ પુત્રને પૂછ્યું – બેટા ! આજે શાળાએ જવું નથી ? પુત્રે કહ્યું – ના, પિતાજી ! પિતાજીએ કડકાઈથી પૂછ્યું - કેમ ? પુત્રે કહ્યું - પિતાજી અમારા શિક્ષકનું મગજ ઠેકાણે નથી. પિતાજીએ આશ્ચર્યથી પૂછ્યું - શું વાત છે ? તને કેવી રીતે ખબર પડી ? પુત્રે કહ્યું - જુઓ પિતાજી ! શિક્ષકે સોમવારે કહ્યું – ૩ + ૧ = ૪. મંગળવારે કહ્યું ૨ x 2 = 4. બુધવારે કહ્યું પ-૧ = ૪. ગઈકાલે કહ્યું ૮ + ર = ૪. હવે પિતાજી તમે જ કહો, આ શિક્ષકનું મગજ જરાય ઠેકાણે લાગે છે ? પિતાજી હસી પડ્યા. વાત એવી જ છે. મોક્ષ = મોહક્ષય અને મોતક્ષય. મોહ સર્વ દોષોનું મૂળ છે. અને મોત-વિનાશ-ક્ષય સર્વ દુઃખોનું ! આ મોક્ષ એકરૂપ છે અને તે માટે માર્ગ છે મોહ ક્ષયરૂપ મોક્ષ માટેનો રાગ અને મોત ક્ષયરૂપ મોક્ષ માટેની પ્રબળ ઇચ્છા. મોક્ષરૂપ લક્ષ્ય, સાધ્ય એક છે, ચોક્કસ છે. માનો ને કે “જની જેમ મોક્ષ નામનો જવાબ એ જ છે. માત્ર તેને પામવાના બતાવેલા રસ્તાઓ અલગ-અલગ છે. અલબત્ત આ ભિન્નતા પણ શુદ્ધ નયની અપેક્ષાએ નથી, પરંતુ અશુદ્ધ નયની અપેક્ષાએ છે એમાં સાધનાના સરવાળાની, ગુણોના ગુણાકારની, સાધનોની બાદબાકીની અને દોષોના ભાગાકારની વાતો વિવિધરૂપે રજૂ થાય છે. એ બધાનો સાર છે રાગ-દ્વેષને ઘસારો, સમતામાં વધારો. તેથી પેલા બાળકની જેમ આ વિવિધતાને ભુલભુલામણી સમજી ભરમાઈ જવાની જરૂર નથી. હકીકતમાં જોવા જઈએ, તો આગમ + ગુરુપરંપરા + સ્વાનુપ્રેક્ષાના આધારે મહાપુરુષો તે-તે વ્યક્તિની યોગ્યતા, રુચિ, પૂર્વ પ્રાપ્ત વિદ્યા વગેરે લક્ષ્યમાં લઈ એકની એક વાત અલગ-અલગ ઢંગથી રજૂ કરતાં હોય છે. જેમ કે પ્રભુ મહાવીર સ્વામીએ ગૌતમ આદિ ગણધરોને બ્રાહ્મણ અવસ્થામાં જે વેદનાં વચનોથી શંકા ઉદ્દભવેલી તે જ વેદનાં વચનોનો યથાર્થ બતાવી એ શંકા દૂર કરી. જંગલમાં ધર્મ માંગતા ચિલાતીપુત્રને તેની અવસ્થા વગેરેને જોઈ મુનિરાજે આપેલો ઉપશમ, વિવેક અને સંવરરૂપ ધર્મ અને મનક માટે દશવૈકાલિક રચતાં શયંભવસૂરિએ બતાવેલા અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ વચ્ચે કોઈ તાત્ત્વિક ભેદ નથી, કેમકે એ બંને તત્ત્વાર્થ સૂત્રકારે બતાવેલા મોક્ષમાર્ગ રૂપ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્યારિત્રના પરિણામ-ફળરૂપ છે. 2010_05 Page #16 -------------------------------------------------------------------------- ________________ 15 આ જ રીતે યોગમાર્ગોની વિવિધ વિચારણાઓ પણ આ રત્નત્રયીને કેન્દ્રમાં રાખીને જ થયેલી છે, માટે જ સમ્યગુરૂપ પણ છે. સૂરિપુરંદર યોગાચાર્ય હરિભદ્રસૂરિજીએ યોગમાર્ગે આપણને વિપુલ સાહિત્યનું નજરાણું ધર્યું છે. એમાં ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ, સામર્થ્યયોગ, ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા, સિદ્ધિરૂપે ચાર પગથિયાં, પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગરૂપે વિચારણા, સ્થાન, સૂત્ર, અર્થ, આલંબન, નિરાલંબન રૂપે અનુપ્રેક્ષા, પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ નામના પાંચ યોગાશય, અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય ઈત્યાદિ રૂપે અનુશીલન વગેરે ઘણાં ઘણાં યોગવિષયક ચિંતનો તેઓશ્રીએ રજૂ કર્યા છે. પ્રસ્તુત યોગદૃષ્ટિના આઠ ક્રમિક આત્મવિકાસક ભેદો ચૌદ ગુણસ્થાનકને જ અલગ દૃષ્ટિથી રજૂ કરવાના વિશિષ્ટ પ્રયાસરૂપ છે. ભિન્ન ભિન્ન દેષ્ટિમાં રહેલા જીવોનું સ્વરૂપ, પ્રગટતો ગુણ અને દૂર થતા દોષોનું અદભુત આકલન આ દૃષ્ટિઓમાં થયું છે. “યોગ” શબ્દનો પ્રયોગ પણ વિવિધરૂપે થાય છે. “યોગ'નો અર્થ પ્રાપ્તિ પણ થાય છે. મૂળ “યુજ' ધાતુ પરથી બનેલા આ શબ્દને જ્યોતિષીઓ સંભાવના અર્થે પણ વાપરે છે. “નાથ” શબ્દની વ્યાખ્યામાં યોગ-ક્ષેમનું વહન કરે તે નાથ. અહીં “યોગ' શબ્દની વ્યાખ્યા છે અપ્રાપ્તની પ્રાપ્તિ. જ્યોતિષીઓ ધનપ્રાપ્તિનો યોગ છે” એમ કહે ત્યાં યોગ શબ્દ સંભાવના અર્થે છે. વૈદ્યો “યોગ' ને પ્રયોગ અર્થમાં વાપરે છે. જેમકે “સ્વર્ણકલ્પનો યોગ” સ્વાથ્ય માટે સારો છે. ત્યાં યોગ = પ્રયોગ સમજવાનું. વૈયાકરણો “યોગ”નો અર્થ વ્યુત્પત્તિ કરે છે. અથવા ધાતુ કે નામને પ્રત્યય લાગવાની પ્રક્રિયા એ યોગ અને તેથી નિષ્પન્ન થતો શબ્દ યૌગિક શબ્દ જેમકે દીપક. કાર્મગ્રન્થિકો “યોગને કર્મબંધનું તેર ગુણસ્થાનક વ્યાપી કારણ માને છે. એમના મતે જ્યાં સુધી યોગ ચાલુ છે, ત્યાં સુધી મોક્ષ નથી. એમના મતે યોગ એટલે મન-વચન-કાયાની શુભાશુભ પ્રવૃત્તિ. તેથી તેમના મતે યોગનિરોધ થયા પછી જ મોક્ષ છે. જ્યારે યોગમાર્ગના વિચારકો યોગનો અર્થ કરે છે, યોગ = મહાનંદરૂપ મોક્ષ સાથે જોડી આપે તેવી તમામ શુભવ્યાપાર. આમ “યોગ” શબ્દ અનેક ભિન્ન અર્થોમાં વપરાય છે. પ્રસ્તુતમાં અંતિમ અર્થ સાથે સંબંધ છે. ' યોગદષ્ટિ સમુચ્ચય' સૂરિપુરંદર હરિભદ્રસૂરિજીનો જૈન શ્રુતજ્ઞાનને સમૃદ્ધ બનાવતો અનન્ય ગ્રંથ છે. એ જ કપાળ મહાત્માએ એનાં ઊંડાં રહસ્યોને પ્રગટ કરવા એ જ ગ્રંથ પર ટીકા પણ રચી છે. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે આ ગ્રંથના પદાર્થો ગુજરાતીમાં “આઠ યોગદૃષ્ટિની સઝાય” રૂપે ગૂંથીને સંસ્કૃત નહીં જાણનારા પણ આ અદ્ભુત પદાર્થોનો લાભ ઉઠાવી શકે તે માટે સ્તુત્ય પ્રયાસ કર્યો છે. ' 2010_05 Page #17 -------------------------------------------------------------------------- ________________ 16 છતાં, યોગદૃષ્ટિ સમુચ્ચયમાં રહેલાં અદ્ભુત રહસ્યોનો રત્નથાળ લોકભોગ્યતાની કોટિથી દૂર હતો. સાધક-મુમુક્ષુ-અધ્યાત્મરસિક જનતા આ ગ્રંથનાં ઊંડાં રહસ્યો પામી સાધનાના માર્ગે સ્થિર થાય, સાધનામાં શુદ્ધિ વધારે અને સાધના વર્ધમાનભાવે વધારતા જાય એવા શુભાશયથી સ્વ. પૂજ્યપાદ ન્યાયવિશારદ ગચ્છાધિપતિ શ્રી આ. દે. વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથ પર સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ સંઘ સમક્ષ વાચનાઓ આપી. જેના સંકલનરૂપે દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી યોગદૃષ્ટિ પરનાં વ્યાખ્યાનો ભાગ-૧ અને ભાગ-૨ એમ બે ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે. અને ત્રીજો ભાગ પ્રકાશિત કરવાની ભાવના રાખે છે. એમાં પૂજ્ય વિદ્વાન મુનિરાજ (ટૂંકગાળામાં જ પંન્યાસપદે આરૂઢ થશે.) શ્રી મુક્તિદર્શનવિજયજી મહારાજે પોતાની આગવી શૈલીથી આ ગંભીર પદાર્થોને તદ્દન પ્રવાહી રૂપ આપી વ્યાખ્યાનો દ્વારા સામાન્ય પ્રજામાં વહેતા કરી ખરેખર કમાલ કરી છે. જે વર્તમાનકાળમાં શ્રાવકવર્ગમાં ધાર્મિક અધ્યયન તરફનું લક્ષ્ય અને તત્ત્વ જાણવાની જિજ્ઞાસા સાવ જ પાણીમાં બેસી ગયેલાં દેખાય છે તે કાળમાં આવા ગંભીર ઊંડાણવાળા પદાર્થોની છણાવટ વ્યાખ્યાનોમાં કરવા દ્વારા પૂજ્ય મુનિરાજે પોતાની એક આગવી શૈલીના વક્તા તરીકે વિશિષ્ટ છાપ ઊભી કરી છે અને તત્ત્વાજિજ્ઞાસુવર્ગમાં ચાહના પ્રાપ્ત કરી છે. પૂજ્ય મુનિરાજશ્રીએ તૈયાયિક, વૈશેષિક, બૌદ્ધ, વેદાંત વગેરે જૈનેતર દર્શનોનો તથા પાતંજલ યોગદર્શન વગેરે યોગસંબંધી ગણાતા ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. તટસ્થ હંસ દૃષ્ટિથી અન્ય દર્શનોનો અભ્યાસ કરનાર જ જૈનદર્શનને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવી શકે અને અન્ય દર્શનોમાં રહેલી અધુરાશ, અજ્ઞાનજન્ય ભૂલો, અને મોહમૂલક ઉપરછલ્લાપણું જોયા પછી તમેવ સચ્ચ નીસંકં જં જિણેહીં પવેઇયં' (તે જ સત્ય છે અને શંકારહિત છે, જે જિનેશ્વરોએ પ્રરૂપ્યું છે.) આવો નાભિથી નીકળતો રણકાર ખાલી ઘડાનો બોદો નહીં, પણ સુવર્ણ સિક્કાનો નક્કર જ હોવાનો. પૂજ્ય મુનિરાજનાં પ્રવચનોમાં ગુંજતો આ મધુર-નક્કર રણકાર તમને ઠેર ઠેર અનુભવવા મળશે. પૂજ્ય વિદ્વાન મુનિરાજે જૈનદર્શનના સ્યાદ્વાદ-અનેકાંત દૃષ્ટિના અકાટ્ય સિદ્ધાંતો, સાત નય-સમભંગી અને પ્રમાણવાક્યો, વ્યવહાર-નિશ્ચયના સૂક્ષ્મ ભેદો, ઉત્સર્ગ-અપવાદની ઉચિત ભૂમિકાઓ, જ્ઞાનનય-ક્રિયાનયના ઉપયુક્ત સ્થાનો વગેરેનો માત્ર બારીકાઈથી અભ્યાસ જ નહીં, બલ્કે પોતાની સૂક્ષ્મક્ષિકાથી એ બધાનું પૃથક્કરણ અને વિશ્લેષણ પણ કર્યું છે. આમ ધર્મતત્ત્વ-યોગતત્ત્વ રૂપી મશીનના એક-એક ઝીણામાં ઝીણા સ્પેરપાર્ટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી યોગતત્ત્વનું નિર્માણ શી રીતે થાય ? યોગ માર્ગે ખેડાણ કેવી રીતે કરી શકાય ? એ બાબતમાં સારી હથોટી પ્રાપ્ત કરી છે. અલબત્ત યોગગ્રંથપર પ્રવચનો સહેજે નિશ્ચય તરફ ઢળેલાં હોય, 2010_05 Page #18 -------------------------------------------------------------------------- ________________ 17 તે સમજી શકાય છે પણ એ પ્રવચનોમાં પણ વ્યવહારનયનો સહેજે અપલાપ ન થાય, એની સભાન તકેદારી પૂજ્ય મુનિશ્રીએ રાખી છે એ પણ આ પ્રવચનોના સંકલન પર દૃષ્ટિ ફેરવતાં સહેજે અનુભવી શકાય છે. ખરેખર જોવા જઈએ, તો કષ્ટ-પીડા વિના મફતિયા ધર્મી બની જવા, અને વ્યવહારધર્મીઓ પર તીરસ્કાર વરસાવવા જડતાથી નિશ્ચય તરફ ઢળી પડેલા નિશ્ચય દુર્નયવાદીઓને મુનિશ્રીનાં આ પ્રવચનો પડકાર સમાન છે. હીરાના મુગટની કે નેકલેસની વાતો કરવી સહેલી છે, પણ ધોતિયા-કફની વિના એ મુગટ કે નેકલેસ શોભતા નથી. એવો પડકાર વ્યવહાર ધર્મ અને ક્રિયાને વગોવતાં નિશ્ચયવાદીઓ તરફ તેઓશ્રીએ ફેંક્યો છે. તો સામે પક્ષે માત્ર વ્યવહારધર્મ-ક્રિયા આદરી લેવા માત્રથી ધર્મ કર્યાનો મિથ્યા સંતોષ માનતા અને “હું ધાર્મિક છું તેવો ભ્રાન્ત અહં રાખતા માત્ર વ્યવહારવાદીઓને પણ “પાઉડર વિનાની કેસુલ જેમ વ્યર્થ છે તેમ ભાવ વિનાની અને નિશ્ચય તરફ નહીં લઈ જનારી વ્યવહાર ક્રિયાઓ પણ આત્મકલ્યાણની અપેક્ષાએ વ્યર્થ છે એવી ચીમકી આપી છે. ભારેખમ પદાર્થોને હળવાંકૂલ બનાવી પીરસવામાં પૂજ્ય મુનિરાજશ્રી સારી સફળતા પામ્યા છે તે તેમનાં વ્યાખ્યાનોમાં ઊમટતી સંખ્યાને જોઈ અને આ સંકલનમાં અઢળક આપેલાં દષ્ટાંતોના આધારે નિશ્ચિત કરી શકાય છે. આ વિષય પર પૂજ્ય મુનિરાજશ્રીએ સારું ચિંતન કર્યું છે. અને આ તેમનો પ્રિયતમ વિષય છે, એ એમનાં પ્રવચનોના સંકલનરૂપ આ પુસ્તક પર પ્રથમ દૃષ્ટિ ફેરવવામાં મેં અનુભવ્યું. કેવાં મજાનાં હૃદયમાં કોતરી લેવા જેવાં અને જીવનમાં અપનાવી લેવા જેવાં મૌક્તિકો એમણે છૂટે હાથે વેર્યા છે !!! - અધ્યાત્મ પ્રેમસ્વરૂપ છે. ન્યાયસ્વરૂપ નથી. (પૃ. ૧૦) * બીજા મને દુઃખ આપે એ નાસ્તિકની માન્યતા છે, મારા કર્મો મને દુઃખ આપે છે એ આસ્તિકની માન્યતા છે, અને મારા દોષો મને દુઃખ આપે છે એ ધર્મીની માન્યતા છે. (પૃ. ૧૩) કડ વ્યવહારથી આપણી સામાચારી સાચી છે, એવું માનીએ તો આપણી સામાચારી પ્રત્યે આપણી વફાદારી અને સમર્પણ ટકી શકે છે. અને નિશ્ચયથી બીજાની સામાચારી ખોટી નથી એવું માનવાથી એના પ્રત્યે ઉદારતા ટકી શકે છે. (પૃ. ૪૫) * સુકૃત કરવું એ વ્યવહારધર્મ છે, અને મૂછ ઉતારવી એ નૈઋયિક ધર્મ છે. (પૃ. ૮૧) * સાધકે પુલ પ્રત્યે ઉદાસીન ભાવ, કષાયો પ્રત્યે ઉપશમભાવ, વિષયો પ્રત્યે અનાસક્તભાવ, જીવો પ્રત્યે મૈત્રીભાવ અને પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ કરવાનો છે. (પૃ. ૧૧૪) 2010_05 Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 રાગનાં પાત્રો છોડવાં એ વ્યવહારધર્મ છે. રાગનાં પાત્રોને ભૂલવાં એ નિશ્ચયધર્મ છે. (પૃ. ૧૬૨) * સંસાર એ મ્યુઝીયમ છે. (પૃ. ૧૮૦) * સૂક્ષ્મ બોધ વિના સૂક્ષ્મ અતિચાર પકડી શકાતા નથી. (પૃ. ૨૦૬) * દુર્બુદ્ધિ એ સંસારનો પાસપોર્ટ છે. (પૃ. ૨૫૨) * Family = Father and Mother I Love You માતા-પિતા ! હું તમને ચાહું છું (પૃ. ૨૭૨) * જ્ઞાનમાંથી અહંકાર નીકળી જાય છે ત્યારે પરમાત્મા ઉપર અથાગ પ્રીતિ ઉત્પન્ન થાય છે. (પૃ. ૩૦૨) * સમ્યક્ત્વી ઉદાર આશયવાળો હોય છે. ગમે ત્યારે નિર્ણય લે, તેમાં ક્યાંય પોતાનો સ્વાર્થ ન હોય. (પૃ. ૩૨૨) * સૌની સાથે અને સૌથી અળગા રહેવાની ધર્મકળા શીખી લેવાની છે. સોની સાથે રહેવું એટલે બધા પ્રત્યેની ફરજો અદા કરવી અને સહુથી અળગા રહેવું એટલે કોઈની અપેક્ષા રાખવી નહીં. (પૃ. ૩૩૯) * પદાર્થદર્શન થવા છતાં પદાર્થની અસર ન થવી એ સમાધિ છે. (પૃ. ૩૯૨) *શુભાનુબંધની શરૂઆત તત્ત્વની રુચિથી અને ૧૮ પાપસ્થાનકની અરુચિથી છે. (પૃ. ૪૦૩) પ્રસ્તુત પુસ્તકના પ્રૂફનાં પાનાંઓ પરથી ઉપલક દૃષ્ટિ ફેરવતી વખતે તરતમાં નજરે ચઢી ગયેલા આ સેંપલો છે. બુંદીના લાડવાની પ્રત્યેક બુંદી મીઠી-મધુરી જ હોવાની. આ પ્રવચનો અંગે પણ એવું જ કહી શકાય. જૈનનગરમાં પૂજ્ય મુનિરાજે ચોમાસા દરમ્યાન આપેલાં પ્રવચનોનું સુંદર સંકલન પ.પૂ.આ. નીતિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ.આ. અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની વિદૂષી સાધ્વીજી લાવણ્યશ્રીજીના શિષ્યા મયૂરકળાશ્રીજી તથા નંદિયશાશ્રીજીએ કરીને સંધ ઉપર સુંદર ઉપકાર કર્યો છે. અલબત્ત પ્રવચનોના સંકલનમાં સંભવિત (૧) ક્રમબદ્ધતાનો અભાવ (૨) કેટલીક વાતોનું પુનરાવર્તન (૩) પ્રસંગાનુપ્રસંગ કેટલીક અન્ય વાતોનું નિરૂપણ વગેરે અહીં પણ હોઈ શકે છે. પણ પ્રવચનોને મમળાવવાની એ જ મજા પણ છે. કેમ કે પ્રવચનો ઉપસ્થિત શ્રોતાગણને લક્ષ્યમાં લઈ અપાતાં હોવાથી જીવંત લાગણીભર્યાં હોય છે. શ્રોતાની રુચિ, યોગ્યતા, એમનામાં રહેલા દોષો વગેરેને નજરમાં લઈ અપાતાં આ પ્રવચનોમાં શ્રોતાઓનો રસ ટકી રહે, તેઓ પણ એકાત્મતા અનુભવે અને પોતાના દોષોને દૂર કરવાના ઉપાયો-પ્રેરણા પામે તે લક્ષ્ય પ્રવચનકારને રહેતું હોય 2010_05 Page #20 -------------------------------------------------------------------------- ________________ 19 તેથી જ આ પુસ્તક તમને માત્ર પદાર્થપ્રકાશ પાથરતું વોલ્યુમ લાગવાને બદલે તમારી સાથે વાત કરતું, તમારામાં જ રહેલા દોષોને દેખાડતા દર્પણ જેવું અને હિતમિત્ર બની તમને માર્ગ સુઝાડતા આપ્તજન જેવું લાગશે. આ પુસ્તક વાંચનની નહીં પણ સંવાદની અનુભૂતિ કરાવશે. શાંતસુધારસ ઝરતાં અને પ્રશાંતવાહિતામાં ઝીલાવતાં આ પુસ્તકની પ્રસ્તાવના આલેખનનું કાર્ય મને સોંપી પૂજ્ય મુનિરાજે મૈત્રીભાવની અનુભૂતિ કરાવી. મારામાં આવા યોગ ટપકતા ગ્રંથ પર પ્રસ્તાવના આલેખનનું સામર્થ્ય ન હોવા છતાં એ માટે પ્રેરિત કરી પ્રમોદભાવનાના ભાવનની સાથે સાથે મને પણ આ પુસ્તકના કિંચિદ્રદર્શનનો લાભ આપવાનો અનુગ્રહ કર્યો છે. આ બદલ હું એમનો હૃદયથી ઋણી છું. આ પુસ્તક સર્વગ્રાહ્ય અને સર્વોપયોગી બનવા દ્વારા અનેકાનેક ભવ્ય જીવોનું રાહબર બને એવી શુભેચ્છા સાથે આવા શ્રુતસાહિત્યને સમૃદ્ધ કરતાં અને યોગમાર્ગે પ્રકાશ પાથરતાં ટમટમતા દીવાઓ પૂજ્ય મુનિશ્રી દ્વારા પ્રગટ થયા કરે તેવી આશા રાખું છું. આ પ્રસ્તાવના આલેખનમાં જિનાજ્ઞા વિરુદ્ધ નિરૂપણ થયું હોય, તો તે બદલ હાર્દિક મિચ્છામિ દુક્કડમ ! તનોતુ તે વાગુ જિનરાજ ! સૌખ્યમ્ | શ્રી મુનિસુવ્રત જૈન દેરાસરનો ઉપાશ્રય પંન્યાસ શ્રી અભયશેખર વિ. ગણીનો ઘાટકોપર આસો સુદ એકમ સં. ૨૦૫૩ મુ. અજિતશેખરવિજય 2010_05 Page #21 -------------------------------------------------------------------------- ________________ • ૪૬ • ૬૧ ૬૫ ૬૮ અનુક્રમ ૧. મોક્ષની જોડે જોડી આપનાર યોગ .. ૨. નિશ્ચય-વ્યવહારની પરસ્પર પૂરકતા . . . . . . . . . . ૧૬ ૩. સર્વ તીર્થંકરોની જનની કરુણા . . . ૪. સંસ્કારોની સરવાણી . . . . . . . . • • • • • • ૫. અહિંસા પરમો ધર્મ . . . . . . . . • • • • ૬. દષ્ટિરાગની ભયંકરતા . . . . ૭. સુખી થવાની ચાવી (ધરતી પરનું સ્વર્ગ) . . . . . . ૪૯ ૮. જીવનની જરૂરિયાત . ૫૧ ૯. જીવનની વાસ્તવિકતા ૨૫ ૧૦. સંસારની રુચિ પાપાનુબંધ; મોક્ષની રુચિ પુણ્યાનુબંધ . . ૧૧. ગૃહસ્થનો વિવેક ૧૨. અતિક્રમાદિ ક્ષતિ ૧૩. પશુઓની દુનિયામાં આજનો માનવ . . . ૧૪. સંસ્કરણના સ્ત્રોત . . ૧૫. સ્થાપનાનિલેપ . ૧૬. અપુનબંધક અવસ્થાનું સ્વરૂપ . . . ૧૭. કષાયનું સ્વરૂપ ૧૮. પ્રભુ વીરની સાધના . . . . . . ૧૯. સાધનામાં તપનું મહત્ત્વ . . . . ૮૬ ૨૦, ત્રણે યોગની સાધના માટેનું માર્ગદર્શન . ૨૧. દ્રવ્યદાન તથા ભાવદાન . . . . ૨૨. દેહાત્માનો સંબંધ . . . . . . . . . . ૧૦૪ ૨૩. યોગીના પ્રકાર . . . . . . . . . ૧૦૭ ૨૪. ઇચ્છાયોગનું સ્વરૂપ . . . . . . . • • • • • • • • • • ૧૧૦ ૨૫. દેવપાલની પ્રભુભક્તિ . . ૧૧૮ ૨૬. નિયમના લાભો – દૃષ્ટાંતથી સમજો • . . . . . ૧૨૪ ૨૭. પ્રેમનું પરિબળ . . . . . . . . . . . . . ૧૨૯ ૨૮. આર્યસંસ્કૃતિની ઝલક . . . . . . • . . . . . ૧૩૬ ૨૯. શાસ્રયોગ . . . . . . . . . • . . . . . . ૧૪૯ ૩૦. પ્રભુદર્શન કેવી રીતે થાય ? . . * * * * * * * * . . . ૧૫૮ ૩૧. દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા . . . . . . . . . . . . ૧૬૭ ૩૨. સાધનાની ખૂબીઓ . . . . . . . . . . . • • • • . . ૧૮૫ ૩૩. વ્યવહાર અને નિશ્ચય સંપ્રદાય . . . . ૧ • • • • . . . . . . . . ૧૯૪ ૩૪. કર્મબંધના પ્રકાર . . . . . . • • • • . . . . . ૧૯૭ ૩૫. દ્રવ્યપુણ્ય અને ભાવપુણ્ય . . . . . • ૮૨ • ૯૫ . . . . . . . . . ૨૦૧ 2010_05 Page #22 -------------------------------------------------------------------------- ________________ 21 ૨૩૧ ૨૩૭ • . . . . . . ૨૫૬ ૩૬. કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગની અભેદતા . . . . . . ૨૦પ ૩૭. સામર્થ્યયોગ . . . . . . . . . . . . . . . . . . . ૨૦૭ ૩૮. આત્માની સંસારી અવસ્થા દૃષ્ટિના અંધાપાના કારણે છે. . . ૨૧૫ ૩૯, વિષયાસક્તિ કષાયોત્પત્તિનું બીજ . . . . . . . . . . ૪૦. સમતા અને સમકિત બંનેમાં કોણ ચડે ? . . . . . . . . ૨૨૭ ૪૧. સામર્થ્યયોગ અને તેના પ્રકાર . . . . . . . ૪૨. સમ્યત્વનાં પાંચ લક્ષણો . . . . . . . . . ૪૩. અસંગ, મૌન, એકાંત-સાધનાનાં અંગો . . . . • . . . . . . ૨૪૪ ૪૪. જ્ઞાનયોગથી ચારિત્ર મહાન છે. . • . . ૨૪૫ ૪૫. પ્રવજ્યાનો અધિકારી કોણ ? . . . . . . . . ૨૫૦ ૪૬. યોગસાધના – ઉપયોગ શુદ્ધિ . . . . ૪૭. માન મૂકીને મહાન બનો . . . . . . . . . • • • • • ૨૬૫ ૪૮. પ્રવ્રજ્યાનું ફળ જ્ઞાનયોગ . . . . . • • • • . . . . . ૨૭૬ ૪૯. આયોજકરણ . . . . . . . . . . . . . . . . . . ૨૮૫ ૫૦. સ્વરૂપ સત્ય ને સાધનાસત્ય . . . . . . ૨૮૯ ૫૧. ધર્મનું વિશદ સ્વરૂપ . . . . . . . . . . • • • • • • .૨૯૩ પર. પરમાત્મા ક્યારે મળે ? . . . . . . . . • ' . . . . . . . ૩૦૧ ૫૩. આઠે દૃષ્ટિના નામને અનુરૂપ સામાન્ય અર્થ . . . . . . . ૩૦૭ ૫૪. ઉપબૃહણા એ સમ્યક્ત્વનો આચાર છે * * * * * . . . . ૩૧૭ ૫૫. ઉદાર અને ગંભીર આશય એ સમકિતીની મોનોપોલી છે . ૩૨૧ પ૬. ચારિસંજીવનીનું દૃષ્ટાંત . . . . . . . . . ૩૨૪ ૫૭. આચાર ચુસ્તતા એ સ્વ-પર ઉપકારક છે . . . . . . . . ૩૩૦ ૫૮. નિશ્ચયનિરપેક્ષ વ્યવહારધર્મ .. . . ૩૩૭ ૫૯. પાંચમી સ્થિરાદેષ્ટિનું સ્વરૂપ . ૬૦. આત્મવિકાસનાં પગથિયાં . ૩૪૪ ૬૧. મરુભુતિની ઉત્તમતા . . . . . . . . ૩૪૯ ૬૨. પ્રણિધાનાદિ પાંચ આશયો . . . . . ૩૫૩ ૬૩. ભાવશત્રુની ઓળખાણ . . . . . . . . . . . . . . ૩૬૧ ૬૪. કલ્યાણમિત્રની ઉપયોગિતા . . . . . . . . . . . . . . ૩૬૮ ૬૫. સિદ્ધિ વિ. આશય . . . . . . . . . . . . . . . . ૩૭૪ ૬૬. ઉપયોગનું સ્વરૂપ જોડેનું સતત અનુસંધાન . . . . . . . . ૩૭૬ ૬૭. રાગ એ વીતરાગતાની વિકૃતિ છે જ્યારે ઠેષ એ રાગની વિકૃતિ છે ૬૮. આઠમી દષ્ટિ . . . . . . . . . . . . . . . . . . ૩૮૯ * * * * * * * * . . . . . ૩૩9. • ૩૪૧ * * . . . ૩૮ર ૬૯ બધ-અનબધ . . . . . . . . . . . . . . . . . . . 6 1 2010_05 Page #23 -------------------------------------------------------------------------- ________________ જ અણસમજમાં ગુંડા સાથે કરી દીધેલી દોસ્તી જેમ સમજણના કાળમાં ભારે પડી જાય છે તેમ અજ્ઞાનદશામાં ઈન્દ્રિયોને આપી દીધેલું બળ, સમજણના કાળમાં ય હેરાન કરતું જ રહે છે. - મન જો શરીરના પક્ષમાં છે તો આત્માની દુર્ગતિ નિશ્ચિત છે અને મન જો આત્માના પક્ષમાં છે તો આત્માની સદ્ગતિ નિશ્ચિત છે. - શરીરમાં પેદા થઈ જતો રોગ કદાચ આપણને રોવડાવે છે પણ મનમાં પેદા થઈ જતો દોષ તો આપણને રખડાવે છે. કિ જડ પદાર્થોને માત્ર “ઉપયોગ”નું જ સ્થાન આપો પણ જીવતત્ત્વને તો ઉપાસના'નો જ વિષય બનાવો. જડ પદાર્થો પ્રત્યેની આસક્તિ જો ઘટી જાય અને જીવ તત્ત્વ પ્રત્યેનો અણગમો જો ટળી જાય તો પછી આત્મકલ્યાણ થવામાં જરાય તકલીફ નથી. આસક્તિ એ જ તો મનનો ખોરાક છે. જો મનને આસક્તિ મુક્ત રાખવામાં આપણે સફળ બન્યા તો પછી મુક્તિસુખ પામવામાં આપણને કોઈ જ તકલીફ નથી. 2010_05 Page #24 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની જોડે જોડી આપનાર યોગ આર્યસંસ્કૃતિમાં ચાર પુરુષાર્થ છે. તેમાં કામ અને મોક્ષ પુરુષાર્થ એ સાધ્ય પુરુષાર્થ છે અને અર્થ અને ધર્મ અનુક્રમે સાધન પુરુષાર્થ છે. આજે આપણને શ્રી જિનશાસન જન્મતાં જ મળ્યું છે પણ તેનું મૂલ્યાંકન કેટલું કરીએ છીએ તે ઉપર શાસનપ્રાપ્તિની સફળતા છે. પૂર્વકાળમાં ધર્મની પ્રધાનતા રહેતી. આજે તો શિક્ષણે નાસ્તિકતાનો – અનાત્મવાદનો ભરપૂર પ્રચાર કર્યો છે, યંત્રવાદે સુખશીલતા અને બેકારીને જન્મ આપ્યો છે અને અનાર્યતાએ સ્વાર્થોધતા તથા ભોગવાદને વ્યાપક બનાવ્યો છે. તેના ફળસ્વરૂપે આજે ધર્મના જ્ઞાનથી પ્રજા વંચિત છે. પૂર્વના કાળે રાજા, પુરોહિત, મંત્રી, અમાત્ય વગેરે પણ ધર્મની જાણકારી અચૂક લેતા. જોકે તે વખતે બ્રાહ્મણ અને શ્રમણને કટ્ટરતા હતી. અને હરિભદ્ર તો ત્યાં સુધી બોલ્યા છે કે રાજમાર્ગેથી ગાંડો હાથી આવતો હોય અને સંરક્ષણ માટે દેરાસરનો ઓટલો મળતો હોય તો હાથીના પગ નીચે કચડાઈ મરવું સારું પણ જૈન મંદિરના ઓટલે પણ ચડવું નહિ. ધર્મઝનૂની તેમના શબ્દો હતા કે તિના તાક્યમનોકરિ ન ગચ્છ જિનમંઢિરમ્ | આવું માનસ ધરાવતા. હરિભદ્ર પુરોહિત પણ ૧૪ વિદ્યાના પારગામી હતા. એટલું જ્ઞાન એમની પાસે હતું કે તે પેટમાંથી નીકળી ન જાય તે માટે પોતે પેટે પાટો બાંધતા હતા. પોતાની જાતને સર્વજ્ઞતુલ્ય માનતા. પોતાને ન આવડે એવું કંઈ જ નથી એવી ખુમારી હતી. સાથે સાત્ત્વિકતા પણ એટલી જ હતી કે મને કોઈ કંઈ નવું જણાવે તો મારે તેને ગુરુ બનાવવા અને શિષ્ય થઈને સમર્પિત રહેવું. રાજ્યમાન્ય પુરોહિત એક દિવસ નગરમાંથી પસાર થાય છે ત્યાં સ્વાધ્યાયના ઘોષથી ઓળખાતા એવા ઉપાશ્રયની નીચેથી પસાર થવાનું બન્યું. ઉપર પૂ. સાધ્વીજી મહારાજ સ્વાધ્યાયમાં “ચક્કી દુર્ગ, હરિશણગં.' એવી ગાથાનો વારંવાર ઉચ્ચાર કરતાં હરિભદ્ર સાંભળ્યાં. અર્થઘટન કરવા માંડ્યું. પણ અર્થ સમજાતો નથી. બેચેન બને છે. નિરવચનદેઢમતિ એવા પુરોહિત તરત ઉપર ગયા અને પૂછે છે આ કોણ બોલે છે અને તેનો અર્થ શું ? તરત જ યાકિની મહત્તરા સાધ્વીએ જવાબ આપ્યો કે આનો અર્થ આપવા માટે અમે અનધિકારી છીએ. વળી રાત્રિના સમયમાં પુરુષોએ સાધ્વીજીના ઉપાશ્રયમાં આવવું તે પણ ઉચિત નથી. અને આનો યથાર્થ અર્થ તમારે જાણવો હોય તો આપ અમારા આચાર્ય મહારાજ પાસે પધારો, અને હરિભદ્ર આચાર્યજીનો સંપર્ક કર્યો. મર્યાદાનું પાલન કરનાર સાધ્વીજીને લાખો ધન્યવાદ !!! જો તેમણે ટૂંકાણમાં અર્થ બતાવવાની ચેષ્ટા કરી હોત તો 2010_05 Page #25 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ કદાચ હરિભદ્રસૂરિ શાસનને ન પણ મળત !!! આચાર્યશ્રી પાસે જ્ઞાનની ઉત્સુકતાથી ગયેલા હરિભદ્રની આંખોનું તેજ ગીતાર્થ ગુરુએ જાણ્યું અને કહ્યું કે આ ગાથાનો અર્થ શીખવો હોય તો સાધુ બનવું પડે અને જીવનભરની આ પ્રતિજ્ઞાઓ પાળવી પડે. જ્ઞાનરુચિ એવા હરિભદ્રે આ વાતનો સ્વીકાર કર્યો અને દીક્ષિત બન્યા. તેજીને ટકોરો બસ, એમ પ્રકાંડ વિદ્વાનને સાધનાની પગદંડી પર ગુરુજીએ ચડાવી દીધા અને આ જ હરિભદ્ર બ્રાહ્મણ, ધુરંધર આચાર્ય બન્યા અને ઉચ્ચારે છે કે જિનશાસન ન હોત તો અમારું શું થાત ? જિનાગમ વિના અનાથ એવા અમે ભવસમુદ્રમાંથી બહાર કેવી રીતે નીકળત ? આવું બોલનાર પણ એક દિવસ ચૂકે છે. આત્મા હંમેશા નિમિત્તવાસી છે. જેવું નિમિત્ત મળે તેવો આકાર લઈ લે છે. જેમ પાણીને સ્વતંત્ર આકાર હોતો નથી, વાસણ પ્રમાણે આકાર ધારણ કરે છે તેમ હરિભદ્રસૂરિના જીવનમાં પણ એક પ્રસંગ બન્યો છે. તેમના બે શિષ્યો (સંસારી પક્ષે ભાણેજ હંસ અને પરમહંસ) બૌદ્ધો પાસે ગુપ્ત રીતે ભણવા ગયા છે અને જૈન સાધુ તરીકે ઓળખાઈ જતાં તેઓને ભાગવું પડ્યું છે. ભાગતાં ભાગતાં એક સાધુ ઝડપાઈ જાય છે અને બીજો સાધુ દોડતો ગુરુમહારાજના ચરણે આવીને બધી વાત કરી મૃત્યુ પામે છે. બંને શિષ્યોને ગુમાવવા બદલ આચાર્યશ્રી ગુસ્સે થાય છે અને તે વખતે ૧૪૪૪ બૌદ્ધોનો નાશ કરવાનું વિચારે છે. ગુસ્સો આસમાને પહોંચ્યો છે. વિદ્યાની લબ્ધિથી બધાને કાગડા બનાવી તેલની કડાઈમાં તળીને નાશ કરવાનો સંકલ્પ કરી ચૂક્યા છે. હવે આના માટે તેમના ગુરુ વ્યથિત છે. આને ગુસ્સામાંથી નીચે કેવી રીતે ઉતારવા ? | ગીતાર્થ ગુરુ મહારાજે અગ્નિશર્મા અને ગુણસેનના નવભવનાં નામોની ગાથા તેમને મોકલી અને આ વાંચતાં જ સૂરિજી ચમક્યા. અરે કેવું અકાર્ય કર્યું ? પાપ સમજાયું. તીવ્ર પશ્ચાત્તાપ કર્યો અને પ્રાયશ્ચિત્ત માગ્યું. પ્રાયશ્ચિત્તમાં ગુરુએ ૧૪૪૪ ગ્રંથો રચવાનું કહ્યું. - આચાર્યશ્રી વિચારે છે કે અગ્નિશર્મા તો અજ્ઞાની હતો. હું તો જ્ઞાની છું એટલે કષાયને આધીન ન થવાય. આપણને કષાયો વિભાવ લાગે છે ? આપણે કોઈને રાગ કરીએ અને કોઈ આપણને રાગ કરે એ દોષ લાગે છે ? એનાથી છૂટવાનું મન થાય છે ? * गुणसेन - अग्गिसम्मा .- सीहाणंदा य तह पियापुत्ता । સિદિ – જ્ઞાતિના – સુના, ઘણા – ઘસારો જ રૂ – મન્ના / ૧ / जय विजया य सहोअर, धरणो लच्छीअ तह पइ-भजा । સેળ-વિલેજ પિત્તિય – કુત્તા – નામ સત્તHU | ૨ || गुणचन्द - वाणमन्तर समराइच - गिरिसेण पाणोअ। एगस्स तओ मोक्खोऽणन्तो अवस्स संसारो ॥ ३ ॥ 2010_05 Page #26 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની જોડે જોડી આપનાર યોગ રાગને કાઢતાં વાર લાગે એ ક્ષત્તવ્ય છે. પણ રાગ કાઢવા જેવો લાગે છે ? ષ એટલે દુર્ભાવ દુર્ભાવ બહુ ખરાબ છે. મૈત્ર્યાદિનો નાશ કરે છે. જેની સાથે દ્વેષ છે તેની સાથે ભવોભવ કોઈ ને કોઈ સંબંધથી જોડાવું પડે છે. અગ્નિશર્મા અને ગુણસેનનો પરસ્પર વૈરાનુબંધ ચાલુ રહ્યો. ગુણસેનનું છઠ્ઠા ભવથી પુણ્ય પ્રકર્ષને પામ્યું...પેલો પી ગમે તે રીતે ઉપસર્ગ કરે છે. ત્યાં નજીકનો દેવ આવી ઉપસર્ગ શમાવી દે છે. સમરાદિત્ય કેવળી બને છે ત્યારે વેલંધર રાજા પ્રશ્ન પુછે છે – પ્રભો ! અગ્નિશર્માનો જીવ ભવ્ય છે ? ક્યારે મોક્ષે જશે ? કેટલા ભવે મોક્ષે જશે ? હજુ તેને મોક્ષના બીજભૂત સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું છે કે નહીં ? ત્યારે કેવલી બનેલા સમરાદિત્ય જવાબ આપે છે કે – અગ્નિશર્માનો જીવ ભવ્ય છે. હજી તે અસંખ્ય પુદ્ગલ પરાવર્તકાળ રખડશે..પછી ઘોડાના ભાવમાં સમકિત પામશે. પછી ચારગતિમાં રખડી અસંખ્ય કાળે મોક્ષે જશે. પલ્યોપમનું વર્ણન - એક યોજન એટલે આજે લગભગ ૧૨ કિ.મી. થાય. એટલે અહીંથી સાબરમતી જેટલો આખો વિસ્તાર આવી જાય તેટલો લાંબો-પહોળો અને ઊંડો ખાડો બનાવો. એ ખાડામાં યુગલિક બાળકના, તરતના જન્મેલા બાળકના વાળના ખંડ ખંડ ટુકડા કરી તેમાં ભરો, ઠાંસી ઠાંસીને ભરો, તેના ઉપરથી તમારી ટ્રકો, વાહનો, તમારા કહેવાતા રોલરો બધું જ જાય, ટસથી મસ ન ખસે, પાકા રોડ કરતાં મજબૂત...એ રીતે ભર્યા પછી દર સો વર્ષે એક ટુકડો કાઢો. આ રીતે વાળના ટુકડા કાઢતાં એ ખાડો ખાલી થાય તેટલાં વર્ષ ૧ પલ્યોપમ થાય. ૭૦૫૬૦ અબજ વર્ષ = ૧ પૂર્વ....એવા ૮૪ લાખ પૂર્વ ભગવાન ઋષભદેવનું આયુષ્ય હતું. એક પલ્યોપમનાં વર્ષ તો અસંખ્ય છે. એટલે ૧ પલ્યોપમ વર્ષના આયુષ્યવાળો દેવ અસંખ્યાતા જિનેશ્વરનાં પાંચેપાંચ કલ્યાણકો ઊજવી શકે છે. ૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ, ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ અવસર્પિણી ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી ઉત્સર્પિણી + અવસર્પિણી = ૧ કાલચક્ર અનંતા કાલચક્ર = ૧ પુદ્ગલપરાવર્ત. આવા અસંખ્ય પુદ્ગલ પરાવર્તકાળ આ અગ્નિશર્માનો જીવ સંસારમાં ભટકશે. આ ગાથાઓ વાંચી હરિભદ્રસૂરિ ચમકે છે. અગ્નિશર્મા તો અજ્ઞાન છે. એ તો ભટકે ક્રોધના કારણે, પણ હું ધર્મ પામેલો, હું શાસન પામેલો, હું આટલે ઊંચે આવેલો, હું સંસારમાં ભટકીશ ? મારું શું થશે ? તરત કષાય શાંત પામે છે. સંસારભાવ એટલે ભોગની પરાકાષ્ઠા - અને ૭ વ્યસનોની ગુલામી. મોક્ષભાવ એટલે યોગની પરાકાષ્ઠા અને ૭ ક્ષેત્ર તથા અનુકંપામાં ભરપૂર ધનનો વ્યય. ભોગથી 2010_05 Page #27 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ સંસાર ચાલે છે. ભોગ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે માનવી ૭ વ્યસનોમાં આગળ વધે છે. યોગની પ્રાપ્તિ થઈ છે તેનું લક્ષણ શું ? ધનાદિનો ૭ ક્ષેત્રો, અનુકંપા તથા જીવદયામાં પરાકાષ્ઠાએ વ્યય કરવો. આ છે યોગભાવ.ગૃહસ્થ ઊંચામાં ઊંચા ૧ર વ્રત પાળે, જિતેન્દ્રિય બને, ભોગલંપટ ન બને, તો પણ ગૃહસ્થજીવનમાં દાન નથી તો અધૂરું છે. દાન વિના મોક્ષ ન મળે. સંયમી બન્યા, તપસ્વી બન્યા, ત્યાગી બન્યા પણ પરિગ્રહમાં પડ્યા કે મૂછમાં પડ્યા તેનું સંયમીપણું ન કહેવાય. દાનાદિગુણોનો અભ્યાસ ન હોય તો ત્યાગ પણ ન પરિણમે, તપ પણ ન પરિણમે અને સંયમ પણ ન પરિણમે. યોગદૃષ્ટિ શ્લોક દ્વારા ગ્રન્થકારશ્રી વીરપ્રભુને નમસ્કાર કરે છે. તેમનાં ત્રણ વિશેષણો કહે છે. (૧) અયોગ... (૨) યોગી ગમ્યમ્ (૩) જિનોત્તમમ્ | नत्वेच्छायोगतोऽयोगं योगिगम्यं जिनोत्तमम् વીર વચ્ચે સમાન હો તદૃષ્ટિ-મેવતઃ | 9 || અયોગી, યોગીઓને સમજાય એવા અને જિનોમાં શ્રેષ્ઠ એવા શ્રી વીર પરમાત્માને ઈચ્છાયોગથી નમસ્કાર કરીને હું યોગને એની દૃષ્ટિઓના પ્રકાર વર્ણવવા દ્વારા કહીશ. ૪૫ આગમમાં ૮ દૃષ્ટિનું વર્ણન જોવા મળતું નથી. છતાં હરિભદ્રસૂરિ મહારાજ પૂર્વધર આસન્નવર્તી હતા માટે તે કાળે નાશ પામતા પૂર્વના જ્ઞાનમાંથી જે કાંઈ બચ્યું હોય તેનો સંગ્રહ કરી યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ બનાવ્યો હોય એ જ ઉચિત લાગે છે કારણ કે અન્ય દર્શનમાં જે કાંઈ જોવા મળે છે તે સર્વજ્ઞ શાસનના ઉડેલાં છાંટણાં જ છે. પાતંજલ યોગદર્શનમાં ૮ દષ્ટિનું વર્ણન જોવા મળે છે. દષ્ટિવાદમાં ૧૪ પૂર્વનું જ્ઞાન હોય છે. ૧૪ પૂર્વનું સંપૂર્ણ જ્ઞાન તે સર્વાક્ષરસંનિપાતી જ્ઞાન કહેવાય છે. આવું જ્ઞાન શ્રુતજ્ઞાનાવરણીય કર્મના લયોપશમથી થાય છે. અને આવા જ્ઞાનવાળા તે શ્રુતકેવલી કહેવાય છે. સર્વાક્ષરસંનિપાતીજ્ઞાન શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થાય છે. શ્રુતકેવળી ૧ દિવસના ગર્ભને પણ જાણી શકે છે, કેવળજ્ઞાની પ્રત્યક્ષથી જાણે, શ્રુતકેવલી શ્રુતથી જાણે. શ્રુતકેવલીનું જ્ઞાન પણ કેવલજ્ઞાન પાસે બિંદુ સમાન છે. કેવળજ્ઞાનના અનંતમા ભાગે છે. " ૧રમા ગુણસ્થાનકના દ્વિચરમ સમયે જે જ્ઞાન છે તે જ્ઞાન પણ કેવળજ્ઞાન પાસે અનંતમાં ભાગે છે. અનંત બહુભાગ જ્ઞાન તે વખતે પણ અવરાયેલું હોય છે. તેવી રીતે આનંદ પણ કેવળજ્ઞાનના અનંતમા ભાગે છે. આજ પૂર્ણ અને અપૂર્ણનો તફાવત 2010_05 Page #28 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની જોડે જોડી આપનાર યોગ છે. જ્ઞાન આત્માનો આનંદ લૂંટવા માટે છે. જ્ઞાન પાંડિત્ય માટે નથી, જ્ઞાન સાક્ષરતા માટે નથી, જ્ઞાન વિદ્વાન થવા માટે નથી. ૫ ગમે તેટલા અપૂર્ણના સરવાળા કદી પૂર્ણ બની શકતા નથી. પૂર્ણ બનવા માટે મોહક્ષય જરૂરી છે. મોહક્ષયના લક્ષ્ય વિના પંડિત એ પલિત છે. સાક્ષર એ રાક્ષસ છે. વિદ્વાન એ નાદાન છે. એક વખત ઘણા પંડિતો પોથાંનાં ગાડાં ભરીને કાશીથી આવતા હતા, અભિમાન ઘણું હતું જાણે કે અમારા જેવા કોઈ નથી...રસ્તામાં એક ગામ આવ્યું...ગામ પાસે છોકરાંઓ રમતાં હતાં...એય છોકરાંઓ આઘાં ખસો...ખસો...જોતાં નથી ! અમે ભણીને આવ્યા છીએ. પેલાં છોકરાંને થયું, એમ ! ભણીને આવ્યા છો ? તો કહો કે આ ધૂળ-રેતી કેટલી છે ? એમ કહી ખોબામાં ધૂળ લીધી...પંડિતો તો માથું ખણવા લાગ્યા...ન્યાય ભણ્યા, વ્યાકરણ ભણ્યા, આ ભણ્યા ને તે ભણ્યા પણ આવું તો ક્યાંય ભણ્યા જ નહીં...પેલાં છોકરાં કહે આટલું ય નથી આવડતું ? તો શું ધૂળ ભણ્યા ? આ એક ખોબો ધૂળ કહેવાય. જ્યાં કોઠાસૂઝ જોઈએ ત્યાં પોથાં શું કરે ? મોહ નીકળે તો જ્ઞાનનો આનંદ પામી શકાય. એક પ્રશ્ન પૂછું ? જો સંસારનું સુખ બહુ સારું છે તો તેને નિરંતર કેમ ભોગવતા નથી. તેમાં અંતે કંટાળો કેમ આવે છે ? તેનો જવાબ એક જ છે કે અશાતા અને અતિના ઉદયથી જીવને અતૃપ્તિ ઊભી થાય છે અને અનુકૂળ પદાર્થોના ભોગવટાથી શાતા અને રતિનો ઉદય થવાથી તેમાં સુખનો આભાસ થાય છે. જ્યારે આત્માનું સુખ-આનંદ નિરંતર ભોગવી શકાય છે. તેના ભોગવટામાં પ્રારંભ કાળમાં એકાંત જરૂરી બને છે. પછી સર્વત્ર અનુભવાય છે. પાંચમી અને છઠ્ઠી ષ્ટિ સુધી સ્થાનની અપેક્ષા રહે છે. જ્યારે સાતમી વગેરે દૃષ્ટિમાં તે રહેતી નથી જ્યારે મૈથુનના સુખમાં તો જીવ એકાંત જ પસંદ કરે છે તે જ બતાવે છે કે તે સુખ નિંદ્ય છે. જ્ઞાનની નિર્મળતા, જ્ઞાનની નિઃશંકતા, જ્ઞાનની પૂર્ણતા, એ છે કેવળજ્ઞાન. જ્ઞાનમાંથી આનંદ જ મળે. કેવળજ્ઞાનમાંથી આનંદ સિવાય બીજું કંઈ જ ન મળે. ચિત્તવૃત્તિને સ્વચ્છ કરવા માટે નિર્મળ બનાવવા માટે તપ-ત્યાગ-ઉપવાસ પૌષધ વગેરે જ કરવાનું છે. જ્ઞાન તેનું નિર્મળ બને છે; ચારિત્ર તેનું નિર્મળ બને છે કે જેને માથે ગુરુ છે. ગુરુનિશ્રા જોઈએ જ...ભણવાથી વિદ્વાન બની શકાય છે પણ સાધક બની શકાતું નથી. સાધકતા તો મોહક્ષયના લક્ષ્ય આવે છે. સાધક બનવું છે ? સાધના કરવી છે ? સાધનાથી જ સાધ્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે. સાધન પુદ્ગલનાં બનેલાં હોય છે. સાધન દ્વૈત છે. આત્મા મૂળભૂત સ્વરૂપમાં અદ્વૈત 2010_05 Page #29 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ છે. સિદ્ધાત્મા સ્વરૂપે અદ્વૈત છે. આપણા આત્માના વિકારી ભાવો, આપણા આત્માના કર્મનો સંયોગ એ દૈત અવસ્થા છે. આત્માના કર્મસંયુક્ત બધા જ ભાવો દૈત કહેવાય. કારણ કે તે ભાવો એકલા આત્મામાં ઉત્પન્ન થતા નથી તેથી કર્મના ઔદયિક ભાવો બધા જ વૈત છે. ઉપશમ અને ક્ષાયોપથમિક ભાવો પણ દ્વૈત છે અને જીવથી રહિત પુદ્ગલ સ્કંધો જીવના વ્યવહારમાં આવે છે એ પરમાણુથી ભિન્ન સ્કંધ રૂપ હોવાથી તે પણ દૈત છે. મંદિર, મૂર્તિ, આગમ, ગુરુ અને ગ્રંથ બધું જ વૈત છે. આમ જીવની કર્મજનિત અવસ્થા અને ઉપકરણાદિ બધું વૈત છે. તે દ્વિતની વચ્ચે રહીને આત્માએ પોતાની સિદ્ધાવસ્થા - અદ્વૈત અવસ્થા પ્રાપ્ત કરવાની છે. જે દ્વૈત, અદ્વૈતની સ્મૃતિ કરાવે અને અદ્વૈત તરફ લઈ જાય એ દ્વત નિશ્ચય રૂપે સાધન છે. જે દૈત અદ્વૈતની સ્મૃતિ ન કરાવે અને અદ્વૈત તરફ લઈ ન જાય તે વ્યવહાર સાધન છે. જે વૈત, અદ્વૈતની સ્મૃતિનો નાશ કરે અને અદ્વૈતની સાધનાને રોકે તે અપ્રધાન સાધન વૈત છે. જે Principle Matterમાં ત્રણે કાળમાં ફેરફાર ન થાય. દા.ત. ૨ x ૨ = ચાર, ૩ + ૧ = ૪, ૫ - ૧ = ૪, ૮ : ૨ = ૪ આ પ્રિન્સીપલ છે. ૪નો એક યુનીટ આ નક્કી થયો. હવે એમાં ફેરફાર ન થાય. જ્યારે Policy Matterમાં ફેરફાર થઈ શકે છે. તમે પહેલાં ધંધામાં નફાનું ધોરણ ૫%નું રાખ્યું. પછી મોંઘવારી વધી, ખર્ચ વધ્યો તો તમે ૧૦% પણ નફો રાખી શકો છો. એમાં તમારી સામે કોઈ વાંધો ન ઉઠાવી શકે. કોઈ કહી ન શકે કે પહેલાં ૫% અને હવે ૧૦% કેમ ? પણ કોઈની પાસે પાંચ ટકા ને કોઈની પાસે દશ ટકા લઈએ તો કોઈ પૂછી શકે કે આમ કેમ ? જૈન શાસનમાં ૧૪ ગુણસ્થાનકો પ્રિન્સીપલ છે. કષાયસ્થાનો રસબંધના-સ્થાનો વગેરે...આ બધું પ્રિન્સીપલ છે. જેમાં જગતમાં ફેરફાર ન થાય. પણ વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. તે તે દ્રવ્ય ક્ષેત્ર – કાલ – ભાવમાં આત્મા જે વ્યવસ્થાને સ્વીકારી આગળ વધે તે સામાચારી છે. કાલે કાલે ફરે છે તે સામાચારી છે. અરે, ક્ષેત્રભેદે એક જ કાલે પણ સામાચારી ફરે છે. અને કાલભેદે એક જ ક્ષેત્રમાં પણ સામાચારી ફરે છે. ખુદ ૧૧ ગણધરોની સામાચારીમાં ભેદ હતો. સામાચારી આપણે ઊભી કરેલી વ્યવસ્થા છે. છદ્મસ્થ ઊભી કરેલી વ્યવસ્થા છે. અને ગીતાર્થ ગુરુભગવંતો જ શિષ્યોની યોગ્યતા પ્રમાણે તે તે પદ્ધતિ - સામાચારી દ્વારા તેમનું યોગ-ક્ષેમ કરે છે. ચોરી મંડાવે તેનું નામ ગોર, સંસાર મંડાવે તેનું નામ ગોર, 2010_05 Page #30 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની જોડે જોડી આપનાર યોગ સંસાર ભંગાવે તેનું નામ ગુરુ. આખો ય સંસાર દ્વૈત છે, જેને જે સાધન યોગ્ય લાગે તે રીતે આગળ વધવા દો...સામાચારીની ટીકા-ટિપ્પણ કરવાનો કોઈને હક્ક જ નથી. બધા જ કાચના ઘરમાં રહીએ છીએ. તમે મારા કાચના ઘર પર પથરો ફેંકશો તો હું સજ્જન હોઉં તો પથરો સામે નહીં ફેંકું પણ બીજો તમારા કાચના ઘર પર જરૂર પથરો ફેંકશે. સમજાય છે ! સામાચારીના ઝઘડા હોય જ નહીં. હિંસા-અહિંસા, ચોરી-અચોરી વગેરેમાં ગીતાર્થ હિંસાથી આગળ વધી શકાતું હોય તો, તે કરી શકે છે. પણ ઉત્સર્ગ માર્ગે અહિંસા, સત્યને જ માર્ગ કહેવાય. ગીતાર્થ કોણ ? જેની શાસ્ત્રથી પરિકર્મિત મતિ=બુદ્ધિ હોય. હૃદયમાં શાસનનું હિત જ હોય, નજરમાં દેશ-કાળ હોય. દ્રવ્ય ક્ષેત્ર ભાવનાં જાણકાર હોય, સંવિગ્નતા પણ સાથે સાથે ખૂબ જ જરૂરી છે. સંવિગ્ન અને ગીતાર્થ, આ બેથી શાસન ચાલે છે. તેના અભાવમાં શાસનને ઘણું નુકશાન છે. કહ્યું છે કે, “જિમ જિમ બહુશ્રુત બહુજન સંમત, બહુ શિષ્યે પરિવરિયો,તિમતિમ જિનશાસનનો વૈરી, જો નવિનિશ્ચય દરિયો....’ કાલ - જો હૃદયમાં સંવિગ્નતા ન હોય તો સ્વનું હિત સાધી શકાય નહિ સંવિગ્ન ગીતાર્થ સ્વપર ઉભયનું હિત સાધી શકે છે. સંવિગ્નતા મોહનીયના ક્ષયોપશમનું સૂચક છે, ગીતાર્થતા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનું સૂચક છે. ભાવમોક્ષ હૃદયમાં છે. દ્રવ્યમોક્ષ ઉપર છે. પહેલાં મોક્ષ ક્યાં છે ? ઘાતી કર્મના નાશે કેવળજ્ઞાન થાય તે ભાવમોક્ષ છે. - આત્મારૂપી સિંહ શરીરના પાંજરામાંથી બહાર નીકળ્યો તે દ્રવ્યમોક્ષ છે. સિંહ મોહના બંધનમાંથી છૂટયો તે જ ભાવમોક્ષ છે, ઘાતી કર્મનો નાશ પુરુષાર્થથી છે. અઘાતી કર્મનો નાશ ભવિતવ્યતાથી છે. તો પછી, અઘાતીની પુણ્યપ્રકૃતિથી મળતી ચીજ મેળવવા બજારમાં ભટકવાની જરૂર છે ? તેની પાછળ પડેલા આત્માઓ જિનવાણી સાંભળવાનું ચૂકે છે. જિનવાણી સાંભળવી તમને ગમે ? દેવગુરુ કરતાં પૈસાને અધિક માને તે ધર્મી નહિ, અપેક્ષાએ જુઓ તો અવસરે જિનપૂજા છોડાય પણ જિનવાણી ન છોડાય. દ્વૈતમાં દુ:ખ છે. અદ્વૈતમાં સુખ છે. આજે આપણું કેવળજ્ઞાન મતિજ્ઞાનમાં પરિણામ પામ્યું છે. સમુદ્ર ખાબોચિયું બન્યું છે. ઝ આ બધાને દેવ ગમે અને ગુરુ નથી ગમતાં તે દોષિત લાગે છે. પણ ગુરુ સાધક છે સિદ્ધ નથી એ કેમ નથી સમજાતું ? ગુરુને ન ઓળખે તે જૈન શાસનને પામ્યો નથી. _2010_05 Page #31 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ વીતરાગતા રાગ-દ્વેષમાં પરિણામ પામી છે. આનંદ સુખ-દુઃખમાં વહેંચાઈ ગયો છે. નિર્વિકારી વિકારી બન્યો છે. અમર આત્મા મૃત્યુ પામી રહ્યો છે. જીવને સંસારમાં જે દુ:ખ છે તે ઇચ્છાનું છે. જેની ઇચ્છા થાય અને તે વસ્તુ ન મળે તો તે અંતરાય કહેવાય. પણ જેને ઇચ્છા નથી તેને અંતરાય શેનો ? વાંઢાને પત્નીનો અંતરાય કહેવાય, દરિદ્રીને ધનનો અંતરાય કહેવાય. સાધુને નહિ, કારણ વાંઢાને અને દરિદ્રીને પત્ની અને ધનની ઇચ્છા છે. જીવને દુ:ખ છે તે અંતરાયકર્મ છે. પૈસાનો અંતરાય કર્મ છે તો દુઃખ છે. પત્ની નથી તો તે પત્નીનો અંતરાયકર્મ છે. એટલે દુઃખ છે. પૈસા મેળવવા માટે મજૂરી કરી કરીને પૈસા મેળવ્યા. કરોડ મળ્યા..પણ મરી જશો એટલે કરોડ ગયા...મજૂરી કરીને જીવે મેળવ્યું શું ? પાછો અંતરાય ઊભો કર્યો....આ અંતરાય તોડવા દાન આપવાનું શરૂ કરો. આ વ્યાખ્યાન સાંભળીને દાની બનો. તો વ્યાખ્યાન સફળ...(તમને શું બનવું ગમે ? શાલિભદ્ર કે પુણીયો ?) પાતંજલદર્શનમાં યોગની વ્યાખ્યા ‘યોગશ્ચિત્તવૃત્તિનિોધઃ” એ વ્યાખ્યા છે. ચિત્તવૃત્તિ મનનાં પરિણામ – તેનો નિરોધ. આ વ્યાખ્યા કયાં ઘટે ? સર્વત્ર ના ઘટે. એ વ્યાખ્યા સારી છે. પણ તેનો પરિસ્કાર ઉપાધ્યાયજી કરે છે. સર્વત્ર ઘટી શકે તેવો અર્થ કરે છે. “વિજ્ઞષ્ટ ચિત્તવૃત્તિનિરોધો યો:'' આ વ્યાખ્યા કરે છે. કારણ કે ક્લિષ્ટતા એ સંસાર, ક્લિષ્ટતા એ દુઃખ, ક્લિષ્ટતા એ રઝળપાટ છે. જેમ ક્લિષ્ટતા વધારે, તેમ દુઃખ વધારે. ક્લિષ્ટતા વધારે તેમ સંસાર વધારે.’’ = “વિનષ્ટ ચિત્તવૃત્તિનિષેધો યોઃ '' આ વ્યાખ્યા ૧થી ૧૩ ગુણઠાણામાં બધે જ ઘટે. મોક્ષેપ યોગનાતુ યોગઃ” મોક્ષની સાથે જોડાણ કરી આપનાર મનવચનકાયાનો વ્યાપાર એ યોગ છે. યોગ એ સેતુ છે. પુલ છે. જેમ જેમ ચિત્તવૃત્તિનો નિરોધ તેટલો તેટલો યોગ છે. ખાલી ધર્મક્રિયા એ યોગ નથી. પણ મોક્ષની સાથે જે જોડી આપે તે મન, વચન, કાયાનો ધર્મ વ્યાપાર યોગ છે. જેમકે વ્યવહારનયે પ્રતિક્રમણ કર્યું પણ આદર બહુમાન વિધિ ઉપયોગ વગેરે રાખીને ક્રિયા કરો તો આજ નહીં તો કાલે યોગ આવે...મનને ભટકતું ન રાખો, ચિત્તવૃત્તિને ભટકવા ન દો. તો યોગ બને. રાગ અને રતિ જુદા છે. રાગ કારણ છે. રતિ કાર્ય છે. દ્વેષ અરિત જુદા છે, દ્વેષ કારણ છે. અરંતિ કાર્ય છે. પદાર્થ જોયો ગમી _2010_05 Page #32 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની જોડે જોડી આપનાર યોગ ગયો, ખેંચાણ, આસક્તિ, એ રાગ છે. અંદરનો આનંદ એ રતિ છે. અંદરથી આત્મા ઠરે, એ રતિ છે. એનાથી ચિત્તવૃત્તિ ઘેરાયેલી છે એ જ સંસાર છે. સંસાર રાગ-રતિથી ચાલે છે. સંસાર ઠેષ - અરતિથી ચાલે છે. એને ઘટાડીએ તો ધર્મ આવે. અંતરાયનો ક્ષયોપશમ કરો.(૧) મજૂરીથી અંતરાયનો ક્ષયોપશમ થાય છે. (૨) અને પરમાત્માની ભક્તિથી પણ અંતરાયનો ક્ષયોપશમ થાય છે. પારમાર્થિક અંતરાયનો ક્ષયોપશમ પરમાત્માની ભક્તિથી થાય છે. મોક્ષ પામવા માટે પરમ સુખીની સેવા કરો. કાં પરમ દુઃખીની સેવા કરો. પરમ સુખીની સેવા = ૮ કલાક પરમાત્માની સેવા કરો. પરમ દુ:ખીની સેવા = ૮ કલાક પરમદુઃખીની સેવા કરો = દાન કરો. ચતુર્ગતિક પરિભ્રમણ એ બાહ્યસંસાર છે. ભાવસંસાર અંદરમાં છે. વિકારી પરિણતિ, વિકારી ચિત્તવૃત્તિ એ ભાવસંસાર છે. જ્યાં સંસાર છે ત્યાં જ મોક્ષ છે. ઉપર મોક્ષ પછી છે. ઉપર મોક્ષ એ તો સ્થાન છે. સંસાર જો અહીં (હૃદયમાં-મનમાં) છે તો મોક્ષ પણ અહીં જ (હૃદયમાં) પ્રાપ્ત થાય છે. જ્યાં બંધન છે ત્યાં જ મુક્તિ સંભવી શકે. અહીં જેને થાંભલા સાથે બાંધ્યા છે તેને બહાર જઈને છોડો તો છૂટે ? ના. એમ રાગ-દ્વેષનું બંધન અંદરમાં છે, મતિજ્ઞાનનાં ઉપયોગમાં છે. તો મતિજ્ઞાનના ઉપયોગમાંથી રાગાદિ વિકલ્પોને દૂર કરવાના છે. અશુભ વિકલ્પો દૂર કરીને શુભ વિકલ્પો કરવાના છે. અને અંતે શુભવિકલ્પો પણ દૂર કરી નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવાની છે. મતિજ્ઞાનમાંથી વિકારો અને અજ્ઞાન દૂર થતાં મતિજ્ઞાન જ કેવળજ્ઞાન બને છે. ઘાતકર્મના ક્ષયે જીવ કેવલી બને છે. ઘાતકર્મથી રહિત બનેલા કેવલીઓ કાલક્રમે અઘાતી કર્મનો ક્ષય કરી સિદ્ધશિલા ઉપર પહોંચે છે. કર્મ રહિત થતાં સિદ્ધશિલાએ – લોકાંતે જાય છે. એટલે જીવનો જ મોક્ષ થાય છે. અને મોક્ષ ઉપર ક્ષેત્રમાં બતાવવો તે દ્રવ્યનો ક્ષેત્રમાં ઉપચાર છે. એક બાજુ અશુભ કર્મનું બળ છે સામે શુભ કર્મ છે. અશુભ સંસ્કાર વધુ છે. સામે શુભ સંસ્કાર ઓછા છે. અનંતકાળથી અનંત સંસ્કારો અંદરમાં પડેલા છે. નિગોદમાં અનંતકાળ પસાર કરી શકાય છે. વિકલૈંદ્રિયમાં સતત સંખ્યાતા હજાર વર્ષ રહી શકાય છે. જ્યારે પંચેન્દ્રિયપણામાં સતત એક હજાર સાગરોપમ અર્થાત્ અસંખ્યકાળ પસાર કરી શકાય છે. અનંતકાળચક્ર = ૧ પુદ્ગલ પરાવર્ત, અર્ધ પુદ્.પરામાં પણ અનંતકાળચક્ર 2010_05 Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પસાર થાય છે. અનંતકાળની રખડપટ્ટી પછી જીવને માંડ માંડ માનવભવ પ્રાપ્ત થાય છે. સંસ્કરણ માનવના ભવમાં જ મોટે ભાગે થાય છે. ધર્મસામગ્રી તથા જે બળ, મોક્ષ પામવા માટે જોઈએ તે માનવભવમાં મળે છે. અતિસુખ અતિદુ:ખ બન્ને ધર્મપ્રાપ્તિમાં બાધક છે. નારકીમાં દુઃખથી જીવો આક્રાન્ત હોય છે. ઉત્તરોત્તર નારકીમાં અતિદુઃખ છે. દેવો અતિસુખમાં છે. દેવલોકમાં ઉત્તરોત્તર શાતા વધતી જ જાય છે. ત્યાં ચારિત્ર નથી. પણ ચારિત્રના સંસ્કાર રહી શકે છે. મનુષ્યજીવનમાં ઉચ્ચકોટિના તપના, ત્યાગના, અનાસક્તિના, ચારિત્રના સંસ્કાર દઢ કરેલા હોય તો ત્યાં ચારિત્રનું આવરણ પાતળું હોય છે. એમનું ચાલે ત્યાં સુધી પરમાત્માની ભક્તિમાં ચાલ્યા જાય છે. દેવોમાં અસંખ્યાતમા ભાગે સમકિતી હોય છે. નારકીમાં અસંખ્યાતમા ભાગે સમકિતી હોય છે. પણ નારકી કરતાં દેવો અસંખ્યાતગુણા છે. એમાંથી પરમાત્માની વાણી સાંભળવા જનારા દેવો બહુ ઓછા છે. કેમ ? પ્રમાદમાં છે. ત્યાં પણ પ્રમાદ જ ન નડે છે. ત્યાં સામાયિક નથી, પૂજા છે, તપ નથી, વિરતિનો પરિણામ નથી. છતાં ત્યાં સમકિત કોણ ટકાવી શકે ? અહીંથી સમકિત લઈને ગયા પછી ત્યાં જઈને ઘણા બધા સમકિત ગુમાવી દે છે. સમ્યક્ત્વ પામ્યા પછી સમ્યક્ત્વ વમીને ફરી અનંતકાળે સભ્યત્વ પામીને મોક્ષે જનારા વધારે જીવો હોય છે. અસંખ્યાત કાળે ફરી સમ્યક્ત્વ પામીને મોક્ષે જનારા તેનાથી ઓછા હોય છે. અને સંખ્યાત કાળે ફરી સમ્યક્ત્વ પામીને મોક્ષે જનારા તેનાથી ઓછા હોય છે. પ્રન્થિભેદ કરતાં પહેલાં જે પરિણામ આવે છે, તેને અપૂર્વ પરિણામ કહેવાય છે. પ્રેમની વૃદ્ધિ કર્યા વિના કદી સમકિત પામી ન શકાય. સ્વાર્થભર્યો પ્રેમ કરશો તો લૌકિક પુણ્ય બંધાશે. નિઃસ્વાર્થ પ્રેમ કરશો તો લોકોત્તર પુણ્ય બંધાશે. પણ દ્વેષ તો કરાય જ નહીં. કારણકે દ્વેષ દુર્જનતાનું સૂચક છે. તેનાથી પાપ જ બંધાય, પ્રેમતત્ત્વ અભેદસૂચક છે. ન્યાય બેને જુદા પાડે છે. પ્રેમ એને એક કરે છે. અધ્યાત્મ પ્રેમસ્વરૂપ છે; ન્યાયસ્વરૂપ નથી. કેવળજ્ઞાનમાં જડ-ચેતન બધાં તત્ત્વો સમાઈ જાય છે. પ્રેમમાં આપીને જીવવાનું છે. રાગમાં આપીને સામે લેવાનું હોય છે. રાગી આપતો હોય તો એની સામે ઘણું મળશે, એવી બુદ્ધિથી રાગી આપે છે. પ્રેમમાં તો આપવાનો જ ભાવ છે. સામે લેવાની વાત જ નથી. અનંતાનુબંધી કષાય આવા પ્રેમનો નાશ કરે છે. માટે કષાય કરવાનો નથી. અનંતાનુબંધી કષાય એટલે સમજો.. જીવની શક્તિ અનંત છે. જ્ઞાન - 2010_05 Page #34 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની જોડે જોડી આપનાર યોગ ૧૧ દર્શન - ચારિત્ર - તપ - વીર્ય શક્તિ અનંત છે. ગુણ = શક્તિ. અનંતકાળથી જીવે પોતાની અનંત અનંત શક્તિ, અનંત અનંત રસ – પુદ્ગલમાં ઠાલવ્યા જ કરી છે. ઠાલવી ઠાલવીને જીવ પોતે ખાલી થઈ ગયો છે. પોતાના ઘરમાંથી આતમરામ નીકળી ગયા છે. તેથી જ્યારે પુદ્ગલના શબ્દાદિ પાંચ વિષયો મળશે ત્યારે તેમાં અનંત રાગાદિ કરશે. હવે આ અનંતશક્તિનું ઊર્ધીકરણ કરીને તેને સ્વરૂપમાં ઠાલવવાની છે, ગુણોની સ્વરૂપમાં થતી એકમેકતા, એ જ સંપૂર્ણતા છે. કેવલજ્ઞાનથી જીવ સંપૂર્ણતયા પોતામાં સમાઈ જાય છે અને સાધનાનો પૂર્ણ વિરામ થાય છે. અત્યાર સુધી આ શક્તિ પુદ્ગલમાં ઠલવાતી હતી અને તેથી જીવ ગુગલ જોડે ચોંટી જતો હતો, એકમેક થઈ જતો હતો અને પછી તેમાં કોઈ વિઘ્ન આવે તો તીવ્ર કષાય કરતો હતો. આ જ અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ છે. હવે જરૂર ન હોય ત્યારે આ અનંતાનુબંધી કષાયનો પાવર ઓછો દેખાય, તો સંજ્વલન જેવા પણ દેખાઈ શકે છે પણ મૂળ અસલ જાત તો અનંતાનુબંધીની જ હોય છે અને માટે જ ફરી નિમિત્ત મળતાં તે અનંતાનુબંધી પોતાનો ચહેરો દેખાડે છે. નિમિત્તોની અલ્પતાથી મહોરું બદલાઈ શકે છે પણ ચહેરો બદલાઈ શકતો નથી અને આથી જ સંસાર એકાંતે ખરાબ છે. અમે જ્યારે સંસાર શબ્દ બોલીએ છીએ ત્યારે અત્યંતર સંસાર સમજવો. બાકી બાહ્યસંસારમાં પરમાત્માના મંદિર, મૂર્તિ વગેરે સાત ક્ષેત્રો એ સારભૂત સંસાર છે માટે જ કહ્યું છે કે, સાર તું સારું ઉદ્ધતું ! આ કષાયો ચંડાળ જેવા અસ્પૃશ્ય છે. ચંડાળ શરીરને અપવિત્ર કરે છે, કષાય આત્માને અપવિત્ર કરે છે. જાતિચંડાળ સાથે બે કલાક ફરી તો જુઓ, ફક્ત બે કલાક જ સાથે રહેવાનું. અડવાનું નહિ. છતાં તેવું તમે કરશો ? ના. તો પછી અસ્પૃશ્ય એવા કષાયોની દોસ્તી શા માટે કરો છો ? કષાયો એ જીવોની મૈત્રીને તોડી નાખે છે. સમ્યકત્વ જીવોની સાથે અપ્રીતિભાવ, જુગુપ્સાનો ભાવ, વૈરનો ભાવ, શત્રુતાનો ભાવ કદી ન આવવા દે. અનાદિકાળથી જીવે પ્રસ્થિભેદથી પ્રાપ્તવ્ય એવા સમકિતને પામવાનો અપૂર્વ ભાવ કર્યો જ નથી. એક સ્ત્રીને પુત્રપ્રાપ્તિની ઝંખના જેટલી સતાવે તેના કરતાં અનેકગણી સમ્યકત્વપ્રાપ્તિની ઝંખના થશે ત્યારે આત્મકલ્યાણ નિશ્ચિત થશે. જીવ સાથે ભેદનો પરિણામ ને પુદ્ગલ સાથે અભેદનો પરિણામ આ છે સંસાર. સંસાર વ્યવહારથી ચાલે છે અને વ્યવહાર ભેદથી ચાલે છે. હવે જીવો સાથે પ્રેમની અભેદ પરિણતિ ને પુગલ સાથે વૈરાગ્યની પરિણતિ કરતાં કરતાં આગળ વધીએ તો બંનેની પરાકાષ્ઠામાં મોક્ષ છે. 2010_05 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પણ મોહની સામેની લડત બહુ ભયંકર છે. એકાદ વખત શુભ ભાવો સ્પર્શી જાય, પણ સંસ્કાર દેઢ ન કર્યા હોય તો જીવ પાછો નીચે ઊતરી જાય છે. પ્રવૃત્તિધર્મ અપેક્ષાએ સહેલો છે. પણ જીવે પુરુષાર્થ કરીને પ્રવૃત્તિ વખતે વૃત્તિમાં શુભ સંસ્કારના મૂળને દઢ કરતાં રહેવું પડે છે. આ કરવાથી દેવલોકમાં નિકાચિત અવિરતિના કારણે જ્યારે ભોગની પ્રવૃત્તિ કરવી પડે છે ત્યારે વિરાગ બન્યો રહે છે. દેવલોક એના માટે વિશ્રામસ્વરૂપ બને છે અને ફરી માનવભવ પામી વિરાગી યાવતુ વીતરાગી બની શકે છે. - આ પ્રક્રિયાના અભાવમાં તો દેવલોકાદિના ભોગ–વિલાસ-એશ-આરામ બધું પ્રમાદ બની રહે છે. ત્યાં સમકિત મેળવવું દુર્લભ છે અને મળેલું સમ્યકત્વ ટકાવવું દુર્લભતર છે. ચોવીસ તીર્થકરોમાં પણ સમ્યત્વ આવ્યા પછી જેઓ ટકાવી ન શક્યા તેઓનું સમ્યક્ત્વ ગયું સમજવું. પણ તેઓની જાગૃતિ અપૂર્વ હોવાથી દેવલોક એમને મહેલને બદલે જેલ જેવો લાગે છે. આજે ઘણા દાદા ભગવાનને કેવળદર્શન કહે છે, ક્ષાયિક સમકિતી માને છે અને મરીને મહાવિદેહમાં ગયેલા કહે છે. આવી અસંગત વાતો કરનારા જૈન પરિભાષા, જૈન શાસ્ત્રોને બરાબર સમજ્યા નથી કારણકે કેવળદર્શન પછી અવતાર જ નથી. ક્ષાયિક સમકિત માટે પણ પહેલું સંઘયણ અને મોક્ષગમન કાળ જોઈએ. તેમજ ક્ષાયિક સમકિતી માટે મર્યા પછી મહાવિદેહ નથી. વૈમાનિક દેવલોક છે. કષાયના ઘટવાથી અહીં જ સમાધિ, શાંતિ, પ્રસન્નતા અને આનંદ મળે છે. આ અનુભૂતિ પ્રત્યક્ષ છે. મોક્ષ ભલે દૂર રહ્યો પણ ધર્મનું રોકડું ફળ = ચિત્તની પ્રસન્નતા, વિષય-કષાયની મંદતા, રાગ-દ્વેષની ક્ષીણતા વગેરે પ્રત્યક્ષ છે. ધર્મથી પુણ્ય બંધાય અને તે પુણ્યથી મળતાં સુખો ઉધાર છે. પુણ્ય એ પણ વિભાવ છે. એ કર્મસ્વરૂપ છે. એની સત્તા આત્માએ પોતામાં નાખવી પડે. પછી કાળાંતરે સુખ મળે એ સુખ ધર્મથી મળતાં અંતરંગ સુખનું બાય-પ્રોડક્ટ છે, આડપેદાશ છે. એ વાસ્તવિક સુખ નથી પણ એ સુખમાં અનાસક્તતા ભળે એ સાચું સુખ છે અને અનાસક્તિ વિનાનું સંસારનું સુખ તો બોજારૂપ છે. ઘાસસ્વરૂપ છે. આત્માનું સુખ એ અનાજસ્વરૂપ છે. પણ આ તુચ્છ સુખોમાં જીવ અટવાઈ જાય છે માટે જ દેવલોકમાં સમકિતની પ્રાપ્તિ કઠિન છે. દેવલોકમાં સુખ કલ્પનાતીત છે. નરકમાં દુ:ખ કલ્પનાતીત છે - ત્યાં સ્વરૂપની કલ્પના આવવી દુષ્કર છે. તમારે ઘેર કોઈ મળવા આવે અને બહુ સારી ટ્રીટમેન્ટ આપો, આગતા-સ્વાગતા કરો તો એને ઘેર જવાનું જલ્દી મન થતું નથી. એમ દેવલોક વગેરેમાં સ્વરૂપની લગની લાગવા 2010_05 Page #36 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની જોડે જોડી આપનાર યોગ ૧૩ માટેનું કોઈ વાર નથી પણ ““સંયોગા: વિયોગાન્તા' એવું સમજાઈ જતાં જીવને વિવેક આવે છે. પણ આ વિવેકના બળે જીવ જો પુરુષાર્થ ન ફોરવે અને કાળ તથા ભવિતવ્યતા ઉપર બધું છોડી દે કે આત્મા તો આપણો પોતાનો જ છે. એને ક્યાં ખોટું લાગવાનું છે ? એ ક્યાં ભાગી જવાનો છે ? એ તો છે છે ને છે. તો આવી ઉપેક્ષાવૃત્તિથી આત્મા મળી શકતો નથી. અહીં આરાધના કરતાં દેઢતર સંસ્કારનું જો આધાન કરવામાં ન આવે તો ભવાંતરમાં દેવગતિ વગેરેમાં આ સંસ્કારો ચાલ્યા જશે. યાદ રાખવા જેવું છે કે, સંસ્કાર સહિતની દુર્ગતિ પણ સગતિ છે અને સંસ્કાર રહિતની સદ્ગતિ પણ દુર્ગતિ છે. સમ્યકત્વ સહિતની નરક સારી જો સમકિત ટકતું હોય તો ! અને સમકિત વગરનો દેવલોક પણ નકામો છે. શ્રેણિકનો જીવ અત્યારે પહેલી નરકના મધ્યમ પાથડામાં છે. પણ, મજામાં છે, બહારથી નરકની સજા ભોગવે છે, દુઃખો અસહ્ય બનતાં ચીસો પણ પાડે છે. પણ દેવું ચૂકવાય છે એવી શ્રદ્ધા છે એટલે મને અંદરથી પ્રસન્ન છે. સમકિતની ખૂબી છે કે અંદરની પ્રસન્નતા કદી પણ નંદવાય નહિ. અને નિર્જરા પણ ચાલુ રહે. મિથ્યાત્વી દુઃખવેદન સમયે મોહની તીવ્રતાથી વધારે દુઃખી થાય છે. ક્ષાયિક સમકિતી શ્રેણિકને મોહ ઘણો ઓછો છે તો, દુ:ખનું વેદન પણ ઓછું છે. અને મોહની મંદતાથી તેને ભૌતિક સુખ પણ ઓછું લાગે છે તેનો જીવ શાતા-અશાતામાં મૂંઝાતો નથી પણ બંનેથી નિરપેક્ષ એવા આત્માનંદની જોડે અનુસંધાન રાખે છે. મિથ્યાત્વીને અનંતાનુબંધી કષાય ઉદયમાં હોવાથી શરીર-આત્માનો અભેદ ભાવ વ્યાપક છે એથી કાયયોગજન્ય નરકાદિનાં દુઃખો વખતે પરમાધામી વગેરે પ્રત્યે ઉગ્ર કષાય થાય છે. સમ્યકૂવીને પરમાધામી અપરાધી જ દેખાતો નથી. તેની નજરમાં પરમાધામી નિર્દોષ છે. તેનો ઉપયોગ પોતાના કર્મ ઉપર, પોતાની ભૂલ ઉપર છે - તેથી ગમે તેટલી મારપીટ થાય તો પણ અપરાધી પ્રત્યે પ્રતિકૂળ વિચારો આવતા નથી. જગત પ્રત્યેનો સત્ય અભિગમ આ છે. બીજા મને દુઃખો આપે છે એ નાસ્તિકની માન્યતા છે મારા કર્મો મને દુઃખો આપે છે એ આસ્તિકની માન્યતા છે. અને મારા દોષો મને દુઃખ આપે છે એ ધર્માની માન્યતા છે. ઉત્કૃષ્ટ જ્ઞાની તે છે કે, જે દુઃખનો એકસરખો સ્વીકાર જ કરે અને ક્ષમાની પરિણતિ સાથે તે એકપણ દુઃખનો પ્રતિકાર ન કરે. ગુણસને ક્ષમાની પરિણતિ સાથે દુઃખનો સ્વીકાર કર્યો તો નવ ભવ જ થયા એટલે એક પલ્યોપમ જેટલું પણ દુઃખ નહીં અને સામે અનંતકાળનું સુખ મળ્યું. વેપારી બુદ્ધિ હોય તો ગણિત મૂકી જુઓ કે દુ:ખની સામે સુખ કેટલું છે ? અલ્પ 2010_05 Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ દુઃખ અને અસીમ સુખ; આ ગણિતમાં એકાંતે ફાયદો છે. સંસારનું કોકડું ગૂંચવાયું છે, તો તેને ઉકેલવાની માથાકૂટ ડાહ્યો માણસ ન કરે. એ તો એને કાપીને આગળ જ વધે. કોકડા ઉપર કાપ મૂકવો એ જ એક ઉપાય છે. આ બધા સંબંધોની આદિ જ નથી અને સંબંધ કરવા જતાં, કદી સંસારનાં કામો પૂરાં થતાં નથી એટલે ગૂંચને ઉકેલવી એ મિથ્યા ઉપાય છે. એને છોડી દો એટલે એને કાપી નાખો. એવંભૂત નય પુદ્ગલમાં લાગુ પડતો નથી કેમકે પારમાર્થિક એવંભૂત નયના મતે સંસાર છે જ નહીં. કાર્ય-કારણનો અંત આવે ત્યાં જ પારમાર્થિક એવંભૂત નય લાગુ પડે છે. તમે આજે જે બધું કરો છો તે ગાયને દોહી દોહીને કૂતરીને પાવા જેવું કરો છો. ગ્રંથકાર આ ગ્રંથની શરૂઆત કરતાં મંગળ કરે છે કારણ કે કલ્યાણકારી કામોમાં ઘણાં વિઘ્નો આવે છે. વિનોના ત્રણ પ્રકાર છે (૧) જઘન્ય – બહારની પ્રતિકૂળતા (૨) મધ્યમ – શારીરિક વ્યાધિ (૩) ઉત્કૃષ્ટ – માનસિક પ્રતિકૂળતા જેમાં ઇષ્ટ તત્ત્વનું અનુસંધાન થાય છે તેમાં બહારનાં વિઘ્નો રહેતાં નથી. અને મંગળથી વિધ્ધધ્વંસ થાય છે. મંગળ એ ઈષ્ટદેવના નમસ્કારરૂપ છે. અરિહંતમય ઉપયોગ બન્યો એટલે વિપ્નો નાશ પામે છે. તમે જેટલો સમય અરિહંતના ઉપયોગમાં રહો છો તેટલો કાળ આગમથી ભાવનિક્ષેપે અરિહંત બનો છો. અરિહંતનો ઉપયોગ હોય ત્યાં મોહ ઉભો ન રહી શકે. જેવો ઉપયોગ હોય તેવો આત્મા બને છે. આત્માના ઉપયોગનું સ્થિરીકરણ અરિહંત તત્ત્વમાં થતાં જ વિશ્નો વગેરે નાશ પામે છે. તમે પણ જ્યારે ક્ષમાના ઉપયોગમાં હો છો ત્યારે ક્રોધનો ઉપયોગ છે ? ના. એટલે ક્રોધનો ઉપયોગ અટક્યો એટલે ક્રોધનૈમિત્તિક કર્મનો સંવર થાય છે. શુભ મનોયોગ સમયે અશુભ મનોયોગ નથી માટે શુભાશ્રવ થાય છે. શુભવચનયોગ સમયે અશુભ વચનયોગ નથી. તેથી અશુભાશ્રવ અટકે છે અને સંવર થાય છે. શુભકાયયોગ સમયે અશુભ કાયયોગ નથી. અને તે વખતે આત્મા મોહથી નીકળીને આત્મસ્વરૂપમાં લીન બને છે, આત્મસ્વરૂપની નિકટ જાય છે એટલે મોહક્ષય થતાં નિર્જરાનો લાભ થાય છે. ઉપયોગને શુભ બનાવવાથી મન-વચન-કાયાના યોગોને શુભ બનાવવાથી મંગળ મહાન બને છે. મંગળ પ્રચુર બને છેમંગળ ભાવમંગળ બને છે અને તેટલું કાર્ય જલદી થાય છે. - શુકન જોવા, દહીં ખાવું વગેરે દ્રવ્યમંગળ છે. 2010_05 Page #38 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની જોડે જોડી આપનાર યોગ ૧૫ ઉપયોગમાંથી કષાય કાઢીને, મન-વચન-કાયાના યોગને સ્થિર કરવાથી કર્મનો બંધ અશુભ થતો નથી. ઉપયોગનો આત્મા સાથે તદ્રુપ સંબંધ છે. ગુણ-ગુણીનો સંબંધ છે. યોગ અને આત્માનો લોહાગ્નિ ન્યાયે, તાદાભ્ય સંબંધ છે. આ યોગથી આત્મા છૂટો પડી શકે છે અને એને છૂટો પાડવો એ જ સાધના છે. પણ યોગની સહાયથી જ તે છૂટા થશે. એટલે કે મન-વચન-કાયાના યોગોનો સદુપયોગ કરવાથી જ અયોગી બનાશે. યોગ બન્યા છે પુગલના, મળ્યા છે પુણ્યથી, પણ, વળગ્યા છે જીવને, તેનાથી છૂટવાનું છે. જે ચીજ આપણી નથી એનાથી છૂટવામાં જ મજા છે. જેટલી સહેલાઈથી છોડાતી હોય તેટલી સહજતાથી એને છોડી દેવા જેવી છે, ને ન છોડી શકાય તો તેનો સદુપયોગ કરો તો તેના માધ્યમથી તમારી મૂળ ચીજ - તમારું આત્મસ્વરૂપ તમને પાછું મળશે. જે ચીજ આપણી નથી તેને રાખવી, તેને લેવી, તેને પચાવવી તે ચૌર્ય-ચોરી છે. અધ્યાત્મના માર્ગે આપણે ચોર છીએ. પારકી ચીજ રાખવી અને પાછી પોતાની કહેવી એ બદમાશી છે. તમારી છાતી વજ જેવી છે. તમને ચોર કહો, બદમાશ કહો, પણ કંઈ અસર થતી નથી. ઉપયોગને અરિહંતાદિમય બનાવવો એ ધર્મકળા છે. ઉપયોગને રાગાદિમય બનાવ્યો છે તે જ સંસાર છે. અધર્મ છે. આ ગ્રંથનું પ્રયોજન જણાવતાં, ગ્રંથકાર કહે છે. વક્તાનું અનંતર પ્રયોજન ગ્રંથને શબ્દદેહ આપવો, વક્તાનું તથા શ્રોતાનું પરંપર પ્રયોજન મોક્ષ પામવો તે છે અને શ્રોતાને અનંતર પ્રયોજન જ્ઞાનપ્રાપ્તિ છે. ગ્રંથ એ ઉપાય છે, યોગની પ્રાપ્તિ એ ઉપય છે. ગ્રન્થ એ શબ્દ, વાક્યસ્વરૂપ છે અને ઉપેય એ ઉપયોગની પરિણતિસ્વરૂપ છે. ગ્રન્થનું ફળ છે – કષાયના નાશ દ્વારા યોગની પરિણતિ પ્રાપ્ત થવી તે. भित्राः प्रत्येकमात्मानो, विभिन्नाः पुद्गला अपि । शून्यसंसर्ग इत्येवं, यः पश्यति स पश्यति ॥ પ્રત્યેક આત્માઓ, પોતપોતાના ગુણો સહિત નિત્ય છે, જ્યારે કમનસારે આત્માની સાથે દેહાદિભાવે, સંશ્લિષ્ટ યોગથી જોડાયેલ, મનવચન કાયયોગની પ્રવૃત્તિ રૂ૫ યોગ સંબંધ તેમ જ અસંશ્લિષ્ટ યોગથી જોડાયેલ, સમસ્ત સ્ત્રી, પુત્ર, ધન - ઘર - રાજ્ય વગેરે પુદ્ગલનાં સંબંધથી આત્મા તો ભિન્ન જ છે. આવો નિ:શંક બોધ, જે – જે આત્મામાં નિરંતર વર્તે છે. તેઓ સાચા જ્ઞાની છે એમ સમજવું. - - 2010_05 Page #39 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય – વ્યવહારની પરસ્પર પૂરકતા જેને પણ જગતમાં ધર્મ પામવો છે, જીવનમાં ધર્મની સાધના કરવી છે, તેણે પોતાના જીવનમાં નિશ્ચય - વ્યવહાર ગર્ભિત સાધના કરી લેવાની છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી આત્મા અને દેહનો સંયોગ આવી મળે છે. તમે એક શુભ વિચાર કરો છો એની ચોક્કસ અસર દેહ ઉપર પડે છે અને આત્મા ઉપર એક અશુભ વિચાર આવે છે એની પણ ચોક્કસ અશુભ અસર દેહ ઉપર પડે છે, તે પ્રમાણે આત્માને કર્મબંધ થાય છે અને કર્મોના ઉદય પ્રમાણે દેહને સુખ-દુઃખ મળે છે. આમ આત્માના વિચારની અસર દેહને થાય છે. આ કર્મફળચેતના છે. આત્માએ બહારથી વ્યવહારનય સંમત તપ, ત્યાગ, વૈરાગ્યની અંદર રહેવાનું છે અને નિશ્ચયથી પૂર્ણજ્ઞાન અને પૂર્ણાનંદમાં ઝીલવાનું છે. નિશ્ચયનયગર્ભિત જીવ, જ્ઞાન – ધ્યાન – સમાધિમાં મગ્ન રહે છે. આ બંને સાધના પરમાત્માના જીવનમાં જોવા મળે છે. દીક્ષા લીધા પછી પ્રભુ ત્યાગ – તપ – વૈરાગ્યની વેદિકા ઉપર આરૂઢ થયા છે ને જીવનમાં ઊંડા ઊતરી ગયેલા ઘાતકર્મના આવરણને દૂર કરી રહ્યા છે. વળી આત્મજાગૃતિના કારણે પ્રભુ પરભાવની અંદર લેશમાત્ર પણ આસક્ત બનતા નથી. પ્રભુને મનોયોગમાં રતિ-અરતિનો સામાન્ય પણ વિકલ્પ થતો નથી. સ્પર્શેન્દ્રિયનો સૂક્ષ્મતમ વિકાર પણ પ્રભુને સ્પર્શતો નથી. નિશ્ચય અને વ્યવહાર આ બંનેમાંથી એકનો અપલાપ કરનાર મોક્ષ પામી શકતો નથી; અરે સાધના પણ કરી શકતો નથી. નિશ્ચયનયાભાસી શુદ્ધ ચૈતન્યની રુક્ષ વાતો કરે કે આત્માને ઓળખો, પણ એ નિશ્ચયનયાભાસી પાસે આત્માની દેહ જોડે જે સંલગ્નતા છે તે તોડવા માટેની સાધના કઈ ? તો કંઈ જ નથી. દેહાસક્તિ છોડવા માટેની ત્યાગાદિ સાધના વિના નિશ્ચય પામી શકાતો નથી. જીવનમાં ધર્મનું અમલીકરણ વ્યવહારની કઠોર સાધના વિના શક્ય નથી. જેણે વ્યવહાર છોડ્યો, તેને મૃત્યુ સમયે બ્લડ કેન્સર વચ્ચે સમાધિ રહેતી નથી. તેઓ ધર્મ ટકાવી શકતા નથી. વ્યવહાર નયનું સૂત્ર છે “દેહદુ:ખ મહાફલમ્'' દેહનું કષ્ટ મહાન ફળને આપનારું છે. દેહ અને આત્માનો અભેદ એટલો ઊંડો ઊતરી ગયો છે કે બાહ્ય સાધના પરાકાષ્ઠાની ન હોય ત્યાં સુધી નિશ્ચયના સૂત્રનો યથાર્થ તાગ પામી શકાતો નથી. વ્યવહારની શુદ્ધિ નિશ્ચયદષ્ટિથી છે અને નિશ્ચયની પ્રાપ્તિ વ્યવહારશુદ્ધિથી છે એ ભૂલવું ન જોઈએ. 2010_05 Page #40 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય - વ્યવહારની પરસ્પર પૂરકતા ૧૭ નિશ્ચયનયની વાત છે કે દરેક આત્મા આત્મામાં છે, દરેક પુદ્ગલ પુદ્ગલમાં છે – એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ અસર કરતું નથી. પણ એનો વાસ્તવિક અર્થ શું છે ? – એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણામ પામતું નથી. જાત્યંતર થતું નથી. ચેતન ચેતન રહે છે, જડ, જડ રહે છે. ચેતન જડ ન બની શકે અને જડ ચેતન ન બની શકે. પણ એનો અર્થ એવો નથી કે ચેતન જડને અસર કરતું નથી. જડ ચેતનને અસર કરતું નથી. આમ જડ-ચેતન જો એકબીજાની નિમિત્ત – નૈમિત્તિક અસરથી મુક્ત હોત તો ધર્મતીર્થની સ્થાપના કરવાની જરૂર પણ ન રહેત. શરીર જડ છે પણ આત્માયુક્ત છે ત્યાં સુધી સચિત્ત સ્કંધ છે. મનોયોગ, વચનયોગ અને કાયયોગ બને છે પુદ્ગલના, અને હોય છે જીવને. યોગની સંજ્ઞા કોના પ્રભાવે છે ? ઉપયોગમય આત્મા શરીરમાં આવ્યો છે માટે યોગ સંજ્ઞા છે. યોગ એ મોક્ષનું સાધન છે. શરીરમાંથી આત્મા ચાલ્યો જાય તો તેને ક્લેવર – શબ કહેવાય છે, પછી તેને કોઈ યોગ કહેતું નથી. આ યોગની સંજ્ઞા ઉપયોગવાન આત્માને આભારી છે. ખાલી નિશ્ચયની વાતો કરીને તપ-ત્યાગની ઠેકડી ઉડાવનારા એ અધ્યાત્મનો દંભ સેવે છે ને દંભ જેવું એક પાપ નથી. માયાવી બુદ્ધિ એ વ્યભિચાર છે, દુરુપયોગ છે. અને બુદ્ધિને વેડફે છે એને કંઈ મળતું નથી, એનો મોક્ષ કદી થતો નથી. બુદ્ધિનો સદુપયોગ કરનાર કંઈ પામી શકે છે. બુદ્ધિભ્રષ્ટ જીવોનો યોગથી સંબંધ થતો નથી. યોગી કુળમાં એવા આત્માનો જન્મ થતો નથી. ૩૫૦ ગાથામાં સ્તવનમાં પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે - “દુર્બળ નગ્ન માસોપવાસી, પણ જો માયા રંગ એ પણ ગર્ભ અનંતા લેશે બીજું બોલે અંગ.” અધ્યાત્મની શુદ્ધિ માટે સરળતા, પાપભીરતા વગેરે ગુણો પાયાના છે. પાપ ક્ષન્તવ્ય છે. પણ તેનો પક્ષપાતી કદી અધ્યાત્મ પામે નહિ. નિશ્ચય અને વ્યવહાર ઉભયગર્ભિત સાધનાથી મોક્ષ મળે. ચીલાચાલુ આરાધકો વ્યવહારમાં ગળાબૂડ ખૂંચી ગયા છે માટે મારે નિશ્ચયની વાતો કરવી પડે છે, એના ઉપર ઝોક આપવો પડે છે. કોરા ક્રિયાકાંડ એ ઊર્ધ્વગમન કરાવી શકવા સમર્થ નથી. ક્રિયા ભાવને પેદા કરાવી શકે તો ક્રિયાની સાર્થકતા છે. નીચેના ક્રમને અનુસરવું જોઈએ. ક્રિયા - વિચાર – ભાવના – ધ્યાન - સમાધિ - કેવળજ્ઞાન. વિચાર એટલે શું ? પદાર્થના સ્વરૂપની બૌદ્ધિક તપાસ. ક્રિયાનું સ્વરૂપ વિચાર દ્વારા નક્કી થાય છે. વિચારથી જેમ પદાર્થના સ્વરૂપની ઓળખ થાય છે તેમ તેનું ફળ પણ નક્કી થાય છે. અને ક્રિયાના અભ્યાસ દ્વારા ભાવનામાં 2010_05 Page #41 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આગળ વધવાની તક મળે છે. ભાવના એટલે લક્ષ્યને આંબવાની લગની. પ્રાયોગિક વિચારથી પદાર્થનું સ્વરૂપ સ્પષ્ટ, સ્પષ્ટતર અને સ્પષ્ટતમ થાય છે, અસંદિગ્ધ થાય છે, નિર્ણિત થાય છે. પછી ભાવના ભળતાં લક્ષ્યને પામવાની લગની વધતી જાય છે. ભાવના દ્વારા સ્વરૂપની નિકટ જવાય છે. ધ્યાન એટલે ધ્યેયમાં એકાગ્રતા. વિચારથી પદાર્થોનું સ્વરૂપ નક્કી થાય છે, પછી ભાવનાથી સ્વરૂપરુચિ થાય છે અને પછી ધ્યાનથી તેને પમાય છે. જે પામવું છે તે પકડાઈ જાય છે પછી ધ્યાન આવે છે. ધ્યાનમાં આગળ વધતાં પકડાયેલું સ્વરૂપ ઉપયોગને સૂક્ષ્મ બનાવે છે, પછી તગત સૂક્ષ્મવિચારો પણ દૂર થતાં સમાધિ થાય છે અને જીવ કેવળજ્ઞાનની નિકટ આવે છે. ઉપમિતિમાં સિદ્ધર્ષિગણિ જણાવે છે કે ધ્યાનથી ધ્યાતા ધ્યેયની નજીક આવે છે, માટે સમગ્ર દ્વાદશાંગીનો સાર ધ્યાન કહે છે. આ બધું મેળવવા માટે વિષય-કષાયની આસક્તિ છોડવી જોઈએ. આપણા મતિજ્ઞાનના ઉપયોગમાં રાગાદિનું જે ચિતરામણ થઈ રહ્યું છે, તેનો નાશ ગ્રંથિભેદ કરે છે. રાગાદિ ચિતરામણનો નાશ જ્ઞાનથી થાય છે. ગ્રંથિભેદ થતાં રાગાદિ ચિતરામણ ઘણું બધું ઘટી જાય છે. પદાર્થની વાસ્તવિક ઓળખાણ થયા પછી રાગ દૂર થાય છે. જેના હૃદયમાં સ્ત્રી વસે છે, તેનામાં પરમાત્મા ન વસે, અધ્યાત્મના જાણકાર લખે છે સ્ત્રી અને પ્રભુ પરસ્પર વિરોધી છે. સ્ત્રી જોવાથી આત્માનો ઉપયોગ વિકારી બને છે. આ મતિજ્ઞાનના કચરામય જગતમાં પ્રભુનું ધ્યાન, ભાવ, સમાધિ આવી શકતાં નથી. હું વ્યવહાર અને નિશ્ચયને સમાંતર રાખવા માગું છું. વ્યવહાર ન હોય તો કેટલું નુકસાન થાય તે ખબર છે માટે વ્યવહારમાર્ગ છોડાય જ નહીં. વ્યવહારને પાળનાર તપ - ત્યાગ – સંયમ અનુષ્ઠાનમાં જોડાવાથી પુણ્યબંધ પામી દેવલોક મેળવે છે. વ્યવહાર છોડીને આત્માની કેવળ વાતો કરનારા સીધા દુર્ગતિમાં જાય છે, માટે નિશ્ચયના કોરા પક્ષપાતી હરગીઝ બનાય નહિ. પણ વ્યવહારની આરાધના કરનારો મોટો વર્ગ વ્યવહારથી પ્રાપ્તવ્ય એવા નિશ્ચયના સ્વરૂપને ચંડાળની જેમ અસ્પૃશ્ય માનીને વેગળો રહેનારો બને તો, જેને પામવાનું છે તેને ન ઓળખવાથી સાધના, સાધ્ય – સાધન દાવ નિરપેક્ષ બનતાં વ્યવહારાભાસ બને છે. વ્યવહારની શુદ્ધિ નિશ્ચયની દૃષ્ટિથી છે. પ્રવૃત્તિથી પરિણતિ ધર્મ પમાય છે. વ્યવહાર ચક્રાવો છે. નિશ્ચય સીધો રસ્તો છે. ત્યાગથી નિશ્ચયની ભૂમિકા આવે, નિશ્ચયની ભૂમિકાથી ત્યાગમાં આનંદ આવે. એમ બંને એકબીજાના પૂરક છે. માટે જ વ્યવહારથી ધર્મ શરૂ કરવાનો અને નિશ્ચયની પ્રાપ્તિમાં તેનું પર્યવસાન છે. દાખલા તરીકે, 2010_05 Page #42 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય - વ્યવહારની પરસ્પર પૂરકતા ૧૯ જેના મનમાં સ્ત્રી રમે છે તેને પ્રભુ ના મળી શકે.એવું જાણ્યા પછી એક બાજુ બ્રહ્મચર્યની નવવાડોનું કઠોરતમ પાલન, ઘોર તપ, વિગઈત્યાગ વિ. કરવું અને બીજી બાજુ અશુચિ વગેરે ભાવનાથી ઉપયોગમાં અનાસક્તિ કેળવવી. વૈરાગ્ય રાખવો. આ બંને સાધનામાં ગુરુકપા ભળે ત્યારે બ્રહ્મચર્યની સિદ્ધિ સાંપડે છે. ઉગ્ર ગુરુકૃપા મળે ક્યારે ? હૃદયમાં ગુરુનો વાસ હોય ત્યારે ગુરુકૃપા મળે છે. ત્યાગ, તપ, વૈરાગ્ય એ બ્રહ્મચર્ય માટે અત્યંત ઉપયોગી છે એટલે ત્યાગ, તપ, વૈરાગ્યનું ખંડન કરનારા હકીકતમાં બ્રહ્મચર્યનું ખંડન કરે છે. - ચેતન લોહાગ્નિ ન્યાયે શરીરમાં વ્યાપેલું છે. તેની અસરથી વ્યાપ્ત છે. જેનો આત્મા ક્રોધી છે તેના શરીરમાં પણ તેની અસર છે. શરીરમાં છાયા પડે છે, વેશ્યા રહે છે. મુખાકૃતિ ઉપર ભાવ આવે છે. આંખોમાં લાલાશ આવે છે. મગજમાં તણાવ થાય છે આમ ભાવની અસર દ્રવ્ય ઉપર છે. નિરંતર ક્રોધના સંસ્કાર – પરિણામ – ભાવથી મુખાકૃતિ ઉપર ક્રોધની છાયાનું ચિત્ર ઊભું થાય છે. એક “ઓરા' ખડી થાય છે અને એના વાંચનથી આપણે તેનો સ્વભાવ, ખાસિયતો, ગુણો, અવગુણો કહી શકીએ છીએ. - માયાવીની મુખાકૃતિ, હાવભાવ જોવાથી માયાનું અનુમાન થઈ શકે છે. જેમ અંદરના ભાવોની બહારના પુદ્ગલો ઉપર અસર થાય છે તેમ ઉપવાસથી - દેહના કષ્ટથી – અંદરના વિકારો પણ મોળા પડે છે. જડ ચેતનને કંઈ કરતું નથી અને ચેતન જડને કંઈ કરતું નથી.” આ વાત કોના માટે છે ? તે શાસ્ત્રપરિકર્મિત બુદ્ધિથી સમજવી પડશે. જેને નિશ્ચય પરિણામ પામી ગયો છે તેના માટે આ વાત સાચી છે પણ જે આત્માને પ્રતિપળ સારા નરસાની અસર થાય છે તેના માટે નિશ્ચયની ભૂમિકાની વાર છે. તે લાવવા માટે વ્યવહારની કઠોર સાધના કરવાની છે. ભાણામાં રોટલી અને પેડો આવ્યા છે. બંને પ્રત્યે સમાન ભાવ હોય તો વાંધો નથી પણ તમારો આત્મા ભેદ જુએ છે. પુલત્વેન પુગલને... જોતાં નથી શીખ્યો તો પછી પેડાનો ત્યાગ જરૂરી છે. પુગલ પુદ્ગલને ખાય છે તો પેડા ઉપર પસંદગી શા માટે ? જ્યાં સુધી પુદ્ગલમાં સારા - નરસાની ભેદરેખા છે, ત્યાં સુધી વ્યવહારની ઉગ્ર પાલના તમારા માટે આવશ્યક છે. સારી ખોટી બધી ચીજ એકસરખી દેખાય એ નિશ્ચયધર્મ પરિણામ પામ્યાનું સુચક છે માટે પછી વ્યવહારનું આલંબન જરૂરી નથી પણ વ્યવહારના આલંબને નિશ્ચય પરિણામ પમાડવો છે. આ વાત ઘંટો. ભોય અને ડનલોપ બંનેની અસર જુદી કે એક ? આજે ભોંય ઉપર સૂનારને ગઈકાલની ડનલોપ ગાદી યાદ આવે તો ડનલોપ છોડવી પડે. સારા-ખોટાની ભેદરેખા છે ત્યાં સુધી ઊંચા ભોગો છોડવા પડે. ભેદરેખા 2010_05 Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ભૂંસાઈ જાય પછી બધું સમાન છે, પણ આ સ્થિતિ લાવવા માટે જીવનવ્યવહારમાં ઊંચી કોટીના પુદ્ગલો છોડવા પડે, સાદાઈ અપનાવવી પડે ને રાગાદિ ન થાય એવાં ખાનપાન, પહેરવેશ અપનાવ્યા પછી આત્મદ્રવ્યના ચિંતનમાં ઊતરીએ તો તે નિશ્ચયનયનું ચિંતન વ્યવહારની ભૂમિકા ઉપર પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે. ૩પ૦ ગાથાના સ્તવનમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. એ કહ્યું છે કે, “શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હિડે રમે; મલિન વચ્ચે યથા રાગ કુમકુમ તણો હીન વ્યવહાર ચિત્ત એહથી નવિ ગુણો જે વ્યવહાર સેઢી પ્રથમ છાંડતાં, આદરે આપમત એક એ માંડતા તાસ ઉતાવળે નવી ટળે આપદા, ક્ષધિત ઇચ્છાએ ઉંબર ન પાકે કદા.” વ્યવહાર એટલે શું ? - ગુરુકુળવાસ, તપ, ત્યાગ, નિયમ, સ્વાધ્યાય, શમ, દમ, ત્યાગ, તિતિક્ષા વિ. આ વ્યવહારની કઠોરતમ પાલના ધર્મ માટે અતિ આવશ્યક છે. પછી બ્રહ્મસ્વરૂપની વાતો કરવી. અધ્યાત્મોપનિષદમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે વ્યવહારને છોડીને કોરી નિશ્ચયની વાતો કરનાર ફસાઈ જાય છે. વિષય-કષાય ચારે બાજુથી આપણને ફસાવે છે, વ્યવહારથી ભ્રષ્ટ કરે છે, આચારથી ચુકાવે છે અને મહાનરકમાં જોડે છે. શ્વેતાંબર પરંપરામાં વ્યવહાર તો પ્રથમ જોઈએ જ, પછીના તબક્કે આત્મસ્વરૂપની રુચિ, લગની વિ. આવી મળશે. નિશ્ચય વિના વ્યવહાર માત્ર ચક્રાવો બની રહે છે. ધર્મ કરનારે પોતાના વિકારો, કષાયો, રાગ-દ્વેષ, લોભ વધ્યા કે ઘટ્યા ? તેનું ચિંતવન પ્રતિપળ કરવું. આંતરનિરીક્ષણ (introspection) કરવાથી ફળ મળે છે ક્ષમા કેટલી વધી ? અને ન વધી તો શું કરવું ? આ બધી ચકાસણી જરૂરી છે. ક્રિયા વખતે ગુણ-દોષની સતત વિચારણા કરવી જરૂરી છે. સાડા બાર વર્ષની ઘોર સાધનામાં પ્રભુએ એવી શુદ્ધિ કરી કે મોહ ટકી શક્યો નહી. પ્રભુએ કર્મોની સામે ધર્મની અનંતી શક્તિ સંકલ્પબળ દ્વારા બહાર લાવી દીધી ને કર્મોને પછડાટ ખાવી પડી. - રાણીએ આખી ભેંસ ઉપાડીને સંકલ્પ દ્વારા સિદ્ધિ કેવી રીતે મળે છે એ વાત પુરવાર કરી બતાવી, અને રૂસ્તમ એવા પહેલવાનો જોતાં જ રહી ગયા. સતતાભ્યાસ, સંકલ્પબળ, સતત પુરુષાર્થથી બધું ફળદાયી બને છે. 2010_05 Page #44 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય – વ્યવહારની પરસ્પર પૂરકતા ૨૧ આત્મા અતિબળવાન છે. સંકલ્પબળ વિકસાવો અને તેની શક્તિને પ્રગટ કરો. અત્યાર સુધી આત્મા પોતાના સ્વરૂપથી અનભિજ્ઞ હતો. પણ હવે નથી. સિદ્ધિનું Power house સંકલ્પ છે. સંકલ્પ જેટલો બળવાન તેટલી સિદ્ધિ નજીક બની રહે છે. સંકલ્પનું બળ + પુરુષાર્થનો ફોર્સ - વધતાં દુશ્મનો ભાગવા જ માંડશે. એક સેનાપતિ સૈન્ય લઈને વિજય માટે કૂચ કરી રહ્યો છે. નાવડામાં બેસીને જાય છે, સામા સૈન્યની વિશાળ સંખ્યા જોઈને મનમાં ચિંતા થઈ કે પરાજય નક્કી છે. પણ વિજયની તમન્ના છે. પોતાના ૨૦૦-૫૦૦નો કાફલો દુશ્મન સૈન્યની અપેક્ષાએ નાનો લાગ્યો. છતાં પણ નક્કી કર્યું કે મરણિયો પ્રયાસ કરીને પણ જીતવું તો છે જ. બધાને પોરસ ચડાવ્યું, પણ વાસ્તવિકતા પાસે પ્રોત્સાહન કાફી ન હતું. બધાના મનમાં પરાજય ઘોળાતો હતો ને માટે સૈન્યમાં ચોરવૃત્તિએ – ભાગી જવાની વૃત્તિએ પ્રવેશ કર્યો. બધા લાગ શોધી રહ્યા છે પણ સેનાપતિએ અવસર જોઈ નાવડાને ભાંગી નાખ્યું. ને સૈનિકોને પાનો ચડ્યો. હવે લડે જ છૂટકો છે, કારણકે ભગાય એવું નથી, હવે મરવાનું તો છે જ તો મરણિયા બનો. અને અંતે વિજય મળ્યો. આપણે મનોબળને નબળું પાડી દીધું છે માટે કોઈ ક્ષેત્રમાં આગળ આવતા નથી. સંકલ્પબળથી રોગો દૂર થાય છે. રોગની પ્રતિપક્ષી વિચારણા કરો તો શરીરની જેમ આત્માના ભાવરોગો પણ ઘટી શકે છે. આ સાધનાથી પ્રભુએ ઘનઘાતી કર્મોને દૂર કર્યા, જિનોત્તમ બન્યા. આ પ્રભુની ધર્મકાય અવસ્થા થઈ. હવે કર્મકાય એટલે પરોપકાર સાધવાની અવસ્થા બતાવે છે. શ્રી તીર્થંકર પ્રભુના આત્માઓ નિગોદમાંથી જુદા પડી જાય છે અનાદિસિદ્ધ દસ ગુણો તેનામાં હોય છે. લલિતવિસ્તરાગ્રંથમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ સ્વોપજ્ઞ ટીકાના વિવરણ કરતાં “પુરિસુત્તમારું' પદની અંદર આ દસ ગુણો જણાવે છે. પરોપકારેકરસિક, વગેરે દસ ગુણોના ધારક આ પુણ્યાત્માનું જીવદળ જીવો પ્રત્યે અત્યંત કોમળ હોય છે. જૈનશાસનમાં જીવોના સ્વભાવના બે પ્રકાર બતાવ્યા છે. જીવસ્વભાવ (૧) ભવ્ય - સ્વભાવ (૨) અભવ્ય - સ્વભાવ મોક્ષગમનની યોગ્યતાના અભાવવાળા જીવો જાતિભવ્ય ભવ્ય નની યોગ્યતા 2010_05 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ જાતિભવ્ય – આ જીવોને મોક્ષગમનની યોગ્યતા હોવા છતાં તેઓ અવ્યવહાર રાશિમાંથી બહાર આવવાના જ નથી. સિદ્ધગિરિને જે સ્પર્શે તે નિયમા ભવ્ય હોય એમાં જે ભવ્યત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, તેનું કારણ વિચારતાં આવું જણાય છે કે, સિદ્ધગિરિમાં ભાવ ઉત્પાદકતા છે બીજાં બધાં આરાધનાનાં સ્થળો આદર ઉત્પન્ન કરવાનાં સ્યાદ્ કારણો છે જ્યારે ગિરિરાજ, વિચરતા તીર્થકર ભગવાન વગેરે વિશેષ તત્ત્વો આદર ઉત્પન્ન કરવાનાં પ્રધાન કારણો છે. અભવ્યમાં ભાવ ઉત્પાદનની યોગ્યતા નથી તેથી તે ભાવથી સ્પર્શતો નથી. આવું જો ન માનવામાં આવે તો અભવ્ય જેમ સિદ્ધગિરિને ન સ્પર્શ તેમ વિચરતા તીર્થંકર પરમાત્માના સમાગમને પણ ન પામવો જોઈએ. પણ તે તો પામે છે માટે સિદ્ધગિરિના વિષયમાં પણ ભાવથી ન સ્પર્શે એવું વિચાર કરતાં લાગે છે. આ એક વિચારણા છે; અંતિમ નિષ્કર્ષ નથી. આના ઉપર શાસ્ત્રના મર્મને પામેલાઓને માર્મિક રીતે વિચાર કરવા યોગ્ય છે. જે આત્મા ભવ્ય હોતે છતે પ્રત્યકપણું પામશે તે બધા અવશ્ય મોક્ષે જશે. ભવ્યત્વ એટલે મુક્તિગમનની યોગ્યતા સરખી હોવા છતાં તથાભવ્યત્વ જુદું હોઈ શકે છે. તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને પામીને, તે તે પ્રકારના પુરુષાર્થને પામીને મોક્ષે જવાની યોગ્યતા તે તથાભવ્યત્વ છે. દ્રવ્ય એટલે સાધુ થઈને, સાધ્વી થઈને, તીર્થંકર થઈને, ગણધર થઈને, શ્રાવક-શ્રાવિકા થઈને, અન્યલિંગે થઈને, મોક્ષે જવાનું બને તે ક્ષેત્ર એટલે ઐરાવત, મહાવિદેહ, ભરત, જંબૂદ્વીપ, પુષ્પરાવર્ત વ. ક્ષેત્રોમાંથી મોક્ષે જવું તે. કાળ - આજે, કાલે, અનંતકાળ પહેલાં, અનંતકાળ પછી મોક્ષે જવું તે. ભાવ – અલ્પ પુરુષાર્થ, ઘણા પુરુષાર્થથી મોક્ષે જવાનું બને છે. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી છે. ઋષભદેવ ભગવાને ૧૦૦૦ વર્ષ ચારિત્ર પાળ્યું. ૪૦૦ ઉપવાસ ચોવિહાર કરવા પડ્યા ને કેવલી બન્યા. ભરત તો પખંડનો રસાલો ભોગવીને વીંટી પડતાં જ કેવળી બન્યા. આ તથાભવ્યત્વ છે. આમ કેમ ? તો આમાં તથાભવ્યત્વ બધાનું જુદું જ છે - આ એક જ વિચારણા જવાબ રૂપે છે. ભવ્યત્વ બધાનું એક, તથાભવ્યત્વ બધાનું જુદું એમાં પણ તીર્થકર ભગવાનનું તથાભવ્યત્વ બધા કરતાં વિશિષ્ટ હોય છે કારણ કે તેઓ તે વિશિષ્ટ તથાભવ્યત્વના કારણે વરબોધિ પામે છે [જ્યારે બીજા આત્માઓ બોધિ પામે છે.] જેના બળે અહંદુવાત્સલ્યાદિ અનેરી સાધનાઓ કરવા દ્વારા તીર્થકર નામ કર્મના વિશિષ્ટ દલિકોને નિકાચિત કરે છે અને તે કર્મનો ઉદય થતાં તેઓ તીર્થ સ્થાપી, માર્ગ આપી, ચોમેર માર્ગનો ફેલાવો કરીને મોક્ષે જાય છે. તીર્થકરો તીર્થંકરપણાની ઋદ્ધિસિદ્ધિ ભોગવીને મોક્ષે જાય છે. ચક્રવર્તી, ચક્રવર્તીપણાની ઋદ્ધિસિદ્ધિ ભોગવે તો નરકે જાય છે. કારણ કે તેમાં આસક્તિ છે. તીર્થકરો તો નિરંતર 2010_05 Page #46 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય - વ્યવહારની પરસ્પર પૂરકતા ૨૩ કેવળજ્ઞાનના આનંદને વેદે છે. ચોત્રીશ અતિશયના દ્રષ્ટા છે, સ્વરૂપ આનંદના ભોક્તા છે. કેવળજ્ઞાન ચડે કે તીર્થંકર નામકર્મનો ઉદય ચડે ? કેવળજ્ઞાન અવિનાશી છે છતાં પણ જગત માટે તીર્થકર નામકર્મનો ઉદય ચડે. પણ તે વિનાશી છે કારણ કે પુગલ સ્વરૂપ છે. ભગવાનને તીર્થકર નામકર્મના ઉદય સાથે કોઈ સંબંધ નથી. તે તો કર્મનો ઉદય છે. સ્વરૂપ આનંદના ભોક્તાને કેવળજ્ઞાન હોય છે. તેને સમવસરણ કે માથે સળગતા અંગારા સમાન છે. આપણે કેવળજ્ઞાનને મતિજ્ઞાન જેવું માનીએ છીએ, માટે ભગવાનને મારા કહીએ છીએ. ભગવાન રાગીના નથી, વૈરાગીના છે. અન્યદર્શની પણ વૈરાગી હશે તો ભગવાન કહેશે કે, “હું એનો છું' જૈનદર્શની પણ રાગી હશે તો ભગવાન કહેશે કે “હું એનો નથી” આપણે દાવો કરીએ છીએ કે ભગવાન અમારા - તમારા નહી. ભગવાનની મોનોપોલી આપણી નથી, વૈરાગીની છે. આનંદવેદન સિવાય પ્રભુને જગતની કોઈ ચીજ જોડે સંબંધ નથી. ઘાતકર્મ ખપાવવા માટે સુખની સામગ્રી છોડવી જ પડશે. એના પ્રત્યે મહા વૈરાગ્ય, ત્યાગ કેળવવો પડશે. એને ભેટીને કોઈએ આત્મકલ્યાણ કર્યું નથી. કર્મ ખપાવતાં પહેલાં સુખની સામગ્રી મારક – પછી સમવસરણની અદ્ધિ જગત માટે તારક બનશે. આ બધું છોડવા જેવું છે એવું વિચારશો તો પણ ભવાંતરમાં ત્યાગ આવશે. આ બધું પકડી રાખવા જેવું કેમ લાગે છે ? અજ્ઞાન છે માટે. માટે અજ્ઞાન ટાળો તો મોહ જશે. કાર્ય થયા પછી તથાભવ્યત્વનો નાશ થાય છે. માટીમાં ઘડો બનવાની યોગ્યતા છે. ઘડો બન્યા પછી માટીમાં તે યોગ્યતા રહેતી નથી. મોક્ષ પામીને ભવ્યત્વ અને તથાભવ્યત્વ નાશ પામે છે. આ તથાભવ્યત્વ ચરમાવર્તિમાં પરિપક્વપણાને પામે છે. આ તથાભવ્યત્વ અચરમાવર્તમાં અપરિપક્વપણાને પામેલું હોય છે. અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ અનંત બહુભાગ જીવો અસંખ્ય પુદ્ગલ પરાવર્ત પછી મોક્ષે જાય છે. માત્ર એક અનંતમો ભાગ અનંત પુદગલ પરાવર્ત પછી મોક્ષે જાય છે એક આત્મા મોક્ષે જાય છે ત્યારે અવ્યવહારરાશિમાંથી એક જીવ વ્યવહારરાશિમાં આવે છે. ધિર્મપરીક્ષામાં આની ઘણી ચર્ચા છે. આ વાતનો પરિષ્કાર કરતાં એ નક્કી થાય છે કે અનંતબહુભાગ જીવો અસંખ્ય પુદ્ગલ પરાવર્તે (જોકે તેમાં અનંત કાળ છે) મોક્ષે જાય છે. એક અનંતમો ભાગ અનંતપુદ્ગલ પરાવર્તે મોક્ષે જાય છે. એટલે એનો અર્થ એ થયો કે ઘણા જીવો અનંતપુદ્ગલ પરાવર્ત કાળ રખડતાં નથી. અસંખ્ય પુદ્ગલ પરાવર્ત રખડે છે. જોકે એ બંનેમાં અનંતો કાળ છે, પણ બે વચ્ચે અંતર ઘણું છે. આત્માના વિકાસ માટેની કાળની યોગ્યતાનો પરિપાક જ્યાં નથી થયો તે અચરમાવર્ત કાળ અને કાળનો પરિપાક જ્યાં થયો છે તે ચરમાવર્ત છે. કાળ પાક્યા પછી પુરુષાર્થ કામયાબ નીવડે છે. 2010_05 Page #47 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ મરવાને ઘાસના ટોપલામાં નાંખો, તો કેરી થાય ? ના. કારણ કે તેનો કાળ પાક્યો નથી. મોટી કેરી હોય, ભલે કાચી હોય, એનું કદ, આકાર, ઘનતા, રૂપ, રસ સ્પર્શ વગેરે ઘાસમાં નાંખવાથી જલ્દી પાકે છે. એ જ કેરી ઝાડ ઉપર હોય તો મોડી પાકે.... ૨૪ એમ અચ૨માવર્ત કાળમાં આત્મકલ્યાણની બુદ્ધિથી જીવ ધર્મ કરતો નથી. આમાં કાળ પ્રતિબંધક બને છે. અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવવા માટે કોની પ્રધાનતા ? ભવિતવ્યતાની...એક જીવ મોક્ષે ગયો ત્યારે ઘણા જીવોને શુભભાવો આવ્યા હતાં પણ ભવિતવ્યતા જેની બળવાન હોય તે જીવ બહાર આવે. એટલે કે જ્ઞાનીની દૃષ્ટિએ જે જીવ બહાર આવવાનો દેખાય...તે જ જીવ બહાર આવે. પ્રશ્ન શુભભાવ મન વગર શક્ય છે ? ઉત્તર મરૂદેવા પૂર્વભવમાં કેળના ભવમાં હતાં. ત્યાં સહન કર્યું ત્યારે દ્રવ્યમન ન હતું, અવ્યક્તપણે સહન કર્યું છે. ભાવમન તો સર્વસંસારી જીવોને હોય છે. દ્રવ્યમન એને નથી. અને દ્રવ્યમનની સહાય વગર ભાવમન વિશિષ્ટ કાર્યસાધક બની શકતું નથી. પરંતુ સંજ્ઞી, અસંશી, વ્યવહારરાશિ, અવ્યવહા૨ાશિમાં સર્વત્ર શુભભાવ થઈ શકે છે. જિંદગીભર જે ઘૂંટો છો તે Unconcious સુષુપ્ત મનમાં જાય છે. માટે જીવનભર ક્યારેય લેશ્યા બગાડવા જેવી નથી. પ.પૂ. લબ્ધિસૂરિ મહારાજ ૧૦ દિવસ છેલ્લે બેભાન રહ્યા હતા. ડૉક્ટરો સ્ટેથોસ્કોપથી તપાસતાં હતા. ત્યારે અંદરથી અરિહંત – અરિહંતનો નાદ સંભળાતો હતો. શ્વાસોચ્છ્વાસની સાથે વણાયેલો નાદ સદ્ગતિને સધ્ધર કરે છે. એમનામાં મોટામાં મોટો ગુણ હતો...જે ગુણાનુરાગ હતો. આ ગુણ પરાકાષ્ઠાનો હોવાના કારણે તેમને કોઈ દુર્જન જ દેખાય નહીં, બધાના ગુણો જ દેખાય..આવી ટેવ પાડવા જેવી ખરી.. — = તેઓ રોજ એક શ્લોક બનાવતા. છેલ્લા શ્વાસ સુધીની અપ્રમત્તતા દાદ માંગી લે તેવી છે. મૃત્યુની શય્યા ઉપર પણ નીચેના શ્લોકાર્થવાળો શ્લોક તેમણે બનાવ્યો છે. ‘જો આજે આ પરમાત્માનું શાસન ન પામ્યો હોત તો હું ક્યાં હોત ?'' પૂજ્યશ્રીના ચૈતન્યમય ઉપયોગમાં ગુણાનુરાગ એટલો ઘૂંટાયેલો કે દોષદૃષ્ટિનું અસ્તિત્વ નામશેષ થઈ ગયેલ. સારું જીવન જીવવાનું ફળ જીવતાં જેટલું છે, તેના કરતાં મૃત્યુ સમયે વધારે છે. કારણકે મૃત્યુ સમયે તેનો સરવાળો થશે. જીવનભર શુભ લેશ્યાઓ ઘૂંટી હશે તો મૃત્યુ સમયે તે કામ આવશે. અર્થના કીડાએ જીવનભર અશુભલેશ્યાઓ ઘૂંટી હશે ને મન બગાડ્યું હશે તો મૃત્યુ સમયે તેનો જવાબ આપવો પડશે. મતિ પ્રમાણે ગતિ થનાર છે. અચરમાવર્ત એ ધર્મ પામવા માટેનો બાલ્યકાળ છે માટે ત્યાં ધર્મઔષધ _2010_05 Page #48 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય – વ્યવહારની પરસ્પર પૂરકતા ૨૫ કામ કરતું નથી. ચરમાવર્ત ધર્મ પામવા માટેનો યૌવનકાળ છે માટે ત્યાં ધર્મઔષધ કામ કરે છે. ચરમાવર્તવર્તી ભવ્ય જીવ દુષ્કતગ, સુકૃતાનુમોદના અને અરિહંતાદિના શરણથી તથાભવ્યતાનો પરિપાક કરવા વડે મોક્ષની નિકટ જઈ શકે છે. અચરમાવર્ત “મરવા' જેવો કાળ છે. ચરમાવર્ત “કાચી કેરી” જેવો કાળ છે. કાળ પછી કર્મની બલવત્તરતા તપાસવી પડે છે. ચરમાવર્તમાં પણ જેઓ ભારે કર્મી છે તેઓને શાસન મળતું નથી. કર્મલઘુતાથી શુભ, પુષ્ટ નિમિત્ત મળે છે. દેવ-ગુરુના ઉપદેશને ઝીલ્યા પછી જીવ પુરુષાર્થને યોગ્ય બને છે. એટલે આ પ્રમાણે વિકાસ થાય છે. ભવિતવ્યતા - : નિગોદમાંથી નીકળ્યા સ્વભાવ – : ભવ્ય છો. કાળ : ચરમાવર્ત આવે, કર્મલઘુતા – : દેવ-ગુરુનો સુયોગ મળે. પુરુષાર્થ : જ્ઞાનનો યજ્ઞ માંડવા જેવો છે. એવું ન લાગે તો તે દુબુદ્ધિ છે એના જેવું દુર્ભાગ્ય એકે નથી. વીર્યનો સદુપયોગ કરવો એ જ ઉત્કૃષ્ટ પ્રભુભક્તિ છે. જેણે પોતાનાં મન અને બુદ્ધિ પરમાત્માને સમર્પિત કર્યા છે – તેનું બધું સફળ છે. તેણે પરમાત્માની સાચી ઉપાસના કરી છે. જગતમાં આત્માથી વધારે કોઈ મહાન નથી. બીજા જીવો કરતાં વિશિષ્ટકોટિના તથાભવ્યત્વના બળે પ્રભુનો આત્મા વરબોધિ પામે છે અને તે વરબોધિના કારણે અહંદુવાત્સલ્યાદિ ૨૦ સ્થાનક તપની આરાધના કરવા દ્વારા પ્રભુ તીર્થકર નામકર્મની નિકાચના કરે છે અને તેના રસોઇયે જગતમાં શાસનનું નાવડું વહેતું મૂકે છે. બીજા આત્માઓ સાવદ્યાચાર્યની જેમ તીર્થકર નામકર્મ બાંધી શકે છે. પણ નિકાચિત ન કરી શકે. નિકાચિત કરવા માટે ઉપાદાનની વિશેષ યોગ્યતા અપેક્ષિત છે. વીશસ્થાનક તપ તો નિમિત્ત છે. વરબોધિમાંથી નીકળેલા ઉપાદાનની ભાવકરુણાથી વાસિત થયેલી મૈત્રીભાવની પરાકાષ્ઠા – એ તીર્થંકર નામકર્મ નિકાચિત કરાવે છે. પાંચ સમવાય કારણોને જાણ્યા પછી ગુણ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાનો છે. “ભવિતવ્યતા” તત્ત્વને સ્વીકારીને “નિરીહતા કેળવવાની છે. સ્વભાવ'ના આલંબને સમતા, કાળના આલંબને ધીરજ, કર્મના આલંબને સુકૃતનો પક્ષ, અને પુરુષાર્થના આલંબને અપ્રમતપણે રત્નત્રયીમાં વીર્ય ફોરવીને સાધના કરવાની છે. 2010_05 Page #49 -------------------------------------------------------------------------- ________________ સર્વ તીર્થકરોની જનની કરુણા જિનોત્તમ એ વિશેષણ દ્વારા પ્રભુની કર્મકાય એટલે પરોપકાર સાધવાની અવસ્થાનું વર્ણન કરે છે. કર્મકાય અવસ્થાની પહેલાં ધર્મકાય અવસ્થા આવે જ છે. (૧) શુદ્ધિ = આત્મા પર લાગેલા કર્મની નિર્જરા, એ જ સાચો ધર્મ છે. (૨) પુષ્ટિ = પુણ્યાનુબંધી પુણ્ય....એ આજ્ઞાપૂર્વકના પાલનથી થાય. અજ્ઞાન – મોહ – ઘાતી કર્મો એ આત્માના પ્રખર શત્રુ છે. એણે આત્માના અનંત આનંદને ઝૂંટવી લીધો છે. આપણે પ્રભઆજ્ઞાનું પાલન ઓઘથી કરીએ છીએ જ્યાં સુધી ઘાતકર્મરૂપ શત્રુ ઉપર પ્રહાર ન થાય ત્યાં સુધી વાસ્તવિક ધર્મ ન કહેવાય. આપણને સામાન્ય કક્ષાનું પુણ્ય બંધાય છે. અને નિર્જરા પણ અત્યંત મામુલી થાય છે. નિર્જરા = કર્મનું ખરી જવું. આશય – ઉપયોગ – લક્ષ્ય જ્યાં સુધી સ્વચ્છ નથી ત્યાં સુધી આત્મશુદ્ધિ થતી નથી. આશયથી આગળ લક્ષ્ય આવે છે. લક્ષ્ય એટલે જેમાં આશય પકડાયેલો રહે. જગતમાં આગળ વધવા માટે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે. જરૂરી છે. વ્યવહારનયે પુણ્યાનુબંધી પુણ્ય એ મોક્ષમાર્ગ છે. નિશ્ચયનયે તો બેડી એ બેડી જ છે. સોનાની હોય કે લોખંડની હોય નિશ્ચય નયે એ બેડી છે. આખરે કર્મ એ કર્મ જ છે. પછી એ શુભ હોય કે અશુભ હોય, કર્મનું કામ આખરે તો સ્વરૂપને ઢાંકવાનું જ છે. પુણ્યાનુબંધી પુણ્ય એ ઉપાદેય છે. કારણ કે પુણ્યાનુબંધી પુણ્ય સારા સંસ્કારવાળું પુણ્ય છે. તેના ઉદયે દાન – શીલ – તપ - ત્યાગ – ભાવ – ક્ષમા – સહાનુભૂતિ – પરોપકાર વગેરે દૈવી ગુણો ખીલી ઊઠે છે. જીવ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયકાળમાં સંસારને કાપતો કાપતો આગળ વધે છે. રાગાદિ પરિણતિને, રાગાદિ પરિબળોને તોડતો તોડતો આગળ વધે છે. આ રીતે ધર્મનું પાલન કરવાનું છે. ભગવાને આ રીતે ધર્મ કર્યો. તેથી કર્મો ખપ્યાં અને પુણ્ય પરાકાષ્ઠાનું ખીલી ઊઠ્યું. જીવોમાં ભવ્ય આદિ સ્વભાવ પડેલા જ છે. ભવ્ય = જેમાં મોક્ષે જવાની યોગ્યતા છે તે ભવ્ય. અભવ્ય = જેમાં મોક્ષે જવાની યોગ્યતા નથી તે અભવ્ય. જાતિ ભવ્ય = ભવ્ય સ્વભાવ હોવા છતાં પણ બિચારા સૂક્ષ્મ નિગોદમાં અનાદિકાળથી જ પડેલા છે. અને અનંતકાળ સુધી ત્યાં રહેવાના છે. ત્યાંથી તેઓ કદી બહાર નીકળવાના જ નથી તે જાતિભવ્ય. જાતિભવ્ય એટલે જો ત્યાંથી બહાર નીકળે તો અવશ્ય મોક્ષે જાત. એટલે કે ત્યાંથી નીકળવાના જ નથી. આથી હવે જે ભવ્યો છે અને જે પ્રત્યેકપણું પામશે તે બધા જ મોક્ષે જવાના...હું ભવ્ય છું કે અભવ્ય ? એવી શંકા જેને થાય તેને જ્ઞાનીઓ 2010_05 Page #50 -------------------------------------------------------------------------- ________________ સર્વ તીર્થકરોની જનની કરુણા નિયમા ભવ્ય કહે છે. અભવ્યને હું ભવ્ય છું કે અભવ્ય ? એવી શંકા જ નથી થતી....આપણને દયા આવે કે બિચારા અભવ્ય જીવો સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરશે. ક્યારે પણ મોક્ષ નહીં ? તે કહે છે - મારી શું કામ ચિંતા કરો છો ? મારે મોક્ષે જવું જ નથી. “જે આત્માને સંસારસુખ અંશે પણ ખરાબ લાગે અને આત્માનો ગુણ - એક પણ સારો લાગે તે અવશ્ય ભવ્ય.તે અવશ્ય મોક્ષે જશે જ. બીજાના અન્યાયને સહન કરતાં કરતાં અનંતા મોક્ષે ગયા છે. પણ બીજાને અન્યાય કરીને એક પણ આત્મા મોક્ષે ગયો નથી. negative approach, નિષેધાત્મક દૃષ્ટિ, દોષદષ્ટિ, ખંડનાત્મક શૈલી એ કંઈ અધ્યાત્મનો માર્ગ છે ? ના નથી જ. એ તો અધ્યાત્મ માટે તાલપુટ વિષ સમાન છે. ક્યારે પણ મોક્ષ ન આપે.... જુઓ...૧૧ ગણધર ભગવંતો..દરેકને એકેક સંદેહ હતો. છતાં બધા પોતાને સર્વજ્ઞ માનતાં હતા....એ ૧૧ ગણધરને પરમાત્માએ શું કહ્યું ? અધ્યાત્મની શૈલી જુઓ – તારા વેદ ખોટા છે એમ ન કહ્યું, તારા વેદ સાચા છે, તારા વેદ પૂર્ણ છે એમ પણ ન કહ્યું, તમે ખોટા છો એમ પણ ન કહ્યું. પણ વેદની પંક્તિને તું જે રીતે લગાડવી જોઈએ તે રીતે લગાડતો નથી. માટે સંશય થયો છે. પણ જો એ પંક્તિઓને આમ નહીં પણ આમ લગાડ...ભગવાને કશું જ કર્યું નથી. પણ સ્યાદ્વાદષ્ટિ જ ભગવાને આપી છે. અનેકાન્ત દૃષ્ટિ જ ભગવાને આપી છે. એનાથી સંશય ટળી ગયો. મિથ્યાત્વ ગયું. અહં ઓગળી ગયો. અધ્યાત્મ એ પૂરક પદ્ધતિ છે, પ્રેમ અને વાત્સલ્યની પદ્ધતિ છે. જીવને ઉપર લઈ જવા માટે પ્રેમ અને વાત્સલ્યનો માર્ગ જ કામ લાગે. આપણાથી કોઈને ક્યાંય અન્યાય ન થઈ જાય તેનો સાધકે પૂર્ણ ખ્યાલ રાખવો. આપણી માન્યતાને દઢીભૂત એવી ન કરો કે જેથી બીજાને અન્યાય થઈ જાય. એક અનુયાયી તેના ઈસુ ભગવાનને કહે છે કે, “મેં મારા શત્રુને સાત-સાત વાર ક્ષમા આપી., હવે શું કરું ? કેટલી વાર આપું ?' ઈસુએ કહ્યું કે, “૭ વાર નહીં પણ ૭ ૮ ૧૦ = ૭૦ વાર ક્ષમા આપ કારણકે ક્ષમા એ આત્માનો ગુણ છે.” તે સાધકે જીવનમાં ક્ષમાગુણ અપનાવ્યો. છેલ્લે મરતાં મરતાં પણ એ શું બોલે છે તે જુઓ, “હે પ્રભો ! હે પરમાત્મા ! તું આ બધાને માફ કરજે. કારણ કે એ બધા અજ્ઞાની છે. તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે ? જો “હું જે કરીશ તેના ફળને હું અવશ્ય પામીશ.” એવી શ્રદ્ધા તેમનામાં હોત તો તેઓ આવાં અકાર્યો ન કરત. ક્ષમા હૃદયથી ગમી છે તેનો આ પુરાવો જેને વિષય–કષાય જનિત સુખ અંશથી પણ ખરાબ લાગે એ સુખમાં 2010_05 Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ અંશે પણ ત્રાસ લાગે. વિડંબણા લાગે અને આત્માના ગુણો સારા લાગે, અંશે પણ ગમી જાય - તે ભવ્ય કહેવાય. તેને મોક્ષની આંશિક રુચિ છે. અને તે અવશ્ય મોક્ષગામી છે. મગરોલિયો કહે છે કે પુષ્પરાવર્તની તાકાત ગમે તેટલી હોય પણ હું ભીંજાઉં તેમ નથી. પછી તો પુષ્કરાવર્ત મેઘ ખૂબ વરસ્યો. ધોધમાર સતત મુશળધાર વરસ્યો. ગામનાં ગામ તારાજ કરી નાખ્યાં. મગશેલ તો ક્યાંય ભરાઈ ગયો. થોડા દિવસે વરસાદ બંધ થયો. સૂર્ય પ્રકાશિત થયો. બધું સુકાઈ ગયું. મગશેલીઓ બહાર નીકળ્યો, બોલ્યો કે, આટલા બધાનો નાશ કરનારો તું મને ભીંજવી ન શક્યો. આમાં મગશેલીઆની અયોગ્યતા છે. તે જ રીતે કોયડા મગમાં પણ અયોગ્યતા પડેલી છે બધા મગ વિક્ષિત્તિ પામે એટલે પોચા થાય, સીઝી જાય, પણ કોયડા મગને સીઝવાની વાત કેવી ? વઘારનો લેપ પણ તેને લાગી શકતો નથી. એમ અભવ્ય વંધ્યા જેવો છે. પુત્રજન્મની યોગ્યતા જ નથી, જાતિ ભવ્ય વિધવા સમાન છે જ્યાં પુત્રજન્મની યોગ્યતા છે પણ સામગ્રીના અભાવે માતૃત્વ પ્રાપ્ત થતું નથી. તેમ અભવ્યને ગમે તેટલી બાહ્ય સામગ્રી મળે છતાં તેના બળે જે અત્યંતર પરિણમન થવું જોઈએ, તે થતું નથી માટે મોક્ષરૂપ ફળ ન મળે. અભવ્ય અને દુર્ભવ્ય બન્ને સરખા જેવા છે કારણ કે બન્નેને મોક્ષની ઇચ્છા થતી નથી પણ ફેર એટલો છે કે દુર્ભવ્યને ચરમાવર્તકાળ આવશે અને ત્યારે ઈચ્છા થશે. એવી ભવ્યત્વ સ્વભાવની યોગ્યતા બેઠેલી છે. અને અભવ્યનો સ્વભાવ જ મોક્ષની ઇચ્છા પ્રત્યે પ્રતિબંધક હોવાથી તેને કોઈ કાળે મોક્ષની ઇચ્છા થશે નહીં. ભવ્યત્વ સરખું હોવા છતાં બધા જીવો એકસાથે મોક્ષે જતા નથી તેમાં કારણ તેની તથાભવ્યતા છે. આપણે પણ મોક્ષે જતાં નથી તેમાં કારણ આપણું તથાભવ્યત્વ પણ જુદું જુદું છે. કોણ કેવી રીતે મોક્ષે જશે એ જ્ઞાનીન વિષય છે. તથાભવ્યત્વ અચરમાવર્તિમાં નિષ્ક્રિય છે, સક્રિય નથી. અચરમાવર્તકાળમાં તથાભવ્યત્વનો કોઈ વિકાસ થતો નથી. તે એવું ને એવું જ પડ્યું રહે છે. મરવો (કેરી) તોડીને પકાવો તો પાડી શકે ? ના, ઘાસમાં મૂકવા વિગેરે બધા પુરુષાર્થ કરવા છતાં પણ નિષ્ફળ જાય. ત્યાં તથાભવ્યત્વ વિકસિત કરી શકાતું નથી. એમ અચરમાવર્તકાળ જ એવો છે કે જ્યાં ધર્મનો પુરુષાર્થ થાય જ નહીં. ધર્મની ક્રિયા દેખાય, પણ વિકાસ ન થાય. ત્યાં આત્મતત્ત્વ ગમતું જ નથી. અભવ્ય નવ પૂર્વ ભણે, પણ તે અજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે. સંસારનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, જાણે છે, સમજે છે, બીજા ઘણાને સમજાવે છે. એનાથી અનેક આત્મા મોક્ષ પણ પામે છે છતાં એ આત્માને આ સ્વરૂપ સ્પર્શતું જ નથી. પોતે કોરો ધાકોર રહે છે. વિષય-કષાય વિનાનું, 2010_05 Page #52 -------------------------------------------------------------------------- ________________ સર્વ તીર્થંકરોની જનની કરુણા અતીંદ્રિયસુખ હોઈ શકે છે, એ વાત જ એના મનમાં બેસતી નથી એટલે જ્ઞાનાવરણીય કર્મનો ગમે તેટલો ક્ષયોપશમ હોય તો પણ તે મોહનીય કર્મના ઉદયથી અનુવિદ્ધ હોવાથી તેને શ્રદ્ધા જ થતી નથી અને તેથી જ તેને અજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ સમજવો. જેને પણ મોક્ષની વાસ્તવિક ઇચ્છા હશે તેને વિષયસુખમાં મજૂરી, ગુલામી, ત્રાસ, વિડંબના દેખાતી હશે. જો એ નથી દેખાતું તો એ જ મૂર્ખતા નાલેશી આત્માનો અપકર્ષ જ છે, આત્માનો ઉત્કર્ષ છે જ મોક્ષની ઇચ્છા થાય છે. તે પહેલાં મોક્ષની ઇચ્છા થતી નથી. મૂઢતા છે. વિષય સુખમાં નહી, આવું દેખાય ત્યારે - ૨૯ ચિંતનમાંથી ચિનગારી ફૂટે છે. ચિંતન જ નથી આવડતું તો નાના બાળકની જેમ ઘૂંટ્યા કરો. ચિતા મડદાને બાળે, ચિંતા જીવતાને બાળે અને ચિંતન એ કર્મોને, દોષોને, પાપોને બાળે, એનાથી જ્ઞાતા થાય છે અને કર્રા ભોક્તા ભાવ ઘટે છે. આ જગતને જોયા કરો, દ્રષ્ટા ભાવ પ્રાપ્ત તેના દૃષ્ટા બનો તો પણ તમે મોક્ષમાર્ગી છો. આપણે જગતને મોહદૃષ્ટિથી જોઈએ છીએ એને બદલે જગતને જ્ઞાનીની દૃષ્ટિથી જોતાં સંવેગ અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. માટે જ તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિ મહારાજ જણાવે છે કે, ‘બાળાવવમાવો ઘસંવેવૈરાયાર્થ પરમાત્માનું તથાભવ્યત્વ વિશિષ્ટ કોટીનું છે અને તેથી જ પરમાત્માના સમ્યક્ત્વને બોધિને, વરબોધિ કહેવાય છે. બીજાના સમ્યક્ત્વને બોધિ કહેવાય છે. આવો ભેદ કેમ ? જ્યાં કાર્યભેદ થયો ત્યાં કારણભેદ અવશ્ય મૂકવો જ પડે. અને જ્યાં કારણ પ્રત્યક્ષ ન દેખાય ત્યાં કારણ અદૃશ્ય છે એ માનવું જ પડે. બે જોડિયાં બાળક જન્મે છે ત્યાં માતાનું રુધિર, પિતાનું વીર્ય, માતાના પેટમાં વૃદ્ધિ પામવાનો કાળ, માતાના મનના ભાવો, સંસ્કાર, અંદરનાં તત્ત્વો જે કાંઈ મળે છે તે બે ય બાળકને સરખાં જ મળ્યાં છે. બે બાળકનો જન્મ સાથે થાય છે, છતાં તેમાંથી એક બુદ્ધિમાન, બીજો બુદ્ધ, એક ક્ષમાશીલ, બીજો ક્રોધી, એક નિરોગી બીજો રોગી આવો ફરક કેમ ? પ્રત્યક્ષ દેખાતાં નિમિત્ત કારણોમાં કોઈ ભેદ નથી છતાં ભેદ કેમ પડ્યો ? કારણ શું ? ઉત્તર : બન્ને આત્મા સ્વતંત્ર છે, બંને પૂર્વભવમાં જુદા હતા અને એ પૂર્વના સંસ્કારો સાથે લઈને આવ્યા છે, માટે ફળમાં આજે ભેદ દેખાય છે. આ રીતે પૂર્વભવ પરલોક, પુણ્ય પાપની સિદ્ધિ થાય છે. વરબોધિ અને બોધિમાં ભેદ પડ્યો તેમાં કારણ તથાભવ્યત્વ જ છે. એ આત્મા વિકાસ પામે, ઉત્તરોત્તર વિકાસની શ્રેણિએ ચડે છે ત્યારે તે વરબોધિ પામે છે. અને બીજા આત્મા બોધિ પામે છે. 2010_05 Page #53 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ વીશ સ્થાનકનાં ૨૦ પદો છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાયાદિ આ સ્થાનકોની દ્રવ્યથી અને ભાવથી એમ બે રીતે આરાધના કરવાની છે. અરિહંતો આ પદોની આરાધના કરે છે. અને તીર્થંકર નામ નિકાચિત કરે છે. અરિહંતાદિ ૨૦ પદોની ઉપવાસ, ક્રિયા, કાઉસ્સગ્ગ, ખમાસમણ વગેરે આરાધના કરવી તે દ્રવ્ય આરાધના છે, તીર્થકર નામકર્મ નિકાચિત કરવા બીજું પણ જોઈએ છે. અરિહંત પ્રત્યે વાત્સલ્ય, ભક્તિ, ઝુકાવ હોવો...આવી રીતે એક સ્થાનક યાવત્ વીશસ્થાનકની આરાધના કરતાં તીર્થંકર નામ કર્મ બાંધે છે. પરમાત્મા પ્રત્યે વાત્સલ્ય સમજવા શ્રેણિકને જુઓ - એણે દ્રવ્ય આરાધના એક પણ નથી કરી. નવકારશીનું પચ્ચકખાણ પણ એ કરી શકતા નહોતા. એનામાં રહેલું ઝળહળતું સમ્યકત્વ – ક્ષાયિક સમ્યકત્વ એ જ પ્રતિપળ એની અંદરથી ભાવ આરાધના છે. પ્રતિપળ એનું મન અંદરથી ત્રાસિત છે. મતિજ્ઞાનમાં ઉપયોગમાં ભગવાન મહાવીર સિવાય કોઈને સ્થાપિત કર્યા નથી. ન કુટુંબ, ન કાયા, ન પત્ની, ન પરિવાર....બસ પરમાત્મા ક્યાં વિચરે છે ? શું કરે છે ? શું કરે છે ? ચોવીસે કલાક પરમાત્માને ઉપયોગમાં ઘૂંટે છે. એ ઘૂંટાવાથી વીતરાગતા ઉપયોગમાં ઘૂંટાય છે એથી રાગાદિ ઊભા રહી શકતા નથી. અવિનાશી મળ્યા પછી, અવિનાશીને ઓળખ્યા પછી વિનાશી ચીજ હૃદયમાં ટકે ખરી ?, ટકતી નથી કે ટકાવવી નથી ? અભવ્યને અંદરમાં વિનાશીની જ રમણતા હોય. અભવ્ય પાસે તપ - ત્યાગ વગેરે ઊંચી કોટિના છે. સંયમનું નિરતિચાર પાલન છે. કાયયોગ આટલો સુંદર હોવા છતાં બિચારો સંસારનો અંત લાવી શકતો નથી. કેમ ? અંદરમાં વિષયસુખની અસારતાને સ્પર્શી શકતો નથી. વિષય સુખની અસારતા સ્પર્શે તો જ નિશ્ચયથી જૈનત્વ છે. સંસારનું ઊંચામાં ઊંચુ સુખ ત્યાગીને જ મળી શકે છે. નવમા કૈવેયકના સુખ ચારિત્રથી મળે છે. આ વચન સાંભળે, ને એને સ્પર્શી જાય છે. માટે અભવ્યને વ્યવહારથી ચારિત્રનું પાલન છે. વૈષયિક સુખની રુચિ મતિજ્ઞાનની પરિણતિમાં પડેલી છે. તાણાવાણાની જેમ વણાઈ ગયેલી છે. રાગાદિની તન્મયતા, રાગાદિની તીવ્રતા એકમેકતા, એ ગ્રન્થી છે. રાગની પરિણતિ તોડવાની છે. કેવળજ્ઞાન લક્ષ્ય છે. વીતરાગતા સાધ્ય છે. કેવળજ્ઞાન પૂર્ણ છે. સ્વાધીન છે, અવિનાશી છે, તમારે સંસારીને ગૃહસ્થને સાધ્ય પૈસો છે. લક્ષ્ય સુખ છે, સુખ પૈસા વિના મળતું નથી, સુખ અંતિમ લક્ષ છે, માટે પૈસાને સાધ્ય બનાવ્યો છે, પૈસા આવ્યા પછી સુખ દૂર નથી. પૂર્ણજ્ઞાન, પૂર્ણઆનંદ લક્ષ્ય છે. સાધ્ય વીતરાગતા છે. એક રાજા છે. તે ૨૫ વર્ષે એક કન્યાને પરણ્યો, ૩૦ વર્ષે બીજી કન્યાને પરણ્યો, ૩૨ વર્ષે ત્રીજી કન્યાને પરણ્યો એમ ૪૫ વર્ષે ૭ કન્યાને 2010_05 Page #54 -------------------------------------------------------------------------- ________________ સર્વ તીર્થકરોની જનની કરુણા ૩૧ પરણ્યો. અને ૫૦ વર્ષે રાજા મરી ગયો તો તેની સાતે પત્નીઓ સાથે રડે કે વારાફરતી ? એમ જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મની પ્રકૃતિ મોહરાજાની રાણીઓ છે, મોહરાજા મરે એટલે બાકીની રાંડે. પ્રસ્તુત દૃષ્ટાંત મોહ ગયા પછી બાકીની ત્રણ પ્રકૃતિ નિર્બળ બની જાય છે એટલા અર્થમાં જ છે. બારમા ગુણઠાણે વીતરાગતા આવે ત્યારે કયું જ્ઞાન છે ? મતિજ્ઞાન. સાધનામાં એક ફેક્ટર પહેલાં આવે. સાધના મતિજ્ઞાન છે ત્યાં સુધી છે. મતિજ્ઞાનમાં વીતરાગતા આવી એટલે સાધના પૂરી થાય છે. મતિજ્ઞાનમાં પૂર્ણતા ન આવી શકે, મતિજ્ઞાનમાં સ્વાધીનતા ન આવી શકે, મતિજ્ઞાનમાં અવિનાશિતા ન આવી શકે. મતિજ્ઞાનમાં વીતરાગતા જ આવી શકે છે. એ વીતરાગતા કેવળજ્ઞાનમાં પણ હોય છે. મતિજ્ઞાનમાં રાગ રહી શકે છે, મતિજ્ઞાનમાં વૈરાગ્ય રહી શકે છે, મતિજ્ઞાનમાં વીતરાગતા પણ રહી શકે છે આ મતિજ્ઞાનની વિશેષતા છે. મતિજ્ઞાનમાં આજે તમે વૈરાગ્ય લાવો તો વીતરાગતા આવી શકે. વૈરાગ્ય વિના વીતરાગતા આવે નહીં રાગી મરી જાય, રાગી તૂટી જાય તોય વીતરાગતા પામે જ નહીં. વૈરાગ્ય વચમાં લાવવો જ પડે. બારમા ને તેરમાં ગુણસ્થાનકનું અંતર કેટલું ? બહુ ઓછું. જેમ ડો. કહે પલ્સ ગઈ અને ગયો. એમાં જેટલું અંતર, તેટલું બારમા અને તેરમા ગુણસ્થાનક વચ્ચે અંતર છે. સાધના વીતરાગ થવા માટે છે. કેવળજ્ઞાન પામવા માટે કોઈ સાધના કરવાની નથી. વરબોધિમાંથી અરિહંત વાત્સલ્ય પ્રાપ્ત થાય છે. શ્રેણિકને પરમાત્માનો રાગ-વાત્સલ્ય કેટલું હશે ? જે શ્રેણિક, ચેલણા માટે રત્નકંબલ ન લઈ શકે અને ભગવાનના સમાચાર આપનારને મુગુટ સિવાય બધું આપી દે એવું અનુપમ વાત્સલ્ય તીર્થકરના જીવને હોય છે. સુલતાને પણ પરમાત્મા પ્રત્યે અનુપમ ભક્તિ હતી. અંબડ આખી દુનિયાને છેતરી શક્યો પણ તુલસા કહે કે પચ્ચીસમો તીર્થકર છે જ નહીં. તીર્થંકર પ્રભુ બિરાજમાન હોય તો મારા રોમરાજી વિકસ્વર થયા વિના રહે જ નહિ ! અરિહંતના આત્મા જોડે કેટલું ઉચ્ચ અભેદ પ્રણિધાન હશે કે ખુમારીથી એણે સમવસરણના બનાવટી દેશ્યનો પણ ઇન્કાર કર્યો. આ જગતમાં ઘણાં ઊંચા તત્ત્વો છે એના પ્રત્યે ભક્તિ – આદરભાવ એ મોક્ષ આપે છે. કદાચ જ્ઞાન ઓછું ચાલે, તપ – સંયમ પણ શક્તિના અભાવે ઓછાં ચાલે પણ ભક્તિ – સમર્પણ – આદર – બહુમાન ઓછું ન જ ચાલે. જીવને પોતાના વિચાર, બુદ્ધિ, ઇચ્છા ઉપર જેટલો રાગ છે એવો રાગ પત્ની ઉપર પણ નથી. કાલે તમારી પત્ની તમારું કહ્યું ન માને તો શું થાય ? સામાન્યથી જીવોને કર્મથી લાદેલી ફરજ જ યાદ આવે છે, કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતી ફરજ યાદ નથી રહેતી. માતા-પિતાનો ઉપકાર સો 2010_05 Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ટકા છે. તે સિવાય ઘણાના ઉપકાર નીચે તમે રહો છો પણ કોના પ્રત્યેની ફરજ અદા કરો છો ? નરક - નિગોદના ખાડામાં ન જતાં અહીં માનવભવ સુધી તમને કોણ લાવ્યું ? માતા-પિતા સુધી કોણ લાવ્યું ? આ ઉપકાર પરમાત્માનો છે. જે શેઠની ચિઠ્ઠીથી નોકરી મળે તો કોનો ઉપકાર - શેઠનો કે ચિઠ્ઠીનો ? ચિઠ્ઠીને પકડી રાખે અને શેઠને ભૂલી જાય તે ન ચાલે. આજે તમને પરમાત્માનો ઉપકાર દેખાતો નથી અને ચારિત્રની લેવાની વાત આવે તો તે વખતે માતા-પિતાનો ઉપકાર પકડી રાખો છો એ ઉચિત નથી જે પદની આરાધના કરો છો, તેના પ્રત્યે વાત્સલ્ય પ્રેમ - ભક્તિ - આદર બહુમાન ન હોય તો તે પદ ભાવથી આરાધ્યું ન કહેવાય, મનોયોગની સાધના સૌથી દુષ્કર છે. કાયયોગની આરાધના ને વચનયોગની આરાધના અપેક્ષાએ હજી સહેલી છે. પણ તેમાં રુચિ ભળે, અને મનોયોગમાં પ્રભુના આકારો બન્યા કરે એ અઘરું છે. અક્રમ કરવો સહેલો છે. એના કરતાં ત્રણ દિવસ સંપૂર્ણ મૌન પાળવું અઘરું છે. અને એના કરતાં પણ ત્રણ દિવસ મતિજ્ઞાનના ઉપયોગમાં અશુભ વિકલ્પ જ ન કરવાં અને શુભ વિકલ્પો જ કરી આગળ વધવું. એ કઠિન છે. આ વ્યવહારચારિત્ર છે અને મતિજ્ઞાનના ઉપયોગમાંથી અશુભ વિકલ્પ કાઢી, શુભવિકલ્પમાં આવી અંતે શુભ વિકલ્પમાંથી પણ બહાર નીકળી નિર્વિકલ્પક ઉપયોગમાં આવવું તે નિશ્ચય ચારિત્ર છે. વ્યવહારથી ચારિત્ર અશુભ પ્રવૃત્તિમાંથી શુભ પ્રવૃત્તિમાં આવવું તે છે. નિશ્ચયથી ચારિત્ર નિર્વિકલ્પક દશામાં છે. આ ઉપયોગચારિત્ર છે. પ્રશ્ન : અરિહંતવાત્સલ્યાદિ આરાધના તો ઘણા જીવો કરે છે તો બધાને તીર્થંકર નામકર્મ કેમ બંધાતું નથી ? ઉત્તર : મૈત્રી આદિ ભાવો સામાન્યથી તો બધામાં આવી શકે છે પણ તીર્થંકરના જીવોની અરિહંતવાત્સલ્યાદિ સાથે જગતના જીવો પર જે ભાવકરુણા આવે છે, તેવી કરુણા બીજાને સહજ રીતે પ્રાપ્ત થતી નથી. એમના વરબોધિમાં જ તેવી કરણ લાવવાની શક્તિ છે. કરુણા = બધાનાં દુઃખો દૂર થાઓ, સર્વ સુખી થાઓ, માત્ર આટલું જ નથી. પણ પરદુઃખ વિનાશી એવી કરુણાની સાથે પરદુ:ખને પ્રયાણ કરવાની ઇચ્છા, બીજાનાં દુ:ખોને દૂર કરવાનો સંકલ્પ કરવારૂપ કરુણા તેમને હોય છે. આપવાનું મન જ ન થાય તે કઠોરતા. કડ અપાય નહીં તે પણતા. * આપી દેવાય તે ઉદારતા. - આપ્યા વિના રહી ન શકાય તે કોમળતા. 2010_05 Page #56 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારોની સરવાણી તીર્થકર નામકર્મનો પ્રદેશોદય તીર્થંકરનામકર્મના બંધ પછી અંતર્મુહૂર્ત શરૂ થાય છે અને તીર્થંકર નામકર્મનો રસોદય કેવળજ્ઞાન પછી તરત જ ઉદયમાં આવે છે. પરમાત્મા જન્મે ત્યારે ચારે બાજુ, ચૌદ રાજલોકમાં સર્વત્ર આનંદ આનંદ થાય છે. હું અને તમે જન્મ્યા ત્યારે કોઈને આનંદ થયો નથી. જેવો ભાવ હોય છે તેવો પ્રતિભાવ મળે છે. તમે કોઈનું હિત ન કરો, કોઈની ચિંતા ન કરો તો ભવાંતરમાં કોઈ તરફથી કોઈ પણ લાભ થવાની શક્યતા રહેતી નથી. પૂર્વમાં નાંખેલું બીજ – દલિકો પ્રદેશથી ઉદયમાં આવેલા છે. નિકટમાં રસોદય છે તે વખતે બધાના હૃદયમાં પરમાત્મા પરમાત્મા થઈ રહ્યા છે. એક માતા બાળકને જન્મ આપે છે પછી તેની બધી કાળજી સતત રાખે છે તો તે બાળકના મનમાં માતા સ્થાન પામી જાય છે. એ પુત્ર માતાની બધી જ કાળજી રાખે છે. પરમાત્માનું ઉત્કૃષ્ટ પુણ્ય જગતને પોતાના તરફ ખેંચે છે. આજે પરમાત્મા વિદ્યમાન નથી પણ તેમનો ઉપદેશ આજે પણ વિદ્યમાન છે પરમાત્માનું સાક્ષાત્ સાન્નિધ્ય પરમાત્માના જવાથી જતું રહે છે પણ તેમનો ઉપદેશ એ પછીથી પણ રહે છે. આજે જમીનમાંથી વસ્તુપાળાદિની બનાવેલી પ્રભુની પ્રતિમાઓ નીકળતી જોવા મળે છે. પણ વસ્તુપાળ તેજપાળે ભોગવેલી કોઈ સામગ્રી આજે નીકળતી જોવા મળતી નથી. મૂર્તિઓમાં અવિનાશીપણાનો આરોપ કરવાથી જાણે મૂર્તિ જ કંઈક અવિનાશી બની ગઈ હોય તેમ લાગે છે. પરમાત્માનો ઉપદેશ, શાસ્ત્ર એ પરમાત્માનો અક્ષરદેહ છે પરમાત્માની મૂર્તિ, એ પરમાત્માનો પાર્થિવ દેહ છે એ આત્માના અશરીરીપણાના સ્વરૂપનો ખ્યાલ આપે છે. પરમાત્માનાં જેમ જેમ દર્શન કરતા જાવ તેમ તેમ પરમાત્માના સ્વરૂપનો ખ્યાલ આવે છે. પરમાત્માનાં દર્શન કરીને, પરમાત્માનો ઉપદેશ સાંભળીને, પરમાત્માનાં શાસ્ત્રો વાંચીને શું કરવાનું છે ? બધાનું આલંબન લઈને સંસારસાગર તરી જવાનો છે. નિર્વિકલ્પદશા પ્રાપ્ત કરીને શાંત - પ્રશાંત - ઉપશાંત દશા પ્રાપ્ત કરવાની છે. એ પ્રાપ્ત થાય તો ઉપદેશ સાંભળ્યો કહેવાય. સામગ્રીનું અધિકપણું એ સુખી થવાની નિશાની નથી. પણ ઓછી સામગ્રી દ્વારા જીવી શકાય અને અધિકની ઈચ્છા ન થવી એ સુખી થવાનો માર્ગ છે. એક સંતનું સુવાક્ય છે કે, “માનવીના લોભને ઠંડો કરવો હોય, ઠારવો 2010_05 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ હોય તો બે જ ઉપાય છે (૧) સંતોષ (૨) કબ્રસ્તાનની માટી આ બે ઉપાય સિવાય લોભ કદી ઠરતો નથી.' આત્માની અવિનાશી અવસ્થા વારંવાર યાદ કરવી જોઈએ. (૧) મિથ્યાદૃષ્ટિ : વિનાશી પદાર્થમાં ઠરે તે મિથ્યાદષ્ટિ. દેહ, ઇન્દ્રિય, શરીર, માન, પાન, ખ્યાતિ, પ્રતિષ્ઠામાં ઠરે તે મિથ્યાદૃષ્ટિ – (૨) સમ્યગ્દષ્ટિ – સ્વરૂપની અનુભૂતિ કરે. સ્વરૂપમાં ઠરે, પણ દેહાદિમાં (૩) સંત - આત્મામાં જે સ્થિરતા પામે તે સંત કહેવાય. સ્વરૂપની બહાર તેની સ્થિતિ મડદા જેવી હોય. સ્વરૂપની બહાર જેને આનંદ જ ન આવે. (૪) પરમાત્મા - સ્વરૂપમાં પરિપૂર્ણ ઠરી જાય, ક્યારે પણ સ્વરૂપની બહાર ન નીકળે અને સાદિ અનંત કાળ સુધી સ્વરૂપની એક સરખી અનુભૂતિ કરે છે. હંસની ચંચમાં ખટાશ તત્ત્વ છે તેનાથી દૂધ-પાણી જુદાં થઈ જાય છે. હંસ સાર રૂપ દૂધ પીએ છે અને અસારને દૂર કરે છે, વળી હંસની બીજી વિશેષતા એ છે કે તે પૃથ્વી પર ચાલી શકે છે, પાણીમાં તરી શકે છે, આકાશમાં ઊડી શકે છે. એમ સમ્યગ્દષ્ટિ – શાસનને પામેલા જીવને કર્મના ઉદયથી પદાર્થોનો ઉપભોગ કે ઉપયોગ કરવાનો આવે ત્યારે અલિપ્ત રહીને ભોગવી શકે છે. પરને ભોગવવું એ મારો સ્વભાવ નથી. મારે તો મારા સ્વરૂપનો ભોગ કરવો છે એ ખ્યાલ સાથે સૌમાં અને સૌથી અળગા રહેતાં શીખવું જોઈએ. કર્મના ઔદયિક ભાવ વખતે પણ ઉપયોગને વિષયોમાં ન જવા દેવો. પરસ્પૃહાને તોડવી હોય તો આત્મસ્વરૂપની અનુભૂતિ કરવી જોઈએ. જીવનો સ્વભાવ સુખનું વેદન કરવાનો છે. દુ:ખ ભોગવવું એ એના સ્વભાવમાં નથી. જીવને જો મૌલિક સુખ નહીં મળે તો શું કરશે ? કચરા જેવા વિષયમાં જઈને કચરા જેવાં સુખ ભોગવશે. કૂતરો જેમ કચરામાંથી ચાટી ચાટીને સ્વાદ - સુખ મેળવે છે તેમ અંતર્મુખ બની અંદરના સુખને નહીં અનુભવો તો કૂતરા જેવી દશા છે જ. પેલા ચંડકોશિયાને ધન્ય છે. પરમાત્મા મળ્યા એટલે એણે મુખ બહારથી અંદર નાંખી દીધું. પહેલાં તો પરમાત્માને ડંખ દીધો ને નિષ્ફળતા મળી એ જ આધ્યાત્મિક પુણ્યોદય અને અત્યાર સુધી બધાને ડંખ માર્યા ને જે સફળતા મળી એ જ આધ્યાત્મિક પાપોદય છે, પોતાની દૃષ્ટિથી બધા જીવો નાશ પામતા હતા. પરમાત્માને ડંખ કેમ ન લાગ્યો ? લોહી કેમ ન નીકળ્યું ? એમ ઊહાપોહ કરતાં વિવેકચક્ષુ મળે છે. 2010_05 Page #58 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારોની સરવાણી ૩૫ - રાગ, દ્વેષ, કષાયો એ ઝેર છે. જ્ઞાન ચેતનાને ઝેરી બનાવે છે, મૂર્શિત બનાવે છે. જેમ સાપનું ઝેર નિશ્ચન્ટ બનાવે છે, શરીરની કોઈ પ્રવૃત્તિ થતી નથી તેમ રાગદ્વેષથી આપણી ચેતના મૂછિત થાય છે એટલે અહીં વિવેકની પરિણતિ નષ્ટ થાય છે. અવિવેકજન્ય પ્રવૃત્તિ શરૂ થાય છે. એ જ મુડદાલ પ્રવૃત્તિ છે. વિવેક એ જ જીવન છે અને અવિવેક એ જ મૃત્યુ છે. સંસારમાં બહુ ટાયલાવેડા કરો છો. સંસારના પદાર્થોમાં બહુ પાગલ બનો છો આ અવિવેક છે. તમે ક્યા ક્ષેત્રમાં વિવેકથી રહો છો ? કષાયો વધારે તેમ અવિવેક વધારે. એની પ્રવૃત્તિ આત્માને અહિત કરનારી છે. પરમાત્માનું હૃદય મૈત્રી આદિ ભાવોથી ભરેલું છે. જગતની ગમે તેવી ખરાબમાં ખરાબ તાકાત, જગતની ગમે તેવી ખરાબમાં ખરાબ શક્તિઓ અતિશય પુણ્યશાળીને, અતિશય શુદ્ધિવાળાને લાગી. શકતી નથી. જંબૂસ્વામીને ત્યાં પ્રભવ ચોરી કરવા આવ્યો છે. વારંવાર પોતાની વિદ્યાનો પ્રયોગ કરે છે. (૧) અવસ્થાપિની વિદ્યા (૨) તાલોદ્ધાટિની..જંબૂને કિંઈ જ અસર થતી નથી. પ્રભવને થયું કે મારી પાસે બે વિદ્યા છે તેવી સામે એની પાસે પણ બે વિદ્યા લાગે છે. વિદ્યા માંગે છે કે મારી વિદ્યા લે અને તારી વિદ્યા મને આપ. પુણ્યશાલીને, જગતમાં ઉત્તમકોટિના આત્માઓને વિદ્યા વિ. કંઈ અસર કરતી નથી. કે. લાલના જાદુ મધ્યમકોટિના માણસોને અસર કરે પણ ઊંચી કોટિના માણસોને અસર ન કરે. જંબૂસ્વામીને કહે છે તમારી વિદ્યા મને આપો. જંબૂ કહે છે કે મારી પાસે કોઈ વિદ્યા નથી. અને તારી વિદ્યા મારે જોઈતી નથી. આજે તમારી દશા કેવી છે ? તમે કોઈની સારી વસ્તુ જરા જુઓ એટલે “હું હું આ ક્યાંથી લાવ્યા ?” આવા પાગલ છીએ આપણે ? પુદ્ગલ પદાર્થોની પાછળ આપણું આવું ગાંડપણ છે ? “બુઝ બુઝ ચંડકોશિયા” ભગવાન એકવાર બોલ્યા અને ચંડકૌશિક બોધ પામ્યો.. હું પ00 વાર બુઝ બુઝ કહું તો તમે બુઝો ખરા ? અને પેલો એકવારમાં જ બોધ પામે ? કેમ આમ ? એ પરમાત્માના શબ્દો હતાં. માત્ર શબ્દો નહીં પણ મંત્રાક્ષર હતાં. અતિશય કરુણાથી, અને અતિશય લાગણીથી – પ્રેમમાંથી નીકળેલા શબ્દો જગતમાં સીધી અસર કરે છે. આત્મસ્વરૂપમાં લીન બનેલા પરમાત્મા શબ્દો બોલ્યા છે. મારા જેવાના શબ્દો તમને અસર ન કરે...એ મારી ખામી છે. ચંડકૌશિકે મુખ અંદરમાં નાખ્યું એ દ્રવ્યથી અંતર્મુખતા છે. અને ભાવથી પાંચે ઇન્દ્રિયના વિષયોમાંથી અંતર્મુખતા પ્રાપ્ત કરી છે. ચંડકૌશિક એ પૂર્વભવમાં ગોભદ્રબ્રાહ્મણનો જીવ હતો પત્ની ગર્ભવતી થતા, ઘરમાં કાંઈ ન હોવાના કારણે કમાવા નીકળ્યો. વિદ્યાધર સિદ્ધ પુરુષનો 2010_05 Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ભેટો થયો. સિદ્ધ પુરુષ તેના ગુણોથી અંજાયો. પોતાની પાસે રહેલ ચંદ્રકાન્તા અને ચંદ્રલેખા વિદ્યાધર સ્ત્રીઓ તેને સમર્પિત કરી પણ આને કોઈના શીલનું ખંડન કર્યું નહિ, તેથી વિદ્યાધર પુરુષ વિશેષ પ્રભાવિત થયો અને રત્નો વિ. આપ્યા. જે લઈને ઘરે આવે છે ત્યારે પત્ની મૃત્યુ પામેલી હોય છે. ઘર સ્મશાન જેવું લાગે છે – વૈરાગ્ય પામી દીક્ષા લે છે. માસક્ષમણ તપ વિ.ની ઘોર સાધના કરે છે – તેમાં બાલમુનિ સાથે ભિક્ષાએ જતાં દેડકીની વિરાધના થાય છે સંધ્યા સમયે પ્રતિક્રમણ વખતે તે યાદ કરાવે છે – તેથી ગુસ્સો આવ્યો, મારવા દોડે છે, થાંભલા સાથે પટકાય છે અને મૃત્યુ પામી જ્યોતિષ દેવલોકમાં જાય છે. અનંતા અનંત જીવની લાગણીઓને, ઇચ્છાઓને કચરવાનું કામ આ સંસારે કર્યું છે. હવે તો સ્વરૂપ સિવાય કંઈ જોઈતું નથી' આ એક જ ઈચ્છા કરવા જેવી છે. સઘળી ઇચ્છાઓના પાપને – દુઃખને કચરવાની તાકાત આ એક જ ઇચ્છામાં છે. સારી ઇચ્છાના બળે ખોટી ઈચ્છાઓને કચરી નાખવાની છે. રોજ સારી ઈચ્છાઓ કરો તો પછી સારી ઇચ્છાના બળે ખોટી ઈચ્છાઓ આપોઆપ નીકળી જશે. સારી ઇચ્છાના માધ્યમથી ખોટી ઈચ્છાઓ જશે. સારા માણસનું કામ શું ? દુ:ખીઓને, આપત્તિવાળાને સહાય કરવી તે...પણ એ ક્યાં સુધી ? દુ:ખીના દુ:ખ અને આપત્તિવાળાની આપત્તિ ન ટળે ત્યાં સુધી...ટળી જાય પછી ખસી જવું..સવિચાર, સદાચારનાં આલંબન લઈને ખરાબ વિચાર, અસદાચારને કાઢવાના છે. પૂર્વમાં નાંખેલા સુસંસ્કારો જ અણીના ટાઈમે કામ લાગશે. ને પૂર્વમાં નાંખેલા સુસંસ્કારો જ પરલોકમાં બચાવશે.. જગતમાં દુર્જન કક્ષાના જીવો પ્રત્યે પણ ક્યારેય અરુચિ ન કરી શકાય...સગતિમાં જવું હશે તો થોડો પણ દ્વેષ નહીં ચાલે. દડકી મરી ગઈ, નાના સાધુએ યાદ કરાવ્યું, પ્રતિક્રમણમાં યાદ કરાવ્યું. ફરી રાત્રે યાદ કરાવ્યું...બસ, અહમ્ આવ્યું. મને તું કહેનાર કોણ ? એના પ્રત્યે અરુચિ થઈ, ક્રોધ આવ્યો, વૈશ્વાનલ = અગ્નિની જેમ લાલચોળ બન્યો.પછી હિંસા – મારવા દોડ્યો.અધ્યાત્મસારમાં ૩૦ સ્થાનો બતાવી રહ્યા છે. એમાં એક વાત કરી છે વીસ્તાર હિત ગ્રામ્' આ સંસારમાં એક ક્ષણની અજાગૃતિ, એક ક્ષણનો પણ પ્રમાદ જીવને અનંતકાળ સંસારમાં રૂલાવી શકે છે. અહંકાર ક્યાં સુધીનું પતન કરે છે ? પહેલા અહંકારમાંથી અરુચિ, પછી ક્રોધ, પછી હિંસા આ સ્ટેપ છે, આ અવસ્થા છે. સીધો મારવા માટે (અંધારામાં) દોડ્યો...થાંભલા સાથે અથડાયો અને મર્યો...ક્યાં ઉત્પન્ન થયો ? જ્યોતિષ દેવલોકમાં જઈ ત્યાંથી ચ્યવી કનકખલ 2010_05 Page #60 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારોની સરવાણી 37 આશ્રમમાં કુલપતિ થયો. તાપસ બન્યો. હવે આશ્રમના ઉદ્યાનમાં જે કોઈ ફળ લેવા આવે તેને મારતો. ત્યાંથી મરીને તેજ આશ્રમ પાસે સર્પ થયો. હવે વનમાં આવનારાં બધાં પ્રાણીઓને પશુ-પંખીઓને અને માણસોને દૃષ્ટિવિષથી મારતો..સાધુ, સાધુપણામાં મૃત્યુ પામે તો વૈમાનિકથી નીચે ન જાય...એને એ ન મળતાં બંતર - જ્યોતિષ દેવલોક મળે તો તે સંયમની વિરાધનાનું ફળ છે. એ દેવ - દુર્ગતિ છે. આ એક કાયાનો રાગ કેવો છે ? એમાંથી કષાયો કેવા વ્યાપક બને છે ? ક્ષેત્ર વ્યાપક બનતું જાય છે. ક્ષેત્ર મોટું મોટું થતું જાય છે. પહેલાં ભવમાં એક સાધર્મિકને - ધર્મીને મારવાનો પરિણામ વધતાં વધતાં પરમાત્માને મારવાના પરિણામ સુધી ફાલ્યો-ફુલ્યો. પણ ગોભદ્ર બ્રાહ્મણના ભાવમાં નાંખેલા જે સુસંસ્કાર એ આજે કામ કરે છે. જેથી તે પરમાત્માના સંગે તર્યો. અનેક લોકોએ ના પાડવા છતાં, વારવા છતાં ભગવાન ત્યાં ગયા. અને આપણે બોલાવ બોલાવ કરીએ તોય પ્રભુ આવે નહીં - કારણ શું ? ગોભદ્રના ભવમાં કરેલી આરાધના, નાખેલા સુસંસ્કારોના કારણે એની લાયકાત ભગવાને જોઈ, માટે પ્રભુ ત્યાં ગયા....આપણે તો પૂર્વમાં કંઈ નાંખ્યું જ નથી. માટે લાયકાત જ નથી આવી. સ્થાપના નિક્ષેપો કેટલો વ્યાપક છે ? ઠેઠ કેવળજ્ઞાન સુધી વ્યાપક છે. કેવળજ્ઞાનમાં જગતના પદાર્થોની સ્થાપના જ થાય છે. જગતમાં જે કોઈ જડ-ચેતન પદાર્થો કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે.પદાર્થો તો જ્યાં છે ત્યાં જ છે પણ એ પદાર્થો કેવળજ્ઞાનમાં સમાયા...એ પદાર્થોની સ્થાપના થઈ કહેવાય. મન:પર્યવજ્ઞાની ગૌતમસ્વામીને ચિંતા થાય છે કે મને કેવળજ્ઞાન ક્યારે મળશે ? ત્યારે ભગવાન કહે છે - તું ચિંતા ન કરીશ. આ અષ્ટાપદ પર્વત ઉપર જે વ્યક્તિ પોતાની લબ્ધિથી ચડીને પરમાત્માનાં દર્શન કરે તેને કેવળજ્ઞાન નિશ્ચ મળશે. આ પ્રભુએ સ્થાપના નિક્ષેપથી આત્મકલ્યાણ બતાવ્યું છે. કૃષ્ણ અને જરાસંધ. થયું.. જરાસંધે જરા મૂકી તે વખતે નેમિનાથ ભગવાન કહે છે કે નાગલોકમાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ રહેલી છે, તું અટ્ટમ કર, આરાધના કર, પરમાત્માની પ્રતિમા મેળવ..તેનું હવણ જળ છાંટ. તેમ કરવાથી તરત જાદવોની જરા દૂર થઈ ગઈ...આ પણ સ્થાપના નિક્ષેપો છે. આ બધું શું બતાવે છે ? મૂર્તિનો પ્રભાવ બતાવી રહ્યું છે. સાક્ષાત્ પરમાત્માને સ્વીકાર્યા ક્યારે કહેવાય ? સ્થાપના નિક્ષેપામાં એટલો જ આદર-ભાવ જાગે ત્યારે..તમને મૂર્તિ દેખાય કે પરમાત્મા દેખાય ? જેને મૂર્તિમાં પરમાત્મા દેખાશે તેનું કલ્યાણ થશે. દર્શનાચારની શરૂઆત અહીંથી છે. બાપના ફોટાને બાપનો ફોટો માનો કે બાપ માનો ? પરમાત્માની મૂર્તિમાં પરમાત્મા જોવા એ દર્શનાચારની શરૂઆત છે. અને દરેક - જીવ માત્રમાં પરમાત્મા દેખાય એ દર્શનાચારની પરાકાષ્ઠા છે તમારી પત્ની તમને પત્ની 2010_05 Page #61 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ દેખાય કે પરમાત્મા દેખાય છે ? જીવમાત્રમાં પરમાત્મા દેખાય એ બ્રહ્મદષ્ટિ છે. વેદાંતદર્શન કહે છે હા સત્યમ્ નમન્નિ... સર્વ બ્રહ્મ છે. બ્રહ્મ વિના કશું જ જગતમાં નથી. આ સાધના સૂત્ર છે. વ્યવસ્થાસૂત્ર નથી. બ્રહ્મ એટલે વ્યાપકતત્ત્વ છે. આ જગતમાં વ્યાપકતત્ત્વ એ જ છે. એક આકાશ, બીજું કેવળજ્ઞાન. મામા-ભાછાશવત સર્વતો નિત્ય% મદતોગ િમદીયાન' છે. આકાશ કરતાં પણ કેવળજ્ઞાન (આત્મા) મહાન છે. આકાશની જેમ વ્યાપક છે. આકાશ ક્ષેત્રથી વ્યાપક છે જ્યારે આત્મા જ્ઞાનથી વ્યાપક છે. વેદાંત કહે છે “મહતપિ મહીયાનું” આકાશવતું “સર્વગતો નિત્ય%.” આકાશથી પણ આત્મા વ્યાપક છે. આ વાત પણ સ્યાદ્વાદથી ઘટાવી શકાય છે. આકાશ તે તે પ્રદેશમાં તે તે પદાર્થ આવે ત્યારે અવગાહના આપે છે, જ્યારે કેવળજ્ઞાનમય આત્મા જ્યાં રહ્યો છે ત્યાં બધાને સમાવે છે. મારે તમારી પાસે આવવું પડે તે મહાનતા કે અહીં રહ્યો છતો હું બધાને પ્રાપ્ત કરી શકું તે મહાન ? આકાશ પાસે પદાર્થને આવવું પડે છે. જ્યારે કેવળજ્ઞાન તો જ્યાં છે ત્યાં રહ્યું, બધાને સમાવે છે, માટે તે મહાન છે. જે હૃદયમાં આ રીતે પરમાત્મા આવે ત્યાં તેના હૃદયમાં મોહ ટકે ? મતિજ્ઞાનના ઉપયોગમાં નિરંતર પરમાત્માને રમાડવા - એના જેવું જગતમાં કોઈ મહાન પુણ્ય નથી અને મતિજ્ઞાનના ઉપયોગમાં જગતના પદાર્થને રમાડવા એના જેવું કોઈ પાપ નથી. જીવનમાં બાદબાકી કોની છે ? પરમાત્માની જ... જીવનમાં સરવાળો કોનો છે ? કચરા જેવી વસ્તુઓનો ! જે જીવો કચરા જેવી વસ્તુઓને જ ભરે છે તેને વિચારો પણ કચરા જેવા જ આવે. સંસાર આખો બધો કચરો જ છે. તેમાં શું સારું છે ? સભા - સાહેબ ! સંઘર્યો સાપ પણ કામ લાગે છે. જેઓ સંઘર્યો સાપ પણ કામ લાગે એવી વાતો કરે છે. તો શું એના કારણે મનને કચરા જેવું બનાવવું ? કે જરૂર પડે ત્યારે સોનું જ ખરીદી લેવું ? સંઘર્યો સાપ સોનું બને. એ માટે સાપ સંઘરવો ? એ માટે કચરાને સંઘરવો ? તેના કરતાં જરૂર પડે ત્યારે સોનું ખરીદવું એ વધુ સારું નથી શું ? કચરાને સંઘરવાથી વિચારો કચરા જેવા જ આવશે. સંસારે અનંતા જીવોની આશાઓને કચડવાનું કામ કર્યું છે. મારે “સ્વરૂપ સિવાય કાંઈ જોઈતું નથી.” એ એક જ ઇચ્છામાં : બધી ઈચ્છાઓને કચડી નાંખવાની તાકાત છે. સારી ઇચ્છાના બળે ખરાબ ઇચ્છાને કાઢી નાંખવાની છે અને સારી ઇચ્છાને પણ સાક્ષી બનતા જવાનું છે. આ રીતે નિરીહતા પ્રાપ્ત થશે. 2010_05 Page #62 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પરમો ધર્મ અનંત ઉપકારી પરમાત્માએ શું ઉપકાર કર્યો ? કોઈ ન આપી શકે એવું અચિંત્ય, અલૌકિક સૂક્ષ્માદિ જીવોનું જ્ઞાન આપ્યું છે અને ““એ જીવોનું રક્ષણ કેવી રીતે કરવું ?" એ માટે સર્વોત્કૃષ્ટ સંયમનો માર્ગ બતાવ્યો છે. પૃથ્વીકાયના પ્રત્યેક કણમાં અસંખ્ય જીવી રહ્યા છે જો એને એન્લાર્જ કરીને જોઈએ તો આખા જંબૂઢીપમાં ન સમાઈ શકે. સંબોધ સિત્તરી પ્રકરણમાં જ્ઞાનીએ ફરમાવ્યું છે. "अद्दामलयपमाणे पुढविकाये हवंति जे जीवा / ते जई पारेवयमित्ता जंबुद्दीवे न मायति / / " આંબળા જેટલા પૃથ્વીકાયના ટુકડામાં પૃથ્વીના અસંખ્ય જીવો રહેલા છે. આ બધા જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ - નાનું હોવાથી તેમાં સમાઈ શકે છે પણ જો તે દરેક શરીર કબૂતરના કદ પ્રમાણ બને તો એક લાખ યોજનના વ્યાસવાળા જંબૂદ્વીપમાં સમાઈ ન શકે. એટલા બધા જીવો એક નાનકડા પૃથ્વીકાયના ટુકડામાં રહેલા છે. માટી, મીઠું, સોનું, ચાંદી આ બધા પૃથ્વીકાય જીવો છે. સાધારણ વનસ્પતિકાયમાં તો વળી અનંતા જીવો રહેલા છે. લીલ, ફુગ, બટાટા, કાંદા વિ. સાધારણ વનસ્પતિકાય એટલે અનંતકાય, નિગોદ છે. સોયના અગ્ર ભાગ ઉપર રહેલા નિગોદમાં પણ અનંતા જીવો છે. આખી દુનિયાના પાણીના જીવો - બધા સમુદ્રો, નદી-નાળાં, સરોવરો વિ. બધા પાણીના જીવો, પૃથ્વીકાયના જીવો, અગ્નિકાયના જીવો અને વાયુકાયના જીવોનો સરવાળો કરીએ તો તેના કરતાં પણ સોઈના અગ્રભાગ ઉપર બટાટામાં વધુ જીવો રહેલા છે. કારણ કે પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય અને વાયુકાયના બધા જીવોનો સરવાળો પણ અસંખ્ય જ થાય છે. અને નિગોદના તો એક શરીરમાં પણ અનંતા જીવો રહેલા છે. આ સ્થાવર જીવો હાલી ચાલી શકતા નથી છતાં તેની રક્ષા માટે પ્રભુએ અહિંસા - સંયમ અને તપ સ્વરૂપ ધર્મ બતાવ્યો છે. અહિંસાના પાલનમાં સંયમ જોઈએ. ઈદ્રિયો સંયમી ન હોય, જીવો ભોગાંધ હોય તો તે અહિંસા પાળી જ ન શકે. અન્યદર્શનકારો સદ્બુદ્ધિથી અહિંસા વિ.ના આદર્શો બતાવે છે પણ અતીન્દ્રિય પદાર્થોને જોવા માટે અતીન્દ્રિય જ્ઞાની જ સમર્થ હોઈ શકે. તે માટે કેવળજ્ઞાન અને કેવળદર્શન જરૂરી છે. પૂર્ણજ્ઞાન વિના જો પ્રતિપાદન કરવામાં આવે તો તેમાં દોષો હોવાની સંભાવના છે. ગાંધીજીએ સ્વાતંત્ર્યની ચળવળ ઉપાડી, અહિંસાનો માર્ગ અપનાવ્યો પણ આજે દેશમાં આટલી બધી હિંસા 2010_05 Page #63 -------------------------------------------------------------------------- ________________ 40 યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ફાટી નીકળી છે. તેનું કારણ - અહિંસાના પાયામાં સંયમ ન હતો. ગાંધીજીની અહિંસા રાષ્ટ્રના સ્તરે હતી. અન્ય દર્શનીઓ ગાયની હિંસાથી અટકે છે પણ બીજા પંચેંદ્રિય જીવોની હિંસા માટે નિરપેક્ષ છે, ખ્રિસ્તી ધર્મ તો પશુસૃષ્ટિને માનવ માટે સર્જેલી બતાવીને હિંસાનું ક્ષેત્ર વ્યાપક બનાવે છે આમ આ બધા આદર્શો અપૂર્ણ, સદોષ રહેવાના. જિનશાસન તો દ્રવ્યહિંસાની જેમ ભાવહિંસાને પણ સ્પષ્ટ કરે છે. આત્માના સ્વરૂપમાંથી બહાર નીકળી, આત્માને રાગાદિથી ખરડવો તે ભાવહિંસા છે. જે અંદરમાં ભાવહિંસક છે તે દ્રવ્યહિંસા અવશ્ય કરવાનો જ છે. જે આત્મા રાગાદિની પરિણતિ કાઢતો ગયો, ભાવહિંસા દૂર કરતો ગયો તે આત્મા દેશવિરત બને છે, સર્વવિરત પણ બની શકે છે. દ્રવ્યહિંસા કરતાં ભાવહિંસા અનંત અનંત ગણી ખરાબ છે. પણ જિનશાસનની સ્યાદ્વાદ શૈલી જણાવે છે કે, જેમાં હિંસા અલ્પ હોય અને તેના દ્વારા આત્મા, વિકાસના માર્ગે આગળ વધતો હોય તો તે હિંસા વર્ય નથી. એટલે કે હેતુહિંસા અને અનુબંધહિંસા રહિતની સ્વરૂપહિંસા એ દોષિત નથી. જે લોકો હિંસા - અહિંસાની વાતો કરે છે, તેને પૂછો કે કાચા પાણીના ગ્લાસમાં 5-10 માખી પડી હોય તો તમે એને બચાવો કે ન બચાવો ? માખી તરફડી રહી છે, તેને બચાવવા જતાં કાચા પાણીના જીવોને કિલામણા થાય છે છતાં માખીને બચાવશો. કેમકે માખી એ ચઉરિંદ્રિય જીવ છે અને એનું રક્ષણ કરવાના પરિણામમાં અહિંસાના - દયાના પરિણામો જળવાય છે. આમાં પાણીના જીવોની કિલામણાનો અભિપ્રાય નથી માટે હેતુહિંસા-રૂપે કર્મબંધ નથી શ્રીમદ્ રાજચંદ્ર અન્યત્ર લખ્યું છે કે, જિહાં પુષ્પ પાંખડી દુભાય ત્યાં નહીં જિનવર આણ.” આ કથન પુષ્પપૂજાના અવિવેકને દૂર કરવા માટે છે. પણ પુષ્ય પૂજાના નિષેધ માટે નથી. નાગકેતુ વિ. પુષ્પપૂજાથી કેવળજ્ઞાન પામ્યાનાં દષ્ટાંતો શાસ્ત્રમાં મોજૂદ છે. શ્રી કલ્પસૂત્રમાં 10 પૂર્વના ધારક શ્રુતજ્ઞાની શ્રી વજસ્વામીનું પણ દાંત મળે છે કે જેમણે શ્રાવકોની દ્રવ્યપૂજાનાં વિઘ્નોને દૂર કરવા માટે અપવાદ માર્ગે દેવીની સાધના કરીને પુષ્પો પ્રાપ્ત કર્યા હતાં. આમ પુષ્પપૂજા એ શાસ્ત્રવિહિત છે. પરંતુ દરેક ક્રિયામાં વિવેક જરૂરી હોય છે. આંગી વિ.ના માધ્યમથી દર્શન કરનારનો ભાવોલ્લાસ વધી જાય એ ભક્તિ છે - મૂર્તિની દર્શનીયતા નષ્ટ થાય તેવી પૂજા એ અવિવેક છે. ઘંટ વિ. અવિવેકથી ન વગાડાય. સ્તવન વિ. પણ જો મનમાં બોલીએ તો ભાવોલ્લાસ આવે નહી અને વધારે મોટેથી બોલતાં બીજાને ક્રિયામાં અંતરાયભૂત બનાય માટે પોતે પોતાનો સ્વર સાંભળી શકે અથવા ચાર પાંચ આરાધકો સાથે ક્રિયા કરતા હોય તેઓ સાંભળી શકે તેવી રીતે બોલવું જોઈએ. 2010_05 Page #64 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પરમો ધર્મ 41 વાળાકુંચી ફેરવવામાં પણ વિવેક જરૂરી છે. એની ઉપયોગિતા હોવાથી એનો નિષેધ ન કરી શકાય તેમ એના દુરુપયોગને ચલાવી પણ ન લેવાય. પરિકરના કોતરણીના વિભાગના પાણી કેસર વિ. ને સાફ કરવા માટે વાળા કુંચી જરૂરી છે. પણ પ્રતિમા ઉપર ઘસરકા પડે તેવી રીતનો ઉપયોગ નિષિદ્ધ છે. દાંતમાં વરિયાળીનું ફોતરું ભરાઈ ગયું હોય અને તમે જે સલુકાઈથી delicacy થી તેને કાઢો છો તેવી રીતે વાળા કુંચીનો ઉપયોગ વિહિત છે. જૈનશાસન વિવેક પ્રધાન છે. ધર્મની ક્રિયા ગમે તેટલી સારી કરો, ઊંચી કરો, પણ જો ત્યાં વિવેક નથી તો તે યોગ્ય નથી. વિધેયાત્મક વિચાર કરતાં એમ લાગે છે કે શ્રીમદે પરાકાષ્ઠાનો વિવેક બતાવ્યો છે પણ પુષ્પપૂજાનો નિષેધ કર્યો નથી. આવું જ અર્થઘટન “પુત્રી નિતિ' એ પંદ માટે કરવાનું છે. મોક્ષની વાતો કરનારા, તપ - ત્યાગ અને સંયમની ઉપાદેયતા બતાવનાર જ્યારે આ કહે છે ત્યારે સમજવું જોઈએ કે તેઓ અબ્રહ્મથી સદ્ગતિનું વિધાન કરી શકે જ નહિ, તો આ વાક્યનો લક્ષ્યાર્થ એ છે કે જો પુત્રષણા છે અને પુત્રની પ્રાપ્તિ થતી નથી એવા આત્માની પરિસ્થિતિ વ્યાકુળ હોય એ સ્વાભાવિક છે, એને સતત આર્તધ્યાન ચાલુ હોય એના કારણે તે સાધક ધર્મની આરાધના પણ ન કરી શકતો હોય તો એવા માટે કહી શકાય કે એને પુત્ર નહીં થાય તો દુર્ગતિ થશે કારણ કે પુત્રની ઝંખના તીવ્રતમ હોવાથી પરમાત્મામાં મન ચોંટતું નથી. માટે હકીકતમાં તો પુરૈષણા જ ખોટી છે. પુરૈષણા રાખો અને ધર્મ કરો તો દુર્ગતિ છે તેથી પુરૈષણા ન રાખો અને ધર્મ કરો એ રાજમાર્ગ છે. એ ઉક્ત વાક્યનું તાત્પર્ય છે પ્રશ્ન : તો સીધું જ આવું લખ્યું હોત તો ? આવી રીતે કેમ લખ્યું ? ઉત્તર : જ્ઞાનીનાં વાક્યો જ્ઞાની જ સમજી શકે છે. માટે સીધાં શાસ્ત્રો તમને ન અપાય. - પ.પૂ. હરિભદ્રસૂરિ મ.સા.ના ગ્રંથોનું તાત્પર્ય પ.પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે ખોલ્યું ન હોત તો આપણી પણ આ દશા થાત. સૂત્ર, ટીકા, ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણ રૂપ પંચાંગી માને તેને સમ્યકત્વ થાય. સર્વથા અહિંસક જીવન જીવવું હોય તેને સંસારમાં રહેવાય જ નહિ. કારણ કે ત્યાં અર્થ અને કામ છે. પરપદાર્થનો વિચાર એ જીવને રાગાદિથી વાસિત કરે છે. પરપદાર્થને મેળવવા જતાં જીવ પોતાની મન - વચન - કાયાની શક્તિ ખર્ચે છે, વળી સંસારમાં પકાયનું ઉપમર્દન ચાલુ છે. એનાથી બચવા માટે અહિંસા - સંયમ - તપ મૂક્યાં. તપથી સંયમ પ્રાણવંતું બને છે, દેદીપ્યમાન બને છે. આવો નિર્દોષ સંયમનો માર્ગ બતાવનાર જૈન શાસન જ છે અને માટે જ જૈન શાસ્ત્રો છેદ' પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય છે. 2010_05 Page #65 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ શાસ્ત્રમાં અન્ય લિગે, અન્યદર્શનમાંથી મોક્ષે જવાય એમ કહ્યું છે - તેમાં પણ સમજવું જરૂરી છે કે તેઓના બાહ્ય માળખાની આરાધના કરી ને અંતઃકરણની શુદ્ધિ જેમણે કરી તેઓ જ મોક્ષે ગયા છે. વળી અન્યદર્શનને પામીને મોક્ષે જનારા કરતાં જૈન શાસનને પામીને મોક્ષે જનારા અનંતા આત્માઓ છે. અન્યદર્શન પાસે મોક્ષનો કેડી માર્ગ છે, જે કાંટા - કાંકરાથી ભરેલો હોય છે વળી ભૂલા પડવાની શક્યતાવાળો હોય છે માટે રાજમાર્ગે વધુ જીવો મોક્ષે જાય એ સ્વાભાવિક છે. અન્યદર્શની, આજીવક મતાનુયાયી, તાપસ વિ. યોગ્યકાળ હોય તો વધુમાં વધુ બારમા દેવલોકથી આગળ જઈ શકતા નથી. નવ રૈવેયક અને પાંચ અનુત્તરમાં જવા માટે જૈની દીક્ષા જ જોઈએ. ગૃહસ્થપણામાં ક્ષપકશ્રેણી માંડી શકાય, કેવળજ્ઞાન પામી શકાય, ભાવથી પાંચમું, છઠું અને સાતમું ગુણસ્થાનક પણ સ્પર્શી શકાય પણ રૈવેયકાદિના પુણ્યબંધ માટે નિરતિચાર દ્રવ્યસંયમ જરૂરી છે. દ્રવ્યચારિત્ર એટલે જ્ઞાનીએ બતાવેલો જે માર્ગ છે એમાં લેશ પણ અલના ન કરે, નિર્દોષ ગોચરી વાપરે, પ્રભુની આજ્ઞા મુજબ જીવે, અનંતાનુબંધી કષાય પરાકાષ્ઠાના પાતળા પડે. સંજ્વલન જેવા બને ત્યારે નવમા સૈવેયકાદિનું પુણ્ય બાંધી શકાય છે. ભાવથી ચારિત્ર પાળનારાને તો વૈષયિક સુખ અસાર, તુચ્છ લાગે છે, માટે અનુત્તરાદિમાં જઈ શકે છે. સમકિતી, દેશવિરતિધર ઉચ્ચકક્ષાનું શ્રાવકપણું પાળે પણ બારમા દેવલોકથી આગળ ન જઈ શકે. આગળ જવા માટે દ્રવ્યસંયમ એકાંતે જરૂરી છે. દ્રવ્યચારિત્રની સાથે ભાવચારિત્ર ભળે ત્યારે મોક્ષ થઈ શકે. તે માટે વૈષયિક સુખો પ્રત્યેનો જ્વલંત વૈરાગ્ય જોઈએ, સાધક દેહથી આત્માનું ભેદજ્ઞાન કરે, સ્વરૂપની રમણતા વધે, ઊંચા અધ્યવસાય સ્થાનોને સ્પર્શે ત્યારે નિરતિચાર ભાવચારિત્ર આવે છે. સુંદર ચારિત્રના પાલન કરતાં પણ વૈષયિક સુખનો વૈરાગ્ય ઊંચો છે. અહિંસા - સંયમ - તપ સ્વરૂપ મોક્ષનો માર્ગ બતાવ્યો છે. પ્રભુનો આ મોટામાં મોટો ઉપકાર છે. પાપના ઉદયે કદાચ સંયમ લઈ ન શકાય પણ જેને અહિંસા - સંયમ - તપ ઉપર આદર હોય. એને ચારિત્રના મનોરથ થતા હોય છે. અને આ મનોરથો એ ચારિત્ર મોહનીય કર્મને કાપે છે. સાચા હૃદયથી પરમાત્મા પાસે માંગણી કરો, તમારી માંગણી સાચી હશે, હૃદયસ્પર્શી હશે તો અંતરાય તૂટીને તમને ચારિત્ર મળશે. પરમાત્માની ભક્તિમાં ગમે તેવા અંતરાયને તોડવાની તાકાત પડેલી છે. મતિજ્ઞાનમાંથી કેવળજ્ઞાન પામવાનું છે. મતિજ્ઞાનમાં અઘાતી કર્મની પુણ્યપ્રકૃતિઓનું જે આકર્ષણ છે તે તોડવાનું છે અને એને બદલે ઘાતકર્મનો ક્ષયોપશમ જે ભાવ પુણ્યસ્વરૂપ છે તેનું લક્ષ્ય કેળવવાનું છે. ઘાતી કર્મમાં ઉદય, ક્ષય, ક્ષપોપશમ, ત્રણ વસ્તુ હોય છે. અઘાતી કર્મમાં માત્ર ઉદય અને ક્ષય બે જ વસ્તુ હોય - આ જ વાત બતાવે છે કે મૂળભૂત અઘાતી કર્મના ઉદયને તમે ટાળી શકતા નથી. કર્મ સંયોગો આપે છે. એ 2010_05 Page #66 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પરમો ધર્મ 43 સ્વીકારવા જ રહ્યા અને ધર્મ એ સંયોગો પ્રત્યે અભિગમ આપે છે એ વિવેક, જાગૃતિ ઉપર આધારિત છે. અઘાતી કર્મો દશ્ય સાથે સંકળાયેલ છે જ્યારે ઘાતકર્મો દૃષ્ટિ સાથે સંકળાયેલાં છે. તેનો ક્ષયોપશમ થઈ શકે છે અને તે કરવો એ જ સાધના છે. ઘાતકર્મના ઉદયને નિષ્ફળ બનાવવો, રસહીન કરીને વેદવો એ જ અંતરસાધના છે. યદ્યપિ ઘાતીનો ખોરાક અઘાતી કર્મો અને પાંચ ઇન્દ્રિયોના વિષયો છે એટલે અઘાતીકના ઉદય વખતે ઘાતકર્મોને તપાસવાં જરૂરી છે. ઘાતી કર્મો આત્માના ગુણોનો ઘાત કરે છે અર્થાતુ આત્મસ્વરૂપને વેદવામાં અંતરાય કરે છે. એટલે કે આત્મસ્વરૂપનો અનુભવ કરવામાં બાધા ઊભી કરે છે. આ ઘાતી કર્મનો ક્ષયોપશમ કરવો જરૂરી છે. તેમાં પણ મોહનીય કર્મનો ક્ષયોપશમ કરવો એ લક્ષ્યાંક હોવું જોઈએ. ક્ષયોપશમમાં ક્ષય અને ઉપશમ બંને હોય છે. જે કર્મ જેટલા રસથી બાંધ્યું હોય તેટલા રસથી ભોગવવું તે ઉદયભાવ છે. દા.ત. ક્રોધ મોહનીયને તીવ્ર રસથી બાંધ્યું હોય ને તે ક્રોધ મોહનીયકર્મને તે જ તીવ્રતાથી ભોગવવું તે ક્રોધમોહનીયનો રસોદય સમજવો. અહીં જીવ ક્રોધનો જ અનુભવ કરે છે, ક્ષમાનો અનુભવ કરી શકતો નથી, ક્ષમાનું આંશિક સ્વરૂપ પણ અહીં ભોગવાતું નથી. પણ કર્મો ઉદયમાં આવે તે પહેલાં જો આત્મા જાગ્રત બનીને સ્વરૂપમાં લીન થઈ જાય તો ક્રોધને બદલે ક્ષમાની અનુભૂતિ થઈ શકે છે એટલે કે કર્મોના દલિકોનો રસ અલ્પ કરીને ઉદયમાં વેદે છે. આ ક્ષયોપશમ છે. ક્રોધ, લોભ, માન, માયા વિ. કષાયોનો અનુભવ ન કરતાં, ક્ષમા, સંતોષ, નમ્રતા, સરળતા વિ. આત્મગુણોનો અનુભવ કરી આગળ વધવું એ ક્ષયોપશમ છે. જ્યાં આત્મા છે, આત્મપ્રદેશો છે ત્યાં કેવળજ્ઞાન છે, ત્યાં પૂર્ણ આનંદ છે. ત્યાં કર્મ છે, ક્રોધ પણ છે, કષાય પણ છે. તારે શેનો અનુભવ કરવો છે ? એ તું નક્કી કરો અને તેને અનુકૂળ પ્રયત્ન કર. તત્ત્વના આલંબને, તત્ત્વના ચિંતનથી મતિજ્ઞાનમાં સ્વરૂપની રુચિ ઊભી કરીને ક્રોધના રસને તોડીને તું ક્ષમાનો અનુભવ કરી શકે છે. રાગ-દ્વેષના પરિણામ જેમ ઘટે છે તેમ વૈરાગ્ય વધે છે અને તે ક્ષયોપશમ ભાવ ક્ષાયિક બનતાં વીતરાગ બની શકાય છે. જીવનું વીર્ય પાંચ ઇન્દ્રિયના વિષયમાં વ્યાપ્ત થાય છે તે વીર્યનું વિપરીત પ્રવર્તન છે, તેને દૂર કરવા માટે તત્ત્વનું ચિંતન, મનન કરવાનું સંસારનાં વૈષયિક સુખો ત્રણે કાળમાં દુઃખરૂપ છે એવી જો પ્રતીતિ થઈ જાય તો વૈરાગ્ય સહજ બને. વિષયકષાયના આનંદ પહેલા એક Craving ઊભી થાય છે. એ તૃષ્ણાથી જ સુખનો અનુભવ થાય છે ખાવામાં સુખ તો જ મળે જો ભૂખનું દુ:ખ હોય તો, હવે ખાવાનું સુખ એ તો 2010_05 Page #67 -------------------------------------------------------------------------- ________________ 44 યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ દુ:ખનો પ્રતિકાર થયો, સ્વતંત્ર સુખ ન થયું. સંસારનું સુખ દુઃખના પ્રતિકાર સ્વરૂપ છે. ભૂખનું કે તૃષાનું દુ:ખ તીવ્ર બન્યા સિવાય ભોજનનું કે પાણીનું સુખ અનુભવાતું નથી. સંસારી જીવને શરીરમાં સાત ધાતુની વિષમતા થતાં અશાતા વેદનીયનો અનુભવ થાય છે. એ ધાતુને સમ કરવા અનુકૂળ પુદ્ગલોના પ્રક્ષેપની જરૂર પડે છે. ખોરાક - પાણી લેવા દ્વારા તે વિષમતા ધીરેધીરે ઘટે છે.શાંત-સમ થતી જાય છે. તેથી અશાતા વેદનીયનો ઉદય ઘટતો જાય છે. દેહ અને આત્માનો લોહાગ્નિ ન્યાયે તાદાભ્ય = એકમેક સંબંધ હોવાથી અશાતાના ઉદય વખતે અંદરથી જે આકુળતા - વ્યાકુળતા થાય છે તે મોહનીયકર્મના ઉદયથી થાય છે. અને તે ભાવદુઃખ છે. અનુકૂળ પુદ્ગલોનો પ્રક્ષેપ થતાં, અશાતા ઘટતાં અને સાત ધાતુ સમ થતાં, શાતા થાય છે. ત્યારે આકુળતા-વ્યાકુળતા પણ બંધ થાય છે. તેથી ભાવ દુ:ખ પણ રહેતું નથી. આને જ જીવ સુખ માને છે. સંસારી જીવને કોઈ પણ સુખની પ્રાપ્તિ અને ભોગવટા પહેલાં તેની ઇચ્છા થાય છે. અને એ ઇચ્છા તે વસ્તુના અભાવને સૂચવે છે. ઇચ્છા એ મોહનીયના કારણે છે. જેની ઇચ્છા છે તેનો અભાવ એ અંતરાયને જણાવે છે. વળી જેની ઇચ્છા થાય છે તે તેનાથી અતૃપ્ત હોય છે. જે જેનાથી અતૃપ્ત ન હોય તેને તેની ઇચ્છા થતી નથી. " જેણે દૂધપાક આકંઠ પીધો હોય તેને દૂધપાકની ઇચ્છા થતી નથી. કારણકે દૂધપાકથી તૃપ્ત થયેલો છે. આમ અતૃપ્તિ, ઇચ્છા, પ્રવૃત્તિ, પ્રાપ્તિ, ભોગ અને તૃપ્તિ આ ક્રમ છે. પણ આ તૃપ્તિ ક્ષણિક છે. કારણ કે સંસારના બધા જ પદાર્થો વિનાશી છે. માટે તેની પ્રાપ્તિમાં જીવ ક્ષણવાર તૃપ્તિ (સુખ) પામી શકે છે. કાયમી નહીં. તેથી વળી પાછી પુદ્ગલોમાં વિષમતા, વળી પાછી ઇચ્છા, પ્રાપ્તિ, તૃપ્તિ આમ ચાલ્યા જ કરે છે. માટે પુદ્ગલના સંગે થતું સુખ એ વાસ્તવિક ન હોવાના કારણે અને અનેક કુસંસ્કારોનું આધાન કરી દુર્ગતિમાં પણ લઈ જતું હોવાના કારણે જ્ઞાનીઓ ડિડિમ વગાડીને તેને છોડવાનું કહે છે. આમ ભૌતિક સુખ ત્રણે કાળમાં દુઃખરૂપ હોવા છતાં આપણને સુખ 'રૂપ લાગે છે તેમાં મિથ્યાત્વનો ઉદય જ કારણ છે. કમળાના રોગીને સફેદ વસ્તુ જેમ પીળી દેખાય છે તેમ મિથ્યાત્વના ઉદયે જીવને સંસારમાં જ્યાં લેશમાત્ર પણ સુખ નથી. છતાં ત્યાં સુખના મહાસાગર છલકાતા દેખાય છે. અને સંયમમાં જ્યાં અનંતસુખ છે, ત્યાં વ્યથા દેખાય છે આ ભ્રમ તોડવો જરૂરી છે. ભ્રમ તૂટે તો વૈરાગ્ય પ્રગટે. વૈરાગ્યને વધારવા માટે દૃષ્ટિરાગને તોડવાનો છે. દેષ્ટિરાગ એટલે પોતાની અજ્ઞાનમૂલક વિપરીત માન્યતાનો રાગ; 2010_05 Page #68 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પરમો ધર્મ 45 એને સમજાવવા છતાં આ દુષ્ટ પકડ, કદાગ્રહ છોડવો દૃષ્ટિરાગી માટે દુઃશક્ય છે. દષ્ટિરાગી સજ્જન હોઈ શકે, પરોપકારી, દયાળુ હોઈ શકે પણ પોતાની પકડમાં સમાધાન કરવા તૈયાર ન હોય. સાચું સમજવા તૈયાર ન હોય. બાવી પકડવાળાને તત્ત્વથી પહેલું ગુણસ્થાનક પણ ન હોય. ગુણસંપન્ન બપુનબંધક અવસ્થા પણ ન હોય. ચોથે, પાંચમે, ગુણસ્થાનકે કામરાગ, નેહરાગ અને છ ગુણઠાણે સ્નેહરાગ હોઈ શકે છે. સાધુતા સ્નેહરાગે ટકી શકે છે, પણ દૃષ્ટિરાગ માટે કોઈ ગુણસ્થાનક નથી. દૃષ્ટિરાગથી બચવું હોય, મોક્ષને પામવો હોય તો ગુણસંપન્ન, ગુણી, ગુણપક્ષપાતી બનવું જોઈએ. કલ્યાણમિત્રનો પક્ષપાત કરવો જોઈએ. સામાચારીના ઝઘડામાં એકાદ સ્થાને પણ આત્યંતિક બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. વ્યવહારથી આપણી સામાચારી પાચી છે એવું માનીએ તો આપણી સામાચારી પ્રત્યે આપણી વફાદારી, અને સમર્પણ ટકી શકે છે. અને નિશ્ચયથી બીજાની સામાચારી ખોટી નથી એવું માનવાથી એના પ્રત્યે ઉદારતા ટકી શકે છે. આખરે ગુણપ્રાપ્તિ કરીને આગળ વધવાનું છે. માટે જ એક કવિએ કહ્યું છે કે, “જેહનું સૂત્ર તેહને દે, જેમ તેમ કરી હરિને લે.” બીજાપક્ષના સુવિહિત ચારિત્રસંપન્નને વંદન કરવાની ઇચ્છા થતી નથી અને દૃષ્ટિરાગ નથી તો શું છે ? દૃષ્ટિરાગીની પ્રજ્ઞાપનીયતા નષ્ટ પામી જાય છે. અનુપચરિત પહેલું ગુણસ્થાનક પામવા માટે જેમ વૈરાગ્ય જરૂરી છે તેમ પ્રજ્ઞાપનીયતા પણ જરૂરી છે. મોહગર્ભિત અને દુઃખગર્ભિત વેરાગ્યમાં પણ ગુણસ્થાનક ન હોઈ શકે. ગુણાનુરાગ એ મોક્ષમાર્ગ છે. દષ્ટિરાગ એ કાંઈ મોક્ષમાર્ગ નથી. દૃષ્ટિને ગુણમય બનાવવાની છે, તો જ ઉપર ઉપરના ગુણસ્થાનક પામી શકાશે. દૃષ્ટિરાગમાં કદાગ્રહગર્ભિત માન્યતા યાપક હોય છે. શ્રીપતિ બ્રાહ્મણ પણ દૃષ્ટિરાગથી અધ:પતન પામે છે. હેતુ અહિંસા જયણા રુપે, જંતુ અઘાત સ્વરુપ; ફળરૂપે જે તેહ પરિણમે, તે અનુબંધ સ્વરુપ. મનમોહન જિનજી તુઝ વયણે મુજ રંગ.” જે કિયા જયણાના પરિણામે પ્રવર્તે છે તે હેતુ અહિંસા, જ્યાં જીવના દ્રવ્ય પ્રાણોનો ઉપઘાત ન થતો હોય તે સ્વરુપ અહિંસા, જે પ્રવૃત્તિથી આત્મા કર્મબંધનથી મુક્ત થવા રુપ ફળને પામતો હોય તે અનુબંધ અહિંસા સમજવી. પરિણામની શુદ્ધિથી હેતુ અહિંસા, યોગ -- નિરોધથી સ્વરુપ અહિંસા અને શુદ્ધ ઉપયોગ પ્રવર્તન કરવાથી અનુબંધ અહિંસા પ્રાપ્ત થાય છે. આ સંબંધે કહ્યું છે કે, “‘ક્રિયા એ કર્મ, પરિણામે બંધ અને ઉપયોગે ધર્મ” છે. 2010_05 Page #69 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિરાગની ભયંકરતા અહો ! દૃષ્ટિરાગ કેટલો બધો ખરાબ છે ! શ્રીપતિ નામનો સાર્થવાહ છે. તે બ્રાહ્મણકુળમાં જન્મ્યો છે. વેદોક્ત કથનમાં શ્રદ્ધાવાળો છે. એક વખત પ્રાતઃકાળે બ્રાહ્મમુહૂર્ત જાગી ગયો. વિચારે છે કે મેં આ લોકમાં ધનોપાર્જન કર્યું, પુત્રપુત્રાદિ પરણાવ્યા, સંસારનું બધું જ કર્યું પણ આત્માનું તો કાંઈ જ કર્યું નથી. તો હવે આત્મા માટે કંઈક કરું ! એવી વિચારણાથી તેણે એક લાખ બ્રાહ્મણોને જમાડ્યા. લૌકિક પરોપકારનાં કાર્યો કર્યા છતાં સંતોષ થયો નહિ, તેથી રાજાની આજ્ઞા લઈ પોતાના પુત્ર શ્રીતિલકને પોતાના સ્થાને સ્થાપી તીર્થયાત્રાએ નીકળ્યો. ત્યાં અટવીના એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુદ્રામાં રહેલા મલમલિન ગાત્રવાળા મહાત્મા જોયા. ત્યાં જ મનમાં વિચારે છે કે અરે, આ પ્રાતઃકાળમાં જ મુંડિયાનાં દર્શન થયાં. અપશુકન થયાં. ત્યાં જ મહાત્મા વિશિષ્ટ જ્ઞાનના બળે તેના ભાવો જાણીને કહે છે, અરે, શ્રીપતિ સાર્થવાહ ! હજુ શૌચ - અશૌચને જાણતો નથી માટે જ મનમાં આવા અશુભભાવો કરે છે. હકીકતમાં બ્રહ્મચર્યનું પાલન એ ભાવશૌચ છે. શરીરમાંથી માંસ અને લોહી ખેંચી લેવામાં આવે તો પછી શરીરને જોવું પણ નહીં ગમે. તેવા શરીરની રક્ષા કરવી પણ દુષ્કર બને છે, કાગડા અને ગીધો તે શરીરને ફોલી ખાવા માટે ધસતા હોય છે. સંસારમાં જન્મ -- જરા - મરણ - આધિ - વ્યાધિ અને ઉપાધિ વખતે બચાવનાર કોણ છે ? વૃદ્ધાવસ્થામાં કોને સમાધિ રહેશે ? સંયમીને સમાધિ સહજ છે. ભોગો ભોગવીને પુણ્ય ખરચી નાખનાર દેવાળિયા કંપનીને અંતે અટવાવું પડશે. પરબ્રહ્મમાં મગ્ન બનેલા પવિત્ર આત્માઓને દ્રવ્યશૌચની જરૂર નથી. દ્રવ્યશૌચની જરૂર તો તેને પડે કે જે અબ્રહ્મની વાસના અને વિકારોથી ખરડાયેલા હોય. વળી પાણીના પ્રત્યેક ટીપામાં રહેલા અસંખ્ય અસંખ્ય જીવોનો તને ખ્યાલ નથી માટે તું આવા વિચારો કરે છે. ત્યારે એને લાગ્યું કે આ કોઈ વિશિષ્ટજ્ઞાની મહાત્મા લાગે છે જે મારા મનોગત ભાવોને પણ જાણે છે. પછી હાથ જોડીને વિનમ્ર સ્વરે તે શ્રીપતિ સાર્થવાહ કહે છે, મહાત્મન્ ! મને ક્ષમા કરજો. આપ કહો છો તે કદાચ સાચું પણ હોય તો પણ હું કુલોચિત ધર્મને છોડી શકું તેમ નથી. બાર-બાર વર્ષો સુધી તીર્થયાત્રા કરી તે ઘરે પાછો આવ્યો ત્યારે વૃદ્ધાવસ્થાને કારણે શરીર, લોહી....માંસ વિનાનું હાડપિંજર જેવું બન્યું છે. 2010_05 Page #70 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિરાગની ભયંકરતા 7 તેથી પુત્ર - પુત્રવધૂ આદર બહુમાન કરતાં નથી. અંતે ક્રોધમાં ને ક્રોધમાં આર્તધ્યાન કરી બકરો થાય છે. પુત્ર - પુત્રવધૂ પિતાના શ્રાદ્ધને દિવસે તે જ બકરાને ખરીદી લાવે છે. બકરાને જાતિસ્મરણ જ્ઞાન થયું. બધું જુએ છે. પોતાના પુત્ર - પુત્રવધૂને ઓળખે છે, પણ ત્યાં જ કપાય છે. જીવતો ચિરાય છે. અને પોતાના જ માંસથી પોતાને જ બલિ અપાય છે. બાકીનું માંસ પુત્ર - પુત્રવધૂ ખાય છે. બકરો મરી. જંગલમાં સર્પ થાય છે. ત્યાં પોતાના પુત્ર - પુત્રવધૂને જોતાં પૂર્વભવના વૈરને કારણે ડંખ મારે છે. મરીને હરણ - હરણી થાય છે. ફરી પાછા તેને જોતાં ડસે છે અને તે હરણ - હરણી મરીને હાથી - હાથણી થાય છે. આ બાજુ સર્પ મરીને સિંહ થાય છે. બંનેનો પરસ્પર સમાગમ થતાં વૈર ઊછળે છે અને સિંહ હાથી - હાથણીને મારી નાંખે છે અને તે બે ભીલ - ભીલડી થાય છે. હવે સિંહના ભવમાં જંગલમાં ફરતાં ફરી તે જ મહાત્માને જુવે છે કે જે પહેલાં શ્રીપતિ સાર્થવાહના ભવમાં જોયા હતા. તે વખતે મહાત્મા એનો પૂર્વભવ યાદ કરાવે છે. જાતિસ્મરણ થાય છે. કાંઈક શાંત થાય છે. ત્યાં ભીલ ભીલડી ફરતાં ફરતાં તીર કામઠું લઈને જંગલમાં આવે છે. સિંહને જોતાં જ વિચારે છે, અહો આ દુરાત્મા શાંત થયેલો દેખાય છે, તેમાં આ મહાત્માનો જ પ્રભાવ દેખાય છે. તેમ વિચારી તેના ઉપર બાણ છોડવા તૈયાર થાય છે. ત્યાં જ મહાત્મા એમને પણ એમના પૂર્વભવો યાદ કરાવે છે. બંનેને જાતિસ્મરણ થાય છે. સિંહનો જીવ વિચારે છે, અહો ! આ મારા પુત્ર - પુત્રવધૂને મેં ત્રણ ત્રણ વખત માર્યોહું કેવો પાપી ? પશ્ચાત્તાપ થાય છે. પુત્ર - પુત્રવધૂને પણ પશ્ચાતાપ થાય છે. અહી અમે અમારા પિતાના જ જીવને મારીને માંસ ખાધું અને આ ભવમાં પણ તેમને મારવા તૈયાર થયાં છીએ. આમ ત્રણે જણાં શુભભાવમાં આવ્યાં. વૈરાગ્નિ શાંત થયો. ત્યાં મહાત્માએ તેઓને વધુ સ્થિર કરવા માટે, ર સા ના, 7 ના યોનિ,... શ્લોક દ્વારા સંસારની અસારતા જણાવી. ત્રણે જણા મહાત્માઓનો ઉપકાર માને છે કે આપ અમને કષાયની આગમાંથી બચાવ્યાં. તેટલામાં જ તેમના પૂર્વભવના તાપસગુરુઓ ફરતા ફરતા ત્યાં આવ્યા. તો ત્રણે જણાંનું વીર્ય ઉલ્લસિત થયું. તેમની પ્રત્યે અત્યંત આદરવાળા થઈને કહે છે, અહો ! તમે તો અમારા પૂર્વભવના ગુરુ છો. તમે અમને તે વખતે પણ ધર્મ પમાડ્યો હતો. હવે આ ભવમાં પણ ધર્મ પમાડો. મહાત્મા વિચારે છે કે અહો ! જીવોનાં કર્મોની કેવી વિચિત્રતા છે ? સાક્ષાત્ ધર્મ પમાડનાર મહાત્માઓને પણ આ લોકો ઓળખી શકતા નથી એમ વિચારી અયોગ્ય જાણી ત્યાંથી વિહાર કરી જાય છે. પછી ભીલ 2010_05 Page #71 -------------------------------------------------------------------------- ________________ 48 યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ભીલડીએ તાપસ દીક્ષા અંગીકાર કરી. સિંહે અણસણ સ્વીકાર્યું. ત્રણે મરીને પહેલા દેવલોકમાં આભિયોગિક દેવ થયાં. તે વખતે ઋદ્ધિમાન દેવતાઓની ઋદ્ધિ જોઈને વિલાપ કરે છે કે, હાય અમે કેવી ભૂલ કરી. પૂર્વભવમાં અમને જૈનગુરુ મળ્યા છતાં અમે દીક્ષા લીધી નહિ. હવે શું થશે ? આના ઉપરથી આપણે સમજવાનું કે દૃષ્ટિરાગાદિના પાશમાં ફસાવું નહીં. બીજાની ભૂલો જોઈ આપણે સુધરી જવું. સત ને જણાવે તે સત્ય. - તે દશ પ્રકારે છે. (1) જનપદ સત્ય : લોક વ્યવહારમાં વપરાતો શબ્દો. (2) સમ્મત સત્ય : જે શબ્દનો અર્થ બધાને સમ્મત હોય તે. (3) સ્થાપના સત્ય : જે કોઈ વસ્તુનું વાસ્તવિક ચિત્ર દોર્યું હોય, ' અથવા મૂર્તિ સ્થાપી હોય તે. અથવા સમ્યગુ જ્ઞાનની સ્થાપના - 35 પુસ્તકો વગેરે. (4) નામ સત્ય : જે નામ થકી જેનો વ્યવહાર કરાતો હોય તે. (પ) રૂપ સત્ય : બહુરૂપી, જે - જે રૂપો કરે, તેવા સ્વરુપે તેને ઓળખવો તે. (6) પ્રતીત્ય સત્ય : પરસ્પર સાપેક્ષ ભાવે, નાના મોટાને, નાનું મોટું જાણવું તે. (7) વ્યવહાર સત્ય : ભોજન કરવા માટે, ભાણું પીરસો એમ કહેવું (8) ભાવસત્ય : સપ્રયોજન. કોઈ પણ પ્રધાન યાને મુખ્ય ભાવને (પરિણામને) આગળ કરીને તેને તથા સ્વરુપે કહેવું છે. જેમ મનુષ્યના બીજા અંગોમાં બીજા વર્ષો હોવા છતાં માણસને - કાળો - ગોરો કહેવાય છે. તે અથવા સપ્રયોજન નિત્યતા - અનિત્યતા, એકતા - અનેકતા, તેમ જ શુદ્ધતા - અશુદ્ધતાનો મુખ્યપણે વ્યપદેશ કરવો તે. (9) યોગસત્ય : જેમ ઘોડા ઉપર બેઠેલાને, ઘોડેસ્વાર કહેવો તે. (10) ઉપમા સત્ય : જેમ કોઈ પરાક્રમી, શૂરવીર પુરુષને સિંહ કહેવો ઉપર જણાવેલા દશે પ્રકારના સત્યને તે - તે ભાવે (સ્વરુપે) સત્ય જાણવા જોઈએ, અન્યથા એક-બીજા સંબંધે વિપક્ષસ બુદ્ધિએ કહેવું તે મિથ્યા છે. 2010_05 Page #72 -------------------------------------------------------------------------- ________________ સુખી થવાની ચાવી બીજાની ભૂલો જોઈને ટકટક ન કરો. તે કરવાથી પુણ્ય ખતમ થઈ જશે. વૃદ્ધાવસ્થામાં શાંતિથી જીવવું હોય તો યૌવનવયમાં અનાસક્ત બનો, મૌન કેળવી લો. જેથી વ્યર્થ શક્તિ ખરચાતી અટકી જાય. સદ્દગુરુઓ સુખી થવાની ચાવી આપે છે. “અ-બ-ક” એમાં “અ” એટલે આનંદમાં રહો. સમાધાનથી જીવ આનંદમાં રહે છે. સંઘર્ષથી જીવ વ્યથિત રહે છે. “બ” એટલે બોલબોલ ન કરો. વડીલોએ ઘડિયાળ પાસેથી શીખવાનું છે. ઘડિયાળ કલાકે અથવા અડધો કલાકે યોગ્ય ટકોરા મારે છે, પણ દર સેકંડે ટકોરા મારે તેવું ઘડિયાળ કોઈ ઘરમાં રાખે ? એટલે અવસરોચિત ઓછું અને પ્રિય બોલીને ખસી જવું. હકીકતમાં you can guide others but cannot disturb others. તમે બીજાને માર્ગદર્શન આપી શકો છો, પણ ખલેલ પહોંચાડી શકતા નથી. આ બંને વચ્ચેની ભેદરેખા અત્યંત પાતળી છે કોઈને કહેવું એ માર્ગદર્શન છે. guidance છે અને કીધા પછી જોયા કરવું - તે કરે છે કે નહીં ?' તે દખલ છે. કહેવાથી આપણી ફરજ પૂરી થાય છે. પછી બીજાના જીવનમાં અનધિકાર ચેષ્ટા કરવાથી શું વળે ? એટલે બોલબોલ ન કરવું. અને “ક” એટલે કામ કરો. કર્તવ્યનું, ફરજનું પાલન કરો. અધિકારની ચિંતા ન કરો. આજે ફરજનું પાલન કરવું એ આપણા હાથની વાત છે. અને અધિકારોને મેળવવા માટે - 1. આપણું પુણ્ય જોઈએ અને 2. સામી વ્યક્તિની પાત્રતા જોઈએ. આ બંને વસ્તુ પરાધીન છે પુણ્ય હોવું પરાધીન છે, પુણ્ય કરવું સ્વાધીન છે, અને સામી વ્યક્તિની પાત્રતા પણ આપણને આધીન નથી. તો અધિકારોની જમાવટમાં વીર્ય ફોરવવું તે મૂર્ખતા છે. એને બદલે ફરજનું પાલન કરો તો આત્મિક કલ્યાણ ચોક્કસ શક્ય બને. માટે જ ગીતામાં કહ્યું છે કે, " ઇવ ધિવકારસ્તે મા જેવુ રાવજ.” યોગ્યતા વિના મળેલી શક્તિ પણ નકામી છે. દા.ત. કષાયની હાજરીમાં થયેલું જાતિસ્મરણ જ્ઞાન બહુ નુકસાન કરે છે. અંદર શાંતિ ન હોય અને બહારથી ભડકો થાય તો શું કરવાનું ? એના કરતાં તો અજ્ઞાન શ્રેયસ્કર બની શકે. આર્તધ્યાનથી દુર્ગતિમાં ફેંકાવાનું બને છે માટે જ ધર્મધ્યાનના આલંબનથી આર્તધ્યાનને દૂર કરવાનું છે. પ્રકારોતરના આર્તધ્યાનથી અપધ્યાન બંધ થતું નથી અને અર્થ અને કામની આસક્તિથી સમાધિ દુર્લભ બને છે. ઉત્તમ ભવ હારી જવાય છે, તક ચૂકી જવાય છે. 2010_05 Page #73 -------------------------------------------------------------------------- ________________ 50 યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ જ્યાં સુધી જીવ વીતરાગ નથી બન્યો ત્યાં સુધી તેને કોઈ ને કોઈના સંબંધમાં તો આવવું જ પડશે. જીવો રાગ વિના રહી જ શકતા નથી તો પછી વિવેકપૂર્વક જો તારક તત્ત્વો જોડે સંબંધ બાંધવામાં આવે તો દુર્ગતિ દૂર થઈ જાય. તમને જેમ ધર્મ કરતાં નથી આવડતો, તેમ રાગ કરતાં પણ નથી આવડતો. વિષય - કષાયની પરિણતિ ઘટ્યા વગર તારક તત્ત્વો પ્રત્યે રાગ થઈ શકતો નથી. એ તો કોઈ વિરલાને જ તારક તત્ત્વો ગમે છે. ધરતી પરનું સ્વર્ગ મા - બાપે સંતાનોનું બુદ્ધિથી પૃથક્કરણ કર્યું નથી, પણ તેઓ માત્ર હૃદયથી પ્રેમ આપીને સંતાનોને મોટાં કરે છે. તો સંતાનોએ પણ પોતાની નૈતિક ફરજને અદા કરતાં વડીલોને હૃદયથી જોવાં જોઈએ, બુદ્ધિથી નહિ. * જેની બુદ્ધિ “સત્ય” તરફ ગતિ કરી છે તે બુદ્ધિશાળી બને છે. કઃ જેની બુદ્ધિ “અહં' તરફ ગતિ કરે છે તે બુદ્ધિજીવી બને છે. હૃદય અને બુદ્ધિના તફાવતમાં બુદ્ધિજીવીની બુદ્ધિની વિવક્ષા છે. હૃદય (1) હૃદય પરિસ્થિતિનો સ્વીકાર કરે છે. (1) બુદ્ધિ પરિસ્થિતિનો સામનો કરે છે. (2) હૃદય બીજાના સુખને કેન્દ્રમાં રાખે છે. (2) બુદ્ધિ પોતાના સુખને કેન્દ્રમાં રાખે છે. (3) હૃદય પાસે સમાધાનની કળા છે. Art (3) બુદ્ધિ, ધાર્યું ન થતાં સંઘર્ષ કરે છે. of Compromise. (4) હૃદય પોતાની ફરજનો વિચાર કરે છે. (4) બુદ્ધિ પોતાના અધિકારનો વિચાર કરે (5) હૃદય પાસે લાગણી છે. (5) બુદ્ધિ પાસે માંગણી છે. (6) હદય હંમેશા પોતાની ભૂલ જુએ છે. (6) બુદ્ધિ હંમેશા બીજાની ભૂલ જુએ છે. (7) હૃદયમાં કૃતજ્ઞતા છે એટલે બીજાના (7) બુદ્ધિમાં અહંકાર છે એટલે પોતે બીજા ઉપકારોને યાદ કરી નમ્ર અને પરોપકાર ઉપર કરેલા ઉપકારોને સતત યાદ કરે તત્પર બને છે. છે. અક્કડતા એ શબની પહચાન છે. (8) હૃદય સંવેદન શીલ છે. (8) બુદ્ધિ કઠોર છે. (9) હૃદયની ભાષા છે સારુ, ગમશે ફાવશે. (9) બુદ્ધિની ભાષા છે. How ?Why ? .મહત્તિ. આ હું નહીં ચલાવી લઉં ? (10) હૃદય બીજાની ભૂલને માફ કરે છે. (10) બુદ્ધિ બીજાની ભૂલની સજા કરે છે. (11) હૃદય બીજાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિ (11) બુદ્ધિ બીજાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિ ઉપર આક્ષેપ કરતું નથી. અને પોતાની ઉપર જલ્દી આક્ષેપ કરે છે અને પ્રવૃત્તિ જોઈને વૃત્તિની જરુર તપાસ કરે પોતાની ભૂલને વ્યાજબી ઠરાવવા પ્રયત્ન કરે છે. (12) હૃદય મનઃસ્થિતિને સુધારવા પ્રયત્ન કરે (12) બુદ્ધિ પરિસ્થિતિને સુધારવા પ્રયત્ન કરે છે. 2010_05 Page #74 -------------------------------------------------------------------------- ________________ જીવનની જરૂરિયાત પરમાત્માનું સમગ્ર જીવન પ્રશસ્ત છે. પ્રભુની કર્મકાય, ધર્મકાય અવસ્થા દ્વારા જગતના જીવો ઉપર સતત પરોપકાર થયા કરે છે. પ્રભુએ અહિંસા - સંયમ અને તપની સાધના બતાવીને મોક્ષમાર્ગ સ્પષ્ટ બતાવી દીધો. અહિંસાનું પાલન સંયમ - તપ દ્વારા શક્ય છે. જેના જીવનમાં તપ નથી તેના જીવનમાં તપના પ્રતિપક્ષી રૂપે ખાન - પાન - માન આવીને ઊભા રહે છે. અર્થશાસ્ત્રમાં જીવનોપયોગી પદાર્થોના ત્રણ વિભાગ બતાડ્યા છે. (1) જરૂરિયાત (2) સગવડ અને (3) શોખ. હવા - પાણી પ્રકાશ એ જરૂરિયાત છે. પંખો - લાઈટ વિ. સગવડ છે અને એરકંડીશન વિ. શોખ છે. જરૂરિયાતમાં પણ માણસ પોતાની ઈચ્છા મુજબ તેની યાદી ન બનાવે તે માટે શાસ્ત્ર જરૂરિયાતની વ્યાખ્યા નક્કી કરી આપી ઉત્સર્ગ માર્ગ ઊના ઘીથી ચોપડેલી રોટલી, થીગડા વિનાનું વસ્ત્ર અને અખંડ નળિયાંવાળું ઘર મળી જાય પછી જીવનની જરૂરિયાતો પૂરી થઈ જાય છે. પુણ્યના ઉદયમાં જીવ ભાન ભૂલે છે અને નેહા નીહો તેદી તો જેમ લાભ (પ્રાપ્તિ) થાય તેમ લોભ વધતો જાય છે. એક વખત પેસેફિક મહાસાગરમાં એક વહાણ ભાંગી ગયું. મુસાફરોએ લાકડાનાં પાટિયાં વિ. જે મળ્યું, તેના સહારે તેઓ સમુદ્રમાં તરવા લાગ્યા. એક પ્રવાસીના હાથમાં એક મજબૂત પાટિયું આવ્યું, તેણે પાટિયાને બરોબર પકડી રાખ્યું. સમુદ્રના ઝંઝાવાતો વચ્ચે પણ પાટિયાને છોડ્યું નહિ અને 60 દિવસે એ પ્રવાસી પેસેફીક મહાસાગરના કિનારે આવ્યો ત્યારે પત્રકારો એની ચોમેર ઘૂમી વળ્યા અને '60 days of pecific' 60 દિવસના પેસેફીક સાગરના અનુભવોને પૂછવા લાગ્યા. એ ભાઈએ અત્યંત શાંતિથી કહ્યું કે હું તો સતત એ વિચારતો હતો કે, “ઓ પ્રભુ તું મને બે પગ મૂકવા માટે ધરતી આપ અને એક ગ્લાસ મીઠું પાણી પીવા આપ - બસ, તેનાથી વધારે મારે કંઈ જોઈતું નથી.” હકીકતમાં આપણી પ્રાથમિક તનની જરૂરિયાતો ઘણી ઓછી છે પણ મનની ભૂખને કોઈ સંતોષી શકતું નથી. ઓછામાં ઓછી ચીજથી જીવવું એ આર્યદેશની શ્રેષ્ઠ પદ્ધતિ હતી. વધુમાં વધુ ચીજોથી જીવવું એ અનાયશની પદ્ધતિ છે. અંગ્રેજીમાં પણ એક તત્ત્વચિંતકે લખ્યું છે કે, That man is richest whose pleasures are cheapest. જગતમાં સંયમીને ઓછામાં ઓછી વસ્તુથી ચાલે છે અને વળી તેમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવનો પ્રતિબંધ હોતો નથી. જગતના કોઈ પણ 2010_05 Page #75 -------------------------------------------------------------------------- ________________ પર યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પદાર્થ મેળવવા પાછળ ઘણી હિંસા કરવી પડે છે. એક કપ ચા માટે પણ અસંખ્ય અપૂકાય, તેઉકાય, વાયુકાય વિ. જીવોની હિંસા કરવી પડે છે. પદાર્થોની જરૂરિયાત વધારતાં દ્રવ્યહિંસા વધે છે અને પદાર્થોની જરૂરિયાત ઘટાડતાં દ્રવ્યહિંસા ઘટે છે. અને તે પદાર્થોમાં રાગાદિ થતાં ભાવહિંસા વધે છે. સ્પૃહા વગરનું મન બનાવો તો જ આ બધાં પાપોથી અટકી શકાય તેમ છે. પૌગલિક પદાર્થોની ઈચ્છા કરી, તે માટે પ્રવૃત્તિ કરી, પ્રાપ્તિ થઈ અને તૃપ્તિ થઈ. હવે આ પદાર્થ પુદ્ગલસ્વરૂપ છે, સ્વયં વિનાશી છે, એથી તેના દ્વારા થતી તૃપ્તિ પણ સાદિ - સાંત બની રહેશે. અને વળી ઈચ્છા ઊભી થતાં પ્રવૃત્તિ - પ્રાપ્તિ - તૃપ્તિનો ચક્રાવો ઊભો રહે છે. જ્ઞાની પુરુષ આપણને સમજાવે છે કે હવે એક એવી ઇચ્છા - સ્વરૂપને પામવાની ઈચ્છા ઊભી કરો, તેના માટે પ્રવૃત્તિ કરો, તે પામો તો તેનાથી ઊભી થતી તૃપ્તિ પણ સાદિ - અનંત રહેશે. સંસારી અને જ્ઞાનીમાં આ જ તફાવત છે; સંસારી જીવો ઇચ્છાની પૂર્તિ માટે સતત પ્રયત્નશીલ રહે છે જ્યારે જ્ઞાનીઓ ઈચ્છાનું વિલીનીકરણ કરવા તત્પર બને છે. ઇચ્છા આકાશ સમી છે. તેનો અંત થઈ શકતો નથી માટે જ્ઞાની ઈચ્છાઓનો નાશ કરી નિરીહતા ગુણને કેળવે છે. ગૃહસ્થજીવન પણ તેનું જ શ્રેષ્ઠ છે. જેને જરૂરિયાત ઓછી છે. જરૂરિયાત - સ્પૃહા વિનાનું મન, આત્માને મોક્ષની નિકટમાં લઈ જાય. બાર વ્રતનું પાલન બધી જરૂરિયાત અને ભોગવટા ઉપર અંકુશ મૂકે છે. ભોગ અને ભોગની સામગ્રી પાપરૂપ લાગે ત્યારે તેમાંથી જીવ પાછો વળે છે. ભગવાને આપણને આચારમાં અહિંસા, જીવનમાં કર્મવાદ અને વિચારમાં સ્યાદ્વાદ આપ્યો છે. સ્યાદ્ એ અપૂર્ણતાનું ઘાતક છે. સ્યાદ્ એટલે કિંચિત. પરમાત્મા અસ્યા છે. પૂર્ણ છે. પરમાત્મા કહે છે કે, “તું પૂર્ણ ન બને ત્યાં સુધી ભૌતિક પુણ્યથી કે આધ્યાત્મિક પુણ્યથી જે કાંઈ મળે છે તે સ્યાદ્ - કાંઈક - જ છે. અર્થાત ઘણું બધું નથી. ભૌતિક સુખ ગમે તેટલું હોય તો પણ બધાને બધું - પૂર્ણ મળે નહિ. બળદેવને પ્રતિવાસુદેવનાં સુખો મળતાં નથી, પ્રતિવાસુદેવને વાસુદેવના સુખો મળતાં નથી, વાસુદેવને ચક્રવર્તીના સુખો મળતાં નથી, ચક્રવર્તીને ઇન્દ્રનાં, ઇન્દ્રને અહમ્ ઇન્દ્રનાં સુખો મળતાં નથી. પૌદ્ગલિક સુખોને પામીને કોઈ પણ આત્મા પૂર્ણ બનતો નથી. પુદ્ગલ સ્વયં અપૂર્ણ છે. જે ચીજ અપૂર્ણ છે તેને પામીને આત્મા કઈ રીતે પૂર્ણતાને પામે ? સંસારમાં જે કાંઈ મળે છે તે અલ્પ, અધૂર, વિનાશી, ચાલી જવાના સ્વભાવવાળું મળે છે. ચક્રવર્તી અને ઇન્દ્રના સુખમાં પણ પૂર્ણતા નથી. આજે તમને જે કાંઈ મળ્યું છે તે કેટલું છે ? વિશ્વના નકશામાં હિન્દુસ્તાનનું સ્થાન 2010_05 Page #76 -------------------------------------------------------------------------- ________________ જીવનની જરૂરિયાત પ૩ કેટલું ? તેમાં ગુજરાતના ભાગે કેટલી જગ્યા ? તેમાં પણ અમદાવાદ કેટલું ? તે અમદાવાદમાં જૈનનગરનું સ્થાન કેટલું ? અને તે જૈન નગરમાં 35 નંબરના તમારા બંગલાનું સ્થાન કેટલું ? એક ટપકાથી પણ બતાડી શકાય તેમ છે ? તમારો બંગલો વિશ્વના નકશામાં સોયના ટપકાથી પણ બતાડી શકો તેમ છો ? ના, છતાં પણ એવા મુફલીસ પુણ્યના ઉદયમાં રાજીના રેડ થઈને દિવ્ય પુરુષાર્થની તકને હારી રહ્યા છો. આવા મામૂલી પુણ્યોદયમાં રાજી થવું એ એક નંબરની પાગલતા છે. રાજા મહારાજા, શ્રેષ્ઠી - પુત્રો, ચક્રવર્તી, ગણધર, તીર્થકરે આ બધું છોડ્યું !! શા માટે ? ઉત્તમ માણસો સારી વસ્તુને છોડે ખરા ? અને ઉત્તમ માણસોએ છોડેલી વસ્તુને સારી પણ કહેવાય ખરી ? ના, તો પછી ખરાબ વસ્તુ સારી લાગે એ માણસને બુદ્ધિશાળી કહેવાય ? વળી જીવો અનંતા છે ને પુદ્ગલની સામગ્રી મર્યાદિત છે. ખાલી પંચેંદ્રિય જીવો અસંખ્યાતા છે, તેમાં ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે. ભોગસામગ્રી રૂપે રહેલા પુદ્ગલના સ્કંધો મર્યાદિત છે. માટે બધાને બધા સ્કંધો ભોગવવા મળતા નથી અને જેઓને પૌલિક સામગ્રી ભોગવવા મળી છે તેઓને પણ આયુષ્ય પૂર્ણ થતાં આ બધું છોડીને જવું પડે છે. પુણ્યોદય હોય તો જીવનના અંતિમ શ્વાસ સુધી આ બધું રહે છે અને તમે ચાલ્યા જાઓ છો અને પુણ્ય ઘટે તો તમે ઊભા રહો અને બંગલા ચાલ્યા જાય આવું બને છે. ટૂંકમાં સંયોગ એ વિયોગના ગર્ભને લઈને જ જન્મે છે. ઉત્કૃષ્ટ પુણ્યોદયથી પણ જે સુખની સામગ્રી મળે છે તે યાદુ છે, કાંઈક છે. ઘણું બધું મળતું નથી, મળશે નહિ અને મળ્યું પણ ન હતું. આ વાત જે ભૂલ્યા તે બધા આત્મિક પુરુષાર્થ ચૂક્યા, તેનું ભાવી પણ સલામત નથી અને તેઓએ ભવોભવ સંસારમાં રખડવાનું, રઝળવાનું નિશ્ચિત કર્યું. આત્મિક પુરુષાર્થ ખોયો. તેનું ભાવિ તો ખરાબ જ છે. જીવ પાસે સામગ્રીનું ઠેકાણું નથી અને અહંકારનો પાર નથી. ભિખારી શાનો અહંકાર કરી શકે ? મારે હજુ ઘણું મેળવવાનું છે એમ જીવ સમજે તો શાંત અને નમ્ર બને. પરમાત્માનો સ્યાદ્વાદ જેને સમજાય તે જગતનું યથાર્થ દર્શન કરી શકે અને સમજી શકે છે કે, મારા આત્માના ઉત્થાન માટે મારે મારા મતિજ્ઞાનને સ્વચ્છ અને પૂર્ણ બનાવવાનું છે. મતિજ્ઞાનમાંથી વાદ, વિવાદ, સંક્લેશ, અહંકાર, આસક્તિઓને કાઢીને મતિજ્ઞાનને મુલાયમ બનાવવાનું છે. મતિ સ્વચ્છ બનતાં પરિબળો સહજ રીતે સુધરતાં જશે. પરિણામ સુધરે તો જ મતિજ્ઞાન સ્વચ્છ બને. અંતર્મુખ આત્મા સમજે છે કે મને જે કંઈ મળ્યું છે તે આત્માથી ભિન્ન છે અને એ માટે પરિણામ ન બગાડતાં, આત્માની પરિણતિને સ્વચ્છ, સ્વચ્છતર અને સ્વચ્છતમ બનાવવી એ જ મોક્ષમાર્ગ છે. પાપો ન કરવા છતાં જ્યાં 2010_05 Page #77 -------------------------------------------------------------------------- ________________ 54 યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ સુધી પાપોનો પક્ષપાત, પાપરુચિ, પાપનું વલણ મનમાં બેઠું છે ત્યાં સુધી અવિરતિજન્ય પાપ ચાલુ જ છે. આખું વિશ્વ માને છે કે જ્યાં સુધી જીવ પાપ કરે ત્યાં સુધી તેને કર્મબંધ થાય. પણ જિનશાસનનો વિરતિનો આદર્શ, Concept સમજાવે છે કે આત્મા પાપ કરે યા ન કરે પણ જ્યાં સુધી આત્માને પાપનું વિરમણ નથી ત્યાં સુધી કર્મબંધ ચાલુ જ છે. આજે વૃક્ષો વિ. એકેંદ્રિય જીવો હિંસા કરે ? જુઠું બોલે ? મૈથુન સેવે ? પરિગ્રહ રાખે ? ક્રોધ - માન - માયા - લોભ પ્રગટપણે કરી શકે છે ? એકેંદ્રિય જીવો આ જગતનાં કહેવાતાં કયાં પાપો કરી શકે છે ? છતાં તેનો મોક્ષ કેમ નથી ? પાપ ભલે ન કરે પણ અપેક્ષા રહી છે. આજે સામગ્રી, શક્તિ અને સંયોગના અભાવમાં તેઓ પાપ નથી કરતા, પણ સંયોગો સાનુકુળ મળતાં પાપ કરવાનું ચાલુ થઈ જવાનું છે. બસ, આ અપેક્ષાને કારણે પાપબંધ ચાલુ જ છે. વિરતિ ગ્રહણ કરવાથી આ અપેક્ષાનો છેદ ઊડે છે. વિરતિ એટલે શ્રી અરિહંત પ્રભુની સાક્ષીએ પ્રતિજ્ઞાબદ્ધ થઈને પાપથી અટકવું. સર્વવિરતિ લેનારો આત્મા આ જગતમાં થતાં બધા પાપોનું કનેક્ષન તોડી નાખે છે. મન - વચન - કાયા, કરણ - કરાવણ અને અનુમોદનથી આ સાધક પાપપ્રવૃત્તિથી અટકી જાય છે. જ્ઞાનીઓએ વિરતિ ધર્મ બતાવી જબરજસ્ત ઉપકાર કર્યો છે. જીવ વિરતિધર્મનું દ્રવ્યથી પાલન કરે તો પણ દુર્ગતિને અટકાવી શકે છે. વિરતિધર્મ ભવાંતરે વળી પાછું ચારિત્ર અપાવે અને આ રીતે ભાવચારિત્રની સ્પર્શના થતાં જીવ મોક્ષની નિકટ પહોંચે છે. પરમાત્માએ બતાવેલા ચારિત્રના પાલન વિના મોક્ષમાર્ગ નથી. પુણ્યથી શક્તિ મળે, ધર્મથી તેનો સદુપયોગ થઈ શકે. પૈસાથી ચશ્મા મળે, પુણ્યથી આંખો મળે, ધર્મથી નિર્વિકારી દષ્ટિ મળે. પૈસાથી માથાના વાળ સેટ થાય, પુણ્યથી માથું મળે, ધર્મથી સદ્દવિચાર મળે. પૈસાથી કાંડા ઘડીયાળ મળે, પુણ્યથી હાથે મળે, ધર્મથી હાથનો સદુપયોગ દાન, પ્રભુપૂજામાં થાય. પૈસાની તાકાત પુરી થાય ત્યાં પુણ્યની તાકાત શરુ થાય અને પુણ્યની તાકાત પુરી થાય ત્યાં ધર્મની તાકાત શરુ થાય. 2010_05 Page #78 -------------------------------------------------------------------------- ________________ જીવનની વાસ્તવિકતા જગતમાં જીવો સુખની ઇચ્છાએ પાપ કરે છે, ભૌતિક સુખની ઇચ્છા જેટલી તીવ્ર તેટલો પાપબંધ વધારે. અને તેનાથી જીવો દુઃખો પામે છે. જગતમાં ક્ષણનું સુખ, મણનું પાપ અને ટનનું દુ:ખ પડે છે આ સત્ય સમજાઈ જાય તો જીવ વિવેકી બની જાય છે, સુખાભાસને છોડી આત્માના ગુણોનું સુખ મેળવવા તત્પર બને છે. ધર્મની ક્રિયા એ વ્યવહારમાર્ગ છે, એના આલંબને જીવની આસક્તિ તૂટે છે અને વાસ્તવિક ધર્મ થઈ શકે છે. ધર્મક્રિયા કરનારની જો લોભવૃત્તિ તૂટી નહિ, વિષયાકર્ષણ ઘટ્યું નહિ તો આત્માએ પરમાર્થથી ધર્મ કર્યો કેવી રીતે કહેવાય ? સંજ્ઞાનો નાશ એ ધર્મનું વાસ્તવિક ફળ છે. પ્રભુએ દાન, શીલ, તપ, ભાવ ધર્મ બતાવ્યો છે પણ તેમાં સમજવું કે - 25,000 રૂ. દાનમાં આપ્યા તે દાનક્રિયા થઈ અને પરિગ્રહ સંજ્ઞા તૂટે તો દાનધર્મ થયો સમજવો. તેવી રીતે પાંચમ, આઠમ ચૌદસે જીવ અબ્રહ્મનો ત્યાગ કરી બ્રહ્મચર્ય પાળે છે એ શીલક્રિયા થઈ અને મૈથુનસંજ્ઞાનો હ્રાસ, નાશ એ શીલધર્મ થયો. તેવી રીતે એકાસણું, અબીલ, ઉપવાસ વગેરે તપક્રિયા થઈ અને આહાર સંજ્ઞાનો ફોર્સ તૂટે કે છૂટે તો તપધર્મ થાય છે. એવી રીતે પ્રભુની પાસે ગગદ અવાજે ક્રિયામાં એકતાન થઈએ તે ભાવક્રિયા થઈ અને પુણ્યના ઉદયથી મળેલો સુખમય અનુકૂળ સંસાર કે પાપના ઉદયથી મળેલો દુ:ખરૂપ પ્રતિકૂળ સંસાર એ અસાર લાગે ત્યારે ભાવધર્મ થયો સમજવો. પ્રકૃતિથી નિર્ગુણ સંસારમાં રતિ છોડવા માટે ભાવધર્મનું આલંબન લેવું પડશે. ભવોભવનાં દુઃખોથી છુટકારો જોઈતો હોય તો ચારિત્ર એ શ્રેષ્ઠ માર્ગ છે. જિનવચનની જે રીતે સદુહણા થવી જોઈએ તે રીતે કરતાં નથી માટે ઉત્થાન થતું નથી. જિનવચન ભવ્યજીવોને સંસારરૂપી કૂવામાંથી બહાર કાઢવા માટે દોરડા સમાન છે. સ્ત્રી પાણી ભરવા જાય 300-400 ફૂટ દોરડું આખું પાણીમાં નાંખી દે છે, ઘડો નાખી દે છે છતાં ચાર આંગળનું દોરડું હાથમાં છે તો ઘડો, પાણી, લાંબું એવું દોરડું બધું જ પાછું આવે છે, બસ, આ જ રીતે તમે સંસારમાં ગળાબૂડ ડુબેલા હો તો પણ જિનવચનને ઉપયોગમાં લૂંટ્યા કરશો તો નક્કી તમે તમારા આત્માને પામી શકશો, જિનવચન રૂપી મશાલ પાસે મોહનું અંધારું, કર્મોનો પડછાયો અને દુઃખનું અસ્તિત્વ ટકી શકતું નથી. જિનવચન ગમી જવું, તેનું ચિંતન - મનન - નિદિધ્યાસન કરવું એ જ શ્રેષ્ઠ પુણ્યોદય છે. અને પૈસા, ભોગ અને સંસાર ગમવો એ જ ઉત્કૃષ્ટ પાપોદય છે. આ સંસારના રવાડે ચડ્યા એટલે અનંતા જન્મો થયા, અનંતીવાર 2010_05 Page #79 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ઠાઠડીએ બંધાણા, ચિતામાં સળગ્યા. અનંતા જન્મોમાં આપણે કેટલું ખાધું ? તેનું માપ કાઢીએ તો અનંત મેરના ઢગલાઓ વામણા લાગે, અનંતા જન્મોનાં સ્તનપાનને ભેગું કરવામાં આવે તો સ્વયંભૂરમણ સમુદ્ર ખાબોચિયું લાગે. આટલું પરિભ્રમણ કર્યા પછી હવે મનુષ્યના ભાવમાં શું ભોગવવાનું બાકી છે ? વિરતિના પાલનથી જ સફળ બનતા મનુષ્યભવને જો અવિરતિમાં જ પસાર કરીશું તો તક ગુમાવી કહેવાશે. સર્વવિરતિ પાલનનું સામર્થ્ય ન હોય, મનોબળ ન હોય તો છેવટે મનોરથો તો કરો. ભાવનાથી ચારિત્રમોહનીય તૂટશે અને ભવાંતરમાં ચોક્કસ ચારિત્ર મળશે, પણ તે માટે આ ભવમાં યથાશક્તિ રત્નત્રયીની આરાધના કરવી પડશે. ચારિત્રની પ્રાપ્તિ સુલભ બનાવવા ઈચ્છનારે વિલાસી અને વૈભવી જીવનને દેશવટો આપવો પડશે. પ્રભુએ વિરતિ ધર્મની મહત્તા સમજાવી, અવિરતિનું નુકસાન બતાવ્યું, હવે આપણે આ ન સમજીએ તો પ્રભુનું આલંબન કેવી રીતે ઊભું રહેશે ? જીવના પ૬૩ ભેદોમાં દેવલોકમાં ચારિત્ર મળે ? નારકીમાં ચારિત્ર મળે ? તિર્યંચમા ચારિત્ર મળે ? અનાર્ય દેશ, અનાર્યકુળમાં ચારિત્ર મળે ? અકર્મભૂમિ, પ૬ અંતર્લીપમાં ચારિત્ર મળે ? ના. પંદર કર્મભૂમિમાં બધા, મનુષ્યને પણ ચારિત્ર મળતું નથી. જૈન કુળમાં જન્મેલા પાંચ હજાર છોકરાની કુંડળીમાં ચારિત્રની કુંડળી માંડ-પ-૫૦ની મળે છે, તેમાં ઊંચા ચારિત્રની કુંડળી બહુ વિરલ હોય છે. સંસાર ભોગવવાની કુંડળી ઘણા બધાંની મળે. તમને મનુષ્યભવનું પુણ્ય મળ્યું છે, આદિશ, આર્યકુળ, જૈનજાતિ, જૈનકુળ મળ્યું છે, જૈન શાસન પામ્યા પછીની પ્રત્યેક પળ કર્મને ખોખરા કરવા માટેના પરાક્રમની તક સ્વરૂપ છે, અમે એ તકને ઝડપી લીધી. અમને તો જાણે લોટરી લાગી ગઈ. કર્મની સામે યુદ્ધધોરણે ઝુંબેશ ઉપાડીને ભગીરથ પુરુષાર્થ આદરવાનું અમે નક્કી કર્યું છે. તમે શું નક્કી કર્યું છે ? પ્રભુનું બીજું વિશેષણ - અયોગી પ્રભનું બીજું વિશેષણ મૂક્યું છે, “અયોગી.” પ્રભુ મન - વચન-કાયાના યોગ રહિત છે. યોગથી રહિત થવું તે જ સિદ્ધપણું છે. સિદ્ધાત્મા અયોગી ગુણસ્થાનકને સ્પર્શીને અયોગી બને છે. ધર્મકાય અને કર્મકાય પછી અયોગી વિશેષણ દ્વારા પ્રભુની તત્ત્વકાય બતાવી છે. અયોગી ગુણસ્થાનકમાં અયોગીનો અર્થ છે, મન-વચન-કાયાનો યોગ અર્થાત ક્રિયાનો અભાવ અને સિદ્ધો તો મન-વચન-કાયાના અભાવવાળા હોવાથી અયોગી છે આપણે પણ પ્રશસ્ત મન - વચન - કાયાના વ્યાપારથી અપ્રશસ્તને દૂર કરી પોગરહિત બનવાનું છે. ઉપયોગની અંદરથી ઘાતકર્મો ગયાં એટલે અઘાતિ કર્મો ખોખરાં બની જાય છે. મોહનીય કર્મની ગેરહાજરીમાં વેદનીય કર્મ પોતાનો વિપાક બતાવી શકતું નથી. શાતા - અશાતા; સુખ - દુ:ખના વિપાક બતાવવા માટે અસમર્થ 2010_05 Page #80 -------------------------------------------------------------------------- ________________ જીવનની વાસ્તવિકતા છે. મોહનીય કર્મ જાય એટલે નામ અને ગોત્રકર્મ પણ દેહભાવને પુષ્ટ કરવામાં સમર્થ બની શકતાં નથી. ઘાતીના નાશ પછી અઘાતી કર્મ બળી ગયેલી સીંદરીવત્ છે જેનો માત્ર આકાર છે. હકીકતમાં તો રાખની ઢગલી જ હોય છે. અઘાતિ કર્મોમાં પ્રધાનતા આયુષ્યકર્મની છે. ઘાતિકર્મનાં પ્રધાનતા મોહનીયકર્મની છે. તે ઉપયોગ ઉપર અસર કરે છે, ચેતનાને કંઠિત કરી નાંખે છે. મતિજ્ઞાનમાં વિકારોને ઘુસાડી દે છે. આત્મા સુખસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે. અને પ્રેમસ્વરૂપ છે. પણ મોહનીયકર્મે વિજયી ફટકો આપીને આત્માને પોતાના આનંદ સ્વરૂપથી ભ્રષ્ટ કર્યો છે. આ આનંદ શાતા અને અશાતામાં વહેંચાઈને વિકૃત બની ગયો છે, જ્ઞાન એ અજ્ઞાન એટલે અલ્પજ્ઞાન અથવા વિપરીતજ્ઞાનમાં Convert થઈ ગયું છે અને આત્માનો પૂર્ણ પ્રેમ, રાગ અને દ્વેષમાં વિભક્ત થઈ ગયો છે. પ્રેમ વ્યાપક હોય છે, રાગ સીમિત હોય છે. વળી પ્રેમ આત્માશ્રિત હોય છે રાગ દેહાશ્રિત હોય છે. પ્રેમમાં સમર્પણ છે. ઘસાઈ છૂટવાની તૈયારી છે, રાગમાં સ્વાર્થવૃત્તિ છે, લૂંટી લેવાની વૃત્તિ છે. આજે સંસારમાં સુખ ઓછું - આટામાં લુણ જેટલું કે સમુદ્ર પાસે બિંદુ જેટલું છે અને દુઃખ ઘણું છે. મોહનીય કર્મની અસર નીચે રહેલું આત્માનું જ્ઞાન વિકારી બની જાય છે. અને તેથી આપણે દેહમય, ઈન્દ્રિયમય, સ્વજનમય બન્યા. હકીકતમાં જ્ઞાનાનંદને લૂંટવાનો હતો. જ્ઞાનથી પદાર્થને માત્ર જાણવાનો હતો તેમાં ભળવાનું ન હતું. કેવળજ્ઞાની કેવળજ્ઞાનથી જગતના સૈકાલિક પર્યાયોને એક જ સમયે જુએ છે, જાણે છે, પણ વેદે છે તો સ્વરૂપને. માટે તેઓ જ્ઞાનાનંદની મસ્તીમાં છે. આપણે જ્ઞાનથી જોયને જાણી શેયમાં ભળી જઈએ છીએ માટે આત્માનો જ્ઞાનાનંદ આત્માથી વિખૂટો પડી જાય છે. જગતના પદાર્થોમાં સાક્ષીભાવ રાખવા દ્વારા આપણે નિજાનંદની મસ્તીને પામી શકીએ છીએ. આપણે હંમેશાં આપણા વિચારોના પણ સાક્ષી બનવું જોઈએ, આગ્રહી ન બનવું always be the witness of your thoughts. not the victim of your thouhts. જગતમાં પર એવા દેહાદિને સ્વ માનવાની ભૂલ કર્યા પછી આપણી ઓળખાણ અને સરનામું પણ ખોટું આપીએ છીએ. તમને પૂછે, તમે કોણ છો ? તો કહેશો કે, હું મહેન્દ્રભાઈ છું. હું છગનભાઈ છું ? તમારું સરનામું કયું ? તે સરનામા ઉપર તમે ત્રણે કાળ મળો ખરા ? જગતની દૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિ હંમેશાં જુદી હોય છે. એક રાજાના રાજ્યમાં પ્રખર જ્યોતિષી આવ્યો. તેણે ભવિષ્ય ભાખ્યું કે આ વર્ષે વરસાદ પડશે, તેનું પાણી જે કોઈ પીશે તે ગાંડા થશે. આ 2010_05 Page #81 -------------------------------------------------------------------------- ________________ 58 યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ સાંભળી લોકોએ પાણી ભેગું કર્યું. ટાંકાના ટાંકા પાણીથી ભરી દીધા અને વરસાદનું પાણી ન પીતાં ભરેલા ટાંકામાંથી પાણી પીવા લાગ્યા. પણ કાળ પસાર થતાં ભરેલું પાણી ખલાસ થઈ ગયું અને લોકોથી તૃષા સહન ન થતાં વરસાદના નિષિદ્ધ કરેલા પાણી પીવા માંડ્યા. અને તેથી લોકો ગાંડા થયા. રાજા અને મંત્રી આ બે જણે પાણી ન પીધું અને તેઓ ગાંડા ન થયા. એટલે આ બંને વ્યક્તિની ચેષ્ટાઓ જગત કરતાં જુદી હતી એટલે જગતના ગાંડા થયેલા લોકો આ બેને ગાંડા કહેવા લાગ્યા - હવે શું કરવું ? ડાહ્યા માણસો પાગલમાં ખપી રહ્યા છે. વિચક્ષણ, મંત્રીએ કહ્યું કે, રાજનું ! હવે બનાવટી ગાંડા બનો. એ સિવાય છૂટકો જ નથી.' ગાંડો માણસ ડાહ્યો કોને કહે ? પાગલ જેવી એટલે કે પોતાના જેવી ચેષ્ટા કરે તેને ડાહ્યો કહે. તમારું કુટુંબ આજે તમને ડાહ્યા કેમ કહે છે ? ખબર છે ? તમે એના જેવા પાગલ છો માટે. આજે તમે કુટુંબીઓ જોડે હસીને બોલવાનું બંધ કરો, ટેસ્ટથી ખાવા પીવાનું બંધ કરો. ટી.વી.ની મોજ - મજા બંધ કરો તો તમને બધા પાગલ કહેશે, અવ્યવહારુ કહેશે. સંસારની આ જમાતના ઉદ્દગારો છે કે તમે લોલ કે લોલ ચાલો તો તમે ડાહ્યા. હવે જ્ઞાનીની દૃષ્ટિથી ચાલતાં તમને લોકો પાગલ જ કહેશે. એટલે નિષ્કર્ષ એ આવ્યો કે, જ્યારે તમારા કુટુંબીઓ, સ્નેહીજનો, મિત્રો તમને ગાંડા કહે ત્યારે સમજજો કે તમે ડાહ્યા છો. હકીકતમાં મોહના ઉદયથી જીવે તે બધા પાગલ અને વિવેકથી જીવે તે બધા ડાહ્યા. તમારા ઘરમાં કોઈ વિરાગીને રહેવાનું સ્થાન છે ? તમારા છોકરાના ભવાંતરના (આ ભવમાં તો તમે આપ્યા નથી !) સંસ્કારો જાગૃત થાય અને આરાધના ગમે, અને સંસારમાં ઉદાસીનભાવે રહે, ચારિત્રની શક્તિ ન હોય, ચારિત્રનો વર્ષોલ્લાસ જાગતો ન હોય અને તે કહે કે આખી જિંદગી અચિત્ત વાપરીશ, મૌન રાખીશ, બોલીશ નહિ, કાચા પાણી અને અગ્નિને અડીશ નહિ, મારે કોઈ વિરાધના નથી કરવી - તો તમે તેને ઘરમાં રહેવા દો ? સભા : મહારાજ ! તમને સોંપીએ ! મહારાજ : અરે વાતમાં શું માલ છે ? અમને સોંપવાની વાત તો તમને સ્વપ્નમાં પણ ન આવે પણ તમારા જેવો પાગલ બનાવવા માટે જ પ્રયત્ન કરો. સંસારમાં ચારે બાજુ મોહનું નાટક છે. સંસારના પાયામાં દુઃખોની, પાપોની સુરંગ ગોઠવાયેલી છે. તમે બધાને મારા મારા કહીને જીવો છો એ જ ભૂલ છે. હવે તમને સદ્ગતિએ જવાનો ઉપાય બતાવું ? જુઓ તમે મરવા પડો, ડો. કહે ચાર-છ, કે વીસ-પચીસ કલાકના મહેમાન છો. ત્યારે તમારે તમારી 2010_05 Page #82 -------------------------------------------------------------------------- ________________ જીવનની વાસ્તવિકતા પ૯ પત્નીને તમારી આંખ સામે આવવા નહિ દેવાની. આ તમને ફાવે ? આખી જિંદગી જેના પર અનહદ રાગ કરીને જીવ્યા છો, તે તમારી અંતિમ પળે સંભવિત વિરહનાં આંસુ સારશે અને તમારા રાગને ઉશ્કેરશે અને તમે પહેલી નરકમાં જતાં હશો તો ધક્કો મારીને બીજી નરકે મોકલશે. જિંદગી આખી રાગનાં પાત્રો સાથે જ ગાળી છે, મરતી વખતે તે ઉપસ્થિત થાય તો રાગ વધે કે ઘટે ? અને વધે તો શું થાય ? “જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ' થવાની સંભાવના રહે. સંસાર બહુ વિચિત્ર છે. એમાં આપણું કંઈ નથી. અન્યત્વ ભાવનાને દઢ કરો, દેહ - ઈદ્રિયોથી જુદાપણું વિચારીને વૈરાગ્યને જ્વલંત રાખો. સમાજમાં સૌની વચ્ચે છતાં સૌથી અળગા થઈને જીવવાનું છે. એટલે કર્મોદયથી જે ફરજો અદા કરવાની પ્રાપ્ત થઈ છે તેનું પાલન કરવાનું છે અને અધિકારોની જમાવટ માટે અળગા થવાનું છે. આપણા અધિકારો આપણને ક્યારે મળે ? આપણું પુણ્ય અને સામી વ્યક્તિની પાત્રતા હોય તો મળે. આ બંને વસ્તુ પરાધીન છે માટે પરાધીન વસ્તુ માટે પુરુષાર્થ કરવાની જરૂર નથી અને ફરજનું પાલન સ્વાધીન છે તેના માટે પુરુષાર્થ છોડવાનો નથી. તેમ કરતાં ઔચિત્ય ગુણનો વિકાસ થતાં અધ્યાત્મ માર્ગ, આગળ વધાય છે. પણ તેમાં વિઘ્ન કરનારા ઘાતકર્મો છે. એમાં પણ મોહનીય કર્મ એ આત્માનો પ્રચંડ શત્રુ છે. જે જ્ઞાનને ખંડિત કરે છે, વિપરીત કરે છે, મલિન કરે છે. ચૈતન્યનો સંબંધ જ્ઞાન અને આનંદ બંને સાથે છે ઉપયોગને સુધારવા માટે સાધના છે. અઘાતી કર્મનો ઉપયોગ સાથે સીધો કોઈ સંબંધ નથી. કેવળજ્ઞાન થયા પછી જીવને આનંદ આનંદ જ હોય છે. અત્યારે સ્વરૂપના ભોક્તા બને તે જ કાળક્રમે મોક્ષને પામી શકે. સૌ પ્રથમ સત્ અને અસનો નિર્ણય કરો. જે આદિ અને અંતમાં નથી અને મધ્યમાં છે. તે બધું જ અસત્ છે. “નથી” “છે” અને “નથી' એ બધું જ અસત્ છે. સંસારના બધા સંબંધો અસત્ છે. આખું જગત અનિત્ય હોવાથી અસત્ છે. જે “છે', “છે' ને “છે' તે જ સત્ છે. તેનું ત્રણે કાળમાં અસ્તિત્વ છે. અસતું એટલે મિથ્યા, ક્ષણભંગુર, સાદિ - સાંત પર્યાય. અસતના દષ્ટા બનીએ તો સના ભોક્તા બની શકીશું. અને ભોગવે તે મોહનીય કર્મ જ બાંધે, જે અસતને છોડે, ભૂલે, તે જ “સ”ને પામી તેના ભોક્તા બની શકે. પરને ભોગવવાથી સ્વરૂપ દબાય છે માટે કર્મ બંધાય છે. ક્ષયોપશમ ભાવના આનંદને વેદશો તો જ ક્ષાયિક ભાવના આનંદને પામી શકશો. જ્ઞાનનું કાર્ય સ્વક્ષેત્રે આનંદવેદન છે અને પરક્ષેત્રે શેયને જણાવવાનું છે. કેવળજ્ઞાન એ-મૌલિક સ્વતંત્ર ચીજ છે. તેને પોતાના વેદન માટે જગતના કોઈ પદાર્થની જરૂર નથી. માત્ર મોહનીયની સામે વિજય મેળવવામાં આવે તો જ કેવળજ્ઞાન મળે છે. સર્વજ્ઞ થવા માટે વિતરાગ 2010_05 Page #83 -------------------------------------------------------------------------- ________________ 60 યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ બનવાનું છે. તે માટે મોહનીયની સામે લડવાનું છે. મહાન યુદ્ધો જીતવા સહેલ છે પણ મોહની લડત આકરી છે. મોહન પરાજય માટે સ્વરૂપમાં લીનતા જોઈએ. ઉપસર્ગ વચ્ચે પણ સ્વરૂપના સુખનું વેદન કરતાં આવડે તો જ મોક્ષ મળી શકે. કાયાનું દુઃખ મન સુધી પહોંચ્યું તો આત્મા દુઃખને વેદશે પણ ઉપયોગ કાયામાં ન ભળે તો કાયાનું દુઃખ મન સુધી ન પહોંચતા સ્વરુપ સ્થિરતા થઈ શકે. આત્માના ઘરમાં જઈને મોહનીયકર્મનો કચ્ચરઘાણ વાળવાનો છે. તમારે તો મળેલું કશું જ છોડવું નથી. છોડવાનો વિચાર પણ નથી અને ભાવના પણ થતી નથી. પાપના ઉદયે આ સામગ્રી ચાલી જાય તો હસો કે રડો ? હસી શકો તો ધર્માત્મા. રડો તો ધર્મી નહિ. ગમે તેટલું જાય તો પણ મારા જ્ઞાન - આનંદ મારી પાસે છે એમ સમાધાન અધ્યાત્મ ન ગમે તેને જૈન શાસન સાથે શું સંબંધ છે ? “આત્માને કઈ રીતે પૂર્ણ બનાવવો ?' એ જૈન શાસન બત્સવે છે. આત્માની ઉન્નતિના ઉપાય ન ગમતા હોય તેને શાસન સાથે શું સંબંધ હોઈ શકે ? कोहो विषं कि अमयं अहिंसा, ___ माणो अरि किं हियमप्पमाओ; माया भयं किं सरणं तु सञ्चं, તો તુદો જિં તુમાર તુ / ઝેર શું ? તો ધ, અમૃત શું ? તો - અહિંસા, શત્રુ કોણ ? તો-માન કષાય; હિતકારી શું ? તો - અપ્રમત્તતા, ભય ક્યાં ? તો - માયામાં; શરણભૂત કોણ ? તો - સત્ય, દુ:ખ શાથી ? તો - લોભથી; સુખ શાથી ? તો - સંતોષથી. 2010_05 Page #84 -------------------------------------------------------------------------- ________________ સંસારની રુચિ પાપાનુબંધ, મોક્ષની રુચિ પુણ્યાનુબંધ યોગર્દષ્ટિ સમુચ્ચયમાં પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ બતાવ્યું છે અને તે પામવા માટેનો માર્ગ બતાવ્યો છે. પરમાત્મા શું છે ? કોણ છે ? કેવા છે ? એ સમજવા માટે એક વિશેષણ મૂક્યું છે કે પ્રભુ યોગીગમ્ય છે. યોગીઓ જ પ્રભુને જાણી શકે છે. અને પામી શકે છે. પ્રભુને પામવા માટે વૈષયિક સુખોને છોડવાનો અને આત્માના સુખ માટેની સાધના કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્માને જ્યાં સુધી સંસારની રુચિ હોય છે ત્યાં સુધી પાપનો અનુબંધ ચાલુ છે, આત્માની રુચિ થતાં પુણ્યનો અનુબંધ પડે છે. જે ચીજ આપણી નથી એને ભૂલવાની છે, એને છોડવાની છે. આ કરો તો જ આત્માનું સ્વરૂપ હાથમાં આવે. અને માટે જ વ્યવહારથી પ્રભુએ મુનિપણાનો ઉપદેશ આપ્યો. જે વસ્તુનો રાગ છોડવો હોય તેનો પરિચય ઓછો કરવો જરૂરી છે. વસ્તુના સતત પરિચયથી તેના સંસ્કારો દેઢ થાય છે અને તેનો રાગ છૂટવો મુશ્કેલ બને છે. ભોગમાર્ગે જીવનને વેડફશો તો કદી સંયમ મળી શકશે નહિ. ત્યાગમાર્ગને અપનાવવાથી સંયમની પ્રાપ્તિ સુલભ બને છે. પહેલે ગુણસ્થાનકે જેને વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. તેને વ્રત ઉચ્ચરાવી શકાય. જેને સંસારની નિર્ગુણતા ભાસી છે તે વ્રતનો અધિકારી બની શકે છે. તેને પ્રતીતિ હોય છે કે રાગદ્વેષથી ભરેલો આ સંસાર આત્માની વિડંબના સિવાય કંઈ કરતો નથી. સુખમય સંસાર પણ પ્રકૃતિથી નિર્ગુણ છે. સંસારમાં ગાડી, વાડી, લાડી વિ. કોઈ પણ પદાર્થ આત્માનું હિત કરવા સમર્થ નથી. સમ્યક્ત્વાદિની ઉપરની ભૂમિકા પામવા માટે પણ પાયામાં વૈરાગ્ય જોઈએ છે. અને વૈરાગીને દ્રવ્યથી વ્રત ઉચ્ચરાવી શકાય. દ્રવ્યદીક્ષા ગ્રહણ કરીને ઘણા આત્માનું કલ્યાણ થયું છે. પ્રભુના માર્ગની આરાધના કરીને પ્રતિદિન ચિત્તની પ્રસન્નતા વધતાં, વર્ષોલ્લાસના વધવાથી ગુણસ્થાનક ભાવથી સ્પર્શી શકે છે અને જીવ ક્ષપકશ્રેણી માંડી શકે છે. પરિણામ એ અંતરંગ ચીજ છે, જે જોઈ શકાતા નથી. પરિણામ પેદા ન થાય તો દીક્ષા આપવી જ નહી એવું હોઈ શકે નહિ. લક્ષ્યપૂર્વકનો પ્રવૃત્તિધર્મ પરિણતિધર્મને પેદા કરી શકે છે માટે સમકિતનો આરોપ કરીને દીક્ષા આપવી એ માર્ગ છે. સંયમ લીધા પછી મહાવ્રતનો ભાર વહન કરતા જીવ નૈૠયિક ગુણસ્થાનકને પામી શકે છે. માટે જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. 125 ગાથાના સ્તવનમાં લખ્યું છે કે, “જે વ્યવહાર મુગતિ મારગમાં, ગુણઠાણાને લેખે જી અનુક્રમે ગુણશ્રેણીનું ચડવું, તેહી જ જિનવર દેખે . ભાવ આવ્યા પછી જ ધર્મ કરવાનો હોય તો તો ભાવ આવવા 2010_05 Page #85 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ માટેની શક્યતા નહિવત છે. ભાવ લાવવા માટે પણ ધર્મ કરવો રહ્યો. આજે ઘણા એવું વિચારે છે કે ભાવ વિનાની ભક્તિ નકામી છે એ વાત પણ વિચારણીય છે. ભાવ લાવવા માટેની ભક્તિ યથાર્થ ભાવ ન લાવી શકે તેટલા પૂરતી નકામી કહો તો પણ સંસ્કારોનું આધાર કરાવવા માટે તો દ્રવ્યક્રિયા સમર્થ છે જ. અને લક્ષ્ય નક્કી થતાં, પ્રણિધાન જાગતાં તે દ્રવ્યક્રિયા ભાવક્રિયા બની શકે છે. સંસારમાં પણ આ જ વાત છે, કોઈ કહે કે બરોબર ગોળ રોટલી વણતાં આવડે પછી જ રોટલી વણવી, બરોબર ચાલતાં આવડે પછી જ બાળકે ચાલવું. તો આ શક્ય જ નથી. ગોળ વણવાના લક્ષ્ય, ચાલવાના લક્ષ્ય જીવ પ્રવૃત્તિ કરે તો તેમાં સફળતા મળે છે. મહાવ્રતનું પાલન કરવા માટે મેર જેવી સ્થિરતા જરૂરી છે. તે ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. તે માટે સંસારના અનુભવને પરિણામદેષ્ટિથી વિચારવો જરૂરી છે. બહારથી સોહામણો દેખાતો સંસાર અંદરથી બિહામણો છે. અનાદિ કાળની વિષય - કષાયની પરિણતિએ આત્માની વિડંબના સિવાય કાંઈ જ આપ્યું નથી. સંસારની નિર્ગુણતાનું દર્શન આંતરિક રુચિને પલટાવવા સમર્થ છે. સંસાર રૂચિ ન પલટાય તો ભવની પરંપરા તૂટે નહિ. બીજાનાં સુખોને જોયા પછી વિચારવાનું છે કે આ તો પુણ્યનાં ફળ છે. આગંતુક છે. મૌલિક નથી. સહજ નથી સ્વરૂપ નથી. આટલું સમજાઈ જાય તો ભૌતિક સંપત્તિના કોઈના ઉત્કર્ષ પ્રત્યે ઈર્ષ્યા ન થાય, બલ્ક આત્માને મેળવવાનો તલસાટ થાય. જેને પરલોકની ચિંતા નથી તેણે પણ વિચારવું જોઈએ કે પરમાત્માનો ધર્મ સમજતા નથી તો પરલોકમાં શું થશે ? આત્માની નિત્યતાને સમજનાર મૃત્યુથી ડરતો નથી અને જીવવાનો લોભી બનતો નથી. આત્માનો વિવેક આત્માને સન્મતિ આપે છે. અવિવેક આત્માને નુકસાન કરે છે. પુણ્યશાળીની ઈર્ષ્યા ન કરવી, તેની સામે ન પડાય. પાપીની નિંદા - ટીકા ન કરવી, તેના પક્ષમાં પણ ન બેસાય. સત્યના પક્ષપાતીએ અસત્યનો પરિહાર કરવો જ રહ્યો. પુણ્યશાળી આત્માની સામે પડવાનો પ્રયત્ન ન કરશો. તે પ્રયત્ન સૂર્યની સામે ધૂળ ઉડાડવા બરાબર છે. તેનાથી સૂર્ય કંઈ ઢંકાવાનો નથી બલ્ક ધૂળ આપણી આંખોમાં પડશે. પુણ્યશાળીની સામે બંડ પોકારવાથી આપણે જ ફેંકાઈ જઈએ છીએ. સંસાર બધો પુણ્યને આધીન છે. પુણ્ય રહિત બધાની નજરમાંથી ઊતરી ગયેલો આત્મા કઈ રીતે જીવી શકે ? પણ આ પાપ તો નગણ્ય છે. પણ જીવનો પરાભવ થયો છે. આત્મસ્વરૂપમાંથી ખસવાનું થયું છે એ જ મોટું પાપ છે. જીવનમાં ગુણવાનની સામે પણ ન પડાય. ખોટા માણસનો પક્ષપાત ન કરાય. તેની વાહવાહ કરવામાં આત્માને નુકશાન છે. વાહ વાહ કરવામાં તેના આત્માને પણ નુકશાન છે. ““ઉન્મારગી ગુણતાં હુએ ઉન્મારગ પોષ.' 2010_05 Page #86 -------------------------------------------------------------------------- ________________ સંસારની રુચિ પાપાનુબંધ; મોક્ષની રુચિ પુણ્યાનુબંધ 63 વિવેકથી કરેલું કાર્ય સિદ્ધ થાય છે. જૂઓ ત્રણ માણસો હતા, તેમાં એક દરજી, એક વાણિયો ને એક કલેક્ટર હતો. એક ખેડૂતના ખેતરમાં તાજો થયેલો પોંક આ ત્રણ જણ મફતમાં ખાઈ રહ્યા છે. પેલો ખેડૂત વિચારે છે કે, “ખેતી કરી કરીને મારાં બાવડાં રહી ગયાં અને આ પોંકને આ લોકો મફત ખાઈ રહ્યા છે તે કેમ ચાલે ? હવે આ ત્રણેને કેવી રીતે અટકાવવા ? તેણે વિચાર્યું કે આ ત્રણનું બળ તો ઘણું જ છે. હું ત્રણેને નહિ પહોંચી વળું તેથી જોયું કે આ ત્રણમાં નબળો કોણ છે ? તો દરજી દેખાયો. એટલે બાકીના બેને પોતાના પક્ષમાં લઈ પેલા દરજીને મારીને કાઢ્યો. તેને ધમકાવ્યો - કે કેમ ? મફતનું ખાવું છે ? આ કલેક્ટર તો મારા સાહેબ છે અને આ શેઠ તો મને વ્યાજે પૈસા આપે છે, એમને મારા ખેતરમાં ખાવાનો હક છે. પણ તું શા માટે ખાય છે ? એમ કહી તેને મારીને કાઢી મૂક્યો. પછી જોયું કે હવે આ બેમાં નબળો કોણ છે ? તો વાણિયો દેખાયો. એટલે કલેક્ટરને પોતાના પક્ષમાં લઈ લીધો. ને શેઠને કહે છે, કે કેમ શેઠ પૈસા આપો છો તે મફતમાં આપો છો ? વ્યાજ તો પૂરું લો છો ? એમ કહી તેને દૂર કર્યો અને પછી જોયું કે હવે આ કલેક્ટરને તો હું પહોંચી વળીશ. આખરે તેને પણ ધમકાવીને કાઢયો. તેમ આ તમારી ગવર્મેન્ટ સત્તા પર આવ્યા પછી આ જ ધંધા કર્યા છે. સૌથી પહેલાં રાજાઓને કાઢ્યા. લોકમાનસમાં રાજાઓ માટે ખોટી અફવાઓ ફેલાવી. રાજાઓ દારૂ પીએ છે, વેશ્યાગમન કરે છે વગેરે.....ત્યારબાદ જમીનદારોની જમીન લૂંટી લીધી અને હવે છેલ્લે ત્રીજા નંબરે તમે રહ્યા છો. તમને પણ સત્તા માટે હેરાન - પરેશાન કરી રહ્યા છે. માનવ ભેદનીતિ અપનાવીને પોતાનું કાર્ય કેવી રીતે સિદ્ધ કરે છે ? તે ઉપર આ દૃષ્ટાંત છે. જોકે, ભેદનીતિથી, ભૌતિક ક્ષેત્રે, પુણ્યોદયની સહાયથી માણસને કદાચ વિજય મળી શકે છે પણ તેમાં ઘણું કર્મબંધન થાય છે. માટે વિવેક કરીને જીવન જીવવું જોઈએ. જૈનશાસન વિવેકપ્રધાન છે. વિવેકના બળે વૃદ્ધની વ્યાખ્યા શું હોઈ શકે ? ઉંમરથી મોટો હોવા છતાં, જ્યાં સુધી જેને જીવનમાં ઉત્સાહ છે. કાર્ય કરવા માટે થનગનાટ છે ત્યાં સુધી તેને વૃદ્ધ ન કહેવાય. સંકલ્પ હોય તો વૃદ્ધ પણ યૌવનને શરમાવે તેવું જીવન જીવી શકે છે. નિષેધાત્મક વલણ રાખવું એ તો કાયરતા છે. તે જીવ આગળ વધી શકતો નથી. જૈન શાસને દ્રવ્યાર્થિક = પર્યાયાર્થિક નય; ઉત્સર્ગ - અપવાદ; જ્ઞાન - ક્રિયા; પ્રમાણ - નય; નિશ્ચય - વ્યવહાર આમ ઘણા પદાર્થો આપીને સાધનાને સ્પષ્ટતમ બનાવી દીધી છે. દા.ત. જ્યારે આપણને દુઃખ પડે ત્યારે દ્રવ્યાર્થિક નયનો વિચાર કરવો, આપણાં કર્મોને દુઃખ માટે જવાબદાર ગણવાં, આથી બીજા માટે અશુભ વિચારો આવશે નહિ. અને બીજાને દુ:ખ પડે 2010_05 Page #87 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ત્યારે પર્યાયાર્થિક નયનો વિચાર કરવો, બીજાની વર્તમાન દુઃખદ અવસ્થાને જોઈને સહાય કરવા દોડી જવું. સેવા લેવી એ પાપનો ઉદય છે અને સેવા કરવી એ પુણ્યબંધનું કારણ છે, પુણ્યોદયથી જ સેવા કરવાની તક મળે છે. વળી સાધકે બીજાની પ્રવૃત્તિ જોઈને તેની વૃત્તિ ઉપર આક્ષેપ ન કરવો ને પોતાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિની તપાસ કરવી. આ નદષ્ટિ આત્માને સાધનામાં અત્યંત ઉપયોગી છે. વ્યવહારની મુખ્યતા હોય ત્યારે તેને નજરમાં રાખવો જોઈએ અને નિશ્ચયની મુખ્યતા હોય ત્યારે તેને પ્રધાનતા આપવી. ધર્મ પરમાત્માની આજ્ઞામાં છે. ઔચિત્ય - મર્યાદાનો ભંગ કરીને સામાયિક કરો તો ચિત્તની પ્રસન્નતા ન હોય, સંકલેશ જ હોય. તમારો નિયમ મુખ્ય કે સમાધિ મુખ્ય છે ? અરે, સમાધિ માટે તો, નિયમાવલિ હોય છે. મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની ત્રિવિધ આરાધનામાં છે. એકલું સમ્યગ્દર્શન એ સંપૂર્ણ મોક્ષમાર્ગ નથી, હા, માર્ગના એક અંગભૂત ચોક્કસ છે અને માટે જ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં સભ્ય ર્શનજ્ઞાનવારિત્રાળિ મોક્ષમા: લખ્યું. આ ત્રણે સમુદિત થઈને એક માર્ગ બને છે. જે જ્ઞાન શ્રદ્ધામાં પરિણામ પામ્યું છે. તે જ કિંમતી છે અને તે શ્રદ્ધેય જ્ઞાન પ્રમાણે ક્રિયા કરીએ ત્યારે જ કાર્ય સિદ્ધ થાય છે. શ્રદ્ધા કોને કહેવાય ? જેમાં કદી ભૂલ ન થાય તે શ્રદ્ધા. દા.ત. ઝેર ખાવાથી મરી જવાય એ જ્ઞાન છે, તો તેમાં કદી ભૂલ થતી નથી. માણસ ભૂલથી પણ ઝેર ખાતો નથી. આજ (નિવૃત્તિ સ્વરૂપ) પ્રવૃત્તિ થઈ. આમ શ્રદ્ધા, જ્ઞાન અને પ્રવૃત્તિએ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. પણ આપણા તે મિથ્યા હોય તો વિપરીત ફળ આપે. સમ્યગુ હોય તો સમ્યગુ ફળ આપે. ઈદ્રિયોના વિષયોમાં અને કષાયોના આવેગ અને આવેશમાં સુખ નથી એ વાતની શ્રદ્ધા થયા વિના તેનાથી નિવૃત્તિ શી રીતે શક્ય બને ? અને આત્માના ગુણોમાં સુખ છે આ વાતમાં શ્રદ્ધા થયા વિના ત્યાં પ્રવૃત્તિ શી રીતે શક્ય બને ? આ વાતનું વિધિ-નિષેધપૂર્વક જ્ઞાન કરીને, તેમાં શ્રદ્ધા કરવાની છે અને તે પ્રમાણે જીવન જીવવાથી ચારિત્ર મળે છે. આ શ્રદ્ધા, બુદ્ધિ અને શ્રમ એ કોઈ સાંપ્રદાયિક વસ્તુ નથી, સર્વ જીવને માટે લાગુ પડે છે. universal તત્ત્વ છે. એનું નિરસન કરવા કોઈ સમર્થ નથી. जहा सुइ ससुत्ता पडियावि न विणस्सइ / तहा जीवे ससुत्ते संसारे न विणस्सइ // અર્થ : દોરો પરોવેલી સોય, પડી જવાથી ખોવાઈ હોય તો પણ તે સહેલાઈથી જડી જાય છે. તેમ સમ્યગુ શ્રુતજ્ઞાનરૂપી દોરાથી પરોવાયેલો જીવ, સંસારમાં ખોવાઈ જતો નથી. 2010_05 Page #88 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થનો વિવેક પ્રશ્ન : માર્ગાનુસારીના ગુણોના વર્ણનમાં “ત્રિવર્ગમાં અબાધા' એ ગુણ મૂકીને શાસ્ત્રકાર શું કહેવા માગે છે ? ઉત્તર : જે ગૃહસ્થ છે. તેને ધર્મ, અર્થ, કામ ત્રણે પુરુષાર્થ એવી રીતે સેવવા જોઈએ કે જેથી ધર્મ વગેરે સદાય નહિ. જો ધર્મમાં રચ્યોપચ્યો રહે અને કુટુંબના ભરણપોષણની જવાબદારી ન રાખે, તો, અર્થાદિ પુરુષાર્થ સીદાતા હોવાથી તેનો ધર્મ શોભાસ્પદ બનતો નથી. તથા અર્થનું નુકશાન એ પરંપરાએ ધર્મનું જ નુકશાન છે કારણકે અર્થ કમાવાની મોસમમાં અને યૌવન વયમાં અર્થની જરૂર હોવા છતાં તેની ઉપેક્ષા કરે તો વૃદ્ધાવસ્થામાં અર્થ વિના જે એકલો ધર્મ જ કરવાનો છે તે કેવી રીતે કરી શકે ? તેજ રીતે કામના સમયે કામનું સેવન કરવું એ વિવેક છે જેમકે મધ્યાહ્નકાળે ભોજનનો અવસર છે, પેટમાં ભૂખ લાગી છે, પાચકરસ ઝરી રહ્યા છે તે વખતે ભોજનની ઉપેક્ષા કરી અર્થના લોભે વહેપાર કરે તો આખરે આરોગ્યનો નાશ, મંદાગ્નિ, અજીર્ણ વિ. થતા રોગાદિના કારણે અર્થનો વ્યય અને તેના દ્વારા પરંપરાએ ધર્મનું નુકસાન. તેજ રીતે વૈરાગ્ય ન થતો હોય તેને લગ્નમાં પણ જોડાવું પડે છે. તે માટે જે અનિવાર્ય છે ત્યાં શાસ્ત્ર વિવેક બતાવ્યો છે કે, લગ્ન કરવાં એ પાપ છે પણ કરવાં જ હોય તો ઉચિત વિવાહ કરો. સમાન કુળ, શીલ અને ખાનદાનની જોડે કરવો. ગુણસંપન્ન સાથે સંબંધ બાંધવાથી આપણામાં ગુણસંપન્નતા આવે છે. માનવભવમાં આવીને આત્માને વૈરાગ્યથી વાસિત કરવાનો, છે માનવભવમાં જ જાતને સુધારવાનો પ્રયત્ન કરી શકાય છે. વૈષયિક સુખોથી છૂટવા માટેનો જ્વલંત પુરુષાર્થ માનવભવમાં જ થઈ શકે છે. સંસારમાં તમે રહો, પણ રમો નહિ. પોતાની ચીજને મેળવી નથી શકતા તેનું દુ:ખ થવું જોઈએ. જગતમાં બધું કરીએ છીએ તેમાં આત્માની વિડંબણા થાય છે, એવું સમજી રાગમાં પાગલ ન બનો. સાપના ભારા જેવો સંસાર છે. તેને બળથી નહિ. પણ કળથી કાપવાનો છે. (1) શ્રમમુક્તિ એ તનનો વિશ્રામ છે. (2) વાસનામુક્તિ એ મનનો વિશ્રામ છે. (3) વિભાવમુક્તિ એ સાધનાનો વિશ્રામ છે. (4) કર્મમુક્તિ એ આત્માનો વિશ્રામ છે. 2010_05 Page #89 -------------------------------------------------------------------------- ________________ અતિક્રમાદિ ક્ષતિ પ્રભુનાં વિશેષણોમાં “યોગીગમ્ય' એવું કહીને પૂ. હરિભદ્રસૂરિ મ. જણાવે છે કે, ઋતજિન, અવધિજિન, મન:પર્યવજિન, વિ. યોગીઓ જ પ્રભુને જાણી શકે છે, સમજી શકે છે, તેમનું મૂલ્યાંકન કરી શકે છે. પ્રભુને પામ્યા પછી સાધકને પ્રતીત થાય છે કે મનુષ્યજન્મ આખો ય યોગસાધના કરવા માટેનો છે. અનંત-અનંત જન્મો સુધી જીવ પરપદાર્થોમાં કર્તા -- ભોક્તા ભાવો કરીને કર્મ બાંધે છે. પદાર્થોમાં સારા - નરસાની બુદ્ધિ કરવી એ કલ્પનામાત્ર છે. અજ્ઞાન અવસ્થાથી આ બધું થાય છે. આપણે પરના સાક્ષી બનવાનું છે, ભોક્તા બનવાનું નથી. છદ્મસ્થને કોઈ પણ જ્ઞાન કરવા માટે તેના જ્ઞાનને તે રૂપે પરિણમાવવું પડે છે. દા.ત. તમે ઘડાનું જ્ઞાન કરો છો, ત્યારે તમારું જ્ઞાન ઘડાકાર રૂપે પરિણમે છે. આથી તમને ઘડાનો બોધ થાય છે. પદાર્થનું જ્ઞાન કરવું તે કાંઈ જીવનો દોષ નથી, પણ તે પદાર્થનું જ્ઞાન કર્યા પછી, જીવ તેમાં લેપાઈ જાય છે, involve થાય છે, પદાર્થમાં સારા - નરસાની બુદ્ધિ કરે છે. પદાર્થમાં શુભ-અશુભની કલ્પના કરવાથી અતિક્રમ થાય છે, તેમાં રતિ અરતિ કરવાથી વ્યતિક્રમ થાય છે. પદાર્થના ભોગવટાના નિર્ણયથી અતિચાર આવે છે અને પદાર્થના ભોગવટાથી અનાચાર થાય છે. જેમ કોઈ વ્રત લીધા પછી વ્રતના ખંડનનો વિચાર કરીએ તો વ્રતમાં અતિક્રમ લાગે છે, વ્રતખંડનની પૂર્વતૈયારી કરતાં વ્યતિક્રમ થાય છે, વ્રતખંડનની પૂર્ણ તૈયારીથી અતિચાર થાય છે અને વ્રતખંડનથી અનાચાર પ્રાપ્ત થાય છે, પણ જો જીવ જાગૃત હોય તો, તે અતિચાર વિ.ને નિંદા - ગહ કરી નિરતિચાર બની શકે છે. દા.ત. ચોવિહાર ઉપવાસમાં રાત્રે કંઠે શોષ પડે છે. તમારી શ્રદ્ધા તૂટી જાય છે અને તમે રાત્રે પાણી પીવાનો વિચાર કરો છો તો તમારું વ્રત અતિક્રમ પામે છે, પછી કોઈ આજુબાજુ જોતા નથી ને ? એવી ખાતરી કરવાપૂર્વક તમે પાણી પીવા માટે ઉત્સુક બનો છો તો વ્રત વ્યતિક્રમિત બને છે અને પછી પાણીના ગ્લાસને મોં, હોઠ સુધી લઈ જતા વ્રતમાં અતિચાર લાગે છે અને ઘીઢાઈથી પાણી પી લેતાં અનાચાર બને છે. બસ આ રીતે જ્ઞાન ધીરે ધીરે અશુદ્ધિને પામે છે. હવે, કોઈ પણ પદાર્થ જોયા પછી, તેમાં શુભ - અશુભના સંકલ્પ ન કરો તો તમે અતિક્રમથી અટકી જાવ છો. આગળ રતિ - અરતિ; રાગાદિનાં પાપોનાં દ્વારા બંધ થઈ જાય છે. નિશ્ચયષ્ટિથી અતિક્રમ વગેરે ચાર આ પ્રમાણે છે. (1) ઉપયોગમાં અઢાર પાપસ્થાનકની અભેદ પરિણતિ તે અનાચાર છે. સંસારરસિક જીવોનો ઉપયોગ અઢાર પાપસ્થાનકમાંથી કોઈ પણ પાપસ્થાનમાં 2010_05 Page #90 -------------------------------------------------------------------------- ________________ અતિક્રમાદિ ક્ષતિ વ્યાપ્ત હોય છે. તેથી તે અનાચાર છે. (2) પાપસ્થાનમાં ખેંચાણ થવા છતાં તેમાં હેયત્વનો પરિણામ રહે છે તે અતિચાર છે. અવિરતિ સમ્યગ્દષ્ટિને બાકીના બાર કષાયના ઉદયથી પાપસ્થાનમાં ખેંચાણ રહે છે, છતાં સમ્યકત્વના કારણે તેમાં હેય પરિણતિ રહ્યા કરે છે તેથી તે અતિચાર છે. (3) વિષયોમાં ઉપયોગ જવા છતાં, જેવો ખ્યાલ આવે કે તરત જ (સ્વરૂપમાં જવાની તમન્ના હોવાથી) ઉપયોગ વિષયોમાંથી પાછો ખેંચાઈ જાય, તે વ્યતિક્રમ છે. પ્રમત્તવિશેષને આ વ્યતિક્રમ હોય છે. (4) ક્વચિત્ જ ઉપયોગ વિષયમાં જાય અને તરત જ પાછો ખેંચાઈ આવે તે અતિક્રમ છે. ક્વચિત પ્રમત્તને આ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકના ઊંચા અધ્યવસાયસ્થાનમાં આ સ્થિતિ ઘટે છે. આ માટે જ્ઞાનનો વપરાશ કરો, જ્ઞાનથી શેયને જાણો પણ માણો નહીં. માણવાનો તો આત્મા જ છે. આત્માની અનંત ગુણોની સંપત્તિ એ જ પરમાનંદસ્વરૂપ છે, તેને પ્રગટાવવાનો સંકલ્પ કરો અને આ ધ્યેયે વળગી રહો. ધ્યેયનું વિસ્મરણ એ જ વિપત્તિ છે અને ધ્યેયનું સ્મરણ એ જ સાચી સંપત્તિ છે. આ વાત ભૂલવા જેવી નથી. પશુઓની દુનિયામાં આજનો માનવ પુદ્ગલમાં સારા-નરસાનો ભેદ નથી. એ તો એના સ્વરૂપમાં જ રહે છે, પણ જીવના કર્તા-ભોક્તા ભાવ તેમાં શુભાશુભના સંકલ્પો કરે છે. જો પુગલને વાચા હોત તો તમને જ પહેલા ચાર તમાચા મારત કે, ““હરામખોર ! તું તારા ઘરમાંથી, સ્વરૂપમાંથી બહાર નીકળ્યો છે અને હું તો સુગંધરૂપે હોઉં કે દુર્ગધરૂપે હોઉં તો પણ સ્વભાવમાં જ છું. તું રતિ - અરતિ કરીને સારું - ખોટું કહીને મને વગોવે છે. પુદ્ગલને વાચા નથી એટલે બોલતું નથી. તિર્યંચને વાચા છે, પણ આપણે સમજી શકતા નથી. પર્યાપ્ત બેઈદ્રિયથી વાચા શરૂ થાય છે, વચનયોગ છે. ભાષાપર્યાપ્તિથી તેમને વચનબળ મળે છે, પણ પર્યાપ્ત બેઈદ્રયથી માંડીને અસંજ્ઞી પંચંદ્રિય સુધી અવ્યક્ત-અસ્પષ્ટ ભાષા છે. તેઓ પોતાના વિચારોને સ્પષ્ટ વર્ણાવલિ રૂપે રજૂ કરી શકતા નથી પણ પશુઓની ભાષા સમજવાનો પ્રયત્ન કરો તો સમજી શકાય છે. દરેક પશુઓ સર્વાનુમતે કહે છે કે, મનુષ્ય એ સૌથી ખરાબ, સ્વાર્થી, લોભી, લુચ્ચો પ્રાણી છે. કાગડાઓ કહેશે કે અમે કદાચ શ્યામ વર્ણના છીએ પણ હૈયાના ઊજળા છીએ, કંઈ પણ ભોજન મળે તો કા-કા કહીને બધાને બોલાવીને ખાઈએ છીએ, તમે તો માત્ર દંભ સેવો છો. નીચે પગ-લુછણિયા ઉપર Wel Come, સુસ્વાગતમુના અક્ષરો વંચાય છે પણ એ વાંચી કોઈ પ્રવેશ કરવા આવે તો તરત જ ઉપરનું લટકતું પાટિયું બોલે છે, No admission without 2010_05 Page #91 -------------------------------------------------------------------------- ________________ 68 યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ permission રજા સિવાય અંદર પ્રવેશ કરવો નહીં - ""Beware of dogs" “કૂતરાથી સાવધ રહો.” સિંહ કહે છે કે, હું હિંસક જરૂર છું પણ કૃતજ્ઞતા મારામાં છે તમે તો કૃતઘ્ની બનીને બુદ્ધિજીવિતાની નીપજરૂપે “ઘરડાં ઘર'' ઊભા કરી દીધાં છે અને મા-બાપને એમાં entry પ્રવેશ આપી દીધો છે. મચ્છર - માખી કહે છે કે, હું તમારું લોહી મારું પેટ ભરવા પીઉં છું પણ blood bankમાં જમા કરાવતી નથી. તમે તો પેટ, પેટી ને Safe deposit vaults ભર્યા પછી પણ બીજાને જોતાં નથી. આવી અધમ કક્ષાની સ્વાર્થોધતા અમારામાં નથી. કૂતરો કહે છે કે, હું કદાચ ઈષ્યનો ભોગ બન્યો છું એટલે મારા જાતભાઈ જોડે ઝઘડું છું. મારા સ્થાનમાં કોઈ આવે તો હું ભસી ભસીને કાઢું છું, પણ મારા સ્વામી પ્રત્યે હું નિમકહલાલ છું. સ્વામીના દ્રોહનું સ્વપ્ન પણ હું સેવી શકતો નથી. સવારે ઓફિસે જતાં મારો માલિક મને મારીને જાય તો પણ સાંજે એ ઓફિસેથી આવે ત્યારે સૌથી પહેલો હું બારણે તેને લેવા જાઉં છું. તમે તો ઝઘડ્યા હો અને પતિએ કહ્યું હોય કે, “મને આવતીકાલે સવારે ચાર વાગે ઉઠાડજે, મારે વિમાન પકડવાનું છે.' તો તમારી પત્ની ચાર વાગે આવીને ચિઠ્ઠી લખીને જાય છે કે “ચાર વાગ્યા, તમે ઊઠો” પણ મોઢેથી બોલી શકતી નથી. ટેલિફોનથી હજારો માઈલને * નજીક લાવનારા તમે અભિમાનથી ચાર જ દીવાલ વચ્ચે લાખો માઈલનું અંતર ઊભું કરો છો. ઘોડાઓ પણ કહે છે, પહેલાં વર, વરઘોડે ચડતો હતો, આજે વરઘોડા બંધ થઈ ગયા છે તેનું કારણ છે કે ઘોડાઓએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે, આ ભાઈ જેની જોડે લગ્ન કરે છે તેનાથી ભિન્ન સ્ત્રી જોડે પણ ફરતો દેખાય છે માટે આપણે તેના લગ્નમાં - “આ જા ફસાજા કંપની લિમિટેડના પ્રતિનિધિ બનવું નથી. અમે વિશ્વાસઘાતના આ કલંકમાં ઉપસ્થિત રહેવા માંગતાં નથી. સૂક્ષ્મતાથી અવલોકન કરીએ તો પશુઓમાં થોડા અવગુણો જન્મજાત હશે. તેમ થોડા સદ્ગુણો પણ જન્મજાત હશે. જ્યારે બુદ્ધિજીવીઓએ, આજે દુર્ગુણોના ચેપી રોગથી વાતાવરણને પ્રદૂષિત કરી દીધું છે. સંસ્કરણના બધા સ્ત્રોતો સૂકવી દીધા છે. 2010_05 Page #92 -------------------------------------------------------------------------- ________________ સંસ્કરણના સ્રોત પૂર્વે મા-બાપ, મિત્રમંડળ, શિક્ષણ સંસ્થા અને સંતો સંસ્કરણનું કામ કરી લેતાં. આજે, પહેલા ત્રણ સ્ત્રોતો સુકાઈ ગયા છે. સંતો પાસે કોઈ જતું નથી એટલે સંસ્કારનો દુકાળ આજે છવાઈ ગયો છે. શિક્ષણ પણ સંસ્કરણથી વિભક્ત થઈને વિગતોના જ્ઞાન પાછળ દોડી રહ્યું છે. મિત્રો પણ પ્રદૂષણના ભોગ થઈને વાસનાને instigate ઉત્તેજિત કરે છે, આગમાં પેટ્રોલનું કામ કરે છે પણ પાણીનું કાર્ય કરતા નથી. આ બધો મોહનો વ્યાપક પ્રભાવ છે. મોહનું અસ્તિત્વ અજ્ઞાનથી ટકે છે. અજ્ઞાનને દૂર કરવા માટે પદાર્થનો યથાર્થ પરિચય જરૂરી છે. જેમણે, પુદ્ગલનો સડન - પડન - વિધ્વસન સ્વરૂપનો બોધ કર્યો છે, વિનાશી પુદ્ગલની નશ્વરતા જેમણે સમજી લીધી છે અને આત્માની નિત્યતાનું જ્ઞાન કર્યું છે. તેઓ સિદ્ધ બની ગયા. સ્વરૂપમાં સમાઈ ગયા. હવે તેમને કોઈ પુદ્ગલ નૈમિત્તિક વિકાર છે ? પુદગલના સંપૂર્ણ સાક્ષી બની ગયા છે. આ જ રીતે જીવ જો શેયના જ્ઞાનકાળે કોઈ સારા - ખોટાનો વિકલ્પ ન કરે, કર્તા - ભોક્તા ન બને અને માત્ર જ્ઞાતા - દ્રષ્ટા બની રહે તો લાંબાગાળાના અભ્યાસથી જીવકર્મબંધથી અટકી શકે છે. એકાંતમાં બેસીને અંતર્મુખ બનવા વડે મૌન અને ધ્યાનથી જીવ ઉપયોગને સ્થિર કરી શકે છે. પુરુષાર્થથી બધું જ મેળવી શકાય છે. આત્માને સારા - ખોટાના વિકલ્પથી બચાવવાનો છે. પદાર્થમાં સારા - ખોટાના ભાવ જાગ્યા કે તરત કર્મબંધ થાય જ છે. જે જ્ઞાનમાંથી વિકલ્પો નીકળી ગયા છે, તેમાંથી આનંદ આનંદ અને આનંદ જ પ્રાપ્ત થાય છે. જ્ઞાનમાં વીતરાગતા પ્રાપ્ત થતાં તરત જ મતિજ્ઞાન - પૂર્ણજ્ઞાન એટલે કે કેવલજ્ઞાન બને છે. કેવલજ્ઞાન દર્પણ જેવું છે; દર્પણ જેમ પદાર્થના પ્રતિબિંબને ઝીલે છે તેમ કેવળજ્ઞાનમાં જગત જેવું છે તેવું દેખાય છે. જે જ્ઞાન વિષયોને પકડે છે તે જ્ઞાનમાં આનંદ પ્રાપ્ત નથી થતો, વિષયોની છાયા જ્ઞાનમાં પડતાં આનંદ નષ્ટ થાય છે. તમારા જ્ઞાનને અંદરમાં વાળો તો અંદર રહેલો આનંદ તમને પ્રાપ્ત થશે. અંદરના આનંદ ઉપર વિષયાસક્તિ, અજ્ઞાન અને કર્મોના થરના થર બાઝેલા છે. જ્યાં સુધી થરો છે ત્યાં સુધી આનંદની અનુભૂતિ થવાની નથી. ધર્મ કરનારે આ વાત ખાસ સમજવાની છે કે, મારે જ્ઞાનને વિષયમાંથી ઉઠાવવાનું છે, અને અંદરમાં વાળવાનું છે. તમને જે કાંઈ સામગ્રી અને શક્તિ મળી છે, તેનાથી જગતના જીવોનું કલ્યાણ થાય છે. એ રીતે જે બીજાના સુખમાં પ્રવર્તે છે, તે સુખી થાય છે. જે પોતાના સુખમાં પ્રવર્તે છે તે આત્મા દુઃખી થાય છે. દેહાધ્યાસને કારણે અહંકાર અને આસક્તિરૂપે 2010_05 Page #93 -------------------------------------------------------------------------- ________________ 70 યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પરિણામ પામતાં જીવ દુઃખી થાય છે. જગતમાં કરવા યોગ્ય કર્યા વિના કોઈનો વિસ્તાર નથી. પણ કર્તવ્યપાલન કર્યા પછી અંતર્મુખ બનવાનું છે. વ્યવહાર ‘કરવા ઉપરભાર મૂકે છે, તેને બહારનું કરવામાં જ આનંદ છે. નિશ્ચય કરવા યોગ્ય કર્યા પછી અંદરમાં ઠરવા ઉપર ભાર મૂકે છે એને માન - સન્માન - પ્રતિષ્ઠા બધું અસાર અને તુચ્છ લાગે છે. સંસારના કોઈ પ્રલોભનો તેને આકર્ષણ કરવા સમર્થ નથી. બાળક જ્યાં સુધી નાનો હોય છે, ત્યાં સુધી ઢીંગલીઓથી રમે છે, રેતીનાં ઘરો બનાવીને રમે છે, પણ એ મોટો થાય છે ત્યારે એને આ ચેષ્ટાઓ તુચ્છ લાગે છે, અસાર લાગે છે. તેવી જ રીતે આ આત્મા ધર્મમાં બાલ છે, ત્યાં સુધી એને વિષયોમાં આનંદ આવે છે. પશુચેષ્ટાઓમાં સમય વિતાવે છે અને સ્વરૂપથી ભ્રષ્ટ થતાં કર્મો બાંધે છે. કર્મબંધનો આધાર પરિણતિ ઉપર છે, પરિણમન પહેલાં મનન જોઈએ અને મનનની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે શ્રવણ જોઈએ. ખાલી ક્રિયા, ખાલી શ્રવણ એ પરિણતિ બદલી શકવા સમર્થ નથી. વિચારથી મોહનીયને ઉડાડી શકાય છે. સાધકની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક વ્યવહાર એ સ્વરૂપને પકડનારો હોવો જોઈએ. સૌ પ્રથમ અશુભમાંથી નિવર્તન પામી શુભમાં પ્રવર્તન કરવાનું છે અને તેમાં સ્થિરતા થતાં, શુદ્ધની પ્રાપ્તિ થશે. "" પદથી એટલે પરમાત્મા યોગિગમ્ય છે. એ વિશેષણ મૂકવા દ્વારા આયોગી એવા મિથ્યાદેષ્ટિનો વ્યવચ્છેદ થાય છે. અહિંયા હરિભદ્રસૂરિજી મહારાજા મિથ્યાષ્ટિ માટે અયોગી શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. જેમ યોગનો અભાવ થતા આત્મા અયોગી બને છે તેમ મિથ્યાદૃષ્ટિ પોતાના ત્રણે યોગોને ઉન્માર્ગમાં પ્રવર્તાવે છે માટે તેને માટે અયોગી શબ્દનો પ્રયોગ કરે છે. પોતાના યોગોને ઉન્માર્ગમાં પ્રવર્તાવે તે ક્યારે પણ પરમાત્માને ઓળખી શકે નહીં. એટલે કે યોગીથી અવધિજિન, મન:પર્યવજિન, શ્રત જિન અને તેના ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિ પરમાત્માને ઓળખી શકે છે. ઉપરની જ વાતની સાક્ષીમાં કલિકાલ સર્વજ્ઞ અયોગ દ્વાáિશિકામાં લખે છે, "यदीय सम्यकत्वबलात् प्रतीमो, भवादृशानां परमस्वभावम् / कुवासनापाशविनाशनाय, __नमोऽस्तु तस्मै तव शासनाय / / પરમાત્માને ઓળખવાની શરૂઆત સમ્યકત્વથી છે. જેના ત્રણે યોગ ઉન્માર્ગમાં, સંસારમાં પ્રવર્તે, તેને પરમાત્મા સમજાય નહીં. પરમાત્મા તો સંપૂર્ણ સ્વરૂપમાં ડૂબી ગયા છે. પોતાને મળેલા યોગ દ્વારા, ઉપયોગને સ્વરૂપમાં ડૂબાડી દો, પછી પદાર્થોની માત્ર જાણકારી રહે છે. તે ઉપયોગ સ્વરૂપમાં છે. તેનું જ નામ સહજ સમાધિ. ઉપયોગને પોતાના સ્વરૂપમાં પકડી રાખવો 2010_05 Page #94 -------------------------------------------------------------------------- ________________ સંસ્કરણના સ્રોત 71 તે સહજ સમાધિ છે. ત્યાં વિકલ્પો અસર કરતાં નથી. સમાધિ સહજ બનતાં ક્ષપકશ્રેણી મંડાય છે અને તેના ફળ રૂપે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ઉપયોગ નિર્વિકલ્પ બને છે. હરિભદ્રસૂરિ મ. કહે છે, જેના એક પણ યોગનાં ઠેકાણાં નથી, જેને ત્રણે યોગ બહાર પદાર્થમાં જાય તે ભોગી. જેના ત્રણે યોગ અંદરમાં છે તે યોગી. યોગી પણ ખાય છે, પીએ છે, બધું જ કરે છે પણ પદાર્થનો ઉપયોગ કરતાં, જ્ઞાનચેતનાને પદાર્થ સાથે એકમેક ન કરતાં ખાલી ઉપયોગ જ કરે છે. ઉપભોગ નથી કરતો, પદાર્થનો ઉપયોગ કરે તે યોગી, ઉપભોગ કરે તે ભોગી. ઉપમિતિકાર સદ્દબુદ્ધિની ઉપાસનાને જ પરમાત્માની ઉપાસના કહે છે. ઉપયોગમાં પંચ પરમેષ્ઠીના, સત્પરુષોના આકારો પડ્યા કરે તે નિર્મળ દૃષ્ટિ છે. સ્વચ્છ બુદ્ધિની નીપજ છે. પરમાત્માને છોડીને પત્નીને, પદાર્થને બુદ્ધિમાં રમાડવા - તે દુષ્ટબુદ્ધિ છે, ભોગદશા છે, સંસારદશા છે. સંસારમાં પંચ પરમેષ્ઠી અને તેની આરાધના સિવાય બધું અસાર છે. તે સમજવું જરૂરી છે. મતિજ્ઞાનના ઉપયોગમાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયો રમ્યા કરે તે ઉન્માર્ગગમન છે. આત્માનો ઉપયોગ સમ્યક્ત્વ, વિરતિ, અકષાયમાં ચાલે તે સન્માર્ગગમન છે. તમારા પુણ્યના ઉદયથી તમને જે કાંઈ ભૌતિક સામગ્રી મળે છે તેમાં કાંકરા - વિષ્ટાતુલ્ય બુદ્ધિ ન થાય ત્યાં સુધી પરમાત્મા નહીં ઓળખાય. - તમારી પ્રેમાળ પત્નીએ, તમારી વર્ષગાંઠે, ઘણી મહેનતે તૈયાર કરેલી મીઠાઈ, જમણ, સારાં સારાં પકવાનો, western dishes , આ બધું જ રીફાઈન કરેલી વિષ્ટા છે. જ્યાં સુધી આ શરીરનું ભૂત વળગેલું છે ત્યાં સુધી આ જમવું - પીવું વિ. બધું જ કરવું પડે. પણ યોગી અને ભોગીમાં શું ફરક ? યોગી ખાતા-પીતાં પણ સાવચેતી રાખે અને ભોગી પાગલ બનીને કરે, એનાં જ ગાણાં ગાય. હકીકતમાં તમને જે જે મળ્યા છે, તે શત્રનો કાફલો છે. અમે, સાધુઓ મિત્રના કાફલામાં છીએ. જેને તમે સારા માનો છો, જેને તમે તમારા માનો છો તે જ પહેલા નંબરના તમારા શત્રુ છે. તેમાં પણ જેની ઉપર રાગની પરિણતિ વધારે તે મોટામાં મોટો શત્રુ છે. તમે પૈસાને, પત્નીને, કાયાને, પતિને, પરિવારને શત્રુ માનો ? મરી જાવ તોય તમે નહીં માનો. ઘરે જઈને શત્રુ કહેશો તો તમે મરી જશો. મોહનીયના ઉદયવાળાને જેટલી બુદ્ધિ વધારે તે તેનો પાપોદય સમજવો. જેઓ, જેટલા બુદ્ધિમાન બનવા ગયા, તે પરમાત્માથી દૂર ગયા છે. જેટલા અબુધ બન્યા તે પરમાત્માની નજીક પહોંચ્યા છે. જગતમાં જીવોના ત્રણ પ્રકાર છે. (1) બુદ્ધિમાન (બુદ્ધિજીવી) (2) 2010_05 Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ બુદ્ધ (૩) અબુધ (શ્રદ્ધજીવી). બુદ્ધિજીવીને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તીવ્ર હોય છે. તે ઘણું સમજી શકે છે. ઘણી ઊથલપાથલ કરી શકે છે. પરંતુ તેના હૃદયનો વિકાસ થયેલો ન હોવાથી તેની બુદ્ધિ અહંકારને પોષનારી છે. અને સ્વાર્થોધ માણસ દુર્જન બન્યા વિના રહી શકતો નથી. તેથી તેની બુદ્ધિ સત્ય તરફ જવાના બદલે અહ” તરફ જાય છે. તેની માન્યતા છે, “મારું તે સાચું.” આવા જીવોના માટે પ્રભુ મળવા દુર્લભ છે. બીજા જીવોનો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અલ્પ હોવાથી તેઓ કશું સમજી શકતા નથી. ઉપલો માળ જાણે ભાડે આપ્યો હોય એવી તેમની સ્થિતિ છે. ત્રીજા પ્રકારના જીવો ભલા-ભોળા અબુધ જેવા લાગે છે પણ તેમના હૃદયનો વિકાસ ઘણો જ થયેલો હોય છે. તેમને અહેસાસ થતો હોય છે કે મારામાં કશું જ નથી. હું કંઈ જ જાણતો નથી. હજી મારે ઘણું સમજવાનું, ઘણું મેળવવાનું બાકી છે, એમ સમજીને વધુ જ્ઞાન મેળવવા તે પ્રયત્ન કરે છે. વળી તેને સતત થતું હોય છે કે મારે હજી પરમાત્મા મેળવવાના બાકી છે. પ્રભુ વિના જેને પોતાનું અસ્તિત્વ, વ્યક્તિત્વ અપૂર્ણ લાગ્યા કરે છે. અને માટે જ એ આત્મા અહંકારને તોડીને પોતાની શક્તિ પરમાત્માને પામવા માટે વાપરે છે. જગતમાં લોકો એને અબુધ કહે છે. નરસિંહ મહેતાને જાણો છો ? શું ભણેલા હતા ? કોઈ ડીગ્રી તેને ન હતી, પણ તે બુદ્ધ ન હતા અબુધ હતા, શ્રદ્ધાજવી હતા અને માટે જ તેને પ્રભુ મળ્યા. પ્રભુને પામવા માટે બુદ્ધિની તીક્ષ્ણતા જરૂરી છે. પણ સાથે હૃદયની કુણાશ હોય તો. પરમાત્મભક્તિમાં નરસિંહ મહેતાને પત્ની વિ. સંસારના પદાર્થો અને વ્યક્તિ અંતરાયભૂત લાગે છે. તમને પત્ની સહાયભૂત લાગે છે. શેક્સપીયર જગપ્રસિદ્ધ નાટ્યકાર સ્ટેજ પર બોલે છે, “હે પ્રિયા ! આજે તો તું છે, પણ હે પ્રિયા ! તું નહીં હોય તો મારું શું થશે ? તારા વિના હું શું કરીશ ?' વાસ્તવિકમાં હજી તો પત્નીનો વિયોગ થયો નથી પણ તેના વિયોગની કલ્પના તેને અકળાવે છે. સંયોગમાં જે રાચે છે તે વિયોગમાં રે છે. “વિયો IIન્તા: સંયો II:' એવું જે જાણે છે, તે સંયોગમાં જાગૃત રહે છે. અળગો રહે છે. નરસિંહની પત્ની મરી ગઈ છે તે સમયે તે ચોરામાં મંજીરા વગાડીને પ્રભુભક્તિ કરી રહ્યા છે, સમાચાર મળતાં જ તે બોલે છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ.'' તે સમજે છે કે હવે પરમાત્માને ભજવામાં કોઈ અંતરાય નહીં પડે. સભા : પણ સાહેબ ધર્મપત્ની કહીએ છીએ ને ? 2010_05 Page #96 -------------------------------------------------------------------------- ________________ સંસ્કરણના સ્રોત ૭૩ મહારાજ : તમારી પત્ની ધર્મપત્ની છે કે કર્મપત્ની ? ધર્મમાં સહાય જ કરે અને ચારિત્રની ભાવના થતા તમને અટકાવે નહીં પણ રજા આપે તો તે ધર્મપત્ની. નરસિંહ મહેતાના ભક્તિયોગમાં, જ્ઞાનયોગની જે છાંટ જોવા મળે છે તે અત્યંત પ્રશંસનીય છે. જેને ઉપયોગમાંથી વિષયો નીકળી ગયા છે, અંદરમાં જેને સંસાર નથી, તેના મતિજ્ઞાનના ઉપયોગમાં કેન્દ્રવર્તી તરીકે પરમાત્મા સ્થાન પામે છે. તમારે તો બધાને મારા મારા, બધાને સારા સારા કહેવા છે. આ જ નાદ અનાદિનો ચાલી રહ્યો છે. “અહોરૂપમ્ અહોધ્વનિ' જેવા તમારા સંબંધો છે. કાગડો શિયાળણી ને કહે છે, શું તમારું રૂપ છે ? અદ્દભુત રૂપ છે. શિયાળણી કહે છે, શું તમારો અવાજ છે ? અત્યંત મધુર કર્ણપ્રિય અવાજ મને સાંભળવો બહુ ગમે છે. તમારા બધા સંબંધો, ખાસ કરીને પતિ-પત્નિના સંબંધો આવા છે. આજે તમે તમારી પત્નીની ભૂલ બતાવી શકો તેમ છો ? અને તમારી પત્ની તમારી ભૂલ બતાવી શકે તેમ છે ? સંબંધો ઉપરછલ્લા most superfluous રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મરવાનું થાય તો દુર્ગતિ દુર્લભ નથી. આજે તમે બધી સુખની સામગ્રીને લાત મારીને, સર્વ ફોરવીને નીકળી જાવ તો તમે સામગ્રીના ગુલામ નથી પણ માલિક છો એવું પુરવાર થઈ શકે. આજે કરોડપતિ, મિલમાલિક એ મોટામાં મોટો મજૂર છે. પેલો મજૂર તે નાનો મજૂર છે. મિલમાલિક ઘેર જાય છે ત્યારે મિલ પણ સાથે જાય છે. મિલ બળી જાય તો તેના મનમાં આગ લાગે છે. મજૂર ઘેર જાય ત્યારે તેની સાથે કશું જતું નથી તે શાંતિથી સૂઈ જાય છે. મિલ બળી જાય તો નોકર વિચારે છે, આપણું શું ગયું ? આવા સંસારમાં કોઈ ડાહ્યો માણસ ટકી ન શકે. તમારા બંગલા ભલે કરોડના હોય, અદ્યતન સામગ્રીથી સજ્જ હોય પણ તેમાં શાંતિ નહી મળી શકે. અમારા ઉપાશ્રયો જુઓ. ચાર દીવાલ વચ્ચે માત્ર સુધર્માસ્વામીની વ્યાખ્યાનની પાટ અમારું સતત રક્ષણ કરે છે. અમને ગુરુદેવો મળ્યા છે. શાસ્ત્રોનું બળ મળ્યું છે. કલ્યાણમિત્રોનો સતત સહવાસ છે, વાતાવરણ પણ પ્રદૂષણથી રહિત છે. પરમાત્માની આજ્ઞા પાળીએ તો ન્યાલ થઈ જઈએ, મોક્ષ નિકટ આવે. તમે તમારી પત્નીનું માનીને ચાલો, તો શું કલ્યાણ નિશ્ચિત છે ? અમે તમારા ઘરની ગોચરી ખાઈએ છીએ, પણ ફૂંક મારીને ખાઈએ છીએ, અમે ગોચરી આલોવીને. ગુરુને બતાવીને વાપરીએ છીએ, જેથી રાગાદિનું ઝેર અમને ચઢે નહિ. અમારા પ્રભુએ કહ્યું છે, કે, ૪૨ દોષ ટાળીને ગોચરી લાવવાની અને ૫ માંડલીના દોષો ટાળીને ગોચરી વાપરવાની, બસ, આનાથી અમારું રક્ષણ છે. આ 2010_05 Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ જાગૃતિ અમને બચાવે છે, જો અજાગૃત થઈને પદાર્થનો રાગ કર્યો, કેષ કર્યો, તો, આ પ્રમાદના પ્રાયશ્ચિત્ત રૂપે અનુક્રમે ઉપવાસ અને આંબિલ કરવું પડે. સાધુને અંદરમાં બધું જ પડ્યું છે એટલે રાગ-દ્વેષ થવાની સંપૂર્ણ સંભાવના છે પણ જાગૃતિ એ તરણોપાય છે. અમારે અહીંના સંયોગો એવા છે કે મરતાં સુધી ઘણો બધો રાગ તૂટી જાય છે. રાગ ન થાય એવું નહીં, રાગ ઓછો – વધતો થાય, પણ તેનું પ્રાયશ્ચિત્ત છે, તેની આલોચના છે, તેનાથી નિરતિચાર સંયમ આવે છે. શાસ્ત્રયોગનું આલંબન રાગાદિનું મારક છે. આ આલંબન મળે કોને ? પરમાત્માને જાણવાની ઇચ્છા, પરમાત્માને ઓળખીને પામવાની ઇચ્છા ચરમ યથાપ્રવૃત્તિકરણમાં પ્રાપ્ત થાય છે. કરણ = અધ્યવસાય = અંતઃકરણનો પરિણામ છે. ચરમયથાપ્રવૃત્તિકરણ એ ગુણસંપન્ન અપુનબંધકાવસ્થા છે. આ આત્માનો એવો અધ્યવસાય છે કે અવશ્ય ગ્રન્થિભેદ થવાનો જ છે. પહેલી ચાર દૃષ્ટિમાં આ પરિણામ છે. શુદ્ધ વ્યવહારનયથી આ દૃષ્ટિઓમાં આવો પરિણામ છે. અત્યંત સ્થૂલ દેષ્ટિથી ચરમયથાપ્રવૃત્તકરણ ચરમાવર્તમાં આવે. ત્યાં પરમાત્માને ઓળખવાની યોગ્યતા છે. જે ચરમાવર્તમાં નથી તેને પ્રભુને ઓળખવાની ઈચ્છા જ ન થાય. સૂક્ષ્મનયે અપૂર્વકરણના પૂર્વના અંતર્મુહૂર્તના કાળને પણ ચરમયથાપ્રવૃત્તકરણ કહી શકાય. તમે સૌ જૈનકુળમાં આવ્યા. હવે પરમાત્મા કેવા છે ? તેમનું સ્વરૂપ શું છે ? એવી ઈચ્છા તમને જાગે છે ? આ ઈચ્છા માટે પણ પુરુષાર્થ કરવાનો છે. આ જિજ્ઞાસા પ્રબળ થાય તો ૨-૫ ભવમાં સમકિત પામી શકાય. जे धम्मिया ते खलु सेवियव्वा, जे पंडिया ते खलु पुच्छियवा; जे साहुणो ते अभिवंदियचा, જે નિર્મમાં તે નિમિયા આ જગતમાં જે કોઈ ધર્મી આત્માઓ છે, તે સેવા કરવા યોગ્ય જાણવા. જે પંડિત પુરુષો છે, તે પૃચ્છા કરવા યોગ્ય છે, જે સાધુ – મહાત્માઓ છે, તે વંદન કરવા યોગ્ય છે. જેઓ નિ:સ્પૃહી તેમ જ નિર્મમત્વી છે, તેઓ સર્વ પ્રકારે પડિલાભવા (એટલે જરૂરી વસ્તુઓ આપવા) યોગ્ય છે. 2010_05 Page #98 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના નિક્ષેપ કોઈ માણસ અમેરિકાથી આવી ત્યાંનું વર્ણન કરે તો જોવાની, જાણવાની ઇચ્છા થાય છે કારણ કે તેમાં તમારી રુચિ પડેલી છે, બસ, તેવી જ રીતે ગુણસંપન્ન અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થતાં જીવને પરમાત્મરુચિ પ્રગટે છે, એનું ઉપાદાન એવું હોય છે કે, જે તીવ્ર ભાવે પાપ ન કરે, પાગલ બનીને સંસારમાં ન રહે અને સદા ઔચિત્યનું પાલન કરે. ભવનિર્ગુણતાનો ભાસ થયેલો હોવાથી તેનું જીવન વિવેકપ્રધાન હોય છે. જે આત્મા યોગદૃષ્ટિની. બહાર છે તે ભવાભિનંદી છે. જૈન દર્શન આખું વિવેપ્રધાન છે. જૈનદર્શનને પામેલો સાધક વિવેકનાં શિખર ઉપર ઊંચે ઊભો છે અને અન્યદર્શની વિવેકની તળેટીએ છે. જૈન શાસનમાં ઉત્સર્ગ - અપવાદ; વ્યવહાર – નિશ્ચય; નય – નિક્ષેપ, દ્રવ્ય – ભાવ વિ. બધી વસ્તુ યથાસ્થાને બતાવી છે. સ્યાદ્વાદી જ ઉત્સર્ગ અને અપવાદનું યથાવસ્થિત નિરૂપણ કરી શકે છે. તેરાપંથીઓ દાન – દયાનું ખંડન કરે છે, તે બરોબર નથી. ભૂમિકા પ્રમાણે બધું જ કર્તવ્ય બને છે. સ્થાનકવાસી પણ સ્થાપના નિક્ષેપનો અપલાપ કરે છે, તે વ્યાજબી નથી. હકીકતમાં સ્થાપના નિક્ષેપની વ્યાપકતાનો કોઈ અપલાપ. કરી શકે તેમ નથી. નામ, સ્થાપના વિ. નિક્ષેપ કોઈ સામાચારીના ભેદ નથી. પણ પદાર્થનું સ્વરૂપ જ છે અને તેથી તેનો સ્વીકાર કર્યા વિના કોઈનો છૂટકો નથી. સ્થાનકવાસીને કહીએ કે, તમે સ્થાપના નિક્ષેપનો ધર્મના ક્ષેત્રમાં મૂર્તિને ન માનવા દ્વારા અપલાપ કરો છો, તો, ૧૦૦ સ્ત્રીના નગ્ન ફોટાઓ તમે દીવાનખાનામાં મૂકશો ? ના, કેમ ? તેની અસર છે, બસ તો પછી વીતરાગની મૂર્તિ પણ વીતરાગતાની ઘેરી અસર ઉપજાવે છે. મૂર્તિપૂજકોએ પણ મૂર્તિમાંથી અમૂર્ત આત્મપ્રદેશોને નિહાળવાના છે અને તેનાથી અભેદ થવાનું છે. નામ અને રૂપ વગર સાધક જીવી શકતો નથી માટે અનામી અને અરૂપીનું નામ અને રૂપ આપી દીધું, આ બંને, સ્વરૂપને બતાવનારા છે. કોઈનો લખેલો કાગળ વાંચવો, એ પણ, સ્થાપના નિક્ષેપનો સ્વીકાર છે. કારણ કે કાગળની ભાષા એ ભાવનું પ્રતીક છે. એ તમારા ભાવોની છાપ છે. આવી વ્યાપક અસરકારક સ્થાપનાની પ્રતીતિ થયા પછી કોઈ બુદ્ધિમાન તેનો અપલાપ ન કરી શકે. દિગંબરોને પણ નગ્ન અવસ્થાનો આગ્રહ છે. જ્યાં આગ્રહ છે. ત્યાં સ્યાદ્વાદ નથી. કોઈ દિગંબર સાધુ ક્ષપકશ્રેણી માંડે અને તે વખતે કોઈ તેના શરીર ઉપર વસ્ત્રો ઓઢાડી દે, તો, તેને સર્વજ્ઞતા મળે કે નહિ ? પણ પોતાની માન્યતાના રંગમાં સંકુચિત વૃત્તિ આવી જાય છે. જ્યાં સંકુચિત 2010_05 Page #99 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ દૃષ્ટિ છે, ત્યાં જૈન શાસન નથી. જેની વિચારણામાં સંકુચિત દૃષ્ટિ છે, તે બીજાને તુચ્છ દૃષ્ટિથી જુએ છે. દૃષ્ટિમાં વિવેક આવે ત્યારે પરમાત્માનું શાસન સ્પર્શે. માટે જ પરમાત્માને યોગીગમ્ય કહ્યા છે. ઉન્માર્ગમાં જેનું પ્રવર્તન છે તેવા મિથ્યાષ્ટિથી પરમાત્મા લાખો યોજન દૂર છે. જેના ઉપર અતિ રાગ છે, સૌથી વધુ રાગ છે એવી કાયા હોતે છતે ક્ષપક શ્રેણી મંડાઈ શકે તો વસ્ત્રપાત્રના પરિધાન માત્રથી શું ક્ષપકશ્રેણી ન મંડાય ? દેહનું અસ્તિત્વ જો ક્ષપકશ્રેણી માટે બાધક નથી, તો પછી, વસપાત્રનું અસ્તિત્વ ક્યાંથી બાધક બને ? આટલી વિશાળદેષ્ટિ આ સંપ્રદાયની છે ? અપનુબંધક અવસ્થાનું સ્વરુપ ચરમયથાપ્રવૃત્તકરણમાં વર્તતા જીવને ગુણસંપન્ન અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થાય છે. ચરમાવર્તમાં આવ્યા એટલે કાળ નામનું કારણ નીકળી ગયું. આ ચરમાવર્ત ધર્મ પામવા માટે યોગ્ય છે. પણ ચરમાવર્તમાં આવે એટલે બધાને ધર્મ મળી જ જાય, ગમી જ જાય તેવું નથી. પણ ધર્મ મળે તો, ધર્મ ગમે, તો ચરમાવર્તીને જ મળે, અને ચરમાવર્તીને જ ગમે. ચરમાવર્તિમાં પણ અનંતી ઉત્સર્પિણી, અનંતી અવસર્પિણી હોય છે અસંખ્યવર્ષો = ૧ પલ્યોપમ, ૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ, ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી, ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ અવસર્પિણી, ૨૦ કોડાકોડી સાગરોપમ = ૧ કાળચક્ર. આવા અનંતા કાળચક્રો ચરમાવર્તિમાં જીવને હોય છે. પણ અહીં આવ્યા પછી જીવને ધર્મની નિમિત્ત સામગ્રી મળે, તો હળુકર્મી બને. વળી અન્ય ફરી નિમિત્તના આલંબને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, તે ખપાવે, ફરી બાંધે, વળી ખપાવે આવું ઘણીવાર કરે છે. જે કર્મોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે, ઘણીવાર બાંધવાનું અહીં શક્ય બને છે. મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કો. કો. સાગરોપમ છે. વેદનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, આ ૪ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમની છે. નામ – ગોત્ર આ બે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમની છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ હવે માત્ર બે જ વાર જે જીવ બાંધવાનો છે, તેને હિંસકૃતબંધક કહેવાય છે અને આવી ઉત્કૃષ્ટ સ્થિતિ જે જીવ માત્ર હવે એક જ વાર બાંધવાનો છે તેને સકૃત બંધક કહેવાય છે. અને હવે જે જીવ એકપણ વાર આવી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો નથી તેને અપુનબંધક કહેવાય છે. અ = નહિ; પુનઃ = ફરી, બંધક = બાંધનાર. હવે ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ નહિ બાંધનાર જીવ, અપુનબંધક કહેવાય છે. આ તેનો વ્યુત્પત્તિ અર્થ છે. આવી યોગ્યતા જેની ઊભી થઈ છે, તેવા જીવને ધર્મ સામગ્રી મળે, જિનવાણી સાંભળવા મળે તો, તે, તેને ઝીલી શકે છે. પછી તેનો પુરુષાર્થ કામયાબ બની શકે છે. 2010_05 Page #100 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના નિક્ષેપ ૭૭ આવા જીવોનો સંસારનો રસ આંશિક પણ મોળો પડેલો હોય છે, તેનો રાગ ઘટે છે, માટે (૧) તીવ્રભાવે પાપ ન કરે. અહીં સંસારનું આકર્ષણ હતું, જે તીવ્ર રાગાદિ હતા, અત્યંત રુચિ હતી. સંસાર ઉપરનું (૨) જે બહુમાન હતું તે બધું ઓછું થયું છે. વળી તેના જીવનમાં (૩) ઔચિત્યનું પાલન હોય છે. આ છે ગુણસંપન્ન અપુનબંધકાવસ્થા. પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવરાગ રે, ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે.” * ચેતન – જ્ઞાન – અજુવાળીએમાં પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે આ તેની માનસિક સ્થિતિનું વર્ણન ઉપરની ગાથામાં કર્યું છે. જેનામાં ઔચિત્યપાલન નથી, તે, ગુણસંપન્ન અપુનબંધકાવસ્થાથી બહાર છે. જીવ પંચમહાવ્રતનું પાલન કરતો હોય, સંયમ પાળે પણ જો અન્ય સંયમી પ્રત્યે આદરભાવ નથી, બહુમાન નથી, તો તેને, વાસ્તવિક પહેલું ગુણ સ્થાનક પણ નથી. જ્યાં ગુણાનુરાગ ગયો, ઔચિત્યનું પાલન ગયું, ત્યાં સંક્લેશ જ હોય અને તેથી અશુભ જ કર્મો બંધાય. જૈન શાસનને પામેલો જ્યારે ગુણસંપન્ન અપુનબંધક અવસ્થા પામે છે ત્યારે પહેલું ગુણસ્થાનક આવે છે. એને યોગદષ્ટિ હોય છે. આવા જીવો તીવ્રભાવે સંસારની પાપપ્રવૃત્તિ કરી શકતા નથી. પાગલ બનીને કોઈનું અનુકરણ કરતાં નથી. તેની પ્રત્યેક પ્રવૃત્તિમાં તેને આલોક – પરલોકના વિચારો આવે છે. આત્માનું હિત – અહિત દેખાય છે, એના દ્વારા તેનામાં ઔચિત્યનું પાલન આવે છે. જૈન શાસનમાં ઉત્સર્ગ જ મુખ્ય છે એવું નથી. ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગ મુખ્ય છે, અપવાદના સ્થાને અપવાદ મુખ્ય છે, વ્યવહારના સ્થાને વ્યવહાર મુખ્ય છે, નિશ્ચયના સ્થાને નિશ્ચય મુખ્ય છે, નય અને પ્રમાણમાં પણ સૌનું આગવું સ્થાન છે. દરેક નય પોતાના સ્થાને મુખ્ય છે અને બીજા સ્થાને ગૌણ બને છે. ઉપર ઉપરના ગુણઠાણે નીચેના ગુણઠાણાનો બધો વ્યવહાર છોડવાનો છે, પણ તોડવાનો નથી. વ્યવહાર વગર નિશ્ચય પ્રાપ્તિ ન હોય એ વાત વ્યવહારનયથી સાચી છે. નિશ્ચયનયથી એને વ્યવહારની જરૂર નથી કારણ કે કોઈ આત્મા ચોથે ગુણસ્થાનકે સમક્તિ પામી, ક્ષપકશ્રેણી માંડી, અંતગડ – અંતકૃત કેવળી બની શકે છે. વ્યવહાર વગર નિશ્ચય ન જ આવે એવું એકાંતે ન બોલાય. પણ નિશ્ચય મેળવવા માટે વ્યવહાર કરવો જરૂરી છે. જેમ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વ્યવહારથી સાધક છે, નિશ્ચયથી બીજા હોઈ શકે છે, પણ નિશ્ચયનો વ્યવહાર ન હોય. જૈન શાસન વિવેકના શિખર ઉપર ઊભેલું છે, એટલે જ સ્યાદ્વાદના આલંબનથી પરસ્પર વિરોધી દેખાતી વાતનો યોગ્ય રીતે સમન્વય સાધી શકે છે. 2010_05 Page #101 -------------------------------------------------------------------------- ________________ “કષાયનું સ્વરૂપ” પૂ. હરિભદ્રસૂરિ પરમાત્માને નમસ્કાર કરતાં કરતાં જુદાં જુદાં વિશેષણો દ્વારા પરમાત્માનું સ્વરૂપ જણાવી રહ્યા છે. જે આત્માએ લેશથી આત્માની અનુભૂતિ કરી છે તે આત્મા પરમાત્માને ઓળખી શકે છે એટલે પરમાત્માને ઓળખવા પહેલાં આત્માને ઓળખવો પડે. જ્ઞાન પરક્ષેત્રે પ્રકાશસ્વરૂપ છે. સ્વક્ષેત્રે આનંદસ્વરૂપ છે. માટે જ જ્ઞાન કિંમતી છે. શા માટે ભણવાનું ? જ્ઞાન, જ્ઞાન માટે નથી ભણવાનું, જ્ઞાન માહિતિ માટે નથી ભણવાનું, જ્ઞાન વિદ્વાન બનીને, જગતમાં પાંડિત્ય દ્વારા સસ્તી કીર્તિ મેળવવા માટે પણ નથી ભણવાનું જ્ઞાનને સાધન બનાવીને, જ્ઞાનને સ્વચ્છ બનાવીને આત્માના મૌલિક આનંદને અનુભવવાનો છે. એક ભાઈ કોઈને ત્યાં મહેમાન થયેલા. તે શેઠનો છોકરો ઇન્ટરમાં પાસ થયેલો, શેઠ ખુશખુશાલ હતા. મહેમાનને કહે છે કે આ વર્ષે બાબો ઇન્ટરમાં સારા માર્કસે પાસ થયો. મહેમાને ઠાવકું મોં રાખી પુછ્યું – પછી શું ? અરે પછી ત્રીજા વર્ષમાં જશે, પછી શું ? પછી ચોથા વર્ષમાં જશે. પછી શું ? પછી ડિગ્રીધર બનશે. પછી શું ? એન્જિનિયર થશે ને મોટી firm ફર્મમાં નોકરી કરશે. પછી શું ? પછી પરણશે. પછી શું ? પછી મોજ મજા કરશે. પછી શું ? આ પછી શું ?ની પ્રશ્નસીરીયલથી યજમાન અકળાયો ને કહે, પછી મરી જશે. પેલો ભાઈ કહે છે કે, ભણીને પણ મરવાનું છે અને અભણને પણ મરવાનું છે, તો ભણીને શું કરવાનું ? જ્ઞાનીનો જવાબ છે, ભણીને અમે અજન્મા, અમર બનીશું. સંસારમાં રોગ, શોક, વિયોગ, આધિ, વ્યાધિ, ઉપાધિ લાગુ પડેલી છે, તેનાથી મુક્ત થવા માટે જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. જે વિદ્યા મુક્તિ અપાવે તે જ વિદ્યા કહેવાય છે. “સા વિદ્યા યા વિમુવત’ | જગતમાં કોઈ તત્ત્વ દુઃખી કરતું નથી, મૃત્યુ આપતું નથી. જન્મ આપતું નથી. ભૂતકાળમાં જે રીતે જીવ્યા છો તે રીતે આપણું વર્તમાન છે. હવે વર્તમાન સુધારવા કરતાં વર્તમાનના દ્રષ્ટા બની જાવ, શાંત બની જાવ. અને સહજ ભાવે પરિસ્થિતિનો સ્વીકાર કરી લ્યો. ભૌતિક રીતે વર્તમાનને સુધારવા માટે ધમપછાડા કરનાર હકીકતમાં પોતાના ભાવિને બગાડી રહ્યા છે. આજે જે કાંઈ મળ્યું છે તે ભૂતકાળનાં કરેલાં કાર્યોનું ફળ છે. શાંત ભાવે, સહજ ભાવે, સમ ભાવે તેનો સ્વીકાર કરી લો એટલે ભૂતકાળ ઉપર ચાલણી મુકાઈ જાય અને તેથી જે કાંઈ ઉદયમાં આવે તે ચાલણીથી ચળાઈને આવે. પ્રભુ પાસે અનંત શક્તિ હતી, માટે તો વીર કહેવાયા. મહાવીર્ય 2010_05 Page #102 -------------------------------------------------------------------------- ________________ કષાયનું સ્વરૂપ” ૭૯ વિરાગના વીર: ઉત્તમ વીર્યથી શોભતા હોવાથી પ્રભુ વીર કહેવાયા છે. પણ સંશોધન તો એ કરવાનું છે કે, પ્રભુએ પોતાની શક્તિ શેમાં વાપરી ? પ્રભુએ પોતાનું વીર્ય કોઈની સામે વાપર્યું નથી. પણ આંતરશત્રુના નાશ માટે સઘળી શક્તિ વાપરી છે. પ્રભુને હેરાન કરવા આવનાર પ્રત્યે, પ્રભુએ, લાલ આંખ કરી નથી. બલ્લે ૬ મહિના સુધી સતત ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ પ્રભુ કરુણાથી આર્દ્ર બન્યા છે. એની નોંધ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે દિવાળી કલ્પના સ્તવનમાં કરી છે. સંગમે પીડિયો, પ્રભુ સજલ લોયણે, ચિંતવે છુટશ્ય કેમ એહો ? તાસ ઉપર દયા એવડી શું કરી ? સાપરાધે જને સબલ નેહો; પ્રભુ મહાવીરની પ્રતિમાનાં દર્શન કરતાં આપણને પ્રભુના ગાલ ઉપર આંસુ દેખાય છે ? મોતી જેવાં આંસુઓ પ્રભુના કરુણા ગુણની સાક્ષી પૂરતાં ઊભાં છે. પ્રભુ મહાવીરને જે ઉપસર્ગો આવ્યા તેવા મને કે તમને આવ્યા છે ? ના, તો શું આપણે પ્રભુ કરતાં વધુ પુણ્યશાળી ? અરે, પ્રભુએ, આ સ્થળે જે સમતા રાખી છે, તે સહજ ક્ષમાનો અનંતમો ભાગ પણ આપણે રાખી શકીએ તેમ નથી. પરકૃત ઉપસર્ગ કહેવાય છે. સ્વકૃત પરિષહ કહેવાય છે. નારકીના જીવો ઉપસર્ગ કરવા આવતા નથી. દેવ, મનુષ્ય, તિર્યંચ ઉપસર્ગ કરે છે. આ ઉપસર્ગનો અર્થ શું ? સામો માણસ દુર્જન બનીને ઇરાદાપૂર્વક, સંકલ્પપૂર્વક ત્રાસ આપે તે ઉપસર્ગ કહેવાય. “મારે એને ત્રાસ આપવો છે' એવા સંકલ્પપૂર્વક ત્રાસ આપે તે ઉપસર્ગ કહેવાય. પરમાત્માનો આદર્શ એ હતો કે નાનામાં નાના જીવને પણ પીડા ન કરવી. પૂર્વના ભવોમાં આપણે દુર્જન બનીને ત્રાસ આપ્યા હોય તો જરૂર બીજા ભવોમાં આપણને ત્રાસ આવે. નિમિત્ત નથી અને કોઈ ત્રાસ આવે તો તે સહેવા સહેલાં છે પણ સામે નિમિત્ત મળે તો સહન કરવું દુષ્કર બને છે. કારણકે, તે વખતે, અનાદિકાલીન અભ્યાસથી દેહે કરેલા સંસ્કારો જાગૃત થાય છે. નિમિત્તને દોષ આપવા જીવ તૈયાર થાય છે અને પોતે આર્તધ્યાનાદિ કરે છે. નિમિત્તને દોષ આપવો એ મિથ્યાત્વ છે. તે શ્વાનવૃત્તિ છે. થાનવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ. અને સિંહવૃત્તિ કેળવવી જોઈએ, પરમાત્માએ સમ્યક્ત્વ પામ્યા પહેલાં અને સમ્યક્ત્વ પામ્યા પછી જ્યારે જ્યારે દુર્જન બનીને બીજાને જે જે ત્રાસો આપ્યા છે, તેના ફળ રૂપે આ ઉપસર્ગ આવ્યા છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ભગવાનના જીવે શય્યાપાલકના કાનમાં સીસું રેડાવવાનું કેટલું ભયંકર પાપ કર્યું છે ? જેના પરિણામે પ્રભુને છેલ્લા ભવમાં કાનમાં ખીલા ઠોકાણા છે. જૈન શાસન પામ્યા પછી કષાયોને 2010_05 Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ સમજવા પડશે. કોઈ ઉપર ગુસ્સો થાય, તે તો, ક્રોધ છે જ, પણ કોઈ પ્રત્યે અરુચિ ભાવ થાય તો, તે પણ ક્રોધનું બચ્યું છે તેમ સમજવું જોઈએ. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જાવજીવ સુધી કષાયના અનુબંધ રાખે છે, સમકિત ગુણનો નાશ કરે છે અને પર્વતમાં પડેલી તડ સમાન છે. અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ વધુમાં વધુ બાર મહિના સુધી રહે છે. દેશવિરતિ ગુણનો નાશ કરે છે અને પૃથ્વીમાં પડેલી ફાટ સમાન છે. પ્રત્યાખ્યાનીય ક્રોધાદિ એ ૪ મહિના ઉત્કૃષ્ટથી રહે છે, સર્વવિરતિ ગુણનો ઘાત કરે છે અને રેતીમાં કરેલી રેખા સમાન છે. સંજ્વલન ક્રોધાદિ એ વધુમાં વધુ ૧૫ દિવસ રહે છે, યથાખ્યાત ચારિત્રનો ઘાત કરે છે અને પાણીમાં કરેલી રેખા સમાન છે. પાણીમાં લીટી દોરીએ, તો આગળથી લીટી દોરાતી જાય, અને પાછળથી ભૂંસાતી જાય એટલે કે એ લીટીનું અસ્તિત્વ જેમ વધુ રહેતું નથી તેમ આ કષાય પણ તરત ઉપશમે છે. આ રીતે ૧૬ કષાય થયા. હવે પ્રત્યેક ક્રોધ વિ. કષાય અનંતાનુબંધી ચાર રૂપે હોય છે. તે રીતે વિચારતાં ૧૬ ૪ ૪ = ૬૪ ભેદો થાય છે. એટલે અનંતાનુબંધી કષાય સ્થિતિથી અનંતાનુબંધી સ્વરૂપે હોવા છતાં, રસથી અનંતાનુબંધી વગેરે ચાર પ્રકારે હોઈ શકે છે. ત્યારે તેના ફળમાં ભિન્નતા પણ આવે છે. દા.ત. અનંતાનુંબધી ક્રોધ, માન, માયા, લોભ જ્યારે અનંતાનુબંધી રસના બને ત્યારે નરક જવાય. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જ્યારે અપ્રત્યાખ્યાનીય રસના બને ત્યારે તિર્યંચમાં, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જ્યારે પ્રત્યાખ્યાનીય રસના બને ત્યારે મનુષ્યમાં, અનંતાનુબંધી ક્રોધ માન, માયા, લોભ, જ્યારે સંજ્વલન રસના બને ત્યારે દેવમાં જવાય. અભવ્યને જોકે મોક્ષની ઇચ્છા થતી નથી પણ નવમા રૈવેયકે જવાની ઇચ્છા થાય ત્યારે તે માટે તે સંયમ ગ્રહણ કરે છે, સમિતિ - ગુણિમય જીવન જીવે છે. મનમાં અશુભ ભાવને લેશમાત્ર પ્રવેશવા ન દે, લોકોને પણ કષાયનાં દુષ્ટ ફળ બતાવે છે. તે વખતે અનંતાનુબંધી ચાર કષાયોને સંજ્વલન જેવા બનાવે છે. અહીં રસ ઓછો થયો છે પણ તેની જાતિ બદલાઈ નથી. ભાત ભલે ભિન્ન છે, જાત તો એક જ છે માટે તેની કક્ષા. Category બદલાતી નથી. જે પાપ સારું માનીને કરશો, કરણીય માનીને કરશો, પ્રશંસા કરીને કરશો, રાચીમાચીને કરશો, તો તે પાપ પ્રશંસા દ્વારા, નિકાચિત બનશે. જે પાપ કરતાં પહેલાં અભિલાષા હોય, કરતી વખતે આનંદ હોય ને કર્યા પછી અનુમોદના હોય તો, તે પાપ નિકાચિત બનવા સંભવ છે. શ્રેણિકનો જીવ ધર્મ પામ્યા પહેલાં મૃગયા રમવા ગયો. હરણીને મારી 2010_05 Page #104 -------------------------------------------------------------------------- ________________ કષાયનું સ્વરૂપ” ૮૧ સાથે ગર્ભનું બચ્ચું મર્ડ, પશ્ચાત્તાપ તો ન થયો, પણ પ્રશંસા કરી. ભવિતવ્યતા એવી કે, ત્યાં જ નરકનું આયુષ્ય બંધાઈ ગયું ને ૮૪ હજાર વર્ષની નરક ઠોકાઈ ગઈ. પાપ થઈ ગયા પછી પ્રશંસા ન કરો, અનુમોદના ન કરો. અને પુણ્યના, સુકૃતનાં કાર્યોમાં ભરપેટ અનુમોદના કરો. સૌ પ્રથમ તો સત્કાર્ય કરીને સમાઈ જવાનું છે, અંદરમાં જવાનું છે, તો એના જેવું શ્રેષ્ઠ કાંઈ નથી. સ્વરૂપમાં જવું એ રાજમાર્ગ છે, એ ન થઈ શકે તો અનુમોદના કરવાની. અનુમોદના કેવી રીતે કરવાની ? દાન વિ. સુકૃતો કર્યા પછી એવું વિચારવાનું કે આ જગતમાં દેવ – ગુરુ પસાયે, આ કાર્ય કરવામાં, આટલી લક્ષ્મીની મૂચ્છ ઊતરી, તેવી રીતે પ્રભો ! તારી કૃપાથી, મારી આ શેષ રહેલી લક્ષ્મીની મૂચ્છ સતત ઊતર્યા કરે, એવું માંગું છું. સુકૃત કરવું એ વ્યવહાર ધર્મ છે. અને મૂચ્છ ઉતારવી એ નૈયિક ધર્મ છે. સુકૃતનું પાલન ગાણાં ગાવા માટે નથી પણ લક્ષ્મીની મૂચ્છ, પરિગ્રહ સંજ્ઞા વિ. સંજ્ઞા ઉતારવા માટે છે એટલે સુકૃત કરતાં કરતાં જે આનંદ થાય છે, તેના કરતાં લક્ષ્મીની મૂછ ઊતરી હોય, પરિગ્રહ વગેરે સંજ્ઞા મોળી પડી હોય તેનો આનંદ વધુ હોય. બોલો, સુકૃતમાં આનંદ છે કે લક્ષ્મીની મૂચ્છા ઊતરે તેમાં આનંદ છે ? મૂર્છા ન ઊતરે તો સુકૃતમાં અહંકાર ભળવાની પૂરી શક્યતા છે. આજે લક્ષ્મીની મૂર્છા ઉતારવા કોણ સુકૃત કરે છે ? અને સુકૃત કર્યા પછી કોણ અહંકારથી અળગા રહે છે ? શાસ્ત્રકારોએ તો કહ્યું છે કે, સુકૃત કર્યા પછી ખેડૂત જેટલી અક્કલ રાખવી જોઈએ. ખેડૂતો ધરતીને બિયારણનું દાન કર્યા પછી માટીથી ઢાંકી દે છે. તો તેમાંથી મબલખ પાક ઉતરે છે અને જો માટીથી ઢાંકી ન દે તો ખુલ્લા દાણાને ચકલાં ચણી જાય છે, બસ, આ જ ગણિતથી સુકૃત કર્યા પછી, બે હોઠ સીવી લેવા જોઈએ, જો હોઠ ખોલીને તેનાં ગાણાં ગાવામાં આવે તો સસ્તી કીર્તિમાં તેનું ફળ મળીને પૂરું થઈ જાય છે. માટે સુકૃતની અનુમોદનામાં વિવેક જરૂરી છે. તેની બીજી પદ્ધતિ પણ નીચે પ્રમાણે જાણી લો. તમે એક વાર સુકૃત કર્યું, આનંદ થયો હવે તે સુકૃત વારંવાર કરવા વડે આનંદને વારંવાર માણો – એ સુકૃતની અનુમોદના સાચી છે. આમાં સુકૃતોનું પુનઃ પુન: કરવું અને તેમાં રાજી થવું એ અનુમોદનાનો પ્રકાર થયો. સુકૃત કરતાં સુકૃતની અનુમોદના વધુ મહત્ત્વની છે. કાયાકાર ચૈતન્યનો પરિણામ, એમાં હુંપણાની બુદ્ધિ એ અહત્વ છે. આ અહંત્વને કાપવાનું છે. સુકૃત કરતાં કરતાં અહત્વને વધારીએ, તો, કયા કાળે સ્વરૂપની પ્રાપ્તિ થાય ? માટે ધર્મક્રિયા કરતાં કરતાં અંદરમાં જવાનું છે અને અંદરમાં, જે છે, તેને મેળવવાનો છે. જેના હાથમાં ઓઘો છે, તેને પણ અંદરમાં જવાની ઇચ્છા ન હોય તો તેના જેવી બીજી કરુણતા કઈ હોઈ શકે ? 2010_05 Page #105 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ સુકૃતની અનુમોદના જેમ કર્તવ્ય છે તેમ પાપની અનુમોદના ક્યારે પણ ન કરવી એ કર્તવ્ય છે. પાપ ન છૂટકે અથવા સંયોગાધીન કરીએ તો ૧૦૦ ટકા પાપ લાગે, પાપ કરાવીએ તો ૧OO૦ ટકા પાપ લાગે અને અનુમોદનામાં લાખ ટકા પાપ લાગે. કારણકે અનુમોદનામાં તમારો સ્વરસ રહ્યો છે માટે કર્મબંધ વધુ થાય છે. તમે, મેં ખોટું કર્યું ! એવું ક્યારે ય સંસારમાં માનો છો ? એવું ક્યારેય સંસારમાં અનુભવો છો ? આવું માનશો, તો આગળ વધશે અને ધર્મની યોગ્યતા પ્રાપ્ત થશે. જે પાપમાં, હેયપણાનો ભાવ ભળે એ પાપ સ્વતઃ મોળું થઈ જાય છે. ૧૮ પાપસ્થાનકો માટે કરવાં પડે છે એનું દુઃખ, એનો ડંખ હોય, તેને પાપ ઓછું બંધાય છે. કદાચ બાહ્ય દષ્ટિથી પાપ ન છોડી શકાતું હોય, તો પણ, પશ્ચાત્તાપથી પાપની તીવ્રતા intensity અને પાપની ઝડપ frequency. તો ચોક્કસ ઓછી થશે. વંદિતા સૂત્રમાં કહ્યું છે કે, सम्मदिट्ठी जीवो जइ वि हु पावं समायरे किंचि । अप्पोसि होइ बंधो, जेण न निद्धंधसं कुणइ ॥ સમ્યગ્દષ્ટિ જીવો પાપ કરે, તેનાથી પાપ થઈ જાય, પણ નિર્ધ્વસ પરિણામ ન હોય માટે અલ્પ કર્મ બંધ થાય છે. સમ્યકત્વી જ્યારે પાપ કરે છે ત્યારે તે ક્રિયામાં તેનું મન ભળતું નથી. તે સંસારમાં કાયપાતી છે, પણ મન:પાતી નથી. સૌથી વધુ દુઃખી આ જગતમાં કોણ ? સમ્યગ્દષ્ટિ. કારણકે સાચું સમજે છે અને તેવું આચરી શકાતું નથી. દેવલોકમાં રહેલા સમકિતીને શાતા વેદનીય કર્મનો ઉદય પણ દુ:ખ આપે છે. એનાથી એ વધુ દુઃખી છે. જ્યાં જવું છે ત્યાં જવાતું નથી અને જ્યાં નથી જવું ત્યાં રહેવું પડે છે એના જેવું બીજું દુ:ખ કયું ? સમ્યકત્વી “મવો ન રમતે” સમકિતી સંસારમાં રહે ખરો, પણ રમે નહિ અને મિથ્યાત્વી ભવસમુદ્રમાં રમે છે. સમકિતીને ઘરમાં રહેવું નથી, તે માને છે કે ઘરમાં રહેવા જેવું નથી, આત્મકલ્યાણ માટે ચારિત્ર જેવો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. તેને પૈસા કમાવવા જેવા નથી લાગતા, ધંધો કરવા જેવો નથી લાગતો. બધામાં અકરણીયતા લાગે છે. કરવા જેવું કંઈ લાગતું નથી અને કરવું પડે છે તો તે ક્રિયામાં બંધ કેટલો થાય ? અલ્પ. ગમે તેવું સંસારમાં ઊંચું સ્થાન હોય, ગમે તેવું સુખ હોય, તો પણ તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. ઔદયિક ભાવનું સ્વરૂપ છે. મારું નથી - માટે ટકતું નથી, આવી વિચારણા સતત કરવાથી લાઈન ક્લીયર થાય છે અને તેને કર્મબંધ અલ્પ થાય છે. 2010_05 Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ વિરની સાધના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ભગવાને ભૂલ કરી, શવ્યાપાલકના કાનમાં ધગધગતા સીસાનો રસ રેડાવ્યો તો તેનું ફળ પણ તેમને મળ્યું. નંદન ઋષિના ભવમાં પ્રભુએ ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણને પારણે માસક્ષમણ કર્યા તો પણ તે કર્મ ખપ્યું નહિ. કર્મ પણ કેવાં છે ? તેણે પોતાનો વિપાક બતાવ્યે જ છૂટકો કર્યો, કર્મો અંત લે છે અને મહાસંતના ભવમાં કર્મો ઉદયમાં આવે છે. ગોવાળિયો આવે છે. કાનમાં ખીલા નાંખે છે પણ પ્રભુએ પોતાનું વીર્ય શાંત રીતે કર્મોને સહન કરવામાં વાપર્યું છે. કર્મોનો કોઈ પ્રતિકાર નહિ પણ સ્વીકાર કર્યો. પ્રભુના જેવું વીર્ય કોઈનું આ જગતમાં જોવા ન મળે, કોઈ માણસનું નહીં, કોઈ દેવનું નહીં, કોઈ ચક્રવર્તીનું નહીં, કોઈ ઈદ્રનું નહીં એવા પરમાત્માને પણ કર્મસત્તા ફટકો મારે છે. પણ પ્રભુ પાસે સમાધાનની કળા છે. વિશ્વમાં બધું જ વ્યવસ્થિત ચાલે છે. એનું ભાન આપણી ફરિયાદોને ભૂંસી નાંખે છે. everything is in the order in this world, it makes yoy forget your complaints. પ્રભુ અંતર્મુખ બની ફરિયાદવાદી બનવાને બદલે ઉપાયવાદી બની રહ્યા છે. પોતાની વીર્યશક્તિથી આંતરશત્રુઓ સામે યુદ્ધ ખેલી વિજય પ્રાપ્ત કર્યો છે. જગતના જીવોને ક્ષમા આપવી અને જીવોએ કરેલા ઉપસર્ગ સમયે સમતા રાખવી એ અનુપમ વીર્યની નીપજ છે. ક્ષમા એ વીરોનું ભૂષણ છે. કાયરનું ભૂષણ નથી જ. આવી ક્ષમા આપવી અને રાખવી એ સામાન્ય બાબત નથી. જગતમાં કાયર કોણ ? જેને શત્રુને જોયા પછી શત્રુતાનો ભાવ પેદા થાય છે, અને બદલો લેવો છે, બદલો લઈ શકાતો નથી. પુણ્યશક્તિ ઓછી પડે છે, એ કાયર છે. ઘણું બળ છે, ઘણું વીર્ય છે છતાં સામાની સાથે તેનો ઉપયોગ કરવો નથી તે વીર છે. વળી પ્રભુએ તપ દ્વારા કર્મોનો નાશ કર્યો માટે વીર કહેવાયા. ભગવાને કેવો તપ કર્યો હશે કે શત્રુઓ બધા ભાગી ગયા. પ્રભુએ છટ્ટથી ઓછો તપ કર્યો નથી. બધા જ ઉપવાસ ચોવિહાર કર્યા છે. છ માસી, ચાર માસી વગેરે બધું પાણી વિના જ કર્યું છે. સાડાબાર વર્ષમાં એક વર્ષના પણ પારણા નથી. માત્ર ૩૪૯ પારણા છે, તે પણ ઠામ ચોવિહાર એકાસણાથી. જો પ્રભુના તપ ઉપર આપણી દૃષ્ટિ ચોંટાડી દઈએ, એનો જ વિચાર કર્યા કરીએ તો ય આપણું કલ્યાણ થઈ જાય. પારણાના દિવસે પણ શું ? પાત્રા લઈને જવાનું ? નહીં. પ્રભુ કરપાત્રી છે, જ્યાં જ હાથમાં, જાડું પાતળું 2010_05 Page #107 -------------------------------------------------------------------------- ________________ ८४ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આવે, થોડું - વધતું આવે તે લઈને કામ પતાવવાનું. ૧૧ વર્ષ ઉપવાસ - અનશન તપ છે. કરપાત્રી છે, ઉણોદરી સ્પષ્ટ છે. હાથમાં શું આવે ? કેટલું આવે ? કેવું આવે ? તે પણ કયા કાળે ? ભિક્ષાચરો પણ ભિક્ષા લઈને ચાલી ગયા હોય, જેવું વધેલું, ઘટેલું, હોય, રોટલાની પોપડી ઊખડી ગઈ હોય. રસત્યાગ કેવો ? વૃત્તિસંક્ષેપ કેવો ? અંગોપાંગની સંલીનતા કેવી ? ૭ પ્રહર ધ્યાનસ્થ મુદ્રા, નહીં હાલવું, નહીં ચાલવું. આ છે જિનકલ્પ. ફક્ત એક જ પ્રહર આહાર – નિહારાદિ માટે. સાડા બાર વરસ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન હાયા હો, ઘોર તપે કેવળ લહ્યા તેહના પદ્મવિજય નમે પાયા હો.” બાહ્ય તપ ઉપર આટલો બધો ભાર મૂકનાર હોય, તો આ જગતમાં જૈન શાસન જ છે. ઇતરમાં આ બાહ્ય તપ છે જ નહીં. પહેલું સંઘયણ છે અને મનોબળ એટલું બધું પ્રચંડ અને દેઢ છે. તમે શરીરના માંદલા છો એના કરતાં મનથી વધુ માંદા છો. સંકલ્પબળ જેટલું મજબૂત હશે તેટલી સિદ્ધિ મળશે જ. દઢ સંકલ્પ કરતાં જાઓ. મારે એકાસણા કરવા છે, મારે આંબેલની ઓળી કરવી છે, મારે ઉપવાસ કરવા છે. તમે કયો સંકલ્પ કર્યો છે ? સંકલ્પમાં મજબૂત હોય તો સિદ્ધિ તેને અનુસર્યા વિના રહેતી નથી. કાયરનો આ માર્ગ નથી. કાયર એ આ માર્ગ ઉપર એક ડગ પણ ન માંડી શકે. પ્રભુની અત્યંતર સંલીનતા પણ અભુત હતી. ઉપયોગની અંદર બીજો કોઈ વિકલ્પ નહીં. દ્રવ્ય - ગુણ - પર્યાયની ચિંતવનામાં જ મસ્ત રહેતા, વળી ૭ પ્રહર કાયાન હલાવવાની પણ નહીં. અમાં ઝાકા રૂપે આંખ મીંચાઈ, તેને પણ શાસ્ત્ર પ્રમાદ કહ્યો છે. ઉપમિતિકાર સિદ્ધર્ષિગણિ ધ્યાનયોગને દ્વાદશાંગીનો સાર કહે છે. ધ્યાન યોગથી ક્ષપકશ્રેણી મંડાય છે. આ કાળમાં માર્ગાનુસારી શુદ્ધ ક્ષયોપશમની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. બહુ ભણે તેને આવો ક્ષયોપશમ થાય ? ના, તેવું નથી. માર્ગાનુસારી શુદ્ધ ક્ષયોપશમની પ્રાપ્તિ માટે તો ગુરુકુલવાસ, ગુરુકૃપા અને ગીતાર્થની નિશ્રામાં અભ્યાસ જોઈએ. ઊંટવૈદ્યની નિશ્રામાં નહીં. જ્યાં ગીતાર્થતા નથી. ત્યાંથી બહાર નીકળો. ગીતાર્થતાની જોડે સંવિગ્નતા જોઈએ. શાસ્ત્રથી પરિકર્મિત મતિ હોવા છતાં, મારાથી ભૂલ ન થઈ જાય, ઉસૂત્ર ન બોલાઈ જાય, ઉન્માર્ગનું પ્રવર્તન ના થઈ જાય, શાસ્ત્રથી વિરુદ્ધ કંઈ ન થઈ જાય ! તેવો ભાવ તે સંવિગ્નતા “બધું જ જાણું છું.” એવું માનીને ચાલે તેને ગીતાર્થ ગુરુની છાયા ગઈ, ગુરુકુલવાસ ગયો, એકલ વિહારી બન્યા, એના જીવનમાં દોષની છાંટ આવ્યા વગર રહે નહિ. શક્તિની કિંમત નથી, તેના સદુપયોગની કિંમત છે. જેનામાં પરમ વિનય હોય ત્યાં જ શક્તિનો સદુપયોગ છે. જ્યાં વાદ, વિવાદ, વિખવાદ છે, ત્યાં માર્ગાનુસારી ક્ષયોપશમ પ્રાપ્ત 2010_05 Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ વીરની સાધના ૮૫ થવો મુશ્કેલ બને છે. સાધક અંદરમાં પરમ શાંત હોવો જરૂરી છે. શુદ્ધ પ્રરૂપણાની ખૂબ કિંમત છે. માર્ગ જાણવાનું મહત્ત્વ છે. માર્ગ જાણ્યા વિના ન બોલાય. મૂંગા મૂંગા આરાધના કરાય. મરિચિને ફક્ત કવિલા, ઇત્યંપિ ઇહયંપિ'' એટલું જ બોલ્યા હતા તો પણ કોડાકોડી સાગરોપમનો સંસાર વધ્યો. આપણને બોલતાં ઉસૂત્રનો ડર છે ? આજે આડેધડ શાસ્ત્ર નિરપેક્ષ બોલતાં પરિભ્રમણ વધશે એમ કોને લાગે છે ? વાણીસ્વાતંત્ર્યના કારણે પાપ ખૂબ વધ્યું છે. તેનાથી થતું નુકસાન પ્રદૂષણ કે નાણાંકીય ફુગાવા inflation કરતાં પણ વધુ ગંભીર છે. તમને એમ થતું હશે કે વીર ભગવાને આટલો બાહ્ય તપ શા માટે કર્યો ? એના કરતાં ધ્યાનમાં બેસી જાય, ક્ષપકશ્રેણી મંડાય અને મોક્ષ થઈ જાય - ભગવાનને આટલી ખબર નહીં પડતી હોય ? આજે તપ અભણને કરવાનો, તમારે ભણેલાએ નહીં કરવાનો ? આજે તપસ્યા લગભગ બેનો કરે છે. પુરુષો પૈસા ભેગા કરે છે. પણ જીવનમાં બાહ્ય તપ ખૂબ જરૂરી છે. ગમે તેટલું ધ્યાન કરવામાં આવે, પણ આખરે આ ઔદારિક શરીર છે. આ શરીર એ કંઈ માંગે છે. શ્રી તીર્થંકર પરમાત્મા પાસે પણ આ ઔદારિક શરીર કંઈ માંગે છે. રાગને આવવાનાં તારો બંધ કરવા પડશે. નહિતર વીતરાગતા કેવી રીતે આવશે ? ઘરમાં કચરા આવવાના દ્વારા બંધ કર્યા પછી ઘર સાફ થઈ શકે. રાગને આવવાનાં સ્થાનો ક્યા છે તે વિચારો, એ દ્વારા બંધ ન કરો અને ધ્યાન કરવા બેસો તો ધ્યાન લાગે ખરું ? બાપાનો માલ છે કે ક્ષપકશ્રેણી આવી જાય ! सर्वं परवशं दुःखं, सर्वं आत्मवशं सुखं; કહુક્ત સમાસન ક્ષi ra-દુઃતયો // જે આત્માનું જીવન પરાધીન છે, અને પરભાવની આશંસાવાળું છે, તે દુ:ખનું કારણ છે. અને જે આત્માનું જીવન સ્વાધીન છે, અને વિભાવથી મુક્ત છે, તે સુખનું કારણ છે. 2010_05 Page #109 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં તપનું મહત્ત્વ તપના બાર - બાર ભેદો બતાવનાર માત્ર જૈન શાસન છે, બીજા કોઈ પણ દર્શનમાં તપની આવી સંગીન વ્યાખ્યા જોવા મળે તો હું તમારો ગુલામ થઈ જાઉં ! જૈન શાસન બધાને સમાવે છે. ઉપવાસ નથી થતા - છતાં તપસ્વી થવું છે ? સારું જીવનભર ઉણોદરી કર. તે પણ તપ જ છે. એકાસણું આબેલ ન થાય તો, મારે બે ટાઈમ જ ખાવું. બેસણું કરો. બધા વિકલ્પો છે. અને જીવનભર કરવું હોય તો પણ વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, ઉણોદરી વિ. થઈ શકે તેમ છે. તપ દ્વારા શરીરના રાગને તોડવાનો છે. ત્યાગ દ્વારા વિષયોની આસક્તિ તોડવાની છે. તમને શું ફાવે ? તપ કે ત્યાગ ? અમેરિકાની વાત છે; ત્યાં ત્રણ પીંજરાં મૂક્યાં. તેમાં ઉંદરો મૂક્યા, પીંજરા નંબર એકમાં જેટલું ખાવું હોય તેટલું રોજ ખાવા મળે, જે ખાવું હોય તે મળે, જેટલી વાર ખાવું હોય તેટલી વાર ખાવા મળે. પીંજરા નંબર બેમાં જે ઉંદરો છે તેમને એક વખત ખાવા આપતાં હતાં. પીંજરા નંબર ત્રણમાં જે ઉંદરો છે તેમને એકાંતરે alternate day ખાવા આપતાં હતાં. છેવટે તેમનું રીઝલ્ટ બહાર આવ્યું. ત્રીજા નંબરના પીંજરાના ઉંદરો વધુ લાંબુ જીવ્યાં, બીજા નંબરના પીંજરાના ઉંદરો થોડું ઓછું જીવ્યા અને પહેલા નંબરના પીંજરાના ઉંદરો બહુ જ થોડું જીવ્યા - તમારે લાંબુ જીવવું છે કે વહેલા મરવું છે ? મરવાનું નામ ગમતું નથી. જીવવું જ ગમે છે તો વિચારો કે ખાવાથી મરાય કે તપથી મરાય ? ખાવાથી મરેલાનાં દૃષ્ટાંત કેટલાં ? અને તપથી મરેલાનાં દૃષ્ટાંતો કેટલાં ? ચાતુર્માસમાં તપ - ત્યાગનું નિશાન નથી તે શું ધર્મ કરશે ? ઘોર તપ વિના કાયાની આસક્તિ તૂટે તેમ નથી. આસકિત તોડવા માટે અનશન એ શ્રેષ્ઠ ઉપાય છે. કાયા ઉપર અત્યાચાર કરવાની ના છે. પણ કાયાને તપ દ્વારા ધીમે ધીમે કેળવવી જોઈએ. કાયાને કેળવણીથી કહ્યાગરી બનાવી શકાય છે. આજે ને આજે માસક્ષમણ નથી કરવાનું. ધીમે ધીમે લક્ષ્મપૂર્વક તપનું આલંબન લેવાનું. તપચિંતવણીનો કાઉસ્સગ્ગ કરો છો ? તેમાં છ માસી તપની ભાવના કરવાની છે કે ઉપરથી સડસડાટ નીચે જ ઊતરી જાવ છો, નવકારસી સુધી આવીને અટકવાનું નક્કી રાખ્યું છે. બાકી બધું વિચારતાં ભાવના છે. શક્તિ છે, પરિણામ નથી એક જ ગોખેલું બોલવાનું. તમારી અવિરતિ કેવી ભયંકર કોટિની છે કે નવકારસીથી પોરિસિ કરવાનું મન થતું નથી. એની આગળ દેશવિરતિ ને સર્વવિરતિની 2010_05 Page #110 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં તપનું મહત્ત્વ વાતો કેવી રીતે કરવી ? શાસ્ત્રમાં લખ્યું છે કે વેપારી, ત્રણ વાર ખાય તે ચાર વાર ખાવું પડે અને પાંચ વાર ખાવ છો કે ખાવા માટે જીવવું છે ? ખાતો નથી અને ધરાતો નથી. આ છે પણ આત્મા એમાં રાગ ફળને ભોગવવાં પડે છે. એક વાર ખાય તે આચારી, બે વાર ખાય તે વ્યવહારી, ચાર વાર ખાય તે ભિખારી, કારણ કે પેટ પૂરતું કોઈને ઘેરથી મળે નહીં એટલે ચાર ખૂણાં ભરવા માટે બીચારાને ખાય તે પશુચારી. આજે જીવવા માટે લક્ષ્ય નક્કી કરો. આત્મા નિશ્ચયનયથી શરીર ખાયા કરે છે અને ઓક્યા કરે દ્વેષ કરે છે માટે કર્મ બાંધે છે અને કર્મનાં - - પ્રભુ તો રાજકુલમાં જન્મ્યા છે, રિદ્ધિના ઢગલા વચ્ચે ઊછર્યા છે. ઇંદ્રની સેવા પામ્યા છે. સર્વ પ્રભુ રાજકુલમાં જ જન્મે. જન્મમાં કોઈ અપવાદ નહીં. ગર્ભમાં ભલે બીજા કુલમાં આવે. પણ પૂર્વભવોમાં સર્વ જીવો ઉપરની અનન્ય કરુણા કરીને ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું છે. તેના પ્રભાવે પરમાત્માના પુણ્ય જેવું કોઈનું પુણ્ય નહીં, પરમાત્માના વીર્ય જેવું કોઈનું વીર્ય નહીં, પરમાત્માના રૂપ જેવું કોઈનું રૂપ નહીં. આર્હત્ત્વ, વીતરાગતા અને પૂર્ણતા બધા ભગવાનની સરખી છે. પ્રભુએ ચારિત્ર લીધું ત્યારથી માંડીને ક્ષપકશ્રેણી સુધી પૂજ્યના મનોયોગમાં કોઈ અશુભ વિકલ્પ નથી. જે પૂર્વધરો છે તેઓ શુકલધ્યાનથી ક્ષપકશ્રેણી માંડે છે. તેમની પાસે દ્રવ્ય ગુણ પર્યાયનો બોધ છે. જે પૂર્વધર નથી તેઓ ધર્મધ્યાનથી ક્ષપકશ્રેણી માંડે છે એમની પાસે દ્રવ્ય ગુણ પર્યાયનો સૂક્ષ્મતમ બોધ નથી, પરંતુ તેઓ દુષ્કૃત ગર્હા, ગુર્વાદિનો આદર બહુમાન, દેહાત્માનો ભેદ, અનિત્યાદિ ભાવનાલંબને વીર્યને પિંડિત કરીને, સ્વરૂપની દિશામાં ઘનીભૂત કરે છે અને સ્વરૂપની દિશામાં વાળે છે. આખરે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં વીતરાગતા મળે છે અને વીતરાગતાથી કેવળજ્ઞાન મળે છે. કેવળજ્ઞાન ભણવાથી મળતું નથી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે બીજી કોઈ પ્રક્રિયા નથી. ક્ષપકશ્રેણીમાં જીવ પેઠો એટલે સ્વરૂપની દિશામાં વીર્ય ખેંચાઈ જાય છે અને સ્વરૂપને પામવા માટે સ્વરૂપની રુચિ પિંડિત થાય છે. માતાને પુત્રની ઝંખના જેવી તીવ્ર હોય છે તેવી સ્વરૂપની ઝંખના મજબૂત બને છે ત્યારે વીર્ય તીવ્ર બને છે. ધર્મધ્યાનથી જેઓ આગળ વધે છે તેને બારમે ગુણઠાણે શુક્લધ્યાનનો પહેલો, બીજો પાયો સ્પર્શે છે. શુક્લધ્યાનથી જે શ્રેણી માંડે છે, તેને શરૂઆતમાં શુક્લધ્યાનનો પહેલો પાયો હોય પછી બારમે અમુક કાળ જાય પછી તેને બીજો પાયો સ્પર્શે છે આ બીજો પાયો બધાને સ્પર્શે સ્પર્શે ને સ્પર્શે જ. અંતર્મુહૂર્ત પ્રમાણ સમ્યક્ત્વ પ્રાપ્તિનો જેટલો કાળ છે, તેના કરતાં આગળના શ્રેણીગત ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત કાળ નાનો છે. ઉપયોગની સૂક્ષ્મતા વધતાં ગુણસ્થાનકનો કાળ _2010_05 ८७ - Page #111 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ નાનો થાય છે. પણ આ સ્થિતિ સુધી આવવા માટે પૂર્વના ગુણસ્થાનકની સ્પર્શના અત્યંત જરૂરી છે. માટે જ પરમાત્માએ આટલો બધો બાહ્ય તપ આચર્યો. અનાસક્તયોગ કે અસંગયોગ જેને સ્પર્યો હોય તેને જ શુક્લધ્યાન કે ક્ષપકશ્રેણી સંભવી શકે. ८८ ઉપમિતિકારે જગતના સ્વરૂપનું યથાર્થ વર્ણન કર્યું છે. રાગ એ મોહરાજાનો મોટો દીકરો છે એને કેસરી તરીકે સંબોધન કર્યું છે. દ્વેષ એ યુવરાજ છે એને ગજેન્દ્રની પદવી આપી છે. મોહ કહે, મારે કોઈ ચિંતા નથી. આ બધું રાજ્ય મોટા દીકરાને આપ્યું છે. મારી હવે પાછલી ઉંમર છે હું તો બેઠો બેઠો જોઉં છું રાગ એવો કાબેલ છે, હોશિયાર છે કે ઉત્તરાધિકારી તરીકે એનું કાર્ય સરસ રીતે અદા કરે છે. રાગ પણ કહે છે કે હું તો નામનો રાજા છું. રાજ્ય કોનાથી ચાલે ? મંત્રીથી ચાલે છે. વીરધવલ રાજાને વસ્તુપાળ અને તેજપાળ મંત્રી રૂપે મળ્યા પછી તેમણે રાજ્યને ચારેબાજુ ફેલાવ્યું. વસ્તુપાળ અને તેજપાળ બુદ્ધિશાળી અને વફાદાર મંત્રીઓ હતા, તેમણે રાજ્ય સમૃદ્ધ બનાવ્યું. મંત્રીઓ પોતાની વિચક્ષણ બુદ્ધિથી કોશ ભંડાર ભરપૂર રાખતા, આજુબાજુના રાજાઓ સાથે યોગ્ય સંબંધ રાખતા. રાગ કેસરી રાજાએ પણ વિષયાભિલાષ મંત્રીની સહાય મેળવી છે. જેમ જેમ વિષયાભિલાષ વધે તેમ તેમ રાગ બળવાન બને છે. રાગ બળવત્તર બન્યો રહે તેમાં પાંચ ઈન્દ્રિયો રૂપી સેવિકાઓ મહત્ત્વનો ફાળો આપે છે. ઇન્દ્રિયો હંમેશાં મોહની આજ્ઞામાં રહી પોતાનું કાર્ય સફળ રીતે કરતી હોય છે. અને પરિણામે સંસાર લીલોછમ રહેતો હોય છે. રાગ-દ્વેષનો નાશ ન થાય, એની પરિણતિ મોળી ન પડે તો તમે ધર્મ પામી ન શકો. રાગ દ્વેષ મંદ થાય ત્યારે જ ઉપર ઉપરના ગુણસ્થાનકો ઉપરઉપરના અધ્યવસાયસ્થાનકો સ્પર્શી શકાય છે. ગુણસ્થાનકની પ્રાપ્તિ વગર ધર્મ એ ધર્મ બને નહી, માત્ર ક્રિયાસ્વરૂપ જ રહે. પણ જો ગુણસ્થાનકના લક્ષ્ય ક્રિયા કરાતી હોય તો ચોક્કસ ફળ મળે અને માટે જ ઉપાધ્યાયજી મ. ૧૨૫ ગાથાના સ્તવનમાં કહ્યું, “જે વ્યવહાર મુગતિ મારગમાં, ગુણઠાણાને લેખેજી, અનુક્રમે ગુણશ્રેણીનું ચડવું, તેહી જિનવર દેખેજી.’ ટૂંકમાં ધર્મ કરનારનો સંસાર પ્રત્યે લગાવ ઓછો થવો જોઈએ. તીવ્ર અનાસક્ત ભાવ વિના ક્ષપકશ્રેણી મંડાતી નથી. એ માટે સતત તમારા રાગાદિ પર્યાયોનું નિરીક્ષણ જોઈએ, તે પછી પરીક્ષણ કરવું પડે કે મારો દોષ કોઈએ બતાવ્યો અને મને ન ગમ્યો તો તે માન પર્યાયમાં સમવતાર પામે છે અને કષાયોનું પૃથક્કરણ કરવા વડે જીવ જાગૃતિ રાખે તો જ ક્ષપકશ્રેણી માંડતાં પહેલાં રાગ માંદો પડી, સૂક્ષ્મ રાગાદિ ભાવો દૂર થશે. 2010_05 Page #112 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં તપનું મહત્ત્વ ૮૯ અધમૂઓ થઈ મરણપથારીએ સૂતેલો હોવો જરૂરી છે. જ્યાં સુધી પદાર્થોમાં સારા – ખોટાની બુદ્ધિ છે એ રાગ છે. ક્ષપકશ્રેણીમાં સૌથી વધુ બાધક કાયાના રાગને બાહ્યતાપથી તોડવાનો છે. પ્રભુએ બાહ્યતપથી કાયા સામે જાણે અત્યાચાર આદર્યો હોય એવું લાગે છે. પ્રભુએ બેસવાનું બંધ કર્યું, બેસવાથી કાયાનો રાગ વધે છે માટે પ્રભુ ઊભા રહ્યા છે. એક ક્ષેત્રમાં રહેવાથી ક્ષેત્રનું મમત્વ સ્પર્શે છે. માટે પ્રભુ જુદા જુદા સ્થાને રહ્યા છે. ગામમાં એક રાત્રિ, નગરમાં પાંચ રાત્રિ રહ્યા છે. ખાવા – પીવાના મોજશોખનો રાગ બાહ્યતપથી તૂટે છે. લેશમાત્ર પ્રમાદ પોષાય એ બધો રાગ જ છે. આ સાચો – આ ભૂકો, આ સજ્જન – આ દુર્જન, આ માની – આ ક્રોધી આ બધા જ વિકલ્પો છે. પદાર્થ તો પદાર્થના સ્વરૂપમાં જ છે. બાહ્ય જગત તો રહેવાનું જ છે. બાહ્ય જગતનો નાશ કોઈ કરી ન શકે તો આપણે પરપદાર્થ સંબંધી વિકલ્પના અભાવવાળા બનવું જોઈએ. અનાસક્ત બનવા માટે પરાકાષ્ઠાનો અસંગયોગ સેવવો પડશે. તે લાવવા માટે વચનયોગનું આલંબન લેવાનું છે. અને તેની ભૂમિકારૂપે જીવને પ્રીતિ અને ભક્તિ યોગ મળે છે. दुक्खं णजइ अप्पा, अप्पणा णाउण भावणं दुक्खं; भावियव सहाव पुरिसो, विसएसु विरचइ दुःक्खं ॥ પ્રથમ તો આત્મતત્ત્વનું સાચું સ્વરુપ જાણવું દુષ્કર છે, અને જાણ્યા પછી, પોતાના આત્માની શુદ્ધિ કરવાની ભાવના કરવી દુષ્કર છે, અને પોતાના આત્માની શુદ્ધિ કરવાની ભાવનાવાળાને પણ, પોતાના આત્માને વિષયોથી અળગો કરવો મુશ્કેલ છે. 2010_05 For Private & Personal use only Page #113 -------------------------------------------------------------------------- ________________ ત્રણે યોગની સાધના માટેનું માર્ગદર્શન બાહ્ય જગતને જોઈને આપણે અંદરમાં, મતિજ્ઞાનમાં ચિતરામણ કરી રહ્યા છીએ, એને બંધ કરવાનું છે. તમારી રુચિ – શક્તિ પ્રમાણે કોઈ પણ શક્ય એક યોગને પકડો. દાનનો, તપનો કોઈપણ એક યોગને પકડો. બીજા યોગ પ્રત્યે અનુમોદન રાખો, વાત્સલ્ય રાખો. બીજા યોગની શ્રદ્ધા રાખો. શ્રદ્ધા જીવને ઘણો આગળ વધારે છે. એક પણ સારો યોગ આત્માને આગળ લઈ જાય છે. બાહ્યતપથી રાગ અંદરમાં પડ્યો પડ્યો શોષાઈ જાય છે. નિમિત્તના અભાવમાં કોઈ વિકલ્પ ઊઠતો નથી માટે નિમિત્તોથી દૂર રહેવું. નક્કી કરો કે મારે પર પદાર્થમાં ઉપયોગને રમાડવો નથી. પરપદાર્થમાં ઉપયોગને રમાડવો તે અનંતાનુબંધી કષાય છે. પરપદાર્થમાં ઉપયોગને રમાડવો તે આત્માના વૈરાગ્યની ખામી છે. પુદ્ગલને પામીને આંતરિક જગત ઊભું ન કરો. આ મારી પત્ની, આ મારો પુત્ર, આ મારું ઘર, હું આવો, હું તેવો આ આંતરિક જગત આપણે ઊભું કર્યું છે આ આંતરિક જગતનો આપણે નાશ કરવો પડશે. નિર્વિકલ્પ સાધના કરવી પડશે. બાહ્યતાના આલંબનથી રાગનો એક કણ પણ હેરાન ન કરે એવી સ્થિતિ ઊભી કરો. અપ્રશસ્ત બાહ્યયોગના આલંબનથી ઊભા કરેલા આ સંસારને પ્રશસ્ત બાહ્યયોગના આલંબનથી જ ઉખેડવો રહ્યો. પ્રભુએ આ જ પ્રક્રિયા કરી છે. મૌન દ્વારા, ઊભા રહેવા દ્વારા, ધ્યાન દ્વારા પ્રભુએ ત્રણે યોગથી સંવર કર્યો છે. સંવર આવે એટલે નિર્જરા આવે. સંવર અને નિર્જરા એ બે મોક્ષમાર્ગ છે. સંસારી જીવો ત્રણે યોગને સંસારમાં વાપરે છે. તેથી આસ્રવ આવે છે. સંવર બાજુ પર રહી જાય છે અને ઉપયોગ બાહ્ય બને છે અને જીવને આસવમાં ટીચાવાનું થાય છે. તમે તમારા જીવનના દ્રવ્ય - ક્ષેત્ર – કાળ - ભાવને આશ્રયીને યોગનું નિયમન કરો. દાખલા તરીકે નક્કી કરો કે મનોયોગ કાર્યમાં વ્યાપૃત ન હોય ત્યારે (૧) ““અરિહંત' “અરિહંત''ના નાદમાં (૨) “વીતરાગ' “વીતરાગ' એ મારું સ્વરૂપ છે અને (૩) “આણા એ ધમ્મો” આ સ્વરૂપ મને પ્રભુની આજ્ઞા પાળવાથી મળશે. આ ત્રણ વસ્તુ મનમાં ઘૂંટ્યા કરો. ૪00 વાર “અરિહંત' બોલવાથી એક ઉપવાસનો લાભ મળે છે. ૩૦૦ વાર “અરિહંત - સિદ્ધ' બોલવાથી એક ઉપવાસનો લાભ મળે છે. વચનનો ઉપયોગ કરો ત્યારે નક્કી રાખો કે હું અસત્ય નહીં બોલું અસત્ય, અપ્રિય, સ્વપ્રશંસા, પરનિંદા, અને નકામું - વ્યર્થ આ પાંચ વસ્તુ 2010_05 Page #114 -------------------------------------------------------------------------- ________________ ત્રણે યોગની સાધના માટેનું માર્ગદર્શન ૯૧ મારા વચનયોગમાં ન આવે તેની ખાસ કાળજી રાખો. સ્વપ્રશંસા અને પરનિંદા એ ભવાભિનંદીનું લક્ષણ છે. માટે એનો ત્યાગ મારે કરવો જ છે. અને નકામું બોલવાથી સમયનો દુરુપયોગ થાય છે. અને નુકસાનમાં કર્મબંધ થાય છે. જે વ્યર્થનું વિસર્જન કરે છે તે જ સાર્થકનું સર્જન કરી શકે છે. અપ્રિય બોલવાથી સાચું પણ ખોટું જ ગણાય છે. શાસ્ત્રમાં માઉસંતો માસમાણસની શુદ્ધિ બતાવી છે. ઉપયોગપૂર્વક બીજાના હિતમાં સત્ય બોલનારની જ કિંમત છે. આ નિષેધનો ખ્યાલ રાખી, વિધિપક્ષે હિત - મિત અને સત્ય જ બોલવું એનો સતત ખ્યાલ રાખશો તો વચનયોગથી બંધાતાં કર્મોથી અટકી જશો. બોલેલા શબ્દોના આપણે ગુલામ છીએ, ન બોલેલા શબ્દોના આપણે માલિક છીએ. મળેલી વચનલબ્ધિનો સદુપયોગ જ કરવો છે એવું વિચારશો તો ચોવીસે કલાક પ્રભુની આજ્ઞાના અનુસંધાનમાં રહેવાશે. કાયયોગને મારે જયણાપૂર્વક જ પ્રવર્તાવવો છે. પ્રભુએ ત્રણે યોગનો સંવર કર્યો છે અને મતિજ્ઞાનના ઉપયોગને સ્વરૂપના અનુસંધાનમાં એવો લીન કર્યો છે કે નિર્જરા શરૂ થઈ ગઈ. સંવર આવે એટલે નિર્જરા શરૂ થઈ જાય છે. આપણે નાની નાની વાતમાં up-set થઈ જઈએ છીએ અને પ્રભુ મોટી વાતમાં પણ સંપૂર્ણ set-up હતા. આનું કારણ છે – “પ્રભુની સમાધાન વૃત્તિ.” સમાધાને સમાધિઅને આ રીતે જીવનપર્યંત સમાધિમાં રહેશો તો મૃત્યુ વખતે સમાધિ સહજ બનશે. જીવનમાં Art of Compromise સમાધાનની કળા શીખ્યા વિના ચાલે તેમ જ નથી. કોઈ આપણું કહ્યું ન માને તો તરત જ વિચારી લેવું કે, મારું કહેવાતું આ શરીર પણ જો મારી આજ્ઞામાં નથી રહેતું, કેટલીયવાર વાંકું ચાલે છે. આપણું કહ્યું સાંભળે તેમ છે ? શરીરને કહો કે તારે માંદું, પડવાનું નથી, છતાં આ વાત શરીર નથી માનતું તો તમે પત્નીને, પુત્રને, પરિવારને તમારા કહ્યામાં રાખવા માગતાં હો એ તમારી સમજદારી છે ? જે ચીજ મારી નથી, જે પદાર્થ ભિન્ન છે તેના પર મારી આજ્ઞા, મારો અધિકાર, મારી સત્તા ચાલી શકે ? જે પદાર્થ મારા નથી. તેના પર મારી સત્તા નથી, તો પછી એના પર રાગ કરવો એ મૂર્ખામી છે. પરપદાર્થથી ઉદાસીનતા જ તમને કેવળજ્ઞાન અપાવશે. આ જગતમાં તમારા આત્માથી, તમારા કેવળજ્ઞાનથી, તમારા સ્વરૂપના આનંદવેદનથી કઈ ચીજ ચડિયાતી છે ? એક પણ નહિ, આત્મા કિંમતી છે. આત્મા શરીરમાંથી નીકળી જાય તો પછી શરીરની કોઈ કિંમત નથી, તે શબ કહેવાય છે. બાહ્યપદાર્થોથી ઉદાસીન બનશો તો આત્મા પકડાશે. જેને બાહ્ય પદાર્થોની જરૂરિયાત ઓછી હશે તે જ ઉદાસીન 2010_05 Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯ર યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ બની શકશે. તમે સ્પૃહા ઘટાડી નાખો. મારે દુનિયાના કોઈ પરપદાર્થ જોઈતાં નથી. આવી વૃત્તિથી સ્વરૂપ પડાશે. કોલસો પકડવાનો ચીપિયો કેવો ? અને હીરો પકડવાનો ચીપિયો કેવો ? બંને પકડવાનું જ સાધન છે. પણ હીરો પકડવાના ચીપિયાથી કોલસો પકડો તો ? પકડાય ? કોલસા પકડવાના ચીપિયાથી હીરો પકડો તો પકડાય ? ન જ પકડાય. આત્માને પકડવાનું પ્રોપર સાધન છે ઉપયોગ. ઉપયોગથી ઉપયોગની શુદ્ધિ કરવી એ નિશ્ચય સાધના છે યોગથી ઉપયોગની શુદ્ધિ કરવી એ વ્યવહાર સાધના છે બંને એકબીજાના પૂરક બની શકે છે. ઘણીવાર યોગથી ઉપયોગને બળ મળે છે. ઘણીવાર ઉપયોગથી યોગને બળ મળે છે. દાખલા તરીકે, રોજ એકાસણી કરવા માટે જેણે યોગને ગોઠવી દીધો છે તેનો ઉપયોગ નવકારસી વખતે ખાવા માટે જતો નથી. આમાં યોગની સાધના જવાબદાર છે. કોઈ વાર ઉપયોગ પણ યોગને બળ આપી દે છે. એક બેન વૃદ્ધ હતાં, માંદાં હતાં, ઉઠાતું નથી એટલે ઝાડો-પેશાબ પણ પથારીમાં કરે છે ત્યાં અચાનક આગ લાગી, બધા નાસભાગ કરે છે, ઉપયોગમાં ભયસંજ્ઞા જોરદાર થઈ ને વૃદ્ધ માજી લાકડીના ટેકે ઝડપથી નીચે આવી શક્યાં. યોગની સમગ્ર શક્તિ તેમણે ત્યાં ખરચી નાંખી. આ જ રીતે સ્પૃહાને છોડતા જઈએ અને ઉપયોગને અંદરમાં વાળીએ તો વિકલ્પો તૂટે, એથી ઉપયોગ સૂક્ષ્મ બનતો જાય અને અંદર શુદ્ધિ વધતી જાય, પદાર્થોથી વિમુખતા પ્રાપ્ત થાય. સર્વમાં અને સર્વથી અળગા રહેવાની ભૂમિકાનું નિર્માણ થાય. યોગથી ઉપયોગની શુદ્ધિ એ વ્યવહાર નયની સાધના છે. પદાર્થો છોડતાં જઈએ તો ઉપયોગમાં રાગાદિ ઓછા થતા જાય. આજે અમે શ્વેત વસ્ત્રો પહેરીએ છીએ એટલે અન્ય રંગના કિંમતી વસ્ત્રો માટેની આસક્તિ સહેજે છૂટી જાય છે. પરિધમાંથી ઓછું કરતાં કરતાં કેન્દ્ર તરફ આવવાનું છે અને ઉપયોગમાં જ ભેદજ્ઞાનની પ્રતીતિ થતાં જીવને બાહ્ય શરીર, ઉપધિ વિગેરેનું આકર્ષણ છૂટી જાય છે. આ કેન્દ્રમાંથી પરિધ ઉપર આવવા જેવું છે. આ નિશ્ચયનયની સાધના છે. બંને સાચી છે. પણ એક નયનું આલંબન અધૂરું બની રહે છે. માત્ર ક્રિયા જ કર્યા કરો અને ઉપયોગની શુદ્ધિ માટે, પ્રગતિ માટે યત્ન ન હોય તો એ માત્ર ગતિ જ રહેશે. અને નિશ્ચયની ઊંચી વાતોનો યોગના વિવેક દ્વારા તાળો નહીં મેળવો તો તે માત્ર નિશ્ચયાભાસ * બની રહેશે. યોગથી સાધના કરનારે કાયયોગથી પરમાત્મભક્તિ અને સાધુસેવામાં જીવન પસાર કરવું. અહીં એ જાણવું જરૂરી છે કે સાચો પરમાત્માનો ભક્ત એ મા-બાપનો 2010_05 Page #116 -------------------------------------------------------------------------- ________________ ત્રણે યોગની સાધના માટેનું માર્ગદર્શન ૯૩ અનન્ય ભક્ત હોય જ. ઔચિત્યનું ઉલ્લંઘન કરનારો કદી ન હોય. વચનયોગથી હંમેશાં બીજાને સાચી સલાહ આપવી. અને પોતે પણ બીજાના વચનયોગનું સમ્યક અર્થઘટન કરવું. મનયોગથી સુકૃત અનુમોદના, દુષ્કૃત ગઈ અને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારનું શરણ સતત સ્વીકારવું. ચારનું શરણ એ મોહનો નાશ કરવા માટે અમોઘ શસ્ત્ર છે. દાખલા તરીકે કોઈ મિત્રે ધંધામાં વિશ્વાસઘાત કર્યો. ત્યારે આપણને દુઃખ થાય છે, પણ તે અસ્થાને છે, તે વખતે વિચારવું જોઈએ કે મિત્ર ક્યાં શરણભૂત છે અને મને પણ વ્યાજનો લોભ હતો માટે જ આ થયું ને ? અંતર્મુખ બનવાથી આત્માને યોગ્ય સવિકલ્પો મળી જ જાય છે. મતિજ્ઞાનનો ઉપયોગ સૂર્યના કિરણ સમાન છે, એ ઉપયોગમાં બહારના સંબંધો તોડતા જઈએ અને અંદરના સંબંધો જોડતા જઈએ તો વિકલ્પોની હારમાળા તૂટી શકે છે. પછી તેના માટે કર્મયોગની સાધના સરળ બને છે. ભક્તિયોગમાં સેવા કરવા માટે, પરોપકારાર્થે બધું જ ખર્ચી નાંખવાનું છે. અને તેમાં અહંકાર ન થાય તેની કાળજી રાખવાની છે સ્વરૂપ સિવાય મારું કંઈ નથી એમ સમજી અંદર ઊતરવું એ જ્ઞાનયોગ છે. જેને લેવાનું જ ગમે છે, આપવું ફાવતું નથી તેના માટે જન્મ – મરણની પરંપરા ઊભી છે. યોગ અને ઉપયોગની આ દુનિયામાં યોગ પુદ્ગલના બનેલા છે. જ્યારે ઉપયોગ ચૈતન્યમય છે. બંને વચ્ચેની ભેદરેખા તપાસવી હોય તો – નવકારવાળી ગણતાં જે ધારાબદ્ધ નવકાર મનમાં બોલો છો તે મનોયોગ છે, ઉચ્ચાર કરતાં હો તો વચનયોગ પણ હોઈ શકે છે પણ તે વખતે તમને જે આડા-અવળા વિચારો આવે છે, ત્યાં તમારી રુચિ છે, બસ, તે જ તમારો ઉપયોગ છે. જિનોક્તતત્ત્વ પરની રુચિ એ જ સમ્યગ્દર્શન છે એમ યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન નીચેના, શ્લોક દ્વારા કહે છે. વિનિનોવતતત્ત્વપુ. સીશ્નલ્ડનમુળજો | નાતે તમિળ, ગુરોધ ન વા | શરીર દ્વારા જે કાંઈ કરીએ છીએ તે કાયયોગ છે. જે કાંઈ બોલીએ છીએ તે વચનયોગ છે, મનથી વિચારીએ છીએ તે મનોયોગ છે. આ ત્રણે યોગને અટકાવી દો અથવા તેનો સદુપયોગ કરી લો. તો મોક્ષ મળી જશે. સત્કાર્યમાં લક્ષ્મીને વર્યા કરો, તો લોભનો નાશ થશે. લોભનો નાશ કરવા માટે આ જ ઉપાય છે. લક્ષ્મીને વેરતાં આવડે તો પરાકાષ્ઠાનો કર્મયોગ અને ભક્તિયોગ સાધી શકાય. પરમાત્માએ કષાયાદિ શત્રુઓને જીત્યા માટે વીર કહેવાયા, પ્રભુએ શત્રુ સમક્ષ પોતાના યોગનો ઉપયોગ કર્યો નથી. પ્રભુને કોઈ ઇચ્છા રહી નથી, ક્રોધ નથી, અહંને તો જાણે કચરી જ નાંખ્યો છે, દેહનું પણ ભાન નથી. સંગમાદિએ પ્રભુને ઉપસર્ગ કર્યા, ત્યારે પણ 2010_05 Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પ્રભુને ગુસ્સો આવ્યો જ નથી, માટે ક્રોધ રિસાઈને ભાગી ગયો. આટલા ઉપસર્ગો વચ્ચે પણ જેને મારું કામ નથી, તો મારે ત્યાં રહીને શું કરવાનું ? સત્તાગત કષાયોની હાજરીમાં, ઉદયમાં, કષાયની ગેરહાજરી પૂરતાં જશો તો કષાય એક દિવસ ભાગી જશે. ગમે તેવું નુકસાન થાય તો પણ કષાય ચંડાળને સ્પર્શવાનું છોડી દો. ઉપસર્ગ ખરાબ છે - ઉપસર્ગ કરનાર ખરાબ છે – એવો કોઈ વિકલ્પ ભગવાનને નથી. પ્રભુની ડિક્ષનરીમાંથી “ખરાબ” “પ્રતિકૂળ' શબ્દ જ નીકળી ગયો છે, પછી કષાય ઊભો રહે ખરો ? પરમાત્માના ઉપયોગમાં કોઈ ખરાબ ન હતું. કષાયો આવે તે પહેલાં જ કષાયોની સંભાવનાથી આપણને કષાયો થાય છે, મનમાં વિપ્લવ ઊભો થાય છે. આ જ આસક્તિ છે અને તેના કારણે કષાયનો છોડ લીલોછમ ઊભો રહે છે. પરમાત્માને તો સ્વરૂપનો જ વિકલ્પ ઊભો છે. આપણે પણ “હું દેહ છું' એ ભાનને ભૂલવાનું છે. અહત્વને કચરી નાંખવાનું છે. અહત્વને કચરી નાંખવા માટે પરમ વિનય જોઈએ. વિનયીને અંદરમાં એક પણ અસતું વિકલ્પ ન સ્કરે. જો વિકલ્પ હુરે તો પરમ વિનય ન કહેવાય. વિનયી પરિસ્થિતિનો શાંત સ્વીકાર કરે. પરપદાર્થને જેમ ચાલવું હોય તેમ ચાલવા દે. એમાં જે ડખો ન કરે તે જ સાધના કરી શકે છે. પ્રસંગ કે પરિસ્થિતિ માટે કોઈપણ સારો કે ખોટો અભિપ્રાય ન આપવો જોઈએ. અભિપ્રાય આપનાર ખરેખર સ્વરૂપમાં રહી શકતો નથી. અભિપ્રાય આપે છે તે સાધક નથી. અભિપ્રાય ન આપવામાં જ સાધના છે. સાક્ષીભાવની જાળવણી છે. તમે મૌન રહો તોય મોક્ષ મળશે, તમે પૈસા વાપરો તો ય મોક્ષ મળશે પણ તમને એકે યોગ ફાવે તેમ નથી. પ્રભુ શાંત રહ્યા છે. પૃથ્વીની જેમ મૌનપણે પ્રભુએ બધું જ સહન કર્યું છે. મૌન આવડી ગયું, શાંતપણું આવી ગયું, સહનશીલતા આવી ગઈ તે મોક્ષમાર્ગમાં વ્યોમવિહારી ગરુડ બની ચૂક્યો છે. આત્માને જાણે, આત્મભાવમાં રહે તે આતમજ્ઞાન સર્વ જાણે, સ્વરૂપને વેદે તે સર્વજ્ઞ, નાની છે આત્મા સિવાય આ જગતમાં કશું જ જાણવા જેવું - 1, એવું તમને લાગે છે ? આજે તો દુનિયાના સમાચાર News સાંભળવા ઉત્સુક બનો છો N-north, E-east, W-west, S-south આ ઉત્તર, આ પૂર્વ, આ પશ્ચિમ, આ દક્ષિણ – એમ ચારે દિશામાં જ રહ્યું છે કે બધું ચારેબાજુથી આવીને, ભેગું થઈને એક જગ્યાએ ઠલવાય તે ન્યૂઝ. એમાં શું હીરા – મોતી આવે છે ? ચારે બાજુનો કચરો જ્યાં ઠcવેલ ન્યૂઝ. ચારે બાજુ ઉકરડો જ છે. આજનાં છાપાંઓ જેને ગમશે તેને આત્મા ગમશે ? ન જ ગમે. આજે છાપું એ તમારા માટે છેતાલીસમું આગમ છે 2010_05 Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્રણે યોગની સાધના માટેનું માર્ગદર્શન ૯૫ એની રોજ દોઢ કલાક પૂજા કરવાની ? ઉકરડાને કોણ ચૂંથે ? વિષ્ટાને કોણ મસળે ? આ બાલચેષ્ટા છે, સમજુ તેને અડે નહીં, તેનાથી દૂર ભાગે. આ બધી જથાથી વેગળા રહેશો તો વહેલો મોક્ષ થશે. જો કૌવત હોય તો અહીં અમારી જોડે આવી જાવ. નહીંતર ઘરમાં ડાહ્યા બનીને રહો. પાગલને બીજા એના જેવા પાગલ હોય તે જ ડાહ્યા દેખાય. સંસાર ૨ક મેડહાઉસ છે. પાગલોની ચેષ્ટા છે. તેમાં કોઈ ડાહ્યો છે કે જે શાંતિથી બેસતો હોય, અંદરમાં ઊતરતો હોય, ચિંતન કરતો હોય. આવા ડાહ્યા સંસારમાં કેટલા ? સંસારમાં અહંકાર સિવાય કંઈ છે ? પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય પણ બધું અહંકારથી ચાલે છે. અહંકાર તૂટે ત્યારે તેને પાટા - પીંડી કરવા જીવ તૈયાર છે. આત્મા સહન નથી કરતો સહન કરવા પણ તૈયાર નથી. અહંકારીનો અહંકાર જ્યારે ઘવાય છે, તે અહંકારથી ઘાયલ થાય છે અને પછી તે શબ્દોને વારંવાર ઘૂંટ્યા કરે છે. ભૂતકાળનું પુનરાવર્તન કરવાથી અહંકાર તગડો થાય છે. મોક્ષમાર્ગ પરમ વિનયથી ચાલે છે. ધર્મમાં વિનય જ હોવો જોઈએ. જૈન શાસનમાં પોતાની મતિને ક્યાંય સ્થાન નથી. પોતાની મતિથી જેઓ આગળ ચાલ્યા, તેઓ ક્યાંય ફેંકાઈ ગયા છે. એકલા બુદ્ધિશાળીથી કદી જૈનશાસન ચાલતું નથી. કેવલશ્રી સ્વયંગ્રહણન....સ્વયંવર રચીને આજ સુધી અનેક કન્યાઓને વર્યા હતા. હવે બધી સ્ત્રીઓને ફગાવીને જેને કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી વરવી છે તેને અંદરમાં રહેલા પહાડ જેવાં ઘાતી કર્મોને કાઢવા માટે બહુ નમ્ર બનવું પડશે. જેને તારક તત્ત્વ ઉપર અતિશય પ્રીતિ જાગી છે તે જ આત્મા તારક તત્ત્વના અવલંબને ઘાતી કર્મોને ખલાસ કરી શકશે !! તમને ક્યા તારક તત્ત્વ ઉપર અતિશય પ્રીતિ જાગી છે ? અને એની સાથે ચોળમજીઠના જેવો રંગ ઊભો કર્યો છે ? જેના કારણે તમારા મતિજ્ઞાનમાં એ જ તત્ત્વ ચોવીસ કલાક રમ્યા કરે ! છે. આવી પ્રીતિ ? ના, કેમ નથી ? કારણ કે મનમાં, અંદરમાં, પત્નીની, પૈસાની, પુત્રની પ્રીતિ છે. તત્ત્વને પામવું છે ? તો તત્ત્વ પામવા માટે પહેલાં પ્રીતિ હોવી જ જોઈએ. પ્રીતિ ન હોય તો ન જ ચાલે. મોક્ષમાર્ગના ચાર યોગમાં સૌ પ્રથમ પ્રીતિયોગ છે પછી તારકતત્ત્વના ગુણો પ્રત્યે બહુમાન જાગતાં ભક્તિયોગ આવશે. તેમનાં વચનોનું અવલંબન લેવું એ વચનયોગ છે અને તેના ફળસ્વરૂપે જીવ અસંગ યોગ પામે છે. " જેને વર્તમાનમાં કોઈ પુરુષ ઉપર પણ જો પ્રીતિ નથી જાગી તેને પરમાત્મા ઉપર પ્રીતિ છે એ વાત માન્ય નથી. જીવતા સાધકો ઉપર પ્રીતિ નથી એને અપ્રત્યક્ષ એવા પરમાત્મતત્ત્વ ઉપર પ્રીતિ છે એ કેવી રીતે માની શકાય ? 2010_05 Page #119 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યદાન તથા ભાવદાન અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ સર્વજ્ઞ ભગવાનથી અવિરુદ્ધ પ્રરૂપણા કરતાં હોવાથી પદાર્થનો યથાર્થ બોધ કરાવી શકે છે. દેવલોકના દેવને દેવ કહેવાય પણ પરમાત્મા ન કહેવાય. “પરમાત્મા’ શબ્દની મોનોપોલી ઘાતકર્મના ક્ષયથી છે. ભગવાન શબ્દ પણ સમજવા જેવો છે ‘ભગ’ શબ્દના જ્ઞાન, ઐશ્વર્ય, રૂપ, સત્તા, યોનિ, સૂર્ય વિ. ચૌદ અર્થ થાય છે તેમાંથી સૂર્ય અને યોનિ બે શબ્દને છોડીને ભગવાનમાં ઐશ્વર્ય, જ્ઞાન, રૂપ વગેરે બધું છે. આ શબ્દ છદ્મસ્થ માટે પણ વાપરી શકાય છે માટે જ પ. પૂ. ઉપાધ્યાયજી મહારાજે ભગવાન પતંજલિ શબ્દ વાપર્યો છે. આચાર્ય ભગવાન, સાધુભગવંત આ બધો શબ્દ પ્રયોગ થઈ શકે છે. પણ આચાર્યને પરમાત્મા ન કહી શકાય. પરમગતિ, પંચમગતિની પ્રાપ્તિથી પરમાત્મા બનાય છે. તેઓની સાદિ અનંત સ્થિતિ છે. જેમણે ઘાતકર્મનો ક્ષય કર્યો છે. કેવળજ્ઞાન પામ્યા છે તેમને પરમાત્મા કહી શકાય. આ ક્ષાયિકભાવનું વિશેષણ છે એમાં પ્રકર્ષાપકર્ષની વાત નથી, વધ-ઘટ નથી. આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ્યું છે. અસાધારણ ગુણ-વૈભવના પ્રકર્ષને પામેલા આ પરમાત્માના ગુણોનું કીર્તન કરવા દ્વારા ભાવસ્તવના કરી છે. ઈષ્ટ દેવતાના નમસ્કારથી વિશ્નો નાશ થાય છે. શુદ્ધાશયપૂર્વક પ્રાણીઓના હિતમાં જે પ્રવૃત્તિ કરે છે તે મોક્ષનું અવધ્ય બીજ છે. શુદ્ધ આશયપૂર્વક કેમ કહ્યું ? જો મલિન આશય અંદરમાં પડ્યો હોય, પ્રસિદ્ધિનું લક્ષ્ય હોય તો તેનાથી આત્મહિત કેવી રીતે સધાય ? પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ એક જ આશય રહ્યો હોય કે મોક્ષમાર્ગ બતાવવા દ્વારા મારો આત્મા સ્વચ્છ બનો, નિર્મળ બનો અને સામા આત્માની મલિનતા દૂર થાઓ. પોતાનું હિત ન ઘવાય એ રીતે પ્રયત્ન કરવો જોઈએ. છતી શક્તિએ આચાર્યાદિ મોટા પુરુષો પરોપકાર ન કરે તો પ્રાયશ્ચિત વધારે આવે, ઉપાધ્યાયને એનાથી ઓછું પ્રાયશ્ચિત આવે, સાધુને એનાથી ઓછું પ્રાયશ્ચિત્ત આવે. શાસ્ત્રમાં દસ પૂર્વધરને જિનકલ્પ સ્વીકારવાની ના પાડી. જિનકલ્પમાં તીર્થકર તુલ્ય જીવન જીવવાનું હોય છે. સ્થવિરકલ્પની અપેક્ષાએ જિનકલ્પ ઘણો ઊંચો છે. આ ચારિત્રમાં ઘોર તપ, ત્યાગ અને મૌન છે અહીં પહેલાં સ્વોપકારની ભાવના છે. પછી પરોપકારની વાત છે. એને પોતાનાં કર્મો સાફ કરવાં છે. બીજું બધું ગૌણ બને છે. પણ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે જે શક્તિસંપન્ન છે તેને જિનકલ્પ ન લેવાય. કારણ કે તેનાથી બીજાનું હિત કરવાનું અટકી જાય. માર્ગના જ્ઞાતા બનો. સ્વકલ્યાણને નિશ્ચિત કરો અને માર્ગને અવિચ્છિન્ન રાખો. આત્મામાં ઊંડા ઊતરી હદયને સ્વચ્છ બનાવી 2010_05 Page #120 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યદાન તથા ભાવદાન ૯૭. માર્ગના જ્ઞાતા બનો જેને નિશ્ચય - વ્યવહાર, ઉત્સર્ગ - અપવાદનો ખ્યાલ નથી. તેનાથી ઉપદેશ આપવા બેસાય નહીં, જેને મહાવ્રતનું પાલન નથી, તે પણ ઉપદેશ ન આપી શકે. તેણે તો મૌન લઈને સ્વસાધના કરવાની છે. જેને માર્ગનો સૂક્ષ્માતિસૂક્ષ્મ બોધ હોય, તેણે, સામી વ્યક્તિને સ્પષ્ટ બોધ થાય, તે માર્ગ પામે, તે માર્ગનો જ્ઞાતા બને – તેવી રીતે ઉપદેશ આપવો જોઈએ. તમારી અંદરમાં કોઈ સ્પૃહા પડેલી હશે તો તે આત્માને દૂષિત કરશે. તેઓ ઘણાં અશુભ કર્મો બાંધશે. માટે મહાવ્રતના પાલન સાથે સ્પૃહાને કચડેલી રાખવી પડશે. સ્પૃહારહિત આત્મા પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. અનેકને ધર્મમાં જોડે, અનેકને માર્ગ બતાડે, અનેકનું સ્થિરીકરણ કરે, સંતોની ઉપબૃહણ કરે – એનું કદી પતન થાય નહીં. એને ભવાંતરમાં ધર્મ પામવા માટે આગળ વધવા માટે બીજાની જરૂર ન પડે, તે સ્વયં આગળ વધે એવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે. કોઈ વાર પતનનો પ્રસંગ આવે તો તેને બચાવનાર, સમજાવનાર, કોઈ ને કોઈ સામેથી મળી આવે. ચંડકોશિયાએ પુણ્ય ઉપાર્જન કરેલું, તેથી તેના પરિણામની રક્ષા કરવા માટે ભગવાન મળી ગયા. માર્ગનું દાન અતિશય ઉપકારક છે. માર્ગનું દાન આપનારને સહાય કરનાર, માર્ગનું દાન આપનારની સેવા કરનાર પણ આગળ વધી જાય છે. વિપુલ પુણ્ય ઉપાર્જન કરે છે. દ્રવ્યદાન કરતાં ભાવદાન અનંતગણું ચડિયાતું છે. (૧) દ્રવ્યદાન એકી સાથે બધાને આપી શકાતું નથી. પૈસાનું કે સામગ્રીનું દાન એકી સાથે આપી શકાય ? ન આપી શકાય. (૨) જેટલું છે તેટલું બધાને આપી શકાતું નથી. વહેંચીને આપવું પડે છે. તમે લાખ રૂ. દાન કરો તો થોડા થોડા બધાને મળશે. બધાને કંઈ લાખ રૂ. નથી મળતા. ભાવદાનમાં તો તમે જે આપો છો તે સમગ્રતાથી પ્રત્યેક વ્યક્તિને મળે છે. (૩) વળી દ્રવ્યદાનમાં આપનારને ખૂટે છે, લેનારાને વધે છે. આ દ્રવ્યદાનની વિચિત્રતા છે, સામગ્રીના દાનની આ વિચિત્રતા છે. જ્યારે ભાવદાન એકી સાથે આપી શકાય છે. પૂર્ણતયા આપી શકાય છે, આપનારનું ખૂટતું નથી. દા.ત. જ્ઞાનદાન, ઉપદેશદાન, દૃષ્ટિદાન આ જગતમાં પાતાળકૂવો છે. જેમ જેમ આપતા જાવ તેમ તેમ સપાટી સમ થતી જાય. ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, સરવાણીની જોડે સંબદ્ધ પાતાળકૂવો ભરેલો જ રહે છે. આ ભાવદાનમાં આપનારો આનંદ પામે અને લેનારો તોષ પામે. અંતે બંને મોક્ષમાં જાય. તમારી પાસે જે શક્તિ છે તેનું પરાકાષ્ઠાએ દાન કરતાં શીખી જાવ, 2010_05 Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ . યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ તો ભાવિમાં તમને અધિક શક્તિ પ્રાપ્ત થશે. શક્તિ મેળવવા જવું નહીં પડે. શક્તિઓ તમને ગોતતી આવશે. શાસન ત્યાગપ્રધાન છે. અહિંસા પરમોધર્મ એ વ્યવહારનયનું વાક્ય છે. ત્યાગ પરમોધર્મ એ નિશ્ચયનયનું વાક્ય છે. આણા એ ધમ્મો એ શુદ્ધ નિશ્ચયનયનું વાક્ય છે. કોઈપણ જીવને ન મારવા, ન પીડવા એ દ્રવ્યઅહિંસા છે. જ્ઞાનના આનંદ સિવાય તારી કોઈ ચીજ નથી તેમ સમજી બધાને છોડી દો. ત્યાગ દ્વારા બધાને આપી જ્ઞાનાનંદ પ્રાપ્ત કરવો એ નિશ્ચયઅહિંસા છે. તમે જે ધર્મ કરો છો તે ત્યાગી થવાના લક્ષ્ય કરશો તો સંવર નિર્જરા થશે, નહિતર કેવળ પુણ્ય બંધાશે. તમને ત્યાગમાં આનંદ દેખાય છે ? જૈનકુળમાં જન્મેલાને ત્યાગમાં જ આનંદ હોય. ત્યાગનો આનંદ નિરુપાધિક છે. ભોગનો આનંદ સોપાધિક છે. ભોગમાં પીડા દેખાય છે ? ભોગો ભૂતાવળ લાગે છે ? ત્યાગમાં નિર્વિકલ્પ શ્રેણીએ ચઢવાનું છે, ભોગમાં – વિકલ્પોમાં ગૂંગળાવાનું છે, મરવાનું છે. ત્યાગનો આનંદ અખંડિત છે, પૂર્ણ છે, અવિનાશી છે. ભોગનો આનંદ ખંડિત છે, વિનાશી છે, ભોગમાં જો તમને આનંદ દેખાતો હોય તો ભોગો છોડીને અહીં કેમ આવો છો ? ચક્રવર્તીને એક લાખ બાણું હજાર સ્ત્રીઓ છે પણ જ્યારે તેને નિદ્રા આવે છે ત્યારે તે બધી સ્ત્રીઓને કહે છે. મા-બાપ ! તમે દૂર જાઓ, તમે આઘા જાઓ. મારે ઊંઘવું છે. નિદ્રામાં સુખ છે માટે ભોગસુખને તિલાંજલી આપે છે. ભોગક્રિયામાં થાકવાનું છે, ગ્લાનિ છે, ચિંતા છે, અતૃપ્તિ છે. નિદ્રામાં આ બધું નથી. જોકે દર્શનાવરણીય કર્મના ઉદયથી આ નથી એટલે ઘાતકર્મનો ઉદય કંઈ પ્રશસ્ત નથી. છતાં નિદ્રામાં ભોગથી પૂર્ણવિરામ છે, છતાં સુખ છે. આ અનુભૂતિ એ શીખવાડે છે કે કર્મના ક્ષયોપશમથી જો ભોગેચ્છા અંકુશિત બને તો કેટલું સારું ? તેમાં કેટલું સુખ હોય અને ક્ષાયિકભાવે સ્વગુણોના ભોગવટામાં કેટલું સુખ હોય ? સંસારની રતિક્રિયામાં મજા નથી અને મજા હોય તો એક ભવની છે અને સજા અનેક ભવોની છે. આ મજા ભોગવવા જેવી નથી. એની સજા છઠ્ઠીનું ધાવણ કાઢી નાખશે. ક્ષણિક મજા પાછળ સજા લાંબી છે. આપણે ત્યાં ચક્રવર્તી દીક્ષા લે તો સ્વર્ગે જાય અથવા મોક્ષે જાય અને ચક્રવર્તી દીક્ષા ના લે તો સાતમી નરકે પણ જાય. ચક્રવર્તાના સુખનો આ કરુણ અંજામ વિચારી સાધકે પોતાની ભોગલાલસા અંકુશિત કરવી જોઈએ. આપણે ત્યાં પ્રત્યેક ઉત્સર્પિણી, અવસર્પિણીમાં બાર, બાર ચક્રવર્તી થાય છે. ચાલુ અવસર્પિણીને બાર પૈકી બે ચક્રવર્તીઓ સાતમી નરકે ગયા છે. સુભમ અને બ્રહ્મદત્ત બંન્ને ચક્રવર્તી સાતમી નરકમાં આજે પણ છે. તેમાં 2010_05 Page #122 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યદાન તથા ભાવદાન ૯ બ્રહ્મદત્ત ચક્રીનું આયુષ્ય ૭00 વર્ષનું હતું. તેમાં બેફામ ભોગો ભોગવી ૩૩ સાગરોપમની નરક ખરીદી લીધી. હવે ૧ દિવસની ૮૬,૪૦૦ સેકન્ડ. ૩૬૦ દિવસની ૩,૧૧,૦૪,OOO સેકન્ડ, (૭00 વર્ષની) ૨૧૭૭૨૮00000 સેકન્ડના સુખના ભોગવટામાં ૩૩ સાગરોપમની નરક મળી શકે તો ૧ સેકન્ડના ભોગવટામાં . ૩૩ કોટાકોટીપલ્યોપમ ૨૧૭૭૨૮00000સેકન્ડ૧૫૧૫૬૫ર, પલ્યોપમનું દુઃખ મળી શકે. માટે જ જ્ઞાનીઓએ સંસારને દુખપરંપરક માન્યો છે. ત્યાગ માટે એક ભવમાં વેઠેલાં કષ્ટો - ભવોભવ સુખ આપશે. સાધના એક જન્મની અને સિદ્ધિ જન્મોજન્મની છે. સંસારમાં મજા એક જન્મની અને સજા ભવોભવની છે. હવે આત્માને ચૂંટી ખણીને પૂછો કે તને શું ગમે છે? ત્યાગ કે ભોગ ? મોક્ષમાં શું સુખ છે ? એવો ઘણાને પ્રશ્ન થતો હોય છે. પરંતુ પ્રવૃત્તિમાં જે સુખ છે તેના કરતાં નિવૃત્તિમાં ઘણું વધારે સુખ છે. આ સત્ય જેને સમજાશે તેને મોક્ષના સુખની પ્રતીતિ થશે. તે માટે એક વ્યાવહારિક દષ્ટાંત વિચારીએ. બે વ્યક્તિ છે. એક શ્રીમંત છે તેના ઘરમાં બાર મહિનાનું અનાજ, ઘી, ખાંડ, ગોળ, ચોખા બધું ભર્યું છે, હવે બીજી વ્યક્તિ દરિદ્ર છે અઠવાડિયાનું લાવે છે ને ખાય છે, કોઈવાર તો રોજે રોજનું લાવવું પડે છે. એવી વ્યક્તિ રેશનીંગની લાઈનમાં ઊભી છે એનો નંબર પાંસઠમો છે હવે અનાજ ઓછું હોવાથી કદાચ આજે તેને મળે તેમ નથી – એવી શક્યતા જણાતાં તે ભાઈએ ઘૂસ મારી લાઈનમાં આગળ પહોંચી ગયો. ધક્કામુક્કી કરી પોતાના કાર્ડ ઉપરનું અનાજ મેળવી લીધું ને બસ, પછી તરત જ અનાજ પૂરું થઈ ગયું. બીજા બધાને આવતી કાલનો વાયદો થયો. હવે આ ભાઈને કેવો આનંદ આવે કે હું કેવો હોશિયાર ? આસાનીથી ઘૂસી ગયો ને કામ કરી લીધું ! હવે આવો આનંદ પેલા શ્રીમંત વ્યક્તિને આવશે ? ના, તો શું એનો આનંદ ઓછો છે ? ના, એને નિવૃત્તિનો આનંદ છે. એને આ બધું તોફાન જ નથી કરવું પડતું અને ઘર ધન - ધાન્યથી ભરેલું છે. બસ, તેવી રીતે આત્માના સ્વરૂપમાં અનંત આનંદ પડેલો જ છે. પુગલના લોચા પાસે સુખની માંગણી કરવાની આત્માને છે જ નહીં. એ પુદ્ગલથી નિવૃત્ત થાય તો આત્માનંદ અંદરમાં બેઠો જ છે. એને મેળવવાનો નથી, એના ઉપરનું આવરણ દૂર કરવાનું છે. મોક્ષ એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. અપ્રામની પ્રાપ્તિ નથી. એવું હોઈ શકે જ નહીં. મોક્ષ અવસ્થા એ સાવરણમાંથી નિરાવરણ બનવા સ્વરૂપ છે. હવે પ્રશ્ન એ થાય કે પુદ્ગલમાં સુખ નથી તો જીવને - સંસારના તમામ જીવોને આ પુગલમાં સુખબુદ્ધિ આવી ક્યાંથી ? અહીં જ્ઞાનીઓ 2010_05 Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧00 યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આનો સમ્યમ્ ઉકેલ આપે છે. અંતરાયકર્મ આખું દેશઘાતી છે. દેશઘાતી કોને કહેવાય ? જેનો ઉદય અને ક્ષયોપશમ અવિરોધી હોય એ દેશઘાતી છે. ભોગાંતરાયનો ઉદય અને ક્ષયોપશમ બને છે અને જીવને સ્વરૂપ આવૃત હોવાથી સ્વરૂપ ન મળતાં, પુદ્ગલ વગેરે જે મળ્યું તેનો ભોગવટો કરી લીધો ને મિથ્યાત્વના કારણે તેમાં સુખબુદ્ધિ કરી. હવે જેનો ભોગ હોય તેના સંસ્કારો દેઢ થતાં વાસના બંધાણી. ફરી ફરી તે ભોગવવાનું મન થવા માંડ્યું. ભોગરૂચિ વધતાં સંસાર ચાલુ રહ્યો. અને અનવસ્થા ઊભી થઈ. હવે ભોગનો ત્યાગ કરવાથી સંસ્કારોની દૃઢતા તૂટે છે. વાસનાને ઘસારો લાગે છે અને તે વખતે સગર જો પ્રવચન અંજન કરી આપે તો તે જીવને આત્માના સચ્ચિદાનંદની પ્રતીતિ થાય છે. ત્યાગ એ ખૂબ આદરણીય છે. ભલે ત્યાગ સંયમસ્વરૂપ ન હોવા છતાં ભોગના અતિરેકને તોડી જીવને સંયમના માર્ગે ચડાવી દે છે. માટે જ ભગવાનનું શાસન ત્યાગની અત્યંત ઉપાદેયતા બતાવે છે. શાસ્ત્રોના ઔદંપર્યને નહિ પામેલા બુદ્ધિજીવીઓ કહે છે કે સંયમ એ જ જો માર્ગ છે અને એની આજુબાજુ ભોગ - ત્યાગ રહેલા છે તો બંને રસ્તેથી સંયમ મેળવી શકાય છે, પણ ના, હકીકત ઊંધી છે. ત્યાગના કઠોર રસ્તે જ સંયમમાં જવાય છે. ભરત ચક્રવર્તીના જીવનની છેલ્લી બાજી ભલે ભોગના પાનાની હોય પણ પૂર્વના ભવોમાં ઉગ્રતમ ત્યાગસાધના કરી છે, અને તેના સંસ્કાર બહુ ઊંડા નાંખ્યા છે, તેથી આ ચક્રી આરીસાભવનમાં કેવળી બની શક્યા છે. હવે ભોગની કેડીથી સંયમના રાજમાર્ગે જતાં સૌથી મોટું જોખમ તો એ છે કે સાધન સ્વયં સાધ્ય બની જાય છે અને અસલી સંયમનું સાધ્ય નાશ પામે છે. આ સત્યને નહીં સમજનારા રજનીશે પણ ગંભીર ભૂલો કરીને “સંભોગ સે સમાધિ' નામનું પુસ્તક લખી નાંખ્યું. સાપેક્ષ દૃષ્ટિથી અન્યના વિચારોને મૂલવવામાં positive angle વિધાયક દૃષ્ટિ હોવા છતાં અવસરે ઉન્માર્ગનું ઉન્મેલન પણ જરૂરી છે. માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ઉન્માર્ગીનો પરિચય, તેની પ્રશંસાને સમકિતનાં દૂષણો કહ્યા છે. જેને ત્યાગમાં આનંદ સમજાય તેને જ મોક્ષમાં સુખ સમજી શકાશે. તમારાં બાળકોને પણ આ શિક્ષણ આપો. આપીને ખાવું. તેમાં તેને મુંગાથા: આજે તો બાળકોને સ્કૂલે જતાં મમ્મીઓ કહે છે, લે. આ નાસ્તાનો ડબ્બો, રીસેસમાં ખાઈ જજે. જોકે કોઈને આપતો નહીં. તું ભૂખ્યો રહેશે ! આ શું કર્યું ? આડકતરી રીતે એનામાં સંગ્રહવૃત્તિ અને સ્વાર્થવૃત્તિના સંસ્કારો ધરબાઈ ગયા. મોટા થઈને પત્ની આવશે ત્યારે આ સંસ્કારો જાગૃત થતાં તે તમને પણ નહીં આપે. નાનપણથી સંસ્કારનું જતન કરો. તમે બાળકને કેરી આપી. તે ખાવા જાય છે ત્યાં જ ભિખારીનો બાળક કેરી માંગે છે, બાબો આપી દે છે અને ભિક્ષુ બાળક એકદમ ખુશ થઈ જાય છે. હવે કેરી ખાધી હોત 2010_05 Page #124 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યદાન તથા ભાવદાન ૧૦૧ તો ભોગનો ક્ષણિક આનંદ ત્યારે જ પૂરો થઈ જાત અને આપી દીધા પછી એના એકશન-રીએક્ષન રૂપે બાળકનો ચહેરો, તેનો આનંદ તો જ્યારે યાદ આવશે ત્યારે સાત્વિક આનંદની અનુભૂતિ થશે, આમ ભોગનો આનંદ ક્ષણિક છે, તુચ્છ છે, ત્યાગનો આનંદ અસીમ છે. આપણા કરતાં તિર્યંચો સારા – જેમને પૈસા કમાવાનું નહીં, રાંધવાનું નહીં, કામ કરવાનું નહીં અને પોતાનું પેટ ભરી શકે છે. મનુષ્યને તો મનની ઘણી ચિંતા અને શરીરના ઘણા શ્રમ પછી ભૌતિક સુખો મળી શકે છે. કેટલી મજૂરી કર્યા પછી, કેટલાય આરંભ - સમારંભનાં પાપો કર્યા પછી ખાવા – પીવા પહેરવા - ઓઢવા મળે છે. અને વળી આ પૌગલિક સુખ ભોગવતાં ઘટતું જાય છે. અર્થશાસ્ત્રમાં આને તુષ્ટીગુણ The law of diminishing returns. કહેવાય છે. એની ઉપયોગિતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. ભૂખ લાગી હોય ત્યારે પહેલી રોટલી ખાતાં ખૂબ આનંદ આવે. છઠ્ઠી રોટલી ખાતાં તો 0 થઈ જાય અને પરાણે આગળ વધુ રોટલી ખાવી પડે તો એની ઉપયોગિતા શૂન્યથી નીચે જઈને હેરાન કરનારી બને છે. minus utility મળે છે. વળી આ પૌગલિક સુખો ભોગવતાં ઇન્દ્રિયો, શરીર અને મન થાકે છે. જે ઘટતું હોય અને અંતે થાકમાં પરિણામ પામતું હોય તેને સુખ કેમ કહેવાય ? તે સુખ વાસ્તવિક કહેવાય કે જે વધતું હોય, વર્ધમાન હોય, ક્રમસર વધતું જ જાય અને અંતે પૂર્ણતામાં લય પામે. જે પરાકાષ્ઠાનો આનંદ પ્રાપ્ત કરાવતું હોય અને ત્યાં આનંદ સિવાય કઈ હોય નહીં તે જ વાસ્તવિક સુખ છે. મૂઢ અને ગમારને જ આ જગતમાં સુખ દેખાય છે. જેને ઝેર ચહ્યું હોય તેને લીંબડો ખવરાવવામાં આવે છે. આ લીંબડો જ્યાં સુધી મીઠો લાગે ત્યાં સુધી ઝેર ચઢેલું છે એમ સમજવું. આ જગતમાં જેને ભૂત વળગેલું હોય તેને મારો તો પણ વાગે નહિ. જ્યાં સુધી સંસારમાં સુખ લાગે ત્યાં સુધી મોહનું ભૂત વળગેલું છે એમ માનવું. મોહનું ઝેર જેને ઊતરે તે હવે ધર્મ પામવાને લાયક બને છે. ઝેર ઊતરી જાય એટલે બધા સાધુ જ બની જાય તેવું નથી. ક્રમિક વિકાસ નીચે પ્રમાણે થાય છે. માનવ, સજ્જન, સમકિતી, શ્રાવક, સાધુ ઉત્તરોત્તર વિકાસના આ પગથિયાં ચડવાનાં હોય છે. સાધુ મોક્ષ પામવા માટે નીકળેલો છે. મોક્ષમાં મન, વચન, કાયા નથી. ત્યાં વિચાર - વાણી - વર્તન નથી. મોક્ષમાં આત્મા સંપૂર્ણ સ્વરૂપમાં ડૂબેલો છે. જેમ નિદ્રામાં મન શાંત છે, વચનયોગ બંધ છે, કાયયોગ ઈદ્રિયોના વિષયો રૂપી વિષમાંથી પાછો ફરેલો છે. નિદ્રામાં બધી બાહ્યપ્રવૃત્તિ અટકી ગઈ છે. પરંતુ નિદ્રામાં એક ખામી છે. નિદ્રામાં ઉપયોગ સ્વરૂપમાં ભળતો નથી કારણ કે ઘાતી કર્મો આડાં આવેલાં છે. નિદ્રા સારી કે ખરાબ ? 2010_05 Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ તત્ત્વદૃષ્ટિથી, નિશ્ચયદૃષ્ટિથી નિદ્રા ખરાબ છે. ઘાતકર્મના ઉદયની અવસ્થા છે. અજ્ઞાનના ઉદયવાળી અવસ્થા છે. એવી નિદ્રા જો ખરેખર સારી હોય તો તો નિગોદમાં જતાં રહેવું સારું ને ? નિદ્રાના ઉપયોગ વખતે ઉપશમશ્રેણી ન પમાય, સમ્યકત્વ ન પામી શકાય. ક્ષપકશ્રેણી માંડી શકાતી નથી માટે નિદ્રા ખરાબ છે. પણ વ્યવહારદૃષ્ટિથી વિચારીયે તો પ્રમાણોપેત નિદ્રા સારી પણ છે. નિદ્રામાં દરેક પ્રવૃત્તિ અને વિષયોનો સંપર્ક અટકી જતો હોવાથી મન શાંત થાય છે વચન શાંત થાય છે. શરીરને આરામ મળે છે. ઇન્દ્રિયોનો શ્રમ પણ દૂર થાય છે તેથી સ્કૂર્તિ આવે છે અને નિદ્રામાંથી જાગ્યા પછી જીવ આગળ સાધનાના માર્ગે આગળ વધી શકે છે. માટે જ જ્ઞાનીઓએ મુનિને બે પ્રહરની નિદ્રાની છૂટ આપી છે. જેને નિદ્રાની આવશ્યકતા છે અને નિદ્રા આવતી નથી એવા આત્માઓને અનિદ્રાનો રોગ લાગુ પડતા તેઓ ગાંડા બની ગયા. અનિદ્રા જેવો કોઈ ખરાબ રોગ નથી માટે જ આજની સરકારે ગુનેગારો માટે ગુનાની કબુલાત કરાવવા એક નવો પ્રયોગ અજમાવ્યો છે. પહેલા ગુનેગારને મારપીટ કરવામાં આવતી હતી છતાં ગુનો કબુલ કરતા ન હતા. હવે નક્કી કર્યું કે તેને ઉંઘવા જ નહી દેવો જેનાથી ઘણા ગુનાઓની કબુલાત કરી ચૂક્યા છે. એમ તેઓએ જાહેર કર્યું છે. આજે દેશકાળ ફરી ગયા છે. સૂર્યવંશીઓ મોડા ઊઠે છે. સૂર્યવંશીઓ માંદા ન પડે તો થાય શું ? વહેલા સૂવું અને વહેલા ઊઠવું એ સાત્ત્વિક પ્રવૃત્તિ છે. મોડા સૂઈને મોડા ઊઠવું એ રાજસ અને તામસ પ્રકૃતિ છે. એવા જીવો દુર્ગતિમાં ન જાય તો ક્યાં જાય ? રાત્રે ટી.વી. જોઈને તમે સૂઈ જાઓ, કદાચ રાત્રે એટેક આવે અને મરી જાવ તો પશુયોનિમાં જ જન્મ લેવો પડે. એમાં શું પૂછવાનું ? કારણ કે રાત્રે ટી.વી.ના સંસ્કારોમાં જ સૂતા હો છો. અમે સંથારા પરિસિ ભણાવીને, સર્વ પાપોનો એકરાર કરવાપૂર્વક વોસિરાવીને, સર્વ જીવો જોડે ક્ષમાપના કરીને, આત્મસ્વરૂપને ખ્યાલમાં રાખીને સૂઈએ છીએ. એટલે રાત્રે મૃત્યુ થાય તો દેવલોક જ મળે, સદ્ગતિ જ થાય. પ્રશ્ન : રાત્રે નવકાર ગણીને અમે સૂઈએ છીએ. ઉત્તર : તમારા નવકાર એક બાજુ મૂકો અને બીજી બાજુ તમારી ચેતનાની વિકૃતિને મૂકો. કોનું બળ વધારે થશે ? અરિહંતમય ચેતના બનાવવા માટે નવકાર ગણવાનો છે. પંચપરમેષ્ઠીમાં મનને, ઉપયોગને, ચેતનાને, લીન બનાવવાની છે. ઉપયોગ અરિહંતાકાર બનવો જોઈએ. આવા ઉપયોગવાળા intensive careમાં મરે તો પણ સદ્ગતિ થશે. આર્ય દેશનો કાયદો હતો કે માણસ જન્મે ઘરમાં, પણ ઘરમાં મરે 2010_05 Page #126 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યદાન તથા ભાવદાન ૧૦૩ તો નહીં જ. ત્યાગી થઈને ઘર છોડીને મરે. આજે જન્મ ઘરમાંથી નીકળી ગયો, મૃત્યુ ઘરમાંથી નીકળી ગયું બંને હોસ્પિટલમાં થઈ ગયું. જીવન હોટલમાં થયું, આર્યાવર્તની સંસ્કૃતિ ઉપર જેટલા ઘા પડે છે તેટલું આત્માનું અહિત થાય છે એટલે હવે પૂર્વની સંસ્કૃતિ તરફ વળવાનો અવસર આવીને ઊભો છે. સુખનો માર્ગ શોધવા માટે આપણે ફાંફાં મારી રહ્યા છીએ, પણ જ્ઞાનીની દૃષ્ટિએ આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તો સાચી દિશા પ્રાપ્ત થઈ શકે છે. તમે કહો છો પૈસા, પત્ની, પુત્ર, ઘર વિના ન જવાય. એમાં જ સુખ છે. પણ આ વાત તમારા અનુભવથી વિરુદ્ધ છે. નિદ્રામાં આમાંથી કોનો સંયોગ છે ? છતાં સુખ છે. ધન, કુટુંબ, પરિવાર વગેરે બધાનો સંયોગ ઊંઘમાં છૂટી ગયો છે. નિદ્રામાં કોઈ ચિંતા નથી. નિદ્રામાં ઉપયોગ તો ચાલુ છે પણ ઘાતીનાં આવરણો હોવાથી ઉપયોગ સ્વરૂપમાં પહોંચી શકતો નથી. જગતના પદાર્થોમાં આનંદ માનો છો, ત્યાં સુધી સ્વરૂપના આનંદને સમજી શકવો અઘરો છે. શેય જ્ઞાનમાં ડુબે અને જ્ઞાન પદાર્થોમાં – શેયમાં ન ડૂબતાં – આનંદમાં ડૂબે તો જે ઉદાસીનતા આવે. આજે બધાને પ્રયોજન પદાર્થોનું છે, માટે વીતરાગતા આવતી નથી. વીતરાગતા વિના કેવળજ્ઞાન ક્યાંથી આવે ? જ્ઞાનમાંથી આનંદને અનુભવવો હોય તો જ્ઞાનમાંથી પ્રયોજનો ઓછાં કરો. આ જોઈએ, તે જોઈએ કરો છો એ જ્ઞાન આનંદના ઘરનું નથી. એ જ્ઞાન . મોહના ઘરનું છે. જ્ઞાન ભણ્યા પછી જરૂરિયાતો વધારીએ છીએ એ જ્ઞાન વૈરાગ્ય તરફ વળતું નથી, પણ રાગ તરફ વળે છે. જે જ્ઞાન રાગ તરફ વળે છે તે જ્ઞાન દુ:ખ આપે છે. જે જ્ઞાન વૈરાગ્ય તરફ વળે છે તે જ્ઞાન , સુખ આપે છે. સામગ્રીમાંથી જે સુખ શોધે છે તે સંસારમાં દુઃખી થયા વગર રહેતો નથી. સ્પૃહા છૂટે તો જ જ્ઞાનમાંથી આનંદ મળે. જ્ઞાન પરક્ષેત્રે પ્રકાશક છે. પ્રકાશ ફેંકવો એ જ્ઞાનનું પરક્ષેત્રે કાર્ય છે. જ્ઞાન સ્વક્ષેત્રે આનંદ-વેદન સ્વરૂપ છે. કેવળજ્ઞાન સ્વક્ષેત્રે સુખ-દુ:ખ, રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, ગુણ-દોષ રહિત છે. વીતરાગતા સ્વરૂપ કેવળજ્ઞાન છે. એટલે તેમાંથી આનંદ વેદાય છે. આપણે આનંદને કેમ વેદતા નથી ? કારણ કે જ્ઞાનમાં વીતરાગતા નથી. સ્વક્ષેત્રે જ્ઞાનનો અર્થ આનંદ વેદન છે. જ્ઞાન વેદનથી અભિન્ન છે. કેવળજ્ઞાનમાં માનો ખાલી લોકાલોક જણાતા હોય અને કોઈ આનંદ ન હોય તો કેવળજ્ઞાનની કોઈ કિંમત ખરી ? જ્ઞાન દ્વારા મારા સ્વરૂપના આનંદને મેળવવાનો છે. અને તે માટે 2010_05 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પદાર્થોની હા છોડી દેવાની છે. આનંદનો અભેદ આધાર જ્ઞાન છે અને જ્ઞાનનો આધાર આત્મપ્રદેશ છે. જ્ઞાનને સ્વચ્છ કરો, જ્ઞાનને નિર્વિકારી બનાવો, જ્ઞાનમાંથી પદાર્થોનું પ્રયોજન ઘટાડો. જ્ઞાનમાંથી પદાર્થપ્રયોજન ઘટે તેમ જ્ઞાન સ્વચ્છ અને નિર્મળ બનશે. જ્ઞાન સ્વચ્છ બનતાં આનંદનું વેદન શરૂ થઈ જાય છે. સીંદરી હોય, એને એક બાજુ સળગાવો પછી સીંદરી તો આખી બળી જાય છે. ફક્ત આકાર રહે છે. દશ્ય રહે છે. એ દશ્ય પણ પવન ન આવે ત્યાં સુધી રહે છે. પવન આવતાં દશ્ય ઊડી જાય છે. બસ તેવી જ રીતે મોહનીય કર્મની હાજરીમાં વેદનીય કર્મથી સુખદુઃખની લાગણી હોય, પણ ઘાતકર્મો જાય એટલે સુખદુઃખની અસર નષ્ટ થાય છે. દેશ્ય ફક્ત ઊભું રહે છે. તેવી જ રીતે મોહનીય કર્મથી યુક્ત નામ-ગોત્ર કર્મો દેહભાવ લાવે છે. મોહનીય કર્મ જવાથી દેહભાવ જાય છે. આત્મભાવ આવે છે. મોહનીય કર્મથી યુક્ત આયુષ્યકર્મ જે મૂછવર્ધક હતું તે ઘાતી કર્મો જવાથી લોકોપકારક બની જાય છે. આપણું જીવન લોકોપકારક છે ? જીવને મરણ નથી ગમતું પણ આ મરણ શેનાથી છે ? જન્મથી મરણ છે. મરણ નથી ગમતું એનો અર્થ થાય છે કે તમને જન્મ નથી ગમતો, દેહ નથી ગમતો. દેહ ગમે અને મરણ ન ગમે એ વાસ્તવિક નથી. મરણ નથી ગમતું એટલે તમારે સદા જીવવું છે ! સદા કોણ જીવે ? દેહ છે માટે મરણ છે. દેહ છે અને દેહભાવ છે એટલે અંશે આત્મભાવની હાનિ છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એટલે દેહભાવ નીકળી ગયો. કેવળીને મૃત્યુ કંઈ ન કરે તેમને મૃત્યુની પીડા નહીં. કારણ કે ચૈતન્યનો ગોળો દેહથી સર્વથા છૂટો પડી ગયો છે. પછી કાચલીને ઠોકઠોક કરો, તો અંદર કંઈ અસર થાય ? ના, કેમ ? અંદરનું પાણી સુકાઈ ગયું છે. न गोप्यं क्वापि नारोप्यं हेयं देयं च न क्वचित । क्व भयेन मुनेः स्थेयं, ज्ञेयं ज्ञानेन पश्यतः ॥ જેમને સકળ શેય ભાવો જ્ઞાન થકી યથાર્થ અવિરુદ્ધ ભાવે જણાયેલા હોય છે, તેવા ભયમુક્ત મુનિને કોઈ ભાવનું સ્થાપન કે ઉત્થાપન તેમ જ ત્યાગ કે ગ્રહણ કરવાપણું હોતું નથી. 2010_05 Page #128 -------------------------------------------------------------------------- ________________ દેહાત્માનો સંબંધ લીલા નાળિયેરમાં ત્રણે વસ્તુ છે. રાગ-દ્વેષ એ પાણી છે. સંસારી જીવોનું પાણી સુકાયું નથી. કોપરું એ આત્મા છે. એટલે ચૈતન્ય આત્મા દેહરૂપી કાચલીથી છૂટો પડ્યો નથી. છાલ એ શરીર છે. દેહને કંઈ પણ થાય એટલે દેહ સાથે ચૈતન્યને પણ કંઈ કંઈ થઈ જાય છે. ઘાતી ગયા એટલે રાગ-દ્વેષનાં પાણી સુકાઈ ગયાં. સિદ્ધાવસ્થા અશરીરી સ્વરૂપે છે તે અવસ્થા ગમાડવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે. સિદ્ધાવસ્થા સમજવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે. સિદ્ધાવસ્થાનો આનંદ સમકિતીને આંશિક હોય છે. સમ્યકત્વ થતાં આત્મા અંશે આત્મભાવ પામે છે. ઉપર ઉપરના ગુણસ્થાનકે અધિક અધિક આત્મભાવ પ્રાપ્ત થાય છે. પવનના ઝપાટાથી રેતીનો મહેલ જેમ વેરવિખેર થઈ જાય છે, તેમ આયુષ્યના ઝપાટાથી આ સંસાર અદશ્ય થઈ જાય તે પહેલાં સાધના કરીને ચાર પ્રકારના મોક્ષ મેળવવા જેવા છે. (૧) સૌ પ્રથમ ગ્રન્થિભેદ કરીને સમકિત પામતાં દૃષ્ટિનું બંધન છૂટે છે. પહેલાં જે ઊંધું દેખાતું હતું તે હવે સવળું દેખાય છે. દષ્ટિમોક્ષ થાય છે. અહીં દષ્ટિ સ્વચ્છ બને છે. જીવ અંશથી આત્મભાવ પામે છે. (૨) બારમા ગુણસ્થાનકે ક્ષીણ મોહ વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં રાગમોક્ષ થાય છે. (૩) તેરમે ગુણસ્થાનકે સયોગી કેવલીને અજ્ઞાનમુક્તિ છે. (૪) ઉપયોગમુક્તિ થવા છતાં દેહનું બંધન છે માટે સિદ્ધોને પ્રદેશમુક્તિ મળે છે. દર્શનમોહ અને, ચારિત્રમોહનો ઉદય જીવને કચડી રહ્યો છે. તેને પોતાના સ્વરૂપનું ભાન નથી રહેતું. એથી જ્ઞાન જડવત્ બને છે. ચારિત્રમોહનો ઉદય જીવને વીતરાગતા લાવવા દેતો નથી અને દર્શનમોહના ઉદયથી જીવને વીતરાગતા ગમતી નથી. ચિત્ ધાતુ છે. તેથી ચેતકતા, વેદકતા એ જીવનું સ્વરૂપ છે. ચેતવું = જાણવું, વેદકતા = વેદવું દર્શનમોહ અને ચારિત્રમોહના ઉદયમાં પણ ચેતકતા, વેદકતા હોય છે પણ તે વિપરીત હોય છે. દર્શનમોહે આ વિપર્યાસ ઊભો કર્યો છે. આનાથી અનંત આનંદ ગયો. સુખ-દુઃખ આવ્યું. જ્ઞાનના વિપર્યાસથી 2010.05 Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ વેદનમાં વિપર્યાસ ઊભો થયો છે. જેમાં કાંઈ નથી – તેમાં કોઈ મળતું દેખાય છે, જેમાં સુખ નથી – તેમાં સુખ મળતું દેખાય છે. આ જ વિપર્યાસ છે. આ માટે કરેલી મહેનત અને સંસારમાં રખડાવે છે કરોડો મળે, અબજો મળે પણ મળનાર પદાર્થ જડ છે. આપણે ચૈતન્ય છીએ, આપણે વેદક છીએ. બંગલા મળે તો આત્માને શું ? આત્માને કોઈ સંબંધ ખરો ? આત્મા તો એના અસંખ્ય આત્મપ્રદેશોની અવગાહનામાં રહ્યો છે, એ તેનું ઘર છે. એ બંગલાને કોઈ દિવસ યાદ કરો છો ? આત્માના અસંખ્ય આત્મપ્રદેશો છે, તેના પ્રત્યેક પ્રદેશે અનંતાનંત ગુણો છે. અને તે પ્રત્યેક ગુણોનું અનંત આનંદ વેદન છે. આની શ્રદ્ધા થઈ જતાં જીવને સંસારના સુખાભાસો તુચ્છ લાગે છે. ચેતકતા એ પૂર્ણ જ્ઞાનસ્વરૂપે છે. કેવલજ્ઞાન લક્ષ્ય છે. વેદકતા એ પૂર્ણ આનંદસ્વરૂપ છે. સાધના કરવા ઈચ્છતા સાધકે સૌ પ્રથમ આત્મપ્રદેશોને પહેલા સ્થિર બનાવવાના છે. આ પ્રથમ શરત condition છે. દેહ સ્થિર થયો એટલા અંશે આત્મપ્રદેશો સ્થિર થયા, જો કે સર્વથા સ્થિરત્વ સંસારમાં થતું જ નથી. આત્મપ્રદેશો આંશિક પણ સ્થિર થયા પછી પોતાના જ્ઞાન, ચેતના, ઉપયોગને નિર્વિકલ્પ બનાવવાની સાધના કરવાની છે. ઉપયોગમાં રાગાદિ ભાવો ન પેસી જાય તે માટે પદાર્થનું ચિંતવન કરવાનું છે. પદાર્થનું ચિંતવન કરતાં કરતાં રાગાદિ ભાવો ઘટાડવાના છે. પદાર્થના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ થઈ જાય તો પછી તેનો રાગ સહજ રીતે છૂટી જશે. બહુ ભટકવાથી કંઈ વળવાનું નથી. સાધના માટે સ્થિરતા જરૂરી છે. કાયાની સ્થિરતા ટકાવવી હોય તો વચનનું સ્થિરત્ન જરૂરી છે. બહુ બોલ બોલ કરનારો કાયાનું સ્થિરત્વ જાળવી શકતો નથી. શ્રાવક પણ પોતાની કક્ષા અનુસાર સાધના કરી શકે છે. તમારે સામાયિક પછી. સૌ પ્રથમ દાન પ્રવાહ વહેવરાવો, સ્થિરતા જીવનમાં વધારો વસ્તુપાળ તેજપાળમાં ઉદારતા ઘણી હતી. કુમારપાળ કરતાં પણ વધારે હતી. પણ કુમારપાળની વિશેષતા એ હતી કે તેને પોતામાં ઉદારતા નથી એનો સતત ખ્યાલ હતો. કુમારપાળ નિરંતર પોતાના દોષોને જોતા હતા અને એ દોષો એને ખટક્યા કરતા હતા. પોતાની કૃપણતા ખટકતી હતી. વસતુપાળે કેટલું દાન કર્યું છે ? ૩ અબજ અને ૭૩ ક્રોડ દ્રવ્યનું દાન કર્યું છે. એક પણ લોહીનું ટીપું રેડ્યા વિના વરધવલના રાજ્યને સમૃદ્ધ બનાવ્યું છે. 2010_05 Page #130 -------------------------------------------------------------------------- ________________ દેહાત્માનો સંબંધ વસ્તુપાળ, તેજપાળે મસ્જિદો બંધાવી છે, મંદિરો બંધાવ્યાં છે, કૂવા તળાવ ખોદાવ્યાં છે, શિવલિંગો બનાવ્યાં છે. તમારે માટે આની મનાઈ છે અને એમણે આ બધું કરાવ્યું છે. આમાં આશયશુદ્ધિ હતી. જૈન શાસનની પ્રભાવના માટે તેમણે આ કર્યું છે. હું પ્રજાનું હૃદય નહીં જીતું તો જૈન શાસનની પ્રભાવના શક્ય નથી. હું મંત્રી પદે છું અને પરોપકારનાં કાર્યો કર્યા વિના લોકોનાં હૃદય જીતી શકાતાં નથી. સાધુને તમાચો મારવાનો પ્રસંગ બર્યો છે ત્યારે તેમનું આ ખમીર અને શાસનની દાઝ સ્પષ્ટ દેખાય છે. અને ઑર્ડર કરે છે કે મારનારનો પંજો કાપી નાંખો. આ કેવી રીતે શક્ય બને ? વિવેકદૃષ્ટિથી જીવન જીવવું જોઈએ. પોતાની અને પાકી એવી ભેદરેખા જેને નથી એ વિવેકદૃષ્ટિ છે. વસ્તુપાળ કરતાં અનુપમામાં વિવેકદૃષ્ટિ ચઢે તેવી હતી. કષાયમાત્રની પરિણતિએ પ૨ છે. પુણ્યોદયથી મળેલું પણ પર છે. ઉપશમભાવ એ સ્વ છે. પર છે એ છોડવાનું છે, સ્વ છે એ પકડવાનું છે. [] अप्पा कत्ता विकत्ताय, दुहाण य सुहाण य । अप्पा मितममित्तं च दुप्पट्ठिय सुपट्ठिय ॥ ૧૦૭ પ્રત્યેક આત્મા, સ્વભાવમાં તેમ જ પરભાવમાં પરિણમતો રહીને પોતે જ પોતાના સુખ-દુ:ખનો કર્તા છે. જે આત્મા, અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિ ભાવમાં પરિણામ પામે છે, તે આત્મા પોતે જ પોતાનો દુશ્મન છે, તેમ જ જે આત્મા, પોતાના સમ્યગ્ દર્શન ચારિત્રાદિ ગુણ ભાવોમાં પરિણામ પામે છે. તે આત્મા, પોતે જ પોતાનો પરમ મિત્ર છે. જ્ઞાન 2010_05 - Page #131 -------------------------------------------------------------------------- ________________ યોગીના પ્રકાર ત્રણ પ્રકારના યોગીનું વર્ણન આવે છે. (૧) ગોત્રયોગી (૨) કુલયોગી (૩) પ્રવૃત્તચક્રયોગી. (૧) જેમના ગોત્ર (નામ) જ માત્ર યોગી છે. યોગની સાથે કોઈ વિશેષ પ્રકારનો જેમને સંબંધ નથી. માત્ર તેમની વંશપરંપરામાં યોગની સાધના થયેલી હોય છે. તે ગોત્રયોગી છે. (૨) યોગીકુલમાં જન્મેલા કુલયોગી તેને કહેવાય કે જેમનામાં ઉદારતા, દાન, દયા, ઇન્દ્રિયદમન, પરોપકાર, દાક્ષિણ્યતા વગેરે ગુણો વિકસેલા હોય છે. તેઓને ખોટી પકડ હોતી નથી. અતિથિ સત્કાર કરનાર હોય છે. બ્રહ્મચર્યનું પાલન કરનાર હોય છે. જેને દુઃખીને જોઈને કંપન આવે છે. આ જીવો વડીલોનો, પૂજ્યોનો, ગુણિયલનો વિનય કરનાર હોય છે. કુલયોગીનું પોતાનું જીવન બીજાને ત્રાસભૂત નથી, પણ સહાયભૂત હોય છે. (૩) પ્રવૃત્તચક્રયોગી, યોગની પ્રારંભિક કક્ષાના યોગને અનુસરનારા હોય છે, યમ નિયમને સાધનારા હોય છે. ઇચ્છાયમ, સ્વૈર્ય સિદ્ધિ વગેરે યોગના ઉપાયમાં સતત પ્રવૃત્તિ કરનારા હોય છે. યોગને જીવનમાં મુખ્ય બનાવનારા હોય છે. યોગના કારણભૂત બુદ્ધિના ૮ ગુણોને પામેલા હોય છે. (૧) શુશ્રુષા (૨) શ્રવણ (૩) ગ્રહણ (૪) ધારણા (૫) ઉહ (૬) અપોહ (૭) અર્થવિજ્ઞાન (૮) તત્ત્વજ્ઞાન. (૧) શુશ્રુષા એટલે ધર્મ સાંભળવાની ઇચ્છા, તાલાવેલી, તલસાટ જાગે. એ બુદ્ધિનો મહત્ત્વનો ગુણ છે. અને જેને આવી શુશ્રુષા હોય તે શ્રવણ વિના રહી શકે નહીં, ભાવપ્રાણોને ટકાવવા માટે શ્રવણ જરૂરી છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એ આત્માના ભાવપ્રાણ છે એને શ્રવણનો ખોરાક ન મળે તો તે નાશ પામે છે. આર્યકુળમાં જિનવાણીનું શ્રવણ કરવા દ્વારા સાધક પોતાની ચેતનાને નિર્મળ બનાવે છે. અશુભભાવથી બચવા માટે જિનવાણીનું શ્રવણ કહ્યું છે. જિનવાણીનું શ્રવણ અતિશય ઉપકારક છે. અપેક્ષાએ જિનપૂજા ગૌણ બની શકે છે. પણ જિનવાણી એ brain tonic છે. જે આત્મા જિનવાણીના શ્રવણ વિના બેચેન બને છે, અને જે આત્માને જિનવાણીનો અતિશય રસ છે એનાથી જબરદસ્ત પુણ્ય ઊભું થાય છે કે આવતા ભવમાં સાક્ષાત્ સીમંધર સ્વામીની વાણીનું શ્રવણ પ્રાપ્ત થાય. આ ભવમાં જેને છદ્મસ્થ ગુરુમાં લગની લાગી ગઈ, અને ગુરુની ભવોષિતારક વાણીમાં આદર ઊભો થયો તેના માટે સાગર જેવો સંસાર પણ ખાબોચિયું બને છે. અજ્ઞાની માટે સંસાર સાગર જેવો છે. તારક તત્ત્વો પ્રત્યે બહુમાન જાગે _2010_05 Page #132 -------------------------------------------------------------------------- ________________ યોગીના પ્રકાર ૧૦૯ એના માટે સંસાર ખાબોચિયા જેવો બની જાય છે. શુશ્રષાપૂર્વકનું શ્રવણ જ ઉપકારી બની શકે છે. તમને સાંભળવાની ઈચ્છા ન હોય અને અમૃતના કુંડ જેવું મધુર તત્ત્વ સાંભળવા મળે તો પણ જિજ્ઞાસાના અભાવમાં તે ઉપયોગી થઈ શકતું નથી. એટલે શ્રવણ પછી પ્રહણ જોઈએ. સાંભળીને બધું સીધી લાઈનમાં પસાર થઈ જાય એ વ્યાજબી નથી, તે પૂરતું નથી એના ઉપર વિચારણા કરવી પડે કે આમ કેમ ? સમજીને પકડી રાખવું, સાંભળેલ શબ્દ - અર્થને ધારી રાખવો એ ધારણા છે. આત્મામાં મોહના સંસ્કારો ઓળઘોળ થઈ ગયા છે, અસ્થિમજ્જાવત્ થઈ ગયા છે. તેમાંથી બચવાનું છે. માટે ધારણા જરૂરી છે. પછી ધારેલ શબ્દ - અર્થ સંબંધી સાધક બાધક ભાવની વિચારણા કરવી એ ઉહ અને અપોહ છે. ઉહ એટલે જે પદાર્થો સમજ્યા છીએ તેને અનુકૂળ વિચારણાઓ કરવી તે ઉહ છે. દા.ત. અહિંસા. અહિંસા શું છે ? તેના સંબંધમાં જીવોનું વર્ણન પણ આવે, કારણ કે હિંસા જીવોની થાય છે, તો જીવોના પ્રકારો કેટલા ? વગેરે અપોહ એટલે વિપરીત વિચારણા કરવી એટલે અહિંસાની સામે હિંસા શું છે ? હિંસાનું ફળ શું છે ? હિંસાનું નુકસાન શું છે ? આવી રીતે પ્રતિપક્ષ તત્ત્વોની વિચારણા કરવાથી અહિંસાનું સ્વરૂપ દઢ બને ટ્રેનમાં જતાં દૂરથી એક લૂંઠ જેવું દેખાયું. હવે અનુકૂળ તર્ક લગાડવાના કે આ વૃક્ષ જેવું લાગે છે કારણ કે માણસ હોય તો તો ચાલે અને આ ચાલતું નથી, વળી તેની ઉપર કાગડો આવીને બેઠો છે. આમ ઉહ એટલે સાધક ભાવોની વિચારણા કરી. હવે અપોહ એટલે બાધક ભાવોની વિચારણા કરવી એટલે કે સ્થાનાંતર થતું નથી. જો માણસ હોય તો તો ગતિ કરેજ. આમ સાધક-બાધક; અનુકૂળ-પ્રતિકૂળ વિચારણાથી અર્થવિજ્ઞાન થાય છે એટલે કે ટૂંઠાનો ટૂંઠા રૂપે સ્વીકાર થાય છે. અહિંસાનો નિર્ણય કરાય છે. એનાથી સંશય રહિત પદાર્થનો નિર્ણય થાય છે. અર્થવિજ્ઞાનથી તત્ત્વજ્ઞાન થાય છે તેમાં પદાર્થનો નિષ્કર્ષ પકડાય છે. એનો નિચોડ શું ? ઔદંપર્યથી રહસ્ય સમજાય છે. આ બધું સમજવા દ્વારા અંતિમ નિષ્કર્ષ એ જ આવ્યો કે પરમાત્માની આજ્ઞા એ જ સાર છે. અને પરમાત્માની આજ્ઞાનું પાલન એ જ શ્રવણનો અંતિમ નિષ્કર્ષ છે. દરેક વસ્તુને ઊંડાણથી સમજવા પ્રયત્ન કરો, સમજો, ઘંટો, વારંવાર પૂંટવાથી પદાર્થ સ્થિર થાય છે. જીવ પદાર્થનું સૂક્ષ્મતાથી સ્વરૂપ સમજવા પ્રયત્ન કરે તો નિચોડને પ્રાપ્ત કરી શકે છે. ઈદ્રિયનાં વૈષયિક સુખો, કષાયોની વિવિધ માત્રાઓ, રાગદ્વેષની પરિણતિના ગંજના ગંજ અનાદિકાળથી આત્મામાં જામ થયા છે તેને તોડવા માટે શુશ્રુષાદિ ૮ ગુણો છે. જિનવાણીના શ્રવણ કરવા દ્વારા આત્મા ઉપરથી મોહ હટવો જોઈએ. ચારેબાજુ જિનવાણીનો ધોધ ચાલુ છે તેના આલંબનથી મોહને દૂર 2010_05 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ કરવાનો છે. જીવ ખાલી માત્ર સાંભળે છે આગળના પગથિયે ચડવાની તસ્દી લેતો નથી. પણ જો સાધક બુદ્ધિના ૮ ગુણો વડે તત્ત્વજ્ઞાનમાં સ્થિર થઈ શુદ્ધ અર્થને આત્માર્થે જોડે તો તેને તેના થકી શુદ્ધાનુભવ પ્રાપ્ત થતાં દ્રાક્ષના રસપાન સરીખો અતિ અદ્દભુત આનંદ પ્રાપ્ત થાય. પ્રવૃત્તચયોગી બુદ્ધિના આ ૮ ગુણોને ધારણ કરનારા હોય છે. તેઓ યમ-નિયમને પામેલા હોય છે. શૈર્યયમ અને સિદ્ધિયમને ધારણ કરવાની ઇચ્છાવાળા હોય છે. યોગસાધનાને પુષ્ટ કરનારા હોય છે. યોગના ઉપાયમાં નિરંતર પ્રવૃત્ત રહેનારા હોય છે. એના પરિણામે ચોથા ભેદમાં નિષ્પન્નયોગી આપણને મળે છે. જેને યોગ સિદ્ધ થઈ ગયો છે. યોગનું ફળ પ્રાપ્ત થઈ ગયું છે. ગોત્રયોગી અને નિષ્પન્નયોગી એ યોગદૃષ્ટિના અધિકારી નથી. અહીં “કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગીના ઉપકાર માટે આ યોગદષ્ટિનું વર્ણન કરવાનું છે. પ્રસંગોપાત અહીં ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્મયોગનું પણ વર્ણન કરવાનું છે. હરિભદ્રસૂરિ મ. કહે છે કે, હું ઈચ્છાયોગથી પરમાત્માને નમસ્કાર કરું છું. શાસ્ત્રયોગથી નમસ્કાર કરવા માટે હું સમર્થ નથી. આ રીતે ખુલાસો કરવામાં ન આવે તો માયા – મૃષાવાદનો અમને દોષ લાગે છે. ખુદ ગણધર ભગવંતો પણ “નમુત્યુણેમાં ઈચ્છાયોગથી નમસ્કાર કરે છે. ઈચ્છાયોગ જીવનમાં આવે તેની કંડીશન - શરતો બતાવે છે જેને કોઈના ઉપદેશથી નહિ, કોઈની પ્રેરણાથી નહિ, પણ સ્વતઃ ધર્મ કરવાની ઈચ્છા જાગે છે. ક્ષયોપશમ ભાવની આ ઈચ્છા જાગૃત થતાં તે જીવ તયોગ્ય શાસ્ત્રોનું નિરંતર શ્રવણ કરે છે. શ્રવણ ઉપર આટલો બધો ભાર એટલા માટે છે કે શ્રવણ વિના તત્ત્વજ્ઞાન થઈ શકતું નથી. તત્ત્વજ્ઞાન દ્વારા જ તત્ત્વ સમજાય છે, ઈચ્છાય છે, પમાય છે. માટે જીવનમાં શાસ્ત્રનું શ્રવણ ઈચ્છાયોગીને હોય જ છે. છતાં આવો સાધકે પણ અજ્ઞાની હોઈ શકે છે. શાસ્ત્રોના શ્રવણ પછી તેનો બોધ વધતો જાય છે. તે રહસ્યોને સમજી શકે છે. દર્શન, વંદન, પૂજન, સામાયિક, અનુષ્ઠાન વગેરે કરવાથી શું લાભ ? ન કરવાથી શું નુકશાન ? અને આ પ્રવૃત્તિધર્મ, પરિણતિધર્મ પામવા માટે કેટલો બધો ઉપયોગી છે, આવો બોધ તેને થાય છે પછી તે જ્ઞાની બને છે. આવો જ્ઞાની પણ પ્રમાદી હોઈ શકે છે. અને તે પ્રમાદી હોવાથી જ્યારે જ્યારે ધર્મપ્રવૃત્તિ કરવાનો અવસર આવે છે ત્યારે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ન કરે, પણ ખોડખાંપણવાળી કરે છે. તેવા જીવોની ક્રિયાને, ધર્મને અમે ઇચ્છાયોગ કહીએ છીએ. તેવા જીવોને ઇચ્છાયોગી કહીએ છીએ. આ જીવો વિધિ-વિધાન જાણે છે, કાળ – મુદ્રા વગેરે જાણે છે. બધું ખબર છે, છતાં ક્ષતિવાળી ક્રિયા કરે છે. તેનો શ્લોક નીચે મુજબ છે. 2010_05 Page #134 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાયોગનું સ્વરૂપ कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनो ऽपि प्रमादिनः। 'વિવેનો ઘર્મયોગો ઃ (1) રૂછાયો હાહિતઃ | ૩ | એકલી ઈચ્છાથી કરાયેલું અનુષ્ઠાન, ઇચ્છા વિનાનું અનુષ્ઠાન તે પણ ઈચ્છાયોગ નહી. ઈચ્છાયોગીની શરતો પૂરી થાય તો જ ઈચ્છાયોગ પ્રાપ્ત થાય. અહીં ધર્મ કરવા પાછળ સંસારના પદાર્થો મેળવવાની ઇચ્છા નથી, ફક્ત આત્મકલ્યાણની જ ઈચ્છા છે. ધર્મ કરવાથી આત્મકલ્યાણ થશે. એવું જ્ઞાન છે અને આત્મકલ્યાણ પ્રાપ્ત કરવાની દઢ ઈચ્છા જાગી છે. અહીં ગતાનુગતિક ધર્મ કરવાની વૃત્તિ નીકળી ગઈ છે. અનુષ્ઠાન શ્રી જિનશાસન વિષે અનુષ્ઠાનના પાંચ પ્રકાર કહ્યાં છે. (૧) વિષ અનુષ્ઠાન (૨) ગરલ અનુષ્ઠાન (૩) અન્યોન્ય અનુષ્ઠાન (૪) તદુહેતુ અનુષ્ઠાન (૫) અમૃત અનુષ્ઠાન. સર્વે ધર્મ ક્રિયાઓ આ પાંચ પ્રકારના ફળ ભેદ સ્વરૂપવાળી જાણવી. (૧) આ લોકના વિષય સુખના અર્થે અનુષ્ઠાન કરાતું હોય તો તે વિષ અનુષ્ઠાન છે. એટલે જો હું આ ગુરુની સેવા કરીશ, અથવા તેમના કહ્યા પ્રમાણે ધર્મક્રિયા કરીશ તો મને ઘણા લોકો માનશે અને મારી આબરૂ-પ્રતિષ્ઠા લોકમાં વૃદ્ધિ પામશે અને મને લોકો સારા – સારા આહાર ખાવાને આપશે અને સારાં સારાં સ્થાનો રહેવાને આપશે એવી રીતે આ લોકનાં સુખમાં જ જેને સુખબુદ્ધિ છે, આ લોકના સુખને કેન્દ્રસ્થાને રાખીને તેના માટે જ ધર્મક્રિયાઓ કરે છે તે વિષ અનુષ્ઠાન છે. ધર્મના બદલામાં એને ધર્મ જોઈતો નથી, ફક્ત આ લોકનાં સુખો જ જોઈએ છે. એ ક્રિયા કરતાં તેનું સચ્ચિત્ત - ભાવપ્રાણ નાશ પામે છે. આ ઈહલોકના સુખની ઇચ્છાઓ એ તાલપુટ વિષ છે, એનો કણીયો કાફી છે, એ ત્યાં ને ત્યાં જ સચ્ચિત્તનો નાશ કરે છે. આ લોકના સુખની ઇચ્છાઓએ માજા મૂકી હોય છે ત્યારે તેનું ચિત્ત ધર્મમાં નથી હોતું, આત્માનો ઉપયોગ સ્વરૂપ જોડે અનુસંધાન પામેલો હોતો નથી. આ જગતમાં બે પ્રકારનાં વિષ (ઝેર) કહ્યાં છે (૧) જંગમ વિષ - સર્પાદિકનું (૨) સ્થાવર વિષ – સોમલ, (અફીણ) વગેરે નું આ બન્ને પ્રકારનાં વિષ ખાવાથી તત્કાળ તેમજ કાલાંતરે મૃત્યુ થાય 2010_05 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ છે. આ જ રીતે ભોગના અભિલાષાથી કરેલી ધર્મકરણી તે શુભ ચિત્તની નાશ કરનારી હોવાથી તેને વિષ અનુષ્ઠાન કહેવાય છે. (૨) ગરલ અનુષ્ઠાન : પારલૌકિક સુખની ઇચ્છાએ જે કોઈ ધર્મક્રિયા કરાય તેનો આમાં સમાવેશ થાય છે. આવતા ભવના સુખની ઇચ્છાએ કરીને એટલે દેવલોકાદિના સુખની ઇચ્છાએ કરીને ગુરુની સેવા, યાત્રા, પૂજાદિકનું કરવું, તથા દાન-શિયળ-તપાદિક વગેરે ધર્મક્રિયાઓ કરવી. એટલે જો હું શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે ધર્મકરણી કરીશ તો મને દેવલોકનાં સુખો મળશે એવા અભિપ્રાય વડે કરીને ધર્મકરણી કરે તેને ગરલ અનુષ્ઠાન કહેવાય છે. કેફી ઝેરી ચૂરણ (છૂપું ઝેર) પ્રમુખ માઠા દ્રવ્યના સંયોગ થકી ઉત્પન્ન થયેલું જે ગરલ (ઝેર) જેમ કાળાંતરે (થોડા કાળ પછી) મૃત્યુ આપનારું થાય છે તેમ ઉપર જણાવેલ અભિપ્રાયે કરેલી ધર્મક્રિયા તે પાપાનુબંધી પુણ્યના ઉદયથી કરાયેલી હોવાથી દેવલોકાદિના સુખો આપીને પછી (કાળાંતરે) પ્રાય: નરક-તિર્યંચ ગતિનાં દુઃખો આપે છે. આ માટે શાસ્ત્રમાં દષ્ટાંત આપ્યું છે કે, જેમ મુસલમાન લોક બકરી ઈદને દિવસે વધ કરવા બોકડો ખરીદ કરી તેને સારું - સારું ખવડાવી પુષ્ટ કરે છે (વધુ માંસની ઈચ્છાએ) અને બકરી ઈદને દિવસે તેનો વધ કરે છે તેમ ગરલ અનુષ્ઠાનનું ફળ જાણવું. અહીં પારલૌકિક સુખની ઇચ્છામાં ચિત્ત ઘેરાયેલું છે માટે સચ્ચિત્ત ક્રમશઃ મૂચ્છિત બને છે. ધીરે ધીરે સચ્ચિત્ત મરે છે. વિષાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાનવાળા ઈચ્છાયોગમાંથી બહાર નીકળી જાય છે. (૩) અનનુષ્ઠાન : પ્રણિધાનના અભાવે કરીને, એટલે મન-વચન-કાયાની એકાગ્રતા રહિત, (સાધ્ય-સાધન દાવશૂન્ય) જે ધર્મ ક્રિયા કરે તેને અનનુષ્ઠાનની ક્રિયા સમજવી. કેમકે તે ક્રિયા સંમુર્ણિમ જીવોની પ્રવૃત્તિની પેઠે પરમાર્થે કરી શૂન્ય હોય છે. આમાં પ્રથમ જે લોક દેખાદેખીથી ક્રિયા કરે છે, તેને લોકસંજ્ઞાની ક્રિયા જાણવી. જ્યારે બીજી ઓઘ સંજ્ઞાવાળી ક્રિયા છે એટલે કે વેલડીને નજીકમાં જેવો આધાર મળતો હોય છે તેના ઉપર ચઢી જાય છે તેવી રીતે મનમાની (સુખાકારી) જે ધર્મક્રિયાઓ થાય છે તે પણ અનનુષ્ઠાનની ક્રિયા જાણવી. આ બંને પ્રકારની ધર્મક્રિયાઓ આજ્ઞારહિત હોવાથી પરમાર્થે (આત્મહિતાર્થે) શૂન્ય ફળવાળી જાણવી. પ્રશ્ન : ઉપર કહ્યા મુજબ ધર્મ-અનુષ્ઠાનો કરવાં તે દ્રવ્ય-અનુષ્ઠાનો તો કહેવાય ને ? અને દ્રવ્ય અનુષ્ઠાનોને શાસ્ત્રમાં ભાવનું કારણ કહ્યાં છે તે માટે પ્રાથમિક ઉપર જણાવ્યા મુજબના આચરેલા અનુષ્ઠાનો આગળ ઉપર શુદ્ધ થઈ જશે એમ જાણવું શું યોગ્ય નથી ? ઉત્તર : જે આત્મા અજ્ઞાને કરી બાહ્યથી દેખાદેખી, પૂલ, સ્વમતાવલંબનની 2010_05 Page #136 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાયોગનું સ્વરૂપ ૧૧૩ વિધિપૂર્વક ક્રિયા કરે છે, તેમાં વિષય-કષાયની પ્રધાનતા હોવાથી આત્માર્થની (ઉપયોગની) શૂન્યતા હોય છે. તેને તો શાસ્ત્રમાં અપ્રધાન (ભાવના કારણપણાથી શૂન્ય) દ્રવ્યક્રિયાઓ કહી છે. દિવ-ગુરુની આજ્ઞાપૂર્વકની, શાસ્ત્રપરંપરાની વિધિથી યુક્ત જે ધર્મકરણી કરે છે તેને પણ આત્મશુદ્ધિની ઉપયોગ શૂન્યતાએ કેવળ દ્રક્રિયા કહી છે] એટલે કે તે ક્રિયાને પણ કથંચિત પુણ્યબંધ કરાવનારી કહી છે અને ઉપયોગ શુદ્ધિએ યુક્ત હોય ત્યારે નિર્જરા ફળે કરી સહિત (આત્મગુણ પ્રાપ્ત કરવાવાળી) કહી છે. આ માટે પ.પૂ. શ્રી યશોવિજયજી ઉપા. ૧૨૫ ગાથાના સ્તવનમાં સ્પષ્ટ જણાવેલ છે કે, “ભાવસ્તવ જેહથી પામીજે, દ્રવ્યસ્તવ એ તેણે કહીએ. દ્રવ્યશબ્દ છે કારણ વાચી, ભ્રમે ન ભૂલો કર્મ નિકાચી.” આમ છતાં લોકમાં સમજુ ગણાતાં માણસો પણ આત્માર્થે શૂન્ય ક્રિયાઓ કરતાં દેખાય છે એ માટે પૂ. દેવચંદ્રજી મ.સા. ચંદ્રાનન જીનના સ્તવનમાં, કહ્યું છે કે “દ્રવ્ય-ક્રિયા-રુચિ જીવડાં રે, ભાવધર્મ રુચિ હીન, ઉપદેશક પણ તેહવારે, શું કરે ! જીવ નવીન રે...” . (૪) તહેતુ અનુષ્ઠાન : જેમાં (સાધ્ય) આત્મશુદ્ધિની અપેક્ષા મુખ્યપણે પ્રવર્તતી હોય. સાધ્યશુદ્ધિ હોવા છતાં સાધનભાવ તે સમ્યગદર્શન-સમ્યજ્ઞાનની અપૂર્ણતા, વિકળતા હોવાથી ક્રિયામાં વિકળતા હોય તેને તહેતુ અનુષ્ઠાન એટલે પરંપરાએ આત્મશુદ્ધિ કારક અનુષ્ઠાન જાણવું. અહીં વિધિ-નિષેધ, નય-નિક્ષેપના જ્ઞાનનો, સમતાનો અભાવ પણ હોઈ શકે છે. અને શબ્દાદિનય સાપેક્ષ સમ્યગ્દષ્ટિની દાનાદિ ધર્મકરણી તદ્હેતુ અનુષ્ઠાનરૂપ જાણવી. અહીં જીવને સર્વથા દુ:ખ નથી જોઈતું, અને સર્વથા સુખ જોઈએ છે. અને વળી માને છે કે જો આ પરિસ્થિતિનું નિર્માણ કરવું હોય તો મારે મારા જીવનને ધર્મકરણીથી ભરી દેવું જોઈએ. કંદમૂળ કેમ નથી ખાતા ? કંદમૂળમાં જબરજસ્ત હિંસા છે. આવી દેઢ શ્રદ્ધા છે કે હિંસાથી દુઃખ જ મળે, અને મારે દુઃખ તો કોઈ પણ સંયોગોમાં જોઈતું નથી માટે મારે મારા જીવનને ધર્મકરણીથી ભરી દેવું જોઈએ. કંદમૂળ ન જ ખવાય મારાથી. આવી સમજથી તે પ્રતિજ્ઞા લે છે. સામાયિક શા માટે ? સમતા એ જ આત્માનું સ્વરૂપ છે. કષાય એ મારું સ્વરૂપ નથી. આવી સમજપૂર્વક સામાયિક કરે, જ્યારે જ્યારે સમય મળે ત્યારે સમતામાં જવા માટે (સાધ્ય) સામાયિક (સાધન) કરે. આ જીવોનો ધર્મ એ ઇચ્છાયોગમાં આવે છે. 2010_05 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ઇચ્છાયોગીનો ધર્મ કેવો હોય તે માટે દેવપાલનું દષ્ટાંત વિચારીએ. તે ક્ષત્રિયકુળમાં જન્મ્યો છે પણ પાપના યોગે શેઠને ત્યાં નોકરી કરવી પડે છે. એમાં પણ ઢોરો ચરાવવાની નોકરી કરે છે. પણ કંઈક યોગ્યતા લઈને આવેલો જીવ છે. તારક તત્ત્વોનાં દર્શન થતાં આનંદ આવે, પ્રીતિ આવે, એ પણ પુણ્યનો ઉદય છે. સાધકે, પુગલ પ્રત્યે ઉદાસીન ભાવ કરવાનો છે. કષાયો પ્રત્યે ઉપશમ ભાવ કરવાનો છે. વિષયો પ્રત્યે અનાસક્ત ભાવ કરવાનો છે. જીવો પ્રત્યે મૈત્રી ભાવ કરવાનો છે. પરમાત્મા પ્રત્યે ભક્તિ ભાવ કરવાનો છે. પરમાત્માના દર્શનમાં ઉદાસીન રહી શકાય ? ના, પુદ્ગલ પ્રત્યે, વિપરીત તત્ત્વો પ્રત્યે અશુભ ભાવો પ્રત્યે ઉદાસીન ભાવ હોવો જોઈએ. આત્મા સ્વયં ભાવ સ્વરૂપ છે, તારક તત્ત્વોની તારકતા જો આત્માને સ્પર્શી જાય તો તે તારક તત્ત્વોના ગુરુત્વાકર્ષણમાં પેસી જાય છે અને શુભભાવોની જમાવટ કરી લે છે. આ દેવપાલ ભેખડમાં ઋષભદેવની પ્રતિમા જુએ છે આનંદ થયો. જન્માંધને ચક્ષુ મળતાં જેવો આનંદ થાય તેવો આનંદ થયો છે, ચકખુદયાણ બોલનારા તમે આવું સંવેદન ક્યારેય કર્યું છે ? અધ્યાત્મમાં ભાવની કિંમત છે. તારક તત્ત્વોનું દર્શન જીવને આનંદ લાવી આપે છે. પ્રીતિ, આદર, આનંદ, ભક્તિ, બહુમાન વગેરે અધ્યાત્મને પામવા માટેના ઉપાયો છે. તમે એક ચૈતન્ય તત્ત્વ છો. તમારે કોઈના પણ ભાવપ્રાણોને દુભવવાના નથી. એનાથી એ આત્માને દુ:ખ પહોંચે છે. મારે બીજાને પીડા આપવી હશે, દુઃખ પહોંચાડવું હશે, કે નુકસાન કરવું હશે તો પહેલાં મારે મારું ઘર બગાડવું પડશે. પોતાના આત્માને પહેલાં બગાડ્યા વિના બીજાનું બગાડી શકાતું નથી. નિશ્ચયનયથી બીજાને નુકસાન થાય કે ન થાય, થશે કે નહીં થાય, પણ આપણે તો આપણું બગાડી જ દીધું. તેં તારો ભાવ બગાડ્યો છે. પરભાવમાં ગયેલો જીવ પોતાનો શત્રુ બને છે. જે પોતાનો શત્રુ બને તે બીજાનો મિત્ર ક્યાંથી બની શકે ? જે ચીજ પોતાની છે તેનો બીજા નાશ કરે અને પોતે નાશ કરે એ બેમાં ફરક શું ? બેમાં વધુ ગુન્હેગાર કોણ ? તારી ચીજનું તો તારે પ્રાણોની જેમ રક્ષણ કરવું જોઈએ. વ્યવહારથી આપણા દીકરાને આપણે મારી ન શકીએ તો નિશ્ચયથી આપણા ગુણોને, આપણા આત્માને કેમ મારી શકાય ? અશુભભાવ દ્વારા ક્ષણે ક્ષણે આત્માનો નાશ કરનારા આપણે ખૂની ખરા 2010_05 Page #138 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાયોગનું સ્વરૂપ ૧૧૫ કે નહીં ? એની સજા શું ? જ્ઞાનીઓ કહે છે નરક અને તિર્યંચ સિવાય કશી નહિ. જેની પાસે ભાવચક્ષુ, વિવેકચક્ષુ છે જ નહીં એને શું દેખાય? એનો ધર્મ ઈચ્છાયોગનો પણ નથી. આપણી ચીજનું રક્ષણ કરવું એ પહેલો કાયદો છે અને છતાં રક્ષણ ન થતું હોય તો બીજાના ભોગે પણ રક્ષણ કરવું જોઈએ જ. માટે જ જિનશાસનમાં પ્રભુપૂજાનું વિધાન છે. શુભ ભાવ દ્વારા આત્માની રક્ષા કરતાં કરતાં આગળ વધવાનું છે. પ્રભુપૂજામાં ષજીવનિકાયનો સદુપયોગ કહ્યો છે. ભાવને વિશુદ્ધ બનાવવા માટે ક્રિયા બતાવી છે. જિનમંદિરના નિર્માણાદિમાં પૃથ્વીકાયનો સદુપયોગ કહ્યો છે. પૃથ્વીકાયને મૂર્તિ રૂપે નિર્માણ કરતાં પૃથ્વીકાય ભગવાન બને છે એના આલંબનથી કેટલા ય જીવો પોતાની બહિરાત્મદશાનો ત્યાગ કરી અંતરાત્મામાં સ્થિર થઈ પોતાના આત્મામાં રહેલી પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે. હે જીવ ! તું ઘર, દુકાન બંગલા વગેરેમાં પૃથ્વીકાયની હિંસા કરી કરીને, તેની અનુમોદના કરીને ભવોભવ સંસારમાં રખડ્યો છે. હવે નવા નવા ઘરના સમારંભને છોડ. અને ભગવાનને ભજ. આ રીતે પ્રભુએ પૃથ્વીકાયનો સદુપયોગ બતાવ્યો છે. મૂર્તિ એ દ્રવ્યાનુયોગની દૃષ્ટિએ પૃથ્વીકાય છે. અધ્યાત્મની દૃષ્ટિએ ભગવાન છે. અને પ્રભુની પ્રક્ષાલપૂજા દ્વારા અપકાયનો સદુપયોગ બતાવ્યો. પ્રક્ષાલપૂજા શા માટે ? ક્રિયાના માધ્યમથી મનને આંતરમેલ દૂર કરવામાં જોડવાનું છે. ધૂપ – દીપ દ્વારા તેઉકાયનો સદુપયોગ કર્યો છે. ચામર – વીંઝણા દ્વારા વાયુકાયનો સદુપયોગ કર્યો છે. ફળ – નૈવેદ્ય દ્વારા વનસ્પતિકાયનો સદુપયોગ બતાવ્યો છે. નૃત્ય કરવા દ્વારા ત્રસકાયનો સદુપયોગ બતાવ્યો છે. પરમાત્માના મંદિરમાં ગયા પછી એક પણ કામ કરતાં જેને નાનમ, શરમ લાગે – તેને તે વખતે જો આયુષ્ય બંધાય તો નીચગોત્રનું જ બંધાય ! હું કચરો કાઢે ? હું મોટો શેઠિયો ! દેરાસરમાં કચરો દેખાય તો શું કરો ? પૂજારીને બૂમ પાડો ને ? બસ, ત્યાં જ તમારા માર્કસ્ કપાઈ ગયા. જે વ્યક્તિ પર પ્રેમ છે તેનું બધું કાર્ય કરવાનું જાતે મન થાય છે. અહીં તમે પ્રભુને પારકા માન્યા, માટે જ ઉપેક્ષા સેવી. પરમાત્મા પાસે નૃત્ય કરતાં શરમ લાગે ? નૃત્ય પણ પરમાત્માની પૂજા છે. સાત્ત્વિક આનંદની એ અભિવ્યક્તિ છે. સંસારનો આનંદ તુચ્છ છે માટે એ ગુપ્ત છે. રાવણે નૃત્ય દ્વારા તીર્થંકર નામકર્મ બાંધ્યું છે. જ્ઞાનીની દૃષ્ટિમાં જગતમાત્રને તારવાના ભાવ સિવાય બીજી કોઈ દૃષ્ટિ નથી. આવા જગતગુરુ મળી ગયા પછી કર્મબંધનથી અટકવાનો પરિણામ થવો જોઈએ. બંધાવાના કામીને પ્રકૃતિ કદી છોડતી નથી. છોડવાના કામીને પ્રકૃતિ કદી બાંધતી નથી. તમારું ઉપાદાન તૈયાર કરો. 2010_05 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ કોઈપણ ક્રિયા કરતાં નાનમ લાગે એનો અર્થ એ છે કે સુષુપ્તપણે પણ હું મોટો છું એવો ભાવ તમારામાં છે. હકીકતમાં નાનામાં નાની વ્યક્તિ બનવામાં મજા છે. તમને મોટા પાસે નાના બનતાં નાનમ લાગે છે ? કર્મજનિત મોટાઈ ખોટી છે. આત્મસ્વરૂપથી મોટો એ જ મહાન છે. ક્રોધ, માન, માયા, લોભ એ આત્માના જ્ઞાનની વિકૃતિ છે. જ્ઞાન એ પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશ બધાને ગમે છે. આ જ્ઞાન ગુણ વિકૃત થઈ ક્રોધ રૂપે બન્યો. ક્રોધ એ આગ છે, ભડકો છે. તમને આગ ગમે ? ભડકો ગમે ? ના, આગ ત્રાસદાયક છે. બાળવાનું કામ કરે છે. પહેલાં પોતાને બાળે છે, પછી પાસે આવનારને બાળે છે. આત્માના અનંત ગુણો છે તેમાં જ્ઞાન એ શ્રેષ્ઠ ગુણ છે. કેમ ? જો જ્ઞાન ન હોય તો બધા ગુણો જડ છે. - પુદગલમાં રૂપ-રસાદિ છે. પણ કોઈ કિંમત છે ? તમે જ્ઞાનથી પુદ્ગલને ઓળખો છો. તેનું નામ પાડો છો, એને તો પોતાના અસ્તિત્વની પણ ખબર નથી. જડ હોવાથી તેનું જગતમાં મૂલ્યાંકન નથી. જીવ સ્વયં જ્ઞાન ગુણથી મહાન છે છતાં પુદ્ગલના રૂપથી, સત્તાથી, પૈસાથી મોટાઈને ઇચ્છી રહ્યો છે એ તેનો અહંકાર છે. તમે કોનાથી મહાન છો ? સ્વરૂપથી કે પદાર્થથી ? અંદરમાં જે પડ્યું છે તે જ બહાર વિકૃત થઈને આવે છે, એ વાત સમજી રાખજો. પ્રકૃતિ ઉપર જ વિકૃતિ ઊભી રહે છે. જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે એટલે જ્ઞાન પરને ઓળખાવે છે, ને જ્ઞાન પોતાને જણાવે છે. એની વિકૃતિ થઈ એટલે માયા થઈ, માયામાં બીજાને બધું બતાવાનું નથી, બીજાથી છુપાવાનું બની રહે છે. એમ પુદ્ગલને ગુણો માત્ર જાણવાના હતા. એને ભોગવવાના ન હતા પણ માયાએ તેમાં ભોગ શરૂ કર્યો અને સ્વરૂપને જે જાણવાનું-વેદવાનું હતું તેનું વિસ્મરણ કર્યું. મારું ખોટું કોઈ ન જાણે એ સ્વપર પ્રકાશક ગુણની વિકૃતિ છે. તે માયા છે. જ્ઞાન એ પરિપૂર્ણ છે. જ્ઞાનમાં પૂર્ણ આનંદ છે. તમામ સુખો જ્ઞાનમાં રહેલાં છે. જ્ઞાનમાં બધું જ સમાઈ જાય છે, જ્ઞાનથી અધિક કશું જ નથી. એની વિકૃતિ એ લોભ છે. પોતાનામાં બધું જ પડેલું હોવા છતાં જીવ સર્વ પરપદાર્થને ઇચ્છે છે, પરમાં જ અધિકતા દેખાય છે તે સર્વપ્રકાશક જ્ઞાનગુણની વિકૃતિ લોભ છે. પરપદાર્થમાંથી સુખને ઈચ્છવું તે જ્ઞાનની વિકૃતિ - લોભ છે. પૂર્ણતાના સ્વરૂપની વિકૃતિ છે. કષાયોનાં નાશ માટે ઉદ્યમ કરવાનો છે જ્ઞાન પ્રકાશક છે તે પ્રકાશગુણની વિકૃતિ ક્રોધ છે - જે આગ છે. જ્ઞાન સર્વોચ્ચ પ્રકાશક છે તેની વિકૃતિ માન છે - જે અહંકાર છે. - જ્ઞાન સ્વપર પ્રકાશક છે તેની વિકૃતિ માયા છે-જે બીજાથી છુપાવવા 2010_05 Page #140 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાયોગનું સ્વરૂપ ૧૧૭ સ્વરૂપ છે. જ્ઞાન સર્વ પ્રકાશક છે તેની વિકૃતિ લોભ છે-જે સર્વ પર પદાર્થની ઇચ્છા સ્વરૂપ છે. વિકૃતિમાં દુ:ખ દેખાય તે પોતાની પ્રકૃતિને પામી શકે. આ દૃષ્ટિકોણથી કષાયને સમજશો નહીં ત્યાં સુધી આત્માનું ઠેકાણું નહીં પડે. કર્મગ્રંથમાં કર્મને પ્રકૃતિ કહેવાય છે. તો કર્મ એ પ્રકૃતિ છે કે વિકૃતિ છે? મૂળભૂત સ્વરૂપને પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિનો નાશ કદી ન થાય. વિકૃતિનો નાશ થઈ શકે છે. રોગો વિકૃતિ કહેવાય, આરોગ્ય પ્રકૃતિ કહેવાય. કષાય એ વિકૃતિ છે. પ્રકૃતિના આધાર વિના વિકૃતિ થઈ શકે નહીં. પ્રકૃતિ સ્વયંભૂ હોય. પ્રકૃતિ બીજાથી ન હોય. વિકૃતિ એ સ્વયંભૂ નથી. વિકૃતિ પ્રકૃતિના આધારે છે. વિકૃતિને ઉત્પન્ન થવા માટે પ્રકૃતિનો આધાર લેવો પડે છે. છતાં આશ્ચર્ય એ છે કે તે પ્રકૃતિને દબાવે છે. પ્રકૃતિને દબાવવાનું કામ ભલે વિકૃતિ કરી શકતી હોય, પણ પ્રકૃતિનો નાશ કરવા તે અસમર્થ છે અને પ્રકૃતિ એ ધારે તો વિકૃતિનો નાશ કરી શકે છે. અથવા સાચા શબ્દોમાં કહીએ તો વિકૃતિનો નાશ કરીને જ રહે એનું નામ પ્રકૃતિ છે. દરિયો એ પ્રકૃતિ છે, મોજાં એ વિકૃતિ છે. દરિયા વિના મોજાં હોય ? મોજાં દરિયાના શાંત-પ્રશાંત-ગંભીર સ્વભાવને દબાવી શકે પણ દરિયાનો નાશ ન કરી શકે. કોઈ મોજાએ દરિયાનો નાશ કર્યો હોય એવું સાંભળ્યું છે ? પ્રશ્ન : કર્મ વિકૃતિ છે, કષાય એ પણ વિકૃતિ છે. તો કર્મગ્રંથમાં એને પ્રકૃતિ કેમ કહી ? મોહનીય કર્મની ૨૮ વ. પ્રકૃતિ કહી છે. શા માટે ? ઉત્તર : કર્મ, કષાય હકીકતમાં વિકૃતિ છે પણ જ્યારે તે ઉદયમાં આવે છે ત્યારે કર્મ પોતાનો સ્વાદ જીવને બતાડે છે, ચખાડે છે. ક્રોધ થતાં જીવ લાલઘૂમ બની જાય છે. જ્ઞાનનો વિવેક નાશ પામી જાય છે. માટે આ વિકૃતિને પ્રકૃતિ કહી. પણ સાધકે સમજવાનું છે કે પોતાની ચીજને મારીને જીવ કદી સુખી થઈ શકે નહીં. પોતાની ચીજને મારે એના જેવો શત્રુ, ઘાતકી કે ખરાબ, બીજો કોઈ નહીં. જે ચીજ આપણી છે, તેની રક્ષા કરવી એ ધર્મ છે. સીધી રીતે રક્ષા ન થાય તો બીજાના ભોગે પણ રક્ષા કરવી એ ધર્મ છે. તમારું શું છે ? જ્ઞાન-દર્શન-ચારિત્ર- વીર્ય એ તમારાં છે. વ્યવહારથી તમે જેને તમારા માનો છો, તેની ભલે રક્ષા કરો, પણ એનાથી અધિક જ્ઞાનાદિ ગુણોની રક્ષા કરશો ત્યારે તમે પરમાત્માના ધર્મને પામ્યા કહેવાશો. આત્મકલ્યાણની બુદ્ધિથી ધર્મ કરવાની ઈચ્છા એ ઈચ્છાયોગ કહેવાય છે. ધર્મ કરતાં સંસારની ચીજોને મૂલ્યવાન ગણશો તો ઇચ્છાયોગનો ધર્મ 2010_05 Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પણ નહીં આવે. એ ધર્મ વિષ અને ગરલ બની જશે. આપણે તો અમૃત અનુષ્ઠાન સુધી પહોંચવું છે. જે ધર્મકરણી શમ-સંવેગાદિ ગુણો સહિત હોવા સાથે પ્રધાનપણે વચનક્ષમા તેમજ ધર્મક્ષમાથી યુક્ત (દ્રવ્ય-ભાવ અહિંસકતાવાળી) હોય, અર્થાત્ સાધ્ય-સાધન દાવે શુદ્ધ હોય તેને શાસ્ત્રમાં અમૃત-અનુષ્ઠાન કહે છે. આવી ઉત્તમ ક્ષમાપૂર્વકની ધર્મકરણી કરવા માટે, દશવિધ યતિધર્મને સાધવા જોઈએ. ક્ષમા પૂર્વે નવધર્મ-મૃદુતા, આર્જવ (સરળતા), મુક્તિ (નિર્લોભતા), તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન, બ્રહ્મચર્ય, વગેરે નવધર્મને આત્મસાત્ કરવા જરૂરી છે અન્યથા ધર્મક્ષમા હોતી નથી. ધર્મક્ષમાથી યુક્ત ધર્મકરણી “કાર્યોત્પતી કારણવં' એ ન્યાયે તત્કાળ કર્મનિર્જરા કરાવીને આત્માને મોક્ષપદને આપવાવાળી થાય છે. પાંચ પ્રકારનાં અનુષ્ઠાનોમાં પ્રથમના ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો ભવભ્રમણનાં હેતુઓ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. તેમજ પાછળનાં બે પ્રકારનાં અનુષ્ઠાનો આત્મશુદ્ધિકારક હોવાથી આદરવા યોગ્ય છે એવો નિશ્ચય કરવો જરૂરી છે અન્યથા ધર્મ-અધર્મ સંજ્ઞા અને અધર્મ ધર્મ સંજ્ઞા રૂપ મિથ્યાત્વ પરિણામની વૃદ્ધિ થશે. ધર્મ કરનાર કેવો હોવો જોઈએ ? એની માહિતી આપણને દેવપાલના દષ્ટાંત ઉપરથી પડશે. પરમાત્માને ભેખડમાં જોયા કે તરત બહુમાન થયું. ઓહોહો આ તો પરમાત્મા છે. જોતાં જ આનંદ આનંદ પામે છે. ઝૂકી ઝૂકીને પગમાં પડે છે અને કહે છે, હે પ્રભો ! મારા જેવા પાપી, કંગાળ અને દરિદ્રીને તું મળ્યો !! તારાં દર્શન મળ્યાં ! મારો કેવો પુણ્યોદય ? આમ શુભભાવ વધતો જાય છે. પછી વિચારે છે કે, આ તો પરમાત્મા છે. એમને આવી ભેખડમાં રખાય ? તરત જ નદીના કિનારેથી માટી લઈ આવી પરમાત્માને માટે સુંદર બેઠક જેવું બનાવે છે. મંદિર જેવું બનાવે છે. અંતરના બહુમાનપૂર્વક ત્યાં પ્રતિષ્ઠિત કરે છે. નદીકિનારેથી પાનના પડીયામાં પાણી લઈ જઈને પ્રક્ષાલ કરે છે તેમજ ઉદ્યાનમાંથી પુષ્પો લાવી પુષ્પપૂજા કરે છે. દેવપાલને પરમાત્માની ભક્તિ માટે વિધિ-વિધાનની ખબર નથી પરંતુ હૃદયમાં બહુમાન અપરંપાર છે. ભક્તિ એ બાહ્ય યોગ છે. કદાચ બાહ્ય અભિગમમાં એને ઓછી ખબર પડતી હશે પણ આંતરિક બહુમાન અસીમ છે. જેના પ્રત્યે બહુમાન હોય, તેનું ઓછાપણું તેને ખટકે, તે ઓછું ચલાવી શકે નહીં. અહીં હૃદયની પ્રીતિ છે, હૃદયનું અનુસંધાન છે. ખમાસમણ દેવા, વંદન કરવું, પૂજા કરવી એ ભક્તિ છે. બહુમાનથી દેવપાલ કઈ કક્ષા પામે છે ? તે અગ્રે વર્તમાન. 2010_05 Page #142 -------------------------------------------------------------------------- ________________ દેવપાલની પ્રભુભક્તિ અનંતકાળમાં શુદ્ધધર્મ મળવા છતાં શુદ્ધધર્મ આરાધ્યો નહીં. અનંતકાળથી વિષય – કષાયમાં મારા ઉપયોગને ઓળઘોળ બનાવીને મેં લોકોત્તર ધર્મની પ્રાપ્તિ કરી નહિ. જ્ઞાનીઓએ ધર્મની સ્થાપના આત્મકલ્યાણ માટે કરી છે. આ જિનશાસન સંપન્ન માનવભવ પામીને હવે આત્મકલ્યાણ ન કરો તો બીજા ભવમાં કલ્યાણ થવાની શક્યતા ઓછી છે. મનુષ્યભવ ઊંચામાં ઊંચો છે તો તેમાં કરણી પણ ઊંચી જ કરવી જોઈએ. ઊંચા ભવમાં હલકી કરણી કરીએ તો એની કિંમત આંકી ન કહેવાય. સુવર્ણપાત્રમાં દારૂ ન ભરાય. આ ભવ ઊંચી કરણીથી સફળ છે. બુદ્ધિ અને શ્રદ્ધા આ બેમાં શ્રદ્ધા ઘણી ઊંચી છે. બુદ્ધિથી મોક્ષ સાધી શકાતો નથી. અલ્પજ્ઞાની પણ આ શ્રદ્ધાના બળે તર્યાનાં દૃષ્ટાંતો ઘણા મળે છે. ઇચ્છાયોગમાં જીવને આત્મકલ્યાણ મુખ્ય દેખાય છે. અને આત્મકલ્યાણ કરવા માટે જ્ઞાનીએ કહેલા અનુષ્ઠાન તેને ઉપાદેય સમજાય છે. ઇચ્છાયોગી શુદ્ધ ધર્મને આરાધે છે. એનામાં મલિનતા નથી. એને સંસારનાં પ્રલોભનો સતાવતાં નથી. અનુષ્ઠાનથી જ આત્મકલ્યાણ થશે એવી તેની પાકી શ્રદ્ધા છે. અને ક્રિયામાર્ગ આચરવા માટે મારે શાસ્રશ્રવણ કરવું જોઈએ એવો તેનો નિર્ણય હોય છે. એકલી ક્રિયાથી મોક્ષ નથી. એકલા જ્ઞાનથી મોક્ષ નથી. જ્ઞાનશિયામ્યાં મોક્ષઃ જ્યાં સુધી દેહ છે, ત્યાં સુધી ક્રિયા છે. ત્યાં સુધી સંસારની ક્રિયા કરવી પડે છે. દેહ ગયો એટલે દેહક્રિયા ગઈ. આત્મશુદ્ધિ કરવા માટે તેને અનુરૂપ ક્રિયા જોઈએ જ. આત્મા પૂર્ણજ્ઞાનવાળો છે, મારો આત્મા કષાયવાળો છે. મુક્તાત્મા જ્ઞાનસ્વરૂપ છે. આનંદ સ્વરૂપ છે. આત્માને દેહ વળગ્યો છે. દેહ અને આત્માનું એકમેકપણું છે. ક્રિયા પુદ્ગલમાં છે. પણ સારી ક્રિયાનું બળ નહીં વધારીએ તો દેહ ખોટી ક્રિયા કર્યા વગર નહીં રહે. . ખોટી ક્રિયાનું ફળ છે સંસાર, ખોટી ક્રિયાનું ફળ છે રખડપટ્ટી. અશુભક્રિયામાંથી બચવા માટે જ્ઞાનીઓ સમ્મક્રિયા બતાવે છે. આખો આચારમાર્ગ, જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, ક્રિયા, આરાધના બતાવી છે. જેઓ ફક્ત શુદ્ધ બુદ્ધ સ્વરૂપની વાતો કરે છે. તેઓ જ્ઞાનીના માર્ગનું ઉત્થાપન કરે છે, લોપ કરે છે, તેને ઉડાડે છે. શુદ્ધ ક્રિયા બુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા સહાયક બનનાર જ્ઞાન ધ્યાન ત્યાગ વગેરેને ઉડાડી ન શકાય. Jain Educatlon International 2010_05 - તપ - Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ વ્યવહારનો લોપ કરનારા તીર્થનો લોપ કરે છે. નિશ્ચયનો લોપ કરનારા તત્ત્વનો લોપ કરે છે. જ્ઞાનીએ બતાવેલો આચાર એ તીર્થ છે. તીર્થ એ તત્ત્વને પામવા માટે છે. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, મોજ-શોખ, વૈભવ, વિલાસ, એશ-આરામ આ બધી સંસારની ક્રિયાઓ છે. સંસારની આવી તુચ્છ ક્રિયાઓ પાછળ તેનું જ્ઞાન ન મેળવતો હોય તેવો કોઈ જીવ છે ? નથી. સંસાર રસ વગર કરતો હોય એવું બને ? અનાદિકાળથી આ બધું પોપ્યું છે, પાળ્યું છે, તેને ઉખેડવું પડશે. ઈચ્છાયોગમાં આત્મા સમજે છે. ધર્મથી આત્મકલ્યાણ છે. ધર્મ વિના આત્માનું કોઈ સંયોગોમાં ઠેકાણું પડનાર નથી. આવી શ્રદ્ધાપૂર્વક શ્રવણ અને તેના અર્થબોધ પૂર્વક ધર્મની ઇચ્છાને “ઈચ્છાયોગ' કહેવાય છે છતાં આ ઈચ્છાયોગી પ્રમાદી છે એટલે એ યોગ, એ કાળ, એ પરિણતિ, એ ઉપયોગની એકાગ્રતા-આ બધાં અંગોમાં ખોડખાંપણ લગાડે છે, ખામી રાખે છે. જેને ધર્મ જ કરવો ન ગમે, સંસારની ક્રિયા, સંસારની પ્રવૃત્તિ કરણીય લાગે છે, ઉપાદેય લાગે છે, સારી લાગે છે. તે બધાનો સમાવેશ મિથ્યાત્વીમાં થાય છે. સંસારનો રસ એ પ્રમાદ છે. વિકથા-કષાયની પરિણતિ, વિષયની પરિણતિ, નિંદા, એક ક્રિયામાં બીજો બીજો ઉપયોગ-આ પ્રમાદ છે. આપણે બધા પ્રાય: ઈચ્છાયોગમાં આવી ચૂક્યા છીએ. ઇચ્છાયોગના અનેક પ્રકારો છે. ઇચ્છાયોગ શાસ્ત્રયોગ તરફ જવા માટે છે. જ્ઞાન ખાલી જ્ઞાન માટે નથી. પણ જ્ઞાન એ ક્રિયામાં જવા માટે છે. મતિજ્ઞાનના ઉપયોગમાં રહેલા વિકારોને કાઢવા જેવા છે, વિશુદ્ધિને લાવવા જેવી છે. સંસારની બધી ચીજો કરવા જેવી નથી. આટલું બેસી જાય તો કર્મમાં ધરખમ ઘટાડો થાય. મોહનો પાયો હચમચી જાય. દર્શનમોહ = મિથ્યાત્વ = આત્માના ચૈતન્ય સ્વરૂપનું વિસ્મરણ. સંસારના પદાર્થોમાં સુખબુદ્ધિ એ મિથ્યાત્વ છે. સંસારના પદાર્થોમાં ભોગવૃત્તિ એ અવિરતિ છે. આ પદાર્થો મારા સુખનાં કારણો છે એ બુદ્ધિ જ મિથ્યાત્વ છે. ઘા અહીં જ મારવાનો છે. પદાર્થો અને વ્યક્તિઓમાંથી જામ થઈ ગયેલી સુખબુદ્ધિ નીકળે નહીં ત્યાં સુધી આત્મા આગળ વધી શકતો નથી ત્યાં સુધી આ ચકરાવો છે. આ ચકરાવામાંથી બહાર નીકળી શકતો નથી. ગતિમાંથી પ્રગતિ થઈ શકતી નથી. ગતિમાંથી બહાર નીકળી શકાતું નથી. લક્ષ્યને આંખ સામે રાખીને લક્ષ્ય પ્રાપ્તિ જે રીતે થાય તે રીતે ક્રિયા કરતાં કરતાં આગળ વધવું, લક્ષ્ય સુધી પહોંચવું એ પ્રગતિ છે. પદાર્થોમાં ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ તૂટતી નથી ત્યાં સુધી ગતિ છે. બુદ્ધિ એ વેશ્યા છે. ચમારકન્યા 2010_05 Page #144 -------------------------------------------------------------------------- ________________ દેવપાલની પ્રભુભક્તિ ૧૨૧ છે. શ્રદ્ધા એ રાજાની રાણી છે, સતી છે. બુદ્ધિ ઓછી હોય તો ચલાવી લેવાય. શ્રદ્ધા ઓછી હોય તો ચલાવી ન લેવાય. બુદ્ધિ ઉછીની ચાલે, શ્રદ્ધા પોતાની જ જોઈએ, એમાં કોઈ વિકલ્પ કે બાંધછોડ નથી. શાસ્ત્રમાં ભક્તિ અને બહુમાનના ભેદને સૂચવતું દૃષ્ટાંત આવે છે કે એક મહાદેવનું મંદિર છે. રોજ પૂજારી મહાદેવની પૂજા ભક્તિ કરે છે. પરમાત્માની સારસંભાળ કરે છે. તેવા સમયે એક જંગલનો ભીલ હાથમાં તીર લઈને અને મોંમાં પાણીનો કોગળો રાખી ત્યાં મહાદેવની પાસે આવી તીરથી મૂર્તિ ઉપર રહેલાં બધાં ફૂલને વિખેરી નાંખે છે અને પછી તેના ઉપર મોંમાં રહેલ પાણીનો કોગળો બહાર કાઢે છે અને પછી મહાદેવને કહે છે કેમ મહાદેવ ! મઝામાં છો ને ? મહાદેવ-હું તો મઝામાં છું પણ તું તો મઝામાં છેને ? ભીલ-મારે તારા જેવો મહાદેવ મળ્યા પછી શું ચિંતા હોય ? તારા પ્રભાવે મારે લીલા લહેર છે. આ જોઈ પેલો પૂજારી વિચાર કરે છે કે આ મહાદેવ કેવો છે ? રાત-દિ' એની ભક્તિ કરીને હું મરી ગયો છતાં એને મારી સાથે વાત કરવાનું મન થતું નથી અને આ ભયંકર આશાતના કરનાર મોંમાંથી કોગળો ફેંકનાર ભીલ સાથે એને વાત કરવાનું મન થાય છે. એટલે મહાદેવને પૂજારી ઠપકો આપે છે કે તું કોનો છે ? રાત-દિ’ ભક્તિ હું કરું છું અને વાત તું ભીલ સાથે કરે છે. ત્યારે મહાદેવ કહે છે, એનામાં શું છે એ જોવું હોય તો તું આવતી કાલે આવજે. બીજે દિવસે પૂજારીએ મંદિર ખોલ્યું તો મહાદેવને એક જ આંખ છે બે નહિ. આ જોઈને પૂજારી ચારેબાજુ બૂમો પાડે છે. મહાદેવની એક આંખ ચોરાઈ છે. ચારે બાજુ બુમરાણ મચાવ્યા પછી જ્યારે મળતી નથી તો શાંત થઈ જાય છે. તે જ વખતે ભીલ દર્શને આવ્યો અને જોયું કે એક આંખ નથી તો ભીલ કહે છે - અરે પ્રભુ આ શું ? તારા સેવકને બે આંખ અને તારે એક ? આ કેમ ચાલે ? તું તો મારો નાથ છે, સર્વસ્વ છે, મારે ભલે એક આંખ હોય પણ તારે તો બે જ જોઈએ. એમ કહી તરત ભાલાની અણી પોતાની આંખમાં ખોસી આંખ કાઢી મહાદેવને લગાવી દે છે અને પછી બે આંખવાળા તેને જોતાં આનંદ અનુભવે છે. આ જોઈ પૂજારી તો આભો જ બની જાય છે કે આ ભીલ શું કરી રહ્યો છે ? ભીલમાં બહુમાન હતું, ભક્તિ નહિ, જ્યારે પૂજારીમાં ભક્તિ હતી, બહુમાન નહિ. દેવપાળ એક જ વિચારે છે, પરમાત્મા ઉત્તમોત્તમ છે, હું અધમાધમ છું, પાપી છું. શ્રદ્ધાયુક્ત આ જ્ઞાન શું કામ ન કરે ? શ્રદ્ધાયુક્ત આ જ્ઞાન આત્માનો કેટલો બધો બચાવ કરે છે. આનંદ વધતો જ જાય છે. મોહનીય 2010_05 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ કર્મનો ક્ષયોપશમ વધતો જાય છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની આની આગળ કોઈ કિંમત નથી. દેવપાલ નાનું મંદિર બનાવીને પરમાત્માને તેમાં ભાવથી પધરાવે છે. આજે તેનું હૈયું હિલોળે ચડ્યું છે. ફૂલ લાવીને પૂજા કરે છે. એક જ ભાવ પ્રધાનપણે વ્યાપીને બેઠો છે કે ચક્રવર્તીને જે ન મળે તે ભગવાન મને મળ્યા છે. ૨-૪-૫-૬ કલાક પરમાત્માની ભક્તિ કર્યા જ કરે છે. પરમાત્માની સાથે તાર બંધાઈ જાય છે. સંસારી તત્ત્વો ભૂલવાનો આ જ ઉપાય છે. સંસારનો રાગ તૂટી શકતો નથી. એ રાગ તોડવા માટે તારક તત્ત્વોનો રાગ વધારવો જ જોઈએ. આ રીતે જ તારક તત્ત્વો જોડે અનુસંધાન થાય છે. દેવપાલને મનમાં થયા કરે છે કે, અત્યાર સુધીનો મારો જન્મ પરમાત્મા વિના નિષ્ફળ ગયો છે અને ત્યાં જ ભીષ્મપ્રતિજ્ઞા કરે છે, તે પરમાત્માનું ! તારા દર્શન કર્યા પછી જ અન્નજળ મને ખપે. દર્શન વિનાના દિવસો મારા ચોવિહારા ઉપવાસના રહેશે. અહીં સર્જન અને સાત્ત્વિકનો ભેદ સમજવા જેવો છે. દુનિયામાં સજ્જનો ઘણા છે. તેઓની સજ્જનતા તેમને સદ્ગતિ અપાવે, દુર્ગતિ અટકાવે. પણ આજે સાત્ત્વિક જીવોનો દુકાળ છે. સાત્વિકતા તો ક્ષપકશ્રેણી મંડાવે છે. આજે સામાન્યથી જીવોનું સત્ત્વ ઓછું પડે છે માટે સાધના ઓછી થાય છે, મોળી થાય છે, રસકસ વિનાની થાય છે. જેનું સત્ત્વ ઓછું હોય, તેની શ્રદ્ધા પાવરફુલ powerful બને નહીં. શ્રદ્ધા તીવ્ર ન બને ત્યાં સુધી મોક્ષ-પ્રાપ્તિ દુર્લભ છે. ક્ષપકશ્રેણી મંડાય નહીં. મોહના ફુરચેફુરચા ઊડે નહીં ત્યાં સુધી ધર્મમાં સંતોષ માનશો નહીં. ઘણું બાકી છે, હું કશું કરી શકતો નથી. મારી ઘણી શક્તિ, ઘણો સમય સંસારમાં ખરચાઈ જાય છે, તણાઈ જાય છે. મને શક્તિ આત્મસાધના માટે મળી છે. આવું લાગતું હોય તેને ઇચ્છાયોગ આવે છે. મળેલી પુણ્યસામગ્રી ભોગમાં જ ખરચાઈ રહી છે. એમ લમણે હાથ મૂકીને વિચારજો. જેનાથી પરોપકાર કરવાનો છે, આત્માને ઊજળો બનાવવાનો છે તે સામગ્રીને હું ક્યાં સંસારમાં ખર્ચી રહ્યો છું !!! તમને તમારા પોતાના નાના દોષો દેખાશે, ખટકશે ત્યારે ધર્મધ્યાન આવી શકશે. જેને પોતાના દોષો ખટકતા નથી તેને ધર્મધ્યાન ક્યાંથી આવે ? ન જ આવે. આપણો અહંકાર આપણને આપણા દોષો જોવા દેતો નથી અને બીજાના દોષો બતાડ્યા વિના રહેતો નથી. ભક્તિયોગમાં નમ્રતા છે, એ વાત સાચી પણ એની સાથે આપણા દોષો જોતાં શીખી જાવ. દોષો માણસને ન દેખાય તો કોને-ઢોરને દેખાવાના છે ? To err is human to confess is Divine. માણસ માત્ર ભૂલને પાત્ર. દોષોને સ્વીકારવા તે દિવ્યતા છે. દેવલોકમાં અતિસુખ છે માટે ઉપયોગ અંદર જતો નથી. નારકીમાં અતિ દુઃખ છે માટે ઉપયોગ અંદર જતો નથી. તિર્યંચયોનિમાં પરાધીનતા છે અને 2010_05 Page #146 -------------------------------------------------------------------------- ________________ દેવપાલની પ્રભુભક્તિ ૧ ૨૩ વિવેકવિકલતા છે માટે ઉપયોગ અંદર જતો નથી. મનુષ્યમાં સુખ-દુ:ખ લીમીટમાં છે. તેથી ઉપયોગ અંદરમાં જઈ શકે છે. તમે ખૂણામાં બેસીને તમારા દોષો જોવાની ટેવ પાડો. તમારી કુંપણતા, ક્ષુદ્રતા, સ્વાર્થ, ક્રોધ, અહંકાર તમને દેખાવા જોઈએ. તેના ઉપાયને વિચારો તો પ્રભુની આજ્ઞા પ્રત્યે પ્રેમ જાગશે. બહુ જ તટસ્થતાથી આત્મનિરીક્ષણ કરો, એ દોષોની વ્યાપકતાને પકડો. મને કષાય નથી એવો લુલો-પાંગળો બચાવ કરવા કરતાં કયો કષાય કઈ રીતે મારામાં ક્યારે કાર્યશીલ બને છે તે જોયા કરવું એમાં જ સાધકની પ્રામાણિકતા છે. હૃદય હંમેશ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. બુદ્ધિ હમેશાં પોતાની ભૂલનો બચાવ કરે છે. કર્મપ્રકૃતિમાં કહ્યું છે કે દસમા ગુણ-સ્થાનકે જીવને સૂક્ષ્મલોભ હોય છે તે પહેલાં ચાર કષાય-નવ નોકષાયમાંથી ઘણાનો ઉદય ચાલુ જ છે. આ શાસંમત વાતથી હવે કષાયની સૂક્ષ્મતા પકડો. દા.ત. મારી નિંદા મને ન ગમી એમાં મારો માનકષાય જવાબદાર આજ્ઞાનું પાલન કરવું એ જ શાસ્ત્રોનો નિચોડ છે. આજ્ઞાનું પાલન કરવાથી ધર્મધ્યાન આવે છે. આજ્ઞાનો પ્રકોપ બહુ ભયંકર છે. મોટા પુરુષની આજ્ઞાના પ્રકોપ જેવું કંઈ ભયંકર નથી. મોટા પુરુષની આજ્ઞાના પાલન જેવું કંઈ ભદ્રંકર નથી. આજ્ઞા તત્ત્વ પણ સમજવા જેવું છે. વીતરાગ આજ્ઞા કરે નહિ અને કરવી હોય તો પણ સમષ્ટિગત કહે પણ વ્યક્તિગત કરે નહિ, આજ્ઞા પણ યોગ્યને કરાય, અયોગ્યને ન કરાય. ભગવાને આજ્ઞા કરી છે કે ઉપદેશ આપ્યો છે ? ચાર દીકરામાંથી તમે કોને આજ્ઞા કરી શકો ? કહો-જે યોગ્ય હોય તેને જ ને ? આજ્ઞા છાસ્થ કરી શકે. વીતરાગ આજ્ઞા ન કરી શકે. આજ્ઞા કરવા માટે ઇચ્છા, સત્તા વગેરે તત્ત્વો જોઈએ છે. વીતરાગ પરમાત્માએ મોહનો સંપૂર્ણ નાશ કર્યો હોવાથી ઇચ્છા નથી. સત્તા કે હકૂમત ચલાવવાની પણ તેમની વૃત્તિ નથી. તેઓ તો માત્ર સ્વરૂપમાં જ રહે છે અને કર્મના યોગ પ્રમાણે ઉપદેશ ફરમાવે છે. પરંતુ આ ઉપદેશને સાધકોએ આજ્ઞાવત સ્વીકારવાનો છે, તેનાથી જ તેનું કલ્યાણ છે. “આણાએ ધમ્મો” એ શિષ્યવચન છે. ભગવાનની આજ્ઞાનું પાલનથી કઈ રીતે જીવો આગળ વધ્યા અને ભગવાનની આજ્ઞા નહીં પાળવાથી જીવો કેવા ભટક્યા છે ? એનું વર્ણન એ શાસ્ત્રો છે. શાસ્ત્રો એ દર્પણ છે. જગતનું યથાર્થ સ્વરૂપ એમાં પ્રતિબિંબિત થાય છે. માટે એ આજ્ઞા પ્રત્યે પ્રીતિ, આદર, બહુમાન ઊભાં કરી યથાશક્તિ પાળવાની છે. ભગવાનની સર્વ આજ્ઞાઓને શિરોધાર્ય કરવાની છે અને યથાશક્તિ પાળવાની છે. જેમ જેમ સત્ત્વ ફોરવશો તેમ તેમ આજ્ઞાપાલનનું બળ વધુ ને વધુ મળતું જશે. મનુષ્યભવ લૌકિકમાંથી લોકોત્તરમાં 2010_05 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ જવા માટે છે. આગળ આગળ કેમ વધીએ ? એની રોજ વિચારણા હોય તો ઇચ્છાયોગ કહેવાય. દેવપાલના પ્રસંગમાં જોઈશું કે કેવું તેનું સત્ત્વ છે ? જેનું સત્ત્વ ખીલ્યું હશે, તે જલ્દી મોક્ષે જશે. ધન્ના શાલિભદ્ર વગેરેથી ખેડાયેલો ધર્મ છે. ક્ષત્રિયનો ધર્મ છે. તેમાં ક્ષાત્રવટ ખીલવવાનું છે. આ કાયરનો ધર્મ નથી. ખૂબ વરસાદ પડ્યો છે. દર્શન થયાં નથી. દેવપાલ ખાતો નથી. શેઠ કહે જમી લે. ના, જમાય જ નહિ. નિયમ છે. નાનામાં નાનો નિયમ અપવાદ વિના સેવીએ એ સાત્ત્વિકતા છે. અને મોટામાં મોટો નિયમ પણ અપવાદનાં મોટાં બાકોરાં પાડીને સેવીએ તો તે કાયરતા છે. सयं सयं पसंसंता, गरहंता परं वयं। । जउ तत्थ विउस्संति, संसारं ते विउस्सिया ॥ જેઓ (નય - પ્રમાણ જ્ઞાનના વિવેક વગર) પોતે પોતાના વચનની કેવળ પ્રશંસા કરતા રહેતા હોય છે અને અન્યના વચનોની કેવળ નિન્દા કરવામાં જ બંધાયેલા હોય છે, તેઓ આ સંસારમાં બંધાયેલા રહે છે. जत्थ विसयविराओ, कषायचाओ, गुणेसु अनुराओ । क्रियासु अप्पामाओ, सो धम्मो शीवसुहावहो होइ ॥ જેમાં વિષયો પ્રત્યે વૈરાગ્ય હોય છે, તેમ જ કષાયો ક્ષય પામતા જાય છે અને તેથી ગુણી આત્માઓનાં ગુણોમાં અનુરાગ જાગે છે અને તેથી અપ્રમત્ત ભાવે વિશેષાધિક આત્માર્થ સાધવા માટે આત્મા નિરંતર પ્રવૃત્ત રહે છે, - તે ધર્મકરણી વડે જીવ મોક્ષ પદને પામી શકે છે. - - - 2010_05 Page #148 -------------------------------------------------------------------------- ________________ નિયમના લાભો – દૃષ્ટાંતથી સમજો વંકચૂલ પણ રાજકુલમાં જન્મ્યો છે. ખાનદાન છે. સાત્ત્વિક છે. પિતાએ કાઢી મૂક્યો છે. જંગલમાં પલ્લીપતિ બન્યો છે. સાધુઓ જંગલમાં ભૂલા પડ્યા. ચાતુર્માસ આવી ગયું. સાધુઓ સ્થાન માંગે છે. રાજકુલમાં જન્મ્યો છે. રાજબીજ છે, અંદરમાં સંસ્કાર તો છે જ. તે કહે છે કે હું વસતિ તો આપું, પણ ચાતુર્માસમાં તમારે ઉપદેશ ન આપવો. તમારા ઉપદેશથી તો આ ધંધો છૂટી જાય. સાધુને ગોચરી-પાણી આપવા કરતાં વસતિ એટલે સ્થાન આપવામાં વધારે લાભ છે. પહેલા નંબરમાં વસતિ-સ્થાન હોય તો સાધુ ત્યાં રહી શકે અને પછી ગોચરી-પાણી વાપરી શકે. શય્યાતરને ઘણો લાભ છે. વંકચૂલે ચાર મહિના માટે વસતિ આપી છે. ચાર મહિના પૂરા થયા. લાયક આત્મા ધર્મ પામી જાય. એ જ મહાત્માનો આશય હોય છે. બીજો આશય મહાત્માઓને હોય જ નહીં. મહાત્મા તે છે, જે સામાની પરિસ્થિતિ સમજીને આપે છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ એ ચાર ચીજ આત્મકલ્યાણ કરી શકે છે. આત્મા સ્વયં દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપમય છે. મહાત્માએ વિહાર કર્યો, તેને મૂકવા માટે, ઔચિત્યના પાલન માટે વંકચૂલ મૂકવા જાય છે. એની વસતિની હદ પૂરી થયા પછી અને ચાર મહિનાની ટાઈમ લીમીટ પૂરી થયા પછી સાધુએ તેના હિત માટે કહ્યું કે તને ધંધામાં વાંધો ન આવે અને આત્મકલ્યાણ થાય એવા નિયમો લે. ચાર નિયમો બતાવે છે. (૧) અજાણ્યું ફળ ખાવું નહીં. આમાં શ્રદ્ધા આપી. આંશિક દર્શન આપ્યું. (ર) કોઈના ઉપર ઘા કરતાં પહેલાં સાત ડગલાં પાછળ ફરવું. આ વિવેક આપ્યો. જ્ઞાન આપ્યું કહેવાય. . (૩) રાજાની રાણી સાથે વ્યભિચાર ન કરવો. આ ચારિત્ર દેશથી એટલે આંશિક આપ્યું. (૪) કાગડાનું માંસ ન ખાવું - મરી જાઉં તો પણ આ ન ખાવું. આંશિક તપ છે. બીજાને ઉપદેશ આપવાનો અવસર આવે ત્યારે આના સિવાય બીજું આપી શકાતું નથી અને આ ચાર સિવાય બીજું આપવાથી કદી કલ્યાણ થતું નથી. સંસારના પદાર્થો આપવાથી કદી કોઈનું કલ્યાણ થયું નથી. વંકચૂલે ચારે નિયમ લીધા અને અણીશુદ્ધ પાળ્યા એ તેની મહત્તા છે. અપવાદ વિના નિયમને પાળવો એ સાત્ત્વિક્તા છે, ક્ષાત્રવટ છે. “અપવાદ સેવું તો વાંધો નથી એવું એના મનમાં જ નથી. મારે અપવાદને સેવવો નથી. 2010_05 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ઉત્સર્ગમાં જ રહેવું છે, એ જ સાત્ત્વિક્તા છે. છાશવારે (often) અપવાદ લેવાવાળાં, સેવવાવાળાં એવા આપણામાં સાત્ત્વિક્તા નથી અને તેથી ઇચ્છાયોગમાં પણ આવી શકીએ તેમ નથી. સામાયિકમાં દસ મિનિટ થઈ, પારી લીધું અને સંડાસ જઈ આવ્યા. આ પ્રતિજ્ઞા ભંગ થયો છે. પૌષધમાં કરો છો તેમ કરવું જોઈએ. વિકલ્પો તો છે પણ સત્ત્વ ખૂટે છે, સમજ ઓછી છે, ક્રિયામાર્ગની સ્થિરતા નથી. ગુણ માટે વારંવાર ડાયવર્ઝનમાં જવાનું બને છે. જેઓએ ધર્મમાં વીર્ય ફોરચું, ધર્મમાં અડીખમ રહ્યા. તેઓ વીતરાગ બની બારમે ગુણસ્થાનકે પહોંચ્યા, કેવલી બની મોક્ષે ગયા. – કાયર માટે જ સંસાર છે. દેવપાલને ૭ ઉપવાસ થઈ ગયા. ૭ ચોવિહારા ઉપવાસ થઈ જવા છતાં પરિણામ બગડતા નથી એ મોટું જમા પાસું છે. આ પ્રીતિયોગ આવ્યો કહેવાય. પ્રીતિયોગથી ધર્મની શરૂઆત થાય છે. ભક્તિયોગ અને વચનયોગ વચ્ચે છે. અસંગયોગ છેલ્લે છે. પ્રીતિમાં પૂજ્યભાવ વધુ ને વધુ ભળે ત્યારે ભક્તિ આવે. ભક્તિ છે ત્યાં પ્રીતિ તો છે જ. પત્ની પ્રત્યે પ્રીતિ છે, માતા પ્રત્યે પ્રીતિ + ભક્તિ છે. બંનેને સાચવવાના, ખાવા-પીવાની વાતમાં બંનેને સાચવવાના ખરા, પણ માતાના પગમાં પડવું જોઈએ કારણકે પૂજ્યતા છે સ્ત્રીના પગમાં ન પડાય તે પૂજ્યતાનું પાત્ર નથી. પ્રીતિથી પૂર્ણતા જૈન શાસન બતાવે છે. પ્રીતિને અભેદતામાં રસ છે. માટે જ પૂર્ણ એવા પ્રભુતત્ત્વની પ્રીતિનું પર્યવસાન પૂર્ણતામાં થાય છે. વૈરાગ્યથી વીતરાગતા જૈનશાસન બતાવે છે. વચનયોગમાં જે કોઈ ક્રિયા કરો છો તેમાં પરમાત્માની આજ્ઞાને આગળ લઈને કરો. અને એમાં દેઢતર બનતાં પદાર્થોનો સંગ, આસક્તિ, જોડાણ, એટેચમેન્ટ, પ્રતિબદ્ધતા, નીકળી જાય એ અસંગ અનુષ્ઠાન. ચંદન - ગંધ - ન્યાય જેવું અસંગ અનુષ્ઠાન છે. ચંદનને વાંસલાથી છોલો તો તેના સ્વભાવભૂત સૌરભને જ આપે છે, તેમ અહીં જીવને ક્ષમાદિ ગુણો સહજ થઈ ગયા હોય છે. ક્ષમા મારું સ્વરૂપ છે, મારે ક્ષમા જ કરવી જોઈએ એવો વિકલ્પ પણ નથી. માત્ર સહજ રૂપે આ જીવો ક્ષમામાં પ્રવૃત્તિ કરે છે. પણ એની ભૂમિકામાં વચન અનુષ્ઠાન હોય જ છે. જેમ ભમરડાને વીંટી ને ઘુમાવીને ફેંકો એના તુલ્ય વચન અનુષ્ઠાન છે અને પછી તે સહજ રીતે ઘૂમ્યા કરે છે એના તુલ્ય અસંગ અનુષ્ઠાન છે. કુંભારના ચાકડાનું દૃષ્ટાંત આ સ્થળે ઘટી શકે છે. સાત દિવસ ચોવિહાર ઉપવાસ થયા. આઠમા દિવસે રેલ ઊતરી ગઈ. ત્યારે ખાવા નથી બેઠો પણ દોડ્યો. સાત દિવસ સુધી તારાં દર્શનનો અંતરાય પડ્યો. મારો કેવો પાપોદય ? “હે ભગવાન ! તે મને સાત દિવસ સુધી ભૂખ્યો રાખ્યો, આ શું કર્યું ?'' એમ નથી કહેતો. બસ દોડ્યો, દર્શન કરવા માટે. આંતરિક ઉઘાડ એ કોઈની મોનોપોલી નથી, પરમાત્માનો વિરહ તમને સતાવે છે ? વીતરાગનો સાચો ઉપાસક કોઈને અન્યાય ન કરે. વીતરાગ 2010_05 Page #150 -------------------------------------------------------------------------- ________________ નિયમના લાભો – દષ્ટાંતથી સમજો ૧૨૭ પરમાત્મા, નિગ્રંથ ગુરુ, પરમાત્માનું લોકોત્તર શાસન મળ્યું. આની કિંમત આંકનાર વ્યવહારનય છે. લોકોત્તર શાસન તમને મળી ગયું છે એ પુણ્યોદય છે. વ્યવહારનય સામગ્રી પ્રધાન છે. નિશ્ચયનય કહે છે, કે આ બધું મળ્યું પણ તું અંદરથી કોરો રહ્યો, તારા ભાવો પલટાણા નહીં તો તને આ ચીજ મળ્યાની કોઈ કિંમત નથી. શાસન પામીને તમારી જાતને “કુ'માંથી “સુ” * બનાવવાની છે. જે પોતાની જાતને “કુ'માંથી “સુ” બનાવવા તૈયાર છે તે . કોઈને “કુ' કહે નહિ. સારી ચીજ બીજાનું ખંડન કરવા માટે હોય નહીં. કરોડપતિ છે તે લાખોપતિની નિંદા કરવા માટે છે ? આવું ન કહેવાય. અહંકારના કારણે આવી ટીકાઓ નિંદાઓ થાય છે. અહંકાર એ શબની પહેચાન છે એ ભૂલશો નહિ. શબની જેમ અહંકારી અક્કડ રહે છે માટે તેનો નાશ થાય છે. વાવાઝોડામાં અક્કડ એવું તાડનું ઝાડ પડીને જમીનદોસ્ત થઈ જાય છે અને નાનકડું ગુલાબનું પોયણું એ વળી જાય છે તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. નમવામાં મજા છે. નમ્રતામાં આત્મગુણની પ્રાપ્તિ છે. અહંકારનો ઔદયિક ભાવનો આનંદ એ આભાસ સ્વરૂપ છે. વિટંબણા સ્વરૂપ છે એ સમજાય તો જીવો કષાયની તાણમાંથી છૂટવા પ્રયત્ન કરે. જે બીજાની નિંદા-ટીકા-ટીપ્પણ કરે તેનામાં સમ્યકત્વ તો ન હોય પણ માર્ગાનુસારી ગુણ પણ ન હોય. નિંદા દોષની હોઈ શકે છે, દોષિતની નહિ. ચોરી કરે તે ચોર એમ ચોરની વ્યાખ્યા કરાય. પણ “તું ચોર છે' એવું ન બોલાય. કારણ કે તે નિંદા છે. ઉપાધ્યાયજી મ.સા. “ચેતન જ્ઞાન અજુવાળીએ'માં લખ્યું છે કે, “અન્યમાં પણ દયાદિકગુણા, જે જિનવચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિર્ધાર રે.” આ ટંકશાળી વચનોને ખોટાં કહી શકાય તેમ નથી. જિનવચનને અનુસરનારી અન્યની – જૈનેતરોની જે શુભ ક્રિયાઓ છે તેનું મૂલ્યાંકન કરવાનું છે એટલે અનુમોદના સ્વાભાવિકપણે થવી જોઈએ. જાહેરમાં તેની પ્રશંસા ન થાય કારણ કે પ્રશંસા કરવાથી તેના કોઈ અનુયાયી બને તો તેમાં આપણે નિમિત્ત બનીએ છીએ. આ જાગૃતિ સાથે ગુણોનો પક્ષપાત એ પણ મોક્ષમાર્ગમાં જરૂરી છે. - શિવરાજ ઋષિના પ્રસંગથી જાણવાનું છે કે અનુમોદના આવડે તો કરો, પણ ભારોભાર ટીકા-ટિપ્પણ તો ન જ કરો. શિવરાજર્ષિ અન્યદર્શનના સંન્યાસી છે. તેને વિર્ભાગજ્ઞાન થયું. તેમાં સાત દ્વીપ-સમુદ્ર જોયાં. તેને થયું કે ભગવાન મહાવીર તો અસંખ્ય દ્વીપ-સમુદ્રો કહે છે. અને મને તો સાત જ દેખાય છે. તો સાચું શું ? તો હું ભગવાન પાસે જાઉં અને આનો ખુલાસો કરું. એમ વિચારી શિવરાજર્ષિ ભગવાનના સમવસરણમાં આવવા 2010_05 Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ નીકળ્યા છે. હજુ મિથ્યાષ્ટિ છે, સમ્યકત્વ પામ્યા નથી, પરંતુ સરળતાદિ ગુણો ઘણા છે. આ બાજુ ભગવાન મહાવીર પરમાત્મા સમવસરણમાં ગૌતમાદિની આગળ શિવરાજર્ષિની પ્રશંસા કરે છે કે હમણાં જ તે મારી પાસે આવશે. શંકાનું સમાધાન કરશે. અને સમ્યકત્વ પામી જશે. આ સાંભળી ગૌતમ મહારાજા તેમને સમવસરણમાંથી ઊભા થઈ સામા લેવા માટે જાય છે. તે આવ્યા..અને પ્રભુની પાસે સંશયનું સમાધાન મળતાં તેઓ સમક્તિ પામે છે. જોકે આ વિષયમાં ભગવતીસૂત્રની ટીકામાં ખુલાસો કર્યો છે કે લાભ નિશ્ચિત થવાનો હતો અને નુકસાનનો કોઈ સંભવ ન હતો માટે ગૌતમ સ્વામી સામા લેવા ગયા...ખેર ! તે ગમે તે હોય પરંતુ એક વાત તો નિશ્ચિત છે કે તમને અનુમોદના – પ્રશંસા કરતાં આવડે તો કરો, ન આવડે-ન ફાવે, તો મૌન રહો, પણ ક્યાંય, કોઈની પણ ટીકા-ટિપ્પણ, નિંદા-કૂથલીમાં પડી આત્માને મલિન તો ન જ કરો..જિનવચનને અનુસરતા એવા અન્યમાં પણ રહેલા ગુણોની ચિત્તથી અર્થાત્ હૃદયથી અનુમોદના-પ્રશંસા તે સમ્યકત્વનું બીજ છે. પંચસૂત્રમાં પણ ઠેઠ માર્ગાનુસારી સુધીના ગુણોની અનુમોદના-પ્રશંસા કરવાનું વિધાન છે. “સર્વ તે ચિત્ત અનુમોદિયે’ એટલે તે અનુમોદના-પ્રશંસા માત્ર બીજાને સારું લગાડવા માટે, દેખાવ પૂરતી કરવાની નથી. પરંતુ પોતાને તે ગુણો ગમી ગયા છે અને પોતાને તે અત્યંત ઇષ્ટ છે. તે માટે કરવાની જેમ જમીનમાં ધરબાયેલું બીજ અનુકૂળ હવા-પાણી-ખાતર વગેરે મળતાં બહાર ફૂલે-ફાલે છે. તેમ અંદરમાં રહેલ ગુણદષ્ટિ-ગુણાનુરાગ કોઈના પણ હૃદયસ્પર્શી ગુણો જોયા પછી અનુમોદના પ્રશંસા કરાવ્યા વિના રહેતા નથી. અન્યદર્શનમાં રહેલ જીવના ગુણની અનુમોદના જ થાય. પ્રશંસા ન થાય. કારણકે તેમ કરતા જીવો અન્યદર્શનના રાગી બનવાની આપત્તિ આવે...આવી શંકાના સમાધાનમાં ઉપાધ્યાયજી મ.સા. ધર્મપરીક્ષા ગ્રન્થમાં લખે છે કે તો પછી અવિરત સમ્યગ્દષ્ટિના સમકિત ગુણની પણ પ્રશંસા નહીં કરાય. કારણ કે તેમ કરવા જતાં તેનામાં રહેલ અવિરતિની પણ પ્રશંસા કરવાનું પાપ લાગશે. પણ ત્યાં આપણે આવું માનતા નથી. આપણે તો તેનામાં રહેલ શુદ્ધ સમ્યત્ત્વગુણને ખ્યાલમાં રાખીને જ પ્રશંસા કરીએ છીએ. નહિ કે તેની અવિરતિની પણ... તે જ રીતે જિનવચન અનુસાર અન્યમાં પણ રહેલ ગુણોની પ્રશંસા-અનુમોદના તે સમકિત પામવાનું કારણ છે. માત્ર અનુમોદના-પ્રશંસા કરતા ખ્યાલ એ રાખવાનો છે કે ક્યાંય પણ અન્યદર્શનની મહત્તા આપણાથી અંકાઈ ન જાય. તે માટે પ્રશંસા કરવી હોય તો આમ કરાય કે – અહો ! આશ્ચર્યની વાત છે કે જેને સર્વજ્ઞપ્રણીત અનેકાન્તદર્શન અને વિશુદ્ધ 2010_05 Page #152 -------------------------------------------------------------------------- ________________ નિયમના લાભો – દષ્ટાંતથી સમજો ૧૨૯ વ્યવહાર – નિશ્ચય ગર્ભિત મોક્ષમાર્ગ મળ્યો નથી છતાં એકાન્તદર્શનમાં રહેલા આવા આત્માઓ પણ જો આજે આટલી ગુણસંપન્નતાને પામ્યા છે તો એવા આત્માઓને જો સર્વજ્ઞપ્રણીત શાસન મળે તો તેઓ કેટલા બધા આગળ વધી જાય !!! જિન વચન અનુસાર ગુણો' એટલે તે વ્યક્તિ અપ્રજ્ઞાપનીય ન હોય.... અર્થાત્ ગુણોમાં દૂષણ હોય તો સુધારવાની યોગ્યતા હોય, તેના જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં અપ્રજ્ઞાપનીયતા, પકડ, કદાગ્રહ વગેરે ન હોય. આવી વ્યક્તિની પ્રશંસા યોગ્ય દ્રવ્ય – ક્ષેત્ર – કાળમાં યોગ્ય રીતે કરવામાં વાંધો નથી. ઇતરદર્શનોની જે સ્થાપના થઈ છે તે સામાન્યથી નાસ્તિકતાનો ત્યાગ કરીને અનેકાન્તની પૂર્વભૂમિકા રૂપ છે. માટે ઋષભદેવ ભગવાને પોતાની સાથે દીક્ષિત થયેલા ચાર હજારને પોતાની સાથે દીક્ષા લેતાં કે દીક્ષા લીધા પછી તાપસ થતાં રોક્યા નહિ, પ્રભુ અવધિજ્ઞાનના બળે ભવિષ્યમાં તાપસ થવાનું જાણતા હતા. જો તાપસ દીક્ષા એકાન્ત ખરાબ હોત, ગૃહસ્થપણું તેના કરતાં સારું હોત (શ્રાવકપણું નહિ) તો પ્રભુ તેમને જરૂર અટકાવત..મોક્ષમાર્ગમાં આગળ વધવું હોય તો ગુણાનુરાગી બનો. તમે કોઈને અન્યાય કરશો નહિ અને બીજાના ભરચક અન્યાયને સહન કરો. -આ વીતરાગતા પામવાનો માર્ગ છે. ડોક્ટરની દવાથી આરોગ્ય મળે છે તો તમે તેના ઉપકારથી નતમસ્તક બની જાવ છો. બસ, તેવી જ રીતે વીતરાગ પરમાત્મા, અને તેના ધર્મનો ઉપકાર આત્માને ઓળખાઈ જાય તો શાસન પ્રત્યેની વફાદારી ઊભી થઈ જાય. સંસાર પુણ્યના ઉદયથી ચાલે છે. પુણ્યના ઉદયથી તમે બીજાને દબાવીને ચાલી શકશો, સ્ટીમ રોલર બનીને બીજાને કચડી શકશો, પણ અધ્યાત્મ એ શુદ્ધિના માર્ગ ઉપર ચાલે છે. ત્યાં બીજાને દબાવી ન શકાય, બીજાને ખરાબ ન કહેવાય. બીજાનું બધું જ ખોટું છે એવું નથી. ખોટાને ખોટું સમજવું એ બરોબર છે, પણ બોલાય નહિ. હરિજનના છોકરાને તારો બાપ “ક” છે એમ ન કહેવાય. જન્મ “કુ” છે પણ “સુ” અને “કુના ભેદો ગુણ-દોષથી પાડો, જાતિથી ન પાડો. જે ક્રોધી છે, ખૂની છે, માની છે તે “કુ' છે એવું નથી લાગતું ? વિવેકપૂર્વકની વિશાળ દૃષ્ટિ એ મોક્ષમાર્ગ છે. વીતરાગ બનવું છે ? તો વીતરાગતાના ઉપાસકનો આ માર્ગ છે. તહેતુ અનુષ્ઠાન અપુનબંધકાવસ્થા આવ્યા પછી હોય છે. સમ્યકત્વથી સાધ્યશુદ્ધિ આવે છે. સાધનની અહીં વિકલતા હોય છે. પણ સાધ્યશુદ્ધિનો મોટો પ્લસ પોઇંટ છે. સાધનની પરિપૂર્ણતા હોય, પણ સાધ્યશુદ્ધિ ન હોય તો આત્મા મોક્ષમાર્ગમાં આગળ વધી શકતો નથી. માટે સાધ્યશુદ્ધિ અગત્યની છે. 2010_05 Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રેમનું પરિબળ कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनो ऽपि प्रमादिनः । વિરો થયો યઃ પુછાયો હતાહતઃ || 8 || યોગગ્રન્થો અને યોગમાર્ગ એ અધ્યાત્મની પ્રાપ્તિ અને પરિણતિ માટે છે. મોક્ષની સાથે આત્માનું જોડાણ કરી આપે તેવો ધર્મ વ્યાપાર તે યોગ કહેવાય છે. અનાદિ કાળથી રાગાદિ પરિણતિથી ભરેલો અત્યંતર સંસાર જીવના દુઃખનું કારણ છે. આ વાત જેને સમજાય નહિ તેને ધર્મ પરિણામ ન પામી શકે. તે જીવ ઉપયોગમાંથી સંસારને કાઢીને પરિણતિ સુધારી શકતો નથી. તે અઢાર પાપસ્થાનકમાં ગળાબૂડ ડૂબેલો છે. હવે આવો જીવ જો યોગગ્રન્થોનો અભ્યાસ કરે, અધ્યયન કરે તો તેને આત્મા ઓળખાય છે અને તે યોગદ્વારા પરિણતિને સુધારી પણ શકે છે. ઈચ્છાયોગથી વાસ્તવિક ધર્મની શરૂઆત થાય છે. ઇચ્છાયોગ પહેલાં ધર્મની ક્રિયા છે. પણ યોગ નથી. યોગ એટલે મોક્ષની સાથે જોડી આપે એવો મન-વચન-કાયાનો વ્યાપાર...જ્ઞાનીઓ આને યોગ કહે છે. સંસારની પરિણતિ તૂટે નહીં અને આત્મકલ્યાણની ઈચ્છા ન થાય ત્યાં સુધી ઈચ્છાયોગ ક્યાંથી આવે ? નિર્દભભાવે આત્માને પામવાની ઇચ્છા થાય, આત્મસુખને માણવાનું મન થાય તેની ઇચ્છાયોગમાં સમાવેશ થઈ શકે છે. ધર્મ આત્મકલ્યાણની બુદ્ધિથી થાય છે. આત્મસુખને પામવાની ઇચ્છાથી ઈચ્છાયોગના શ્રીગણેશ મંડાય છે. આ જીવના વિષય-કષાયમાં, પ્રમાદમાં બ્રેક લાગેલી હોય છે. વિષય-કષાયમાં આત્મહિત નથી એવું તેને ભાસે છે. આ સંસારના પદાર્થો શાંતિ-સમાધિ આપતાં નથી અને આત્મહિત, આત્મકલ્યાણ ધર્મથી જ થાય છે એવી શ્રદ્ધા બેસે પછી, તે જે કાંઈ ધર્મ સાંભળે અને ધર્મ કરે તે બધો ઇચ્છાયોગમાં આવે. ગતાનુગતિકપણે, આ લોકના સુખની ઇચ્છાથી, પરલોકના સુખની ઇચ્છાથી ધર્મ કરનાર આમાંથી નીકળી જાય છે. દેવપાલને જ્યારે સાત ઉપવાસને અંતે રેલ ઊતરે છે ત્યારે ખાવા મળશે એનો આનંદ નથી પણ પરમાત્માનાં દર્શન મળશે એનો આનંદ છે. પારણું થયું નથી તેની ચિંતા નથી પણ પરમાત્મતત્ત્વ એના ચિત્તમાં કેવું વસી ગયું છે !! તે પરમાત્મસ્વરૂપ જાણતો નથી પણ પરમાત્મા ગમી ગયા છે. એ અભ્યદય સૂચક છે. ઇચ્છાયોગમાં મનનું પરિવર્તન, હૃદયનું પરિવર્તન, ઇચ્છાનો વિકાસ થાય છે. ધર્મ માટે સંસારને ભૂલી જવો તે કેટલી મોટી યોગ્યતા બતાવે છે. 2010_05 Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રેમનું પરિબળ ૧૩૧ સંસાર ન ગમવો જોઈએ અને ધર્મનો એકાદ યોગ પણ પરાકાષ્ઠાનો ગમવો જોઈએ. સંસારની પ્રવૃત્તિ એ વ્યવહારથી સંસાર છે. સંસારની રુચિ એ તત્ત્વથી સંસાર છે. સાધકે સંસારની પ્રવૃત્તિ અને સંસારની રુચિ બંને છોડવાં પડશે. સંસારની પ્રવૃત્તિ સંસારના રસને પોષે છે. સંસારની પ્રવૃત્તિ કરવી પડે તો સંસારનો રસ ન પોષાય, તેની કાળજી રાખવી જોઈએ. સમકિતીને સંસારની પ્રવૃત્તિ કરતાં કરતાં સંસારનો રસ ટકતો નથી, તેની સ્વરૂપની રુચિ અને રસ પકડાયેલો રહે છે માટે કર્મબંધ અલ્પ થાય છે. મનોયોગમાંથી પેદા થતો અધ્યવસાય એ જ આત્મા છે. મનને અંકુશમાં Controlમાં લેવું હોય તો વચન અને કાયયોગનો ધર્મ કરવો જ પડે. વચન અને કાયા એ મનની લગામ છે. વચન અને કાયા છૂટા મૂકે તેનું મન બગડે છે. વચન અને કાયાનો ધર્મ એ વ્યવહારધર્મ છે પણ નિશ્ચયધર્મને લાવનાર છે, એટલું જ નહિ પણ નિશ્ચયધર્મ આવ્યાની પ્રતીતિ સ્વરૂપ છે. એક સાધક કહે કે, “મારું મન સ્વચ્છ છે. પણ મને આચારનાં બંધનો નથી જોઈતાં.” “મન ચંગા તો કથરોટમેં ગંગા” એવું તે માને છે. હું સમિતિ – ગુપ્તિનું પાલન નહીં કરું તો તેને દીક્ષા અપાય ? બીજી વ્યક્તિ કહે છે કે, મારું મન ખૂબ ખરાબ છે. અશુભ વિચારો મારો છેડો છોડતાં નથી. પણ હું મારા આચારને જિંદગીભર નહીં છોડીશ. જે કહેશો તે કરીશ. આ વ્યક્તિએ આચારમાર્ગના અવલંબને જાતને સુધારવાનો વિચાર કર્યો છે. બેમાંથી કોને દીક્ષા અપાય ? બીજી વ્યક્તિએ કારણને પકડ્યું છે અને કારણના સેવનથી કાર્ય થઈ શકે છે, માટે તેને દીક્ષા આપી શકાય. પહેલી વ્યક્તિએ પોતાની જાતને પૂર્ણ માની લીધી છે. હકીકતમાં લયોપશમભાવમાં પૂર્ણતા છે જ નહીં. વ્રતના ભંગ કરતાં ગુરુની આશાતનાનું પાપ વધુ છે. વ્રતના પાલન માટે સામર્થ્ય ઓછું પડે અને જીવ ચારિત્રમોહના ઉદયને ખાળી ન શકે, અને એને આધીન થઈ જાય તો વ્રતભંગ થઈ જાય છે. અહીં તેને વ્રતભંગ કરવાનો પરિણામ નથી. પ્રબળ ચારિત્રમોહના ઉદયથી નંદીષેણ જેવા ચારિત્રથી ચૂક્યા હોવા છતાં સમ્યગ્દર્શનને જાળવી રાખ્યું છે. અને ગુરુની આશાતના, અવિનય થઈ જતાં નથી, કરીએ તો થાય છે. જ્યાં ગુરુની આશાતના અવિનય આવ્યાં ત્યાં જીવ માર્ગમાં ટકી શકતો નથી. તારક તત્ત્વોની આશાતના એ તીવ્ર દર્શનમોહના ઉદયથી થાય છે. મરિચિને ચારિત્રમોહનો ઉદય સતાવે છે છતાં તેઓ સમકિતથી ભ્રષ્ટ થયા નથી. તારક તત્ત્વો પ્રત્યે આદર, બહુમાન બધું છે. માર્ગની રુચિ, માર્ગનો આદર, માર્ગ પ્રત્યે પ્રેમ અકબંધ છે. બીજાને સાચો જ માર્ગ સમજાવે છે, કારણ કે સમ્યત્વ વિદ્યમાન છે. ભગવાનના કાળધર્મ પછી પણ જેટલા 2010_05 Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આરાધકો આવ્યા તેટલાને માર્ગસ્થ કર્યા છે. પોતાના દોષનો એકરાર, પોતાની ક્ષતિનો ખ્યાલ ચાલુ છે. જીવનમાં શિથિલતા છે, વિચારોમાં શિથિલતા કે ઢીલાશ નથી. આશાતનામાં તો હૈયું ધીઠું બને છે. જ્યાં તારક તત્ત્વો પ્રત્યે ધિક્કાર કે તિરસ્કાર હોય ત્યાં સમ્યક્ત્વ આવે નહીં અને સમ્યક્ત્વની ભૂમિકા પણ ન સર્જાય. ન ફાવે તો છોડી શકાય પણ તરછોડી ન શકાય. અનંતાનુબંધીના ઉદયથી જીવનમાં ધિક્કાર કે તિરસ્કાર આવે છે. જેણે જીવનમાં પ્રેમ ખોયો તેણે જીવનનો સાર ખોયો છે. નિઃસ્વાર્થભાવે “સ્વ-પરની ભેદરેખા વિના વિશ્વભરના જીવોને આપણામાં સમાવવા” એ છે પ્રેમની વ્યાખ્યા. વ્રતનું પાલન હોય કે ન હોય પણ ત્યાં અધ્યાત્મ અને યોગમાર્ગ રહી શકે છે. પણ જ્યાં ધિક્કાર કે તિરસ્કાર છે ત્યાં યોગમાર્ગ કે અધ્યાત્મ હોઈ શકે નહીં. હૃદયને કેળવણી આપવાની છે. હૃદય શુષ્ક કે બુઠું બની જાય એ અધ્યાત્મમાં ચલાવી ન લેવાય. હૃદયમાં વાત્સલ્ય કે પ્રેમતત્ત્વ પેદા ન થાય તો અધ્યાત્મમાર્ગની શરૂઆત પણ નથી. જ્ઞાન ઓછું ચાલે, ધર્મ ઓછો ચાલે, ક્રિયા ઓછી ચાલે, શ્રવણ પણ અલ્પ ચલાવી લેવાય પણ નિર્દભભાવે ધર્મની ઇચ્છા અને તારક તત્ત્વો પ્રત્યે વાત્સલ્ય, પ્રેમ, લાગણી હોવાં જ જોઈએ. દેવપાળનું મને શું વિચારે છે કે સાત નહીં પણ ૭૦ ઉપવાસ થાય તો ચાલે પણ પ્રભુ ! તારો વિયોગ નહીં ચાલે, તમે-અમે બધા ઈચ્છાયોગના ધર્મમાં છીએ, દેવપાળ પણ ઇચ્છાયોગના ધર્મમાં છે પણ દેવપાળની ઇચ્છાયોગ મહાન છે. કારણ કે ધર્મ માટે જે આપવું પડે, જે ભોગ આપવો પડે તે આપવા તૈયાર છે. જ્યારે આપણે ભોગ લીમીટમાં આપીએ છીએ. આપણા સંસારને ગોબો ન પડે તે રીતે ધર્મ કરીએ છીએ. પૈસાના દાન કરતાં જાતનું દાન આપનાર વિરલ હોય છે. જાતનું દાન કઠિન છે. પૈસાનું દાન અપેક્ષાએ સહેલું છે. જેમાં જાતનું દાન ભળે એ દાન ઊંચું કહેવાય છે. અવસર આવે ક્ષત્રિયોમાં ક્ષાત્રવટ ઊછળે છે. ક્ષત્રિય પરણવા જાય ત્યારે પહેલાં ખાંડું (તલવાર) મોકલે છે. તેનું કારણ શું ? પહેલાં હું આને (ખાંડાને) પરણેલો છું. તારી સાથે તો મારું બીજું લગ્ન છે, એટલે આનું કામ પહેલાં કરીશ, પછી તું. ક્ષત્રિયાણી પણ આ સમજે છે. યુદ્ધમાં જવાનું હોય ત્યારે ક્ષત્રિય બચ્ચો ક્ષત્રિયાણીને પૂછવા ન જાય. યુદ્ધની નોબત સાંભળતાં તેનું ક્ષાત્રવટ ઊછળવા માંડે. પરમાત્માનો ધર્મ ક્ષત્રિયનો છે. ક્ષાત્રવટ કેળવ્યા વગર નહીં ચાલે. આજે તમે થોડો ધર્મ કરો છો ને સંસારમાં જોડાઈ જાવ છો ને ઢગલાબંધ કર્મો બાંધી લો છો. 2010_05 Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રેમનું પરિબળ ૧૩૩ બધી વસ્તુ ભૂલીને આ ધર્મની પાછળ પડીશું તો ધર્મ આવશે. ધર્મને જીવનનું ચાલક બળ બનાવવું જરૂરી છે. પ્રન્થિભેદ થવો દુષ્કર છે, પણ તે કર્યા વિના ઠેકાણું પણ નથી. માનો કે તમે ક્ષણે ક્ષણે લાખો કે કરોડો રૂપિયા કમાવ છો. પણ તે વખતે આત્માને જે કાળો કરો છો, પાપ કરીને પાછા ખુશી થાવ છો તો તે વખતે આત્માને વધુ કાળો કરો છો. આ લાખ મેળવતાં જે પાપો કર્યા છે તે કરોડો પ્રયત્ન પણ નહીં જાય. અવિનાશીને ગુમાવીને વિનાશીની પ્રાપ્તિ કરવી તે પરાક્રમ છે કે નાલેશી ? પરાક્રમ શબ્દનો અર્થ કરો. પરને બચાવવા માટે જે આક્રમણ કરે તે પરાક્રમ. વિનાશી ચીજને મેળવવા શક્તિ ખરચે છે તે પરાક્રમ નથી. અર્થ અને કામ માટે વેડફેલી શક્તિ તે અધઃપતનનો માર્ગ છે. તેને પરાક્રમ માનવું તે મિથ્યાત્વ છે. એ પહેલું ગુણસ્થાનક છે. કોઈ પ્રશંસા કરે અને ફુલાઈ જઈએ; કોઈ નિંદા કરે ને કરમાઈ જઈએ તો તે દેહભાવ છે. અને દેહભાવ એ સમ્યક્ત્વ નથી. આત્મભાવ એ સમકિત છે. મરીચી, પ્રશંસામાં ફુલાણા છે એ દેહભાવ છે. સમ્યક્ત્વ ગયું છે ને નીચગોત્ર બંધાયું છે. નીચગોત્ર પહેલા ગુણસ્થાનકે બંધાય છે. સમ્યકત્વ આવતાં ઘણી અશુભ પ્રકૃતિઓનો બંધ છૂટી જાય છે. સંસારમાં પ૦-૧૦૦ લાખ રૂ. મેળવવા એ દેવલોકની ઋદ્ધિ પાસે કાંઈ નથી. સંસારમાં અર્થ અને કામનો પુરુષાર્થ એ પાપનો પુરુષાર્થ છે. તેમાં પોતાની જાતને પરાક્રમી માનવાની ભૂલ ન કરશો. તે વખતે તમારી જાતને જાગૃતિથી બચાવતાં શીખો. અર્થ-પુરુષાર્થને ન્યાય, નીતિ, પ્રામાણિકતાથી નાથી લો અને કામ-પુરુષાર્થને સદાચાર, સંતોષથી નાથી લો. સાધુને સાધુપણાના ગુણો છે કે નહીં ?, શ્રાવકને શ્રાવકપણાના ગુણો છે કે નહીં ? તે જોવું જ જોઈએ. કોઈને ઊતરતા માનવાની ભૂલ ના કરશો. હું સારો છું, પેલો ઊતરતો છે, તેનામાં પહેલું ગુણસ્થાનક પણ વાસ્તવિક નથી. આ દોષદષ્ટિ છે, એ મિથ્યાત્વસૂચક છે. ગુણદૃષ્ટિનો અભાવ સૂચવે છે. અનાચારથી બચવા માટે આચારગ્રંથ બહુ જ ઉપકારક છે. બીજાને ઊતરતા માનવા એ યોગસાધનાના માર્ગમાં બાધક છે. આ જાતનો અહં ઠેઠ નીચે ઉતારી દે છે. કોઈ જીવ ઊંચામાં ઊંચું ચારિત્ર પાળે, સમિતિ - ગુપ્તિનું પાલન પણ સારામાં સારું કરે, નિરતિચાર ચારિત્રમાં રહી શાસ્ત્રાભ્યાસ પણ કરે પણ તેની નજરમાં બીજા જીવો જો ઉતરતા જ લાગે તો આ સાધકનો વિકાસ પણ અટકવાનો, એમાં સંદેહ નથી. બીજી વ્યક્તિ બીજા જીવની ટીકા ટિપ્પણ નથી કરતો પણ પોતે માન-સન્માનની આકાંક્ષા રાખે છે તો તે પણ નીચે ઊતરવાનો. ત્રીજી વ્યક્તિને માન-સન્માનની આકાંક્ષા નથી પણ તે ગુણસ્થાનમાં અટકે તો મંજિલે પહોંચે નહી. 2010_05 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ચોથું ગુણસ્થાનક પણ મુકામ છે. વિશ્રામસ્થાન એટલે મુકામ. દેવલોક પણ મુકામ છે મંજિલ નથી. યોગમાર્ગના સાધકની શુદ્ધિ વધતાં તેને અનાહતનાદ સંભળાય છે. સુધારસ પ્રગટે છે. એનો આનંદ અવર્ણનીય હોય છે. તે ભાવિનું કહી શકે, આગાહીઓ કરી શકે, પણ આ બધું આડપેદાશ by-products છે. એમાં અટકવાનું નથી, લેપાવાનું નથી, પણ આગળ વધીને સાધ્યને મેળવવાનું છે. રોડને સ્ટેશન માનવાની ભૂલ કરી શકાય નહીં. યોગીઓ, અધ્યાત્મની સાધના કરતાં પોતાને જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે કોઈને કહેતા નથી. ગુપ્ત રાખે છે ““જિનહી પાયા તિનહી છિપાયા.” આત્માના આનંદ – નિધાનને ગુપ્ત રાખીએ તેટલી મજા છે. કંઈ થાય ને કહી નાંખીએ તે આછકલાપણું છે. જે આનંદ થાય છે એની અંદરમાં ભરતી કરો. એની અંદરમાં જમાવટ થવા દો. તેને કોઈની પાસે કો નહીં. ઓકી કાર્યો પછી શું રહે ? અધ્યાત્મમાં જે કાંઈ આનંદની અનુભૂતિ થાય, બીજી પણ જે કાંઈ અનુભૂતિઓ થાય, તેને છુપાવવાની છે. કોઈ યોગ્ય આત્માને અપવાદે કહેવાય તે વાત જુદી છે. તમારી પાસે કેટલા પૈસા છે ? કોઈને કહો છો ? ભૌતિક સંપત્તિથી જે ભરાય છે, તે આધ્યાત્મિક સંપત્તિથી ખાલી થાય છે. આત્મિક સંપત્તિથી જે ભરાય છે, તે આધ્યાત્મિક સંપત્તિથી ભરાય છે. તમારે શેનાથી ભરાવું છે ? બાહ્ય-આત્યંતર બેયથી કોઈ ભરાતાં નથી. એકથી ભરાય તે બીજેથી ખાલી જ થવાનો છે. તમે તમારું લક્ષ્ય target નક્કી કરો. બાહ્ય ચીજોથી. ખાલી થવા માંડો, બાહ્ય ચીજો આપવા માંડો તો આધ્યાત્મિક સંપત્તિ તમારા ચરણોમાં આળોટશે. પણ આપણે તો આ બધું મારી પાસે રહે અને મને અધ્યાત્મ જોઈએ. મારે અંદરથી ભરાવું છે-તો બહુ વાર છે. રાજગૃહીનો પૂનમચંદ શેઠ એક વખતનો પુણિયો બન્યો છે. બધું હતું, પણ બાહ્યથી ખાલી થયા ને પોતે અંદરથી ભરાઈ ગયા. જગતના બાહ્ય પદાર્થની ઇચ્છાઓ, આસક્તિઓ એ તમને ઇચ્છાયોગમાં પણ આવવા ન દે. અધ્યાત્મયોગમાં ત્રણ યોગમાં ઈચ્છાયોગ પ્રથમ છે, પણ આ ઈચ્છાયોગને જેવો-તેવો માનશો નહીં. ઇચ્છાયોગ પણ ઘણો ઊંચો છે. અનંતીવાર દ્રવ્યક્રિયા કર્યા પછી ઈચ્છાયોગ આવે છે. અનંતીવાર ઇચ્છાયોગ આવ્યા પછી શાસ્ત્રયોગ આવે છે અને અનેકવાર શાસ્ત્રયોગ આવ્યા પછી સામર્થ્યયોગ આવે છે. આ સંસારમાં જીવને રાગ-દ્વેષ; અર્થ-કામનો અનાદિકાળથી અભ્યાસ છે. એને તોડવા માટે અનંતીવાર દ્રવ્યક્રિયાઓ કરવી પડે છે. “આ નકામી ગઈ” એનો અર્થ એ નથી કે ભાવ પામવા માટે ક્રિયાઓ નકામી છે. એનો અર્થ એ જાણવો કે ભાવનું લક્ષ્ય નહોતું રાખ્યું માટે ભાવ આવ્યો 2010_05 Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રેમનું પરિબળ ૧૩૫ નહીં. ખેડૂતે જમીન ખેડી, બધું કર્યું પણ ધાન્ય ન થયું, કારણ બીજ નહોતું વાવ્યું. સમ્યકત્વ વિનાની દાનાદિક ક્રિયાઓને નિષ્ફળ કહેનારાએ સમજવું જોઈએ કે સ્વરૂપનું લક્ષ્ય નહોતું' માટે ક્રિયાઓ કાર્યક્ષમ બની નથી પણ તેનાથી ક્રિયાઓની કાર્યક્ષમતા હણાતી નથી. કારણકે સમ્યકત્વ પામવા માટે પણ ભાવના લક્ષ્યપૂર્વક દાનાદિક ક્રિયા કરવાનું વિધાન છે. જેણે આચારમાર્ગ છોડ્યો છે, જેઓ આચારમાં ઢીલા છે તેના નિશ્ચયનાં ઠેકાણાં નથી. આચાર એ સ્ટેન્ડ છે, આચાર એ પાયો છે, આચારને પકડીને નિશ્ચયનો જમ્પ મારવામાં કોઈ જોખમ નથી. તે પડશે તો પણ સદ્ગતિ. આચારને અણીશુદ્ધ પાળવાના લક્ષ્ય સાથે કરેલી નિશ્ચયની સાધના મુક્તિને અપાવે છે. પણ તેમાં સ્વરૂપનું લક્ષ્ય અને ભાવોલ્લાસ ભળવા જોઈએ. ઔદંપર્ય સુધી પહોંચવાનું છે નહીંતર નુકસાન થાય. આચારમાં જે શિથિલ બન્યા છે તેના પરિચયમાં મજા નથી. આચાર એ તો મર્યાદા boundry છે. આચારને છોડીને નિશ્ચયમાં જાય તો હાડકાં ભાંગી જશે. આચારને અણીશુદ્ધ પાળે તો સગતિ. શાસ્ત્ર ભણવાથી ક્ષયોપશમ માર્ગસ્થ થાય કે ન પણ થાય. પણ પરમાત્માની ભક્તિથી ક્ષયોપશમ એવો થાય કે તે માર્ગસ્થ બને છે. દેવપાલને વિષ – ગરલ અનુષ્ઠાન કોઈએ શીખવાડ્યું છે ? પણ આ બધું ક્યાંથી આવ્યું ? સાંસારિક આપત્તિના નિવારણ માટે, અસમાધિથી બચવા માટે, સામર્થ્ય અને સત્ત્વ ઓછું હોય અને પરમાત્મા પાસે માંગો તો એટલા માત્રથી ઇચ્છાયોગ નથી એમ નહીં. તમને પોળનાં ઘર નાનાં લાગ્યાં માટે ફૂલેટમાં આવ્યા, ફૂલેટમાં ન્યુસન્સ લાગ્યું અને સ્વતંત્ર બંગલામાં આવ્યા. આમાં ક્યાંય ધર્મ દેખાય છે ? શાસન પરમાત્મા સ્થાપે છે, પણ પરમાત્મા શાસન ચલાવતા નથી માર્ગની પ્રાપ્તિ કરાવનાર ગુરુ તત્ત્વ છે, ચલાવનાર ગુરુ તત્ત્વ છે, જે કાયદા-બંધારણ ઘડે તે ન્યાયાધીશ ન બની શકે, બંધારણ ઘડનાર અને ન્યાય આપનાર જુદા હોય છે. તીર્થ સ્થાપવાનું કામ તીર્થંકરો કરે છે. તીર્થ ચલાવવાનું કામ ગણધરો-ગુરુભગવંતો કરે છે. શાસન સ્થપાય નિષ્કષાયથી અને શાસન ચાલે કષાયવાળાથી. આ ગુરુ ભગવંતો શિષ્યોને જ્યાં જે કરવા જેવું હોય તેનું સ્મરણ કરાવે “સારણા', જે ખોટું કામ હોય તેનાથી અટકાવવા રૂપ “વારણા', એક વખત ના કહ્યા પછી ફરી કરે તો કડક ભાષાથી કહેવું-આંખો લાલ કરવારૂપ ચોયણા', અને પછી તાડના તર્જના કરવા રૂપ “પડિચોયણા' કરે છે. પરંતુ 2010_05 Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ શ્રી તીર્થકર ભગવંતો લાલ આંખો કરી શકે ? તાડના કરી શકે ? ના. આચાર્યથી શાસન ચાલે છે. તેમના બે ગુણો છે. (૧) ભીમ (૨) કાંત. ભીમ ગુણથી દુર્જનો આવતાં ડરે અને, કાન્ત ગુણથી – પ્રેમ વાત્સલ્યથી સજ્જનો આવી શકે છે. તીર્થકરોમાં ભીમ - કાન્ત ગુણ ન હોય વીતરાગને કાત્ત પણ ન કહેવાય. ભીમ પણ ન કહેવાય. વીતરાગતા તે બંનેથી જુદી છે કષાય હોવા છતાં કષાય ન સ્પર્શવો એ અધ્યાત્મની ઊંચી દશા છે. “સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ” એ ગયું ત્યારથી ભલે બધા ડીગ્રીધરો પાક્યા કહેવાય. પણ આ ગ્રેજ્યુએટ અભણના શિરતાજ હોય છે. નીતિ કહે છે કે બાળકનું પાંચ વર્ષ સુધી લાલનપાલન કરવું. છઠ્ઠા વર્ષથી ભૂલ થાય ત્યાં તાડન-તર્જન હોય જ. તાડન = મારવાનું, તર્જન = ધમકાવવાનું. “જો આવું ન કરે તો ઘરમાંથી કાઢી મૂકીશ.” આવું પંદર વર્ષ સુધી જ કહેવાય. આટલા વર્ષમાં સમજી ગયો જ હોય. પછી ભૂલ હોય તો મિત્રની રુએ કહેવાય. નીતિશાસ્ત્રની ઉપર ધર્મશાસ્ત્ર છે. કોઈ શાસ્ત્રો ધર્મશાસ્ત્રને overtake ન કરી શકે. ધર્મશાસ્ત્ર ઉપર પણ અધ્યાત્મ શાસ્ત્રો છે. ચક્રેશ્વરી દેવી દેવપાલ ઉપર પ્રસન્ન થયાં છે વરદાન માંગવાનું કહે છે. દેવપાલ : ભક્તિના બદલામાં ભક્તિ જ માગે છે. દેવી : ભક્તિથી એટલું બધું પુણ્ય ઉપાર્જન થયું છે કે આજથી સાતમે દિવસે રાજ્ય મળશે. દેવપાલને માથું કૂટવા જેવું થયું. દેવી કહી ગઈ, પણ ઉપાધિ મૂકતી ગઈ. સંસારની વિષયવાસના નીકળી જાય, સંસારમાં ત્રાસ અને વિડંબણા દેખાય – આ સ્થિતિથી યોગની પ્રાપ્તિ થઈ શકે છે. અધ્યાત્મ શાસ્ત્ર આ લોક, પરલોક, ભવોભવ સુધી ઉપકારક છે. અધ્યાત્મ સ્પર્શે તેને બધું ઉપાધિ લાગે. સાચો મુનિ તે છે, કે જેને શિષ્ય પણ ઉપાધિ રૂપે લાગે. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જીનેશ્વર; હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જીનેશ્વર, 2010_05 . Page #160 -------------------------------------------------------------------------- ________________ આર્યસંસ્કૃતિની ઝલક ધર્મ કરવાની ઈચ્છા છે જેમાં એવો જે ધર્મવ્યાપાર તે ઇચ્છાયોગ છે. આ ઇચ્છાયોગ ઊંચી કક્ષાનો કેવી રીતે બને ? અને ન હોય તો આવે કેવી રીતે ? આ પ્રશ્નને બહુ સાવધાનીથી ઉકેલવા જેવો છે. જેઓ પાંચે ઈદ્રિયોના ત્રેવીશ વિષયોમાં લીન બને છે, અને તેમાં સુખ દેખાય છે. જેનું જીવન લૌકિક બની ગયું છે. લોકો જે કરે તે જ કરે, ખાવું-પીવું-પહેરવું-ઓઢવું, મોજ-શોખ, એશ-આરામ એ જેમના જીવનમાં મધ્ય સ્થાને છે. એવા જીવો ધર્મ કરે તો પણ ઈદ્રિયોના વિષયોને જ કેન્દ્રસ્થાને રાખે છે. સાંસારિક કરણીથી વ્યાપ્ત જીવોમાં ઇચ્છાયોગ આવી શકતો નથી. ધર્મકરણીના અવસરે પણ જેનો ઉપયોગ વિષયોમાં પ્રસ્ત હોય છે. આમ જીવે પ્રત્યેક ભવોમાં સંજ્ઞાની જ પુષ્ટિ કરી છે. ગાય ભેંસ, કૂતરા, બિલાડા, વગેરે તિર્યંચના ભાવોમાં આ જીવે ફક્ત કષાયો, સંજ્ઞાઓ, ગારવની પુષ્ટિ સિવાય શું કર્યું છે ? ધર્મ, મોક્ષ, યોગ વગેરે શબ્દો પણ તે ભવમાં સાંભળવા મળતા નથી, તો પછી પામવાની વાત તો ક્યાંથી શક્ય બને ? વિષયની કરણીઓ તો અનંતાભવમાં સુલભ હતી. ત્યાં ઇચ્છાયોગ આવ્યો નથી. મનુષ્યભવમાં પણ આ જ કરણીઓ ઘૂંટ્યા કરીશું, મન-વચન-કાયાની અવળી જ પ્રવૃત્તિ કરીશું, તો સાધના ક્યારે કરીશું ? આદિશ અને આર્યકુળમાં જ જીવને સાધનાનો યોગ પ્રાપ્ત થાય છે. ઇચ્છાયોગ વિનાની ધર્મક્રિયા વાસ્તવિક ધર્મકરણી કહેવાતી નથી. લૌકિક કરણીનો રસ ઘટાડો અને લોકોત્તરવાસ્તવિક કરણીનો સ્વીકાર કરો. જીવનને વધુ ને વધુ ધર્મકરણીથી વ્યાપ્ત કરી દો. જ્ઞાનીની બતાવેલી ક્રિયાઓ જ એવી છે કે જે આજે નહીં તો કાલે ભાવને ખેંચી લાવશે. જો સંજ્ઞાઓ ઉપર, વિષયો ઉપર, સંસારની કરણી ઉપર, કાપ મુકાય તો જ સફળતા માનજો. જુઓ, મનુષ્યનો જન્મ, તેનો સમય, એ ભવમાં મળેલી શક્તિ, મળેલી બુદ્ધિ, મળેલા પૈસા, મળેલ સંયોગ કિંમતી છે. તેનો સદુપયોગ કરી લો. ભોગને બદલે યોગમાં વ્યય કરો. આટલી સામગ્રી મળવા છતાં, આપણે અપૂર્વ ચીજ પામવાનું ભૂલી રહ્યા છીએ, એ પોતાની જાતનો અક્ષમ્ય અપરાધ છે. પુણ્યના ઉદયને વેડફવાથી પાપ બંધાશે, તેનો સદુપયોગ કરવાથી પુણ્યની સરવાણી ચાલુ રહેશે. અંતર્મુખ બનીને પરમાત્મા બનવા માટે આ ભવ મળ્યો છે. જિનશાસનસંપન્ન મનુષ્યભવની પ્રત્યેક પળ પર્વાધિરાજ પર્વ સમાન છે. તેમાં અનંતી કમાણી કરવાનો અવસર છે અને અનંતાભવોના કર્મોના ચોપડાની એન્ટ્રીનો નાશ કરવાનો અવસર છે. લૌકિકમાંથી લોકોત્તરમાં 2010_05 Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ જઈશું તો ઇચ્છાયોગ પામી શકાશે. પૈસાના, સમયના, બુદ્ધિના, શક્તિના સદુપયોગથી ઈચ્છાયોગના ધર્મમાં આવી શકાય છે. સંયોગો, શક્તિ વગેરેને સંસારમાં જોડશો તો જન્મ-મરણની પ્રાપ્તિ થશે. સંયોગો, શક્તિ વગેરે ધર્મમાં જોડશો તો ઇચ્છાયોગની પ્રાપ્તિ થશે. નક્કી કરો કે બને તો હવે મૌન લેવું છે, વાતો-વિકથા નથી કરવી, ટેસ્ટથી ખાવું-પીવું નથી. જે મોજ-મજા કરીએ છીએ તે નથી કરવી. વીક-એન્ડમાં પીકનીકને બદલે તીર્થે જવું છે. અનંતકાળથી જે કરતા આવ્યા છીએ તેના ઉપર કાતર મૂકવાની છે. વધારે ને વધારે તપ-ત્યાગ, દાન-શીલ, સામાયિક, પ્રતિક્રમણ, પૂજા વગેરે કરવાં છે. આવી લગન લાગી છે ? આત્માને આત્માનું સ્વરૂપ સમજાયું નથી, માટે તે તરફ જવાની ઇચ્છા જ નથી થતી. આત્માના ઐશ્વર્યનો ખ્યાલ જ નથી. આત્માના અજ્ઞાન જેવું એકે પાપ નથી. આજે આત્માને સંસારના આ નાટકમાં જ મજા આવે છે. આજે આ આત્માને કોઈના બાપ થવું પડે, કોઈની મા થવું પડે, કોઈની પત્ની થવું પડે, કોઈના દીકરા થવું પડે, અજન્માને જન્મ લેવો પડે, સ્વયંભૂને ઉત્પન્ન થવું પડે આ બધી નાલેશી છે. આમાં કોઈ બુદ્ધિમત્તા નથી. સભામાંથી : અમે સાધુની ભક્તિ કરવા (વહોરાવવા) માટે સંસારમાં રહ્યા છીએ. ઉત્તર : તમે પંચપરમેષ્ઠીની સેવા-ભક્તિ કરવા માટે જો સંસારમાં રહ્યા હોત તો મોડા-વહેલા તમે મારી જોડે પાટ ઉપર આવ્યા હોત. તમારી વાત જો સાચી હોત તો ઓઘાની વફાદારીએ તમને ઓઘો આપ્યો જ હોત !!! આજે જેટલું ભક્તિમાં ખર્ચો છો એના કરતાં કંઈ ગણું સંસારમાં ખર્ચો છો. જરૂરિયાત, સગવડ પૂરી થયા પછી પણ મોજશોખમાં જીવનને વેડફો છો. (આ સંસારમાં સારા ગણાતા લોકો આંતરિક રીતે, મોટે ભાગે ભ્રષ્ટ હોય છે) તમે પ્રામાણિકતાથી કહો કે તમને ધર્મ કરતાં સંસારનું સુખ વધારે ગમે છે કે નહિ ? ના બેડામાં (મારવાડમાં) મુક્તિચંદ્રસૂરિ મ.સા. ઉપધાન કરાવ્યા. ૪૫ દિવસમાં થયેલી ભૂલોની આલોચના આપવાની હતી. મારવાડણ સ્ત્રીઓ બહુ રૂઢિચુસ્ત. ઘૂમટા કેટલા તાણે ? ઓઝલમાં જ રહે. આચાર્ય ભગવંત તે બાઈઓને કહે છે કે તમે (૧) રાત્રીભોજન ત્યાગ, (૨) સીનેમા ત્યાગ, (તે વખતે ટી.વી. નહોતાં) આ બે ચીજો જીવનભર માટે સ્વીકારી લો તો તમારી બધી આલોચના માફ !!! એનો સાફ ના પાડે છે. તો શું એમને ૪૫ દિવસના ઉપધાન ગમ્યા કહેવાય ? એમને ૪પ દિવસનો ત્યાગ ગમ્યો કહેવાય ? બેનો કહે છે પૌષધ કરશું, ઉપવાસ આલોચના માટે કરી આપીશું, 2010_05 Page #162 -------------------------------------------------------------------------- ________________ આર્યસંસ્કૃતિની ઝલક ૧૩૯ પણ આ બે ચીજનો કાયમી ત્યાગ અમારા માટે શક્ય નથી. શાસ્ત્રો કહે છે પ્રતિષેધનો ત્યાગ પહેલો જરૂરી છે. પછી કર્તવ્યનું પાલન આવે છે. ધર્મ વિધિ-નિષેધ ઉભય સ્વરૂપ છે. પણ આ સત્ય આજે કોઈને સમજાતું નથી. ભગવાનની ભક્તિ કરનારા માટે પણ શ્રી અજિતશાંતિ સ્તોત્રમાં કહ્યું કે, વેરવિઉત્તા, ભત્તિસુજતા''-સર્વ જીવો જોડેના વૈરના ઝેરને નિચોવીને, વૈરથી રહિત થઈ. ભક્તિમાં જોડાવાનું છે. આજે લોકોને ભક્તિ કરવી પાલવે છે પણ વૈરની વસૂલાત છોડવી નથી. હૃદયના સિંહાસન ઉપર વૈરાગ્નિ જળતો હશે તો ત્યાં પરમાત્માનું સિંહાસન ક્યાંથી મુકાશે ? સંસારનો રસ ઓછો કરવો એ ધર્મ પામવા માટેની પૂર્વ શરત છે. તમે ફ્રીજનાં પાણી છોડી શકશો ? એ.સી. છોડવાની તૈયારી છે ? અંદરમાં ઠામઠામ વૈષયિક સુખની લાલસા ભરેલી પડી છે. આત્માના પ્રત્યેક પ્રદેશો ઉપર વિષયાસક્તિના કાદવો ઉડેલા પડ્યા છે, એ વિષયાસક્તિને તોડીશું ત્યારે ધર્મ આવશે. જુઓ દરેક કાળમાં સાધુ-સાધ્વી થોડા રહેવાના, શ્રાવક-શ્રાવિકા વધારે જ રહેવાના. શ્રાવક તેને કહેવાય કે, જે ધર્મને સદહે, પુણ્યને વાવે, પાપને કાપે, દિનપ્રતિદિન શ્રાવકની શ્રદ્ધા વધતી જાય, પાપપ્રવૃત્તિ ઘટતી જાય, ને પુણ્યાનુબંધી પુણ્ય વાવતો જાય. A = કૃતિ રૂતિ શ્રાવ : શ્રાવક, ધર્મનું શ્રવણ નિરંતર કરે. શ્રવણ પછી તેને સદહે. જે જ્ઞાન શ્રદ્ધામાં પરિણામ પામ્યું છે તે જ જ્ઞાન ઉપયોગી બની શકે છે. વ = ધનાદિ બધી શક્તિને ૭ ક્ષેત્ર અને જીવદયામાં વાવે. ને પુણ્યાનુબંધી પુણ્ય મેળવે. ક = અઢાર પાપોને જીવનમાંથી કાપતો જાય, કાપતો જાય. આપણાં જીવન પાપથી ભરેલાં છે. ચોવીસ કલાક આટલાં બધાં પાપો નિરંતર થયા જ કરે, થયા જ કરે, અને સામે એક કલાકનો ધર્મ-શું અસર કરે ? જુઓ, પાપ થવું એ મોટી વાત નથી. અનાદિના સંસ્કારો, અને અશુભનિમિત્તો આ બે ભેગાં થાય તો દારૂ + દેવતા મળતાં વિસ્ફોટ થાય છે તેમ પાપો રાચીમાચીને થવાની સંભાવના ઊભી થાય છે જે બહુ સાત્વિક, જાગૃત, અંતર્મુખ, હોય તે જ બચી શકે. કલિકાળમાં સાત્ત્વિકતાનો દુકાળ છે. દરેક કાળમાં સાત્ત્વિક જીવો ઓછા જ હોવાના. પણ પાપો થઈ ગયા પછી પાપો તમને ડંખે છે ? ખટકે છે ? તમારા જીવનમાં ઈચ્છાએ કે અનિચ્છાએ, રસપૂર્વક કે રસ વિના, જાણતાં કે અજાણતાં કરાયેલાં કયા પાપો ખટકે છે ? જે ચીજ જીવનમાં ખટકે છે, તે નીકળ્યા 2010_05 Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ વગર રહે નહિ, એ કાયદો છે. આંખમાં પડેલું તણખલું, પેટમાં ઊપડેલું શૂળ, પગમાં વાગેલો કાંટો, દાંતમાં ભરાયેલું ફોતરું ક્યાં સુધી રહે ? તેમ જીવમાં પાપ ખટકે તો ક્યાં સુધી રહે ? તે નીકળે જ. જૈનદર્શનમાં જે વિવેક છે તે બીજાં દર્શનો પાસે નથી. ના સીસોદિયા વંશની ઉત્પત્તિનો ઇતિહાસ પણ આર્યાવર્તની સંસ્કૃતિની સાક્ષી પૂરે છે. રાણા પ્રતાપ સીસોદિયા વંશના છે. આ વંશ શરૂ થયો છે તેમાં જીવદયાની સંસ્કૃતિ જવાબદાર છે. આ વંશમાં પૂર્વે જે રાજા થયો. તેને કોઈ રોગ થયો. એ રોગના ઇલાજ માટે ચારેબાજુ દોડધામ થઈ. અંતે એક ઉપાય કામયાબ નીવડ્યો. રાજા નિરોગી થયો. પછી પૂછે છે કે ક્યા ઉપાયથી મને સારું થયું ? તે જાણવું છે તો તેવી દવા બીજા રોગીને પણ આપી શકાય. આ દવાની રીત જાણી. તેમાં પંચેંદ્રિયનો ઘાત થયો હતો એટલે રાજાને આ સાંભળી ઘણું દુ:ખ થયું. મારા આત્માને બચાવવા પંચંદ્રિયનો વધ થયો ? જાત ઉપર નફરત થઈ. સંસારમાં નીવો નીવર્ય નીવનકુની પ્રતીતિ થઈ. ખૂબ દુઃખ થયું. આત્મા જાગૃત હતો. દોડ્યો ગુરુ પાસે, પ્રાયશ્ચિત્ત લેવા માટે ! સંન્યાસી પાસે પ્રાયશ્ચિત્ત માંગ્યું. અન્યદર્શનમાં વિવેક બહુ ઓછો છે. ગરમ-ગરમ સીસું પીવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું. રાજા પણ ગરમ ગરમ સીસું પીને મરી ગયો. ત્યારથી તેના વંશજો સીસોદિયા કહેવાયા. આર્યને પાપ ખટકે છે, અનાર્યને દુઃખ ખટકે છે અને જૈનોને (દુઃખના કારણભૂત) સુખ ખટકે છે. તમને શું ખટકે છે ? જાતનું પોસ્ટમોર્ટમ જાતે જ કરવાનું છે. વ્યાખ્યાન સાંભળીને આત્મગવેષણા કરશો તો શાસન મળ્યાની સાર્થકતા છે. જો આમ રાજા અન્યદર્શનમાં જન્મ્યા હતા. બપ્પભટ્ટસૂરિ તેમના ગુરુ હતા. પૂર્વભવના સંબંધો ચાલ્યા આવે છે. બન્ને ગોઠિયા હતા. તેના ગુરુએ તેને પ્રતિબોધ કરવાની ઘણી કોશિશ કરી. ઘણી મહેનતના અંતે કંઈ પરિણામ ન આવ્યું એટલે કંટાળીને તે વિહાર કરે છે. ત્યારે દેવી કહે છે કે, ““મરતાં મરતાં આ તમારાથી જ પામશે.' આમ રાજા એક દિવસ બહાર નીકળ્યો. ચંડાળની ઝુંપડી જોઈ. ચંડાળની સ્ત્રી સાથે ભોગ ભોગવવાનું મન થયું. ત્યાં સ્ત્રી પાસે પહોંચ્યો. પણ અંદરના વિવેકે વિચાર આપ્યો કે આટલી હદ સુધી પતન ? પાછા ફર્યા. મનમાં પારાવાર પશ્ચાત્તાપ થયો છે. લાવ, મારા સંન્યાસી પાસે જાઉં અને પ્રાયશ્ચિત્ત કરું ! રાજા સંન્યાસી પાસે ગયા અને મનના અશુભ વિચારો બદલ પ્રાયશ્ચિત્ત માંગ્યું. અને કહ્યું કે હું રાજા છું એમ માનીને મને ઓછું પ્રાયશ્ચિત્ત આપશો તો તલવારથી માથું કાપી નાંખીશ. શાસ્ત્ર મુજબ જે યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે 2010_05 Page #164 -------------------------------------------------------------------------- ________________ આર્યસંસ્કૃતિની ઝલક ૧૪૧ તે જ આપશો. કારણ કે કોઈપણ સંયોગોમાં મારી આત્મશુદ્ધિ થવી જોઈએ. સંન્યાસીએ કહ્યું કે લોઢાની પૂતળી ચારે બાજુથી તપાવવામાં આવે અને તેને તું ભેટે તો તારું પાપ ખપે. રાજા કહે કબૂલ, પાપથી મુક્તિ મળતી હોય તો મરી જવા પણ તૈયાર છું. પણ ભવિતવ્યતા કાંઈક જુદી હશે. બપ્પભટ્ટસૂરિને આ પ્રસંગની ખબર પડી. ત્યાં પહોંચી ગયા. રાજનું ! એક મિનિટ થોભી જાવ. મારે તમને મળવું છે. તમે મનથી પાપ કર્યું છે કે કાયાથી ? મનથી કર્યું છે તો તેની સજા મનથી પણ ભોગવાઈ જશે. તમે મનથી લોઢાની પૂતળીને ભેટવા તૈયાર થયા છો તો બસ, પાપ મરી ગયું. મનથી પાપ કરનારાને કાયાથી કેવી રીતે પ્રાયશ્ચિત્ત હોઈ શકે ? બસ, આમ રાજાને આ વાત બેસી ગઈ અને રાજા બચી ગયો. પાપ કરતી વખતે જીવ કેવો છે ? પ્રાયશ્ચિત્ત કરતી વખતે જીવ કેવો છે ? જૈનશાસન એના પર પાપની ટકાવારી મૂકે છે. વળી પ્રાયશ્ચિત્ત આપનારા ગુરુ કેવા છે ? પૂર્વધર છે, જ્ઞાની છે, કેવળી છે. તો પાપથી છૂટી શકાય છે. કેવળી તમારા પરિણામને જોઈને કહી શકે છે. “શુદ્ધો સિ' તું શુદ્ધ થયો છે. પ્રાયશ્ચિત્તનો પ્રાણ છે પશ્ચાત્તાપ. પાપભીરુતા ગુણ હોય તો પશ્ચાત્તાપમાં તીવ્રતા આવી શકે છે. સરળતાપૂર્વક આલોચના કરવાની છે. ધર્મ સરળ આત્મામાં રહે છે. ઘHો સુદ્ધસ વિઠ્ઠ | અને સરળ આત્માની શુદ્ધિ થાય છે. મોદી ડગુમ. આલોચના એટલે તમારી કાળી કિતાબને ખુલ્લી કરવાની છે. વાંચનાર ગુરુ તમારું પિક્સર જાણે સાક્ષાત્ જોઈ રહ્યા હોય તેવું લાગે, એટલું વિસ્તારથી લખવું જોઈએ. બોલો થયું એ થયું. પણ હવે શુદ્ધ થઈ જવું છે ? તમારાં પાપો તમને ડંખે છે ? આ ભવમાં શુદ્ધિ ન કરો તો આ ભવમાં કરેલાં પાપો, પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત, શુદ્ધિકરણ કરવાનું આ ભવમાં ચૂક્યા અને ભવાંતરમાં પ્રાયશ્ચિત્ત કરવાનું રાખ્યું તો ૫૦% યોગ્યતા નષ્ટ થઈ જાય છે. કારણ કે આત્મા નિષ્ફર બન્યો છે અને બીજા - ત્રીજા ભવમાં ગયો તો તો યોગ્યતા નષ્ટ થઈ જાય છે. બસ, પછી તો દુર્ગતિના ભવોમાં, તિર્યંચના ખાડામાં જન્મ મરણ કરવાના રહ્યા. આજે લોકોત્તર શાસન મળ્યું છે. આપણાં કરેલાં પાપો જગતને કહેવાના નથી. અયોગ્ય સ્થાને પાપો કહો તો દોષ લાગે છે અને યોગ્યને ન કહો તો પણ દોષ લાગે છે. જે આત્મા પચાવી ન શકે તેને કહેવું તે પાપ છે. તમારાં પાપો તમારી પત્નીને ન કહેવાય અને કહો તો તે આત્મા અધર્મ પામે અને ધર્મથી ભ્રષ્ટ થાય એવી મોટી સંભાવના છે, માટે ન કહેવાય. - આપણાં કરેલાં પાપો જગતમાં કોઈને જ કહેવાના નથી. કોઈ પૂછે કે, તે આ પાપ કર્યું હતું ? તો “ના” કહે. આ જવાબ પાપ છુપાવવા 2010_05 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ માટે નથી. આમાં માયા નથી. પણ સામો આત્મા પચાવી શકે તેમ નથી માટે આ જવાબ આપ્યો છે, તમારે આબરૂ સાચવવી હોય, જગતમાં સારા કહેવરાવવું હોય તો આ માયા એ દોષ સ્વરૂપ બની જાય છે તો તમારા જેવો દંભી, પાપી કોઈ નથી. સ્ત્રી કરતાં સામાન્યથી પુરુષની બુદ્ધિ વધારે હોય છે. સ્ત્રી ભવ મળ્યો. હવે પોતાની બુદ્ધિને નિર્મળ કરવી, સ્વચ્છ કરવી આગળ વધારવી એ શક્યતા ઓછી થઈ ગઈ. [સંસારવર્તી મોહાધીન જીવો જગતમાં કશું પચાવી શકતા નથી] મા ગાંધીજીમાં પાપભીરુતા, સરળતા ભલે છે. પણ વિવેક નથી. મારો બાપ મૃત્યુ પામ્યો છે. શબ પડ્યું છે. પણ હું મારી પત્ની વિના રહી શક્યો નથી. આ એમની સરળતા ભલે ઘણી છે પણ બધાને કહીને ફાયદો શું ? એનાથી લાભ શું ? જ્યાં ત્યાં ન કહેવાય. અયોગ્ય સ્થાને ન જ કહેવાય અને યોગ્ય સ્થાને કહેવું જ પડે. પાપના પ્રાયશ્ચિત્તની યોગ્યતા આ ભવમાં જ છે. પાપ ખટકે છે ? ઢાંકવાં છે કે સુયોગ્ય સ્થાને ખુલ્લાં કરવાં છે ? અંદરમાં આટલા બધા મળ પડ્યા છે. અંદરમાં જ્યાં વિષયાસક્તિ જામ પડેલી છે. ત્યાં ધર્મક્રિયા કરે કેવી રીતે ? ધર્મક્રિયા કરે તો પણ તેનું યથાર્થ ફલ કેવી રીતે મળે ? પુણ્યાનુબંધી પુણ્ય ન બંધાય. અંદરના મળો વિશિષ્ટ ભાવોને પેદા જ ન થવા દે. આવો મનુષ્યજન્મ માત્ર નિષ્ફળ છે એમ નહીં પણ નુકસાનકારક પણ છે. પશ્ચાત્તાપ ન થાય તો પણ આલોચના લેવી કે ન લેવી ? પશ્ચાત્તાપ દરેકને આવે એવું નથી. કોઈને થોડો પશ્ચાત્તાપ થાય કે, મેં આ ખોટું કર્યું એટલું જ થાય. કોઈને પારાવાર પશ્ચાત્તાપ થાય. દુઃખી દુઃખી થઈ જાય. પશ્ચાત્તાપ ન હોય તો પશ્ચાત્તાપ લાવવા પ્રયત્ન કરવો, પણ પ્રાયશ્ચિત્ત તો લેવું જ રહ્યું. જ સીતાજીનો પૂર્વભવ છે. તેઓ વેગવતી નામની બ્રાહ્મણ કન્યા છે. તે વખતે ગામમાં એક જૈનાચાર્ય અતિશય પ્રભાવિક હતા. અનેક લોકો તેમનાથી ધર્મ પામતા હતા. કન્યાથી આ સહન ન થયું. વસંતઋતુમાં બધી વનસ્પતિ ખીલે છે ત્યારે જવાસો સુકાય છે. આ કન્યા પણ આચાર્યના ઉત્કર્ષથી કરમાઈ જાય છે અને આચાર્યશ્રીને કલંક આપે છે. લોકો આવતા બંધ થઈ ગયા. ધર્મ પામતા અટકી ગયા, ઉર્દુ અધર્મ પામવા લાગ્યા. બસ, અહીં જ પાપ બંધાઈ ગયું. આચાર્ય મહારાજને પોતાની પ્રતિષ્ઠાની પડી નથી પણ શાસનની અપભ્રાજનામાં પોતે નિમિત્ત બની ગયા એનું પારાવાર દુઃખ છે. મહાત્મા વિચારે છે કે મારા પૂર્વભવના કોઈ પાપનો ઉદય છે. પણ શાસનનું શું ? અને ચારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો. નજીકની અધિષ્ઠાયક દેવી જાગી. એણે વેગવતીને ગાંડી બનાવી દીધી. જીવને પાપ કરતાં જેટલો રસ 2010_05 Page #166 -------------------------------------------------------------------------- ________________ આર્યસંસ્કૃતિની ઝલક ૧૪૩ આવે છે તેટલો કે તેના કરતાં વધારે રસ પ્રાયશ્ચિત્તમાં આવવો જોઈએ. પોતાની ભૂલનો ખ્યાલ આવતાં તેણે મહાત્માની માફી માગી, પશ્ચાત્તાપ કર્યો. આપ તો શુદ્ધ છો, અજ્ઞાની એવી મેં આપની પર ખોટું આળ ચઢાવ્યું હતું પ્રાયશ્ચિત કરવા છતાં તે પાપના અંશો રહી ગયા. તેના કારણે વેગવતી મરીને સીતાજી બન્યાં. રામચંદ્રજીની પત્ની બનવા છતાં, પુરુષોત્તમ પતિ મળવા છતાં, સીતા શુદ્ધ હોવા છતાં, આ ભવની કોઈ ભૂલ ન હોવા છતાં, એ જ પુરુષોત્તમથી ત્યજાયાં. એ પણ બીજાના કહેવાથી. કર્મસત્તાનો અટલ સિદ્ધાંત છે. માનવભવમાં નિર્મળ બુદ્ધિ મળવી જોઈએ. આ બુદ્ધિ સૂક્ષ્મ, તીક્ષ્ણ, સ્વચ્છ જોઈએ તો આગળનો માર્ગ કપાય, સંસારસાગર તરાય. આ પુણ્ય, આવી બુદ્ધિ જેની પાસે છે, તેના પુણ્યની કોઈ માજા નથી. કરોડપતિનું કે સત્તાધીશનું પણ પુણ્ય આ પુણ્ય પાસે વામણું છે. બુદ્ધિમાં મોહનીયકર્મનો ક્ષયોપશમ ભળે એટલે બુદ્ધિ પ્રજ્ઞા બની જાય. આ સમ્યબુદ્ધિ પ્રજ્ઞા એ પ્રકાશસ્વરૂપ છે. - આલોચના અને શુદ્ધિકરણ વિના ધર્મનો રંગ જામે નહીં. તમારે આલોચનાથી શુદ્ધિ કરવી નથી. ટી.વી. વગેરે પાપો છોડવાં નથી અને ધર્મ જોઈએ છે-લગભગ અસંભવિત વાત છે. શ્રાવક વેપાર કરે એ અર્થદંડ છે. વેપાર વગર ખાય શું ? પીએ શું ? પરિવારનો નિર્વાહ કેવી રીતે કરે ? આ એના માટે અર્થદંડ છે. પણ સાત વ્યસન, નાટક, ચેટક, મોજ-શોખ એ બધું અનર્થદંડ છે. પત્તાં રમો છો – અનર્થદંડ છે. ટાઇમ પસાર કરવા માટે રમો છો તો પણ અનર્થદંડ છે. અને પૈસાથી રમતા હો તો મહાઅનર્થદંડ છે. નિમ્પ્રયોજન પાપો ઉપર સડસડાટ કાપ મૂકી દો, એકદમ કાતર મૂકી દો. જીવનનાં પાપો ખટકતાં હોય તો અનર્થ દંડનાં પાપોને કાપવાની તૈયારી છે ? જેના જીવનમાં પાપભીરુતા, સરળતા છે તે ઇચ્છાયોગ પામશે, કાયા - કુટુંબ માટે જે કરવું પડે તે અર્થદંડ છે અને મનને બહેલાવવા માટે જે કરવું તે અનર્થ દંડ છે. અશ્લીલ સાહિત્યનું વાંચન, સાત વ્યસન, ટી.વી.. રેડીઓ, ઓડિયો વગેરેનાં પાપો અનર્થ દંડમાં જાય છે, તેના વિના જીવી શકાય તેમ છે. પાપભીરતા, સરળતા જેમને પ્રાપ્ત થયાં હશે તે આત્મા લૌકિકમાંથી અલૌકિકમાં આવી શકશે. સંસારની પ્રવૃત્તિમાં ધર્મ મૂકો. ધર્મની પ્રવૃત્તિમાં અલૌકિકતા ભેળવતાં જાવ. કઈ રીતે ? દા.ત. તમે જમવા બેઠા. ૨૫ ચીજો આવી. નક્કી કરો મારે બે જ ચીજ ખાવી છે. પાણી પીવું છે. તો ગળીને જ પીવું છે, ઉકાળીને જ પીવું છે. જમણવારમાં જમવા ગયા. પચ્ચીસ ચીજમાંથી એક ચીજ બગડી છે. નજર એક ઉપર કેમ પડે છે ? બીજી ચોવીસ તો સારી છે ને ? આવું વિચારો તો ઉપયોગ ધીરે ધીરે 2010_05 Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ સુધરશે, ખાધા પછી ગરમ ગરમ ભજીયા આવે, બેચાર ખાઈ જવાય ! ના ચાલે, આહારસંશા ઉપર કાપ મૂક્યા વિના ધર્મ નહિ આવે. જગતમાં ધર્મની પ્રાપ્તિ, પરિણતિ ઘણી જ દુષ્કર છે. એની પ્રાપ્તિ માટે વિષયો સામે ઝઝૂમવું પડશે. પાપપ્રવૃત્તિ ઉપર બ્રેક મારો. પહેરવા – ઓઢવાની વસ્તુ ઉપર પણ વિવેક રાખો. ધર્મ ક્રિયા હજુ સહેલી છે. પણ ધર્મ આવવો દુર્લભ છે. ધર્મપ્રવૃત્તિ વધારવી છે ? પાપપ્રવૃત્તિ છોડવી છે ? તો આગળ વધાશે મા ૭ મિલના માલિક કસ્તુરભાઈને કેટલી જોડનો પરિગ્રહ હતો ? માત્ર છ જોડી કપડાંનો. આ ખબર છે તમને ! અમદાવાદમાં જન્મ્યા છો છતાં ખબર નથી, કારણ કે સાત્ત્વિક વાંચન નથી. તેમની આત્મકથામાં આ લખ્યું છે. આ વાત સાંભળીને નવસારીના એક ભાઈએ બાર મહિના માટે પાંચ જોડી વાપરવાનો અભિગ્રહ કર્યો. અભિગ્રહ કરતાં તો કર્યો, પણ મુશ્કેલી લાગી, બાર મહિના માંડ પૂરા કર્યા અને પછી બીજે વર્ષે પરિગ્રહ વધારી દીધો. ભાઈઓ કરતાં બેનોનો પરિગ્રહ અમર્યાદિત હોય છે. તેમની પાસે કેટલી સારી છે તે તેમને ખબર નથી. કોઈ પણ નવી ડિઝાઈન-ફેશન જુએ કે તરત જ વસાવી લે. શરીરની ટાપટીપમાં કેટલાં કર્મો બંધાય છે ? તે વખતે આયુષ્ય બંધાય તો દુર્ગતિનું બંધાવાની પૂરી શક્યતા છે. દેહનો રાગ પોષતાં, આર્તધ્યાનની અને દુર્ગતિની સંભાવનાને નકારી શકાય તેમ નથી. એ પરદેશમાં એક સ્ત્રીને પાર્ટીમાં જવાનું હતું. તે ડ્રેસિંગ રૂમમાં પફ - પાઉડર - લાલી - લિપસ્ટીક વગેરે. સૌંદર્યનાં પ્રસાધનોની વચ્ચે તૈયાર થઈ રહી છે. અત્તર – સેન્ટ લગાડીને મનમાં મલકાય છે. રૂમમાં એકલી જ છે તે બોલી રહી છે કે મારી ઉંમર તો ૫૧ વર્ષની છે પણ હું ૧૬ વર્ષની કન્યા જેવી દેખાઉં છું !! ! પાર્ટીમાં પહોંચી ગઈ, પાર્ટીમાં તેની બેઠક બર્નાડ શોની બાજુમાં આવી. આડીઅવળી વાતો કરી મિસ્ટર શોને તે પૂછે છે કે, “તમે મારી ઉંમર કેટલી ધારો છો ?' તેને એમ કે મને બહુ નાની ઉંમરનો જ આંકડો આપશે. પણ બર્નાડ શોએ કહ્યું કે, તમારી મુખાકૃતિ જોતાં ૧૮ વર્ષની ઉંમર લાગે છે, તમારા માથાના ભૂખરાં વાળ જોતાં ૧૯ વર્ષની ઉંમર લાગે છે અને “હાવભાવ અને નખરાં જોતાં ૧૪ વર્ષની ઉંમર લાગે છે, અને ત્રણેનો સરવાળો કરીએ તો તમે ૫૧ વર્ષની ઉંમરના છો એવું અનુમાન થઈ શકે છે. તમે ગમે તેટલા પફ પાઉડરનાં ડબ્બા ખાલી કરી નાંખો પણ તમારું અંદરનું પ્રતિબિંબ સામાના આત્મામાં પડે છે. તેનો અભિમાનનો કેફ ઊતરી ગયો. તેણે નિયમ કર્યો કે શરીરની ટાપટીપ આજથી બંધ. આ તો અનાર્ય દેશની વાત થઈ. આર્ય દેશની સન્નારીઓ તો સમજે જ છે કે હું આત્મા છું. શરીર નથી, તો પછી શરીરની ટાપટીપની મતલબ જ શું છે ? કેવળ પતિના ચિત્તને આવર્જીત કરવા માટે સ્ત્રીઓ 2010_05 Page #168 -------------------------------------------------------------------------- ________________ આર્યસંસ્કૃતિની ઝલક ૧૪૫ શણગાર સજે છે અને માટે જ પતિની ગેરહાજરીમાં સંપૂર્ણ સાદગીને અપનાવે છે. આયાવર્તની આ સંસ્કૃતિનાં દર્શન આપણને શ્રીપાલ રાજાના રાસમાં થાય છે. શ્રીપાળ રાજા જ્યારે પરદેશ જવા ઉત્સુક બને છે ત્યારે મયણા શું કહે છે ? તે સાંભળો. રાસના બીજા ખંડની બીજી ઢાળની ગાથા : આજથી કરીશ એકાસણું રે, કર્યો સચિત્ત પરિહાર. કેવળ ભૂમિ સંથારશું રે, તજ્યાં સ્નાન શણગાર.” પ્રત્યેક વસ્તુમાં વિવેક જરૂરી છે. પુરુષોને બહાર જવું હોય તો તૈયાર થતાં ૨ મિનિટ બસ થઈ પડે અને સ્ત્રીઓને બહાર જવા માટે ૨૦ મિનિટ ઓછી પડે છે. સંસારની આ બધી વ્યર્થ પ્રવૃત્તિમાં આત્માનો કિંમતી સમય ગુમાવી રહ્યા છીએ. આ બધામાં આપણા ભાવપ્રાણનો નાશ થાય છે. સંસારમાં કર્તા - ભોક્તા ભાવનો નાશ કરી જ્ઞાતા – દઝા બની જાવ, સંસારમાં મેં કર્યું એમ બોલવું પડે તો વ્યવસ્થા માટે બોલો પણ અંદરથી અવસ્થા બનાવીને ન બોલો. આ તો ભવિતવ્યતાનું નાટક છે. કર્મની કથની છે, કર્મનો કથલો છે. આપણે તો માત્ર કઠપૂતળીનાં પાત્રો જેવાં છીએ. કર્મોની દોરી પ્રમાણે જીવીએ છીએ, નાચીએ છીએ. વિવેકી વિચારે કે સંસારમાં મારે જીવવું જોઈએ એવી રીતે હું જીવું છું કે માત્ર જીવાય છે તેમ જીવું છું ? નિશ્ચયનયથી હું પુગલભાવનો કર્તા નથી. અને કરાવનાર પણ નથી અને કરનારને સારો માનવાનો મારો સ્વભાવ નથી. હું તો ચૈતન્યસ્વરૂપ આત્મા છું, તે જડથી કેવી રીતે લેપાય ? આ જ વાતને જ્ઞાનસારમાં પ.પૂ.ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. જણાવે છે કે नाऽहं पुद्गलभावानां कर्ता, कारयिताऽपि च, नानुमन्ताऽपि, चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ॥ સ્યાદ્વાદદર્શન આ જણાવીને કહે છે કે વ્યવહારનયથી જીવ શુભાશુભ કર્મો બાંધે છે, તેના ફળને ભોગવે છે માટે તેના જીવનમાં વિવેક જરૂરી દરેક પ્રવૃત્તિમાં આપણો કર્તુત્વભાવ હોય છે તે જ ભયંકર પાપોદય છે, તીવ્ર મિથ્યાભાવ છે. આ જીવ સંસારમાં ભવિતવ્યતાને માનતો નથી, તેનો અહંકાર પોષાય છે. બધી પ્રવૃત્તિમાં તે કર્તૃત્વ ભાવ કરતો આવ્યો છે તેથી અહંકાર મોળો પડતો નથી. કવિએ કહ્યું છે કે “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.' ગાડા નીચે કૂતરું ચાલે છે અને મિથ્યાભિમાન કરે છે કે આ ગાડું હું ચલાવી રહ્યો છું. બસ આપણી પણ કંઈક આ જ દશા છે. સંસારમાં જે પ્રસંગો બની રહ્યા છે, અને સંસારમાં જે પ્રસંગો બની 2010_05 Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ યોગદૃષ્ટિને અજવાળાં : ભાગ-૧ ચૂક્યા છે તેમાં આ ભાવ-કર્તુત્વભાવ લાવવાનું બંધ કરો. તો અહંકારનું વિસર્જન થતાં તમારા વિકલ્પોનો અંત આવશે. વ્યવહારમાં વ્યવસ્થા માટે જે કાંઈ કરવું પડે તે કરો, જે કાંઈ બોલવું પડે તે બોલો, જે કાંઈ માનવું પડે તે માનો, પણ અંદરથી આત્માને સમજાવો કે મેં કશું જ કર્યું નથી. તણખલાના બે ટુકડા કરવાની પણ મારી તાકાત નથી. તણખલાના બે ટુકડા ન થવાનું જ્ઞાનીની દૃષ્ટિમાં હોય અને તમે અહંકારથી તણખલાના બે ટુકડા કરવા ગયા તો નજીકનો કોઈ દેવતા તમારાં આંગળાંને કાપી નાંખશે. હવે કરો બે ટુકડા ! થઈ શકશે ? ક્યાંય અહંકાર ચાલે તેમ નથી. તે તે કાર્ય કરવા માટે પુરુષાર્થ છે. કાર્ય કર્યા પછી આત્માને વિકલ્પોથી ડહોળવાનો નથી. ધર્મમાં પણ પુરુષાર્થ પ્રધાન છે પણ પુરુષાર્થ કર્યા પછી વિકલ્પ પ્રધાન નથી. દા.ત. સંયમની પાલન કરી શુદ્ધ ગોચરી લાવવાનો પુરુષાર્થ કર્યો, સારી વાત છે. પણ એનો સ્વાધ્યાય કરવાનો નથી. સાધના સંયમની, સ્વાધ્યાય તો સ્વરૂપનો કરવાનો છે. સારામાં સારા વ્યાખ્યાનથી હજારોને ડોલાવ્યા પછી આત્માએ તો સ્વરૂપમાં જ ઠરવાનું છે. પ્રભુની વાત પ્રભુના ભક્તોને કહી એમાં શી ધાડ મારી છે ? ઉર્દુ લોકોએ આપણને એકચિત્તથી સાંભળીને આપણને પરોપકાર કરવાની તક પૂરી પાડી અને પ્રભુએ પણ શાસન સ્થાપીને આપણને મોક્ષમાર્ગ બતાડ્યો. તો આપણે બતાડી શક્યા છીએ. ટૂંકમાં બીજાના ઉપકારોની સ્વીકૃતિ કરવાથી અભિમાનનો નાશ કરવો સહેલો થઈ પડે છે આપણા ભાવમનમાં એટલે મતિજ્ઞાનના ઉપયોગમાં (જ કેવળજ્ઞાનનો એક પાર્ટ છે તેમાં) મોહના વિકારો ન રહેવા જોઈએ. મતિજ્ઞાનને સ્વચ્છ બનાવતાં આવડવું જોઈએ અને મતિજ્ઞાન નિર્મળ બને તો જ પરમાત્માની આજ્ઞાનો ધર્મ કર્યો કહેવાય. અને મતિજ્ઞાન સ્વચ્છ ન બને તો તમે કંઈ જ કર્યું નથી, કંઈ જ પામ્યા નથી. માત્ર મજૂરી કરી છે એવું માનજો. ધર્મક્રિયા કાયયોગ અને વચનયોગને આધારે છે. ક્રિયા કરતાં મનને કેવું રાખ્યું ? અને કેવું રાખવું જોઈએ, એ આપણે જોવાનું છે. શરીરની સાત ધાતુની જેમ આત્માને પણ પાંચ ધાતુ છે. શરીરમાં રસ, રુધિર, માંસ, મેદ, મજ્જા, અસ્થિ, વીર્ય, વગેરે સાત ધાતુઓ કર્મના ઉદયથી મળે છે. આત્માની જ્ઞાન – દર્શન - ચારિત્ર – તપ – વીર્ય સ્વરૂપ પાંચ ધાતુઓ મોહના ઉદયે રંગાઈને લોઢા જેવી બની ગઈ છે. હવે પરમાત્મા રૂપી પારસમણિના સંગે (આજ્ઞા પાલનથી) બહિરાત્માને અંતરાત્મા બનાવવા દ્વારા પરમાત્મા રૂપી સુવર્ણ બનાવવાનો છે. આ જ સાચું આત્મસમર્પણ છે. શ્રી આનંદઘનજી મ. શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે કે, “બહિરાતમ તજી, અંતરઆતમ રૂપ થઈ થીરભાવ સુજ્ઞાની, પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ સુજ્ઞાની, સુમતિ ચરણકજ આત્મ , 2010_05 Page #170 -------------------------------------------------------------------------- ________________ આર્યસંસ્કૃતિની ઝલક ૧૪૭ અરપણા” અત્યાર સુધી ઔદયિક ભાવોની તાણમાં જ જીવન પસાર કર્યું છે, હવે મોહના ક્ષયોપશમ ભાવો વડે ઔદયિકભાવોને નિષ્ફળ બનાવીને સ્વરૂપનો આંશિક અનુભવ કરી ક્ષાયિક ભાવનું લક્ષ્ય કરવાનું છે. ઔદયિક અને. ક્ષયોપશમ બંન્ને ભાવો અપૂર્ણ છે, છતાં ફરક છે-ક્ષયોપશમભાવ સાધક છે; બહુધા વિકભાવ બાધક છે. કૂવો પણ ખાડો છે અને હોજ પણ ખાડો છે. છતાં બે ખાડામાં ફરક છે. કુવામાં પાણી ભરવું પડતું નથી અંદરથી નીકળ્યા જ કરે છે. હોજમાં પાણી ભરવું પડે છે. તેમાંથી પાણી વપરાતાં હોજ ખાલી થઈ જાય છે એટલે વારંવાર પાણી ભરવું પડે છે. કૂવો એ ટેકરો નથી, સમતલ નથી, ખાડો જ છે છતાં અંદરની – ભૂગર્ભની સરવાણી જોડે સંબંધિત છે. કૂવાને એક વખત ખોદવો પડે. બધા માટીના થરો કાઢી નાખ્યા પછી, પાણી આવવાનું ચાલુ થયા પછી, અવિરત પ્રવાહ રહે છે. ક્ષયોપશમ ભાવ હોજ જેવો છે. ક્ષાયિકભાવ કૂવા જેવો છે. કર્મો રૂપી માટીના થર દૂર કર્યા પછી આત્મા નિશ્ચિત થઈ જાય છે. ક્ષયોપશમ ભાવ ટકાવવો પડે છે. ક્ષયોપશમને જાગૃતિથી, સાવધાનીથી ટકાવવાનો છે. ક્ષાયિક ભાવ તો એકવાર નિરાવરણ બની ગયો પછી નિશ્ચિતતા આવે છે. કૂવામાં એકવાર માટી ખોદવી પડે, એકવાર શ્રમ કરવો પડે પછી એનાં મીઠાં ફળ કાયમ માટે મળે છે, જાગૃતિથી ક્ષયોપશમ ટકે છે, વધે છે, નિર્મળ બને છે. અને પરિણામે કર્મો તૂટે છે. ગુણોનો આવિર્ભાવ થાય છે. ક્ષયોપશમ ભાવ છે ત્યાં સુધી વીતરાગતા નથી. પણ વૈરાગ્ય છે. ક્ષાયિકભાવ આવતાં જ વિતરાગતા આવે છે. ઔદયિકભાવોમાંથી ક્ષયોપશમ ભાવ પામવા માટે મનુષ્ય ભવ છે. ક્ષયોપશમ ભાવમાંથી ક્ષાયિક ભાવ પામવા માટે મનુષ્યભવ છે. આપણે કૂવો તો ખોદ્યો નથી પણ હોજ પણ બનાવ્યો નથી. લૌકિકમાંથી અલૌકિકમાં જઈશું ત્યારે ઇચ્છાયોગ આવશે. પાપની પ્રવૃત્તિ ઘટાડવાથી, ધર્મની પ્રવૃત્તિ વધારવાથી ઇચ્છાયોગમાં જઈ શકાય છે. પાપની પ્રવૃત્તિ કરવી પડે તો પણ તેમાં વિવેક અને જાગૃતિ હોવાં જરૂરી છે. ઇચ્છાયોગનો ધર્મ સમજાઈ જાય એ મોટામાં મોટું જમા પાસુ છે. ઈચ્છાયોગીને સંસારની કોઈ ચીજ સારી લાગતી નથી. સંસારને સમજવા માટે એક દષ્ટિ કેળવવી પડશે. દા.ત. તમે વિચારો કે, પત્ની કુભારજા કેમ મળી ? દુષ્ટ કેમ મળી ? કજિયાળી કેમ મળી ? આ રીતે પણ પ્રભુનો ઉપકાર કે મૂચ્છ ઉતારવાની તક મળી અત્યંત રાગાદિથી અટકવાનું થયું. પૈસા ચાલ્યા ગયા ? તો વિચારો કે કૃપણનો શિરતાજ છું, દાનમાં આગળ ન વધ્યો. પ્રભુનો ઉપકાર કે આ રીતે ધનની મૂચ્છ ઉતારવાની 2010_05 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ તક આપી છે. ૫૦ લાખ રૂ. ગયા હોય તો પણ ઇચ્છાયોગી આ રીતે પોતાના મનને વાળી શકે છે. ના સંત તુકારામને કર્કશા પત્ની મળી. કોઈને ત્યાં ભજન કરવા ગયા. ત્યાંથી પાંચ – પચીસ શેરડીના સાંઠા તેમને આપ્યા. રસ્તામાં બધાને આપતાં આપતાં ઘેર ગયા, ત્યારે એક જ સાંઠો બાકી હતો. સ્ત્રી કહે લો, એક જ લાવ્યા, એમ કરીને વાંસામાં સાંઠો માર્યો, ફટકાર્યો ને તરત જ બે ટુકડા થઈ ગયા. સંતે બે ટુકડા સહજતાથી લઈ લીધા અને ઠાવકાઈથી કહ્યું, કે લે, એક તારો અને આ એક મારો. વાતને કેવી સરળતાથી લઈ લીધી. ઇચ્છાયોગી સર્જનનું શૂન્ય કરી શકે છે અને જે ઇચ્છાયોગી નથી તે શૂન્યમાંથી સર્જન કરીને દુ:ખી થાય છે. ઈચ્છાયોગનો ધર્મ આત્માને કેટલા બધા અશુભ ભાવોમાંથી બચાવે છે ? તમને કઈ વસ્તુની ન્યુનતા ખટકે છે ? ઇચ્છાયોગ હોય તો કેવી રીતે આગળ વધાય ? અને કદાચ ઇચ્છાયોગ ન હોય તો કેવી રીતે પમાય ? એ માટે વ્યથિત છો ? ચિંતાતુર છો ? જીવની અંદર અનાદિકાળથી અજ્ઞાનના યોગે પાપના સંસ્કારો પડ્યા છે. આ ભવમાં નિમિત્ત પામીને દઢ - દઢતર - દઢતમ કર્યા છે. હવે તેને કાઢવા માટે જીવે કટીબદ્ધ થવું પડશે. સારાપણું એ એક એવું રોકાણ છે કે જે ક્યારેય નિષ્ફળ જતું નથી. Goodness is the only investment that never fails. જિંદગીમાં તમે જે કાંઈ મેળવો છો, એની કિંમત ૧૦% છે અને એ મેળવ્યા પછી તમે જે બનો છો, તેની “૯૦% છે. Life is 10% what you take it, and 90% what you make it. જૈન શાસન કોલ આપે છે કે તમે ધર્મ કરવાનો સંકલ્પ કરશો, ત્યારથી તમારી ચડતી થશે. આલોચનાના ભાવમાં રહેલો આત્મા આલોચક છે, શુદ્ધ છે. આલોચના લેવા માટે તમે ગાડીમાં બેઠા. હજી સાબરમતી આવ્યું નથી. ત્યાં પાછળથી ટ્રકનો એક્સિડન્ટ થયો. હેમાળે : “શ્ચિમvi ઋત' કરાતું હોય એ કર્યું કહેવાય એ ન્યાયથી આલોચનાના ભાવમાં રહેલો આત્મા શુદ્ધ છે, સુપર છે. આલોચનાના કાગળો તમે લખ્યા, પોસ્ટમાં નાખ્યા, અથવા કોઈની સાથે મોકલાવ્યા, જવાબ આવે તે પહેલાં તમે મરી ગયા તો પણ તમે શુદ્ધ છો. આલોચનાથી તમારી સગતિ છે. બાહુબલીનું હૃદય ફર્યું, એક જ પગલામાં કેવળજ્ઞાન થઈ ગયું. છેદસૂત્રોમાં આલોચનાનો અધિકાર આવે છે, ત્યાં કહ્યું છે કે, આલોચના લેવા જતાં અડધે રસ્તે ઘણાને કેવળજ્ઞાન થયું છે. આલોચનાના સ્થળે પહોંચતા ઘણાને કેવળજ્ઞાન થયું છે. ઘણાને ગુરુ સમક્ષ આલોચનાનો એકરાર કરતાં કરતાં 2010_05 Page #172 -------------------------------------------------------------------------- ________________ આર્યસંસ્કૃતિની ઝલક ૧૪૯ કેવળજ્ઞાન થયું છે. માંદા પડો તો ઊંટવૈદ્ય પાસે જવાય જ નહીં. સારા વૈદ્ય પાસે જ જવાય ! તેમ યોગ્ય ગુરુ ન મળે તો આલોચના લેવા માટે બાર વર્ષ સુધી રાહ જોવી જોઈએ, ૭00 યોજન સુધી ફરવું જોઈએ. ભગવાન પાસે પાપી બહુ પાપી બોલ્યા કરો તો પાપ ન નીકળે. ગુરુ પાસે જાવ તો પાપ નીકળે. નાના પણ પાપની ઉપેક્ષા બહુ ખતરનાક છે. નીકળી ગયેલી કેન્સરની ગાંઠ જીવાડે, નાનો પણ રહી ગયેલો કાંટો સેપ્ટીક થઈને મોત લાવી દે. બધાં પાપો વ્યવસ્થિત લખીને આલોચના લઈને શુદ્ધ થઈ જવું જોઈએ. આલોચના માટે વિલંબ ન કરવો. વાર્ષિક કર્તવ્યો ૧૧ કહ્યાં છે તેમાં છેલ્લું શોધિ = આલોચના છે, તે પર્યુષણમાં બીજે દિવસે સાંભળો છો, પછી કેમ કરતા નથી ? આયુષ્યનો ક્યાં ભરોસો છે ? ચારિત્ર એટલે નવો જન્મ. ચારિત્ર લેતાં પહેલાં આત્માએ પોતાના જીવનમાં શુદ્ધિકરણ કરી લેવું જોઈએ. બ્રાહ્મણને દ્વિજ કહેવાય છે. જનોઈ પહેરવાનો અવસર એ તેમનો બીજો જન્મ કહેવાય છે. તે જ રીતે સમ્યકત્વની પ્રાપ્તિ એટલે આત્માનો પુનર્જન્મ. એ પહેલાં બધા ખોળિયાના જન્મો છે. આ તો આત્માનો જન્મ છે. સાચો શ્રાવક કોણ ? સાચો જૈન કોણ ? સમકિતી. જે દિવસે જીવનમાંથી બધાં પાપનો ઉદય, બંધ વગેરે જાય તે દિવસે પૂર્ણ સંતોષ માણવો જોઈએ. તમે તો થોડું કરીને આત્મસંતોષ માની લો છો માટે વિકાસ થતો નથી. દેવપાલ તો પ્રભુનાં દર્શન કરી આનંદવિભોર બની એક ઝાડ નીચે સૂતો છે. દેવનું વરદાન છે કે સાતમા દિવસે રાજા બનવાનું છે. ત્યાં ગામમાં રાજા અપુત્રીયો મૃત્યુ પામે છે. હાથી કળશ લઈને ફરતાં ફરતાં અહીં આવે છે અને દેવપાલ ઉપર અભિષેક કરે છે. આ ગોવાળિયો રાજા થાય તે કોઈને ગમતું નથી. એટલે બધાએ આનો ઇન્કાર કર્યો. દેવ સ્વપ્નમાં આવે છે અને કહે છે કે તમે આવતીકાલે માટીનો હાથી બનાવીને તેના ઉપર બેસીને ગામમાં ફરજો. દેવપાલે પણ તેમ કર્યું અને દેવતાઈ શક્તિથી આ માટીનો હાથી ચાલતો જોઈ પ્રજાજને પણ આ ચમત્કાર પાસે નમસ્કાર કર્યો અને તેને રાજા તરીકે સ્વીકાર્યો. શ્રી અરિહંત પ્રભુની ભાવથી કરાયેલી ભક્તિ ઠેઠ મોક્ષ આપે છે અને મોક્ષ ન આપે ત્યાં સુધી આત્માનું સર્વ પ્રકારે રક્ષણ કરે છે. માટે પ્રભુની બતાવેલી આરાધનામાં પ્રમાદ ન કરવો. જીનશાસનનો સાર દશવિધ કલ્પ, દશવિધ સામાચારી અને દશવિધ યતિધર્મ છે. 2010_05 Page #173 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રયોગ શાસ્ત્ર છેપ્રધાન જેમાં એવો ધર્મવ્યાપાર તે શાસ્ત્રયોગ છે. શાસ્ત્રમાં જે રીતે બતાવ્યું છે, જે રીતે કરવાનું કહ્યું છે, તે પ્રમાણે ધર્મ કરવો તે શાસ્ત્રયોગીનું લક્ષણ છે. નિદા - કુથલી - વિકથા - વિષય - કષાય - મદ્યપાન વગેરે પ્રમાદો શાસ્ત્રાયોગીના જીવનમાં લેશ પણ ન હોય. શાસ્ત્રયોગી શ્રાદ્ધ હોય છે એટલે તેવા પ્રકારના મોહનો અપગમ થવાથી સંપ્રત્યય આત્મબોધને પામેલા શાસ્ત્રયોગીઓ હોય છે. તીવ્રબોધ હોવાથી તેઓ આગમને અનુસાર કાલાદિને અનુસરનારા હોય છે. શાસ્ત્રયોગનું વર્ણન કરતાં કહ્યું કે, शास्त्रयोगस्त्विह ज्ञेयो, यथाशक्त्यप्रमादिनः।। श्राद्धस्य तीव्रबोधेन, वचसाऽविकलस्तथा ॥ ४ ।। શાસ્ત્રયોગ માટે ચાર વસ્તુ જરૂરી છે. (૧) યથાશક્તિ પ્રમાદ ત્યાગ (૨) સંપ્રત્યયાત્મક શ્રદ્ધા (૩) તીવ્રબોધ અને (૪) અવિકલ યોગ એટલે યોગની અખંડિતતા પ્રમાદરહિત જીવન જીવવું અતિ દુષ્કર છે. આજ સુધીમાં અનંતાભવોમાં પરમાત્માનું શાસન ને ધર્મવ્યાપાર મળવા છતાં પ્રમાદથી જીવ હારી ગયો છે. પ્રમાદ ચેતનાને હણી નાંખે છે. મૂચ્છિત કરે છે. માટે જ પ્રભુએ શ્રી ગૌતમસ્વામીને “સમયે નીયમ ન જાય' કહીને ક્ષણ માટે પણ પ્રમાદ ન કરવાનો ઉપદેશ આપ્યો છે. વિનયના ભંડાર, તદ્દભવ મોક્ષગામી ગણધર ભગવંતને કહેવા વડે ભગવાન બધાને જ કહી રહ્યા છે. પ્રમાદ એ ભાવશત્રુ છે, તેને ઓળખો, તેની જોડે મિત્રતા ન રાખો, કદાચ પ્રમાદ સેવવો પડે તો પણ સાવધ રહો. જોકે સાધકે પહેલાં તો પ્રમાદના સ્વરૂપને સમજવું પડે. પ્રમાદ આ છે. નિદ્રા, વ્યસન, વિકથા, કુથલી, રાગદ્વેષાદિકષાય, વિષયાસકિત, સ્મૃતિભ્રંશ, ધર્મક્રિયામાં ભ્રાંતિ, ધર્મમાં અનુત્સાહ, ધર્મ પ્રત્યે અનાદર – આ બધાનો સમાવેશ પ્રમાદમાં થાય છે. શ્રી ઋષભદેવ ભગવાને સંયમ લઈ ૧,000 વર્ષ ઉગ્ર સાધના કરી કેવળજ્ઞાન મેળવ્યું, એમાં એક અહોરાત્ર માત્ર ઊંઘનો છે. ચોવીસ કલાકથી વધુ પ્રભુએ નિદ્રા નથી લીધી. સાધના અને નિદ્રાને વેર છે. મેળ નથી. સાધક ઊંઘણશી ન હોઈ શકે. ઊંઘ ઓછી કરવા આહાર ઓછો કરવો અને ખાસ સાંજે આહાર ઓછો લેવાથી, માત્ર પ્રવાહી જેવું લેવાથી ઊંઘ ઉપર વિજય મેળવી શકાય છે. આહાર અને ઊંઘ વધાર્યાં વધે, ઘટાડ્યા ઘટે. 2010_05 Page #174 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રયોગ ૧૫૧ શ્રી મહાવીર પ્રભુએ સાડા બાર વર્ષમાં ૪૮ મિનિટ નિદ્રા લીધી. એમાં આપણી જેમ લાંબા થઈને તો સૂતા જ નથી. સાડા બાર વર્ષમાં ઉગ્ર પરિષહોના કારણે અત્યંત શ્રમિત થવાથી જ્યાં ન ચાલ્યું ત્યાં ક્ષણવાર ઝોકું આવ્યું, પ્રમાદ થયો. આ બધા પ્રમાદને ભેગા કરીએ તો અંતર્મુહૂર્ત થાય. સરેરાશ એક વર્ષે ૪ મિનિટ પ્રમાદ ગણાય. રોજની ૧૪૪૦ મિનિટ લેખે ૩૬૦ દિવસની લગભગ ૫ લાખ મિનિટ એમાં ફક્ત ૪ મિનિટ શી વિસાતમાં ? આપણે તો રોજની ૩૫૦ મિનિટની ઊંઘ તો ઓછામાં ઓછી લઈએ છીએ, આ પ્રમાદ છે. વળી જાગૃત અવસ્થામાં પણ પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનીએ, તેમાં જ તન્મયતા આવે. તદાકાર, તચ્ચિત્ત બની જવાય છે. ચોવીસે કલાક વિષયોની ખણજ, વિષયોની રુચિ, વિષયોની ઝંખના, એમાં જ જીવોની સુખબુદ્ધિ, એમાં જ આનંદ, એનું જ આકર્ષણ રહે, તે પણ પ્રમાદ છે. વળી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, રતિ - અરતિ, ભય – શોક, હાસ્ય - જુગુપ્સા, કુતૂહલ – ચપળતા આ બધા મોહના વિકારો છે, આને જ્ઞાની પ્રમાદ કહે છે. આમાંના પ્રત્યેક પ્રમાદમાં આત્માના અનંત સંસારનું રીઝર્વેશન કરવાની તાકાત છે તો બધાનો સમુદાય જેનામાં હશે તેના ભાવિની કલ્પના પણ ધ્રુજાવનારી બને તેમ છે. પ્રમાદની ભયંકરતા સમજાય તો જ ધર્મમાં આગળ વધી શકાય તેમ વિકથા એ પણ પ્રમાદ છે. સ્ત્રીકથા, દશકથા, ભક્ત (આહાર - પાણીની) કથા, રાજ્યકથા એ બધું પ્રમાદ છે. આ ચાર અને દર્શનભેદિની કથા, ચારિત્રભેદિની કથા વગેરે પાપકથામાંથી એકે ય પ્રકારની વાત નહિ કરવાની. સ્ત્રીઓ વિષે વાતચીત કરવી એ જેમ સ્ત્રીકથા છે તેમ સ્ત્રીઓ સાથે વાતચીત કરવી એ પણ સ્ત્રીકથા છે. મહા તપસ્વી મુનિ નંદીષણ વેશ્યા સાથે વાતમાં ઊભા રહ્યા તો પતન પામ્યા. પતનની પ્રત્યેક શરૂઆત બહુ જ પાતળી હોય છે. એટલે વિવેક શક્તિથી બચવું જોઈએ. અનાદિકાળના સંસ્કારો તેનું તોફાન કરવા ઉત્સુક હોય છે પણ જો નિમિત્ત ન મળે તો તે માયકાંગલા બની જાય છે અને જો નિમિત્તોથી બચીએ તો આત્મા powerful શક્તિમાન બની શકે છે. આત્મા નિમિત્તવાસી છે એટલે શુભ નિમિત્તોના આલંબનમાં રહેવું. ભોજનકથામાં ભોજન અંગેની વ્યર્થ વાતોનો સમાવેશ થાય છે. સુરતી જમણમાં ઘારી તો હોય જ છે, સુરતનું જમણ અને કાશીનું મરણ વગેરે બોલવું તે પણ વિકથા છે. હાથી સુસ્તી ઊડે છે, એવું બોલવું તે પણ વિકથા છે. 2010_05 Page #175 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આ પ્રમાણે કુથલી એટલે બિનજરૂરી વાતચીત પણ પ્રમાદ છે. પારકી પંચાંતનો આમાં સમાવેશ થાય છે. વેપારીઓ બહુ લુચ્ચા છે. બધામાં ભેળસેળ કરે છે, આ ફલાણા ભાઈનો દીકરો જુદું જમાવી બેઠો, આજે રાત્રે માંકડ બહુ કરડ્યા. આજે ટ્રાફીકમાં બહુ લાઈન ભીડ હતી.'' આ બધી વાતો નિરર્થક છે. પ્રમાદ છે. લાખેણા માનવસમયની બરબાદી કરનાર આ કુથલી છે. તેમાં પાપક્ષય પુણ્યલાભ ગુમાવવાનું થાય છે. એવું સમજીને વ્યર્થ બોલવાનું બંધ કરો. એની બદલે અરિહંતની રેકોર્ડ ચાલુ કરી દો. ૪૦૦ વાર અરિહંત બોલવાથી એક ઉપવાસનો લાભ મળે છે. ૧૫૨ - આત્માને જેની સાથે સંબંધ નથી. એવી તમામ વાતો એ વિકથા છે. આ વિકથા ચૈતન્યને હણે છે. જીવની ચેતનાને કુંઠિત કરી નાંખે છે. બિલકુલ બિનજરૂરી, ફાલતુ વાતો એ પ્રમાદ છે. ક્રિકેટની કામેન્ટ્રી, ટી.વી વીડિયો આ બધામાં રસ છે, એ પ્રમાદ છે. સભા : અમે તો પ્રવૃત્તિના અભાવને પ્રમાદ સમજીએ છીએ. ઉત્તર : સાવ ખોટો અર્થ છે. સંસારમાં જ્યાં સુધી યોગ છે, ત્યાં સુધી પ્રવૃત્તિ છે. ખોટી ચર્ચાઓ પણ પ્રમાદ છે. વિવેકપૂર્વકની પ્રવૃત્તિ ધર્મ છે. મઘ દારૂ પીવો તે પ્રમાદ છે. એનાથી આત્માનો વિવેક નાશ પામે છે. જગતમાં મદ્યપાનના ઘણા નુકસાન છે તેની બધાને ખબર છે. C પોરબંદરના રાજાને દારૂનું વ્યસન હતું. તેની ગફલતનો લાભ ઉઠાવી બ્રિટિશ સરકારે તેની બેભાન અવસ્થામાં રાજ્ય લખાવી લીધું. ઘેન ઊતર્યું પછી પોતાની ભૂલ સમજાણી મંત્રીને વાત કરી. મંત્રી વિચક્ષણ હતો.તેણે ઢંઢેરો પિટાવ્યો કે, છેલ્લા ચાર મહિનાથી રાજાની તબિયત સારી નથી રહેતી, મગજ અસ્થિર થઈ જાય છે. મન અસ્તવ્યસ્ત રહે છે, ચેન પડતું નથી એટલે છેલ્લા ૪ મહિનાથી રાજાએ જે વચનો આપ્યાં હોય તે ફોક સમજવાં.'' આ રીતે બ્રિટિશ પાસેથી રાજ્ય પાછું લઈ લીધું. વળી ઘણા શોખ ખાતર, modern બનવા માટે દારુ પીએ છે. આ તો એકદમ તુચ્છ વાત છે. ઘણા તો કહે છે અમને મગજ પર control રહે છે અમને વ્યસન નથી. છતાં આ વાત પણ વ્યર્થ છે. ઝેરના અખતરા ન કરાય. એ જ મોટો ખતરો છે. - સંશય એ પ્રમાદ છે. જ્યાં સુધી આત્માને પોતાના હિતાહિતનો નિઃશંક બોધ નથી થયો ત્યાં સુધી તે હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ કરી શકતો નથી. સંશયનું નિરાકરણ કરીને નિઃશંકિત બોધ મેળવવો એ દર્શનાચાર છે. તે માટે જ્ઞાન મેળવવું જોઈએ, ભણવું જોઈએ. આજે જૈન સમાજમાં દર્શન પૂજા વગેરે કરનારો ક્રિયાવર્ગ થોડો પણ મળે છે પણ આત્માની સ્થિતિ સુધારવા માટેના જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર બહુ ઓછા દેખાય _2010_05 Page #176 -------------------------------------------------------------------------- ________________ શાસ્રયોગ છે. સંશય ચેતનાને મલિન બનાવે છે, તેનાથી આત્મા નીચો ઊતરે છે. એકપણ નાનો નિયમ આપવામાં આવે કે દસ મિનિટ પરમાત્માને જોયા કરવાના, ડાફોડિયાં બંધ કરીને દર્શન કરવાની બાધા આપું ? અન્ય વિકલ્પ વિના, અન્ય પ્રવૃત્તિ વિના એક સામાયિક કરવું. એવી નાની પ્રતિજ્ઞા આપું તો પાળી શકશો ? આપણે કશું જ કરી શકીએ તેમ નથી. આપણી એક પણ ક્રિયામાં મન ભળતું નથી, સ્થિર ચિત્તે ક્રિયા થતી નથી, પછી આત્માનો અનુભવ કેવી રીતે થાય ? ૧૫૩ અસ્થિર ચિત્તે, ચલચિત્તે કરેલો ધર્મ અલ્પ પુણ્ય બંધાવે છે, મામૂલી પુણ્ય બંધાવે છે. અતિ સામાન્ય પુણ્ય બંધાવે છે. અંદરના આદરભાવે, બહુમાન ભાવે, સ્થિર ચિત્તે કરેલો ધર્મ વિશિષ્ટ કોટીનું પુણ્ય બંધાવે છે. તમે આજે જે કંઈ ધર્મક્રિયા કરો છો તેનાથી મામુલી પુણ્ય બંધાશે, અને અધકચરી સામગ્રી મળશે. સુસંસ્કાર અને શુભાનુબંધ પડવાની કોઈ શક્યતા નથી. આવા અલ્પ પુણ્યથી મળનારી સદ્ગતિ પણ સામાન્ય જ હશે પોતાના હાથે ઘણાં અંતરાયો જીવે નાખેલા છે તેના કારણે સંક્લેશ, અસંતોષ, અતૃપ્તિ, ધર્મ કરવાની વિશિષ્ટ રુચિનો અભાવ સહેજે રહેશે. પોતાને ધર્મ કરવાની રુચિ નહિવત્, પોતાને ધર્મ કરવાના સંયોગો અલ્પ, પોતાને ધર્મ કરવાનું વાતાવરણ પણ મંદ, પોતાને ધર્મ કરવાનો ઉત્સાહ પણ મામૂલી.. અધકચરી સામગ્રીના સમયમાં સંક્લેશ અને સંક્લેશ જ હોય એવો આત્મા પરલોકમાં દુર્ગતિમાં જાય. અને કદાચ સદ્ગતિ મળે તો પણ ભવનપતિ, અંતરાદિનો ભવ મળે અને તેમાં પણ હલકી કક્ષાના દેવમાં જન્મ થાય, તો શુભાનુબંધ નહીં હોવાના કારણે ત્યાં ધર્મની ઇચ્છા થવી શક્ય નથી. પ્રતિસમયે અસંખ્ય દેવો ચ્યવી રહ્યા છે એટલે મરી રહ્યા છે. તેમાંથી લગભગ બધા જ તિર્યંચમાં જાય છે. મનુષ્યમાં એક પણ જીવ ન આવે એવું ઘણી જ વાર બને છે. ક્યારેક જ અસંખ્યમાંથી એક અસંખ્યાતમો ભાગ મનુષ્યમાં આવે છે. માનો કે ૧ લાખને અસંખ્ય કહીએ તો તેનો અસંખ્યાતમો ભાગ ૧૦૦૦ આવે. તેથી ક્યારેક જ દેવાયુ પૂર્ણ કરી મનુષ્યમાં જીવો આવે છે. હવે મનુષ્યને ઉત્પન્ન થવાના સ્થાન ૩૦ અકર્મભૂમિ, ૫૬ અંતર્દીપ, ૧૫ કર્મભૂમિ તેમાં ૮૬ સ્થાનોમાં ધર્મ છે જ નહીં, માત્ર ૧૫ કર્મભૂમિમાં ધર્મની સંભાવના છે. જ્યાં અસિ, મસિ અને કૃષિ હોય તે કર્મભૂમિ કહેવાય છે. કદાચ કર્મભૂમિમાં પણ જન્મ થઈ જાય તો પણ ત્યાં હિંસક કુલ, શિકારી કુલ, અનાર્ય કુલમાં જન્મ થયો તો પણ ધર્મની સંભાવના નહિવત્ 2010_05 For Private &Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ બની જાય છે. આફ્રિકાના જંગલમાં નીગ્રો જાતિના માણસો પોતાના નખો વધારીને તીક્ષ્ણ નખો દ્વારા મનુષ્યના ગળાની ધોરી નસને ચીરીને મોંમા મૂકી લોહી પીએ છે, જાણે કે સ્ટ્રોથી ગોલ્ડસ્પોટ પીતા હોય તેમ, નિર્બંસપણે મનુષ્યોના જીવતા છતાં લોહી પીને તેનો આસ્વાદ માણતા હોય છે. આવી નિર્ધ્વસતાવાળું કુળ મળે તો પણ ધર્મ કરવાની યોગ્યતા રહેતી નથી. કદાચ આર્યકુળમાં જન્મ થયો પણ ત્યાં માતા-પિતાના સંસ્કારો ન મળ્યા તો પણ જન્મ નિરર્થક જશે. ત્યાં વિકાસની કોઈ શક્યતા નથી. સંસ્કારી માતા-પિતા મળવાં એ બહુ ઊંચું પુણ્ય છે. સંસ્કારી માતાપિતા દ્વારા બાલ્યકાળથી સંસ્કારોનું સિંચન મળે છે. અને એ બાલ્યકાળનું સિંચન યૌવનવયમાં બહુ કામ કરે છે. ધર્મના સંસ્કાર પામી જીવ વિવેકી બને છે. પોતાના હિત અને અહિતની સમજણ વિવેક વિના શક્ય નથી. વિવેકી આત્મા સત્ત્વશીલ બની ધર્મને પામી શકે છે. પોતાના નિમિત્તે બીજાના દુખમાં વધારો થાય એવું વિવેકી કદી ન કરે, બીજાને દુઃખનું નિમિત્ત તે આપે નહિ એટલું જ નહીં પણ પોતાના નિમિત્તે બીજા દુ:ખી થાય તેનું પણ તેને દુ:ખ હોય. વિવેકી સત્ય બોલે, જુઠ્ઠું કદી ન બોલે. પણ સત્ય બધું ન. બોલાય એવું તે સમજે છે, પોતાના સત્ય વચનથી બીજાના કષાયની ઉદીરણા થતી હોય તેવું કંઈ ન કરે, તેવું કંઈ ન બોલે, બીજાને અહિતકારી, ઉપદ્રવકારી વચન સાચું હોય તો પણ તે દ્રવ્યથી સત્ય છે. પણ ભાવથી અસત્ય છે. ૧૫૪ સમતામય, સમાધિપૂર્વકનું, ચિત્તપ્રસન્નતાવાળું, આનંદપ્રદ વચન એ ભાવથી સત્ય છે. આ સમજે તે જ વિચારીને બોલી શકે અને તે જ ધર્મી બની શકે છે. ઉપદેશકની જવાબદારી વડાપ્રધાન કરતાં પણ વધારે છે. ઉપદેશક જેવાં વચનો પ્રસાર કરશે, તેવાં લોકોનાં માનસ બનશે. ઉપદેશકનું જીવન શાંત પ્રશાંત, ઉપશાંત હોય. સાત્ત્વિક્તાની વાત કરવાની પણ ઝનૂની નહીં બનાવવાના. મતભેદો ઊભા કરવા જેવા નથી, મતભેદ એટલે માન્યતાનો ભેદ, વિચારસરણીનો ભેદ એમાંથી મનોભેદ સર્જાય છે અને એમાંથી તનભેદ સર્જાય છે. - મનોભેદની પૂર્વભૂમિકામાં માન્યતાનો ભેદ હશે જ. આજે ડાયવોર્સ છૂટાછેડા કેમ લેવાય છે ? પૂર્વભૂમિકામાં વિચારભેદ રહેલો છે. ડાહ્યો માણસ વિચારભેદ જ થવા ન દે. વિચારભેદમાંથી મનોભેદ થાય એટલે છૂટા પડવાનું બને છે. તનભેદ થાય એટલે નનામી નીકળે. મનભેદથી મારામારી, કાપાકાપી, અંતે નનામી નીકળે છે. હંમેશાં પોતાના વિચારનો સાક્ષી ભાવ જોઈએ. પોતાના વિચારનો આગ્રહ પોતા પૂરતો હોઈ શકે, પણ બીજા પર લાદવાનું બને તો તે વ્યાજબી નથી. 2010_05 - Page #178 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રયોગ ૧૫૫ ધર્મનો ઉપદેશ ઉપશમભાવ પ્રધાન છે. ધર્મ મતભેદ ન કરાવે કદાચ મતભેદ થાય તો ત્યાંથી અટકે છે, મનોભેદ ન થવા દે. અને તેનભેદ તો થાય જ નહીં. આ ધર્મ છે. નો લવસમક્ તસ સ્થિ મા{/ET – જે ઉપશમે છે, તે આરાધક છે. નો ૧ ૩વસમક્ તમ્સ નલ્થિ સારહિUT જે ઉપશમતો નથી તેનામાં આરાધના નથી. ધનના બે પ્રકાર : (૧) અર્થ-પૈસા (૨) સંસ્કારધન. માટીના ધનથી, તેના દુરુપયોગથી જીવ સંસારમાં રખડે છે, સંસ્કાર ધનથી આત્મિક ગુણો મળે છે અને સાધક ઘાતકર્મનો ક્ષય કરી મોક્ષ મેળવે છે. જીવે ભૌતિક સામગ્રીનું આકર્ષણ, ભૌતિક સામગ્રીની રુચિ, ભૌતિક સામગ્રીની વેશ્યા, ભૌતિક સામગ્રીનો ભોગવટો અનાદિકાળથી કર્યો છે અને તેથી જ સંસારમાં રખડ્યો છે. એક બાજુ જડ સામગ્રી છે, બીજી બાજુ આધ્યાત્મિક સામગ્રી છે. આ બેનો ભોગવટો સાથે થઈ શકતો નથી. કાં તો ભૌતિક છોડો, કાં તો આધ્યાત્મિક છોડો. આધ્યાત્મિક ગુણોનો ભોગવટો કરતાં કરતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. જડને ભોગવો અને સંસારમાં રખડો. આત્મગુણોને ભોગવો અને સદ્ગતિ પામી મોક્ષમાં જાવ, વહેલો વહેલો મોક્ષ જોઈએ તો જડ સામગ્રીને દેશવટો આપો. જડ અને ચૈતન્ય બંનેનો ભોગવટો સાથે થઈ શકતો નથી, જડ સામગ્રીથી મળતા ભોગોને આસક્તિથી ભોગવતાં સંસારમાં રખડવું પડે છે. તે મોક્ષમાં પ્રતિબંધક બને છે, જીવને હેરાન – પરેશાન કરે છે. જિનેશ્વરો એ અપ્રમત્ત જીવન જીવનારા શાસ્ત્રયોગી છે. જિનકલ્પીઓ પણ વિશિષ્ટ પ્રકારના મહાત્માઓ છે. રામ કાકંદીને ધન્નાએ ચારિત્ર લીધા પછી રાતદિવસ કર્મ ખપાવવા માટે પ્રચંડ પુરુષાર્થ કર્યો. ૯ મહિનાના નિરતિચાર સંયમજીવન પાળીને સર્વાર્થસિદ્ધમાં ગયા. મનુષ્યભવ પામીને શાસ્ત્રયોગ મુજબ ચારિત્રજીવન પસાર કર્યું. શાસ્ત્રોએ જે ઉત્સર્ગ માર્ગ બતાડ્યો છે તે આખી જિંદગીમાં નિરપવાદપણે પાળ્યો અને આત્માનું કલ્યાણ કર્યું. તીર્થંકર પરમાત્મા ચારિત્ર લીધા પછી આઠ પ્રહરમાંથી સાત - સાત પ્રહર સાધનામાં ખડા પગે રહે છે. જાણે થાંભલો, જાણે ભીંત છે. કાયાથી સ્તંભની જેમ સ્થિર થયા છે. અને વચનથી મૌન થઈ ગયા. બહારથી ઉપદ્રવ આવે, તેને સહન કરે છે. અંદરથી સારા - ખોટાનો એક પણ વિકલ્પ નથી. શરીર ઉપર મચ્છર, માખી બેઠેલાં હોય તેને ઉડાડવાનો વિચાર એ પણ વિકલ્પ છે, મનોયોગનો અતિચાર છે. કાયાની સુખશીલતાને કદી પોષવાની નહિ. 2010_05 Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ કોણ આવ્યું, કોણ ગયું ? તે જોવા આંખો ફેરવવાની નહિ, કોઈ ઉત્સુકતા નથી તે જોવા કોઈ આતુરતા નહી, ઈચ્છા નહિ. આવા ચારિત્રપાલન પછી આત્માને મોક્ષ નિકટ આવે છે. જે નિરંતર વિષય, કષાયના સુખને અનુભવે છે, તેનો મોક્ષ દૂર દૂર છે. શાસ્ત્રયોગી જે અનુષ્ઠાન કરે, તેમાં લીન બનો, તેમાં તન્મય બનો, તેમાં જ ઉપયોગ રાખો તો તેની પ્રત્યેક ક્રિયા વિપુલ નિર્જરાનું કારણ બને છે. સંવર - નિર્જરા એના જીવનમાં પ્રધાનપણે હોય છે. અહીં વિકલ્પ જ બંધ છે. અશુભ વિકલ્પો તો ન જ આવે. બાલ જીવો માટે શુભભાવો, શુભ વિકલ્પો, શુભ પ્રવૃત્તિ ઉપાદેય છે. જીવ જ્યારે સ્વરૂપના આલંબને આગળ વધે છે અને શુભ ભાવો, શુભ વિકલ્પોને છોડતાં જે અંતર્લીનતા આવે છે. તેનું વર્ણન કરવા દેવો પણ અસમર્થ છે. પાણીથી આ જગતમાં જે કાર્યો થાય છે તેનાથી અનેકગણાં કાર્યો, પાણીની બનેલી વરાળથી થઈ શકે છે. અહીં સાધકે ઈર્ષ્યા, અહંકાર, આસક્તિ, દેહભાવ બધું કચડી નાંખ્યું છે. જીવનભર પ્રમાદ કર્યો નથી. ગૌતમસ્વામી નિરંતર છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકની સ્પર્શના કરી રહ્યા છે. કાકંદી ધન્ના મુનિ પણ છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકની સ્પર્શના કરી રહ્યા છે. રાગ દ્વેષની પરિણતિ જેટલી તીવ્ર હોય તેટલા નીચી કક્ષાના અધ્યવસાયો હોય છે. શાસ્ત્રયોગી પોતાની કાયાને પણ ભૂલી જતાં હોય છે. હું દેહ છું એવું ભાન પણ નથી. દેહાધ્યાસથી જે પર હોય તેને કુટુંબ યાદ આવે ? જો બીજાના દેહને જોઈને આકર્ષણ થતું હોય તો લખી રાખજો કે તમને પોતાના દેહ ઉપર રાગ છે. જેનો વૈરાગ્ય જ્વલંત છે, જેણે કાયાનો રાગ તોડી નાંખ્યો છે, તેની માનસિક ભૂમિકાની વાત છે. આ શ્રદ્ધા કહેવાની નથી, બોલવાની નથી આ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા છે, સંવેદનાત્મક શ્રદ્ધા છે. શાસ્ત્રયોગમાં જવું છે તો પ્રબળ ગુણવિકાસ અને શુભભાવના વિકાસ અર્થે જોરદાર આચારધર્મનું પાલન જોઈએ. એ લક્ષ્યથી, આચાર ધર્મની ઈચ્છાપૂર્વક, આચારધર્મ સધાય એ સાચો ઇચ્છાયોગ. એમાં વૃદ્ધિ કરતાં રહેવું જોઈએ. એ વૃદ્ધિ શી ? આ જ કે અધિકાધિક ગુણવિકાસ અને ભાવવિકાસની ઈચ્છા બની રહે અને એ વિકાસ કરનારા આચારધર્મના ધર્મયોગ સધાતા રહે. . એટલે કેટલાક જે કહે છે, “અમે બનતો ધર્મ કરીએ છીએ, હવે વર્તમાન સંયોગ અને શક્તિમાં વધારે શું બની શકે ?' આ બચાવ ખોટો છે. કેમકે એના એ જ સેવાતા આચાર ધર્મ અને ક્રિયાધર્મ દ્વારા વધારે આ બની શકે કે ગુણવિકાસ અને ભાવવિકાસ કરતા રહેવાય. ક્ષમાદિ ધર્મની 2010_05 Page #180 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રયોગ ૧૫૭ શ્રદ્ધા વધારતા રહેવાય. એટલે ? “જ્ઞાની કહે છે માટે ત્યાગ – ક્ષમા, અહિંસાદિ ધર્મ આચરો” એ શ્રદ્ધાથી આગળ વધી પોતાને સ્વતઃ લાગી જાય કે “એ ધર્મ જ કરાય' એ ધર્મ જ આચરવાની અંતરમાં સહજ પ્રતીતિ થાય, અર્થાત્ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા થાય. ચંદનમાં સહજ સુગંધ, એમ હદયમાં ધર્મનો સહજ ભાવ થાય. શું ક્ષમાદિધર્મની આ શ્રદ્ધા, ક્ષમાદિનો આ સહજ ભાવ આપણે કરી લીધો છે ? ““કર્મની વેઠમાં વધારે શું કરી શકાય ?' એમ બહાનું કાઢનાર શું તાવ આવે તો કર્મની વેઠ સમજીને બેસી રહે છે ? કે દવા – હવાનો ઉપચાર કરે છે ? શું કર્મને આપણે સર્વથા પરાધીન કે કર્મ વારંવાર તમાચો મારી જાય ? ના, કર્મરોગ કાઢવા દવા થઈ શકે. એના માટે જૈનશાસન એવા કીમિયા બતાવે છે કે જે આદરવાથી કર્મને તમાચા લાગતા જાય, કમતાવ ઊતરતો જાય, એમાં આ એક કીમિયો કે ધર્મનું શ્રદ્ધાબળ વધારતા રહેવાય શાસ્ત્રના આલંબને થતી ધર્મશ્રદ્ધાને સહજભાવની શ્રદ્ધારૂપ બનાવતા જવાય તો શ્રદ્ધાબળ વધે. “જ્ઞાની કહે છે માટે ધર્મ કરવો જોઈએ, માટે ધર્મની ઇચ્છા છે' એમ નહિ, પરંતુ ધર્મ જ આપણા આત્માનું સ્વરૂપ છે તેથી એની ઈચ્છા છે. આ સ્થિતિ ઊભી કરવાની છે. દા.ત. તમને કોઈ પૂછે કે તમે ખાનપાન કેમ કરો છો ? તો આરોગ્ય શાસ્ત્ર આગળ નથી કરાતું, પરંતુ એની સહજ ભૂખ છે. તૃષા છે, ધર્મની સહજ ઇચ્છા, સહજ પ્રેમ, સહજભાવ છે, માટે ધર્મ સહેજે કરાતો રહે, ત્યાં ધર્મની સંપ્રત્યયાત્મક શ્રદ્ધા આવે. એ માટે દા.ત. એમ વિચારવાનું કે – ““સંસારની વેઠ કરતાં કરતાં હું વેઠિયો – મજૂર થઈ ગયો, હવે લાવ, એ વેઠમાંથી છૂટવા ધર્મ સંભાળું. ધર્મ જ મારું સ્વરૂપ છે. સંસારવેઠ મારું સ્વરૂપ નથી. આ શ્રદ્ધા વધારતા જવાય, ત્યારે, પરાકાષ્ઠાએ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા ઊભી થાય. સંપ્રત્યયાત્મક ધર્મશ્રદ્ધા થવાનું લક્ષણ એ છે કે, પછી ધર્મ સ્વાભાવિક રીતે થાય. ખાવા પીવાની ક્રિયા કેવી સહજભાવે થાય છે ? ખાવા પીવાના હજારો ટંક થવા છતાં ક્યારેય ખાવાનો કોળિયો કે પાણીનો ઘૂંટડો મોને બદલે નાકમાં નથી પેસી જતો. ખાતી પીતી વખતે બીજા – ત્રીજા વિચાર આવે તોય ખાવાપીવાની ક્રિયા તો મનના ઉપયોગથી સહજભાવે વ્યવસ્થિત જ ચાલે છે. બસ, તેવી રીતે જીવનમાં ધર્મસાધના મનના ઉપયોગ સાથે એવી સહજ સ્વભાવથી થઈ જાય, કે, મનનો સહજ ઉપયોગ ધર્મમાં જ રહ્યા કરે. ધર્મના ફળનો અધિકારી તે જ, કે જે મુખ્યત્વે ધર્મમાં મનનો ઉપયોગ રાખે, જાગૃતિ રાખે. એ જો ન હોય તો ક્રિયા સંમૂર્છાિમ થઈ જાય, યા દુન્યવી ફળની આશંસાવાળી થાય. એટલે કે મનનો મુખ્ય ઉપયોગ 2010_05 Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ધર્મનો નહિ પણ એ દુન્યવી ફળનો બન્યો રહે ! એમાં ધર્મનું અધિકારીપણું ન આવે. હજારો વાર ધર્મક્રિયા કરવા છતાં મન કેમ ચંચળ ? ને દિલ ધર્મ સાથે એકાકાર કેમ નહીં ? તેમજ ધર્મના ગાઢ સંસ્કારો કેમ ન પડ્યા ? કારણકે તે ધર્મક્રિયાઓ મનના ઉપયોગની શૂન્યતાથી જ હાંકરાખી હતી. કોઈની વેઠ પતાવવાની જેમ ધર્મક્રિયા પતાવવાનું રાખ્યું હતું. કદી ય ધર્મની સહજ શ્રદ્ધા, સહજ ઈચ્છા, ઊભી ન કરી. આ જ એક ખામીથી દુન્યવી બાબતોએ મનનો જે કબજો મેળવ્યો છે. એવો ધર્મે મનનો કબજો નથી મેળવ્યો ! નહિતર સેંકડો સામાયિક કે કરોડો નવકાર જાપ કર્યા પછીના સામાયિકની કે નવકાર જાપની શું એ તાકાત નથી કે દુન્યવી બાબતો ભૂલાવી દે ? શું દુન્યવી બાબતોની જ એ તાકાત છે કે સામાયિક અને જાપમાં રહેલા મનને વારંવાર એ પકડે ? ના, એવું નથી. પણ ધર્મ મનને ક્યારે પકડી રાખે ? ધર્મની મનને પકડી રાખવાની તાકાત ઊભી કરવી હોય તો ધર્મ નથી સાધતા ત્યારે પણ જગતની વાતોના કચરા હવે હૃદય – ગૃહમાં નહીં જ ઘાલવાના ! કેમકે એ કચરાની અસર પછી ધર્મયોગ પર પડે છે. ધર્મને સહજ રીતે મન પકડી રાખે ત્યાં ધર્મશ્રદ્ધા સંપ્રત્યયાત્મક બનવા માંડે. પછી ત્યાં ધર્મ વખતે બીજા ત્રીજા વિચાર ન આવે. સંપ્રત્યયાત્મક શ્રદ્ધાનો એક ઉપાય : ભાવનિરીક્ષણ આ શ્રદ્ધા ઊભી કરવા માટે પ્રારંભમાં આ એક ખાસ કરવા જેવું છે કે તે તે ધર્મયોગ સાધતાં કે સાધીને જે જે ભાવ જગાડવાના છે, એનું લક્ષ પાકું રહેવું જોઈએ. ધર્મયોગ સાધતાં, જોતા રહેવાનું કે તેને યોગ્ય ભાવ જાગે છે ને ? દા.ત. દાનધર્મ કરતાં આ જોવાનું કે દાનથી પરિગ્રહ - સંજ્ઞા પર કાપ પડતો આવે છે ને ? શીલ પાળતાં જોવાનું કે શીલથી વિષયસંજ્ઞા કપાતી આવે છે ને ? તપ કરતાં આ જોવાનું કે તપથી આહાર સંજ્ઞા કપાતી આવે છે ને ? સામાયિક કરતાં આ જોવાનું કે સામાયિકથી અવિરતિ - આસક્તિ – સંસારરસ પર ધૃણા વધતી આવે છે ને ? સમતાનો આસ્વાદ આવે છે ને ? મમતા તૂટે છે ને ? પ્રભુભક્તિ કરતાં જોવાનું કે પ્રભુભક્તિથી હૈયાના તાર ઝણઝણી, આંખ હર્ષભીની થાય છે ને ? પ્રભુ ઉપર દિલ ઓવારી જાય છે ને ? આ તો પ્રભુદર્શન કરતાં કે સ્તુતિ – સ્તવન બોલતાં કંઈક ભાવ જાગવા માંડ્યાં કે ઝટ સમાપ્ત કરવાની વાત હોય ત્યાં શી રીતે એ ભાવ પુષ્ટ થાય ? એમ તો એ ભાવ જાગતાં જ તૂટી જાય. 2010_05 Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રભુદર્શન કેવી રીતે થાય ? ખરેખર તો ભાવ જાગવા માંડ્યા ત્યાં દર્શને લંબાવાય, સ્તુતિ – સ્તવન વધુ બોલાય, તો ભાવ પુષ્ટ થાય, ભાવમાં ઝીલવાનું થાય, હૈયું નાચે, હૈયાના તાર ઝણઝણે, ભક્તિધર્મની શ્રદ્ધા વધે, પ્રભુનાં દર્શન ઉઘાડી આંખે કર્યા, પછી આંખ મીંચીને માનસિક પ્રભુદર્શન કરાય. (૧) બંધ આંખે પ્રભુને મનની સામે રાખી તાકીતાકીને પ્રભુની વીતરાગતામય ચક્ષુકીકી જોતા રહેવાય. (૨) એમાંથી જાણે શાંત સુધારસ અને વીતરાગતાનો ફુવારો નીકળી આપણા ઉપર પડી રહ્યો છે ! એ ભાવ ઊભો કરાય ! (૩) પ્રભુની સાથે વાત થાય, અર્થાત્ પ્રભુને સ્તુતિ. સ્તવનોની કડીઓના આધારે આપણી અરજી કહેવાય. આવું માનસિક પ્રભુદર્શન લાંબું ન ચલાવી શકાય, તો વચમાં વચમાં આંખ ખોલીને સહેજ પ્રભુની મુખમુદ્રા જોઈ લઈ, પાછી તરત આંખ મીંચી એ કામ ચાલુ કરાય. આવી રીતે સાધના કરવાથી ધર્મની શ્રદ્ધા સંપ્રત્યયરૂપ, સહજ હાર્દિક પ્રતીતિ રૂપ બનવા માંડે. Faith must follow by conviction. શ્રદ્ધા એ પ્રતીતિથી અનુસરાવી જોઈએ. સંપ્રત્યયાત્મક શ્રદ્ધા ઊભી કરવા માટે ધર્મયોગમાં દિલ ચોંટવું જોઈએ, ભળવું જોઈએ ને ઠરવું જોઈએ. સૌ પ્રથમ પંચેંદ્રિય જાતિનામ કર્મના ઉદયથી અને ચક્ષુદર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી આંખોથી – ચર્મચક્ષુથી પ્રભુની મૂર્તિના દર્શન કરવા જોઈએ. ભગવાનની આકૃતિ પ્રશમરસમાં નીતરતી છે. જ્ઞાતા – દ્રષ્ટા ભાવવાળી છે. દિગંબરોની મૂર્તિઓ નિમીલિત નયનોવાળી એટલે બંધ આંખોવાળી અથવા અર્ધ નિમીલિત હોય છે. ધ્યાન સાધના માટે ધ્યાનસ્થ અવસ્થામાં રહેલ મૂર્તિ ઉપકારક છે. ભક્તિયોગ માટે પ્રશમરસ નિમગ્ન – વીતરાગમૂર્તિ ઉપકારક છે. જૈનશાસનને બંને માન્ય છે. માત્ર એક સાધક અવસ્થાની મૂર્તિ છે. બીજી વીતરાગ અવસ્થાની છે. તે ધ્યાનદશા અર્થાત્ સાધકદશા સૂચવે છે. પ્રભુની આંખોમાંથી કરુણારસનો સ્ત્રોત (પ્રવાહ) નીકળી રહ્યો છે અને તેમાં આપણે સ્નાન કરવાનું છે. | દર્શન માટેની બીજી પ્રક્રિયામાં શાસ્ત્રચક્ષુથી પ્રભુનું સ્વરૂપ જાણવાનું હોય છે. શ્રી ભક્તામર સ્તોત્રની ૨૭મી ગાથામાં પ્રભુના ભાવનિક્ષેપનું વર્ણન કરતાં માનતુંગસૂરિજી મ. ફરમાવે છે કે. को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषैः त्वं संश्रितो निरवकाशतया मुनीश, 2010_05 Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ दोषेरुपात्तविविधाश्रयजातगवैः स्वप्नांतरे ऽपि न कदाचिदपीक्षितोऽसि । અર્થ : હે મુનીંદ્ર ! બીજે જગ્યા ન મળવાથી સર્વ ગુણો તારામાં રહ્યા અને વિવિધ જીવોમાં આશ્રય મેળવીને ગર્વિષ્ઠ થયેલા દોષોએ તો તને સ્વપ્નમાં પણ જોયો નથી તેમાં અહીં શું આશ્ચર્ય છે ? : [કારણ કે તું સર્વગુણયુક્ત અને સર્વદોષમુક્ત વ્યક્તિત્વ ધરાવતી પ્રતિભા છે.] પ્રભુની સર્વજ્ઞતા, વીતરાગતા, યથાર્થવાદિતા વગેરે સ્વરૂપના ગુણોને જાણીને મૂર્તિમાં તે ગુણોનું દર્શન કરવું જરૂરી છે. મૂર્તિમાં અમૂર્ત ગુણોને જોતાં આવડે તે જ અમૂર્તનું આલંબન લેવા વડે પોતાનામાં પણ ગુણનો વિકાસ સાધી શકે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આ શક્ય બને છે. - ત્રીજી પ્રક્રિયામાં દર્શનમોહનીયના ક્ષયોપશમથી શ્રદ્ધાચક્ષુથી દર્શન કરતાં આવડવું જોઈએ. એટલે કે પ્રભુના જે ગુણો આવિર્ભત થયેલા છે તે તિરોભાવે તો મારામાં રહેલા જ છે. એવો નિર્ણય શ્રદ્ધાચક્ષુથી કરવાનો છે. જે ગુણો છે તારા, તેહી જ ગુણો છે મારા, વીર્યસ્કરણથી તે પ્રગટાવ્યા, મારા તે અવરાણા.” બસ, અહીં અંતર્મુખતાનો વિકાસ થાય છે, જીવનું સ્વરૂપ પ્રગટ કરવા માટે જીવ તત્પર બને છે અને “રુચિ અનુયાયી વીર્ય' એ અનુસાર સાધક આગળ વધે છે. આગળ વધતાં ચારિત્રમોહના ક્ષયોપશમથી નિર્વેદ, સંવેગ, વૈરાગ્ય, વગેરે ગુણોનો અનુભવ થતાં અનુભવચક્ષુથી દર્શન કરવાનાં હોય છે. કોઈ પણ વસ્તુનું દર્શન કરતાં આપણને તેના સ્વરૂપની પ્રતીતિ થાય છે. પરમાત્માનું દર્શન કરતાં તેમના ક્ષાયિકગુણોના અંશ સ્વરૂપ જો આપણા ક્ષયોપશમભાવના ગુણો વિકસે અને એની અનુભૂતિથી પ્રભુના પૂર્ણ સ્વરૂપનો આંશિક ખ્યાલ આવી શકે છે. પ્રભુ પાસે ક્ષાયિક ભાવની વીતરાગતા છે, આપણે ક્ષયોપશમભાવની વૈરાગ્યદશા વધારતા જઈએ તો સ્વરૂપનું આંશિક ભાન થઈ શકે. આ જ વાતને શ્રી આનંદઘનજી મ.સા. શ્રી નમિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે “જિન સ્વરૂપ થઈ જિન આરાધે તે સહી જિનવર હુએ રે.” આમ ઉત્તરોત્તર આગળ વધતાં આપણી શ્રદ્ધા સહજ બનતાં સંપ્રત્યયાત્મક શ્રદ્ધા બને છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમથી શાસ્ત્રયોગીનું ચારિત્ર એવું ઊંચું હોય છે કે સંજ્વલન કષાયનો રસ પણ અતિ મંદ બની જતાં ચારિત્રમાં પ્રસાદના કારણે જરા પણ સ્કૂલના થતી નથી. એક બાજુ આત્મા છે, આત્માનું પૂર્ણ સ્વરૂપ છે, આત્માનો અવિચ્છિન્ન આનંદ છે. બીજી બાજુ સંસાર છે, સંસારના પદાર્થોની આસક્તિ છે. સંસારની 2010_05 Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રભુદર્શન કેવી રીતે થાય ? ૧૬૧ રખડપટ્ટી છે. આ બેનો મેળ બેસે છે ? આ બંને વસ્તુઓનો વિરોધાભાસ છે. એક ગમે તેને બીજું હૃદયથી ન ગમી શકે. કાકંદી પડ્યો છે. માતાને એકનો એક, કાળજાની કોર જેવો છે. ભગવાન મહાવીરની એક જ દેશના સાંભળીને વૈરાગ્ય પામી જાય છે. એક જ દેશનાથી વૈરાગ્ય પામનારા જીવો પૂર્વભવની સાધના લઈને આવેલા હોવાનો સંભવ છે. અધૂરી યોગસાધનાને પ્રભુની વાણીનું નિમિત્ત મળતાં તેનો વૈરાગ્ય જ્વલંત બને છે. એ વૈરાગી આત્મા સંસારમાં કોઈનો બને ? એ માતાનો નહીં, એ પિતાનો નહીં, એ પત્નીનો પણ નહીં. જેનો વૈરાગ્ય પ્રચંડ હોય છે એને એક અબજ માણસો પણ ભેગા થઈને પકડીને ઘરમાં રાખી ન શકે. આખી દુનિયા પણ એના વૈરાગ્યને નાથવા માટે અસમર્થ બને છે. વૈરાગ્યનો force એવો બળવાન હોય છે કે એને ઘરમાં પૂરી રાખો તો ય એ વૈરાગ્યભાવમાં જ હાલે. ધન્નો દેશના સાંભળી ઘરે આવે છે. ઘરે આવીને માતા પાસે દીક્ષાની રજા માંગે છે. માતા તો આ સાંભળીને મૂચ્છિત થઈ જાય છે. તો પણ એને કાંઈ થતું નથી. વિરાગી એ રાગના પ્રલોભનોમાં ફસાય નહીં, અને રાગનાં, પ્રલોભનોમાં ફસાય એ વિરાગી નહિ. વિરાગીનો અર્થ નિષ્કર પરિણામવાળો નહીં પણ વિરાગી એટલે વિવેકી. પોતે તો રાગમાં ફસાય નહીં, પણ બીજાને ય રાગમાં ફસાવે નહિ. - શાલિભદ્રને વૈરાગ્ય થયો છે અને એની માતા દીક્ષાની રજા માંગતાં શાલિભદ્રને જોઈને મૂચ્છિત થઈને ધરતી ઉપર ઢળી પડે છે. દાસ – દાસી, અન્ય પરિવાર બધા દોડી આવે છે, દવા વગેરે ઉપચાર કરે છે. પણ શાલિભદ્ર સામે, એમ ને એમ નિષ્ક્રિય ઊભો છે. એને તમારા જેટલો પ્રેમ નહીં હોય? શું એ નિષ્ફર હશે? એને માતા પ્રત્યે ભક્તિ નહીં હોય ? જૈન શાસનના વિવેક અને વૈરાગ્ય સમજવા જેવા છે. એ સમજે છે કે માતાને મોહની મૂચ્છ છે અને મૂચ્છ હોય ત્યારે જવાય નહીં ? આ વિવેક અને વૈરાગ્યના બે પાટા ઉપર મોક્ષનો રથ અસ્મલિત ગતિએ ચાલ્યો જાય છે. જે મોહથી રૂવે એને છાના રખાય ? છાના રાખવાનો પ્રયત્ન કરાય ? એનાથી એને લાભ ન થાય. એને સમજાવાય ? ના, તે કાળ એને સમજાવવા માટે અયોગ્ય છે. વિવેકી સામા આત્માનો રાગ વધે એવું કરે નહિ, વિવેકી સામે આત્માનો રાગ ઘટે એવું જ કરે. સમજણ પણ અયોગ્ય સમયે આપવાથી, અયોગ્ય વ્યક્તિને આપવાથી, અયોગ્ય રીતે આપવાથી લાભને બદલે નુકસાનકર્તા બની શકવાનો સંપૂર્ણ સંભવ છે. કોશા વેશ્યાએ સ્થૂલભદ્રના ચિત્તનું આવર્જન કરવા માટે કેટલાં તોફાનો, કેટલા હાવભાવ, કેટલા કટાક્ષો કર્યા છે ? ષટ્રસનાં ભોજન પોતે ખાધાં છે અને સ્થૂલભદ્રને વહોરાવ્યાં છે. કામોત્તેજક દ્રવ્યોનો પ્રચુર ઉપયોગ કર્યો છે. 2010_05 : Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ સ્થૂલભદ્રને પોતાનો કરવા માટે છેલ્લામાં છેલ્લી કળા અજમાવી દીધી છે પણ વિજયી ફટકો winning strock લાગ્યો નહીં. સ્થૂલીભદ્રજી આ અવસરે સંપૂર્ણ મૌનપણે નિર્લેપ બનીને જોઈ રહ્યા છે. જાણે છે કે ચઢતા રોગે ઔષધ અપાય નહીં. આયુર્વેદ કહે છે કે ચઢતા રોગે ઔષધ કરવાથી રોગ દબાય છે, પણ નાશ નથી પામતો. અને દબાયેલો રોગ અવસરે પાછો ઊછળે છે. એટલે આયુર્વેદીઓ કહે છે કે રોગને ચઢવા દો. ચઢી જાય પછી ઔષધ આપો. જેને મોહ વધી રહ્યો છે એને શિખામણ અપાય નહિ. જ નાનું બાળક રડે, તોફાન કરે, પણ એની મા આઘી - પાછી થઈ જતાં તેનું રડવાનું બંધ થઈ જાય છે અને મા દેખાતાં ફરી રુદન ચાલુ થાય છે. રાગના પાત્રો છોડવા એ વ્યવહાર ધર્મ છે. રાગના પાત્રો ભૂલવા એ નિશ્વયધર્મ છે. - ત્યાગીઓ રાગના પાત્રોને છોડે છે અને પરમાત્માના શાસ્ત્રોને સમજીને એના રાગને છોડે છે, અને છેવટે ભૂલે છે. દેવ – ગુરુ – ધર્મ - ધર્મીના સાન્નિધ્યમાં રહેવાથી મનોયોગ શુભભાવમાં રહે છે. અને સંસારમાં કંચન – કાયા - કુટુંબ - પરિવારના સહવાસમાં કાયાનું વિનાશી, પુણ્યાધીન સુખ મળે છે. અને સ્વરૂપ ઢંકાતું જાય છે. શ્રાવક કેવા સ્થાનમાં રહે ? દેવ – ગુરુ - ધર્મ એ બચાવનાર છે. દેવ – ગુરુના સાન્નિધ્યના ફળ સ્વરૂપે વિષયાસક્તિ, પરિગ્રહાસક્તિ, કષાયોત્પત્તિ ઘટે છે. સંસારનાં પાત્રો સાથે રહેવાથી આરંભ - સમારંભ વધે છે. કોશા અંતે કંટાળીને કહે છે – તમે પત્થર જેવા છો, પૂર્વનું બધું સ્મરણ કરાવવા છતાં સંવેદનશીલ નથી બનતા. સ્થૂલભદ્ર સમજે છે, અત્યારે મૌનમાં જ મજા છે. અત્યારે મોહજ્વર, કામફ્તર વધી રહ્યો છે. કોશાએ સામેથી માંગ્યો ત્યારે ઉપદેશ આપ્યો છે. તે બેબાકળી બનીને પૂછે છે. તમને મુક્તિરામણી કેવી લાગી છે કે જેથી મને ભૂલી ગયા છો ? ત્યારે વિવેકથી એને સમજાવે છે. સંસાર પરસ્પર રાગની વૃદ્ધિથી ચાલે છે. ' ધર્મ પરસ્પર વિવેકથી ચાલે છે. વજસ્વામીના પ્રસંગમાં પણ વિવેક મહત્ત્વનો ભાગ ભજવે છે. વિવેકી જે પ્રવૃત્તિ કરે છે તે દેખીતી રીતે - લોકષ્ટિએ ઉચિત ન લાગવા છતાં પાપબંધનું કારણ બને નહિ. મોહના નાશના ઉપાય તરીકેનું તે પ્રવર્તન હોવાથી તે નિર્જરા જ કરે છે. વિવેકી દીર્ધકાળના લાભ - નુકસાનને જોઈને પ્રવૃત્તિ કરે. તેથી વજસ્વામીએ માતાનો, પોતાના પરનો રાગ ઘટાડવા છ-છ મહિના સુધી રૂદન કર્યું તે સ્વ-પર ઉપકારક હોવાથી તે પુણ્યબંધ અને 2010_05 Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રભુદર્શન કેવી રીતે થાય ? ૧૬૩ નિર્જરાનું જ કારણ બન્યું છે. જેના દ્વારા અને માતાને પણ ચારિત્રની પ્રાપ્તિ થઈ છે. શાલીભદ્રની મા ભદ્રાની મૂચ્છ ઉતરી. જોયું તો સામે શાલીભદ્ર as it is એમ ને એમ અડોલ ઊભો છે. માતાએ જોયું કે હું વિડંબણા પામું છું. એને તો મારી કંઈ પડી નથી. સીધો ૫૦% રાગ કપાઈ ગયો. કોઈનો રાગ ઘટાડવો એ ધર્મ છે કે કોઈનો રાગ વધારવો તે ધર્મ છે ? સભા : સામે દ્વેષ થાય તો શું કરવું ? ઉત્તર : તમે દ્વેષ નથી કરાવતા. જો તમારામાં વિવેક હશે તો કાલે ધર્મ પામશે. આખરે વિવેકી આત્માનો વિજય છે. ધન્નાજીએ માતાને મૂચ્છિત થયેલી જોઈ પણ જેનો વૈરાગ્ય જ્વલંત બન્યો છે તેને પકડીને સંસારમાં રાખી શકાતા નથી. હિમાલય જેવો પહાડ તેને અવરોધ કરી શકતો નથી. આજે ઘણા લૂલો બચાવ કરે છે કે મા, બેન, છોકરા વગેરે ના પાડે છે, આ કાયરતા છે. અહીં વૈરાગ્ય જ્વલંત નથી. ધન્નાજી એ જાવજીવ છઠના પારણે છઠનો અભિગ્રહ કર્યો. પારણે માંખી પણ ન બેસે એવો અંત, પ્રાંત, લૂખો, સૂકો આંબીલનો આહાર. વાપર્યા પછી જંગલમાં કોઈ સ્થાને ઊભા રહી જવાનું, ચિંતન, મનનમાં ચઢી જવાનું. યોગ મળે તો પરમાત્મા પાસે વાચના લેવાની. ભિક્ષા પણ કેવી લેવાની ? ભિક્ષાચરો બધા ભિક્ષા લઈને બહાર નીકળી ગયા હોય ત્યારે વહોરવા જવાનું. એમાં સ્નિગ્ધ આહાર તો લેવાનો જ નહીં. આંબીલમાં અડદની દાળ, ચણાની દાળ, ઢોકળાં વગેરે નહીં. સૂકા, લૂખા રોટલા લેવાના. મળ્યા પછી પણ કોઈ વિકલ્પ નહી. જુઓ તો ખરા, જેટલું મળ્યું તેટલું લાવીને નિર્વાહ કરવાનો, ઓછું મળ્યું, અડધું મળ્યું, જે મળ્યું તે રાગ – દ્વેષ વિના વાપરી લેવાનું. સાધનાનો અનુપમ યજ્ઞ આદર્યો છે. કોઈની સાથે વાતચીત નહી, કોઈની સાથે ખુશખબરની વાતો નહીં. વાપર્યું ન વાપર્યું ને પાછા ધ્યાનમાં લાગી જાય. તમે ઉપાશ્રયમાં આવો અને કોઈ સાધુ તમારી સામું ન જુએ, તમને કોઈ ન બોલાવે તો તમને ગમે ? ના, એ તમારો અહંકાર છે. તમે આવો એટલે અમારે વાતો કરવાની જ એમ ? તો જ વર્તમાનકાળમાં અમે સાધુ કહેવાઈએ ! કેમ છો ? ક્યાં રહો છો ? આ પૂછવું એ વિકથા નથી ? જૈન શાસનનું મુનિપણું આપણે ઓળખ્યું જ નથી. અપ્રમત્તયોગ અને શાસ્ત્રયોગથી મોક્ષ નિકટ બને છે. જ્ઞાનીઓ સમાધિ-મૃત્યુ માટે અણસણ કરે છે. શરીર કામ આપતું હોય ત્યાં સુધી એનો કસ કાઢી લે. બધો કસ લઈ લીધા પછી અણસણ કરી સાધનાની સમાપ્તિ કરે છે. 2010_05 Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ અણસણ (life time fast) એ યોગ્યતા વિના લઈ શકાતું નથી. ઉત્કૃષ્ટથી બાર વર્ષ અને જઘન્યથી એક એક વર્ષ સુધી સંલેખના કરવાની હોય છે. મધ્યમથી બેથી અગ્યાર વર્ષ સુધી સંખના કરવાની હોય છે. સંલેખના એટલે કૃશ કરવું, પાતળું કરવું. (૧) દ્રવ્ય સંલેખના (૨) ભાવ સંલેખના (૧) દ્રવ્યસંલેખનામાં અણસણ આદિ તપ કરી કાયાનો રાગ તોડી નાંખવાનો છે. લોહી – માંસ સુકાય છે ત્યારે આત્મપ્રદેશો શિથિલ થાય છે માટે બાહ્ય તપની આરાધના વડે હૃષ્ટપુષ્ટ કાયાને શોષવી જોઈએ. (૨) ભાવસંખનામાં અત્યંતર તપ દ્વારા કષાયાદિને પણ પાતળા કરવાના હોય છે. અત્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં અણસણની મનાઈ છે. ધૈર્યના અભાવમાં, સત્વહીનતાના કારણે આજે પહેલેથી સંથારો નક્કી થતો નથી. પણ સાગારિક અણસણ લઈ શકાય છે એટલે કે સોળ ઉપવાસના પચ્ચખ્ખાણ કરીને આગળ આગળ વધી શકાય છે. સમાધિ બગડે તો એમાં પારણાંનો અવકાશ છે. બધો આધાર સમાધિ ઉપર છે. આજે સાધુ શ્રાવક બંને આવી રીતે અણસણ કરી શકે છે. પ.પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા. ડભોઈમાં અણસણ કરી પોતાનો દેહ છોડ્યો. જેણે જીવનભર તપ કર્યો હોય તેને અણસણ આવી શકે. મૃત્યુના અંતિમ શ્વાસ સુધી ખાવાપીવાની ઈચ્છા ધર્માત્માને ન ઘટે. તમે નક્કી કરો કે જગતની બધી ચીજો વોસિરાવીને મારે મરવું છે. જગતના બધા જીવો જોડે ક્ષમાપના કરીને મરવું છે. આ જ પ્રક્રિયા સંથારા પોરિસિની સત્તર ગાથામાં બતાવી છે. સંથારા પોરિસ શ્રાવક પણ ભણાવી શકે છે. ઉપયોગપૂર્વક એકેક શ્લોક બોલીને તમે સૂઈ જાવ પછી નિદ્રામાં કાલ કરો તો સ્વર્ગમાં જાવ. આજે તમે ટી.વી. જોઈને સૂઈ જાવ છો તે જ અશુભલેશ્યામાં મરી જાવ તો દુર્ગતિની ચોક્કસ સંભાવના છે. આ છે સંથારાપોરિસિ ભણાવીને સૂવાનું ફળ !!! પરિણતિને વિકસાવવા માટેના આ બધા આલંબનો છે. પણ તમે આલંબનને આત્મસાત કરતા નથી એટલે યથાયોગ્ય ફળ મળતું નથી. તમને જીવલેણ રોગ આવ્યો હોય અને કોઈ કહે કે, “બહુ ઢીલા છો, તદ્દન સહનશક્તિ નથી.' તો તમને શું થાય ? સાચું કહેજો. લગભગ આ સાંભળીને કષાય જ આવે કે આટલું તો સહન કરી રહ્યો છું. તોય આવું બોલે છે ? પણ કદી પોતાની સત્ત્વહીનતાને સ્વીકારવા તૈયાર થયા છો ? અસહ્ય દુ:ખ પડતું જ નથી. સહ્ય દુ:ખ જ પડે છે. અને જે પોતાની 2010_05 Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રભુદર્શન કેવી રીતે થાય ? ૧૬૫ સહનશક્તિની મર્યાદા નક્કી કરે છે તેને કર્મસત્તા બેહદ હેરાન કરે છે. વળી એમ વિચારો કે વર્તમાનકાળનાં સમજણનાં પાપો પણ એટલાં બધાં તીવ્ર છે કે આવી એક નહી પણ સાત કેન્સરની ગાંઠો થવી જોઈએ. આવો વિચાર કદી આવે ખરો ? આનાથી સહનશક્તિ વધે છે. પણ આવી કેળવણી કોઈ સ્કૂલમાં લીધી છે ખરી ? તમારી સ્કૂલમાં છટ્ઠીમાં છ વાર નાપાસ થાવ તો પાંચમીમાં મોકલે છે ? અહીં તો અગ્યારમા ગુણસ્થાનકે ઉપશાંત મોહ વીતરાગ છબસ્થ અવસ્થાને સ્પર્શી ગયેલા મહાત્માઓ પણ જો ચૂકે તો કર્મસત્તા એને નિગોદમાં મોકલી દે છે. અહીંની સ્કૂલ આવી છે. તમારી સ્કૂલ સોમાંથી પાંત્રીસ માર્ક્સ પાસ કરે અને ઓછા આવે તો પ્રમોશનથી પણ ઉપરના ક્લાસમાં ચઢાવી દે. અહીં તો સોમાંથી સો માર્ક્સ જ પાસ થવાય, એકલી કાયાની સંખના કર્યો ન ચાલે. કષાયોની સંલેખના પણ કરવાની છે. ના શાસ્ત્રમાં વાત આવે છે. એક સાધુ ગુરુ મહારાજ પાસે અણસણ કરવાની આજ્ઞા માંગે છે. ગુરુજીએ કહ્યું કે વાર છે, કેળવણી Training લેવા માટે શિષ્ય ૧૨ વર્ષ સુધી તપ કરી કાયા સૂકવી નાંખી. લોહી – માંસ સાવ સુકાઈ ગયાં. પછી ગુરુજીની અનુજ્ઞા લેવા જતાં ગુરુજીએ કહ્યું કે, હજી વાર છે. એટલે શિષ્ય કહ્યું, હજી વાર છે ? એમ ?” જુઓ આ આંગળી ! એમ કરીને તોડીને બતાવી - જુઓ, છે લોહી ? જે છે તે આ જ છે.” એમ ગુરુએ કહ્યું. તમારે ભાવસંલેખના દ્વારા કષાયોને પાતળા કરી નાંખવાના બાકી છે. કોઈ ગમે તે કહે, કરે, અરે પથરાં મારે, તો પણ કષાય ન આવવો જોઈએ. તો અનુજ્ઞા મળે. કર્મસત્તાની સામે ખૂંખાર જંગ ખેલવાનો છે. એમાં ચૂકી ગયા તો મોહરાજા એના સૈન્ય સાથે આપણા ઉપર તૂટી પડશે. ના એક શ્રેષ્ઠી છે. અણસણ કર્યું. અઠાવનમો ઉપવાસ છે આજે સત્તાવન ઉપવાસ પૂરા થયા છે. ઓરડામાં સંથારો કર્યો છે, ત્યાં સામેની બારીમાંથી બોરનું ઝાડ દેખાયું. ઝાડ ઉપર ખૂબ જ પાકીને તૈયાર થઈને લચી રહેલાં ઝૂમખાંઓ જોયાં – જ્ઞાનીઓ કહે છે, નિમિત્તો બહુ ખરાબ છે. નિમિત્તોની અસર બહુ ઝડપી છે. તેનાથી મુક્ત રહેવા માટે નિમિત્તોથી દૂર રહો. તમારા આત્માની ખૂણામાં બેસીને ઊલટ તપાસ તો કરો. અનુશાસન તો આપો. આવી સત્ત્વહીનતા મારામાં કેમ છે ? હું ધર્મમાં કાયર કેમ છું? ધંધામાં અપૂર્વ સત્ત્વવાળો, અહીં કેમ નહીં ? સત્તાવનમા ઉપવાસ સુધી ભૂખ ન લાગી, લાગી તો સહન કરી અઠાવનમાં દિવસે પરિણામ પતિત થાય છે અને વિચારે છે કે આજે અણસણ ન હોત તો એક એક બોર ચાવી ચાવીને ટેસ્ટથી ખાત ! મનોયોગમાં 2010_05 Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ લેશ્યા બગડતાં વાર ન લાગી. અશુભ ભાવોથી પાછા ફરવું મુશ્કેલ હોય છે. અહીં જ કલ્યાણમિત્રની જરૂર હોય છે જે આપણને ગબડતાં પકડી શકે. સંસાર એ ઢાળ છે એમાં કોઈની પ્રેરણાની જરૂર જ નથી, અંદરની સંજ્ઞા એ પ્રધાનપણે પ્રેરક બનીને તમને માર્ગદર્શન આપે છે. ધર્મ એ ચઢાણ છે એમાં હાંફ ચઢે અને કોઈના ટેકાની જરૂર પડે છે. તમે તમારા મનને કાબૂમાં ન રાખી શકો એવી પરિસ્થિતિમાં કલ્યાણમિત્ર ઉપયોગી બની શકે છે. અશુભભાવ આવી જાય તે ઠીક છે કારણ કે આપણે સહજ સુંદર નથી પણ અશુભભાવને ઘૂંટવાના ન હોય, શુભ ભાવોને ઘૂંટીને પ્રયત્નથી સુંદર બનવાનું હોય છે. અશુભ ભાવ આવી ગયા પછી તો ખબર પડે છે એટલે એની ચિંતા કરવા કરતાં આવેલા અશુભ વિચારોને બીજા અશુભ વિચારોનો પુરવઠો ન આપીએ તો તે ટકી શકતા નથી. જીવ જે જે સમયે જેવા જેવા ભાવથી આવિષ્ટ થાય છે તે તે સમયે તેવા તેવા પ્રકારના શુભાશુભ કર્મો બાંધે છે. જેવા ભાવ તેવા ભવ અને જેવો ભવ તેવું ભાવિ બનવાની શક્યતા છે. આ શેઠ ત્યાં જ આયુષ્ય બાંધે તો ક્યાં જાય ? જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ” એ ન્યાયે શેઠે બોરના ભવનું આયુષ્ય બાંધ્યું. સીધા એકંદ્રિયમાં જવાનું થયું. કર્મસત્તા લપડાક મારીને કહે છે કે આવો ભાવ કર્યો - જા ઊતરી જા સડસડાટ નીચે, એકેંદ્રિયમાં ચાલ્યો જા, આ પ્રમાદ છે. વિષયોની આસક્તિ એ પ્રમાદ છે. વિષયાસક્તિ શું કામ કરે છે ? કર્મસત્તા નિષ્ફર છે. પ૭ ઉપવાસ કર્યા છે એ જોતી નથી. પણ કસાઈ કરતાં પણ વધારે ક્રૂરતા આચરે છે, એવું લાગે છે. પણ પદાર્થવિજ્ઞાન કહે છે આ જગતની પ્રક્રિયાને સમજો અને અશુભભાવોથી હટો. આખું જગત કાર્ય - કારણ ભાવને આધીન છે. કાર્યાર્થી કારણને ઇચ્છે છે અને કાર્ય ન જોઈતું હોય તો કારણનો ત્યાગ કરવો જોઈએ. કર્મસત્તા આ કાર્ય – કારંણ ભાવ cause effect relationshipના આધારે પ્રવૃત્ત થાય છે. એની નિષ્ફરતા એમાં જવાબદાર નથી, પણ આપણો પ્રમાદ તેમાં જવાબદાર છે. ઈષ્ટ ખાઈએ, અધિક ખાઈએ, લાવ, ચાખી લઉં એ પ્રમાદ છે. પાડોશીને ત્યાંથી ગરમાગરમ ભજીયાં આવ્યાં અને પેટ ભર્યા પછીથી ઈષ્ટ ચીજને પેટમાં પધરાવવી એ પ્રમાદ છે. - અધિક ઊંધીએ એ પણ પ્રમાદ છે. દર્શનાવરણીય કર્મના ઉદયથી ઊંઘ આવે છે. કેવલી ભગવાને આ કર્મ ખપાવ્યું છે, માટે ઊંઘ નથી. ઊંઘમાં ચેતના ઢંકાઈ જાય છે. માટે પ્રમાદ. નિષ્ઠયોજન વાણી, નિસ્પ્રયોજન વિચાર, નિપ્રયોજન વર્તન એ પણ પ્રમાદ છે. દુર્ગતિમાં લઈ જનારો વ્યવહાર છે. મોક્ષસાધક વ્યવહારની તમને ખબર નથી. 2010_05 Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રભુદર્શન કેવી રીતે થાય ? ૧૬૭ તમે ખાવા બેઠા. તમારી પત્ની પૂછે, રસોઈ કેવી છે ? તો શું કહો ? બહુ સારી છે' એમ કહો તો રાગ વધે, બોગસ છે, એમ કહો તો ષ વધે. વિવેકી આવું ન બોલે. તો શું બોલે ? જો, આ બધામાં રાગ કરવામાં મજા નથી, દ્વેષ કરવામાં પણ મજા નથી. આપણે આત્મર્દષ્ટિએ આગળ વધવાનું છે, એવો જવાબ તમે આપો કે એ ફરી પૂછે નહીં અને તમારે ફરી જવાબ પણ ન આપવો પડે. સારું – ખોટું એ મોહજન્ય વિકલ્પ છે, માટે અશુભ છે, માટે પુદ્ગલમાં શુભાશુભના વિકલ્પો કરવા જેવા નથી. પુદ્ગલ તો પુદ્ગલના સ્વભાવમાં છે. જરૂર પડે તો તેનો ઉપયોગ કરી લો. આત્મસ્વરૂપમાં આગળ વધો. સારું – ખોટું કરવા માટે જન્મ નથી. આત્મસાધના કરવા માટે જન્મ મળ્યો છે. ધન્ના કાકંદી આ વાત સમજેલા, માટે શરીર જ્યારે કામ નથી આપતું ત્યારે એક મહિનાનું અણસણ સ્વીકારે છે. શીલા ઉપર જઈ સંથારો કર્યો, વૃક્ષની જેમ પડી રહેવાનું. ચૈત્ર, વૈશાખની ગરમીમાં શીલા તપે છે, શરીર બળે છે, સહન કરે છે. પરિણામ બગાડતા નથી અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવનારી દેવ બને છે. આપણે પણ સૌ આત્મલક્ષી બનીએ તો જ અભ્યદય થશે. * મોક્ષ એ જો મકાન છે તો સદ્ગતિ એનો દરવાજો છે. સમાધિ એ દરવાજા પર લાગેલું તાળું છે અને સહનશીલતા એ તાળાની ચાવી છે. ' જ ધર્મ ન કરે એ હજી શાસનમાં ટકી શકે પણ ધર્મ જેને ન ગમે એ તો શાસનમાં પ્રવેશી જ ન શકે. જીવનમાં કેટલાક પાપો “સંસ્કારના કારણે છુટી જાય છે દા.ત. માંસાહાર. કેટલાક પાપો સમજણના કારણે છૂટી જાય છે. દા.ત. સડેલા દ્રવ્યો. જ્યારે કેટલાક પાપો શ્રદ્ધાના કારણે છુટી જાય છે. દા.ત. રાત્રિભોજન. 2010_05 Page #191 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા શાસ્ત્ર છે. પ્રધાન જેમાં એવો ધર્મવ્યાપાર તે શાસ્ત્રયોગ છે. અને તે યથાશક્તિતયા એટલે પોતાની શક્તિ અનુસાર, અપ્રમત્તભાવને ધારણ કરીને, વિષય – કષાયના ત્યાગપૂર્વક આચરવાનો છે. પ્રમાદ એ આત્માની ચૈતન્યશક્તિનો નાશ કરે છે માટે પ્રમાદને છોડવો જોઈએ. પહેલે ગુણસ્થાનકે મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે બધા જ હોય. કષાયમાં પણ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન એમ ચારે પ્રકારના ક્રોધાદિનો ઉદય હોય છે. ચારે જુદા હોય એમ નહીં પણ ચારેનું એક પરિણમન હોય છે. અનંતાનુબંધી કષાય પ્રધાન રૂપે હોય છે અને અપ્રત્યાખ્યાનીય વગેરે કષાયો એની છાયા નીચે હોય છે. અનંતાનુબંધી કષાય જ્યાં હોય ત્યાં મિથ્યાત્વ હોય જ, અને ન હોય તો અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વ આવે જ. ક્રોધાદિ કષાયો અને હાસ્યાદિ નોકષાયોથી ચૈતન્ય દૂષિત થયેલું હોય, દબાયેલું હોય, ત્યારે ધર્મ કેવો હોઈ શકે ? આત્મગુણોનું સંવેદન ક્યાંથી હોય ? કષાય એ ચૈતન્યનો, ગુણોનો, આત્મસંવેદનનો નાશ કરે છે. તેને મલિન કરે છે, વિકૃત કરે છે. વિષયો એ પુદ્ગલનું સ્વરૂપ છે, મૂળભૂતતત્ત્વ છે, તેનો નાશ ન થઈ શકે. પણ કષાયો પુદ્ગલના સંયોગ થાય છે. કષાયો એ મૂળભૂત તત્ત્વ નથી. કષાયોને જાગૃત કરનાર વિષયો છે. વિષયો ન હોય તો કષાયની શક્યતા નહિવત્ છે. ઉપાદાન અને નિમિત્ત કારણ બે ભેગા થાય ત્યારે કાર્ય બને છે. ઉપાદાન કોને કહેવાય ? (૧) જે કારણ, કાર્ય રૂપે પરિણમે તે ઉપાદાન કહેવાય (૨) જે કારણને કાર્ય રૂપે પરિણમનમાં સહાયક બને, તે નિમિત્ત કારણ કહેવાય. દા.ત. ઘડો એ કાર્ય છે તો માટી ઘડા રૂપે પરિણમે છે, માટે માટી ઉપાદાન કારણ અને માટી ઘડા રૂપે પરિણામ પામે તેમાં સહાયક જે કુંભાર, ચક્ર, દંડ વગેરે નિમિત્ત કારણ છે. એકલું ઉપાદાન, કાર્ય રૂપે પરિણમતું નથી. નિમિત્ત જોઈએ જ. નિમિત્ત ક્યાંય સ્પષ્ટ નજરે ન પડે તો પણ તે હોય જ. આત્માનો મોહ એ ઉપાદાન કારણ છે, અને નામકર્મના ઉદયથી તથા અંતરાય કર્મના ક્ષયોપશમથી મળેલી બાહ્ય રિદ્ધિ સિદ્ધિ એ નિમિત્ત કારણ છે. આ રીતે કષાય, સંજ્ઞા અનાદિથી ચાલુ જ છે. નિમિત્ત એ વ્યવહાર છે. વ્યવહાર સાપેક્ષ નિશ્ચય છે અને નિશ્ચય સાપેક્ષ વ્યવહાર છે. એકલો વ્યવહાર સત્ય નથી, જે વ્યવહારને નિશ્ચયની અપેક્ષા નથી તે 2010_05 Page #192 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા ૧૬૯ વ્યવહાર મિથ્યા છે. અને જે નિશ્ચયને વ્યવહારની અપેક્ષા નથી તે નિશ્ચય મિથ્યા છે. નિશ્ચય અને વ્યવહાર તાણાવાણાની જેમ વણાયેલા છે. દિગંબરો નિશ્ચયને જ સત્ય કહે છે. વ્યવહાર તુચ્છ છે એમ માને છે. તેઓના મતે કાર્યકાળ નિમિત્તની માત્ર હાજરી હોય છે. પણ ના, એવું નથી. નિમિત્ત સામગ્રીનું આલંબન લેવાનું હોય છે અને એના દ્વારા જ્ઞાનીની આજ્ઞાનું પાલન કરવાનું હોય છે. આત્માનું પરિણમન પણ નિરંતર ચાલુ છે. કષાય પરિણમન નિરંતર ચાલુ છે. તેના પરિણામે સુખ, દુઃખ આવે છે. પહેલા ગુણઠાણે કષાય પરિણમન કેવું હોય ? ચારે ચાર કષાયો ભરપૂર હોય, રાગ – વેષ, રતિ - અરતિ, શુભ-અશુભ ભાવો ઢગલાબંધ તીવ્રભાવે પ્રવર્તતા હોય, ત્યાં વાસ્તવિક ધર્મ કઈ રીતે ઘટી શકે ? કષાય પરિણમન ઘટે તો જ નિશ્ચયથી ધર્મ આવી શકે. પહેલા ગુણઠાણે કષાય પરિણમન ઘટતું દેખાય છે, પણ તે વાસ્તવિક ઘટતું નથી. મતિજ્ઞાનના ઉપયોગમાં પુગલોની ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ ઘટવી જોઈએ. એના ઉપર ઘા લાગવો જોઈએ, અને એ ન થાય તો વાસ્તવિક કષાય પરિણમન ઘટ્ય ન કહેવાય. તમને આજે જે સામગ્રી મળી છે તે પુણ્યથી મળી છે. તમે કહો છો કે મારી બુદ્ધિ અને મારી મહેનતથી મળી છે. પણ મારું કહેવું છે કે આ સામગ્રી પુણ્યથી મળી છે. મહેનતની સહાયથી મળે તેવું પુણ્ય હતું. જગતમાં ધન્ના, શાલીભદ્ર જેવું પુણ્ય વિરલનું હોય કે જેમણે મહેનત જ ન કરવી પડે, અરે ઇચ્છા પણ ન કરવી પડે. આપણામાં આત્મષ્ટિ નથી અને તેથી જ સ્વરૂપના અવર્ણનીય આનંદની શ્રદ્ધા થતી નથી. આપણે પ્રગટ નાસ્તિક નથી, પણ છૂપા નાસ્તિક છીએ. સંસારની આસક્તિ પૂર્ણ હોય, એના માટે પૂરી દોડાદોડ, મહેનત કરતા હો તો પછી ધર્મક્રિયાના ઓથા નીચે ધર્મી કહેવરાવવું એ વ્યાજબી નથી. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મા ઓળખાય છે, તેનું સ્વરૂપ સમજાય છે. મિથ્યાત્વ મોહનીયરૂપ દર્શન મોહનીયના ક્ષયોપશમથી આત્મસ્વરૂપની રુચિ થાય છે અને ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી આત્મસ્વરૂપ પમાય છે. ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ એ કાયયોગ દ્વારા તપ, ત્યાગ અને સંયમથી વ્યક્ત થાય છે અને મનોયોગ દ્વારા, જ્ઞાન, ધ્યાન અને સમાધિથી વ્યક્ત થાય છે. અહીં મનોયોગમાં એક પણ અશુભ વિકલ્પ ઊઠે નહિ. સ્વરૂપના સુખમાંથી ઉપયોગ ખસે નહિ, આ નિશ્ચયનયનું ચારિત્ર છે જે તીર્થકરો પાળી બતાવે છે. ધન્ના કાકંદીએ પણ આવો છઠ્ઠા – સાતમા ગુણસ્થાનકનો મહાન મનોયોગ સાધ્યો છે. અભવ્યો પાસે વ્યવહાર ચારિત્રનો ક્ષયોપશમ ઉત્કટ કોટીનો છે પણ મનોયોગ સંબંધી ચારિત્રમોહનો ક્ષયોપશમ 2010_05 Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ તેની પાસે બિલકુલ નથી. ભાવમનની અર્થાત અંતઃકરણની સાધના એ નિશ્ચય સાધના છે. મન એ આત્માનો અંશ છે. કાયાની તો રાખ થાય છે. અને રાખનું વિસર્જન થાય છે. કાયા કદી પરમાત્મા રૂપે બનતી નથી, સમવસરણનું દેશ્ય ગમે તેટલું સુંદર હોય તો પણ તે પુદ્ગલનું બનેલું છે અને દેશ્ય તો આંખ સામે જ વિસર્જન પામે છે. વચનયોગનો પણ અંત આવે છે. જ્યારે ભાવમન એ અંતઃકરણ સ્વરૂપ છે અને તે પરમાત્મા બને છે. અંતઃકરણની શુદ્ધિ, વિશુદ્ધિ, ક્ષયોપશમ એ મિથ્યાત્વાદિ દોષોનો ક્ષય કરી, સ્વરૂપને પામવા સમર્થ બની શકે છે. વેદાંતમાં અંતઃકરણના ચાર વિભાગો બતાવ્યા છે. અહંકાર, બુદ્ધિ, મન અને ચિત્ત સ્વરૂપે અંતઃકરણ રહેલું છે. અંતઃકરણ છદ્મસ્થને હોય છે, કેવળજ્ઞાનીને અંતઃકરણ હોતું નથી. અંતઃકરણમાં રાગાદિ વિકારો પડ્યા છે માટે મલિન થયું છે, તેને સુધારવાનું છે. આ ચાર ભેદોને બરોબર ઓળખી લો. પછી શુદ્ધ કરતાં આવડી જાય. અંતઃકરણ એ પાર્લામેન્ટ જેવું છે. અહંકાર એ પ્રેસીડન્ટ છે, બુદ્ધિ એ પ્રાઈમમિનીસ્ટર છે, મન હોમમિનીસ્ટર છે, ચિત્ત એ ફોરેન મિનીસ્ટર છે. અંતઃકરણના ચાર ટુકડા નથી, પણ સમજો. ક્યારેક મન ભટકે છે, ક્યારેક મન વિચાર કરે છે, ક્યારેક મન નિર્ણય કરે છે. મન એટલે શું ? આત્મામાં જે સતત વિચારો ઊભરાયા કરે છે, આ વિચારોનું ઊભરાવાપણું એ મન છે. અંદરમાં જુદા જુદા વિચારોના બંડલ આવ્યા કરે છે. સંયોગો ભેગા થાય ત્યારે તેમાં મન ભળે છે એટલે ફરી વિચારોની હારમાળા ચાલુ થાય છે. જ્યારે અંદરમાં વિચારો ઊભરાય છે ત્યારે અંતઃકરણ મન સ્વરૂપે કામ કરે છે જ્યારે તે બહારમાં ભટક ભટક કરે છે અંત:કરણ ચિત્તસ્વરૂપે કામ કરે છે. જ્યારે તે નિર્ણય અને અભિપ્રાય આપે છે ત્યારે અંત:કરણ બુદ્ધિ સ્વરૂપે કામ કરે છે. અને બુદ્ધિએ આપેલ નિર્ણય અને અભિપ્રાય ઉપર અહંકાર સિક્કો મારે છે ત્યારે અંતઃકરણ અહંકાર સ્વરૂપે કામ કરે સંસાર એટલે જ સારા - નરસા સંયોગો છે. સંસારનો અંત લાવવો હોય તો સંયોગનો અંત લાવો. અને તે માટે સંયોગોમાં ભળો નહીં. સારા સંયોગો મળવા એ પુણ્યનો ઉદય છે, ખોટા સંયોગો મળવા એ પાપનો ઉદય છે. આ બંને સંસાર છે. પૂર્વમાં કરેલા શુભાશુભભાવનું ફળ સ્વરૂપે અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળે છે અને આ શુભાશુભ સંયોગો એ જ તમારો વર્તમાન સંસાર છે. કૂવામાં જઈને બોલો, “તું ચોર છે. તો એ જ પડઘો સામે આવે છે. ભાવની સામે પ્રતિભાવ હોય છે, ક્રિયા ની સામે પ્રતિક્રિયા હોય છે, માટે 2010_05 Page #194 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદાભેદતા ૧૭૧ સારા. સંયોગો જોઈતા હોય તો સારા ભાવ કરો ને ખોટા સંયોગો જોઈતા હોય તો ખોટા ભાવ કરો. ચારિત્રનો સંયોગ જોઈતો હોય તો સદ્દગુરુનો સંયોગ કરો, કાંટાથી કાંટો કઢાય તેમ સંયોગથી સંયોગ ટળશે. પાપમય વ્યાપારોનો અંત લાવવા માટે ધર્મમય વ્યાપારને આદરવો પડશે. સંયોગોનો અંત લાવવા માટે સારા સંયોગો મેળવવા પડશે. પણ તેમાં ચોંટી નથી રહેવાનું. જેને સંયોગમાં સુખ દેખાય છે તેના જેવો પાપનો ઉદય એકે નહીં. સંયોગમાં સુખ છે કે સ્વરૂપમાં સુખ છે ? સંયોગમાં સુખ દેખાય તે મિથ્યાત્વ છે. સારા સંયોગો, અનુકૂળ સંયોગો પણ આત્માને વિડંબના રૂપ છે. માટે સંયોગ એ જ ખરાબ છે. જીવ સુખના અને દુઃખના સંયોગોમાં અવિવેકી બન્યો છે માટે વિડંબના પામ્યો છે. સંજોગમૂલા જીવન પત્તા દુઃખપરંપરા, તહા સંજોગસંબંધે સબૈ તિવિહેણ વોસિરિઅં.” સંયોગ જ નહીં જોઈએ. સંયોગના કારણે થતાં સુખાદિ પણ ન જોઈએ. પુણ્યના ઉદયે મળેલા સારા – અનુકૂળ સંયોગો તમને ખટકતા નથી માટે સંયોગોનો અંત આવતો નથી. દુ:ખના સંયોગો ખટકે એ પણ વૈરાગ્ય નથી. ચક્રવર્તીને સંયોગો ખટકે છે તો એ ધર્મમાં આગળ વધી શકે છે. તમને સંયોગ જ ગમે છે. તમને એકલા રહેવામાં આનંદ આવે ? નથી આવતો. તમને તમારા બંગલામાં ૧૫ દિવસ એકલા રહેવું ગમશે ? સિદ્ધમાં તો એકલા જ રહેવાનું છે, સ્થિરાસન, ધ્યાન, મૌન, એકાંતની ટેવ નહીં પાડો તો ખૂબ મુશ્કેલીમાં મુકાશો. એકલા પડીએ ને એકલવાયું ખટકે તે મહદશા છે. એકલા પડીએ ત્યારે મારું કોઈ નહીં, મારું કોઈ નહીં, એવું લાગે તે કાયરતા છે. એકલા પડીએ ને અંદરમાં સમાઈ જઈએ એ અધ્યાત્મ છે. અંદરમાં પેસીને આ ભેદ પાડી દઈએ. સતત બધાનો સહવાસ ઈચ્છનારે બધાની વચ્ચે રહેવાની જે ટેવ પાડી છે, તેના કારણે મૃત્યુ વખતે મમત્વની પીડા વધી જશે. આ બધા સંયોગોથી છૂટા પડતાં છઠીનું ધાવણ નીકળી જશે. જીવવા માટે કેટલા સંયોગો જોઈએ છે ? આ શુભાશુભ સંયોગો જે મળ્યા છે તે ચાલુ રાખવા છે કે છેડો લાવવો છે ? આજે આ બધું છૂટી જતું હોય તો તમે રાજી કે નારાજ ? અરે તમે ભલે આ બધું ન છોડો પણ કદાચ કર્મોદયે છૂટી જાય અને તમે પરિણામ ન બગાડો તો ય મોટી લાયકાત ગણાશે. તમારી દૃષ્ટિએ તપાસો. * રાણકપુરમાં જોવા જાવ છો. શું વખાણો છો ? કોતરણી ! ૧૪૪૪ થાંભલાઓથી મુગ્ધ બનો છો ! પણ હું તમને પૂછું છું કે તમને ૯૯ કરોડનો 2010_05 For Privatė & Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ એ મહેલ ગમે છે કે મહેલમાં બેઠેલો તમને ગમે છે ? જે પરમાત્મા અંદર બિરાજમાન છે. તેમના અસંખ્ય આત્મપ્રદેશો સ્થિર છે. પદ્માસનની મુદ્રા પ્રશમરસમાં ડૂબેલી છે. તમે તેની સ્તુતિ કરો કે નિંદા કરો એમના મુખ ઉપરની રેખા જરા પણ ફરતી નથી. વીતરાગતા અને સર્વજ્ઞતાનાં દર્શન કરો તો પરમાત્માના સાચાં દર્શન કર્યાં કહેવાય. પોરવાડ વંશના ધન્ના સંઘવીએ આ દર્શન કર્યાં અને માટે જ તેમની ભક્તિ નિમિત્તે ૯૯ કરોડ સોનામહોરોનો વ્યય કરીને દેરાસર બંધાવ્યું. ૧૭૨ પ્રભુના મન, વચન, કાયાના યોગને સ્થિર જોઈને તમારે આલંબન લેવું જોઈએ. આજે તમારી કાયા અસ્થિર બની છે, તે રોગી છે, વચન યોગ પણ અપ્રિય બન્યો છે, મન પણ અશાંત છે. આ અસ્થિરતા, અપ્રિયતા, અશાંતતા તમને ખટકે છે ? તો જ્યાં ત્યાં ભટકી રહેલા મનોયોગને સ્થિર કરો, વચનનું મૌન સેવો. પણ આ બંને માટે કાયાને પહેલાં કોઈ આસનમાં સ્થિર કરો. કાયાને પહેલાં છ કલાક પદ્માસનમાં રાખી જુઓ, તોય તમને ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત થશે. બધી નાડીઓ ચાલુ થઈ જતાં ધ્યાનમાં સ્થિરતા સહજપણે આવશે. પદ્માસન મુદ્રામાં બેસે તેને રાગ ઘટતો આવે, સંયમ માટે પદ્માસન એ શ્રેષ્ઠ આસન છે, બ્રહ્મચર્ય માટે સિદ્ધાસન એ શ્રેષ્ઠ આસન છે. હિમાલયનો યોગી સ્વામીરામ છે. તે પોતાના અનુભવના પુસ્તકમાં લખે છે કે બાલ્યકાળથી મારી માતાએ મને મારા ગુરુને સોંપ્યો. મારા ગુરુએ મારી માતા પાસે મારી માંગણી કરી. મારામાં મારા ગુરુને કાંઈક વિશેષતા દેખાઈ હશે, તેથી કહ્યું કે આ છોકરાને તું મને આપ હું એને સારામાં સારો યોગી બનાવીશ. માએ આ વાત સ્વીકારી લીધી. બાલ્યકાળથી છોકરાને યોગી, પદ્માસને બેસવાની તાલીમ આપે છે. તે ભૂલથી પણ ટેકો લે ત્યારે તેને લાત મારે છે. પણ મારા ગુરુએ મને લાત મારી એવો વિચાર મને ક્યારેય આવતો નહોતો. ગુરુ કદી લાત મારે ? ના એ તો ગુરુએ ચરણનો સ્પર્શ આપ્યો છે. આ positive વિધેયાત્મક વિચાર છે. ગુરુએ લાત મારી એવું વિચારવું તે negative નિષેધાત્મક વલણ છે. આખરે તે છોકરો હિમાલયનો યોગી સ્વામીરામ બને છે. પરમાત્માના શાસનમાં ‘હા'થી મોક્ષ છે. અને ના'થી સંસાર છે. તમે જો નેગેટીવ એપ્રોચ કરશો તો બધાં તમારી સામે નેગેટીવ એપ્રોચ કરનારા મળશે. તમને કોઈ પણ માણસ, કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ બતાવે, કાંઈ પણ કહે, તો હા જ કહેવી, ના ન કહેવી એવો નિયમ લેવો છે ? આ નિયમ લઈ લો અને તે કામ આપણાથી ન થાય તો કોઈ પણ દ્વારા કરાવી આપવું, તેને ચિંતામુક્ત કરવો, તેનું ટેન્શન ઓછું કરવું. આ 2010_05 Page #196 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા ૧૭૩ છે અધ્યાત્મ ! હા, કામનો વિવેક કરવાનો. પણ આપણે સહન કરીને બીજા દ્વારા પણ કરી આપવું એ વિધેયાત્મક વલણ છે. મતભેદ એ નિષેધાત્મક વલણ છે. તેનાથી સંઘર્ષની શરૂઆત થાય છે. મનોભેદથી ડાયવોર્સ થાય છે. તનભેદથી નનામી નીકળે છે. તમારે નનામી ન કાઢવી હોય તો અનામી બનો. અનામી ક્યારે બનાય ? નામ અને રૂપનો મોહ જાય ત્યારે અનામી બનાય છે. સંકુચિત વિચારસરણીથી આત્મા પમાય નહી. મતભેદમાં ઝનૂન એ ઝેર છે. આપણે ઝેર ખાઈને જીવવાની વાતો કરીએ છીએ. જ્ઞાનને વિશાળ બનાવો, જ્ઞાનને કોઈમાં પણ પૂરો નહી. દૃષ્ટિની વિશાળતા જોઈએ. દષ્ટિની વિશાળતામાં અધ્યાત્મ આવશે. મને સારું લાગે તે બોલવાનું નથી પણ સામાનું હિત થાય તેવું બોલવાનું છે. જે કાંઈ બોલો તે બીજાના હિતમાં જ બોલો. હું સાચો છું, એવો કદાગ્રહ પણ ન જોઈએ. આપણું યુક્તિયુક્ત વચન પણ સામેની વ્યક્તિને ન બેસે, તેમાં પણ અધ્યાત્મને જાણનારો પોતાનો દોષ જ જુએ. જગતથી બહુ ન્યારી રીત અધ્યાત્મની છે. જ્ઞાનની શક્તિ અચિંત્ય છે એના દ્વારા બધું જાણી શકાય છે. નિષેધાત્મક વલણ, ખંડનાત્મક શૈલી અને મતભેદનું ઝનૂન જો નીકળી જાય તો મૈત્રીભાવ આવી શકે છે, અને તો જ અધ્યાત્મની સ્પર્શના થાય. મૈત્રીભાવ વિના કેવળ શાસ્ત્રજ્ઞાન કે બાહ્ય કોરા તપ - ત્યાગથી અધ્યાત્મ આવતું નથી. માટે તત્ત્વચિંતન અને તપ' – ત્યાગ મૈત્ર્યાદિભાવથી રસાયેલા હોવા જોઈએ. તમારા ઘરમાં ઝઘડો થાય તો વાંક કોનો દેખાય ? પતિ -- પત્નીમાં, બાપ - બેટામાં ઝઘડો થાય તો વાંક કોનો દેખાય ? સામાનો વાંક દેખાય તે મિથ્યાષ્ટિ છે. પોતાનો વાંક દેખાય તે સમ્યગ્દષ્ટિ છે. સામાનો વાંક જોવામાં કષાયની પ્રાપ્તિ થાય છે. પોતાનો વાંક જોવામાં કષાયનો નાશ થાય છે. દૃષ્ટિ ફેરવો તો મોક્ષ બહુ સહેલો છે. અધ્યાત્મમાં અંતર્મુખતા અનિવાર્યપણે રહેલી છે. સંપ્રત્યયાત્મક શ્રદ્ધાવાળા શાસ્ત્રયોગી હોય છે. સંયોગો ભેગા થવા એ કુદરતી છેસંયોગો ભેગા થાય એટલે કંઈ ને કંઈ બનાવ બને છે. બનાવનું બનવું તે ભવિતવ્યતા છે. બનતાં બનાવમાં જીવ કુદી પડે છે. involve થાય છે. એટલે કર્તા બન્યો. ઉપયોગ એ બનાવમાં કૂદ્યો એટલે મન આવ્યું, વિચાર શરૂ થયા. વિચાર એટલે મન. ચિત્ત બહાર ભટકે છે, અંદર રહે છે. ચિત્ત એ મોટામાં મોટું કોપ્યુટર છે. કોમ્યુટરમાં જે નાંખો તે આવે. આ ચિત્તમાં તો ભવોભવની મેમરી - સ્ટોક થયેલી છે. કોમ્યુટર કેટલા ભવનું સ્ટોક કરે ? વિચારને અનુરૂપ 2010_05 Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ભટકવાપણું છે. તે ચિત્ત છે. મદારીના માંકડાની જેમ ફર્યા કરે છે. એમાં જે વિચારો છે તેનો સંગ્રાહક ચિત્ત બને છે ચિત્ત એ વિદેશપ્રધાન જેવું છે. વિદેશની મુલાકાતો લેવાની અને હિન્દુસ્તાનને ખાડામાં નાંખવાનું કાર્ય કરે મનના જે વિચારો ચાલે છે તેમાં સલાહ આપવાનું, નિર્ણય કરવાનું, દોઢ ડહાપણ કરવાનું કામ બુદ્ધિ કરે છે બુદ્ધિ સારી હોય તો ઉપકાર કરે છે. અન્યથા નુકસાન કરે છે તે વખતે બુદ્ધિ ચારેમાં ખરાબ પુરવાર થાય છે. પ્રાઈમ મીનીસ્ટરનું કામ આ જ હોય છે. અહંકારનું કામ - બુદ્ધિ જે કરે તેના ઉપર સિક્કો મારવાનું છે. દા.ત. મનમાં ચોરીનો વિચાર આવ્યો, ત્યારે બુદ્ધિ પ્રાઈમમિનીસ્ટર છે. તે કહે, જો રાત્રે જજે, બાર વાગ્યે ઊઠજે. આમ જજે, તેમ જજે, ભીંતમાં આમ બાકોરું પાડજે. આ સલાહ આપે છે ને સલાહ આપી ખસી જાય છે અને પછી પકડાઈ ગયા તો માર કોને પડે ? મનને. ભોગવવું મનને પડે છે. મન સદ્દબુદ્ધિથી તરે છે. જ્યારે જ્યારે election ચૂંટણી થાય ત્યારે આનો જ વિજય થાય છે. બુદ્ધિ કહે તે સ્વીકારી લેવાનું. મનદ્વારા વિચારો આવે છે, ચિત્ત તેમાં ભટક્યા કરે છે. બુદ્ધિ જે વખતે જેવો અવસર આવે એવું અનુરૂપ કાર્ય કરે છે. અહંકાર કહે છે તું કરે છે તે બરોબર છે. સમજી લો. આ ચારે બદમાશોની ટોળી છે. એકે આત્માના હિતમાં કામ કરતાં નથી. સૌથી પહેલાં બુદ્ધિને ફટકો મારવા જેવો છે. બુદ્ધિને ફટકો મારવો હોય તો શું કરવાનું ? બુદ્ધિ સારી ચીજના શરણે ચાલી જાય અને જો બુદ્ધિનો ડખો નીકળી જાય તો મન તો શાંત જ છે અને ચિત્તને પણ ભટકવાનું બંધ થઈ જાય છે. અહંકાર તો બાપડો સિક્કો મારનાર જ છે. જે દિવસે બુદ્ધિ ડાહી તે દિવસે અહંકારનો અંત આવે છે. શું કરવું છે ? ઘરને સુધારવું છે ? પાંચ – પચ્ચીસ લાખનું ફરનીચર લાવ્યા. ઘર સજ્જ થયું. પણ આત્મઘરનું શું ? અત્યંતર તંત્રને સુધારો તો ઠેકાણું પડે. દશ્ય તો પુદ્ગલનું બનેલું છે, એને કદી સુધારી શકાતું નથી. દ્રષ્ટા સુધરી જાય તો કામ થઈ જાય. ગમે તેટલું સુધારો તો ય બગડે, તેનું નામ દશ્ય છે. સુધરેલું બગડે નહિ તો તેનું નામ દશ્ય નહિ. ગધેડો ક્યાં સુધી સ્વચ્છ રહે ? રાખનો ઢગલો ન જુએ ત્યાં સુધી; રાખ જોતાં જ તેને આળોટવાનું મન થાય છે. તમારા વિચારો ક્યાં સુધી સારા ? કહો, અહીંથી ઊઠીને નથી ગયા ત્યાં સુધી સારા, આ બધું રાખના ઢગલા જેવું લાગે છે ખરું ? દેશ્ય એ અપૂર્ણતત્ત્વ છે, ખંડિત તત્ત્વ છે. આમેય. બગડેલું છે. દૃષ્ટિ બગડેલી છે. પણ મૂળમાં સારી છે. માટે દષ્ટિને, બુદ્ધિને સુધારો. બે લડતાં હોય ત્યારે કોને સલાહ અપાય ? ડાહ્યાને કે ગાંડાને ? દુર્જન, 2010_05 Page #198 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા ૧૭પ ચંડાળ જેવા સ્વભાવવાળાને સલાહ અપાય ? સજ્જન, ડાહ્યો હોય અને પાપથી ડરતો હોય તેને સલાહ અપાય. આત્મા સ્વયં દશ્ય નથી, આત્મા દૃષ્ટિ છે. દૃષ્ટા અને દૃષ્ટિનો ભેદ છદ્મસ્થપણું છે, દ્રષ્ટા અને દૃષ્ટિનો અભેદ એ કેવળજ્ઞાન છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે દૃષ્ટિ ને દેરા વચ્ચે ભયંકર અંતર છે. આત્મા જ્યાં સુધી પોતાના પૂર્ણ સ્વરૂપમાં ન રહે ત્યાં સુધી ભેદ વધારે, દુઃખ વધારે. ભેદ ઓછો થતાં દુઃખ ઘટતું જાય. દષ્ટિ વ્યભિચારી બની છે. વ્યભિચારી કોને કહેવાય ? જે કહેવાય પોતાની અને બહાર ભટકે, બહારનું કામ કરે, બીજાને વફાદાર રહે તે વ્યભિચારી કહેવાય. મિથ્યાષ્ટિ એ વ્યભિચારી દૃષ્ટિ છે. મિથ્યાષ્ટિ એ વ્યભિચારી છે. આપણી દૃષ્ટિ આત્મામાંથી નીકળે છે. જે મતિજ્ઞાનના ઉપયોગસ્વરૂપ છે, કેવળજ્ઞાનમાંથી નીકળેલું એક કિરણ છે, તે પુદ્ગલનું કામ કરે છે. મોહરાજાને વફાદાર છે તેણે જડ તત્વ સાથે સંબંધ કર્યો છે. તેણે દેહ અને ઈદ્રિય સાથે સંબંધ કર્યો છે. આત્મામાં નિરંતર મોહને ઠાલવ્યા કરે છે. મિથ્યાત્વ એ પરમ રોગ છે. શત્રુ છે, ગુપ્તમાં ગુપ્ત શત્રુ છે. દષ્ટિનું અંધારું એટલે મિથ્યાત્વ. બુદ્ધિ, દુર્બદ્ધિ બને એટલે જ સંસાર. બુદ્ધિનો બગાડો એટલે દૃષ્ટિનો અંધાપો. તેના કારણે જ નરકાદિ ગતિમાં જીવોને દુ:ખો ભોગવવાં પડે છે. આજે ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, મજૂરી કરવી, ગુલામી કરવી આ બધી ચીજોથી આપણે ટેવાઈ ગયા છીએ. આ ચીજની ભયાનકતા સમજાય તેમ નથી. વર્તમાન અવસ્થા કેટલી પરાધીન છે ? એનું ભાન છે ? ઉપાધિ એ આપણને ઉપાધિ સ્વરૂપ લાગે છે ? આત્માના અનંતજ્ઞાન, અનંતસમાધિ, અનંત આનંદ પ્રત્યે જો શ્રદ્ધા થઈ જાય તો સંસારની અસારતા સમજાઈ જાય. ચક્રવર્તી હોય કે ભિખારી હોય, જ્ઞાનીને બન્ને સમાન દેખાય છે. બંને પર્યાય વિનાશી છે. તેની ઉપેક્ષા કરવાની છે, તેના પ્રત્યે ઉદાસીન રહેવાનું છે. અજ્ઞાની હોય, છઘસ્થ હોય, મિથ્યાષ્ટિ હોય તેને જ આ બંને પર્યાયોમાં વિશેષતા લાગે. આ પર્યાય ક્યાં સુધી રહેવાના છે ? કરોડપતિનો પર્યાય પણ ક્યાં સુધી રહેવાનો છે ? વિનાશી પર્યાય વિનાશીના સંગે છે. વિનાશીનો સંગ છૂટે તો સિદ્ધાવસ્થા, મુક્તાવસ્થા એ અવિનાશી પર્યાય પ્રાપ્ત થાય. દૃષ્ટિ દ્રષ્ટામાં સમાઈ જાય ત્યારે જ્ઞાન પૂર્ણ બને છે. અને પૂર્ણજ્ઞાનમાં પૂર્ણ આનંદ છે. વિકૃતજ્ઞાનથી સુખ – દુઃખની અનુભૂતિ થાય છે. આ સંસારમાં પુણ્યના ઉદયે ગમે તેટલું સારું મળે, તો જરા પણ રાજી થવા જેવું નથી. ધન્નાજી, 2010_05 Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ શાલીભદ્ર, ચક્રવર્તીઓ પુણ્યના ઉદયમાં રાજી નથી થયા, તો અવિનાશી પર્યાયને પામી શક્યા છે. . અવિનાશી પર્યાયને પામવો. તેની ઝંખના કરવી એ જ મનુષ્યજન્મની સફળતા છે. વિનાશી પદાર્થો ગમે છે. એમાં જ આંખ ઠરે છે, એ સંસારનો મોહ પ્રત્યેક સમયે ચારિત્રમોહ બંધાવે છે. અને સંસારના મોહમાં ઇષ્ટત્વ થતાં દર્શનમોહ બંધાય છે. વિનાશી ગમે એટલે મિથ્યાત્વમોહનીય બંધાય અને વિનાશીમાં રમે એટલે ચારિત્રમોહનીય બંધાય. - આજે ઠીકરા જેવાં સુખો મળ્યાં છે પણ તમે ભ્રમમાં છો કે ચક્રવર્તી જેવું સુખ મળ્યું છે. આ ભ્રમણામાંથી બહાર આવી માનવતા, સજ્જનતા, દિવ્યતાને પ્રગટાવો. માનવતા શેમાં છે? કહું? કોઈનું અણહક્કનું લેવું નહીં, કોઈનું અણહક્કનું ભોગવવું નહીં. આમાં માનવતા છે. આ મર્યાદાને જાળવો, તો માનવતા આવે અને કોઈનું અણહક્કનું લીધું હોય તો વ્યાજ સાથે પાછું આવી દેવું. આવો માનવધર્મ સાચવે તેની સદ્ગતિ થાય. ધર્મક્રિયા કરે તેની સદ્ગતિ થાય જ એવો નિયમ નથી, પણ ગુણોને ટકાવે તેની સદ્ગતિ થાય જ. માનવતા આગળ વધીને સજ્જનતા ઉપર જાય છે. તે બીજાનું ભલું કરીને જ રહે. માનવતાથી નીચેની કક્ષા પશુની – રાક્ષસની છે. માનવતાથી ઉપરની કક્ષા દેવની - પરમાત્માની છે. સજ્જન માનવતાથી યુક્ત જ હોય. આપણું વિર્ય, ચૈતન્ય સ્વભાવને છોડીને પુદગલમાં રાગાદિ રૂપે પરિણમે છે તે બધો પ્રમાદ છે. અનાદિકાળથી આ પ્રમાદે આપણા આત્મા ઉપર સવારી કરી છે. જેમ જેમ મિથ્યાત્વ ઘટતું જાય, અનંતાનુબંધીનો હ્રાસ થતો જાય, તેમ તેમ પ્રમાદ ઘટતો જાય. પહેલી, બીજી, ત્રીજી ચોથી દૃષ્ટિમાં ઉત્તરોત્તર પ્રમાદની ન્યૂનતા હોય છે. આત્મા શરમાવર્તમાં આવે, હળુકર્મી થાય, ઉપદેશ વગેરેને ઝીલે ત્યારે પ્રમાદ ઘટવાની શરૂઆત થાય છે. ૮ દૃષ્ટિનો વિકાસ કહો કે, ગુણસ્થાનકનો આધાર કહો તો રાગ – વૈષનું ઘટવાપણું એ જ કારણ છે. આત્મા જેમ જેમ દષ્ટિમાં આગળ વધે છે, ગુણસ્થાનકમાં આગળ વધે છે તેમ તેમ રાગ - વેષ અને મોહ ઓછા થતા જાય છે. અને એ જ જીવનો વાસ્તવિક વિકાસ છે. રાગની પ્રત્યેક પ્રવૃત્તિમાં જ્યારે આત્મા દુઃખ જોતો થશે ત્યારે અધ્યાત્મની પ્રાપ્તિ થશે. સંસારના દુ:ખનું કારણ રાગાદિ પ્રવૃત્તિ છે. જ્યાં સુધી રાગમાં સુખ દેખાય છે ત્યાં સુધી પાપપ્રવૃત્તિ દેખાશે 2010_05 Page #200 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદાભેદતા નહિ. અને ધર્મ કરવો ગમશે નહીં. કામરાગ અને સ્નેહરાગની અસારતા જીવે સમજવી જ પડશે. ઇંદ્રિયોના વિષયો પ્રત્યેનો જે રાગ છે તેનો સમાવેશ કામરાગમાં થાય છે અને સંસારના કોઈ પણ પ્રકારના લોભથી ઉત્પન્ન થયેલી અશાંતિને દૂર કરવા માટે, સ્વાર્થ સાધવા માટેની લાગણી એ સ્નેહરાગ છે. આ બધો પ્રમાદ છે. પ્રમાદ છટ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. કષાયનો અંત જોકે બારમે ગુણસ્થાનકે હોય છે છતાં યથાશક્તિ અપ્રમાદી એવો શાસ્રયોગી સાતમા ગુણસ્થાનકે સ્વરૂપનું વેદન કરીને નિર્વિકલ્પ અવસ્થાની અનુભૂતિ કરી શકે છે. વ્યક્ત પ્રમાદની અસર છટ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. અહીં યથાશક્તિ શા માટે લખ્યું ? આમ તો પ્રમાદ જોઈએ જ નહીં પણ પોતાનું સામર્થ્ય જ કાબૂ બહાર જાય અને શરીર પરનો કાબૂ ન ટકાવી શકે તે વાત જણાવવા માટે યથાશક્તિ લખ્યું છે. પ્રમાદ તો જોઈએ જ નહીં. પરમાત્માના પ્રમાદની પણ શાસ્ત્રે નોંધ લીધી છે. ઋષભદેવને અહોરાત્ર ૨૪ કલાક,પ્રભુ મહાવીરસ્વામીને એક અંતર્મુહૂર્ત પ્રમાદ આવ્યો છે, જોકે તેમણે આ પ્રમાદ લીધો નથી પણ પરીષહ અને ઉપસર્ગના વેદનથી અત્યંત શ્રમિત થવાથી દેહે પોતાનો કાબૂ ગુમાવ્યો છે અને ક્ષણ-બેક્ષણની નિદ્રા આવી છે એ બધાનો ટોટલ કાળ અહીં ગણ્યો છે. અહીં પ્રમાદ હોવા છતાં શક્તિનું ઉલ્લંઘન નથી કર્યું એટલે વાસ્તવિક અપ્રમાદ જ કહેવાય. ૧૭૭ = પ્રભુ મહાવીર ભગવાનના કાનમાંથી જ્યારે ખીલા કાઢ્યા ત્યારે પ્રભુથી ચીસ પડી ગઈ છે, પર્વતોમાં તડ પડી છે, ભેખડો તૂટી ગઈ છે. ધરતી ફાટી ગઈ છે. તો આ સમયે પ્રભુનું ચારિત્ર સાતિચાર છે કે નિરતિચાર ? તો નિરતિચાર જ છે, કારણ કે અહીં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે કાયાનો ધર્મ કાયા બજાવે છે, પરમાત્મા પોતે તો સ્વરૂપના ધ્યાનમાં જ છે. ધ્યાન વિક્ષિપ્ત થયું નથી, માટે સાતિચારતા નથી, દોષ નથી. અનાભોગ અને સહસાત્કારને સમજવા જેવું છે. અનાભોગમાં આત્માને ખ્યાલ ન હોય અને થઈ જાય તે લેવાનું છે અને સહસાત્કારમાં શરીર કાબૂમાં ન હોય અને થઈ જાય તે લેવાનું છે. સહસાત્કારે જે કોઈ દોષ લાગે છે તે પ્રમાદ, એ પ્રમાદ નથી, પણ અપ્રમત્તતા છે. શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આવે છે. એક મહાત્મા છે. ઈર્યાસમિતિના પાલનમાં ઉપયુક્ત છે. ખુબ સુંદર પાલન કરે છે. કોઈ જીવ પોતાથી ન મરે એની સતત કાળજી રાખી રહ્યા છે. ઇન્દ્ર પણ ઇન્દ્રસભામાં તેના સંયમની પ્રશંસા કરે છે તેથી દેવે તેની પરીક્ષા કરવા માટે માર્ગમાં દેડકીઓ વિકુર્તી અને વળી સામેથી દેવતાએ વિક્રુર્વેલો હાથી ગાંડોતુર બનીને આવી રહ્યો છે. તો પણ મહાત્મા ખૂબ જ યતનાપૂર્વક ધીરે ધીરે સ્થિરતાથી ચાલી રહ્યા છે. હાથીએ મહાત્માને સૂંઢમાં લીધા, ઉછાળ્યા. મહાત્મા તો મારા દેહથી _2010_05 Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ કોઈ જીવ મરે નહિ, તે ચિંતાથી શરીરનો અધિક ને અધિક સંકોચ કરી રહ્યા છે. જેમ જેમ ઉપસર્ગ થાય તેમ તેમ પરિણતિ તીવ્ર બને છે. આત્મા અહિંસાના ઉપયોગમાં સ્વભાવથી વર્તી રહ્યો છે. અપ્રમત્ત જીવન હોતે છતે કાયાના ધર્મો કાબૂમાં ન રહે અને જે કોઈ પ્રમાદ સેવાઈ જાય તેના માટે યથાશક્તિ અપ્રમાદી શબ્દ ઘટે છે. અહીં સ્વપરિણામની સતત વૃદ્ધિ છે. અંદરમાં કોઈ વિકલ્પ નથી. શાસ્ત્રયોગને પામવા માટે અપ્રમત્તતા એક અંશ, factor અવયવ છે. પણ અપ્રમત્તતા આવે એટલે શાસ્ત્રયોગ આવી જાય એવું નથી. તે માટે બીજી બધી કંડીશનો પણ આવશ્યક છે. સ્વરૂપમાં જ નિરંતર ઉપયોગ હોવો જોઈએ, જગતના જીવો સાથેનો સંબંધ છૂટી ગયેલો હોવો જોઈએ. નિપ્રયોજન વિચાર, વાણી અને વર્તન એ શાસ્ત્રયોગમાં બાધક છે. સિદ્ધર્ષિ ગણિ પ્રશ્ન કરે છે, તત્વના જાણકાર કોણ ? અહીં જવાબમાં પાંડિત્યને મહત્ત્વ અપાયું નથી. પણ જેને આત્મકલ્યાણનો તીવ્ર આગ્રહ છે, સ્વરૂપને પામવા માટેની તીવ્ર રુચિ છે, સ્વરૂપના આનંદ માટેની તાલાવેલી છે. સ્વરૂપ સિવાય કાંઈ જોઈએ નહીં એવી મનોવૃત્તિ છે તે તત્ત્વનો જાણકાર છે. જગતની અંદર અન્ય ચીજોમાં જે સુંદરતા ભાસે છે, તે આત્મતત્ત્વથી ભાસે છે. ચૈતન્ય નીકળી જાય પછી કંઈ જ સુંદર નથી. આત્મા જ ન હોય તો શું સુંદર અને શું અસુંદર ? બીજાની સુંદરતા પણ આત્માને આભારી છે. કોય જેને આત્મકલ્યાણની તીવ્ર ઈચ્છા છે, જ જેને આત્મકલ્યાણનો જ આગ્રહ છે, જેને મનુષ્યજન્મ પામીને પોતાના આત્માને ઠેઠ સર્વવિરતિ, અપ્રમત્તભાવ સુધી પહોંચાડવાનો છે, જ જેને સ્વરૂપની તીવ્ર તાલાવેલી, રુચિ, તમન્ના છે તેને નિપ્રયોજન એક પણ વિકલ્પ ઊઠે નહિ. નિષ્ઠયોજનનો અર્થ બહુ વ્યાપક છે. જેને મોક્ષ સાથે કોઈ અનુસંધાન નથી, જે મોક્ષ પ્રાપ્ત ન કરાવી આપે તે બધું નિમ્પ્રયોજન સમજવું. આપણું જીવન નિપ્રયોજન વિકલ્પોથી ભરેલું છે. નિપ્રયોજન વિકલ્પવાળો કલ્યાણનો કામી ન હોઈ શકે, જે ઉપરની કક્ષાએ ન ચઢ્યો હોય, તત્ત્વથી ભાવિત ન થયો હોય, સ્વરૂપથી ભાવિત ન થયો હોય તેને અવિનાશી સ્વરૂપથી ભાવિત થવાનું છે. એને જ ઘૂંટવાની જરૂર છે અને સ્વરૂપને વારંવાર, ભિન્ન ભિન્ન રીતે ઘૂંટવામાં આવે તો વિકારી ભાવો નીકળી જાય છે. નિમ્પ્રયોજન વિકલ્પોનું ન ઊઠવાપણું એ મનોગતિ છે. 2010_05 Page #202 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા ૧૭૯ કદાચ અંદરમાં વિકલ્પો ઊઠે તો એને મોઢેથી બોલીએ નહીં તો વિકલ્પો અંદરમાં શમી જાય છે. આ વાણીથી ન બોલવું એ દ્રવ્યમૌન છે અને આ દ્રવ્યમૌનથી પણ આત્મા સૌભાગ્યનામકર્મ, આયનામકર્મ, યશનામકર્મ વગેરે પ્રકૃતિ બાંધે છે. જે મહાપુરુષો હોય છે તે અલ્પભાષી હોય છે. તેઓ નિપ્રયોજન વ્યર્થ કદી બોલે નહીં. બોલવામાં આત્માની શક્તિ બહુ હણાય છે. અપેક્ષાએ વિર્યપાત કરતાં વાક્યાત વધુ ભયંકર છે. વિમલા તાઈ કહે છે કે જો તમારે જગતને તત્ત્વની વાત એક કલાક કહેવી હોય તો ત્રેવીસ કલાકનું મૌન કરવું પડશે. મૌન દ્વારા આત્માની શક્તિ વધે છે. મૌન દ્વારા આત્માની નિકટ જવાય છે. વચનને આદેય બનાવવું હોય તો મૌન એ શ્રેષ્ઠ માર્ગ છે. નહેરુને જે વાત કહેવા પચાસ વાક્યો જોઈએ, તે વાત સરદાર પટેલ બે વાક્યમાં કહેતા હતા. તેમણે મૌન દ્વારા શક્તિનો સંચય કર્યો અને દેશને કેટલો લાભ કરી બતાડ્યો. તેણે કાશ્મીરને બચાવ્યું. અભાવિત અવસ્થામાં વિકલ્પો ઊઠવા એ શક્ય છે. પણ બોલવું તો ન જ જોઈએ. સાર્થક જ બોલવું. નિપ્રયોજન બોલવું એ પણ પ્રમાદ છે. હવે ક્યારેક અંદરથી વિકલ્પ ઊઠ્યો. મૂખના ટોળાની વચ્ચે બેઠેલાં છો એટલે બીજા બોલ બોલ કરે છે ત્યારે કદાચ બોલાઈ જાય છે તો પણ જાગૃતિ રાખવી કે કાયાથી તે ચેષ્ટા ન થઈ જાય, અને કદાચ કાયાથી ચેષ્ટા થઈ જાય તો તત્ત્વનું જાણકારપણું નાશ પામી જાય છે. હવે જો તત્ત્વવેદી બનવું હોય તો તત્ત્વવેદીનો આશ્રય લેવો જોઈએ, તેમની સેવા કરવી જોઈએ અને પોતાના મન – વચન - કાયાની ભૂલોની પ્રામાણિકતાથી આલોચના કરવી જોઈએ, તત્ત્વજ્ઞને પોતાની ભૂલો, પોતાની સ્કૂલનાઓ કહેવી, અને જે ઉપાય બતાવે તેનાથી આત્માને ભાવિત કરવો, તો એ આત્મા, તત્ત્વવેદી બની શકે અમારે ત્યાં જે કાંઈ ભૂલો થાય છે તે ગુરુને કહેવાની વિધિ છે. તમારી ભૂલો, તમારા દોષો કહ્યા એટલે તમારો અહંકાર ગયો. આ ભૂલો અને દોષોનો નિખાલસ ભાવે એકરાર કરતાં જે દુઃખ થાય છે, તેનાથી અનુબંધ તુટે છે. તત્ત્વજ્ઞ તે છે કે જેના મનમાં અશુભ વિકલ્પ ઊઠે નહીં, અશુભ વિકલ્પ ઊઠે તો બોલે નહી, અને બોલે તો કાયાથી ચેષ્ટા કરે નહીં, અને કાયાથી ચેષ્ટા કરે અથવા થઈ જાય, તો પ્રાયશ્ચિત્ત કરે અને તે જો ન કરે તો તે તત્ત્વજ્ઞ કહી શકાય નહીં. સાધકે તત્ત્વના જાણકારનો નિરંતર ખપ રાખવાનો હોય છે. તેની સાથે જ નિરંતર રહેવાનું મન હોવું જોઈએ. તેમની નિશ્રામાં સતત રહીએ તો આપણી ક્ષતિઓ તેમને કહી શકીએ અને તો જ તત્ત્વને પામી શકાય છે. મનની ગૂંચો કોઈની પાસે નહીં ખોલો તો 2010_05 Page #203 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ બધી આરાધના દ્રવ્ય આરાધના બની જશે. મૃત્યુ પહેલાં બધી ગૂંચો ઉકેલાઈ જવી જોઈએ. મૃત્યુ એટલે કુદરતની જપ્તી. ગવર્મેન્ટનું વોરંટ આવે છે ત્યારે દરોડા પડે અને ઊંધું-ચત્તું કરીને તમે જે કાંઈ ભેગું કર્યું હોય, તે ઉપાડી જાય, અને તમને પણ ઉપાડીને લઈ જાય, માત્ર ગૂંચોના અણઉકેલેલા કોયડાઓમાં તમે જપ્ત થઈ જાવ છો. જગતનો કાયદો છે કે અઘટિત રીતે જે કાંઈ મેળવ્યું છે, તે તમે રાખી શકશો નહીં. સમાધિમૃત્યુ પણ મળવું દુષ્કર બને છે. ૧૮૦ એક શ્રીમંતના ઘરમાં હીરા, મોતી, માણેક વગેરે ઘણું બધું જમીનમાં દાઢ્યું છે. અને માલિક સહકુટુંબ બહારગામ ગયો છે. ચોરો આવ્યાં. અત્યંત ઉંડાણમાં આ દાટેલું છે. ચોરોએ મજૂરી કરીને કાઢ્યું. લઈ જવાની તૈયારી કરે છે અને ત્યાં જ ઘરનો માલિક આવીને ઊભો રહી ગયો. તેની નજર જ પડી છે. બોલો, ચોર લઈ જઈ શકે ? તેનો માલિક આવ્યો છે તો લઈ જઈ શકે ? ચોર એમ કહે કે, શેઠ ! બધું ના આપો તો કાંઈ નહીં પણ આઠ કલાક કાળી મજૂરી કરી છે. પસીનાના રેલા કાઢીને બહાર લાવ્યા છીએ, તો ચોથો ભાગ આપો મળી શકે ? કેમ નહીં ? મજૂરી જેટલું પણ કેમ ન મળે ? No Right અધિકાર જ નથી. જે અઘિટત ચીજ છે તેને માટે તમે ગમે તેટલી મજૂરી કરો તો પણ તેના પર તમારી માલિકીહક સ્થાપિત કરી શકતા નથી. તમે સંસારમાં મજૂરી કરીને ભેગું કરો છો પણ માલિકી થઈ શકવાની નથી. No right flows from illegal action સંસાર એ મ્યુઝીયમ છે, સંગ્રહાલય છે. મ્યુઝીયમમાં બધી ચીજ વસ્તુ જોવાની હોય કે લેવાની હોય ? મ્યુઝીયમમાં જે ગમે તે લઈ લેવાય ? ના, સંસારને જેને મ્યુઝીયમ તરીકે જોતાં આવડે તે છૂટી જાય. લેવાના ભાવથી સંસારમાં રહ્યા છો, માટે કર્મસત્તાના ઇંડા ખાવ છો. પાંચ પચીસ વર્ષ પછીનો સંસાર કેવો ભયાનક છે ? જગતમાં સુખમય સંસાર સોહામણો લાગે છે તે પાપના ઉદયથી આવનાર ભયંકર સંસારની કલ્પના કરવા દેતો નથી. માટે સુખને છોડવાનો માર્ગ મહાપુરુષો અપનાવે છે. વિવેકી આત્મા સુખના ભોગવટાની પાછળ દુઃખ જુએ છે. જે ચીજ આપણી નથી તેની સાથે રહેવું પડે તો વિવેકી રહે ખરો, પણ પોતાની તો માને જ નહિ. પોતાની ન માની એટલે મૂર્છા ગઈ. અત્યંતર પરિગ્રહ ગયો, એટલે દુઃખ ગયું. જગડુશાહ પાસે કેટલી સંપત્તિ હતી ? અબજોની સંપત્તિ હતી છતાં દુર્ગતિમાં નથી ગયા. તે અત્યંતર મૂર્છાથી રહિત હતા. અંદરથી માલિકીનો હક ગયો એટલે બહારથી જ પરિગ્રહ હતો અને તેથી અવસરે એનો પર માટે જ ઉપયોગ કર્યો છે. આ ન્યાયે જ ચક્રવર્તી સગતિમાં જઈ શકે છે 2010_05 Page #204 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા ૧૮૧ અને રાજગૃહીનો ભિખારી, કાંઈ નથી. ઝૂંપડું જ છે છતાં દ્રમક સાતમી નરકમાં જાય છે. આ છે જૈન શાસનનો અનેકાન્તવાદ. ચક્રવર્તી ભરતને બેસુમાર આરંભ-સમારંભ છતાં નરક ન મળતાં કેવળજ્ઞાન થયું. ચક્રવર્તીનો ઠાઠ ઠઠારો કેટલો બધો છે ? છ ખંડનો આરંભ – સમારંભ માથે લઈને ફરે છે. છ ખંડનો માલિક છે. છ ખંડનું નેતૃત્વ ધરાવે છે, એક લાખ, બાણું હજારનું અંતઃપુર છે. આ બધું હોવા છતાં તે આત્માને કેમ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ચક્રવર્તી સર્વવિરતિનાં ધોરી માર્ગે પ્રયાણ નહોતા કરી શક્યા. પણ આત્મજાગૃતિ રૂપ સમ્યકત્વ ઝળહળતું હતું. અંદરથી મૂછ મમત્વ, પરિગ્રહ, પોતાપણાનો ભાવ જેમ જેમ ઘટાડતા ગયા તેમ તેમ બાહ્યસામગ્રી ડુબાડનારી ન બની. દુર્ગતિમાં ન જવું હોય તો વિવેક કેળવવો જોઈએ. જેની સાથે રહેવું પડે તેની સાથે વિવેકથી રહેવાનું. બાહ્ય પરિગ્રહનો ઉપયોગ - સદુપયોગ કરતા રહેવું એ દેવત્વ છે. બાહ્ય પરિગ્રહનો વિવેક પૂર્વક ઉપભોગ કરવો એ આર્યત્વ છે. બાહ્ય પરિગ્રહનો વિવેક વિના ઉપભોગ કરવો અને તિજોરીમાં સંગ્રહ કરવો એ અનાર્યત્વ છે. બાહ્ય પરિગ્રહનો ઉપયોગ કરી શકાય, બાહ્ય પરિગ્રહનો ઉપભોગ કરી શકાય, બાહ્ય પરિગ્રહને તિજોરીમાં રાખી શકાય. પણ તન્મય ન બનવું. એના ન બની જવું. અને અવસરે પરોપકાર કરી લેવો. પરિગ્રહ બહારથી છે, મૂચ્છ અંદરથી છે. પરિગ્રહનો પ્રાણ મૂચ્છ છે. જેનો પ્રાણ નીકળી ગયો હોય પછી એ પરિગ્રહ કેવો હોય ? - અસમાધિ મરણ ન જોઈતું હોય તો વહેલામાં વહેલી તકે બધામાંથી મન ઉઠાવી લેવા જેવું છે. શાસ્ત્રયોગીનું મન સંસારમાંથી ઊઠી ગયું છે માટે ઈદ્રિયના વિષયનો વિચાર નથી કરતા, બીજા કોઈ વિકલ્પ તેને હેરાન નથી કરતા, વસ્ત્ર, પાત્ર, દેહમાંથી વિકલ્પો નીકળી ગયા છે. પ્રમાદ જીવનમાંથી નીકળી ગયો હોવાથી આત્મામાં જ ઉપયોગ રહે છે. શાસ્ત્રયોગી તો નિકટમાં નિકટ એવા દેહને ટકાવવા માટે આહાર, વસ્ત્ર, પાણીને પ્રભુની આજ્ઞા મુજબ લે છે. ઉપસર્ગ, પરિષદને શાંતચિત્તે સહન કરીને આગળ વધે છે. શ્રાદ્ધસ્ય = સંપ્રત્યયાત્મક શ્રદ્ધાવાળા હોય છે. શાસ્ત્રયોગી છટ્ઠા, સાતમા ગુણસ્થાનકના ઊંચા અધ્યવસાયમાં વર્તે છે. એના કારણે નિરંતર આત્મસ્વરૂપમાં રમણતા હોય છે. એમને વિષયોમાં પ્રવૃત્તિ નથી, રુચિ નથી, આકર્ષણ નથી, તેથી તત્ત્વનું સંવેદન, તત્ત્વનો આનંદ સતત બન્યો રહે છે. કષાયનો સ્પર્શ નથી. કષાયો નિષ્ફળ થઈને જતા રહે છે. તત્ત્વનું આલંબન લઈને સ્વરૂપમાં લીન બને છે, ત્યારે તત્ત્વસંવેદન થાય છે. નવતત્ત્વમાં સૌ પ્રથમ જીવ મૂક્યો અને છેલ્લો મોક્ષ મૂક્યો છે. પહેલા 2010_05 Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ને છેલ્લામાં ભેદ શું ? પહેલામાં સંસારી અવસ્થા બતાવી છે અને છેલ્લે મોક્ષ મૂકીને કહ્યું કે, જીવે આવા જ બનવાનું છે અને શેના દ્વારા બનવાનું છે ? તે બતાવવા માટે વચલાં તત્ત્વો છે. આશ્રવ, બંધ છોડવાના છે. આશ્રવમાં પુણ્ય – પાપ આવી જાય છે. સંવર - નિર્જરા આચરવાના છે અને તેનાથી છેલ્લે મોક્ષ પામવાનો છે. આજે નવતત્ત્વના ભાગા ગણગણ કરે છે. પણ મારો આત્મા નવતત્ત્વના કયા ભેદમાં વર્તે છે ? એ ખબર ન પડે તો નવતત્ત્વ ભણ્યા કેવી રીતે કહેવાઈએ ? નવતત્ત્વમાંથી એક પ્રશ્ન પૂછું ? આશ્રવ હેય લાગ્યો છે ? મારે આશ્રવમાં સંતોષ માનવાનો નથી, મારે પુણ્ય ઉપર પણ વિશ્વાસ મુકવાનો નથી, અંતે પુણ્યને છોડીને મારે મોક્ષ પામવાનો છે. આવી વિચારસરણી તૈયાર થઈ હોય તેના નવતત્ત્વ ભણેલા સાર્થક છે. કર્મને આવવાનાં કારો એ આશ્રવ છે સંસાર આશ્રવથી ચાલે છે. નવતત્ત્વ ભણ્યા પછી આશ્રવનો ભય લાગવો જોઈએ, સંવર - નિર્જરા ગમવાં જોઈએ, હેયોપાદેયનો યથાર્થ વિવેક આપવો જોઈએ. - નિર્જરા ગમી ક્યારે કહેવાય ? જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિની સતત ઝંખના હોય, સમતાભાવ આત્મસાત કર્યો હોય, કષાય ન થાય તેવી સ્થિતિ ઊભી કરી હોય એટલે કે કષાય ન થાય તેની સતત જાગૃતિ રાખતો હોય, સામાયિકમાં આત્મા અંદરમાં ડૂબકી મારીને સમતા - સમાધિ પ્રાપ્ત કરતો હોય, તો નિર્જરા ગમી કહેવાય. બીજું ખાસ એ સાચવવાનું કે સામાયિક તો એક કલાક છે. પણ વિપરીત પરિણામ પછી પણ ન સ્પર્શે તો નિર્જરા થાય છે. આત્માનો ઉપયોગ જ્યારે ક્ષમાથી ભાવિત બન્યો હોય, ક્ષમામય બન્યો હોય, ત્યારે ક્રોધાદિ કષાયોની નિર્જરા થાય છે. ક્ષમાને સહન કરી લીધી હોય તે જીવને વિપરીત પરિણામ એટલે કે ક્રોધાદિ સ્પર્શે જ નહીં. કોઈ ગાળ દે તોય તેને ક્ષમાનો પરિણામ સતત હોવાથી નિર્જરા થાય છે. સાધક ખાવાપીવાની પ્રવૃત્તિ કરે, પહેરવા - ઓઢવાની પ્રવૃત્તિ કરે, વેપાર - ધંધાની પ્રવૃત્તિ કરે. પણ ક્ષમાને ઉપયોગમાં સ્થાપેલી રાખે છે. અને તો જ નિર્જરા શક્ય બને છે. ધર્મમાં સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. અહીં સૂક્ષ્મ બુદ્ધિ લઈને આવ્યા છો ? મારી આ વાતો સમજાય છે ? જીવ બજારમાં, ધંધામાં, સંસારમાં સૂક્ષ્મબુદ્ધિથી આગળ વધે છે અને અહીં આવે ત્યારે કોદાળા જેવી બુદ્ધિ રાખીને આવે છે. અહીં સૂક્ષ્મમાં સૂક્ષ્મ બુદ્ધિ લઈને આવવું જોઈએ. જુઓ આ ક્ષયોપશમ દુર્લભ નથી. જેને જેનો ખપ છે તેને માટે તે દુર્લભ નથી. 2010_05 Page #206 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા ૧૮૩ તમે દાનનો અભ્યાસ કર્યો છે ? કૃપણતાને ખંખેરી નાંખી છે ? મારે કોઈના દુ:ખને દૂર કર્યા વગર રહેવું નથી. આવી પરિણતિ કેળવવાથી તમે જ્યારે દાન આપો છો ત્યારે તો લાભ થાય છે. પણ જ્યારે દાન નથી આપતા ત્યારે પણ દાનના પરિણામ સતત રહેતા હોવાથી, દાનાંતરાયનો લયોપશમ ઊભો કર્યો હોવાથી સતત તેનાથી થતા લાભો – નિર્જરા વગેરે થયા જ કરે છે. આ જિનશાસન છે. એક પણ ગુણ આત્મસાત્ કરી લઈએ તો દુર્ગતિનાં દ્વારા બંધ થઈ શકે છે. ભલે કઠોર જીવન જીવવાની તાકાત નથી પણ જિનશાસન પરિણતિનું સાયન્સ આપણને શીખવાડે છે. તું પરિણતિને ઊભી કરી લે, પરિણતિને વધારી લે, તો પછી શાસ્ત્રયોગ કદાચ આ ભવમાં નહિ આવે, પણ તારું કામ થઈ જશે. પણ પરિણામને ટકાવવા માટે તેનો ક્ષયોપશમ ઊભો કરવો પડે. અને ક્ષયોપશમમાં આગળ વધવા માટે બાધક ભાવોથી અળગા રહેવું પડે, સાધક ભાવોથી અભેદ થવું પડે, આમ કરવાથી વિપરીતભાવ – કર્મબંધ નીકળી જાય અને એ ક્ષયોપશમ છેલ્લે ક્ષાવિકભાવમાં પરિણમે છે. મા માણેકલાલ ચુનીલાલને લોકોએ દાનવીરના બિરુદથી વધાવ્યા છે. એકવાર તેમની પાસે ગામડાના લોકો આવ્યા. મુસલમાનોનું ગામ છે. તેઓને મસ્જિદ બંધાવવી છે. કોઈએ આનું નામ આપ્યું. બધા મુસલામનો ભેગા થઈને મુંબઈ ગયા. વાતનો પ્રસ્તાવ મૂક્યો કે “અમે ખુદાની બંદગી કરી નથી એટલે અમારું કામ થતું નથી. અમારે આ મુશ્કેલી છે, તે મુશ્કેલી છે. તમે મહેરબાની કરો તો અમારું કામ સરળ થાય.” માણેકભાઈએ કહ્યું, “બોલો, કેટલા જોઈએ છે ? દસ હજાર જોઈએ છે તેમણે તરત ચેકબુક હાથમાં લીધી, દસ હજારનો ચેક લખી, સહી કરી ને ચેક આપી દીધો. આ જોઈને મુસલમાનો ચકિત થઈ ગયા અને એમની સામે મન મૂકીને નાચ્યા છે. એવા નાચ્યા, એવા નાચ્યા કે લોકોને થયું કે આમને શું થયું છે ? તેઓ કહે છે કે ખુદા પ્રસન્ન થઈ ગયા, અમારું કામ એક ધડાકે થઈ ગયું. એમણે દાનગુણ આત્મસાત કર્યો છે. જે ગુણોની સિદ્ધિ થઈ છે તે બીજાના પ્રયોજનને સિદ્ધ કરી આપે છે. સિદ્ધિ ન્યાર્થસાધનમ્” જ્ઞાનસારમાં પૂ. ઉપાધ્યાયજી મ.સા. આ જ વાતને જણાવે છે. આ રીતે ગુણોનો ઉત્તરોત્તર વિકાસ થતાં ઠેઠ ક્ષાયિક ભાવ સુધી જીવ પહોંચી જાય છે. - સંપ્રત્યયાત્મક શ્રદ્ધા બનાવવી છે ? તો કયા ગુણનો ખપ છે ? તમે નિશ્ચય કરો કે મારે એક ગુણને કેળવવો છે. તેના માટે મરી જવું પડે તો ય વાંધો નથી. એને માટે જે ભોગ આપવો પડે, જે સહન કરવું પડે તે કરવું છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સમતા, સંતોષ, સેવારુચિ, જીતેંદ્રિયતા, વિશ્વાસપાત્રતા વગેરે ક્યા ગુણો ઉપર તમારો ઝોક વધારે છે ? એક ગુણ 2010_05 Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પ્રત્યે પક્ષપાત ઊભો કર્યો નથી તો તમારું જીવન નિષ્ફળ ગયું સમજવું. શાસ્ત્રયોગી બધા ગુણોની સંપ્રત્યયાત્મક શ્રદ્ધા કરીને બેઠા છે. સંસારમાં બેઠેલા યોગીને બધા ગુણોની જરૂરિયાત ન હોય તો પણ તે તે ગુણનો આનંદ અનુભવાતો નથી. જ્યાં આનંદ ત્યાં નિર્જરા ચાલુ થઈ ગયેલી સમજવી. શાસ્ત્રયોગી બંગલા - બગીચા જુએ, તમે પણ જુઓ. એનું જ્ઞાન તારક, તમારું જ્ઞાન મારક છે. તમે વિષયોમાં એકાકાર થાવ છો. વિષયોમાં એકરાર બનવું એ મિથ્યાત્વ છે. વિષયોમાં એકાકાર ન બને તે મહાન છે. વિષયોના સાક્ષી બને તે શાસ્ત્રયોગી છે. અવિરતિ સમ્યગ્દષ્ટિને ચાર કષાયનો પોયરામ થવાથી તત્ત્વની રુચિ છે. ચાર કષાય જવાથી, આત્મા ઓળખાયો છે. તેનું જ્ઞાન સમ્યગુ બન્યું છે. દર્શન સમ્યગૂ છે. પણ ચારિત્ર ન હોવાથી તત્ત્વનું સંવેદન નથી. મહાત્માને તત્ત્વની રુચિ અને સંવેદન ભેગું છે. મિથ્યાત્વીને તો રુચિ પણ નથી અને સંવેદન પણ નથી. સમકિતીને, સ્વરૂપની રુચિ છે. છતાં સંસારમાં બેઠો છે માટે અર્થ, કામની પ્રવૃત્તિ છે. અર્થ, કામનું પ્રયોજન છે. અર્થ અને કામમાં પોતાપણાની બુદ્ધિ કર્મના ઉદયથી થાય છે અવિરતિજન્ય સંસ્કારો બેઠેલા છે, તે સંસારમાં – વિષયોમાં પ્રવૃત્તિ કરાવે છે. અવિરતિજન્ય કર્મોના ઉદયના કારણે તેને અર્થકામમાં સારાપણાની અને મારાપણાની બુદ્ધિ થાય છે. પરંતુ સમ્યક્ત્વ હાજર હોવાને કારણે તે જ વખતે હેયત્વ પરિણામ પણ સાથે જ રહે છે. તેથી સારાપણાની કે મારાપણાની બુદ્ધિ, અમુક મર્યાદામાં જ રહે છે. આ સમ્યગ્દર્શન છે. માટે સ્વભાવની, સ્વરૂપની રુચિ છે. અને તેથી તત્ત્વ પામવાની ઇચ્છા ધરાવે છે. સંસારનાં સુખો ભોગવવા છતાં તેને સારું ન માને. તેને પેંડો ગળ્યો લાગે, સારો લાગે પણ તત્ત્વની રુચિ ખસી નથી એટલે ભોગો જે સારા લાગે છે એના ઉપર જે ગમો છે. તે ગમ ઉપર અણગમો બેઠેલો છે. સારું લાગે છે તે ગમતું નથી. વિષયો સારા લાગવા એ અવિરતિ છે, વિષયોને સારા માનતા નથી એ સમ્યકત્વ છે. સારું લાગવું અને સારું માનવું એમાં ફેર છે. જેને આત્માનો આનંદ છે એવા સર્વવિરતિધરની બધી પ્રવૃત્તિ ઔચિત્ય રૂપે હોય છે. તવિષયક પરિણામ તેમને અંદરમાં સ્પર્શે નહીં. સંસારમાં ઈષ્ટ પદાર્થો આપણને ગમે છે. આપણે ચોંટીએ છીએ, અને રમાડ્યા કરીએ છીએ એ અશુભ વિકલ્પ છે. જેનું ચિત્ત રાગાદિ વિકલ્પોને ચોટે. તેનું ચિત્ત મિથ્યાત્વવાસિત છે. આજે તમને જે જે યાદ આવે છે, તેના વિકલ્પો તમને 2010_05 Page #208 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા ૧૮૫ સતાવી રહ્યા છે. આમાંથી બહાર નીકળવું પડશે. જે કાંઈ મળ્યું છે, સારું કે ખોટું, એ બધામાંથી મન ઉઠાવી લઈશું, એના લાભ - નુકસાનને ગૌણ કરી દઈશું અને આત્મામાં જોડીશું ત્યારે ગ્રંથિભેદ થશે. આપણે સ્કૂલમાંથી સૂક્ષ્મમાં જવાનું છે, સૂક્ષ્મમાંથી શૂન્યમાં જવાનું છે, શૂન્યમાંથી પૂર્ણમાં જવાનું છે. આના માટે કષાયોનો હ્રાસ અને નાશ જરૂરી છે. વિષય – કષાયોનો ઉપયોગ એ સ્થૂલ ઉપયોગ છે. એમાંથી સૂક્ષ્મમાં જવું હોય તો પદાર્થની અસર નીચે ન આવવું. પદાર્થને જોવામાં રાગાદિ કરવા નહીં. સંસારમાં નિર્મોહી બનીને જીવવાનું છે. જગતમાં કોઈએ તારું કશું બગાડ્યું નથી. હે આત્મન્ ! તું જ બગડ્યો છે એટલે જડ જગત અને ચેતન જગત તને દૂષિત દેખાય છે. તમારી દૃષ્ટિ સ્વચ્છ થતાં જડ જગત અને ચેતન જગત તમને નિર્દોષ દેખાવા માંડશે. વિષય - કષાયની પરિણતિ જેમ જેમ તૂટતી જશે તેમ તેમ તમારો ઉપયોગ ચિંતનમય, મનનમય, ભાવનામય, સંવરમય બનતો જશે. અને તમે શૂન્યની નજીક સરકતાં જશો. - શૂન્યના બે અર્થ છે. (૧) વસ્તુનો અભાવ એ શૂન્ય અને (૨) વસ્તુ હોવા છતાં અસર ન થવી. અસરનો અભાવ એ શૂન્ય છે અસર ચેતનને થાય છે, અસર જડની થાય છે. આ જડની અસરમાંથી નીકળી જવાથી શૂન્યના માર્ગે આગળ જવાય છે. અને સર્વથા અસરમાંથી નીકળી જતાં જીવ પૂર્ણ બને છે. તમારે ત્યાં કેટલાં પ્રૂફ છે. (૧) વોટર પ્રફ (૨) ફાયર પ્રફ (૩) બુલેટ પ્રૂફ તેમ ઉપયોગને પણ અસરપ્રૂફ, અસરલેસ કરવાનો છે. પુદ્ગલની અસર ખરી પડતાં જીવ શૂન્ય બને છે. ભગવાનને પહેલું સંઘયણ હતું અને આપણને છઠું સંઘયણ છે. કાયાની વાત બાજુ પર મૂકો પણ વાચિક પરિષહ તો સહન કરી શકશો ને ? કોઈ પાંચ – પચ્ચીસ ગાળ આપે તો તમને અસર ન થાય ને ? આમાં તો વિવેક અને જાગૃતિ જ જોઈએ છે ! તમે તે ગાળો પર વિચાર કરો, એ દોષો તમારામાં હોય તો તમે સુધરી જાવ અને એ દોષો ન હોય તો એ વાતને ભૂલી જાવ, રોંગ નંબર કહીને ટેલિફોન મૂકી દો. આ રીતે સર્જનનું wrong nomber શૂન્ય કરીને ગાળને હસી કાઢો તો તમે ગાળને સહન કરી કહેવાય. ક્ષમાધર્મ સેવ્યો કહેવાય અને તેથી તમારો મોક્ષ નિકટ બની ગયો. વચનક્ષમાના પાલનથી અસંગક્ષમા, ધર્મક્ષમા એટલે સ્વભાવરૂપ ક્ષમા પ્રાપ્ત થાય છે. ધર્મક્ષમાના લક્ષ્યપૂર્વક આરાધના કરવાથી વચનક્ષમા અહંકારમાં પરિણામ ન પામતાં, ઉત્તરોત્તર વિકાસ સાધક બની શકે છે. સાધના એ માર્ગ છે. સ્ટેશન નથી, એ દરેક સાધકે યાદ રાખવું જોઈએ. 2010_05 Page #209 -------------------------------------------------------------------------- ________________ સાધનાની ખૂબીઓ આપણે સૌ પ્રથમ ઈચ્છાયોગ જોયો. જેમાં ધર્મની ઈચ્છા પ્રધાન છે. અર્થાત્ ધર્મ જ ઉપાદેય લાગે છે આ ઇચ્છાયોગ છે. શાસ્ત્ર છે પ્રધાન જેમાં એવો ધર્મ વ્યાપાર તે શાસ્ત્રયોગ છે. શાસ્ત્રયોગીનું “યથાશક–પ્રમાદિનઃ' વિશેષણ છે તેમાં એ સમજવાનું કે જ્યાં કાયાનું સામર્થ્ય ચાલ્યું જાય, એના કારણે પ્રમાદ સેવાઈ જાય તેને યથાશક્તિ કહેવાય છે. ભગવાનના શાસનમાં પ્રમાદ, અપ્રમાદ સમજવા જેવો છે. પ્રમાદની બહુ વ્યાપક વ્યાખ્યા છે. આપણને ખ્યાલ પણ ન હોય ત્યાં શાસ્ત્રકારો પ્રમાદની વાસ્તવિક્તાનું વર્ણન કરતાં આપણને સમજાવે છે. ચંદનબાળા દેશના સાંભળવા ગયાં છે. સૂર્યાસ્ત થયાને સમય થઈ ગયો છે. ચંદનબાળાજી ચાલ્યાં ગયાં. મૃગાવતી ખ્યાલ ચૂક્યાં, ઉપયોગ ચૂક્યો. પાછળથી ઉપયોગ આવતાં તેઓ પણ ગયાં છે. ચંદનબાળાજી ગુરણીજી છે. મૃગાવતીને ઠપકો આપે છે કે “કુલીનબાળાથી રાત્રે ન અવાય : પરિસ્થિતિનો વિચાર કરો કે સૂર્ય - ચંદ્ર મૂળ વિમાને આવેલા છે અને પ્રભુની દેશનામાં લીન મૃગાવતીજીને સમયનું ભાન ન રહ્યું. એટલે ન ઊઠ્યાં. આમાં તમારી દૃષ્ટિએ મૃગાવતીજીનો વાંક ખરો ? ગુરૂણીએ ઠપકો આપવો જોઈએ કે ન આપવો જોઈએ ? જૈનશાસનની સૂક્ષ્મતા અહીં સમજવા જેવી છે. અપ્રમાદની વ્યાખ્યા સમજવા જેવી છે. તે તે કાર્યમાં ઉપયુક્તતા એ અપ્રમાદ છે, માત્ર તેમાં લીન બનવું એ પ્રમત્તતા છે અને તે કાર્ય કરતી વખતે અનંતર ક્રિયાનો ખ્યાલ હોવો – તેને અપ્રમત્તતા કહેવાય છે - તમે જેમાં છો એમાં એવી તલ્લીનતા આવે કે અનંતર ક્રિયાનો ખ્યાલ ન આવે તો જૈનશાસન તેની ના પાડે છે. ચંનદબાળા ગુરુના સ્થાને છે અને શિષ્યા પ્રમાદ કરે છે તો પ્રમાદ કરતાં શિષ્યાને ઠપકો ન આપે તો શિષ્યા ઉપરની મમતાનો પ્રમાદ ગુરુને આવે છે. ““મરવા દો ને“ભેંસના શીંગડા ભેંસને ભારે, આપણે કહીએ અને ન ગમે તો ? પ્રતિક્રિયા ઊંધી આવે તો ?'' આવું વિચારીને અધિકૃત વ્યક્તિ એના આશ્રિતોની ભૂલો ન બતાવે, સારણા, વારણા, ચોયણા, પડિચોયણા ન કરે તો, તે તેનો પ્રમાદ છે. આ કાર્ય ઘણું નાનું છે પણ જીવને પ્રમાદથી અટકાવવું એ ઉચ્ચસ્થાને રહેલાનું કર્તવ્ય છે. ચંદનબાળાએ હિતબુદ્ધિથી ઠપકો આપ્યો એ કર્તવ્યનું પાલન કર્યું છે. 2010_05 Page #210 -------------------------------------------------------------------------- ________________ સાધનાની ખૂબીઓ ૧૮૭ તેમણે રાગ - દ્વેષ કે કષાયભાવમાં આવીને ઠપકો નથી આપ્યો. આશ્રિતના આત્માને પ્રેમથી ભૂલ બતાવીને બચાવવો એ તેમનું કર્તવ્ય તેમણે અદા કર્યું છે. મૃગાવતીએ પોતાની ભૂલને સ્વીકારવી એ તેનું કર્તવ્ય છે. મૃગાવતીના સંબંધમાં વિચારવું જોઈએ કે પોતાની ભૂલ પોતાને ન દેખાય એ ચાલે ? એ મોટો પ્રમાદ છે. મૃગાવતીની જગ્યાએ આપણે હોત તો આપણે એમ જ કહેત કે તમે બધાં ગયાં મને કેમ કીધું નહીં. બસ, આ વક્રતા છે. પોતાની ભૂલ ન સમજાય એ જડતા છે અને પોતાની ભૂલ ન સ્વીકારાય એ વક્રતા છે. જડ અને વક્ર એવા આપણું કલ્યાણ શી રીતે થાય ? પોતાની ભૂલનો અસ્વીકાર કરી ભૂલનો બચાવ કરવો એ ધર્મ પામવાની મહા અયોગ્યતા છે. આપણે આપણી ભૂલનો સ્વીકાર કરવાને બદલે ભૂલ બતાવનારની ભૂલો કાઢીએ છીએ. તેમાં આત્માનો અહંકાર એ જવાબદાર છે. અહંકાર એ દોષને દેખવા દેતો નથી. મૃગાવતી સમ્યગ્દષ્ટિધર સાધ્વીજી છે. ગ્રન્થિભેદ થયેલો છે. સમ્યકત્વ પામ્યાં પછી કદાચ દોષ ન દેખાય એવું બને, પણ દોષને ન સ્વીકારે એવું સમ્યક્ત્વી કદી કરે નહિ. સમયનો ભંગ, એટલે કે રાત્રે મોડાં આવ્યાં એ આચારનો ભંગ છે. જિનાજ્ઞાનો ભંગ છે, અપેક્ષાએ સ્વલ્પ દોષ છે. પણ એકલાં પડ્યાં એ મોટો દોષ છે. આ તો શાસ્ત્રયોગી અપ્રમાદી આત્મા છે. પોતાની ભૂલ સમજાઈ, તેનો હાર્દિક એકરાર કર્યો છે, પશ્ચાત્તાપ થયો છે. માફી માંગે છે. જ્યાં સુધી ગુરુજી ક્ષમા ન આપે ત્યાં સુધી હું રહી શકે નહીં. પશ્ચાત્તાપની શ્રેણી પર આત્મા આરૂઢ થયો અને પશ્ચાત્તાપ કરતાં કરતાં કેવળજ્ઞાન પામ્યો. આના ઉપરથી આપણે એ શીખવાનું છે કે કોઈ આપણો દોષ બતાવે ત્યારે સામાની ભૂલ બતાવવી એમાં અવ્યક્તપણે પોતાની ભૂલનો બચાવ રહેલો છે. સમ્યક્ત્વીની વિશેષતા એ છે કે એના જીવનમાંથી અનંતાનુબંધી કષાયતીવ્ર વિષયાસક્તિ વગેરે દોષો નીકળી ગયા હોવાથી એમની ગુણદૃષ્ટિ વિકાસ પામેલી હોય છે. તેથી તેઓને પોતાના દોષો જેટલા પાડે છે તેવા : બીજાના દોષો પીડતા નથી. પોતાના દોષો તેને સતત ડંખે છે અને બીજાના દોષો માટે સમાધાન વૃત્તિવાળો બને છે. કર્મનો ક્ષય કરવા માટે આ સમાધાન વૃત્તિ જોઈશે. આ સમાધાન કરતાં ન આવડે તો જીવ રાગ - દ્વેષ કર્યા વિના રહેતો નથી. સમાધાન દૃષ્ટિને કેળવવા માટે વિવેક જોઈએ. જગતના જડ - ચેતનના ભિન્ન ભિન્ન ભાવોને સમજવા પડશે. વીતરાગતા પ્રાપ્ત કરવી હોય તો આત્માર્થી આત્માઓએ સ્વભાવધર્મ તેમજ વિભાવરૂપધર્મ અને ધર્મી સંબંધે કથંચિત્ ભેદભેદનો તત્ત્વતઃ યથાર્થ અવિરુદ્ધ બોધ પ્રાપ્ત કરવા માટે શ્રી સર્વજ્ઞ અને સર્વદર્શી ભાષિત સકળ 2010_05 Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ દ્રવ્યોનો સપ્તભંગાત્મક નય-પ્રમાણજ્ઞાનયુક્ત સમ્યફ બોધ પ્રાપ્ત કરવો અનિવાર્ય આવશ્યક છે. આત્માર્થીએ ખાસ સમજવું કે ધર્મનો ધર્મી સાથે કથંચિત ભેદાભેદ છે. પણ જ્યારે સ્વભાવ રૂપ ધર્મનો ધર્મી સાથેનો ભેદ વિચારીએ ત્યારે આ ભેદ ઉપચરિત હોય છે. અને અભેદ અનુપચરિત હોય છે. જેવી રીતે આત્મા અને જ્ઞાન. વિભાવરૂપ ધર્મનો ધર્મી સાથેનો કથંચિત ભેદભેદમાં અભેદને ઉપચરિત જાણવો. જ્યારે ભેદને અનુપચરિત (એટલે કે વાસ્તવિક) જાણવાનો છે. સાધના માટે આ વાત અતિ ઉપયોગી બની શકે તેમ છે. રાગ એ આત્માનો વિભાવ ધર્મ છે એનો આત્મા જોડેનો અભેદ કાલ્પનિક છે. જ્યારે આત્મામાંથી રાગને દૂર કરવો હોય તો કરી શકાય છે કારણ કે આત્મા અને રાગનો ભેદ જ વાસ્તવિક છે. દુનિયામાં જડ - ચેતનના ભિન્ન ભિન્ન જે બનાવો બને છે તેમાં સિદ્ધ ભગવંતો નિમિત્ત બનતા નથી. આપણે કર્મોથી ઘેરાયેલા છીએ એટલે બનતા બનાવોમાં ઓછા - વધતા અંશે નિમિત્ત બની જઈએ છીએ. તમે નક્કી કરો કે મારે પ્રસંગોથી અળગા રહી, અલિપ્ત રહી, સિદ્ધની જેમ નિમિત્તે નથી બનવું. આ જ રીતે આત્માનો વિકાસક્રમ સાધી શકાય છે. મતિજ્ઞાનના ઉપયોગમાં સકામભાવથી, ઇચ્છાથી, લેપથી, સંગથી મતિજ્ઞાન ડહોળાયેલું છે, ખંડિત થયેલું છે. માટે વૈરાગ્ય આવતો નથી અને જીવ વીતરાગ બની શકતો નથી. આ જગતના પદાર્થોને સુધારવાના નથી, પણ મારે સુધરવાનું છે. નિમિત્તોને સુધારવા જતાં કર્મો વધતાં જાય છે. અને જ્ઞાનાદિ ગુણો ઉપરના આ આવરણો કેવળજ્ઞાનાદિ ગુણોને રોકે છે. હવે મતિજ્ઞાનના ઉપયોગમાં ગમે તે ભાવો આવે પણ નિર્લેપ જ બની રહેવું છે. જગતમાં અધિકાધિક પદાર્થોની ઇચ્છાના વિરમણથી નિરીહતા ગુણ કેળવ્યા પછી જે પદાર્થોનો ઉપયોગ જરૂરી બની રહે છે તેમાં નિર્લેપતા કેળવવી. અન્ય પુદ્ગલ અને જીવન પરિચયમાં આવતાં આપણે નિરાલા નથી રહેતા. સકામ બનીને સંગની અસર નીચે આવી જઈએ છીએ અને પરમાત્માને ભૂલી જઈએ છીએ. આ સંગભાવ છે. સંસાર છે ત્યાં સુધી વ્યવહાર છે. જડ, ચેતનનો પરસ્પર સંગ એ વ્યવહાર છે. બીજાના પરિચયમાં આવવું એ પણ વ્યવહાર છે. કેવળીને પણ ઉપદેશ માટે બીજાના પરિચયમાં આવવું પડે છે એ પણ વ્યવહાર છે, વસ્તુ અને વ્યક્તિ સાથેનો સંગ એ વ્યવહાર છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર રહેવાનો જ છે. વ્યવહાર ક્યાં ન હોય ? સિદ્ધમાં. ત્યાં શરીર નથી તો વ્યવહાર પણ નથી. મૃગાવતી જરા મોડાં આવ્યાં, એને પણ પ્રમાદ આવ્યો એટલે 2010_05 Page #212 -------------------------------------------------------------------------- ________________ સાધનાની ખૂબીઓ ૧૮૯ શાસ્ત્રયોગ ન રહ્યો. દીક્ષાની શરૂઆતથી ઠેઠ સુધી અપ્રમાદ હોય તો શાસ્ત્રયોગ સંભવે છે. જે પકડ્યું છે તેમાં નિર્ભયપણે ઊભા રહેવું એ અપ્રમાદ છે. સામેથી ભયંકર વ્યાપદો આવે, બીજા ઉપસર્ગો આવે, ગમે તેવી અનુકૂળ કે પ્રતિકૂળ આપત્તિ આવે તોય જે અડીખમ ઊભા રહી શકે છે તે કર્મક્ષય કરવા સમર્થ બને છે. ઊંચી કોટીનો કર્મક્ષય ઊંચી કોટીના ધર્મથી, સત્ત્વથી થાય છે. સાત્ત્વિકતા વિના આવો ઊંચી કોટીનો ધર્મ થતો નથી. આપણા બધાનાં જીવનો પ્રમાદથી ભરપૂર છે. જેટલો દેહ, ઈન્દ્રિયોનો રાગ વધારે તેટલો પ્રમાદ વધારે છે, જેટલો વિષયોનો રાગ વધારે તેટલો પ્રમાદ વધારે છે, તેમ સમજવું. પ્રમાદમાંથી અપ્રમાદ તરફ જવું હોય તો, પદાર્થોની આસક્તિ ઓછી કરવી જોઈએ, પદાર્થોમાં લેપાયમાન ન બનવું જોઈએ, પદાર્થોના ઉપભોગમાં નિરીહતા કેળવવી જોઈએ, પદાર્થોના પરિચયમાં અસંગભાવે વર્તવું જોઈએ. પ્રમાદને છોડીને સત્ત્વને ફોરવીને જે ઊંચું પાલન કરે છે તે જ આત્માને પામી શકે છે. વ્યવહાર અને નિશ્ચય સાથે ચાલે છે. સમ્યગું આચરણ, સન્ક્રિયા એ વ્યવહાર છે. ભાવ એ પરિણતિ છે, નિશ્ચય છે, આચાર દ્વારા પરિણતિ ઊભી થાય છે, આચાર દ્વારા પરિણતિ ન હોય તો આવે છે, આચાર દ્વારા પરિણતિ હોય તો નિર્મળ થાય છે માટે ઉચ્ચ વ્યવહારને હંમેશાં આદરવો જોઈએ. પરમાત્મા મહાવિરાગી છે. ક્યાંય રાગ કરતા નથી, અતિશય નિર્લેપ જીવન જીવનારા છે, સંગથી લેપાયમાન થયા નથી. એમના જીવનથી ખ્યાલ આવે છે કે કર્મનો ક્ષય આ રીતે થાય છે. પરમાત્મા ચારિત્ર લેવા નીકળે છે. શિબિકામાં બેસીને વરઘોડો નીકળે છે, ત્યાં સુધી ચારિત્ર સ્પર્યું નથી. અને જ્યાં પંચમુષ્ટિ લોચ કર્યો, દીક્ષા લીધી, સર્વવિરતિ ગ્રહણ કરી ત્યાં જ અપ્રમત્ત ગુણસ્થાનક અને મન: પર્યવજ્ઞાન થયું છે. આ જ બતાવે છે કે આચાર એ પ્રથમ ધર્મ છે. આ રાજમાર્ગ છે. આચારપાલન દ્વારા ભાવોને લાવવા સહેલા છે. ભરત ચક્રીએ આરીસાભવનમાં વીંટીને કાઢવાનો આચાર કર્યો, અનિત્યાદિ ભાવના પામવાનો આચાર કર્યો તો કેવળજ્ઞાન પામ્યા. મતિજ્ઞાનના ઉપયોગમાંથી રાગાદિ ભાવોનું અપસરણ થતાં જ વૈરાગ્ય વીતરાગતામાં પરિણમે છે. આ નિશ્ચયઆચાર છે, અંતરક્રિયા છે. અંતર પરિણતિથી પેદા થાય છે. સંસારના વિષમય વાતાવરણથી બચવા દેવ – ગુરુ – ધર્મની છાયા શ્રેષ્ઠ છે. દેવ – ગુરુ - ધર્મનું માંડલું છે. આ માંડલામાંથી બહાર નીકળ્યા તે રાગ - વેષની ઝેરી અસરથી બચી 2010_05 Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ શકે નહિ. એને રાગની, કર્મની અનંતી અનંતી રજ ચોટે છે. જીવ અજ્ઞાનને કારણે રાગમાં આત્માનું અહિત કરવાની તાકાતને સમજી શકતો નથી. રાગની અસર, રાગનો અભ્યાસ, સહજ રૂપે ભાસે છે, પણ હકીકતમાં રાગ એ વિકૃતિ છે. એ સાહજિક ન હોય. સ્વભાવ જ સહજ હોય પણ જીવે અનંતકાળથી રાગના અભ્યાસથી રાગને સહજ બનાવી દીધો છે. મતિજ્ઞાનના ઉપયોગમાંથી સંસારને, રાગને, દ્વેષને કાઢો અને ક્ષપકશ્રેણી માંડીને આગળ વધો એ પરમાત્માને ઈષ્ટ છે. તમે સંસારમાં જેની સાથે સંબંધ બાંધ્યો છે તે મહારાગી છે. સંસારના જીવો વીતરાગ ન હોય પણ રાગીના સંબંધમાં પણ વિકૃતિ ન હોવી જોઈએ એ સંબંધ વંઠેલો ન હોવો જોઈએ. વિવેકી જોડેનો સંબંધ જ આગળ વધારનાર બની શકે છે. તમે સંબંધ બાંધતી વખતે પહેલાં શું જુઓ છો ? તે ખબર છે ! હાઈટ, વાઈટ અને લાઈટ જોઈને લાવેલા પાર્ટનર જોડે પણ રોજ ફાઈટ થાય છે, તેનું શું ? માટે સંબંધ બાંધતાં શું જોવું જોઈએ તે કહું છું તે તમે સાંભળો. સૌથી પહેલાં સ્વભાવ જોવાય. ઉત્તમ સ્વભાવવાળા કોઈને કનડે નહીં. જેનો સ્વભાવ સારો હોય એ બીજાને પીડારૂપ કદી ન બને. જેનો સ્વભાવ સારો હોય તે બીજાને દુ:ખમાં નિમિત્ત ન આપે. જેનો સ્વભાવ સારો હોય તે બીજાને કષાયોથી બચાવે, દોષોથી બચાવે. સ્વભાવ એટલે સંસ્કારની પરિણતિ. પછી સામેની વ્યક્તિને ધર્મ કેટલો ગમે છે? એ જોવાય. ધર્મ ન ગમતો હોય તો પણ સ્વભાવ સારો હોવાથી એ બીજાને અંતરાય ન કરે. રાગમાંથી વૈરાગ્ય અને વૈરાગ્યમાંથી વીતરાગતા પ્રાપ્ત કરવી એ મનુષ્ય-જીવનનો પુરુષાર્થ છે. રાગમાંથી મહારાગ કરવો એ કર્તવ્ય નથી. તમને પદાર્થો ગમે છે, પરમાત્મા નથી ગમતા. પદાર્થોની મમતા માયાવી છે. તે રસ્તો સુંદર દેખાતો હોય તો પણ કાંટાની સુરંગો તે માર્ગમાં ગોઠવાયેલી પ્રભુ જુએ છે અને તમને તે રસ્તે જવાની ના પાડે છે. પણ શ્રાદ્ધ હોય તેને આ વાત સમજાય. તેવા પ્રકારના મોહને દૂર કર્યો હોવાથી તથાવિધિમોરોપIAતુ' શ્રદ્ધાળુ ઊંચા અધ્યવસાયને ઝીલનાર બને છે. જે વખતે જે આચાર પાળવાનો છે તેને અનુરૂપ પરિણતિ થાય, તેને અનુરૂપ સંવેદન થાય તે સંપ્રત્યયાત્મક સાધના કહેવાય છે – અહીં દર્શનમોહ, ચારિત્રમોહનો ક્ષયોપશમ છે. કષાયની પરિણતિ તૂટે છે ત્યારે તર્જન્ય વિકલ્પો થતાં નથી અને ઉપયોગ વિષયો તરફ જનો નથી. 2010_05 Page #214 -------------------------------------------------------------------------- ________________ સાધનાની ખૂબીઓ ૧૯૧ સારાખોટાના ભાવો, સારા-ખોટાના વિકલ્પો કરવા એ અજ્ઞાન છે. આત્મામાં મોહ ઠાંસીઠાંસીને ભરેલો છે, માટે પદાર્થ આવતાં વિકલ્પોની ઘટમાળ શરૂ થાય છે. મતિજ્ઞાન ડહોળાઈ જાય છે અને આત્મસ્વરૂપનો નાશ થાય છે. આનાથી બચવા માટે દર્શનમોહ અને ચારિત્રમોહને તોડવો પડશે. શાંત, પ્રશાંત, ઉપશાંત બનવું પડશે. આત્મા એ જ તત્ત્વ છે. આત્માનો ઉપશમભાવ એ જ તત્ત્વ છે. દેખીતો બાહ્ય સંસાર એ વ્યવહારથી અતત્ત્વ છે અને એનાથી આત્મા જે પરિણામમાં ઝીલે છે તે નિશ્ચયથી સંસાર છે. પહેલે – મિથ્યાત્વ ગુણસ્થાનકે તત્ત્વની રુચિ નથી, તત્ત્વનું સંવેદન નથી, તત્ત્વની શ્રદ્ધા નથી. વિષયની રુચિ ને કષાયનું સંવેદન છે. આ છે સંસાર. અવિરતિ સમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકે દર્શનમોહનો ક્ષયોપશમ છે. ચારિત્રમોહનો ક્ષયોપશમ નથી થયો. એટલે અવિરતિના પરિણામથી અવિરત ટકાવી રાખે છે. વિષયોમાં પ્રવૃત્તિ કરે છે, વિષયોમાં ઈષ્ટાનિષ્ટ કરે છે. પણ આત્માને વિષયોમાં આત્યંતિક લેપાવા દેતો નથી એટલે કે જેટલે અંશે લેપાય છે તેમાં તેની હેયબુદ્ધિ ઊભી છે. તે માન્યતાથી, અભિપ્રાયથી સાચો બની ગયો છે. માન્યતામાં બેઠું છે કે, “શ્રી જિન અને જિનમત વિના બધું અસાર છે, તુચ્છ છે,' અભિપ્રાયમાં બેઠું છે કે “જે જિનભક્ત નવિ થયું તે બીજાથી કેમ થાય ?” “g 3, gણે પરમà, શેષે મ ” આ માન્યતા વ્યાપક છે. (૧) આ લોકોત્તર જિનશાસન અર્થ રૂપ છે. (૨) પરમાર્થરૂપ છે. (૩) બીજું બધું અનર્થરૂપ છે. આમાં પહેલી બે બાબતમાં સંમત થવું સહેલું છે પણ ત્રીજી બાબત – આખો સંસાર - અનર્થરૂપ લાગે ત્યારે સમકિતની મહોરછાપ મળે છે. અને સમ્યગ્દર્શનમાં હેયોપાદેયનો યથાર્થ વિવેક હોવાથી કર્મબંધ અલ્પ થાય છે. અહીં ખોટાનો પક્ષપાત ચાલ્યો ગયો. કષાય થવા છતાં અહીં કષાયનો પક્ષપાત નથી. કષાય રુચિકર લાગ્યા નથી, જેને કષાય ન ફાવે તે સાચો ધર્માત્મા સમજવો. આચારમાર્ગનું પાલન કરતાં કરતાં અંદરની તપાસ ચાલુ રાખો કે તારે કયા કષાયનો સંપર્ક તોડવો છે ? કયો કષાય થાય તો તમે ડરો છો ? સજ્જન ક્રોધ કષાયમાં ઠરતો નથી. ક્રોધમાં બળવાનો અનુભવ છે. સજ્જન બીજાને ક્રોધનું નિમિત્ત પણ ન આપે. સજ્જન બીજાનો માનભંગ ન કરે. કોઈનાં મર્મસ્થાનો ખુલ્લાં કરતાં નથી, કોઈના સ્પોટ ઉપર ઘા કરતાં નથી, કોઈની ગુપ્ત મંત્રણા ખુલ્લી કરતાં નથી, કોઈને છંછેડતા નથી, કારણ કે સજ્જન છે. આટલા અંશે તમે ધર્મ પામ્યા છો ? એમ મારું પૂછવું છે. ધર્મીને કષાય ગમે નહીં, કષાય ગમતો નથી એ ઊંચો કે કષાય 2010_05 Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ સ્પર્શતો નથી એ ઊંચો ? કષાય ગમે તો ધર્માત્મા નહીં, કષાયનું નિમિત્ત આપીએ તો ધર્માત્મા નહીં. આપણને સાચું લાગે તે બોલવાનું નથી. સામાને ઠારવા એ ધર્મ છે. સામાને ઠારવા એ ઊંચો ધર્મ છે. સ્વયં કરવું એ ઊંચો ધર્મ છે. આચારપાલન કરનારની આ જવાબદારી છે. જેનું સ્થાન ઊંચું એની જવાબદારી ઊંચી છે. તમારો નોકર ચોરી કરે, તમે ચોરી કરો, અને હું સાધુ થઈને ચોરી કરું, કોઈ ફરક ખરો ? નોકર કરે તો ઠીક – એના કરતાં શેઠ કરે તો લોકો શું કહે ? શેઠ, તમે આટલાં સફેદ કપડાંમાં ચોરી કરી ? અને હું તમારો નેતા થઈને કરું તો વાત ખલાસ થાય છે. ધર્માત્મા કોને કહેવા ? એનો જવાબ એક તત્ત્વચિંતકે સુંદર આપેલો. “તમને કેટલા વહાલા છે ? અને તમે કેટલાને વહાલા છો.' એ બેરોમીટરથી તમારું ધર્મીપણું માપી લેવું. જગતમાં જે કાંઈ કરવાનું છે તેમાં આપણે કષાયથી બચવાનું છે. અને બીજાને કષાયથી બચાવવાના છે. આખો સંસાર કષાયથી ભરપૂર છે. કષાયો વિષયોના આલંબને થાય છે, માટે જ્ઞાનીઓ વિષયાસક્તિ છોડવાનું કહે છે. વિષયો મૌલિક તત્ત્વ હોવા છતાં તેની સાથે આત્માનો સંબંધ તત્ત્વથી નથી. આત્માના રાગાદિ પર્યાયોનો આત્મા જોડે અભેદ વ્યવહારથી છે. નિશ્ચયથી ભેદ જ છે. એટલે આપણે તેનાથી મુક્ત થવાનું છે. વિષયો મૌલિક હોવાથી તેનું જગતમાં અસ્તિત્વ રહેવાનું છે, પણ આપણે એનાથી મુક્ત થઈ જવાનું છે. જે કાંઈ કરવાનું છે તે આત્માને આત્મઘરમાં લઈ જવા માટે છે. આપણી ભૂલોના કારણે બીજો આત્મા કષાય કરે તો પણ આપણે વિરાધક બનીએ છીએ. કષાય ક્યાંય કરવાનો નથી, ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં કષાય કરવાનું લાયસન્સ આપણને મળતું નથી. જેને કષાય ગમે તે જૈનશાસનની શ્રદ્ધાથી દૂર છે. તમને ખરેખર ક્રોધ, અરુચી, દ્વેષ, વૈર વગેરે ન ગમતા હોય, તમે ક્રોધ કરતાં ન હો અને બીજાને નિમિત્ત આપતા ન હો તો તમે સજ્જન છો. જો તમે સજ્જન હો તો જગતના પદાર્થોનો આટલો બધો લોભ કઈ રીતે હોઈ શકે ? ક્રોધ ન ગમે તે સજ્જન અને લોભ ન ગમે તે મહાસર્જન કહેવાય. જ્યાં સુધી પદાર્થો પ્રત્યે ઇચ્છાઓ બનેલી રહેશે ત્યાં સુધી કષાય રહિત બની શકાશે નહીં. 2010_05 Page #216 -------------------------------------------------------------------------- ________________ સાધનાની ખૂબીઓ ૧૯૩ વ્યવહારથી ક્રોધ ખરાબ છે કારણ કે તે બીજાનું પણ અહિત કરે છે. નિશ્ચયથી લોભ ખરાબ છે કારણ કે તે પોતાનું અહિત કરે છે. મને કષાય ગમે નહીં, મને કષાય ફાવે નહીં, મને કષાય સ્પર્શે નહીં એવી સાધના માટે કરવી છે. એવું નક્કી કરો. અને એમાં આગળ વધો. અંદરની દૃષ્ટિ તો જ્ઞાની જાણે પણ તમે સુગુરુના આલંબને આમાં આગળ વધો. પરભાવ અને પરપર્યાયોથી અળગા થવાનું છે. જે ચીજ આપણી નથી એનાથી જેટલા દૂર રહીશું એટલો ધર્મ નિકટ બનશે. આચારનું પાલન પરિણતિ ઉપર છે. અને પરિણતિ માટે છે. પરિણતિ કષાયના ઘટવાપણા જોડે સંબંધ ધરાવે છે. તત્ત્વનું સંવેદન કરવું હોય તો કષાય કઈ રીતે થઈ શકે ? ધર્મી આત્મા સામાન્ય વાતચીતમાં કદી ઉગ્ર બને નહીં. આ કષાયો આ ભવમાં જેટલા ઓછા થઈ શકે તેટલા ઓછા કરી દેવા જેવા છે, તો જ દેવલોકમાં બચી શકાશે. દેવલોકમાં વિષયોની વિપુલ સામગ્રી એ બાહ્ય નિમિત્તકારણ અને અંદર અવિરતિનો ઉદય એ અત્યંતર નિમિત્તકારણ મળતાં આત્માને બચવું મુશ્કેલ બને છે. અહીં રાગથી બચ્યા નહીં અને પ્રતિપક્ષી ઉપશમભાવમાં ઠર્યા નહીં તો દેવલોકમાં કેવી રીતે બચી શકાશે ? આત્માને વિતરાગતાની નજીક લઈ જવો હોય તો રાગની પરિણતિ ઘટાડવી પડશે. અને રાગની પરિણતિને ઘટાડવા માટે વિષયોને છોડવા પડશે. વિષયોમાં સુખ બુદ્ધિ એ તાલપુટ ઝેર છે. આખું જગત નિર્દોષ દેખાશે ત્યારે અધ્યાત્મ આવશે. પરિણતિ નિર્મળ કરવી એ ઊંચામાં ઊંચી સફળતા છે. એનું ભાવી ચોક્કસ ઉજ્વળ બનશે. સંપ્રત્યયાત્મક શ્રદ્ધામાં કષાયો એટલા બધા નીકળી ગયા છે કે હવે શેષ રહેલા કષાયો આત્માની પરિણતિને બગાડવાનું કામ કરતા નથી. જે કષાયો રહ્યા છે તે સ્વરૂપની દિશામાં જવા માટે સહાયક બને છે. સ્વરૂપમાં રહેવાના અને યોગ્ય વ્યક્તિ આવે તો પમાડવાના વિકલ્પો પ્રધાનપણે હોય છે. શાસ્ત્રયોગીને બીજા વિકલ્પો આવે નહીં. કષાયોનું બળ વધે તો તમને ફેંકી દે, અને આગળ વધીને વધારે ને વધારે નુકશાન કર્યા કરે, અને જો કષાયોનું બળ ઘટે તો તમે એને ફેંકીને આગળ વધો. સત્તામાં રહેલા કષાયોના બળને તોડવાની તાકાત પણ આત્માની છે. અપવર્તનાકરણથી કષાયની સ્થિતિ અને રસ ઓછા થઈ જતાં, તે ચંડાળોનું બળ તૂટી જતાં, અંદરમાં બાપડા બનીને રહે છે. તેને તમારામાં રહેવું ભારે પડી જાય તેટલું પરાક્રમ તમારે ફોરવવાનું છે. કષાય ચૂપચાપ પડ્યા રહે અને ગુણસ્થાનક પ્રત્યાયક કષાયનો ક્ષયોપશમ થતાં માયકાંગલા, મૃતઃપાયઃ બનેલા કષાયનો ક્ષય થશે. મૃગાવતીના જીવનમાં ઊંચા પ્રકારનો શાસ્ત્રયોગ નથી, પણ જીવનમાં પરિણતિ 2010_05 Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ હતી, સ્વરૂપનું લક્ષ્ય હતું, દોષનો એકરાર હતો, દોષને કાઢવાની તમન્ના હતી, ખાનદાની હતી, દોષનો બચાવ ન હતો. માટે જ ઠપકો આપનારને કેવળજ્ઞાન પછી થાય છે પણ ઠપકો સ્વીકારનારને કેવળજ્ઞાન પહેલાં થાય છે. અહીં મોનોપોલી-ઇજારો કોઈનો નથી. જે કિંમત ચૂકવે તે મેળવે. કેવળજ્ઞાની શિષ્ય પણ ગુરુ જાણે નહીં ત્યાં સુધી પૂર્વવતુ જ બધું કરે. જૈનશાસનની કેવી અદ્દભૂત પ્રણાલિકા છે. પોતાના શિષ્યને જ્યારે ગુરુ આચાર્ય પદે સ્થાપે ત્યારે તેને પોતાના આસન ઉપર બેસાડે અને ગુરુ શ્રી સંઘ સમક્ષ સૌથી પહેલું એને વંદન કરે, શા માટે ? વંદન દ્વારા જગતને સમજાવે છે કે આ આચાર્ય ભગવંત તમારા દરેક માટે વંદનીય બને છે. મારી આજ્ઞાની જેમ એમની આજ્ઞા પણ તમારે પાળવાની છે. આમાં પદનું ગૌરવ છે. બન્ને મહાન છે. જે વંદન લે છે તે સમજે છે કે આ વંદન મને નથી, પણ આ વંદન આચાર્ય પદને છે, તો મારે આ પદને વફાદાર રહેવાનું છે. તમને સંપત્તિ, સત્તા, શક્તિ આવ્યા પછી મા-બાપથી દૂર રહેવાનો વિચાર આવે છે ? સંપત્તિ, સત્તા, શક્તિ આવ્યા પછી નમ્ર બનવાનું હોય કે અક્કડ રહેવાનું હોય ! જે ગુરુકુલવાસમાં વર્તે છે, જે ચારિત્રના પરિણામમાં વર્તે છે તેને ગુરકલવાસ છોડવાનો વિચાર સુધ્ધાં ન આવી શકે. શ્રાવકપણાનો વ્યવહાર પણ હોય અને મા-બાપને છોડવાનો વિચાર આવે એ બેઘાઘંટું બને છે. કદાચ મા-બાપને છોડવાનો વિચાર આવે અને છોડી દો છો, તો તમે ધર્મી નથી, કદાચ છોડી દો, તો તમે વારંવાર શાતા પૂછવા જાવ છો ? વારંવાર ખબરઅંતર લેવા જાવ છો ? વારંવાર તેમની સંભાળ રાખો છો ? આ હોય તો ય હજી તમે લાયક છો. અને એ પણ ન હોય તો તમારામાં માનવતા પણ નથી. તમે નિષ્ઠુર છો. नादसणिस्स नाणं, नाणेण विणा ण हुँति चरण गुणाः । अगुणीस्स नत्थि मोक्खो, नथि अमुक्खस्स निव्वाणं॥ સમ્યગુ દર્શન ગુણ પ્રાપ્ત કર્યા વગર સમ્યગ જ્ઞાન હોતું નથી, સમ્યગુ જ્ઞાન વગર સમ્યફ ચારિત્ર તેમ જ સમ્યફ તપ ગુણ પ્રાપ્ત કરી શકાતો નથી. સમ્યફ – તપ ગુણને પ્રાપ્ત કર્યા વગર – પૂર્વ સંચિત કર્મોની નિર્જરા (ક્ષય) કરી શકાય નહિ, અને સર્વ કર્મોનો ક્ષય કર્યા સિવાય મુક્તિના શાશ્વત સુખને આપનાર નિર્વાણપદ પ્રાપ્ત કરી શકાતું નથી. 2010_05 Page #218 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર અને નિશ્ચય સંપ્રદાય આચાર્ય હરિભદ્રસૂરિ મ.સા. શાસ્ત્રયોગનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. શાસ્ત્રયોગી જ્યારથી ચારિત્ર સ્વીકારે ત્યારથી અપ્રમત્તભાવને સ્વીકારે છે. અને નિરતિચાર ચારિત્ર પાળે છે. સ્વરૂપને પામવાની તાલાવેલી તીવ્ર હોવાના કારણે આત્મસાધનાને કેન્દ્રસ્થાને રાખીને જીવનારા હોય છે. તેમને આત્મામાં જ આનંદ સમજાય છે. સંસારમાં દુઃખ સિવાય કાંઈ જ નથી. મનુષ્યભવમાં, સર્વ કર્મનો અંત કરી શકાય છે. અહીં જેટલો પુરુષાર્થ રત્નત્રયી માટે ફોરવીએ તેનો લાભ ઘણો છે. અહીં પ્રમાદ કરવો પાલવે તેમ નથી. ચૌદ પૂર્વ ભણીને ઉપશમશ્રેણી પર વીતરાગતાનો આસ્વાદ કરીને આવેલા જીવો પણ જો પ્રમાદને વશ થાય છે તો પાછા નિગોદમાં ફેંકાઈ જાય છે. આવા અનંતા આત્માઓ આજે પણ નિગોદમાં છે. પ્રમાદનું નુકસાન આટલું ભયંકર છે એમ સમજી તમે પણ પ્રમાદને ટાળો. પ્રમાદને ટાળવા માટે એના સ્વરૂપને યથાર્થ સમજવું પડશે. જ્ઞાનીએ બતાવેલા આચારમાં સ્થિરતા કરવી એ વ્યવહારથી અપ્રમાદ છે. સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, પૌષધ, સેવા, દાન, શીલ, તપ, ભાવ આ બધું વ્યવહારથી અપ્રમાદ છે. આત્માને કષાયથી બચાવેલો રાખવો, સતત ઉપશમભાવમાં રહેવું એ નિશ્ચયથી અપ્રમાદ છે. સ્વરૂપની. બહાર જવું એ જ પ્રમાદ છે. સ્વરૂપમાં રહેવું, સ્વરૂપમાં જ રમણતા કરવી એ જ અપ્રમાદ છે. જીવમાત્રને કષાય, પ્રમાદ વળગેલા છે અપ્રમાદી જીવ ઘણું કરીને સ્વરૂપમાં જ રહે છે. અસત વિકલ્પોથી આત્માને એકદમ બચાવી લે છે અને સાધક વિકલ્પોથી આત્માની સાધના પુષ્ટ કરે છે. આ આત્માને બાધક વિકલ્પો પરેશાન કરી શકતા નથી. શાસ્ત્રયોગી જેવો સાધક બીજો જગતમાં જોવા ન મળે. એના જીવનમાં સાધનાવિરુદ્ધ વાત ન હોય, સાધના સિવાય બીજી વાત નહિ, કોઈ પ્રમાદ નહીં, કોઈ વિકલ્પ નહીં. આ સાધક અવસ્થામાં અણીશુદ્ધ પાર ઊતરીએ ત્યારે મોક્ષ મળશે. ભોગોની રુચિ, ભોગોની આસક્તિ, ભોગોનો સંગ્રહ આ બધી સાધનાવિરુદ્ધ વાત છે. ઊંચી સાધકતામાં આ બધું ન સંભવે. વળી સાધકને જાતિ, વર્ણ, કુળ વગેરેનું અભિમાન પણ ન હોય. સાધક હંમેશાં અહંકારથી મુક્ત હોય છે. સાધક અવશ્ય સજ્જન હોય છે. સાધના, કષાયથી અને અશુભ વિકલ્પોથી બચવા માટે છે. જે નિમિત્ત પામીને જીવ ઉપશમભાવ તરફ જાય, ઉપશમભાવમાં ઠરે તે પરમાર્થથી સત્ય છે. સાધક સંપ્રદાયમાં રહે છે. સાધના ઘરમાં થાય નહીં, ઘરમાં સાધના કરવી મુશ્કેલ છે. સાધના તો તપ, ત્યાગ ને અનુકૂળ વાતાવરણ હોય ત્યાં થાય છે. 2010_05 Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ સમ્ + અ + દા ઉપરથી સંપ્રદાય શબ્દ બન્યો છે. સારી રીતે + પ્રકૃષ્ટપણે + આપવું. શું આપવું ? ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં કરતાં દેહ અને આત્માનું ઐક્ય અનુભવીને આત્મા પોતાનું સાચું સ્વરૂપ ભૂલી ગયો છે, ઉપશમભાવ ભૂલી ગયો છે. તે સાચું સ્વરૂપ જ્યાં પ્રાપ્ત થાય છે, એમાં જે આનંદ, સુખ છે, તે અનંતકાળથી ભૂલી ગયો છે, પોતાનું ““સત્યમ્ શિવમ્ સુંદરમ્” સ્વરૂપ ભૂલી ગયો છે તે સત્ય સ્વરૂપ આત્માને આપવું – આવી સાધના જ્યાં થાય તે સંપ્રદાય. આવી સાધના જ્યાં થાય ત્યાં રહેવું તે વ્યવહારથી સંપ્રદાય છે. આવી સાધના પ્રાપ્ત કરી સ્વરૂપ પ્રાપ્ત કરવું તે નિશ્ચય સંપ્રદાય છે. યુગલિક કાળમાં ધર્મ નથી, યુગલિક કાળમાં સાધના નથી, અસિ, મણિ, કૃષિ નથી, કલ્પવૃક્ષથી જીવન જીવનારા છે. અહીં દાન - તપ – જપ સામાયિકાદિ નથી. છતાં યુગલિક મરીને દેવલોકમાં નિચે જાય છે. ધર્મના અભાવે કોના બળે દેવલોકમાં જાય છે ? | વિષય – કષાયની પરિણતિ મંદ હોય છે. ભદ્રક પરિણામના કારણે જે જોઈએ તે મળી જતાં તૃપ્તિ થઈ જાય છે. અને માટે જ યુગલિકો, નરકમાં – તિર્યંચમાં – મનુષ્યમાં જતા નથી. તમને આવું જીવન ગમે ? જોઈતું હોય તે મળી જતાં તૃપ્તિ થઈ જાય ? યુગલિકોની તૃષ્ણા ઉપર જતી નથી. આ યુગલિકતા છે. તમે તમારા જીવનનો મેળ તપાસો. બાર મહિને એક લાખ રૂપિયાનો ખર્ચો હોય અને બે લાખ રૂપિયા મળી જાય પછી તૃષ્ણા ઘટે ? કષાયો ઘટે ? તમે સ્વાર્થ સધાઈ ગયા પછી પણ કલેશ, સંઘર્ષને દેશવટો આપ્યો છે ? યુગલિકો જીવનમાં કોઈ જોડે ઊંચા અવાજે બોલતા નથી, મારામારી, હુંસાતુંસી, ખેંચાખેંચી કશું જ નથી !! યુગલિકોમાં બાહ્ય સંઘર્ષ નથી માટે દેવલોક છે. અને આંતર સંઘર્ષ નથી માટે મોક્ષ નથી, ઉપરના ગુણસ્થાનકો નથી. કષાયની તીવ્રતા ન હોવાથી યુગલિકોને બાહ્ય સંઘર્ષ કરતાં આવડતું નથી. જે બાહ્ય સંઘર્ષ કરે તે નિયમા દુર્ગતિમાં જાય છે. આંતર સંઘર્ષ પણ પરાકાષ્ઠાનો હોય ત્યારે મોક્ષ મળે છે. રાગ – દ્રષ, ક્લેશ, વગેરે અંદરના દુશ્મનો છે. શત્રુ સામે લડવાનું છે, શત્રુને ખતમ કરવાના છે. શત્રુનો નાશ કરવાનો હોય કે તેને પંપાળવાના હોય ? શત્રુની હાજરીમાં જો સંસારનું સુખ પણ ન અનુભવી શકાય તો પછી આત્મિક સુખ તો કેવી રીતે અનુભવી શકાય ? શત્રુ કોણ ? હકીકતમાં શત્રુ નથી તેને તમે શત્રુ માનો છો અને અંતરશત્રુઓને પંપાળો છો. શાસ્ત્રયોની પરાકાષ્ઠાનો આંતરસંઘર્ષ કરે છે. બીજો કોઈ ન કરી શકે. તમને બાહ્ય સંઘર્ષ નથી ફાવતો તો તમારા માટે સદ્ગતિ નક્કી પણ તેનાથી હરખાવા જેવું નથી, કારણ કે બાહ્ય સંઘર્ષ ન ગમ્યો, તેની 2010_05 Page #220 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર અને નિશ્ચય સંપ્રદાય ૧૯૭ સાથે આંતર સંઘર્ષ પણ ન ગમ્યો. તેથી સદૂગતિમાં - દેવલોકાદિમાં જતાંવેંત જ આંતરશત્રુઓ ઊભા થવાના. આજે તપ – ત્યાગ, સંયમ, જ્ઞાન, ધ્યાનની સાધના અહીં નથી કરતા ને ઘરબાર કુટુંબને સંભાળ્યા કરશો તો તમારા જેવો કોઈ કાયર નહીં. તમને તમારી કાયરતા દેખાય છે ? તમે સત્ત્વહીન છો, તમને હવે સજ્જન પણ કઈ રીતે કહી શકાય ? સાત્વિકતા નથી એને માણસ પણ કહેવાતો નથી. માણસ અને સત્ત્વહીન ! - નેપોલિયનની વાત આવે છે, તેને સાત્ત્વિક માણસો ગમતા. કાયરો પ્રત્યે તેને ગુસ્સો આવતો. પોતે પણ સત્ત્વશીલ છે. એક યુદ્ધ ખેલાયું. તેમાં એક સૈનિકનાં માતા-પિતા યુદ્ધમાં મૃત્યુ પામ્યાં. હવે આ સૈનિક અતિ વ્યથિત છે અને બદલો લેવાની તક શોધી રહ્યો છે. નેપોલિયન રાત્રીના સમયે નગરચર્યા જોવા માટે ચારે બાજુ ફરી રહ્યો છે આ દશ્ય સૈનિકે જોયું અને વિચાર્યું કે આ તક સારામાં સારી છે. તેણે હાક મારી, નેપોલિયન ! સાવચેત થઈ જા. પિસ્તોલ તારી રાહ જુએ છે ! એની સામે નેપોલિયને હાકોટો માર્યો. નેપોલિયન પણ નીડરતાથી બોલે છે. “Shoot me” હું જોઉં છું તું કેમ મને મારે છે ? નેપોલિયનની નીડરતા જોઈ પેલો સૈનિક ત્યાંથી ભાગી ગયો. નેપોલિયનને પોતાની સામે પિસ્તોલ બતાવનાર સૈનિક ઉપર સહેજ પણ ગુસ્સો આવતો નથી. નેપોલિયનની એક વિશેષતા હતી કે તે ક્યારે પણ ભાવાવેશમાં આવતો નહોતો. તે એકજ વિચારે છે કે આવા સાત્ત્વિક સૈનિકની મારે કદર કરવી જોઈએ, એમ વિચારી બીજે દિવસે એને છાવણીમાં બોલાવ્યો, રાતની વાતનો લેશમાત્ર ઉલ્લેખ કર્યા સિવાય એને પોતાના અંગરક્ષક તરીકે નીમ્યો. જગતમાં સફળતા મેળવવી હોય તો કાયરતાથી નહિ મળે સાત્ત્વિકતાથી મળશે. આ સૈનિક જીવનના અંત સુધી વફાદારીપૂર્વક જીવ્યો અને નેપાલિયનને મારી નાખવાના ઇજીપ્તના કાવતરા વખતે પોતાનો ભોગ આપીને પણ નેપોલિયનને બચાવ્યો છે. ધર્મપરિણતિને ઊભી કરવા માટે ધર્મ કરવો જરૂરી છે. અને તે ધર્મ કરતાં કરતાં આસક્તિ, અહંકાર, નિંદા, ટીકા ટિપ્પણના કોચલામાંથી બહાર નીકળવું પડશે. કર્મ અને મોહનો નાશ કરવા માટે છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ કરવો પડશે. નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે જી, ભવસમુદ્રનો પાર. તુરંગ ચડી જેમ પામીએજી, વેગે પુરનો પંથ; મારગ તેમ શીવનો લહે જી, વ્યવહાર નિગ્રન્થ. સોભાગી જીન સીમંધર સુણો વાત, 2010_05 Page #221 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધના પ્રકાર કર્મો જ પ્રકારે બંધાય છે (૧) સ્પષ્ટ, (૨) બદ્ધ (૩) નિધત્ત (૪) નિકાચિત. (૧) સ્પષ્ટ કર્મો અગ્યાર – બાર – તેરમે ગુણસ્થાનકે બંધાય છે. તેની સ્થિતિ બે સમય છે. પહેલે સમયે બાંધે, બીજે સમયે ઉદયમાં આવી ખલાસ થઈ જાય છે. આ ત્રણે ગુણકાણે વીતરાગ અવસ્થા છે. અહીં રાગનો ઉદય નથી. જોકે અગ્યારમે ગુણઠાણે રાગનો સર્વથા ઉદય ન હોવા છતાં સત્તામાં મોહનીયકર્મ બેઠેલું છે. બારમે ગઠાઠાણે મોહનીય કર્મનો સત્તામાંથી સંપૂર્ણ નાશ થયો હોવા છતાં અજ્ઞાન બેઠું છે કારણકે છદ્મસ્થ અવસ્થા છે અને તેરમે ગુણસ્થાનકે સર્વજ્ઞ અવસ્થા છે. પણ આ ત્રણે ગુણઠાણે ઉદયમાં મોહ નથી તેથી કર્મોમાં રસ અને સ્થિતિ બંધાતાં નથી. માત્ર ઈર્યાપથિક યોગજન્ય એક શાતાવેદનીયકર્મ બે સમયની સ્થિતિનું બંધાય છે. સોયના ઢગલા જેવી આ સ્થિતિ છે પવનનો ઝપાટો આવે તો સોયો છૂટી પડી જાય. (૨) બદ્ધ કર્મમાં રાગાદિ પરિણતિ સહેજ ભળે છે એટલે કર્મ બંધાય છે. જાણે કે સોયના ઢગલાને દોરીથી બાંધી દીધો હોય તેવું આ કર્મ છે. રાગાદિના પ્રતિપક્ષ ભાવો કરવાથી આ કર્મો છૂટે છે. (૩) નિધત્ત : વિશિષ્ટ કોટીના રાગાદિ કરવાથી જે કર્મો તીવ્રતાથી બંધાય છે, આત્મા જોડે એકમેક થાય છે. રાગ હોય તો રાગની ચીકાશ એકમેક પડે છે. દ્વેષ હોય તો હૈષની ચીકાશ ઠીક ઠીક પડે છે. અહીં સોયના ઢગલાને કાટ લાગ્યો હોય અને એકમેક થઈ જાય તેવી રીતે અહીં પણ ઘનિષ્ટતા છે. ઘણા પ્રયત્નપૂર્વક કાટને દૂર કરવામાં સફળતા મળે છે. જેમ લાખ, મીણ વગેરે દ્રવ્યને તાપ મળતાં પીગળી જાય છે. અને પીગળેલા તે મીણાદિમાં જો કોઈ રંગ નાંખો તો તે એકમેક થઈ જાય છે. મીણ થીજી જતાં તે રંગવાળું જ મીણ બની જાય છે. એવી રીતે આત્મા જે શુભાશુભ પ્રવૃત્તિમાં એકાકાર થઈ જાય છે, અતિશય ગૃદ્ધ બની જાય છે. આ આસક્તિથી નિધત્ત કર્મ આત્મા ઉપર ઠોકાઈ જાય છે. ટૂંકમાં જે ભોગોને ભોગવતાં આત્મા પીગળી જાય છે અને ભોગપભોગમાં રંગાઈ જાય છે. તે વખતે આત્મામાં જે સંસ્કાર પડી જાય છે તે સંસ્કારો આત્માને ચીકણાં કર્મો બંધાવે છે. તેને તોડવાં અતિ મુશ્કેલ હોય છે. સામાન્ય કોટીની ક્રિયા કે સામાન્ય ભાવથી તે કર્મો ખપી શકતાં નથી. ઉત્કૃષ્ટ તપ, ત્યાગ, વૈરાગ્યથી આ કર્મો તૂટી શકે છે. રાગની પ્રતિપક્ષ વૈરાગ્યભાવના ઊભી થાય, ભોગની 2010_05 Page #222 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધના પ્રકાર ૧૯૯ પ્રતિપક્ષ ત્યાગ અને તપની ભાવના ઊભી થાય, ગ્રહણની પ્રતિપક્ષ દાનની ભાવના ઊભી થાય, કોઈની સેવા કરવામાં જાતને નિચોવી નાંખે, અથવા અહંકારને તોડવાથી આ કર્મો તૂટે છે. રાગની લીનતા જો પરમાત્માભક્તિની લીનતામાં સંક્રમિત થાય તો આ કર્મો તૂટી શકે છે. ભોગશક્તિનો વિશ્વાસ ઉખડી તારકશક્તિમાં વિશ્વાસ પેદા કરવાથી કર્મો ઉખડી જાય છે. સાધુની સેવા, વૈયાવચ્ચથી પણ પ્રતિક્રિયા સફળ બને છે. કડાણંકમ્માણ મોકખોનત્યિ' કરેલાં કર્મોને ભોગવ્યા સિવાય છૂટકો નથી પણ આ કર્મો બે રીતે ભોગવાય છે. (૧) રસોદયથી એટલે જેવા પ્રકારે બાંધ્યા હતા તેવા પ્રકારે (૨) પ્રદેશોદયથી એટલે સ્થિતિ અને રસની અપવર્તન કરવા વડે દલિકોનું વેદન અન્ય, અલ્પ રૂપે કરવું તે “નવમેવ મોવતવ્ય કૃતં * ગુમાશુમમ્' એ વાત પ્રદેશોદય માટે સમજવી પણ રસોદયથી જ બધાં કર્મો ભોગવવાં પડે છે એવું નથી. અને જો એવું હોય તો તો મોક્ષ દુષ્કર અથવા અસંભવ બની જાત. પણ પ્રભુએ ઉપશમનાકરણ દ્વારા સાધના બતાવીને મહાન ઉપકાર કર્યો છે. મોક્ષમાર્ગ બતાવ્યો છે. અપવર્તનાકરણ વડે સત્તાગત દલિતોના સ્થિતિ અને રસ ઓછા કરીને દલિકો ઉદયમાં આવે તો તે મંદસત્ત્વવાળા બની ગયેલા હોવાથી આત્મા માટે વિકાસની તક ઊભી રહે છે. બાંધેલાં કર્મોને ઉદયમાં આવતાં પહેલાં તેમાં ઘણો ફેરફાર થઈ શકે છે. બાંધેલાં કર્મોના રસની અત્યંત હાનિ થઈ જતાં માત્ર તે પ્રદેશોદય રૂપે ભોગવાઈને ખલાસ થાય છે. તેનો વિપાક બતાવવા તે અસમર્થ બને છે. સંસાર વિપાકોદયથી ચાલે છે, પ્રદેશોદયથી નથી ચાલતો. રાગથી રાચીમાચીને બાંધેલાં કર્મોને અને દ્વેષથી નફરત ઊભી કરીને બાંધેલાં કર્મોને ખપાવવા માટે વિરુદ્ધ ક્રિયા-પ્રતિક્રિયા કરવી પડશે. દા.ત. કોઈ વ્યક્તિનો તમે જાહેરમાં તિરસ્કાર કર્યો, અપમાન કરીને તેને બધાની સામે હલકો ચીતર્યો, આ વૈષમોહનીયના રસોદયથી બંધાયેલું કર્મ કેવી રીતે ખપે ? તમે જેટલી તીવ્રતા, જેટલા રસથી અપમાન કર્યું છે. તેટલી જોરદાર પશ્ચાત્તાપની લાગણીને અનુભવો અને એને ખપાવવા માટે કટીબદ્ધ થાવ. તે પણ ખૂણામાં માફી માંગી આવો એ ન ચાલે. પણ બધાની વચ્ચે પાછા પચાસ – સો માણસો ભેગા થયા હોય ત્યારે સહૃદયતાથી, મૃદુતાથી, નમ્રતાથી ભાવિત થઈને માફી માંગી અને એવા શબ્દો બોલો કે એના હૃદયમાં જે તડ પડી હોય તે આ શબ્દોના મલમથી સંધાઈ જાય. તો આ કર્મ ખપી શકે, મંદ થઈ શકે. (૪) નિકાચિત કર્મના બે પ્રકાર છે. (૧) અલ્પનિકાચિત (૨) ગાઢ નિકાચિત. અલ્પનિકાચિતમાં પુરુષાર્થ ચાલી શકે. જોકે તેમાં ઘણો પુરુષાર્થ 2010_05 Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨00 યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ કરવો પડે. અને ઉગ્ર પુરુષાર્થ દ્વારા તે ખપી શકે. ગાઢનિકાચિત કર્મો તો. પુરુષાર્થને ઓવરટેક કરે છે. અને કોઈ પણ સંયોગોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં લાવીને જીવને મૂકી દે છે. રાજમાર્ગે એ કર્મ ઉપર પુરુષાર્થ ચાલી શકતો નથી. એટલે ભોગવવા જ પડે છે. જોકે એમાં પણ સમજવું જરૂરી છે કે કર્મોની સૌથી વધુ maximum તાકાત દેશ્ય ઉપર છે. આત્મા જો અપૂર્વ વીર્ય ફોરવે તો દ્રષ્ટા તેનાથી અલગ રહી શકે છે. જોકે દશ્યમાંથી તે જીવ ગાઢ નિકાચિત કર્મોદય હોવાથી છૂટી શકતો નથી. પણ જો તેની અસર નીચે ન રહેવું એ પણ અપેક્ષાએ કર્મોની નિકાચિતતા ઉપર પ્રહાર તો છે જ. દા.ત. કોઈ બેનને નિકાચિત કર્મોદયે વૈધવ્ય મળ્યું. કર્મના સંયોગે આ દશ્યમાં દ્રષ્ટા અળગો રહીને “બ્રહ્મચર્ય પાળવાની તક મળી” એમ સમાધાન કરીને જીવે, તો કર્મની તાકાત દ્રા ઉપર અપેક્ષાએ ઓછી થઈ કહી શકાય. કર્મોનો છેડો આવી ગયો હોય, કર્મો આરે આવી ઊભાં હોય તો પ્રચંડ પુરુષાર્થથી કામ થઈ શકે. કોઈ તીર્થંકર પ્રભુના આત્માનો યોગ મળી જાય તો એમના સાન્નિધ્યથી, પ્રભાવથી, અવલંબનથી ક્વચિત્ આરે આવેલાં કર્મો ખપી શકે. પણ જે કર્મો આરે નથી આવ્યાં અને જે કર્મ મધ્યમાં નથી આવ્યાં, પણ શરૂઆતમાં છે, ત્યાં જીવનો કોઈ પુરુષાર્થ ન લાગે. પ્રશ્ન : નિકાચિત કર્મો શેનાથી બંધાય ? ઉત્તર : જે કાર્યો કરતાં પહેલાં તીવ્ર અભિલાષ, જે કાર્યો કરતી વખતે તીવ્ર આનંદ, જે કાર્યો કર્યા પછી ભરપેટ અનુમોદના થાય છે. તે કર્મો નિકાચિત બંધાઈ શકે છે. આ રીતે પુણ્ય અને પાપ બંને નિકાચિત થાય આત્મા જે પાપપ્રવૃત્તિ તીવ્ર પરિણામથી કરે, અતિશય સારું માનીને કરે, વજલેપ જેવી બુદ્ધિ રાખીને કરે, કર્યા પછી ખૂબ અહંકાર સેવે, કર્યા પછી ખૂબ પ્રશંસા કરે, કર્યા પછી પણ ખરાબ ન માને, પ્રાયશ્ચિત્તની બુદ્ધિ ન થાય. એટલે લગભગ નિકાચનાકરણ ઠોકાઈ જાય. તો ભગવાન મહાવીરના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શવ્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું છે. ભારે અનંતાનુબંધી કષાય અનંતાનુબંધી જેવો કરી, તીવ્ર નિર્દયતા અને કઠોરતા કરેલી જણાય છે. આ કાર્ય કર્યા પછી પણ પશ્ચાત્તાપ થયો નથી, ઉર્દુ એમ વિચારે છે કે આ દુષ્ટ તો આ સજાને જ લાયક છે. આ રીતે પ્રભુના જીવે પણ ગાઢનિકાચના કરી લીધી છે. પછીના ભાવોમાં ઘણો ધર્મ કર્યો છે, છતાં આ કર્મ ખપ્યું નથી એ વાત બતાવે છે કે પ્રભુએ કર્મો સામે જંગ ખેલીને ગાઢ નિકાચિત કર્મ બાંધ્યું હતું. ગાઢ નિકાચિત કર્મ હોવાથી પ્રભુને તે ભોગવવું પડ્યું, પરંતુ 2010_05 Page #224 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધના પ્રકાર ૨૦૧ બાવીસમા, ત્રેવીસમા, પચ્ચીસમા, ભવમાં સંયમની ઉગ્રસાધના દ્વારા પ્રભુએ પાપના અનુબંધો તોડી નાખ્યા હતા. દુબુદ્ધિને ખતમ કરી નાંખી હતી, માટે કાનમાં ખીલા, ઠોકાવાના સમયે પ્રભુ દ્રષ્ટાભાવમાં રહ્યા. ઉપશમભાવમાં રહ્યા અને તેથી કર્મ ખપી ગયું. નવાં કર્મો બંધાયાં નહિ અને પ્રભુ આગળ વધી ક્ષપકશ્રેણી માંડી વીતરાગ સર્વજ્ઞ બન્યા. શ્રેણિક રાજાએ પણ મૃગયા રમતાં હરણીનો શિકાર કરી, એક ઝાટકે બેની હત્યા કરી, નિકાચિત કર્મ બાંધી લીધું. એટલે ભોગવવું જ પડ્યું. ગામ ગજસુકુમાલ, બંધક મુનિના જીવે પૂર્વભવમાં પાપકર્મ નિકાચિત કર્યું હશે એથી દુઃખનું દશ્ય તો મળ્યું, પણ પછી ક્ષપકશ્રેણીમાં આ કર્મોનો ભુક્કો બોલાવી દીધો છે. અહીં નિકાચિત કર્મો દ્રષ્ટાની દશા બગાડી શક્યાં નથી કારણ કે આત્મા જાગી ચૂક્યો છે. જેટલાં કષ્ટો આપો તે સહન કરી લે, સામો પ્રતિકાર ન કરે તે સંત કહેવાય છે. પ્રભુ મહાવીર સંત બન્યા પછી કર્મો ઉદયમાં આવ્યાં છે. વાસ્તવિક ત્યાગ – તપ – સંયમની આરાધના ભગવાને ૨૭ ભવો દરમ્યાન કરી છે. આમાં કોઈ બનાવટ નથી. સત્તાવીસમા ભવમાં લાભ શું થયો ? કર્મો ખસ્યાં નથી, પણ અનુબંધો બધા તૂટી ગયા છે. કર્મો બગાડતા નથી એટલું અનુબંધ બગાડે છે. જૈનશાસન પાપના અનુબંધ ઊભા કરાવનાર દુબુદ્ધિની નિંદા કરે છે, અને પુણ્યના અનુબંધ ઊભા કરાવનાર સબુદ્ધિની પ્રશંસા કરે છે. હું તો આ આપદાઓનો, સદા ઉપહાર માનું છું ગણે કાંટા કોઈ દુઃખને, હું તો ફુલછાબ માનું છું. મળ્યા છે દર્દ કાયાને, મને વરદાન લાગે છે, કર્મને તોડવાનું આ રીતે આસાન લાગે છે, દર્દનો શાંત ભાવે હું સદા ઉપહાર માનું છું. ગરીબી લાભકારી છે, વિચારે જો હૃદય સાચું બચે છે પાપથી આતમ, અમીરીમાં જ સર્જાતું; મળી ના સાહ્યબી મુજને, પ્રભુનો પાડ માનું છું. નથી કોઈ સ્વજન મારું, મને એની ખુમારી છે, રહે છે મન સમાધિમાં, મજા એની નિરાલી છે; ઉપેક્ષા જગ કરે મારી, તો એ આભાર માનું છું. ૪ 2010_05 Page #225 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપુણ્ય અને ભાવપુણ્ય અઘાતી કર્મના ઉદયથી પ્રાપ્ત થતી ચીજો દ્રવ્યપુણ્ય ભૌતિક પુણ્ય કહેવાય અને ઘાતકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતા સંસ્કાર અને ગુણો એ ભાવપુણ્ય અને આધ્યાત્મિક પુણ્ય કહેવાય છે. તમારી નજર દ્રવ્યપુણ્ય ઉપર છે કે ભાવપુણ્ય ઉપર છે ? તમારી નજર સુરસુંદરી જેવી છે કે મયણાસુંદરી જેવી છે ? પ્રજાપાળ રાજાએ પૂછ્યું પુvોન વિરું નામ ! ત્યારે સુરસુંદરીના જવાબમાં દ્રવ્યપુણ્ય છે. “સુરસુંદરી કહે ચિત્ત ચાતુરી, ધન યૌવન વર દેહ; મનવલ્લભ મેળાવડો, પુણ્ય પામી જે એહ” મયણાના જવાબમાં ઘાતકર્મના ક્ષયોપશમ રૂપ ભાવપુણ્ય –આધ્યાત્મિક પુણ્યની ઝલક જોવા મળે છે. “મયણા કહે મતિ ન્યાયની, શીલશું નિર્મળ દેહ, સંગતિ ગુરુ ગુણવંતની, પુણ્ય પામી જે એહ” ન્યાયની મતિ ક્યારે મળે ? દર્શનમોહનીયના ક્ષયોપશમથી અંતર્મુખ દૃષ્ટિ બને છે તેને ન્યાયની મતિ મળે છે. લાખો લોકોના લાખો અન્યાયોને હસતા મોઢે સહન કરવા અને આપણાથી લેશમાત્ર પણ બીજાને દુ:ખ ન થાય તેની સતત કાળજી રાખવી એ ન્યાયની મતિ છે. આમાં દર્શનમોહનો તથા આંશિક ચારિત્રમોહનો ક્ષયોપશમ રહેલો છે. બીજા પાસેથી કંઈ ભૌતિક આબાદી મેળવી લેવાની ગણતરી આમાં નથી પણ બીજા માટે કંઈ કરી છૂટવાની ઇચ્છા છે. વળી ભોગનો અતિરેક, ભોગની વિપુલ સામગ્રી મળવી એ દ્રવ્યપુણ્ય છે. પણ શીલથી પવિત્ર દેહ હોવો એ ભાવપુણ્ય છે; આધ્યાત્મિક પુણ્ય છે. મનપસંદ પતિ એ આ ભવનું પણ અપૂર્ણ સમાધાન છે જ્યારે સુગુરુનો યોગ એ યોગાવંચકતા હોઈ ભવોભવની સલામતી છે. દ્રવ્યપુણ્યથી ભૌતિક સંપત્તિ મળે છે જે પાંચભૂતમય છે. ઘાતકર્મનો ઉદય એ પાપ છે પણ ઘાતકર્મનો ક્ષયોપશમ એ ભાવપુણ્ય છે. એ સંસ્કાર છે, એ આધ્યાત્મિક પુણ્ય છે. પવિત્રતા અને આસ્તિકતા એ એનું ફળ છે. દ્રવ્યપુણ્ય અને ભાવપુણ્ય બંનેનો સદુપયોગ કરતાં આવડે તો બન્ને મોક્ષ આપવા સમર્થ છે. ભૌતિકપુણ્યના ઉદયને ભોગમાર્ગે ન જોડતાં યોગમાર્ગે જોડો, પરોપકારાદિ સત્કાર્યોમાં દેહ, ધન, ઈદ્રિયોને જોડવાથી કર્મયોગ ઊભો 2010_05 Page #226 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપુણ્ય અને ભાવપુર્ણય ૨૦૩ થાય છે. અનાદિકાળથી સ્વાર્થી બનીને આપણે જે સહજમલને પુષ્ટ કર્યો છે તેનો હાસ કરવા માટે કર્મયોગ એ રામબાણ ઇલાજ છે. કર્મયોગ મલને દૂર કરે છે. ભક્તિયોગ એ “વિક્ષેપને દૂર કરે છે એટલે આ બધું કરવા છતાં ઉપાસના યોગ બળવાન હોવાથી કર્મયોગીનું જીવન પ્રભુને સમર્પિત બનીને રહે છે, કર્મ કરવા છતાં અકર્મ બનવા તરફ તેનું લક્ષ્ય હોય છે. વિચારોની વ્યાપકતા તમારી વાણી એ તમારા વિચારોનું પ્રતિબિંબ છે. તમારું કાર્ય એ તમારા વિચારોનું બીજ છે. તમારું સ્વરુપ એ તમારા વિચારોનું દર્પણ છે. તમારી આંખો એ તમારા વિચારોનો પ્રકાશ છે. તમારો ભય એ તમારા વિચારોનો ભ્રમ છે. તમારી નમ્રતા એ તમારા વિચારોની સરળતા છે. તમારી શાંતિ એ તમારા વિચારોની વિશ્રાંતિ છે. તમારું રુદન એ તમારા વિચારોની કરુણતા છે. તમારો ક્રોધ એ તમારા વિચારોની વિવશતા છે. તમારો આરામ એ તમારા વિચારોનો વિરામ છે. તમારું હાસ્ય એ તમારા વિચારોનો અભિનય છે. તમારી બુદ્ધિ એ તમારા વિચારોની પ્રતિભા છે. તમારી શ્રદ્ધા એ તમારા વિચારોનો સંકલ્પ છે. 2010_05 Page #227 -------------------------------------------------------------------------- ________________ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગની અભેદતા આ સાધકને માટે પ્રેરક જ્ઞાનયોગ બની રહે છે. તેનાથી “હું કરું છું' એવો મિથ્યાભિમાનનો ભાવ આવતો નથી. તે અંદરમાં સમાઈ જાય છે. ઔદયિકભાવો એ મારું અંતિમ સ્વરૂપ નથી પણ ક્ષાયિક અને પારિણામિક ભાવમય સિદ્ધ ભગવંત મારે બનવાનું છે એની સતત જાગૃતિ હોવાથી આવરણ' દૂર થતાં યોગી આખરે અકર્મદશાને પામી જાય છે. સંભવનાથ પ્રભુનો જીવ પૂર્વથી ત્રીજા ભવમાં વિમલરાજા હતા. તે સમયે દુકાળ પડ્યો. ત્યારે ખૂબ સાધર્મિક ભક્તિ કરી. ખૂબ પુણ્ય બાંધ્યું અને તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. કર્મયોગની સાધના દેખાવમાં ભૌતિક સાધના દેખાય છે. પણ અંદરની પરિણતિને કેળવવામાં, સ્વાર્થહૂાસ અને સ્વાર્થનાશ માટેની અદૂભૂત સાધના છે. કર્મ કરતાં અકર્મ ભાવ આવે છે. તે કર્મયોગીની સમજ છે કે આ ચીજ મારી નથી. હું ચેતન છું, આ જડ છે. મારું નથી. બીજાનું છે ને બીજાને આપીને તે કૃતકૃત્યતાનો અનુભવ કરે છે. આમાં કર્તાભાવ નથી. કર્તાભાવ એ સંસાર છે, એ અહંકાર છે. કોઈ પણ ચીજનો સદુપયોગ મોક્ષ આપી શકે છે. ભોક્તાભાવ એ સંસાર છે “દેહને હું માનવા રૂપ' ઊંડે ઊંડે રહેલો તે પરિણામ લોભસ્વરૂપ છે. લોભ દસમા ગુણસ્થાનક સુધી વિવિધ સ્વરૂપે રહેલો છે. પરમાત્માનો ભક્ત સર્વમાં પરમાત્માને જુએ છે. ભક્તિયોગની સાધના કરતાં કરતાં ભક્તને પરમાત્મા મળે પછી કશું પ્રાપ્ત કરવાનું રહેતું નથી. આમ કર્મયોગી, કર્મમાં અકર્મના અનુભવ કરવા દ્વારા કૃતકૃત્ય બને છે. અર્થાત્ તેને કાંઈ કરવાનું રહેતું નથી. તેમ ભક્તયોગી પરમાત્માને પામવા દ્વારા પ્રાપ્ત – પ્રાપ્તવ્ય બને છે અને જ્ઞાનયોગી આત્માનો અનુભવ કરવા દ્વારા જ્ઞાત જ્ઞાતવ્ય બને છે. આ ત્રણેનો અભેદ છે. અકર્મની સાધના, પરમાત્માભક્તિની સાધના, જ્ઞાનયોગની સાધના અપેક્ષાએ ત્રણેનો અભેદ છે. આપણે અહંકારથી દેહાદિમાં અભેદ થઈ ગયા હોવાથી તે જુદી જુદી દેખાય છે. સાધનાના ભેદથી કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ એ ત્રણભેદ પણ અહંકારના કારણે જ છે. સાધક જેમ જેમ સાધનામાં આગળ વધે છે તેમ તેમ અહંકાર ઘટે છે, જેમ જેમ અહંકાર ઘટે છે તેમ તેમ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનો ભેદ પણ ઘટવા માંડે છે. કર્મયોગમાં અહંકાર રહેવા છતાં જેમ જેમ કર્મ કરવામાં આવે છે તેમ તેમ અહંકાર શુદ્ધ થવા માંડે છે અને કર્મયોગ સિદ્ધ થતા કે નીકળી જાય 2010_05 Page #228 -------------------------------------------------------------------------- ________________ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગની અભેદતા ૨૦૫ જ્ઞાનયોગમાં અહંકાર સ્વરૂપની સાથે ભળી જાય છે અર્થાત્ મિથ્યા અહંકાર સમ્યગૂ અહંકારમાં ભળી જાય છે. ભક્તિયોગમાં અહંકાર પરમાત્માને આપી દેવાય છે. તાત્પર્ય એ છે કે કર્મયોગમાં અહમ્ શુદ્ધ થાય છે. જ્ઞાનયોગમાં અહમ્ મટી જાય છે. ભક્તિયોગમાં અહમ્ પલટાઈ જાય છે. અહમૂનું શુદ્ધ થવું, મટવું કે પલટાવું – આ ત્રણે પરિણામે એકરૂપ થઈ જાય છે. કર્મયોગ ભૌતિક સાધના છે, જ્ઞાનયોગ આધ્યાત્મિક સાધના છે, ભક્તિયોગ એ આસ્તિક સાધના છે. ભૌતિક સાધનમાં અકર્મની, આધ્યાત્મિક સાધનામાં આત્માની અને આસ્તિક સાધનામાં પરમાત્માની મુખ્યતા છે. અકર્મ, આત્મા અને પરમાત્મા આ ત્રણે તત્ત્વથી એક જ છે. આથી અકર્મમાં આત્મા પણ છે, પરમાત્મા પણ છે. આત્મામાં અકર્મ પણ છે, પરમાત્મા પણ છે. પરમાત્મામાં અકર્મ પણ છે, આત્મા પણ છે. અહંકારના કારણે અકર્મ, આત્મા અને પરમાત્મા ત્રણ ભેદ પડે છે. તત્ત્વમાં ત્રણ ભેદ નથી. તમને ઘણા પૈસા મળ્યા છે તો જગડુશા બનીને મોક્ષે જવું છે ? નરસિંહ બનીને મોક્ષે જવું છે કે ભગવાન મહાવીર પ્રભુ જેવી ઉગ્ર સાધના કરી મોક્ષે જવું છે ? આજની તમારી પરિસ્થિતિ જોતાં એકલા પૈસા જ પ્રિય છે. બીજી કોઈ ચીજ પ્રિય નથી. બીજી કોઈ ચીજનો રાગ બેસાડ્યો નહી અને પૈસાનો ગાઢ રાગ કાઢ્યો નહી તો સમજી રાખજો કે ભાવિ અંધકારમય છે. શાસ્ત્રમાં કામપુરુષાર્થને અધમ કહ્યો છે અને અર્થપુરુષાર્થને અધમાધમ કહ્યો છે. તમારામાંથી કષાયો નીકળ્યા, દુર્બુદ્ધિ નીકળી ગઈ, પ્રજ્ઞા આવી, બુદ્ધિ આવી ગઈ એટલે પારમાર્થિક જ્ઞાન આવી ગયું. ભવોભવની સાધના દ્વારા મેળવાતી ચીજ – પરાકાષ્ઠાનો વૈરાગ્ય, પરાકાષ્ઠાનો વિવેક, ઉત્કૃષ્ટ બળ, ઉપસર્ગો અને પરીષહો સામે ઝઝુમવાની શક્તિ આ બધું મળ્યા પછી હવે બીજો વિકલ્પ કરવાની શું જરૂર છે ? પ્રયોજન સિદ્ધ થઈ ગયા પછી કોઈ આવ્યું કે ન આવ્યું એ વિકલ્પો ટકી શકતા નથી. પ્રભુ મહાવીર ચારિત્ર લીધા પછી સતત આવી નિર્વિકલ્પ સાધના કરે છે. ત્યાં સંગમ પ્રત્યે ક્યાંક આવી કરુણાનો વિકલ્પ સ્પર્શી જાય છે. આ જ વાતને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. દીવાળી કલ્પની ઢાળમાં જણાવે છે.” સંગમે પીડીયો, પ્રભુ સજલ લોયણે ચિંતવે છુટથે કેમ એહો, 2010_05 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ તાસ ઉપર દયા એવડી શું કરી ? સાપરાધે જને સબલ નેહો.” સંગમના ઉપસર્ગથી પ્રભુ પોતાના દુ:ખે તો રડ્યા નહિ પણ તેના કર્મબંધના સંદર્ભમાં વિચારતાં પ્રભુની આંખમાં આંસુ આવી ગયા છે. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ પ્રભુને પ્રશ્ન કરે છે આવડા પાપીષ્ઠ વ્યક્તિ ઉપર તને આવી દયા શા માટે આવી ? તેનો જવાબ આપે છે કે પ્રભુ તો અપરાધી પ્રત્યે બળવાન સ્નેહવાળા હોય છે. આપણે પણ જો પરમાત્માના સાચા ભક્ત હોઈએ તો અપરાધી પ્રત્યે આપણી કરુણા ભરાઈ જવી જોઈએ, ઉભરાઈ જવી જોઈએ એને બદલે ઉપકારી પ્રત્યે પણ જો આપણે કૃતજ્ઞ બની જતાં હોઈએ તો આપણે ભગવાનના આલંબનથી લાખો માઈલ દૂર છીએ એમ નિશ્ચિતપણે સમજી લેવું. મતિજ્ઞાનના ઉપયોગમાં શોધ ચલાવીને રાગાદિ વિકારોને જોવાના છે, સ્વીકારવાના છે, કાઢવાના છે અને પાછા ફરી પેસવા દેવાના નથી. આના માટે જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી શાસ્ત્રથી પરિકર્મિત બુદ્ધિ, સુક્ષ્મબોધ, તીવ્રબોધ જોઈશે. આનાથી જ પોતાના જીવનમાં અતિચાર – દોષ ક્યાં લાગે છે તે સમજી શકાશે. સુક્ષ્મબોધ વિના સૂક્ષ્મ અતિચારોને પકડી શકાતા નથી અને તે માટે અગીતાર્થ તો નિયમા ગીતાર્થની નિશ્રામાં વિચરે. ગીતાર્થની છાયામાં રહેલો વારંવાર અતિચારોથી શુદ્ધ થઈ શકે છે. ગીતાર્થ પણ બીજા ગીતાર્થની સાથે વિચરે. એક આચાર્ય ભગવંત વડીલ આચાર્યભગવંતની સાથે રહેલા હોય ત્યારે કોઈપણ કામ તેમને પૂછીને કરે, લોકોત્તર શાસનની આ અદ્દભૂત મર્યાદાઓને સમજવી જરૂરી છે. માર્ગના સૂક્ષ્મજ્ઞાતા બનવું પડશે. તો જ છઠું અને સાતમું ગુણસ્થાનક સ્પર્શ. મારુષ અને માતુષ પાસે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ નથી. સૂક્ષ્મબોધ નથી પણ મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. તેથી પોતાના જીવનમાં સમજી શકે છે કે મારે કેવી રીતે બીજા સાથે રહેવું ? અને આ રીતે બાર વર્ષની સાધના કરી અને તેનાથી શ્રુતજ્ઞાનાવરણીય કર્મ તુટ્યું. અદ્ભુત ક્ષયોપશમ થયો અને શ્રેણી માંડી. શાસ્ત્રયોગ બહુ દુષ્કર છે. પણ ઇચ્છાયોગને બળવાન કરતાં રહેવાનું છે, કાળ, આસન, મુદ્રા વગેરેનું આલંબન લેતા રહેવાથી ઉત્તરોત્તર વિકાસ શક્ય બનશે. પણ ખ્યાલ રાખવો કે જો આત્મા આત્મઘરની બહાર ગયો તો આશ્રવ – બંધ – પુણ્ય – પાપ બંધાશે અને આત્મા આત્મઘરની અંદર ગયો એટલે સંવર અને નિર્જરામાં ગયો. આ માટે દૃષ્ટિને સુધારવી, દૃષ્ટિને સ્વચ્છ કરવી, દૃષ્ટિ જ્યાંથી નીકળી છે ત્યાં પરિપૂર્ણ ભેળવી દેવી એ પુરુષાર્થ આપણે કરવાનો છે. 2010_05 Page #230 -------------------------------------------------------------------------- ________________ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગની અભેદતા ૨૦૭ મૂળ આત્મામાંથી દૃષ્ટિ નીકળી છે ક્યાં જાય છે ? વિષયોમાં જાય છે કે જે બાહ્યતત્ત્વ છે. નિમિત્તો છે. નૈમેરિકભાવોમાં શુભાશુભતા રહેલી છે. નિમિત્ત ઉપર દૃષ્ટિ રહેશે, સ્વરૂપમાં રહેશે નહિ ત્યાં સુધી પારમાર્થિક ધર્મ આવશે નહી. સ્વરૂપમાં રહેવું એ પારમાર્થિક ધર્મ છે. આત્મા અનંતકાળથી બહારમાં ભટક્યો છે. હવે શુભ ભાવોનું બળ વધારીને અશુભ ભાવોથી ખસવાનું છે. શુભાશુભભાવોમાં જેનું બળ વધારે હોય તે પ્રમાણે કર્મ બંધાય, વિલાસી ભાવોની પ્રધાનતાથી તિર્યંચનો બંધ થાય છે દુર્જનતાથી નરકનો બંધ થાય છે. દુર્જનભાવો સ્થિર થાય તો રૌદ્રધ્યાન આવે. અશુભ કર્મો બાંધી, પોતાની દૃષ્ટિને ઓળખવી જોઈએ. ચેતનને ઓળખ્યો નહી, ચેતનને ઓળખવાની ઈચ્છા ન કરી અને જે ધર્મ કરશું તો મામુલી પુણ્યબંધ કરાવશે. આત્માને ઓળખ્યા પછી જે ધર્મ કરશે તેમાં નિરા વધારે થશે, સંવર વધારે હશે, પુણ્ય પ્રકૃતિનો રસ વધારે અને પાપપ્રકૃતિનો રસ ઓછો હોવાથી આત્મશુદ્ધિ વધશે. માટે શુભ નિમિત્તનું અવલંબન લઈને તું તારા ઘરમાં સમાઈ જા. સાધક બધાની વચ્ચે રહે અને જ્ઞાન – ધ્યાન – તપમાં એકાંતે લીન બને. ઈચ્છાયોગીની હૃદયની પરિણતિ નિર્મળ હોવાથી એનામાં અજ્ઞાન, જ્ઞાન, પ્રમાદ, વિષયની પરિણતિ હોવા છતાં હૃદયની બાબતમાં તે સરળ હોય. ઈચ્છાયોગમાં અભવ્યો, દુર્ભવ્યો, ભારેકર્મી ભવ્યો નહીં આવે. પણ જે હળુકર્મી છે, ચરમાવર્તવર્તી છે તે આવશે. સંસારનું સુખ અહિત કરનાર છે. આ વાત અંશે અંશે સ્પર્શે છે તે બધા ઇચ્છાયોગી પણ તેની માન્યતા હોય છે કે આત્મકલ્યાણ માત્ર ધર્મથી છે અને એ પણ જ્ઞાનીની આજ્ઞા મુજબનો ધર્મ આત્મકલ્યાણ કરવા સમર્થ છે. ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞા વગેરેથી કરાતો ધર્મ આત્મકલ્યાણ કરવા સમર્થ બનતો નથી. આ માન્યતા હોવાથી તેને જ્ઞાનીની આજ્ઞાનો, ખપ પડે છે. અતિથિ સેવા એ ગૃહસ્થાશ્રમનો યજ્ઞ છે. અતિથિ પ્રેમ એ ઘરની પ્રતીક્ષા છે. અતિથિની વ્યવસ્થા એ ઘરની શોભા છે અતિથિનું સન્માન એ ઘરનો વૈભવ છે. સદાચાર એ જ સાચી સુગંધ છે. 2010_05 Page #231 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યયોગ शास्त्रसंदर्शितोपायस्तदतिक्रान्तगोचरः शक्त्युरेकाद्विशेषेण सामर्थ्यारव्योऽयमुत्तमः ॥ ५ ॥ સામર્થ્યયોગના ઉપાયો સામાન્યથી જ શાસ્ત્રમાં બતાવ્યા છે. જેમકે સામર્થ્યયોગ એ ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી ઉપરની કક્ષાનો યોગ છે તે ક્ષપકશ્રેણીકાલમાં પ્રાપ્ત થાય છે. છઠ્ઠા અને સાતમા ગુણઠાણે દેશોનક્રોડપૂર્વ સુધી ઝોલાં ખાતો કોઈક જીવ આ યોગને પામી શકે છે, આ યોગમાં વીર્ય બધામાંથી ખેંચાઈને એકમાત્ર સ્વરૂપની દિશામાં અત્યંત પિંડીભૂત થયેલું હોય છે. તે વખતે દેહભાન ભુલાઈ ગયેલું હોય છે. બહારથી ક્યારેક ઉપસર્ગ હોય તો પણ અંદરથી તો આત્માનો જ આનંદ લૂંટાતો હોય છે. આ સામર્થ્યયોગમાં જીવ પાંચ અપૂર્વ વસ્તુ કરે છે. (૧) અપૂર્વ સ્થિતિઘાત (૨) અપૂર્વ રસઘાત (૩) ગુણશ્રેણી (૪) ગુણ સંક્રમ અને (૫) અપૂર્વ સ્થિતિબંધ. આમ સામાન્યથી શાસ્ત્રમાં સામર્થ્યયોગનું સ્વરૂપ બતાવેલ હોવા છતાં વિશેષ રૂપે તેના ઉપાયો શાસ્ત્રથી બતાવી શકાતા નથી, આનું કારણ એ છે કે સામર્થ્યયોગ એ અતિશય વીર્યના ઊછળવાથી પ્રાપ્ત થનાર છે, તે વખતે શક્તિનું પ્રાબલ્ય અર્થાત્ વીર્યનો ઉત્કર્ષ હોય છે. વીર્ય સ્વરૂપની દિશામાં પિંડીભૂત થયેલું હોવાના કારણે જે ઉત્તરોત્તર વિશુદ્ધ સંયમસ્થાનો અને અધ્યવસાયસ્થાનો પ્રાપ્ત થાય છે તે વાણીનો વિષય બની શકતાં નથી. આ વખતે આત્મા અંદરથી અસંગ બનેલો હોય છે. આમ શક્તિના પ્રાબલ્યથી પ્રાપ્ત થનારો આ સામર્થ્ય નામનો ઉત્તમ યોગ છે. શાસ્ત્રયોગી જીવનભર અપ્રમત્તતાને ધારણ કરનારા હોય છે. ક્ષમાદિ પરિણતિમાં રમમાણ હોય છે. નિઃસ્પૃહતાથી તેનું હૃદય ભરપૂર હોય છે. મૈત્રી-પ્રમોદાદિભાવોથી તેનું હૃદય પરિપ્લાવિત હોય છે. વળી સૂક્ષ્મબોધના માલિક હોય છે. શાસ્ત્રયોગ પછી સામર્થ્યયોગ આવે છે. તે અનુભવથી સમજી શકાય તેમ છે. સામર્થ્યયોગ માટે શાસ્ત્ર સામાન્યથી કથન કરી શકે તેમ છે. સર્વ શાસ્ત્રોની પ્રવૃત્તિ અંગુલીનિર્દેશ જ કરે છે. ભવસમુદ્રના પારને તો એક અનુભવ જ પ્રાપ્ત કરાવી શકે છે. જ્ઞાનસારના ર૬મા અનુભવાષ્ટકમાં કહ્યું છે કે व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शनमेव हि । पारं तु प्रापयत्येको, ऽनुभवो भववारिधेः ॥ 2010_05 Page #232 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યયોગ ૨૦૯ पश्यतु ब्रह्म निर्द्वन्दं, निर्द्वन्द्वानुभवं विना । कथं लिपिमयी दृष्टि - ङिमयी वा मनोमयी ॥ નિર્ઝન્દ્ર અનુભવ વિના આ નિર્લેન્દ્ર બ્રહ્મને પામી શકાતું નથી. લિપિમય, વચનમય કે મનોમય દૃષ્ટિથી આ નિર્દુત્વને પામી શકાતું નથી. સ્વરૂપ નિર્ટન્દ્ર છે. સંસાર દ્વન્દથી ચાલે છે. બે પરસ્પર વિરોધી પદાર્થોનું હોવું તે દ્વન્દ્ર છે. રાગ-દ્વેષ, રતિ-અરતિ, સુખ-દુઃખ, જન્મ-મૃત્યુ, સર્જન-વિસર્જન, હાસ્યશોક, જ્ઞાન-અજ્ઞાન, સંયોગ-વિયોગ, માન-અપમાન – સંસાર આવા દ્વન્દોથી ચાલે છે. સિદ્ધો દ્વન્દ વિનાના છે. આત્મામાં દુન્દુ નથી. આનંદ સ્વરૂપ આત્મા છે. આનંદ સામે અનાનન્દ નથી. જ્યાં સ્વૈત છે ત્યાં દ્વન્દ્ર છે. દ્વન્દ્ર એટલે સંઘર્ષ-ક્લેશ. વાસ્તવિક સુખ અદ્વૈત-અદ્વન્દ્રમાં છે. સુખ હોય ત્યાં દુ:ખ હોય હોય ને હોય જ. આપણને એકલું સુખ જોઈએ છે તો આપણે ભુલા પડ્યા છીએ, અહીં સંસારમાં એકલું સુખ હોય જ નહીં, એકલું સુખ મળે જ નહીં. વિકારી ભાવોમાં સુખ અલ્પ - દુઃખ ઘણું હોય. શાસ્ત્રો દિગ્દર્શક છે. તર્કથી, અનુમાનથી, આગમથી જો અતીન્દ્રિય પદાર્થો જણાતા હોય તો અત્યાર સુધીમાં થયેલા બુદ્ધિશાળીઓ ક્યારનાય તેનો પાર પામી શક્યા હોત. માટે જ કહ્યું કે, "ज्ञायेरन हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः । कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः ॥ શાસ્ત્રો સામાન્યથી વર્ણન કરે છે. સામર્થ્યયોગીની કક્ષા ઘણી ઊંચી હોય છે. તેનું વીર્ય પ્રચંડ કક્ષાનું હોય છે અને તેનાથી તે સ્વરૂપમાં લીન બનેલો હોય છે. સ્વરૂપની તીવ્રકોટીની લીનતાનો આનંદ એ અનુભવનો વિષય છે. અનુભવનારો પણ તેનું વર્ણન કરી શકે તેમ નથી. જગતમાં ભાવો અનંતા છે તેમાંથી અનંતમો ભાગ અભિલાપ્ય છે. તેમાંથી અનંતમો ભાગ કથનીય છે. બોલી શકાય છે. આત્માનો આનંદ અભિલાપ્ય નથી. અનુભવગમ્ય છે. આજે આપણું વીર્ય ખંડખંડ થઈ રહ્યું છે તમે તમારા રાગના કેટલા ટુકડા કર્યા છે ? પત્ની ઉપર થોડોક રાગ, દીકરા ઉપર થોડોક રાગ, પૈસા ઉપર થોડોક રાગ, કાયા ઉપર થોડો રાગ, કીર્તિ ઉપર થોડો રાગ કારણકે આ ભિખારી જીવને બધાની ક્યારેક જરૂર પડશે એ આશયથી તેણે રાગના ટુકડે - ટુકડા કર્યા છે. વીર્ય આ રીતે વિભાવમાં સ્મલિત થયું હોવાથી જીવ ધર્મમાં સ્થિર થતો નથી. વીર્ય પિંડીભૂત થાય ત્યારે અધ્યવસાય તીવ્ર બને છે. પણ વીર્યમાં જો અવિવેક ભળે તો જીવ સાતમી નરકે જાય છે. વિવેક વગરનું સત્ત્વ પ્રશંસનીય નથી. વીર્યમાં વિવેક ભળે ત્યારે ક્ષપકશ્રેણી પણ માંડી શકાય છે. 2010_05 Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ તમારું વીર્ય પ્રવર્તન જોતાં એમ લાગે છે કે તમને દેવલોક ઊંચો નહીં મળે, નરકસ્થાન પણ દીર્ઘસ્થિતિવાળું નહીં મળે. તમારે વચમાં વચમાં ભમ્યા કરવાનું રહેશે. હા, તિર્યંચમાં જઈને નરકમાં જજો. આ વિરાધિત ધર્મનું ફળ છે. વિરાધિત સંયમનું ફળ નીચેના દેવલોક – ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ વગેરે છે. વૈમાનિક તો નહીં મળે. કારણ કે ઉપયોગમાં વિષયની પરિણતિ છે. રંગરાગ છે. ક્રોધાદિ કષાયો છે. દેવ – ગુરુ – ધર્મ ઉપર જરાક પણ બહુમાન તૂટ્યું તો વિરાધના શરુ થઈ જાય છે. સહેજ પણ આજ્ઞાભંગ થયો તો આરાધના રહેતી નથી. ગુરુનાં “દુષ્કર દુષ્કર' વચનને નહીં સહન કરતાં સ્થૂલભદ્રજીનો ચાળો કરવા ગુરુ વચનને અવગણીને સિંહગુફાવાસી મુનિ કોશા. વેશ્યાને ત્યાં ગયા તો પતન પામ્યા. દેવ – ગુરુ - ધર્મતત્વની આશાતના કરનારો ગમે ત્યાં પડી જાય. એક બાજુ ધર્મ હશે અને બીજી બાજુ એકાદ વિષયમાં આસક્તિ, ગૃદ્ધિ હશે તો ચારિત્ર મલિન થશે. એક જ દૂષણ ચારિત્રમાં મલિનતા ઊભી કરે છે. તે વખતે પરિણામ બગડ્યા અને મરો તો એકેંદ્રિયમાં જાવ. તે વખતે કદાચ ન મરે તો પણ આ ગૃદ્ધિ ક્ષત્તવ્ય નથી. તે ખટકતી હોય, તેનું પ્રાયશ્ચિત્ત જીવ કરે તો મલિનતા મોળી પડે. દોષ ખટકતો હોય તે સાધક કહેવાય. સાધકથી દોષ સેવાઈ જાય, પણ પોતાની સત્ત્વહીનતા માને અને પ્રાયશ્ચિત્ત લે. પશ્ચાત્તાપ કરે. તમારે અને પ્રાયશ્ચિત્તને આડવેર છે. પ્રાયશ્ચિત્ત ન કરે તો મલિનતા સાનુબંધવાળી થતી જાય. સાધકે ખ્યાલ રાખવો જોઈએ કે આ મારો દોષ છે. સતત આલોચના કરે તો ઊંચો દેવલોક મળે. અઢાર પાપો આલોવતાં દસમે રાગ બોલીને માફી માગો છો ! તેનું અંતરનિરીક્ષણ કર્યું છે ? રાગ પાપ લાગે તો રાગનો ઓરતો તો ન જ કરોને ? મિચ્છામિદુક્કડમ્ આપો છો ને એ જ દોષ સેવો છો તો માયામૃષાવાદી છો. પ્રતિક્રમણનો અર્થ જ એ છે કે આજનું કરેલું પાપ બીજે દિવસે ઓછા ભાવે જ થાય. ઉપાધ્યાયજી મ.સા. ૩૫૦ના સ્તવનમાં લખે છે. મિચ્છામિ દુક્કડમ્ દેઈ પાતિક તે ભાવે જે સેવે રે આવશ્યક સાખે તે પરગટ માયામોષને સેવે રે મૂલપદે પડિકમણું ભાખ્યું પાપતણું અણકરવું રે. પ્રતિક્રમણ કરતાં પાપનો ફોર્સ ઓછો થાય અને એક દિવસ સર્વથા બંધ થઈ જાય - એ જ વ્યાજબી છે. કમસે કમ પાપની તીવ્રતા અને પાપની ઝડપ ઓછી થવી જ જોઈએ આ intensity અને frequency ઓછી થાય તો જ સાધકતા છે. અધ્યવસાય શું ચીજ છે કુતૂહલવૃત્તિ અને વિષયાસક્તિને સંબંધ છે. કદાચ સાધકને ખાવાપીવાની 2010_05 Page #234 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યયોગ ૨૧૧ આસક્તિ નથી પણ જો ક્રોધાદિ છે તો પણ જાવ ભવનપતિમાં. અગ્નિશર્માનું શું થયું ? તે ખબર છે ? આયુષ્યબંધ વખતે બધા factors કામ કરે છે. તમે ક્રોધી છો કે ક્ષમાવાન ? સજ્જન છો કે દુર્જન ? લોભી છો કે સંતોષી ? કૃપણ છો કે દાનવીર ? આ બધું મળીને એક અધ્યવસાય તૈયાર થાય છે. અંદરના કષાયો પોતે પોતાનું કામ કરીને પરિણતિને તૈયાર કરી રહ્યા છે. દા.ત. અત્યારે બધા ઉપદેશ સાંભળવા બેઠા છે. અત્યારે બધાનો ઉપયોગ સામાન્યથી એક જ છે. તો કર્મબંધ એકસરખો પડે ? ના, કેમ ? અંદરથી એક ક્રોધી છે, એક દાનવીર છે, એક માયાવી છે એક કપણ છે આમ બધા અંદરથી ભિન્ન છે. તેનાથી બધાના કર્મબંધમાં ફરક છે. વર્તમાનની વિચારધારા ઉપયોગથી વ્યાખ્યાનમાં ભલે હોય પણ કોઈ પહેલે ગુણસ્થાનકે હોય, કોઈ રાગી હોય, કોઈ વિરાગી હોય, કોઈ પ્રમત્ત હોય, કોઈ અપ્રમત્ત હોય આ બધાને આધારે બધાની પરિણતિ જુદી જુદી ઘડાશે અને તેથી બધાનો કર્મબંધ ઓછો-વધતો થશે. આચાર અને ભાવનાનાં આલંબનથી પરિણતિને સુધારવાની છે. પાંચ કુગર કહ્યા છે. પાર્થસ્થ – પાર્થે તિષ્ઠતિ - પાસસ્થા વગેરે. જ્ઞાન - દર્શન - ચારિત્રનાં ઉપકરણો પાસે રાખે પણ ઉપયોગ ન કરે. પુસ્તકોના કબાટો રાખે પણ એક પુસ્તકનો ઉપયોગ ન કરે તે જ્ઞાનપાસત્યો, દર્શનમાં ગુરૂભક્તિ, સાધુસત્કાર, આશાતનાવર્જન પોતાના જીવનમાં સારી રીતે ન સેવે તે દર્શનપાસત્યો. તેવી રીતે રજોહરણ - ઓઘો રાખે પણ પુંજે - પ્રમાર્જ નહીં તે ચારિત્રપાસત્થો જીવનભર જે ભાવનાઓ નિરંતર સેવવાની છે તે ભાવનાઓ ભાવે નહી તે ભાવનાપાસત્યો કહેવાય. - સાધક જો આચારશુદ્ધિ અને ભાવનાથી ભાવિત બને તો ત્યાં કષાય આવી શકે નહીં, કષાયનાં નિમિત્તો નિષ્ફળ બને. અપવર્તનાકરણના અધ્યવસાયો વડે સત્તાગત દલિકોની સ્થિતિ અને રસની અપવર્તન કરવા વડે જીવ મંદ રસવાળાં કર્મોને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવે છે. આમાં જે મંદ રસવાળા દલિકો ઉદયમાં આવીને ખપી ગયા તે ક્ષય અને આ અધ્યવસાયના બળે સત્તાગત તીવ્ર રસવાળા દલિકો ઉદયમાં ન આવી શકે તેવી સ્થિતિવાળા થયા તે ઉપશમ. આમાં આ રીતે ક્ષય અને ઉપશમ બંને ભાવ હોવાથી તે લયોપશમભાવ કહેવાય છે. આ રીતે વર્તમાનકાળની જાગૃતિથી સતત સાધના કરવાની છે. બંધને અનુરૂપ અધ્યવસાયસ્થાનકોને સેવીએ તો સત્તાગત સ્થિતિ અને રસની ઉદ્વર્તના થાય છે અને સંવર અને નિર્જરાને અનુરૂપ અધ્યવસાયસ્થાનકોને સેવવાથી સ્થિતિ અને રસની અપવર્તના થઈ શકે છે. ટૂંકમાં ભૂલો કર્યા પછી 2010_05 Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૨ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ છાવરવાથી, બચાવ કરવાથી તે પાપમાં વૃદ્ધિ થાય છે અને તેનો સ્વીકાર કરીને નિંદા, ગહ કરવાથી પાપમાં હાનિ થાય છે. એટલે પાપની વૃત્તિ અને પાપની પ્રવૃત્તિને ક્યારે પણ છાવરવાનો પ્રયત્ન ન કરવો. never justify your faults. ભૂલોનો ક્યારે પણ બચાવ ન કરવો. પણ સ્વીકાર કરવો તો સુધરવાની તક ઉભી રહેશે. આચારપાલનની મહત્તા જો મોક્ષે જલ્દી જવું હોય અને તે માટે અધ્યવસાયની, પરિણતિની શુદ્ધિ કરવી હોય તો સમજી રાખો કે આખો સંસાર કષાયમય છે. ભાવનાનું બખ્તર જો ઊભું કરવામાં આવે તો કષાય નિષ્ફળ જાય, કષાયનો નાશ થાય. પહેલા ગુણસ્થાનકવાળો અભવ્યનો આત્મા નવમા સૈવેયકે જાય તેમાં નિરતિચાર દ્રવ્યચારિત્ર એ કારણ છે. સ્ત્રીને અડાય નહીં, અગ્નિને અડાય નહીં, કાચા પાણીને અડાય નહીં આ બધું મારાથી ન થાય એવી ખટક અંદર ઊભી હોય છે. પાંચમા ગુણસ્થાનકે રહેલો શ્રાવક બારમા દેવલોકથી ઉપર ન જઈ શકે કારણ કે આચારપાલનથી પરિણતિ ઊભી કરી નથી. શ્રાવક સંસારમાં બચી બચીને કેટલું બચી શકશે ? શ્રાવકને આ ખટક નથી. ૫-૨૫-૫૦ વર્ષનું ચારિત્ર પાળે છે એ આચારપાલનથી અભવ્યનાં કર્મો પાતળાં પડે છે. શ્રાવકને સ્ત્રીને અડતાં કંઈ થાય ? લાઈટના બટન દબાવતાં કંઈ થાય ? કાચા પાણીને અડતાં કંઈ થાય ? વનસ્પતિને અડતાં દુઃખ થાય ? શ્રાવકને આમાં અરેરાટી થતી નથી. જ્યારે અભવ્ય આચારના પાલનથી પરિણતિ ઊભી કરી છે કે કાચા પાણીને અડાય જ નહીં. જોકે અભવ્ય સ્વભાવ એ મોક્ષની શ્રદ્ધા કરવામાં પ્રતિબંધક બને છે. ઈદ્રિયોના વિષયોથી અતિરિક્ત સુખ - ગુણોનું સુખ - હોઈ શકે છે એ ઘેડ જ એને બેસતી નથી માટે તેનો આત્મિક વિકાસ બિલકુલ થઈ શકતો નથી. ઉપયોગમાં સમકિતનો ભાવ સ્પર્શતો જ નથી. જ્ઞાનદશામાં જ સુખ છે. આપણી અનંત ભવયાત્રાના સ્વજનો આપણે અજ્ઞાનના ઉદયથી યાદ નથી. કર્મના ઉદયથી આ વિસ્મરણ થયું છે તો તમે સુખી છો કે દુ:ખી ? અને માનો કે પૂર્વભવીય સ્વજનો યાદ આવે તો સુખ વધે કે ઘટે ? અજ્ઞાનથી થયેલું વિસ્મરણ પણ સુખનું કારણ બન્યું છે તો જ્ઞાનના બળે તમે ભૂલી જાવ તો કેવા સુખી બની જાવ ? તમે બધું એવી રીતે ભૂલો કે એક આત્મા જ પકડાઈ રહે અને બીજું બધું ભૂલી જવાય. નિદ્રામાં દર્શનાવરણીયના ઉદયે – અજ્ઞાનના બળે દેહનું ભાન ભૂલી જઈએ છીએ અને 2010_05 Page #236 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યયોગ ૨૧૩ સુખ – શાંતિ અનુભવાય છે તો જ્ઞાનના બળે, જાગૃતિની અવસ્થામાં દેહાદિનું ભાન ભુલાય તો ક્ષપકશ્રેણી મંડાઈ જાય છે. સંસાર એ મીઠાના ડબ્બા ઉપર સાકરના લેબલ મારેલા જેવો છે. તમે જેને જેને સાકર માન્યું છે તે બધું salt મીઠું નીકળ્યું છે. જેની જોડે તમે પાગલ બનીને સંબંધ બાંધ્યો છે. તેના કડવા મીઠા અનુભવ પછી આ કાંઈ જ નથી એવું નથી લાગતું ? આ સ્વરૂપ વિચારવા માટે તમારી પાસે બુદ્ધિ છે ? કે આર્તધ્યાનમાં એનું જ દર્શન કરીને દુઃખી થયા કરો છો ? દેહનું ભાન ભૂલ્યા વિના કંઈ ચાલશે જ નહિ. જે ઉપયોગમાં દેહભાન ભુલાય છે તે પોતે શૂન્ય બને છે. જે શૂન્ય બને છે તે આત્માનંદને અનુભવે છે. જ્ઞાનજન્ય સમાધિ સહજ બનશે ત્યારે જાગૃત અવસ્થામાં અનેરો આનંદ આવશે. તે સાધકને ખાતાં-પીતાં પણ સમાધિ હોય છે. જાગૃત અવસ્થામાં તેને કશું સ્પર્શતું નથી. ઉપયોગને સૂક્ષ્મ બનાવીને શૂન્ય બનવાનું છે. શૂન્ય બનેલો ઉપયોગ આત્માની અનુભૂતિ કરાવે છે. અજ્ઞાની અને દુર્જનને આ અનુભવ થતો નથી. પોતાને જે નડે તે અજ્ઞાની, બીજાને જે નડે તે દુર્જન કહેવાય છે. જ્ઞાની તો તે છે કે જે પોતાના માધ્યમે બીજાને નડતો નથી અને બીજા નડતરરૂપ થાય ત્યારે તેને નડતરરૂપે સ્વીકારતો નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય હોય તો પોતે પોતાને નડે છે, જેને પોતાનામાં રહેતાં નથી આવડતું તે પોતાને અને પરને પણ નડે છે. સ્વપરનું હિત કરે છે તે પોતાને નડતો નથી અને બીજાને પણ નડતો નથી. સાધનાનો માર્ગ અંદરમાં જવા માટે છે. અંદરમાં ન જઈએ તો સાધના શેની ? બહારમાં જેને ત્રાસ ત્રાસ દેખાય છે તે જ અંદરમાં જશે. બહાર મન - વચન – કાયાની દોટ છે. વિશ્રામસ્થાન ક્યાંય નથી. ઉપયોગ અંદરમાંથી નીકળ્યો છે, તેને અંદરમાં જ સમાવવો પડશે. પોતાનું સ્થાન નથી ત્યાં કેટલો ટાઈમ રહી શકાય ? વ્યંતર દેવ વિભંગ જ્ઞાનના કારણે પોતાનું ઘર ભૂલી ગયો છે માટે ભટક ભટકે કરે છે. જગતમાં પોતાના ઘરમાં જ જીવને શાંતિ છે. પારકા ઘરમાં શાંતિ હોય જ નહીં. આ દેહ પણ આપણું કર્મજન્ય અવસ્થાન છે. અસંખ્ય આત્મપ્રદેશ એ જ આપણું વાસ્તવિક અવસ્થાન છે. આત્માને પોતાના ઘરમાં શાંતિ મળશે. માટે અંદરમાં જ જાવ, ત્યાં વિશ્રામ છે. આત્મા પોતાનો ઉપશમ ભાવ ભૂલી ગયો છે. આપણે એક પણ વિષયમાં દષ્ટિને રાખી શકીએ તેમ નથી. સતી સ્ત્રીને પતિ મારપીટ કરે, તો પણ પગ પકડે. પતિનો જ પગ પકડે. બહારમાં રહેવાનું ઓછું કરો. સામર્મયોગનું ફળ કેવળજ્ઞાન છે. સામર્થ્યયોગનો આશ્રય લેવાથી અવિલંબે કેવળજ્ઞાન થાય છે કેવળજ્ઞાન માટેનું પ્રધાન કારણ સામર્થ્યયોગ છે. બંને વચ્ચે અત્યંત નિકટતા છે. મનુષ્યભવ ક્ષપકશ્રેણી માંડવા માટે છે. ઘરબાર છોડ્યા વિના આત્માનો 2010_05 Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પુરુષાર્થ થતો નથી. બધાને ભૂલવામાં જ મજા છે. જેને ભૂલવા હશે તેને છોડવાનું પરાક્રમ કરવું જ પડશે. જે છોડે છે તે ભૂલી શકે છે. પદાર્થ ને વ્યક્તિને પકડી રાખવાના સંસ્કારે જ ગૂંચવણ ઊભી કરી છે. રાગદશાને તપાસવી પડશે, રાગાદિ આંતરશત્રુ છે. તેની સાથે ઝઘડવું હોય તો રાગના ઘરમાં રહીને ન ઝઘડી શકાય. કર્મનો નાશ કરવા માટે ચારિત્ર એ યુદ્ધની ભૂમિ છે. ખુલ્લું મેદાન છે. અહીં સંગ્રામ ખેલી શકાશે. આ ભવમાં જ સંગ્રામ ખેલી શકાય તેમ છે. દેવ, તિર્યંચના ભવમાં સંગ્રામ ખેલી શકાય તેમ નથી. આ ભવમાં બીજ વાવીશું તો ૫-૨૫-૫૦ ભવે પણ ફળ મળશે. પણ જો બીજવપન જ ન કરીએ તો ફળ ક્યાંથી મળે ? આજની તારીખે તમે દેવ - ગુરુ - ધર્મના કે પૈસા - પતિ અને પુત્રના ? આ જ સમ્યકત્વની ગેરહાજરી સૂચવે છે. રાયણનું બીજ લઈને એક ભાઈ ક્યાંક વાવવા જતો હતો. રસ્તામાં રાજા, વજીર સામે મળે છે. એને પૂછે છે આનાં ફળ તને ક્યાંથી મળશે ? ત્યારે તે કહે છે મેં કોઈનાં વાવેલાં ફળ ખાધાં છે તો મારી પણ ફરજ છે કે કોઈ માટે વાવું. વાવીશું તો જ મળશે, આ તો નક્કર વાત છે. તમે આજે રાગ – ‘ષનાં બીજ વાવશો અને વૈરાગ્ય - મૈત્રીનાં બીજ નહીં વાવો તો ભવાંતરમાં તમને કંઈ નહીં મળે. તમારી કાયરતા તમને ખટકે છે ? કાયરોને શા માટે મનુષ્ય બનાવ્યા ? અમારો પાપોદય છે કે અમને સારું વ્યાખ્યાન વાંચવા માટે, આત્માની વાતો કરવા માટે પ્રાજ્ઞ સભા મળતી નથી. સમતિ લઈને મરશો તો પણ કલ્યાણ થશે. સમકિતી દેવ – ગુરુ – ધર્મનો હોય છે. સમકિતીનું મુખ ધર્મ તરફ રહે અને પીઠ સંસાર તરફ રહે છે. તમારી પીઠ આત્મા તરફ, મુખ સંસાર તરફ છે. દેવ – ગુરુ ધર્મ કરતાં સંસારને અધિક માને એ વાસ્તવિક ધર્માત્મા નહીં. પત્નીમાં છકી ગયેલો જેમ “મા”નો નહીં. તેમ સંસારમાં છકી ગયેલો ધર્મનો નહીં એ નિશ્ચિત વાત છે. ધર્મમાં સ્થિર થવું હોય તો શાસ્ત્રયોગનું ત્રીજું લક્ષણ પટુબોધ – નિપુણબોધ જોઈએ. અને એ પટુબોધ ભરચક શાસ્ત્રશ્રવણ અને શાસ્ત્રઅધ્યયનથી આવે. હકીકતમાં શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિએ આત્મામાં રાગાદિભાવો પરમાર્થથી છે જ નહીં. - પાંચમા શ્લોકમાં સામર્થ્યયોગના ઉપાયવિશેષરૂપે શાસ્ત્રથી અવર્ણનીય કહ્યા એના સમર્થનમાં હવે શ્લોક ૬ અને ૭ કહે છે. सिद्धाख्यपदसम्प्राप्ति • हेतुभेदा न तत्त्वतः । शास्त्रादेवावगम्यन्ते, सर्वथैवेह योगिभिः ॥ ६ ॥ सर्वथा तत्परिच्छेदात साक्षात्कारित्वयोगतः। तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धपदाप्तितः ॥ ७॥ 2010_05 Page #238 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યયોગ ૨૧૫ મોક્ષપદની પ્રાપ્તિમાં કારણભૂત સમ્યગ્દર્શનાદિ એ સર્વપ્રકારે શાસ્ત્રથી જાણી શકાતા નથી. કારણ કે જો સર્વ પ્રકારે એ કારણ વિશેષો શાસ્ત્રથી જાણી શકાતા હોત તો શ્રોતાને શાસ્ત્રદ્વારા જ સમ્યકત્વ, વિરતિ, ક્ષપકશ્રેણી, વીતરાગતા, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોત. અર્થાત્ શાસ્ત્ર દ્વારા જેનું જેનું સ્વરૂપ જાણત તે તે ચીજ તેને પ્રાપ્ત થઈ ગઈ હોત... પરંતુ શાસ્ત્ર દ્વારા તે તે વસ્તુનું સ્વરૂપ જાણવા માત્રથી તે તે ચીજની પ્રાપ્તિ થઈ જાય એવું તો અનુભવમાં આવતું નથી. કેમ કે એક એક ગુણઠાણાના અસંખ્ય અસંખ્ય અધ્યવસાયસ્થાનો છે અને એક એક અધ્યવસાય સ્થાનથી તે પછીના બીજા અધ્યવસાયસ્થાનમાં અનંતગુણવિશુદ્ધિ, અસંખ્યગુણવિશુદ્ધિ, સંખ્યાતગુણવિશુદ્ધિ હોય છે. અર્થાત્ વિવક્ષિત અધ્યવસાયસ્થાનમાં જે વિશુદ્ધિનો પાવર છે. વિશુદ્ધિના અંશ છે તેનાથી તે પછીના અધ્યવસાયસ્થાનમાં વિશુદ્ધિના અંશો અનંતગુણ વધારે હોઈ શકે છે. તો અનંતગુણવિશુદ્ધિ કેવા પ્રકારની છે તેનું વર્ણન શાસ્ત્રો કરી શકતા નથી. એ તો કેવળજ્ઞાનથી જ જાણી શકાય છે. શંકા-શાસ્ત્રથી જ એ બધા પ્રકારને જાણી શકાય છે એમ માનીએ તો શું વાંધો આવે ? સમાધાન – વાંધો એજ કે શાસ્ત્રથી જ સિદ્ધપદની પ્રાપ્તિના પ્રકારો જાણી શકાતા જ હોય તો શાસ્ત્રથી જ તેનો સાક્ષાત્કાર થઈ જવાથી ત્યાં જ સર્વજ્ઞતા સિદ્ધ થઈ જાય ! પછી ઉપરના ગુણસ્થાનક માટે કશી સાધના કરવાની રહે નહીં... અર્થાત ૧૪ પૂર્વના જ્ઞાતા પૂર્વધરોને છકે-સાતમે ગુણઠાણે સર્વ પ્રકારો શાસ્ત્રથી જણાતા હોવાથી એમને ત્યાં જ સર્વજ્ઞતા સિદ્ધ થઈ જાય... પછી અપૂર્વકરણ વગેરે આઠમા, નવમા, દશમા વગેરે ગુણસ્થાનકોની સાધના કરવાની રહે જ નહિ.. જ્યારે ખરેખર તો સાધના કરતા કરતા ઉપરના ગુણસ્થાનકોની પ્રાપ્તિ થાય છે. सामायिकं यथासर्व, चारित्रेष्वनुवृत्तिमत् । अध्यात्म सर्व योगेषु तथानुगतमिष्यते ॥ जं जं समयंमि जीवो, आवस्सइ जेण-जेण भावेण । सो तम्मि-तम्मि समये, सुहासुहं बंधए कम्मं ॥ 2010_05 Page #239 -------------------------------------------------------------------------- ________________ આત્માની સંસારી અવસ્થા દષ્ટિના અંધાપાના કારણે છે આત્મામાં તત્ત્વદૃષ્ટિથી જોતાં રાગાદિ ભાવો છે જ નહીં. મતિજ્ઞાનના ઉપયોગમાં મોહ ઘૂસ્યો છે એ જ વિપરીત દેષ્ટિ કરાવે છે. આ અજ્ઞાન દશા છે. અજ્ઞાનનું કાર્ય છે દૃષ્ટિને બહારમાં લઈ જવી. બહાર ગયેલી દષ્ટિ એ જ વિભાવ છે. સંસારી જીવોની દૃષ્ટિ નીકળે ત્યારે રાગાદિથી ભાવિત હોય છે અને જ્યાંથી પાછી ફરે છે ત્યાંથી રાગાદિ ભાવોને લઈને પાછી ફરે છે. રાગાદિ અસરવાળી દૃષ્ટિ અંદર રહી શકતી નથી. આત્મા સૂર્ય સમાન છે; વાદળોથી જેમ સૂર્યનો પ્રકાશ ઢંકાઈ જાય છે તેમ કર્મોથી – મુખ્યતાએ ઘાતી કર્મોના આવરણથી - આત્માનો જ્ઞાનપ્રકાશ ઢંકાઈ જાય છે. પ્રતિ સમય જીવ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ કાર્મણવર્ગણા ગ્રહણ કરે છે અને એ અનંતી કર્મવર્ગણામાં સર્વ જીવોથી અનંત ગુણ રસ નાખે છે. આ રસના કારણે આત્માની અનંતાનંત શક્તિનું આવરણ થાય છે. આના ઉપરથી એ સમજી શકાય છે કે આત્માની કેટલી તીવ્ર શક્તિ હશે કે જેને દબાવવા માટે આટલો પુરુષાર્થ કરવો પડે છે. આ ચૈતન્યશક્તિનું વિભાવમાંથી સ્વભાવમાં પ્રવર્તન થાય તો જીવ ન્યાલ થઈ જાય. ઘાતકર્મોનાં આવરણોને ભેદીને નીકળેલી દૃષ્ટિ ઘણી અવરાયેલી હોય છે. ત્યાં આછોપાતળો પ્રકાશ હોય છે. દર્શનમોહનીય કર્મનો ઉદય માન્યતામાં વિપરીતતા લાવે છે. ચારિત્રમોહનીય કર્મનો ઉદય આચરણમાં વિપરીતતા લાવે છે. પદાર્થનું જેવું સ્વરૂપ છે તેવું ન દેખાડવું, તેવું ન મનાવવું એ મિથ્યાત્વ મોહનીયનું કાર્ય છે એટલે કે હેય-શેય, ઉપાદેયનો યથાર્થ વિવેક કરવામાં આ કર્મ પ્રતિબંધક બને છે. અને સમ્યગ્દર્શન થયા પછી આ વિવેક હોવા છતાં હેયનું દાન અને, ઉપાદેયનું આદાન કરવા ન દેનાર ચારિત્રમોહનીય કર્મ કષાયની તીવ્રતા વિના દર્શનમોહનીય કર્મનું અસ્તિત્વ ટકી શકતું નથી. કષાયની તીવ્રતા દર્શનમોહનીયના અસ્તિત્વને ટકાવી રાખે છે. અંદરમાં સંક્લેશમય દૃષ્ટિ છે, અંદરમાં રાગાદિ પડેલા છે, બહાર વિષયો પડેલા છે. આ રાગમય દૃષ્ટિ ત્યાંથી પાછી સીધી ફરી શકતી નથી. પાછી ફરે તો રાગાદિ સંસ્કાર લઈને ફરે છે. રાગાદિની રુચિ લઈને ફરે છે. અને આનાથી અશુભ આશ્રવ જ આવે છે. આ ચક્ર હંમેશાં ચાલવાનું છે કારણકે 2010_05 Page #240 -------------------------------------------------------------------------- ________________ આત્માની સંસારી અવસ્થા દૃષ્ટિના અંધાપાના કારણે છે ૨૧૭ અંતરાયકર્મ આખું દેશઘાતી છે. ભોગાંતરાય કર્મનો ક્ષયોપશમ હંમેશાં હોવાથી અને જીવને સ્વરૂપના ભોગનું આકર્ષણ ન હોવાથી જીવ પરને – પુદ્ગલને ભોગવે છે. પણ જો વિવેકદૃષ્ટિથી પુદ્ગલના ભોગની અસારતા, તુચ્છતા, પાપમયતા, જુગુપ્સનીયતાને જોવા માંડે તો તેમાંથી બહાર નીકળી શકે. પણ આ માટે શું કરવું ? આપણા અનુભવની પાછળ મોહનું પ્રાબલ્ય છે તેનાથી મૂઢતા આવે છે એટલે પદાર્થનું યથાર્થ દર્શન થતું નથી પણ જો શાસ્ત્રના આધારે પદાર્થનું યથાર્થ દર્શન થાય, એટલે કે પુદ્ગલનું સડન - પડન - વિધ્વંસન સ્વરૂપ સમજાઈ જાય તો ભોગમાં બ્રેક લાગી શકે છે. વિપરીત પુરુષાર્થનો અંત લાવવા માટે સમ્યગુ પુરુષાર્થ આચરવાનો છે. જે કોઈ બુદ્ધિ વગેરે સામગ્રી મળી છે. તેનો ઉપયોગ આત્મ – સ્વરૂપ પામવા માટે કરવાનો છે. બુદ્ધિ દ્વારા શાસ્ત્રમાંથી આત્માનું સ્વરૂપ શોધી કાઢવાનું છે અને આત્માનું સ્વરૂપ પકડીને તેના ઉપર આવેલાં આવરણોને દૂર કરવાનો પુરુષાર્થ આચરવાનો છે. એટલે કે જ્ઞાનીની વિધેયાત્મક આજ્ઞાને કરતાં રહેવું અને નિષેધાત્મક આજ્ઞાને તે સ્વરૂપે અમલમાં મૂકતાં જવું. આથી નક્કી થાય છે કે, ઘાતકર્મના નાશના, સ્વરૂપના આનંદને પામવાના લક્ષ્ય આત્માને ધ્યાન ને સમાધિમાં રાખવાથી ઘાતકર્મનો નાશ થતાં આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અને આ રીતે આત્માના આનંદને અનુભવવો એ મોક્ષ પુરુષાર્થ છે. જ્ઞાનીએ કહેલ વિધિ -- નિષેધને યથાવત્ સેવીને, જીવો સાથે મૈત્રી, વાત્સલ્ય, પ્રેમ, કરુણામાં આત્માને નિરંતર ઝીલતો રાખવો તે ધર્મપુરુષાર્થ છે. ધર્મ પામવા માટે જીવનવ્યવહાર બહુ સ્વચ્છ બનાવવો પડશે. જે બીજાનું કરી છૂટવા, ભોગ આપવા, બીજાને સહાયક બનવા માટે પ્રયત્નશીલ રહે છે તેના અશુભભાવો સહેલાઈથી નીકળી શકે છે. જ્યાં ભોગ આપવાની વૃત્તિ નથી, બલ્ક લેવાની વૃત્તિ છે, તેનો ધર્મ-પુરુષાર્થ લગભગ ન હોઈ શકે. લેવા માટેના અનંતા ભવો છે. અનંતા ભવોમાં અનંતા જીવો પાસેથી, લઈ લઈને વિશ્વના દેવાદાર, ઋણી બન્યા છીએ. માનવભવમાં જ આપી શકાય છે. આપવાથી આ ભવમાં ઋણમુક્તિ શક્ય બને છે. અને ઋણમુક્તિનો ભાવ એ પ્રશસ્ત છે અને અપ્રશસ્ત એવા અહંકારને જન્મવા દેતો નથી. ક્ષદ્રતામાંથી લેવાની અધમ હલકી વૃત્તિ જન્મે છે. આ તામસ ભાવ છે. ઉત્તમ આત્મા બની શકે તો લે જ નહીં અને કદાચ લીધું હોય તો લીધા કરતાં અધિક આપીને જ છૂટે એ ઉત્તમ આત્મા છે. તમારી જાતને આ બેરોમીટરથી તપાસો. આપણે જીવનવ્યવહારને દિવ્ય બનાવવાનો છે. તે માટે દિવ્ય વ્યવહાર 2010_05 Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ઊભો કરો. તેનાથી દેવલોકની પ્રાપ્તિ સહેલી છે. કર્મયોગથી જીવનવ્યવહાર ઉચ્ચ બને છે. જીવન પ્રસન્નતાથી ભરેલું રહે છે. સારા કામમાં આપવાનો આનંદ હોય છે તે સાત્ત્વિક આનંદ; ખરાબ કામમાં લેવાનો આનંદ હોય છે તે તામસી આનંદ છે. શાસ્ત્રવિહિત વિધિ – નિષેધાત્મક અનુષ્ઠાનો કરીને પણ જીવનમાં લેવાના, ભોગવવાના, સ્વાર્થોધતાના ભાવો છોડવાના છે. પછી આપવાનો ભાવ ઉચ્ચ બને છે. ભોગવવાનો ભાવ એ આપવાના ભાવમાં જબરદસ્ત હીનતા લાવે છે. જેના આચારમાં સાદાઈ, વિચારમાં પવિત્રતા છે એનો જીવનવ્યવહાર શુભ બને છે. જે પોતાનામાં પહોળો હોય તે આપવામાં સાંકડો હોય છે. જે પોતાનામાં સાંકડો હોય તે પરોપકારમાં પહોળો હોઈ શકે છે. જેને શુભભાવ આત્મસાતુ થઈ જાય, પરાકાષ્ઠાના બની જાય અને અશુભભાવ લાવવો હોય તો પરાણે પણ આવે નહીં – એવા આત્માને કોઈ ધન્ય પળે પ્રસ્થિભેદ પ્રાપ્ત થઈ જાય છે માટે શુભભાવને અસ્થિમજ્જાવતુ મજબૂત અને સહજ બનાવો. શુભભાવોના બળે ગુણોની પ્રાપ્તિ કરો અને જીવનરૂપી નંદનવનને ગુણ રૂપી પુષ્પોથી મઘમઘાયમાન કરો. ગુણોની ભાવિતતા એ કષાયનો નાશ કરનારી છે. ગુણો અને કષાય એ ગરમી અને ઠંડીની જેમ પરસ્પર વિરોધી છે. તમને મળેલું વાતાવરણ, તમને મળેલી શક્તિઓ એક કાળે અલોપ થવાની છે, તેથી તમને મળેલી શક્તિઓને મર્યાદા છે. મળેલી સામગ્રીનો તું શાશ્વતપણે માલિક નથી. માટે તે જાય પહેલાં તેનો સદુપયોગ કરી લેવામાં ડહાપણ છે. પુણ્યોદયથી મળેલી શક્તિને પરોપકાર અર્થે ખર્ચી લેવામાં સફળતા છે. એમાં પણ નિરીદતાભાવ લાવવાથી આત્માનું કલ્યાણ નિશ્ચિત બને છે. ઉત્તર પ્રદેશમાં પ્રજ્ઞાચક્ષુ શરણાનંદજી થઈ ગયા. તેને પોતાના જીવનમાં ઘણાં પુસ્તકો લખ્યાં છે, જે માનવસેવાસંઘ તરફથી પ્રકાશિત થયાં છે જેમાં ક્યાંય પણ પોતાનું નામ નથી. કોઈ પણ દેવ, ગુરુ, કે ધર્મનો નામથી ઉલ્લેખ કર્યા વિના માત્ર પંક્તિએ પંક્તિએ વિવેક, વિવેક અને વિવેકનું દર્શન કરાવ્યું છે. તેના એક પુસ્તક “મૂક સત્સં ગીર નિત્યથા''માં તો ક્ષપકશ્રેણી અંતર્ગત આત્માની કેવી અવસ્થા હોય અથવા તો ક્ષપકશ્રેણી માંડવા માટે કેવો વૈરાગ્ય હોવો જોઈએ તેનું પણ ક્ષપકશ્રેણી શબ્દના ઉલ્લેખ વિના દિગ્દર્શન કરાવ્યું છે. જે વિવેકી અને મધ્યસ્થ દૃષ્ટિ આત્માએ અવલોકવા યોગ્ય છે પ્રજ્ઞાચક્ષુ શરણાનંદજીનાં ઢગલાબંધ પુસ્તકોમાં પણ ક્યાંય પોતે પોતાના નામનો નિર્દેશ કર્યો નથી. કેવી નિઃસ્પૃહતા છે ! એમાં ત્રણ વાત મુખ્યપણે બતાવી 2010_05 Page #242 -------------------------------------------------------------------------- ________________ આત્માની સંસારી અવસ્થા દષ્ટિના અંધાપાના કારણે છે ૨૧૯ (૧) તારે તારું આત્મકલ્યાણ કરવું હોય તો ચક્ષુથી જોઈ શકાતા બધા પદાર્થોને વિનાશી માન, ક્ષણભંગુર માન, પરિવર્તનશીલ માન અને તેના ઉપર વૈરાગ્ય કેળવ. (૨) અતીન્દ્રિય પદાર્થો જે ચક્ષનો વિષય બની શકતા નથી પણ જેનું વર્ણન તું કાનથી સાંભળી શકે છે. તેના ઉપર તું શ્રદ્ધા કર. વાદવિવાદથી શક્તિને બગાડ નહીં. જે પ્રત્યક્ષ નથી તેના વાદ - વિવાદ, તેનો છેડો આવતો નથી. માટે તે ખાતર વિખવાદ ઊભા કરવા વ્યાજબી નથી, પણ મૂખમી છે. દા.ત. કોઈ કહે કે મેરુ પર્વત ૧ લાખ યોજનનો છે. કોઈ કહે કે ૯૯,000 યોજનાનો છો તો તેના માટે અત્યારે દિવ્યજ્ઞાનીના વિરહ કાળે વિવાદ કરવાથી શું ફાયદો ? આપણે ભગવાનની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ કહીએ છીએ, દિગંબરો વૈશાલીને જન્મભૂમિ માને છે. જે હોય તે, આપણને પ્રત્યક્ષથી ક્યાં ખબર છે? શ્રુતાલંબનથી જે જાણ્યું તેનાથી આત્માર્થસાધક ભાવો કરીને આગળ વધવાનું છે પણ ઝઘડો કરવાનો નથી. શાસ્ત્રની પંક્તિ પકડીને હુંસાતુંસી કરવાની નથી. છાશવારે અને છાશવારે વાદવિવાદ કરવો એ કોઈ અધ્યાત્મ છે ? પ્રભુએ મોક્ષે જવા માટે શાસન સ્થાપ્યું છે. વાદ –વિવાદ – વિખવાદ, વિતંડાથી મોક્ષ મળે ? એનાથી તો શક્તિનો નાશ થાય છે. અધ્યાત્મમાં વસ્તુની મહાનતા નથી પણ તેના માટે તમે કેવા ભાવ કરો છો તેની મહત્તા છે. ભગવાન ક્યાં જન્મ્યા ? તે વ્યવહારનો વિષય છે. પણ તમે કેવા ભાવો કર્યા તે નિશ્ચયનો વિષય છે. જે માને તે માનીને આગળ વધવા દો. ક્ષત્રિયકુંડને બદલે કોઈ જીવ વૈશાલી ગયો. ત્યાં ભગવાનના જન્મકલ્યાણની દિવ્ય ભાવનાઓ ભાવી, છપ્પન દિકુમારીની પ્રભુભક્તિની અનુમોદના કરી, ઈદ્રોની ભક્તિની વિચારણાથી તે ભાવિત થયો. પ્રભુની સાધનાને વિચારે છે, પછી પ્રભુ સ્વકલ્યાણ સાધી શક્યા. શાસન સ્થાપી પરકલ્યાણ કરી ગયા, વગેરે ભાવો કરી એક જીવ દેવલોકમાં ગયો. ત્યાં અવધિજ્ઞાનથી જોયું કે અરે, ભગવાનની જન્મભૂમિ તો વૈશાલી નથી. ક્ષત્રિયકુંડ છે. હવે આ હકીક્ત જાણીને કોઈ દેવ તેને કાઢી મુકે ખરો ? કે તે તો વૈશાલીને જન્મભૂમિ માની છે. ના, કેમ ? કારણ કે એ માણસે તો પ્રભુનું આલંબન લઈને ભાવ ર્યા હતા. અને માટે જ તો નક્કર પુણ્ય બાંધ્યું છે. અતીન્દ્રિય પદાર્થોના અવલંબનથી તમે કેવા ભાવો કરો છો તે જોવાનું છે. ચીજ માટે લડવાનું નથી. સીતા ખરેખર રામની પત્ની હતી ? એનું સંશોધન કરવા કરતાં એના જીવનની આદર્શતા એ ખરેખર પ્રશંસનીય અને આદરણીય છે એમ માનવામાં નક્કર કલ્યાણ થાય છે. એવી રીતે કોઈ એક સ્ત્રીનું ચિત્ર એકીટશે જોનાર રાગાદિના તીવ્ર સંક્લેશ કરી આયુષ્યબંધકાળે નરકનું આયુષ્ય બાંધી નરકે જાય અને પછી 2010_05 Page #243 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પરમાધામી તેની આંખમાં ભાલા ખોસે ત્યારે તે જીવ પરમાધામીની સામો થાય, કહે કે મેં કોનું શીલ લૂટ્યું છે ? કોની સાથે અનાચાર વ્યભિચાર કર્યો છે કે જેથી મને આ સજા કરો છો ? મેં કોઈ અનાચાર કર્યો નથી તો પરમાધામી તેને નરકમાંથી પાછો મોકલી દે ખરો ? ના, કારણ કે ભાવ એ મહત્ત્વના છે. ચીજ મહત્ત્વની નથી. ચીજના આધારે તે ભાવો કર્યા તે મહત્ત્વનું છે. પુણ્યના ઉદયે ચીજ સારી મળી. પણ નિરાગી નિર્વિકારી બનતાં ન આવડ્યું તો પાપ કરીને નરકે જઈ શકાય છે. શું મળ્યું છે ? તેના ઉપર બહુ વિચારો કરવા કરતાં જે મળ્યું છે તે સ્વીકારી લઈને એના ઉપર કેવા ભાવો કરવા ? વિવેક કેળવીને કઈ રીતે વૈરાગ્યથી વાસિત થવાય ? એ કરી લેવા જેવું છે. જિંદગીમાં તમે જે કાંઈ મેળવો છો તે માત્ર ૧૦ ટકા છે અને તે મળ્યા પછી જે કાંઈ બનો છો તે ૯૦ ટકા છે. life is 10% what you take it and 90% what you make it. ૨૨૦ કર્મો સંયોગો આપી શકે છે ધર્મ અભિગમ, વલણ આપી શકે છે. એટલે અનુકૂળ સંયોગોમાં અનાસક્ત રહેવું અને પ્રતિકૂળ સંયોગોમાં સમાધિમાં રહેવું એ ધર્મલા અપનાવવાથી કર્મબંધ થતો નથી. પ્રતિકૂળ સંયોગોમાં પ્રતિકૂળ સંયોગો કેમ ટળે અને અનુકૂળ સંયોગો કેમ મળે ? એ વિચારણા મિથ્યાર્દષ્ટિની છે. એના કરતાં સંયોગો જ ખરાબમાં ખરાબ છે. સંયોગ એ વિયોગાન્ત હોવાથી તેનાથી દૂર રહેવું જોઈએ. સંયોગોને છોડી ચારિત્રમાર્ગે ચાલ્યા જવું જોઈએ. જીવનમાં વિવેક અને વૈરાગ્યની ખૂબ જરૂર છે. ઉપશમભાવ અને વૈરાગ્યથી જે ધર્મ સમજાશે, તે ખાલી શાસ્રના વાંચન નહીં સમજાય. કષાયો તૂટ્યા, ઉપશમ ભાવ આવ્યો તો કલ્યાણ સુનિશ્ચિત સમજવું. સીતાજી પોતાના દિવ્યની પરીક્ષા માટે જંગલમાં ૨ામચંદ્રજીથી એકલી ત્યજાઈ છે ત્યારે તેઓ તૂટી પડતાં નથી. અત્યંત ધીરજથી સ્વામીને સંદેશો પાઠવે છે કે ‘આર્યપુત્ર ! લોકોની વાત સાંભળીને મારો ત્યાગ કર્યો એવી રીતે મિથ્યાત્વીની વાતો સાંભળીને જૈન ધર્મનો ત્યાગ નહીં કરતા.’’ અને પોતા માટે વિચારે છે કે ‘બીજાના ભરોસે સુખ માનીએ છીએ એ આપણી સમજની મોટી ખામી છે. સુખ અંદરમાં જ પડ્યું છે'' એમ આલોચના કરીને અંતર્મુખ બની પ્રવ્રજ્યાના માર્ગે જવા તૈયાર થાય છે. એટલે ખાસ યાદ રાખવું કે ચર્મચક્ષુથી ન દેખાય તેનો નિર્ણય કરવો એ અતીંદ્રિય દિવ્યજ્ઞાનીની શક્તિ છે. આપણે અધિકાર ચેષ્ટા કરી તેનો નિર્ણય કરવામાં રાગ દ્વેષ કરીશું તો ભવ હારી જઈશું. (૩) સાધના માટે ત્રીજી મહત્ત્વની વાત એ છે કે, જે કાંઈ પુણ્યના 2010_05 - Page #244 -------------------------------------------------------------------------- ________________ આત્માની સંસારી અવસ્થા દૃષ્ટિના અંધાપાના કારણે છે. ૨૨૧ ઉદયે મળ્યું છે, તેના ઉપરનો માલિકીનો ભાવ છોડીને તેનો તું સદુપયોગ કર... (૧) વૈરાગ્ય, (૨) વાદવિવાદનો અંત, (૩) મળેલાનો સદુપયોગ આ ત્રણ ચીજ આવે તો દુર્ગતિ ઊભી રહે ? સદ્ગતિ પ્રાપ્ત થયા વિના રહે ખરી ? શંકા : ભલે ને શાસ્ત્ર દ્વારા સમ્યગ્દર્શનાદિ યાવત કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ જાય, સાધના કરવાની ન રહે તો તેમાં અમને શું વાંધો છે ? તેનો જવાબ આપે છે. न चैतदेवं यत् तस्मात् प्रातिभज्ञान संगतः। सामर्थ्ययोगोऽवाच्योऽस्ति सर्वज्ञत्वादिसाधनम् ॥ ८॥ તમે જે કહો છો કે શાસ્ત્ર દ્વારા સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થાય એમાં અમને કોઈ વાંધો નથી પરંતુ તે વસ્તુ તેવી રીતે બનતી નથી જે કારણથી એ હકીકત છે તેથી પ્રાતિજજ્ઞાનયુક્ત સામર્થ્યયોગ છે. અને સર્વજ્ઞત્વાદિ પ્રાપ્તિના સાધનભૂત સામર્થ્યયોગ એ શબ્દથી વર્ણવી શકાતો નથી અર્થાત્ શાસ્ત્રો દ્વારા સામર્થ્યયોગ જાણી શકાતો નથી અને કેવલજ્ઞાન અને મોક્ષ આપવાની તાકાત સામર્થ્યયોગમાં છે. ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી કેવલજ્ઞાન - મોક્ષ પામી શકાતા નથી. અહીંયાં કોઈ કદાચ શંકા કરે કે જો ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી ક્ષપકશ્રેણી મંડાતી નથી તો પછી ક્ષપકશ્રેણી માંડવા માટે એ ઉપયોગી ન બન્યા, નકામા થયા એવી શંકાના સમાધાનરૂપે કહે છે કે ના, એ નકામા નથી. સામર્થ્યયોગ પમાડવા માટે એ અત્યંત ઉપયોગી છે. આ અનાદિ સંસારમાં મોહ અને અજ્ઞાનના કારણે રખડતા આત્માને દ્રવ્યક્રિયાની પ્રાપ્તિ પણ પુણ્યના યોગ થાય છે. અને ભવોભવની દ્રવ્યક્રિયામાંથી જીવને અંતે ઇચ્છાયોગ પ્રાપ્ત થાય છે અને ભવોભવની ઇચ્છાયોગની ક્રિયા કરતાં કરતાં શાસ્ત્રયોગ સાંપડે છે અને એમાં પણ આગળ વધતાં વીર્યનું અપૂર્વ ફુરણ થતાં સામર્થ્યયોગ આવે છે અને એના દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. આવો સામર્થ્યયોગ જે ઉત્કટવીર્યના ફુરણથી પ્રાપ્ત થાય છે તે અનુભવનો વિષય છે તે શાસ્ત્રથી જાણી શકાતો નથી. હવે આ સામર્થ્યયોગ થાય છે તે વખતે તેની સાથે સાથે “પ્રાતિભ' નામનું જ્ઞાન પ્રગટ થાય છે. અર્થાત્ પ્રાતિભજ્ઞાન, સામર્થ્યયોગ સાથે જ થતું હોવાથી પ્રાભિજ્ઞાન યુક્ત સામર્થ્યયોગ કહેવાય છે. આ પ્રાતિભજ્ઞાન શું છે ? તે અંગે ગ્રંથકારશ્રી કહે છે કે આ એક વિશિષ્ટ ઉહ રૂપ જ્ઞાન છે અર્થાત્ આ એકદમ ઓચિંતુજ પ્રગટ થનારૂં વિશિષ્ટ સ્કુરણ રૂપ જ્ઞાન છે અર્થાત વીર્ય જ્યારે સ્વરૂપની દિશામાં પ્રચુર 2010_05 Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પ્રમાણમાં પિંડીભૂત થઈને વહેવા માંડે છે ત્યારે અચાનક તેવા પ્રકારનો ક્ષયોપશમ થઈ જવાથી પ્રગટ થનારું જ્ઞાન છે કે જેના દ્વારા હવે અંતર્મુહૂર્તમાંજ કેવલજ્ઞાન પ્રગટ થવાનું છે. આ પ્રાતિજજ્ઞાનનો મત્યાદિ પાંચ જ્ઞાનમાંથી શેમાં સમાવેશ કરવો ? એવી સમસ્યાના સમાધાનમાં ગ્રંથકારશ્રી કહે છે કે ઉપલક દૃષ્ટિથી જોતાં તો એ શાસ્ત્રયોગથી આગળનું જ્ઞાન હોઈ શ્રુતજ્ઞાનમાં જ સમાવેશ માનવો પડે, નહિતર તો એને એમ સ્વતંત્ર જ્ઞાન માનવામાં આવે, તો તો મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન ઉપર છઠું જ્ઞાન હોવાનો પ્રસંગ ઊભો થાય ! જૈન મતે જ્ઞાન તો પાંચ પ્રકારે જ છે. ત્યારે આને કેવળજ્ઞાન સ્વરૂપ તો મનાય નહિ. કેમકે કેવળજ્ઞાન તો સામર્થ્યયોગનું કાર્ય હોઈ સામર્થ્યયોગરૂપી કારણના ઉત્તરકાળમાં થનારું હોય છે અને આ પ્રાતિજ – જ્ઞાન તો સામર્થ્યયોગની સાથે પ્રગટ થનારું હોય છે. અંતતોગત્વા શ્રુતજ્ઞાનરૂપ કહેવા જતાં એ શાસ્ત્રથી ઉત્પન્ન થનારું માનવું પડે. અને એમ માનવા જતાં પૂર્વે જે નિષેધ કર્યો કે, સિદ્ધિપદની, પ્રાપ્તિના હેતુઓ વિશેષરૂપે શાસ્ત્રથી જ નથી જણાતા' એ ન રહ્યું. પ્રાતિભજ્ઞાનરૂપ કૈવલ્ય – હેતુ શાસ્ત્રથી જ જણાઈ ગયો ! આમ સમસ્યા ઊભી થઈ કે પ્રાતિજજ્ઞાનનો સમાવેશ શ્રુતજ્ઞાનમાં કરવો કે ક્યાં કરવો ? આનું સમાધાન આ છે કે, પ્રાતિભજ્ઞાન એ શ્રુતજ્ઞાનરૂપ નથી, કે કેવળજ્ઞાનરૂપ પણ નથી. તેમજ છઠ્ઠું જ્ઞાન પણ નથી, કિન્તુ પ્રભાતના અરુણોદય જેવું જ્ઞાન છે. જેમ અરૂણોદય એ દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી અને છતાં બંનેથી ભિન્ન કોઈ ત્રીજી વસ્તુ પણ નથી તેમ પ્રાતિજ્ઞાન એ શ્રુતજ્ઞાન પણ નથી કેવલજ્ઞાન પણ નથી અને બંનેથી અતિરિક્ત છઠું જ્ઞાન પણ નથી. તત્કાલ એવો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ થાય છે કે જે કેવળજ્ઞાનને લાવી આપે છે. ઇતરોએ પણ તારક નિરીક્ષણ વગેરે શબ્દથી એને ઓળખાવ્યું છે. જેમ સમુદ્રનું બિંદુ એ સમુદ્ર નથી અને અસમુદ્ર પણ નથી પણ સમુદ્રનો અંશ છે તેમ પ્રાભિજ્ઞાન શ્રુતના અવલંબને થતું નથી માટે શ્રત નથી, ક્ષયોપશમભાવનું હોવાથી સર્વદ્રવ્ય, સર્વપર્યાય વિષયવાળું નથી માટે કેવળજ્ઞાન નથી. આ તો સ્વસંવેદનથી સિદ્ધ એવો દિવ્ય પ્રકાશ सर्वेऽपि साम्प्रतं लोकाः प्रायस्तत्त्वपराङ्मुखाः । क्लिश्यन्ते स्वाग्रहग्रस्ताः, दृष्टिरागेण मोहिताः ॥ 2010_05 Page #246 -------------------------------------------------------------------------- ________________ વિષયાસક્તિ કષાયોત્પત્તિનું બીજ સામર્થ્યની જ જેમાં પ્રધાનતા છે એવા ધર્મવ્યાપારને સામર્થ્યયોગ કહેવાય છે અને તે ક્ષપકશ્રેણીમાં જ પ્રાપ્ત થાય છે. મનુષ્યજન્મમાં દૃષ્ટિને અંદરમાં વાળ્યા સિવાય અંદરના કર્મના થરો નીકળતા નથી. મારે અંતર્મુખ બની સામર્થ્યયોગ પામી કર્મનો અંત કરવો છે આવો નિર્ધાર કરીને જીવે સમતામાં રહેવા પ્રયત્ન કરવો જોઈએ. સ્યાદ્વાદષ્ટિથી પદાર્થને જોતાં તેનું સાચું સ્વરૂપ સમજાય છે. મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનક સુધી હોય છે અને કષાય દસમા ગુણસ્થાનક સુધી હોય છે તો આ બેમાં કોણ વધારે ખરાબ ? મિથ્યાત્વ એ પદાર્થની વિપરીત પ્રતિપત્તિ કરાવનાર છે જે પુદ્ગલમાં સુખ નથી તેમાં સુખ દેખાડનાર મિથ્યાત્વ છે એ હિસાબે મિથ્યાત્વ વધારે ખરાબ છે. વિષયાસક્તિ એ કષાયોત્પત્તિનું બીજ છે માટે મિથ્યાત્વ વધારે ખરાબ છે પણ કષાયો હોતે છતે મિથ્યાત્વમાં, અવિરતિમાં સરકી જવાની શક્યતા છે. માટે કષાયો પણ ભયંકર છે. સુણતાં સુણતાં પંડિત થશો તે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. પણ સાધનામાં તો મોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે. આ જ વાતને કબીરજી પોતાની ભાષામાં કહે છે. પોથી પઢ પઢ પંડિત ભએ, ભયાન પંડિત કોઈ, ઢાઇ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોઈ.’ સામર્થ્યયોગ પામવા એના પાયામાં શું જોઈએ ? વીતરાગતા પ્રેમસ્વરૂપ છે. ઘાતીકર્મના ક્ષય માટે પ્રેમ જોઈએ. વીતરાગતામાંથી પ્રેમ જ ઝરે છે. જે દૃષ્ટિમાંથી દ્વેષ ઝરે ત્યાં વીતરાગતા તો ન જ હોય અને વૈરાગ્ય દેખાતો હોય તો તે વૈરાગ્ય પણ બનાવટી હોય; કૃત્રિમ હોય. આજે શું ચાલી રહ્યું છે ? આપણા વિચારો, આપણી માન્યતા એ આપણા પૂરતા રાખવાના છે. બીજા સમજે તો સમજાવી શકાય. પણ બીજા ઉપર આપણા વિચારો લાદવા તે વ્યાજબી નથી. ગુસ્સો કરવો, દ્વેષ કરવો, ઠંડા લેવા, મારામારી કરવી, યદ્દા તદ્દા બોલવું આ કંઈ સમ્યક્ત્વ પામવાની ચીજ છે ? આપણું સ્વરૂપ વીતરાગ છે. એ સ્વરૂપ પામતાં પહેલાં દ્વેષ કાઢવો પડશે. સમ્યક્ત્વ હોતે છતે રાગ હોઈ શકે છે. પણ દ્વેષ ન હોવો જોઈએ. સમ્યક્ત્વનો સંબંધ અનંતાનુબંધી કષાયની સાથે છે. અનંતાનુબંધી કષાયનું 2010_05 Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ક્ષેત્ર પ્રધાનપણે જીવો સાથે છે, જેમ જેમ જીવો સાથે મૈત્રી અને પ્રેમ અને વાત્સલ્યનો સંબંધ વધતો જાય છે તેમ તેમ સમકિત પામવા માટેની યોગ્યતા વધતી જાય છે. મૈત્રીભાવની વિકાસયાત્રી સમ્યક્ત્વની ભૂમિકાનું સર્જન કરે છે અને અનંતાનુબંધી કષાય પાતળા પડતાં, ગ્રંથિભેદની સાધના જેની પૂરી થાય છે તે સમ્યક્ત્વ પામી શકે છે. અહીં જેની સાધના અધૂરી રહી છે તે યોગભ્રષ્ટ થઈને મરશે તો પણ સદ્ગતિ તો અચૂક પામશે. યોગભ્રષ્ટ આત્માઓ દેવલોકમાં પણ સાવધ થઈને જીવે છે. જે આત્માઓને યોગમાં જ આનંદ આવે છે અને એની જ સાધના કરે છે પણ અધૂરી સાધનાએ મૃત્યુ આવી જતાં તેઓ ભવાંતરમાં યોગીકુળમાં જન્મે છે. ત્યાં યોગ માટેનાં જરૂરી તત્ત્વો મળી રહે છે અને પુણ્ય બહુ ઊંચું હોય તો માતા-પિતા પણ સમ્યગ્દષ્ટિ મળે છે. મેઘકુમારે હાથીના ભવમાં જીવદયાનું ઉચ્ચતમ પાલન કરીને કાયાનો રાગ તોડી નાંખ્યો છે અને આત્મામાં જીવદયાના સંસ્કારના મૂળિયાં ઊંડાં રોપી દીધાં છે. આ સંસ્કારધન પરલોકમાં સાથે આવે છે, માટીનું ધન અહીં રહી જાય છે. મેઘકુમારને આનો મોટો લાભ એ મળ્યો કે માતા-પિતા સમ્યગ્દષ્ટિ મળ્યાં, જેથી ચારિત્રમાં અંતરાય ન પાડતાં સહાયક બન્યાં. ઘરમાં સમ્યકત્વી જીવો સાથે રહેવા મળે એ પણ મહાન અભ્યદય છે. મેઘકુમારે આઠ આઠ પત્ની જોડે લગ્ન કર્યા છતાં ચારિત્ર લેવામાં વિલંબ ન થયો એ જ તેની સાનુબંધ આરાધનાનું સૂચક છે. સ્વરૂપ પામવાનો તલસાટ, તીવ્રતા, રુચિ, ચુસ્તતા, તાલાવેલી, એનો ઉપયોગ એવો તીવ્ર તીવ્રતર બને કે બીજું બધું એની આગળ નકામું લાગે. જે વ્યક્તિ નિરંતર આ જ ઉપયોગમાં રમતી હોય તેના દર્શનમોહનીયકર્મના ભુક્કા બોલાય છે, ટુકડેટુકડા થાય છે અને આના ઉપર પ્રન્થિભેદ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. આત્માના સ્વરૂપ ઉપર રાગાદિનો ગચ, ક્લિષ્ટ, નિબિડ, જટિલ પરિણામ છે જેના કારણે સ્વરૂપ દેખાય નહીં. આ જ પ્રન્યિ છે તે હોવાથી જીવને સ્વરૂપની રુચિ થાય નહીં, સ્વરૂપ પામવાની ઈચ્છા થાય નહીં. જ્ઞાન - દર્શન ઉપયોગમાં રાગાદિની ગીચતા રૂપ ગ્રન્થિને ઓળખી લો. એને કાઢવા માટે જીવમાત્રનું સિદ્ધ સ્વરૂપ જોઈને સકળ જીવરાશિ ઉપર પ્રેમ અને વાત્સલ્યના ભાવો કરવા જોઈએ. સૌ પ્રથમ ગ્રન્થિને પોચી પાડવી પડશે, શિથિલ કરવી પડશે. પછી આગળ રસ્થિભેદ થઈ શકશે. જડ પદાર્થો તમને ફસાવતા ન હોય, જડ પદાર્થો તમને રડાવતા ન હોય, જડ પદાર્થોના વિયોગથી તમે વ્યાકુળ ન હો તો ગ્રન્થિભેદ થવો સરળ 2010_05 Page #248 -------------------------------------------------------------------------- ________________ વિષયાસક્તિ કષાયોત્પત્તિનું બીજ ૨ ૨૫ સમજવો. જેનો જીવનવ્યવહાર પવિત્ર છે, ઉમદા છે, જીવો પ્રત્યે પ્રેમ, વાત્સલ્ય, સહાયક ભાવ છે તેમ તેમ આત્મા ગુણોમાં આગળ વધે છે. અહંકારાદિ દોષો તૂટતા જાય છે. - સાધકે ખાલી અનુષ્ઠાન કરીને રાજી થવા જેવું નથી. ક્રિયા એ કર્મ છે. પરિણામે બંધ છે અને ઉપયોગ એ ધર્મ છે, સદનુષ્ઠાન વખતે પણ અંદરના મિથ્યાત્વ, અવિરતિ, કષાય પ્રમાણે કર્મબંધ થાય છે. એના વિપાકોદયને જીવ પોતાની જાગૃતિ પ્રમાણે વેદે છે. જાગૃત આત્મા દ્રષ્ટા બની શકે છે. અજાગૃત આત્મા કર્તા – ભોક્તા બન્યા વિના રહે નહીં. આ જ અજ્ઞાન છે. કર્મોને વિપાકોદયથી ભોગવવાં એ જ વાસ્તવિક સંસાર છે. - સાધનાના લક્ષ્ય સાથે જ જીવવાનું છે. બીજા બધા લક્ષ્યો એ આત્મસ્વરૂપના લક્ષ્યને કચડી નાંખે છે. કરોડપતિ બનવાનું લક્ષ્ય, દીકરાને પરણાવવાનું લક્ષ્ય, પૌત્રને જોવાનું લક્ષ્ય આ બધા લક્ષ્ય સાધનામાં બાધક બને છે. સાધકે વિરૈષણા, પુત્રેષણા, લોકૈષણાથી બહાર નીકળવાનું છે. સાધના માટે સ્વરૂપની રુચિ તીવ્ર જોઈએ. બીજી બધી સ્પૃહાઓ સાપેક્ષા છે. તેમાંથી સંસારનું સર્જન થાય છે. મોક્ષની સ્પૃહા તમને નિઃસ્પૃહ બનાવે છે. સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, સત્સંગ, નવકારસી વગેરે કરવાથી જાતને ધર્મ કરી લીધો એમ માનો છો તે વ્યાજબી નથી. એકલા વ્યવહાર ઉપર જૈન શાસન છે ? જરૂર ક્રિયા કલ્પવેલડી જેવી છે. એમાં ઉપયોગ ભળતાં તે ચેતનવંતી બને છે. આ આંતરિક ક્રિયા છે. ઉપયોગ જોડાતાં ક્રિયા ભાવક્રિયા બને છે. દ્રવ્યક્રિયા માટીના ઘટ જેવી છે. જે ક્રિયામાં આત્માનો ઉપયોગ ભળ્યો, આદર, બહુમાન ભળ્યા, આત્મા તચિત્ત બન્યો ત્યારે તે સુવર્ણના ઘટ જેવી ભાવક્રિયા બને છે. વારંવાર તન્મયતા થવાથી જે ભાવક્રિયા થાય છે તે ધ્યાનસ્વરૂપ બને છે. “ગુરુતત્ત્વવિનિશ્ચય' ગ્રંથમાં પ્રતિક્રમણને પણ ધ્યાન કહ્યું છે. સિનેમાના પડદા ઉપર ચિત્રો બદલાતાં જાય છતાં તેમાં એક ઉપયોગ બનતો રહે, તેમાં જીવ લીન બની જાય છે તેવી રીતે સૂત્રો જુદા જુદા બોલાતાં હોય અને સાધક સૂત્ર અર્થ અને તંદુભયથી તન્મય, તલ્લીન બનતાં તે ક્રિયા તેના માટે ધ્યાન બની જાય છે. આ અભ્યાસથી જીવ પછીના કાળમાં એક આસન સ્થિરતાપૂર્વક એકાંતમાં-ધ્યાનમાં બેસી શકે છે. વ્યવહારધર્મનો અર્થ માત્ર અનુષ્ઠાનમાં જ સીમિત ન કરવો, સામાયિકાદિ કરી લીધું એટલે વ્યવહાર ધર્મ થઈ ગયો ? ના, વ્યવહારધર્મ વાસ્તવિક તે કહેવાય કે તે તે ક્રિયા કાળે પણ મૈત્રી આદિની છાયા તેમાં ભળેલી હોય. ક્રિયા કાલે અમૈત્રી આદિ ભાવો ભળેલા હોય તો તે વ્યવહારધર્મ પણ બની 2010_05 Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ શકે નહીં. ચૈતન્યસંપત્તિ તેમાં ન ભળે તો તે પ્રતિક્રમણાદિ ક્રિયા બાહ્ય માળખા સ્વરૂપ છે. પ્રાણ વિનાના કલેવર જેવી છે. માત્ર ખોખું ઊભું છે. જે ક્રિયામાં ઉપયોગ ભળતો નથી ત્યાં પુણ્ય પણ બહુ મામૂલી બંધાય છે. આવી અનુપયુક્ત ક્રિયામાં અનુબંધ તો ક્યાંથી પડે ? કેવો પડે ? કલેવરમડદું હોય અને પવનના જોરે આમતેમ હાલે તો પણ તેનામાં જીવસંચારની પ્રતીતિ થતી નથી તેમ અનુપયોગ દ્વાદશાવર્ત વંદનામાં હાથ ઊંચા નીચાં કરવાથી આત્મકલ્યાણની પ્રતીતિ થતી નથી, વળી તે વખતે ક્રિયાકાળે ક્રિયા પ્રત્યે અનાદર હોય તો પાપનો અનુબંધ થાય છે. શુભાનુબંધ માટે આદર, ભાવ, રુચિ બહુ જરૂરી છે. રાજસ અને તામસ ભાવોથી સંસાર ચાલે છે. આ ભાવોને ખતમ કરે તો તે સક્રિયા છે. સાત્વિક ભાવોને બહુ ઘૂંટવા પડે છે. સાત્ત્વિક ભાવો ઘૂંટાતા આત્મસાત થયા પછી ઉપરના ગુણસ્થાનકે ચડવું સહેલું છે, ક્ષમા, દાન, શીલ, તપ, દયા, ભક્તિ, સેવાના ક્ષયોપશમ ભાવો વધતા વધતા ક્રોધ, પરિગ્રહ, મૈથુન, આસક્તિ, ક્રૂરતા, ઉદ્ધતાઈ વગેરે ભાવો નાશ પામશે. આમ રાજસ અને તામસ ભાવોનું જોર હટતાં ગુણસ્થાનકમાં આગળ વધી શકાય છે. પહેલે ગુણસ્થાનકેથી સીધું અને ચોથે, પાંચમે, છ, સાતમે પણ આવી શકાય છે. કયું પામવું છે ? તે રુચિની તપાસ જરૂરી છે. સ્વરૂપની રુચિને જ્વલંત બનાવવી જરૂરી છે. એનો વિયોગ અંદરમાં હૈયાફાટ રુદન કરાવે, એના વિના રહી ન શકે એવી પરિસ્થિતિ ઊભી થાય તો રૂચિ જ્વલંત બની કહેવાય. આજે ભાવનિક્ષેપે પરમાત્માનો વિયોગ સતત છે. આત્મા એ સ્વયં પરમાત્મા છે, તેનો વિરહ ડંખતો નથી. રુદન પેદા કરતો નથી માટે સ્વરૂપની રુચિને જ્વલંત બનાવવાની ખૂબ જરૂરી છે. સ્વરૂપની તાલાવેલી તીવ્રતમ બનતાં સંસારની બધી સ્પૃહા, ઝંખના, ઇચ્છા, રુચિ, તૂટી જશે અને સમકિતની ભૂમિકા સર્જાશે. સ્વરૂપનું લક્ષ્ય તીવ્ર બનતાં દર્શન મોહ તૂટતું જાય છે. બીજી બાજુ સાત્ત્વિક ભાવો આત્મસાત થતાં રાજસ-તામસ ભાવો તૂટવા માંડે છે અને અનંતાનુબંધી કષાયની પકડ ઢીલી બને છે. કોઈ મકાનને જમીનદોસ્ત કરવું હોય તો તેના પાયામાં સુરંગ ચાંપવી જોઈએ તેમ મિથ્યાત્વના મહેલને તોડવા માટે, અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ મોહનીયનો નાશ કરવો પડશે. અનંતાનુબંધી કષાયને તોડવા સ્વદોષ દર્શનની તથા મિથ્યાત્વ મોહનીયને તોડવા વિષયવૈરાગ્યભાવનાની સુરંગ ગોઠવી દો. એક બાજુ સ્વરૂપની લાલસા એ સાત્ત્વિક ભાવ છે. બીજી બાજુ સંસારની પ્રત્યેક ચીજ ઉપરનું મમત્વ ઘટાડવાનું છે. દેહાદિ ઉપરનું મમત્વ 2010_05 Page #250 -------------------------------------------------------------------------- ________________ વિષયાસક્તિ કષાયોત્પત્તિનું બીજ ૨ ૨૭. એ મિથ્યાત્વ છે. રાજસ અને તામસ ભાવ ઉપર સતત ઘણના ઘા કરવાના છે. પછી ઓછા જ્ઞાનથી અને અલ્પ ક્રિયાથી પણ પ્રસ્થિભેદ સહજ બનશે. ક્રિયા કરવા છતાં જે ફળ મળવું જોઈએ તે ફળ જો ન મળે તો તે તેવી લાખો ક્રિયાથી શું લાભ ? ક્રિયાથી કંઈ મળતું નથી, તે ભૂલ સુધારવા માટે આ વ્યાખ્યાન છે. ક્રિયાને ખાંડવા હું બેઠો નથી ક્રિયાને ઉડાડવા નથી બેઠો. અનંતભવોની ભૂલ એક ભવમાં સુધારી શકાય એવી તક છે. અનંતભવનું દેવું એક ભવમાં ચૂકવી શકાય એવું સ્થાન મળ્યું છે. દેવું ચૂકવવું છે ? એ માટે જ્ઞાનને પૂરક બનાવવાનું છે. ક્રિયાને પૂરક બનાવવાની છે. જ્ઞાન - ક્રિયા એ અવલંબન છે. જ્યાં સુધી જીવ સમ્યક ક્રિયા કરે છે ત્યાં સુધી વિપરીત ક્રિયાથી તે બચે છે. અશુભ કર્મબંધથી અટકે છે. આ નેગેટીવ ફળ પહેલું મળે છે. પછી એ ક્રિયા કરતાં આવડી જાય તો ઠેઠ ઈષ્ટ સ્થાને પહોંચી જાય. એ ક્રિયા કરતાં કરતાં જેવો વૈરાગ્ય દાવાનળ અંદરમાં બને ત્યારે ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય છે. સાત્ત્વિક ભાવોને અંદરમાં બહુ ઘૂંટ ચૂંટ કરે ત્યારે ક્યારેક એમાંથી ચિનગારી ફૂટે છે. પણ પરપદાર્થની રુચિ, એનું આકર્ષણ, એની સ્પૃહા આત્માને સ્વરૂપ તરફ જતાં અટકાવે છે – સાત્ત્વિક ભાવોને ચૂંટવામાં આ સ્પૃહા પ્રતિબંધક બને છે. આ સ્પૃહા જેવું ખરાબ કોઈ તત્ત્વ નથી. જીવો પ્રત્યેનો દ્વેષ જેમ સમ્યત્વમાં પ્રતિબંધક બને છે તેમ પર પદાર્થનું આકર્ષણ, રુચિ, ઇચ્છા એ પણ આત્મસાધનામાં પ્રતિબંધક છે. વ્યવહાર સમ્યકત્વ या देवे देवता बुद्धि, गुरौ च गुरुतामतिः । धर्मे च धर्मधीः शुद्धा सम्यक्त्वमिदमुच्यते ॥ નિશ્ચય સમ્યકત્વ रुचिर्जिनोक्ततत्त्वेषु, सम्यक् श्रद्धानमुच्यते । ગાયત્તે તત્ર, રામેન સા . ..... . . . 2010_05 Page #251 -------------------------------------------------------------------------- ________________ સમતા અને સમકિત બંનેમાં કોણ ચડે ? મિથ્યાત્વની બલવત્તરતા હોવા છતાં તે પહેલા ગુણસ્થાનક સુધી છે જ્યારે કષાયોની વ્યાપકતા દસમા ગુણસ્થાનક સુધી છે એટલે સમકિત પામવા માટે તમે કષાયના પરિણામને ઘટાડતા જાવ, સમતા વધારતા જાવ, સમતાના બળે ઉપરના ગુણસ્થાનક સ્પર્શી શકાય છે અને સમકિત અને સંયમ બંને પામી શકાય છે. એક જ કામ કરવાનું છે લો. સમતાને સ્પર્શી લો. સમતા સમકિતને ખેંચી લાવશે. વિરતિને ખેંચી લાવશે અને ક્ષપકશ્રેણીને ખેંચી લાવશે. આ જ વાત જ્ઞાનસારમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે શમાષ્ટકમાં કહી છે. કષાયના વિરોધીપણાને પકડી — ज्ञानध्यानतपः शील सम्यक्त्वसहितोप्यहो । तं नाप्नोति गुणं साधु, यं प्राप्नोति शमान्वितः । સમકિત પૂર્વકના જ્ઞાન, ધ્યાન, તપ, શીલ સદાચારથી જીવુ જે નથી પામતો તે સમતાથી પામે છે. — સમ્યક્ત્વ છે, પણ કષાય કરે છે તો મિથ્યાત્વે ગબડવાની સંભાવના છે. સમ્યક્ત્વ નથી પણ કષાય નથી કરતો, કષાય ઓછા થયા છે તો સમ્યક્ત્વ પામવાની સંભાવના છે. ક્રોધનો વિરોધી પરિણામ ક્ષમા, લોભનો વિરોધી પરિણામ સંતોષ એ સમતા છે. ક્રોધ કરશો તો સમ્યક્ત્વ ચાલ્યું જશે, લોભ કરશો તો સમ્યક્ત્વ ચાલ્યું જશે. બીજું બધું કદાચ ચાલી શકશે પણ આ ક્રોધ અને લોભ બે ચંડાળ જેવા છે. આ બંને અસ્પૃશ્ય છે. એ જેને નહીં અડે તેના માટે સમતા સહેલી છે. જે સમતાને પકડે છે એના માટે બધું સહેલું છે. દર્શનમોહ પોતાના અસ્તિત્વથી મિથ્યાત્વને ટકાવે છે. ચારિત્રમોહ પોતાના અસ્તિત્વથી અવિરતિ, કષાયને ટકાવે છે. પચ્ચીસ પ્રકૃતિ ચારિત્રમોહનીયની છે. તમે ક્રોધ – લોભના વિરોધી પરિણામને સ્પર્શતા ગયા એટલે ચારિત્ર મોહ કચડ્યો. 2010_05 આત્માનું આંતરનિરીક્ષણ કરી, દુષ્ટ વૃત્તિઓને શોધીને કાઢવાની છે. આ સાધનાને બદલે સાધકની મનોવૃત્તિમાં એવી પકડ હોય કે, ‘મારી દુષ્ટવૃત્તિ કોઈ જાણી ન જાય તો સારું.' તો આ મિથ્યાભાવ છે. દુષ્ટ વૃત્તિનું પ્રદર્શન ખટકે છે પણ દુષ્ટ વૃત્તિનું અસ્તિત્વ ખટકતું નથી તેનો ઉદ્ધાર ક્યારે થશે ? તમને સારા બનવું ગમે છે કે સારા દેખાવું ગમે છે ? જાતે જ નિર્ણય કરવો પડશે. Page #252 -------------------------------------------------------------------------- ________________ સમતા અને સમકિત બંનેમાં કોણ ચડે? . ૨૨૯ સંસારમાં ડોક્ટરો દર્દનું નિદાન કરે છે અને દર્દી તે ડૉક્ટરની દવા પીને રોગનો નિકાલ કરે છે. હવે કોઈ આપણા દોષો બતાવે તો નિદાનનું અડધું કામ તે ભાવડોક્ટરે કરી આપ્યું, હવે માત્ર પચાસ ટકા કામ દવા લેવાનું તમારું બાકી છે તો દોષ બતાવનાર સજ્જનનો ઉપકાર માનજો. દોષો ખટકે તો ઉત્થાન શક્ય બની શકે. આજના મોટા ભાગના જીવો ધર્મ કરવા છતાં ધર્મનું ફળ પામતા ન હોય તો એનું કારણ છે કે મોટા ભાગના જીવો ડબલ રોલમાં જીવે છે. ધર્મ અને જીવનને તેમણે વિભક્ત કર્યું છે. હકીકતમાં તો જીવનમાં ધર્મ જોઈએ એટલે કે ધર્મમય જીવન જોઈએ. પણ વજલેપ જેવો મોહ તમારી છાતી ઉપર કબજો જમાવી બેઠો છે એના કવચને તોડવા માટે વજના ઘા જ મારવા પડે તેમ છે. અનાદિકાલીન ભાવરોગને દૂર કરતાં પહેલાં એ મોહ શેતાનને તમારે ઓળખવો જ પડશે તમારા દોષો તમને બતાવી શકે એવું આ જગતમાં કોણ છે ? કરણાબુદ્ધિ, હિતબુદ્ધિ, કલ્યાણબુદ્ધિથી તમારા ઝીણામાં ઝીણા દોષોને મેગ્નીફાઈગ ગ્લાસથી એલાર્જ કરીને બતાવવા – એનું નામ વ્યાખ્યાન. આજે કોઈને દોષ બતાવી શકાય એમ છે ? એક સાથે એક લાખ વીંછીના ડંખની વેદનાના પાપોદય કરતાં પણ તમારા ગુરુ એની દષ્ટિનાં તમને અયોગ્ય જુવે છે અને એને તમને કાંઈ પણ કહેતાં વિચાર કરવો પડે છે એ તમારો પાપોદય અતિ – અતિ અતિ ભયંકર છે. લાયકાત બહુ મોંઘી, બહુ ઊંચી ચીજ છે. જેને કોઈ કહેનાર નથી એના વિકાસનાં બધાં દ્વારા બંધ છે, માટે હંમેશાં ગુરુની નિશ્રામાં રહેવું જોઈએ. ગુરુકુળવાસ એ વ્યવહારથી બ્રહ્મચર્ય એક શેઠ ૯૦ વર્ષના છે. તેનો છોકરો ૬૦ વર્ષનો છે. બંને વ્યાખ્યાન સાંભળે છે. એકાએક બાપ છોકરાને છત્રી લગાવી દીધી. ૬૦ વર્ષનો છોકરો એ કંઈ નાનો છે ? એને પણ છોકરા હોય ને ? અને બાપે છત્રી મારી એ જોઈ આખી સભા સ્તબ્ધ બની ગઈ. સભાને સાશ્ચર્ય જોઈ છોકરાને થાય છે કે મારે કંઈક કહેવું જોઈએ. છોકરાએ વિનિત સ્વરે કહ્યું કે, “આપ જે સમજ્યા હતા તે ખોટું હતું” બાકી કેમ માર્યું ? એ બધી વાત કંઈ જ નહીં, પુત્ર સાધના સત્યને સમજતો હોય એટલે પિતાની વર્તણૂક પ્રત્યે કોઈ અરુચિ નથી. બાપે છત્રી મારી એ પિતાજીનો વિષય હતો પણ દીકરો તેમાં સંશોધન કરી ન શકે ? આર્યસંસ્કૃતિનો નાદ અહીં જોવા મળે છે. આજે તો બુદ્ધિજીવીની જમાત how and why?માંથી ઊંચી આવતી નથી. પહેલાંના જમાનામાં કૂતરા ભસતા હતા – હાઉ હાઉ કરીને આજે માણસો how કહીને ભસી રહ્યા છે. આજે તમે મર્યાદાનાં બંધનો તોડી નાંખ્યાં છે. અંતઃકરણને વાસનાથી ભડકાવી નાખ્યું છે. ભોગમાં સ્વાર્થી બન્યા છે. 2010_05 Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ સદાચાર ગયો છે. એનાથી જગતના લોકો શું પામ્યા ? આજે શાંતિ સ્વપ્ન બની ગઈ છે, સગતિ અશક્ય બની છે અને સમાધિ દુર્લભ બની રહી છે. આ જીવનપદ્ધતિએ પરલોકમાં દુર્ગતિનો માર્ગ સહેલો કરી દીધો. સુખ અંતઃકરણમાં છે એ વાત ભુલાતી જાય છે. ભોગમાં દુઃખ છે, ત્યાગમાં સુખ છે એ આર્યસંસ્કૃતિનો પાયો છે. ભોગમાં પૂર્વે, વર્તમાન અને ભવિષ્ય ત્રણ વખત દુઃખ રહેલું છે. બોલો ભોગકાળે સવિચાર કે અસવિચાર છે ? સ્થિરતા છે કે અસ્થિરતા છે ? શાંતિ છે કે અપો છે ? તમે જેને સુખ માનો છો એની કૃત્રિમતા આ છે. વસ્તુની પ્રાપ્તિ માટે તૃષ્ણા – તડફડાટ ઊભો કર્યો એ તો દુઃખ છે. અનુકૂળ ચીજ મળેલી ચાલી ન જાય તેની ચિંતા એ પણ દુઃખ છે. વિચારમાં સ્વચ્છતા નહીં, કાયાની સ્થિરતા નહીં, મનમાં અજંપાનો પાર નહીં, આવા સુખને સુખ કહો છો તો વિવેક ક્યાં ગયો ? આજે પુણ્ય ચાલી ગયું છે. કૃત્રિમતા, બનાવટ આવીને ઊભી રહી છે. સાચા પુણ્યવાળા મરી ચૂક્યા છે. સાચા પુણ્ય સાથે વિવેક સંકળાયેલો છે. સાચા પુણ્યશાળીને અલ્પ સંપત્તિમાં પણ સંતોષ મળે, વધુ મળે તો સદુપયોગ કરીને, પરોપકાર કરીને આત્મકલ્યાણની સાધનામાં આગળ વધે. આ વાસ્તવિક પુણ્ય છે. તમારા પુણ્યથી વિવેકી બનો તો બે-પાંચ જીવોનો ઉદ્ધાર કરી શકો. આજે બીજાને ઉપયોગી બનીને મરશો તો મોક્ષ નિકટ બનશે. મોક્ષના કારણભૂત ક્ષપકશ્રેણી ક્યારે માંડવી છે ? જે મળ્યું છે તેમાં સાવચેતીથી જીવીને પછી વિનિયોગ કરવાનો છે. પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય પછી સિદ્ધિ આવે છે. સિદ્ધિ ગુણ અન્યાર્થસાધન રૂપ બને છે. અહિંસાની પ્રતિષ્ઠા થતાં એટલે કે અહિંસા ગુણ સિદ્ધિ કોટીનો બન્યા પછી તેના સન્નિધાનમાં આવેલી વ્યક્તિમાં પણ વૈરનો ત્યાગ થાય છે. અહિંસાનુણ બીજામાં કાર્યશીલ બને છે. અહિંસા સામે વિરોધી પરિણામ હિંસા છે. આપણા પરિચયમાં આવનાર પણ જો અહિંસક બને એને પણ વિરોધી પરિણામ ન સ્પર્શે - એવી પોતાની યોગ્યતા હોય તો અહિંસાભાવની સિદ્ધિ થઈ છે એમ કહી શકાય. પહેલાં તમે પામો, આત્મસાતુ કરો પછી તેનો વિનિયોગ કરો. મરતાં પહેલાં જગતના યોગ્ય જીવોને આપીને જવાથી ઋણમુક્તિ શક્ય બને છે. નહીંતર આપણે દેવાદાર, ઋણી છીએ. સ્વાર્થી બનીને મળેલી સામગ્રી લાયક જીવોને આપ્યા વિના મરી જવાથી ભવાંતરમાં તેની પ્રાપ્તિ આપણા માટે દુર્લભ બને છે. સંગુર જેવું જ્ઞાનદાન કરે છે તેવું દાન આ વિશ્વમાં કોઈ કરી શકતું નથી. સદૂગર પ્રવચનઅંજન કરવા દ્વારા પ્રભુના મેરુ સમાન મહિમાને જોવા માટે હૃદયચક્ષુ આપે છે. 2010_05 Page #254 -------------------------------------------------------------------------- ________________ સમતા અને સમકિત બંનેમાં કોણ ચડે ? ' ૨૩૧ તમારી પાત્રતા પ્રમાણે બીજાને આપતા જાવ. મોક્ષે જવા માટેનો શોર્ટ કટ, સદ્ગતિ જવા માટેનો ટૂંકો રસ્તો એ છે કે આપીને આનંદ પામો. ખાલી આપવું એમ નહીં પણ આપીને રાજી થાઓ. તમારો દીકરો કલાકો સુધી ફોનમાં ગપ્પા મારી, હોટલમાં રખડી પૈસાનો અપવ્યય કરે છે છતાં લક્ષ્મીનો સદુપયોગ કરવાનું મન થતું નથી. ગુણસંપન્ન દીકરાના બાપ થાવ તો બાપનો પુણ્યોદય સમજવો. એમ લક્ષ્મી સન્માર્ગે - સાતક્ષેત્ર અને આઠમું અનુકંપા ક્ષેત્રમાં વવાય તો લક્ષ્મીનો પુણ્યોદય સમજવો. આત્મશુદ્ધિ પ્રક્રિયા आवस्सयमुभयकालं, ओसहमिव जे कुणंति उज्जुया । जिणविजकहियविहिणा, अकम्म रोगाय ते हंति ॥ પડાવશ્યકની કરણીથી પંચાચારની શુદ્ધિ થાય છે. (૧) જ્ઞાનાચારની શુદ્ધિ : સામાયિક અને વંદન આવશ્યકની થાય છે. કેમ કે, સામાયિકમાં સઝાય કરવાની પ્રતિજ્ઞા લીધેલી હોવાથી પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવાનો હોય છે. (૨) દર્શનાચારની શુદ્ધિ : ચૈત્યવંદન આવશ્યકથી થાય છે, કારણ કે સમ્યકત્વના કારણભૂત શ્રી જિને વચનમાં, શ્રી જિનેશ્વર ભગવંતના ચારે નિપાના આલંબન વડે, સાધ્ય - સાધન ભાવમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે. (૩) ચારિત્રાચારની શુદ્ધિ : સામાયિક ચતુર્વિશતિ-સ્તવ વંદન અને પ્રતિક્રમણ એ ચારે આવશ્યકની કરણી વડે થાય છે. કારણ કે આ ચારે પ્રકારની કરણી પરસ્પર સમસ્ત આચારમાં સહાયકારી છે. (૪) તપાચારની શુદ્ધિ : પચ્ચકખાણ આવશ્યક વડે થાય છે. (પ) વીચારની શદ્ધિ : છ એ આવશ્યકમાં યથાશક્તિ વિધિ - નિષેધ પૂર્વક યથાર્થ ભાવે પ્રવર્તન કરતાં વીર્યાચારની શુદ્ધિ થાય છે. અન્યથા વિરાધક થવાય છે. 2010_05 Page #255 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યયોગ અને તેના પ્રકાર જેમાં વીર્યનું ફુરણ પરાકાષ્ઠાએ હોય છે તે સામર્થ્યયોગ છે. સામર્થ્યયોગમાં શાસ્ત્રોક્ત વિધિની અપેક્ષા હોતી નથી. શાસ્ત્રનો વિષય છુટ્ટા ગુણસ્થાનક સુધી હોય છે. સામાન્યથી નિમિત્ત પામીને ઉપાદાનની પરિણતિ ફરતી રહે છે. ઉપાદાનની પરિણતિ નિમિત્તને આધીન છે, સ્વયે ફુરણા પામતી નથી. સામર્થ્ય યોગમાં ઉપાદાનની બળવત્તરતા હોવાથી તેને શાસ્ત્રની વિધિની અપેક્ષા હોતી નથી, ત્યાં સાધક અનુભવના જોરે આગળ વધતો હોય છે. સામર્થ્યયોગની ભૂમિકા સાતમા ગુણસ્થાનકથી થાય. ક્ષપકશ્રેણીમાં સામર્થ્યયોગ ઉત્તરોત્તર વિશુદ્ધ બનતો જાય. બધાનું સામર્થ્ય સરખું ન હોય. તેના અસંખ્ય ભેદ પડે છે. ઉપશમશ્રેણી પણ સામર્થ્યયોગમાં આવે. સામર્થ્યયોગ અને કેવળજ્ઞાનની વચ્ચે પ્રાતિજ્ઞાન આવે છે. તે શ્રુતજ્ઞાન પણ નથી અને તેનાથી ભિન્ન પણ નથી. આ સામર્થ્યયોગ બે પ્રકારે છે. द्विधायं धर्मसंन्यास - योग संन्यास संज्ञितः । क्षायोपशमिका धर्मा योगाः कायादि कर्म तु ॥ ९ ॥ (૧) ધર્મસંન્યાસ યોગ (૨) યોગસંન્યાસ યોગ. સંન્યાસ એટલે ત્યાગ સંન્યાસી બન્યો એટલે ત્યાગી બન્યો. ઘર – બાર - પૈસા – ટકા - કુટુંબ - કબીલાના ત્યાગીને સંન્યાસી કહેવાય છે. પ્રારંભિક, અતાત્વિક, સ્થૂલકક્ષાનો સામર્થ્યયોગ છે. વાસ્તવિક આઠમા ગુણસ્થાનકે પ્રાપ્ત થનાર સામર્થ્યયોગમાં ધર્મસંન્યાસ એટલે ક્ષાયોપથમિક ધર્મોનો ત્યાગ આવે છે. આખો સંસાર ઔદયિક ભાવથી ચાલે છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થતી અવસ્થાને ઔદયિક ભાવ કહેવાય છે. કર્મના ઉદયથી સુખ મળે છે, કર્મના ઉદયથી દુઃખ મળે છે, કર્મના ઉદયથી દુબુદ્ધિ મળે છે, કર્મના ઉદયથી અનુકૂળતા મળે છે, કર્મના ઉદયથી પ્રતિકૂળતા મળે છે. આ કામ કર્મના ઉદયથી થાય છે. ઉદયમાં આઠે કર્મો હોય છે. તેમાંથી ૪ ઘાતકર્મો સંપૂર્ણપણે પાપરૂપ છે. ૪ અઘાતી કર્મોમાં બે ભેદ છે. (૧) પુણ્ય પ્રકૃતિ (૨) પાપ પ્રકૃતિ. શાતા, ઉચ્ચગોત્ર, મનુષ્યાયુ, તિર્યંચાયુ, દેવાયુ, શુભસંસ્થાન, શુભવર્ણાદિ, દેવાદિ ગતિ, યશ, સૌભાગ્ય, આદેય - ત્રસ, પ્રત્યેક વગેરે પુણ્યપ્રકૃતિ છે તેનું વેદન જીવને અનુકૂળપણે થાય છે. જીવે પુણ્યપ્રકૃતિ બાંધી હોય તો તે પુણ્યના ઉદયકાળે જીવને સુખ મળે છે. જીવે પાપ પ્રકૃતિ બાંધી હોય તો તે પાપના ઉદયકાળે તેને દુઃખ, દરિદ્રતા, દૌર્ભાગ્યાદિ પ્રતિકૂળતાઓ મળે છે. 2010_05 Page #256 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યયોગ અને તેના પ્રકાર ૨૩૩ કર્મપ્રકૃતિઓ ઉપરથી એમ કહે છે કે હું એમ ને એમ આવતી નથી તમે ગયા ભવે મને જેવી બાંધી હોય છે તે રીતે બનીઠનીને હું તમારી પાસે આવું છું. કર્મપ્રકૃતિ પોતે સ્વતંત્ર નથી. ઘાતકર્મોનો ઉદય જીવને પોતાનું પૂર્ણજ્ઞાન, પૂર્ણાનંદ સ્વરૂપ અનુભવવા દેતો નથી. ઘાતકર્મનો ઉદય દુર્બુદ્ધિને પેદા કરે છે. કષાય લાવે છે. વિપરીતતાને લાવે છે. શારીરિક દુઃખ કરતાં માનસિક દુ:ખ ખરાબ છે જીવને કષાયનો ઉપશમભાવ નથી, તેથી બધી પ્રકૃતિ દુ:ખ રૂપે અનુભવાય છે. સુખ પણ દુઃખદ બનતું હોય છે. જીવવીર્ય ત્રાજવાની તુલા જેવું છે. જીવ જેના પક્ષમાં બેસે તેનો વિજય; બીજાનો પરાજય થાય છે. જીવ જ્ઞાની, સમજુ, વિવેકી, ઉપશાંત બને ત્યારે ચારિત્રરાજાનો વિજય થાય છે. પ્રભુના વચન ઉપરની શ્રદ્ધાથી જીવના અનુભવને વેગ મળે છે. જગતમાં આપણને કોઈપણ સુખ-દુઃખ આપી શકતું નથી. આ વાત સમજાઈ જાય તો આપણને નિમિત્ત ઉપર રોષ આવે જ નહીં. સંસાર બુદ્ધિ, શ્રદ્ધા અને શ્રમથી ચાલે છે. તમને પૈસા મેળવવાનું જ્ઞાન છે, ઘર ચલાવવાનું જ્ઞાન છે. પૈસા વિના ચાલે જ નહીં, પૈસા વિના જવાય જ નહીં, પૈસા વિના બેઆબરૂ થવાય, મરી જવાય. આ શ્રદ્ધા છે. અને તેને અનુરૂપ તમારું જીવન છે. આ મિથ્યાજ્ઞાન, મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાચારિત્ર છે. એને સભ્ય બનાવવાની સાધના જીવે કરવાની છે. આજે પૈસા વિના જીવી શકાય, પૈસા વિના ચાલી શકે ? એનું સ્થાન કોઈ છે ? હા. આત્મારામજી મ.સા. પંજાબમાં હતા, ત્યાં એક પંજાબી મળ્યો, તે કહે છે આત્મા ન હોય તો અમને શું દુ:ખ છે ? તરત જ પ્રત્યુત્પન્ન મતિવાળા આત્મારામજી મહારાજે કહ્યું કે, આત્મા હોય તો તને શું દુઃખ છે ? જો તું આ ગામમાં જ રહે છે, તને બધા ઓળખે છે. હું આ ગામમાં રહેતો નથી. અને મને કોઈ ઓળખતું નથી – તોય મને વાજાં વગાડીને લાવ્યા છે. આ પ્રત્યક્ષ ફળ છે. અને કદાચ પરલોક નીકળ્યો, આત્મા નીકળ્યો તો તારી સ્થિતિ શું ? અને અમને શું ગેરલાભ ? અંદરમાં રહેલો મોશેતાન શ્રદ્ધા કરાવે છે કે પૈસા વિના જવાય નહીં, સુખ વિના ન જ ચાલે. પદાર્થો વગર ન ચાલે એ અવિરતિની માન્યતા છે. અપૂર્ણ મનોદશા છે. એમાં ઉપાદેયબુદ્ધિ રહ્યા કરે છે. એ મિથ્યાત્વનો પરિણામ છે. જ્યાં મિથ્યાત્વ અને અવિરતિ બે હોય ત્યાં કષાય આવ્યા વિના ન રહે. માણસ સમજુ અને વિવેકી હોય તો આ બધાના અભાવમાં પરિણતિ બગાડ્યા વિના જીવી શકે છે. અને માણસ સમજુ અને વિવેકી ન હોય તો આ બધાના ભાવમાં પણ પરિણતિ બગાડીને સંસારમાં રખડે છે. આ બધામાંથી બચવું હોય તો જીવે ઔદયિક ભાવોની તાણમાંથી 2010_05 Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ નીકળીને ક્ષયોપશમ ભાવોની પ્રધાનતાથી જીવવું જોઈએ. ક્ષયોપશમભાવમાં કર્મોની તાકાત મંદ થઈ ગયેલી હોવાથી આત્માર્થ સાધવા માટે બાધક બનતા નથી. છતાં ય આ સાધના છે, સ્વરૂપ નથી માટે ધર્મસંન્યાસમાં ક્ષાયોપથમિક ભાવોના ધર્મોને છોડીને ક્ષાયિકભાવના ધર્મો પ્રાપ્ત કરવાના છે આથી જ મુહપત્તિના બોલમાં આપણે બોલીએ છીએ કે ““સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું.” મિથ્યાત્વ મોહનીય તો બાધક છે જ. મિશ્રમોહનીય પણ સાધક નથી ત્યારે નિશ્ચયથી ૪-૫-૬-૭ ગુણસ્થાનકે ક્ષયોપશમ સમકિતને શોભાવતી સમકિત મોહનીયને પણ પરિહરવાની વાત એ સર્વજ્ઞશાસનની દેન છે. કારણકે સમકિતમોહનીયમાં મિથ્યાત્વનો ચાર સ્થાનક રસ ઘટીને જઘન્ય દ્વિસ્થાનક રસ રહ્યો છે. બસ આ રસહાનિ ભલે સમકિત આપે પણ આ રસને પણ કાઢીને ક્ષાયિક સમકિત ! પ્રાપ્ત કરવાનું છે. આ પ્રક્રિયા અદ્ભુત છે. જૈન શાસન સર્વજ્ઞમૂલક છે તેની સિદ્ધિ સ્વરૂપ છે. આ રીતે ધર્મસંન્યાસ, અર્થાત્ ક્ષાયોપથમિક ધર્મોનો ત્યાગ થયા પછી યોગસંન્યાસ આવે છે તેમાં મન - વચન - કાયાના વ્યાપારને સ્થગિત કરવામાં આવે છે. મનથી વિચારણા, વાણીથી ઉચ્ચારણ અને કાયાનું હલનચલન અહીં હોતું નથી. આ યોગસંન્યાસ ચૌદમે ગુણઠાણે હોય છે. ધર્મસંન્યાસ ક્ષપકશ્રેણીમાં અથવા ઉપશમશ્રેણીમાં આઠમા અપૂર્વકરણ ગુણઠાણેથી શરૂ થાય છે. અપૂર્વકરણ નામ એટલા માટે પડ્યું કે આવો અધ્યવસાય, પરિણામ (કરણ) પૂર્વે ક્યારે પણ સ્પર્ધો નથી માટે અપૂર્વકરણ નામ પડ્યું છે. પહેલું અપૂર્વકરણ પ્રન્થિભેદ વખતે આવે છે. તેનો વ્યવચ્છેદ કરવાનો છે. પહેલા અપૂર્વકરણમાં આ સામર્થ્યયોગ પ્રાપ્ત થતો નથી. પહેલા ગુણઠાણે અપૂર્ણકરણ પરિણામ એ કારણ છે અને પ્રસ્થિભેદ એ કાર્ય છે. ગ્રન્થિભેદ થયા પછી સમ્યક્ત્વ થાય છે. સમકિત મળતાં જીવનો સંસાર ઉપરનો આદર નીકળી જાય છે. સંસારમાં સુખબુદ્ધિ ન રહેવાથી સ્વાભાવિક રીતે તેના પ્રત્યેની આસ્થા અને બહુમાન ઓછું થઈ જાય છે. આ વખતે જીવને આત્માની ઝાંખી થતાં જન્માંધને ચક્ષુ મળ્યાની જેમ અતિ આનંદ થાય છે. એક માણસનાં ચક્ષુ લઈ લ્યો અને બધાં જ સુખો આપો અને એક માણસને ચક્ષુ આપો અને તેનાં બધાં જે સુખો લઈ લ્યો. તેમાંથી કોને સુખ વધે ? જ પંજાબના રાણા રણજિત પાસે એક ભિખારી આવ્યો. રડે છે. કરગરે છે, રાજન ! મારી પાસે કંઈ નથી, ત્યારે રાજા કહે છે, ભાઈ ! તારી પાસે તો ઘણું છે. ભિખારી કહે છે - ના, મારી પાસે તો કંઈ જ નથી. સારું, શરત કરવી છે ? તારી પાસે છે તે મને આપે તો તું માગે તે તને આપું. બોલ તારે શું જોઈએ છે ? હું આપવા તૈયાર છું. પેલા 2010_05 Page #258 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યયોગ અને તેના પ્રકાર માણસે વિચાર્યું કે રાજા માગવાનું કહેશે એટલે અડધું રાજ્ય માગીશ બસ, પછી જિંદગી સુધી સુખ, સુખ ને લહેર. રાજા સાથે શરત નક્કી થઈ......રાજા માગે તે એને આપવાનું. મારી પાસે છે જ શું ? રાજા માગીને શું માગશે ? બોલ, પહેલાં તું માગે છે કે હું માગું ? રાજા પેલો સહજભાવે કહે છે કે, ના પહેલાં આપ માગો. રાજા : તારી પાસે બે આંખો છે એમાંથી ફક્ત એક આંખ મને આપ. - આજે તમારી પાસે કોઈ એક આંખ માંગે તો કરોડ રૂપિયાના બદલામાં પણ તમે એક આંખ આપવા તૈયાર થાવ ? ના સમજાય છે કે મનુષ્યભવ અને મનુષ્યદેહ એ કેટલો કિંમતી છે. માનવના પ્રત્યેક અંગો એટલાં બધાં કિંમતી છે. કે તેનું મૂલ્યાંકન થઈ શકે તેમ નથી. કોઈને ટચલી આંગળી આપો પચીસ હજાર રૂપિયા મળશે. કોઈને અંગૂઠો આપો, ૫૦ હજાર રૂપિયા મળશે. એક હાથ આપો લાખ રૂપિયા મળશે. આપી શકો છો ? ના, દેવોને પણ દુર્લભ એવા આ ભવને પામીને આત્મસાક્ષાત્કારની જ ધૂન લાગવી જોઈએ. તમે મહેનત અને પુરુષાર્થ તેના માટે જ કરો કારણ કે આ ભવમાં શાસનને પામીને પણ મિથ્યાત્વનો ભુક્કો ન બોલાવું, અનંતાનુબંધી કષાયને ન કચડી નાખું તો દેવલોકમાં પણ શાંતિ નહીં મળે. કારણ કે શાંતિ એ આત્માના ઘરની ચીજ છે. જ્યાં મોહ છે ત્યાં કોઈ ને કોઈ દોષ છે અને તેના પરિણામે જીવને દુઃખ છે. જ્યાં ધર્મ છે ત્યાં કોઈ ને કોઈ ગુણ છે અને તેના પરિણામે જીવને સુખ છે. બાર ભાવનામાં ચક્રી દુર્લભ ભાવના, ઇન્દ્રપદ દુર્લભભાવના ન મૂકી પણ બોધિદુર્લભ ભાવના મૂકી છે. માટે ઇન્દ્ર, ચક્રવર્તિ, મહારાજાપણાની પ્રાપ્તિ કરતાં પણ સમ્યક્ત્વ કિંમતી છે. ગ્રન્થિભેદ થયો એનું ફળ સંસાર અડધો કપાઈ જાય છે તે છે. હું મારી જાત માટે વિચારું તો મને પણ ગ્રન્થિભેદ થયો ન પણ હોય છતાં ફરક શું ? મને એનો તલસાટ છે તેથી પાંચ પચ્ચીસ પચ્ચાસ વર્ષે પામીને રહીશું. છેવટે આવતા ભવમાં પામીશું.. જેનો તસલાટ નહીં તેનો પુરુષાર્થ નહીં, જેનો પુરુષાર્થ નહીં તેની પ્રાપ્તિ નહીં. - ૨૩૫ - આજે જીવનો ઉપયોગ પાંચે ઇન્દ્રિયોના વિષયમાં રમણતા કરે છે. પહેલે ગુણસ્થાનકે રાગ છે, ચોથે ગુણસ્થાનકે રાગ છે. છઠ્ઠ ગુણસ્થાનકે રાગ છે. છતાં ફરક છે. પહેલે ગુણસ્થાનકે રાગ છે ત્યારે અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ હાજર છે અને તેથી અહીં રાગનો પરિણામ તીવ્ર બને છે. અને જીવ આત્માથી સર્વથા વિમુખ બને છે. ભવાભિનંદી હોય છે માત્ર પુદ્ગલના વર્ણાદિમાં જ આસક્ત હોય છે. કષાયનું પ્રાબલ્ય હોય છે. લેશમાત્ર આત્માનું લક્ષ્ય નથી. વિષયોમાં ઉપયોગ ચોટી જાય છે. એવો ચોટે 2010_05 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ છે કે ઉપયોગમાં વિષયો જ રમ્યા કરે છે. આ છે ગ્રન્થિ. અહીં ઉપયોગ અંદરમાં જઈ શકતો નથી. ગ્રન્થિ હોતે છતે અંદરમાં જવાની ઈચ્છા થતી નથી. પણ જ્યારે ગ્રંચિ શિથિલ બને, માંદી પડે, પોચી પડે ત્યારે અંદર જવાની ઇચ્છા થાય છે. જ્યારે ટાઈમ મળે ત્યારે જીવ અંદરમાં જવાનો પ્રયત્ન કરે છે. પ્ર. સાધક અંતર્મુખ થયો હોય તેની નિશાની શું ? ઉ. અંતર્મુખ સાધક જગતની પ્રવૃત્તિથી છૂટવા માગતો હોય છે. તેને આ બધી પ્રવૃત્તિ વેઠ જેવી લાગે છે. જેને અંદરમાં જવાની ઇચ્છા નથી તે સંસારની બધી પ્રવૃત્તિ આનંદથી કરે છે, તેને વેઠ લાગતી નથી. છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવાના કામીને છોડવો નહીં આ પ્રકૃતિનો નિયમ છે. સંસારમાં રહીને ગ્રન્થિભેદ થઈ શકે છે, સાચા શ્રાવક બની શકાય છે. બસ તમે જાગૃત બનો. જાગ્યા પછી કશું જ અઘરું નથી. અંદરમાં કર્મોનું બળ છે અને બહારથી તમે જાગતા નથી એટલે તોફાની વાંદરાને દારૂ પાયા જેવું થાય છે. અંદરમાં કર્મોનું બળ ભલે રહ્યું, પણ તમે જાગો, પુરુષાર્થ કરો, કર્મમાં ધરખમ સુધારો થશે. કર્મો અનુકૂળ થશે. કશું જ અઘરું નથી. કર્મોને સત્તા આપનાર વિભાવ પરિણતિવાળો આત્મા જ છે અને જ્યારે આત્માને માલુમ પડે કે મારી સત્તાનો દુરુપયોગ થાય છે. આનાથી મને દુઃખ પડે છે, મારું સ્વરૂપ અવરાય છે ત્યારે આત્મા, કર્મો પાસેથી તે સત્તાને છીનવી લે છે. દા.ત. જેવી રીતે પરદેશ જતી વખતે નિરુપાયે તમે પાવર ઓફ એટર્ની તમારા મિત્રને આપ્યો હોય હવે તેનો દુરુપયોગ થતો જણાય તો તમે તે પાવર પાછો ખેંચી લો છો. withdraw કરો છો. બસ, આ જ રીતે સમજાઈ જવું જોઈએ કે કર્મો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય પુણ્ય સ્વરૂપે સુખ આપતાં હોય કે પાપ સ્વરૂપે દુ:ખ આપતાં હોય આ બંને વિભાવ દશા છે. મારું સ્વરૂપ નથી. આ બંનેથી તો મારું સ્વરૂપ ઢંકાઈ જાય છે. બહાર આવી શકતું નથી. બસ આ જાગૃતિ તમને ઠેઠ મોક્ષ સુધી લઈ જઈ શકશે. સંસારના સુખ પરના ગાઢ રાગની તથા સંસારના દુ:ખ પ્રત્યેના ગાઢ ઢષની પ્રન્થિ શિથિલ થાય ત્યારે અંદરમાં, સ્વરૂપ તરફ જવાની ઇચ્છા જાગે છે. આત્મસાક્ષાત્કાર કરવાની ઇચ્છા જાગૃત થતાં જીવ આત્મકલ્યાણનો માર્ગ શોધવા પ્રયત્ન કરે છે. સંસારના પદાર્થમાં દુ:ખ છે એમ સમજાય તે આત્મા અવશ્ય એક દિવસ પ્રન્થિભેદ કરશે. જેને આત્મસાક્ષાત્કારની ઇચ્છા, તાલાવેલી, તલસાટ જાગે છે તે પહેલાં સંસારની બધી ઈચ્છાઓને કચરવાની શરૂઆત કરશે જ. 2010_05 . Page #260 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યયોગ અને તેના પ્રકાર ૨૩૭ પ્રન્થિભેદની તાલાવેલી એટલે સંસારની ઇચ્છાઓનો અંત લાવવો. તમને આ તલસાટ જાગ્યો નથી. કારણ કે સંસારના પદાર્થ દુઃખરૂપે છે, દુઃખ આપનારા છે, દુઃખાનુબંધી છે એ સમજી શક્યા નથી. પહેલાં સમજને સીધી કરો, રૂચિને સવળી કરો પછી કર્મો બાધક બની શકતાં નથી અને આત્મરુચિ જગાડવા માટે જ્ઞાનીની દૃષ્ટિએ જગતના પદાર્થોનું અવલોકન કરો. ત્રિકાળવર્તી સ્વરૂપને નિહાળો. માત્ર વર્તમાનકાળની તે દશા જોઈ રાગાદિમાં પડવા જેવું નથી. " નિકાચિત કર્મોને છોડીને બધાં કર્મો ઉપર overtake ઓવરટેઇક થઈ શકે છે. ઘણાં કર્મો અનિકાચિત છે. પણ કર્મો તોડવાં છે ? કર્મો તોડવાનો પ્રયત્ન કરવો છે ? ચારિત્રનું પાલન એ કર્મોને ખપાવવા માટે છે ને ચય એટલે કર્મનો સંચય અને રિક્ત એટલે ખાલી કરવું - તેનું નામ ચારિત્ર જ્ઞાન - દર્શનનો ઉપયોગ અંદરથી નીકળ્યો છે, નીકળેલો આ ઉપયોગ હવે અંદર જતો નથી. બહાર ને બહાર જ રહે છે. તે આ ગ્રન્યિ છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયની ઉપસ્થિતિ હોવાથી ઉપયોગ બહાર ને બહાર - વિષયોમાં ફર્યા જ કરે છે. તમે સામાયિક પૂજા કેટલા કર્યા તે જુઓ છો ! હવે વિષયોમાંથી મને કેટલી વાર પાછું વાળ્યું એ જોતાં શીખો. अप्पा खलु सययं रक्खिअब्बो, सबिंदिएहिं सुसमाहिएहिं,। अरक्खिओ जाइपहं उवेइ, सुरक्खिओ सबदुहाण मुबइ ॥ પાંચે ઈદ્રિયો અને નોઈદ્રિયરુપ છઠ મનના વિષય ભોગના વિકારોથી નિવતાવીને પોતાના આત્માને, આત્મભાવમાં (સ્વગુણ – પરિણમનના આસ્વાદન રુપ સમાધિમાં) સ્થિર રાખીને, પ્રત્યેક આત્માએ –- પોતે જ પોતાના આત્માનું કર્મપરિણામથી રક્ષણ કરવું જોઈએ. • જે આત્મા ઉપર જણાવ્યા મુજબ પોતાના આત્માનું રક્ષણ કરે છે, તે સર્વ પ્રકારના દુ:ખોથી મુક્ત થાય છે અને જે પોતાના આત્માનું રક્ષણ કરતો નથી, તે આત્મા આ સંસારમાં ચારે ગતિમાં જન્મ – મરણ કરતો ભટક્યા કરે છે. 2010_05 Page #261 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વનાં પાંચ લક્ષણો પ્રથમ અપૂર્વકરણ પહેલે ગુણઠાણે, પ્રન્થિભેદ પણ પહેલે ગુણઠાણે થાય છે. એનાથી સમકિત પ્રાપ્ત થતાં જીવ ચોથે ગુણઠાણે આવે છે. અહીં હેય - શેય – ઉપાદેયનો યથાર્થ વિવેક હોય છે. પ્રશમ, સંવેગ, નિર્વેદ અનુકંપા અને આસ્તિકય સ્વરૂપ પાંચ લિંગ = ચિન્ડથી ઓળખાતું સમ્યગ્દર્શન એ આત્મપરિણામ છે. (૧) પ્રશમ = અનંતાનુબંધીના ક્ષયોપશમજન્ય ઉપશમભાવ. સમ્યકત્વીને ગુસ્સો ન આવે એમ નહીં પણ આવે એટલે શમી જાય. સમ્યત્વીને કોઈ શત્રુ નથી. તેને બધા મિત્ર છે. એટલે કષાય - ક્રોધનો પરિણામ વધુ ટકે જ નહીં. સમકિતી અપરાધી પ્રત્યે પણ પ્રતિકૂળ વિચાર કરી શકે નહિ જેની સાથે ગુસ્સો કર્યો હોય એની સાથે બીજી જ સેકન્ડે બેસીને વાત કરી શકો એવી કળા કેળવી છે ? આનું નામ કષાય ઉપરનો કાબૂ !!! સ્વાભાવિક રીતે કષાય ઊઠે જ નહીં, આપણે કહીએ તેમ કષાય કરે તો તે કષાય વ્યવસ્થા માટે કર્યો કહેવાય. જીવે કષાયની અવસ્થાનો અનુભવ નથી કર્યો. અને કષાય કહે તેમ આપણે કરીએ તો તે આપણી કષાયાધીનતા જાણવી. કષ = સંસાર; આય = લાભ; જેમાં સંસારની વૃદ્ધિ થતી હોય તે બધી પ્રવૃત્તિ કષાયમૂલક જાણવી અને શમની પ્રવૃત્તિ માટે જ્ઞાનસારમાં પ.પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે જણાવ્યું છે કે, “વિવ વિષયોતિ સ્વભાવાનિવૃતઃ સદા ज्ञानस्य परिपाको यः, सः शमः परिकीर्तितः ॥" જ્યાં વિકલ્પોની હારમાળા સ્વભાવના આલંબનના કારણે હમેશાં શાંત થયેલી હોય છે એવો જ્ઞાનનો જે નિચોડ છે તે શમ કહેવાય છે. (૨) સંવેગ = મોક્ષાભિલાષા. મોક્ષ = આત્મસ્વરૂપ, પૂર્ણ આનંદ જેને મોક્ષની વાસ્તવિક ઈચ્છા થઈ છે તેને આ સંસારમાં વિડંબના-ત્રાસ સિવાય કિંઈ દેખાતું નથી. વિષયાસક્તિ ન હોવાથી કષાય ઊઠે કે તરત શાંત થઈ જાય. આ સમકિતીના બોધનું સ્પષ્ટ વર્ણન કરતાં ઉપાધ્યાયજી મ. સમકિતના ૬૭ બોલની સક્ઝાયમાં કહે છે : ““સુરનર સુખ જે દુઃખ કરી લેખ, વંછે શિવસુખ એક.' સંસારનું સુખ દુ:ખપ્રતિકાર રૂપ જણાતાં તેને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની ઝંખના, કામના સતત રમતી હોય છે. સંસાર સુખ અને મોક્ષસુખ વચ્ચેનું અંતર સંસારનું સુખ ક્ષણિક છે તેને લાંબુ કરવા જતાં વિકૃત બની જાય છે. આઈસક્રીમ બહુ જ ભાવે, હવે મોઢામાં મૂકી જ રાખો. ન તો અંદર ન 2010_05 Page #262 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વનાં પાંચ લક્ષણો ૨૩૯ તો બહાર - બસ અંદર મોંમાં કોગળો કરી મૂકી રાખવાથી જીવ કંટાળી જાય છે. આમ ક્ષણિક સુખને નિત્ય બનાવવા જતાં વિકૃત બની જાય છે. આની સામે મોક્ષનું સુખ નિત્ય છે, શાશ્વત છે, આદિ અનંત કાળ સુધી રહેવાવાળું છે. કારણ કે કર્મના ક્ષયથી ઉત્પન્ન થતું સુખ છે. સંસારનું સુખ (?) (સુખાભાસ) એ તો કર્મના ઉદયથી પ્રાપ્ત થતું હોય છે આમ બંનેની ગુણવત્તા જ જુદી છે. વળી સંસારનું સુખ અને કાંતિક છે આત્માનું સુખ એકાંતિક છે. સંસારના સુખમાં સુખ પછી દુઃખ પણ આવી શકે છે. અનેકાંતિક એટલે જેનો એક અંત = છેડો નથી. દા.ત. ઘણાં વર્ષોની ઇચ્છા પછી પુત્ર મળ્યો, પણ તે વ્યભિચારી બન્યો, પાગલ બન્યો, નાસ્તિક મળ્યો તો આ પુત્રસુખ અંતે દુ:ખમાં પરિણામ પામે છે. એવી જ રીતે ઘણાં વર્ષોની ઇચ્છા, મહેનતને ભાગ્યના સહારે ખૂબ પૈસા મળ્યા. પણ હવે પૈસા મળ્યા પછી પતિ ક્લબ લાઈફમાં જીવે છે, દુરાચારી, વ્યસની બની ગયો તો આ પૈસા ન હોત તો સારું થાત, પતિ તો મળત - આવી અનેકાંતિકતા સંસારના સુખમાં છે. જ્યારે મોક્ષનું સુખ એકાંતિક છે. તેમાંથી સુખ જ નીકળે છે. બીજો કોઈ વિકલ્પ જ તેમાં નથી. વળી સંસારનું સુખ વધ-ઘટ થયા કરે છે જ્યારે મોક્ષનું સુખ સાદિ – અનંતકાળ સુધી એકસરખું રહે છે. હવે કોઈ એમ કહે કે મોક્ષનું સુખ પ્રતિ સમય અનંતગણું વૃદ્ધિવાળું કહો તો શું વાંધો ? ના, એ પણ વ્યાજબી નથી કારણ કે પ્રતિ સમય વધતું જાય એનો અર્થ એ થયો કે પૂર્વે સુખ ઓછું હતું. અહીં એવું બનતું નથી, પૂર્ણ એટલે પૂર્ણ, એમાં ભેદ ન હોઈ શકે. આત્યંતિક સુખ મોક્ષના પહેલા સમયે જ પ્રાપ્ત થઈ ગયું છે. હવે તેમાં વધઘટની શક્યતા જ નથી. સંસારનું સુખ તો દુઃખના પ્રતિકાર સ્વરૂપ હોવાથી વધ-ઘટ થયા કરે છે. દુ:ખ ઓછું થતાં સુખની અનુભૂતિ પણ પાતળી થતી જાય છે. એટલે કે સંસારનું સુખ અર્થશાસ્ત્રની ભાષા પ્રમાણે “તુષ્ટિ'ગુણને અનુસરે છે. economicsમાં આને “The Law of diminishing returns” કહેવાય છે. એનો ગ્રાફ નીચે પ્રમાણે આવી શકે. - તરસ્યા માણસને તુષ્ટીગુણ પહેલો ગ્લાસ પાણી આપો ખૂબ જ આનંદ – ઉપયોગિતા ઘણી, કારણ કે તરસનું દુ:ખ ઘણું હતું. હવે બીજો ગ્લાસ આપતાં તેની ઉપયોગિતા વળાંકમાં ઘણી ઓછી થતી જણાય છે. ત્રીજા-ચોથા ગ્લાસમાં (પાણીના ગ્લાસની સંખ્યા જલપાનની ઉપયોગિતા 2010_05 Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ તેનાથી ઓછી ઉપયોગીતા છે અને પછી તો વધુ પીવાથી ઉલ્ટી થાય છે. માઇનસ યુટીલીટી-ઉપયોગિતા જણાય છે. બસ, સંસારનાં વૈષયિક સુખોની આ જ કમનસીબી છે. ત્રણે કાળમાં દુ:ખરૂપ હોવા છતાં જીવને મિથ્યાત્વરૂપી કમળાનો ઉદય થયો હોવાથી સાચું સમજાતું નથી. વળી મોક્ષનું સુખ સહજ છે; સ્વાભાવિક છે. આત્માના ગુણ – પર્યાય સ્વરૂપ છે. પોતીકું છે. પોતાની માલિકીનું છે, તેમાં કોઈનો હસ્તક્ષેપ ચાલી શકતો નથી. હા, કર્મે એ સુખ ઉપર આવરણ ઊભું કરી દીધું છે પણ એ સુખને નાશ કરવા સમર્થ બન્યું નથી. બનશે પણ નહીં કારણ કે મૌલિકતા છે. વાદળાંથી સૂર્યનો પ્રકાશ ઢંકાઈ જાય છે પણ તેનો નાશ થઈ શકતો નથી. સંસારનું સુખ કૃત્રિમ છે. બનાવટી છે. વાસ્તવિક નથી. impose કરેલું છે. હકીકતમાં નથી. ભ્રમણા છે પણ અનાદિકાળના અભ્યાસથી એ જ સાચું છે એમ લાગે છે જેમ કોઈ ખોટી વાત પાંચ – પચ્ચીસ વાર સાંભળવા મળે, આપણે સો ટકા જાણતા હોઈએ કે આ વાત ખોટી છે છતાં તેમાં આપણને પણ શંકા થઈ જવાનો સંભવ છે ! તેમાં આ ખોટાના સંસ્કારોથી ટેવાયેલા આપણે હવે સાચાં તરફ સન્મુખ થતાં નથી. સમ્મુખ બનવા માટે સંસારના સુખ અને મોક્ષના સુખનો તફાવત આપણે ઝીણવટથી વિચારી રહ્યા છીએ. વળી મોક્ષનું સુખ અકૃત છે. કરાયેલું નથી. છે, છે ને છે. ત્રણે કાળમાં છે. માત્ર સાવરણ, આવૃત્ત કે નિરાવરણ કે નિરાવૃત્ત છે તે જોવાનું છે. સાવરણ સુખ આવરણ દૂર થતાં નિરાવરણ બની શકે છે. અને તે જ કરવાનું છે. એની બદલે સંસારનું સુખ જે કૃત છે તેની પાછળ આપણે તનતોડ પ્રયત્ન કરવા લાગી ગયા. સંસારનું સુખ પુણ્યથી મળે છે તે માટે પુણ્યકર્મો બાંધવાં પડે છે પછી તેનો ઉદય થતાં જીવને સુખની સામગ્રી પ્રાપ્ત થાય છે. આમ આ બધું કર્માધીન પગલાધીન બનતાં સંસારનું સુખ પરાધીન છે જ્યારે આત્માનું સુખ સ્વાધીન છે. આપણા અનુભવ ઉપરથી પણ આ સમજાય તેવું છે. કોઈએ આપણું અપમાન કર્યું ત્યારે નમ્રતાનું આસ્વાદન કરવું હોય તો માનકષાયને જીતનારો નમ્રતાના સુખનો અનુભવ કરી શકે છે, પણ અભિમાનનું સુખ જોઈતું હોય તો તો કોઈ પ્રશંસા કરે, વાહવાહ કરે, ઇલ્કાબ આપે ત્યારે જ અનુભવી શકાય છે. બસ, આ રીતે ચોવીસે કલાક તમે જાતની વિચારણા કરો તો સમજાશે આત્માના સુખ માટે કોઈની જરૂર નથી અને સંસારમાં ડગલે ને પગલે પુગલની, અન્યજીવોની, કર્મોની સહાય લેવી પડે છે. ક્ષમાના ગુણને, સુખને અનુભવવા માટે વિવેક ને જાગૃતિ જોઈએ, પછી ધર્મક્ષમા જ્યારે 2010_05 Page #264 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પાંચ લક્ષણો સહજક્ષમા બને છે ત્યારે સ્વાધીનપણે તેનું અનંત સુખ જીવને મળ્યા કરે છે, અને ક્રોધનું સુખ તો ક્રોધમોહનીયકર્મને આધીન છે. વળી પુણ્યોદય હોય તો તમારા ક્રોધને કોઈ સાંખી લે, દબાઈ જાય અને તમારો પાપોદય હોય અને તમારી સામે થાય, તમારો બાયકોટ કરે તો આ પરાધીન સુખમાં પણ પંક્ચર પડવાની પૂરી શક્યતા છે. વળી મોક્ષનું સુખ નિરુપચરિત છે. સંસારનું સુખ ઉપરિત છે. આ આરોપ કે ઉપચારને પણ બરોબર સમજવા જેવા છે. અત્યંતમિત્રો: દ્રવ્યયો: गुण- पर्याययोः वा सादृश्यातिशयमहिम्ना भेदप्रतीतिस्थगनमात्रं उपचारो आरोपो वा । અત્યંત બે ભિન્ન દ્રવ્યો છે છતાં કંઈક સમાનતાના કારણે હવે ભિન્નતાની પ્રતીતિ થતી નથી, તે બંને જાણે સમાન છે તેવું લાગે છે. આ ઉપચાર છે. એવી રીતે કોઈ ગુણ હોય કે કોઈ ક્રિયા હોય એ બંને ભિન્ન હોવા છતાં કોઈક સમાનતાના કારણે તે બંને જાણે એક જ છે એવી પ્રતીતિને ઉપચાર કહેવામાં આવે છે. ૨૪૧ હવે મોક્ષના સુખમાં કોઈ ઉપચાર નથી. મોક્ષ એટલે આત્માની કર્મરહિત શુદ્ધ અવસ્થા અને તે વખતે કર્મોથી દબાયેલા અનંતા ગુણો કર્મક્ષય પામ્યા હોવાથી પ્રગટ થાય છે. આ તથ્ય સુખ છે. પૌદ્ગલિક સુખ એ આત્માના સુખથી તદ્દન ભિન્ન હોવા છતાં બંનેમાં આહ્લાદકતાનો સમાન પરિણામ હોવાથી જાણે કે બંને સુખ સાચાં છે, એક છે એવી પ્રતીતિ થાય છે. આને ઉપચાર કહેવામાં આવે છે. આ સુખ હકીકતમાં નથી, ઉપચિરત છે. હવે ઉપચાર પણ તો જ હોઈ શકે કે તે ચીજ ક્યાંક તથ્યરૂપે હોય તો ! તથ્ય વિના ઉપચારની સંભાવના નથી. સાચી ગાડી હોય છે તો રમકડાની ગાડી હોઈ શકે છે. એમાં સંસારનું સુખ ઉપરિત છે. તે ક્યાંય સાચું સુખ હોવું જોઈએ તો તે મોક્ષમાં છે. સુખ છે એટલે શોક, રતિ વળી મોક્ષનું સુખ નિર્દે એમાં કોઈ યુગલ couple નથી, સુખ જ છે સંસારનું સુખ દ્વન્દ્વ છે એટલે યુગલ સ્વરૂપ છે. સુખ દુઃખ, હાસ્ય અરતિ, સંયોગ વિયોગ, રાગ દ્વેષ એમ તે અન્યથી મિશ્રિત છે. સંસારમાં વિયોગ વગરના કોઈ સંયોગની કલ્પના કરી શકાતી નથી તેમ રાગ પણ દ્વેષનો જનક બન્યા વિના રહેતો નથી. રાગને સ્વતંત્ર રાખીએ તો પણ રાગની નિષ્ફળતામાં દ્વેષ જન્મે છે. રાગથી અન્યત્ર સ્થળે પણ દ્વેષની સંભાવના છે. આમ સંસાર એ વિચિત્ર યુગલોનો ભંડાર છે અને મોક્ષ એ નિર્દેન્દુ છે. મોક્ષ એ આત્માની પરમ સુખમય અવસ્થા છે કે જેને પામ્યા પછી બીજું કાંઈ પામવાનું બાકી રહેતું નથી. કૃતકૃત્યતાનો અનુભવ થાય છે. 2010_05 - - - Page #265 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ મોક્ષનું સુખ ‘અન્ય અહેતુક' છે. એટલે કે મોક્ષના સુખના અનુભવ માટે કે પ્રાપ્તિ માટે કે રક્ષણ માટે અન્ય કોઈ પુદ્ગલ કે જીવના આલંબનની જરૂર નથી. સંસારમાં તો બીજાના અભિપ્રાય વગરનું પોતાનું સુખ પણ કરમાઈ જાય છે એટલે અન્યહેતુક સુખ છે. well furnished flat મિત્રને બતાવતાં જો પ્રશંસાનાં બે પુષ્પો સાંભળવા ન મળે તો જીવને દુઃખ થઈ જાય છે આ જ ગુલામીખત છે. સંસારમાં ક્યાંય નિર્ભેળ, નિરુપદ્રવી, નિર્દંભ સુખ નથી. ૨૪૨ મોક્ષનું સુખ પીન એટલે પુષ્ટ છે જ્યારે સંસારનું સુખ અપીન છે. સ્નેહીનાં આશ્વાસનો એ સહી વિનાના ચેક જેવાં છે. ક્યારેય valid હોતાં નથી. સંસારમાં તમે બીજાને કેટલા બધા સાચવો છો ત્યારે તમે થોડા સચવાવ છો ! આ છે સંસારની કરુણતાનું પ્રતીક. આ જ વાતને પૂજ્યશ્રી દેવચંદ્રજી મ.સા. વર્તમાન ચોવીસીના સાતમા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં નીચે મુજબ જણાવે છે, “એકાંતિક, આત્યંતિકો, સહજ, અકૃત, સ્વાધીન હો જિનજી; નિરુપચરિત, નિર્હન્દુ સુખ, અન્ય અહેતુક પીન હો જિનજી,” ટૂંકમાં નીચે પ્રમાણેનું કોષ્ટક યાદ રાખી સંસારના સુખને બાયકોટ કરી આત્મિક પોતાની સ્વયંભૂ, સ્વાધીન સુખલક્ષ્મીને ભોગવો. સમકિતીને આ વાતની પ્રતીતિ હોય છે એટલે સંસારમાં તે રહે છે ખરો, પણ રમતો નથી. મોક્ષનું સુખ (૧) એકાંતિક (૨) આત્યંતિક (૩) સહજ (૪) અમૃત (૫) સ્વાધીન (૬) નિરુપચરિત (૭) નિર્દેન્દ્ર (૮) અન્ય અહેતુક (૯) પીન સમકિતની પ્રાપ્તિ માટે ઉપરની વિચારણા અતિ આવશ્યક છે. (૩) નિવેદ સમકિતની પ્રાપ્તિમાં તેની ભૂમિકા રૂપે નિર્વેદ ભવવૈરાગ્ય જોઈએ. સંસાર જેલ જેવો મરણની વાસ્તવિકતાને વિચારીએ તો સંસારમાં જન્મ્યા બધું ભેગું કર્યું _2010_05 -7 સંસારનું સુખ (૧) અનેકાંતિક (૨) વધ-ઘટ થયા કરે છે (૩) કૃત્રિમ (૪) કૃત (૫) પરાધીન (૬) ઉપરિત (७) हुन्छ (૮) અન્ય હેતુક (૯) અપીન લાગવો જોઈએ. જન્મ આ — જરા સ્પષ્ટ સમજાઈ શકે તેમ છે મૂકીને જવાનું. કેવી ગુલામી ! Page #266 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વનાં પાંચ લક્ષણો આયુકર્મની ગુલામીને અલવિદા કરવી હોય તો અક્ષયસ્થિતિ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ જરૂરી છે. કર્મ બેડી લાગે તો સતત એમ થાય કે ક્યારે બેડી તોડી નાખું ! ક્યારે મુક્ત થાઉં ? અને આત્મઘરમાં સમાઈ જાઉં ! નિર્વેદ વગર મોક્ષમાર્ગમાં પા પા પગલી ભરી શકાતી નથી, માટે જ તો શ્રી ગૌતમસ્વામી ભગવાને જયવીયરાય સૂત્રમાં સૌ પ્રથમ ‘ભવનિવ્વઓ'થી ભવનિર્વેદની માગણી કરી. નારક, ચારક સમ જે ભવથી ઉદ્વિગ્ન થાય છે તે આગળ કલ્યાણની કેડી પકડી શકે છે. તમે તો સુરંગોથી ગર્ભિત માર્ગને જ સલામતી માની છે. માટે નિર્વેદ થતો નથી. સમિતીને સંસારમાં ક્યાંય ઠરીઠામ બેસવાનું બનતું નથી, ગમતું નથી. પાછળ, કંપ (૪) અનુકંપા : અનુ ધ્રુજારી....દુઃખીને જોઈને પોતાને પાછળથી દુ:ખનું કંપન થાય તે, દ્રવ્ય થકી દુઃખિયાની દયા. દયા એ અર્ધન્યાય છે. દાન એ પૂર્ણ ન્યાય છે એટલે પછી તે દયાળુ પોતાની શક્તિ મુજબ તેનું દુઃખ દૂર કરે. સુખ સંપત્તિ પામેલા હોવા છતાં જે ધર્મથી વિમુખ છે, એની દયા આવે કે આ લોકો સુખ-સંપત્તિમાં મહાલે છે, ગાડી-મોટરમાં ફરે છે, પણ આ બિચારા મરીને ક્યાં જશે ? આ ભાવદયા છે. તેને તમારા બંગલા મોટરની ઈર્ષ્યા નથી આવતી, પણ કરુણા આવે છે. આત્મસ્વરૂપ પામે તો સારું એવી ભાવના હોય છે. - — ૨૪૩ (૫) આસ્તિક્ય : સમકિતનું પાંચમું લક્ષણ છે. એની માન્યતા છે કે આત્મકલ્યાણ કરવા માટે સર્વજ્ઞનું વચન અતિશય ઉપકારી છે, અતિશય શ્રેષ્ઠ છે. એ રીતે ચાલે તો સમ્યક્ત્વ પામી આગળ વધી શકાય. પ્રશ્ન : અન્યદર્શનમાં જિનવચન મળ્યું નથી તો ત્યાં કોઈ કદાચ સમ્યક્ત્વ પામે તો ત્યાં આસ્તિક્ય શું ? ઉત્તર : અન્યદર્શનીની પણ એક શ્રદ્ધા છે કે આત્મામાં જ સુખ છે. વિષયોમાં સુખ નથી. આ તેની શ્રદ્ધા કોઈ ચલાયમાન ન કરી શકે. ગોળ ગળ્યો લાગે છે; હવે લાખ માણસ કહે ગોળ કડવો છે તો માનો ? કેમ નહીં ? જે ચીજ અનુભવથી સિદ્ધ છે તેનો અપલાપ ન કરી શકાય. - સર્વજ્ઞનું વચન વ્યવહારનો નિષેધ કરનારું ન હોય અને અનુભવનો અપલાપ કરનારું ન હોય, વ્યવહારમાં પણ અનુભવનો અપલાપ કરી શકાતો નથી તો સર્વજ્ઞનું વચન અનુભવનો અપલાપ કરનારું હોય જ નહીં. એક માણસે સર્વજ્ઞને ખોટા પાડવા માટે હાથમાં જીવતું મચ્છર લીધું અને પૂછે છે કે ભગવાન આ જીવી જશે કે મરી જશે ? એના મનમાં એમ કે જીવી જશે એમ કહેશે તો મારી નાખીશ અને મરી જશે એમ કહેશે તો ઉડાડી દઈશ. પ્રભુએ કહ્યું. ‘અત્યારે એનું જીવન તારા હાથમાં છે.'' પેલાએ તરત 2010_05 Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ જ જીવતું ઉડાડી દીધું. સર્વજ્ઞના વચનની ગંભીરતા સમજવી ઘણી દુષ્કર છે. સમ્યક્ત્વનું વચન પણ ઔચિત્ય - મર્યાદા-વિવેકનો ભંગ કરનાર ન હોય તો સર્વજ્ઞનું વચન ઔચિત્ય, મર્યાદા-વિવેકનો ભંગ કરનાર કેવી રીતે હોઈ શકે ? મૂર્તિનો અપલાપ કરનારા, સ્થાપના નિક્ષેપનો અપલાપ કરનારા છે. તેઓને હું પૂછું કે ચાંદલો જે સ્ત્રી કપાળમાં કરે છે તે શું છે ? તમારી (=પતિની) સ્થાપના છે. આખો સંસાર સ્થાપનાથી ચાલે છે. સ્થાપના વિના બધો વ્યવહાર ઊડી જાય છે. હજાર રૂ.ની નોટ, પાંચસો રૂ.ની નોટ આખરે કાગળ જ છે. તેના ઉપર રીઝર્વ બેંકે સ્ટેમ્પ દ્વારા સ્થાપના કરી છે તેથી નોટ હજાર રૂ. પાંચસો, તરીકે વ્યવહાર્ય બને છે એમાંથી જે દિવસે સ્થાપના નીકળી જાય. એટલે એ કાગળ બની જાય. દુઃખમુક્તિનો પ્રશ્ન અધ્યાત્મથી ઉકેલાય છે. દુઃખમુક્તિ અધ્યાત્મથી સિદ્ધ થાય છે. બીજી રીતે દુ:ખમુક્તિ કરવા માટે તમારી શક્તિઓને વેડફો નહીં. એનાથી અધ્યાત્મ હાથમાં નહીં આવે પણ ક્લેશ અને સંઘર્ષ હાથમાં આવે છે. અધ્યાત્મના નામે સંઘર્ષ વધતા હોય તો સમજવું કે અધ્યાત્મ સંબંધી અજ્ઞાન પ્રવર્તે છે. અધ્યાત્મ પોતે આત્માના આનંદને બતાવે છે. - આત્માના આનંદ પાસે સંસારનો આનંદ કચરા જેવો છે. કષાયો ખરાબ છે. ઉપશમભાવ શ્રેષ્ઠ છે. અંદરમાં રહેવામાં મઝા છે. બહાર વેદના છે. આ વાત અન્યદર્શનમાં સમજાઈ જાય છે. એટલે સર્વજ્ઞ વચન સમજાઈ ગયું છે. આપણે સર્વજ્ઞ શાસનમાં જન્મ્યા છતાં આપણને આ ન સમજાય તો આપણે – તત્ત્વથી શાસનની બહાર છીએ. જગત સુખ કહે છે માટે જ્ઞાની સંસારના આભાસિક સુખને સુખ શબ્દથી વાચ્ય કરે છે, તે માટે સુખ શબ્દનો પ્રયોગ કરે છે. બાકી વિડંબના છે, નાલેશી છે. પરિણામની દૃષ્ટિથી આ પાંચમાં પ્રધાનતાથી ઉપશમભાવ શ્રેષ્ઠ છે. કારણ કે જીવનો મુખ્ય–પ્રધાન ગુણ ઉપશમ છે. પ્રાપ્તિક્રમમાં જીવ સમ્યકત્વ પામે ત્યારે પહેલાં આસ્તિક્ય આવે છે પછી અનાદિકાળથી સંસારની ચોર્યાસી લાખ યોનિમાં રખડતા પોતાના આત્માની ભાવાનુકંપા આવે છે. પછી નિર્વેદ, સંવેગ, શમની પ્રાપ્તિ થાય છે. આસ્તિષ્પથી શ્રદ્ધા પાકી થઈ જાય છે કે સુખ આત્મામાં જ છે બીજે ક્યાંય નથી. આ જીવનમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરો, તેના માટે પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો, મનુષ્ય જીવનનું કર્તવ્ય આ જ છે. એમાં જ સફળતા છે. નહીંતર “હીરો ઘોઘે જઈ આવ્યો ડેલે હાથ દઈ આવ્યો' એના જેવો ઘાટ થશે. 2010_05 Page #268 -------------------------------------------------------------------------- ________________ અસંગ, મૌન, એકાંત – સાધનાનાં અંગો द्वितीयाऽपूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् । आयोज्यकरणादुर्ध्वं द्वितीय इति तद्विदः ॥ १० ॥ સામર્થ્યયોગના બે પ્રકાર છે. ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ, સંન્યાસ ત્યાગ. આમાં બીજા અપૂર્વકરણમાં ધર્મસંન્યાસ છે. તેમાં ક્ષયોપશમભાવોના ધર્મનો ત્યાગ હોય છે. આ તાત્ત્વિક ધર્મસંન્યાસ કહેવાય છે. આ પારમાર્થિક છે. અતાત્ત્વિક ધર્મસંન્યાસ પ્રવ્રજ્યાકાલમાં આવે છે. પ્રવ્રજ્યાકાળમાં જે ધર્મસંન્યાસ આવે છે તે પ્રવૃત્તિ સ્વરૂપ સંન્યાસ હોય છે. અહીં સંસારનો ત્યાગ કરીને ચારિત્ર લેવાનું હોય છે. વળી પરમાત્માની પૂજા, સાધુસેવા, સાધુ દાનાદિ આ બધી પ્રવૃત્તિનો પણ ત્યાગ થાય છે. જેમ જેમ ગુણસ્થાનકોમાં ઉપર વધીએ તેમ તેમ પ્રવૃત્તિ ઘટતી જાય છે અને પરિણતિ વધતી જાય છે. સાધનો ઘટતાં જાય, પરિણતિ શુદ્ધિ વધતી જાય એ અતાત્ત્વિક સામર્થ્યયોગ છે. ત્યાં પણ જીવ વીર્ય ફોરવે છે. સામર્થ્ય વિના સંન્યાસ-ત્યાગ કઈ રીતે આવી શકે ? આર્યદર્શનોમાં ત્યાગનો મહિમા છે. ત્યાગી જે ત્યાગનું પરાક્રમ કરી શકે છે તે ગૃહસ્થ કરી શકતો નથી. ત્યાગનું પરાક્રમ પોતાને ઉપકાર કરે તેમ પરને પણ ઉપકાર કરે. આ જગતની ચીજોનો સંગ્રહ કરવાનો નથી. જેના વિના ગૃહસ્થનું જીવન ચાલે નહીં, તેવું મુનિ જીવન પરમાત્માએ બતાવ્યું. સર્વવિરતિજીવન એ સર્વથા નિષ્પાપજીવનની પ્રક્રિયા છે તેમાં દરજી, સુથાર, ઘાંચી, લુહાર અઢાર કોમમાંથી કોઈની જરૂર પડતી નથી. = પેટલાદ પાસે દંતાલીમાં સ્વામી સચ્ચિદાનંદે આશ્રમ ખોલ્યો છે. તેઓ કહે છે જૈનોના સાધુ જેવું નિષ્પાપ જીવન અમે જીવી શકતા નથી; જૈનોમાં એવી સુંદર વ્યવસ્થા છે કે સાધકો નિષ્પાપ જીવન જીવી શકે છે. કંચન અને કામિની એ બંને ત્યાગીને અસ્પૃશ્ય હોવા છતાં જૈનોના ભક્તો જેવા અમારા ભક્તો ન હોવાથી હું આજે કામિનીથી અસ્પૃશ્ય હોવા છતાં, કંચન વિના રહી શકતો નથી એટલે અનિચ્છાએ વ્યવસ્થા ખાતર પણ મારે કંચન રાખવું પડે છે. આવી પ્રવૃત્તિ લક્ષણ સંન્યાસરૂપ પ્રવ્રજ્યા છે. 2010_05 Page #269 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગથી ચારિત્ર મહાન છે ચારિત્રમાં જ્ઞાનયોગ છે સંસારમાં અજ્ઞાન અને મોહનો સંબંધ છે. સંસારમાં રાગથી જીવવાનું, રાગથી મોટા થવાનું, રાગથી મરવાનું, પરલોકમાં દુર્ગતિમાં જવાનું. ચારિત્રમાં, જ્ઞાનયોગ વિના મોક્ષ નથી. ત્યાં પ્રત્યેક ક્ષણે જ્ઞાનયોગમાં આત્માને રમાડવાનો છે. જ્ઞાનયોગ એ શુદ્ધ તપ છે. આત્મા પર રહેલાં કર્મોને તપાવે તે તપ. ખાલી શરીરની ધાતુને તપાવે તે તપ નથી. કર્મને તપાવે તે વાસ્તવિક તપ છે. “તપસા નિર્જરા ચ” તપથી નિર્જરા અને ચકારથી સંવર થાય છે. એ વાસ્તવિક અત્યંતર તપ છે. અત્યંતર તપ બાહ્ય તપ વિના ટકી શકતું નથી. ઉપવાસાદિ તપ કરી શરીરને તપાવ્યું - પણ અંદરમાં કષાય ભર્યા છે, જ્યુશ છે તો તેને તપ કઈ રીતે કહી શકાય ? ઉપવાસનો અર્થ શું છે ? ઉપ = સમીપે; વાસ = રહેવું. આત્માની નજીકમાં રહેવું એટલે કષાયરહિત બનવું. આત્માની નજીકમાં આત્માનું શુદ્ધ આનંદમય સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપ છે તેમાં રહેવું તે ઉપવાસ છે. આત્મા કષાયમાંથી ખસીને સ્વરૂપમાં જાય તો ઉપવાસની એ વ્યુત્પત્તિ ત્યાં ઘટી શકે છે. અને આત્માએ સ્વરૂપમાં રહેવા માટે, કષાયથી દૂર જવા માટે વિષયથી દૂર રહેવું જ પડે. વિષયાસક્તિ એ કષાયોત્પત્તિનું બીજ છે. શરીર, સ્ત્રી, પૈસા પણ વિષય છે. સંસારમાં અંદરમાં મોહ, અજ્ઞાન, રાગાદિ ભરેલા છે. બહારથી વિષયોથી ભરેલો સંસાર છે. સંસારમાં વિષયોથી જીવો જીવી રહ્યા છે. એકબીજાની હૂંફે જીવી રહ્યા છે, અને જરૂર પડે ત્યારે તમે યોગદાન ન કરતાં બેવફા બનો છો તે અજ્ઞાનદશા છે, રાગદશા છે. જીવ વિષયોની નિકટમાં ગયો એટલે કષાય થાય જ. દારૂ અને દેવતા ભેગા કરો પછી ભડકો ન થાય ! એવું બને ? ભડકો થાય જ ને ? અંદરમાં પડેલા સંસ્કારો તે દારુગોળો છે. નિમિત્ત મળે એટલે ચિનગારી સળગી સમજવી, આ બંને ભળતાં ભડકો થાય જ છે. એના સંનિધાનમાં રાગાદિ હોય જ, જ્યાં રાગાદિ હોય ત્યાં ઉપવાસ હોય ? ઉપવાસ ન હોય તો આંબેલ છે એમ કહેવાય ? સંસારમાં મોહયોગ છે. અતિશય પાપના ઉદયવાળું આ તમારું સ્થાન છે. ક્ષણેક્ષણે તેમાં પાપનો બંધ થાય છે. ક્ષણે ક્ષણે અશુભ અનુબંધ કરાવનારું સ્થાન છે. પરલોકમાં દુર્ગતિ અપાવનાર છે. સંન્યાસ મહાન છે. અને તેનો પ્રતિપક્ષી ગૃહસ્થવાસ અશુભ છે. સંસારમાં વિષયો છે માટે કષાય છે. સંસારમાં પહેલો ઊંચામાં ઊંચો વિષય સ્ત્રીતત્ત્વ 2010_05 Page #270 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગથી ચારિત્ર મહાન છે ૨૪૭ છે. જેના કારણે ધુરંધરો પણ કર્યા છે. ચોવીસ કલાક પરમાત્માને ઘંટો એ શુભ વિકલ્પ છે. અને ચોવીસ કલાક પત્નીને, દીકરા – દીકરીને, પૈસાને, વ્યાપાર – ધંધાને ઘૂંટો એ અશુભ વિકલ્પ છે. વિકલ્પોની પરંપરા એ વિકલ્પોનું અમરત્વ છે. એનાથી સંસાર ચાલે છે. વિકલ્પોને અમર બનાવ્યા તેને ભવોભવ મરવાનું છે. ભવોભવ દુર્ગતિમાં જવાનું છે. ઘરમાં સમતા ભાવે રહો છો કે રાગથી રહો છો ? રાગ એ સમતા નથી. રાગ તો આત્માનો મહાઘાતક છે. રાગ – વૈષ બન્ને જાય ત્યારે સમતા આવે છે. રાગ વિના એક ક્ષણ જીવી શકતા નથી. અસંગ, મૌન, એકાંત ત્રણે આ સાધના માટે અતિશય જરૂરી છે. સંસારમાં સંગ છે, અસંગ નથી, એકાંત નથી. બધા વચ્ચે રહેવાનું છે. સંગ વિના ન રહેવાય તો સત્સંગ કરો. સંગી, રાગી જીવ જે કરે તે અહિતકર છે. મૌન ન રહેવાય તો પરમાત્મા સાથે વાત કરો. જેના ઉપર રાગ થાય, દ્વેષ થાય એ વિષય છે બંગલા - ફર્નિચર એ પણ વિષય છે. બંગલા – ફર્નિચર ઉપર ઇન્દ્રિય ચોટે એ રાગ છે. બંગલા બાંધતા કેટલાને બગલા બનાવ્યા છે ? જેના ઘરમાંથી એક પણ આત્મા ચારિત્ર લેનાર નથી તે ઘર સ્મશાન છે; સ્મશાનમાં જે હોય. તે તમારા ઘરમાં છે. સ્મશાનમાં મડદાં હોય, લાકડાં હોય, ભડકા હોય પોતાના જીવનમાં ચારિત્રની ઈચ્છા નથી તેની ચેતના મરી ગઈ છે. ભાવપ્રાણજ્ઞાનાદિ રાગાદિથી દબાઈ ગયા છે તે બધા કલેવર છે. આ બધાં ફર્નિચરો તે લાકડાં છે તેના નિમિત્તે થતી રાગાદિ પરિણતિ એ ભડકા છે. તમારું ઘર ઘર કયારે ? જે ઘરમાંથી એક જણ ચારિત્ર લે તો તે ઘરના બધા ચારિત્રની પ્રીતિવાળા હોય છે. એક જણ ચારિત્ર લે તેને સતત ચારિત્ર યાદ આવે, તેના નિમિત્તે પણ સતત ચારિત્ર યાદ આવે. એટલે ચેતના જાગૃત બની. “જ્ઞાનયોગઃ તાઃ શુદ્ધ, જિયાર્થો ગાત્મવત્તલi ક્રિયાત્મનીમાવાતુ ત મોક્ષ સુસાધક – (ધ્યાત્મિસાર યોગથR II) સંસારમાં જ્ઞાનયોગ નથી. સંસારમાં અજ્ઞાન છે. મોહયોગ છે. સંસારમાં રહીને ગમે તેટલો ધર્મ કરો પણ ચારિત્ર આગળ તેની કોઈ મહાનતા નથી. સંસાર એટલે પાગલોના ટોળાની જમાત. સંસારમાં રહીને સંસ્કારો સુધારવા કેટલું કઠિન છે ? કારણ કે બધાને રાગાદિ ભાવોમાં જ રહેવાનું છે. દેવલોક વિષયોથી ભરપૂર છે ત્યાં સંસ્કાર સુધારી શકાય તેવું નથી પણ જ્યાં સંસ્કાર સુધારી શકાય છે તેવા મનુષ્યભવમાં પણ આપણે જો રાગાદિ ભાવો છોડી શકતા નથી તો તે આપણી કમનસીબી છે. અશનાદિ ચાર આહારનો ત્યાગ કરવાથી શાસ્ત્રીય ઉપવાસ કહેવાય છે. રાત્રે ખાવાના વિચાર 2010_05 Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગ-૧ આવવા માંડ્યા, પ્રતિક્રમણમાં રાબડીના, મગના વિચારો આવવા માંડ્યા તો ઉપવાસ ભાંગે કે ન ભાંગે ? ઉપવાસનું પચ્ચખાણ છે. રાત્રે ખાવાના વિચાર આવે છે, પણ તમારી પ્રતિજ્ઞા તો કવલાહારનો ત્યાગની છે. તે તો તમે કરતાં નથી એટલે પચ્ચખ્ખાણ ભાંગતાં નથી. અનાદિનો ત્યાગ એ વ્રત છે. પચ્ચખાણ છે એ વેપાર છે. વેપાર જેમ નફા માટે છે તેમ પચ્ચખાણાદિ વેપાર એ સ્વરૂપમાં જવા માટે છે. અહીં વ્રતનો ભંગ નથી. સ્વરૂપનો ભંગ થાય છે. ઉપયોગ ખાવામાં છે. માટે નિર્જરા ન થઈ. સ્વરૂપમાં જવા માટે ઉપવાસ છે. તે સ્વરૂપમાં તમે ન જઈ શક્યા. વ્યવહારનું ફળ નિશ્ચય છે. પ્રવૃત્તિનું ફળ પરિણામની પ્રાપ્તિમાં છે. ક્રિયાનો અંત ક્રિયાથી નથી, ક્રિયાનો અંત ભાવથી છે. ઘણી ક્રિયા કરીશું પણ બરોબર ન કરીએ તો ક્રિયાનો અંત ન આવી શકે. થોડી ક્રિયા કરીશું પણ બરોબર કરીશું તો ક્રિયાનો અંત ક્ષપકશ્રેણીમાં આવી શકશે. નાનો છોકરો જ નહીં, પણ તમે પણ ઉપવાસમાં વિચાર કરો છો, વિકલ્પ કરો છો, ઈચ્છા થાય છે. છતાં નથી ખાતાં તેથી પુણ્યનો બંધ થાય છે. શ્રદ્ધા છે. માટે ખાતાં નથી, તેથી ખાવાનો વિચાર આવવા છતાં પુણ્ય બંધાય. ખાવાના આ વિચારો ખોટા છે એવું ત્યાં તમે માનો છો. આવા વિચાર ન કરવા જોઈએ એટલી જાગૃતિ છે. એ વિચાર પણ ઊંચો છે. ગમે તે થાય પણ ખાવું નથી એવી શ્રદ્ધા પેલા વ્રતભંગ ન કરવાનું બળ આપે છે, તેથી પુણ્યબંધ કરે છે. એને લાંધણ ન કહેવાય. વૈદ્યના કહેવા પ્રમાણે ત્રણ દિવસ ન ખાવ તો ત્યાં શરીર સુધારવાનો આશય છે. ત્યાં આત્મહિત નથી માટે લાંઘણ છે. અહીં તો પચ્ચખાણ વગેરે લે છે. આ જ જિનવચનની શ્રદ્ધા છે ખાવાનો વિચાર આવે છે, તેથી અલ્પ પુણ્ય બંધાય છે. અને સ્વરૂપમાં રહેવાનો જ વિકલ્પ છે ત્યાં નિર્જરા છે. મહાપુણ્ય બંધાય. ચારિત્ર લીધા પછી સ્વરૂપમાં રહે તેને જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય છે. સ્વરૂપમાંથી બહાર નીકળે તેને દ્રવ્યચારિત્ર છે. જ્ઞાનયોગથી ચારિત્ર મહાન બની શકે છે. ગૃહસ્થાવાસમાં વિષયોની, સંયોગોની, સામગ્રીની પ્રધાનતા છે. ત્યાં જ્ઞાનયોગ બહુ દુષ્કર છે. ચારિત્રમાં જ્ઞાનયોગ બહુ સહેલો છે. ચારિત્ર લીધા પછી વ્રતો ભાંગ્યાં નથી પણ મોજ - શોખ, સુખશીલતા, ભક્ત – ભક્તાણી, ખાવા – પીવામાં જ પડ્યાં તો તે દ્રવ્યચારિત્ર માત્ર પુણ્યકર્મનો મામૂલી બંધ કરાવે. દેવલોકની પ્રાપ્તિ કરાવે પણ પછી સંસાર પરિભ્રમણ ચાલુ રહે. જે ક્રિયામાં સ્વરૂપ પ્રાપ્તિ કરવાનું લક્ષ્ય નથી, ૨૫-૫૦ વર્ષનું જીવન એમ ને એમ પૂરું કરવું છે ? હવે તો અહિંસા સંયમ - તપને જીવનમાં અપનાવો. 2010_05 Page #272 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગથી ચારિત્ર મહાન છે ૨૪૯ તપથી આત્મા ખડતલ બને છે, જિતેંદ્રિય બનાય છે, નિર્વિકલ્પદશા આવે છે, કષાયો કૃશ થાય છે. તપના આટલા બધા ફાયદા હોવા છતાં આજે આત્મા તપ કરવામાં ઉત્સુક બનતો નથી, તપ કરવાથી ખચકાય છે. ખાવાનું સૂઝે છે. ખાવા – પીવાવાળાને છેલ્લે રોગ આવશે ત્યારે અસમાધિ બહુ થશે. આજના રોગો પણ વિચિત્ર છે. ભૂખ્યા રહેવાની ટેવ પાડી હશે તે ફાવી જશે. કર્મોને કોઈની શરમ નથી; સાધુ હશે, ભગવાન હશે તો પણ સત્તાગત કર્મ એનો અબાધાકાળ પૂરો થતાં ઉદયમાં આવશે ત્યારે સહિષ્ણુ વ્યક્તિ જીતી શકશે. બીજાને તો અવશ્ય અસમાધિ થશે, મરણ વખતની સમાધિ જો ઇષ્ટ હોય તો જીવનને સમાધિમાં રાખતાં શીખો. એક વખતનો અમેરિકાનો વિદેશ મંત્રી ડલેશ, તેને કેન્સર થયું. ચીસો પાડે છે. હાયવોય કરે છે. મારું કેન્સર મટાડે તેને લાખ ડોલર ઈનામ આપું કર્મસત્તા કહે છે, “તારા લાખ ડૉલર ચૂલામાં નાખ” તે આર્સ – રૌદ્ર ધ્યાનમાં મર્યો. પૂ.પાદ ભુવનભાનુસૂરિજી મ.સા.ના લઘુબંધુ પદ્મવિજયજી મ.સા.ને પણ તેના સમકાલમાંજ કેન્સર થયું હતું. કેન્સરના રોગમાં તેમણે ૧૬ ઉપવાસ, ૩૦ ઉપવાસ કર્યા અને કર્મનું દેવું ચૂકવીને સમાધિમરણમાં મર્યા. આત્માની મનઃસ્થિતિ ક્યારે બગડે છે ? તે ખબર નથી. માટે નિયમકની જરૂર છે, કલ્યાણમિત્રની જરૂર છે. ધર્મ જીવનમાં નહીં કર્યો હોય તો છેલ્લે કોઈ નવકાર સંભળાવશે તો પણ તે ના પાડશે. આવું ન થાય તે માટે રાગમાંથી ઉપયોગને બહાર કાઢો. અરિહંતમાં ઉપયોગને જોડો. પૂ. પદ્મવિજયજી મહારાજ જીવનભર આરાધના કરી હતી. જીવનભર અરિહંતનું, સિદ્ધનું, સાધુ અને ધર્મનું શરણ અંગીકાર કર્યું હતું, તો ધર્મો રક્ષતિ રક્ષિતઃ એ ન્યાયે ધર્મે તેમનું રક્ષણ કર્યું. સમાધિમરણ, સદ્ગતિની ભેટ આપી અને પરલોકની સાધનામાં અવિરત પ્રયાણ ઊભું રાખ્યું. તમને આજે પાંચ ટાઈમ ખાવા માટે ઓછા પડે છે. એકાસણા - બેસણાનો પણ આજે તપ થતો નથી. માનવભવમાં વિરતિધર્મ છે, તપ ધર્મ છે. તપ દ્વારા કાયાને કસી નાખવાની છે. સંકલ્પ કરો, “ઢેઢું પાતયામિ વા હાઈ સાધવામિ '' આવા દઢ સંકલ્પથી સિદ્ધિ થાય છે. અને આત્માનો શુદ્ધ આનંદ પ્રાપ્ત થાય છે. જ્ઞાનયોગથી મોક્ષ છે. જ્ઞાનયોગથી ક્ષપકશ્રેણી મંડાય છે. આત્મા જ્યારે ઈદ્રિયોના વિષયોમાંથી મનને ખેંચી લે છે, અને અંદરમાંથી ગુણનો આનંદ મેળવે છે - તે જ્ઞાનયોગ છે. આજે ચારિત્ર ગમે નહીં, ચારિત્ર લેવાનું જે ઇચ્છે નહીં તેનામાં શું જૈનત્વ છે ? તે જૈન કહેવાય ? જૈનત્વ એ મોહનીય કર્મના ક્ષયોપશમમાંથી છે. અને સમ્યક્ત્વની પ્રાપ્તિથી 2010_05 Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫o યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ છે. પ્રવ્રજ્યા એ જ્ઞાનયોગના સ્વીકારરૂપ છે. સંસાર પ્રત્યેથી વૈરાગ્ય આવ્યો છે તે જ આત્મા પ્રવ્રજ્યાનો અધિકારી છે. સંસાર પ્રત્યે જેને વૈરાગ્ય નથી તે પ્રવજ્યા લઈને શું કરશે ? પ્રવજ્યા લઈને આગળની ભૂમિકાએ ક્ષયોપશમ ધર્મનો ત્યાગ ધર્મસંન્યાસયોગમાં કરવાનો છે. ભવવિરક્ત આત્મા પ્રવ્રજ્યાનો અધિકારી છે. સંસાર એકેય પડખેથી સારો ન લાગવો જોઈએ. સંસારની કોઈ અનુકૂળ વાત પણ જો પસંદ પડી હોય તો સમજવું કે તેના વૈરાગ્યની કચાશ છે. પ્રકૃત્યા નિર્ગુણ સંસારનું યથાવતું દર્શન થઈ જાય પછી રતિનો સવાલ જ રહેતો નથી તો પછી રાગ તો ક્યાંથી જ થાય ? સંસાર વિષય-કષાયની પરિણતિ સ્વરૂપ છે. ૧૮ પાપસ્થાનકની પરિણતિ સ્વરૂપ છે, તે ટોટલી ખરાબ છે સંસારમાં સોગંદ આપીને પણ સારું કહેવા જેવું કંઈ નથી અર્થાત્ કશું જ સારું નથી. સાચવવા જેવી કોઈ ચીજ હોય તો ઈજ્જત. સાંભળવા જેવી કોઈ ચીજ હોય તો ગુણ. પચાવવા જેવી કોઈ ચીજ હોય તો બુદ્ધિ. માંગવા જેવી કોઈ ચીજ હોય તો સંતોષ. આપવા જેવી કોઈ ચીજ હોય તો ક્ષમા. ગળી જવા જેવી કોઈ ચીજ હોય તો અપમાન. જીતવા જેવી કોઈ ચીજ હોય તો પ્રેમ. હારવા જેવી કોઈ ચીજ હોય તો અનીતિ. પીવા જેવી કોઈ ચીજ હોય તો ક્રોધ. ખાવા જેવી કોઈ ચીજ હોય તો ગમ. દેવા જેવી કોઈ ચીજ હોય તો દાન. લેવા જેવી કોઈ ચીજ હોય તો જ્ઞાન. બોલવા જેવી કોઈ ચીજ હોય તો સત્ય. પાળવા જેવી કોઈ ચીજ હોય તો અહિંસા વાંચવા જેવી કોઈ ચીજ હોય તો જીવદયા. છોડવા જેવી કોઈ ચીજ હોય તો મોહ. - - 2010_05 Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાનો અધિકારી કોણ ? આપણી વાત ચાલે છે પ્રવજ્યાનો અધિકારી કોણ ? શાએ તેના ૧૬ ગુણો બતાવ્યા છે. (૧) કાશિત્પન્નઃ (૨) વિશિષ્ટ જ્ઞાતિવાન્વિત: (૩) ક્ષીપ્રાયર્નમ: (४) तत एव विमलबुद्धिः (५) दुर्लभं मानुष्यं, जन्म मरणनिमित्तं, संपदश्चपलाः विषया दुःखहेतवः, संयोगे वियोगः, प्रतिक्षणं मरणं, दारुणो विपाकः ત્યવતસંસારનૈષ:, (૬) તત વ તાવિત:, (૭) પ્રતનુવષય:, (૮) મન્વહારિક, (૯) કૃતજ્ઞ, (૧૦) વિનીત:, (૧૧) પ્રાપિ {ીનામાત્યપરનનવિહુમતા, (૧૨) દ્રોહારી, (૧૩) વાડ, (૧૪) શ્રાદ્ધ, (૧૫) સ્થિર, (૧૬) समुप-संपन्नः (૧) આર્યદશોત્પન્ન. આદિશમાં જન્મેલાને સહજ રીતે ત્યાંગને અનુરૂપ બુદ્ધિ થાય છે. અનાર્યમાં એકલો ભોગ છે ત્યાં ત્યાગ જેવી વાત નથી. ત્યાં અવિવેક રહેલો છે. અનાર્યની પ્રામાણિકતાનાં વખાણ કરો છો ? પણ તેની કક્ષા કઈ છે તે તો તપાસો, “ખાળે ડૂચા ને બારણાં ઉઘાડાં' જેવી અવસ્થા હોય તો તે કઈ રીતે પ્રશંસનીય બને છે ? આર્ય પાપભીરુ હોય છે, પરલોકષ્ટિવાળો હોય છે, અન્યાય, અનાચારથી આવતા ધનાદિને વોસિરે વોસિરે કરનારો છે, ભીખી-માગીને ન ખાવું, પત્ની પુત્રાદિ પરિવારવાળો છું – એ માટે ન્યાય - નીતિથી મેળવું – આવી જેની આસ્થા છે તે આર્ય છે. આ ઉત્સર્ગમાર્ગની વ્યાખ્યા છે. આજે દેશ-કાળ વિચિત્ર બન્યા છે. દેશ-કાળને અનુસાર આજે જીવનનિર્વાહ માટે જરૂરી છે તેટલું જ ઉપાર્જન કરે. અનિવાર્યને પણ હેય માને, શક્તિ અનુસાર મેળવીને અધિકને સાત ક્ષેત્રમાં કીર્તિના પ્રલોભન વગર ખરચે. તો આર્યત્વ ટકી શકે પેટના બદલે પટારા ભરે તે બધા આર્ય નહીં પણ અનાર્ય છે, ત્યાં એક પણ અપવાદ નહીં. પટારા ભર્યા પછી મોજશોખમાં વાપરો છો કે પરોપકારમાં વાપરો છો ? સારા માર્ગમાં ખર્ચી નાખો. તે પણ ગુપ્ત રીતે. તો તમને સારા કહીશું. મોજ-શોખ, એશ-આરામ; અમર્યાદા આ બધું અનાર્યત્વ છે. આર્યનું જીવન મોજ-શોખ-પ્રધાન ન હોય. વિવેકી હોય, તે માતાપિતાનો પૂજક હોય. ક્ષેત્રથી આર્ય હોય પણ સ્વભાવે અનાર્ય હોય તો કર્મબંધ તો ચાલુ જ રહેશે. પણ આર્યક્ષેત્રમાં કલ્યાણમિત્રનો સુયોગ મળે અને તે જીવ તેનું આલંબન લે તો બચી શકાય તેમ છે. 2010_05 Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ (૨) વિશિષ્ટ જાતિકુળમાં જન્મેલો હોય સારી જાતિ-કુળમાં જન્મેલાને કેટલો બધો લાભ છે ? એમાં સારા સંસ્કારો સહજ મળેલા છે. (૩) “ક્ષીણપ્રાય:કર્મમલઃ' કર્મથી હળુકર્મી હોય. ભારે કર્મી ન હોવો જોઈએ. ભારેકર્મી દુબુદ્ધિને આધીન હોય છે. દુબુદ્ધિ એ સંસારનો પાસપોર્ટ છે. ચારિત્ર એ પારસમણિ કરતાં કિંમતી છે તો ચારિત્રસંપન્ન આત્મામાં સદ્દબુદ્ધિ હોવી અત્યંત જરૂરી છે. ચારિત્ર એ આત્માને પરમાત્મા બનાવે છે. મનુષ્યભવ અને તેમાં પણ જીનશાસન પામ્યા પછી બુદ્ધિને નિર્મળ કરવી જ રહી. બુદ્ધિની મલિનતા જેવું એકે પાપ નથી. (૪) મનુષ્ય નિર્મળ બુદ્ધિને સતત ટકાવી રાખવી જોઈએ. માનવતાથી નિર્મળ બુદ્ધિ સ્વચ્છ બને છે સજ્જનતાથી નિર્મળ બુદ્ધિ વધુ સ્વચ્છ બને છે. અનાસક્તતાથી નિર્મળ બુદ્ધિ વધુ સ્વચ્છ બને છે. ત્યાગથી નિર્મળ બુદ્ધિ વધુ સ્વચ્છ બને છે. અપ્રમત્તતાથી નિર્મળ બુદ્ધિ વધુ સ્વચ્છ બને છે. અને બુદ્ધિ સ્વચ્છતમ બનતાં જીવ ક્ષપકશ્રેણી માંડે છે. બુદ્ધિ એ ચૈતન્યનો ઉપયોગ છે. એને બગાડવી એના જેવી મૂર્ખતા એકે નથી. (૫) (i) “મનુષ્યભવ દુર્લભ છે” એવું જ્ઞાન હોવું જરૂરી છે. બે બળદ છે, એક માંદો પડે, બીજો બળદ એનો ભાઈ છે એને લાગણી છે તો ય તે બળદ એની સેવા કરી શકે ? ચાકરી કરી શકે ? એને દવા પીવડાવી શકે ? કંઈ ન કરી શકે. કારણ સેવા માટે બે હાથ નથી. પાપના ઉદય સંસ્થાન તિરછું મળ્યું તેથી બે હાથને બદલે બે પગ વધારે મળ્યા. તેથી કર્મયોગ ગયો. મનુષ્યને પુણ્યના ઉદયે ઊર્ધ્વસંસ્થાન મળે છે જેમાં બે હાથ સાથે બુદ્ધિ મળે છે માટે કર્મયોગ, ઉપાસનાયોગ, જ્ઞાનયોગ બધું જ સાધી શકે છે. દેવલોકમાં સેવા નથી, કર્મયોગ નથી, સુખાસીનતા છે - કારણ કોઈ માંદું જ પડતું નથી અને બધા જ સુખી છે માટે ત્યાં કોઈ લેનાર જ નથી. તિર્યંચમાં સેવા નથી, કર્મયોગ નથી, પરાધીનતા છે. નરકમાં સેવા નથી, કર્મયોગ નથી, દુઃખાધીનતા છે. સેવા-કર્મયોગ, દયા-દાન, કુદરતે મનુષ્યભવમાં આપ્યા છે. તમે સેવા કરી શકો છો, દયા-દાન કરી શકો છો. દયા-દાન એ અધ્યાત્મનો પાયો છે. તેરાપંથી દયા-દાનનો અપલાપ કરે છે તે ખોટું છે. દયાદાનનો અપલાપ કરનારા ધર્મના મૂળ ઉપર કુઠારા ઘાત કરે છે દયા-દાન 2010_05 Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાનો અધિકારી કોણ ? ૨૫૩ ગયાં એટલે કોમળતા ગઈ અને તેથી ધર્મબીજનું વાવેતર ન થાય. નિર્દયતાથી, નઠોરતાથી હૃદયભૂમિ અયોગ્ય બને છે. કઠોરભૂમિમાં વાવેતર ન થાય તેમ નિર્દય હૃદયભૂમિમાં ધર્મબીજનું વાવેતર જ ન થઈ શકે. તમે આ મનુષ્યભવમાં તપ-ત્યાગ વગેરે કંઈ ન કરી શકો તો પણ ખાલી દયા-દાન કરીને જાવ તો ય મનુષ્યજીવન સફળ બની જાય છે. તિર્યંચો કેટલા સુખી ? ખાવાની-પીવાની-પૈસા કમાવવાની ચિંતા નહીં, ઘર બનાવવાની, કે ઘરમાં રહેવાની ચિંતા નહીં. તમને કેટલી બધી ચિંતા છે ? છતાં મનુષ્યભવ કેમ સારો ? મનુષ્યભવમાં વિવેક મળી શકે છે. પાયાભૂત દાન-સેવા માટે મનુષ્યભવ છે. આપવા માટે આ બે હાથો મળ્યા છે. લેવા માટે નથી મળ્યા. તમે એનો ઉપયોગ આપવા માટે ન કરતાં લેવા માટે કરશો તો આવતા ભવમાં ચાર પગો મળશે. હું તમને શ્રાપ નથી આપતો. પણ જે મળ્યું છે તેનો સદુપયોગ કરીને જાવ એવું સુચન કરું છું. આ ભવમાં ચારિત્ર ન મળે પણ દૈવીગુણોનો વારસો મેળવી શકાય. તિર્યંચોને હાથ અને બુદ્ધિ નથી મળ્યા તેથી તિર્યંચોને પાપકર્મના બહુ બંધ નથી. કેમકે બુદ્ધિના અભાવમાં સંકલ્પ - વિકલ્પ નથી. ગાય - ભેંસ વગેરે જાણે જ્ઞાતા - દ્રષ્ટાભાવમાં આખો ભવ પસાર કરતાં હોય તેવું લાગે છે. માલિક મારે તો સહન કરી લે છે. સહજ રીતે પાપકર્મ બંધાતું નથી. વળી માલિક કહે તેમ કરે છે. એટલે એને માટે મનુષ્યભવ સહેલો છે. પણ આપણને મળ્યું છે છતાં તેનો સદુપયોગ ન કરીએ તો મનુષ્યભવ આપણા માટે દુર્લભ છે. ભવવિરક્ત એ ચારિત્રનો અધિકારી છે. (ii) જન્મ એ મરણનું નિમિત્ત છે. જન્મ એ મરણમાં સમવતાર પામનારું છે. જન્મથી રાજી થવાનું પણ રહેતું નથી, કારણ કે જન્મે છે તે મરે છે. આથી વૈરાગ્ય સહજ બને છે. જન્મ પરાધીન છે, મરણ પરાધીન છે પણ એ બંને વચ્ચેનું જીવન સ્વાધીન છે તેને મોહની આજ્ઞામાં વેડફવું કે પ્રભુની આજ્ઞામાં વાપરવું એ આત્માની વિવેકશક્તિ ઉપર આધાર રાખે (iii) સંપત્તિ ચપળ છે - ચંચળ છે. આવે ને જાય, તેથી તે જાય તે પહેલાં તેનો સદુપયોગ કરી લેવો યોગ્ય જણાય છે. કોઈ પણ વસ્તુને બાંધી રખાય નહીં. તમને કોઈ બાંધી રાખે તો છૂટવા પ્રયત્ન કરો ને ? તિજોરીમાં પડેલી, પૂરી રાખેલી સંપત્તિ ગૂંગળાઈ રહી છે, જવા માટેની તક જોઈ રહી છે. સંપત્તિનો કોઈ પણ સંયોગોમાં સદુપયોગ કરો. મોજશોખ અને વ્યસનોમાં વપરાતી લક્ષ્મી વેડફાઈ રહી છે, જીવનવ્યવહાર માટે વપરાતી લક્ષ્મી વપરાઈ રહી છે અને સાત ક્ષેત્ર અને અનુકંપામાં વપરાતી લક્ષ્મીને તમે વાવી રહ્યા છો. અમેરિકા જવાનું હોય તો ભારતીય ચલણને ડોલરમાં 2010_05 Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ટ્રાન્સફર કરાવવું પડે, લંડન જવું હોય તો ભારતીય ચલણને પાઉન્ડમાં ટ્રાન્સફર કરાવવું પડે તેમ આજની ભૌતિક સંપત્તિને પરલોકમાં લઈ જવી હોય તો પુણ્યમાં ટ્રાન્સફર કરવી પડે. નવ પ્રકારે પુણ્ય બંધાય છે. પાત્રને અન્ન, પાણી, વસ્ત્ર, આસન, શયન આપવાથી, મનના શુભ વિચારથી, વચનના શુભ ઉચ્ચારથી, કાયાની દયા, જયણાપૂર્વકની પ્રવૃત્તિથી અને દેવ-ગુરુ-વડીલ વગેરે ને નમસ્કાર કરવાથી. પહેલા પાંચ પ્રકારમાં પૈસાનો સદુપયોગ છે, પછીના ત્રણ પ્રકારમાં વિવેકનો સદુપયોગ છે અને છેલ્લો નમ્રતા વગેરે ગુણોનો પ્રાદુર્ભાવ છે. ટૂંકમાં પહેલા પાંચ પ્રકારમાં પૈસાનો ત્યાગ છે, પછીના ત્રણ પ્રકારનાં અવિવેકનો ત્યાગ છે અને છેલ્લા પુણ્યના પ્રકારમાં અભિમાન, આસક્તિ વગેરે દોષોનો ત્યાગ છે. આમ પદાર્થનું સ્વરૂપ ચંચળ છે તો તે જાય તે પહેલાં આપણે તેનો સદુપયોગ કરી લેવો જરૂરી છે. કોઈ રીઝાઈન થાય તેમાં મજા કે કોઈને ડીસમીસ કરો તેમાં મજા છે ? પૈસા ચાલી જાય તે પહેલાં પરોપકારાદિ કાર્યોમાં તમે વાવણી કરી લો. પુણ્યથી સંપત્તિ મળે છે, પુણ્યથી ટકે છે, પુણ્યાનુબંધી પુણ્યથી તેનો સદુપયોગ થાય છે. આ સત્ય સમજાઈ જાય તો કોઈ ધનનો સંચય ન કરે. રાજા ભોજનું દૃષ્ટાંત આમાં આદર્શ પૂરો પાડે છે. સાહિત્યપ્રેમી રાજા ભોજ કોઈ કવિ નવો શ્લોક બનાવે તેની કદરદાની કરીને ઘણું દાન આપતા. ગુણીને ગુણની કદર હોય છે. મંત્રીશ્વરને ચિંતા થઈ કે આ રીતે તો ભંડાર ખાલી થઈ જશે, તો શું કરવું ? રાજાને કોણ કહે ? ઉંદરોની સભામાં સર્વાનુમતે ઠરાવ પાસ થયો કે આપણી સલામતી માટે બિલાડીને ગળે ઘંટ બાંધવો. પણ કોણ બાંધે ? આનો અમલ જ શી રીતે થાય ? પણ ગમે તે રીતે રાજાને કહેવું તો ખરું ! એમ વિચારી મંત્રીશ્વરે રાજાના શયનખંડમાં પલંગની સામે શ્લોકનું એક ચરણ લખ્યું, આપળે ધન રક્ષેત્.” આપત્તિના સમય માટે ધનની રક્ષા કરવી જોઈએ. બુદ્ધિશાળી રાજા ભોજ વાંચીને પોતા માટે કરાયેલી ટકોરનો સહજપણે ઉત્તર આપતું બીજું ચરણ લખે છે, “માયુવતઃ વૈદ્યાપ:' ભાગ્યશાળીને આપત્તિ ક્યાંથી હોય ? મંત્રીશ્વરે પણ ત્રીજું ચરણ લખ્યું.” “વાવવું પિતો હૈવ ક્યારેક ભાગ્ય વીફરી જાય તો ? રાજા ભોજે પણ આ જવાબનો વિજયી ફટકો મારતાં લખ્યું કે, “તાં સંચિતોડપિ વિનશ્યતિ ” ત્યારે ભેગું કરેલું પણ ચાલી જશે.” આમ સંપત્તિનો સન્માર્ગે વ્યય કરતાં જ તેની વૃદ્ધિ થાય છે. કૂવામાંથી પાણીની ડોલ ખેંચતાં પાણી નીકળતું જાય છે તેમ નીચેની સરવાણીમાંથી પાણી પુરાતું જાય છે. આપવાથી વધે છે આ સિદ્ધાંતમાં વિશ્વાસ રાખો, 2010_05 Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાનો અધિકારી કોણ ? ૨૫૫ “ખાયા સો ખો ગયા', દીયા સો લે લીયા” બસ આ વાતને યાદ રાખો. જે જમે છે તે જસલોકમાં જાય છે. જે જમાડે છે તે જગદીશ્વરને જુએ છે. જે જમા કરે છે તે જમલોકમાં જાય છે. (iv) વિષયા દુઃખહેતવઃ વિષયો એ દુઃખનું કારણ છે. વિષયોમાંથી સુખ મળતું નથી, સુખ મળે છે એ ભ્રાંતિ છે, ભ્રમણા છે illusion છે. દુ:ખ મળ્યા વિના રહેતું નથી. પણ જ્ઞાનીની આ વાતને મોહરાજાની વફાદારીને દૂર કરીને જોશો તો જ દેખાશે. અનાદિકાળથી અંતરાયકર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત છે. અંતરાયકર્મ આખું દેશઘાતી છે એટલે ક્ષયોપશમ તો હોય જ છે. હવે ભોગાંતરાયકર્મનો પણ ક્ષયોપશમ છે. સ્વરૂપને નથી પ્રાપ્ત કર્યું તે જીવો પુદ્ગલને પ્રાપ્ત કરીને સુખી થાય છે. પણ એક વખત આ અનુભવને દૂર કરો – પુદ્ગલથી સુખ મળતું જ નથી જ્ઞાનસારમાં તૃપ્તિ અષ્ટકમાં આ વાત કહી છે. पुद्गलैः पुद्गलास्तृप्तिं यान्त्यात्मा पुनरात्मना । પરણિતનારો, જ્ઞાનિનસ્તર પુષ્યતે | (૫). પુદ્ગલોથી પુદ્ગલો તૃપ્તિ (ઉપચય)ને પામે (વધે - પુષ્ટ થાય) અને આત્માથી (ચૈતન્યાદિ ગુણોથી) આત્મા તૃપ્તિને પામે, છતાં પુદ્ગલોની તૃપ્તિને (પુષ્ટિને) આત્માની તૃપ્તિ માનવારૂપ મિથ્યા ઉપચાર કરવો તે જ્ઞાનીને ઘટતું નથી. આ વિષયોમાં સુખબુદ્ધિ એ જ દુઃખનું કારણ છે. દુર્ગતિનું કારણ છે. પાપ કર્મબંધ કરાવનાર છે. | (iv) સંયોગે વિયોગ : સંયોગમાં જે વિયોગ જુએ તેનો વૈરાગ્ય ઊંચો છે. તમને બંગલા બાંધતાં જ ખંડેર દેખાય છે ? ભાવિ વિયોગ અત્યારે જુઓ તો શું રાગ થાય ? અત્યારની અવસ્થાને સ્મશાનમાં પડેલી રાખ જુઓ તો કયો કુશાગ્રબુદ્ધિ એમાં રાગ કરે ? પહેલી અનિત્ય ભાવના શા માટે મૂકી ? જડત્વ ભાવના કેમ ન મૂકી ? અનિત્ય જ કેમ ? કારણ કે નિત્ય એવો જડ પદાર્થ નુકસાન કરતો નથી. દા.ત. ધર્માસ્તિકાય વગેરે. પદાર્થ જડ હોતે છતે પણ નિત્ય છે. તો તે આત્માને હાનિકર બનતા નથી. કારણ કે જડ અને નિત્ય હોય તે નિયમા અરૂપી હોય અને રાગનું કારણ બને નહીં. અનિત્ય તત્ત્વ રાગનું કારણ બને છે. પરમાણુ, સિદ્ધો, ધર્મ, અધર્મ, આકાશ ત્રણ જીવને રાગાદિ કરાવી શકતા નથી. પરમાણુ અતિ સૂક્ષ્મ છે. પરમાણુ રૂપી છે. પણ નિત્ય છે. ધર્માદિ ૩ નિત્ય છે પણ અરૂપી છે તેથી રાગાદિ કરાવી શકતા નથી. અનિત્ય અને રૂપી હોય તે આત્માને રાગાદિ કરાવવા દ્વારા નુકસાન કરનારા છે. 2010_05 Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પ'ની પંચાત આપણને રાગાદિ કરાવનાર કોણ છે ? પુદ્ગલનો “૫', પત્નીનો “પ', પૈસાનો “પ”, પરમાણુ “પ”, પપ્પાનો પ”. પરમાત્માનો “પ”, બધી રામાયણ “પ”ની છે. જેમાંથી પ વર્ગ નીકળી ગયા છે એટલે અપવર્ગ = મોક્ષ = પરમ શાંતિ “પ વર્ગ” એટલે બારાખડી પણ નથી આવડતી ? પ, ફ, બ, ભ, મ, - પ = પીડા, ફ = ફાઈટ, ફિકર, બ = બીમારી, ભ = ભય; મ = મરણ. - પુદ્ગલનો “પ” છે, અને પરમાત્માનો “પ” છે. બે “પ'માં શું ફરક છે ? પુદ્ગલ બહુરૂપી છે. પરમાત્મા એકરૂપી છે. પત્ની રોજ નવાનવાં નાટક કરે તો ગમે કે ન ગમે ? તમે કંટાળી જાવ. કલાકે કલાકે રોજ નવાં નવાં રૂપ કરે તો કહો ને કે જા તારે પીયર ! બહુરૂપીને કોઈ પહોંચી શકે નહીં. પુદ્ગલના સંગે અનંતા નાટક કર્યા, છતાં અંત આવ્યો નહીં. પરમાત્મા એકરૂપી છે. સવારે - બપોરે - સાંજે એક સ્વરૂપી છે. એની સાથે પ્રેમ કરવામાં કેવી મજા પડે ? તમે બજારમાં – ઘરમાં – ભાઈબંધમાં જુદા છો. બહુરૂપીની માયાને કોઈ પહોંચી વળ્યું નથી. એકરૂપીને જ પહોંચાય. જેને રૂપ નથી તે અરૂપી કહેવાય એ વ્યાખ્યા બરાબર લાગતી નથી. પણ જે “નિત્યઃ એકરૂપઃ સ અરૂપી - જે રૂપમાંથી રૂપાંતર થાય તે રૂપી. અને જેવું રૂપ અર્થાત્ સ્વરૂપ નિત્ય એક જ રહે - જેમાં ફેરફાર થાય નહીં તે અરૂપી એવી જ રીતે જ નામમાંથી નામાંતર થાય તે નામી અને જેનું નિત્ય એક જ નામ હોય તે અનામી. સંસારમાં નામમાંથી નામાન્તર, રૂપમાંથી રૂપાન્તર અને કાર્યમાંથી કાર્યાન્તર થયા કરે છે માટે સંસારી જીવો નામી અને રૂપી છે જ્યારે સિદ્ધોમાં આવું થતું નથી માટે સિદ્ધો અનામી, અરૂપી છે. સિદ્ધાત્મા, મુક્તાત્મા, પરમાત્મા બધે એક જ સ્વરૂપને સૂચવનારા છે માટે અનામી છે. પુદગલને ઓળખવું કઠિન છે. પરમાત્માને ઓળખવા સહેલા છે. અનંતકાળથી પુદ્ગલ સાથે રહ્યા, નાચ્યા છતાં એને ઓળખી શક્યા છો ? હવે ભાંજગડ છોડવી છે ? પરમાત્માને પકડવા છે ? - ક્રોધની જ્વાળા હેયે પ્રગટે, તપી જતાં સૌ અંગ; જીભનો કાબુ જતો રહે તો, મચાવે મોટો જંગ. 2010_05 Page #280 -------------------------------------------------------------------------- ________________ યોગસાધના – ઉપયોગશુદ્ધિ રાગાદિ ભાવે પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં ઉત્કટ પ્રવર્તન તે સંસારયોગ છે. સંસારમાં જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. જીવ પોતાની સઘળી શક્તિને એમાં રેડે છે. એમાં પરાકાષ્ઠાનું વીર્ય સ્કુરણ થતાં સાતમી નરકાદિના ભાવો થઈ શકે છે. અને પરાકાષ્ઠાનું વીર્ય સ્કુરણ સ્વરૂપમાં, ચૈતન્યમાં થતાં આ સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે. પોતાની શક્તિનો, વીર્યનો સંચય કરવાનો છે. જે પદાર્થોની ઇચ્છા, પદાર્થો મેળવવા માટે પ્રયત્ન, પદાર્થો મેળવવાનો સતત વિચાર – એ અત્યંતર સંસાર છે. એનો નાશ કરવા માટે પણ ઇચ્છા - વિચાર જોઈએ. સ્વરૂપની ઇચ્છા તીવ્ર બને, તીવ્ર બનાવ્યા પછી તે કેવી રીતે મળે ? તેના વિચારો કર્યા કરીએ, એમાં એકાકાર બનીએ એ ધ્યાન છે. સ્વને જેવો જાણ્યો તેવો વેદવો તે ધ્યાન છે. આનાથી પરપદાર્થમાં જતો આત્મા અટકી જાય છે. અહીં પરપદાર્થની કોઈ પ્રવૃત્તિ નથી. તે અપેક્ષાએ ધ્યાન અક્રિય છે. અને સ્વરૂપની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ હોવાથી તે અપેક્ષાએ ધ્યાન સક્રિય પણ છે. સંસાર = ઇચ્છવું, બોલવું, વિચારવું, યાદ કરવું, સ્મૃતિ. જ્યાં ઇચ્છવું, બોલવું, વિચારવું, સ્મરણ કરવું નીકળી જાય તો પછી સંસાર રહે જ ક્યાંથી ? ઇચ્છા કાઢી નાખો, વિચાર કાઢી નાખો, ક્રિયા કાઢી નાખો તો સંસાર છે જ શું ? મતિજ્ઞાનના ઉપયોગમાં અવળા પ્રયત્નોથી સંસાર ઊભો કર્યો છે. એની ઇચ્છા, એને અનુરૂપ વિચાર, એને અનુરૂપ ક્રિયા, એનું સ્મરણ, આ જ અત્યંતર સંસાર છે. તમે કાંઈ ઇચ્છો નહીં, બોલો નહીં, વિચારો નહી, યાદ કરો નહીં તો આત્મા એના ઘરમાં રહે છે. - ઘરમાં રહેવું એ મોક્ષમાર્ગ છે. સમ્યક્ત્વપ્રાપ્તિ થયા પછી કર્મોમાંથી સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઘટે ત્યારે ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણી વગેરે પ્રાપ્ત થાય છે. તેમાં ક્ષયોપશમ ભાવના ધર્મનો સંન્યાસ પ્રાપ્ત થાય જ્યારે ચારિત્રના પ્રાપ્તિકાળે પ્રવૃત્તિ લક્ષણ ધર્મસંન્યાસ યોગ આવે છે. અર્થાત્ પરમાત્મ પૂજા, સાધર્મિક ભક્તિ, સુપાત્ર દાન, આરંભ - સમારંભથી થતાં આ ધર્મોનો – યોગનો - ત્યાગ થાય છે. પ્રવ્રજ્યામાં એકલો જ્ઞાનયોગ સાધવાનો છે. જ્ઞાનયોગ એટલે જેમાં આનંદ લૂંટવાનો છે. જ્ઞાન એ જ્ઞાન માટે નથી. જ્ઞાન એ જ્ઞાન માટે હોય તો એ જ્ઞાન બોજા રૂપ છે. કેવળજ્ઞાન શા માટે પ્રાપ્ત કરવાનું ? કેવળજ્ઞાનથી જેમ જગતના 2010_05 Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ શેય પદાર્થો જણાય છે તેમ કેવળજ્ઞાનથી પોતાના અનંત આનંદ સ્વરૂપને વેદવાનું છે. જ્ઞાનયોગની પ્રચંડ તાકાત છે. જ્ઞાનયોગથી દુ:ખનો અંત આવે છે. પુદ્ગલથી વૈરાગ્ય અને સ્વરૂપની રુચિ થઈ ત્યારથી જ્ઞાનયોગ શરૂ થાય છે. સંસારમાં આવો જ્ઞાનયોગ સ્પર્શી શકતો નથી. ચારિત્રમાં આવો જ્ઞાનયોગ સહેલાઈથી સ્પર્શી શકે છે. જ્ઞાનયોગનો અધિકારી કોણ બની શકે ? જેને આત્માનંદની રુચિ છે. તે જ્ઞાનયોગનો અધિકારી છે. સંસારમાં કાં તો વિષયોનું સુખ છે કાં તો આત્માનો આનંદ પડ્યો છે – આ બેમાંથી કોઈ પણ એક વિના જીવ જીવી શકતો નથી. જ્ઞાનમાંથી આનંદ ક્યારે આવે ? જ્ઞાનમાંથી રાગાદિ પરિણતિ તૂટે તો..રાગાદિ પરિણતિ જ્ઞાનને કલુષિત કરે છે. કલુષિત જ્ઞાનમાંથી કદી આનંદ આવતો નથી. ડહોળાયેલા જ્ઞાનમાંથી આનંદ નથી મેળવી શકાતો એટલે અનન્યગત્યા જીવ વિષયોમાં જાય છે. વિષયોમાંથી આનંદ મેળવવા જાય છે. ચૈતન્ય આત્મા એ સુખનો – આનંદનો પાતાળકૂવો છે. રાગાદિથી કલુષિત થયેલા ચૈતન્યમય આત્માનો આનંદ અવરાયેલો છે. પહેલા ગુણસ્થાનકે જીવ નિર્ણય કરે કે “ક્ષમાધર્મ પામવા માટે મારે આત્માને ક્ષમામય બનાવવો છે,” તો પણ મોક્ષ નિકટ બને. કૂરગડુ મુનિને સંવત્સરીએ ખાતાં ખાતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તેમાં તેના પૂર્વભવની ક્ષમાધર્મની સાધનાનો પ્રભાવ જોવા મળે છે. પૂર્વના ત્રીજા ભવે ચારિત્ર લઈ તેને વિરાધી અંતિમ સમયે આર્તધ્યાનમાં મૃત્યુ પામી એક જંગલમાં જ્યાં બધા નાગ છે ત્યાં પોતે પણ નાગ તરીકે ઉત્પન્ન થાય છે. સાથે ઉત્પન્ન થયેલા નાગોમાં પણ ઘણા બધા આ રીતે સંયમની વિરાધના કરીને આવ્યા છે. હવે એક વખત રાજાના એકના એક પુત્રને નાગ ડસે છે અને રાજપુત્ર મૃત્યુ પામે છે. તે સમાચાર મળતાં રાજાને નાગ ઉપર અત્યંત ગુસ્સો આવે છે અને જંગલમાં રહેલ તમામે તમામ નાગોને મારી નાખવાનો હુકમ કરે છે અને તેના બદલામાં એક એક સોનામહોરનું ઈનામ જાહેર કરે છે. આના પ્રલોભનથી અનેક લોકો નાગને વશ કરવાની વિદ્યા દ્વારા તેને મારી નાખવા લાગ્યા ત્યારે તેમાંના કેટલાકને પોતાના પૂર્વભવનું જાતિસ્મરણ-જ્ઞાન થયું. તેમાં આ કૂરગડુના જીવને પણ પૂર્વભવનું જાતિસ્મરણશાન થાય છે. પોતાનો પૂર્વભવ, વિરાધિત સંયમ અને અહીંયાં નાગ તરીકેનો જન્મ જોતાં સાવચેત થાય છે અને જ્યારે પોતાને કપાવાનો વખત આવે છે ત્યારે પોતાની દૃષ્ટિથી બીજા મૃત્યુ ન પામે તે માટે પોતાના મુખને દરમાં નાખી દે છે અને પાછળથી પૂંછડીના ભાગને તેઓ કાપે છે, જેમ જેમ પાછળનો ભાગ કપાતો જાય છે તેમતેમ શરીર બહાર કાઢે છે અને અત્યંત સમતાભાવમાં રહીને મૃત્યુની વેદનાને સહન કરે છે. ઉપસર્ગના સમયે પીડા આપનાર પ્રત્યે 2010_05 Page #282 -------------------------------------------------------------------------- ________________ યોગસાધના – ઉપયોગશુદ્ધિ ૨૫૯ લેશમાત્ર પરિણામ બગડતા નથી. મૈત્રી-વાત્સલ્ય વિ ભાવો ટકી રહે છે તો ત્યાંથી મરીને તે જ રાજાને ત્યાં પુત્ર તરીકે જન્મે છે. પોતાને પુત્રની પ્રાપ્તિ થતાં રાજા આનંદમાં આવે છે અને હવે મારું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે માટે હવે નાગને મારવાનું બંધ કરાવે છે. આ આત્મા અહીં લલિતાંગકુમાર તરીકે જન્મે છે. બાલ્યવયમાં જ ચારિત્ર લે છે. આત્મકલ્યાણની બુદ્ધિથી જ ચારિત્ર લીધું હોવા છતાં સુધાવેદનીયનો તીવ્ર ઉદય થાય છે. જે અસહ્ય બને છે. માટે પર્વના દિવસોમાં પણ તપ કરી શકતા નથી. પર્વના દિવસોમાં પણ વાપરવું પડે છે પણ તે અશનની આસક્તિથી નહીં પરંતુ અણસણની અશક્તિથી ખાય છે. અને તેથી આસક્તિથી બચવા અને સુધાવેદનીયને શમાવવા એક ઘડો ભરીને કૂર અર્થાત્ ભાત વાપરે છે. માટે તે કૂરગડુ તરીકે ઓળખાયા.. અણસણની અશક્તિથી વાપરતા હતા પરંતુ અશનની આસક્તિથી નહીં, માટે ખાવા છતાં પણ મહાત્મા હતા. આ જન્મમાં જેટલા શુભ સંસ્કારો નાખીશું તેટલો આપણો આગામી ભવમાં વિજય છે. ક્ષમા એ જ ધર્મ છે. ઉપશમભાવ એ જ આત્માનું સ્વરૂપ છે. સાચી સમજ આવ્યા પછી સંસારમાં જન્મ-મરણ બહુ ઓછાં થઈ જાય છે અને ફળરૂપે કેવળજ્ઞાન અને મોક્ષ મળે છે. કાષાયિક ભાવોથી જન્મ ઘણા વધી જાય છે અને એનું ફળ સંસારપરિભ્રમણ છે. વિશ્વમાત્રના જીવો પ્રત્યે મૈત્રી, કરુણા, પ્રેમ, વાત્સલ્યભાવ જેમજેમ વધુ કરશો તેમ તેમ ક્ષમા આત્મસાત્ થશે. જૈનશાસને યોગસાધના પર જે ભાર આપ્યો છે એના કરતાં અનંતગણો ભાર ઉપયોગસાધના પર આપ્યો છે. તમારું ગણિત શું છે ? યોગની સાધના થઈ એટલે શું પૂર્ણવિરામ થઈ જાય છે ? નહિ જ. જીવો પ્રત્યે મૈત્રી આદિ સંસ્કારો આ જન્મમાં બહુ ગાઢ કર્યા હશે તો જ ઉપસર્ગના સમયે ક્ષમા-મૈત્રી ટકી શકશે. જે જીવને મોક્ષે જવું હોય તેણે સામા જીવને દોષિત અપરાધી, જોવાની ભૂલ કરવી નહિ. મૈત્યાદિનું દેઢીકરણ કરશો, એનામાં - સામામાં પરમાત્મભાવ જોતાં શીખશો ત્યારે નિમિત્ત મળે ક્રોધ ન આવતાં ક્ષમા આવશે. જેને ક્રોધના સમયે ક્ષમા આવી, જેને ક્રોધના નિમિત્તે ક્ષમા આવી તે જલ્દી આગળ વધી શકશે; આ જ માનવભવની સાધના છે. ભગવાનને અનાયદેશમાં ઉપસર્ગો થયા છે. છતાં લેશમાત્ર ક્રોધ - દ્વેષ નહીં, એનું કારણ શું ? પચ્ચીસમા ભવે વિશ્વના જીવો પ્રત્યે મૈત્રી, કરુણા દઢ કરી છે જે સંસ્કારના કારણે હવે એ જીવોની ભૂલો દેખાતી નથી. એ જીવો અપરાધી લાગતા જ નથી. ભૂલ મારી પોતાની જ છે. 2010_05 Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ અને બાળ વિકાસ પરવા પંચાચારનું પાલન, ષકાયની રક્ષાની પ્રવૃત્તિ, નિર્દોષ ચર્યા, ગુરુકુળવાસ એ વ્યવહારચારિત્ર છે. આત્મસ્વરૂપમાં રમણતા ઊભી કરી હોય, આત્મસ્વરૂપમાં આનંદ ઊભો કર્યો હોય, આત્મસ્વરૂપ પામવા માટે જ્ઞાનયોગ ઊભો કર્યો હોય એ નિશ્ચયચારિત્ર છે. નિશ્ચયચારિત્રની પ્રાપ્તિમાં પંચાચારનું પાલન સહાયક છે. આત્મસ્વરૂપમાં રતિ, રમણતા, આનંદ આ છે જ્ઞાનયોગ, એ સાધ્ય છે. આંશિક રમણતાથી આશિક મોક્ષ મળે છે. જીવો સાથે વાત્સલ્યનાં બીજો વાવે છે, સાથે વાત્સલ્યના સંસ્કારો ઊભા કરે છે તે આત્મા ઉપસર્ગ વખતે ટકી શકે છે. આંબિલ - ઉપવાસ; સામાયિક, પ્રતિક્રમણ, દાનાદિ ધર્મો એ યોગસાધના છે. સાધુને મન વચન - કાયાની સમ્યપ્રવૃત્તિ, પંચાચારનું પાલન એ યોગ સાધના છે. યોગસાધનાનું ફળ ઉપયોગ સાધના છે. આત્મામાંથી કષાય પરિણતિ, રાગાદિ પરિણતિ દૂર થાય તે ઉપયોગ સાધના છે. ઉપયોગ સુધારવા માટે વચનયોગને-કાયયોગને સુધારવાના છે. અત્યારે ઉપયોગ અને વચન – કાયા બધું એકમેક થયેલું છે માટે ઉપયોગને સુધારવા માટે વચન - કાયાને સુધારવા પડે છે. જીવને કર્મબંધનું કારણ મન છે. મન બગડે એટલે આખી પરિસ્થિતિ બગડે છે. યોગધર્મ કદાચ ઓછો પણ હશે, પરંતુ ઉપયોગશુદ્ધિ ઘણી હશે તો તેના પરિણામે રાગાદિ, કષાય પરિણતિ ઓછી હશે તે મૃત્યુ સમયે મૃત્યુને સુધારીને જશે. જેણે મનુષ્યભવમાં ખૂબ સંસ્કારો નાખ્યા હોય, અને પછી તરત જ બીજો પણ મનુષ્યભવ મળે તો સંસ્કારો વધુ દઢ બને, નવા સંસ્કારો નંખાતા જશે. જ્યારે દેવલોક એટલો ખરાબ છે કે ત્યાં વિષયોની પ્રચુરતા હોવાથી સંસ્કારો લગભગ નાશ થવાનો સંભવ ઘણો છે, પણ સંસ્કારો ટકવાની વાત બહુ દુષ્કર છે. એ તો બહુ વિરલ યોગ્ય જીવને માટે દેવલોક વિશ્રામસ્થાન બને છે અને પ્રયાણભંગ થતું નથી. આ મુનિએ સરાગસંયમ આદરી ચારિત્ર પાળતા પાળતા મોહનો નાશ કરવા માટે ઉદ્યમ કર્યો પણ મોહનો નાશ થયો નહીં, રાગ ઊભો રહી ગયો. સરાગસંયમ એટલે શું ? એનું ફળ શું ? જીવ સમ્યક્ત્વ પામ્યો, ચારિત્ર પામ્યો પણ ચારિત્ર પૂર્ણ ન બન્યું, યથાખ્યાત ચારિત્ર પૂર્ણ ન બને, ત્યાં સુધી ચારિત્ર પરિણામ હોતે છતે પણ મોહ પૂર્ણ ખતમ ન થયો એટલે સરાગસંયમ કહેવાય. સરાગસંયમનું ફળ દેવલોક છે. સંયમની સાથે સંપૂર્ણ રાગ - મોહ ખતમ ન થયો એટલે દેવલોક મળે છે. સમકિતની હાજરીમાં મનુષ્ય – તિર્યંચ દેવલોકનું આયુષ્ય બાંધે છે અને દેવ, નરક હોય તો સમકિતની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય 2010_05 Page #284 -------------------------------------------------------------------------- ________________ યોગસાધના – ઉપયોગશુદ્ધિ ૨૬૧ બાંધે છે. એટલે કોઈ મનુષ્ય મરીને મનુષ્ય થાય તો ચોક્કસ સમજવું કે આયુબંધકાળે સમકિતની હાજરી ન હતી. સમકિતનો પરિણામ જાય, ચારિત્રનો પરિણામ જાય ત્યારે મનુષ્યભવ મળે છે. સંસ્કારો સોલીડ નાખેલા છે એટલે ભલે મનુષ્ય થાય પણ નવમે વર્ષે એ સંસ્કારો ઊભા થાય છે. ફરી મોહના નાશ માટે ઉદ્યમ કરે. ફરી ચારિત્રના સંસ્કારો ઊભા કરે છે. ફરી મનુષ્ય -- ફરી મોહનાશ માટે ઉદ્યમ કરે, આમ વારંવાર સંસ્કાર દઢ થતાં જીવ કર્મો સામે ઝઝૂમવાનું વીર્ય ફોરવી શકે છે. * ભવોભવની સાધનાથી કાર્યસિદ્ધિ થાય છે. કરેલું કાંઈ નિષ્ફળ જતું નથી. હેમચંદ્રાચાર્ય પૂર્વભવમાં યશોભદ્રસૂરિ હતા. ! છે. કુમારપાળ પૂર્વભવમાં જયતાક નામનો લૂંટારો હતો. પાછલી જિંદગીમાં આર્ય યશોભદ્રસૂરિ મળ્યા. તેમણે લૂંટારાનો તિરસ્કાર નથી કર્યો, માર્ગસ્થ કર્યો છે, તેના પરિણામે પાછલી જિંદગીમાં ધર્મ પામ્યો છે. કુમારપાળ થયો છે, ૭૦ વર્ષ ધર્મ પામી ૮૪ વર્ષે કાળ કર્યો છે. ૧૪ વર્ષમાં શાસનપ્રભાવના અભુત કાર્યો કરી પરમાહત્ બન્યા છે. વા વસ્તુપાળ આ ભવમાંથી મહાવિદેહમાં કરચન્દ્ર રાજા થયા. ત્યાં પણ ચારિત્ર લેશે, સારી રીતે પાળશે, ત્યાંથી અનુત્તરમાં જશે. ત્યાંથી મનુષ્ય થઈ ચારિત્ર લઈ મોક્ષે જશે. ઈન – મીન – તીન ભવમાં મોક્ષ થયો. તમારે આ ભવમાં જે મળ્યું છે તે પકડી પકડીને સંસારમાં ભટકવું છે કે સાધના કરી મોક્ષે જવું છે ? આસક્તિથી ખાવું એ ઉપયોગની મલિનતા છે. કુરગડુના સહવર્તી ચાર સાધુઓને માસક્ષમણની સાધના છે. આ યોગસાધના છે. કુરગડુ પાસે ઉપયોગ સાધના છે. યોગસાધના વધે કે ઉપયોગ સાધના ? યોગસાધના ઉપયોગની પૂરક બનવી જોઈએ. સંવત્સરીના દિવસે ચાર મુનિ કુરગડુના વહોરી લાવેલા પાતરામાં = ભાતમાં ચૂંકે છે છતાં કુરગડુ મુનિને ક્રોધ નથી આવતો. કારણકે પૂર્વભવમાં ક્ષમાનાં બીજ નાખ્યાં છે તે ક્ષમાના ગુણાકાર થયા છે. આ ગુણાકાર સીધી ક્ષપકશ્રેણી મંડાવે તેવા થયા. મહાત્માની આ પ્રવૃત્તિને મોક્ષની નિસરણી બનાવી દીધી. મહાત્માનો ઉપકાર માને છે કે આ તપસ્વીઓએ ભોજનમાં ઘી નાખીને ભોજન મિષ્ટ બનાવ્યું. એમના તપનો આદર કરીને ઉપયોગને અંદરમાં વાળ્યો. મહાત્માનો ઉપકાર માને છે. આ મહાત્માએ ઘી નાખ્યું છે બસ, એના આલંબનથી અણાહારી પદની સાધના કરવા માંડી, પોતાના પાપી જીવનને ધિક્કારવા માંડ્યું. સાધનાના પ્રતાપે સામર્થ્યયોગ સાંપડ્યો. એક ભવમાં કરેલી સાધના બીજા ભવમાં કેટલી ઉપયોગી બને છે તે અહીં દેખાય છે. ઉપયોગમાં સ્વરૂપનો ભાવ, ભાન, લક્ષ્ય અને રુચિ વર્તે છે. તે વખતે અંદરમાં આનંદ 2010_05 Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ હોય છે. પ્રેમ અને કરુણાની ભાવનાથી વિષય કષાયનો રસ મંદ પડે છે. તે અંગે તીર્થંકર નામકર્મ બંધાય છે. પૂર્વના ભવમાં જે આત્મા પ્રેમ અને કરુણાનું બીજ વાવે છે તેના પ્રભાવે પછીના ભવે ઉપસર્ગ કાળે ઉપસર્ગ કરનાર જીવ ઉપર દ્વેષ થતો નથી. ભાવભેદ થતો નથી. ઉપસર્ગ કરનાર જીવ પ્રત્યે પણ બ્રહ્મદેષ્ટિ વર્તે છે. જૈનશાસન ત્યાગ કરવાનું કહે છે. તપમાં આહાર ત્યાગ છે, ભાવમાં કષાયનો ત્યાગ છે. દાનમાં પૈસાનો ત્યાગ છે, શીલમાં ઈદ્રિયોની રમણતાનો ત્યાગ છે, સુખશીલતાનો ત્યાગ છે. આમ દાન - શીલ - તપ - ભાવ સ્પર્શે તેને ત્યાગ પ્રધાન ધર્મ સ્પર્યો કહેવાય. અંદરનું છોડો, બહારનું છોડો, તમારું નથી તેને છોડો. અંદરમાં જે કચરા પડ્યા છે તેને છોડો. કષાયો કચરા છે બહારથી વિષયો છોડો, અંદરથી કષાયો છોડો - આ બંને નહીં છોડો તો કર્મસત્તા કહે છે - તો હું તને નહીં છોડું. જ્ઞાની કહે છે જે છોડાય એવું છે તે છોડો, જે છોડાય એવું નથી તેની મમતાને છોડો - દેહ છોડાય એમ નથી તો તપ ત્યાગ, સંયમ દ્વારા એના રાગને તોડી નાખો. એ ભાવથી છોડ્યું કહેવાય. જે છૂટી શકે તેને દ્રવ્ય - ભાવથી છોડવાનું છે ને જે ન છૂટે એવું હોય તેને ભાવથી છોડવાનું છે. જેના મૂળમાં વૈરાગ્ય પડ્યો છે તે સાચા અર્થમાં ત્યાગી છે. ભોગોની વાસનાથી વિષયાસક્તિ નહીં છોડી શકો તો પ્રત્યેક સમયે કામણવર્ગણા ચોટ્યા જ કરશે. એનાથી તમારો આત્મા મલિન, મલિનતર બનતો જશે. આપણે તો ઔદયિકભાવોની તાણમાંથી છૂટી ક્ષયોપશમ ભાવોની સાધના કરીને આત્માના ક્ષાયિકભાવોના ધર્મોને પ્રગટાવવાના છે. આમ થતાં સરાગસંયમ વીતરાગસંયમ બને છે. વૈરાગ્યની પરિણતિ વીતરાગ સ્વરૂપ બને છે. પણ આ સ્થિતિ પામવા માટે સમજવું પડશે કે વિષયો વિડંબના કરનાર છે. વિષયોમાં સુખ દેખાય છે એ માન્યતા મિથ્યાત્વ મોહનીયના ઘરની છે. વિષયોમાં સુખની અનુભૂતિ એ ચારિત્રમોહનીયના ઘરની છે. કર્મના ઉદયે વસ્તુ ગમે, વસ્તુ સારી લાગે તે અવિરતિનો ઉદય છે પણ આ અવિરતિને સારી માને તે મિથ્યાત્વનો ઉદય સમજવો. પદાર્થો ગમવા તે વિરતિનો અભાવ છે, અવિરતિનો ઉદય છે પણ પદાર્થોના ઇષ્ટત્વ ઉપર, ગમા ઉપર અણગમો હોવો જોઈએ. ગમા ઉપર ગમો થાય તે મિથ્યાત્વનો ઉદય સમજવો. અજ્ઞાન દશા સમજવી. કેન્સરનો દર્દી હોય એને સીગરેટ પીવાની ટેવ હોય તેના માટે ધૂમ્રપાન ઝેર હોય, તે જાણતો હોય અને છોડી શકતો ન હોય તો ચારિત્રમોહનો ઉદય સમજવો પણ એ ધૂમ્રપાનને સારું માને તો મિથ્યામોહનો ઉદય છે. અજ્ઞાન છે. એમ મુમુક્ષુ વિષયોને દુઃખનું કારણ માને. છોડી ન શકે એ બીજા નંબરની વાત છે. 2010_05 Page #286 -------------------------------------------------------------------------- ________________ યોગસાધના – ઉપયોગશુદ્ધિ ૨૬૩ v સંયોગે વિયોગ : સંયોગ એ વિયોગને લઈને જ જન્મે છે. એવું જ્ઞાન જેની પાસે છે તે સંયોગનો સદુપયોગ કરી લે છે અને વિયોગકાળે દુ:ખી થતો નથી. માનસશાસ્ત્રના અભ્યાસીઓ એમ કહે છે જે વસ્તુ તમે માનસિક રીતે સ્વીકારેલી હોય તે વસ્તુ ઉપસ્થિત થાય ત્યારે તમને આઘાત લાગતો નથી. સંયોગમાં વિયોગનું દર્શન કરનાર વિયોગ વખતે up-set ન થતાં set-up રહે છે. VI પ્રતિક્ષvi મvi : પ્રતિક્ષણ આયુષ્યના કર્મદલિકો ઉદયમાં આવી આવીને ભોગવાઈને ખલાસ થાય છે. આને આવિચિ મરણ કહેવાય છે. તમારું મૃત્યુ ક્યારે ? તમારું જીવન ક્યારે ? તમે જીવતાં છો કે મૃત્યુમાં છો ? પ્રતિસમય ભાવમરણ ચાલુ જ છે. જ્યારે જીવ રાગાદિ ભાવમાં ગયો, તે સમયે ભાવમરણ છે. અજ્ઞાનીનું સમયે સમયે ભાવમરણ છે. રાગાદિ ભાવ ન કરવા એ જીવન છે. સમ્યક્ત્વભાવમાં રહેવું એ ભાવજીવન છે. અજ્ઞાનદશા કેવી ખરાબ છે. દ્રવ્ય મરણ એક વાર આવે છે. રાગાદિ ભાવમાં જીવે છે. એની સંસારમાં રખડપટ્ટી છે. VIL RUT વિપતિ: કર્મના વિપાકો ભયંકર છે. સુખમય સંસાર ગમી ગયો છે એની કારમી આસક્તિથી જે કર્મો બંધાય છે તેના વિપાકો આવશે ત્યારે આ કશું નહીં હોય. આ બંગલો નહીં હોય, આ પત્ની નહીં હોય, આ છોકરા નહીં હોય, આ જૈનનગરની ભૂમિ નહીં હોય, પ્રકાશ નહીં હોય તમારી દૃષ્ટિ સમ્યક્ત્વ અને ચારિત્ર સુધી પહોંચતી નથી. તમને આ સંસારમાં બધું દેખાય છે અને આ કેમ ન દેખાય ? તમે સંસારને તમારા એંગલથી - દૃષ્ટિકોણથી સારો જુઓ છો પણ એ તમારી દષ્ટિનો અંધાપો છે. સંસારમાં એક પાસું સારું નથી. એકબાજુથી સારો નથી. દૃષ્ટિ વિપર્યાસ એ અસાર સંસારમાં સારમયતા દેખાડે છે. જેમ એળિયાને ગમે ત્યાંથી ખાય તો કડવો, કડવો ને કડવો જ લાગે છે. તેના કોઈપણ ભાગમાં મીઠાશ છે જ નહિ તેમ સંસાર દરેક પાસાથી જોતાં સંક્લેશ, સંક્લેશ અને સંક્લેશમય જ છે. . (૬) સંસારની પ્રકૃતિથી નૈર્ગશ્યતા નિહાળીને જીવ ભવવિરક્ત બને છે. સંસારમાં રાગ કરવાથી ક્યાંક કશું મળતું નથી. વૈરાગ્ય એ ઉત્તમ ચીજ છે. ભર્તુહરિએ કહ્યું છે કે "भोगे रोगभयं, कुले च्युतिभयं, वित्ते नृपालाद् भयं माने दैन्यभयं, बले रिपुभयं, रुपे तरुण्या भयं शास्त्रे वादभयं, गुणे खलभयं, काये कृतान्तात् भयं सर्वं वस्तु भयान्वितं, भुवि नृणां वैराग्यमेवाभयम् ।। 2010_05 Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ભોગની અતિરેકતા રોગજનક છે. સંસારમાં પોષણની ખામીથી મરનારા જૂજ છે પણ ભોગની અમર્યાદ પ્રવૃત્તિથી રોગી, દુઃખી થનારા ને મરનારા ઘણા છે. કુળની - ખાનદાનીની ખ્યાતિને નાશનો ભય છે. ચક્રવર્તી પણ જ્યારે શિલા ઉપર પોતાનું નામ લખવા જાય છે ત્યારે કોઈકનું નામ ભૂંસીને, છેકીને પોતાનું નામ લખે છે એટલે નામી અને રૂપી વસ્તુ ક્યારે પણ શાશ્વત નથી. નામ તેનો નાશ - રૂપ તેનો નાશ. અનામી અને અરૂપી વસ્તુ શાશ્વત હોઈ શકે છે. પૈસામાં રાજાથી, સરકારથી ભય છે. કરના માધ્યમથી રાજા પૈસા લઈ જાય છે. અભિમાનમાં દીનતાનો ભય છે. જ્ઞાન, ઐશ્વર્ય, રૂપ આદિ કોઈનો ગર્વ કર્યો અને કર્મોદયની વિચિત્રતા – જ્ઞાનાદિની હાનિ થતાં ફિયાસ્કો થાય છે. સનત કુમાર ચક્રવર્તી પોતાની સ્નાનાગરની અવસ્થાથી ચકિત થયેલા બ્રાહ્મણો પાસે રૂપનું અભિમાન કરે છે કે આ તો કાંઈ નથી. જોવું હોય તો રાજસભામાં સિંહાસન ઉપર આરૂઢ હોઉં ત્યારે મારું રૂપ જોજો. પણ તે વખતે અશાતાવેદનીયનો ઉદય થતાં સોળ મહાવ્યાધિ લાગુ પડી જતાં બ્રાહ્મણના વેશે આવેલા દેવો આશ્ચર્યચકિત થઈ જાય છે. એટલે આ પૌગલિક કોઈ ચીજનું અભિમાન કરવા જેવું નથી. રૂપની અંદર તરુણી - સ્ત્રીઓનો ભય છે. ક્યારે કોણ કોનો શિકાર બની જાય છે ? તેની કાંઈ ખબર પડતી નથી. શાસ્ત્રમાં વાદ - વિવાદનો ભય છે. ગુણોને દુર્જનનો ભય છે. દુર્જનો ગુણોની અંદર બાકોરું પાડી દે છે. કુસંગ જેવો આત્માનો કોઈ દુશ્મન નથી, શરીરને મૃત્યુનો ભય છે. જગતમાં બધી જ વસ્તુ ભયયુક્ત છે. માત્ર વૈરાગ્ય એ જ અભયપ્રદ હોય છે. સંસારનું આવું સ્વરૂપ સાંભળીને મુમુક્ષુ ભવવિરક્ત બને છે. (૭) પ્રતનું કષાય : મુમુક્ષુના કષાયો પાતળા પડી ગયા હોય છે. તે ચારિત્રમાં કોઈ ગમે તેવી પોતાની ભૂલો બતાવે તો પણ કષાય કરે નહીં પણ સમ્યફ વિચારણા કરે કે મારે મારી ભૂલોને શોધવાની હતી ને કાઢવાની હતી એમાં આમણે મારી ભૂલ બતાવી ને અડધું કામ તો કરી જ આપ્યું છે હવે માત્ર મારે મારી ભૂલો કાઢવી જ રહી. ડોક્ટરો પાસે નિદાન અને દવા બે હોય છે. નિદાન માટે આપણે મોટા ડોક્ટરોની appiontment લઈએ છીએ. આ સજ્જને વગર સૂચને મારી ભૂલ બતાવી મને કૃતાર્થ કર્યો છે હવે તેનાથી હું મારા આત્માને બચાવી લઉં. આવું વિધેયાત્મક ચિંતવન કરવાથી જીવ કષાય કરવાથી અટકી જાય છે તમારી બુદ્ધિજીવિતા કદાચ પ્રશ્ન કરે કે ભૂલ હોય તે બતાવે તો તો સ્વીકારીએ, પણ ભૂલ ન હોય અને આપણી ધોલાઈ થઈ જતી હોય તો શી રીતે સમાધાન કરી શકાય ? ' અરે, ત્યારે પણ વિચારી શકાય કે ભલે આજની આ ભૂલ નથી પણ આ ભૂલ તો મારામાં ચોક્કસ સંભવી તો શકે છે, તો આ મહાનુભાવે પહેલેથી vaccination રસી મૂકીને મારા આત્માનું દોષથી વારણ કર્યું છે. 2010_05 Page #288 -------------------------------------------------------------------------- ________________ યોગસાધના – ઉપયોગશુદ્ધિ ૨૬૫ દરેક માતાઓ પોતાના ત્રણ – ચાર મહિનાના બાળકને પોલિયોની રસી મુકાવે છે Prevention is better than Cure એ ન્યાયે Positive thinking થઈ શકે છે. કોઈ તમારી ભૂલો બતાવે ત્યારે સામો જવાબ ન આપવો પણ એના માર્ગદર્શન ઉપર તટસ્થ ભાવે ચિંતન કરવું. આ બહુ અગત્યની વાત છે. હિતશિક્ષા આપનાર પ્રત્યે ઉદ્ધતાઈ બતાવીશું તો વિકાસનાં બધાં દ્વાર બંધ થઈ જશે. “એને વતાવવા જેવો નથી” એમ માની બધા આપણી ઉપેક્ષા કરશે. એના કરતાં જે કહ્યું તે બરોબર છે. મારા સારા માટે કહ્યું છે તેમ માની તેનું ઉષ્માભર્યું સ્વાગત કરો. તો આપણો ઉત્તરોત્તર વિકાસ શક્ય બનશે. શાસ્ત્રનાં દૃષ્ટાંતો પણ આ જ બતાવે છે. બે સાધુ છે. એકે ચક્રવર્તી કુલમાંથી દીક્ષા લીધી છે. બીજાએ સામાન્ય કુલમાંથી દીક્ષા લીધી છે. આ સાધુપર્યાયમાં મોટા અને ઉત્તમ કુલના હોવા છતાં સામાન્ય કુળવાળો સાધુ એને શીખામણ આપે છે. ત્યારે તમે મને સારી સલાહ આપી, ઊંચી સલાહ આપી એમ બહુત્વ ભાવે સામેથી નમે છે અને તેની વાતનો સ્વીકાર કરે પ્રશ્ન : આવા સંસ્કારો લઈને આવેલા હોય ત્યારે બને ને ? ઉત્તર : બધું જ લાવેલું નથી હોતું. નવું પેદા પણ કરવું પડે છે. તમે જન્મ્યા ત્યારે કેટલા પૈસા લાવેલા ? નવા કેટલા પેદા કર્યા ? ક્યારે તો શરૂઆત કરવી પડશે ને ? સાધક હંમેશાં પુરુષાર્થમાં આગળ વધે તો જ ઉત્થાન શક્ય બને. વિનય વગરનું જીવન નકામું છે. વિનોદ વગરનો દિવસ નકામો છે. વિવેક વગરનો જીવ નકામો છે. 'ત્યાગ વગરનો સંગ્રહ નકામો છે. રાગ વગરનો વિરાગ નકામો છે. વિદ્યા વિનાનો વિચાર નકામો છે. સમજણ વિનાનો આચાર નકામો છે. સદુપયોગ વિનાનું ધન નકામું છે. પુરુષાર્થ વિનાની યુવાની નકામી છે. સંગઠન વિનાનો સમુહ નકામો છે. શાંતિ વિનાનું સ્થાન નકામું છે. સદ્દભાવ વિનાની મૈત્રી નકામી છે. 2010_05 Page #289 -------------------------------------------------------------------------- ________________ માન મૂકીને મહાન બનો દરેક સારી ચીજ પાત્રને અપાય છે. સારી ચીજ આપવા માટે ફક્ત ભાવના ન જોવાય, પાત્રતા પણ જોવી પડે અને પાત્રના જોવામાં ન આવે તો લાભ કરતાં નુકસાન વધારે હોય છે. દા.ત. સંગ્રહણીનો દર્દી હોય એને દૂધપાક જેવી સારી ચીજ આપીએ તો નુકસાન થાય છે. એવી જ રીતે ચારિત્ર જેવી ઊંચી ચીજ આપવામાં પાત્રતા જોવામાં ન આવે તો જીવને તેના નુકસાન વેઠવા પડે છે. ચારિત્ર માટે વૈરાગ્ય જરૂરી છે. જ્ઞાન, તપ, શારીરિક શક્તિ ઓછી વધતી હોય તો ચલાવી લેવાય પણ વૈરાગ્ય અને ગુરુસમર્પણભાવ આવવાથી તેનું કલ્યાણ થાય છે. પાત્રતા વગર દીક્ષા આપવાથી આપનાર અને લેનાર બંનેને સહન કરવું પડે છે. ચારિત્ર લેવા આવનારની પરીક્ષાઓ મૂકી છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તો દીક્ષા આપવી નહિતર તાલીમ આપવી. નેટ પ્રેક્ટીસમાં પાસ થયા વિના કોઈને ટેસ્ટ મેચમાં ઊતરવા ન દેવાય ! કોઈ શ્રીમંત માણસ દીક્ષા લેવા માટે ઉત્સુક થયો હોય તો તેની પરીક્ષા માટે તેને દાનનાં કાર્યો બતાવવાં કે અહીં આપો, ત્યાં આપો, એમ બતાવવાં. તે ના પાડે તો ચારિત્રમોહનો ઉદય સમજવો, તે અયોગ્ય છે. જે દૂરસ્થ પૈસાનો ત્યાગ નથી કરી શકતો તે શરીરની સુખશીલતાનો ત્યાગ કઈ રીતે કરી શકશે ? હૃષ્ટપુષ્ટ શરીરવાળો દીક્ષા લેવા આવે તો તેને તપનો વૈયાવચ્ચનો ઉપદેશ આપવાનો અને એ, તે માટે હોંશે તપ કરવા તૈયાર થાય તો તે ચારિત્ર માટે યોગ્ય કહેવાય. શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે ચારિત્ર આપવાની તૈયારી કરી હોય, બનીઠનીને વર્ષીદાન પણ આપ્યું હોય, ક્રિયા કરવાની શરૂઆત કરી હોય, ફેરા ફરવા માંડે ત્યારે પણ કંઈ અયોગ્યતા દેખાય તો ચારિત્ર ન આપવું...વિલંબ કરવો...યોગ્યતાની ચકાસણી કરીને, ન હોય તો તાલીમ આપીને યોગ્યતાને વિકસાવીને ચારિત્ર આપવું. First deserve, then desire. પહેલાં યોગ્ય બનો, પછી ઇચ્છા કરો. આપણે સંસારમાં પણ પુણ્યની પાત્રતા નહીં હોવા છતાં ઇચ્છા કરીએ છીએ, પુણ્યની મૂડી ન હોવાથી પદાર્થો મળતાં નથી, ધાર્યું થતું નથી અને આર્તધ્યાન કરીએ છીએ. (૮) સંસારમાં અને સંયમમાં સારી રીતે જીવવું હોય તો પ્રતનુકષાય એટલે જીવને ગમ ખાવાની તૈયારી હોવી જોઈએ. ચારિત્ર માટે કષાયો પાતળા હોવા બહુ જરૂરી છે. - મુનિજીવનમાં હાસ્ય ન જ જોઈએ. અથવા અલ્પ હાસ્યાદિ હોય. હાસ્ય એ ગંભીરતાનો અભાવ જણાવે છે. વાતે વાતે હસવું આવે એ આત્મા 2010_05 Page #290 -------------------------------------------------------------------------- ________________ માન મૂકીને મહાન બનો ૨૬૭ અંદરમાં ઠરેલો નથી એની નિશાની છે. શોક = વારંવાર શોક થયા કરે તો તે આત્મા વિષયોની આસક્તિવાળો છે. ભયમાં પણ પરપદાર્થની મમતા આસક્તિ હોય છે. આવા જીવો ચારિત્ર માટે અયોગ્ય છે. મુનિને કાઉસગ્ગમાં એકાગ્રતા વધતાં અવધિજ્ઞાન થયું છે. જ્ઞાનનો ઉપયોગ મૂકીને દેવલોક જુએ છે. ત્યાં ઈન્દ્રાણી રિસાઈ ગઈ છે, ઈન્દ્ર તેને મનાવે છે, આ દશ્ય જોઈ હસવું આવ્યું અને મુનિનું અવધિજ્ઞાન જતું રહ્યું. હસવાથી અવધિજ્ઞાન જાય તો ચારિત્ર રહે ખરું ? ગુણોને લાવવા માટે, ટકાવવા માટે, ગુણોની પૂર્ણતા પ્રગટાવવા માટે એટલે કે ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ માટે ઉત્તમતા જરૂરી છે. ગુણસેનમાં ટીખળ વૃત્તિ હતી તો તે ભવમાં અને ભવોભવમાં કેટલું સહન કરવું પડ્યું ? કોઈને દુઃખી કરીને હસવાની વૃત્તિ, કુતૂહલ વૃત્તિથી ચીકણાં કર્મો બંધાય છે. આત્મગુણોની ભૂમિકા સર્જાતી નથી. સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ ચારિત્ર પામવાની ઇચ્છાવાળાએ હાસ્યાદિ નોકષાયને અંકુશિત રાખવા જોઈએ. હાસ્યાદિ વૃત્તિવાળો કોઈ પણ વસ્તુના હાર્દને પામી ન શકે. વસ્તુના ઊંડાણને પામવા જેટલી ધીરતાનો તેનામાં અભાવ હોવાથી વસ્તુના ઐદંપર્યને તે પામી શકતો નથી. (૯) કતજ્ઞ : કરેલા ઉપકારને જાણનારો. બ્રિાં નાનતિ તિ કૃતજ્ઞઃ ] અને અવસરે એને અનુરૂપ બદલો વાળવાનો પ્રયત્ન કરે છે. જીવ અનંતકાળથી સંસારમાં રખડે છે તેમાં કારણ આ કૃતજ્ઞતાનો અભાવ છે. અહંકારી કૃતજ્ઞ બની શકતો નથી. નમસ્કાર એ અહંકારનો વિરોધી પરિણામ છે. માન મૂક્યા વિના મહાન નથી બનાતું. મહાન બન્યા વિના મોક્ષે જવાતું નથી. માટે જ શ્રીનમસ્કાર મહામંત્રમાં પાંચ પદોમાં “નમો’ મૂક્યું છે. પાંચને બદલે એક વાર જ મૂક્ત તો શું ન ચાલત ? નમો અરિહંતાણં, સિદ્ધાણે એમ ભેગું લખીએ તો ન ચાલે ? ના, “નમો'ની આરાધના એ ઉપાદાનની શુદ્ધિ છે. પંચ પરમેષ્ઠી નિમિત્તકારણ રૂપે અનાદિકાળથી વિદ્યમાન છે તેને નમસ્કાર ન કર્યો માટે આપણું કલ્યાણ ન થયું. સૂરજ તો ઊગી ગયો છે. પણ આંખો. ખોલી નથી તેને કંઈ દેખાતું નથી. આમ પંચ પરમેષ્ઠિપદના પ્રત્યેક પદ ઉપર અતિશય આદર અને બહુમાન જરૂરી છે. તેના સુચક તરીકે “નમો” પદ પાંચ વાર લખેલું છે. શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ ભગવંત સર્વથા અહંકાર વિનાના છે, બાકીના આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ત્રણ અહંકાર કાઢવા માટે મથી રહ્યા છે. અહંકાર એ આત્માનો કઠોર પરિણામ છે. આ કઠોર પરિણામ જ્યાં હોય ત્યાં નમસ્કાર ન આવે. બે હાથ, મસ્તક વગેરેને નમાવવું ને કાયિક નમસ્કાર છે. વાણીથી ઉચ્ચારણ કરો છો તે વાચિક નમસ્કાર છે તે વખતે સ્તુતિ વગેરેમાં આદર – બહુમાન - ભક્તિની છોળો ઊછળે, 2010_05 Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આત્મા દ્રવીભૂત થાય, મન તેમાં ભળી જાય, તે માનસિક નમસ્કાર છે. આ ત્રણે નમસ્કારના ફળરૂપે પંચપરમેષ્ઠી અત્યંત ઉપાદેય લાગવા જોઈએ. “આ જ સર્વસ્વ છે.” આ પરિણામ પેદા થવો જોઈએ, તે ન આવે તો હજી સાચો નમસ્કાર આવ્યો નથી એમ સમજવું. મતિજ્ઞાનના ઉપયોગમાંથી મોહને ખસેડવો હોય, પદભ્રષ્ટ કરવો હોય તો દેવ – ગુરુને મનમંદિરમાં બેસાડવા જ પડશે. ક્યાં અરિહંતને લાવો ! ક્યાં ગુરુને લાવો ! મોક્ષે જવાની શ્રેષ્ઠ સાધના છે. - શ્રેણિકે ચોવીસ કલાક ઉપયોગને અરિહંતથી બહાર જવા ન દીધો. એકાવતારી શ્રી તીર્થંકર પદ્મનાભ બન્યા. આ મોટામાં મોટી સાધના છે ? આનાથી બીજી કોઈ મોટી સાધના છે ? કુમારપાળે સાધનાનું કેન્દ્રબિંદુ શ્રી હેમચંદ્રાચાર્યને બનાવ્યું તો એકાવનારી બન્યા. પ્રદેશી રાજા સમ્યકત્વ પામ્યા, દેશવિરતિ ધર્મ પામ્યા. પર્વતિથિએ પૌષધ પામ્યા. પોષધ પાળીને ઘેર આવે છે. પત્નીને થયું આ ધણી હવે મારો નથી. તેનો રાગ ખસી ગયો છે. ધર્મીની ચાલમાં, બોલમાં, વાતમાં, આંખમાં ધર્મ હોય. કેશી ગણધરે પ્રદેશી રાજાની આંખો ખોલી નાખી છે. અંદરથી વિનાશીનો રાગ નીકળે નહિ ત્યાં સુધી ધર્મ આવે નહિ. અનંતકાળનો ખોટો અભ્યાસ છે તેથી પરચીજ પોતાની લાગે છે. જે પર છે તે ત્રણકાળમાં સ્વ બની શકે નહીં. વૈષયિક સુખની આસક્તિ માણસને પ્રચંડ સ્વાર્થી બનાવે છે અને કાર્યસિદ્ધિ માટે છેલ્લામાં છેલ્લી તકને અજમાવી લે છે. અહીં પણ પ્રદેશી રાજાની રાણી સુર્યકાન્તા તેને મારી નાંખવાના પ્રયત્નો કરે છે. પ્રદેશી ધર્મ પામેલો છે. સમ્યકત્વને સ્પર્શી ચૂક્યો છે. વ્રતોનું આરાધન પણ દેશથી કરી રહ્યો છે સંસારનું સ્વરૂપ નખશિખ ઓળખાઈ ગયું છે. પત્નીની પ્રક્રિયા પરખાતાં પણ પરિણામ લેશમાત્ર બગડ્યા નથી. સમાધિમરણથી દેવલોકમાં સૂર્યાભ નામે દેવ થયા. દેવ – ગુરુ - ધર્મ મળ્યાથી કેવો ચમત્કાર થયો. વિષમ પરિસ્થિતિમાં પણ જીવ સમાધિ જાળવી શક્યો. અને ઉપકારનું દર્શન થતાં જીવ કૃતજ્ઞતાના ભારથી કેવો નતમસ્તક રહે ! અહંકાર તૂટે તો આ નમસ્કાર આવે. સમાધિમાં જાતને પ્રધાનતા આપે તો અહંકાર વધે, કતજ્ઞતા ગુણનો પ્રવેશ ન થાય. કૃતજ્ઞતા ગુણના કારણે ઉપકારીનાં કઠોર વચનો પણ કષાય પેદા કરાવી શકતાં નથી. જગતમાં જેમ દોષોની તાકાત છે તેમ ગુણોની પણ સ્વતંત્ર તાકાત છે. એક પ્રસંગની કલ્પના કરીને તમારા જીવનમાં પ્રાપ્ત થયેલ કૃતજ્ઞતા, ગુણ પણ તમને ગુણોની સાંકળમાં ખેંચી જાય છે. આ વાત જો સમજાઈ જાય તો આ ગુણનો વિકાસ ખૂબ સહજ બની શકે. 2010_05 Page #292 -------------------------------------------------------------------------- ________________ માન મૂકીને મહાન બનો ૨૬૯ કૃતજ્ઞતા ગુણ ઉપર દૃષ્ટાંતઃ ધારો કે થોડે દૂર દસ માળનું મકાન છે; ચોથે માળે પતિ-પત્ની અને એક બાળક રહે છે. ઓચિંતી આગ લાગી. બધા જીવ લઈને નીચે દોડી ગયા. આ દંપતીની ગેરસમજ થઈ. પતિને એમ કે પત્નીએ બાળકને ઘોડિયામાંથી લીધું છે અને પત્નીને એમ કે પતિએ બાળકને લઈ લીધું છે. હકીકતમાં એકેયે લીધેલું નહીં. નીચે આવ્યા પછી વાસ્તવિકતાની ખબર પડી. આગ વધી રહી છે. બેન તો રડી રહી છે. કાગારોળ કરે છે. કોઈ ઉપાય જણાતો નથી. એવું કલ્પાંત કરે છે કે તેને જોઈ પશુઓ પણ રડી પડે. આ દૃશ્ય જોઈ રસ્તામાંથી પસાર થતા બાવીસ વર્ષના એક યુવાને પૂછ્યું, બેન ! શું છે ? તેણે હકીકત કહી. સેકંડના પણ લાખમા ભાગમાં તે ભાઈ કોઈ ટુવાલ વગેરેને ભીનો કરી માથે નાખી દોડ્યો. લીફટની સામેની ખુલ્લી રૂમમાં સુતેલા બાળકને લેવા માટે જ ! સિદ્ધિ સાહસિકને વરે છે” એ ન્યાયે તે દોડ્યો અને ખૂબ સલામતીથી બાળકને સલામત રીતે ઢાંકીને નીચે લઈ આવ્યો, બેનને બાળક સોંપ્યું. બેન તો ખૂબ રાજી થઈ ગઈ. ભાઈને આગની ઝાળોથી થોડું નુકસાન તો જરૂર થયેલ. જરૂરી ઉપચાર કર્યા બાદ ભાઈ જોડે વાત કરે છે. તું કોણ છે ? ક્યાં રહે છે ? તારું નામ શું ? કામ શું ? ત્યારે ભાઈએ કહ્યું કે હું અહીંની નજીકની ઝૂંપડપટ્ટીમાં રહું છું મારું નામ રમેશ છે, હું ખૂની છું, દારૂડિયો છું, જુગારી છું, શક્ય એટલા બધા અવગુણો, વ્યસનો મારામાં છે. હવે અહીં એક પ્રશ્ન છે. આ સાંભળ્યા પછી તે બેનને ભાઈ માટે કૂણી લાગણી હોય કે કઠોર લાગણી હોય ? તે બીજી વાર રસ્તામાં મળે તો સ્મિત કરવું પડે કે સ્મિત થઈ જ જાય ? - સર્વાનુમતે એક જ જવાબ આવશે કે એના ઉપકારના કારણે બેનને હંમેશ માટે softest corner રહેવાની. એને જોતાં સ્વતઃ સ્વાભાવિક સ્મિત આવી જ જવાનું. હા, વિવેક જુદી ચીજ છે. વિવેક એટલે સારાખોટાની પરખ. વિવેકના કારણે પોતાની બેનના લગ્ન તેની જોડે ન કરી શકે, કારણ કે એ માણસ તરીકે સારો નથી. આવા મોટા પહાડ જેવા અવગુણ હોવા છતાં જ્યાં ઉપકારનું દર્શન થાય છે ત્યાં કૃતજ્ઞતા ગુણનો વિકાસ થતાં તેના માટે કોઈ કઠોર લાગણી સ્વપ્નમાં પણ આવતી નથી. આના ઉપરથી એ નક્કી થયું કે જ્યાં ઉપકારનું દર્શન થાય છે ત્યાં દોષોની મહત્તા રહેતી નથી. દોષદર્શન થતું નથી. થાય તો પણ અત્યંત ગૌણ બની જાય છે. આ સમીકરણના આધારે જો તમે તમારું જીવન વિતાવો તો તમારું સાંસારિક જીવન ગુણોની સુગંધથી મઘમઘાયમાન થઈને રહે. દા.ત. સાસુ જોડે બનતું ન હોય તે વખતે તેમના ઉપકારનું દર્શન થઈ જાય તો કૃતજ્ઞતા ગુણની તાકાતથી હવે દોષદર્શન થતું નથી. માત્ર તેમના ગુણો દેખાય છે અને સારા સંબંધો સ્થાપિત થઈ જાય છે. 2010_05 Page #293 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આ જગતમાં દોષોની ગટર સમાન બધા વ્યક્તિઓ જોડે રહેવાનું છે. સમાજમાં ગટરનું ઢાંકણું ખોલવું એ સામાજિક આરોગ્યને માટે નુકસાનકર્તા છે માટે આરોગ્યપ્રધાન બધી ગટરને બંધ રાખે છે. બસ તે જ ન્યાયે પર વ્યક્તિના દોષોનું ગટરનું ઢાંકણું જો ખોલવામાં આવે તો આધ્યાત્મિક આરોગ્યને માટે અત્યંત હાનિકર બને છે. એક જ ટેવ પાડો, બધામાંથી ગુણ જોવાની ટેવ પાડી દો. હું તો બેનોને પણ સલાહ આપું છું કે સાસુનું ચડેલું મોઢું જોવાનો અવસર આવે ત્યારે સાસુ પોંખતી વખતે કેટલી આનંદમાં હતી તે ચહેરાને યાદ કરીને તેના પ્રત્યે સદ્ભાવ કર્યા કરો. જગતના બગીચામાંથી ભંગી બનવું હશે તો તમારો ટોપલો વિષ્ટાથી ભરાઈ જશે અને માળી બનશો તો તમારો ટોપલો કુલોથી ભરાઈ જશે અને મગજ ફુલોની ફોરમથી સુગંધિત બની જશે. તમારે ભંગી બનવું છે કે માળી બનવું છે તે તમારી પસંદગીનો વિષય છે. તમારી ખુરશી ઉકરડા પાસે રાખવી કે બગીચામાં રાખવી એ તમારી પસંદગીની વાત છે. કૃતજ્ઞતા ગુણની ખિલવણીથી વિધેયાત્મક દૃષ્ટિ, સહનશીલતા, સહિષ્ણુતા, ગંભીરતા, ઉદારતા વગેરે ગુણો વિકસે છે. આ તો સામાન્ય સાંસારિક વ્યક્તિના ઉપકારની વાત થઈ, પણ તારક દેવ ગુરુના ઉપકારનો બદલો સામાન્યથી વાળી શકાતો નથી. દેવ પ્રત્યુપકાર્ય બની શકતા નથી કારણકે તેઓ આપણી વચ્ચે છે જ નહીં. માત્ર તેમના સિદ્ધાંતો મુજબ જીવ સ્વ-પ૨ને કલ્યાણનો માર્ગ બતાવી તેમના શાસનને વહેવડાવવાપૂર્વક યત્કિંચિત્ ઋણમુક્તિનો અહેસાસ મેળવી શકે છે. નાક માટે આપણે જેટલું કરીએ છીએ એટલું જો નાથ માટે કરીએ તો જૈનશાસનની કાયાપલટ થઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. માતા, પિતા, ગુરુ પણ અપ્રત્યુપકાર્ય છે. તેમના ઉપકારનો બદલો વળી શકતો નથી. એમ ધર્મરત્ન પ્રકરણકાર લખે છે. માત્ર તેઓ દર્શન અને સંયમથી ભ્રષ્ટ બને અને તેમને સ્થિર કરવામાં આવે તો ઋણમુક્તિ થઈ શકે છે. ૨૭૦ શેલક અને પંથક બંનેની વાત પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. શેલક રાજા છે, પંથક મંત્રી છે. તેઓ દીક્ષામાં ગુરુ શિષ્ય બને છે. રાજાને રોગ થયો. માંદગીના કારણે ઔષધ માટે લીધેલી વિગઈઓથી વિકૃત થઈ ગયા. પ્રતિક્રમણ, પડિલેહણ, જ્ઞાનાભ્યાસ બધું છોડી દીધું. પંથકજી ગીતાર્થ હતા. સાથે રહેવાથી બીજાનું ચારિત્ર સીદાશે. સાધુપણામાં દોષ આવશે માટે બધા સાધુને વિહાર કરાવ્યો. પરંતુ ગુરુના ઉપકારનો બદલો વાળવાની આ તક છે એમ માની પોતે સાથે રહ્યા. સામાન્યથી ઉત્તરગુણમાં ગુરુ શિથિલ હોય તો છોડાય નહીં. ચોથા સિવાય બીજા વ્રતોમાં સામાન્યથી ખામી હોય તો પણ છોડાય નહીં, ચોથા વ્રતમાં પણ આલોચના લઈ શુદ્ધિ કરતાં હોય તો પણ છોડાય નહીં. ચારિત્ર 2010_05 Page #294 -------------------------------------------------------------------------- ________________ માન મૂકીને મહાન બનો ૨૭૧ આત્માની પ્રાપ્તિ માટે છે. ધર્મનો અવસર બહુ દુષ્કર છે. ધર્મનો પુરુષાર્થ અતિશય દુષ્કર છે જે વાતાવરણમાં ધર્મનો પુરુષાર્થ થાય તેવા વાતાવરણમાં રહેવું જોઈએ. ચોમાસી પ્રતિક્રમણ આવ્યું. પંથક ખોળામાં માથું મૂકીને ખમાવે છે. કોણ છે ? મારી ઊંઘ બગાડે છે ? પંથક કહે, “હું આપશ્રીનો શિષ્ય પંથક છું. ક્ષમા કરશો. આપને દુઃખનું કારણ બન્યો. પણ આજે ચાતુર્માસિક ક્ષમાપનાના અવસરે આપશ્રીની પાસે મિચ્છામિ દુક્કડમ્ દેવા આવ્યો હતો. મને ખ્યાલ ન રહ્યો. આપશ્રી કૃપા કરી મને માફ કરો.” આત્મા નિમિત્તથી પડે છે તેમ નિમિત્તથી ઉપર પણ ચઢી શકે છે. આજે આ નિમિત્તથી આત્મા જાગ્યો. અહા ! હું આવો પ્રમાદી બન્યો. આખો ચિતાર. ખડો થયો. તરત જ કહે છે કે, “પંથક ! તું મારો ઉપકારી છું. તું આજે ન હોત તો મારું શું થાત ?' ગુરુજી સ્થિર થઈ ગયા. સ્થિરીકરણ, ઉપબૃહણા વગેરે દર્શનાચાર છે. ઉપકારીના ઉપકારનો બદલો આ રીતે વાળ્યો કહેવાય. ઉપકારી જે કંઈ કહે તેનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરવો. છે આવી તૈયારી ? ગુરુ કહે છે, “પંથક ! આવતી કાલે સવારે જ વિહાર કરવો છે, હવે અહીં રહેવાય જ નહીં.” ગયા સિદ્ધિગિરિ અને અનશન સ્વીકાર્યું. અને ત્યાં જ ક્ષપકશ્રેણી પામી મોક્ષે ગયા. આ કૃતજ્ઞતા ગુણ છે. કૃતજ્ઞતા ગુણથી દિવ્યદષ્ટિ મળે છે. આ ગુણવાળો સાધક ગુરુ - શિષ્ય વગેરે તત્ત્વને પકડે છે. વ્યક્તિને નહીં. વીતરાગ સિવાય વ્યક્તિ હંમેશાં અપૂર્ણ છે અને તત્ત્વ હંમેશાં પૂર્ણ છે. તત્ત્વનું આલંબન લેવાથી ઉત્તરોત્તર વિકાસ થાય છે. અહીં પંથકે ગુરુ વ્યક્તિમાં દોષ હોવા છતાં ગુરુતત્ત્વનું આલંબન જ લઈને પોતાની સાધના કરી. આ બેનો પણ પોતાની સાસુને વ્યક્તિ રૂપે જોશે તો તેના ગુણ – દોષની આલોચના ઊભી થશે પણ સાસુને તત્ત્વ રૂપે જોશે તો તેમનું સમર્પણ ઊભું રહેશે. એ જ રીતે પતિ એ પણ તત્ત્વ છે. સૌભાગ્યની બક્ષિસ આપતું પૂર્ણ તત્ત્વ છે એ અનુકૂળ છે ? કે પ્રતિકૂળ છે ? એ તો આપણાં કર્મોનો ઉદય અને એની પાત્રતાથી સંવલિત છે એ ન જોતાં તમે તત્ત્વ જોશો તો રાગ – ૮ષનો વિલય થશે. કૃતજ્ઞતા ગુણવાળાની દૃષ્ટિ જ અલૌકિક હોય છે. પોતાના વ્યક્તિત્વના વિકાસ કરતાં અસ્તિત્વદાતાની ઉત્તમતા તેમના જીવનમાં કેન્દ્રસ્થાને રહેતી હોય છે. હિમાલયનો યોગી સ્વામી રામ પોતાના અનુભવના પુસ્તકમાં લખે છે કે ગુરુ લાત મારે તો પણ એમણે લાત મારી એમ ન કહેવાય પણ ગુરુએ તો ચરણસ્પર્શ આપ્યો છે એમ જ કહેવાય. આજે કૃતજ્ઞતા ગુણની ગેરહાજરીમાં જીવતાં મા-બાપની સેવા કરાતી નથી. એમનું વચન માનતા નથી, એમને હેરાન કરે, એમને ત્રાસ આપો, 2010_05 Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ એમના માટે ઘરડાઘરનાં આયોજનો કરાય અને તેમના મર્યા પછી ફોટા મુકે, હાર ચડાવે પછી પોક મૂકીને રડે. આ ન ચાલે. મા-બાપના ઉપકારનું સ્મરણ હોય તો આવું વર્તન તમે કરો જ નહીં. મા-બાપે નાનપણમાં આપણી અસહાય દશામાં આપણને મદદ કરી છે એ વાત ભૂલી શકાય એવી નથી. કુટુંબ વ્યવસ્થા માનવભવમાં જ છે, પશુ વગેરે ત્રણ ગતિમાં ફેમીલી નથી. ફેમીલીનો અર્થ ઘણો ગંભીર છે. એનો સ્પેલીંગ જ આ વાત જણાવે છે. F - father, A - And, M - Mother, I - i, L - Love, Y - You Father and mother i love you - dl 244 Hal હું તમને ચાહું છું. આ અર્થ પ્રમાણે જીવો છો ? દુનિયા ઊંધી નથી. દુનિયાને ઊંધી દેખાડનાર ચશ્માંના લેન્સ ખોટા છે. દુનિયાને ઊંધી દેખાડનાર તમારું મિથ્યાત્વ છે. ૧૦) કતજ્ઞને ગુર ઠપકો આપે તો ય મારા ઉપકાર માટે છે તેમ વિચારે કારણ કે વિનીત છે. વિનીત હંમેશાં કહ્યાગરો હોય છે. તે હંમેશાં વડીલોની આમન્યામાં રહે, એ કહે તેમ કરે, (૧૧) એ કારણે જે તે દીક્ષા લીધાં પહેલાં પણ રાજા, પ્રધાન, નગરજનને બહુમાન્ય હોય. લોકપ્રિય હોય. કોઈનું ખરાબ કરનારો ન હોવાથી તે બહુજનસંમત હોય. પ્રાગાપિરાજામાત્યપૌરજન બહુમતઃ હોય. આનો અર્થ એ થયો કે બધા જેનું ખરાબ બોલતાં હોય તેને દીક્ષા ન અપાય. (૧૨) અદ્રોહકારી હોય તેને દીક્ષા અપાય. દીક્ષાર્થી કદી વિશ્વાસઘાતી ન હોય. કૃતજ્ઞતા અને વિશ્વાસપાત્રતા એ અધ્યાત્મનો પાયો છે. એટલે કૃતજ્ઞતા અને વિશ્વાસઘાતને અધ્યાત્મમાં સ્થાન જ નથી. પ્રવેશ જ નથી. (૧૩) કલ્યાણાંગ : વળી દીક્ષા લેનારો લૂલો, લંગડો, આંધળો ન જોઈએ. અંગોપાંગ અવિકલ એટલે પરિપૂર્ણ જોઈએ. (૧૪) વળી દીક્ષાર્થી શ્રાદ્ધ : એટલે શ્રદ્ધાવાળો જોઈએ અશ્રદ્ધાવાળાને ચારિત્રપાલનમાં ઉત્સાહ ન આવે, (૧૫) સ્થિર ? વળી તે સ્થિર જોઈએ. આપત્તિમાં તે ક્યારે પણ ચલાયમાન ન થાય તો જ ચારિત્ર પાળી શકે. ચારિત્રમાં યાવત જીવન વ્રત અંગીકાર કરવાના છે એટલે સ્થિરતા જરૂરી છે. (૧૬) સમુપસંપન્ન : એટલે કે દીક્ષાર્થી સામેથી ગુરુ પાસે જાય. આપ જ મારા તારક છો. આપ વિના નિરાધાર છું. આપના શરણે આવ્યો છું એટલે વિનયથી ગુરુની સમીપે ગુણપ્રાપ્તિ માટે જાય. આ દીક્ષા લેનારના ૧૬ ગુણોનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. જે આવા ગુણોવાળો નથી તે ચારિત્ર લે તો ય જ્ઞાનયોગને ન પામે. ચારિત્ર તો સ્વરૂપનો આનંદ પામવા માટે છે. વિષય - કષાયની પરિણતિ તૂટી જાય 2010_05 Page #296 -------------------------------------------------------------------------- ________________ માન મૂકીને મહાન બનો ૨૭૩ એટલે સ્વરૂપનો આનંદ પ્રગટ થયા વિના ન રહે. સ્વાદુવાદ સિદ્ધાંતથી જીવતું જૈન શાસન ઉત્સર્ગ અને અપવાદ બંને બતાવે છે. કારણકે માર્ગમાં ટકવું છે અને સ્વરૂપ મેળવવું છે માટે બંને માર્ગો છે દિગંબરો બધા આગમ માનતા નથી. તેરાપંથીનાં ઠેકાણાં નથી. સ્થાનકવાસી પણ ઘણા આગમો માનતા નથી. જે આગમોમાં પોતાની માન્યતાથી વિરુદ્ધ વાત આવે તે માનવાની વાત તેમણે રાખી જ નથી. સ્થાનકવાસી શ્રીપાળ રાજાનો રાસ વાંચે પણ સ્નાત્રના જવળ જળથી કોઢ રોગ ગયો એ વાતને ઉડાડી દે કારણકે એનાથી સ્થાપના નિક્ષેપો પુરવાર થાય છે અને પોતે તેને માનતા નથી. શ્વેતાંબર સંપ્રદાયમાં ઉત્સર્ગ બતાવે ત્યારે એવો ઉત્કૃષ્ટ બતાવે કે સાધકને એમાં રહેવાની પ્રેરણા મળે. સાધુનો સત્તાવીસમો ગુણ છે કે પ્રાણાન્ત ઉપસર્ગ - પરીષહોને સહન કરવા. પણ જીવને સમાધિનો પ્રશ્ન વિકટ બનતો હોય તો જીવની સમાધિ ટકાવવા માટે અપવાદની વાત પણ જૈનશાસ્ત્રોમાં મૂકેલી છે. જ્યાં સુધી જીવને બચાવવાની જરૂર હોય ત્યાં સુધી અપવાદ બતાવી શકાય છે. ચારિત્ર લેતાં ઊછળતા ભાવે લીધું છે પછી કોઈક નિમિત્તને પામીને એનું ધૈર્ય ખૂટે ત્યારે સમાધિ ન ગુમાવે તેની વિચારણા શાસ્ત્ર કરીને સાધકો ઉપર અનંત ઉપકાર કરી અપવાદ માર્ગ પણ મૂક્યો છે. અપવાદ આચરણામાં છે. અપવાદ જાણવાના છે અને જરૂર પડે તો ગીતાર્થની નિશ્રામાં આચરવાના છે. અપવાદ પરિણતિમાં, માન્યતામાં ન હોઈ શકે. અપવાદ અવસરે ગુપ્ત રીતે આચરવાના છે, જાહેર રીતે આચરવાના નથી, ઢોલ પીટીને આચરવાના નથી. અપવાદ બોલવાના નથી. પરિણતિમાં સમતા - સમાધિ કેમ ટકે ? બસ, એ માટે અપવાદ શાસ્ત્રો છે. ઉત્સર્ગના રસ્તાને પહોંચવા માટેનો ડાયવર્ઝન માર્ગ – બાજુનો રસ્તો એ અપવાદ છે. ઉત્સર્ગના લક્ષ્ય વગર અપવાદનું અસ્તિત્વ પણ ન હોઈ શકે, જ્ઞાનયોગ સાધ્ય છે. જ્ઞાનયોગ અને જીવવીર્ય નબળું પડે, સત્ત્વ ઘટે, વીર્ય વિપરીત પ્રવર્તે ત્યારે સાધકને જો ગીતાર્થની નિશ્રા ન હોય, જ્ઞાનયોગીની નિશ્રા ન હોય ત્યારે જ્ઞાનયોગ ગુમાવી દેવાનો પ્રસંગ ન આવે તે માટે ઉત્સર્ગને પામવા માટે અપવાદને કામચલાઉ આદરવાનો છે. જ્ઞાનયોગના બળે આત્મરમણતા, આત્માનંદની અનુભૂતિ ટકી રહે છે. દેવો તીર્થંકરની દેશનાના પ્રભાવે, તીર્થંકરની ભક્તિના પ્રભાવે સમ્યત્વ ટકાવી શકે છે. વળી પૂર્વભવના સંસ્કારો પણ એમાં કાર્યશીલ બને છે. પૂર્વે ચારિત્ર લઈને જ્ઞાનયોગની ઉત્કટ આરાધના કરી હોય, આત્માને ભાવનાથી ભાવિત કર્યો હોય, તત્ત્વનું ચિંતન, મનન, નિદિધ્યાસન કરીને આત્મરમણતાથી સંયમપર્યાયને પસાર કર્યો હોય ત્યારે ચારિત્રના ખૂબ ઊંડા સંસ્કારો પડે છે 2010_05 Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ અને એવા આત્માઓ દેવલોકમાં જાય છે ત્યાં ચારિત્રનો પરિણામ નિકાચિત અવિરતિના ઉદયે થતો નથી, પણ ચારિત્રના સંસ્કારો ઊભા રહે છે. તેના પ્રભાવે ભાવનાથી તે ભાવિત થાય છે એટલે વિષયોમાં રંગાતો નથી, લપાતો નથી. આ સાનુબંધ સંસ્કારોથી મોક્ષ નિકટ બને છે. . આવા પ્રકારનો ભવોભવરક્ષક જ્ઞાનયોગ નહીં આરાધીએ તો ધનયોગ અને વિષયયોગ બહુ ખરાબ છે. એનું ચિંતન – મનન એ આર્તધ્યાન છે. પૈસાની આસક્તિ એ અશુભ છે. ઉપયોગને અશુદ્ધ બનાવે છે. તમે એને સારા માનો છો પણ તે ચીજ જ્યાંથી નીકળી છે તેને ત્યાં મૂકી દો તો તમે સુખી થાવ. લક્ષ્મી ક્યાંથી નીકળી છે ? વસુધા - વસું ધારયતિ ઇતિ વસુધા પૃથ્વીમાંથી ધન આવે છે ત્યાં જ વાપરી દો તો તમે સુખી થઈ જશો. તમારે લક્ષ્મીને પકડી રાખવી છે અને મતિજ્ઞાનના ઉપયોગને અંદર લઈ જવો છે તો શું અંદર ઉપયોગ જાય ? અસંભવિત છે. લક્ષ્મીને, લક્ષ્મીના મમત્વને છોડશો તો તમે જ્ઞાનને આત્મામાં મૂકી શકશો. જ્ઞાનને વિષયોમાં ન જવા દો અને આત્મામાં સ્થિર થવા દો. આ સુખનો માર્ગ છે. જેની પાસે આવા ગુણો નથી તે જ્ઞાનયોગી બની શકે નહીં જેની પાસે આવા ગુણો છે તે જ્ઞાનયોગી ન બને એવું બને નહીં. આ પરમાત્માનું વચન છે. સર્વજ્ઞ પ્રરૂપિત વચન પૂ. હરિભદ્રસૂરિ પૂર્વધરના આસન્નકાલવર્તી હતા. તે પૂજ્યો આ વાતો કરે છે. તે તમને સાંભળવી ખૂબ ગમે છે. એ તમારો પુણ્યોદય અને પાત્રતાસૂચક છે. જ્ઞાનયોગ એ જ સાચું સુખ છે. બાકી બધી મજૂરી છે. સંસારમાં રહીને પણ જેટલી ઉપાધિથી છૂટો, સંસારના સંબંધોને છોડો, તેના ઉપર કાતર મૂકો, છોડ્યા પછી એને ભૂલી જાવ. ભૂલશો તો જ અંદરમાં જઈ શકશો. છોડો, ભૂલો અને પામો આ ત્રિપદી સમજી લ્યો. છોડતાં શીખો, છોડીને ભૂલી જાવ, ભૂલી જતાં શીખો અને ભૂલીને અંદરમાં રહીને તમારી ચીજને પામી લ્યો. ' યોગ પણ તમારા નથી માટે યોગસંન્યાસ કરવાનો છે. આયોજયકરણ પછી યોગસંન્યાસ આવે છે. આયોજયકરણ એટલે યોગનિરોધ કરે તેની પહેલા તેરમા ગુણસ્થાનકના અંતે એવી પ્રક્રિયા કરે કે ચૌદમા ગુણસ્થાનકના સમયો પ્રમાણે કર્મોની રચના કરી લે. આ = ચારેબાજુથી યુન = યોજન કરવું જોડવું. આત્માના અચિન્યવીર્ય વડે આ યોજન જોડાણ થાય છે. તેરમે ગુણસ્થાનકે મન (ભાવમન) ન હોય પણ મનોયોગ દ્રિવ્યમન) હોય છે. ચૌદમે ગુણઠાણે યોગસંન્યાસ આવે છે. એટલે આ ગુણસ્થાનકે બધા યોગોનો વ્યાપર અટકી જાય છે. ચૌદમે ગુણઠાણે આત્મા અયોગી બને છે. ચૌદમા ગુ.ઠા.ના પહેલે સમયે સર્વ સંવર છે અને છેલ્લે સમયે સર્વ સંવર અને સર્વ નિર્જરા હોય છે. આ અલેશી ગુણસ્થાનક છે. તેરમા ગુણસ્થાનક સુધી લેશ્યા, 2010_05 Page #298 -------------------------------------------------------------------------- ________________ માન મૂકીને મહાન બનો ૨૭૫ દ્રવ્યમન, વગેરે હોય છે. કેવળીને પોતાના માટે મનની જરૂર નથી પોતાના માટે વચનની જરૂર નથી. બધું આપણા માટે છે. શ્રી તીર્થકર કેવળી ભગવંત રોજ બે પ્રહાર (છ કલાક) જગતના જીવોના ઉપકાર માટે વચનયોગથી દેશના આપે છે અને એ જણાવે છે કે જગતના જીવોનો ઉપકાર થાય તેટલો કરી લેવા જેવો છે. જે ચીજ આપણી નથી તેનાથી ઉપકાર કરીને કૃતાર્થ થવા જેવું છે. કર્મયોગ એ પાયો છે અને શિખર છે. ધર્મ પામવા માટે જેમ કર્મયોગ જરૂરી છે તેમ ધર્મ પામ્યા પછી પણ કર્મયોગ જરૂરી છે. પાયાથી શિખર સુધી કર્મયોગ રહેલો છે. ભિન્ન ભિન્ન ગુણસ્થાનકે તેની પ્રક્રિયા જુદી જુદી હોય છે. ઉપરના ગુણસ્થાનકે કર્મયોગની પ્રક્રિયા સૂક્ષ્મતર બને છે. આત્મા ચૌદમા શૈલેશી ગુણસ્થાનકે નિપ્રકંપ બને છે. આત્મપ્રદેશો સ્થિર બને છે. પાંચ સ્વાક્ષર પ્રમાણકાળમાં અબંધક અયોગી, સર્વસંવર અલેશી અવસ્થા આવે છે. કેવળજ્ઞાનથી પ્રયુક્ત ગોઠવણ આયોજયકરણમાં કરે છે. આમાં હાથથી ગોઠવવાનું નથી. આત્મામાં જે થાય છે તે જ્ઞાનના બળે થાય છે આ આયોજયકરણનું ફળ યોગસંન્યાસ છે. પણ આ અવસ્થા પામવા માટે મનને = મતિજ્ઞાન ઉપયોગને = નિર્વિકારી બનાવવાનો છે. તેરમે ગુણસ્થાનકે મતિજ્ઞાન કેવળજ્ઞાન બન્યું છે એટલે ભાવમન નથી પણ સંજ્ઞીપણાની શક્તિ પ્રાપ્ત હોવાથી દ્રવ્યમનને મન વર્ગણાના પુદ્ગલોને અનુત્તરવિમાનવાસી દેવતા વગેરેના પ્રશ્નોના નિરાકરણ રૂપે – ઉત્તરરૂપે ગોઠવી શકે છે અને તે આકૃતિનું અર્થઘટન કરી દેવો વગેરે સંશયરહિત બને છે. અંદરમાં જેને કેવળજ્ઞાન છે એની બધી પ્રવૃત્તિ કેવળભાવે એટલે કે કેવળજ્ઞાનના ઉપયોગમાં જેમ જોયું હોય તેમ પ્રવર્તે, નિર્વિકલ્પક ઉપયોગ હોવાના કારણે એમને ઇચ્છા, વિકલ્પ, રુચિ વગેરે કાંઈ નથી છતાં જ્ઞાનમાં જોયા પ્રમાણે પ્રવર્તન હોય છે. પ્રશ્ન : આ કેવળજ્ઞાન અને સમાધિમાં શું ફરક? ઉત્તર : આ બંને વચ્ચે ઘણું અંતર છે. સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિથી કોઈ જીવ બચ્યો નથી. આધિ એટલે મનની ચિંતા, પીડા, અસ્વસ્થતા, સંક્લેશ, તણાવ, કષાયની પરિણતિ આ બધું આધિમાં જાય છે. વ્યાધિ = શારીરિક અસ્વસ્થતા, રોગો વગેરે. ઉપાધિ = બાહ્ય પ્રતિકૂળ સંયોગો, જીવ નિકાયજીવનું ઉપમદન, કિલામણા, આરંભ – સમારંભ વગેરે ઉપાધિ છે. આમાં વ્યાધિ અને ઉપાધિ સાપેક્ષપણે કર્મજન્ય છે એમાં તમે કંઈ ન કરી શકો પણ આધિને સમ્ ઉપસર્ગ મૂકીને જ્ઞાની કહે છે કે તારો પુરુષાર્થ આધિને સમાધિમાં ફેરવવાનો 2010_05 Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ છે. ઉપાધિથી છૂટવા માટે ચારિત્ર લેવું પડે. અમુક પ્રકારની ઉપાધિ ચારિત્ર જીવનથી છૂટી જાય છે પણ સંયમમાં પ્રતિકૂળ સંયોગો આવી શકે છે. ત્યાં વ્યાધિ પણ આવી શકે છે ? વ્યાધિ એટલે રોગ થવા માટેનાં મુખ્ય ત્રણ કારણો છે (૧) કર્મનો ઉદય (૨) આહારની વિપરીતતા, અપથ્ય ભોજન વગેરે. (૩) આબોહવાની વિષમતા પ્રદૂષણો વગેરે. સિદ્ધો અશરીરી હોવાથી વ્યાધિ અને ઉપાધિના ભોગ બનતા નથી. જે ઉપાધિ રાખે છે તેને આધિ અને વ્યાધિ આવે છે. આધિ અને વ્યાધિ ન જોઈતી હોય તો ઉપાધિ છોડો. આધિ અને વ્યાધિની જનેતા ઉપાધિ છે. મનના સંક્લેશને ઘટાડો તેમ આધિ સમ થતી જાય, શમતી જાય છે, એટલે અંશે આધિ ઘટે છે તેટલા અંશે સમાધિ આવે છે. સંસારના સંબંધોને ગુંદરની જેમ ચોંટાડી રાખશો તેમ વ્યાધિ, આધિ વધવાની છે. આ સંબંધો ઉપર કાતર મૂકો. વ્યાધિના મૂળમાં ઉપાધિ છે. મનનું કાર્ય વિચાર છે. વિચારની સમ્ય પ્રવૃત્તિથી સમાધિ આવશે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, લાગણી, ઉત્સાહ, ઔસુક્ય, તર્ક – વિતર્ક, ઉહ - અપોહ, સ્મૃતિ વગેરે. આ બધા મતિજ્ઞાનના પર્યાયો છે આ બધા શુદ્ધાત્માના પર્યાયો નથી. આ બધી કર્મજનિત અવસ્થાઓ છે આ બધા પર્યાયોને સુધારીને, મતિજ્ઞાનને નિર્મળ બનાવીને મોક્ષમાર્ગની સાધના કરવાની છે. આ જૈન દર્શનની ખૂબી છે. જ્યારે અન્ય દર્શનમાં એક એક પર્યાયને પ્રધાન બનાવીને સાધના સ્વીકારેલ છે. મતિજ્ઞાનને સુધારવું એ ધર્મ છે. મતિજ્ઞાનને બગાડવું એ પાપ છે. મતિજ્ઞાનમાં રાગાદિ પરિણતિ એ બગડેલા મતિજ્ઞાનની સાબિતી છે મતિજ્ઞાનના ઉપયોગમાંથી આ રાગાદિ ભાવો નીકળી જતાં ઉપયોગ વીતરાગ બને છે અને વીતરાગતા અંતર્મુહૂર્તમાં આત્માને કેવળજ્ઞાનની બક્ષિસ આપે છે. સમાધિમાં ચિંતા વગેરે બધું સમી ગયું છે, અટકી ગયું છે. પણ મન ઊભું છે. મનનું કાર્ય ઈચ્છવું, વિચારવું, ચિંતવવું આ બધા મતિજ્ઞાનના પર્યાયો છે એ પર્યાયો નીકળી જતાં આત્માને સમાધિ પ્રાપ્ત થાય છે અને સમાધિ પછી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. અપૂર્વ અવસરમાં શ્રીમદ્જી - “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.” એમાં કેવલજ્ઞાનને અનંતસમાધિ કહી છે. અર્થાત્ જે સમાધિ - સ્થિતિ અવસ્થા પામ્યા પછી જેનો અંત જ આવતો નથી તે અનંત સમાધિ કેવલજ્ઞાન સ્વરૂપ છે. શ્રીમદજીએ અનંત સમાધિ = કેવળજ્ઞાન એવો અર્થ કર્યો છે. 2010_05 Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાનું ફળ જ્ઞાનયોગ પ.પૂ.શ્રી ઉપાધ્યાયજી મહારાજ ૧૨૫ ગાથાના સ્તવનમાં જણાવે છે કે, “જ્ઞાનદશા જેહ આકરી, તેહ ચરણ વિચારો નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. પ્રવ્રજ્યાનું ફળ જ્ઞાનયોગ છે. જ્ઞાન અને જ્ઞાનદશા એ જુદી છે. સાકર મીઠી છે એ જ્ઞાન છે, પદાર્થના સ્વરૂપની સમજ છે, ઓળખ છે. પણ તે જીભ ચાખે તે સમયે આત્મસ્વરૂપનું વેદન કરવું તે જ્ઞાનદશા છે. સ્વરૂપની ઓળખાણ, જ્ઞાનના સ્તરે બધાને હોઈ શકે છે પણ સ્વરૂપનું વેદન, મોહવિલયના સ્તરે સાધકને હોઈ શકે છે. જીવ આત્મસ્વરૂપનું વેદન ન કરે, અનુભવે નહીં ત્યાં સુધી દુઃખોનો અંત કેવી રીતે આવે ? વિષયના રસથી – આસક્તિથી – વેદનથી જો સંસાર હોય છે તો આત્મસ્વરૂપના વેદનથી સંસારનો નાશ કેમ ન હોય ? ચારિત્ર લઈને વિષયકષાયમાંથી ઉપયોગ પાછો ખેંચી લઈને જ્ઞાનદશામાં આવવાનું છે. શાનદશા = વેદન છે. જ્ઞાનમાંથી વેદન આવે છે. આપણે જ્ઞાનના ભારને ઊંચકીએ છીએ પણ તે જ્ઞાનને આત્માર્થે મુંજન કરતાં વેદન ચાલુ થાય છે. જ્ઞાનદશામાં કોઈ પણ પદાર્થની અસર થતી નથી. આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં આવે ત્યારે પદાર્થની અસરથી મુક્ત થઈ શકે છે. આકાશને તમે કાપો કે ચંદનનો લેપ કરો એ જડ હોવાથી એને કોઈ ફેર પડતો નથી તેમ આત્મા પણ સાક્ષીભાવમાં આવે તો પદાર્થના ભોક્તાભાવમાંથી સહજપણે બહાર આવી શકે છે. વળજ્ઞાનમાં જગત જણાય છે. કેવળી જગતને જાણવા જતા નથી. છાઘસ્થિક જ્ઞાનમાં જાણવા જવું પડે છે. આપણો ઉપયોગ જાણવા માટે જાય છે. જાણવા માટે જવું એ તો ક્લંક છે જ પણ જાણવા માટે ગયેલું જ્ઞાન ત્યાં પદાર્થ ઉપર ચોટી જાય છે એ મોટું કલંક છે. જ્ઞાન શા માટે પદાર્થને જાણવા માટે જાય છે ? કારણ કે તેને જગતના પદાર્થોની જરૂર છે, ખપ છે અને મોહ હોવાથી ઈનિષ્ટની કલ્પના પણ છે. આત્મા – જ્ઞાન – આનંદ આ આપણું મૌલિક સ્વરૂપ છે. એને છોડીને જ્ઞાન – પદાર્થ – સુખ. જ્ઞાને પદાર્થના માધ્યમથી સુખ મેળવ્યું એ જીવની નબળાઈ છે. અધૂરા જ્ઞાનની આ સ્થિતિ છે. આત્મા દેહથી જકડાયેલા છે. 2010_05 Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ એકલા જ્ઞાનથી જીવી શકે તેમ નથી. જગતમાં જે પદાર્થો પડ્યા છે તેનો જીવન જીવવા માટે ઓછા-વધતા અંશે ખપ પડે છે. ખપ પડે છે માટે જ્ઞાન ત્યાં જાય છે. અને જઈને ચોટે છે. એ જ્ઞાનની મલિનતા, અપૂર્ણતા, ચિતરામણ એ જ સંસાર છે જ્ઞાનની નિર્મળતા, પૂર્ણતા, સ્વચ્છતા, નિઃશંકતા - આ છે કેવળજ્ઞાન. સૌ પ્રથમ જ્ઞાન નિર્મળ બને છે. નિર્મળ બનેલું જ્ઞાન મોહનીયકર્મના બંધ, ઉદય, ઉદીરણા, સત્તાથી રહિત હોઈ સ્વચ્છ હોય છે અને માટે જ પૂર્ણ બને છે અને પૂર્ણતા એ નિઃશંકતાને લાવનાર છે. સૌ પ્રથમ જ્ઞાનમાંથી મલિનતા જ કાઢવાની છે. કષાયો જ્ઞાનને મલિન કરે છે. ક્રોધ - માન વગેરે જ્ઞાનની મલિનતા છે. આ જ દુ:ખ છે. આપણે જ્ઞાનમાં ભળી ગયેલા મોહના વિકારોને સમ્યજ્ઞાનના આલંબને દૂર કરીને જ્ઞાનદશા પ્રાપ્ત કરવાની છે. અને આ જ્ઞાનદશા જેમ જેમ વધે તેમ આનંદવેદન વધે છે. આ જ ચારિત્ર છે. રાગાદિ વિકલ્પો જ્ઞાનમાંથી ઓછા થતાં, બંધ થતાં કર્મબંધ અલ્પ થાય છે, અટકી જાય છે. નિશ્ચયનયથી આ ચારિત્ર છે. અહીં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો અભેદ પરિણામ પ્રાપ્ત થાય છે. આ જ વાત ઉપાધ્યાયજી મ. ૧૨૫ ગાથાના સ્તવનમાં જણાવે છે કે, જે જે અંશે રે નિરપાધિકપણું તે તે જાણો રે ધર્મ, સમ્યગ્દષ્ટિ ગુણઠાણા થકી રે, જાવ લહે શિવશર્મ” આ નિરુપાધિકતા લાવવા માટે પ્રવ્રજ્યામાં અતાત્ત્વિક ધર્મસંન્યાસ હોય છે. સાવદ્ય પ્રવૃત્તિલક્ષણ ધર્મનો ત્યાગ હોય છે. શુકલધ્યાનમાં, ક્ષપકશ્રેણીમાં તાત્ત્વિક ધર્મસંન્યાસ આવે છે. એના દ્વારા આત્માની અશુદ્ધિ દૂર થતાં આત્મા નિરાવરણ બને છે. લાયોપથમિક ધર્મના ત્યાગમાં ઉપયોગનું શુદ્ધિકરણ થતું હોય છે. કર્મની જડને, કર્મના મૂળને સાફ કરવાનું કામ અહીં થાય છે અને વીતરાગતા અને કેવળજ્ઞાન એ તાત્ત્વિક ધર્મસંન્યાસનું ફળ છે. શુક્લધ્યાનના પ્રથમના બે પાયા ઉપયોગને શુદ્ધ કરે છે. ઉપયોગની શુદ્ધિથી નિરાવરણતા થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. ઉપયોગની મલિનતા દૂર થવાથી, કષાયોની કાલિમા અસ્ત થવાથી જ્ઞાનમાં આનંદવેદનની શરૂઆત થાય છે. ઉપયોગ ચૈતન્યસ્વરૂપ છે ચૈતન્ય = ચેતકતા = ચેતવું = જાણવું આ બધા ચૈતન્યપર્યાયો છે. વળી આત્મામાં વેદકતા છે. તેમાં વેદવાનું છે. આત્મા સ્વ-પરને જાણે છે, સ્વને વેદ છે ચિત્ = જ્ઞાન = ચૈતન્ય = અદ્વૈત = આત્માનું સ્વરૂપ. ચિત્તમાં સંસારી જીવ આવે છે ચિત્ત = મન = દ્વત છે. ચિત્ત છે તો ઉપાધિ છે. એમાંથી એક “ત” નીકળી જાય તો કેવી શાંતિ થઈ જાય ! ચિત્તમાંથી ચિતુ કરવાનું છે એ સાધના છે. વીતરાગતા એ ઉપયોગની સ્વચ્છતા છે. પરમાત્મા સર્વજ્ઞ છે એને 2010_05 Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાનું ફળ જ્ઞાનયોગ ૨૭૯ અનંતજ્ઞ કેમ નથી કહેતાં ! અનંતના અનંતભેદ પડે છે જ્યારે સર્વજ્ઞ એ અનંતનો છેલ્લામાં છેલ્લો ભેદ છે. અનંતજ્ઞ એ સર્વજ્ઞ હોય પણ ખરો અને ન પણ હોય. સર્વજ્ઞ એ અનંતજ્ઞ હોય જ. શુક્લધ્યાનના પ્રથમના બે ભેદો મતિજ્ઞાનના ઉપયોગના કચરાને સાફ કરે છે, મોહજન્ય તથા અજ્ઞાનજન્ય અશુદ્ધિને દૂર કરે છે. તેરમા ગુણસ્થાનકે આયોજયકરણ પછી બીજા બે પાયા આવે છે એ યોગ સંબંધી છે. પાંચ હૂવાક્ષર મધ્યમગતિએ બોલાય એટલો કાળ ચૌદમા ગુણસ્થાનકનો છે. એટલે કે પહેલા બે પાયા ઉપયોગ સંબંધી છે અને છેલ્લા બે પાયા યોગ સંબંધી છે. શૈલેશી, સર્વસંવર, અલેશી, અબંધક, સક્રિય, નિષ્પકંપતા, અયોગી આ બધા ચૌદમા ગુણસ્થાનકને જણાવનારા શબ્દો છે. પૂર્વે આત્મપ્રદેશો કંપાયમાન હતા તે હવે સ્થિર થાય છે. અઘાતી કર્મો પણ નાશ પામે છે. આત્મા અશરીરી બને છે, સિદ્ધ બને છે, કૃતકૃત્ય બને છે. ઉપયોગ એ આધેય છે. આત્મપ્રદેશો આધાર છે. આધાર સ્થિર રાખવા માટે પહેલાં આધેય સ્થિર થવો જોઈએ. આધેયની અસ્થિરતા આધારને અસ્થિર બનાવે. આ જ ક્રમથી વિકાસ થાય છે. પહેલાં આધેયને સ્થિર કરો, રહેનારને સ્થિર કરો. ચૈતન્યમય ઉપયોગ આધેય છે. આધેય મલિન બન્યો છે. તેને સ્વચ્છ કરવાનો છે. આ ક્રમે જ થાય છે. એટલે સૌ પહેલાં વીતરાગતા આવે. પછી પૂર્ણતા આવે. પૂર્ણ બનેલો આત્મા દેહના બંધનમાંથી છૂટીને મુક્ત બને છે. ઘાતકર્મના નાશ માટે જ પુરુષાર્થ છે. અઘાતીનો નાશ સહજ રીતે થયા કરે છે. કેવળજ્ઞાનને પૂર્ણાનંદવેદન છે. પ્રશ્ન : અહીં કોઈ પ્રશ્ન કરે કે ઘાતકર્મના ક્ષયવાળા કેવળજ્ઞાનીને પૂર્ણાનંદવેદન છે પણ વેદનીયકર્મનો ક્ષય તો હજી થયો નથી તેનું શું ? અથવા ચાર અઘાતી કર્મો છે નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય. આ ચાર કર્મોના ક્ષયથી અનુક્રમે અરૂપીપણું, અગુરુલઘુપણું, અક્ષય સ્થિતિ અને અવ્યાબાધ સુખ ઉત્પન્ન થાય છે. હવે જોવા જઈએ તો કેવળજ્ઞાન એ અરૂપી છે, અગુરુલઘુ છે, અક્ષય સ્થિતિવાળું છે અને અવ્યાબાધ સુખવાળું છે. અઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન થનારા ચાર ગુણો એ કેવળજ્ઞાનનાં વિશેષણો તો બની જ ગયા છે તો પછી અઘાતી કર્મના નાશથી આત્માને શું મળશે ? અને આવારક હોય તો આવાર્ય પણ કંઈક હોવું જ જોઈએ ? ઉત્તર : પ્રશ્ન તો સુંદર છે. પણ વસ્તુસ્વરૂપનું યથાર્થદર્શન કરશો. તો આનો સ્પષ્ટ જવાબ મળશે. દરેક વસ્તુ દ્રવ્ય અને ભાવસ્વરૂપ છે. તેમ આત્મા પણ દ્રવ્ય અને ભાવસ્વરૂપ છે આત્માના અસંખ્યપ્રદેશ એ તેનું દ્રવ્યસ્વરૂપ છે અને તેના ગુણપર્યાય એ તેનું ભાવસ્વરૂપ છે. હવે ઘાતી કર્મો એ આત્માના ભાવ સ્વરૂપને આવરે છે અને અઘાતી કર્મો આત્માના દ્રવ્યસ્વરૂપને 2010_05 Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮o યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આવરે છે એટલે કેવળજ્ઞાનનાં વિશેષણો રૂપે અરૂપી અગુરુલઘુ અક્ષય સ્થિતિ અને અનંત અવ્યાબાધ સુખ હોવા છતાં કેવળી દેહસ્થ - ભવોપગ્રાહી કર્મયુક્ત – હોવાથી તેનો આત્મા રૂપી છે, ગુરુલઘુ છે, ક્ષયસ્થિતિવાળો છે અને પ્રદેશજન્ય સુખના અભાવવાળો છે. અઘાતી કર્મોનો ક્ષયથી હવે આત્મપ્રદેશો અરૂપી બન્યા, અગુરુલઘુ બન્યા, અક્ષયસ્થિતિવાળા (સાદિ – અનંત ભાગે મોલમાં પહોંચ્યા) અને અનંત અવ્યાબાધ સુખવાળા બન્યા. શાતા, અશાતા બંનેના ઉદયથી રહિત આત્માના પ્રદેશો અનંત અવ્યાબાધ સુખના માલિક બન્યા. કેવળીને ઉપયોગનું અનંત સુખ છે પણ પ્રદેશનું સુખ નથી. કારણ કે અઘાતી કર્મોનો ઉદય છે. સિદ્ધોને ઉપયોગનું તથા પ્રદેશનું અસંતું સુખ છે. તે આત્મપ્રદેશની સ્થિરતા થવા રૂપ જ પ્રદેશનું અનંતસુખ કહી શકાય. તેરમા ગુણસ્થાનકે અનંત આનંદવેદન હોવા છતાં આત્મપ્રદેશો ઉપર અઘાતી કર્મના ઉદયની અશુદ્ધિ હતી. તે, આત્મા સિદ્ધ થતાં નીકળી જાય છે. આમ અશુદ્ધિ નીકળી જતાં આત્મપ્રદેશોની - સ્થિરતા થતાં, તેરમા ગુણસ્થાનકે શાતા કે અશાતા વેદનીયના ઉદયથી જે શાતા – અશાતા દૃશ્યમાન હતી તે હવે રહેતી નથી. બાકી આનંદવેદન તો તેરમા ગુણસ્થાનકના પહેલા સમયથી માંડીને સાદિ – અનંતકાળ સુધી એક જ સરખું રહે છે. અઘાતકર્મના નાશથી જે અવ્યાબાધ સુખ કહીએ છીએ તે આત્મપ્રદેશોની વ્યાબાધા = કંપનતા નીકળી ગઈ છે તે જ અવ્યાબાધતા જાણવી અને તે જ અવ્યાબાધ સુખ છે. આનંદવેદનનો અભેદ આધાર જ્ઞાનોપયોગ છે અને જ્ઞાનપયોગ પૂર્ણતાને પામ્યો તો તેમાંથી આનંદવેદન પણ પૂર્ણ જ બને. આયોજયકરણ આવે એટલે બીજો સામર્થ્યયોગ પૂરો થાય છે અને આત્માને આત્માના અનંત ગુણોની અનુભૂતિ થાય છે. આ બધી સ્થિતિને પામવા માટે સૌ પ્રથમ ભવ્યજીવ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ કરે છે. આ ત્રણમાંથી અભવ્યને એક જ યથાપ્રવૃત્તકરણ હોય છે. આત્મપરિણામ એ કરણ છે - અધ્યવસાય છે. જીવ અંતઃ કોડાકોડી સાગરોપમની સ્થિતિ કરે ત્યારે યથાપ્રવૃત્તકરણ થાય છે - મોહનીયકર્મની ૭૦ કો.કો.માંથી ૬૯ કો.કો. ખપાવવાની છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાયકર્મની ૩૦ કો.કો.માંથી ૨૯ ખપાવીને ને નામ, ગોત્ર કર્મની ૨૦ કો.કો.માંથી ૧૯ કો.કો.કમ ખપાવીને માત્ર કોડાકોડી સાગરોપમમાં પણ કંઈક ઓછી સ્થિતિ થવાથી યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત થાય છે. આટલું કરવામાં જીવને બહુ પ્રયત્નવિશેષ કરવો પડતો નથી. જેવી રીતે સહરાના રણમાં પવનના ઝપાટાથી રેતીના ઢગલાને ઉડાડવામાં બહુ તકલીફ પડતી નથી. આ સ્થિતિએ અભવ્ય પણ અનંતીવાર આવે છે. 2010_05 Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાનું ફળ જ્ઞાનયોગ ૨૮૧ ગ્રચિનું સ્વરૂપ એકેંદ્રિયાદિ ગતિઓમાં દુઃખો ઘણાં સહન કરવાથી અકામ નિર્જરા થાય છે અને સંયોગો ન હોવાથી જીવ પાપ કરી શકતો નથી માટે આ સ્થિતિનું સર્જન થાય છે. પણ આ સ્થિતિ પછી ગ્રંથિભેદ થાય તો સમક્તિ મળી શકે છે. અપૂર્વકરણના અધ્યવસાયથી દુર્ભેદ્ય કર્કશ, ઘન, રૂઢ અને ગૂઢ એવી રાગદ્વેષના પરિણામ સ્વરૂપ પ્રન્યિ છે તેને તોડવી પડશે. અનાદિકાળથી જીવને અનુકૂળતાનો રાગ છે અને પ્રતિકૂળતાનો દ્વેષ છે. આને તોડવાની છે. આ પ્રન્ચિ કર્કશ છે એટલે એનાથી હાથ છોલાય, પણ એ ન છોલાય. આ પ્રન્યિ હોતે છતે તીવ્ર કષાયો વર્તે છે. રાગ – ષ તીવ્ર બને છે. કષાયોનો તીવ્ર પરિણામ એ જીવને વિચિત્ર વર્તન કરાવે છે. પોતાને તો દુઃખ આપે પણ બીજાને પણ દુઃખ આપે તે કર્મશતા છે. વળી ઘન એટલે olid, નક્કર છે. જીવ દુઃખે કરીને અંત આવે એવા અનંત સંસારના પરિણામ અહીં નાખે છે. અનંત સંસાર રખડી શકાય એવા અનુબંધો અહીં પડે છે. રૂઢ એટલે મજબૂત - ન તૂટે, ન છૂટે એવી આ મડાગાંઠ હોય છે. ગ્રન્થી એ મોહનીયનો પરિણામ છે. અનંતકાળથી અજ્ઞાનથી આ ગ્રન્થી પુષ્ટ થતી આવી છે. સમ્યજ્ઞાનના પ્રકાશથી એ ઓળખાઈ જાય તો એને ઢીલી કરી શકાય. ગૂઢ વળી આ ગૂઢ એટલે ગુપ્ત, ઓળખી ન શકાય. અધ્યાત્મમાર્ગમાં પ્રન્થિ ભેદવી એ જ પરાક્રમ છે. જન્મ – મરણ કેમ આવે ? દુ:ખ કેમ આવે છે ? ઈષ્ટાનિષ્ટની ઓળખાણ ન્યિના કારણે થતી નથી. આ પ્રન્થિના કારણે અનંત આનંદ દબાયેલો છે, અનંતપુદ્ગલપરાવર્ત જીવ રખડે છે અનંત જન્મો. - મરણો કરે છે. આ ગ્રન્થિ રાગાદિથી, અજ્ઞાનથી, અંતરાયથી પુષ્ટ થાય છે. અનાદિકાળથી આપણો આત્મા દુઃખી થયો હોય અને બીજાના દુઃખમાં નિમિત્ત બનતો હોય તો આ પ્રન્યિના કારણે છે. ગ્રન્યિ વિપરીત બદ્ધિ કરાવે છે. વિપર્યાસ કરાવે છે. દેહમાં આત્મબુદ્ધિ કરાવે છે. દેહને હું માનવા સ્વરૂપ આરોપિત ભાવમાં કરેલી ધર્મક્રિયાનું ફળ પુણ્યબંધ છે. આરોપ ખસે નહીં ત્યાં સુધી જીવને સાચું સુખ ન મળી શકે. ગ્રન્થિ છે ત્યાં સુધી અહંકારથી જીવન જીવવાનું છે. ડુંગરી – કોબીના ફળ જેવાં આવરણો છે. આવરણો તૂટતા જાય તો પણ અંધકાર જાય નહીં. ઈન્દ્રનું સામ્રાજ્ય મેળવવું કે ચક્રવર્તીના છ ખંડ સાધવા એ કોઈ મોટું પરાક્રમ નથી. એ પુણ્યના ઉદયથી મળે છે. ગ્રંથિભેદ કર્મના ક્ષયોપશમથી, ક્ષયથી મળે છે. પુણ્યના ઉદયથી જગતની બધી સંપત્તિ મળે એનાથી જીવને શું મળ્યું તે તો કહો ? લક્ષ્મી 2010_05 Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ વધી તો તિજોરીમાં વધી, અધિકાર વધ્યો તો પ્રતિષ્ઠા મળી, પરિવાર વધ્યો તો મ્યુનિસીપાલીટીનું પત્રક વધ્યું. જ્ઞાનીની દૃષ્ટિએ કચરો વધ્યો અને કચરાને સારો માનવો એ મિથ્યાત્વ છે. પચાસ વર્ષો જેની સાથે રહેવું છે તેના માટે જીવ કેટલી ભૂલો કરે છે, પાપો કરે છે, પરિણતિને બગાડે છે. જેની સાથે સંયોગ સંબંધ છે તેને આત્મસ્વરૂપ માનવાની જીવે અજ્ઞાનના અને મોહના કારણે ભૂલો કરી છે. હવે આપણે બુદ્ધિમાન કહેવાઈએ કે બુદ્ધ કહેવાઈએ ? પુણ્યનો ઉદય છે, સંયોગ અનુકૂળ વર્તે છે પણ જે દિવસે પાપનો ઉદય આવશે ત્યારે એ બધા પ્રતિકૂળ થઈ જશે. સંયોગમાં વિયોગ નહીં દેખાડનાર આ પ્રખ્યુિં છે. બધું અનુકૂળ મળ્યું એટલે આપણું પોતાનું થઈ ગયું થોડું કહેવાય ? ગ્રન્યિ ભેદાય ત્યારે ભ્રમ ટળે છે. જીવ આત્માનંદને પામે છે. આત્માનંદની પ્રાપ્તિ પછી બાહ્ય પદાર્થોમાં તેને આનંદ આવે નહીં, બાહ્ય પદાર્થો આવે તોય શું ? જાય તો ય શું ? રહે તો ય શું ? ન રહે તો ય શું ? આત્માનંદની ઝાંખી પાસે આ બધા વિકલ્પો વિલીન થઈ જાય આ એક ભાઈ પરદેશથી હિન્દુસ્તાન આવી રહ્યા છે. પ્લેનમાં બેઠા – થોડું પ્લેન ચાલ્યું પછી હાલમડોલ થવા માંડ્યું. પાયલોટ ગભરાયો. હું પણ નહીં બચી શકું એવું તેને લાગ્યું. જિજિવિષાને કારણે ચારેબાજુ રોકકળ થવા માંડી. મૃત્યુનો ભય કેવો હોય છે ? આ ભાઈ વિચારે છે કે રોકકળથી શું ફાયદો ? હવે તો દસ-પંદર મિનિટમાં જવાનું જ છે, તો જ્યાં જવું છે તે પરલોકની સાધના કરી લઉં. કટોકટીના સમયે હાયવોય ન કરતાં, પરિસ્થિતિનો સ્વીકાર કરી માર્ગ કાઢવો એ પૈર્ય છે. ધિયા નતે ત ઈર: બુદ્ધિથી જે શોભી રહ્યો છે તે ધીર પુરુષ છે. તે પ્રસંગમાં અંદર ન ખેંચતાં બહાર આવવા પ્રયત્ન કરે છે. પેલા ભાઈએ પહેલાં સાંભળેલું હતું કે, અરિહંત સિવાય કોઈ શરણ નથી” પણ તે વખતે પત્ની પૈસા, પુણ્યનું શરણ તેને લાગતું હતું તેથી અરિહંતના શરણની વાત તેણે સાંભળેલી ખરી. પણ શ્રદ્ધામાં ન હતી આવી પણ જ્યારે પત્ની, પૈસા, પુણ્યની અશરણતા પુરવાર થતી જણાઈ ત્યારે ડૂબતો માણસ જેમ તણખલું પકડે તેમ તેણે અરિહંતમાં ઉપયોગને લીન બનાવ્યો. ભય વિના શરણ નહીં, બાહ્ય પદાર્થોથી અશરણતાનો અહેસાસ થયો ત્યારે તેણે અરિહંતને પકડી લીધા. ઉપયોગ સ્કૂલમાંથી સૂક્ષ્મ બન્યો. અરિહંતના આલંબને શુભભાવ પરાકાષ્ઠાનો બન્યો. અરિહંતની સંપૂર્ણ બિનશરતી શરણાગતિ સ્વીકારી, જ્ઞાનચેતનાને અરિહંતનો આકાર આપી દીધો. મૃત્યુનો ભય હતો. આંખો બંધ કરી અંદરમાં ચાલ્યો ગયો. અંતર્મુહૂર્તનો કાળ સ્થિર રહ્યો, ગ્રન્થિભેદ કરી સમ્યકત્વ પામ્યો. જ્યારે અંદરથી બહાર આવ્યો ત્યારે બધા ભયો, શાંત થઈ ગયા હતા. પ્રસ્થિભેદ 2010_05 Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાનું ફળ જ્ઞાનયોગ ૨૮૩ થતાં આત્માનું સંવેદન થયું. અપૂર્વ આનંદદન થયું. અત્યાર સુધી કુલાચારના પ્રભાવે આત્મસાક્ષાત્કારની વાતો ઘણી સાંભળી હતી. આજે તેમને આત્મસાક્ષાત્કાર થયો. દેહાત્મભેદ જ્ઞાન થતાં આત્માની અમરતા સમજાણી, મૃત્યુ એ વિવક્ષિત શરીર અને આત્માનો વિયોગ છે. બાકી આત્મા અમર છે. મૃત્યુનો ભય જમીનદોસ્ત થઈ ગયો. પાંચ ફૂટના માનવમાં અબજો ફૂટનું ઊંડાણ પડ્યું છે એટલે ઊંડો ઉપયોગ જશે ત્યારે અંદરમાં રહેલા આનંદનું વેદન થશે. વિનોબા ભાવે કહેતા હતા કે મૃત્યુ એ જુનાં કપડાં ઉતારીને નવાં કપડાં પહેરવા સમાન છે. નવાં જન્મનું કારોદ્ઘાટન કરનાર મૃત્યુ છે. આ મલિન કાયાને કાઢીને દેવભવની નવીન કાયા ધારણ કરવી તે મૃત્યુ છે. જેને આત્મા ગમે તેને દેવગતિ મળવાની જ છે. મહાસમુદ્રના આ છેડેથી ડૂબકી લગાવીને પેલે છેડે નીકળવું છે તો શાસ્ત્રોને આત્મસાત્ કરવાં પડશે. જ્ઞાનને શક્તિરૂપે, ભારરૂપે, બોજારૂપે બનાવીશું તો આનંદ નહીં મળે. અહંના તોફાનો વધશે. શાસ્ત્રો ભણવાથી તો વાદ – વિવાદ વધશે પણ શાસ્ત્રો ભણીને જ્ઞાનરસને અંદરમાં અનુભવવાનો છે. આજે ધર્મના નામે જે સંઘર્ષો, તોફાનો ચાલે છે તેનું કારણ જ્ઞાનશક્તિરૂપ રહ્યું છે માટે. જ્ઞાન રસરૂપ નથી બન્યું, જ્ઞાન તો હંમેશા વિવેક આપે. આ ધર્મઝનૂન એ જ્ઞાનનો ફુગાવો છે. આજે પૈસો નથી વધ્યો પણ ફુગાવો વધ્યો છે. પરિણામે બેફામ મોઘવારી વધતી જાય છે. તેમ આજે ધર્મનો ફુગાવો છે માટે પાપપ્રવૃત્તિ, સંક્લેશ, મમત્વ વગેરે વધ્યા છે. ક્લેશને સંઘર્ષ વધતા દેખાય એ ધર્મનો ફુગાવો છે. જ્યાં પૈસા વધે અને ઠરીઠામ બેસવાનું મન ન થાય તે પૈસાનો ફુગાવો છે. ફુગાવો વધ્યો એટલે સુખ ન મળે, શરીરે સોજા હોય તે આરોગ્ય નથી પણ ફુગાવો છે. દેખાવમાં કાયા હૃષ્ટપુષ્ટ દેખાય પણ આરોગ્ય નથી માટે સુખ નથી. આજે ઉપદેશકોમાંથી અધ્યાત્મની વાત, ગ્રન્થિભેદની વાત નીકળી ગઈ છે. એમના અંતરમાં પણ સ્પૃહાઓનું તોફાન ચાલે છે. ઉપદેશકે પરમ નિસ્પૃહ બનવું જોઈએ. સાધના ગમે તેટલી ઊંચી હોય પણ નિઃસ્પૃહતા વિના સાધના શોભતી નથી. અધ્યાત્મ વિવેકના શિખર ઉપર ચઢવા માટે છે. ઇચ્છાઓના કીડા ઉધઇના કીડાની જેમ આત્માને કોતરી નાંખે છે એનાથી આત્મસ્વરૂપ ભૂલી જવાય છે. પ.પૂ. ભદ્રકરસૂરિ મહારાજ નિઃસ્પૃહતાના શિખર ઉપર છે. પ.પૂ. હિમાશુસૂરિ મહારાજ તપના શિખર ઉપર છે. પ.પૂ. જયઘોષસૂરિ મહારાજ માર્ગાનુસારી તાત્ત્વિક ક્ષયોપશમના કારણે વિવેકના શિખર ઉપર છે. વિવેકથી સમકિત મળે છે. સમકિત મળ્યા પછી પલ્યોપમ પૃથક્ત સ્થિતિ ઘટે ત્યારે દેશવિરતિ મળે છે. એમાંથી ખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે સર્વવિરતિ આવે છે. “ઇક્કોવિ 2010_05 Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ નમુક્કારો સામયોગનો એક જ નમસ્કાર સીધી ક્ષપકશ્રેણી મંડાવે છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રની જેમ થોડામાં ઘણું કહેવાની સૂત્રાત્મક શૈલી પૂ. હરિભદ્રસૂરિ મહારાજની છે. તેઓ કહે છે ખાલી મોક્ષે જવું છે, મોક્ષે જવું છે એમ ઘૂંટ ઘૂંટ કરવાનું નથી પણ અવાંતર ગુણોની પ્રાપ્તિ કરવાની છે. મોક્ષ તો ધ્યેય રૂપે રાખવાનું છે જ. પણ પહેલાં માર્ગાનુસારી બનવું પછી ગ્રન્યિભેદનું લક્ષ્ય, પછી દેશવિરતિ શ્રાવકપણું, પછી સર્વવિરતિપણું આવે. નજીકના સ્ટેજને પ્રાપ્ત કરતો જાય તો સાધ્ય પ્રાપ્ત થાય. સંસારમાં જેમ સુખી થવું છે તો પૈસાનું લક્ષ્ય રાખે. કરોડપતિ થવું છે એના માટે વેપાર એ લક્ષ્ય છે. કયો વેપાર કરવો ? તે માટે પૈસા ક્યાંથી લાવવા એ બધા અવાંતર લક્ષ્ય છે. પહેલા લાખ કમાવવા માટે નાની દુકાન કરે, પછી ધીરે ધીરે આગળ વધે એટલે કરોડપતિ બને. જાણવાનું બધું, સમજવાનું બધું પણ વર્તમાનમાં શું શક્ય છે ? કઈ ચીજ પ્રાપ્ત થઈ શકે છે ? તે માટે પ્રયત્ન કરવાનો. ખાલી મોક્ષ મોક્ષ ન કરવું. તે માટે હૈયામાં મૈત્રી વગેરે ભાવો લાવવા અને કોઈ જીવ જોડે સંઘર્ષ ન કરવા. આ યોગની સાધનાથી ઉપયોગની શુદ્ધિ વડે, અયોગી બનાય છે. યોગસંન્યાસથી અયોગી બનાય છે. અહીં તમામ યોગનો અભાવ હોય છે. અંતે ઉપયોગ એ આત્મસ્વરૂપ છે તે શુદ્ધ બને છે આઠમી દૃષ્ટિનું ફળ સમાધિ છે. પ્રત્યેક દૃષ્ટિમાં એક એક ગુણ આવે છે, એક એક દોષનો ત્યાગ થાય છે અને એક એક યોગાંગની પ્રાપ્તિ થાય છે. ધ્યાન, સમાધિ એ પણ મતિજ્ઞાનની અવસ્થા છે. ઉહ – અપોહ; તર્ક – વિતર્ક, લાગણી આ બધા મતિજ્ઞાનના પર્યાયો છે. કેવળજ્ઞાન એ સમાધિની ઉપર છે. આધિ એ મનની ચિંતા સ્વરૂપ છે. સમાધિમાં આધિને સમ, શાંત કરી છે. અહીં ઉપયોગ આત્મસ્વરૂપમાં રમે છે. બહારની ચિંતાઓ શમી ગઈ છે. પદાર્થવિષયક સંકલ્પ – વિકલ્પો અટકી ગયા છે તે સમાધિ છે. ઉપયોગ ઘણો બધો આત્મસ્વરૂપમાં લીન થયો છે ભાવમન = મતિજ્ઞાનનો ઉપયોગ એમાં સમાધિ છે, કારણ કે મતિજ્ઞાન સ્વચ્છ બન્યું છે. મોહ ઘણો બધો નાશ પામ્યો છે. તણખલા જેટલી વસ્તુ ઉપર તણખલા જેટલો મોહ પણ આત્માના અનંતજ્ઞાનને અટકાવી શકે છે, અનંત સંસાર રખડાવી શકે છે, આ જ વાસ્તવિકતાથી ચૌદપૂર્વી અનંતા નિગોદમાં પડ્યા છે. સાધના સિદ્ધિને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી જાગૃતિ જોઈશે. સાધક સમાધિમરણ, સમાધિજીવન માટે તલસતો હોય છે. જેને સમાધિનો તલસાટ છે તે બીજાને સમાધિ આપવાનો વખત આવે ત્યારે ત્યાં દોડી જાય. આવો મૈત્રીભાવ આત્મસાતુ કરવો જોઈએ. જલિયાંવાલા બાગમાં પ્રચંડ હત્યાકાંડ સર્જનાર જનરલ ડાયર પ્રત્યે પણ 2010_05 Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાનું ફળ જ્ઞાનયોગ ૨૮૫ ગાંધીજીના આ ઉદ્દગાર છે કે જનરલ ડાયર માટે મને આંતરિક કોઈ જ દ્વેષ નથી. તેને સમાધિ જોઈતી હોય તો હું આજે પણ દોડી જાઉં. જેટલી સમાધિ વધારે તેટલી વ્યાધિ, ઉપાધિ ઓછી. સાધુને સમાધિ જ હોય. આધિ તો અહીં આવીને ઊભી કરે તો જ થાય. લોકેષણા વધે તો ઉપાધિ આવે. માનપાનની ઇચ્છા એ લોકેષણા છે. ઉપાધિ છે. સમાધિ જાય ત્યાં આધિ પગપેસારો કરી દે છે. જેને સ્પૃહા છે એ સત્ય વસ્તુનું કથન કરતાં અચકાશે. સાધુ નિઃસ્પૃહ નહીં બને તો સત્યકથન કોણ કરશે ? સત્યવસ્તુના પ્રકાશન માટે નીડર બનવું પડે. નિ:સ્પૃહ આત્માની વાણીમાં જ ફોર્સ આવે. વાત સાચી કહેવી અને સામાને પ્રિય કહેવી એ વાત અશક્ય નથી પણ દુઃશક્ય તો છે જ. આ ઉદાયનમંત્રીશ્વરને કુમારપાળ પૂછે છે કે સિદ્ધરાજ અને મારામાં ઉદાર કોણ ? ત્યારે સત્ત્વશીલ મંત્રીશ્વર કહે છે, “સાહેબ ! ઉદારતામાં તો સિદ્ધરાજ ચડે.' આ સાંભળીને કુમારપાળ ખિન્ન નથી થયા કારણ કે અધ્યાતમ હતું. અધ્યાત્મ સમજવું હોય તો પોતાના દોષો દેખાવા જોઈએ. પોતાના દોષો ખટકે તો જ અધ્યાત્મ આવે. આચરણની અગત્યતા તમારા દુશ્મનને આપવા જેવી ચીજ છે – ક્ષમા. તમારા હરીફને આપવા જેવી ચીજ છે – સહનશીલતા. તમારા મિત્રને આપવા જેવી ચીજ છે – હૃદય. તમારા પિતાને આપવા જેવી ચીજ છે – પૂજ્યભાવ. તમારી માતાને આપવા જેવી ચીજ છે – ઉચ્ચ સેવા. ભગવાન ક્યાં રહે છે ? માતાપિતાની સેવા કરનારને ઘેર. પતિવ્રતા સ્ત્રીને ઘેર. જીતેન્દ્રિય વ્યક્તિને ઘેર. અતિથિ સત્કાર કરનારને ઘેર. સત્યવાદી ઈમાનદાર વેપારીને ઘેર. 2010_05 Page #309 -------------------------------------------------------------------------- ________________ આયોજ્યકરણ अतस्त्वयोगो योगानां योगः पर उदाहृतः । मोक्षयोजनभावेन सर्वसंन्यासलक्षणः ॥ ११ ॥ દ્વિતીય અપૂર્વકરણમાં ધર્મસંન્યાસ નામનો સામર્થ્યયોગ આવે છે અર્થાત્ ક્ષપકશ્રેણીમાં હવે આગળ જઈને ક્ષાયિકધર્મોની પ્રાપ્તિ થવાની હોવાથી ક્ષાયોપશ્ચમિક એવા ક્ષમાદિ ધર્મોનો ત્યાગ થાય છે અને આ ધર્મસંન્યાસ નામના સામર્થ્યયોગ પછીથી યોગસંન્યાસ નામનો સામર્થ્યયોગ' આયોજયકરણની ઉત્તરકાળમાં પ્રાપ્ત થાય છે. તેમાં આયોજયકરણ એટલે કેવલજ્ઞાનથી પ્રયુક્ત અચિંત્યવીર્ય વડે અઘાતીકર્મોને એવી સ્થિતિમાં મૂકી દેવાં કે જેથી ચૌદમા ગુણસ્થાનકે પાંચ હાસ્વાક્ષર જેટલા કાળમાં તે ખપી જાય. આવા પ્રકારનો પ્રયત્ન જે થાય છે તે આયોજયકરણ છે. આ આયોજયકરણ પછીથી યોનિરોધ કરવા માટેનો પ્રયત્ન થાય છે જેના કારણે ચૌદમા ગુણસ્થાનકે યોગસંન્યાસ નામનો બીજો સામર્થ્યયોગ પ્રાપ્ત થાય છે. આ યોગસંન્યાસ નામના બીજા સામર્થ્યયોગમાં મન, વચન, કાયાના ત્રણે યોગોનો નિરોધ થાય છે અર્થાત્ તે મન, વચન, કાયાની સર્વ પ્રવૃત્તિ અહીં અટકી જાય છે માટે તે અયોગ કહેવાય છે અને અયોગ એ સર્વયોગોમાં શ્રેષ્ઠ કહ્યો છે; સર્વયોગોમાં એટલે મિત્રા, તારાદિ જે યોગો છે તે સર્વ યોગોમાં. આ ચૌદમા ગુણસ્થાનકે પ્રાપ્ત યોગસંન્યાસ સ્વરૂપ અયોગ એ શ્રેષ્ઠ છે. કારણ કે મિત્રા, તારાદિ યોગદૃષ્ટિમાં બતાવેલી એક એક દૃષ્ટિની ઉત્તરોત્તર સાધના કરતા આત્મામાં શુદ્ધિ વધતી આવે છે અને એ શુદ્ધિ ચૌદમા ગુણસ્થાનકે ત્રણે યોગનો નિરોધ થતાં પરાકાષ્ઠાની બને છે. હવે ચૌદમા ગુણસ્થાનકે યોગનિરોધની કક્ષાએ પહોંચેલા આત્માને કાંઈ કરવાનું રહેતું નથી. હવે તો ચૌદમા ગુણસ્થાનકનો મધ્યમગતિથી બોલાતા પંચહૂસ્વાક્ષર પ્રમાણ જેટલો કાળ પૂર્ણ થતાં આત્મા સિદ્ઘાલયમાં સુસ્થિત થવાનો છે. આમ યોગસંન્યાસ લક્ષણ સામર્થ્યયોગ કે જે યોગનિરોધ સ્વરૂપ છે, અર્થાત્ અયોગ સ્વરૂપ છે, તેની પ્રાપ્તિથી આત્મા મોક્ષ પામે છે. માટે આત્માને મોક્ષની સાથે જોડી આપે તે યોગ.'' એ યોગની વ્યાખ્યા ચૌદમા ગુણસ્થાનકે પ્રાપ્ત ‘અયોગ' નામના યોગમાં સારી રીતે ઘટતી હોવાથી ‘અયોગ'ને શ્રેષ્ઠ યોગ કહ્યો છે. હવે આ બધી ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ રૂપ સામર્થ્યયોગની વાત અહીંયાં યોગદૃષ્ટિના વિષયમાં કેમ લાવ્યા ? એ પ્રશ્નના ઉત્તર રૂપે કહે છે કે ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ કરતાં _2010_05 Page #310 -------------------------------------------------------------------------- ________________ આયોજ્યકરણ ૨૮૭ ગ્રંથકારશ્રીએ “હું ઈચ્છાયોગથી પરમાત્માને નમસ્કાર કરું છું'' એમ કહ્યું હતું. તેથી ઇચ્છાયોગ શું છે ? એ બતાવવા પ્રસંગાનુરૂપ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનું સ્વરૂપ બતાવ્યું. એમાં “ઇક્કોવિ નમુક્કારો જિણવરવસહસ્સ વદ્ધમાણસ્સ | સંસાર સાગરાઓ તારેઇ ન વ નારિ વા !” શબ્દોથી સામર્થ્યયોગનો નમસ્કાર જણાવ્યો છે. ચૌદમે ગુણસ્થાનકે અધર્મસંન્યાસ, ધર્મસંન્યાસ, યોગસંન્યાસ, સર્વસંવર વગેરે સઘળું ઘટે છે. માટે એ સર્વયોગોમાં શ્રેષ્ઠ યોગ છે. જીવ સંસારમાં આત્મસ્વરૂપને ઓળખતો નથી. એ સામાન્ય દૃષ્ટિ છે. લોકસંજ્ઞામાં જ જીવન છે. મોજ-મજા, એશઆરામ, હરવું-ફરવું તે ઓઘદૃષ્ટિ છે અચરમાવર્તકાળમાં તો ઓઘદૃષ્ટિ જ છે અને ચરમાવર્તિમાં પણ ભારેકર્મી છે ત્યાં સુધી ઓઘદૃષ્ટિ છે. ગુણસંપન્ન અપુનબંધકાવસ્થા આવે ત્યારે જીવ યોગદૃષ્ટિ પામે છે. દષ્ટિ આત્માને ઉપકાર કરનારી હોય છે. આ દૃષ્ટિ આવે એટલે આત્મસ્વરૂપ ગમે છે. આત્મસ્વરૂપની ઝંખના થાય છે. આત્મસ્વરૂપની રુચિ થાય છે. આ દૃષ્ટિ આવ્યા પહેલાં જીવને આત્મસ્વરૂપની રુચિ હોતી નથી પણ કેન્દ્રસ્થાને દેહ હોય છે. એની દૃષ્ટિ બહુ બહુ તો પરલોક સુધી પહોંચે, પણ આત્મા સુધી પહોંચતી નથી. આત્મામાં ભાવમલ ભરેલો હોવાથી જીવ આત્માભિમુખ બની શકતો નથી. અચરમાવર્તમાં ઠાંસી ઠાંસીને સંસારનો રાગ ભરેલો હોય છે. વિષયોમાં તેની બુદ્ધિ ભરેલી હોય છે. કર્મના ક્ષયોપશમથી દૃષ્ટિ પ્રાપ્ત થતી હોય છે. જ્ઞાનાવરણીય, મોહનીય વગેરે કર્મોના ભિન્ન ભિન્ન પ્રકારના ક્ષયોપશમથી પદાર્થ એકનો એક હોવા છતાં વ્યક્તિભેદે, દૃષ્ટિભેદે દર્શન જુદું જુદું થતું હોય છે. - રાત્રી છે અને વાદળાં છે ત્યારે પદાર્થનું દર્શન જે થાય છે તેનાથી રાત્રી છે અને વાદળાં નથી ત્યારે તેનું દર્શન જુદું થાય છે. દિવસ છે અને વાદળાં છે ત્યારે પદાર્થનું દર્શન થોડું સ્પષ્ટ થાય છેદિવસ છે અને વાદળાં નથી ત્યારે પદાર્થનું દર્શન વધુ સ્પષ્ટ થાય છે. વળી ભૂતાદિથી ગ્રસિત હોય તે જેવું દર્શન કરે છે તેનાથી સ્પષ્ટ દર્શન ભૂતાદિ ગ્રહરહિતનું હોય છે. વળી બાળક અને યુવાનના પદાર્થદર્શન જુદા પડે છે. વળી યુવાનમાં પણ પીળિયો, ઝામર વગેરેથી જેનાં લોચન હણાયાં છે તેનું દર્શન ધૂંધળું હોય છે. અસ્પષ્ટ હોય છે, ભ્રમિત પણ હોઈ શકે છે અને જેની દૃષ્ટિ હણાયેલી નથી તેનું દર્શન વધુ સ્પષ્ટ હોઈ શકે છે. આમ દષ્ટિના ભેદ પદાર્થ એક જ હોવા છતાં દર્શન જુદું જુદું હોય છે. અધ્યાત્મની અંદર પણ ક્ષયોપશમની વિચિત્રતાના કારણે પદાર્થનું સ્વરૂપ એક હોવા છતાં પદાર્થની માન્યતા જુદી જુદી હોય છે. જગતમાં જોનારાના ભેદે પદાર્થના દર્શનમાં ભેદ પડે છે તેમ 2010_05 Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આત્મા અને પરમાત્માના દર્શનમાં પણ ભેદ પડે છે. દષ્ટિના ભેદે દર્શનભેદ છે તે માન્યતા ભેદ છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી દર્શનભેદ હોય છે. જ્યાં સુધી ગ્રન્થિભેદ નથી થયો ત્યાં સુધી પારલૌકિક પદાર્થમાં માન્યતાભેદ, હૂંસાતૂસી, તકરાર, વાદો – વિવાદો, ક્લેશો – સંઘર્ષો રહેવાની શક્યતા છે. પ્રન્થિભેદ પછી થનારું સમકિત સ્થિરા નામની પાંચમી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વીને એકથી ચાર દૃષ્ટિ હોય છે. ગુણસંપન્ન અપુનબંધક અવસ્થાથી ધર્મ આવે છે, દૃષ્ટિ આવે છે. દૃષ્ટિના અસંખ્ય ભેદ છે. પહેલેથી બીજી, ત્રીજી, ચોથી દૃષ્ટિમાં જતાં મિથ્યાત્વની શક્તિ ઘટતી જાય છે. આત્માના પરમાત્માના વિષયમાં પ્રતિપત્તિભેદ, માન્યતા ભેદ, દર્શનભેદ થવામાં મિથ્યાત્વ કારણ છે. મિથ્યાત્વ એ આત્માનો પરમશત્રુ છે, દુઃખ છે, એ જ સંસાર છે, એ જ દુર્ગતિ છે. મિથ્યાત્વનો પરિણામ આત્માને અવિનાશી સ્વરૂપની શ્રદ્ધા થવા દેતું નથી. આત્મા વાસ્તવમાં અરૂપી, અશરીરી હોવાથી આ જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેની આત્માને જરૂર પડે. પણ કર્મસંયોગે દેહધારી આત્માને જડની સહાય હોય છે. પણ જડમાં સુખ તો નથી જ. જીવ જડમાં આનંદનો ઉપચાર કરી, વિનાશીમાં અવિનાશીનો આરોપ કરી દોટ મૂકી રહ્યો છે તેમાં મિથ્યાત્વકારણ છે. સમ્યક્ત્વ ખૂબ જરૂરી છે. તેનાથી જીવની દોટ અટકી જાય છે. સમ્યક્ત્વ આવવાથી જીવ નિયમા મોક્ષે જવાનો એવી મહોરછાપ પડે છે. સમકિતની હાજરીમાં જીવનો ઉત્તરોત્તર વિકાસ થાય છે. માટે આ સમકિતરત્નને જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારી પાસે ખીસામાં હીરાનું પડીકું હોય ને ઊંધી જાવ તો પડીકું જાય કે ન જાય ? જગતમાં જેમ ચીજ કીંમતિ હોય છે તેમ તેને વધુ સાચવવી પડે છે. તેવી જ રીતે સમક્તિ એ આત્માના અનંત ગુણોમાં સૌથી વધુ કીંમતી રત્ન છે કારણ કે સમકિત આવ્યા પછી ગુણોની પ્રાપ્તિ શક્ય બને છે, સમકિત પહેલાંના પ્રામાણિકતા ગંભીરતા, ઉદારતા વગેરે ગુણોને આત્મતત્ત્વનું backing બેકિંગ ઓછું મળે છે. આ જીવનમાં પ્રન્થિભેદ માટે પુરુષાર્થ કરવાનો છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી તાત્ત્વિક વિષયમાં વિપર્યાય છે, જે ક્રિયા કરતાં આત્મા હાજર નથી ત્યાં અહંકાર હાજર હોય છે. અને જે ક્રિયામાં આત્માની હાજરી છે ત્યાં અહંકાર વિલીન થઈ જાય છે. સમ્ય&ત્વની પ્રાપ્તિથી અહંકારની મરણપથારી થાય છે. સમ્યક્ત્વ પામ્યાથી અહંકારના હાથ-પગ કપાઈ જાય છે. સમ્યક્ત્વ ગુણ આવ્યો એટલે આત્મા દેખતો થયો, તેણે પોતાનું ઘર જોઈ લીધું. જીવ સમકિતના અભાવમાં દેહરૂપી 2010_05 Page #312 -------------------------------------------------------------------------- ________________ આયોજ્યકરણ ૨૮૯ પારકા ઘરમાં આત્મત્વની - પોતાપણાની બુદ્ધિ કરીને જીવતો હતો અને પારકા ઘરમાં રહીને બધું કરતો હતો. સમકિત પામતાં પહેલાં દેહાત્મબુદ્ધિ સ્વરૂપ અહંકાર હોવાથી પદાર્થનો બોધ સ્વચ્છ નથી હોતો. અહીં જ્ઞાન અધૂરું હોય છે, માટે અસ્પષ્ટ હોય છે અને અહંકારથી ભળેલું હોય છે માટે અસ્વચ્છ હોય છે. આ જીવે પોતાની બુદ્ધિમાં જે વસ્તુનો જે રીતે સ્વીકાર કર્યો હોય તે રીતે જ વસ્તુને માને છે. પદાર્થના બીજા સ્વરૂપને સ્વીકારવા જેટલી નયષ્ટિનો તેનામાં વિકાસ થયેલો હોતો નથી. પદાર્થના વિરુદ્ધ ધર્મોના યથાયોગ્ય સમાધાન માટેની નિયષ્ટિ સમ્યક્ત્વીને પ્રાપ્ત થાય છે. પદાર્થના અનંતધર્મો છે તે ગૌણ - મુખ્યભાવે રહેતા હોય છે તે દરેક ધર્મોને જોવાથી પદાર્થનો યથાર્થ બોધ થાય છે. દા.ત. માટીનો ઘડો છે તેમાં આ ઘડો માટીનો છે, શિયાળાનો છે, અમદાવાદનો છે, રામલાલનો છે, કુંભારનો છે એમ જુદી જુદી અપેક્ષાએ તેનું વર્ણન થઈ શકે છે. ઉત્પત્તિની અપેક્ષાએ આ ઘડો માટીનો છે એમ કહ્યું, બનાવનારની અપેક્ષાએ આ ઘડો કુંભારનો છે એમ કહ્યું, વેચી દીધા પછી માલિકીની અપેક્ષાએ રામલાલનો છે એમ કહ્યું, કાળની અપેક્ષાએ શિયાળાનો છે એમ કહ્યું. ક્ષેત્રની અપેક્ષાએ આ ઘડો અમદાવાદનો છે એમ કહ્યું. આ બધી વિવેક્ષાઓ છે. વિપક્ષા ભેદ બધા નો સત્ય છે. અનંતધર્માત્મક પદાર્થના કયા ધર્મની વિવક્ષાએ તમે વાત કરો છો તે સમજી લો. જેને સામા માણસના દૃષ્ટિકોણને સમજવાની તૈયારી નથી તે પોતાની માન્યતાને આગળ કરીને વિસંવાદ ઊભો કરે છે. સંઘર્ષો ઊભા કરે છે, સંક્લેશો ઊભા કરે છે. એક વ્યક્તિ છે તે પોતાના નોકરની અપેક્ષાઓ શેઠ છે, પણ પોતાના શેઠની અપેક્ષાએ તે નોકર પણ છે. આમ વિરુદ્ધ દેખાતા ધર્મો પણ એક વ્યક્તિમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ હોઈ શકે છે. સુખી થવાના ઉપાય * લડાઈ થાય તેવું બોલવું નહિ. - દેવું થાય તેવું ખર્ચવું નહિ. . - માંદા થાય તેવું ખાવું નહિ. - પાપ થાય તેવું કરવું નહિ. * બને તે આપવું પણ જામીન થતાં વિચારવું. 2010_05 Page #313 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ સત્ય ને સાધના સત્ય જેની પાસે નયદષ્ટિ નથી તેને સમાધાન થતું નથી, તેને જલ્દી કષાયો ઉદયમાં આવી શકે છે. આ નદૃષ્ટિ આપણા મતિજ્ઞાનને મુલાયમ રાખે છે. મતિજ્ઞાનને મુલાયમ રાખવું એ મોક્ષમાર્ગ છે. મતિજ્ઞાનમાંથી કર્કશતા કાઢી નાખવાથી જ મોક્ષમાર્ગમાં ઊભા રહી શકાશે. તમે નોકરની એક નબળી કડી જોઈ. તમારી દૃષ્ટિથી તે વાત સાચી પણ છે પણ તે નોકર બીજી ઘણી રીતે ઉપયોગી પણ છે તે જોતાં આવડે તો તેના પ્રત્યેની કર્કશતા ના આવે. આ રીતે ભિન્ન ભિન્ન દૃષ્ટિથી જોતાં આત્માને મોક્ષમાર્ગમાં ઉપયોગી દૃષ્ટિથી જોતાં શીખવાની જરૂર છે. સ્વરૂપસત્ય ગમે તે હોય પણ સાધના સત્યને સ્વીકારવાથી આત્માનો વિકાસ શક્ય બને છે. સ્વરૂપ સત્ય પદાર્થની, ઘટનાની, પ્રસંગની વાસ્તવિકતાનું દર્શન કરે છે. જ્યારે સાધના સત્ય સ્વ-પરને કર્મબંધ કેવી રીતે ન થાય તે રીતે પ્રસંગને મૂલવે છે. સીતાજીને પ્રપંચથી રથમાં મોકલી ને ભરજંગલમાં છોડી દેવાયાની ઘટનાને સીતાજીએ કઈ રીતે મૂલવી છે ? આર્યપુત્ર પાછળ રથમાં યાત્રા માટે આવે છે, આપણે આગળ જવાનું છે એમ બહાનું કાઢીને સીતાજીને જંગલમાં લઈ જવાયા છે. ત્યારે સીતાજી આડુંઅવળું કંઈ વિચારતાં નથી પણ આર્યપુત્રને સંદેશો પાઠવે છે કે કોઈની વાત સાંભળીને મારો તિરસ્કાર કર્યો એમાં તો મારા કર્મનો ઉદય કારણ છે પણ મિથ્યાત્વીની વાતો સાંભળીને જૈનધર્મનો ત્યાગ કદી ન કરતા. આમ કર્મબંધને રોકનારા, સ્વ-પરને અશુભ કર્મોની ઉદીરણા ન કરનારા આ સાધના સત્યને જોતાં આવડી જાય તો જીવનો વિકાસ અવિરતપણે થઈ શકે છે. સાધક મોહનીયકર્મના ક્ષયોપશમથી પદાર્થને એવી રીતે જોઈ શકે છે કે ક્યાંય કર્મની પકડમાં ન આવે અને જીવન સડસડાટ આગળ વધે. સાધકનો સાધના દ્વારા અહંકાર નીકળી જાય છે, આત્માનું સ્વરૂપ ઓળખાય છે. આત્માનંદની અનુભૂતિ થાય છે પણ આ બધું જિનશાસનની વફાદારીથી શક્ય છે. મોહરાજાની વફાદારીથી દોષની વૃદ્ધિ થતાં દુ:ખની અનુભૂતિ થાય છે. બૌદ્ધદર્શને આત્માને ક્ષણિક માન્યો – અનિત્યતાનો આગ્રહ રાખ્યો. વેદાન્ત દર્શને આત્માને એકાન્ત નિત્ય માન્યો - નિત્યતાનો આગ્રહ રાખ્યો. આ માન્યતાભેદ છે. બધાં દર્શન એકાંતવાદના પાયા ઉપર છે. જૈનદર્શન અનેકાંતવાદના પાયા ઉપર છે. આત્માને વૈરાગ્ય પમાડવા માટે જગતની ક્ષણિકતાનો બૌદ્ધદર્શને વિચાર કર્યો હોત તો વાંધો નથી પણ જગતનું સ્વરૂપ એવું બતાવ્યું ત્યાં વાંધો છે, એ એનો એકાંત છે. એવી રીતે વેદાંત-દર્શને 2010_05 Page #314 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ સત્ય ને સાધના સત્ય ૨૯૧ મોક્ષની લગની લગાડવા માટે સંવેગની પ્રાપ્તિ માટે આત્માની નિત્યતા બતાવી હોત તો વાંધો ન હતો પણ જગતની વ્યવસ્થા માટે નિયતા લાવ્યા તેથી જગતની નિત્યાનિત્ય વ્યવસ્થાનો અપલાપ થયો. આ ખોટું છે. આત્મા દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. આપણો આત્મા ૮૪ લાખ યોનિમાં રખડી રહ્યો છે તે તેની નિત્યતા છે અને મનુષ્ય વગેરે ભવોમાં સાદિ-અંત પર્યાયવાળો રહે છે. એ તેની અનિત્યતા છે. ચૈતન્ય પોતે નિત્ય છે ચાહે તો સંસારપર્યાયમાં હોય કે ચાહે તો મોક્ષપર્યાયમાં હોય. પણ આત્મા અનાદિ - અનંત – સ્વયંભુ, અનુત્પન્ન, અવિનાશી, અરૂપી ચૈિતન્યદ્રવ્ય છે. કર્મ સંગે જન્મ – મરણ, ઉત્પાદ - વ્યયરૂપી દેહમાં જકડાવાનું બને છે. અને આ જ્ઞાનાવરણીય દ્રવ્યકર્મો પણ રાગાદિ ભાવકર્મોને આધીન છે અને આ ભાવકર્મો પણ નોકર્મ રૂપ દેહની આસક્તિને આધીન છે. અમારી પાસે નયષ્ટિ છે, સમાધાનદૃષ્ટિ છે એટલે ગમે તેવા પદાર્થો આવે અમે એને ન્યાય આપી શકીએ છીએ. જૈનદર્શનમાં જન્મ્યો હોય છતાં પણ જેને પોતાના જીવનમાં નિયષ્ટિનો ઉઘાડ નથી, આત્માનું મહત્ત્વ સમજાયું નથી, તેને ક્યારે કયા પદાર્થમાં પકડ આવી જશે તે કહેવાય નહીં. એમાં પણ અસતુ તત્ત્વની પકડ આવી તો ભારે મિથ્યાત્વ હોવાનું અને તે જીવ યોગની પહેલી દષ્ટિમાં પણ નથી આવ્યો એમ સમજવું. આત્મકલ્યાણમાં ઉપયોગી ચીજની પકડ રાખો એ તો સાત્ત્વિકતા છે. આચારનો આગ્રહ રાખી શકાય. મરી જાઉં તો પણ પચ્ચખાણ ન માંગું, મરી જાઉં તો પણ જુઠું ન બોલું, મરી જાઉં તો પણ ચોરી ન કરું. સાધનામાં આગ્રહ રાખી શકાય અને આ રીતે સત્ત્વ ફોરવવાથી જ ક્ષપકશ્રેણી મંડાશે. જે વિષય સ્પષ્ટ નથી પણ જીવન જીવવામાં સહાયક છે તેમાં માન્યતાભેદ એવો ન રાખવો કે જે ભેદ તમને આત્મકલ્યાણથી નીચે ઉતારી દે. જેમ જીવનમાં વૈરાગ્યની જરૂર છે તેમ કદાગ્રહનો, આગ્રહનો, પકડનો, અજ્ઞાનનો ત્યાગ પણ અતિશય જરૂરી છે. વૈરાગ્ય હોય અને સાથે કદાગ્રહ - અજ્ઞાન હોય તો પણ આત્મકલ્યાણ સુદૂર છે. - અજ્ઞાની એવા મિથ્યાત્વીને નયષ્ટિનો ઉઘાડ ન હોવાથી અહંકારથી વાસિત બોધ રહેવાનો અને તે વખતે સ્વરૂપનો આનંદ ક્યાંથી હોય ? મોક્ષમાર્ગમાં આગળ વધવું હોય તો કદાગ્રહને તોડતાં શીખો, સ્થિરાદેષ્ટિ આવી ગઈ, નયવાદ આવી ગયો, ત્યાં આત્મા ઓળખાયો, વિવક્ષા ભેદો ખુલી ગયા, સમાધાનદૃષ્ટિ આવી ગઈ. સમ્યગ્દષ્ટિ સર્વત્ર સમાધાન શોધે. સમાધાનની કળા તેને હસ્તગત હોય. મિથ્યાત્વી પોતાના કદાગ્રહના કારણે સર્વત્ર ક્લેશ અને સંઘર્ષનો માર્ગ પકડે. 2010_05 Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પહેલી ચાર દૃષ્ટિમાં દર્શનભેદ કેમ? પછીની ચાર દૃષ્ટિમાં કેમ નહીં ? – જેઓ જૈનદર્શન નથી પામ્યા. નયવાદ નથી પામ્યા અને પદાર્થનો સૂક્ષ્મ બોધ પણ નથી પામ્યા અને માટે વિષયને નયવિવક્ષાથી ભલે સ્પષ્ટ ન કરી શકે પણ જો તેને ગ્રન્થિભેદ થઈ ગયો છે તો તેને આત્માની અનુભૂતિ થયેલી સમજવી. તેને સ્પષ્ટપણે સમજાયેલું હોય છે કે પાંચે ઈદ્રિયોના અનુકૂળ કે પ્રતિકૂળ વિષયોમાં સુખ નથી. વિષય અને કષાયમાં તો આત્માની માત્ર વિડંબના ને નાલેશી છે આ બોધથી તેને સમતામાં જ સુખ જણાય છે. સમતાની પરિણતિ આત્મામાં પ્રગટાવવા માટે તે પ્રયત્ન કરતો હોય છે. અન્યદર્શનમાં રહેલાને આ રીતે જિનવચનની શ્રદ્ધા છે અને તેથી નવતત્ત્વોમાં શ્રદ્ધા આવી ગઈ સમજવી. કારણ કે આત્માના ગુણોમાં જ સુખ છે એવી પ્રતીતિ થતાં મોક્ષ = આત્માનું શુદ્ધ સ્વરૂપ એ ઉપાદેય બની ગયું અને તે પ્રાપ્ત કરવા માટે સંવર અને નિર્જરા પણ ઉપાદેય બની ગયાં. સંસારના પદાર્થોમાં અને સંસારી વ્યક્તિઓમાં સુખ નથી, આ માન્યતા નક્કી થવાથી સંસાર સ્વતઃ હેય બની ગયો. આમ હેય - શેય – ઉપાદેયના યથાર્થ વિવેક રૂપ સમકિત તેને પ્રાપ્ત થયું એમ સમજવું જરૂરી છે. નવતત્ત્વ ભણ્યા એટલે સમકિત થયું એમ નથી પણ નવતત્ત્વને આ રીતે આત્મામાં જોડવાથી સમકિત થાય છે. જીવનું શુદ્ધ સ્વરૂપ એ મોક્ષ છે અને એને પ્રાપ્ત કરવા માટેનાં વચલાં સાત તત્ત્વો છે. - જીવને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પુણ્યાનુબંધી પુણ્યની મોક્ષના વળાવા તરીકે જરૂર છે. જ્યાં સુધી પાપતત્ત્વ પડ્યું છે ત્યાં સુધી એના પ્રતિપક્ષી બનીને આત્માનું રક્ષણ કરવા માટે પુણ્યાનુબંધી પુણ્યની જરૂર છે. પાપતત્ત્વ ગયા પછી પુણ્યતત્ત્વને કાઢવાની જરૂર નથી. ઓટોમેટીક નીકળી જાય છે. જેમ દિવેલ પીવાથી મળ નીકળી જાય છે; દિવેલને કાઢવા માટે કંઈ લેવાની જરૂર નથી તે મળની સાથે જ કાર્ય પતાવીને નીકળી જાય છે. શંકા : આમ પુણ્યપાપ બંનેના નાશથી મોક્ષ થાય છે તો પછી શ્રી નમસ્કાર મહામંત્રમાં સવપાવપ્પણાસણો” કેમ લખ્યું ? “સબૂ મૂUTIFસt શા માટે ન લખ્યું ? એના સમાધાનમાં સમજવું કે શ્રી નમસ્કાર મહામંત્ર અને તેમાં બિરાજમાન પંચ પરમેષ્ઠી પદના આલંબનથી સમકિત પ્રગટે છે. મિથ્યાત્વનો નાશ થાય છે અને મિથ્યાત્વ એ આખા સંસારની જડ છે, તેનો નાશ થતાં વધુમાં વધુ અપાઈપુદ્ગલપરાવર્નમાં જીવનો મોક્ષ થાય છે. અને આ રીતે સર્વપાપનો નાશ થાય છે. વળી પાપની વૃત્તિ અને પ્રવૃત્તિ એ સંસાર છે. જગતની અંદર જીવોની 2010_05 Page #316 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ સત્ય ને સાધના સત્ય ૨૯૩ પાપવૃત્તિ એ નિશ્ચયથી સંસાર છે અને જીવોની પાપની પ્રવૃત્તિ એ વ્યવહારથી સંસાર છે. આ પાપની પરિણતિને દૂર કરવા માટે શુભ પ્રવૃત્તિ કરવી પડે છે, પાપની પ્રવૃત્તિને દૂર કરવા માટે શુભવૃત્તિ પરિણામ કરવા પડે છે. એ જો ન કરે તો જીવ મોક્ષના બદલે નીચે ઊતરતો જાય છે. આ પાપની પરિણતિ એ પાપનો બંધ કરાવે છે અને દુઃખ આપે છે. પાપની પરિણતિ સામે પુણ્યની પરિણતિ અને પ્રવૃત્તિ ઊભી કરવી જ પડે. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી પ્રવૃત્તિ છે અને કર્મબંધ છે. માટે જ યોગનો વિવેક આવકાર્ય બને છે. સંપૂર્ણ ક્રિયા રહિત અયોગી અવસ્થા તો ચૌદમા ગુણસ્થાનકે પાંચ હૃસ્વાર, “અ, ઇ, 6, , લૂ' બોલવા જેટલા કાળવાળી અવસ્થા છે તે પહેલાં મન, વચન, કાયાના યોગો છે જ. અને માટે જ યોગોનો વિવેક જરૂરી છે. ઉપયોગાશ્રિત એકલો નિશ્ચયધર્મ જૈનદર્શનને માન્ય નથી. કૃતજ્ઞતાની સરવાણી ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના એ કદી વીસરશો નહિ. અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનનાં કાળજાં, પત્થર બની છુંદશો નહિ. કાઢી મુખેથી કોળિયો, મોંમા દઈ મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેર કદી ઉછાળશો નહિ ખૂબ લડાવ્યા લાડ તમને, કોડ સૌ પુરા કર્યા, એ કોડના પુરનારના, કોડ પુરવા ભૂલશો નહિ. લાખો કમાતા હો ભલે, પણ મા-બાપ જેના ના ઠર્યા, એ લાખ નહિ, પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ. સંતાનથી સેવા ચહો, તો સંતાન છો સેવા કરો, જેવું કરો, તેવું ભરો, એ ભાવના ભુલશો નહિ. ભીને સૂઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એવી અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ. પુષ્પો બીછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, આ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ. ધન ખરચતાં મળશે બધું, પણ માતપિતા મળશે નહિ. એના પુનિત ચરણોતણી, ચાહના કદી ચૂકશો નહિ. 2010_05 Page #317 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું વિશદ સ્વરૂપ જૈનદર્શન તો વ્યવહાર-નિશ્ચય, પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય રીતે ધર્મની સાધના બતાવે છે. વ્યવહારથી નિશ્ચયથી પ્રવૃત્તિરૂપ નિવૃત્તિરૂપ પ્રવૃત્તિરૂપ નિવૃત્તિરૂપ પંચાચારનું પાંચ ચાર સામાયિકમાં વિષય પાલન અવ્રતથી રહેવું કષાયથી અટકવું નિવર્તન પરિણામ પ્રવૃત્તિ રૂપવ્યવહાર ધર્મમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર ને બાહ્ય અને અત્યંતર પ્રક્રિયાથી સમજવા જરૂરી છે. બાહ્ય જ્ઞાનાચારમાં નવકારમંત્રથી ચૌદપૂર્વ જેટલો અભ્યાસ કરવો અને તે પણ કાલે, વિણયે વગેરે આઠ આચારોને સેવવાપૂર્વક કરવો. ઉપધાન-પૂર્વક ભણવું જોઈએ. આનાથી એ ફલિત થાય છે કે ઉપધાન એ પૈસાનો ધુમાડો નથી પણ જીવમાં પાત્રતા કેળવવા માટેની પ્રક્રિયા છે. જેઓ આ સત્યને સમજતા નથી તેઓ ઉપધાન કરવા - કરાવવા માટે ઉલ્લસિત થતાં નથી. વ્યંજન, અર્થ અને તદુભયના આચાર પણ જીવને અંતર્મુખ બનાવવામાં ઉપકારી છે. જે ક્રિયા કરતા હોઈએ તેમાં આવતાં સૂત્રો ને સ્પષ્ટ બોલવાં જોઈએ, તેના અર્થનું આલંબન લેવું જોઈએ. અર્થાલંબન એ ભાવશુદ્ધિ અને વૃદ્ધિ માટેનો અમોઘ ઉપાય છે અને “તદુભયથી અર્થને અનુરૂપ પરિણતિ ઊભી કરવી જોઈએ. દા.ત. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલતા હોઈએ ત્યારે, “સિરસા વિંદે મહાવીર” એવો પાઠ આવે ત્યારે સ્પષ્ટપણે સૂત્ર બોલવું એ “વ્યંજન’ નામનો જ્ઞાનાચાર, પછી તેનો અર્થ વિચારવો કે હું મસ્તક વડે શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરું છું' આ અર્થાલંબન થયું અને નમસ્કારનો ભાવ લાવવો એ તદુભય આચાર થયો. સાચો નમસ્કાર પરાધિક સ્વાપકર્ષ બોધાનુકુળ વ્યાપાર સ્વરૂપ હોય છે. એટલે શ્રી અરિહંત પ્રભુ એ આપણાથી અત્યંત મહાન છે એમના ગુણોના અવલંબનથી પોતાના દોષોનો વિચાર કરી દૂર કરવા એ ભાવ નમસ્કાર છે. આવી પરિણતિ એ “તદુભય' નામનો આચાર છે. વળી ગુરુના નામોને, કામોને ઓળવવા નહિ એ અનિન્દવ નામનો આચાર છે. આ બધો જ્ઞાનાચાર છે. બાહ્ય જ્ઞાનાચારનું માળખું આટલું મોટું છે. અભ્યતર જ્ઞાનાચાર તો સતત નિર્વાણ પદની ઝંખના સ્વરૂપ છે. 2010_05 Page #318 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું વિશદ સ્વરૂપ ૨૫ જ્ઞાનસારમાં પાંચમા જ્ઞાનાષ્ટકના બીજા શ્લોકમાં કહ્યું છે, નિપાપમયે કાવ્યતે યમુર્ખદુઃા તવ જ્ઞાનમુત્કૃષ્ટ નિર્વભ્યો નાસ્તિ મૂસા ” ચોવીસે કલાક મોક્ષપદની ઝંખના એ જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. બીજા અધિક જ્ઞાનનો અમને કોઈ આગ્રહ નથી. અને આ અત્યંતર જ્ઞાનાચારવાળો સ્વભાવની પ્રાપ્તિ કરાવનાર એવા સંસ્કારોને લાવી આપનાર જ્ઞાનને જ મહત્ત્વ આપે છે. આ અત્યંતર અને બાહ્ય જ્ઞાનાચારનું સેવન કરવું અત્યંત જરૂરી છે. મુનિને પણ પાંચ પ્રહર સુધી સ્વાધ્યાય કરવાનું વિધાન જ જ્ઞાનાચારના મહત્ત્વને પુરવાર કરે છે. દર્શનાચાર ખૂબ વ્યાપક છે. દૃષ્ટિપથમાં જે જે પદાર્થો આવે છે તેના પ્રત્યે યોગ્ય અભિગમ રાખવો તે દર્શનાચારની વ્યાપક વ્યાખ્યા છે અને નિઃશંક વગેરે આઠ આચારોથી તે સેવવાનો છે. સૌ પ્રથમ પંચપરમેષ્ઠી પ્રત્યે પૂજ્યભાવ અને ભક્તિભાવ રાખવાનો છે. શ્રાવકાદિ પ્રત્યે વાત્સલ્યભાવ રાખવાનો છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવાનો છે. ગુણાધિક પ્રત્યે પ્રમોદભાવ સેવવાનો છે. ગુણહીન અને પુણ્યહીન જીવો પ્રત્યે કરુણા કરવાની છે. અવિનીત, કઠોર, ઉદ્ધત, કઠોર અને નઠોર જીવો પ્રત્યે માધ્યસ્થ પરિણતિ કરવાની છે. અન્ય માનવો પ્રત્યે માનવતાના ભાવ કરવાના છે. દુઃખી પ્રત્યે દયા, દાનાદિના ભાવ કરવાના છે. ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતાના ભાવ કરવાના છે. મિત્રો પ્રત્યે વિશ્વાસપાત્રતા લાવવાની છે. શરણ્ય પ્રત્યે શરણરૂપ બનવાનું છે. પગ્નેન્દ્રિય તિર્યંચોનું પાલન, પોષણ, અને રક્ષણ કરવાનું છે. વિકસેન્દ્રિય જીવોનું રક્ષણ કરવાનું છે. એકેન્દ્રિય જીવમાત્ર પ્રત્યે બ્રહ્મદષ્ટિ કરવાની છે. શરીર પ્રત્યે અનાત્મબુદ્ધિ કરવાની છે. ઈન્દ્રિયો પ્રત્યે જિતેન્દ્રિયતા સેવવાની છે. વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે. કષાયો પ્રત્યે ઉપશમભાવ કેળવવાનો છે. જગતનું દર્શન કરી સંવેગ લાવવાનો છે. કાયાનું દર્શન કરી અશુચિભાવનાથી વૈરાગ્ય ભાવવાનો છે. પુદ્ગલ પ્રત્યે અનાસક્તિ કેળવવાની છે. યોગ્ય આત્માઓની ભૂલોને કરુણાબુદ્ધિથી સુધારવાની છે, અયોગ્યની 2010_05 Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ભૂલો પ્રત્યે ઉપેક્ષા કેળવવાની છે. સંસારના બનતા પ્રસંગોમાં જ્ઞાતા - દૃષ્ટાભાવ કેળવવાનો છે અને દેહની પ્રવૃત્તિના સાક્ષી બનવાનું છે. બીજાની ભૂલો પ્રત્યે ઉપેક્ષા કેળવવાની છે. બાહ્ય દર્શનાચાર અને અત્યંતર દર્શનાચાર બંનેનું સારી રીતે પાલન કરવાથી સર્વ જીવો સિદ્ધ સમાન દેખાય છે. ગ્રંથિભેદ નજીક આવતો જાય છે. આમ જગતનું દર્શન મોહાધીનપણે ન કરવું એ દર્શનાચાર નામનો ધર્મ છે. ચારિત્રાચારમાં સામાયિકથી માંડીને જિનકલ્પી ચારિત્ર સુધી બાહ્ય ચારિત્રાચારમાં સ્થિર થઈને જીવે અત્યંતર ચારિત્રાચારમાં પહોંચવાનું છે. આ માટે સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે, “જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો, નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો.” મતિજ્ઞાનના ઉપયોગમાં રાગ, દ્વેષ, મોહ, ઈર્ષ્યા, માન, સ્વોત્કર્ષ, પરાપકર્ષ રૂપ માયાના, અજ્ઞાનના, અસમાધાનના વિકલ્પો દૂર કરવાના છે. તપાચારમાં બાહ્યતામાં અનશન ઉણોદરીથી સંલીનતા સુધી જીવે વીર્ય ફોરવવાનું છે. અનશનમાં આહારનો ત્યાગ છે. ઉણોદરીમાં આહારના પ્રમાણમાં quantityમાં અલ્પતા છે. વૃત્તિસંક્ષેપમાં આહારમાં દ્રવ્યસંકોચ છે. રસત્યાગમાં આહારમાં આસક્તિમૂલક વિગઈનો ત્યાગ છે. કાયક્લેશમાં દેહને કષ્ટ આપવાનું છે. સંલીનતામાં દેહની સુખશીલતા, ભોગમયતાનો ત્યાગ છે. અત્યંતર તપાચારમાં પ્રાયશ્ચિત્તથી કાયોત્સર્ગ સુધી જવાનું છે. ઇચ્છાના નિરોધપૂર્વક નિજગુણમાં રમણતા કરનાર સમતાવાન આત્મા તપગુણનો આસ્વાદ કરી શકે છે. વર્યાચાર એ સ્વતંત્ર આચાર નથી પણ બધા આચારમાં અનુસુત છે એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની પ્રવૃત્તિમાં વીર્ય ગોપવ્યા સિવાય, ઉલ્લાસથી ભગવાને કહેલાં કાર્યો કરવાનાં છે અને નિષેધેલાં કાર્યોથી પાછા ફરવાનું છે. નિવૃત્તિ રૂપ વ્યવહાર ધર્મમાં પાંચ અવ્રતથી અટકવાનું છે. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહથી વિરમવાનું છે. પ્રત્યેક ક્રિયામાં વિધિ, નિષેધ હોય છે. વ્યવહાર ધર્મમાં પણ પાંચ અવ્રતથી અટકવાપૂર્વક પંચાચારનું સેવન કરવાનું છે. માટે જ પંચિંદિય સૂત્રમાં શ્રી ગણધર ભગવંતોએ લખ્યું છે કે, 2010_05 Page #320 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું વિશદ સ્વરૂપ ૨૯૭ પંચમહત્વજુતો પંચવિહાયારપાલણસમન્થો.” પાપની જેમ પુણ્ય પણ છોડવાનું છે. અરે કોઈપણ વ્યવહાર તોડવાનો નથી અને બધો વ્યવહાર ક્રમે ક્રમે છોડવાનો છે એનું લક્ષ્ય હોય તો જીવને વિવેક આવ્યા વગર રહે નહિ. પાપને હઠાવવા પુણ્યની જરૂર છે, આના સમર્થનમાં શાસ્ત્રકાર એક પ્રસંગનું બહુ રોમાંચક વર્ણન કરતાં કહે છે, મારવાડની ઉજ્જડ ભૂમિ હોય. લૂંટારુનો બહુ ભય હોય; પૈસા, માલ, મિલકત લૂંટાઈ જાય એવી સંપૂર્ણ સંભાવના હોય, સ્ટેશનથી ગામ દૂર હોય ત્યારે ડાહ્યો માણસ રસ્તામાં સાથે ચોકિયાત રાખે, વળાઉ રાખે, વળાવો કોણ બની શકે ? જે ચોરોની જમાતને બરોબર ઓળખતો હોય તે વળાઉ બની શકે. ચોરોની સામે પ્રત્યાઘાત રૂપે ચોરો જેવો હાકોટો કરે તેવો જ સામો પડઘો આપે એટલે ચોરો સમજે કે આ તો આપણને ઓળખે છે એટલે પેલા ભાગી જાય. પ્રશ્ન : વળાવો ક્યાં સુધી રાખવાનો ? ઉત્તર : જ્યાં સુધી ભય હોય ત્યાં સુધી વળાવો રાખવો પડે. પાપ કર્મો લુંટારા છે, પુણ્યકર્મો એ વળાવા છે. તમારે ક્યાં જવું છે ? તમારા ઈષ્ટસ્થાન રૂપ ઘર સમાન મોક્ષ છે. મોક્ષે જતાં પાપકર્મો, વિષયો, કષાયો એ લૂંટારા મળવાના છે તેને જબ્બે કરવા માટે, જમ્બે ન થાય ત્યાં સુધી આપણને પુણ્યકર્મોની સહાયની જરૂર પડે છે. વળાવાને કોઈ પોતાનું ઘર બતાવે નહીં. મોક્ષ રૂપી ઘરે જવા માટે ક્ષપકશ્રેણી આવે એટલે ઘર દેખાય છે. પુણ્યકર્મ એ પણ છે તો ચોરની જાત. એને ઘર ન બતાવાય. તમે ક્ષપકશ્રેણીમાં આવો એટલે પુણ્યકર્મ કહે, હું જાઉં છું. ક્ષપકશ્રેણી સુધી જ ચોપડેલા પુણ્યની જરૂર છે. લૂખા પુણ્યની જરૂર નથી. પાપનુબંધી પુણ્ય એ લૂખું છે. બહુ ખરાબ છે. મારી નાંખશે. મામૂલી પુણ્યથી રાજી થવા જેવું નથી. શુભભાવોથી પણ રાજી થવા જેવું નથી. જ્યાં સુધી ઘર ન મળે ત્યાં સુધી પુણ્યાનુબંધી પુણ્ય સાથે રહે છે. તમને સમ્યગુ તત્ત્વનો રોગ – આદર – બહુમાન પેદા થયો. આ બહુમાનની તાકાત છે કે જીવની બધી નબળી કડીઓને તોડી નાંખે છે. ક્ષપકશ્રેણી આવી એટલે પરસાળમાં પેઠો પછી પુણ્ય - પાપ બધા કચરા વાળીઝૂડીને સાફ કરવાના રહે છે. ક્ષપકશ્રેણીમાં પુણ્ય બંધાય પણ એને કશું ગમતું જ નથી, એને તો સ્વરૂપની તાલાવેલી છે. પુણ્યની ધરાર ઉપેક્ષા છે શ્રી નવકારમંત્ર સર્વપાપનો નાશ કરે છે. આ વાત વ્યવહારનયે સિદ્ધ કરે છે. દિગંબરો તો પુણ્યને માનતા નથી એમને મતે તો સવક—પણાસણો લખવું જરૂરી હતું !!! 2010_05 Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ નવકાર શાશ્વત છે, નવકારમાં નવ પદો છે, નવકારના ૬૮ અક્ષર છે. પાંચ પદ સાચાં છે કે નવ પદ સાચાં ? પાંચની જ જરૂર છે કે બાકીનાં ચાર પદની પણ જરૂર છે ? પાંચ પદના કથન પછી આકાંક્ષા ઊભી રહે છે. આકાંક્ષાનું સમાધાન પછીનાં પદોથી મળે છે. સર્વ પાપનો નાશ કરનાર આ નમસ્કાર છે અને માટે સર્વ મંગળોમાં ઉત્કૃષ્ટ મંગળ છે. પાપ જેવું ખરાબ કોઈ તત્ત્વ નથી અને પાપનો નાશ કરે તેવું શ્રેષ્ઠ તત્ત્વ બીજું કોઈ નથી. નમસ્કારનું ફળ ન બતાવો તો તેમાં પ્રવૃત્તિ કોણ કરે ? માટે નવ પદો સાચાં છે અને નવ પદો કહ્યા પછી આકાંક્ષા ઊભી રહેતી નથી અને પાંચ પદોની શ્રદ્ધા થાય છે. આ વાતને દૃષ્ટાંતથી સમર્થન કરી બતાવે છે. એક ભાઈ છે, અબજોપતિ છે, બહુ પૈસા છે, ઉદાર છે એમ ઓળખાણ આપીએ તો કેવી શ્રદ્ધા થાય અને પછી કહે કે એમની ઉદારતા તો ટોચકક્ષાની છે. મારા, તમારા જેવા બધાનાં જ દુઃખો અને પ્રશ્નોને સારી રીતે તત્કાળ ફેડી નાખે છે. આ વાત કહ્યા પછી કેવી શ્રદ્ધા થાય ? બીજી વાત સાંભળ્યા પછી તેની દુ:ખનાશક શક્તિના કારણે અનન્ય શ્રદ્ધા થાય છે તેમ શ્રી નમસ્કાર મહામંત્રની સર્વપાપનાશક શક્તિ અને સકળ મંગળના ઘર સમાન શક્તિને સાંભળતાં શ્રદ્ધા દેઢતર બને છે. માટે નવપદવાળો નવકાર હોવો જોઈએ. અન્ય દર્શનમાં પણ સમતામાં જ સુખ છે, સમતા જ જરૂરી છે અને ઉપાદેય છે એવું માને છે. ક્ષણિકદર્શન પણ શિષ્યોને જગતની ક્ષણભંગુરતા બતાવીને સમતા જ કરવાનું શીખવાડે છે. સમતામાં જ સુખ છે. વિષમતામાં દુઃખ છે. પણ આખરે ફળ તો એક જ છે તેને બતાવવાની રીતો જુદી હોઈ શકે છે. આ નદૈષ્ટિ કહેવાય. જે નૈગમાદિ નય સમજી શકતો નથી, સમજાવી શકતો નથી છતાં પણ જો ગ્રન્થિભેદ થયો છે તો તેનામાં નિયષ્ટિનું પરિણમન છે જ અને એના ફળ સ્વરૂપે સમાધાનની કળા દ્વારા તે સમતાને સિદ્ધ કરી જાણે છે. સ્થિરાદિ દૃષ્ટિ આવ્યા પછી કષાય થવાની સંભાવના ઓછી. જૈનદર્શન અનેકાંતદર્શન હોવાથી તેની પાસે વસ્તુનો યથાર્થ અનંતધર્માત્મક બોધ હોવાથી એકધર્મવાળાં બધાં દર્શનોને તે તે નયથી સ્વીકારે છે, સાચાં માને છે. નૈગમનયમાંથી તૈયાયિકદર્શન નીકળ્યું છે. પર્યાયાર્થિક નયમાંથી બૌદ્ધદર્શન નીકળ્યું છે. દ્રવ્યાર્થિક નયમાંથી વેદાન્તદર્શન નીકળ્યું છે. તે માટે “એને આયા', બ્રહ્મ સત્ જગત મિથ્યા' કહે છે. પર સંગ્રહનયથી વેદાંતદર્શન સંમત બધા 2010_05 Page #322 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું વિશદ સ્વરૂપ ૨૯૯ આત્માને એકપણે જૈનદર્શન સ્વીકારે છે. અપરસંગ્રહનયથી સાંખ્યદર્શન માન્ય પ્રકૃતિ અને પુરુષની વાત પણ સ્વીકારે છે. વાચકને પ્રશ્ન એ થશે કે અન્યદર્શનોની વાત જૈનદર્શન નયદેષ્ટિથી સ્વીકારે છે તો પછી ક્યાં તો બંને સાચા હોવા જોઈએ, ક્યાં તો બંને ખોટા હોવા જોઈએ. તમે જૈનદર્શનને અનેકાંતદર્શન માની સત્ય કહો છો અને એની વાતને માનતા અન્યને અસત્ય કહો છો તો આ ભેદ શાથી? પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે. અન્યદર્શન પોતાની વાતને તે તે નયના આલંબને સ્વીકારે એમાં જૈનદર્શનને કોઈ મતભેદ નથી પણ જૈનદર્શન આ વાતને સ્વીકારીને અન્ય દૃષ્ટિઓને ગૌણ ભાવે સ્વીકારે છે. માટે જ તે સત્ય સુધી પહોંચી શકે છે. એક સ્ત્રી એ માતા, પુત્રી અને પત્ની ત્રણે ધર્મોથી યુક્ત છે. હા, અપેક્ષા જુદી છે એ વાત સાચી, એટલે કે માતાની અપેક્ષાએ પુત્રી છે, પુત્રીની અપેક્ષાએ માતા છે અને પતિની અપેક્ષાએ પત્ની છે. આ અપેક્ષિત વાત મુખ્યરૂપે સાચી હોવા છતાં ગૌણ ભાવે બધા જ વિકલ્પો સત્ છે એવું નહીં માનવાથી અન્ય નયો દુર્નય બને છે ત્યારે જૈનદર્શન સુનય બને છે. શ્રી ભગવતી સૂત્રના મંગલાચરણમાં માટે જ કહેવાયું છે કે, ““સર્વ મિથ્યાદર્શનોના સમુદાય રૂપ જૈન પ્રવચનનું ભદ્ર હો.” આત્મા જ્યારે મનુષ્ય રૂપે અનિત્ય છે ત્યારે જ આત્મતત્ત્વથી નિત્ય છે આમ નિત્યાનિત્ય અંશ ભિન્ન ભિન્ન દૃષ્ટિથી સ્વીકાર કરનાર જૈનપ્રવચન સુંદર છે. વ્યવહારનયથી જીવ કર્મ બાંધે છે, ભોગવે છે, અને તેનો નાશ કરે છે, આ વાતની સાથે સાદુવાદીએ એ પણ સમજવું જોઈએ કે નિશ્ચયનયથી જીવ કર્મ બાંધતો નથી, ભોગવતો નથી તો નાશની વાત તો આવે જ ક્યાંથી ? આમ બંને દૃષ્ટિને સાથે જ રાખીએ તો સત્યબોધ થઈ શકે છે. વ્યવહારનયથી ટોચકક્ષાએ અમર્યાદપણે ગયેલા સાધકો નિશ્ચયનયના વિકલ્પોની સાધનાથી વંચિત રહે છે. જીવ પોતાના ગુણપર્યાયમાં જ પરિણામ પામે છે. પુદ્ગલાદિના વર્ણાદિમાં પરિણામ પામી શકે જ નહીં. આ વાતના આલંબનથી તેઓ વૈરાગ્યને દઢ કરી શકતા નથી. તો બીજી બાજુ એકાંત નિશ્ચયનયાવલંબીઓ વ્યવહારનો અપલાપ કરતાં યોગનો વિવેક ચૂકીને અશુભ કર્મો બાંધી, તેના ફળ સ્વરૂપે દુઃખો ભોગવીને મોક્ષથી વંચિત રહે છે. બીજા નયનો અપલાપ કરનાર પોતાનું જ અસ્તિત્વ ગુમાવી દે છે. જ્યાં નયષ્ટિ નથી ત્યાં અહંકાર છે, “હું માનું છું તે જ સાચું છે.' એ મિથ્યાત્વ છે. બીજાના અભિગમને મુક્ત રીતે સાંભળવા, સમજવા અને યોગ્ય 2010_05 Page #323 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ લાગે તો સ્વીકારવા માટે સાધકે તૈયાર રહેવું જોઈએ. આ જ સ્યાદ્વાદની ઉપાસના છે. સંસારમાં પણ તમે તમારા આગ્રહથી ચાલો છો માટે દુઃખી થાવ છો. વિચારોનો આગ્રહ ન રાખતાં સાક્ષીભાવ રાખો. Be the witness of your thoughts, not the victim of your thoughts. દષ્ટિની કેળવણી એ અધ્યાત્મ છે. તમારી માન્યતાથી બીજાની માન્યતા જુદી હોય ત્યાં વિચારો કે તે કોઈક દૃષ્ટિથી સાચો છે કે નહીં ? તે શોધતાં આવડી જાય તો વાદ - વિવાદ – ક્લેશ ઝઘડો બધું બંધ થઈ જાય અને તમે જો તમારી વિચારધારાને વળગી જ રહો તો જીવનમાં અશાંતિ વધી જશે. અને સામો માણસ ધારો કે કોઈ દૃષ્ટિથી સાચો નથી તો પણ વાદ કરવો નહીં, તેને ખોટા કહેવા નહીં, કાળ વિલંબ કરો. તેની ખોટી વાતને કહેવા માટે દ્રવ્ય – ક્ષેત્ર, કાળ, ભાવ બધું જોવું પડે છે. સારી વાત કહેવામાં દ્રવ્ય - ક્ષેત્ર – કાળ - ભાવ જોવા પડતા નથી. તમે બહુ સારા છો, તમે ઉદાર છો, દાનવીર છો, પરગજુ છો, એવું કહેવા માટે દ્રવ્યાદિ જોવા પડતાં નથી. એ તો સૌને ગમે છે. પણ કોઈને ફટ દઈને ખોટા કહેવાથી તેને દુ:ખ થશે, ક્લેશ થશે, સંઘર્ષ થશે. ત્યાં ધીરજ રાખવી જોઈએ. સત્ય એ કહેવાનું નથી હોતું, જીવવાનું હોય છે. યોગ્ય વ્યક્તિને અપેક્ષા હોય તો કહેવાનું હોય છે. મેલેરિયાની સામે ક્વીનાઈન કડવી ચીજ તેના પ્રતિકારરૂપે શોધી પણ એને સુગર કોટેડ કરી આપવી પડે છે. લૂકોઝના બાટલામાં આપવી પડે છે તો જ તે બીજાથી સ્વીકાર્ય બને છે. ડૉક્ટરે પણ કોઈના પેટ ઉપર છરી મૂકવી હોય તો ક્લોરોફોર્મ આપવું પડે છે. બસ, તેવી જ રીતે જ ચીજ જેને ગમતી નથી તેને તે ચીજ આપવી હોય તો દ્રવ્યાદિ જોવા પડે. સામેના દષ્ટિકોણને વિચાર્યા પછી તેના હિત માટે બોલવાનું છે. સોનાની લગડી પણ ધગધગતી ભેટ ન અપાય. તમને સારું લાગે એટલામાત્રથી બોલાય નહીં. આમાં જીવનું હિત થાય માટે બોલવાનું છે. સમ્યકત્વ પહેલાં અહંકાર હોય છે. સમ્યકત્વની ગેરહાજરીમાં આ અહંકાર બીજાના સ્પોટ ઉપર ઘા કર્યા કરે છે અને જ્યારે પોતાના સ્પોટ ઉપર ઘા આવે છે ત્યારે છંછેડાય છે. બીજાના સ્પોટ ઉપર ઘા કરવામાં અહંકારીને આનંદ આવે છે. પરંતુ એ તામસભાવ છે. એને બીજાને છંછેડવામાં આનંદ આવે છે. સમ્યકત્વી કોઈના સ્પોટ ઉપર ઘા કરતો નથી અને કોઈ તેના સ્પોટ ઉપર ઘા કરે તો સમાધાન કરી, જતું કરી આગળ વધે છે. સાત નો એ આપણું જીવન 2010_05 F or Private & Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું વિશદ સ્વરૂપ ૩૦૧ છે, દષ્ટિ છે, સાધના છે. ક્યા સમયે કયા નયનો ઉપયોગ કરવાથી આપણને સમાધિ રહે ને સામાને સમાધિ રહે એ સમ્યક્વીનું જીવન છે. જેણે પરમાત્મસ્વરૂપ આંશિક પણ અનુભવ્યું છે તે બીજા કેવા છે ?' એવી ચર્ચામાં પડતા નથી. આત્મા, પરમાત્મા ચર્ચાનો વિષય નથી પણ અનુભૂતિનો વિષય છે. જંબુવિજયજી મ.સા.ને ઘણાં વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાં એક સાધક આત્માનો પરિચય થયો. ઈશ્વર જગતક્ત નથી વગેરે. કહેતા પેલા સાધકે કહ્યું કે મહારાજશ્રી ઈશ્વર એ ચર્ચા – વિચારણા કે ખંડન - મંડનનો વિષય નથી ઈશ્વર એવી ચીજ છે કે તેનું ખંડન પણ ન થઈ શકે મંડન પણ ન થઈ શકે. તેનો તો માત્ર અનુભવ જ કરવાનો હોય ત્યારથી જંબુવિજય મ.સા.ને એ વાત બેસી ગઈ અને નક્કી કર્યું કે ઈશ્વરના ખંડન - મંડનમાં પડવું નહીં. જે ચીજ અનુભવનો વિષય છે તેમાં ખંડન - મંડન કરી શા માટે શક્તિને વેડફવી ? એ શક્તિને અનુભવવા માટે શા માટે ન વાપરવી. ઉપાધ્યાયજી મ.સા.ને પણ ગ્રંથિભેદ થયો ત્યારે તેમના ઉદ્ગાર ઇતને દીન તુમ નાંહી પિછાન્યો મેરો જનમ ગયો અજાનમેં ! જેમ સાકર એ અનુભૂતિની વસ્તુ છે વાદ વિવાદની વસ્તુ નથી. તેની મીઠાશને અનુભવ કરીને આગળ વધો. 4. પ્રેમની એક વિશેષતા એ છે કે એ કોઈની પણ ભૂલનો ક્યારેય દસ્તાવેજ રાખતો નથી. - સમર્પણ – સંકલ્પ – સત્ત્વ અને સાધના, આ ચાર પરિબળો સિદ્ધિ માટે અતિ મહત્ત્વનાં છે. પરમાત્માની ભક્તિનાં બે ફળ છે. પહેલા નંબરમાં દુ:ખ આવે જ નહિ. બીજા નંબરમાં દુ:ખ કદાચ આવે તોય એ દુ:ખરૂપ લાગે જ નહિ. * આવતી કાલ પહેલી આવશે કે આવતો જન્મ પહેલાં આવશે, એની કોઈ આગાહી કરી શકાય તેમ નથી. 2010_05 Page #325 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા ક્યારે મળે ? જ્ઞાનમાંથી અહંકાર નીકળી જાય છે ત્યારે પરમાત્માની ઉપર અથાગ પ્રીતિ ઉત્પન્ન થાય છે. પહેલા ગુણસ્થાનક સુધી જ પરમાત્માને ચર્ચાનો વિષય બનાવી જીવનનો અમૂલ્ય સમય વેડફવાનું બને છે. પરમાત્મા સાધનાથી મેળવવાનો વિષય છે. જ્ઞાન મેળવ્યા પછી પણ જો સાધના ન કરો, આત્મામાં ઊંડા ઊતરો નહીં, ઉપયોગને અંદરમાં વાળો નહીં તો પરમાત્મા નહીં મળે. અહંકારની સાથે મમત્વ પણ છોડવું જરૂરી છે. અહં અને મમ એ મોહરાજાનો મંત્ર છે અહંકારી અને મમકારીને પ્રભુ મળતા નથી. અહંકાર અને મમકારને દૂર કરવા માટે સંસારના પદાર્થનો સંગ છોડવો જરૂરી છે. સંસારીનો સંગ એ ઝેરી કીટાણુઓનો સંગ છે. તમે સંસારીનો બહુ મેળ રાખો છો બહુ સંગ રાખો છો, તે પ્રદૂષણથી ચેતના ઝેરી બને છે. ઝેરી ચેતનાથી પરમાત્મા ન મળે. પરમાત્માને મેળવવા સંગ વિના ન રહેવાય તો અસંગ બનવાના લક્ષ્ય સત્સંગ કરો. તમે ઝેરી કીટાણુઓથી, સંસારની વાસનાથી ગ્રસ્ત છો. અમે તમારા સંગમાં સાવધાન ન રહીએ તો નુકસાન થાય જ. આંબાની ડાળ ને લીમડાની કલમ બે ભેગી કરીને ધરતીમાં વાવો તો વૃક્ષ લીમડાનું જ થાય છે. અમારે પણ તમારો સંગ છોડવાનો છે. અમે તમારો સંગ કરીએ તો શું મળે ? સાધના કરવી છે એને સંસારીનો સંગ ફાવે જ નહીં. સંસારમાં સાધના કરવી હોય તો મૌન કેળવી લ્યો. આમ છુટાતું નથી. મૌન લેવાતું નથી તો તીર્થસ્થાનમાં એકલા ચાલ્યા જાવ. સંસારની લપથી જેટલું છુટાય તેટલું છૂટો. ન છૂટો તો પરલોક ભયંકર છે. જે નિમિત્તોને આંખોથી જોયા કરો છો, જીભેથી જેની જોડે વાતો કરો છો એની આકૃતિ અંદરમાં રમ્યા જ કરે છે. ગૃહસ્થાવાસ એ કતલખાનું છે, રાગ-દ્વેષ રૂપી શસ્ત્રોથી આત્માના ગુણોની સતત કતલ થઈ રહી છે. તે ચોરખાનું છે. પર એવા પુગલ જોડે સંબંધ બાંધ્યો છે જે પુદ્ગલદ્રવ્ય ત્રિકાળમાં ક્યારે પણ આપણું થતું નથી તેની જોડે હકૂમત સ્થાપિત કરેલી હોવાથી ચોરખાનું છે. અને પરમાં સ્વની બુદ્ધિ કરનાર પાગલ જ હોય છે એ સંસારનો ગૃહસ્થાવાસ પાગલખાનું છે. એને દેહ મળ્યો છે તેમાં અહં અને મમત્વની સાધના કરી રહ્યો છે. અશુચિ અનિત્ય અને અનાત્મા સ્વરૂપ એવા દેહ-પાયખાના જોડે ચેડા કરી રહ્યો હોવાથી આ સંસાર કારા વાસ છે. આ બધામાંથી નીકળવા પ્રયત્ન કરો. વૃત્તિ અને પ્રવૃત્તિનું મૌન કરો. सुलभं वागनुचारं मौनमेकेन्द्रियेष्वपि । पुद्गलेष्वप्रवृत्तिस्तु योगीनां मौनमुत्तमम् ॥ 2010_05 Page #326 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા ક્યારે મળે ? વાણીનું ન બોલવારૂપ મૌન તો એકેન્દ્રિયમાં પણ સુલભ છે. પણ પુદ્ગલમાં પ્રવૃત્તિ ન કરવી, રમણતા ન કરવી એ યોગીઓનું ઉત્તમ એવું મૌન હોય છે. રાગનાં નિમિત્તોમાં મૌનને ધારણ કરો. અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમથી સમકિત આવે છે. સમકિત આવતાં જીવને સ્વરૂપમાં સમાઈ જવાની ઝંખના થાય છે. જીવ અંદરમાં સમાઈ જાય છે. સંસારીને સંસારમાં બધું કરવું પડતું હોય છે. અજ્ઞાનીને કરવાનું હોય છે, જ્ઞાનીને થયા જ કરતું હોય છે. તમારે બધું કરવું પડે છે કે થયા કરે છે, તે તપાસો થાય' એ વિજ્ઞાન છે કિર્તા-ભોક્તા ભાવ” એ સંસાર છે, અહંકાર છે. આત્માને સંસારમાંથી કર્તૃત્વ ભાવ નીકળી જાય છે ત્યારે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ શેષ રહે છે. ખાતી વખતે પણ હું જાઉં એવું ન વિચારતાં, ““મારી સાક્ષીમાં આ શરીરે ભોજન કર્યું” એવું વિચારશો તો રાગ-દ્વેષમાંથી છુટકારો થશે. “ના પુનિમાવાનાં વર્તા, રાષિતાનિ જા. नानुमन्ताऽपि चेत्यात्मज्ञानवान लिप्यते कथम् ॥" હું નિશ્ચયનયથી પુગલભાવોનો કર્તા નથી, કરાવનાર નથી અને અનુમોદન કરનાર પણ નથી આવું આત્મજ્ઞાન જેની પાસે છે તે રાગાદિથી કેવી રીતે લેપાય ? નિશ્ચયથી જીવને સ્વભાવનું જ કર્તૃત્વ હોય છે. પુગલભાવનું કર્તૃત્વ તેનામાં વ્યવહારથી છે આવું જાણનાર સંસારમાં લપાતો નથી અને ફરજ ચૂકતો નથી. ખાનારો જુદો છે, જોનારો જુદો છે. જોનારો આત્મા છે. તે સ્વપરપ્રકાશક જ્ઞાનથી જુએ છે. સ્વપ્રકાશક છે માટે સ્વને વેદે છે, પરપ્રકાશક છે માટે પરને જાણે છે સમ્યકત્વી સ્વને વેદે છે, અને પરથી અળગો રહે છે માટે જ્ઞાની કહેવાય છે. સમકિત વિણ નવપૂરવી પણ અજ્ઞાની કહેવાય. ધર્મ ન પામો તો અરહો પરહો અથડાય” ફૂટબોલની જેમ કુટાવાનું છે. પરને જાણવું એ અધ્યાત્મ નથી. સ્વને વેદવું એ અધ્યાત્મ છે. ઓઘદૃષ્ટિ શું છે ? સામાન્યપણે અનાદિકાળથી જીવોમાં ઓઘદૃષ્ટિ પડેલી છે. એકેંદ્રિયોમાં પણ વિષયની દૃષ્ટિ, પરિગ્રહની દૃષ્ટિ, આહારની, મૂચ્છની વૃત્તિઓ પડેલી હોય છે. વનસ્પતિઓ પણ જ્યાં ખોરાક મળે ત્યાં પોતાના મૂળને લંબાવે છે. અવ્યક્તપણે ઓઘશક્તિ કાર્યશીલ બની રહે છે. સમરાદિત્ય કેવલી ચરિત્રમાં અવાન્તર કથામાં એક પ્રસંગ આવે છે કે મનુષ્યના ભવમાં એક જીવે પર્વતની તળેટી આગળ સાતસો સોનૈયા દાઢ્યા 2010_05 Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ હતા. મૃત્યુ પછી કેટલાક ભવો પછી એનો જન્મ પર્વતની ટોચ ઉપર નાળિયેરીના વૃક્ષ તરીકે થયો અને પછી પૂર્વભવની પરિગ્રહની ઓઘસંજ્ઞાના બળે તેણે પોતાનાં મૂળિયાં ઠેઠ જ્યાં ધન દાટ્યું હતું ત્યાં તળેટી સુધી લંબાવ્યાં હતાં. આજે મનથી તે વસ્તુનો જરાપણ ખ્યાલ નથી. એકેન્દ્રિય છે, માટે દ્રવ્યમાન નથી. છતાં તે મનુષ્યના ભવમાં પરિગ્રહ સંજ્ઞાના સંસ્કાર કેવા દઢ કર્યા હશે કે, આજે વ્યક્તરૂપે મન ન હોવા છતાં પણ ત્યાં તળેટી સુધી પોતાનાં મૂળિયાંને લંબાવીને તૃપ્તિનો અનુભવ કરે છે. કૂવામાં પારો હોય છે, તેના ઉપર સોહાગણ સ્ત્રી જ્યારે પાનની પિચકારી નાખે છે, ત્યારે પારો ઊછળે છે અને તે વખતે તે અવ્યક્ત આનંદ પામે છે. મૈથુનસંજ્ઞાના પ્રભાવે અશોક, બકુલ વગેરે વૃક્ષો સ્ત્રીની લાત ખાતાં પુષ્પિત થાય છે. સૌમ્ય સંગીત સાંભળવાથી દૂઝણાં ઢોરો વધુ દૂધ આપે છે એવું આજે વિજ્ઞાને પુરવાર કર્યું છે. પુદ્ગલમાં જ સર્વસ્વ જોનારી દષ્ટિ તે ઓઘદૃષ્ટિ છે. ચરમાવર્તિમાં ધર્મ ન પામે તે પહેલાં આ ઓઘદૃષ્ટિ હોય છે. ધર્મ સાંભળે, ધર્મ બીજાને સમજાવે તો પણ જો આત્માને ધર્મ સ્પર્શતો નથી તો તે મિથ્યાત્વી છે. મિથ્યાત્વીને સતત કર્મબંધ ચાલુ હોય છે કારણકે પાંચ ઈન્દ્રિયોના વિષયો, દેહ, દેહના ભોગ સિવાય તેને બીજું કંઈ દેખાતું નથી. તે સ્ત્રીનું, કુટુંબનું પાલન કરે પણ આત્માને-ચેતનને ખ્યાલમાં નથી રાખતો. પોતાના અને આશ્રિતના દેહનું જ સતત લક્ષ હોવાથી તેની દૃષ્ટિ ઓઘદૃષ્ટિમાં આવે છે. અનંતકાળના સંસ્કારોથી પુષ્ટ થયેલી આ ઓઘદૃષ્ટિ જીવને કર્મ બંધાવનારી છે. આહારસંજ્ઞા કેવી ખરાબ છે. ઉત્પત્તિના પ્રથમ સમયે જીવ કામણ કાયયોગથી ઓજહાર કરે છે. એમાંથી શરીર બનાવે છે. પછી નાનું કુટુંબ ઊભું કરે છે એને ખાતર જીવન પૂરું કરે છે. દેહદષ્ટિ એ જ સંસાર છે એનાથી અનંતા જન્મ – મરણો થાય છે. આત્મા પરલોક અનુયાયી છે આત્મદૃષ્ટિ આત્મસ્વરૂપની રુચિ એ મોક્ષમાર્ગ છે. આખા જગતને ચર્મચક્ષુથી જોતાં દેહભાવ પુષ્ટ થાય છે અને પોતાના નામ, રૂપને અમર કરવા માટે જીવ પુરુષાર્થ કરે છે. હું વક્તા બનીશ તો નામના કીર્તિ થશે. હું જ્ઞાની બનીશ તો સમાજમાં status ઊભું થશે. હું વિદ્વાન બનીશ તો મારાં પૂતળાં ચોમેર મુકાશે. પણ તારે એની જોડે શું સંબંધ છે ? તું મૃત્યુ પામ્યા પછી જોવા માટે ઊભો રહેવાનો નથી કે, લોકો મારા નામે શું કામ કરે છે ? તું આજે જે વાતાવરણ ઊભું કરી રહ્યો છે તે કેટલા વખત માટે છે ? સ્ટ્રક્ટર નાશ પામે છે પછી બીજી દુનિયામાં ચાલ્યા જવું પડે છે. ત્યાં આમાંનું કશું 2010_05 Page #328 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા ક્યારે મળે? ૩૦૫ હશે જ નહિ, માત્ર આત્મા - તેનાં પુણ્ય-પાપદિ કર્મો, અને તેના સંસ્કારો વગેરે હશે. જીવની ઓઘદૃષ્ટિ જીવને અવિવેકી બનાવે છે, જે સાથે આવવાનું છે એની ધરાર ઉપેક્ષા કરે છે અને જે મૂકીને અવશ્ય મરી જવાનું છે એની સાથે પ્રીતિ જમાવે છે. યોગદષ્ટિ આવ્યા પછી જીવને વિવેક મળે છે, સ્વ અને પરનો આંશિક ભેદ મળતાં જીવનો વિકાસ થાય છે. યોગદષ્ટિ સમજવા માટે ઓઘદૃષ્ટિ સમજવી પડે. ઓઘદૃષ્ટિ તીવ્ર હોય ત્યારે યોગદષ્ટિના શ્રી ગણેશ પણ મંડાતા નથી. અધ્યાત્મ આવ્યા વિના, માર્ગાનુસારી અપુનબંધકાવસ્થા વિના, યોગદૃષ્ટિના શ્રીગણેશ પણ મંડાતા નથી. તમે અત્યારે જે કાંઈ કરી રહ્યા છો તે કર્મસત્તાનો મોટો અપરાધ છે. કર્મસત્તાએ તમને દીર્ઘકાલિકી સંજ્ઞા આપી છે એટલે ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળના હિત માટે પ્રવર્તવાની શક્તિ આપી છે પણ તમે આત્માને તો તદ્દન ભૂલી ગયા છો અને દેહને કેન્દ્રસ્થાને બેસાડી દીધો છે એમાં પણ વર્તમાન વ્યસનોની આસક્તિથી દેહના ભાવી પ્રત્યે પણ ઉપેક્ષિત છો. માત્ર મોંમાં મસાલો નાખીને મજા માણવી - જડબાનું કેન્સર થવું હોય તો ભલે થાય. આમ વર્તમાન આસક્તિથી અવિવેકી જીવન જીવનારની દીર્ઘકાલીન સંજ્ઞાને આંચકી લેતાં કર્મસત્તાને જરા પણ વાર લાગતી નથી. પછી માત્ર વર્તમાનવિષયક હેતુવાદોપદેશિકી સંજ્ઞામાં જીવન વિતાવવું પડશે. જેમ કીડીને હાઈ વે રસ્તા ઉપરના ગોળના ટુકડાને ખાવાનું મન થાય છે અને દોડીને ખાવા જતાં ટ્રકની અડફેટમાં મરવાનું થાય છે. તેમ તમે પણ વિષયાસક્તિથી પ્રતિક્ષણ ભાવમરણથી મરી રહ્યા છો. જૈનશાસન પામ્યા પછી પણ મોહરાજાની વફાદારી છોડશો નહીં તો ભવાંતરમાં આ શાસનની પ્રાપ્તિ દુર્લભ બનશે. આજે પરમાત્માને લેશમાત્ર પણ ઓળખતા નથી. હા, કુલાચારથી ધર્મ કરો છો પણ તમારી રુચિ સંસારાભિમુખ છે કે પરમાત્માભિમુખ ? તેને તપાસો. અધ્યાત્મ શાસ્ત્ર જ દુઃખથી મુક્તિ અપાવે છે અધ્યાત્મ શાસ્ત્ર સિવાયનાં અર્થ-કામને લગતાં બધાં શાસ્ત્રો પાપશાસ્ત્ર છે. એ શાસ્ત્રો આરંભ-સમારંભ કરાવી પાપ બંધાવે છે, એની આસક્તિથી . જીવ સંસારમાં રખડે છે, અને જીવને દુઃખી કરે છે. અધ્યાત્મશાસ્ત્ર જીવને દુ:ખથી મુક્ત કરવામાં મદદગાર બને છે. ઓઘદૃષ્ટિના પ્રભાવે અનાદિની ઘરેડ ચાલુ રહે છે, ખાવું-પીવું, એશ-આરામ, રાજ્યકથાદિ પ્રમાદની આધીનતા રહે છે. અધ્યાત્મ સિવાયના શાસ્ત્રો ભણવાથી સંજ્ઞાનું જ પોષણ થવાનું છે. સંજ્ઞાનું શોષણ કરનાર અધ્યાત્મ જ છે. 2010_05 Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ જૈનશાસન એ વિવેકના શિખરે છે અન્યદર્શનોએ આત્માની વિકાસયાત્રા માટે સામાન્યથી ચાર આશ્રમોની વાત કહી છે. પહેલાં પચ્ચીસ વર્ષ વિદ્યાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ; પછીનાં પચ્ચીસ વર્ષ ગૃહસ્થાશ્રમ, પછીનાં પચ્ચીસ વર્ષ વાનપ્રસ્થાશ્રમ અને અંતિમ પચ્ચીસ વર્ષ સંન્યાસાશ્રમ જૈનશાસન બધામાં ચંચુપાત કરે છે. ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ એ ફરજિયાત ન હોઈ શકે. જન્મજાત વૈરાગી આત્મા, ભવાંતરની સાધના લઈને આવ્યો હોય તો બ્રહ્મચર્યાશ્રમથી સીધો સંન્યાસાશ્રમ સુધી પહોંચી શકે છે. વચલા બે આશ્રમ મરજિયાત હોવા જોઈએ. જૈનશાસન સર્વ પ્રસંગે ઉચિત માર્ગદર્શન આપે છે. વિવાહ કરવા હોય તો પણ ઉચિત વિવાહ કરવા. સમાન-કુળ-જાતિ અને ભિન્ન ગોત્રીય જોડે લગ્ન કરવાં જોઈએ. ધનપ્રાપ્તિમાં પણ ન્યાયસંપન્ન વૈભવને મેળવવાનો છે. ધર્મ-અર્થ અને કામ એ ત્રિવર્ગમાં અબાધાપૂર્વકનું માર્ગાનુસારી જીવન હોવું જોઈએ. વિવેકપૂર્વકનો ધર્મ આત્માને ઉપર લઈ જાય છે. ઓઘદૃષ્ટિના પ્રભાવે આજના બુદ્ધિમાન પાસે પણ વિવેક નથી. માર્ગાનુસારી સંસારી જીવને સંસારમાં એવો ધર્મ ન કરાય કે જેથી તેનું આર્થિકતંત્ર સદાય. પૈસા કમાવાની સીઝનમાં તે ધર્મ કરવા બેસી જાય અને પછી પૈસા કમાવાની સીઝન ચાલી જાય ત્યારે પૈસા વગર કફોડી સ્થિતિ થાય તો કેવો સંક્લેશ થાય ? એમ અર્થોપાર્જનને મુખ્ય બનાવી સવારે પાંચ વાગે નોકરીએ જાય, overtime કરે અને ધર્મને ગૌણ કરે એ પણ વ્યાજબી નથી. એમ ગૃહસ્થ એવો કામાંધ ન બની શકે જેથી અર્થ અને ધર્મ સદાય. આ પ્રારંભિક કક્ષાનો વિવેક બતાવ્યો છે. જે ચારિત્ર લેવાનો નથી, ઘરમાં રહેવાનો છે, અર્થ-કામને સેવવાનો છે, એના અર્થ પુરુષાર્થને ન્યાય, નીતિથી નાથવાનો છે અને કામપુરુષાર્થને સદાચારથી સાધવાનો છે. તેના જીવનમાં વિવેક ભળે અને દેવ-ગુરની છાયાથી તે અળગો ન થઈ જાય, તે માટે શાસ્ત્ર આ વાતો કરી છે. આજે સુખી શ્રીમંતોએ માઝા મૂકી છે. એક બાજુ પૈસા આવે અને બીજી બાજુ દેવ-ગુરુની છાયા નીકળી ગઈ છે. તેનું જીવન કેવું બને ? ચારિત્રથી તેઓ ભ્રષ્ટ થવા માંડ્યા છે. આદિશ આર્યસંસ્કૃતિથી મહાન છે, તપ-ત્યાગથી મહાન છે, દેવ-ગુરુની છાયાથી મહાન છે. આ દેશ પૈસા અને વૈભવથી મહાન નથી. આર્યસંસ્કૃતિમાં પ્રાતઃકાળે વહેલા ઊઠે, બે પ્રહર ધર્મ કરે પછી અર્થોપાર્જનની જરૂર હોય તે બાર વાગે કમાવવા માટે જાય. સવારે પાંચ વાગે ઊઠીને નોકરી કરવી એ આર્યદેશનો સિદ્ધાંત નથી. તમારાં તો પુણ્ય ઘણાં છે, ન કમાઓ તો પણ જીવી શકો તેમ છો. છતાં પાપાનુબંધી પુણ્યના ઉદયથી છતે પૈસે મજૂરી કરવી પડે છે. પાપકર્મ બંધાવી દુર્ગતિમાં લઈ જનાર કર્મને પાપાનુબંધી પુણ્ય ન કહેવાય તો શું કહેવાય ? 2010_05 Page #330 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા ક્યારે મળે ? ૩૦૭ કામના સમયે, પાંચે ઈદ્રિયોના વિષયોના યથાસમયે, ભોજનાદિ સમયે ૫000 રૂ. નફાને છોડીને, પહેલાં યોગ્ય સમયે ભૂખ લાગી હોય, પાચક રસો વહી રહ્યા હોય તે વખતે ખાવું જોઈએ. એને બદલે તે વખતે ન ખાય અને ધંધો કરવા જાય; પછી ભૂખ મરી ગયા પછી ખાય, પાચકરસના અભાવમાં અજીર્ણ થતાં રોગો થાય, દવા કરવી પડે એ અર્થનું નુકસાન છે ને ? સર્વત્ર વિવેક જરૂરી છે. ગૃહસ્થજીવનમાં પુત્રાદિની જરૂરિયાત હોય તો આર્યદેશમાં બતાવેલી મર્યાદાને અનુરૂપ વિષય સેવન કરે અને પછી પ્રયોજન પૂર્ણ થતાં બ્રહ્મચર્ય સ્વીકારે. જો પુત્રાદિ વિના જીવન જીવી શકાતું હોય તો શ્રેષ્ઠ. પણ પુત્રના અભાવમાં સંક્લેશ-દુર્બાન રહેતું હોય તો આજ ઉચિત વિવેક છે. અન્યથા મારે દીકરો નહીં – દીકરો નહીં, એમ પાછલી જિંદગીમાં અસમાધિ કરી મરે તો દૂર્ગતિ થાય. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ, લોક, હાસ્ય, શોક, મોહ વગેરે સંજ્ઞાઓ ભયંકર છે. દરમાં ઘણા દાણા પડ્યા હોય તો પણ આહાર સંજ્ઞાથી પ્રેરાયેલી કીડી એક દાણો લેવા માટે પ્રયત્ન કરે છે. દરમાંથી બહાર નીકળી, એકલી પોતાથી લઈ શકાય તેમ ન હોય તો દરમાં રહેલી બધી કીડીઓને જાણ કરે છે. ને બધી ભેગી થઈને તે દાણાને દર ભેગો કરે છે. યોજનગંધા કીડી હોય છે તેઓ ૧ યોજના (= ૮ માઈલ = લગભગ ૧૨ કિ.મી.) સુધીની ગંધને પકડી શકતી હોય છે. અને આ ભેગું કરતાં આર્તધ્યાનથી કચરાઈને મરતાં તિર્યંચનું આયુષ્ય બંધાય છે. રૌદ્રધ્યાનથી નરકનું આયુષ્ય બંધાય છે. . પહેલાં તો તમે નક્કી કરો કે, તમે આ જીવનમાં જે કરી રહ્યા છો તે પરાક્રમ નથી, પણ નાલેશી છે. તમે બંગલાના માલિક હો. ચાર મિલના માલિક હો, કે ચાર દીકરાના બાપ હો તો પણ એ પરાક્રમ નથી, નાલેશી છે. તમને ઓઘદૃષ્ટિ વર્તે છે કે યોગદષ્ટિ ? યોગદૃષ્ટિ આત્માનો સ્વચ્છ પરિણામ છે. ઓઘદૃષ્ટિ આત્માનો પરિણામ છે, પણ મલિન છે. જેને જે ચીજનો ખપ નહીં, તેને તે મળે નહીં. અને જેને જે ચીજનો ખપ છે, તે ચીજ તેને મળ્યા વગર રહે નહીં. તમારે આત્મવિકાસ સાધવો છે ? તેના પગથિયા સ્વરૂપે આ સાન્વર્થ આઠ દૃષ્ટિઓ છે. 2010_05 Page #331 -------------------------------------------------------------------------- ________________ આઠે દૃષ્ટિના નામને અનુરૂપ સામાન્ય અર્થ एतत्त्रयमनाश्रित्य, विशेषणैतद्भवाः। योगद्दष्टय उच्यन्त अष्टौ सामान्यस्तु ताः ॥ १२ ॥ અર્થ - આ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગને વિશેષ કરીને છોડીને તેમાંથી જ ઉત્પન્ન થયેલી તે આઠ યોગદષ્ટિઓને સામાન્યથી કહે છે. मित्रा तारा बला दीपा, स्थिरा कान्ता प्रभा परा । नामानि योगद्दष्टिनां, लक्षणं च निबोधतः ॥ १३ ॥ અર્થ – (૧) મિત્રા, (૨) તારા, (૩) બલા, (૪) દીપા, (૫) સ્થિરા, (૬) કાન્તા, (૭) પ્રભા અને (૮) પરા. એ યોગદષ્ટિનાં નામો છે. એનાં લક્ષણ આગળ કહેવાશે. (૧) મિત્રા - આ સંસારમાં રખડતા જીવને જે મિત્ર સમાન સહાયક બને છે તે મિત્રાદેષ્ટિ. મિત્રની જેમ કલ્યાણ કરનારી આ દૃષ્ટિ હોય છે. (૨) તારા – ટમટમિયા પ્રકાશમાં પદાર્થ જેમ ધૂંધળો અને ચપળ દેખાય છે તેમ અહીં દષ્ટિ બરોબર સ્પષ્ટ પદાર્થદર્શન કરાવતી નથી. (૩) બલા – પૂર્વે કરતાં જેમાં આત્મબોધ બળવાન છે તે બલાદેષ્ટિ (૪) દિપ્રા – જેમાં દીપક જેવો પ્રકાશ છે. અસ્થિરતા રહેલી છે. (૫) સ્થિરા - રત્નની કાન્તિ જેવો જેનો સ્થિર પ્રકાશ હોય છે. (૬) કાન્તા - સંસારમાં જેમ કાત્તા = સ્ત્રી જે રીતે જીવને સુખનું સાધન ગણાય છે તેમ આ દૃષ્ટિ આત્માને સુખ કરનારી છે. (૭) પ્રભા - સૂર્યની પ્રભા જેવો આત્મબોધ અહીં હોય છે. (૮) પરા – ચન્દ્રની કાન્તિ જેવો શીતલ -- સૌમ્ય બોધ અહીં હોય છે. આત્માનો જ્ઞાનપ્રકાશ સૂર્ય જેવો વાજ્વલ્યમાન છે, અને આત્માનું વેદન એ ચંદ્ર જેવું શીતલ છે. આઠે દૃષ્ટિમાં ક્રમશઃ પ્રકાશ વધે છે, મોહનો અંધકાર નીકળતો જાય છે, એકથી ચાર દૃષ્ટિમાં વિવેકની પ્રધાનતા છે, પણ સૂક્ષ્મબોધ ન હોવાથી પૂર્ણ વિવેક મળ્યો નથી. પછીની ચાર દષ્ટિમાં વિવેકની સાથે સ્વરૂપનો આનંદ પણ હોય છે. દશ્ય એક જ છે, પણ જોનારા ભિન્ન ભિન્ન છે. માટે ભિન્ન ભિન્ન દેખાય છે. જેમ જોનારા જુદા છે, તેમ જોવાના સાધન રૂપ દેષ્ટિ પણ જુદી જુદી હોય છે. એકથી ચાર દૃષ્ટિમાં અધ્યાત્મના વિષયમાં, આત્માના વિષયમાં દર્શનભેદ છે. એકથી ચાર દૃષ્ટિ સુધી દર્શનમાં મતભેદ પડે છે. મતભેદનું કારણ પ્રન્યિ 2010_05 Page #332 -------------------------------------------------------------------------- ________________ આઠે દૃષ્ટિના નામને અનુરૂપ સામાન્ય અર્થ ૩૦૯ છે. પ્રન્યિ ગયા પછી મતભેદ ઊભા રહેતા નથી. મતભેદમાંથી મનોભેદ, તનભેદ સર્જાય છે મતભેદમાં કારણ ગ્રન્થિ છે. પછીની ચાર દૃષ્ટિમાં પારમાર્થિક વિષય સંબંધી આ મતભેદ રહેતો નથી. મતભેદ કેમ થાય છે ? અહંકારનું પ્રઘનીકરણ થઈ ગયું છે. માટે મતભેદ ચાલુ છે. સમકિતી નિરંતર સમતાને અનુસરે છે. મિથ્યાત્વી નિરંતર વિકલ્પોને અનુસરે છે. અહંકાર નિરંતર વિકલ્પોને કરાવે છે. અહંકાર ગયા પછી વિકલ્પો વિલય પામે છે. સમ્યગ્દષ્ટિ આત્મા અનેકાન્ત દૃષ્ટિ અને સ્ટાદ્વાદના બળે બીજાના ઝઘડાનો નિકાલ લાવે છે. તે બૌદ્ધોને, સાંખ્યને અને બીજા બધાને કહે છે કે તમે શા માટે પરસ્પર ઝઘડો છો ? તમે જે આત્માના સ્વરૂપની વાત કરો છો તે અમને તે તે અપેક્ષાએ માન્ય છે. આમ બીજાના ઝઘડા મિટાવનાર કદી પોતાના ઘરમાં ઝઘડા ઊભા રાખે એવું બને ? આજે અનેકાન દર્શનમાં પણ જે સંઘર્ષ દેખાય છે તેનું કારણ અનેકાન્ત દર્શનમાં જન્મ્યા છે એટલું જ. પણ અનેકાન્ત દૃષ્ટિ પરિણામ પામી નથી. સત્ય કદી ટકરાતું નથી. પરસ્પરનો અહંકાર જ ટકરાય છે. અને એ અહંકારને પછી સત્યનો ઝભ્ભો પહેરાવવામાં આવે છે. સત્ય, સિદ્ધાંત, શાસન, શાસ્ત્ર, જિનાજ્ઞા આ બધા શબ્દોનો આજે જેટલો દુરુપયોગ જોવા મળે છે એટલો દુરુપયોગ કદાચ પહેલાં ક્યારેય જોવા મળ્યો નહીં હોય. સત્ય એ સમતા અને સમાધિ સ્વરૂપ છે અને શાસ્ત્રો તેને પામવા માટે છે, વાદ- વિવાદ માટે નથી. એ ખ્યાલ આવે તો જ સંઘર્ષનો અંત આવે, અને જૈનશાસનની વિજયપતાકા આકાશમાં ઊંચે ઊંચે લહેરાય !! આપણે સમ્યગ્દર્શન પામ્યા નથી. માટે જ્યાં ભૂલ થતી હશે ત્યાં આવાં જ કોઈ કારણો હશે. ગુણદષ્ટિ અને દોષદૃષ્ટિ ગુણદષ્ટિ વ્યાપક બને, દોષદષ્ટિ નીકળી જાય, ત્યારે સમ્યગ્દર્શને આવે છે. પ.પૂ. યશોવિજયજી મહારાજની ચોવીસી ભક્તિના માધ્યમથી પરમાત્મા સ્વરૂપને ઓળખાવે છે. અને પ.પૂ. આનંદઘનજી મહારાજ અધ્યાત્મના માધ્યમથી પરમાત્માનો પરિચય કરાવે છે, જ્યારે પ.પૂ. દેવચન્દ્ર મહારાજ દ્રવ્યાનુયોગના માધ્યમથી પરમાત્માનો વાસ્તવિક પરિચય કરાવી, આપણને સ્વરૂપ રુચિ કરાવવા ખૂબ સફળ બન્યા છે. | ચંદ્ર જેવી સૌમ્યતા, આલ્હાદકતા, ઇન્દ્ર જેવું ઐશ્વર્ય, સૂર્ય જેવી તેજસ્વિતા, મેરુ જેવી ગંભીરતા પ્રભુમાં ક્યાંથી આવી ? તેના જવાબમાં ઉપાધ્યાયજી 2010_05 Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ મહારાજ ફરમાવે છે કે - “ગુણ સઘળા અંગી કર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે.” હા, દોષ માત્રને આત્યંતિક રીતે આપે દૂર કર્યા ને સઘળા ગુણોને ક્ષાયિક ભાવે પ્રગટાવ્યા છે માટે હે પ્રભો ! આપનું આટલું ભાગ્ય ખીલ્યું છે. ગુણદૃષ્ટિ કેળવનારો પોતાના ભાગ્યને ખીલવે છે, દોષદૃષ્ટિ કેળવનારો પોતાના ભાગ્યને ગુમાવે છે. હંસદૃષ્ટિ એ ગુણદષ્ટિ છે. હંસ દૂધ-પાણીમાંથી સારભૂત દૂધ લઈ લે છે અને પાણીને છોડી દે છે. કાગદષ્ટિ એ દોષદૃષ્ટિ છે. કાગડો આખા શરીરમાં જ્યાં ચાંદું હોય ત્યાં જ બેસે છે. સારી જગ્યા એને ગમતી નથી, કારણ કે દોષદષ્ટિ છે. સરોવરનું પાણી ન પીતાં તે ખાબોચિયાનું પાણી પીતો હોય છે. ગુણદૃષ્ટિનો વિકાસ ન કરીએ, ગુણોની અનુમોદના ન કરીએ, દોષદૃષ્ટિ ચાલુ જ રાખીએ, દોષોની જુગુપ્સા ન કરીએ તો ગુણો તો પ્રાપ્ત નહીં થાય પણ ગુણ પામવાની યોગ્યતા પણ નહીં આવે. સમ્યગ્દષ્ટિ આત્મા પાસે અપેક્ષાઓ નથી માટે કષાય જાય છે. સામાની અપેક્ષાઓને પૂરી કરવા માટે તે તત્પર બનતો હોય છે. સમ્યગ્દષ્ટિ પાસે નયોનું જ્ઞાન છે, સમતા એની પાસે છે, વળી ગુણગ્રાહક દૃષ્ટિ છે તેથી તે દરેકમાં સમાધાન શોધી શકે છે. અન્યદર્શનમાં રહેલ સારી પણ ચીજ કાળના પ્રભાવે કરી આપણામાં કદાચ ન દેખાતી હોય તેટલામાત્રથી આ પારકી છે, આ પારકી છે, અન્યધર્મીની છે, આપણી નથી એમ કહી તિરસ્કાર કરીએ તો જ્ઞાનીઓએ તેને દ્વાદશાંગીની વિરાધના કહી છે. કારણ કે અન્યદર્શનમાં પણ જે કાંઈ સારું જોવા મળે છે તે દ્વાદશાંગીનાં જ છાંટણાં છે. જૈનદર્શનનો વિવેક તો જુઓ. પદાર્થનું સાચું સ્વરૂપ સમજાયેલું હોવાથી તે બધાને યોગ્ય ન્યાય આપી શકે છે. પ્રન્ચિ ભેદતાં બીજામાં જે સારું દેખાય છે તેનું ખંડન કરવાનું રહેતું નથી. તેનો યથાયોગ્ય ભાવે સ્વીકાર કરવાનો રહે છે. આ વિવેકથી ઘણો લાભ થાય છે. નિષેધાત્મક દૃષ્ટિ, ખંડનાત્મક વલણ, બધું બંધ થઈ જાય છે. આપણો નવકારમંત્ર શ્રેષ્ઠ છે એની ના નહિ પણ અન્યદર્શનમાં રહેલા પોતાના ભગવાનનો મંત્રજાપ કરે તો કલ્યાણ ન થાય ? શું એ મંત્ર ખોટો છે ? ઇષ્ટદેવ પ્રત્યેની ભક્તિથી જાપ કરે. રામ-રામ કરે તો તેને લાભ ન થાય ? કુસંસ્કારો ન જાય ? પુણ્ય ન બંધાય ? તે સદ્ગતિમાં ન જાય ? તમારી દૃષ્ટિ પહેલાં સ્વચ્છ કરો. આપણને અરિહંત મળ્યા છે. તમારે એ છોડી બીજા દેવ-દેવીને માનવાની જરૂર નથી. અરિહંત સોટચના સોના જેવા મળ્યા છે. પણ કોઈ તેના ઈષ્ટદેવની પૂજા કરે, જાપ કરે, તો તેને લાભ થાય કે નહીં એ પ્રશ્ન છે ? 2010_05 Page #334 -------------------------------------------------------------------------- ________________ આઠે દૃષ્ટિના નામને અનુરૂપ સામાન્ય અર્થ. ૩૧૧ આપણે કમમાં કમ મૂકપણે, માનસિક રીતે એનો સ્વીકાર કરવો જોઈએ. પણ ખંડન ન કરવું જોઈએ. એની પાસે જે દેવતત્ત્વ છે તેની શ્રદ્ધા કરવાથી એના આત્માની યોગ્યતાનો વિકાસ થાય છે અને ઉત્તરોત્તર પૂર્ણ તત્ત્વ એને પ્રાપ્ત થાય છે. જાપનો શું પ્રભાવ છે ? તેના ઉપર દૃષ્ટાંત ન હરિદાસ યવન-મુસ્લિમ કુળમાં જન્મેલા હતા. મા-બાપ નાનપણમાં મૃત્યુ પામેલાં. તે અનાથ અવસ્થામાં ઊછર્યો. પણ નિમિત્તો મળતાં રામ-કૃષ્ણ ઉપર તેની શ્રદ્ધા બેસી ગઈ. રોજનો ત્રણ લાખનો જાપ કરે છે. “હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે હરે' આ ષોડશાક્ષરી મંત્રનો તે સતત રોજનો ત્રણ લાખનો જાપ કરે છે અને તે પણ મોટેથી બોલીને. પરમાત્મા પ્રત્યે અંદરનો પ્રેમ, બહુમાન, આદર ઘણો હતો. શુદ્ધિ વધી ગઈ. જગતમાં ખ્યાતિ પામ્યા. મ્લેચ્છ કુળમાં જન્મવા છતાં પણ ચોમેર યશ વ્યાપી ગયો. પરંતુ દરેક કાળમાં સજ્જનો પાછળ દુર્જનરૂપી રાહુ પડેલો જ હોય છે. તેમાં પણ આ તો કલિકાળ છે. કલિકાળમાં નિંદા કરનાર નીકળે જ. આને કેમ પાડી નાખવો ? આને કેમ ઉખેડી દેવો એની વિચારણા થઈ રહી છે. એ માટે ૧૬ વર્ષની વેશ્યાને તેને પતિત કરવા તૈયાર કરી છે. આ વેશ્યા નાની છે પણ રૂપગર્વીિ છે. ભલભલા મારી પાસે પાણી પાણી થઈ ગયા છે તો આ વળી કોણ ? આ અહંકારના બળે તે હરિદાસની ઝૂંપડીમાં જાય છે. આ તો મોટેથી બોલીને જાપ કરે છે. જાપમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. ગાંધીજીએ એક જગ્યાએ લખ્યું છે કે જો મારું ચાલે તો આ હિંદુસ્તાનનાં તમામ દવાખાનાં હોસ્પિટલો બંધ કરાવી દઉં અને ભારત વર્ષની પ્રજાને એકમાત્ર રામ નામમાં જોડી દઉં. રામ નામની એ તાકાત છે કે એની ધૂનથી રોગો નાશ પામે છે અને દેશનું વાતાવરણ સુધરે છે. આ હરિદાસ જાપમાં એકાકાર છે. વેશ્યા આવીને ઊભી રહી છે. આ હરિના દાસને જોવાની પણ ફરાદ નથી. તેણે નમ્રતાથી કહ્યું કે મારે તમને કંઈ કહેવું છે ! હમણાં નહીં. બે કલાક થયા. મારે તમને કંઈ કહેવું છે. હમણાં નહીં. ચાર કલાક થયા. અંતે થાકી. ચાર દિવસ થયા. આને તો જોવાની પણ પડી નથી. કુસંસ્કારવાળી વેશ્યાની હલકી જાત છે પણ ચાર દિવસ સુધી આનો જાપ સાંભળતાં અંદરના કચરા નીકળવા માંડ્યા. પર્યાવરણની શુદ્ધિ કેટલી અસરકારક છે, તે પુરવાર થઈ ગયું. દેવ-ગુરુની છાયા જગત ઉપર કેવો ઉપકાર કરે છે. વેશ્યાને પશ્ચાત્તાપ થવા માંડ્યો. તરત જ માફી માગી. મને માફ કરો. મેં ભૂલ કરી. હું પૈસા ખાતર કેવાં હલકાં કામો કરું છું ? અહીં તમારા પતન સુધી હું આવી ગઈ છું. હવે હરિદાસ બોલે છે, બેન ! તું શું કામ ચિંતા કરે છે ? પરમ મા 2010_05 Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પતિત પાવન છે. પરમાત્મા પતિતોનો ઉદ્ધાર કરે છે, તું શું કામ ચિંતા કરે છે? તને પ્રભુની શક્તિમાં વિશ્વાસ નથી ? તું એને શરણે જા, એ તારી વાટ જોઈને ઊભો છે. આ સંદેશો કહેવા માટે મને મોકલ્યો છે. આટલા પ્રેમાળ શબ્દો સાંભળીને એણે વેશ્યાનો ધંધો છોડી દીધો બધા શણગાર ફેંકી દીધા. ફાટ્યાં-તૂટ્યાં કપડાં પહેરી લીધાં. હરિદાસે કહ્યું , “બેન ! તું હવે આ ઝૂંપડીમાં રહે. હું હવે બીજે જાઉં છું અને તું અહીં જાપ કર. “તેણે વચન માન્યું'' એ પણ પ્રસિદ્ધિ પામી. હરિદાસ ઉપરથી આખરે તેનું નામ હરિદાસી પડી ગયું. આ રામનામની તાકાત છે ! ઉપાદાનની શુદ્ધિ કરાવીને આત્માનો નિસ્તાર કરે છે. સંસારમાં ઘણા પરિશ્રમ પછી જે મળે છે તેની કિંમત આંકો છો તેમ આત્માની મસ્તી પણ ઘણો ભોગ આપ્યા પછી મળે છે. તમે આત્મા-મોક્ષની વાતો કરો છો. પણ કેટલો ભોગ આપવા તૈયાર છો ? શું ધર્મ કરો છો ? એ વાત પછી છે પણ કેટલો ને કેવો ધર્મ કરો છો તે વાત મોટી છે. સમ્યક્ત્વ આવે એટલે કાયાની સાથે છાયાની જેમ સમાધાન આવે છે અને સમાધિ સહજ બને છે. જીવો સાથે આત્મીયતાનો ભાવ જન્મે છે. પુદગલ એ પારકી ચીજ લાગે છે તે જીવસૃષ્ટિ સાથે હરગિજ અન્યાય કરવા તૈયાર થતો નથી. સ્થિરાદેષ્ટિવાળાની પ્રવૃત્તિ પરને હિતકારી હોય છે. સમકિતી સામાન્યથી કોઈનો અપરાધ કરે નહિ, પણ કોઈ અપરાધ કરે તો પણ તે વિચારે કે કર્મજનિત અપરાધ છે, કદાચ સમકિતી બીજાને અપરાધ કરતો દેખાય. બીજાની સાથે યુદ્ધ કરતો દેખાય તો પણ તેમાં તેના કર્મનો જ અપરાધ છે. નહીં કે તેનો. તેનું સમકિતતો પ્રત્યેક સમયે તેને અપરાધ નહીં કરવા જ ચેતવી રહ્યું છે અને આ અવસ્થા પણ પાંચમી સ્થિરા દૃષ્ટિ સુધી જ હોય છે. છઠ્ઠી દૃષ્ટિમાં તો તેનાં કર્મો પણ અનુકુળ થઈ ગયાં હોય છે, તેથી કર્મ પણ અપરાધ કરાવતાં નથી. એની બધી પ્રવૃત્તિ લોકના હિત માટે થાય છે. તેના આત્મામાંથી કષાયો દૂર નીકળી ગયા છે. શુદ્ધ બોધ છે. આગ્રહ, મતાગ્રહ, કદાહ, અસમ્રહથી તે મુક્ત હોય છે. અસદૂગ્રહ બહુ ખરાબ છે. તેમાંથી નિદ્ભવો થયા છે. પહેલાં સમકિત પામ્યા હોય, માર્ગના જ્ઞાતા બન્યા હોય પછી એકાદ વચનનો અપલાપ કરે, તેને છુપાવે ત્યારે નિદ્ભવ બને છે. જમાલી અને શિવભૂતિ એ નિદ્વવ થયા છે. તેમણે શું ઓછી સાધના કરી છે ? મહાવ્રતો પાળ્યાં છે, ઘોર તપ કર્યું છે. નિર્દોષ વસ્ત્રો વહોય છે. દોષરહિત આહાર-પાણી લીધા છતાં અંદરમાં અસદ્ગહ બેઠેલો તેથી એક વાક્ય ન બેઠું તો પ્રતિકાર કરી નિદ્ભવ બન્યા. સમાધાન ન કરી શક્યા અહંકાર ઊછળી આવ્યો. સમકિતીના બોધમાં પૂર્વગ્રહ, હઠાગ્રહ વગેરે નથી. 2010_05 Page #336 -------------------------------------------------------------------------- ________________ આઠે દૃષ્ટિના નામને અનુરૂપ સામાન્ય અર્થ · શનિ અને મંગળ કરતાં આ બે આગ્રહો આત્માને વધારે નડે છે. ‘સમકિતી. વિનિવૃત્તાગ્રહઃ હોય છે. વિચારોની પકડ મતિજ્ઞાનને કર્કશ બનાવે છે. મતિજ્ઞાનમાં ક્લેશ અને સંઘર્ષ ઊભો કરે છે. અંદરથી જ્ઞાન બગડ્યું. બહારથી જીવો સાથે આત્મીયતા મૈત્ર્યાદિ સંબંધ તૂટી જાય છે. પછી ગાડી-બંગલા પણ ક્યાંથી સુખ આપી શકશે ? અંદરનું તત્ત્વ બગડ્યું અને બહારનું તત્ત્વ બગડ્યું છે. બાવાના બે ય બગડ્યા છે. બહારથી કલ્યાણમિત્રો ગુમાવ્યા, લોકોને શત્રુ બનાવ્યા. સ્વાર્થી મિત્રોના ટોળામાં રહેવાનું થયું. જ્યારે આગ્રહની નિવૃત્તિ થવાથી બોધ શુદ્ધ થાય છે પછી તેની પ્રવૃત્તિ પરને ઉપકારક, હિતકારક હોય છે. આગ્રહ ગયો ત્યાં મૈત્ર્યાદિ ભાવોનું પારતન્ત્ય આવ્યું. જ્યાં આગ્રહ છે ત્યાં મૈત્ર્યાદિ હોય નહીં. પોતાના વિચારોને, આગ્રહોને સાચા માનનારો જીવોની મૈત્રી ગુમાવે છે. ‘નોકર કામ બરોબર ન કરતો હોય' અને તેથી શેઠ વારંવાર ટોક્યા કરે તો શેઠ નોકર પ્રત્યેનો મૈત્રીભાવ ગુમાવે છે પણ નોકરના સંયોગો, તેની શક્તિનો વિચાર કરી તેને પૂરક બનવા જાય તો મૈત્રીભાવ ઊભો રહે છે. સંસારની ચીજ જેને છોડતાં આવડે છે તેને માટે આત્મભાવ સહેલો છે. સંસારની સામગ્રી જ્યારે જવા માટે તૈયાર થઈ છે ત્યારે આત્માર્થી તેને પકડવા દોડે નહીં. ૩૧૩ જીવ પાસે સમાધાનર્દષ્ટિ નથી. જીવ પોતે નુકસાન કરે તો તેને સમાધાન કરતાં આવડે છે, પણ બીજો જીવ નુકસાન કરે તો સમાધાન કરતાં આવડે ? સમકિતીને મૈત્યાદિભાવોનું પારતંત્ર્ય હોય. જેમ ચ્હાના વ્યસનીને આ વગર ચાલે નહીં સિગરેટના વ્યસનીને પણ સીગરેટ વગર ચાલતું નથી તેમ જેને મૈત્ર્યાદિ ભાવોનું પારતન્ત્ય હોય, મૈત્ર્યાદિ ભાવોનો ગુલામ બન્યો હોય, તેનો અદનો સેવક બન્યો હોય એને મૈાદિ ભાવો વગર ચાલે જ નહીં. જેના અનંતાનુબંધી કષાયો ભાગ્યા છે એને મૈત્યાદિ ભાવો લાવવા પડતા નથી, સહજ જ આવી જાય છે. જેના જીવનમાં મૈત્ર્યાદિ ભાવો તાણાવાણાની જેમ વણાયેલા છે તેણે શ્વના સર્વ જીવો જોડે આત્મીય સંબંધ સ્થાપિત કરી દીધો છે. તેની નજરમાં કોઈ અપરાધી નથી. કોઈ વિરોધી નથી. કોઈ દુષ્ટ નથી. બીજાના નુકસાનને શાંતભાવે ખમી ખાવ એ પણ ઉદારતા છે. મન ન ...ગાડો એ પણ ઉદારતા છે. કેવળજ્ઞાન પામવું હોય તો હૃદયની આ વિશાળતા જરૂરી છે. જ્યાં જીવો પ્રત્યે કષાય છે ત્યાં બોધ શુદ્ધ નથી. ત્યાં કદાગ્રહરહિતતા નહીં આવે. મૈત્રીભાવના અભાવમાં ઔદાર્ય, સાત્ત્વિકતા, ગંભીરતા વગેરે ગુણે આવતાં નથી. સાત્ત્વિકતા વિના ગ્રન્થિ પણ ભેદાતી નથી એટલે ઉત્તમ જીવોએ કષાયાધીનતા છોડી સત્ત્વ પ્રગટાવવું જોઈએ. 2010_05 Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પહેલી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ છે. પણ તેનો પાવર આગળ આગળની દૃષ્ટિમાં ઓછો હોય છે. મિથ્યાત્વની સાથે અહંકાર ભળે છે અને સફળતા ન મળે ત્યારે અહંકાર ઘવાતાં વાદ-વિવાદ ઊભો થાય છે. પાંચમી દેષ્ટિમાંથી અહંકાર નીકળી ગયેલો હોવાથી વાદ-વિવાદ ઊભો થતો નથી. મિથ્યાત્વની તીવ્રતામાં વિપરીત માન્યતા હોવાથી આત્મા અંદરમાં ઠરી શકતો નથી. અંદરમાં ઠરીને સુખ પામવું એ મોક્ષનો રાજમાર્ગ છે અને બહારમાં પરોપકાર વગેરે કરી આગળ વધવું એ રાજમાર્ગ છે, અને પોતાની માન્યતાને માટે ઊથલ-પાથલ કરવી એ મિથ્યાત્વ છે. નેપોલીયને જે માન્યું અને જે સાચું લાગ્યું તેને પ્રાપ્ત કરવા છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ કર્યો. દુર્યોધને પણ ઈષ્ટસિદ્ધિ માટે આખું મહાભારત ઊભું કર્યું. મિથ્યાત્વીને પુણ્યની સહાય મળી જાય તો એની દોટને નાથવી બહુ મુશ્કેલ હોય છે. બીજું વિશ્વયુદ્ધ કેમ થયું ? હિટલર એ અપમાનની ખેતીનો પાક છે. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મની વગેરેને ગુલામ બનાવવામાં ન આવ્યું હોત તો બીજું વિશ્વયુદ્ધ ન થયું હોત ! પણ જર્મન ગુલામ બન્યું એમાં હિટલર પાક્યો. એકપણ ખરાબ વિચારને સ્થાન ન આપો. આ ખરાબ વિચારરૂપી બીજમાંથી કેવો ઘેઘૂર વડલો બનીને રહે છે તે જોવા જેવું છે. એક નાનકડો અશુભ વિચાર આત્માને કેવો દુષ્ટ બનાવે છે તે જોવા જેવું છે. હિટરલ વિચારે છે કે આપણે કેમ હાર્યા ? આપણી પાસે જર્મન શુદ્ધ લોહી ન હતું. આ યહૂદીનું લોહી ભળ્યું માટે હાર્યા છીએ. આમાં હકીકતમાં કોઈ કાર્ય-કારણ ભાવ ન હોવા છતાં બુદ્ધિ અવળા માર્ગે દોડી, સાત્ત્વિક્તા ઘણી હતી પણ બુદ્ધિનું અવળા માર્ગે પ્રવર્તન થયું. તે વિચારે છે કે આપણે લડવાની શક્તિ કેળવીએ તો જરૂર જીત મેળવીએ. પોતાનો આ વિચાર પોતાના આસિસ્ટન્ટ આઈકમેનને કહ્યો. તેણે પણ તેના વિચારને ટેકો આપ્યો. હામાં હા મિલાવી. “શુદ્ધ જર્મન લોહી વગર જીત નહીં મળે' આ વિચારે ગેસ ચેમ્બરમાં સાઠ લાખ યહૂદીને એકીસાથે જેર કરી દીધા અને મોતના ઘાટ ઉતારી દીધા. અહંકાર જેટલો તીવ્ર તેટલું મિથ્યાત્વ વધારે, અવિવેક વધારે, કષાયો પણ વધારે હોવાનો સંભવ છે. કષાયોની હાજરીમાં કોઈ આત્મકલ્યાણ કરી શક્યું નથી. જેનું ચિત્ત ઠરેલ નથી તેનામાં વિવેક ન હોવાથી ફટફટ વિચાર કરીને કામ કર્યે જાય છે. આ કોઈ મહાપુરુષની નિશાની નથી. માણસ વિવેકી જોઈએ, ઠરેલ જોઈએ અને વિચારીને કાર્ય કરે તો તે આગળ વધી શકે છે. દૃષ્ટિમાં આગળ વધતાં કષાયો ઘટવા માંડે છે, મિથ્યાત્વ મંદ પડે છે, અહંકાર માંદો પડે છે અને સજ્જનતા આદિ જીવનમાં આવે છે. સજ્જનતા આવી એટલે જીવ પરોપકારાદિ સારાં કાર્યો કરતો થાય છે અને તેનાથી 2010_05 Page #338 -------------------------------------------------------------------------- ________________ આઠે દૃષ્ટિના નામને અનુરૂપ સામાન્ય અર્થ ૩૧૫ અહંકાર મોળો પડતો જાય છે. એમ કરતાં ધીરે ધીરે અહંકારએ ઝીરો ‘O' પોઈન્ટ પર આવી જાય. સમ્યત્વ આવવાથી બોધ સૂક્ષ્મ બને છે, સ્વચ્છ બને છે. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થવાથી જ્ઞાનમાં સૂક્ષ્મતા આવે છે અને મોહનીય કર્મનો ક્ષયોપશમ થવાથી હૃદયમાં સ્વચ્છતા આવે છે, કલુષિતતા નીકળતી જાય છે. બીજાને ઉપયોગી બનવાની વાત મુખ્યપણે રહે છે. બીજાનું હિત કેમ થાય, એને પોતાના કેમ બનાવી શકાય ? સામી વ્યક્તિનું હૃદય જીતતાં આવડવું જોઈએ તો પરોપકાર ઉચ્ચ કોટિનો થઈ શકે છે. જ્યાં આગ્રહ છે ત્યાં મૈત્રી આદિ ભાવો નથી હોતા. આગ્રહ જતો રહે ત્યાં તરત જ મૈત્રી આદિ ભાવો આવીને ઊભા રહે છે. મૈત્રી આદિ ભાવો વેશ્યા વિશુદ્ધિ માટે ઉપકારક છે. મૈત્રી આદિ ભાવોથી ધર્મવૃક્ષનું મૂળ સીંચાતું રહે છે. મૈત્યાદિના પાતત્યથી ઊંચી કોટીનો પુણ્યબંધ થાય છે. પારતત્ય એટલે મૈત્રી આદિ ભાવનાનો ગુલામ હોય છે એક ક્ષણ પણ એ આત્મા કષાયમાં ભૂલો ન પડે. મોહનીયના કર્મના અપગમથી જીવમાં સમાધાનવૃત્તિ, the art of compromise આવે છે તેનો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ એવો મધુર હોય છે કે એકાંતદર્શનીને જોઈને દ્વેષ થતો નથી, બલ્બ તેની દયા આવે છે કે બિચારા સર્વજ્ઞના શાસનથી બહાર ચાલ્યા ગયા, એકાંતપ્રતિપાદક દર્શનમાં ચાલ્યા ગયા. આ અગ્નિશર્માનું પતન કેમ થયું ? તે માટે હરિભદ્રસૂરિજી મહારાજા “સમરાઈએ કહા'માં બે કારણ બતાવે છે. ભવિતવ્યતા ખરાબ હોવાથી તેને જૈન શાસનની પ્રાપ્તિ ન થઈ અને બીજું કારણ તેણે અવળો પુરુષાર્થ આદર્યો. જૈન શાસનનું હાર્દ સમજવા જ ન મળ્યું. આરાધના કરવાના ઉદ્દેશથી અગ્નિશર્માએ નિયમ લીધો કે માસક્ષમણના પારણે માસક્ષમણ કરવું. એક ઘરે જ પારણું કરવા જવું અને ત્યાં ભિક્ષા ન મળે તો ફરી બીજું માસક્ષમણ કરવું. આવો ઉગ્ર અભિગ્રહ = નિયમ લીધો. અગ્નિશર્મા પાસે જ્ઞાન ન હતું, ઉત્સર્ગ અપવાદ શું છે ? એવો માર્ગનો સૂક્ષ્મબોધ ન હતો, આચાર-પરિણતિ શું છે ? નય-પ્રમાણ, ક્રિયાનય, જ્ઞાનનય વગેરેનો બોધ ન હોવાથી ભૂલ કરે છે. અગ્નિશર્માને નિયમની કિંમત સમજાણી હતી, પણ પરિણતિની કિંમત સમજાણી ન હતી. અભિગ્રહ મહાન કહેવાય કે પરિણતિ મહાન કહેવાય ? કોણ ચડે ? એમાં સાધ્ય-સાધન દાવ શું છે ? કોના માટે સાધના છે ? આ બધું જ્ઞાન સાધનામાં ખૂબ જરૂરી છે. મારે દવા ન લેવી એ સાત્ત્વિકતા છે. આપણા માટે ઉત્સર્ગનો આગ્રહ સારો પણ બીજા માટે આગ્રહ રાખીએ તો તે બરાબર નથી. મને મેલેરિયાનો તાવ આવ્યો. મારે દવા લેવી જ નથી એ ઉત્સર્ગ મારા માટે સાચો છે પણ બીજાને તાવ આવે ત્યારે તેને પણ દવા ન જ લેવા દેવી, ન જ 2010_05 Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આપવી એ વ્યાજબી નથી. જૈનશાસ્ત્રો ભણીને વિવેક તારવવાનો છે. શાસ્ત્રો ભણ્યા પછી પરિણામ પામવા બહુ કઠિન છે. વિવેક જેને ન મળે તે મર્યો સમજવો. વિવેકથી લાઘવ-ગૌરવ સમજી શકાય છે. વિકટ પરિસ્થિતિમાં શું કરવાથી લાભ થશે અને શું કરવાથી એકંદરે નુકસાન થશે એવો નિર્ણય વિવેકની તીણબુદ્ધિથી જ શક્ય બને છે. કર્મબંધનો આધાર પરિણતિ અને અધ્યવસાય ઉપર છે. અભિગ્રહ કે નિયમપાલન ઉપર એકાંતે નથી. આવા જુદા જુદા અભિગ્રહો પરિણતિને નિર્મળ કરવા માટે છે, ટકાવવા માટે છે. અહીં અગ્નિશમ ભૂલે છે. એણે જીવનમાં એકાંતે નિયમ પકડ્યો. (નિયમનો ભંગ કરાય જ નહીં.) આ સ્પોટ ઉપર તેની વિકાસયાત્રા ઊથલી પડી. આવું ન થાય તે માટે જૈનશાસનમાં દીક્ષા લે ત્યારથી ગુરુની નિશ્રામાં રહેવાનું છે. પરમાત્માની આજ્ઞા ચડે કે ગુરુની આજ્ઞા ? પરમાત્માની આજ્ઞા સામાન્ય છે, સાર્વત્રિક છે. ગુરુની આજ્ઞા દ્રવ્ય, ક્ષેત્ર, કાલાશ્રયી હોવાથી અવશ્ય માનવી જોઈએ. જે પરમાત્માની આજ્ઞા માને અને ગુરુની આજ્ઞા કુકરાવે તે કદી ના ચાલે. પંચસૂત્રમાં ચિરંતનાચાર્ય લખે છે, નો મગફ, સો મગર જે મને (ભગવાનને) માને છે તે ગુરુને માને છે. વિદેહી બનેલા પરમાત્માની આજ્ઞા પાળવી છે અને જીવતાં ગુરુની આજ્ઞાની જોડે મેળ નથી તો હકીકતમાં પરમાત્માની આજ્ઞા માની જ ન કહેવાય. દીકરો પિતાજીની "આજ્ઞા ન માને અને દેવલોક પામેલા દાદાની આજ્ઞા માને તો તે શું વ્યાજબી છે ? ગુરુ છદ્મસ્થ હોવાથી સારણા, વારણા કરી શકે. તેમની નિશ્રામાં રહેવાથી મોહની પરાધીનતા છૂટે છે અને આત્માનું સ્વાતંત્ર્ય-સિદ્ધતા-મળે છે. અન્યદર્શની પાસે આવો સૂક્ષ્મ વિવેક ન હોવાથી પતન થવાનો સંભવ ઘણો અગ્નિશમને ત્રીજું પારણું આવ્યું. ભવિતવ્યતાના યોગે તે નિષ્ફળ ગયું. પારણું ન થયું તો કષાય થયો. પણ નિયમને વળગી રહ્યો. ગુરએ અપવાદ - માર્ગ બતાડ્યો. કે, “બીજે જઈને પારણું કરી લો.” પણ શુદ્ધ બોધના અભાવે ગુરુની વાત માનતો નથી, કષાયના રવાડે ચડી ગયો અને જાવજીવનો આહાર ત્યાગ કર્યો. તારો અભિગ્રહ મહાન નથી, પણ ગુરુની આજ્ઞા મહાન છે. એવું તત્ત્વ તેની સમજમાં નથી. અમારે ત્યાં દીક્ષા લે તેને આ સમજણ આપવાની હોય છે. ગુરુ આજે પચ્ચખાણ કરાવે અને કાલે પારણું કરાવે તો પણ તૈયારી હોવી જોઈએ. આમાં વિચારનો આગ્રહ છૂટે છે, સાધનામાં આગળ વધાય છે. આપણી બધી વાત ઉપર ગુરુનો અધિકાર છે. મન મૂકીને શિષ્ય થવાય છે, તન મૂકીને સિદ્ધ થાય છેઅને ઘર મુકીને સાધુ થવાય છે. ગુરુપારન્યથી આગળ વધાય છે. સમકિતી પાસે નયની વિવક્ષા 2010_05 Page #340 -------------------------------------------------------------------------- ________________ આઠે દૃષ્ટિના નામને અનુરૂપ સામાન્ય અર્થ ૩૧૭ છે, સ્વાદુવાદ છે, તે સમજવા જેવું છે. તેનાથી મૈત્રીભાવ ક્યાંય ખંડિત થતો નથી. કષાયોથી મૈત્રીભાવ ટકી શકતો નથી. કષાયોના અભાવથી વિરતિનો પરિણામ આવે છે. જીવો પ્રત્યે દ્વેષ અને ઉપેક્ષા એ અનંતાનુબંધી કષાય છે. પાપધિક્કારથી સમકિત પ્રાપ્ત થાય છે અને જીવધિક્કારથી સમકિત ચાલ્યું જાય છે. માટે જીવો પ્રત્યે અરુચિ, તિરસ્કાર ભાવ ન આવે તે ઉપર સાધકે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અનંતાનુબંધી કષાયનો મુખ્યતયા સંબંધ જીવો સાથે છે. એટલે તે કષાય જવાથી સમક્તિની પ્રાપ્તિ થતાં જીવો પ્રત્યેનો દ્વેષ નીકળી જાય છે અને જીવસૃષ્ટિ સાથે મૈત્રી, પ્રેમ, વાત્સલ્ય ઉભરાય છે. સમ્યકત્વીને ગમે તેવા પ્રસંગોમાં આત્માના પરિણામ ન બગડે એ જ લક્ષ્ય હોય છે. અને જ્યાં ગુણો જુએ ત્યાં પ્રમોદ ભાવ હોય છે. તમે જ માંગો છો કે મને ભવોભવ જિનશાસન મળો. તો જિનશાસન એ શું છે ? વ્યવહારનયે જિનશાસન એટલે ચતુર્વિધ સંઘ છે. જિનશાસન એટલે દ્વાદશાંગી છે નિશ્ચયનયે આત્માનુભૂતિ અને સ્વરૂપ રમણતા એ જ જિનશાસન છે. બીજામાં ગુણ દેખાય અને પ્રમોદભાવ ન થયો તો સમ્યકત્વમાં આંચ લાગે છે. મતિજ્ઞાનનો ક્ષયોપશમ મુલાયમ રહેવો જોઈએ. સ્વદર્શનમાં ગુણ દેખે ત્યાં ગુણાનુરાગ હોય જ, પ્રમોદભાવ હોય જ અને મિથ્યાત્વીના પણ ગુણોની અનુમોદના હોવી જોઈએ. અમૃતવેલની સજ્ઝાયમાં પૂ. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે, “અન્યમાં પણ જે દયાદિક ગુણા, જે જિનવચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિર્ધાર રે.” ગુણનો અદ્વેષ હોવાથી અનુમોદના તો અવશ્ય કરવાની પણ તેની પ્રશંસા કરી ન શકાય. પ્રશંસા કરવાથી બીજા તેનું અનુકરણ કરે તો ઉન્માર્ગના પ્રવર્તનની શક્યતા છે. અન્યલિંગીની પ્રવૃત્તિમાં જે જિનવચનાનુસારી છે તે પ્રશસ્ત છે પણ સ્વમતિકલ્પિત જે છે તેના નુકસાનો ન થાય તે માટે વાચિક પ્રશંસામાં વિવેક જરૂરી બને છે. ક્યારેક પ્રશંસામાં કરવાનો વખત આવે તો તેના ગુણો જિનવચનાનુસારી છે એમ જાણ્યા પછી ઉચિત સ્થાને, ઉચિત રીતિએ, ઉચિત શબ્દોમાં જૈનશાસનનું ગૌરવ હણાય નહીં પણ વધે તે રીતે કરવી એ વિવેક છે. શ્વાસની ક્રિયા સહજ હોવાથી એમાં જેમ થાક પણ નથી લાગતો અને એનો અહં પણ પેદા નથી થતો, તેમ જે ધર્મ સહજ થઈ જાય છે એમાં થાક પણ નથી લાગતો અને એનો અહં પણ પેદા થતો નથી. 2010_05 Page #341 -------------------------------------------------------------------------- ________________ ઉપબૃહણા એ સમ્યકત્વનો આચાર છે કોઈ માછીમાર છે, જાળ તૂટી ગઈ છે, બીજી જાળ લાવવી છે. કોઈની પાસે પૈસા માગે છે, કોઈ તેને આપે છે તો આ દાન ગુણ પ્રશંસનીય નથી, અહીં વિવેક કરવાનો છે. આ દયા-દાનની પ્રશંસા જિનવચન અનુસાર નથી માટે અહીંયાં પ્રશંસા કે અનુમોદના કશું જ કરાય નહીં. આ પ્રશંસા સમ્યકત્વનું કારણ ન બને. એ જ માછીમાર ભૂખે મરતો હોય અને અનાજ આપો, ખાવાનું આપો તો અનુકંપાદાનનો ક્યાંય નિષેધ નથી. તત્કાળ દુઃખ દૂર કરવા માટે ભિખારીને પાંચ રૂ. આપવા તે અનુકંપા છે અને ઔચિત્ય છે. આ રીતે કરવાથી આપણા પરિણામ કઠોર થતા નથી અને દેનાર દ્વારા પાછળ કોઈ અહિતકર પ્રવૃત્તિ થતી નથી. જૈન શાસનમાં જેમ પૈસા, ઘર, કુટુંબ, પરિવારને વોસરાવીને મરવાનું છે તેમ મરતાં પહેલાં બધાં અંગોને વસીરાવીને મરવાનું હોય છે. ચક્ષુદાન કિડની દાન, બોડીદાન... આવા દાનની પ્રશંસા ન થાય. આવા દાનથી સમ્યક્ત્વ ન પામી શકાય. આવું દાન એ સમકિતપ્રાપ્તિનું કારણ બની શકતું નથી. માનવદેહ અતિ કિંમતી છે, તેના પ્રત્યેક અંગો કિંમતી છે, પ્રત્યેક અંગ દ્વારા વિવેકથી જીવીને ઊંચી ગતિમાં જવાનું છે. મર્યા પછી એના મૃતદેહના કોઈ અવયવોનો દુરુપયોગ ન થવો જોઈએ. આજે દેહનાં અંગોપાંગનાં દાન શરૂ થયાં તેના પરિણામે બંગાળમાં નાના છોકરાને મારી નાખવાનાં કારખાનાં શરૂ થયાં. ડાહ્યા માણસે કોઈના અંગોપાંગ લેવાં નહીં. અહિંયા પણ વિવેક આ છે કે લેવા કે આપવાનો અવસર આવે તો સજ્જનનાં લેવાં અને સજ્જનને આપવાં જેથી દુરુપયોગ થાય નહીં અને પરોપકારાદિ કાર્યો ચાલુ રહે. જૈનશાસનમાં ચતુર્થવ્રત સિવાય ક્યાંય એકાંત નથી. સર્વત્ર લાભ-નુકસાનની તુલના કરીને પ્રવર્તવાનું છે. આ કન્યાદાનની પણ અનુમોદના ન થાય. એ કન્યા તો અઢાર પાપસ્થાનનો કથલો ચલાવવાની છે. રથી ૯ લાખ ગર્ભજ પર્યાપ્ત પંચેન્દ્રિયનો સંહાર થવાનો છે. તેની અનુમોદના સમક્તિપ્રાપ્તિનું અંગ બની શકતું નથી. હિંસક વ્યાપારમાં દયા-દાન જૈનશાસનને સંમત નથી. દ્રવ્યથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક બધું વોસિરાવવું જોઈએ અને ભાવથી મમતાને તોડીએ તો કર્મબંધ ન થાય. પ્રભુશાસનમાં ગુણની મોનોપોલી કોઈની નથી. ગુરુ કરતાં શિષ્ય સવાયો હોય તો ગુરુ ગુરુના સ્થાને રહીને પણ શિષ્યના ઉચિત ભાવની અનુમોદના-પ્રશંસા 2010_05 Page #342 -------------------------------------------------------------------------- ________________ ઉપબૃહણા એ સમ્યકત્વનો આચાર છે ૩૧૯ ન કરે તો ગુરુ પણ સંસારમાં રખડે છે. જ્યારે કોઈની પ્રશંસા કે અનુમોદના કરવાનો અવસર આવે ત્યારે તમારા હોઠ સોય-દોરાથી સિવાઈ જાય છે. બંધ થઈ જાય છે. યોગ્ય સમયે યોગ્ય ન બોલવું તે પણ ગુન્હો છે. જ એક ગુરુ હતા. તેના ચાર શિષ્યો ભણી-ગણીને તૈયાર થયા. તેમાંથી એક વ્યાખ્યાતા બન્યો, બીજો અષ્ટાંગનિમિત્તશ બન્યો, ત્રીજો વિદ્વાન બન્યો, ચોથો તપસ્વી થયો. ચારે જણા ભણીને જુદી જુદી દિશામાં વિચરી ધર્મની પ્રભાવના કરીને ગુરુ પાસે આવ્યા. ચારે જણાએ ખૂબ ખ્યાતિ મેળવેલી. તેઓના મનમાં ચોક્કસપણે એમ હતું કે અમારા કાર્યને ગુરુજી બિરદાવશે. ગુરુ પાસે નતમસ્તકે બધી વાત કરી. બધાના આનંદનો પાર નથી. ગુરુજીએ સાંભળ્યું બધું પણ બોલ્યા કશું નહિ. સંપૂર્ણપણે મૌન રહ્યા. યથાસ્થાને ન બોલવાના સ્થાને ન બોલવું એ હિતાવહ છે. પણ બોલવાના સ્થાને મૌન રહેવું તે વ્યાજબી નથી. ન બોલવામાં નવ ગુણ કહ્યા છે અને બીજી બાજુ બોલે તેનાં બોર વેચાય અને બોલે તે બે ખાય અને આ ત્રણે કહેવતો યથાસ્થાને વ્યાજબી છે. અનુમોદનાના પ્રસંગે ગુરુએ ઉપબૃહણા ન કરતાં મૌન રાખ્યું. તેથી શિષ્યો વિચારે છે કે આપણાં કાર્યો ગુરુને ન ગમે તો શા માટે કરવાં જોઈએ ? શા માટે ધર્મની પ્રભાવના કરવી ? ચારે વ્યક્તિઓએ પોતાનાં સત્કાર્યો સ્થગિત કરી દીધાં પરિણામે ગુરુ વિરાધક બન્યા અને સંસારમાં રખડ્યા. અન્યમાં પણ જિનવચનાનુસાર ગુણો હોય તો તેની અનુમોદના કરવી જોઈએ. મેઘકુમારે હાથીના ભવમાં જે દયા પાળી છે તેની અનુમોદના જૈનશાસને કરી છે. હાથી એ જૈનદર્શન, વૈદ્યતદર્શન, સાંખ્યદર્શન કયા દર્શનનો હતો ? હાથીએ તો સારું કામ કર્યું છે. ક્યાં ખોટું કામ કર્યું છે. બસ, તેની અનુમોદના કરવી જ રહી. સર્વ શાસનના એક એક વચનનો મર્મ પામવો એ કોઈ વિરલાનું કામ છે. સર્વશાસનમાં ઔચિત્યનો, મર્યાદાનો ભંગ ન હોય, અનુભવનો અપલાપ ન હોય, અને સર્વજ્ઞશાસનને પામેલામાં પણ ઔચિત્યભંગ કે મર્યાદાભંગ નથી હોતો. જ્યાં મર્યાદાનો ભંગ થતો જણાય તો સમજવું કે તે સર્વજ્ઞનું વચન ન જ હોઈ શકે. સર્વાનું વચન નિર્દભ, નિષ્કામ, નિરુપદ્રવી હોવાથી સર્વક્ષેત્રે, સર્વ કાળે, સર્વ જીવોને એકાંત, નિતાન્ત હિતકારી હોય છે. ગંભીરતા, ઉદારતા આદિ ગુણોથી હૃદય એવું સ્વચ્છ, પવિત્ર, ગંભીર બની જાય છે કે બધાને પોતાનામાં સમાવી શકે છે, માત્ર બોધથી પોતાના ઉપર ઉપકાર નથી થતો પણ બોધની પરિણતિથી પોતાના ઉપર ઉપકાર થાય છે. મૈયાદિ ભાવો આવે એટલે કઈ વ્યક્તિ ઉપર કઈ રીતે ઉપકાર થાય તે ખ્યાલમાં આવી જાય છે અને તે કોઈ વ્યક્તિ ઉપર અપકાર તો કરે 2010_05 Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ જ નહિ. અને સામાની પાત્રતા હોય તો તે વ્યક્તિને ઉપકાર થયા વિના રહે નહીં. ૨૦૧૪નું સંમેલન નિષ્ફળ ગયું ત્યાર પછી રીલીફ રોડના કોઈક મકાનમાં બધા સાધુઓ ભેગા થયા હતા. તે વખતે સંમેલન કેમ નિષ્ફળ ગયું તેની દરેક સાધુઓ વિચારણા કરતા હતા. તે માટે સૌ પોતાનો અભિપ્રાય આપી રહ્યા હતા કે ફલાણાએ આમ કર્યું, ફલાણા આમ બોલ્યા માટે નિષ્ફળ ગયું. ત્યારે પંન્યાસજી મહારાજે કહ્યું કે આપણું પુણ્ય ઓછું પડ્યું માટે નિષ્ફળ ગયું. પુણ્ય બળવાન હોત તો આવું થાત નહીં. પુણ્ય વધારવું હોય તો સાધના વધારો. તો પુણ્ય વધશે. પુણ્ય ઓછું કેમ પડ્યું ? સાધના ઓછી હતી. પુણ્ય વધશે તો કાર્યમાં સફળતા વધશે. ક્યાંય નિમિત્ત કારણ ઉપર દોષ ઢોળવાની વાત જ નહીં, બધા દોષોને આપણા ઉપર ઢોળી, બીજાને નિર્દોષ ઠેરવીએ તો અંતર્મુખતા આવી કહેવાય. આવું ન કરીએ તો ગ્રન્થિભેદ થયો નથી એમ સમજો. ગંભીર વ્યક્તિ ઉપલકિયો વિચાર ન કરે, ઊંડાણથી વિચારે. દરેક વસ્તુમાં કરવા જેવું કરે, ન કરવા જેવું ન કરે, ગીતાર્થ કેટલું બધું જાણે ? ગીતાર્થ કેટલાની કાળી કિતાબ જાણે, છતાં ન બોલવા જેવું ન જ બોલે, મૌન રહે. સામાના જીવને એવો ઉપદેશ આપે કે તેના જીવનમાં ફાયદો થાય. સામાના જીવને લાભ થાય જ એવી રીતે વર્તે તે સમ્યગ્દષ્ટિ જાણવો. ગંભીરતા ગુણથી જીવન શોભી ઊઠે છે. ત્રી વિજય શ્રેષ્ઠી પત્નીને તેડવા ગયો. રસ્તામાં સ્ત્રીએ પતિને કૂવામાં નાખી દીધો. કોઈએ બહાર કાઢ્યો. ઘરે ગયો. બધા. પૂછે છે, કેમ એકલા આવ્યા ? ગમે તે બહાનું બતાવી દીધું, વળી શુકન પણ સારા ન હતા એમ કહીને વાતને ભીની સંકેલી લીધી. જેટલું સાચું છે તેટલું બોલવાનું નથી. સ્વ-પરને હિતકારી હોય તે જ બોલવાનું છે. ફરી તેડવા જવાનો વખત આવ્યો. પત્ની તો તેમને જીવતાં જોઈને જ આશ્ચર્ય પામી. છતાં તે કંઈ જ બોલતો નથી. ભૂતકાળને ભૂલવામાં જ મજા છે. વ્યર્થનું વિસર્જન કરનાર જ સાર્થકનું સર્જન કરી શકે છે. ભૂતકાળમાંથી બોધ લેવો તે ડહાપણ છે. પણ ભૂતકાળને વાગોળવો તે આર્તધ્યાન છે. પત્નીને ઘરે લઈને આવ્યો. બહુ સારા સંબંધથી પૂર્વવત્ જીવન ચાલી રહ્યું છે. પત્ની સેવા કરે છે. એક દિવસ તે જમવા બેઠો છે. પત્નિની સેવા જોઈને તેને હસવું આવ્યું. પુત્રે હસવાનું કારણ પૂછ્યું. વાત ટાળવા પ્રયત્ન કર્યો. પણ ઘણા આગ્રહથી છોકરાની આગળ ન છૂટકે ખુલાસો કર્યો. પત્નીને ખબર પડતાં તે ત્યાં ને ત્યાં આઘાતથી મરી ગઈ. આવું કંઈ અનર્થ ન બને તે માટે બધાએ અત્યંત ગંભીર બનવું જોઈએ. ગંભીર બનવા માટે અલ્પભાષી બનવું અત્યંત જરૂરી 2010_05 Page #344 -------------------------------------------------------------------------- ________________ ઉપબૃહણા એ સમ્યકત્વનો આચાર છે ૩૨૧ છે. નિષ્કારણ બોલવામાં અસત્ય વચન આવી જાય છે. હાસ્ય-કુતૂહલથી બોલાયેલાં વચનો પણ હિતકારી બનતાં ન હોય તો અસત્ય જ સમજવાં. સત્ય શબ્દમાં સભ્યો હિત ઇતિ સત્ય-હિત અર્થમાં “એ” પ્રત્યય આવ્યો છે. મૈત્રી આદિ પરિણતિમાં ઉપશમ આવે છે. જે મૈત્રી વગેરે ભાવોમાં ઠરે છે તેને ગંભીરતા, ઉદારતા વગેરે ગુણોની પ્રાપ્તિ સહેલી બને છે. શ્રી અરિહંત પ્રભુના અનાદિ સિદ્ધ દસ ગુણો (૧) પરાર્થવ્યસની, પરાર્થરસિક શબ્દ ન વાપરતાં પરાર્થવ્યસની શબ્દ મુક્યો છે તે જણાવે છે કે શ્રી તીર્થકરના આત્માઓને બધા ભવોમાં બીજાનું ભલું કર્યા વિના ચેન ન પડે. (૨) સ્વાર્થને ગૌણ કરે. જ્યાં ભલું ન થઈ શકે ત્યાં પણ સ્વાર્થને ગૌણ કરનારા આત્માઓ જ તીર્થંકર થવાને યોગ્ય છે. () ઉચિતક્રિયાવાળા આ જીવો હોય છે. પ્રભુ મહાવીરનો જીવ, નયસારના ભાવમાં જાતે અતિથિને શોધવા નીકળે છે, અને જાતે જ ભક્તિ કરેછે અને પોતે જાતે જ મુનિને માર્ગે ચઢાવે છે અને તેના પ્રભાવે સમક્તિ પામે છે. અતિથિને યાદ કર્યા વિના જમી લેવાની ને પૂજ્યોનું કામ નોકરને ભળાવી દેવાની અનુચિત ક્રિયા તેમણે કરી નથી. ઔચિત્ય વિનાનું જીવન એ પશુ જીવન છે. પ્રભુના માર્ગનું આલંબન લઈ સાધકે ઔચિત્યનું પાલન ફરવું જોઈએ. (૪) અદનમન - આત્માની મૂળભૂત યોગ્યતાના કારણે સંસારમાં પડતી અને ચડતી વખતે પણ મનની સમાધિ રાખી શકનારા તીર્થકરના આત્માઓ હોય છે. (૫) સફલારંભી - સંયોગ, શક્તિ, પુણ્યની બલાબલતા વિચારીને કાર્ય કરનારા સલારંભી બની શકતા હોય છે. (૬) અદ્રઢ અનુશય - એટલે અપકારી પ્રત્યે પણ બદલો લેવાની વૃત્તિનો અભાવ. અને અનુશયનો બીજો અર્થ છે સંતાપ. સંતાપથી શોક થાય છે અને શોક એ નરકની. ખાણ છે. તીર્થકરના આત્માઓમાં આ બધા ગુણો અનાદિકાળથી વિધમાન હોય છે ક્યારેક ઔદયિક ભાવોની તાણમાં ઉત્તમ આત્માઓ આવી જતાં દેખાય તો પણ તેમની મૂળભૂત યોગ્યતા કર્મબંધની અલ્પતા કર્યા સિવાય ન રહે. આવું સર્વત્ર સમજવું. (૭) કૃતજ્ઞતા - આ પાયાનો ગુણ છે. બીજાના ઉપકારનો સ્વીકાર કરવાથી તેમના પ્રત્યે સેવા કરવાની વૃત્તિ સહજ રીતે બની રહે છે. આ ગુણથી ઉપકારી દ્વારા પ્રતિકૂળતાનું આચરણ થઈ જાય તો પણ ઉદાર ભાવે સહન કરવાની વૃત્તિ ઉપસ્થિત થાય છે. આત્મોન્નતિના અવકાશ માટે આ ગુણ અત્યંત જરરી છે. (૮) અનુપહત ચિત્ત એટલે અભગ્ન ચિત્ત. ચિત્ત ભાંગી પડે તો કાર્યસૂઝ અટકી જાય છે. એટલે પ્રસંગે તૂટી ન પડતાં સ્થિતપ્રજ્ઞ બનીને તેમાંથી બહાર નીકળવું જોઈએ. • (૯) દેવ-ગુરુ બહુમાન. સ્વયં દેવપદમાં આવનારા આત્મા, છેલ્લા ભવમાં સ્વયંસંબુદ્ધ હોવા છતાં આ ગુણથી હંમેશા ઉત્તમ તત્ત્વો અને વ્યક્તિનો આદર કરનારા હોય છે. (૧૦) ગંભીરાશય એટલે કોઈ પણ પદાર્થ કે પ્રસંગ ઉપર ઉપરછલ્લો નહિ પણ ઊંડો વિચાર કરવો. તત્ત્વદ્રષ્ટિ અને વિવેકના બળે આ ગુણ આવી શકે છે. આ ગુણથી દર્શન અને શ્રવણને પચાવવાની શક્તિ પ્રાપ્તિ થાય છે અને અનર્થોની પરંપરા અટકે છે. 2010_05 Page #345 -------------------------------------------------------------------------- ________________ ઉદાર અને ગંભીર આશય એ સમકિતીની મોનોપોલી છે સમ્યત્વી ઉદાર આશયવાળો હોય છે. ગમે ત્યારે નિર્ણય લે તેમાં ક્યાંય પોતાનો સ્વાર્થ ન હોય. તેનો નિર્ણય સામાને હિતકારી જ હોય. આજે તો ઘણા શ્રીમંતો એવા જોવા મળે કે બે લાખ રૂ. નો જમણવાર કરે. પણ રસોઇયાને ૨૫ રૂ. વધારે આપવામાં ખેંચતાણ કરે. મોટી બોલી બોલનારાઓ પણ નોકરો પાસેથી કામ ઘણું લેતા હોય અને આશ્રિતોને સાચવતા ન હોય, તેમના પગાર ટાંચા હોય તો તે ઉદારતા ગુણનો અભાવ સમજવો. ૫000 રૂ.નું ઘી બોલનાર ૫ રૂ. ફૂલવાળાને વધારે ન આપી શકે, આઠ આના માટે કૂલી જોડે ઝઘડો કરે, ડોળીવાળાને ખુશ ન કરે તો તે બધું શોભાસ્પદ નથી. ઉદાર વ્યક્તિ બધાને ખુશ કરે. અને શક્તિ પ્રમાણે ઘી બોલીને પ્રભુભક્તિ કરે. પરિણતિને સાચવવી બહુ જરૂરી છે. નાની નાની બાબતમાં પણ જતું કરવાની વૃત્તિ હોવી આવશ્યક છે. પકડ રાખવી એ ઉદારતાનો અભાવ કહેવાય. નાની બાબતમાં માથું મારવું નહિ તે મહાનતા છે. નાની બાબતમાં માથું મારે, દરેક વાતમાં હસ્તક્ષેપ કરે તે મહાન બની શકે નહિ. મોટો માણસ નાની વાતમાં માથું મારે નહિ. પ્રત્યેક વાતમાં પોતાની વાતને પકડી રાખવી એ અહંકારસૂચક છે. આવી વ્યક્તિને સમ્યક્ત્વ ક્યાંથી આવે ? શ્રી તીર્થકરોનું હૃદય છદ્મસ્થ અવસ્થામાં વિશ્વના ભવિ, અભવિ, દુર્ભવિ સર્વ જીવો પ્રત્યે કરુણા અને વાત્સલ્યથી ખીચોખીચ ભરેલું હોય છે. અને એના પ્રભાવે તીર્થંકર નામકર્મ બાંધે છે અને તેના રસોદય વખતે કેવળજ્ઞાની ભગવાનને વાણીના પાંત્રીસ ગુણ, ચોત્રીસ અતિશય પ્રાપ્ત થાય છે. છએ ઋતુ સમકાળે ફળે છે. કુદરત પણ ધર્માત્માને અનુકૂળ બને છે અને પાપીને પ્રતિકૂળ બને છે. સર્વ જીવો પ્રત્યે નિષ્કામ પ્રેમ અને વાત્સલ્ય ઊભરાય છે ત્યારે આવા ભાવો બને છે. તેના હૃદયમાં દેવોનો પણ વાસ થાય છે. સર્વે સાત્ત્વિક દેવો આવા ગુણિયલ માનવના હૃદયમાં વસવાનું પસંદ કરે છે. દેવલોકના દિવ્ય ભોગો તેમને તુચ્છ લાગે છે. આવા કરુણાપૂત, ક્ષમામૂર્તિ મહામાનવનાં દર્શન કર્યા પછી દેવોને દેવલોકમાં રહેવું ગમતું નથી. દેવલોક રહેવા જેવો લાગતો નથી. આવું ઉત્તમ હૃદય માનવ કેળવી શકે છે. દેવોના હૃદયમાં દૈવી ભોગોની ભૂખ હોવાથી તેઓ આવું હૃદય કેળવી શકતા નથી. માત્ર શાસ્ત્રો ભણવાથી બધા કોયડા ઉકેલાતા નથી, પણ માર્ગાનુસારી ક્ષયોપશમ પદાર્થને, સાધનાને સ્પષ્ટ જોઈ શકે છે, બતાવી શકે છે. ક્ષયોપશમમાં 2010_05 Page #346 -------------------------------------------------------------------------- ________________ ઉદાર અને ગંભીર આશય એ સમકિતીની મોનોપોલી છે ૩૨૩ માર્ગનુસારિતા શું છે ? જ્ઞાનાવરણીયના ક્ષયોપશમમાં મોહનીયકર્મનો ક્ષયોપશમ ભળેલો હોય છે એ જ માર્ગાનુસારિતા છે. પ્રશ્ન : એવો માર્ગાનુસારી ક્ષયોપશમ કેવી રીતે થાય ? ઉત્તર : આચારમાર્ગનું અણીશુદ્ધ પાલન, ગુરુકપ, વિનય, વૈયાવચ્ચ, ભક્તિ, નિઃસ્વાર્થતા, પરોપકાર, મૈત્રી વગરે ગુણો ભળે તો ક્ષયોપશમ માર્ગાનુસારી કહેવાય છે. લેશ્યાને સુધારવા માટે, ધર્મવૃક્ષને વિસ્તારવા માટે, બીજાના ઉપકાર માટે, ઉત્કૃષ્ટ પુણ્ય માટે આ મૈત્યાદિ ભાવો જરૂરી છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય અને ગુણો ન ભળે તો અહંકાર ભળે છે. આવું ન થાય તે માટે મોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે. અંદરમાં ઠર્યા વિના તેની કાંઈ મજા નથી. અંદરમાં ઠરવા માટે પરોપકાર જરૂરી છે. ગંભીર, ઉદાર આશય માટે આ ભાવો જરૂરી છે. શ્રી તીર્થંકર પ્રભુને તીર્થંકર નામકર્મનો રસોદય થાય ત્યારે એ પુણ્યને ભોગવવા માટે આ વિશ્વ નાનું પડે છે. માનવ તો ખરા, પણ દેવો પણ દોડાદોડ કરે છે. જગતના જીવોને પૂર્વના ત્રીજા ભવમાં, માર્ગ પમાડવાની હિતચિંતા કરી છે માટે આ દશ્યનું સર્જન થયું છે. તેને સુધારવા માટે પણ પરોપકારાદિનાં કાર્યોમાં નિરત રહેવું જોઈએ. ધર્મરૂપી વૃક્ષને ફાલ્ફૂલ્યું બનાવવા માટે પણ આ ભાવો જરૂરી છે. જેના હાથમાં શ્રી તીર્થંકરની આજ્ઞા સમાન રજોહરણ છે એવા જીવને છતી શક્તિએ પરોપકાર ન હોય તો ચાલે ? સાધુને જોઈને કોઈ અધર્મ પામે એ સંભવિત જ નથી. અષ્ટક પ્રકરણમાં કહ્યું છે કે, અજાણતાં પણ પ્રવચન માલિન્ય થાય તો સંસારપરિભ્રમણ વધે એવાં કર્મો જીવ બાંધે છે. અનાભોગે થતી ભૂલનું પણ નુકસાન ઘણું છે. અજ્ઞાનતા એ કોઈ બચાવ નથી – અજ્ઞાનતા એ પણ ગુનો છે. Ignorance is not an excuse. સંયોગો પણ બચાવ નથી. circumstances are not an excuse. જે સંયોગો મળ્યા છે તેમાં વફાદારીથી જીવવાનું છે. ફરિયાદવાદી બનવા કરતાં ઉપાયવાદી બનવાની જરૂર છે. પરિસ્થિતિ બદલી શકાતી નથી. મનઃસ્થિતિ બદલી શકાય છે. કર્મ સંયોગો આપે છે, ધર્મ અભિગમ આપે છે. ગમે તેવા સંયોગો હોય એમાં કેવી રીતે જીવવું એ ધર્મકળા શીખવાડે છે. જેને ધર્મ નથી મળ્યો એ અવિવેકથી જીવે તો ક્ષત્તવ્ય કહી શકાય, પણ જેને ધર્મ મળ્યો છે એણે વિવેકથી જીવવું જોઈએ મોટી વ્યક્તિ નાની પણ ભૂલ કરે તો પણ તે સજાપાત્ર બને છે, નાની વ્યક્તિ મોટી ભૂલ કરે તો પણ 2010_05 Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ તે ઉપદેશને પાત્ર બને છે. મોટાને મોટો દંડ થાય છે. એક વખત ભારતીય બેરિસ્ટર છે. અંગ્રેજી જજ છે. કોર્ટમાં કેસ ચાલે છે. ઈગ્લિશમાં બધી વાતો થાય છે. ભારતીય બેરિસ્ટરે બોલવામાં ભૂલ કરી. બોલતાં બોલાઈ ગયું. you don't know anything” અને પેલા અંગ્રેજ જનો પિત્તો ગયો what do you want to say, I know more than you UCL બેરિસ્ટરને લાગ્યું કે કાંઈ બફાઈ ગયું છે એટલે એને સુધારવું પડ્યું yes my lord, you know everything. એ જ પ્રમાણે પરમાત્માનું શાસન પામ્યા છીએ. સાધુ થયા પછી બીજા પર ઉપકાર ન કરીએ તે ન ચાલે. શક્તિ હોતે છતે ઉપકાર કરવાનો છે. પાત્રતા વિના ઉપકારનો અભરખો કરવા જેવો નથી. માર્ગ પમાડતાં ધ્યાન રાખવું કે કોઈ અધર્મ તો નથી પામતો ને ! કેટલાકના રાગને તોડીને ધર્મ પમાડવાનો હોય છે તો કેટલાકનો ષ દૂર કરવા માટે રાગથી ધર્મની શરૂઆત કરવાની હોય છે. કોઈના હૃદયને ભાંગીને પમાડવાનું હોય છે, કોઈના હૃદયને જોડીને પમાડવાનું હોય છે. સમ્યક્ત્વી ગંભીર છે, ઉદાર આશય છે. તેની ઉપકાર કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. पूयणट्ठी जसो कामी, माणसम्माण कामए । बहु पसवइ पावं मायासल्लं च कुव्वइ ॥ જે મનુષ્ય પૂજાનો અર્થી, યશનો ઈચ્છક તેમ જ માન - સન્માનની ઈચ્છાવાળો છે, તે ઘણાં પાપો કરતો હોય છે, કેમ કે તે માયા (કપટ) શલ્યને સેવતો હોય છે. 2010_05 Page #348 -------------------------------------------------------------------------- ________________ ચારિસંજીવનીનું દૃષ્ટાંત “ચારીચરક સંજીવની અચરકચારણ નીત્યા” વ્યક્તિવિશેષ ઉપકારની પદ્ધતિ જુદી જુદી હોય છે. જેઓ જૈન શાસનમાં જન્મ્યા નથી અને અતત્ત્વનો જ ચારો ચર્યો છે, તત્ત્વનો ચારો ચર્યો નથી તેમના માટે સંજીવની ઔષધિ બતાવી છે. દૃષ્ટાંતમાં એક બાઈ છે. તેનો પતિ તેના વશમાં રહે. તેના કાબૂમાં રહે, તેને જ સ્નેહભરી નજરે જુએ એ માટે બાવા પાસે ગઈ. બાવાએ મૂળિયું આપ્યું, એને ઘસીને પાવાથી તારું ઈચ્છિત થશે એમ કહ્યું. સ્ત્રીએ ઘસીને મૂળિયું પાયું. પતિ તરત જ બળદ બની ગયો. હવે સંપૂર્ણપણે એને વશ છે. અહીં આયુષ્ય તો મનુષ્યનું છે. પણ તિર્યંચની ગતિ રસોદયમાં આવવાથી તેનું ફળ બતાડે છે. પ્રશ્ન : આવું શી રીતે થાય ? ' ઉત્તર : ચોમાસામાં ક્યારેક છત્રી કાગડો થાય છે તો માણસ તિર્યંચ ન થાય ? અહીં આયુષ્ય તો એ જ છે, ભવ બદલાયો નથી માટે આયુષ્ય બદલાઈ ન શકે પણ ગતિ બદલાઈ જવાથી બળદ જેવી પ્રવૃત્તિ કરે છે. હવે આ સ્ત્રી દુઃખી થઈ ગઈ. આવું કંઈ તેને ઇષ્ટ નથી. આ દુઃખને રડતી તે દિવસો પસાર કરે છે. આગળ શું થાય છે તે અગ્રે વર્તમાન. જગતમાં જે કોઈ વસ્તુ છે તે બધું ચારી જેવું છે, તે ઘણું બધું મળે તોય કાર્ય સરતું નથી. તત્ત્વ એ સંજીવની રૂપ છે. સંજીવની થોડી પણ મળે તો માણસને ઉપયોગી બને છે, લાભકારી બને છે. પતિ બળદ થયો છે, બાઈ પશ્ચાત્તાપ કરે છે. હવે બાઈની જવાબદારી ઘણી વધી ગઈ છે. પતિ સંપૂર્ણ પરવશ બની ગયો છે. સ્ત્રી પોતાના બળદ થઈ ગયેલા પતિને રોજ ચરાવવા લઈ જાય છે. આજે સ્ત્રીનું હૈયું ભરાઈ ગયું છે. બળદ ચરી રહ્યો છે. પોતે ઝાડ નીચે રડી રહી છે. ઉપરથી વિદ્યાધર યુગલ પસાર થાય છે. સ્ત્રી કહે છે આનું દુઃખ આપણે દૂર ન કરી શકીએ ? વિદ્યાધર કહે છે, “આ બળદ હકીકતમાં પુરુષ છે, તેનો પતિ છે, બળદ નથી. આ બાઈ ચરાવે છે પણ તેને ખબર નથી કે સંજીવની અહીં પડેલી છે તે જો ખવડાવવામાં આવે તો તે પાછો પુરુષ થઈ શકે છે.' આવું કહીને યુગલ તો પસાર થઈ ગયું. બાઈને સંજીવની વનસ્પતિ કઈ છે તે ખબર નથી તેથી તે સ્ત્રીએ ક્રમસર બધી વનસ્પતિઓ ખવડાવવા માંડી તેમાં જ્યાં સંજીવની વનસ્પતિ આવી ત્યાં તે સહજપણે પાછો પુરુષ થઈ ગયો. બાઈ આનંદ પામી. પ.પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ આ દૃષ્ટાંત દ્વારા એ કહેવા ઇચ્છે છે 2010_05 Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬, યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ કે જેઓને જૈનદર્શન મળ્યું નથી. વીતરાગ, સર્વજ્ઞ અરિહંત ભગવાન દેવ તરીકે મળ્યા નથી. અને અન્ય દર્શન પામ્યા છે. અન્ય દેવ મળ્યા છે તેઓને બીજા બધા ધર્મ ખોટા છે અને વીતરાગનો ધર્મ જ સાચો છે એમ કહી જૈનદર્શન આપી ન દેવાય. બધા દેવની ઉપાસના કરતાં સાથે સાથે વીતરાગની ઉપાસના પણ આવી જશે. બધા દેવોનું સ્વરૂપ વિચારતાં વીતરાગનું સ્વરૂપ પણ એની દષ્ટિમાં આવશે, બધાનો ઉપદેશ સાંભળતાં વીતરાગનો ઉપદેશ પણ સાંભળશે અને ચારો ચરતાં જેમ સંજીવની મળી જાય તેમ તે જીવો વીતરાગનો ધર્મ પામી જશે. આ બધા ધર્મો કરતાં વીતરાગનો ધર્મ ઊંચો છે એ ખ્યાલ આવશે. પણ ધર્મથી એ વંચિત રહેશે તો સંજીવનીરૂપ વીતરાગ ધર્મ પણ કેવી રીતે મળશે. જુઓ, કુમારપાળ પહેલાં જૈન ન હતા. કુમારપાળ હેમચંદ્રાચાર્ય મહારાજને પૂછે છે, પ્રભો ! કયો ધર્મ સાચો ? અને મારે કયો ધર્મ કરવો ? હેમચંદ્રાચાર્ય મહારાજ તે વખતે એમ નથી કહેતા કે જૈનધર્મ સાચો છે, તે તું કર, હિંમેશાં ધર્મ પરીક્ષા કરીને ઓળખવાનો છે એટલે જવાબ આપે છે કે, “હે રાજન્ ! તમારે બધા ધર્મો આરાધવા જેવા છે. તમારે માટે બધા દેવ ઉપાસ્ય છે.” આચાર્ય ભગવંત સમજે છે કે બધા દેવોનું સ્વરૂપ તે જાણશે ત્યારે તે પોતાની મતિથી જ નિર્ણય કરી શકશે કે કયા દેવ શ્રેષ્ઠ છે ? ધર્મ એ લાદવાની ચીજ નથી. પણ અંદરથી ઉગાડવાની ચીજ છે. એટલે વીતરાગ એ સર્વદોષરહિત છે અને સર્વગુણયુક્ત છે એવું તેને સમજાઈ જશે ત્યારે તે તેનું મૂલ્યાંકન કરી શકશે જ. આ જ વાત તમે શ્રી ભક્તામર સ્તોત્રની સત્તાવીસમી ગાથામાં બોલો છો, को विस्मयोऽत्र यदि नाम गुणैरशेष स्त्वं संश्रितो निरवकाशतया मुनीश ! दोषैरुपात्तविविधायजातगर्वैः स्वप्नांतरेऽपि न कदाचिदपीक्षितोऽसि !॥ હે મુનીન્દ્ર ! સમસ્ત ગુણો, બીજે જગ્યા ન મળવાથી તારામાં રહ્યા છે તેમાં આશ્રર્ય શું છે ? વળી વિવિધ જીવોમાં આશ્રય લેવાથી ગર્વિષ્ઠ બનેલા દોષો તો તમને સ્વપ્નમાં પણ જોયા નથી.’ આથી નક્કી થાય છે વીતરાગ દેવ શ્રેષ્ઠ છે. વીતરાગતા શંકર પાસે રહેવા ગઈ તો પાર્વતી બાજુમાં બેઠેલી હોવાથી પાછી આવી, નિર્ભયતા શસ્ત્રધારી દેવો પાસે રહેવા ગઈ ત્યાં ભયસૂચક શસ્ત્રોને જોવાથી તે પણ પાછી ફરીને વીતરાગ પાસે આવી ગઈ. આમ શ્રી વીતરાગ પ્રભુ સર્વગુણયુક્ત છે અને સર્વદોષમુક્ત છે. અને તેમણે બતાવેલો અહિંસામય ધર્મ જ શ્રેષ્ઠ છે. ૧૪૪૪ ગ્રંથના રચયિતા હરિભદ્રસૂરિજી મહારાજ 2010_05 Page #350 -------------------------------------------------------------------------- ________________ ચારિસંજીવનીનું દષ્ટાંત ૩૨૭ કહે છે કે, - “पक्षपातो न मे वीरे, न च द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य, तस्य कार्य परिग्रहः ॥ મને વીર પ્રભુ ઉપર રાગ નથી અને કપિલ, ગૌતમ, કણાદ વગેરે ઉપર લેશ માત્ર પણ દ્વેષ નથી. તર્કની સરાણ ઉપર ચડતાં જે વચન યુક્તિયુક્ત લાગે છે તે હું સ્વીકારું છું. કુમારપાળને બે વાત બરોબર બેસી ગઈ કે દેવ એ તો વીતરાગ જ હોવા જોઈએ અને ધર્મ એ અહિંસામય જ હોવો જોઈએ. દેવ રાગી હોય તો આપણામાં અને એનામાં શું તફાવત ? અને અહિંસા પણ દ્રવ્યભેદ, નયભેદે જુદી જુદી અપેક્ષાએ સૂક્ષ્મ, સૂક્ષ્મતર બતાવનાર જૈનદર્શનને સમજવા માટે પણ તટસ્થ બુદ્ધિ જરૂરી છે. ધર્મ આચરણ ઈચ્છતાએ અહિંસાને અણીશુદ્ધ આચરવાની છે. કુમારપાળના ભૂતપૂર્વ ગુરુ દેવબોધિને ખબર પડી કે રાજાએ જૈનધર્મ સ્વીકાર્યો છે, જૈન બની ગયો છે. તેને ચલિત કરવા માટે દેવબોધિ કુમારપાળને બોલાવી, દૈવી શક્તિથી તેની સાત પેઢીને ઉતારીને તેમની પાસે બોલાવે છે કે તે આ શું કર્યું? અમે બધા કુળાચારના ધર્મને આરાધી દેવલોકમાં ગયા છીએ ને તું આ શું કરે છે ? જો તો ખરો કે અમે કેટલું બધું સુખ ભોગવીએ છીએ. તું પાછો આપણા ધર્મમાં સ્થિર થા. આ પ્રસંગ જોઈ કુમારપાળ વિમાસણમાં પડે છે. હેમચંદ્રાચાર્ય મહારાજને થયું કે દેવબોધિ રાજાને સાચી શ્રદ્ધાથી ભ્રષ્ટ કરશે. આ અનિષ્ટને નિવારવા માટે આચાર્ય ભગવંતે ૨૧ પેઢી ઉતારી. બધા દેવલોકનાં સુખોનું વર્ણન કરે છે. દેવબોધિએ પણ કમર કસી છે. પાલખી બનાવી, કાચા સૂતરના તાંતણે બંધાવી અને નાના બાળક પાસે ઉપડાવી. કુમારપાળને ચમત્કારથી આવર્જિત કરવાના પ્રયત્ન કરે છે. રાજાએ બધી વાત મંત્રીશ્વરને કહી. અને મંત્રીશ્વરે આચાર્ય ભગવંતને કહી. આચાર્ય ભગવંતે કહ્યું, રાજાને આવતી કાલે વ્યાખ્યાનમાં લઈ આવજો. બીજે દિવસે વ્યાખ્યાનમાં ઉપરાઉપરી સાત પાટ ગોઠવી. સાતમી પાટે પૂ. આચાર્ય ભગવંત બિરાજમાન થયા. ધીરે ધીરે નીચેથી એક એક પાટ ખેંચી લેવામાં આવી. બધી પાટ નીકળી ગઈ છતાં સાવ અધ્ધર દોઢ કલાક ઉપદેશ આપ્યો. કુમારપાળ આશ્ચર્યચકિત થઈ ગયા. પૂછે છે, પ્રભો ! આમાં સાચું શું છે ? હેમચંદ્રમહારાજ કહે છે કે આ બધું મિથ્યા છે, ઇન્દ્રજાળ છે, માયા છે, પ્રાણાયામની કળાથી સાધ્ય છે. એ દેવબોધિએ બતાવ્યું તે પણ ખોટું છે. અને મેં બતાવ્યું તે પણ ખોટું છે. સર્વજ્ઞ પ્રરૂપિત વચન જ સત્ય છે. આ પ્રતીતિ થતાં તે સાચો શ્રાવક બને છે. હવે કંટકેશ્વરી દેવી તેને ચલિત કરવા માટે માથામાં ત્રિશૂળ મારે છે, શરીરે કોઢ રોગ ઉત્પન્ન કરે છે પણ રાજા કહે છે મરી જાઉં તો ભલે 2010_05 Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પણ બકરાનો વધ તો નહીં જ કરું ! તે મક્કમ રહ્યો. આચાર્ય ભગવંતે શાસનની હિલના ન થાય તે માટે સૂર્યદેવની આરાધના કરી તેના કોઢ રોગનું નિવારણ કર્યું. જે શ્રદ્ધાળુ છે તેને ક્રિયાના માધ્યમથી ધર્મ આપી શકાય છે. પણ જે શ્રદ્ધાળુ નથી, બુદ્ધિજીવી છે, બુદ્ધિશાળી છે તેને પદાર્થના માધ્યમથી ધર્મ આપતાં સફળતા મળશે. અહિંસા, સત્ય, અચૌર્ય, નિષ્પરિગ્રહતામાં સર્વદર્શનો ધર્મ માને છે તે ધર્મ આપો. અને બીજા ધર્મ કરતાં જૈનધર્મની વિશિષ્ટતા સમજાવો. જેઓ અન્ય દર્શનમાં જન્મ્યા છે તેમને ચારીના ભેગું તત્ત્વ આપો તો ગ્રાહ્ય બનશે. જે સાધક તમારી પાસે આવ્યો છે, તે ધર્મમાર્ગે છે ? કે ધર્મ પામવા આવ્યો છે ? એ કયા દર્શનનો છે ? કોની છાયાથી તે પ્રભાવિત છે ? તેનો બોધ કેવો છે ? એ બધું ધ્યાનમાં લઈ તેને ધર્મ આપો, તો તે સાચો ધર્માત્મા બનીને આગળ વધશે. તેના સ્પોટ ઉપર ઘા કરશો તો તે ઉભગી જશે, ભાગી જશે, તમારી પાસે કદી નહીં આવે. સૌ પ્રથમ તમારા પ્રત્યે એના હૈયામાં આદર ઊભો કરો, બહુમાન ઊભું કરો, એની પ્રત્યેક વાતને સ્વીકારીને સમજાવો. તે જે દર્શનની વાસનાથી વાસિત છે તેની પ્રત્યેક ક્રિયાનાં યથાર્થ રહસ્યો બતાવો. તેમાં વિશેષ સમજાવો તે જેમ જેમ શ્રદ્ધાવાળો થશે તેમ તેમ સૂક્ષ્મ વાત સમજતો જશે. પણ તેના ખંડન-મંડનમાં ન પડો. અને જ્યાં તેમનામાં અને આપણામાં મતભેદ આવે છે તે વાતને ન છંછેડો. તે વાતને અડો નહીં. તે વાતને અત્યારે બોલવી ઉચિત નથી. અવસરે તે વાતની સમીક્ષા પણ કરી શકાય. ગીતાર્થ સમ્યગ્દષ્ટિ આત્મા બીજાને આવી રીતે ધર્મ પમાડે. ભગવાન મહાવીર પાસે અગિયાર બ્રાહ્મણો આવ્યા છે તે બધા વેદ ઉપર આદરવાળાં હતાં, તેઓની વેદ ઉપર અતૂટ શ્રદ્ધા હતી. ત્યારે પરમાત્માએ વેદ ખોટા છે એમ પણ ન કહ્યું અને વેદ પૂર્ણ છે એમ પણ ન કહ્યું. માત્ર એટલું જ કહ્યું કે તમે વેદના અર્થ સમજવામાં જરા ભૂલ કરી છે. આ વેદપદનો અર્થ સ્યાદ્વાદથી આવો થાય છે. પ્રભુ positive approach વિધેયાત્મક વલણથી એને ધર્મ સમજાવે છે, ધર્મ પમાડે છે. નિષેધાત્મક વલણ negative approach છોડવા જેવો છે. પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણવાનું છે. “પણ તું ખોટો છે” “એ વ્યક્તિ ખોટી છે' એ કહેવા માટે નથી જાણવાનું. અધ્યાત્મ એ પૂરક પદ્ધતિ છે, પ્રેમપદ્ધતિ છે. અધ્યાત્મષ્ટિ પામેલા જીવોમાં કરુણા હોય જ. સંસાર દુઃખમય છે. એ દુ:ખથી મુક્ત કરવા માટે કરુણા જ હોય. એના દોષ પર ભાર ન મુકતાં એનો દોષ કેમ ટળે એ રીતે જ પ્રયત્ન કરવાનો હોય છે. 2010_05 Page #352 -------------------------------------------------------------------------- ________________ ચારિસંજીવનીનું દૃષ્ટાંત ૩૨૯ ન્યાયદર્શન એ પદાર્થને તોડે છે. તોડી તોડીને એનું સૂક્ષ્મતમ સ્વરૂપ સમજાવે છે. સામાના તર્કને કેમ તોડવા અને પોતાના તર્કને કેમ દેઢ કરવા એ ન્યાયનું કાર્ય છે. આ ન્યાયશૈલી છે. ન્યાય વિના બુદ્ધિ સૂક્ષ્મ બનતી નથી. માધ્યસ્થ બુદ્ધિ માટે, ધર્મની પરીક્ષા માટે, પદાર્થનું યથાર્થ સ્વરૂપ જાણવા માટે ન્યાયદર્શન ઉપકારક છે. ન્યાયદર્શનથી પદાર્થના તલસ્પર્શી સ્વરૂપને જણાવતો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે. પણ એ પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણ્યા પછી પદાર્થ ઉપર વિરાગી બનવાનું છે. જેને મોહનીય કર્મનો ક્ષયોપશમ છે તે વૈરાગી બની શકે છે. દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમ વગર વૈરાગ્ય આવી શકતો નથી. અભવ્ય જીવો નવપૂર્વ જેટલા વિપુલ શાસ્ત્રજ્ઞાનના બળે પદાર્થો બીજાને સમજાવી શકે છે. વિષયો કેટલા ખરાબ છે ? કેવા ભયંકર છે ? એવું વિશ્લેષણ કરી શકે છે. અનેકને ઘરબાર છોડાવીને ચારિત્રના માર્ગે ચડાવે છે. કેટલાકને મોક્ષે પણ પહોંચાડે છે પણ એને પોતાને દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ નથી થયો તેથી કોઈ શ્રદ્ધા નથી, વૈરાગ્ય નથી. સમ્યકત્વની પૂર્વે પ્રથમની ચાર દૃષ્ટિમાં અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વની મંદતા છે. ગ્રન્થિભેદ વખતે અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વનો ક્ષયોપશમ કહેવાય છે. આમ કેમ ? ગ્રન્થિભેદ પહેલાં પ્રન્થિ ઊભી છે એટલે જીવને વિષયો-પદાર્થો સાથે ચોંટવાપણું છે. આત્મસ્વરૂપનો અનુભવ નથી થયો માટે પદાર્થો ઉપરથી ઉપયોગ ઊખડી શકતો નથી. પરમાં ચોંટવું એ સંસાર છે. પરમાંથી ઉપયોગનું ઊખેડવું એ મોક્ષમાર્ગ છે. ગ્રન્યિભેદ પહેલા રસની હાનિ થાય છે માટે ચોટવાપણું ઘટે છે. પણ ઊખડવો જોઈએ તેટલો ઉપયોગ ઉખડ્યો નથી. પ્રશ્ન : ઉપયોગ વાસ્તવિક ઊખડ્યો ક્યારે કહેવાય ? ઉત્તર : એક વાંસ છે. ઢીલા કાદવમાં ઊભો નાંખો તો કેટલો બધો ખૂંપી જાય છે ? અને વાંસ આડો ઊભો કરો તો તેને કાદવનો સ્પર્શ છે. પણ તે કાદવમાં ખૂંપેલો નથી. આ લોકવ્યવહારનું દૃષ્ટાંત છે. સમ્યક્ત્વ પામ્યા પછી પણ રોગ થાય છે પણ તે રાગ આડા વાંસ જેવો છે. સમકિતી કષાયોને સ્પર્શે છે. પણ કષાયોને ચોંટતો નથી, તે ભોગને ભોગવે ખરો પણ ભોગમાં પીગળતો નથી. સંસારી આત્મા ભોગમાં પીગળી જાય છે અને આ પીગળવું તે અનંતાનુબંધી કષાય છે. ભોગને સ્પર્શવું તે અવિરતિનો ઉદય છે. ધીરે ધીરે આગળ વધતાં દેશવિરતિને ભોગ અલ્પ સ્પર્શે છે. સર્વવિરતિ આવે ત્યારે ભોગ સ્પર્શતા પણ નથી. સર્વવિરતિધરોને વિષયોનો ઉપભોગ છે ખરો, તેઓ પણ ખાય છે, પીએ છે, ઊંઘે છે ભોગવે છે પણ તેમનો ઉપયોગ સ્વરૂપમાં હોય છે. ભોગો કાયા દ્વારા ભોગવાય છે, 2010_05 For Private & Personal. Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ મન તેમાં ભળતું નથી. ઉપયોગ તેમાં ભળતો નથી. માટે તેઓ કાયપાતી હોય છે “ભવે તનુ ચિત્તે મોક્ષઃ” એવી તેમની અવસ્થા હોય છે. મતિજ્ઞાનનો ઉપયોગ સ્વરૂપ સાથે એકમેક હોય છે. આ છે સર્વવિરતિધરનું જીવન. સમકિત હોતે છતે જ દેશવિરતિ અને સર્વવિરતિ જીવન આવે છે. ગાઢ મિથ્યાષ્ટિ જીવોનો ઉપયોગ વિષયમય બને છે વિષયોમાં તેઓ પીગળી જાય છે અને અહંકારી બને છે. વિષયમાં પીગળી જનારનો અહં જવો બહુ કઠિન હોય છે. તેઓએ “ચારી” ચરી છે પણ “સંજીવની' ચરી નથી તેઓ ઉપર ઉપકાર કરવો બહુ કઠિન છે. એકવાર પ્રભુવંદના રે, આગમ રીતે થાય, કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. જિનવર પૂજો. (શ્રી સંભવનાથ સ્તવન). શ્રી અરિહંત અનંતજ્ઞાની, અનંતદર્શની, શુદ્ધ ચારિત્રી, અવિકારી, અકષાયી, સ્વરુપભોગી, સ્વરુપરમણી, સ્વરુપવિલાસી, રૈલોક્યપૂજ્ય, ગૈલોક્ય ઉપકારી, ચાલતા ભાવસૂર્ય, કર્મરોગના મહાવૈઘ, પરમેશ્વર, પરમોપકારી, તેને એકવાર પણ શાસ્ત્રમાં કહ્યા મુજબ ગુણ બહુમાને અદ્દભુતતા, આશ્ચર્યતા, તદ્વિરકાયરતાપૂર્વક વંદન કરવામાં આવે તો મારું મોક્ષરૂપ કાર્ય પ્રગટે. એટલે શ્રી સંભવનાથ પ્રભુને વિધિપૂર્વક વંદન કરતાં, ઉપાદાન એવો જે આત્મા, તે ગુણાનુયાયિ થયો તો નિમિત્ત અને ઉપાદાન બહુ સાચા કારણ મળવાથી કાર્ય પણ સાચું ઉપજે. જેમ સ્ત્રી, ધન, વિષયાદિક અશુદ્ધ નિમિત્ત મળે તે વખતે આત્મા અશુદ્ધ ઉપાદાની થાય, તેથી સંસાર અશુદ્ધતા રૂપ કાર્ય નિપજે છે - તેથી અનાદિકાળથી ન આવ્યું હોય તેવું અરિહંત બહુમાન પેદા કરવું જરુરી છે. 2010_05 Page #354 -------------------------------------------------------------------------- ________________ આચારચુસ્તતા એ સ્વ પર ઉપકારક છે ગીતાર્થ સમ્યગ્દષ્ટિ મહાત્માઓ જગત ઉપર ઉપકાર કરી જીવમાત્રને ધર્મ પમાડે છે. જુઓ હીરસૂરિજી મહારાજ અકબરના સમયમાં થયા છે. ચંપા શ્રાવિકાના તપના પ્રસંગથી દિલ્હી જતાં પોતાના આચારના બળે, પોતાની નિઃસ્પૃહતાના બળે રસ્તાનાં ગામોમાં ધર્મ પમાડતા જાય છે. લોકોને ખબર પડી કે આ ફકીર તો અકબરના આમંત્રણને પામીને જઈ રહ્યા છે તેથી હાથી, ઘોડા આપે, પણ ના, ના કહેતા જાય છે. આ આચાર અને નિઃસ્પૃહતાના બળે લોકોને ધર્મ પમાડી દીધો. અમદાવાદનો સૂબો હાથી, ઘોડા, પાલખી, હીરા, મોતી, રત્નો લઈને આવે છે. નમ્રતાપૂર્વક ના કહેતાં સૂબો દિંગ બની જાય છે. જેની પાછળ દુનિયા દોડે છે તેને સામું જોવા માટે પણ આ ફકીર તૈયાર નથી. સૂબો પૂછે છે, દિલ્હી કેવી રીતે જશો ? પગપાળા જઈશું.' સૂબો નમી પડ્યો. પૂર્વે કરેલી ભૂલોની માફી માગે છે. ગુરુજી કહે છે સર્વથા નિર્ભય રહો. અકબર મુસલમાન હોવા છતાં ધર્મ પામ્યો છે. હિંદુ રાજાઓને ધર્મ પમાડનારા ઘણા ઘણા થયા છે પણ મુસલમાન જાતિના અને હિંદુઓને કાફર કહેનારાને ધર્મ પમાડનાર એક જ હીરસૂરિ મહારાજ હતા. સાધુઓએ બીજાને ધર્મ પમાડવો હોય તો આચારચુસ્તતા અને પરમ નિ:સ્પૃહતાને જીવનમાં તાણા-વાણાની જેમ વણી લેવા જોઈએ. સૂક્ષ્મની તાકાત વિના સામાના હૈયાનું પરિવર્તન શક્ય નથી. લાકડાની તલવારે લડવાથી વિજય મળતો નથી, માટે જ દીક્ષાર્થીને પહેલાં આચારના ગ્રન્થો ભણાવવા જોઈએ. પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ, આચારાંગ, દશવૈકાલિક વગેરે. ગ્રંથો ભણાવવાથી દીક્ષાર્થીનું જીવનઘડતર થાય છે. આચાર એ પ્રથમ ધર્મ છે, માટે જ ગણધરોએ પહેલાં આચારાંગ મૂક્યું છે. દ્વાદશાંગીમાં પહેલું આચારસૂત્ર છે. આચારધર્મના બળે જીવનમાં ચુસ્તતા આવે છે. ભાવધર્મને પામવા માટે નિશ્ચયધર્મને પામવા માટે ““પ્રાણ જાય તો પણ વિપરીત વર્તન : ન કરું' એવી દઢતા, એવું પ્રણિધાન જરૂરી છે. દૃષ્ટાંતના માધ્યમે આઠ દૃષ્ટિઓનો બોધ तृणगोमयकाष्ठाग्नि - कणदीपप्रभोपमा । रत्नतारार्कचन्द्राभा, सदृष्टेर्दष्टिरष्टधा ॥ १५ ॥ આવું પ્રણિધાન ધીરે ધીરે દઢ બને છે. યોગની દૃષ્ટિમાં આગળ વધતા, બોધ વધે છે અને દઢ સંકલ્પબળ ઉત્પન્ન થાય છે. યોગદષ્ટિઓ આઠ છે. (૧) મિત્રા (૨)તારા (૩) બલા (૪) દિપ્રા આ ચાર દૃષ્ટિ મિથ્યાત્વીને હોય છે. 2010_05 Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ (૧) મિત્રા દૃષ્ટિમાં તૃણ એટલે ઘાસના અગ્નિનાં એક કણમાં જેટલો પ્રકાશ હોય છે તેટલો બોધ હોય છે. અહીં ઘાસનો પૂળો કે ઘાસનો ગંજ અપેક્ષિત નથી પણ ઘાસનું એક તણખલું. એક કણ–તેનાથી કેટલો પ્રકાશ થાય ? તે પ્રકાશ ટકે પણ કેવો ? અહીં અત્યંત અલ્પવીર્ય, અલ્પ સામર્થ્ય હોવાથી બોધ ટકતો નથી. જીવનમાં ઈષ્ટ કાર્ય કરવા સુધી બોધ ટક્તો નથી. આ બોધ નિર્બળ હોવાથી મંદ છે અને તેનાથી સંસ્કારો ઊભા કરી શકાતા નથી. અનુષ્ઠાન કરતી વખતે બોધ ગેરહાજર હોવાથી આ દ્રવ્ય અનુષ્ઠાન બને છે. (૨) તારા દૃષ્ટિમાં ગોમય = છાણના અગ્નિના કણ જેટલો બોધ હોય છે. (૩) બલા દૃષ્ટિમાં કાષ્ઠના અગ્નિના કણીયાના પ્રકાશ જેટલો બોધ હોય છે. (૪) દિપ્રા–અહીં દીપકની ઉપમા જેવો પ્રકાશ છે. આ જીવમાં મોહનું સામર્થ્ય પ્રચંડ છે કે સમજવા છતાં જીવને બોધનો, જ્ઞાનનો, વૈરાગ્યનો પ્રકાશ થવા છતાં સંસ્કાર જ ન પડવા દે, જીવને આગળ વધવા ન દે. જે ક્રિયા આદર, બહુમાન, ભક્તિ, પ્રીતિ, રુચિ, ઉપયોગપૂર્વક કરાય તો તેના સંસ્કાર પડે છે અને તે સંસ્કાર ક્રિયા વખતે ઉપસ્થિત થાય છે. અને મોહને કાપીને આગળ વધી શકે છે. પ્રશ્ન : તમે એક બાજુ એને દૃષ્ટિ કહો છો, બીજી બાજુ ઘાસના તણખલા જેટલો પ્રકાશ – બોધ કહો છો. તો તે કાર્યસાધક કઈ રીતે બની શકે ? શું એટલા કણથી રાંધી શકાય ? ઉત્તર : અરે અનંતકાળના જે અંધકાર હતા તે આ કણના બોધથી ચિરાયા છે. જીવ યોગદૃષ્ટિમાં આવ્યો છે, અપુનબંધક બન્યો છે. અંધારું વધારે ચિરાતાં જીવને વધુ ને વધુ મોક્ષમાર્ગનો પ્રકાશ મળશે. જીવ ગાઢ અંધકારમાં છે. સાવ અંધકારમાં છે તેમાં પણ તણખલું સળગે તો કંઈક પ્રકાશ તો આપે જ ને ? કંઈક આનંદ તો થાય જ ને ? હજી તો દૃષ્ટિની શરૂઆત છે. આ ચીજ નકામી નથી. દા.ત. એક માણસ છે. ગાઢ નિદ્રામાં છે. ૯૯ બૂમ પાડી, તોય ન જાગ્યો. સોમી બૂમે જાગ્યો છે. તો ૯૯ બૂમો નકામી ગઈ ? ના, ૯૯ બૂમે અંદર સંસ્કાર નાંખ્યા છે જેથી સોમી બૂમ તેને જગાડવા માટે સમર્થ બની છે. આ જ પ્રક્રિયા સર્વત્ર દેખાય છે. દા.ત. એક ઈટ હોય, તેમાં ૯૯ પાણીનાં ટીપાં નાંખ્યાં બધા શોષાઈ ગયા. ઈટ કોરી કટ દેખાય છે. હવે સોમા ટીપે તે ભીની થતી જણાય છે તો ૯૯ ટીપાં નકામાં ગયાં કહેવાય ? ૯૯ ટીપાંએ અંદરમાં કામ કર્યું છે. અચરમાવર્તિમાં, અનાદિકાળના અજ્ઞાનમાં, મોહાંધકારમાં જીવ પાસે કોઈ દષ્ટિ જ ન હતી તેની અપેક્ષાએ અહીં બોધ ભલે અલ્પ છે પણ સમ્યમ્ 2010_05 Page #356 -------------------------------------------------------------------------- ________________ આચારચુસ્તતા એ સ્વ પર ઉપકારક છે ૩૩૩ છે. એટલે તેની બળવત્તરતા સમજવી. કાળ પણ ચરમાવર્તનો હોવાથી હવે જીવની વિકાસયાત્રા શરૂ થવાની છે. શુક્લ બીજની ચંદ્રકળા જેમ પૂર્ણિમાના ચંદ્ર રૂપે બનનાર હોય છે તેમ અહીં અલ્પબોધ હોવાથી જાપ, પૂજા, સામાયિકાદિ અનુષ્ઠાન કાળે તે ન રહેતો હોવા છતાં પોતાના અસ્તિત્વની એક ચમક મૂકતો જાય છે. અનાદિકાળના મોહનાં વાદળાં-સંસ્કારો આડા આવી જાય છે તેથી પેલો પ્રકાશ ઢંકાઈ જાય છે. (૨) તારા દૃષ્ટિનો બોધ છાણના અગ્નિકણ સદેશ હોવાથી તૃણકણથી જરા વધારે છે. પણ આ પ્રકાશ પણ લાંબો ટકતો નથી, ઝાંખો હોય છે, બળવાન નથી તેથી પ્રયોગ કાળે ઉપસ્થિત થતો નથી. અહીં સ્મૃતિની પટુતા ન હોવાથી સંસ્કાર દઢ થતા નથી અને સંસ્કારોની દઢતા ન હોવાથી તે અનુષ્ઠાન કાળે તેમાં ઉપયોગ રહેતો નથી એટલે દ્રવ્યઅનુષ્ઠાન બને છે. વિષયોના સંસ્કારો સ્વાભાવિક રીતે મોહની પ્રચુરતા હોવાથી દેઢતર બનતાં હોય છે. આપણા જીવનને તપાસવા માટે યોગની દૃષ્ટિઓ જાણવાની હોય છે. યોગદષ્ટિ એ સાધનાની વિકાસયાત્રાને જણાવવા માટે આરીસો છે. સ્મૃતિની પટુતાના અભાવમાં સંસ્કારોનું આધાન થતું નથી, તેથી તેનાથી જે પરિણતિ ઊભી કરવી હતી તે ન થવાથી વિકલ અનુષ્ઠાન બન્યું. સંસ્કારનું આધાન ન થવાથી અનુષ્ઠાનમાં વિકલતા – અપૂર્ણતા આવે છે. (૩) બલા દૃષ્ટિમાં કાષ્ઠના કણ જેવો અગ્નિનો પ્રકાશ હોય છે આ બોધ પહેલી બે દષ્ટિના બોધ કરતાં વિશિષ્ટ હોય છે. તે કંઈક વધારે ટકે છે, પહેલી બે દૃષ્ટિ જેવો ઝાંખો પણ નથી. બોધનું વીર્ય અહીં વધારે હોય છે. વીર્યવાન બોધ શ્રવણ વખતે આત્માના વર્ષોલ્લાસ અને ભાવોલ્લાસથી પ્રગટે છે. શ્રવણ પહેલાં મનને એમ થાય કે “મારે આત્માનું હિત જાણવું છે, આત્માને હિતકર તત્ત્વ જાણવું છે, જાણીને એનાથી મારું જીવન સુધારવું છે માટે બરોબર ધ્યાનપૂર્વક સાંભળતો જાઉં, અને એને હૃદયમાં અંકિત કરતો ચાલું, આ ભાવોલ્લાસ હોય; એટલે જેમ જેમ આગળ પાછળ સાંભળતો જાય તેમ તેમ “પાછળ પાછળનું પાછું યાદ રહ્યું છે ને ?' એ જોતો જાય, યાદ કરતો ચાલે. એમ કરવામાં વર્ષોલ્લાસ જોઈએ છે. ભાવોલ્લાસ અને વર્ષોલ્લાસથી એ રીતે સાંભળતો ને યાદ કરતો ચાલે, ત્યાં બોધ વીર્યવાન બને એટલે એના સંસ્કાર દીર્ઘજીવી અને દઢ વીર્યવાળા બને એટલે વંદનાદિ અનુષ્ઠાન વખતે એ સંસ્કાર જાગૃત થઈને અનુષ્ઠાનને બોધથી ભાવિત કરે. આત્મામાં સદ્દવીર્ય છે એનો આ ઉપયોગ કરવાનો છે કે, શાસ્ત્ર પરિચયથી બોધને એવો વીર્યવાન બનાવીએ કે અનુષ્ઠાન ક્રિયા સાધતાં, ક્રિયા એ બોધથી ભાવિત થતી આવે. 2010_05 . Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આ પરથી સમજવાનું આ છે કે આપણા બોધવીર્યનો બુદ્ધિશક્તિનો ઉપયોગ જે દુનિયાના કચરા, ભૂંસા ફાકવામાં કરીએ છીએ, એના બદલે શાસ્ત્રશ્રવણથી આત્માનું હિત શેમાં રહ્યું છે તે જાણવા માટે બધી શક્તિ વાપરવી જોઈએ. આથી જ બલા દૃષ્ટિમાં પ્રીતિ અનુષ્ઠાન બને છે. જે સમ્યગુ બોધ મેળવ્યો છે એમાં જ જાણ્યું છે કે ““આવા ધર્માનુષ્ઠાનો - ધર્મસાધનાઓ જ આ જીવનમાં કર્તવ્ય છે. પાપક્રિયાઓ કર્તવ્ય નથી' એટલે હવે સાધના કરવાનો મોકો આવે ત્યારે એ બોધના સંસ્કારોથી જનિત સ્મરણ દ્વારા અનુષ્ઠાન – સાધના પર પ્રીતિ થાય, સાધના પ્રીતિથી કરાય ને એ પ્રીતિ અનુષ્ઠાન બને. પ્રીતિ સાધના પર કરવાની, પણ એનાથી ઊભા થતા લૌકિક લાભ ઉપર નહિ. શુદ્ધ અનુષ્ઠાનની પ્રીતિથી થતું અનુષ્ઠાન એ પ્રીતિ અનુષ્ઠાન. અહીં એ ખાસ લક્ષમાં રહે કે શુદ્ધ પ્રીતિ અનુષ્ઠાન વીર્યવાન બોધપ્રકાશથી ક્રિયામાં ભાવિત રહેવા પર આધારિત છે. તેથી જો સાવધાની ન રાખી, ને એ બોધ-ભાવિતતા ભૂલ્યા, તો અનુષ્ઠાન ત્રીજી દૃષ્ટિનું નહિ રહે. કષાયના ઝંઝાવાતમાં જો જીવ સપડાયો તો પટુ સ્મૃતિ રહેતી નથી. માટે જીવે જાગૃત રહેવું જરૂરી છે. શાસ્ત્રમાં ચાર પ્રકારના અનુષ્ઠાન બતાવ્યા છે. (૧) પ્રીતિ અનુષ્ઠાન (૨) ભક્તિ અનુષ્ઠાન (૩) વચન અનુષ્ઠાન અને (૪) અસંગ અનુષ્ઠાન. પ્રીતિ અનુષ્ઠાનની શરૂઆત અહીંથી થાય છે. અનુષ્ઠાન કરો અને પ્રીતિ નહીં તો તે વેઠ કહેવાય છે. વ્યવહારથી જેના પર પ્રેમ હોય છે તેનું કામ ચોકસાઈથી સારી રીતે, ઉલ્લાસથી થાય છે તે કામ કરવા ન મળે તો દુઃખ પણ થાય છે. પહેલી બે દૃષ્ટિમાં પ્રીતિ નથી અને અનુષ્ઠાન કરે છે ત્યાં મામૂલી પુણ્યબંધ થાય છે. યોગબિન્દુ ગ્રંથમાં પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજે સાધનામાં આગળ વધવા માટે જણાવ્યું છે કે “રૂટું વિનોદિત !' “આ મારા ભગવાને કહ્યું છે, એમ વારંવાર વિચારવાનું છે. આવી ભાવનાને વારંવાર ઘૂંટવાની છે તો અનુષ્ઠાનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ શકશે. ત્યાં યોગના પાંચ પ્રકારો (૧) અધ્યાત્મ (૨) ભાવના (૩) ધ્યાન (૪) સમતા (૫) વૃત્તિસંક્ષય કહ્યા છે. યોગબિંદુમાં આ રીતે આત્માને ઠેઠ નીચેથી ઉપાડીને ઉપર સુધી લઈ જવાની પ્રક્રિયા બતાવી છે. અહીં દૃષ્ટિના માધ્યમથી વાત કરી છે. દૃષ્ટિના માધ્યમથી ગુણસ્થાનકોને સ્પષ્ટ કરવાનાં છે. અહીં ચોથા ગુણસ્થાનકે પાંચમી-છઠ્ઠી દષ્ટિ હોઈ શકે છે. પાંચમાં ગુણસ્થાનકે પાંચમી છઠ્ઠી દૃષ્ટિ હોઈ શકે છે. છઠે, સાતમે ગુણસ્થાનકે પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી દૃષ્ટિ હોઈ શકે છે. 2010_05 Page #358 -------------------------------------------------------------------------- ________________ આચારચુસ્તતા એ સ્વ પર ઉપકારક છે ૩૩પ પહેલી બે દૃષ્ટિમાં અનુષ્ઠાનમાં પ્રીતિ હોતી નથી, ત્રીજી દૃષ્ટિમાં અહીં પ્રીતિ જાગી છે. અનુષ્ઠાન સમયે બોધ ટક્યો છે. માટે પ્રીતિ જાગી છે. આત્માને અનુલક્ષીને અહીં કરવાનું હોય છે. સવાસો ગાથાના સ્તવનમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે અધ્યાત્મ વિણ જે ક્રિયા તે તનમલ તોલે મમકારાદિક યોગથી એમ જ્ઞાની બોલે !” જે ક્રિયામાં આત્માનો ઉપયોગ, આદર, બહુમાન, પ્રીતિ, ભક્તિ નથી તેવી ક્રિયાઓ શરીરના મેલ તુલ્ય છે. અધ્યાત્મ ન આવ્યું એટલે એવી ક્રિયામાં અહત્વ–મમત્વ આવે છે, અને અહં, મમ આવે એટલે અધ્યાત્મ ન જ આવે. અહં એટલે હુંપણાની સતત બુદ્ધિ ને મમકાર એટલે ઔદયિક ભાવોની પ્રાપ્તિમાં મમત્વ – કુટુંબ, વેપાર, પૈસા, આદિમાં રાગભાવ. નિશ્ચય અને વ્યવહાર સમયસારની બધી વાતોનાં રહસ્યો પૂ. ઉપાધ્યાયજી મહારાજે સવાસો ગાથાના સ્તવનની ત્રીજી અને ચોથી ઢાળમાં બતાવ્યાં છે. આખો સમયસાર આ બે ઢાળમાં ઉકેલી આપ્યો છે. ગુજરાતી ભાષામાં નિશ્ચય અને વ્યવહારનું ખૂબ સુંદર અને સંતુલન (balance) પૂર્વક વર્ણન કર્યું છે. ગુજરાતી રચનામાં આવું અલૌકિક તત્ત્વ મળે છે પણ જોઈતું નથી માટે જ આનાથી વંચિત રહ્યા છો. નિર્ણય કરો કે દર છ મહિને જ્ઞાનનું એક ભૂષણ મારે વસાવવું છે. રોજની એક ગાથા કરો તો પણ છ મહિને આ સ્તવન કંઠસ્થ થઈ જાય. માર્ગની સૂઝ મળે અને આત્મકલ્યાણ થાય. મનને કેળવવા માટે અધ્યાત્મના વિકલ્પો બહુ ઉપયોગી બની શકે છે. મનને આવું કેળવવું તે જ અધ્યાત્મ છે. સભા : પણ મન કાબૂમાં નથી રહેતું. ઉત્તર : સારું, સ્વીકારી લીધું કે તમારું મન કાબૂમાં નથી, પણ વચન-કાયા કાબૂમાં છે ? બોલો ! જ્ઞાની કહે છે કે તું વચન-કાયાથી ડાહ્યો થઈ જા તો મન એની મેળે અંકુશમાં આવી જશે. જેવી રીતે ઘોડાની લગામ સવારના હાથમાં હોય તો ઘોડો કેવો દોડે ? લગામના માધ્યમથી ઘોડાને જે રીતે જે બાજુએ લઈ જવો હોય ત્યાં લઈ જઈ શકાય છે. બસ, આ જ રીતે વચન અને કાયાના નિયંત્રણના માધ્યમથી મનને સુધારી શકાય છે અને જે બાજુ વાળવું હોય તે બાજુ વાળી શકાય છે. આ વ્યવહારથી નિશ્ચય આવ્યો કહેવાય. અને મન જ સુધરી જાય તો વચન-કાયાનો સંચાલક સુધરી જતાં વચન-કાયા સુધરી જાય છે એ નિશ્ચયથી વ્યવહાર તરફ જવાનો રસ્તો છે. તમારી કક્ષા, રુચિ, સંયોગો, સર્વ પ્રમાણે તમારે બંને રસ્તા અપનાવવાના છે. 2010_05 Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ જેમ કોઈને વૈરાગ્ય ગુણ કેળવવો છે તો પહેલાં અલંકારોનો ત્યાગ કરે, પછી કપડાંનાં આકર્ષણો છોડે, પછી માથાની વાળની સ્ટાઇલ છોડે અને એમ કરતાં દેહનું મમત્વ છોડે – આ વ્યવહારથી નિશ્ચય છે, પરિઘમાંથી કેન્દ્ર તરફ જવા જેવું છે અને કોઈને દેહાત્માનું ભેદજ્ઞાન થઈ ગયું અને દેહ મારો છે, હું નથી. આવું સમજાઈ જાય પછી કપડાં, ચશ્માં, ઘડીયાળ, પેન, પર્સ, પરિવાર ઉપર રાગ રહે ? કેન્દ્રના પરિવર્તનનો પરિઘ ઉપરનો આ પડઘો છે. કોઈ સાધક નીચે જોઈને મૌનપણે ચાલે એમાં વચન અને કાયાની સાધના આવી. એમ કરતાં કરતાં ઈર્યાસમિતિના પરિણામ જાગી જાય. આ વ્યવહારથી નિશ્ચય થયો અને કોઈને જીવદયાના પરિણામ થઈ જાય. સકલ સત્ત્વહિતાશયરૂપ ચારિત્ર પરિણામ પ્રાપ્ત થઈ જાય તો મારાથી કોઈ જીવને દુઃખ ન પહોચે એવી સતત કાળજી મનમાં રમ્યા કરતી હોય તો તે સ્વાભાવિક રીતે કાળજીથી નીચે જોઈને ચાલશે. આ નિશ્ચયથી વ્યવહાર થયો. બંને માર્ગ છે. નિશ્ચયની પ્રાપ્તિ થઈ છે તેનો પડઘો વચન અને કાયામાં પડ્યા સિવાય રહેતો નથી અને વચન અને કાયાની સાધના નિશ્ચયને લાવ્યા સિવાય રહેતી નથી. જૈનશાસનના નિશ્ચય અને વ્યવહાર બેમાંથી એકનો પણ અપલાપ કરી શકાય નહીં. બંને એકબીજા સાથે સંકળાયેલા છે, તેમાંથી એકનો અપલાપ કરે તો અંત:કરણ દુષ્ટ છે તેમ સમજવું. વ્યવહાર ધર્મમાં પ્રવૃત્તિધર્મ આવે છે. તે લોકો જોઈ શકે છે. વચન-કાયાનો ધર્મ જગતમાં દશ્યમાન બની શકે છે. નિશ્ચયધર્મમાં પરિણતિધર્મ આવે છે. આપણા મનના વિચારો એ પરિણતિ ધર્મ છે. વ્યવહારધર્મ પણ પરિણતિ ઊભી કરવા માટે છે. સામાન્યથી માનસશાસ્ત્રનો સિદ્ધાંત છે કે આપણે જે પરિણતિ ઊભી કરવી હોય તેને અનુકૂળ પ્રવૃત્તિ (વ્યવહાર) તેમાં સહાયક બને છે. આ સાઈકોલોજી છે. જેઓ મૂર્તિને માનતાં નથી તેઓને એક રૂમમાં બીભત્સ ચિત્રો મૂકીને પૂરી દો. એમને ચોવીસ કલાક ત્યાં બેસાડો. તેઓ ટકી શકે તો તેમનો ગુલામ થઈ જાઉં ! દશ્યો ચોક્કસ અસર કરે છે. માનસશાસ્ત્રીના અભ્યાસીઓ કહે છે કે ક્યાં તો એને આ વાતાવરણમાં કપડાં ઉતારવાં પડે છે, ક્યાં તો સીધા થઈ જવું પડે છે. પાંચે ઈદ્રિયોના વિષયો એ બાહ્ય સંસાર છે. સંસારનો ખોરાક છે. મસાલો છે અને અઢાર પાપસ્થાનકની પરિણતિ એ અત્યંતર સંસાર છે. પરિણતિને સુધારવા માટે પ્રવૃત્તિને સુધારવી જરૂરી છે. પ્રવૃત્તિ પરિણતિને ફોર્સ આપે છે, વેગ આપે છે, ટકાવે છે, ઊભી કરી શકે છે. 2010_05 Page #360 -------------------------------------------------------------------------- ________________ આચારચુસ્તતા એ સ્વ પર ઉપકારક છે. ૩૩૭ સંસાર, કર્મબંધ કરાવનારી દુષ્ટ પ્રવૃત્તિથી ચાલે છે એટલે સૌ પ્રથમ તેનાથી વિપરીત પ્રવૃત્તિધર્મ બતાવવો જોઈએ. માટે જ પહેલો આચારધર્મ આવે છે. હિંસાની સામે અહિંસા બતાવો, પત્ની પ્રત્યે રાગ છે, તેની સામે પરમાત્માનો રાગ ઊભો કરો. પ્રવૃત્તિની સામે પ્રવૃત્તિ જોઈએ. અસર્જાિયા સામે સર્જિયા લાવીને બેસાડી દો. ક્રિયાધર્મનો negative લાભ સો ટકા છે. સંસારની પ્રવૃત્તિથી તે કાળે જે કર્મ બંધાવાના હતા. તે ન બંધાય એ લાભ ઓછો નથી. પોઝીટીવ લાભમાં ક્રિયા કાળે જેટલો ઉપયોગ ભળે છે તેટલી નિર્જરા અને પુણ્યબંધ થાય છે. માટે જ અનાચારની સામે સદાચાર મૂક્યા સંસાર પણ પદાર્થનું જ્ઞાન, શ્રદ્ધા અને તેની પ્રવૃત્તિથી ચાલે છે. અસત જ્ઞાન -દર્શન-ચારિત્રથી સંસાર ચાલે છે તેની સામે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર મૂક્યા છે. પરિણતિને મુખ્ય કરીને તેના નામ ઉપર પરિણતિને પેદા કરનાર પ્રવૃત્તિનો અપલાપ કરવો તે દંભ છે. નિશ્ચય ધર્મની વાતો કરનારા આચારને ઉડાવે છે તે દંભી છે. અનંતકાળથી અનંતી ધર્મની ક્રિયા કરી છે, આવી વાતો કરનારાઓના અંદરમાં દંભ રમે છે. આત્મા અંદરથી વિષય-કષાયથી રંગાયેલો છે. સંસારમાં મજૂરી કરવી નથી અને ખાલી ધર્મની વાતો કરવી છે. અનંતીવાર ધર્મની ક્રિયા કરનારાઓને ખબર જ છે કે અનંતીવાર ખાવા-પીવાની ક્રિયાઓ પણ કરી છે. તો તેના ઉપર પ્રતિબંધ કેમ નથી મૂકતા, ક્રિયાત્મક ધર્મ કરવાથી પણ દેવલોક તો મળ્યો જ છે અને આસક્તિની ખાવાની ક્રિયા કરવાથી નરક પણ મળી જ છે. તો આ વાતને કેમ મહત્ત્વ અપાતું નથી. દંભીનો કદી મોક્ષ થાય જ નહીં. ધર્મમાં ખોટો-દંભ ચાલે જ નહીં. એવાને અનંતીવાર ગર્ભમાં જવું પડે છે. જેને હજી પરિણતિમાં ધર્મ આવ્યો નથી અને એનો આચાર છોડાવી દેવામાં આવે તો તેને ઉન્માર્ગે ચડાવી દીધો સમજવો અને એવો જીવ સંસારમાં રુલે છે. દોષપક્ષપાત એ મિથ્યાત્વની ભૂમિકા છે. દોષત્રાસ એ સમ્યક્ત્વની ભૂમિકા છે. દોષહાસ એ વિરતિની ભૂમિકા છે. દોષનાશ એ સિદ્ધની ભૂમિકા છે. - 2010_05 Page #361 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય-નિરપેક્ષ વ્યવહારધર્મ જેમાં આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને પામવાની રૂચિ નથી. તાલાવેલી નથી એ નિશ્ચયનિરપેક્ષ વ્યવહારધર્મ છે તે નીચલી કક્ષા છે. આ જીવોની બુદ્ધિ જડ હોવાથી ક્રિયામાં જ સર્વસ્વ માને છે. તો આની સામે વ્યવહારનિરપેક્ષ નિશ્ચયધર્મ માનવો એ પણ ભ્રમણા છે.. તપ, ત્યાગ, દાન, શીલ, સેવા, વિનય, આચારધર્મ, વૈયાવચ્ચ વગેરે. આ બધા આચારધર્મની જેમાં અપેક્ષા નથી પણ નિશ્ચયથી હું સચ્ચિદાનંદ છું, હું સિદ્ધ છું, હું બુદ્ધ છું. એવું બોલવું એ માયા છે તે તો પામવાનું છે. સ્વરૂપે તો આત્મા નિર્વિકલ્પ છે. તું બોલે છે, તેની ના નહીં, પણ હકીકતમાં તું તેવો નથી. પણ આવું મારું સત્તાગત સ્વરૂપ છે એ સમજીને તેને પ્રગટ કરવા માટે સાધના કરવી જરૂરી છે. આવું વિચારવું એ સાધન છે. તેમ વ્યવહારધર્મ પણ સાધન છે. એક સાધનને આગળ કરો અને બીજા સાધનને છોડી દો એ ચાલે ? ન ચાલે. ૧. પરિણામ સારા હોય તો ભાષા-ક્રિયા સારી હોય જ. ૨. ભાષા-ક્રિયા સારી હોય તો પરિણામને સુધરવું પડે જ છે, બન્ને લોહાગ્નિ ન્યાયે સાથે રહેલા છે. નિશ્ચયને ઘૂંટતાં વ્યવહાર આવે અને વ્યવહારનું પાલન કરતાં નિશ્ચય આવે છે. એકબીજાનું ખંડન કરવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી. નિશ્ચયની વાતો કરનારા ઘણા છે પણ નિશ્ચય પામીને જીવન જીવનારા અને સ્વરૂપ પ્રાપ્ત કરનારા કોઈ વિરલા છે. બેમાંથી એકને પ્રામાણિકપણે પકડવાથી બીજું તત્ત્વ આવી શકે છે. પ્રવૃત્તિ બગડેલી છે માટે પરિણામ બગડેલા રહે છે માટે પહેલા અઢાર પાપસ્થાનકની પ્રવૃત્તિને છોડો. પ્રવૃત્તિને સુધારતાં સુધારતાં પરિણતિને સુધારવી એ રાજમાર્ગ છે. પહેલા ગુણઠાણે ગુરુવિનય, પંચાચારપાલન, ગુરુકુલવાસથી ચારિત્ર આવે છે. પ્રવૃત્તિ સુધરશે તો આજે નહીં તો કાલે પરિણતિ સુધરી જશે. પ્રવૃત્તિ સુધારવાથી અંદરનો રાગ છૂટે છે એટલે ગુણસ્થાનક કહેવાય છે. પહેલાં અંતરમાં રાગ હોય છે. પણ ધીરે ધીરે તે રાગ છૂટી જાય છે. સમ્યગૂ પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે તેનું ચોક્કસ ફળ મળતું જ હોય છે. અને ભગવાને કહ્યું છે તે સાચું જ છે એમ સમજાય છે. દા.ત. પરણેલી સ્ત્રીને પહેલે દિવસે પિયર કેટલું યાદ આવે ? એક-બે-દસ વર્ષ થાય, બે બાળકની માતા થાય પછી એટલું યાદ આવે ? ના, ફરક પડે છે ને ? પછી તો આ જ મારું ઘર. પિયર ભુલાઈ જાય છે. પ્રવૃત્તિ ઉપર ખૂબ આધાર છે. જે ચીજને જેટલી વધારે ઘૂંટશો તો તે ચીજ તમને 2010_05 Page #362 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય-નિરપેક્ષ વ્યવહારધર્મ ૩૩૯ વધારે વ્હાલી લાગશે. તમે કોને ઘંટો છો ? પ્રવૃત્તિથી ઘણો લાભ છે. તેના ઉપર બધો. આધાર છે એટલે સંસારમાં રહેવું, પણ રમવું નહીં. ઘંટવું નહીં એટલે અંદરથી અળગા રહો. “સૌની સાથે અને સૌથી અળગા રહેવાની ધર્મકળા શીખી લેવાની છે. સૌની સાથે રહેવું એટલે બધા પ્રત્યેની ફરજો અદા કરવી અને સહુથી અળગા રહેવું એટલે કોઈની અપેક્ષા રાખવી નહિ. આપણા અધિકારની જમાવટ કરવી નહિ, અંદરથી વૈરાગ્ય રાખો તો ઘણું કામ થઈ જશે. મહાવિરાગીને દેવલોકમાં સજા છે. તેઓને દેવલોકમાં પણ સતત લાગે છે. કે હું બેડીમાં ફસાયેલો છું અને એમાંથી ક્યારે નીકળું ? આ મંત્રનો અજપાજાપ સમકિતીને દેવલોકમાં પણ ચાલુ જ હોય છે. ચોથી દીપ્રા દૃષ્ટિમાં દીપક જેવો પ્રકાશ હોય છે. અહીં બોધ સ્પષ્ટ હોય છે એટલે સ્થૂલ કષાય અને દોષો દેખાય અને નાના નાના દોષો પણ અહીં દેખાવા શરૂ થઈ જાય છે. અહીં શ્રદ્ધા વધી, વિવેક વધ્યો, હેયોપાદેયનું જ્ઞાન વધ્યું. અહીં બોધનો પાવર વધતાં અનુષ્ઠાનમાં આત્મા એકાકાર બને છે. કષાયની પરિણતિથી આત્માનો વિકાસ રૂંધાય છે. અહીં પટ્વી સ્થિતિ હોવાથી સંસ્કારધાન ઘણું હોય છે. વૈરાગ્ય, જ્ઞાન, બોધ વધવાથી કષાયો દબાય છે. કષાયો એનું કામ કરવા સમર્થ બનતા નથી અને કદાચ કરે તો પણ તેનું બળ ઘટી જાય છે. અહીં વૈરાગ્ય અને મૈત્રી વગેરે ભાવોથી અનુષ્ઠાનમાં પ્રીતિ અને ભક્તિ બંને આવે છે. પત્ની પ્રત્યે પ્રીતિ હોય છે અને માતા પ્રત્યે જેમ ભક્તિ હોય છે તેમ અહીં અનુષ્ઠાન ઉપર પ્રીતિની સાથે પૂજ્યભાવ ભળેલો હોવાથી આ અનુષ્ઠાન હિત કરનારા બને છે, આના સિવાય સંસારમાં કોઈ હિતકર નથી આવા ભાવથી ભક્તિ આવે છે. છતાં પણ અહીં સમ્યકત્વ ન હોવાથી દ્રવ્યઅનુષ્ઠાન બને છે. અહીં ભાવથી ક્રિયા હોવા છતાં, પ્રન્થિભેદ થયો નથી માટે કષાયોની ઓળખાણ, પરમાત્માની ઓળખાણ અને અનુષ્ઠાનમાં પરિણમન સમ્યત્વી જેવું ન હોવાથી દ્રવ્યઅનુષ્ઠાન કહેવાય છે. પ્રથમની ત્રણ દૃષ્ટિની બોધની અલ્પતા હોવાથી અજ્ઞાનતાના કારણે અનુષ્ઠાન વિપરીત થાય છે. ચોથી દૃષ્ટિમાં બોધની વિપુલતા હોવા છતાં અનુષ્ઠાનકાળે સૂક્ષ્મ કષાયો, સૂથમ રાગાદિમાં ઉપાદેય બુદ્ધિ પડેલી છે તેથી અનુષ્ઠાનકાળે ભાવપૂર્વક પરિણમન શક્ય બનતું નથી. પ્રન્થિભેદ પછી કષાય ઓળખી શકાય છે. કષાયો ઊંડાણમાં જતા નથી અને કષાયનો ઉદય ઉપરઉપરથી સ્પર્શીને જતો રહે છે. કાષાયિક પરિણામ અને સામાયિક ભાવને જુદા પાડી શકાય છે. ગ્રન્થિભેદ પહેલાં કષાયો 2010_05 Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પકડાતા નથી. કષાયોની રુચિ નીકળતી નથી માટે અનુષ્ઠાન જેવું જોઈએ તેવું થતું નથી. દરેક ક્રિયા આત્મઘરમાં જઈને કરવાથી વિકાસ થાય છે તે માટે પરઘરમાંથી બહાર નીકળવું જ પડે. તમારે દુર્ગતિ ન જોઈતી હોય અને સદ્ગતિનો ખપ હોય તો કષાયોને ઓળખો. કષાયનો સંબંધ દુ:ખ, વ્યગ્રતા, ઉગ્રતા, કર્મબંધ સાથે છે. કષાયમુક્તિથી આ બધું દૂર થશે. કષાયોની સૂક્ષ્મતા પણ સમજવી પડશે. કોઈ સાથે સંબંધ બગાડ્યો પછી ક્ષમાપના કરી અને સંબંધ સુધાર્યો ફરી પાછો પેલો પ્રસંગ યાદ આવે તો તે સૂક્ષ્મકષાય કહેવાય. બે વ્યક્તિ સામે આવે ત્યારે બંને વચ્ચે ભાવની ભિન્નતા જણાય તો આ સૂક્ષ્મ કષાયનું અસ્તિત્વ જાણવું. બહાર પરમ નિ:સ્પૃહતા દેખાડે પણ લોકો એની કદર કરે, એનાં વખાણ કરે એવા વિકલ્પ એ પણ કષાયનો ઉદય સમજવો. લોભ એ પણ કષાય છે. કષાયોના નાશની વાત પછી પણ પહેલાં કષાયો ઓળખવા પડશે, કષાયો ન ગમે તેવી દશા ઊભી કરવી પડશે. જ્ઞાનીઓ કહે છે કે કષાયોના મૂળમાં વિષયો પડ્યા છે. વિષયોથી કષાયો થાય છે. વિષયાસક્તિ એ કષાયોત્પત્તિનું બીજ છે. આ સત્ય સમજાયા પછી જે જે વિષયોમાંથી કષાય પેદા થાય છે તે વિષયોને બરાબર ઓળખી લેવા પડશે. જેને વિષયો સારા લાગશે તેને કષાયો ઘટશે નહી આજ નહીં તો કાલ વિષયો આત્માને પતનના માર્ગે સીફતથી સાવધાનીથી લઈ જાય છે. અવિવેકી આત્માને આની ખબર પણ પડતી નથી. વિષયોમાં ઈષ્ટત્વની બુદ્ધિ ન ટળે ત્યાં સુધી ઠેકાણું પડે તેમ નથી. અંદરમાં પૂર્ણ વિવેક હોય અને બહારથી ક્રોધાદિ કરવા પડતાં હોય તો તેને અપેક્ષાએ પ્રશસ્ત કહી શકાય કારણ અહીં વ્યવસ્થા માટે કષાયનું આલંબન લીધેલું છે. આત્માની એવી અવસ્થા થઈ નથી. બાપ દીકરાને ચાર તમાચા મારે, તાડન-તર્જન કરે, ન કહેવાય તેવા શબ્દો કહે તો અહીં ઉપરથી કષાયનું સ્ટ્રક્યર છે અંદરમાં કૂણી લાગલી છે કે મારો દીકરો ભણીગણીને હોશિયાર થાય, વિવેકી બને, સજ્જન બને. કાલે એ પુત્ર માંદો પડે તો તેની પાછળ લાખ રૂપિયા ખર્ચે પણ ખરા. ગુરુ પણ આવી રીતે શિષ્યને ભણાવી, ગણાવી તૈયાર કરે, તમાચો મારીને પણ શિષ્યનું હિત કરે. ગુ એટલે અંધકાર અને ૩ એટલે બહાર કાઢવું; અનાદિકાળના મિથ્યાત્વ અને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢી જ્ઞાનના પ્રકાશમાં લાવી આત્મકલ્યાણનો રસ્તો બતાવનાર ગુરુ છે. જેણે આવા ગુરુનું શરણ સ્વીકાર્યું છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે. શરણાગતનો અસ્વીકાર કોઈ આવકાર્ય તત્ત્વ નથી, સંસારમાં આત્મકલ્યાણ 2010_05 Page #364 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનિરપેક્ષ વ્યવહારધર્મ ૩૪૧ શક્ય નથી. જેને તમારા શરણમાં આત્મકલ્યાણ દેખાય છે એને ઠુકરાવવા એ પણ વ્યાજબી નથી. શિષ્યને ગુરુના અનુવર્તક બનાવી માર્ગસ્થ બનાવવા એ જ હિતકર છે. સમ્યગ્દષ્ટિ આત્માનો અનુષ્ઠાનોમાં પ્રયત્ન હોય તેવો પ્રયત્ન અહીં નથી. ચોથી દૃષ્ટિમાં આટલો જ પ્રકર્ષ હોય છે. પ્રન્થિભેદ નથી માટે તત્ત્વથી ચોથું ગુણસ્થાનક પણ નથી. આતમરામ અનુભવ ભજો, તજો પરતણી માયા; એહ છે સાર જિન વચનનો, વળી એ શીવ છાયા શુદ્ધ નય અર્થ મન ધારીએ. આત્મા જેમ જેમ પર સાંયોગિક ભાવના મમત્વ ભાવથી અળગો થઈ શુદ્ધાનુભવનું આસ્વાદન કરતો રહેશે, તેમ – તેમ તે આત્મા મુક્તિના અનંત – અક્ષય – શાશ્વત સુખને મેળવશે. तवइ तवं चयइ चरणं सुयं पि नवपुर जाव अन्भसइ । पर सुहे सुहत्तं, ता नो सम्मत्तचित्राणं ॥ (ગમે તેટલો) તપ કરે, ચારિત્ર પાળે, નવપૂર્વ સુધી શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરે, તો પણ જ્યાં સુધી પર (પોદ્ગલિક) સુખમાં સુખત્વની બુદ્ધિ છે ત્યાં સુધી સમ્યક્ત્વ થયું નથી... 2010_05 Page #365 -------------------------------------------------------------------------- ________________ પાંચમી સ્થિરાદૃષ્ટિનું સ્વરૂપ स्थिरा तु भिन्नग्रन्थेरेव भवति तद्बोधो रत्नप्रभासमान सतभावाऽप्रतिपाति प्रवर्धमानो निरपायो नापरपरितापकृत परितोषहेतुः प्रायेण प्रणिधानादियोनिरिति । ટીકાનો અર્થ : ગ્રંથિભેદ કર્યો હોય તેને સ્થિરાદષ્ટિ પ્રાપ્ત થાય છે. રત્નની કાંતિ જેવો તેનો બોધ હોય છે. એ બોધ અપ્રતિપાતી (નાશ નહિ પામવાના સ્વભાવવાળો), વધતો જતો, કોઈ પણ જાતના અપાય અર્થાતુ અનર્થ વિનાનો, બીજાને સંતાપ નહિ કરાવનારો. નિર્દોષ આનંદકારી અને પ્રાયઃ પ્રણિધાન-પ્રવૃત્તિ વગેરે પાંચ આશયોની ઉત્પત્તિનું કારણ છે. પાંચમી સ્થિરાદેષ્ટિમાં સમકિતની પ્રાપ્તિ છે. અહીં રત્નની કાંતિ જેવો બોધ હોય છે. ચોથી દષ્ટિમાં દીવાનો પ્રકાશ હતો. દીવો પવનથી બુઝાઈ પણ શકે છે, તેલ ખૂટવાથી અલ્પ પ્રકાશ પણ થઈ શકે છે, અહીં તો રત્નનો પ્રકાશ એટલે તેલ, વાટ જેવા કોઈ સહાયક દ્રવ્યની જરૂર નહીં. પવન પણ તે પ્રકાશને પ્રતિબંધક બની શકતો નથી કારણ કે અહીં બોધ અપ્રતિપાતી છે. ગ્રન્થિભેદ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. અંદરથી વિચારોની સરવાણી તાત્ત્વિક રીતે વહેતી હોય છે. પૂર્ણ વિવેક છે. અને આ સમ્યગ્દર્શને આવ્યા પછી તેની હાજરીમાં કોઈપણ મનુષ્ય કે તિર્યંચ, તે નિયમાં વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે. પહેલી ચાર દષ્ટિમાં કષાયોની મંદતા હતી, અહીં પાંચમી દૃષ્ટિમાં તો આત્મા કષાયોથી છૂટો પડી આત્મઘરમાં જાય છે. ઘર ભાળી જાય છે ત્યાં જે આનંદ પડ્યો છે, નિધાન રહેલું છે, શાંતરસ રહેલો છે તે જોઈ જાય છે. સ્વરૂપનો આનંદ તે પામે છે. આ અનુભવથી સમજાય તેવી ચીજ છે. અનુભવ પ્રમાણ એ અંતિમ પ્રમાણ છે. પ્રશ્ન : આગમ પ્રમાણ ચડે કે અનુભવ પ્રમાણ ચડે ? ઉત્તર : લાખો વર્ષના શાસ્ત્રાભ્યાસ કરતાં એક અંતર્મુહૂર્તનો અનુભવ ચડિયાતો છે. પ.પૂ. ઉપાધ્યાયજી મ.સા. શ્રીપાળ રાજાના રાસના ચોથા ખંડની તેરમી ઢાળમાં કહે છે. “મારે તો ગુરુ ચરણ પસાયે, અનુભવ દિલમાંહિ પેઠો રે, અદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે, આતમ રતિ હુઈ બેઠો રે” સમ્યત્વનો આનંદ છૂપો રહી શકતો નથી. આગમ અગમ તત્ત્વને પામવા માટે છે. શાસ્ત્ર કરતાં ગુરુની ઉપાસના કઠિન છે. શાસ્ત્રમાં માર્ગ કહ્યો. છે. અને ગુરુની ઉપાસનાથી મર્મ મળે છે, માર્ગાનુસારી બોધ મળે છે. આ 2010_05 Page #366 -------------------------------------------------------------------------- ________________ પાંચમી સ્થિરાદેષ્ટિનું સ્વરૂપ ૩૪૩ ગમ વિના આગમ સમજાય નહીં. તમે અબજો રૂપિયા કમાતા હો પણ કષાયોને દૂર કરી આત્માને ન પામતા હો તો તમારો પ્રયત્ન નિષ્ફળ છે. અનુભૂતિમાં આનંદવેદન છે. શાસ્ત્ર ભણનારે પણ લક્ષ્યમાં જ્ઞાનપ્રાપ્તિ કરતાં આનંદાનુભૂતિને મુખ્ય બનાવવી પડશે તો જ આનંદ મળશે. કષાયો ન ઘટ્યા હોય તો જ્ઞાન બોજારૂપ છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની સાથે જો મોહનીય કર્મનો ક્ષયોપશમ ન થાય તો એ જ્ઞાન દ્વારા કષાયોનું ક્ષેત્ર જ વધે છે. અહંકાર વધશે. અહંકારીને પોતાનો અહંકાર જ મારનાર છે. એ તો મરે પણ અનેકને મારીને મરે છે. જ્ઞાનપ્રકાશમાં કષાયોને ઓળખવાના છે અને કષાયોને દૂર કરી જ્ઞાનાનંદની મસ્તી માણવાની છે. ભણવું એ સ્થૂલદષ્ટિથી ભણ્યા કહેવાય અને ભણીને કષાય દૂર કરી આગળ વધીએ તો તે સૂક્ષ્મ દૃષ્ટિથી આગળ વધ્યા કહેવાઈએ. સંસારમાં પણ આ ભેદ છે જ. ગણિત ભણ્યો એટલે પૈસા હાથમાં આવી નથી જતા, પૈસા હાથમાં આવે તો ગણી શકાય આટલી જ વાત છે. એ જ રીતે જ્ઞાની કષાયરહિત બને તો જ સુખી થઈ શકશે. કષાય ન નીકળે તો અંદર તો અંધકાર જ રહેશે. પ્રશ્ન : શું સમકિતીને કષાય નથી થતો ? ઉત્તર : ના, સમકિતીને કષાય સ્પર્શી તો શકે છે, પણ આત્મજાગૃતિના કારણે તે કષાયમાં લપાતો નથી ઊંડો ઊતરતો નથી. જે ચીજને ઓળખી લીધી પછી શેઇક-હેન્ડ જ કરે, રામ-રામ જ કરે. પણ તેની જોડે શાદી ન કરે. લગ્ન સંબંધ સ્થાપિત ન કરે. મિથ્યાત્વી કષાય જોડે એકમેક થાય છે, અભેદ બની જાય છે સમ્યકત્વી કષાય જોડે હસ્તધૂનન કરે છે. પ્રથમની ચાર દૃષ્ટિમાં બોધ અલ્પ છે. એમાં પણ કષાય થાય ત્યારે બોધ ઝાંખો થાય છે. આ પાંચમી સ્થિરાદષ્ટિનો બોધ પ્રવર્ધમાન હોય છે. પહેલાં શ્રદ્ધાથી માનતો હતો, હવે અનુભવથી માને છે. શ્રદ્ધા પ્રતીતિથી અનુસરાયેલી બની છે. Faith must follow by conviction જેમ કોઈએ બીજાના વચનથી માન્યું કે કેરી એ ઉત્તમ સ્વાદિષ્ટ ફળ છે અને શ્રદ્ધાથી ખાધું. એટલે અનુભવ થયો. હવે તે વારંવાર કેરીની મધુરતાને માણવા ઉત્સાહિત બનશે એમ ધર્મ જ્યારે અનુભૂતિના સ્તરે ચડે છે પછી તેના માટે પ્રેરણાની આવશ્યકતા ઊભી રહેતી નથી. પરમાત્મા સર્વજ્ઞ, વીતરાગ અને યથાર્થવાદી છે તેમને જુદું બોલવાનું કોઈ પ્રયોજન નથી. જુઠું બોલવાનાં મુખ્ય ત્રણ કારણો છે રાગ-દ્વેષ-અજ્ઞાન. સર્વજ્ઞને વીતરાગતા હોવાથી રાગ-દ્વેષ નથી અને કેવલી હોવાથી અજ્ઞાન નથી. આવા પૂર્ણ જ્ઞાનીનું વચન અત્યાર સુધી શ્રદ્ધાથી માન્યું હતું. સર્વજ્ઞ ભગવંતો વિષય-કષાયને હય, અશુભ, ખરાબ કહે છે આ વાતનો 2010_05 Page #367 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ હવે સ્વાનુભવ કર્યો. વિષયની ક્ષણિકતા ને પરાધીનતા જોઈ લીધી. હવે આ તુચ્છ આનંદને ચિરંજીવી કે સ્વાધીન બનાવવો હોય તો સર્વજ્ઞવચનને જ સ્વીકારી આગળ વધવું જોઈએ. ૩૪૪ સમકિત થયા પછી જીવન તરફનું વલણ બદલાઈ જાય છે. પૈસા કમાવા, ભેગા કરવા ઇંટ ચૂનાનાં મકાનો બનાવવાં અને પાછળ મૂકીને જવા એની પાછળ જીવન ફના કરવું એ એક નંબરની બાલિશતા છે. હવે તેને આત્માના આનંદ સિવાય બધી પ્રવૃત્તિ મિથ્યા લાગે છે. એમાંથી રસ જ ઊડી ગયો. રસ વિના એમાં કેવી પ્રવૃત્તિ કરે ? કેટલી પ્રવૃત્તિ કરે ? જ્યાં રસ નહીં ત્યાં તેનું ફળ મળે નહીં. મળે તો અલ્પ મળે, નહિવત્ મળે. સંસારની પ્રવૃત્તિમાંથી રસ ઊઠ્યો એટલે ઔચિત્યથી, ફરજની રુએ બધી પ્રવૃત્તિ અળગા રહીને કરવાથી કર્મબંધ પણ નહિવત્ થાય છે. પહેલી બે દૃષ્ટિમાં વીર્ય, બોધ અલ્પ હોવા છતાં સજ્જનતા હોવાથી યોગનો સ્વીકાર કરે છે. અહીં ઓઘદૃષ્ટિ નીકળી જવાથી અંધકાર ઓછો થયો છે. પણ આત્મા અહીં સ્વતઃ ઉત્સાહથી પ્રવર્તતો નથી. પ્રેરણા મળે તો અનુષ્ઠાન કરે માટે દ્રવ્ય અનુષ્ઠાન છે. ત્રીજી દૃષ્ટિમાં બોધ પ્રબળ બને છે. ત્યાં ઠીકઠીક સંસ્કારો પડે છે તેથી પ્રીતિ આવે છે પણ કષાયનો ઝપાટો આવે તો પાછું ચાલ્યું જાય તેવી સ્થિતિ છે. ચોથી દૃષ્ટિમાં અનુષ્ઠાનમાં ઠર્યો છે કષાયો ઉપસ્થિત થતા નથી. પણ હજી ગ્રન્થી ભેદાઈ નથી માટે વીર્ય જે રીતે પ્રવર્તવું જોઈએ તે રીતે પ્રવર્તતું નથી. સમ્યક્ત્વી જ પરમાત્માને ઓળખી શકે છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ પહેલાં આત્મા પશુ છે. પછી ભલે ઓઘો હાથમાં હોય તો પણ, અંદરનું હાડપિંજર સંશાધીન હોવાથી પશુતાને વરેલું હોય છે. આપણે પણ આજ સુધી આ જ સંજ્ઞાની વેઠ મજૂરી કરી છે. આત્માની ગુણવિકાસની પ્રક્રિયા સંબંધી આમાં કોઈ પરાક્રમ કર્યું નથી એવું સમજાય છે. આ પચાસ વર્ષને શણગારવા જતાં ભાવિ અનંતકાળને બગાડી રહ્યા છો. સંસારને શણગારવો તે પુણ્યનું કામ છે. સંસારને કદરૂપો બનાવવો તે પાપનું કામ છે. આ બંને છોડીને હવે આત્મામાં ઠરવાનો અવસર ઝડપી લેવા જેવો છે. [] ઘણું આપવાની તાકાત કદાચ કર્મસત્તા પાસે છે, પણ બધું જ આપવાની તાકાત ધર્મસત્તા સિવાય કોઈની પાસે જ નથી. 2010_05 Page #368 -------------------------------------------------------------------------- ________________ આત્મવિકાસનાં પગથિયાં સ્થિરાદષ્ટિમાં બોધ સ્થિર થાય છે. તે રત્નની કાંતિ જેવો છે. અપ્રતિપાતી છે. તેનો પાત થતો નથી, વળી વર્ધમાન છે એટલે પ્રથમની ચાર બીજી દષ્ટિમાં બોધ ઝાંખા પડે છે. તેથી જીવનું પતન સંભવિત બને છે. તેવું આ દષ્ટિમાં નથી બનતું. અહીં બોધ પ્રચંડ છે. સ્વરૂપને પામી ચૂક્યો છે, સ્વરૂપને અનુભવી ચૂક્યો છે. આત્માની રુચિ સ્વરૂપમાં ઠરવાની છે. સંસારનો તેનો બોધ પ્રતિબંધક બની શકતો નથી એટલે કે સંસારનું તેનું એવું કોઈ જ્ઞાન નથી કે તેને સ્વરૂપમાંથી ખસેડી શકે. આત્મા વિષય-કષાયનું આલંબન લે તો તેને વિષય-કષાયના ભાવો થયા વિના રહે નહીં. અહીં સમકિતીને સતત ખ્યાલ છે કે મારે સ્વરૂપને પામવું છે તો મારા બોધને મારે નિર્મળ, સ્વચ્છ રાખવો જોઈએ એટલે તે સ્વરૂપને મલિન કરનારા વિષય અને કષાયથી આત્માને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. વિષય વિકારે ન ઇદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે શાસ્ત્રજ્ઞાનના અવલંબને, ચિંતન, મનનથી તેનો ઉપયોગ વિષયોમાંથી હટી જાય છે. જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, જ્ઞાનને મલિન કરનાર વિષય-કષાયો છે. એ વિષય-કષાયની આધીનતા જ જ્ઞાનને મલિન કરે છે. આપણે શ્રતના આલંબને મતિજ્ઞાનને પાવરફુલ બનાવવાનું છે. બોલવું-સાંભળવું એ શ્રુતજ્ઞાન છે એના ઉપર તમે જે વિચારો છો તે મતિજ્ઞાન છે. હું વિચારીને બોલું છું. તેથી મારે માટે એ અતિપૂર્વક શ્રત છે અને તમે સાંભળીને વિચારો છો તે શ્રુતપૂર્વક મતિ છે. ધારણા, સ્મૃતિ, વિચારણા, ચિંતન, મનન, ઉહ, અપોહ, લાગણી, તર્ક આ બધું મતિ છે. શ્રુતના ઓછા-વધતા આલંબનથી ધર્મ પમાય છે. શ્રુતથી મતિ વિકાસ પામે છે. શ્રુતના આલંબન વિના મતિ ડહોળાયા વિના રહે નહીં. સ્કૂલ-કોલેજનું શ્રુતજ્ઞાન મતિને ડહોળે છે માટે મિથ્યા છે. કષાયો મતિજ્ઞાનના ઉપયોગમાં રહે છે – મનમાં રહે છે. સાધકે વ્યવહારનયે દેહના રાગને તોડવાનો છે, દેહ ઉપર આક્રમણ કરવાનું છે. નિશ્ચયથી મતિજ્ઞાનના ઉપયોગમાં શત્રુઓ છે, મતિજ્ઞાન મલિન છે તેને સ્વચ્છ બનાવવાનું છે. મતિજ્ઞાનને નિર્મળ બનાવવા માટે શ્રુત સહાયક બને છે. સંસારના આલંબને મતિ બગડ્યા વિના રહેતી નથી. ખાલી કાયયોગ સાથે ઝઘડવાનું નથી. ખાલી કાયયોગ નિમિત્તે ધર્મ કરવાનો નથી પણ કહ્યાગરી કાયા દ્વારા મનને કેળવીને મતિજ્ઞાનને નિર્મળ કરવાનું છે. મતિજ્ઞાન 2010_05 Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ દ્વારા ક્ષપકશ્રેણી માંડવાની છે. ચોથું ગુણસ્થાનક મનોયોગ પ્રધાન છે. માન્યતા ઉપર આધારિત આ ગુણસ્થાનકે જીવે સ્વરૂપને ઓળખ્યું છે, અનુભવ્યું છે. તેના મતિજ્ઞાનની પરિણતિમાં સ્વરૂપની ઝાંખી સતત હોય છે. મિથ્યાત્વી મનોયોગ અને કાયયોગથી વૈષયિક સુખોને ભોગવે છે. સમ્યકત્વીને કાયયોગથી વૈષયિક સુખોને ભોગવતાં સમ્યક્ત્વ ટકી શકે છે. કારણ કે સમ્યક્ત્વ મનોયોગ પ્રધાન છે. છ ગુણસ્થાનક કાયયોગ પ્રધાન છે. છકે ગુણસ્થાનકે રહેલા મુનિ ભગવંતો ભોગ ભોગવવા જાય તો પડે છે. સર્વવિરતિધરે તો તપ-ત્યાગ-સંયમ દ્વારા ચારિત્રની ઊંચી આરાધના કરવાની છે. કાયયોગના બળે મનોયોગ દ્વારા આગળ વધવાનું છે. સાતથી બાર ગુણસ્થાનક મનોયોગપ્રધાન છે. ક્ષપકશ્રેણી મનોયોગ-મતિજ્ઞાનના ઉપયોગથી માંડવાની છે. સમ્યકત્વ, વિરતિ, ક્ષપકશ્રેણી, વીતરાગતા, કેવળજ્ઞાન આ બધું શ્રુતજ્ઞાનથી પરિકર્ષિત થયેલા મતિજ્ઞાનથી પામવાનું છે. પછી મન અમન બને છે, મતિજ્ઞાન પોતે નિર્વિકલ્પ વીતરાગ ઉપયોગ રૂપ બને છે, અને અંતે તે ઉપયોગ કેવળજ્ઞાનમાં પરિણામ પામે છે. અક્ષરગ્રુત તમે જે કાંઈ સાંભળો છો તે શ્રુતજ્ઞાન છે. અક્ષરદ્યુતના ત્રણ ભેદો છે (૧) સંજ્ઞાક્ષર (૨) વ્યંજનાક્ષર (૩) લધ્યક્ષર. (૧) અ, બ, ક એમ જે લિપી છે, બારાખડી છે તે સંજ્ઞાક્ષરદ્ભુત છે. તેની આશાતના કરવાથી પણ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. માટે ખાતાં ખાતાં બોલવું નહીં. અશુચિ અવસ્થામાં બોલવું નહીં. વાંચવું નહીં, બેનોએ રજસ્વલાધર્મમાં (M.C.માં) પુસ્તક અડાય નહીં, બોલાય નહીં. આ બધી વિરાધના છે. બીસ્કીટ, દવા, કેસ્યુલ, પેંડા વગેરે ઉપર અક્ષર લખેલા હોય તેને ખવાય નહીં. દવા લેવી જ પડે તેમ હોય તો ચોખ્ખા પાણીથી અક્ષરો ભૂંસવા તો પડે જ. (૨) આ અ, બ, ક વગેરેનો ઉચ્ચાર કરીએ છીએ તે વ્યંજનાક્ષર છે અને કમલ વગેરે શબ્દથી જે અર્થ જણાય છે તે લધ્યક્ષર છે. અક્ષરોના સંયોજનથી શબ્દો બને છે અને શબ્દોના સમૂહથી વાક્ય બને છે. આ વાક્યો દ્વારા જે બોધ થાય છે તે બધું શ્રત છે. શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદ છે અને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ઔત્પાતિક વૈયિકી કાર્મિકી અને પારિણામિકી ચાર ભેદો થતાં કુલ મતિજ્ઞાનના ૩૪૦ પ્રકારો થાય છે. આ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન તે સમ્યમ્ શ્રત છે અને એનાથી વિરુદ્ધ જે શ્રુતજ્ઞાન તે મિથ્યાશ્રત છે. આ ભેદો વ્યવહારનયથી છે. બાકી સમ્યત્વી માટે મિથ્યાશ્રુત પણ સમ્યગૂ છે. મિથ્યાત્વી માટે સમ્યમ્ શ્રત પણ 2010_05 Page #370 -------------------------------------------------------------------------- ________________ આત્મવિકાસનાં પગથિયાં ૩૪૭ મિથ્થારૂપે પરિણમતું હોવાથી મિથ્યા બને છે. દર ખૂલ્યા પછી તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેને કઈ રીતે આત્મહિતા પરણાવવું તેનો તેને ખાવા હોય છે. સમ્યગુષ્ટિનો બોધ નિરપ હોય છે અહીં પાંચમી સ્થિરાદેષ્ટિમાં બોધ પ્રવર્ધમાન હોય છે. વળી આ બોધ નિરપાય હોય છે. એટલે આ બોધ કોઈને અર્થકારક નથી હોતો. નુકસાનકારક નથી બનતો. બોધમાં નિરપાયતા શું છે ? અપાય એટલે અનર્થ રહિત આ, બોધ હોય છે. આ દૃષ્ટિના બોધનો એ પ્રમાવ છે કે જીવને દુર્ગતિ આઈ અનર્થથી બચાવે છે. અનર્થ લાવનાર મલિશ અધ્યવસાય છે. અને તે મલિક અધ્યવસાય અહીંયાં નીકળી ગયા છે. સ્વરૂપ સિવાય બીજું બધું હેય લાગે છે. સંસારની દરેક વસ્તુ અનિત્ય, અશણ રૂપે ઓળખાઈ ગઈ છે માટે તેને મેળવતા, ભોગવતા સાવચેતી, સાવધાની, જાગૃતિ વર્તે છે માટે અશુભ કર્મનો બંધ બહુલતાએ નથી માટે આ બોધ નિરપાય છે. સમ્યગ્દષ્ટિનો બોધ બીજાને પીડા કરનાર નથી હોતો નાપરપરિતાપકૃત અનંતાનુબંધી કષાયથી થતો બોધ મોહના ઉદ્રકને વધારનારો હોવાથી બીજાને નુકસાન કરે છે અને અનંતાનુબંધી કષાય ગયા પછી થતો બોધ જીવસૃષ્ટિ માટે સહાયક બને છે. બીજાને પીડા કરવી એના સ્વભાવમાં નથી. સજ્જન પણ બીજ ને પીડા કરી શકતો નથી. આ તો પ્રન્થિભેદ કરેલ સાધક છે જે આપણા સંપર્કમાં આવ્યા છે તેનું હિત કેમ થાય ? હું બીજાને સહાયક કેમ બને ? આ ભાવ પ્રધાનપણે હોવો જોઈએ. વિવેકી આત્મા કડવું સત્ય કહેવાની હિમાયત ન કરે. પણ કડવું સત્ય કહેવાથી અનેકનું હિત થવાની સંભાવના હોય તો દિલમાં કરૂણાદિ ભાવોને સ્થાપીને કહે પણ વૈમનસ્યથી તો ન જ કહે. આ પાંચમી દૃષ્ટિમાં કડવું સત્ય કહેવાથી બીજાને દુ:ખ થતું દેખાતું હોય તો તેમાં તેનો બોધ કારણ નથી પણ પોતાના આત્મા પર રહેલાં વિષમ કર્મો કારણ છે. આપણી ભૂલથી, અવિવેકથી, કષાયથા, નિમિત્તથી બીજાને પીડારૂપ બનીએ તો આપણને અશુભ કર્મનો બંધ થાય છે. પોતાના નિમિત્તે કોઈને પણ વિપરીત પરિણામ થાય તેવું ન કરો. શ્રીમદ્જીએ ૭00 જેટલાં નીતિ વાક્યો લખ્યાં છે તેમાંનું એક નીતિ વાક્ય ““અબંધ પાપ ખમાવું'' એમ લખ્યું છે. આનો અર્થ એ છે કે સમ્યક્ત્વી આત્મા પોતાના જીવનમાં પોતાના બોધથી કોઈને નુકસાન થાય તેવું ન કરે. પણ સામાની હિતની બુદ્ધિથી કોઈ કાર્ય કર્યું તેમાં સામાને વિપરીત પરિણામ આવ્યું, પોતે સમજીને કરે છે, પોતે નિમિત્ત આપ્યું નથી. બીજાએ નિમિત્ત લીધું છે. એથી સામાને દુઃખ થયું, સામાએ કર્મબંધ કર્યો 2010_05 Page #371 -------------------------------------------------------------------------- ________________ ३४८ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ છે, તેમાં પણ પોતાને દુઃખ થાય છે. તે પાપને ખમાવે છે. આ જ તેની ઉત્તમતા છે. પાર્શ્વનાથ ભગવાનનો જીવ પહેલા ભવમાં મરુભૂતિ નામે શ્રાવક છે હરિશ્ચંદ્રાચાર્યની દેશના સાંભળવા દ્વારા સમકિત પામી દેશવિરતિપણું લીધું છે તે વખતે તે નગરીના રાજા અરવિંદે પણ તે મહાત્માની દેશના સાંભળી ધર્મ પામી શ્રાવકપણું સ્વીકાર્યું છે. આમ મરુભૂતિ અને રાજા અરવિંદ બંને ધર્મના સ્નેહે પરસ્પર જોડાયેલા છે. તે વખતે પોતાનો મોટો ભાઈ કમઠ પોતાની જ પત્ની સાથે દુષ્ટ સંબંધથી જોડાયેલો છે. કમઠની પત્નીને આ દુષ્ટ સંબંધ ખટક્યા કરે છે. એટલે એક વખત મરુભૂતિને વાત કરે છે. પોતાનો ભાઈ આવું કરે તે માનવા મરુભૂતિ તૈયાર નથી કારણ કે સજ્જન આત્મા કોઈને વિપરીત નજરે જોવા તૈયાર નથી. સજ્જન આત્મા કોઈને શંકાની નજરે જોવા તૈયાર નથી. કમઠની પત્ની જ્યારે ખૂબ જ આગ્રહપૂર્વક કહે છે ત્યારે મરુભૂતિ તેની ખાતરી કરવા પોતે બે દિવસ બહારગામ જવાનું કહી નીકળી જાય છે અને પછી કાર્પેટિકના વેશમાં ત્યાં આવી પોતાના જ મકાનની ઓસરીમાં રાતવાસો કરે છે. ત્યાં આ બંનેની પાપલીલા નજરોનજર નિહાળી. આ જોઈને મરુભૂતિને ઘણું દુઃખ થયું પરંતુ મરુભૂતિને પોતાના ભાઈ ઉપર ગુસ્સો આવતો નથી. માત્ર અંદરથી કરુણા આવે છે અને એક વિચાર આવે છે કે બિચારો કોઈપણ હિસાબે આ પાપથી બચી જાય તો સારું, એવી એકમાત્ર હિતબુદ્ધિથી રાજાને એક માત્ર ઈશારો જ કરે છે કે મારો મોટો ભાઈ ખોટા માર્ગે છે, જો આપનાથી પાછો ફરે તો સારું. આ જાણ્યા પછી રાજા કમઠને બોલાવે છે. તે બચાવ કરે છે. કોણે જોયું છે ? ક્યારે જોયું છે ? રાજા કહે દુષ્ટ - પારિષ્ઠ ! રાજ્યમાં રહીને આવાં પાપો કરે છે અને પાછો ગુસ્સો કરે છેિ ? રાજાએ દેશનિકાલ કર્યો. જુઓ કમઠને રાજા ઉપર ગુસો નથી આવ્યો પણ મરુભૂતિ ઉપર વૈર બંધાય છે. આ ભવમાં તો હું વૈર નહીં લઈ શકું. આ ભવમાં તેને કંઈ કરી શકું એમ નથી તેથી તે તાપસ થાય છે. વૈરપ્રવૃત્તિ ન હોવા છતાં વૃત્તિમાં વૈરાનુબંધ થતાં જાય છે. સમકિતીના કષાયો અલ્પ હોય છે. રેતીમાં કે પાણીમાં પડેલી રેખા સમાન હોય છે. કષાય આવે ને તરત ચાલ્યો જાય. મરુભૂતિને થાય છે કે મેં અપરાધ કર્યો છે, મેં પાપ કર્યું છે, મેં ભૂલ કરી છે, મારા નિમિત્તે ભાઈને લેશમાત્ર કષાય કે નુકસાન થાય તે જોઈ શકતો નથી. મારા નિમિત્તે ભાઈના સુખમાં અંતરાય થયો છે. ભૂલ હોય તો જ ક્ષમા માગવાની કે ભૂલ ન હોય તો પણ ક્ષમા માગવાની છે ? તમે કષાયમાં નિમિત્ત બન્યા છો તો ક્ષમા માગી લો. તમે ભાવથી નિરપરાધી હોવા છતાં તમારું અસ્તિત્વ એના માટે નિમિત્ત બની ચૂક્યું છે તો ખમાવી લ્યો. તમને નિમિત્ત બન્યાની ખબર પડી હોય અને ન ખમાવો તે ન ચાલે. 2010_05 Page #372 -------------------------------------------------------------------------- ________________ આત્મવિકાસનાં પગથિયાં ૩૪૯ મેં મારા ભાઈને અન્યાય કર્યો છે. એને ન ખાવું ત્યાં સુધી ચેન નથી પડતું. મોક્ષે જવા માટે આવું મુલાયમ હૃદય બનાવવું પડશે. અહંકારને વાળીઝૂડીને સાફ કરવો પડશે. અહંકાર હોય તો ભૂલ સમજી શકાતી નથી. અન્યાય, અનીતિ, દુષ્ટતાના માર્ગે જાય તેને બચાવવો તે ધર્મીનું કાર્ય છે. ઉન્માર્ગે ગયેલો જાણ્યા પછી ઉન્માર્ગગામીને ત્યાંથી બચાવવો તે કર્તવ્ય બની જાય છે. જે રીતે બચે તે રીતે બચાવવો જોઈએ. “ભેંસનાં શીંગડાં ભેંસને ભારે” એનું પાપ એને માથે. આવી રીતે ઉપેક્ષા ન કરી શકાય. હ, એની અપાત્રતાનો ખ્યાલ ચોક્કસપણે આવે તો જુદી વાત છે, તો મનોમન પ્રાર્થના કરીને પણ એ જીવ પ્રત્યે soft corner રાખવી પડે. આ પ્રક્રિયા ન કરો તો વૈષ થઈ જવાનો સંપૂર્ણ સંભવ છે. સમકિતીની મનોભૂમિકા સ્થિરાદેષ્ટિની સઝાય. વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. એ ગુણ વિરતણો ન વિસારું... શીતલ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મ જનિત પણ ભોગ બહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. એ ગુણ વીરતણો ન વિસારું. સ્થિરાદેષ્ટિમાં પ્રત્યાહાર નામનો યોગ પ્રાપ્ત થાય છે. આથી તે આત્મા પાંચ ઇન્દ્રિયોના ૨૩ (૨૪) વિષયોના ૨૪૦ (૨પ૨) વિકારોથી અળગો રહે છે. શુભ-અશુભ; રાગ-દ્વેષ; સચિત-અચિત-મિશ્ર; વિકાર વર્ણ ૫ x ૨ x ૨ x ૩ = ૬૦ ગંધ ૨ ૪ - ૨ X ૩ = રસ (૬)પ × ૨ x ૨ x ૩ = (૭૨) ૬૦ સ્પર્શ ૮ X ૨ ૪ ૨ X ૩ = ૯૬ શબ્દ ૩ ૪ X ૨ x ૦ = ૧૨ (૨૪)૨૩, = (૨૫૨) ૨૪૦ ફરી ભોગવવાનું મન થાય તે વિકાર સમજવો – સમકિતીને પુણ્યથી મળતા ભોગમાં સુખબુદ્ધિ થતી નથી. به به له 0 * 2010_05 Page #373 -------------------------------------------------------------------------- ________________ મરુભુતિની ઉત્તમતા રાજાને કહેવા પાછળ મરુભૂતિનો માત્ર એક જ આશય હતો કે એ મોટો ભાઈ છે, હું નાનો ભાઈ છું, હું કહું તે ઉચિત નથી. વળી મારું પુણ્ય પણ ઓછું છે. રાજાનું પુણ્ય વધારે છે. પુણ્યશાળી એને કહેશે તો કદાચ તે બચી જશે. આ વિચારીને તેણે રાજાને કહ્યું. કોઈ વૈમનસ્યથી પ્રેરાઈને આ ફરિયાદ કરી નથી. કમઠ રાજાની સામું બોલશે, સામો થશે અને પરિણામ આવું આવશે તેની કલ્પના નહોતી. તેણે તો દીર્ધદષ્ટિથી વિવેકપૂર્વક મોટા ભાઈની મર્યાદાને જાળવીને સપુરુષાર્થ કર્યો છે. પણ પરિણામ વિપરીત આવ્યું તેમાં તે ગુનેગાર નથી. મરુભૂતિ લેશમાત્ર દોષિત નથી. કમઠની ભવિતવ્યતા ઊંધી એટલે આ બન્યું. છતાં મરુભૂતિને ભૂલ કેમ લાગે છે ? સજ્જનતા પરાકાષ્ઠાની છે માટે આ વિચારો કરે છે. સજ્જનનું હૃદય, તેની કરુણા, ભાઈને દોષમાંથી બચાવવા પ્રયત્નશીલ બની. વિપરીત પરિણામ આવ્યું. ભાઈને દુઃખ થયું. એમાં નિમિત્ત બનવાનું થયું એથી મરુભૂતિ બેચેન છે. વ્યથિત હૃદયે રાજાને કહે છે, “મેં જબરજસ્ત ભૂલ કરી છે. મારું ચિત્ત ક્યાંય ચોંટતું નથી. હું એને ખમાવી દઉં. રાજા ના પાડે છે છતાં આ રહી શકતો નથી એવી તેના હૃદયની સ્થિતિ છે. રાજાની ના હોવા છતાં તેની ઉપરવટ થઈને એકલો ખમાવવા જાય છે. કમઠે શિલા નાખી અને દુ:ખદ ઘટના બની ગઈ. મરભૂતિએ હૃદયની વ્યથા રાજાને કીધી અને રાજાની ના છતાં ખમાવવા ગયા. એ બંનેમાં એની ભૂલ નથી પણ મરુભૂતિ એકલા ગયા એ ભૂલ છે. મારો ભાઈ દુષ્ટ દુર્જન છે એ જાણવા છતાં એકલા ગયા. અહીં વિવેક ન વાપર્યો, ઉપયોગ ચૂક્યા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિચારણા ચૂક્યા. પણ સજ્જન આત્મા સામાની દુષ્ટતાને સ્વીકારી શકતા નથી. સજ્જનતાની પરાકાષ્ઠામાં આવું બની શકે છે. સામો આત્મા દુર્જન છે તેને જોઈને ષવૃદ્ધિ થશે તે ન થાય તે માટે જીવ માત્રને ખમાવવાના છે અને અપરાધીને વિશેષથી ખમાવવાના છે. હૃદયથી ખમાવવાના પ્રશ્ન : સામી વ્યક્તિ અપાત્ર હોય અને આપણા જવાથી અનર્થની સંભાવના હોય તો પણ સામે ચાલીને ખમાવવું ? ઉત્તર : ના, જ્યાં સામે ઉદ્ધત વ્યક્તિ છે, અપાત્ર છે, અનર્થની સંભાવના છે ત્યાં સામે ચાલીને ખમાવવા જતાં તેનો વૈષ વધવાનો. તેથી તેને મનોમન ખમાવવો, કોઈ સજ્જનના માધ્યમથી, કોઈને વચમાં રાખીને ખમાવવો. નિશ્ચયથી તેના પ્રત્યેનો પ્રેમ, સહાનુભૂતિનો ભાવ હૃદયમાં રાખીને પ્રાર્થના કરવી. અવસર મળે તો મિત, અને પ્રિય, પથ્ય શબ્દોમાં માફી 2010_05 Page #374 -------------------------------------------------------------------------- ________________ મરુભુતિની ઉત્તમતા ૩પ૧ માંગવી અને અવસર ન જણાય તો માનસિક વિકલ્પોથી માફી માંગવી. પણ હા, એક ભયસ્થાનને જરૂર વિચારો. તેની અપાત્રતા પુરવાર થયેલી છે માટે તમે નથી જતાં કે તમારો અહંકાર નડે છે માટે નથી જતાં તેની ચોકસાઈથી ચકાસણી કરી લેવી. આપણા શુભ વિકલ્પોના, વચનોના પરિબળથી તે સુધરી પણ જાય. એટલે આપણા અહંકારને છુપાવવા તેના દોષને આગળ તો નથી કરતા ને ? એનું વિશ્લેષણ અત્યંત જરૂરી બને છે. અગ્નિશર્મા અને ગુણસેનના પ્રસંગમાં પણ આ જ બન્યું છે. ત્રણે પારણા વખતે ચૂકનાર ગુણસેન કુલપતિ પાસે જાય છે, આક્રંદ કરે છે, પ્રભો ! હું દુષ્ટ છું, પાપી છું. મેં બહુ ભૂલ કરી છે. મારે માફી માંગવી છે. ““મને ચેન પડતું નથી.” રાજા અગ્નિશમ પાસે જ્યારે જવા તૈયાર થાય છે ત્યારે કુલપતિ રાજાને કહે છે કે રાજનું ! હવે જવાની જરૂર નથી તે હમણાં પોતાના ધ્યાનમાં છે જવાથી કદાચ ધ્યાનમાં અંતરાય થાય એમ કહી કુલપતિ, ગુણસેનને ખમાવવા જવાને માટે રોકે છે. અહીંયાં પરિતાપનું કારણ ગુણસેન બનતો હોય એવું લાગે છે પણ તેમાં કારણ ગુણસેન નથી પરંતુ ભવિતવ્યતા જ કારણ છે. પરિતોષ હેતુ : આ દૃષ્ટિનો બોધ બીજાને નિર્મળ આનંદનું કારણ બને છે કારણ કે અંદરમાં નયદેષ્ટિનો ઉઘાડ થયેલો છે અને હૃદય મૈત્રી, વાત્સલ્ય, કરુણાદિ ભાવોથી છલકાય છે તેથી યુક્તિયુક્ત તત્ત્વ રજૂ કરતાં તેનો પડઘો એવો પડે છે કે યોગ્ય આત્મા ત્યાં ધર્મ પામી જાય છે નિઃસ્વાર્થભાવે પરોપકાર કરવાની ભાવના હોય છે. તમે નક્કી કરો કે, મારે આજથી પરોપકાર જ કરવો છે. પોતાનું કામ પડતું મૂકીને, છોડીને, વિલંબે કરીને પણ બીજાનું કામ કરવાનું છે. એના દ્વારા અનંતાનુબંધીનો જે રસ તૂટે છે તેવો અન્યથા નહીં નીકળે. વિપરીત દૃષ્ટિ, વિપરીત ભાવ એ સંસાર છે. બીજાને હલકા, તુચ્છ, ઊતરતા જોવા એ અનંતાનુબંધી કષાયનું કાર્ય છે. પૂજારી-નોકર વગેરે તમારી દૃષ્ટિમાં ઊતરતા છે. અરે આ તો જીવની એક અવસ્થા છે પણ તમારી દષ્ટિમાં જીવત્વ નથી આવતું ? પુદ્ગલનો પર્યાય આવે છે ? પુદગલની રચનાથી સંસાર ભરેલો છે. પુદ્ગલને સમાન કરી શકાય નહીં. જો પુદ્ગલમાં સમાનતા ન આવે તો પુદ્ગલના બનેલા સંસારમાં સમાનતા કેવી રીતે આવી શકે ? પાયામાં જ વિષમતા પડી છે. પુદ્ગલ ખંડિત તત્ત્વ છે, ભેદતત્ત્વ છે, દ્વૈતતત્ત્વ છે. જમ્યા પછી તમારું નામ કેમ પાડ્યું ? વ્યવહાર માટે સંસારમાં બધાનાં નામ છે. ચોખા, ઘઉં, બાજરો વગેરે. નામ જ ન પડ્યું હોત તો તમારો વ્યવહાર ચાલત ? દૈતમાં વ્યવહાર છે. અદ્વૈતમાં વ્યવહાર નથી જ. મોક્ષમાં અનંતા જીવો છે. એકના ઉપર એક, થપ્પીઓની થપ્પીઓ છે. સમાવગાહી અનંતા સિદ્ધો છે. વિષમાવગાહી 2010_05 Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩પર યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પણ અનંતા છે, છતાં વ્યવહાર નથી. જ્યાં એક અને એક એમ બે-ત હોય ત્યાં વ્યવહાર હોય જ. આ સંસારમાં વૈતની જ બધી રામાયણ છે. તમારા ગણિતના આંક પણ આ જ પુરવાર કરે છે. એ બેનો આંક શું ? બગડે બે' આ બતાવે છે કે બે હોય ત્યાં બધું બગડે. તીર્થકરને પણ વ્યવહાર છે જ. જે સિદ્ધ થયા તેને જ વ્યવહાર નથી. વ્યવહાર તો કેવળજ્ઞાનીને પણ છે ! કેમ ? શા માટે ? ઉપકાર કરવો હોય તો એકબીજાના પરિચયમાં આવવું જ પડે. પણ અંદરથી નિર્વિકલ્પ વીતરાગ ઉપયોગ છે એટલે કર્મબંધ થતો નથી પણ તીર્થંકર નામકર્મનો રસોદય ખપી રહ્યો છે. એ વ્યવહારનું કેવળીને ફળ છે. જગતના લોકોનું કલ્યાણ થાય છે તે જગતનું ફળ છે. સિદ્ધના પરિચયમાં કોઈ આવતું નથી તો ત્યાં ઉપદેશ વગેરે કશું નથી. દેહના માધ્યમથી એકબીજાના પરિચયમાં અવાય છે. દેહના માધ્યમથી પરોપકાર થાય છે. સંસારમાં પરોપકાર થઈ શકે છે. વૈતથી અદ્વૈત તરફ સંસાર પોતે દ્વૈત છે અને સંસાર ચલાવવા માટે, સંસારમાં સાધના કરવા માટે જે કાંઈ કરવું પડે તે વૈત છે. આપણે સ્વૈત છીએ, સાધનો પણ દ્વૈત છે. દ્વૈતમાં ભેદ તો રહેવાનો પણ જે અદ્વૈતને નિરંતર યાદ કરશે તેના અંતરમાંથી વૈત નીકળી જશે, પોતે અદ્વૈત બની જશે. સાધક અભેદને પ્રાધાન્ય આપી, મૈત્રી, પ્રમોદ વગેરે કરી ભેદદષ્ટિ કાપતો જશે, તે અભેદષ્ટિને પ્રાપ્ત કરવા દ્વારા મોક્ષને નિકટ બનાવશે. શાસ્ત્રોને સોય બનાવી ભેદમય જીવનને મૈત્રી-પ્રમોદ વગેરે ભાવનાના દોરાથી સાંધીને જીવો સાથે વ્યવહાર કરવાથી અભેદ સંબંધ બંધાશે. તમારો અભેદ ક્યાં છે ? હું કોણ ? મારું કોણ ? આમાં તમારો હું ય ખોટો છે અને મારું પણ ખોટું છે. (૧) ક્યાં બધાં પ્રત્યે રાગ કરો (૨) ક્યાં કોઈના પ્રત્યે પણ રાગ ન કરો (૩) ક્યાં એક ચીજ ઉપર પૂર્ણપણે રાગ કરો. મોક્ષે જવા માટે આ ત્રણ વિકલ્પો આપ્યા છે. આ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરો. વ્યવહાર ભેદથી ચાલે છે. વ્યવહારમાં ભેદ ભલે રહ્યો. પણ હૃદયમાં ભેદ ન રાખો. હૃદયમાં અભેદ રાખો. તમે દીકરાને તું કહો છો છતાં હૃદયનો તાર જોડાયેલો છે માટે જુદો છું એમ લાગતું નથી અને બીજાને તમે કહો છતાં આ મારો નથી, મારાથી જુદો છે એમ લાગે છે. કેમ એવું ? હૃદયથી તાર નથી જોડાયો માટે આવું થાય છે. કોઈને સાચવતાં નહીં શીખો તો અનેકની વચ્ચે રહેવા છતાં કટોકટીના સમયે તમને કોઈ નહીં સાચવે. મૈત્રી, પ્રેમ, વાત્સલ્યના ભાવો રાખો. કષાયની દુર્ગધ દૂર કરો. બીજાના હૃદયને જીતતાં શીખો. અભેદ સંબંધ કરતાં શીખો તો આગળ વધશો. 2010_05 Page #376 -------------------------------------------------------------------------- ________________ મરુભુતિની ઉત્તમતા ૩૫૩ જીવો પ્રત્યે મૈત્રી-પ્રેમ, વાત્સલ્ય રાખો જડ પ્રત્યે વૈરાગ્ય રાખો. બૌદ્ધ દર્શન સર્વ ક્ષણિકમ્, સર્વ અનિત્યમ્ એમ કહી વૈરાગ્ય પમાડી આગળ વધવાની વાત કરે છે. વેદાન્ત દર્શન : વસ્તુને માનવી અને તેને અનિત્ય કહેવી એના કરતાં વસ્તુ છે જ નહીં એમ માનવું વધારે સારું છે એમ તે કહે છે. સર્વ મિથ્યા, બ્રહ્મ સતું માને છે. વસ્તુ જોયા પછી એના પર રાગ ન કરવો એ પરિસ્થિતિ કઠિન છે. આ દર્શન પ્રેમને વ્યાપક બનાવે છે. જડ-ચેતન જે કાંઈ છે, તે બ્રહ્મસ્વરૂપ છે, પરમાત્માસ્વરૂપ છે એમ માનવાથી મતિજ્ઞાનના ઉપયોગમાં તે પદાર્થની છાયા ન પડતાં, પરમાત્માની છાયા પડશે. પરમાત્મા બનવું હોય તો આ બધું પરમાત્મમય જોતાં શીખો. દર્શનશાસ્ત્રો દૃષ્ટિને તૈયાર કરવાની આ જુદી જુદી પદ્ધતિ બતાવે છે. જૈનદર્શન બધી પદ્ધતિ શીખવાડે છે. તે કહે છે કે અમારે તો વીતરાગતા સાથે સંબંધ છે. જે માર્ગથી જે સાધનથી વીતરાગતા મળે તેને અમે અપનાવીએ છીએ. વેદાન્ત દર્શન ખોટું નથી. નિશ્ચયની વાતો કરે છે. પણ વ્યવહારની સાપેક્ષતા નથી માટે આપણને માન્ય નથી. બધા સાથે રહેવા છતાં બધાથી અળગા રહી આત્મસાધના કરવાની છે. સ્થળ એકાંત અને ઉપયોગ એકાંત સ્થળ એકાંત : બધાની સાથે રહેવા છતાં બધાથી અળગા રહેવું તે. ઉપયોગ એકાંત : બધાની વચ્ચે રહેવા છતાં શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપને જ ચિતવ્યા કરવું તે ઉપયોગ એકાંત છે. આ સ્થળ એકાંત અને ઉપયોગ એકાંતનો સતત આશ્રય લઈ આત્માએ આત્મસાધનાના માર્ગે આગળ વધવાનું છે. અન્યથા બીજાને હૃદયમાં રાખીશું તો ઉપયોગ ટ્યુત થશે. બધાની સાથે રહેવાનું છે, તેને સહાયક બનવાનું છે. મૈત્રી આદિ શુભ ભાવો કરવાના છે પણ બધાની વચ્ચે રહીને આપણે બધાના જેવા થઈ ગયા છીએ માટે દૃષ્ટિ સુધરતી નથી. બધાની વચ્ચે રહેવાનું પણ બધા જેવા થવાનું નહીં કારણ કે આ તો બધા અનાડી છે, આ ભૂતાવળ છે. ભૂતની સાથે કંઈ રહેવાય ? તેને તો બળી-બાકળા નાંખીને સાચવવાના, આપણી સાધનામાં પ્રતિબંધક ન બને તે માટે વિધિ કરી લેવાની. બસ, આ જ રીતે કુટુંબને સાચવવું, ખવરાવવું, કુટુંબ પ્રત્યેની ફરજોનું પાલન કરવું. અવસરે એ તમારી સાચી વાત માને તે માટે આ બધું કરવાનું. તમે આજે પરિવારને સાચવો છો કે ચોંટી ગયા છો ? તમે સાચવો એ ક્રેડીટ છે અને ચોંટી ગયા છો તે ડેબીટ છે. જમા પાસામાં ક્રેડીટ ઓછી છે. તમે અહીંથી તિર્યંચ કે નરકમાં ગયા તો ડેબીટ જ છે અને દેવલોકમાં ગયા અને ત્યાં સખણાં રહ્યાં તો ક્રેડીટ જાતનું પૃથક્કરણ કરવાથી તત્ત્વ સમજાશે. 2010_05 Page #377 -------------------------------------------------------------------------- ________________ , Bધાનાદિ પાંચ આશયો સમ્યગ્દષ્ટિનો બોલ કેવો છે એના એક એક વિશેષણ મૂક્યા પછી છેલ્લે વિશેષણ પ્રાણ પ્રળિયાનવિયોનિરિતિ ! એ સમજાવી રહ્યા છે. સમ્યગ્દષ્ટિનો બોધ પ્રાયઃ પ્રણિધાન દેની ઉત્પત્તિનું કારણ છે (૧) પ્રણિધાન (૨) પ્રવૃત્તિ (૩) વિધ્વજય (૪) સિદ્ધિ અને (૫) વિનિયોગ આ પાંચ આશય છે. એકથી ચાર દામાં વ્યવહારથી પ્રણિધાનાદિ આવે છે. પાંચમી દષ્ટિમાં તાત્ત્વિક પ્રણિધાનાદે આવે છે. આ પાંચ આશયથી સાનુબંધ ધર્મની પ્રાપ્તિ થાય છે ધર્મની સફળતા થાય છે. આશય એટલે પરિણામ. પરિણામ વ્યાપક શબ્દ છે. કષાયના પરિણામ, બોલવાના-ખાવાના-પીવાના-પુદ્ગલના પરિણામ આ બધે પરિણામ શબ્દ વાપરી શકાય છે. આશયનો અર્થ સંસ્કાર થઈ શકે છે. આ + શય શબ્દ છે. “આ” એટલે સમન્નતિ (ચારેબાજુથી) શેતે સૂઈ જાય છે) મણિનું પત્તે આય: બોધ જેમાં સૂઈ જાય છે તે આશય. કોઈ પદાર્થનું જ્ઞાન થાય પછી એ કાયમી નથી રહેતું. નવું જ્ઞાન પેદા થાય એટલે પૂર્વજ્ઞાન જતું રહે છે. જ્ઞાન ભલે નષ્ટ થાય પણ તે આત્મામાં તેનો સંસ્કાર પાડીને નાશ પામે છે. જ્ઞાનને અનુરૂપ આબેહૂબ સંસ્કાર પાડીને નાશ પામતું જ્ઞાન સંસ્કાર રૂપે જીવંત રહે છે. આ અનુભવસિદ્ધ વાત છે. એક માણસને આજે જોયો. નામ-ઠામ વગેરે પૂછ્યું. પાંચ વર્ષ પછી તે માણસ મળ્યો છે. વચમાં બીજાં બધાં જ્ઞાનો અને બીજી વ્યક્તિઓના પરિચય થાય છે, ઘણાં દેશ્યો જોવા છતાં, પાંચ વર્ષ પછી આ તે માણસ છે એવું જ્ઞાન કોના બળે થયું ? સંસ્કારના બળે થાય છે. પ્રણિધાનાદિ પાંચ આશયો, તે તે ક્રિયા દ્વારા નવા, સંસ્કારો ઊભા કરીને આંતરિક સ્થિતિ ઉત્પન્ન કરી છે. આશયો એટલે બોધ સંસ્કારરૂપે રહી જવો તે. આ સંસારમાં પદાર્થોનું જ્ઞાન કર્યા પછી રુચિને અનુરૂપ તેના સંસ્કારો પડતા હોય છે. અને ધર્મની ક્રિયા કરતાં રુચિની અલ્પતાના કારણે તેના, ઉપશમભાવના કે ક્ષયોપશમ ભાવના સંસ્કારો પડતા નથી. સંસારમાં આ પાંચે આશયો પ્રવર્તે છે. ધર્મક્રિયાના મૂળમાં આ આશયો નથી. આશય વિના સંસ્કારો ઘડી શકાતા નથી. પાડી શકાતા નથી માટે ધર્મ, ધર્મરૂપ બનતો નથી ધર્મક્રિયાના મૂળમાં આ આશયો ન આવે તો બધી ક્રિયા દ્રવ્યક્રિયા બને છે. દ્રક્રિયાનું મૂલ્ય વિશેષ કંઈ જ નથી. બે બદામ જેટલું જ છે. ઔદયિકભાવમાંથી ક્ષયોપશમ ભાવમાં આવવા માટે અને ક્ષયોપશમભાવમાંથી 2010_05 Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાનાદિ પાંચ આશયો ૩પપ ક્ષાયિક ભાવમાં જવા માટે આ બધું કરવાનું છે. સ્વાર્થવૃત્તિના બદલે પરાર્થવૃત્તિના સંસ્કારો પાડવાના છે. ઘણા વખત લીધું છે હવે લેવાના બદલે આપવાના સંસ્કારો પાડવાના છે. આત્માને કેન્દ્ર સ્થાને રાખીને કોઈ પણ ક્રિયા કરતાં તે વખતે તન્મયતા, આદર, બહુમાન, પ્રગટે છે અને તે અધ્યાત્મ બને છે. આત્મા ઉપરથી મોહનો અધિકાર ઊઠ્યો હોય ત્યારે અધ્યાત્મ પ્રાપ્ત થાય છે અને જ્યારે ગુણસંપન્ન અપુનબંધકાવસ્થા પામે છે. ત્યારે મોહને ઊઠવાનું કામ શરૂ થાય છે, અધ્યાત્મની શરૂઆત થાય છે. તે પહેલાં જીવ ઉપર કર્મનો અધિકાર હોય છે. આત્મા ઉપર કર્મનું બળ હોય છે. આત્મામાં કર્મને સ્થાન આપનાર, ઉત્તેજન અને સત્તા આપનાર આત્મા પોતે છે એ સંદર્ભમાં આત્મા બળવાન છે, કર્મ બળવાન છે એ વાત ભૂલવી પડશે. આત્મા બળવાન છે એ વાત શીખવી પડશે. અચરમાવર્તમાં કર્મ બળવાન છે. ચરમાવર્તમાં આત્મા બળવાન છે. “કર્મ બળવાન છે' એવી માન્યતા જ ખતરનાક છે. એ માન્યતાથી આત્મા પુરુષાર્થથી પાછો ફરે છે. જ્યાં સુધી કર્મ બળવાન છે એવું જ લાગશે ત્યાં સુધી આત્મા આગળ નહીં વધી શકે. વાસ્તવિકતામાં કર્મ જડ છે, કર્મ આંધળા ભીંત જેવાં છે અને આત્મા દેખતો છે. હમેશાં આંધળા કરતાં દેખતાં જ સમર્થ હોય છે પણ આત્મા દેખતો હોવા છતાં આંધળા જેવો બન્યો છે તેથી કર્મની બધી અસરને આત્મા ઝીલે છે. આત્માને પોતાની શક્તિનો ખ્યાલ નથી માટે જ કર્મની બધી અસર ઝીલે છે ચરમાવર્તિમાં આત્મા બળવાન બને છે. અને પ્રણિધાનને પામી શકે છે. પ્રણિધાન = દઢ સંકલ્પ, તે તે ક્રિયામાં અવિચલિત અવસ્થા એટલે જે જે ક્રિયાઓ કરે તે વખતે આ ક્રિયા કરતાં ગમે તે થાય તો પણ દઢપણે વળગીને રહું, એમાં જ મનને રાખું, એમાં જ ઉપયોગને રાખું. આવો દેઢ પરિણામ તે પ્રણિધાન. મનને વિચિલત ન જ થવા દે એવી રીતે તે તે ક્રિયામાં મનનું સ્થાપવું તે પ્રણિધાન છે. આ ક્રિયા કરવાની છે. આને છોડીને બીજું આજુબાજુનું કશું જ કરવાનું નથી. આમાં જ ઉપયોગને રાખવાનો છે. એનાથી બહાર જવાનું નથી. આવું દેઢ સંકલ્પબળ તે પ્રણિધાન છે. સંસારમાં રહેલા જીવોને સંસારનું પ્રણિધાન સહજપણે હોય છે. સંસારી પણ દઢ સંકલ્પ કરે, “કે મરી જઈશ, પણ પૈસા લઈને જ પાછો જઈશ. પૈસા લીધા વિના નહીં જ જાઉં !! આ પણ પ્રણિધાન છે પણ અસત્ પ્રણિધાન છે. જ્ઞાની સમ્યગુ પ્રણિધાન કરવાનું કહે છે. તે માટે ત્રણ ગુણો કેળવવા જોઈએ. (૧) સમ્યગપ્રણિધાનમાં હનગુણી પ્રત્યે દ્વેષનો અભાવ હોય છે, 2010_05 Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આપણાથી ઊતરતી કક્ષાના જીવો પ્રત્યે દ્વેષ ન જોઈએ, પણ કરુણા જોઈએ કે આનું શું થશે ? (૨) જેઓ સમકક્ષ છે, તે જીવો પર પરોપકારનો અને સહાયક થવાનો ભાવ રાખવો જોઈએ. (૩) જે આપણાથી ઉચ્ચકક્ષાનું જીવન જીવે છે તે પ્રત્યે પ્રમોદભાવ કરવો જોઈએ. ક્રિયામાં ઉપયોગને ચોંટાડવાનો છે અને તે વખતે અંતઃકરણની સ્થિતિ આવી ત્રણ પ્રકારની રાખવાની છે. જેથી સાધનાનો ગર્વ થાય નહીં કે મારા જેવું ઉત્કૃષ્ટ કરનાર કોઈ જ નથી. | સર્વ જીવો જોડે ઉચિત ભાવો સેવવાથી સુસંસ્કારો પડે છે અને અશુભ અનુબંધ પડતા નથી. બીજાની સાધનાની આ રીતે કિંમત આંકી, માટે સાનુબંધતા પ્રાપ્ત થાય છે. ઉચ્ચ અને ગુણી આત્માઓ પ્રત્યે પ્રમોદભાવ રાખવાથી તેમના આશીર્વાદ મળવાથી અશુભ અનુબંધના કચરા નીકળી જાય છે તેથી ભવિષ્યમાં પણ વિપ્ન આવતાં અટકી જાય છે. સંસારી પાસે પ્રણિધાન છે પણ સમ્યગુ નથી. પ્રણિધાન સમ્યગુ ન હોવાથી કષાયો વધે છે અને જો પ્રણિધાન સભ્ય બને તો ઉપશમભાવ પ્રાપ્ત થાય છે. અર્થ–ઉપાર્જનનું પ્રણિધાન સમ્યગુ નથી. પુણ્યથી મળતા પૈસા આત્માને કષાયથી લેપે છે. પરિણામ મલિન થાય છે. પૈસા પર છે. આત્મા સ્વ છે. પૈસા મળવાથી આત્માને બગડવાનું થતું હોય તો તે કેટલા અંશે વ્યાજબી છે ? આ આશયો અચરમાવર્તમાં નથી આવતા. ચરમાવર્તમાં પણ ભારે કર્મીને નથી આવતા. દૃષ્ટિ ઉત્તરોત્તર નિર્મળ બને તો આની ઉપાદેયતા સમજાય છે. પ્રવૃત્તિ આશય પ્રશ્ન : પ્રવૃત્તિ વગેરેમાં પણ ક્રિયા છે છતાં તેને આશય કેમ કહ્યો ? ઉત્તર : પ્રણિધાનાદિમાં પણ ક્રિયા છે છતાં તેમાં પરિણતિની મુખ્યતા છે તેથી તેમાં પ્રવૃત્તિ રૂપ અંશ હોવા છતાં આના દ્વારા ઉત્તરોત્તર સંસ્કારનું દેઢીકરણ થાય છે તેથી સંસ્કારને પ્રધાનતા આપી પ્રવૃત્તિને આશય કહેવાય છે. પ્રણિધાનને અનુરૂપ પ્રવૃત્તિ કરતાં પૂર્વ કરતાં દઢતર અભ્યાસ થાય છે. ઉપયોગપૂર્વક ક્રિયા કરવાથી જીવ તેમાં તન્મય બને છે. આત્મા જોડાયેલો રહે. તેનો ઉપયોગ બહાર જતો નથી. અધિક અધિક વીર્ય વપરાતું હોવાથી યત્નના અતિશયવાળી પ્રવૃત્તિ બને છે. જેના ફળ રૂપે આત્માનો ઉપયોગ ક્રિયામાં પકડાયેલો રહે છે. આ છે પ્રવૃત્તિઆશય, અહીં સંકલ્પ-વિકલ્પો ઓછા થાય છે. 2010_05 Page #380 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાનાદિ પાંચ આશયો ૩૫૭ ક્રિયાને ચેતનવંતી બનાવવા ભાવનાથી ભાવિત અવસ્થા જરૂરી હિનગુણ દ્વેષાભાવ વગેરે ગુણો પણ અહીં જોવા મળે છે. ક્રિયા કરતાં પહેલાં આત્માને તે તે ક્રિયાથી ભાવિત કરવાનો છે. કારણ કે સંસારની ક્રિયાના સંસ્કારો બળવાન છે એટલે તે ધર્મક્રિયાકાળે આવીને આત્માને સાધનાથી ભ્રષ્ટ કરી ન જાય તે માટે દઢ સંકલ્પબળથી ક્રિયાને ઉચિત ભાવનાથી વાસિત કરી આત્માને તે ક્રિયા માટે ઉત્સાહી બનાવવો જોઈએ. દા.ત. પ્રતિક્રમણ કરતાં પહેલાં દિવસનાં જે જે પાપો થયાં તેના ઉપર ધિક્કાર, તિરસ્કાર પ્રાયશ્ચિત્ત, નિંદા, ગહના ભાવો કરવા જોઈએ. સૂત્રો બોલતાં પહેલાં આત્માની તેને અનુકૂળ ભૂમિકા બનાવી લેવાથી કામ બહુ સરળ થઈ જશે. દા.ત. ઈચ્છામિ ઠામિ કાઉસગ્નમ્ જો મે દેવસિઓ.. સૂત્રથી આખા દિવસમાં જે પાપ થયાં છે તેની માફી માગવાની છે. આપણે કેદી છીએ, ગુન્હેગાર છીએ. શ્રી વીતરાગ પરમાત્મા ન્યાયાધીશ છે. આપણે આરોપીના પાંજરામાં નત મસ્તકે ઊભા છીએ. માનસપટ ઉપર દરેક પાપોની ઉપસ્થિતિ કરીને તેમની પ્રત્યે થઈ ગયેલા અપરાધોની માફી માગવા માટે તૈયાર થયા છીએ. દિવસનાં પાપોની યાદી સાથે માફી માગવાની છે. આલોચના કરી પશ્ચાત્તાપ કરવાનો છે. દોષનો એકરાર કરશો તો જ અધ્યાત્મમાં આગળ વધાશે. પરમાત્માની સાથે મુલાકાત કરવી હોય તો દોષની કબૂલાત કરવી જ પડશે. કબૂલાત વગર મુકાલાત નહીં. વાંદણા સૂત્ર બોલતાં આંખો સામે ગુરુની મુદ્રા ઊભી થઈ જાય. ગુરુની સ્થાપના ઓઘામાં કરી, “અહો કાય' બોલતા ગુરુના ચરણને નમસ્કાર કરતાં હો તેમને સુખશાતા પૂછતા હો, તમારા અપરાધ ખમાવતાં હો તેવો ભાવ કરવાનો છે. મિચ્છામિદુક્કડમ્ દીધા પછી તે પાપ તે રસ અને તેટલી ઝડપથી ન થવું જોઈએ. ૩૫૦ ગાથાના સ્તવનમાં કહ્યું છે કે, “મિચ્છામિ દુક્કડં દેઈ પાતિક, તે ભાવે જે સેવે રે. આવશ્યક સાખે તે પરગટ, માયા મોસને સેવે રે.” મૂળપદે પ્રતિક્રમણ ભાખ્યું, પાપતણું અણ કરવું રે; શક્તિભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે. પૂર્વમાં જે ભાવે પાપ કર્યું છે તે ભાવે ફરીથી પાપ નહિ કરવાનો પરિણામ એ જ મિચ્છામિ દુક્કડમૂનો સાચો અર્થ છે. પ્રાણનું મહત્ત્વ યોગદર્શનમાં પ્રાણાયામ દ્વારા નાડીશુદ્ધિ કરવાની છે તેના દ્વારા પ્રાણો સુધી પહોંચેલા અશુભ સંસ્કારોને કાઢવાના છે. પ્રાણ અને મનને નિકટનો સંબંધ છે. પ્રાણને અંકુશમાં લઈને મનને કાબૂમાં લેવું એ હઠયોગની સાધના 2010_05 Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ છે. મનને કન્ટ્રોલમાં લઈને પ્રાણને કન્ટ્રોલમાં લેવા એ રાજયોગની સાધના છે. જેમ જેમ પ્રાણશુદ્ધિ કરો, આસન કરો તેમ તેમ પ્રાણનાં સ્પંદનો ઘટે. કર્મનો ક્ષયોપશમ થતાં મતિજ્ઞાનનો ઉપયોગ નિર્મળ બનતો જાય છે. એક બાજુ શરીર ઃ ઇન્દ્રિય જડ છે. વચ્ચે પ્રાણ છે. બીજી બાજુ મન અને બુદ્ધિ છે. ચૈતન્યતત્ત્વ છે. પૂર્ણજ્ઞાનનો અંશ છે. તો પ્રાણ જડ કે ચેતન ? શ્વાસ જડ છે પણ હોય છે જીવને, જડ હોતે છતે શરીર-ઈદ્રિયને અસર કરે છે અને બીજી બાજુ મન અને બુદ્ધિને અસર કરે છે. - કોઈ કહે દસ હજાર રૂપિયા આપું તારું નાક દબાવવા દે ! તમે હા પાડો ? ના, કેમ ? નાક દાબી દીધા પછી કયું સુખ અનુભવી શકાય ? કઈ ક્રિયા તમે કરી શકો ? આ બધાં વિજ્ઞાનનાં તત્ત્વો છે. પ્રાણોને જોતાં શીખો. શરીરના રોગો પણ દૂર થઈ શકે, આત્માના કષાય પણ દૂર થઈ શકે. પ્રાણ દ્વારા શરીર-ઇન્દ્રિય સુધારી શકાય છે તેમ મનબુદ્ધિ પણ સુધારી શકાય છે, માટે પ્રાણો ત્રાજવાની તુલાની જેમ વચમાં છે. પ્રવૃત્તિ આશયના આલંબને ક્રિયામાં એકાગ્રતા અને સ્થિરતા વધતી જાય છે. ત્રીજો આશય વિનય જીવ આત્મકલ્યાણના માર્ગે આગળ વધે છે. ત્યારે સેંકડો વિઘ્નો આવે છે “શ્રેયાંસ વવજ્ઞાનિ' પાપીને કર્મસત્તા અનુકૂળ જ હોય છે. બાંધેલાં કર્મો ઉદયમાં આવીને તેનો વિપાક દેખાડે તે પહેલાં જ સત્તાગત કર્મોને શૌર્યથી ખતમ કરો અને ઉદયપ્રાપ્ત કર્મોને સમતાથી સહન કરો. કર્મસત્તા કદાચ તમને ભવિષ્યમાં શ્રેણિકાદિની જેમ નરકના કેદખાનામાં નાંખે પણ તે વખતે શૌર્ય અને સમતાની ધર્મરાજાની મહામૂલી ભેટ તમારી પાસે હશે તો તમે કર્મની સામેના મોરચામાં જીતી જશો. પ્રભુએ તપ, ત્યાગ, ઉપસર્ગ, પરીષહને સહન કરવામાં પરાક્રમ વાપર્યું છે. એટલું શૌર્ય ન હોય તો તમે શાંત બની જાવ, સમ બની જાવ. સંસારની પ્રવૃત્તિ બંધ કરી દો. તેનાથી પાછા ફરીને આત્માના ઘરમાં આવી જાવ. આ બે વિકલ્પની સામે ત્રીજો વિકલ્પ એ છે કે આજે તમને જે સામગ્રી મળી છે તેનો સદુપયોગ કરી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી, પાપકર્મોને હડસેલી નાખો. (૧) ક્યાં શૌર્યથી કર્મો ખતમ કરો (૨) અથવા સમતાથી સહન કરો (૩) તે પણ ન બને તો સદુયપોગ કરી પુણ્યોપાર્જનથી પાપને દૂર કરો - આ ત્રણમાંથી એક પણ કરવું હશે તો વિપ્નની સામે સામનો કરવો પડશે. ખાઈ-પીને મજા કરવી હશે તો કંઈ વાંધો નથી આવવાનો. ભગવાન પણ ૩૦ વર્ષ સુધી ઘરમાં રહ્યા ત્યારે કર્મો ઉદયમાં ન આવ્યાં. ચારિત્ર 2010_05 Page #382 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાનાદિ પાંચ આશયો ૩પ૯ લીધા પછી વિપ્નોની ફોજની ફોજ આવી. ચારિત્ર લીધા પછી જ અંતરાય ઉદયમાં આવ્યા છે. આપણે જે કર્મો આત્મામાં નાંખ્યાં છે તે જ ઉદયમાં આવે છે. વિનોનો જય કરનાર આત્મા ઊંચી કોટીના સંસ્કારો નાખી આગળ વધે છે. વિપ્ન ત્રણ પ્રકારનાં છે. - (૧) જઘન્ય વિપ્ન – કંટક સમાન દા.ત. એક મુસાફર એક ગામમાંથી બીજે ગામ જાય, વચમાં કાંટા આવે એ જઘન્ય વિઘ્ન છે. કાંટા દૂર કરી બરાબર જોઈને ચાલે તો પહોંચી શકે છે. (૨) મુસાફરને તાવ આવે તે મધ્યમવિબ. તાવના કારણે જલ્દી ચાલી ન શકે, માર્ગ કાપી ન શકે, રોગ શરીરની અશક્તિ ઊભી કરે છે. આ મધ્યમ વિપ્ન છે. (૩) દિગ્મોહ એ ઉત્કૃષ્ટ વિજ્ઞ છે. મુંબઈ જવા નીકળ્યો છે. દિશાની ખબર પડતી નથી. દિશાનો જ નિર્ણય નથી થતો-ઉત્તર છે કે દક્ષિણ છે ? પૂર્વ છે કે પશ્ચિમ છે ? આ નિર્ણય વિના પગમાં વેગ કેવી રીતે આવી શકે ? થોડું ચાલે ને પાછો આવે ! મોક્ષમાર્ગના પથિકને પણ આવી રીતે શીતાદિ પરિષહો એ જઘન્ય વિઘ્ન છે. કંટકસ્થાનીય છે. ક્ષયોપશમ ભાવના બળે, સત્ત્વના બળે આત્માને કષાયમાંથી બચાવી આત્મઘરમાં રાખવાનો છે. શીતાદિ પરિષહો જીતે તે સમતાને ટકાવી શકે છે. આ ઉત્સર્ગમાર્ગ છે. પરિષહો ઘણા હોય, સત્ત્વ ખૂટતું દેખાય ત્યારે અપવાદનું પણ આલંબન લઈને સમતાને ટકાવી રાખવાની મોક્ષમાર્ગે વધતાં મધ્યમ વિન રૂપ શારીરિક વ્યાધિ, રોગ, જ્વર વગેરે પ્રતિકૂળતાઓ ઊભી ન થાય તે માટે મુનિઓ પરિમિત આહાર લે, યોગ્ય સમયે આહાર લે અને આરોગ્યને ટકાવે. રોગ જ ન થાય તે રીતે શરીરને પહેલેથી જ કેળવે. મોરારજી ભાઈ ૯૧ વર્ષે પણ ટટાર ચાલતા હતા; કોઈકે તેને પૂછ્યું તો કહ્યું કે હું નિયમિત છું, હું મિતાહારી છું. આ બે આરોગ્યનાં મહત્ત્વનાં લક્ષણો છે. જીવનચર્યા ક્રમબદ્ધ ગોઠવાવી જોઈએ. જેનામાં નિયમિતતા છે તેને બીજા વિચાર ન આવે. ચોવીસ કલાકમાં પચ્ચીસ કલાકનું કાર્ય ગોઠવી દો. પછી બીજા વિકલ્પને અવકાશ નહીં રહે. ડી. ગાંધીજી એક વખત પ્રાર્થના કરવા જાય છે. સામેથી અંગ્રેજ પત્રકાર લૂઝ ફીસર સામે આવી રહ્યો છે. મળવા માગે છે. ગાંધીજીએ કહ્યું, Sorry! અત્યારે હું તમને ટાઇમ ન આપી શકું. કારણ કે આ ટાઇમ અત્યારે પરમાત્મા માટે નક્કી થઈ ગયો છે. પ્રભુની અપેક્ષાએ સંસારમાં કોઈ ચીજ મૂલ્યવાન નથી. સંસારની ચીજની ઓછામાં ઓછી કિંમત આંકવી એ ધર્મીનું લક્ષણ છે. જગત પાસે દીન બનીને જીવવું એ કલંક છે. કોઈ પાસે રોદણાં 2010_05 Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ નહીં રોવાનાં. જગતપતિ પાસે દીન બનીને જીવવું એ ભૂષણ છે. ભક્તિનો અલંકાર છે. જ્યાં અતિક્રમણ ત્યાં પ્રતિક્રમણ જરૂરી – મિતાહારમાં પણ પોતાના જીવનમાં એટલું વાપરવું કે ખાધા પછી જડતાન લાગે અને ઉપવાસમાં ર્તિ લાગે. ઉપવાસ ને ખાધામાં કોઈ ભેદ ન લાગે. આ કળાથી મિતાહારી જીવનપદ્ધતિ અપનાવી શકાય છે. ક્યાંય પણ અતિક્રમણ કરશો નહીં. કરશો તો પ્રતિક્રમણ કરવું પડશે. બાવીસ ભગવાનના શાસનમાં પ્રતિક્રમણ નિત્ય કેમ નહીં ? કારણ કે અતિક્રમણ હતું જ નહીં. જ્ઞાનીઓએ આપણા માટે બંધનો મૂક્યાં છે કારણ કે આપણે જડ અને વક્ર છીએ. તપ કોને કહેવાય ? સાધુ ખાય તો પણ ઉપવાસી કારણકે તે આત્માના સ્વરૂપની નિકટમાં સદા રહે છે. સ્વરૂપમાં રહેવા માટે જ આ બધું કરવાનું છે. આ રીતે કરવાથી વ્યવહારથી ભલે એકાસણું કર્યું કહેવાય પણ નિશ્ચયથી ઉપવાસ કહેવાય. આગળના દિવસે ઠાંસીને ખાવ, પેટ બગાડો એટલે આજનો તપ ગયો. આવતી કાલે આકુલવ્યાકુલ થાવ એટલે આવતી કાલનો તપ પણ બગડે. ઉણોદરી તપ એ મહાન તપ છે. જેને રસની લોલુપતા ન હોય તે ઉણોદરી તપ કરી શકે. રસત્યાગ કરો - ભાવતી ચીજ વધારે ન ખવાય. આજે અણસણ તપ એ તપ તરીકે ગણાય છે. પણ ઉણોદરી, રસત્યાગ, વૃત્તિસંક્ષેપ જેની પાસે નથી તે વાસ્તવિક તપસ્વી નથી. આજે જેટલું ખાઓ છો તેનાથી અડધું ખાતાં થઈ જાવ તો પ્રાયઃ રોગાદિ આવશે જ નહીં. વૈજ્ઞાનિકો કહે છે કે, તમે જરૂર કરતાં છગણું ખાવ છો. એનાથી રોગો થાય છે. રોગાદિ આવે ત્યારે એને સમાધિપૂર્વક સહન કરવું એ રાજમાર્ગ છે. સુખશીલિયાપણું છોડવાથી સત્ત્વ વધશે. મધ્યમ વિધ્વજય આ રીતે ઉત્સર્ગમાર્ગે, સહન કરીને સમાધિ ટકાવવાથી થાય છે. આ સાત્ત્વિકતા છે. રોગના સમયે ધર્મક્રિયા ન થાય પણ સમાધિ ટકતી હોય તો દવા લેવાની જરૂર નથી. તારે પૂજા કરીને સામાયિક કરીને શું કરવું છે ? પડ્યા પડ્યા સમતા રહેતી હોય તો શું ખોટું છે ? પ્રશ્ન : રોગના કાળે બાહ્યધર્મ નથી થતો તો દવાના બાટલાઓ ચડાવી ધર્મક્રિયાઓ કરવી કે રોગકાળે સમતા રહેતી હોય, સમાધિ ટકતી હોય તો ધર્મક્રિયાને ગૌણ કરીને દવા ન લેવી ? આ બેમાંથી કયો માર્ગ પસંદ કરવા જેવો છે ? કયો માર્ગ શ્રેષ્ઠ છે. ઉત્તર : પૂજા-સેવા વગેરે વ્યવહાર ધર્મ છે અને સમતા સમાધિ એ નિશ્ચય ધર્મ છે. નિયધર્મ ટકી શકતો હોય તો પક્ષઘાતના દર્દી દવા ન કરે તો પણ ચાલે. આપણે ડાહ્યા હોઈએ તો કોઈ આપણને ગાંડા કરી શકે તેમ નથી અને આપણે ગાંડા હોઈશું તો બધા તમારું બધી રીતે 2010_05 Page #384 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાનાદિ પાંચ આશયો ૩૬૧ બગાડતા રહેશે. જ્યાં બીજો કોઈ ઉપાય ન હોય ત્યાં સહન કરવું એ જ ઉપાય છે. સહન ન થતું હોય તો પણ સત્ત્વ વિકસાવીને સહનશક્તિ વધારો. ઔષધ-ઉપચાર કરવા છતાં ન મટે તો તમે શું કરશો ? વીર્યંતરાયનો ક્ષયોપશમ, સત્ત્વ, શક્તિ વગેરે પ્રયત્નથી વધારી શકાય છે. મહાપુરુષના સત્સંગથી આત્માને ભાવિત કરવાથી સત્ત્વ વધી શકે છે. અધિક અધિક પ્રયત્ન કરવાથી સત્ત્વ વધે છે. શાસ્ત્રમાં ઉત્સર્ગ અને અપવાદ બંને માર્ગ કહ્યા છે. સામાયિક, પ્રતિક્રમણનું ફળ સમતા છે. એ સમતા મળતી હોય તો તે મુખ્ય છે. ના ગુણસેન અને અગ્નિશર્માના પ્રસંગમાં અગ્નિશર્મા જ્યારે મારીને ભવનપતિમાં વાા પલ્યોપમના આયુષ્યવાળો વિદ્યુતકુમાર દેવ થયો પછી ઉપયોગ મૂક્યો કે હું ક્યાંથી આવ્યો ? ત્યાં પૂર્વભવના વૈરના કારણે ગુણસેન ઉપર દ્વેષ ભભૂક્યો અને તેનો બદલો વાળવા ધ્યાનમાં ઊભેલા ગુણસેન ઉપર ભળભળતી રેતીનો વરસાદ વરસાવ્યો ત્યારે ગુણસેને બીજા વિકલ્પો ન કરતાં, સત્ત્વ કેળવીને મૈત્યાદિ ભાવોમાં આગળ વધે છે. અગ્નિશર્માની સાથે વિશેષ મૈત્રી કરે છે. સમતા-સમાધિ ટકાવે છે. સમતા-સમાધિના, સહન કરવાના સંસ્કાર પાડ્યા છે તે સંસ્કાર વૃદ્ધિ પામે છે. ગુણસેનને ભવોભવ ઉપસર્ગ આવ્યા છે પણ છઠ્ઠા ભવમાં સહન કરવાથી પુણ્ય એટલું બધું વધી ગયું કે ઉપસર્ગ આવે તો દેવો તે ઉપસર્ગને દૂર કરવા માટે આવે છે. નાની , વસ્તુને સહન કરતાં શીખશો તો મોટી વસ્તુ સહન કરવાની ટેવ પડશે. સહન કરવાના દઢતર સંસ્કારથી મૃત્યુ વખતે પ્રાયઃ સમાધિ ટકી જ રહેશે. ઊંચી કોટીના દૃષ્ટાંત જોયા પછી મારાથી આ ન થઈ શકે એવો negative approach નિષેધાત્મક વલણ રાખવા કરતાં મારાથી જે શક્ય હોય તે સહન કરવા માંડવું જ છે એવા positive approach વિધેયાત્મક વલણથી આગળ વધવા માંડો. પ્રવૃત્તિ અને પરિણતિને નિકટનો સંબંધ છે. પરિણતિના અવસરે પરિણતિને બગાડવી નહીં, પ્રવૃત્તિ કરવાના સમયે ઊંચી કોટીની. પ્રવૃત્તિ કરી લેવી એ વિવેકદૃષ્ટિ છે. કાયાનો બગાડો – જગત સજા કરે. વચનનો બગાડો - સમાજ સજા કરે. મનનો બગાડો – કર્મસત્તા સજા કરે. 2010_05 Page #385 -------------------------------------------------------------------------- ________________ ભાવશત્રની ઓળખાણ સ્થિરાદષ્ટિમાં ગ્રચિભેદ થયા પછી જીવ કેવા સ્વરૂપને પામે છે, તેના વિશેષણો બતાવતાં ગ્રંથકાર કહે છે કે સમ્યકત્વી કોઈને પીડારૂપ ન બને, પોતાનું ચાલે ત્યાં સુધી બીજાના તોષમાં જ રહે. તેને સંસારનું સ્વરૂપ ઓળખાઈ ગયું છે. વિનાશીનું સ્વરૂપ ઓળખાઈ ગયા પછી હવે તેને સંસારના પદાર્થો આકર્ષણરૂપ બનતા નથી. શક્તિ, સંયોગો, સામગ્રી વગેરે જે કાંઈ મળ્યું છે તે પણ વિનાશી છે, તેનો જેટલો સદુપયોગ થાય તેટલો કરી લેવા જેવો છે, આ જ સાર છે. “અસારાતુ સાર ઉદ્ધરત” એટલે અસારમાંથી આ સાર છે. તેને લેતાં શીખવું જોઈએ. સમ્યકત્વીને બીજા જ્યારે પ્રતિકૂળ વર્તે ત્યારે નિમિત્તકારણ પ્રત્યે તેને દ્વેષ થતો નથી, કારણ કે દૃષ્ટિ શુદ્ધ બની છે. મૂળ કારણ તરીકે પોતાનાં કર્મો તેને દેખાય છે માટે સમકિતી અંતર્મુખ બની દુઃખને દેવું ચૂકવવાનો અવસર માની વધાવી લે છે. વળી દુઃખ આપનાર પ્રત્યે તેને કૂણી લાગણી છે કારણ કે જિનશાસનની સમજણ રૂપી સંપત્તિ મળી છે ત્યારે આ વ્યક્તિએ કર્મોની ઉઘરાણી શરૂ કરી છે તેનો મોટો ઉપકાર માને છે. મુસલમાન, સિંધી વગેરે કોઈ ઝનૂની કોમમાં આવું દુ:ખ પડ્યું હોત તો “મારું કે મરું” એવી વૈરવૃત્તિથી વળી નવાં કર્મો બાંધ્યાં હોત. પૈસા હોય અને કોઈ ઉઘરાણીએ આવે તો આપણું દેવું ચૂકવાઈ જાય છે તેમ અહીં પણ સમકિતી પોતે પ્રસન્નતાથી પ્રસંગોમાંથી પસાર થઈ જાય છે. સમકિતીની આશયશુદ્ધિ છે પ્રણિધાન, પ્રવૃત્તિ પછી આવતાં વિષ્ણજયમાં પણ તે જવલંત સફળતા મેળવે છે. ઠંડી, ગરમી વગેરે બાહ્ય ઉપસર્ગો, કષ્ટો વગેરે જઘન્ય વિઘ્ન છે. શરીરની પ્રતિકૂળતા – તાવ વગેરે આવે તે મધ્યમ વિપ્ન છે અને અધ્યાત્મમાં ઉત્કૃષ્ટ વિન્ન મિથ્યાત્વ છે. આત્મા તેનો જય કરી શુભ પરિણામ ઊભો કરી શકે તો વિધ્વજય કહેવાય મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય પદાર્થનું સમ્યક સ્વરૂપ જોવામાં અવરોધક બને છે. મિથ્યાત્વી પદાર્થનું સમ્યક સ્વરૂપ જોવામાં મૂંઝાય છે. મિથ્યાત્વ આત્માને તેનું વાસ્તવિક આત્મસ્વરૂપ જોવા દેતું નથી. સમજવા દેતું નથી અને દેહમાં હું બુદ્ધિ કરાવે છે, અને આત્માને મૂંઝવે છે. આ મિથ્યાત્વને ટાળવા માટે ૨૫ પ્રકારના મિથ્યાત્વથી અળગા રહેતાં શીખવું જોઈએ અને સમકિતના સડસઠ બોલની સક્ઝાય કંઠસ્થ કરી તેનાથી આત્માને ભાવિત કરવો જોઈએ. 2010_05 Page #386 -------------------------------------------------------------------------- ________________ ભાવશત્રુની ઓળખાણ ૩૬૩ (૧) જીવે અજીવ સંજ્ઞા (૬) અસાધુમાં સાધુ સંજ્ઞા (૨) અજીવે જીવ સંજ્ઞા (૭) મૂર્તમાં અમૂર્ત સંજ્ઞા (૩) માર્ગે ઉન્માર્ગ સંજ્ઞા (૮) અમૂર્તમાં મૂર્ત સંજ્ઞા (૪) ઉન્માર્ગે માર્ગ સંજ્ઞા (૯) ધર્મે અધર્મ સંજ્ઞા (૫) સાધુમાં અસાધુ સંજ્ઞા (૧૦) અધર્મો ધર્મ સંજ્ઞા વળી (૧) લૌકિક દેવગત મિથ્યાત્વ (૨) લૌકિક ગુરુગત મિથ્યાત્વ (૩) લૌકિક પર્વગત મિથ્યાત્વ (૪) લોકોત્તર દેવગત મિથ્યાત્વ (પ) લોકોત્તર ગુરગત મિથ્યાત્વ (૬) લોકોત્તર પર્વગત મિથ્યાત્વ ચોથા કર્મગ્રંથની પચાસમી ગાથામાં પ્રસિદ્ધ થયેલા (૧) અભિગ્રહિક મિથ્યાત્વ (૨) અનભિગ્રહિક મિથ્યાત્વ (૩) આભિનિવેશિક મિથ્યાત્વ (૪) સાંશયિક મિથ્યાત્વ અને (૫) અનાભોગ મિથ્યાત્વ વળી બીજી દૃષ્ટિથી મિથ્યાત્વનું વિશ્લેષણ કરતાં (૧) પ્રદેશ મિથ્યાત્વ (૨) પરિણામ મિથ્યાત્વ (૩) પ્રવર્તન મિથ્યાત્વ (૪) પ્રરૂપણા મિથ્યાત્વ આ ૧૦ + ૬ + ૫ + ૪ = ૨૫ પ્રકારોને ગીતાર્થ ગુરુ પાસેથી સમજીને જીવે તેનાથી અળગા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને સમકિતની પ્રાપ્તિ, રક્ષણ અને નિર્મળતા માટે વાડ સમાન સડસઠ ગુણોનું સેવન કરવું જોઈએ. મિથ્યાત્વ દૂર થવાથી ઉત્કૃષ્ટ વિઘ્ન દૂર થાય છે. સ્વરૂપની રુચિ થાય છે. મિતાહાર અને નિયમિતતા આરોગ્ય માટે ઉપકારક મધ્યમ વિપ્ન દૂર કરવા માટે કાયાને કહ્યાગરી બનાવવી જોઈએ. રોગાદિ વિપ્નો આવતાં પહેલાં જીવન જ એવું બનાવી દીધું હોય કે રોગાદિ આવે જ નહીં. મિતાહાર-નિયમિતતા આવી ગઈ હોય તે આત્મા મોટે ભાગે રોગાદિને પામતો નથી. પણ તે માટે સત્ત્વ જોઈએ. સમાજનો ડર ન જોઈએ. લોકો શું કહેશે ? આપણા માટે શું વિચારશે ? એવી વૃત્તિમાંથી બહાર આવી જવું જોઈએ. મોરારજીભાઈ રશિયા ગયેલ. ત્યાં. તેમના માટે ખાસ દારૂની પાર્ટી ગોઠવી. બધા યથાસ્થાને ગોઠવાઈ ગયા. મોરારજીભાઈ પણ પોતાના સ્થાને બેસી ગયા. ક્રમસર મોરારજીભાઈને દારૂની પ્યાલી આવી. તેમણે નમ્ર પણ દઢ શબ્દોમાં કહ્યું, કે, “માફ કરજો ! હું દારૂ લેતો નથી” સોપો પડી ગયો. બધા વિચારે છે કે આપણા માનવંતા મહેમાન જ 2010_05 Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ જે વસ્તુ લેતા નથી તો પછી આપણા બધાથી તે કેવી રીતે લઈ શકાય ? પછી દારૂની પાર્ટી ચાની પાર્ટીમાં ફેરવાઈ ગઈ. મોરાજીભાઈ કહે, હું ચા પણ નથી પીતો. તો પેલા કહે, તમે શું પીઓ છો ? તો કહે એક ગ્લાસ લીંબુનું શરબત લઈશ. જીવનમાં આવી દઢતા જોઈએ. મિતાહાર અને નિયમિતતાથી તેઓ દીર્ધાયુ બની શક્યા છે. આપણે પણ આપણી ટેક અને નિયમને વળગી રહેવું જોઈએ. આજે પહેરવા, ઊઠવા, બેસવા, ખાન-પાનાદિ પાંચે ઈદ્રિયોના વિષયમાં પશ્ચિમનું અનુકરણ કરવાથી આર્ય દેશ અનાર્ય બન્યો છે. પાંચે ઈદ્રિયોનો સંયમ તે આર્યત્વ છે. પાંચે ઈદ્રિયોનો અસંયમ તે અનાર્યત્વ છે. આજે તો ઘરમાંથી બહાર નીકળ્યા કે આર્યત્વનું જોખમ શરૂ થાય એવો દેશકાળ આવ્યો છે. માટે જ વગર કારણે ઘરની બહાર જવા જેવું નથી. જરૂર ન હોય તો ઘરમાં પણ મૌન રાખવા જેવું છે. વિપરીત પ્રવૃત્તિ, બિનજરૂરી પ્રવૃત્તિથી અટકી જવા જેવું છે. જેને અધ્યાત્મ પામવું હશે તેને શરીરને શ્રમી બનાવવું પડશે, ઈદ્રિયને કાબૂમાં રાખવી પડશે, જીવનને અંતર્મુખ બનાવવું પડશે, મનને શાંત-પ્રશાંત-સંયમી બનાવવું પડશે, હૃદયને પરમાત્માનું અનુરાગી બનાવવું પડશે. બુદ્ધિને વિવેકનંતી બનાવવી પડશે. - આટલી વસ્તુ આવશે ત્યારે અધ્યાત્મનો પ્રવેશ થશે. આર્યનું જીવન શ્રમવિનાનું ન હોય. આર્ય શ્રમથી પસીનાનો, લોહીનો પૈસો મેળવે. શરીરની સુખશીલતા તેને ન ફાવે. ઈન્દ્રિય સંયમી હશે તો અધ્યાત્મ આવશે. ઇન્દ્રિયોને બહાર વિષયમાં ભટકતી રાખશો તો અધ્યાત્મ નહીં આવે. પ્રતિક્રમણ કરો તો ઊભા ઊભા વિધિપૂર્વક કરો, કાઉસગ્ગ પણ વિધિપૂર્વક કરો. કાયયોગની જેમ મનયોગને પણ શ્રમ આપો એટલે સૂત્ર અર્થ અને તદુભય આચારનું પાલન કરો. લોગસ્સ બોલતાં ચોવીસે તીર્થકરો આપણા માનસપટ ઉપર ઉપસ્થિત થઈ જવા જોઈએ. એમાં ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો સંકલ્પ કરો કે લોગસ્સ ગણતાં અમારા મૂળનાયક ધર્મનાથ ભગવાનને તો મારે ખાસ યાદ કરવા છે. સત્તર લોગસ્સનો કાઉસ્સગ કરતાં મારે સત્તરે વાર અમારા ધર્મનાથ દાદાને યાદ કરવા છે. આ કરવા માટે સતત જાગૃતિ રાખવી જ પડશે. ભાવપૂર્વક ક્રિયા કરવાથી તેનો આસ્વાદ મળે છે. શરીરને નવરાવવું, ધોવરાવવું, પંપાળવું, શણગારવું આવું આર્યત્વને અનુકૂળ નથી. શરીર પાસેથી કષ્ટ લેવું તે આર્યત્વ છે. શરીર-ઇન્દ્રિયો પાસેથી અતિ શ્રમ લીધા પછી ૬ કલાક ઊંઘો તો વ્યાજબી છે પણ શરીરને બેઠાડુ રાખીને નિરાંતે ૮-૧૦ કલાક ઘોરો, આરામ કરો, ઉંઘ તાણો તે વ્યાજબી 2010_05 Page #388 -------------------------------------------------------------------------- ________________ ભાવશત્રુની ઓળખાણ ૩૬૫ નથી. ઊંઘને ઓછી કરવી છે ? તો તે માટે નિદ્રા વખતનાં જેટલાં સુખનાં સાધનો રાખ્યાં છે. a.c.ને ડનલોપ આ બધું કાઢી નાખો. ડનલોપને બદલે સંથારા ઉપર સૂવાથી ઊંઘ ઓછી થઈ જશે. સુખશીલતામાં પ્રમાદ વધારે પોષાય છે. બપોરે મર્યાદિત ખાવ. સાંજે ખાવાનું ઓછું કરો, બંધ કરો તો વધારે સારું. સાંજે એક ટંક ખાવાનું ઉડાવી દેવાથી સમય બચશે, ઊંઘ ઓછી થશે, આરોગ્ય અને ધર્મ જળવાશે. તે ન થાય તો બપોરનો નાસ્તો બંધ કરો. આજે શરીરની અને વસ્ત્રની પળોજણમાં જે સમય વેડફી રહ્યા છો તે બંધ થઈ જશે. સમયથી કોઈ ચીજ મૂલ્યવાન નથી. માનવજીવનના સમયનું મૂલ્ય સૌથી વધારે છે. સંસારની પ્રવૃત્તિમાંથી ઉતાવળ કરી સમય બચાવીને આત્માનું સાધન કરે તો સમયનું મૂલ્ય આંક્યું કહેવાય. આજે જીવ પ્રમાદમાં, નિદ્રામાં, મોજશોખમાં બેરોકટોક સમય વિતાવે છે તેનાથી સંસ્કારો એવા દેઢ પડી જાય છે કે તે પછી નીકળવા મુશ્કેલ બને છે. સંસારનાં કાર્યોમાં જેવો ને જેટલો રસ રાખ્યો હોય તો તે સંસ્કારો ધર્મકરણી વખતે પણ ઊછળીને આવી જતા હોય છે. વેપાર છોડ્યા છતાં પણ તમારો રસ તેની વાતોમાં સમય બગાડશે. આવું ન થાય તે માટે અત્યારથી આત્મા અને આત્મસાધક પદાર્થોમાં જ રસ રાખો. અન્યત્ર નિરસપણે જીવન જીવવું જોઈએ. સ્વાર્થી અને વિષયલંપટ જીવન તો દુર્ગતિનું દ્વાર છે. સમકિતીને તો જગતના કોઈ પદાર્થો સ્પર્શતા નથી માટે તે દેવલોકમાં અથવા મોક્ષમાં જાય છે. જે હૃદયમાં પરમાત્માનો રાગ નહીં તેને સમ્યકત્વ આવે નહીં આજે આખી જીવનપદ્ધતિ સુધારવા જેવી છે. શરીર શ્રમી બનાવો, ઈન્દ્રિયોને અંતર્મુખ બનાવો, મન પરમાત્માતત્ત્વનું અનુરાગી જોઈએ. શુભકર્મ એ પુણ્યતત્ત્વ છે. સંસ્કરણ એ આત્મપરિણામ છે. શુભ સંસ્કરણના બળે વિજય શક્ય બને છે. પ્રતિકૂળતાઓને સહન કર્યા કરવાના સંસ્કારોનાં મૂળિયાં દઢ બન્યાં હશે તો રોગકાળે વિદનજય સરળ બનશે. તાવ વગેરેમાં ઉત્સર્ગમાર્ગે સહન કરવું, દવા ન લેવી. રોગાદિને સહન કરવા એ રાજમાર્ગ છે. સનતુ ચક્રવર્તીએ રોગો સહન કર્યા તો આત્મિક શક્તિ લબ્ધિઓ ઉત્પન્ન થઈ અને લબ્ધિનો પણ ઉપયોગ ન કર્યો તો મોક્ષ નિકટમાં મળી જશે. સુખનાં સાધનો, સુખનો ભોગવટો છોડવા જેવો છે. તો પ્રતિકૂળતાને જીરવી શકશો. પણ એમ લાગે કે સમાધિ ટકે એમ નથી તો દવા ઔષધોપચાર કરે. તો સમતા સમાધિ ઢકે તે લક્ષ્યમાં રાખીને કરે આજે સહન થાય છે પણ આગળ જતાં રોગ વિકરાળ બને તેમ લાગે તો આજે પણ ઔષધ કરે. આ વિવેકદૃષ્ટિ છે. જૈનશાસન જ આવું સમજાવે છે. અનુભવથી આવી વિવેકદૃષ્ટિ આવે છે. 2010_05 Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ ઉત્કૃષ્ટ વિદનજય અહીં મિથ્યાત્વનો, વિષયનો, કષાયનો જય કરવાનો છે. જ્યારે આત્માને આત્મા, પરલોક, પુણ્ય-પાપની શંકા થાય. ધર્મનું ફળ હશે કે નહીં ? આમ મન ચકડોળે ચડે, મતિ મિથ્યાત્વવાસિત બની સંશય ઊભો કરે ત્યારે કલ્યાણમિત્રનો, ગુરુનો સંબંધ ગાઢ બનાવવો જોઈએ. ગુરનો આદર એ પરમગુરુનો આદર છે. ગુરુના બહુમાનથી પરમગુરુનું બહુમાન વધે છે. સભા : આ પણ રાગ જ છે ને ? ઉત્તર : સમજો, આ રાગ નથી, અનુરાગ છે. સ્ત્રીનો રાગ એ રાગ કહેવાય ત્યાં ચામડું એ રાગનું માધ્યમ બને છે. દેવનો રાગ અનુરાગ કહેવાય. આ રાગમાં ગુણોનું માધ્યમ છે આ રાગથી ગુણોની પ્રાપ્તિ થાય છે અને સંસારના રાગમાં કષાયો વધે છે. અજ્ઞાન-વિષય-કષાયની પરિણતિ વધે છે. દિગ્યોહ તુલ્ય મિથ્યાત્વ છે. તે હોતે છતે ચારિત્રમાં રુચિ રહેતી નથી. ચારિત્રમાં આનંદ આવતો નથી અને જીવ પતિત પરિણામી બને છે. તેમાંથી બચવા માટે ગુરુ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવો, અનુરાગ હોવો જરૂરી છે. એના કારણે પોતાની દરેક વાત, ગુરુને કહે. તેમની સલાહ સૂચનનો સ્વીકાર કરે. ગુરુ ઉપરનો અનાદર કે અનાસ્થા એ પરમગુરુ ઉપરનો અનાદર કે અનાસ્થા સમજવી. ગુરુ કહે ત્યારે વિનિત શિષ્ય on the spot તત્કાળે તો ના ન જ પાડે. ત્યારે તો વાતને સ્વીકારી જ લે. સ્વીકારી લીધા પછી તે રીતે જવાની તૈયારી કરે. થોડે જાય, ફરી પાછો આવે, નમ્રતાથી પૂછે, ગુરુજી ! આપે શું કહ્યું તે ખ્યાલ નથી રહ્યો એમ ફરી પૂછવા આવે. આ જૂઠ નથી. ક્યારેક પરીક્ષા કરવા ગુરુએ કહ્યું હોય એવું કેમ ન બને ? શિષ્યને મારા પ્રત્યે કેટલો આદર, બહુમાન છે તે જોવા માટે પણ ગુરુએ કદાચ પરીક્ષા કરી હોય. હવે પહેલેથી તે વાત ન માને તો તેને અયોગ્ય સમજી કાંઈ જ કહે નહીં. એને કારણે પોતાના હિતની શક્યતા ડહોળાઈ જાય. જીવો ત્રણ પ્રકારના છે. (૧) વિચાર પ્રસ્ત : પાંચ ઇન્દ્રિયોના વિષયોની વિચારણામાં જ જેનું મન રમતું રહે... (૨) વિચારત્રસ્ત વ્યક્તિ પ્રત્યેના કષાયભાવથી જેનું મન ત્રસ્ત રહે... (૩) વિચારમસ્ત : વિષય-કષાયોથી ઉપર ઉઠેલું જેનું મન શુભ વિચારોમાં રમ્યા કરે છે.. 2010_05 Page #390 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણમિત્રની ઉપયોગિતા ગુરુની જેમ કલ્યાણ મિત્ર જોડે પણ આ રીતે ઘનિષ્ઠ સંબંધ બાંધવો જોઈએ. જે આપણી સાથે કાયમ પ્રીતિથી રહેતો હોય, આપણી સારણા, વારણા, વગેરે કરતો હોય તેની સાથેનો પ્રીતિસંબંધ તોડવા જેવો નથી. જે અણીના સમયે બચાવે છે, તે ગુરુતુલ્ય છે. ના અપેક્ષાએ ગુર કરતાં પણ અધિક છે. નેમ-રાજુલ, શંખ-કલાવતી, શ્રેયાંસ અને ઋષભદેવ ભગવાન, વીર-ગૌતમ, મલ્લીકુંવરી અને બીજા રાજાઓ વગેરેનો ભવોભવનો અતૂટ સંબંધ જોતાં એમ લાગે છે કે (૧) કલ્યાણમિત્રનો યોગ (૨) તેમના પ્રત્યે આદર-બહુમાન-ભક્તિ અર્થાતુ તેમના ગુણોમાં અત્યંત રાગ (૩) તેમના વચનને સ્વીકારવાની તૈયારી અને (૪) તેમના વિયોગમાં દુઃખની અનુભૂતિ આ ચાર કારણ ભેગાં મળે તો કર્મસત્તાની તાકાત નથી કે ભવાંતરે પણ તેમનો વિયોગ કરાવી શકે. બહુધા આવા જીવોનું મોક્ષગમન પણ સાથે જ થતું હોય છે. સંસારસાગર તરવા માટે આ રીતે કલ્યાણમિત્રનો યોગ વગેરે અત્યંત ઉપકારી બની રહે છે. અગ્નિશર્માને, કલ્યાણમિત્ર ગુણસેનનો યોગ થયો પણ તેના પ્રત્યે આદર-બહુમાન-ભક્તિને બદલે છેષ વર્ધમાન રહ્યો માટે તે આત્માનું સંસાર પરિભ્રમણ ખૂબ વધી ગયું. બ્રહ્મદત્તના પૂર્વભવ સંભૂતિના ભવમાં ચિત્ર અને સંભૂતિ નામના બે ભાઈઓ છે. વાણારસી નગરીમાં ચંડાળકુળમાં જન્મ્યા છે. વાણારસી નગરીનો રાજા શંખ. તેના અંતઃપુરમાં એક વખત તણખો ઝર્યો અને પોતાનો જ મંત્રી નમુચિ પોતાની પટ્ટરાણીની સાથે ભોગ ભોગવતો પકડાઈ ગયો અને રાજાનો પિત્તો સાતમા આસમાને ગયો. ચંડાળને બોલાવીને આજ્ઞા કરી કે આને જંગલમાં લઈ જઈ એના શરીરના ટુકટે ટુકડા કરી ચારે દિશામાં ફેંકી દો. અહો ! વિષયવાસના કેવી ખરાબ છે કે ઘુવડને તો દિવસે દેખાતું નથી પણ સ્ત્રીમાં લંપટ બનેલા કામાંધને તો રાત્રે કે દિવસે ક્યારેય દેખાતું નથી. કામાંધને સો સો યોજન સુધી બધું ઉજ્જડ અને વેરાન જ દેખાય છે. ગુજરાતીમાં કહેવત છે કે ““પાપ ફૂટે છે ત્યારે છાપરે ચડીને પોકારે છે.'' પકડાયેલો નમુચિ પોતાને બચાવવા ચંડાળને આજીજી કરે છે. નમુચિ વીણાવાદનનો સારી રીતે જાણકાર છે. એટલે ચંડાળ કહે છે કે જો તું મારા બંને દીકરાને વીણાવાદન શીખવાડે તો તને બચાવું. તારે મારા ઘરમાં ગુપ્તપણે રહેવાનું અને મારા બંને દીકરાને વીણાવાદનમાં તૈયાર કરવાના. જીવવા મળતું હોય તો કોણ ન સ્વીકારે ? નમુચિએ સ્વીકાર્યું. 2010_05 Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ એક માત્ર વીણાવાદનના લોભે ચંડાળ કેટલું સાહસ કરી રહ્યો છે ? એને એ પણ ખ્યાલ નથી આવતો કે કદાચ રાજાને ખબર પડી જશે તો મને પણ જીવતો નહીં છોડે. એટલું જ નહીં ક્યારેક મારા આખા કુટુંબને પણ મોતને ઘાટ ઉતારશે. વળી જે કામાંધ નમુચિ રાજાની રાણી સાથે વ્યભિચાર કરતાં અટક્યો નથી એ કાલે ઊઠીને મારું ઘર તો નહીં બગાડે ને ? ' પણ લોભ એવી ખરાબ ચીજ છે કે એ જ્યારે તીવ્ર બને છે ત્યારે જીવને આવા કોઈ નુકસાનને જોવા દેતી નથી. એને તો એક જ વિચાર છે કે મારા દીકરા વીણાવાદનમાં તૈયાર થઈ જાય. બંને દીકરાઓ વીણાવાદન શીખી રહ્યા છે. થોડા સમયમાં તૈયાર થઈ ગયા પણ કામાંધ નમુચિ અહીંયાં પણ સખણો ન રહ્યો અને એક વખત ચંડાળની ગેરહાજરીનો લાભ લઈ ચંડાળપત્નીની સાથે વ્યભિચાર કરી બેઠો. કોઈ કામ માટે બહાર ગયેલ ચંડાળ અડધેથી જ પાછો ફર્યો અને ઘરે આવતાં બારણાની ફાટમાંથી બંનેને વ્યભિચાર કરતાં જોયાં અને ચંડાળનો પિત્તો ફાટ્યો. દુષ્ટ, નાલાયક, કામાંધ ! મેં તને જીવતો બચાવ્યો. રાજાનું જોખમ વહોર્યું, ઘરમાં આશરો આપ્યો અને છતાં તે મારું જ ઘર બગાડ્યું. ચંડાળ કાંઈપણ કરે તે પહેલાં આ સાવધ જ હતો એટલે ચંડાળના પેટમાં એક લાત મારીને ત્યાંથી ભાગ્યો. પણ પોતાની પત્નીનો દુરાચાર ચંડાળ ભૂલી શકતો નથી તેથી બંનેના જીવનમાં સંઘર્ષ વધી ગયો. સંસાર ખારો થઈ ગયો અને આ રીતે બંનેને વારંવાર ઝઘડતાં જોઈને આ બંને દીકરાઓ ઘરમાંથી ભાગી નીકળ્યા. આવા ક્લેશમય વાતાવરણમાં કેવી રીતે રહેવાય ? આ બંને વીણાવાદનમાં કુશળ છે એટલે જ્યાં જ્યાં જાય ત્યાં લોકોને વીણાવાદન દ્વારા મુગ્ધ કરી દે છે. સારા સારા ઘરની કન્યાઓ, સ્ત્રીઓ તેમને સાંભળવા દોડે છે પણ ગામના લોકોને જ્યારે ખબર પડી કે આ ચંડાળ છે ત્યારે તેમને નગરની બહાર કાઢી મૂક્યા અને રાજાને વિનંતી કરી કે આ બંનેને નગરમાં પ્રવેશ કરવા દેવો નહીં. એક વખત કૌમુદી ઉત્સવ આવ્યો. લોકો બધા તેમાં જોડાય છે તે વખતે અનેક સંગીતકારો પોતાની કળા બતાવી રહ્યા છે ત્યારે આ બંને પણ પોતાની અંદરની વૃત્તિને રોકી શકતા નથી અને બુરખો પહેરીને ત્યાં વીણાવાદન કરવા લાગ્યા. તેનાથી બીજા સંગીતકારો ઝાંખા પડી ગયા. લોકો વિચારે છે કે આવા ગાયકો ગુપ્ત રહે તે કેમ ચાલે ? માટે બંનેનો બુરખો ખેંચી લીધો અને જ્યાં લોકોને ખબર પડી કે આ તો તે જ પેલા બે ચિંડાળો છે જેને આપણે કાઢી મૂક્યા હતા એટલે બંનેને સખત માર મારે છે અને ગામ બહાર કાઢી મૂકે છે. પોતે નિર્દોષ હોવા છતાં જ્યારે આ રીતે લોકો સખત માર મારે છે 2010_05 Page #392 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણમિત્રની ઉપયોગિતા ત્યારે આ વિચારે છે કે બસ ! અમને જીવવાનો કોઈ અધિકાર નહીં ! અમે નિર્દોષ અને વીણાવાદન દ્વારા લોકોને આટલો આનંદ આપતા હોવા છતાં એક ચંડાળકુળમાં જન્મ્યા તેનું આ ફળ ? કે લોકો અમને મારે ? તિરસ્કાર કરે ? હડધૂત કરે ? તો આ રીતે અપમાનિત જીવન જીવીને કરવું છે ? એના કરતાં મરી જવું શું ખોટું છે ? ૩૬૯ સંસારમાં માન-અપમાન, રાગ-દ્વેષ આ બધી ગાંઠો જ છે. આ ગાંઠોથી જ જીવ ભવોભવ દુ:ખ ભોગવે છે માટે જ જ્ઞાનીનું શાસન આ ગાંઠોને છોડવાનું કહે છે. સંસારમાં જેટલી ગાંઠ વધારે તેટલા સંક્લેશ વધારે. સાધુને નિગ્રન્થ કેમ કહ્યા ? જેના જીવનમાંથી આગ્રહો નીકળી ગયા છે. માટે તે ગાંઠરહિત હોય છે. સુખનું વેદન કરતા હોય છે. કદાગ્રહ, હઠાગ્રહ, સત્યાગ્રહ, પૂર્વાગ્રહ, મતાગ્રહ મઠાગ્રહ આ બધી ગાંઠો છે. મમત્વ એ પણ ગાંઠ છે. નામ, લિંગ, વેશના મમત્વને વરે તો તે ગાંઠ છે. ગાંઠ હોય તો સમકિત આવે ? ગાંઠ હોય ત્યાં રસ નહીં. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની પણ ગાંઠ છે. આવું જ દ્રવ્ય ફાવે, અમુક જ ક્ષેત્ર જોઈએ અમુક કાલ-ભાવની પ્રતિબંધતા તે પણ ગાંઠ છે. આ બધી ગાંઠો નીકળી જાય તો છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકનું નિગ્રંથપણું આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ આલંબન છે પણ આલંબનનો આગ્રહ એ ગાંઠ બની જાય છે. આલંબનની પ્રાપ્તિ કર્માધીન હોય છે તે વખતે અન્ય દ્રવ્યાદિનો આગ્રહ રાખીએ તો તે બંધનરૂપ બને છે. ગાંઠરૂપ બને છે. સંસારમાં ગાંઠ જ છે. ગાંઠ સિવાય કંઈ છે જ નહીં. જ્યાં ગાંઠ હોય ત્યાં સુખ નહીં. વાસ્તવિક સુખ ન હોય. ગાંઠ હોય અને સુખ હોય તો કૃત્રિમ હોય. ઔદિયકભાવનું સુખ હોય. આત્માના સુખમાં એક પણ ગાંઠ ન હોય. આ માન-અપમાન, રાગ-દ્વેષ, સંયોગ-વિયોગ આ બધી ગાંઠો જ છે. ગાંઠો હશે ત્યાં સુધી સંસારમાં ઊંચીકોટીનું સુખ નહીં અનુભવી શકશો. આજે આ બધાને સાચવવામાં, પાળવામાં, મનુષ્યભવ બરબાદ કરી રહ્યા છો. આ ચિત્ર-સંભૂતિના જીવને મરતાં પહેલાં પર્વત પર ચડી પડતું મૂકવા તૈયાર થયેલા ત્યાં જ પર્વત ઉપર મહાત્માનો સંયોગ થયો. મહાત્માનો ઉપદેશ મળ્યો કે તમે મરશો તો પણ કુસંસ્કારને માર્યા વિના મરશો તો ફરી એ કુસંસ્કાર ઊભા થઈ જશે. કુસંસ્કારોને મારવાને બદલે મરવાનું કેમ પસંદ કરો છો ? આ ભવમાં તો આટલો પરાભવ પામ્યા છો વળી આ ચેનલને જ ચાલુ રાખવી છે ? ગાંઠો નીકળી ગઈ હતી અને મહાત્માની વાણીથી ઉપશમ ભાવ પામવા માંડ્યા. મરવા માટે તૈયાર થયેલાએ ચારિત્ર સ્વીકાર્યું. મહાત્મા બન્યા. ચારિત્ર સ્પર્યુ. ઘોર તપ આદર્યો. વિહાર કરતાં પાછા 2010_05 Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ હસ્તિનાપુર આવ્યા. ત્યાં પેલો નમુચી મંત્રી હતો. ભાગીને અહીં આવ્યો અને અહીંયાં પણ મંત્રી સ્થાને હતો. નમુચીએ પોતાની માતાને ભોગવેલી “તે વાત આ સાધુઓ કહી દેશે એ બીકથી નમુચી વિચારે છે કે આ લોકોનો કાંટો કાઢી નાખું. શુદ્ર આત્મા બીજાને પણ શુદ્ર રૂપે જુએ છે. ધર્મબુદ્ધિ બિલકુલ નથી અને કષાયો ભારોભાર પડેલા છે તેથી જ્યાં બન્ને મહાત્મા કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા છે ત્યાં નમુચિએ પોતાના સેવકો દ્વારા તેમને ઢોરની જેમ માર મરાવ્યો અને આ જોતાં સંભૂતિ મુનિનો આત્મા ક્રોધના રવાડે ચઢ્યો અને ત્યાં જ પોતાને પ્રાપ્ત લબ્ધિનો ઉપયોગ કરી સેવકો ઉપર તેજોલેશ્યા ફેંકી એટલે સેવકો ભાગ્યા પણ આ જોઈને ચિત્રમુનિ સ્તબ્ધ થઈ ગયા. તેઓ વિચારે છે કે, “અરે ! આ શું ? આટલો જાલિમ કષાય ? પોતાને મળેલી લબ્ધિનો આ દુરુપયોગ ? ક્યાં મહાત્માઓની સમતા અને ક્યાં આ ક્રોધ ? અહો ! આ સંસારમાં કર્મના ઉદયની આ કેવી પરવશતા ?'' ભૂલ મોટા ભાઈએ કરી છે અને એના નિમિત્તે પોતે વૈરાગ્ય જ્વલંત બનાવી રહ્યા છે. ઉત્તમ આત્માઓની આ જ વિશેષતા છે કે ભૂલ બીજા કરે અને એના બળ ઉપર પોતે ધર્મ પામી જાય. ચિત્રમુનિ વિચારે છે કે આવી ભૂલ કદાચ મારાથી પણ થઈ જાય તે પહેલાં મારે અણસણ સ્વીકારી લેવું ઉચિત છે. પોતાના અણસણની વાત મોટા ભાઈ સંભૂતિમુનિને કરી એટલે એને લાગ્યું કે મારા માટે પણ આ જ ઉચિત છે એમ વિચારી બંને બાંધવ બેલડીએ હસ્તિનાપુરની બહાર અણસણ સ્વીકાર્યું. કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. ખુદ સનતકુમાર ચક્રવર્તી વંદન માટે આવે છે. પટરાણી વગેરે રસાલા સાથે વંદનાર્થે આવે છે. અસાવધાનીથી વંદન કરતાં સ્ત્રીરત્નના માથાના વાળની લટ અડી ગઈ. ખુબ મુલાયમ સ્પર્શ થવાથી સુખનો અનુભવ થયો. આટલો બધો આનંદ એમાં છે ? ચારિત્રથી ચૂક્યો. બુદ્ધિ ભ્રષ્ટ કરનાર ત્રીજા પ્રકારના કર્મનો ઉદય થયો. આ મિથ્યાત્વ ઉત્કૃષ્ટ વિઘ્નરૂપ બન્યું. એક કર્મ સુખ આપીને રવાના થાય છે. બીજું એક કર્મ દુઃખ આપીને રવાના થાય છે. ત્રીજું એક કર્મ બુદ્ધિ ભ્રષ્ટ કરીને રવાના થાય છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય બંને ભેગાં થવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ચારિત્ર મોહનીયના ઉદયે જીવ ચારિત્રથી ચૂકે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ઉદયે માર્ગથી ચૂકવાનું બને છે. આ ત્રીજા કર્મના ઉદયથી બહુ સાવચેત રહેજો. આજે આની સાયરન વાગી રહી છે. આજે આ ટી.વી. વીડીયો, ક્લબ, હેલ્થક્લબ, બીજું, ત્રીજું બધું તમારી બુદ્ધિને ભ્રષ્ટ કરનારી વસ્તુ છે. તમારા ધર્મને ફેઈલ કરી નાંખનાર છે. ચારિત્રનું સુખ અનભવ્યું છે, ચારિત્ર પામેલા હતા છતાં વિષયોની ઝણઝણાટી થઈ. બસ, ચૂક્યો. 2010_05 Page #394 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણમિત્રની ઉપયોગિતા ૩૭૧ અધ્યવસાય નીચે ઊતરવા માંડ્યો. સડસડાટ નીચે ઊતરી ગયા. સાતમું ગયું, છઠું ગયું, ઠેઠ નીચે ઊતર્યા અને નિયાણું કરી બેઠા. મેં કરેલા તપ-ત્યાગ ચારિત્રનું ફળ હોય તો ભવાંતરે આવા સ્ત્રી રત્નનો ભોક્તા બનું. ચિંતામણી વેચી કાચનો ટુકડો માંગ્યો. ઐરાવત હાથીના બદલામાં ગધેડો ખરીદવા જેવી મૂર્ખામી કરી. છટ્ટ ગુણસ્થાનકે જીવને સ્નેહરાગ હોય છે. આર્તધ્યાન પણ ક્વચિત્ આવી જાય છે. પણ ભાવના દ્વારા પાછા ઠેકાણે આવી જાય. સાવધાન થઈ જાય તેવી પરિણતિ મુનિની હોય છે. અહીં ઉત્કૃષ્ટ વિઘ્ન આવ્યું છે. તેનો જય કેવી રીતે કરવો ? ચક્રવર્તીનાં સુખ માંગી લીધાં. પોતાના નિયાણાની વાત લઘુ બંધુને કરી કે ભાઈ ! મારા જીવનમાં મેં સંકલ્પ કરી લીધો છે. હું હારી ગયો છું. તે વખતે બાજુવાળા ચિત્રમુનિ કલ્યાણમિત્ર બનીને સમજાવે છે. તમારા જેવા ત્યાગી, તપસ્વી આવી ભૂલ કરવા તૈયાર થયા છો તો પછી ક્ષમા ક્યાં જશે ? ધર્મ ક્યાં જશે ? સંતોષ ક્યાં રહેશે ? હજુ પાછા વળો, હજુ બચી જાઓ, હજુ વિચાર બદલી લો. પણ પેલાને સુખની ગાંઠ વળી ગઈ છે. એટલે ભાઈ મુનિના કહેવા છતાં નિયાણાથી પાછા ફરતા નથી આલોચના-પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થતા નથી. કલ્યાણમિત્રની સલાહને અવગણીને પોતાના આત્માને સંસારની ગર્તામાં ધકેલી રહ્યા છે. મહામૂલા ચારિત્રને વિરાધી રહ્યા છે. અણસણને પૂર્ણ કરી બંને આત્માઓ અંતે કાળ પામીને સૌધર્મ દેવલોકમાં ગયા, ત્યાંથી આવીને સંભૂતિમુનિનો જીવ આ જ ભરતક્ષેત્રના જંબૂદ્વીપમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી થાય છે અને ચિત્રમુનિનો જીવ રાજકુળમાં જન્મી ચારિત્ર લઈ અવધિજ્ઞાન પામે છે. ચક્રવર્તી થયા પછી બ્રહ્મદત્તને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તે જ્ઞાનમાં પોતાના પાંચ પાંચ ભવો પોતાના સાથી સાથેના જુવે છે. અને હવે પૂર્વભવના સાથી ઉપરના તીવરાગને કારણે હવે તેને મળવા ઝંખે છે તે માટે એક સમસ્યાપદ મૂકે છે. दासौ मृगौ मरालौ च चण्डालौ त्रिदशस्ततः આપણે બંને પહેલા ભવમાં દાસ એટલે નોકર હતા પછી મૃગ થયા પછી હંસ થયા પછી ચંડાલ થયા પછી દેવલોકમાં ગયા. આ સમસ્યાપદ જે પૂરશે તેને અડધું રાજ્ય આપીશ. પોતાના પૂર્વભવના સાથીને શોધવા માટે આ રીતે પ્રવૃત્તિ કરે છે. આ સમસ્યાપદને એક ખેડૂત ખેતરમાં બોલી રહ્યો છે. ત્યાં અવધિજ્ઞાની બનેલા આ મહાત્માએ તે સમસ્યાપદ પૂરું આપ્યું કે હવે છઠ્ઠા ભવમાં આપણા બંનેનો વિયોગ થયો છે અર્થાત્ તું ચક્રવર્તી થયો છું અને હું મહાત્મા છું તેથી આપણે છૂટા પડ્યા છીએ. ખેડૂતે બ્રહ્મદત્તની પાસે જઈને સમસ્યાની પૂર્તિ કરી. રાજા કહે - આ તારી પૂર્તિ નથી. કોણે પૂર્તિ કરી છે તે બોલ ? ખેડૂતે બનેલી હકીકત કહી 2010_05 Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ એટલે ચક્રી ઉદ્યાનમાં મહાત્મા પાસે આવ્યો. મહાત્માને જોઈને જ સ્નેહ ઊભરાય છે. અને તેમને ચારિત્ર છોડી આ સંસારનાં સુખો ભોગવવા કહે છે, આ રાજપાટ સ્વીકારવાની વિનંતી કરે છે. મહાત્મા સમજાવે છે કે જો, ચારિત્રના પ્રભાવે આપણે બંને દેવલોકમાં ગયા, ત્યાંથી મનુષ્યમાં આવ્યા છીએ માટે આ રાજપાટને છોડીને ચારિત્ર લેવું એ જ શ્રેષ્ઠ છે, પણ ચક્કી માનવા તૈયાર નથી. પૂર્વના ભવમાં કલ્યાણમિત્ર એવા તેમની સલાહને અવગણી છે એટલે આ ભવમાં તે જ કલ્યાણમિત્રનો યોગ થયેલો હોવા છતાં, તેમની પ્રત્યે અપાર રાગ હોવા છતાં, તેમ જ વિયોગમાં દુ:ખ અનુભવવાં છતાં એક કન્ડીશન ““તેમના વચનનો સહર્ષ સ્વીકાર” ખૂટે છે. માટે કર્મસત્તા બંનેનો વિયોગ કરાવે છે. કલ્યાણમિત્ર એવા ગુણિયલ આત્માઓની સાથે ભવોભવ સંબંધ જોડવો હોય તો, પહેલાં કહેલી ચારે શરતો સ્વીકારવી જોઈએ એક પણ ઓછી હોય તો ન ચાલે. આમ બ્રહ્મદત્તના જીવ સંભૂતિમુનિને દિમોહ તુલ્ય મિથ્યાત્વનો ઉદય થવા રૂપ ઉત્કૃષ્ટ વિપ્ન આવ્યું, તેનો જય તેઓ કરી શક્યા નહીં. પરિણામે સંસારમાં રખડવું પડ્યું. કલ્યાણમિત્રની સલાહને અવગણવા જેવું જગતમાં બીજું કોઈ પાપ નથી. આનાથી વિકાસનાં બધાં દ્વારા સ્થગિત થઈ જાય છે. પ્રવૃત્તિ નામના આશયમાં પ્રીતિ, પ્રેમ, આદર, બહુમાનથી પ્રવૃત્તિ અપેક્ષિત છે. એનાથી શુદ્ધ તાત્ત્વિક અહિંસાધર્મની સિદ્ધિ થાય છે. અહીં બાધક પરિણામ હોતા નથી. ભય હોય ત્યાં સિદ્ધિ નામનો આશય ન હોય, ત્યાં પ્રવૃત્તિ આશય જ હોઈ શકે. સ્વરૂપરમણતા આત્મસાત્ થઈ જાય, અનુષ્ઠાનમાં ઊતરી જાય, પોતે પોતાને પોતાનામાં અનુભવે તે સિદ્ધિ આશય છે. પ્રવૃત્તિ આશયમાં વિઘ્નો આવવા માંડ્યાં. તેનો જય કર્યો, બાધક ચિંતાનો ભય નહીં એવું સંસ્કરણ થાય, આનાથી આશયની શુદ્ધિ, વૃદ્ધિ થાય છે. દ્રવ્યક્રિયા એ માટીનો ઘટ છે. ભાવક્રિયા એ સુવર્ણનો ઘટ છે. માટીનો ઘડો તૂટે તો ઠીકરાં જ થવાનાં છે. અને સુવર્ણનો ઘટ તૂટે તોય નવો બની શકે છે. બંને ક્રિયાનો અંત છે પણ ભાવક્રિયાવાળો દેવલોકમાંથી ફરી મનુષ્યમાં આવશે. દ્રક્રિયાઓ તો દેવલોક આપીને ચરિતાર્થ થઈ જશે. દેવલોક આપી દીધો, સુખ ભોગવી લ્યો. પછી એકેન્દ્રિયના ખાડા પૂરો. ભૂંડમાં ચાલ્યા જાવ, ભંગડીના પેટે જાવ, કૂતરાના પેટે અવતાર લો. ભાવક્રિયાવાન તો દેવલોકમાં પણ વૈરાગી, વિષયોમાં ઉદાસીન બનીને રહે છે. ફરી મનુષ્યમાં જાય છે. ચારિત્ર લઈને આગળ વધે છે. 2010_05 Page #396 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિ સિદ્ધિ : પ્રણિધાનાદિ પાંચ આશયમાં સિદ્ધિ એ ચોથો આશય છે. ચોક્કસ પ્રણિધાનપૂર્વક કાળજી રાખી પ્રવૃત્તિ કરતાં જે જે વિનો આવે તેનો જય થવાથી સાધના સિદ્ધિરૂપે પરિણામ પામે છે. અહિંસા, ક્ષમા વગેરે ધર્મોની ખૂબ ખૂબ સાધના કરવાથી આત્મામાં અહિંસા, ક્ષમા વગેરે ભાવો આત્મસાતુ થાય છે. જેના પ્રભાવે ગમે તેવા વિપરીત સંયોગોમાં મુકાવા છતાં જીવને હિંસા, ક્રોધાદિના ભાવો ઊઠતા જ નથી. અહીંયાં ચંદનગંધ ન્યાયે ક્ષમાદિ સિદ્ધ થયેલા હોય છે. જેમ ચંદનને તમે કાપો તો સુગંધ જ આપે તેમ મહાત્માઓને ગમે તેવા ઉપસર્ગ પરિષહ આવે તો પણ તેમાં ક્ષમાદિની જ જ્વલંત પરિણતિ દેખાય. સિદ્ધિ નામનો આશય પ્રાપ્ત થયો છે તે જીવ જંગલમાં જાય તો પણ તેનાથી હિંસ જીવો શાંત થઈ જાય છે. જેમકે બળદેવ મુનિના જીવનમાં પોતે કૃષ્ણ વાસુદેવના મૃત્યુ પછી ઘણો કાળ શોકમાં વિતાવ્યો, પછી પોતાનો સિદ્ધાર્થ સારથિ જે ચારિત્ર પાળી દેવલોકમાં ગયેલ, તેણે પ્રતિબોધ કર્યો. ચારિત્ર પામ્યા અને અહિંસાદિની એવી સાધના કરી કે, હિંસક પશુઓ પણ તેમની આગળ માથું નમાવીને બેસી જતાં. દેવે પ્રતિબોધ કર્યો. ચારિત્ર લે છે. વાઘસિંહ, વરુ બધાં માંસાહાર છોડીને ઘાસ ખાતાં થઈ ગયાં. આ છે સિદ્ધિ આશય. એના અહિંસક પરિણામના પ્રભાવે આજુબાજુનાં હિંસક પ્રાણીઓ પણ અહિંસક બની જાય વિનિયોગ વિનિયોગ નામનો પાંચમો આશય છે. યોગની છઠ્ઠી કાન્તા દષ્ટિમાં હોય છે બીજા જીવોને અહિંસામાં જોડવાના છે. જે પામ્યા છે તે બીજાને આપવું. જૈનશાસન કહે છે પહેલાં પામો પછી આપો. અવિચ્છિન્ન પરંપરા માટે વિનિયોગ છે નિ:સ્વાર્થભાવે સ્વ-પરને ઉપકાર કરવા રૂપ વિનિયોગ આશયને જે સેવે છે તેનું ધર્મથી પતન થતું નથી અને સ્વયં ઉત્તરોત્તર આગળ વધે છે. તીર્થકરો સ્વયંસંબુદ્ધ હોય છે. તેમને કોઈને ગુરુ કરવા ન પડે. ગણધરોને પણ ગુરુ કરવા પડે છે. તીર્થકરોએ શક્તિ હોતે છતે આપવાનું જ કામ કર્યું છે. પૂર્વભવમાં વિનિયોગ આશય એવો પ્રગટ કર્યો છે કે તેઓ હવે સ્વયં ધર્મથી પડે જ નહીં. સાનુબંધ ધર્મ થતો જાય. શુભાનુબંધ થતો જાય. સંસ્કરણ પેદા થાય. તેનું ફળ દેવલોક, પછી મનુષ્યભવ – પછી સીધો મોક્ષ. જેણે ઘણું આપ્યું છે તેને લેવું ન પડે. પ્રણિધાન વિનાની પ્રવૃત્તિ પાવરફુલ 2010_05 Page #397 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ બની શકે નહીં. પ્રવૃત્તિ પાવરફુલ નહીં તો વિઘ્નજય થઈ શકે નહીં અને વિઘ્નજય કર્યા વિના સિદ્ધિ સંભવે નહીં. પ્રણિધાન વિનાની ક્રિયા માટીના ઘડા જેવી છે. તેમાં અંતે ઠીકરાં જ મળે. પ્રાયઃ કરીને પ્રણિધાન વગેરે પાંચ આશયો અહીં પ્રગટ થાય છે. પ્રાયઃ' શબ્દ કેમ મૂક્યો ? કારણ કે સમ્યક્ત્વીને જો કષાયોનો જોરદાર ઉદય થાય તો તે આગળ વધી શકતો નથી. ૩૭૪ કાન્તાદૃષ્ટિ कान्तायां तु ताराभा समान एषः अतः स्थित एव प्रकृत्या निरतिचार मात्रानुष्ठान शुद्धोपयोगानुसारि विशिष्टाऽप्रमादसचिवं विनियोगप्रधानं । गम्भीरोदाराशयमिति ! સ્થિરાદેષ્ટિમાં રત્નના પ્રકાશ જેવો બોધ હતો તે હવે વધીને તારાની કાંતિ જેવો છઠ્ઠી દૃષ્ટિમાં થાય છે, એના પ્રભાવે પાંચમી દૃષ્ટિમાં અનુષ્ઠાન સુંદર રીતે કરવા છતાં પણ પ્રમાદથી અતિચાર લાગવાનો ભય હતો. વિધિના પાલનમાં પણ કચાશ રહેતી હતી તે હવે અહીંયાં નીકળી જાય છે. આ દૃષ્ટિમાં દરેક ક્રિયા અંદરમાં વધેલી શુદ્ધિના પ્રભાવે સાહજિક થાય છે. તે તે ક્રિયા કરતાં પહેલાં તે તે ક્રિયાને અનુરૂપ વિકલ્પ કરવા પડતા નથી, જેમકે ચાલવાનો વખત આવે તો સહજ રીતે જ નીચું જોઈને જ ચાલે. બોલવાનો અવસર આવે તો સહજ રીતે જ હિત-મિત અને પથ્ય જ બોલાય. હું સમિતિ વગેરે બરાબર નહીં પાળું તો પાપ લાગશે. આજ્ઞાભંગ થશે. પ્રાયશ્ચિત્ત આવશે આવો ભય કે વિકલ્પો અહીંયાં હોતા નથી. આ દૃષ્ટિમાં જે કાંઈ કરાય તે શુદ્ધ ઉપયોગપૂર્વક જ કરાય છે અર્થાત્ દરેક ક્રિયામાં મનનો વિશુદ્ધ ઉપયોગ ચાલુ રહે છે, ચિત્તડામાડોળ થતું નથી. સ્ખલનાવાળું હોતું નથી કે સંકલ્પ વિકલ્પોથી ઘેરાયેલું હોતું નથી. વળી સાધના વિશિષ્ટ અપ્રમાદવાળી હોય છે. સામાન્ય પ્રમાદ એટલે નિંદા, વિકથા, વિષયરસ વગેરે આ બધું તો ન જ હોય. પરંતુ વિશિષ્ટ અપ્રમાદ એટલે જે ક્રિયા કરે તે ક્રિયાને અનુરૂપ ભાવનાને છોડીને બીજા કોઈ પદાર્થોની આતુરતા કે ઝંખના હોતી નથી. આ ક્રિયા ક્યારે પૂરી થશે. હજુ કેટલી વાર લાગશે વગેરે કોઈ જ વિકલ્પોની ધારા હોતી નથી. શરૂ કરેલી સાધના સહજ ગતિએ ચાલ્યા કરે છે. વળી આ દૃષ્ટિમાં વિનિયોગની પ્રધાનતાવાળો ગંભીર અને ઉદાર આશય હોય છે. કાન્તા નામની છઠ્ઠી દૃષ્ટિમાં આવેલો જે અનુષ્ઠાન કરે છે તે વિનિયોગપ્રધાન છે. પાંચમી દૃષ્ટિની રત્નની કાંતિ કરતાં છઠ્ઠી સૃષ્ટિની તારાની 2010_05 Page #398 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિ વિ. આશય ૩૭૫ કાંતિ ચડે છે. રત્નની કાંતિ ઘરમાં જ રહે પ-૨૫ માઈલ રહે. તારાનો પ્રકાશ તેથી વધારે. હજારો માઈલો સુધી પહોંચે છે. આ દૃષ્ટિનો બોધ સ્વભાવથી સ્થિરબોધ છે. ગીતામાં જે સ્થિતપ્રજ્ઞની વાત આવે છે તે અહીં ઘટે છે, ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, ઉદાસીન પરિણામ અહીં આવે છે. તારાનો પ્રકાશ ઉપદ્રવથી ઝાંખો થતો નથી. પાણીમાંથી તરંગો નીકળી જાય પછી પાણી કેવું સ્થિર, સ્વચ્છ અને નિર્મળ હોય છે. તેમ અહીં બોધ સ્થિર હોય છે. આ દૃષ્ટિમાં ચોથું, પાંચમું, છä ગુણસ્થાન આવી શકે છે. તીર્થંકરો ચારિત્ર લીધા પછી દેવલોકમાં જાય છે. અનુત્તર દેવલોકમાં ચોથું ગુણસ્થાનક હોય છે. પણ ત્યાં દૃષ્ટિ છઠ્ઠી હોય છે. કાન્તા દૃષ્ટિ હોવાથી પ્રાયઃ વીતરાગ અવસ્થા ત્યાં છે. તત્ત્વચિંતનમાં તેત્રીસ સાગરોપમના સમયો પસાર કરે છે. તેમની એક હાથની કાયા છે. કેવડું નાનું શરીર ? ૩૩ સાગરોપમનો કાળ પથારીમાં પસાર થાય છે. ફરવા નહીં જવાનું, ખાવાનું નહીં. કોઈની સાથે વાત નહીં કરવાની, છતાં સુખ કેટલું ? તમને બહાર નહી જવાનું હોય તો સુખ લાગે ? ઉપર ઉપરના દેવલોકમાં વિષયોની પ્રવૃત્તિ ઘટે છે તેમ તેમ સુખ વધે છે. વૈષયિક સુખોનો જે ભોગવટો છે તેને ““કાયિક પ્રવિચાર” કહેવાય છે, તે નીચેથી શરૂ કરીને પહેલા અને બીજા દેવલોક સુધી જ હોય છે પછી કાયિક પ્રવિચાર હોતો નથી. પહેલા અને બીજા દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિ હોય છે. આગળ ઉત્પત્તિ નથી હોતી પણ દેવી જઈ શકે છે. ત્રીજા-ચોથા દેવલોકમાં સ્પર્શનું સુખ છે તેનાથી જ તૃપ્તિ થઈ જાય છે. પાંચમા છઠ્ઠા દેવલોકમાં રૂપનું સુખ છે. રૂપ જોવામાત્રથી તૃપ્તિ થઈ જાય છે. સાતમા આઠમા દેવલોકમાં શબ્દનું સુખ છે પછીના અંતિમ ચાર દેવલોકમાં મનથી સ્મરણ કરે છે અને તૃપ્તિનો અનુભવ થાય છે. ઉપર ઉપરના દેવલોકમાં સુખની પ્રવૃત્તિ ઓછી અને છતાં સુખ વધારે. સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં છઠ્ઠી દૃષ્ટિ હોય છે. અહીં ગુણસ્થાનક ચોથું છે. દષ્ટિ કાન્તા છે. અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ છે અને અપ્રત્યા. પ્રત્યા. સંજ્વલન વગેરે કષાયોનો રસ તૂટી ગયો છે. તેથી તે કષાયો પ્રશસ્ત થયા છે. કષાયમાંથી રસ તૂટે ત્યારે ક્ષમાદિ ગુણો પ્રગટે છે અને રસની હાનિ થતાં કષાય કરવાનો ક્યારેક અવસર આવે તો તે પ્રશસ્ત કષાય હોય છે, કારણ કે આત્મા અંદરથી જાગ્રત છે. 2010_05 Page #399 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગનું સ્વરૂપ જોડેનું સતત અનુસંધાન છઠ્ઠી કાન્તા દૃષ્ટિનો બોધ તારાની કાંતિ જેવો હોય છે તે પ્રકૃતિથી અત્યંત સ્થિર હોવાથી આત્મા સહેજે સ્થિતપ્રજ્ઞ જેવો હોય છે. દરેક વિષયમાં તેની પ્રજ્ઞા પરિપક્વ બની છે. શુભ વિકલ્પના બળે અશુભ વિકલ્પો નીકળી જાય છે. શુભ વિકલ્પના બળે અશુભ વિકલ્પનો સૌ પ્રથમ હ્રાસ અને પછી નાશ કરવાનો છે. વિકલ્પ આત્મસ્વરૂપ નથી. પારમાર્થિક નિર્વિકલ્પાવસ્થા એ કેવળજ્ઞાન છે. સૌ પ્રથમ સમાધિમાં નિર્વિકલ્પ અવસ્થા આંશિક આવે છે. મંત્ર-તંત્રાદિથી બેભાન અવસ્થા, મૂચ્છિત જે છે તે મંત્ર-તંત્રાદિજન્ય છે અને નિદ્રામાં જે નિર્વિકલ્પ અવસ્થા છે તે કર્મજન્ય છે. મંત્રતંત્રાદિથી મૂઢ બનતાં અજ્ઞાનજન્ય નિર્વિકલ્પ અવસ્થા આવે છે. આ અજ્ઞાનનો નાશ ન થાય એટલે ફરી નવા વિકલ્પો ઊભા થાય છે. અધ્યાત્મ પામવું હોય તેણે સૌ પ્રથમ વિકલ્પો કાઢવા જોઈએ. વિકલ્પોના કારણે આત્માની ચંચળ અવસ્થા તરંગ અવસ્થા અસ્થિરતા આવે છે. પાણીમાં પત્થર નાખો ત્યારે પાણી હાલતું દેખાય છે. વાયુના કારણે પાણીની ચંચળતા જણાય છે. હાલમાં, ડહોળાઈ જતાં કચરો પાણીમાંથી બહાર આવે છે. ચિત્તવૃત્તિ, પરિણામ, અંત:કરણને ડહોળીને અસ્થિર બનાવવાનું કામ વિકલ્પો કરે છે. એક પણ વિકલ્પ ન ઊઠે એવી ચિત્તવૃતિ કેળવવી એ સાધના છે. ચિત્તવૃત્તિમાં સંસારના પદાર્થો જોઈને વિકલ્પો ઊભા થાય છે ? તરંગો ઊભા થાય છે ? આત્મામાં ચિત્ત જેવું તત્ત્વ જ નથી પછી તરંગો ક્યાંથી આવે ? ચિત્ત બન્યું કેમ ? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ અંતઃકરણ છે. અંત:કરણને સુધારો તેમ અહંકાર ઘટે, શુદ્ધિ વધે છે. બગડેલું અંતઃકરણ પરમાર્થથી સંસાર છે તેને સુધારવું એ ધર્મ છે. કષાયો નીકળતા જાય તેમ અંતઃકરણ સુધરે છે. કષાયો વધે એટલે અંતઃકરણ બગડે છે. અંતે તો અંતઃકરણનો નાશ કરવાનો છે. મતિજ્ઞાનના ઉપયોગને કેવળજ્ઞાનમાં કન્વર્ડ કરવાનો છે. અશુભમાંથી શુભમાં આવી શુદ્ધમાં આવવાનું છે. ઘાતકર્મનો ઉદયભાવ એ અશુભ છે. ઘાતકર્મનો ક્ષયોપશમ કરવાથી શુભ વિકલ્પો આવવાથી અશુભ વિકલ્પો દૂર થાય છે. અને પછી શુભમાંથી શુદ્ધમાં આવવાનું છે. ધ્યાનમાં વિકલ્પો નહીંવત્ હોય. સમાધિમાં વિકલ્પો હોય જ નહી. અશુભ વિકલ્પો નીકળી ગયા હોવાથી છઠ્ઠી દૃષ્ટિનો બોધ ઝાંખો નથી પડતો અને આત્માને અનુરૂપ, સ્વરૂપને અનુકૂળ શુભ વિકલ્પો આવે છે. આ દેષ્ટિમાં સ્થિતપ્રજ્ઞતા અને પ્રશાંતવાહિતા હોય છે. નદીનો પ્રવાહ શાંત રીતે વહી રહ્યો હોય અને કચરો દૂર થઈ ગયો હોય તેવી 2010_05 Page #400 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગનું સ્વરૂપ જોડેનું સતત અનુસંધાન ૩૭૭ નિર્મળ અવસ્થા અહીં હોય છે. પાંચમી દષ્ટિમાં સમકિત છે પણ અવિરતિનો ઉદય બળવાન બને, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય કષાય વૈષયિક સુખમાં પ્રવૃત્તિ કરાવે. જોકે સમકિતના કારણે અનંતાનુબંધીનો ક્ષયોપશમ હોવાથી વિષયો પ્રત્યે હેયની વૃત્તિ છે પણ સ્થિતપ્રજ્ઞતા નથી. ઔદાસીન્ય ભાવ આવે તો સ્થિતપ્રજ્ઞતા આવે છે. કષાય ઘટવાથી સ્થિતપ્રજ્ઞતા આવી શકે છે. બોધ સાથે ચારિત્રનો પરિણામ આવે છે. તત્ત્વચિની સાથે રમણતા આવે તો તત્ત્વસંવેદન આવે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્રનો અભેદ પરિણામ આત્માના આનંદ માટે જરૂરી છે. માટે ચૌદ પૂર્વીને પણ ધ્યાનમાં આવવું પડે. તો જ આનંદને લૂંટી શકે છે અને જો આવી રીતે વારંવાર ધ્યાન - સમાધિ વગેરેમાં ન રહે તો પ્રમાદને વશ થવાથી પતન થવાનો સંભવ રહે છે. પાતાળકૂવો સતત છલકાતો રહેતો હોય તો તેમાં પાણીની સરવાણી એ મૂળ કારણ છે તેમ આત્મા જે ક્રિયા કરે છે તેમાં કષાયની પરિણતિને મંદ કરવા વડે ધ્યાન અને સમાધિના આનંદને અનુભવી શકે છે. અહીં નિરતિચાર અનુષ્ઠાન હોય છે. કોઈપણ અનુષ્ઠાન અતિચારવાળું કેમ બને છે ? કષાયો નકામા વિકલ્પો પેદા કરવા વડે સાતિચાર અનુષ્ઠાન પેદા કરે છે. એક ક્રિયા કરતાં બીજી ક્રિયાનો વિચાર ન કરી શકાય. કષાયો લગભગ નીકળી ગયા છે અને જે કષાયો છે તે ડાહ્યા બની ગયા છે. કષાયો શાંત થઈ ગયા છે એટલે વિકલ્પો પેદા થતા નથી અને માટે અનુષ્ઠાન શુદ્ધ બને છે. જ્યાં સુધી દેહની મમતા છે, ઇન્દ્રિયોની મમતા છે, તેમાં હુંપણાની બુદ્ધિ છે ત્યાં સુધી અનુષ્ઠાન નિર્મળ બને નહીં. આપણા બધા અનુષ્ઠાનો સાતિચાર જ છે. ઘોર તપ-સંયમ દ્વારા કાયાની મમતા ન તોડીએ તો મોક્ષ દુર્લભ છે. જેને દેહના દર્શન થયા કરે તેને દેવના દર્શન કેવી રીતે થાય? દેહ અને દેવ બન્ને સાથે રહેલા છે. દેહને જોનારો દેવના દર્શન ન કરી શકે. દહેરામાં જાવ તો પહેલા દેવના દર્શન થાય છે કે દીવો કરવો પડે છે ? તેમ દેહ મંદિરમાં આત્મા-દેવના દર્શન કરવા હોય તો સૌ પ્રથમ સમ્યકત્વનો દીવો પ્રગટાવવો પડે છે. એનાથી અજ્ઞાનના અંધકાર દૂર થશે. જગતની સ્મૃતિ : બહુ ભયંકર છે. જે રીતે જગત ભુલાય તે રીતે તેને ભૂલવાનું છે. જગતની વિસ્કૃતિને જ મારે સમાધિ કહેવી છે. આત્માની સ્મૃતિને જ મારે સમાધિ કહેવી છે. જગતની સ્મૃતિ એ મોટું પાપ છે. આત્માની વિસ્મૃતિ એ મોટામાં મોટું પાપ છે. જગતને ભૂલવાનું છે. દેહાધ્યાસ બળવાન છે. માટે વિકલ્પોનું જોર ઘણું છે. આટલી આપણી નબળાઈ હોવા છતાં આપણાં કર્મો આપણને પશ્ચાત્તાપ પણ કરવા દેતા નથી કેટલી કમનસીબી છે કે આપણાં કર્મો હૈયાફાટ રુદન પણ નથી કરાવતા. કષાયોને તોડી સજ્જનતાને ઊભી કરવાથી 2010_05 Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ કલ્યાણ શક્ય બને છે. અનાસક્તતા મહાન છે. કાયાનો રાગ તોડવાથી અનાસક્તતા પ્રાપ્ત થાય છે. તમને વિકથા, નિંદા, પ્રમાદ, કષાય, કર્મની ભયંકરતા દેખાતી નથી. લૌકિક વ્યવહારો ઘટવા જોઈએ. વાતચીત વગેરે ઘટવું જોઈએ. વ્યવહાર નિશ્ચયમાં જવા માટે છે, જે વ્યવહારથી નિશ્ચયમાં જવાય તેટલો જ વ્યવહાર જરૂરી છે. નિષ્ઠયોજન વાણી, વિચાર, વર્તનથી અધ્યાત્મ નાશ પામે છે. મૌન વધવું જોઈએ. સ્થિરાસન થવું જોઈએ. દેહ - ઇન્દ્રિયના રાગ તોડવા માટે માનવ ભવ જ છે. બીજા ભાવોમાં ચારિત્ર નથી માટે રાગ તોડી શકાતો નથી. દિગંબરોને આત્મકલ્યાણ કરવું હોય તો આ સંસારમાં કોઈના પરિચયમાં આવવું ન જોઈએ. અને પછી દિગંબર અવસ્થા હોય તો તે નિંદનીય નથી. પણ આજે આ પરિસ્થિતિ રહી નથી. લોકમાં રહેવું હોય તો લોકમાં નિંદા રૂપ, જુગુપ્સા રૂપ ન બનવું જોઈએ. અધ્યાત્મમાં દેહાધ્યાસ બહુ પ્રતિબંધક છે. એક બાજુ દેહાધ્યાસ તોડવાનો છે અને બીજી બાજુ પક્કડો તોડવાની છે. ખોટી માન્યતાની પક્કડ ઘર કરી જાય તો પ્રન્યિ રૂપ બની જાય છે. દેહ-ઇન્દ્રિયોનો રાગ જેટલો તૂટે તેટલો તોડવાનો પ્રયત્ન કરવાનો છે. આજે એક મચ્છર પણ અસર કરી જાય છે. ઠંડી-ગરમી જેવી ચીજ પણ સહન નથી કરી શકતા તો દેહાધ્યાસ ક્યાંથી દૂર થાય ? પંચાસ્તિકાયમય જગત છે. પુદગલાસ્તિકાય એક પાર્ટ છે. જીવાસ્તિકાય એક પાર્ટ છે. ધર્મ, અધર્મ એક પાર્ટ છે. જીવ એ લોકાલોકપ્રકાશક જ્ઞાનમય હોવા છતાં આજે પગલાસ્તિકાયના એક અંશ રૂપ દેહમાં તેણે હુબુદ્ધિ કરી છે. એટલે આટલો (નાનો) થઈ ગયો. એટલે લોકાલોકપ્રકાશક જ્ઞાન ઢંકાઈ ગયું. રાજકુંવરી ઢેડને પરણે તો બીજે દિવસે શું કહેવાય ? ઢેડી ! પછી કયાં કામો કરવાનાં ? તેમ સત્ ચિત્ આનંદ પરમાત્મા સ્વરૂપી આત્મા આજે કોને પરણ્યો છે ? કોની સાથે છેડાછેડી બાંધી છે ? કોની સાથે સંબંધ બાંધ્યો છે ? છેડાછેડી બાંધી હોય ત્યારે જ્યાં પેલો ત્યાં પેલી - એમ જીવ સમ્યકત્વ પામે છે ત્યારે સ્વરૂપ સાથે છેડાછેડી થાય છે. સંસાર સાથે છૂટાછેડા થાય છે. આજે તમારે સંસાર સાથે છેડાછેડી છે. સ્વરૂપ સાથે છૂટાછેડા છે. સમકિતીને સાધ્ય સાથે છેડાછેડી છે. મોક્ષને પામીને જ રહું. દિનપ્રતિદિન સંસારના રાગને તોડીને જ રહું. તેનું જ્ઞાન શુદ્ધ ઉપયોગને અનુસરવાવાળું બન્યું. વિકલ્પો ઘટી ગયા. જે વિકલ્પો રહ્યા તે સ્વરૂપને અનુસરનારા જ રહ્યા છે. અંદરમાંથી વિકલ્પો નીકળી જાય એને પરમાર્થથી શુદ્ધ ઉપયોગ કહેવાય તેમ અહીં વિકલ્પો સ્વરૂપ તરફ લઈ જનારા છે તેને પણ ઉપચારથી શુદ્ધ ઉપયોગ કહેવાય. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો કહેવાય. પાંચમી દૃષ્ટિમાં ગ્રંભ્યિ ભેદાવા છતાં બીજા વિકલ્પોનું બળ હોવાના 2010_05 Page #402 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગનું સ્વરૂપ જોડેનું સતત અનુસંધાન ૩૭૯ કારણે શુદ્ધોપયોગ ટકતો ન હતો. પાંચમી દષ્ટિમાં શુદ્ધ ઉપયોગ ન હતો. શુભ ઉપયોગ હતો જ્યારે અહીં તો શુદ્ધ ઉપયોગ તરફ લઈ જનારા જ વિકલ્પો હોય છે. આ દષ્ટિમાં જીવને સામાન્ય અને વિશિષ્ટ અપ્રમાદ હોય છે. સામાન્ય અપ્રમાદ એટલે મનુષ્ય જીવનની એક એક ક્ષણ અતિઅતિઅતિ કિંમતી છે એમ જાણી નિદ્રા-વિકથાદિમાં આત્માને ન જવા દેતાં જ્ઞાનીઓએ બતાવેલા ત્યાગ-તપ-સંયમ–દાન–શીલ–પ્રતિક્રમણ-સામાયિક વગેરેમાં રહેવું તે સામાન્ય કક્ષાનો અપ્રમાદ છે. * તેમજ મતિજ્ઞાનના ઉપયોગને રાગદ્વેષમાં ન જવા દેતાં નિરંતર ઉપશમભાવમાં રાખવો-વિકલ્પોને ઊઠવા ન દેવા. કદાચ ઊઠે તો તે સ્વરૂપના સાધક વિકલ્પો જ ઊઠે તે વિશિષ્ટ અપ્રમાદ છે. આ દૃષ્ટિમાં પ્રશાંતવાહિતા હોય છે. “દેખીયે માર્ગ શિવનગરનો જેહ ઉદાસીન પરિણામ રે.” આ ઉદાસીન ભાવ દેઢતર બનતો જાય છે. જ્ઞાનના પરિપાકરૂપ શમ તેને સહજ બને છે. જ્ઞાનસારમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે, विकल्पविषयोत्तीर्णः स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः सः शमः परिकीर्तितः ॥ સ્વભાવનું આલંબન સદા રહેવાથી વિકલ્પની પરંપરા ઊઠતી નથી એવો જે જ્ઞાનનો પરિપાક તેને શમ કહેવાય છે. તીર્થંકર પરમાત્મા, છઠ્ઠી દૃષ્ટિમાં જ્યાં સુધી ગૃહસ્થપણામાં રહ્યા ત્યાં સુધી ગુસ્સો કર્યો ? એવું શોધી આપશો ! દેવલોકમાં પણ વૈરાગ્ય જ્વલંત બનાવ્યો છે. વૈરાગ્ય દાવાનળ બન્યો છે. પવન દીપકને બૂઝવી શકે છે પણ દાવાનળ તો પવનથી વધુ જ્વલંત બને છે એમ આ તીર્થકરના આત્માઓ વિષયોમાં વધુ જ્વલંત વૈરાગી બને છે. ભગવાને રાજ્ય ભોગવ્યું, લગ્ન કર્યા અને બીજી બાજુ તેમને યોગની છઠ્ઠી દષ્ટિ કહો છો તો કહો આ બધું કઈ રીતે ઘટે ? આના સમાધાનમાં સમજવાનું કે અહીં સાધકને ભૌતિક વિષયોમાંથી ભોગની વૃત્તિ અને સુખની બુદ્ધિ જ નીકળી ગઈ છે. નિકાચિત કર્મના ઉદયે સંસારની પ્રવૃત્તિ છે. અને પોતે અંદરથી અલિપ્ત છે, વિરાગી છે. આ જ વાતને વીતરાગ સ્તોત્રના બારમા પ્રકાશમાં હેમચંદ્રસૂરિ મહારાજે કરી છે. यदा मरुन्नरेन्द्रश्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम, विरक्तत्वं तदापि ते ॥ ४ ॥ હે ભગવાનું તમારા વડે આ સંસારમાં જ્યારે જ્યારે દેવ કે મનુષ્યના ભોગો ભોગવાય ત્યારે જગતના બીજા જીવોને એમાં રતિ અર્થાત્ આનંદ હોય છે પરંતુ પ્રભો ! આપને તો તે વખતે પણ મહા વિરાગીપણું જ હતું. 2010_05 Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આમ તીર્થંકર પરમાત્માએ સંસારના ભોગોને પણ ઉદાસીનભાવે જ ભોગવ્યા હતા. માટે તેઓને ત્યાં પણ કાન્તાદૃષ્ટિ હતી. શંકા : જો આમ તીર્થંકર પરમાત્માને ભોગ ભોગવતા પણ જ્વલંત વૈરાગ્ય જ હતો રાગાદિ ન હતા તો પછી પખીસૂત્રમાં મૈથુનના ચોથા આલાવામાં રાગેણ વા દોષણ વા લખ્યું છે. અર્થાત મૈથુનની ક્રિયા રાગથી કે દ્વેષથી જ થાય છે. અર્થાતુ આ ક્રિયા જ એવી છે કે આ ક્રિયા પહેલા કદાચ દ્વેષ સંભવી શકે પણ આ ક્રિયાકાલમાં તો રાગ જ હોય અર્થાત્ રાગ વિના આ ક્રિયા સંભવી શકતી નથી તે વસ્તુ કેવી રીતે ઘટે ? સમાધાન : મૈથુનની ક્રિયા એ રાગ વિના ન સંભવી શકે એ વાત સાચી છે તેમજ તીર્થંકર પરમાત્મા જન્મથી જ દાવાનળની જેમ જ્વલંત વૈરાગ્યવાળા હોય છે એ પણ એટલું જ સાચું છે. તીર્થંકર પરમાત્મા પરવાળાની જેમ ભોગ ભોગવે છે. પરવાળા જેમ બહારથી લાલ દેખાય છે પરંતુ અંદરથી તો ઉજ્વલ જ હોય છે તેમ પરમાત્માને ભોગ પહેલા જ્વલંત વૈરાગ્ય હોય છે ભોગની અનિષ્ટતાનો ખ્યાલ છે. અને ભોગ પછી પણ જ્વલંત વૈરાગ્ય હોય છે માત્ર ભોગ કાલે કર્મના ઉદયજન્ય વીર્ય ભળેલું છે. તેનાથી તે પ્રવૃત્તિ છે તેથી ભોગકાલે તે પ્રવૃત્તિથી યત્કિંચિત્ જે રાગ હોય છે તે આગળ પાછળના જ્વલંત વૈરાગ્યથી ભસ્મીભૂત થાય છે. જેમ અમૃતના કુંડમાં એક ટીપું લીંબડાનું નાંખીયે તો નિશ્ચયર્દષ્ટિથી તેમાં લીંબડાનો રસ હોવા છતાં વ્યવહારનયે તે અમૃતનો જ કુંડ કહેવાય છે તેમ અહીંયાં પણ વ્યવહારનયે પ્રભુ મહાવિરાગી કહેવાય. છઠ્ઠી દ્રષ્ટિમાં વિષયો એ સંસારમાં ખેચી જનારા છે. રાગ કરાવનારા છે, ઝાંઝવાના નીર જેવા છે આવું આક્ષેપકજ્ઞાન સદા રહેતું હોવાથી શુદ્ધિનો ક્ષય થતો નથી. અને તેથી ભોગ ભોગવવા છતાં ભોગમાં પરમાર્થની બુદ્ધિ નથી પરંતુ મૃગજળની જ બુદ્ધિ હોય છે. જેમ માણસને ખબર પડી જાય કે આ સ્થળે પાણી કે સરોવર નથી પરંતુ મૃગજળ છે - માયાજળ છે તો તેની વચ્ચેથી સ્કૂલના પામ્યા વિના પસાર થઈ જાય છે તેમ આ દૃષ્ટિમાં ભોગોમાં પરમાર્થબુદ્ધિ ન હોવાને કારણે ભોગ ભોગવવા છતાં તે લપાતો નથી અને સંસારને કાપીને આગળ વધી જાય છે. શ્રેણિકને ખબર પડી કે મારા રાજમાં ઉત્કૃષ્ટ પુણ્યશાળી શાલિભદ્ર છે તો મારે એને મળવું જોઈએ એમ વિચારી શ્રેણિક રાજા ત્યાં જાય છે. નીચેની સ્તર-જમીન સ્ફટિકમય છે છતાં તેને ભ્રમ થાય છે પાણી પાણી લાગે છે. ચળકાટના કારણે પાણીનો ભ્રમ થતાં ઊભો રહી જાય છે બુદ્ધિના નિધાન અભયકુમારે આ દશ્ય જોયું, તરત જ પરિસ્થિતિ જણાઈ ગઈ અને 2010_05 Page #404 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગનું સ્વરૂપ જોડેનું સતત અનુસંધાન ૩૮૧ ફટ દઈ વીંટી નાંખી. શ્રેણિકને સાચી વાત જણાતાં સડસડાટ ચાલી ગયા. બસ, આ જ રીતે વિષયોમાં સુખ નથી એવું સ્પષ્ટ જણાતાં સાધકની ભોગમાં રુકાવટ હોતી નથી. ભોગો આત્માને વિટંબના કરનારા છે તે આત્માનું સ્વરૂપ નથી. આમાં વાસ્તવિક સુખ હોતું નથી. આમ અનાસક્ત યોગી ભોગ વચ્ચે પણ નિરાળો રહીને આત્મસાધના સાધી શકે છે. અત્યારે ઉદાસીનતા ફળવાળો વૈરાગ્ય છે ઉન્મનીભાવ વિષયોમાંથી થયો છે તેથી ઈચ્છાના ઉચ્છદ રૂપ વૈરાગ્ય ચોથે ગુણસ્થાનકે ઘટી શકે છે. ચારિત્રની સાથે છઠ્ઠી દૃષ્ટિ ભળે છે ત્યારે વિષયો અસર કરી શકતા નથી અનંતાનુબંધી આદિ બાર કષાયનો ક્ષયોપશમ હોય છે. ચાર કષાય સંજ્વલનના બાકી રહે છે. ઔદાસીન્યભાવ હોય છે. અહીંયાં ભય હોતો નથી. સિદ્ધિ અહીં આવીને ઊભી રહે છે. પાંચમી દૃષ્ટિમાં પ્રણિધાન, પ્રવૃત્તિ છે પણ વિષ્ણજય નથી દુ:ખ આવે અને ભોગવી લઈએ તે દુ:ખ ભોગવ્યું ન કહેવાય પણ દુઃખ આવે સહન કરીને, નવા વિકલ્પો ન કરીને, નવાં કર્મો ન બાંધીએ તો દુઃખ ભોગવ્યું કહેવાય છે. આત્મા નિર્જરાનો સાધક બને તે રીતે દુ:ખ ભોગવવાનું છે. સ્વરૂપ સમજાયું, ગમ્યું, પણ કષાયો ઘટ્યા નહીં તો પાંચમી દૃષ્ટિ છે. સાથે ચારિત્રના ભાવ ભળે એટલે ઉપશમભાવ પ્રાપ્ત થાય છે. ઉપશમભાવપ્રધાન શાસન છે, ઉપશમભાવપ્રધાન ચારિત્ર છે. અંદરમાં ન ઠર્યા તો બધું ગાયને દોહીને કૂતરીને પાવા જેવું થાય છે. * રાગ - દ્વેષ, ઇન્દ્રિય, કષાય, પરિષહ અને ઉપસર્ગ આ છ પરિબળોને અરિહંત પરમાત્માએ નમાવ્યા છે માટે નમસ્કરણીય છે. * દુ:ખમાં કર્મનિર્જરાનાં દર્શન થશે તો અસમાધિ નહીં થાય અને સુખમાં પાપબંધના દર્શન થશે. તો સુખ પ્રત્યે આકર્ષણ નહીં થાય. - કાયામાં આવેલો ધર્મ મનમાં આવે જ એવો નિયમ નથી, પણ મનમાં આવેલો ધર્મ કાયામાં આવ્યા વિના ન જ રહે એ નિશ્ચિત વાત છે. 2010_05 Page #405 -------------------------------------------------------------------------- ________________ રાગએ વિતરાગતાની વિકૃતિ છે જ્યારે દ્વેષ એ રાગની વિકૃતિ છે રાગ ઊભો છે, રાગ એ સંક્લેશ છે. એ ચાલે ? ષમાં કશું સારાપણું નથી. નારકીમાં વૈષ સિવાય કશું નથી. દ્વેષમાં તો સુખની અનુભૂતિ જ નથી સુખનો એક અંશ નથી માટે નારકી મરવાની જ ઈચ્છા કરે છે, ઝંખના કરે છે. ટ્રેષમાં સંક્લેશ જ છે. દુઃખ, દુઃખ, દુઃખ જ છે. ઠેષ રાગમાંથી નીકળ્યો છે. રાગ વીતરાગતાની વિકૃતિ છે. વીતરાગતા પ્રેમ સ્વરૂપ છે. વીતરાગતામાં સુખ, સુખ ને સુખ છે ! વીતરાગમાંથી આનંદ અને પ્રેમ જ ઝરે. વીતરાગતામાંથી દ્વેષનો અંશ પણ ન ઝરે. દ્વેષ કરનાર સીધી દુર્ગતિની ટિકિટ ફાડે છે. દ્વેષમાં બિંદુ જેટલું સુખ અનુભવાતું નથી વીતરાગતાની વિકૃતિ રાગ છે વીતરાગતામાં સુખ, સુખ અને સુખ જ છે તેથી રાગ તેની વિકૃતિ હોવા છતાં તેનામાં કાંઈક વિકૃત એવું પણ સુખ અનુભવાય છે જ્યારે દ્વેષ એ રાગની વિકૃત્તિ છે એટલે તેમાં તો જરાપણ સુખ નથી. દા.ત. એકને ઠાંસી ઠાંસીને દૂધપાક પીવરાવો, બીજાને સુદર્શન પીવરાવો પછી બંનેને ઊલટી થાય તો તેમાં કંઈ ફેર ખરો ? પેલાની ઊલટીમાં મીઠાશનો કંઈક અંશ હોય છે. બીજાની ઉલ્ટીમાં કડવાશનો જ અંશ હોય છે આટલો રાગ અને દ્વેષમાં ફરક છે. દૂધપાકની ઉલટી જેવું સંસારનું સુખ તમને ગમી ગયું છે. તમે વિકૃતિ ઉપર જ જીવો છો એમાં વાંધો નથી પણ વિકૃતિને ઓળખતા નથી તે વાંધો છે. માણસ દુ:ખમાં ગમે તે ખાય, પણ જે ખાય તેને ઓળખે ખરો ને ? Àષ નિતાંત ખરાબ છે. તે કોઈ સંયોગમાં સારો કહેવાય જ નહીં. રાગ અપેક્ષાએ સારો છે. તેમાં ઘસાવાનું છે. મા દીકરાને જન્મ આપી રાગથી મોટો કરે છે. દ્વેષથી મારી નથી નાખતી. જો રાગ એકાંતે ખરાબ હોય તો રાગથી પાલન કરનાર કરતા કેષથી મારી નાંખનાર સારો કહેવાનો જોઈએ સંસાર આખો રાગ ઉપર જ ચાલે છે. કંઈ ને કંઈ રાગ તંતુ છે. નિઃસ્વાર્થ સંબંધથી જીવનારા તો વિરલા જ હોય છે. ગુરુ-શિષ્યના સંબંધમાં પણ રાગ હોય છે પણ ત્યાં કેન્દ્રસ્થાને આત્મહિત છે. સંસારમાં જે કાર્ય જુગુપ્સનીય ન હોય નિંદનીય ન હોય ત્યાં જીવ ભલે સ્વાર્થ ભાવે પણ અનુકૂળ રીતે વર્તે તો પુણ્ય જ બંધાય છે. માસ્વાર્થથી દીકરાને મોટો કરે, એને શાતા, સુખ આપે – જોકે તેમાં આશા છે કે મોટો થશે તો મને કામ લાગશે. અહીં લૌકિક કક્ષાનું પુણ્ય બંધાય છે. લોકોત્તર આશયથી દીકરાને મોટો કરે તો લોકોત્તર પુણ્ય બંધાય. મારા દીકરાને ભણાવીશ, સુસંસ્કાર આપીશ, ત્યાગી, તપસ્વી મહાસંત બનાવીશ. શાસનને સોંપીશ આવી ભાવનાથી 2010_05 Page #406 -------------------------------------------------------------------------- ________________ રાગએ વીતરાગતાની વિકૃતિ છે જ્યારે દ્વેષ એ રાગની વિકૃતિ છે ૩૮૩ લોકોત્તર પુણ્ય બંધાય છે. જ્યાં વૈરાગ્ય નથી ત્યાં રાગ છે. રાગ એ વિકૃતિ છે. જેમાં ફેરફાર થયા કરે તે વિકૃતિ કહેવાય છે. આમ ‘ષ કરતાં રાગ કાંઈક સારો હોવા છતાં શાસ્ત્રમાં રાગને અત્યંત ખરાબ કહ્યો છે. રાગમાં વૈષ કરતાં પ્રાયશ્ચિત્ત પણ વધારે કહ્યું છે તેનાં ત્રણ કારણો છે. (૧) કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ વસ્તુ ઉપર રાગ એક સરખો ટકતો નથી રાગનાં પાત્રો સતત બદલાય છે. રાગના પાત્રો હંમેશા બદલાયા કરે છે. જેમ તમને પહેલા નાના હતા ત્યારે મા ઉપર રાગ હતો પછી થોડા મોટા થયા. પૈસાની જરૂર પડી તો તે રાગ બાપ ઉપર ગયો પછી પરણ્યા એટલે પત્ની પર અને ઘરડા થયા એટલે પુત્ર ઉપર રાગ ગયો (૨) રાગમાં નિષ્ફળતા ન મળે એવું કદી બનતું નથી અને (૩) રાગમાં નિષ્ફળતા મળે ત્યારે દ્વેષ આવ્યા વિના રહેતો નથી. આ ત્રણ કારણે શાસ્ત્રોમાં રાગને અત્યંત ખરાબ કહ્યો છે પુદગલમાંથી રાગવિશેષ નીકળી જાય તે વિરાગ છે. પરમાત્મામાં રાગવિશેષ થાય છે તે ભક્તિ છે. રાગને ઓળખી શકવો મુશ્કેલ છે. તે ભસતો નથી પણ પાછળથી ફૂંક મારી મારીને કરડે છે એટલે તેનું કરડવું પણ મીઠું લાગે છે. દ્વેષ ઓળખી શકાય છે તે ભસતો કૂતરો છે. સીધો કાટે છે. ટ્રેષને શૂળની ઉપમા આપી છે. શૂળની વેદના વખતે જીવ ઊછળે છે. રાગને જ્વરની ઉપમા છે. તાવમાં જીવ શાંત પડ્યો રહે છે. ઓળખાતો નથી. સાધુને ગોચરી વાપરતા રાગ થાય તો ઉપવાસનું પ્રાયશ્ચિત્ત છે. તે વખતે ચારિત્ર અંગારા જેવું થાય છે અને દ્વેષ થાય તો આયંબિલનું પ્રાયશ્ચિત્ત છે તે વખતે ચારિત્ર ધુમાડા જેવું થાય છે. તમે તો રાગમાં જ બેઠા છો તમને આ દંડ હોય તો રોજના કેટલા ઉપવાસ આવે ? પચ્ચીસ-પચ્ચાસ ઉપવાસ તો સહેજે આવી જાય. જિનશાસનમાં જ્યાં ભૂલે ત્યાં આલોચના પ્રાયશ્ચિત્ત કહ્યા છે. જ્ઞાન-દર્શનચારિત્રના લોલીભૂત પરિણામ આવી ગયા, સિદ્ધિ થઈ ગઈ પછી વિનિયોગનો આશય આવે છે. પહેલાં તમે પામો, પછી બીજાને પમાડો. અમે આજે ઉપદેશ આપવા માંડ્યા પણ અમારે પણ વિચારવાનું છે કે અમે સ્વરૂપમાં કેટલા ઠર્યા છીએ ? ગંભીર ઉદાર આશય હોય તો વિનિયોગ સારો આવે છે. માર્ગના બોધ જ ગયો તો ફાયદા કરતાં નુકસાન થવાનો સંભવ છે. એવું હોય તો બીજાને પમાડવા કરતાં પોતે પામીને જ રહે તેમાં વધુ ફાયદો છે. ચારિત્રમાં શરૂઆતમાં ૧૫-૨૦ વર્ષ મૌનપણે જીવવા જેવું છે. પછી બહાર આવવું હોય તો ભલે આવો. તે પણ ઋણમુક્તિ માટે જેથી અભિમાન ને અવકાશ જ ન મળે. સાતમીદષ્ટિ - પ્રભા પ્રભા નામની સાતમી દૃષ્ટિમાં સૂર્યની કાંતિ જેવો બોધ હોય છે અહીં 2010_05 Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આત્મા ઉપરથી ઘણાં બધાં આવરણો નીકળી ગયેલાં છે. ચૈતન્યની શક્તિ ઘણી બધી બહાર નીકળી રહી છે. આવો સૂક્ષ્મ બોધ નિરંતર ધ્યાનનું કારણ છે. અહીં આવેલા મોટેભાગે ધ્યાનમાં વર્તતા હોય છે. કારણ કે ધ્યાનને બગાડનાર વિકલ્પો નથી ઊઠતા. ઊંચી કોટિની આત્મઅવસ્થા અહીં છે. વિકલ્પ ખરાબ છે એ વાત અંદરમાં આવે ત્યારે ઊંચી કોટીની દશા પ્રાપ્ત થાય છે સંસારી ગમે તેટલો સુખી હોય તો એના ચિત્તમાં શાંતિ, સમાધાન, સંતોષ, સમાધિ, તૃપ્તિ, સ્થિરતા નહીં હોવાની. કારણ કે અઢળક સંપત્તિ વચ્ચે પણ જીવને સંસારમાં નવા નવા વિચારો આવ્યા જ કરતા હોય છે. નવા નવા વિકલ્પો ઊઠ્યા જ કરતાં હોય છે. અશુભ વિકલ્પોથી ચિત્તવૃત્તિ બગડે છે. શુભ વિકલ્પમાં કેટલાક વિકલ્પો શુભ પુણ્યબંધ કરાવનારા હોય છે. અને કેટલાક નિર્જરા કરાવનાર હોય છે. તે વિકલ્પો આત્માને સ્વરૂપ તરફ લઈ જાય છે. માત્ર પુણ્યબંધ કરાવનારા શુભ વિકલ્પોથી રાજી થવાનું નથી. આગળ આગળની દૃષ્ટિ ચિત્તવૃત્તિ ખોલી નાખે છે. છઠ્ઠી દૃષ્ટિમાં શુભ વિકલ્પો હતાં અને નિર્જરાનાં સાધક હતાં. ઉપયોગ સ્વરૂપમાં જામવા માંડે પછી વિકલ્પો આવે તે સ્વરૂપ તરફ લઈ જનાર બને છે. સાતમી દૃષ્ટિમાં બોધ એટલો બધો સૂક્ષ્મ બન્યો છે કે બોધમાંથી વિકલ્પો નીકળી ગયા છે એટલે અહીં સતત ધ્યાન હોય છે. ધ્યેય રૂપ પદાર્થમાં એકાગ્રતા એ ધ્યાન છે. ખૂણામાં બેસીએ, પદ્માસન લગાવીએ આંખો મીંચીએ તો જ ધ્યાન આવે એવું નથી. પ્રશ્ન : આ દૃષ્ટિમાં જીવો આમ જ બેસી રહેતા હશે ? ઉત્તર : ના, સ્વાધ્યાય, અધ્યાપન, અધ્યયન, ઉપદેશાદિ જે કાંઈ ક્રિયા હાથમાં લે તેની સાથે ઉપયોગ ચોંટી જાય છે. અહીં વિકલ્પો નીકળી ગયા છે. કષાયો શાંત થઈ ગયા છે તેથી તે જે પ્રવૃત્તિ કરે તેમાં ચિત્તની સ્થિરતા સહજપણે આવી જાય છે. દરેક ક્રિયામાં ઉપયોગ સ્થિર બને તેને જ્ઞાની ધ્યાન કહે છે. પ્રવૃત્તિની શરૂઆતમાં અનુરૂપ વિકલ્પ હોય, પણ ઉપયોગ એમાં પકડાયેલો રહે. પ્રવૃત્તિ ચાલુ રહે છે. અને વિકલ્પો પ્રાયઃ નીકળી ગયા હોય છે. - પાંચમી દૃષ્ટિમાં તત્ત્વરુચિ હતી. કષાયો ઉપશાંત ન હતા, વિકલ્પો પણ ઊઠતાં હતાં. પ્રશમસાર સુખ હતું. છઠ્ઠી દૃષ્ટિમાં ખોટા વિકલ્પો નીકળી ગયા અને જે વિકલ્પો હતા તે શાંત અવસ્થા તરફ, ઔદાસીન્ય ભાવ તરફ લઈ જનારા શુભ વિકલ્પો હતા સાતમી દષ્ટિમાં વિકલ્પો નહીંવત્ છે. લગભગ નથી. અહીં ચિત્તવૃત્તિ ડહોળાયેલી નથી. તે તે ક્રિયા કરતાં ઉપશમનું સુખ અનુભવાય છે. આ દષ્ટિ ઉપશમભાવ પ્રધાન હોય છે. પંન્યાસ ભદ્રંકરવિજયજી મહારાજની ચિત્તવૃત્તિ બહુ શાંત 2010_05 Page #408 -------------------------------------------------------------------------- ________________ રાગએ વીતરાગતાની વિકૃતિ છે જ્યારે દ્વેષ એ રાગની વિકૃતિ છે ૩૮૫ હતી. મૈત્રીભાવથી, કરણાભાવથી તેઓ અત્યંત ભાવિત થયેલા હતાં તેથી ચિત્તવૃત્તિ શાંત–ઉપશાંત જ રહેતી. આ મૌલિક ચીજ છે. સુખ, શાંતિ, પ્રશાંતતા પોતાની ચીજ છે. સંસારમાં ચિત્તવૃત્તિ ડહોળાયેલી છે. તેથી જડનો – પરનો પુરુષાર્થ કરવા જીવ પ્રેરાય છે. જે આપણી ચીજ નથી એવી ચીજ પ્રાપ્ત કરવા જેવી લાગી, ભેગી કરવા જેવી લાગી,-આ કેટલો બધો પાપોદય છે ? તમે નક્કી કરો કે હવે ભૌતિક ચીજો માટે મારે મારા આત્માને બગાડવો નથી, કાળો કરવો નથી. ચિત્તવૃત્તિ ડહોળવી નથી. મનુષ્યભવ મોક્ષે જવા માટે છે. અહીં ઉપશમપ્રધાન સુખ હોય છે. અહીં જ્ઞાનયોગના સાધક શાસ્ત્રો સિવાયના બધા શાસ્ત્રો જરૂરિયાત વિનાનાં બની જાય છે. અંકિંચિકર લાગે છે. જે ચીજ મેળવવી હતી તે ચીજ મળી ગઈ છે. હવે શાસ્ત્રો ભણીને ઊંચી કોટિના તપ-ત્યાગ ક્રિયાઓ કરીને ઉપશમ ભાવ પામવાનો છે. આખરે તો સ્વરૂપમાં કરવાનું છે. આત્મા સ્વરૂપમાં કર્યો તો જ મોક્ષ નિકટ બનશે. આત્મા સ્વરૂપમાં ન ઠર્યો અને ગમે તેટલું કર્યું તેની કોઈ કિંમત નથી. તમને આટલાં વર્ષોના અનુભવ પછી પણ સંસારમાં કોઈ વિડંબના નથી લાગતી ? આત્માને મેં કેટલો બગાડી નાંખ્યો એવું નથી લાગતું ? અહીંથી નીચે ઊતર્યા પછી, પરલોકમાં ગમે ત્યાં ફેંકાઈ ગયા તો પછી કેટલા કાળે જીવ ઉંચે આવશે ? પરલોકમાં ઉપર આવવા માટે કેટલી મુશ્કેલી પડશે ? અશુભ વિકલ્પોને કાઢવા માટે “હું દેહથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમય આત્મા છું' આ એક જ વિકલ્પને તેલધારાની જેમ ઘૂંટ્યા કરો. અટક્યા વિના રાત-દિવસ આ એક જ સમ્યગુ વિકલ્પને ઘૂંટ્યા કરો. એનાથી ઘાતકર્મ ખપે છે ને ચિત્તની સ્થિરતા આવે છે. અધ્યાત્મ પામવા એક વિકલ્પને ઘૂંટો. સંસારને અનંતકાળથી ઘૂંટતા આવ્યા છીએ. “હું દેહ છું” એક દંડિયા મહેલ જેવો આ વિકલ્પ છે એને અનાદિકાળથી ઘૂંટીને અજપાજાપ રૂપે બનાવી દીધો છે. જાપ હોય તે બેઠાં બેઠાં કરવાનો હોય છે. પણ અજપાજાપ તો ઊંઘમાં, ખાતાં, બેભાન અવસ્થામાં ચાલુ જ હોય છે. અનંતાનંત પુદ્ગલપરાવર્તથી ચૂંટાયેલો જ છે. હું એટલે મણિભાઈ, શાંતિભાઈ આ ચૂંટવું નથી પડતું. કોઈપણ જાપ કરોડોની સંખ્યામાં કરો તો અજપાજાપ થઈ જાય છે. વસ્તુતઃ આત્મા એ જોનારો છે, જાણનારો છે. જે વર્તમાનમાં કરનારા રૂપે ભાસે છે. કરનારાથી જોનારાને જુદો પાડવો તેનું નામ અધ્યાત્મ છે. કરનારો અને જોનારો એક કેમ ભાસે છે ? આત્માની પાંચે ધાતુને દેહની સાતે ધાતુ એકમેક થઈ ગયા છે પુગલના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ 2010_05 Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ અને આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિર્ય આ પાંચ સાથે પાંચ મળ્યા. શરીરની સાથે આત્મપ્રદેશો મળ્યા. એમાં અજપાજાપરૂપે, “હું દેહ છું' એવો વિચાર ચાલુ થઈ ગયો. આ જાપ છૂટે તો આ ખીચડો થયેલો છે તે છૂટે. ધર્મક્રિયામાં જ ધર્મ છે એ આપણો ભ્રમ છે. ધર્મક્રિયા દ્વારા પ્રાપ્ત થતો ઉપશમભાવ એ જ ધર્મ છે અધ્યાત્મ મેળવવું હોય તો હું આત્મા છું, હું આત્મામાં છું. હું દેહમાં નથી. કષાયમાં નથી. હું ક્ષમાદિ ગુણોમાં છું. એવું સતત વિચારવું. આમાંથી ધ્યાન લાગે અને સ્વરૂપની પ્રાપ્તિ થાય. આજે આપણી આખી ચિત્તવૃત્તિ હું દેહ છું એ વિકલ્પથી એમાં રંગાયેલી છે એથી જે વિકલ્પો આવે તે મોટા ભાગે અશુભ જ આવે અને જો શુભ વિકલ્પો આવે તો તે પુર્યાબંધ જ કરાવે છે. “હું આત્મા છું' આ ઘૂંટાય પછી જે વિકલ્પો આવે છે તે નિર્જરા કરાવે છે. અત્યાર સુધી આપણે જે ધંધો કર્યો છે તે ખોટનો જ ધંધો કર્યો છે. લાભ થયો જ નથી. લાભ તો હવે કરવાનો છે. હવે તો આની પાછળ પડવું પડશે. ક્ષત્રિયની જેમ “કરેંગે યા મરેંગે' એવો દઢ સંકલ્પ કરો તો જ શૂરાતન આવે અને વિજય મળી શકે. હવે તો કર્મનો ભુક્કો બોલાવીને જ રહેવું છે. એવો દઢ સંકલ્પ કરવો જ પડશે. કારણ કે સંકલ્પ એ જ સિદ્ધિનું પાવરહાઉસ છે. અનંતજ્ઞાન, અનંત આનંદ એ આપણી મૌલિક સંપત્તિ હોવા છતાં આત્મામાં કર્મલૂંટારા પેસી ગયા છે. આપણા ઘરમાંથી આપણને “ગેટ આઉટ' કર્યા છે. આપણા ઘરમાં આપણો પ્રવેશ નહીં ! એ ઓછી કરુણતા છે ! તમારા ઘરમાં ગુંડા પેસી ગયા હોય અને તમને ઘરમાં જવા ન દે તેવી દશા આપણી છે. આ શરમજનક સ્થિતિ છે. આ વિડંબના નથી ? આ નાલેશી નથી ? ઘર તમારું અને માલિકી બીજાની ચાલે ? મોરારજીભાઈ કહે છે કે મૂર્ખાઓ ઘર બાંધે છે. અને ડાહ્યાઓ રહે છે. ભાડે આપવા માટે ઘર બંધાતાં હશે ? ઘર તે બાંધ્યું, મજૂરી તેં કરી, પૈસા તેં નાંખ્યા અને માલિક બીજાને બનાવ્યો. આમાં કંઈ બુદ્ધિમત્તા છે ? આપણા કરતાં ગાયો સારી કે સૂર્યાસ્ત થાય ને ઘર તરફ પાછી વળે છે. તમને જીવનની સંધ્યા દેખાતી નથી. ઘર યાદ આવે છે ? ઉપશમભાવ એ ઘર છે. આત્માનું ઘર છે. સંસારની કોઈ પણ ચીજની પ્રાપ્તિથી દુઃખનો અંત નથી, પારકી ચીજ ગમે તેવી મળે તોય રાજી થવા જેવું નથી. એનાથી રાજી થવું એ અજ્ઞાનતા છે. બહાર જે થવું હોય તે થયા કરે તમે ત્રણે યોગની સાધના કરવા માંડો. કાયાની સ્થિરતા અને વાણીનું મૌન એ ધ્યાન માટે ઉપકારી બને છે. મનથી કંઈ પણ ન વિચારવું. નિર્વિચાર, નિર્વિકલ્પ અવસ્થામાં રહેવું તે મનનું ધ્યાન છે. મનનું મૌન એ આર્યમૌન છે. મનને શાંત કરી દેવું, વિકલ્પો ન ઊઠવા દેવા, ઊઠે તો તરત શાંત થઈ જાય તે માટે સાધના કરવાની છે આપણા મતિજ્ઞાનના ઉપયોગમાં 2010_05 Page #410 -------------------------------------------------------------------------- ________________ રાગએ વીતરાગતાની વિકૃતિ છે જ્યારે દ્વેષ એ રાગની વિકૃતિ છે ૩૮૭ મોહ–અજ્ઞાન પડેલા છે માટે આઠ કર્મનો બંધ થાય છે. ઉપયોગમાંથી મોહ અને અજ્ઞાન નીકળતા જાય તો આઠ કર્મનો બંધ સુધરતો જાય. આપણે ઉપયોગમાં રાગાદિ ભાવોના વિકલ્પોને ઘૂંટીને ચિત્રામણ ઊભું કર્યું છે એનું જ નામ સંસાર. ચિતરામણ અને પ્રતિબિંબ એક ચિતારો હતો. શંકરે કહ્યું. મારું સુંદર ચિત્ર ચીતરી આપ. ચિત્રકારને પોતાની કળા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો. પણ શંકર રોજ નવાં નવાં રૂપો કરે. કેવી રીતે ચિત્ર દોરવું ? તે વિચારે છે કે મારી આખી જિંદગી હું ચીતરીશ તો પણ અંત નહીં આવે. તે વખતે નારદજીએ કહ્યું, એમ કર. શંકર આવે ત્યારે આરીસો સામે ધરવો. એની સામે આરીસાને મૂકી દેતાં દર્પણમાં જેવું છે તેવું જ રૂપ as it is પ્રતિબિંબ પડશે. ચિત્રામણ ચડે કે દર્પણનું પ્રતિબિંબ ચડે ? મતિજ્ઞાનએ ચિત્રામણ છે તે ડહોળામણ છે તે માટે તો કાગળ, પેન્સિલ, રંગ, સ્કેચપેન બધું જોઈએ. કેવળજ્ઞાન દર્પણ તુલ્ય છે ચિત્રામણને છોડીને દર્પણ જેવી પ્રતિબિંબિત જ્ઞાન અવસ્થા લાવવા માટેનો પ્રયત્ન તે ધ્યાન છે. ધ્યાનમાં બેય વિષયક સ્થિરતા આવે છે પછી ધીમે ધીમે નિર્વિકલ્પતા, આવે છે. આજે આપણે જે કરીએ છીએ તેમાં બહારનું સુધરતું હોય છે. અંદરનું બધું જ બગડે છે. સંસાર એટલે બહારનું જ સુધારવું, અને અંદરનું બગાડવું. આવું કરનારને બુદ્ધિમાન કહેવાય ? સંસારમાં બુદ્ધિમાન ગણાતો પણ આવું જ કરે છે ! એ છોડીને આત્માને કેન્દ્રમાં રાખીને એક પણ સદૂવિકલ્પને વારંવાર ઘૂંટ્યા જ કરીએ, તો તેમાં ઉપયોગ સ્થિર થાય. આખરે સમાધિ મળે. આ સ્થિતિમાં આવ્યા પછી અન્ય શાસ્ત્રો, છાપાં વગેરે તુચ્છ બને છે. આજે તો ૪૫ આગમનું જ્ઞાન ન હોય તો ચાલે પણ છેતાલીસમું આગમ–વર્તમાનપત્રની વફાદારી તો જોઈએ જ. આ દૃષ્ટિમાં આત્માને એકાગ્રતા હોવાથી વિકલ્પરહિત અવસ્થા હોય છે. તે સ્વરૂપમાં જ ડૂબેલો હોવાથી પરપદાર્થોના વિકલ્પની છાયા પડતી નથી. આ સમાધિ છે. જગતથી પર બની ગયો છે માટે જગતના પ્રસંગો અસર કરતા નથી માટે સતત ધ્યાન સમાધિમાં રહે છે. - તત્સંનિધી વરત્યાગ : આના સન્નિધાનમાં વાઘ–વરુ-સિંહ જે કોઈ આવે, તે તેઓને પણ તેટલા ટાઈમ પૂરતો વૈરભાવ-કષાયભાવ નીકળી જાય છે. તેઓ પણ ઉપશાંતભાવમાં આવી જાય છે. બીજા જીવો ઉપર પરોપકારભાવ હોય છે. વિનેયેષુ - શિષ્યોને ઔચિત્યભાવ હોવાથી પ્રેરણાદિ કરે છે. જે જે ક્રિયા કરે છે તેનું ફળ આવે. ક્રિયાની નિષ્ફળતા જ ન હોય. તે ઉપદેશ 2010_05 Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ આપે તોય, ચાલે તોય, સામે જુવે તોય, આંખ સામે આંખ મિલાવે તો ય વૈરભાવ નીકળી જાય છે. સામો આત્મા તેની દરેક ક્રિયાથી ધર્મ જ પામે એવી તેની ભૂમિકા હોય છે. ગુરુ પણ દૃષ્ટિપાત, શક્તિપાત, સ્પર્શપાત, અને ઉપદેશથી શિષ્યનું કલ્યાણ કરી શકે છે. ગુરુની દૃષ્ટિ પડે અને કલ્યાણ થઈ જાય. ગુરુના ચરણ સ્પર્શથી પણ કેટલાયનું કલ્યાણ થઈ જાય છે. ઉપદેશથી થતું કલ્યાણ તો પ્રસિદ્ધ જ છે. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદના માથે સંકલ્પના બળે હાથ મૂક્યો તો સ્પર્શમાત્રથી ગુરુની શક્તિનો શિષ્યમાં સંચાર થયો. તે માટે શિષ્ય ખાલી receptive સન્મુખ બનવું પડે છે. અને માટે જ ગુરુના ચરણોમાં નમસ્કાર કરવાનો આપણે ત્યાં વિધિ છે અને તે વખતે ગુરુ મસ્તકે હાથ મૂકે છે. પગ, હાથ, ચક્ષુ દ્વારા વધુમાં વધુ પગલો બહાર નીકળે છે. ઉપદેશ દ્વારા તો લાભ છે છે ને છે જ, દૃષ્ટિની સાથે દષ્ટિ મળે તો ય ન્યાલ થઈ જઈએ. આ દૃષ્ટિમાં રહેલ જીવ જે કાંઈ બોલે તે સાર્થક જ બોલે છે. આત્માની શુદ્ધિ વધે છે. વિચારથી, વચનથી, ઉચ્ચારથી એમ અનેક રીતે બીજાનું કલ્યાણ થઈ શકે છે. આવી શક્તિ ન હોય તેઓ પણ સ્વ–પરના કલ્યાણની કામનાથી ઉપદેશ આપી શકે છે. જ એક પાદરીની વાત છે. એ બાળક હતો. નાનપણમાં એક વાર પોતાની બેન જોડે પાપ થઈ ગયું છે. બધાને કહે છે હું બહુ પાપી છું. ઘરની બહાર નીકળી ગયો અને જંગલમાં નદી, નાળા, ઝાડ વગેરે પાસે પણ પોતાના પાપનું રુદન કરે છે. આજંદન કરે છે. આવી રીતે સાત વર્ષ પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું. એક વખત એક ટેકરી ઉપર તે ગયો. ત્યાં એક રક્તપિત્તિયો તેના ચરણનો સ્પર્શ કરે છે અને રોગ નીકળી જાય છે. રક્તપિત્તિયો સારો થઈ ગયો. મૈત્રી–પ્રેમ–વાત્સલ્યથી ભાવિત થયેલા આત્માને જે કોઈ સ્પર્શ કરે છે તેના રોગો નાશ પામે છે. જેને આખી સૃષ્ટિ પ્રત્યેની * આત્મીયતાનો ભાવ સ્પર્યો છે તેના શરીરમાંથી નીકળતા મેલ, ચંડિલ, માગું, સ્પર્શ વગેરે બધી જ ચીજો ઔષધિરૂપ બની છે. આ દૃષ્ટિનો આવો પ્રભાવ * એક વખત આનંદઘનજી મહારાજ બેઠા છે. એક સાધકે વર્ષો સુધીની સાધના પછી સુવર્ણરસ મેળવેલો છે. તેને થયું કે આ વસ્તુ હું કોઈ ઉત્તમ યોગ્ય આત્માને આપું અને એમ વિચારી એક શીશો ભરી પોતાના સેવક દ્વારા રસ મોકલ્યો. આનંદઘનજીએ તે રસ લઈને ત્યાં રાખ હતી તેના ઉપર નાંખી દીધો. પેલો માણસ તો દિંગ થઈ ગયો. આટલાં વર્ષોની મહેનત પછી મેળવેલી આ વસ્તુની આ દશા જોઈ પોતે ખિન્ન બની જાય છે, મહારાજ ! આ શું કર્યું ? તેના જવાબમાં આનંદઘનજીએ પેશાબ કર્યો તે શીશામાં પોતાનો પેશાબ ભરીને મોકલ્યો. સેવકે ત્યાં જઈને જે બન્યું હતું તે 2010_05 Page #412 -------------------------------------------------------------------------- ________________ રાગએ વીતરાગતાની વિકૃતિ છે જ્યારે દ્વેષ એ રાગની વિકૃતિ છે ૩૮૯ કહ્યું તે સાંભળી પેલા સાધકે શીશાને પત્થર પર પછાડ્યો અને ત્યાં જ પત્થર સોનાનો ટુકડો થઈ ગયો. આવી અભુત સિદ્ધિ જોઈ તે નમી પડ્યો. જગતના પ્રત્યેક પદાર્થો તૃણ જેવા માની અધ્યાત્મની પ્રાપ્તિ કરી છે. એની મસ્તી કંઈ ઓર જ હોય છે. તમે તો સંસારના પદાર્થો મળે કે ન મળે પણ તેમાં ખૂંચેલા છો વાંસમાં કીડો ભરાયો છે. બંને બાજુથી વાંસ બંધ કરી દો. પછી વાંસ સળગે. હવે બે બાજુથી આગ લાગી છે પછી પેલા કીડાને ક્યાં સુધી સુખ હોય ? સંસાર વાંસ જેવો છે. આ જીવ કીડા જેવો છે. જન્મ-મરણ બે ય છેડે છે તેની આગ લાગી છે. જીવની શી પરિસ્થિતિ થાય ? તે છૂટી શકે ? કેટલા વર્ષે આ સંસાર છોડવા જેવો લાગશે ? ભૌતિક સુખમાં પણ કોણ આગળ ? તમે કે અમે ? તમે ઘરે કેટલા શાક ખાવ ? અમને રોજ ઊંધિયું ખાવા મળે. આવવું છે અહીં ? ભૌતિક સુખની કોઈ વિશેષતા નથી. ભૌતિક સુખની પાછળ મરનારને પણ કંઈ મળતું નથી. અહીં સન્ક્રિયા અવંધ્ય હોય છે. ફળ મળે જ. તે અમોઘ હોય છે. અહીં આનંદ, આનંદ ને આનંદ જ હોય છે. નિર્જરા, નિર્જરા ને નિર્જરા હોય છે. તમારા ધંધામાં ups and downs આવે છે. ખોટ આવે છે. સંસારમાં મહેમાન થઈને રહે તે મોક્ષે જાય છે. સંસારમાં મહેમાન થઈને રહો છો ? મહેમાન કોને કહેવાય ? જે આવે ત્યારથી જવાની વાત કરે તેનું નામ મહેમાન. તમારે એને રાખવો પડે. એ તો જવાની જ વાત કરે. સંસારમાં આ મારું નથી. ઘર–શરીર પણ મારું નથી. શરીરથી માંડી બધી વસ્તુ પર છે – આ વિકલ્પ સતત ચૂંટાયા કરશે તે આગળ વધશે. (૧) બીજાને સુખી કરીને રાજી થાય એ ઉત્તમ. (ર) બીજાને સુખી જોઈને રાજી થાય એ મધ્યમ. (૩) બીજાને દુઃખી જોઈને રાજી થાય એ અધમ. (૪) બીજાને દુ:ખ આપીને રાજી થાય એ અધમાધમ. 2010_05 Page #413 -------------------------------------------------------------------------- ________________ આઠમીદદિ પરા આ આઠમી પરા દૃષ્ટિમાં ચંદ્રની ચાંદની સમાન બોધ હોય છે. સાતમી પ્રભાષ્ટિમાં સૂર્યના પ્રકાશ સમાન તેજસ્વી બોધ છે. અહીં બોધમાં શીતળતા, આલ્હાદકતા છે. અહીં વિકલ્પ નથી. આત્મા સ્વરૂપમાં જ ઠર્યો છે. સમાધિમાં જ રહે એટલે વિકલ્પ નથી, ગમે તે ક્રિયા કરે તો એકપણ વિકલ્પ ઊઠે જ નહીં તેનું નામ સમાધિ. અહીં મનનું સમાધાન થઈ ગયું છે, મનની અસ્વસ્થતા શમી ગઈ છે ઉપશાંત અવસ્થા ખીલી ઊઠી છે. મનનું કાર્ય વિચાર, ચિત્તની અસ્વસ્થતા, ચિત્તના વિકલ્પ અહીં નથી. કેવળજ્ઞાનની નિકટની અવસ્થા તે સમાધિ છે. હજી ઘાતી કર્મનો ક્ષય નથી. છતાં આટલો બધો આનંદ છે. તો કેવળજ્ઞાનનો આનંદ તો કેવો ય હશે ? સંસારમાં બીજું બધું મેળવશું તોય મજૂરી ઊભી છે. સંસારમાં મજૂરીનો અંત નથી ગુલામીનો અંત નથી, નાલેશીનો પાર નથી. ત્રાસનો સુમાર નથી, વિડંબનાનો અંત નથી. એનું નામ સંસાર છે. ઉપશમભાવ પામો તો મજૂરીનો અંત આવે છે. અહીં બધું ભેગું કરો. પાછું મૂકી ઘો, ચાલ્યા જાવ, નવું ઊભું કરો. આ જ સંસાર છે ને ? બાપાએ પરણાવ્યા એટલે પરણી બેઠા–એવું જ છે ને ? લાભ નુકસાનનો વિચાર કર્યો ? હું તો દરેક ભાઈ-બેનને કહું છું કે સ્કૂલ-કોલેજનું ભણતર પૂરું કર્યા પછી સીધા પરણી જવા કરતાં બે-ચાર મહિના સાધુ-સાધ્વી પાસે રહેવું જોઈએ. માત્ર જમવા જ ઘરે જવાનું, બાકીના બાવીસ કલાક તેમની જોડે રહેવું. વૈરાગ્ય થાય તો ભલે નહીંતર લગ્ન તો છે જ. પણ વૈરાગ્ય માટેની તક તો ઊભી રાખો. પ્રતિક્રમણાદિ ક્રિયા ચડવા માટે હતી. જેમ જેમ સાધનામાં આગળ વધવાનું બને છે તેમ તેમ નીચે નીચેની ક્રિયા ઘટતી જાય છે. આત્માનો આનંદ વધતો જાય છે. ધર્મ આવ્યા પછી કષાયો ઘટતાં જાય, વિકલ્પો ઘટતા જાય, પ્રવૃત્તિ ઘટતી જાય, લોકસંપર્ક ઘટતો જાય એ જ ચારિત્ર, ઉપશમભાવ આવતાં નીચે નીચેની ધર્મક્રિયા પણ છૂટતી જાય છે અને આત્માનુભૂતિ સ્પષ્ટ બનતી જાય છે. પ્રશ્ન : આવું કેટલા કાળે થાય ? ઉત્તર : તમને પૂછું કે કરોડપતિ કેટલા વખતે થવાય ? આનો જવાબ આપી શકાય છે ? જે ચીજ પુરુષાર્થને આધીન છે તે યોગ્ય પુરુષાર્થ કર્યા પછી મળે છે. અધ્યાત્મ પામવા માટેનો તલસાટ કેટલો વધારે છે ? તલસાટ જેટલો વધારે તેટલો પુરુષાર્થ વધશે. જ્ઞાન ઓછું ચાલે, ક્રિયા વગેરે બધું ઓછું ચાલે પણ તલસાટમાં ન્યુનતા ન ચાલે. ૧૫૦૦ તાપસના પ્રસંગમાં પણ તલસાટની મુખ્યતા રહી છે તેઓ ઇતર કૂળમાં જન્મ્યા હતા પહેલું 2010_05 Page #414 -------------------------------------------------------------------------- ________________ આઠમીદૃષ્ટિ પરા ૩૯૧ ગુણસ્થાનક હતું. જૈનધર્મ નથી મળ્યો પણ સાંભળ્યું કે કૈલાસ પર્વત અષ્ટાપદપર્વત કૈલાસનાથનાં જે દર્શન કરે છે તેને તે ભવે મોક્ષ મળે છે. સ્થૂલ કાયાથી ચડી ન શકાય માટે ઉપવાસ, છઠ્ઠ અને અક્રમની સળંગ તપસ્યા કરે છે. સૂર્યના પ્રકાશથી અચિત્ત થયેલું પાણી પીએ છે અને અચિત્ત થયેલ સેવાલ વાપરે છે. મરીને પણ તત્ત્વ મેળવવું છે. તત્ત્વજિજ્ઞાસા છે. તલસાટ છે. આ એક જ વિકલ્પ ઘૂંટ્યો છે કે કૈલાસનાથનાં દર્શન કરીને જ રહેવું છે. તેના પ્રભાવે સંસારની બધી ઈચ્છાઓ કચડી નાંખી છે, કાયાથી ઉપર ચડવાનો પુરુષાર્થ આદર્યો છે. મતિજ્ઞાનનો ઉપયોગ કેવો શુદ્ધ બન્યો છે માત્ર કૈલાસનાથના દર્શનનો અભિલાષ છે. પહેલા ગુણસ્થાનકમાં પણ દૃષ્ટિનો વિકાસ થઈ રહ્યો છે. કર્મના કચરા ભર્યા હોય છે તેથી સુધારો ખબર ન પડે. પણ અંદરથી સુધારો થઈ જ રહ્યો છે. આની લય લગાડો. સાધનામાર્ગમાં ખૂબ ધૈર્ય જોઈએ. નિરાશાવાદ ન જોઈએ. એક ચીજને મરણ સુધી વળગી રહો. અંતઃકરણ સ્વચ્છ છે, ભાવના સ્વચ્છ છે, તેને શુભનિમિત્ત સામે આવીને મળે છે. અંત સમયે સાધનાનો સરવાળો થશે જ. ઉપાદાન તૈયાર કરો તો નિમિત્ત સામેથી આવીને જ મળશે. આ નિશ્ચય છે. અને નિમિત્ત સારા મળે તો ઉપાદાન તૈયાર થાય-આ વ્યવહાર છે. આ બન્ને માર્ગ સાચા છે. કક્ષા પ્રમાણે તે ઉપયોગી બની શકે છે. અંદરના ચૈતન્યનાં દર્શન નથી થયાં ત્યાં સુધી જગત ચૈતન્યવંતું લાગે છે. જ્યાં અંદર ચૈતન્યનાં દર્શન થયાં એટલે આખું જગત મડદા જેવું લાગશે. પંદરસો તાપસનું ઉપાદાન તૈયાર થઈ ગયું એટલે તેણે નિમિત્તને લાવી મૂક્યું. આપણા કરતાં આ વ્યક્તિ મહાન છે. આ ભાવ સ્પર્શે એટલે નમસ્કાર સાચો બને છે. નમસ્કરણીય પ્રત્યે આદર અને બહુમાનથી ભાવનમસ્કાર બને છે. ગૌતમસ્વામી ઉપરથી આવ્યા, તેમના પગ પકડે છે, તમે જેમનાં દર્શન કર્યા તેનાં દર્શન કરાવો. ગૌતમસ્વામી કહે છે કે જીવતા કૈલાસનાથનાં દર્શન કરવાં છે કે મૂર્તિ રૂપે દર્શન કરવાં છે ? પેલાઓ વિચારમાં પડ્યા કે જીવતા કૈલાસનાથ પણ છે ? તો પછી તેમનાં જ દર્શન કરાવો. ગૌતમસ્વામીજી કહે છે પહેલાં પારણું કરો. પછી દર્શન કરાવું. પારણું કરાવે છે તેમની ખીરની લબ્ધિ જોતાં ૫૦૦ને થયું, ઓહો ! આવા ગુરુ ! આ શુભભાવના બળ ઉપર અંદરની કષાયની પરિણતિ કપાતી જાય છે. અંતે ગુરુ પ્રત્યેના અહોભાવની પરાકાષ્ઠા થતાં શુભમાંથી શુદ્ધમાં ચાલ્યા ગયા. છઠે, સાતમે અટક્યા નહીં. ક્ષપકશ્રેણીએ ચડી ગયા. વીર્ય પરાકાષ્ઠાનું ઊછળ્યું. બીજા ૫૦૦ને દૂરથી સમવસરણની ઋદ્ધિ જોતાં રસ્તામાં અને ત્રીજા ૫૦૦ને સમવસરણની નજીક આવતા પરમાત્માનો ઉપદેશ સંભળાતાં ક્ષપકશ્રેણી મળી છે. મૂળમાં એક વિકલ્પને ઘૂંટવાની તૈયારી હતી. મોક્ષનો તલસાટ હતો. 2010_05 Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ તલસાટ ક્યારે કહેવાય ? સંસારમાં નાલેશી જ દેખાય ત્યારે મોક્ષનો તલસાટ આવે. સંસારમાં જેને નુકસાન જ દેખાય, સંસારમાં કંઈ લાભ જ નથી. પાર વિનાનું નુકસાન થાય છે. આને છોડી દ્યો, એકાદ ધર્મને પકડી લ્યો તો આવતા ભવમાં તો જરૂર ક્ષપકશ્રેણી મંડાશે. જુઓ પર્યુષણ પર્વ આવે છે. ૮ દિવસ એકાસણાં-બેસણાં કરવાં છે ? એ.સી.ફ્રીઝ, ટી.વી.બંધ કરવાં છે ? જે કાયયોગનો ધર્મ કરવા તૈયાર નથી તેને મનોયોગનો ધર્મ ક્યાંથી આવશે ? આઠમી દૃષ્ટિમાં કોઈ ધર્મક્રિયા કરવાની રહેતી નથી. પરોપકારિત્વ અહીં જીવોને લાભ દેખાય તે પ્રમાણે પરોપકાર કરે છે. આત્મસ્વરૂપમાં રહીને પરોપકાર કરે છે. પહેલાં સ્વોપકાર પછી પરોપકાર કરે છે. જીવોનાં ભવ્યત્વ અનુસારે પરોપકાર કરે છે. અવધ્ય અર્થાત્ અમોઘ ક્રિયા હોય છે. જે ઉપદેશાદિની ક્રિયા કરે તે અવશ્ય સફલ જ થાય છે. આઠમી દૃષ્ટિમાં બિરાજમાન આવા આત્માનાં દર્શન પણ પુણ્યથી થાય છે. અધિક પુણ્યથી પરિચય પ્રાપ્ત થાય છે. અધિક પુણ્યથી વાર્તાલાપનો પ્રસંગ બને છે. અહીં સમાધિ છે. વિકલ્પો નથી. ઉપશમ પ્રધાન સુખ છે. આત્મા સ્વરૂપમાં ડૂબેલો છે. પદાર્થનું દર્શન છે. અસર નથી. પદાર્થદર્શન થવા છતાં પદાર્થની અસર ન થવી એ સમાધિ છે. પદાર્થ અસર મૂકે તો સમાધિ નથી. આજે સંસારી જીવો માટે તો મનને ક્રિીડા કરવાનું સ્થાન દેહ છે. રાત-દિવસ એને સાચવ્યા કરે છે. “દેહ એ સુખનું સાધન નથી.” પણ “દેહ એ ધર્મનું સાધન છે” એ વાત બરાબર બેસે ત્યારે ઊંચી કોટીનો ધર્મ થશે. શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય એ આત્માની શુદ્ધ અવસ્થા છે. પ્રશ્ન : એકથી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ છે અને પછીની ચાર દૃષ્ટિમાં સમ્યક્ત્વ છે તો આઠે દૃષ્ટિને સર્દષ્ટિ કેમ કહો છો ? ઉત્તર : સમ્યગૂ છે દષ્ટિ જેની એવા યોગીની આ આઠ દૃષ્ટિ છે. પ્રથમની ચાર દષ્ટિ એ પાછળની ચાર દૃષ્ટિને પામવાનું સાધન છે. છેલ્લી ચાર દૃષ્ટિ પામવા માટે એકથી ચાર દૃષ્ટિ પામવી એ અતિશય જરૂરી છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને આઠેને સમ્યગ્દષ્ટિ કહી છે. શેલડીમાંથી સાકર બને છે. તેની ૮ અવસ્થા છે. (૧) શેલડી (૨) રસ (૩) કાવો (૪) ગોળ. મિત્રાદિ ચાર જેવી આ અવસ્થા છે. (૫) ખાંડ (૬) શર્કરા (૭) મસ્યડી (૮) વર્ષોલક. સ્થિરાદિ જેવી આ ચાર અવસ્થા છે. શેરડી જ રસરૂપે પરિણમે છે, રસ કાવા રૂપે પરિણમે છે અને કાવામાંથી ગોળ થાય છે. પૂર્વ પૂર્વમાંથી ઉત્તર અવસ્થા પ્રાપ્ત થાય છે. ઉત્તરોત્તર રુચિ, તત્ત્વબોધ, જિજ્ઞાસા વગેરે વધે છે. શેલડીમાં જેમ મીઠાશ વધે છે. તેમ અહીં દૃષ્ટિમાં સંવેગરૂપમાધુર્ય વધે છે. સંસાર મારું સ્વરૂપ નથી એ પ્રતીતિ દઢ થતી જાય 2010_05 Page #416 -------------------------------------------------------------------------- ________________ આઠમીદૃષ્ટિ પર ૩૯૩ છે. અહીં કષાયની કડવાશ નીકળી જાય છે. સંવેગ માધુર્ય તીવ્ર તીવ્રતર બને છે. ઉપશમ ભાવનું સુખ અનુભવાય છે. અભવ્યો, દુર્ભવ્યો, ભારે કર્મી ભવ્યો, અચરમાવર્તી, જીવો, ચરમ યથાપ્રવૃત્તકરણ નથી પામ્યા તેવા જીવો, અપુનબંધકની પૂર્વેના જીવો–દષ્ટિની બહાર છે. સંવેગમાધુર્યની બહાર છે, મોક્ષાભિલાષ, મોક્ષની રુચિ તેઓને થતી નથી. પૂ. હરિભદ્રસૂરિ મહારાજ દષ્ટિના માધ્યમથી યોગનું સ્વરૂપ સમજાવે છે. આત્માને મોક્ષની સાથે જોડી આપે એવો મન-વચન-કાયાનો ધર્મ વ્યાપાર તે યોગ. મોક્ષની સાધના કરતાં આગળ વધવાનું છે. પહેલી, બીજી દૃષ્ટિમાં અલ્પ બોધ છે. માટે સંસ્કાર પડ્યા નહીં. અનાદિકાળથી પડેલા કષાયોના સંસ્કારોથી આત્મા વિષયોથી વાસિત બનીને ભવોભવ રખડ્યો છે. અનંતકાળથી રાગાદિ પરિણતિ સહજ છે, પ્રમાદ સહજ છે, તેમાં એકાગ્ર બનવું સહજ છે. હવે કષાયને બદલે ઉપશમ, પ્રમાદને બદલે અપ્રમાદ અને વિષયમાં અનાસક્તતાના સંસ્કાર ઊભા કરવાના છે. આ સંસ્કારો જેમ વધારે તેમ આત્મકલ્યાણ વધુ થશે. આ જીવ સંસ્કારવિહોણો મામૂલી ધર્મ કરીને અનંતીવાર દેવલોકમાં ગયો છે ત્યાં આસક્ત બન્યો છે અને ૬ મહિના આયુષ્યના બાકી રહે છે ત્યારે ઝૂરી ઝૂરીને મરે છે. સંસારમાં રખડે છે. પળેપળ ભયંકર જાય છે. સૂક્ષ્મ બોધના અભાવે જીવ જે પ્રવૃત્તિ કરે તેમાં રંગાઈ જાય છે. બોધભાવિત અનુષ્ઠાનને જૈનશાસન ધર્મ કહે છે. એકલું જ્ઞાન એકલી ક્રિયા પણ મોક્ષ અપાવવા સમર્થ નથી. તમે જેવું જાણો છો, સમજો છો એને અનુરૂપ શ્રદ્ધા ઊભી કરો. તેને અનુરૂપ હૃદયને કેળવો. ત્રણે કાળમાં બુદ્ધિથી મોક્ષ મળતો નથી, પણ હૃદયથી જ મોક્ષ મળે છે. બુદ્ધિ ઉપયોગી જરૂર બને છે પણ જો બુદ્ધિના માધ્યમથી જ મોક્ષ મળતો હોત તો અભવ્યનો મોક્ષ થઈ ગયો હોત. બુદ્ધિને બુદ્ધિ બનાવવાની છે, આ ન કર્યું તો આત્મા અનંત સંસારમાં રખડશે. જેટલો બુદ્ધિનો દુરુપયોગ કરીશું તેટલું ભવભ્રમણ વધશે. આ મનુષ્યભવમાં બુદ્ધિનો જેટલો દુરુપયોગ થઈ શકે તેટલો બીજે ક્યાંય થઈ શકતો નથી. અને જો મનુષ્ય બુદ્ધિનો સદુપયોગ કરે તો સંસારસાગર તરી શકે છે. એકલું બળ નુકસાન નથી કરતું. તેમાં દુર્બદ્ધિ ભળે તો ઘણું મોટું નુકસાન થઈ શકે છે. કહેવાતા ક્રૂર વાઘ, સિંહને પાંચ લાખ વર્ષનું આયુષ્ય હોય તો તે કેટલાને મારે ? બળ છે પણ બુદ્ધિપૂર્વકનો પ્લાન નથી એટલે સંખ્યાતાને મારી શકે, મર્યાદિત હિંસા કરી શકે. એક મનુષ્યને 100 વર્ષનું આયુષ્ય હોય તો કેટલાને મારી શકે ? હિટલરે ગેસ ચેમ્બરમાં ૬૦ લાખ યહૂદીઓને ગૂંગળાવીને એકસાથે મારી નાંખ્યા. બુદ્ધિતત્ત્વથી જે નુકસાન કરી શકાય છે તે એકલા બળથી નથી થતું. સિંહ મરીને વધુમાં 2010_05 Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ વધુ ચોથી નરક સુધી જઈ શકે છે અને મનુષ્ય મરીને સાતમી નરક સુધી જઈ શકે છે. મન અને બુદ્ધિને સન્માર્ગે નહીં વાળીએ તો મનુષ્યભવમાં ભાવિ નુકસાન છે. સિંહના જીવનની ખાસિયત છે. તે જંગલનો રાજા છે. ભૂખ લાગે નહીં ત્યાં સુધી પડ્યો રહે છે, સૂતેલો રહે છે, કોઈને કાંઈ કરે નહીં. એ ક્રૂર હિંસક, માંસાહારી ભલે પણ નિરર્થક હિંસા કરે નહીં. જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે જ હિંસા કરે છે. આ ઓછું જમા પાસું છે ? વળી નીકળે ત્યારે ગર્જના કરે છે એનો અર્થ શું ? – આ ઘોષણા છે કે જંગલનો રાજા સિંહ, હવે હું જાગ્યો છું, જે નાનાં પ્રાણીઓને ભાગવું હોય તે ભાગી જઈ શકે છે. પોતે નબળાનો શિકાર નથી કરતો. એના જેવા બળવાનનો શિકાર કરે છે તે પણ પીઠ પાછળ નહીં. પણ સામે ચાલીને, ખબર આપીને શિકાર કરે છે. સામી છાતીએ આવીને શિકાર કરે છે. આટલી બધી વિશેષતાઓ એમાં છે તે કંઈ જ ફળ ન આપે ? સારી નરસી યોગ્યતાઓ કર્મબંધના અધ્યવસાયમાં કારણ બને છે. તે હાથીને સામે બોલાવીને શિકાર–યુદ્ધ કરે છે. એને જીતીને ગંડસ્થળ પર ચડી બેસે છે પછી એને મારે છે. આ ક્રૂરતા એ નેગેટીવ પોઇન્ટ છે. પ્રામાણિકતા, વિશ્વાસઘાતનો અભાવ, વગેરે ગુણો સિંહને સાતમી નરક સુધી લઈ જતાં નથી તે બળનો દુરુપયોગ નથી કરતો. જેમ જેમ દૃષ્ટિ આગળ વધે તેમ બોધ-વીર્ય વધુ હોય છે, પ્રકાશ વધુ હોય છે. સઋદ્ધા સંગતો બોધ-તે દૃષ્ટિ છે. ખાલી શાસ્ત્રજ્ઞાનના કોરા બોધને દૃષ્ટિ નથી કહી. સમ્યમ્ શ્રદ્ધા પડેલી છે એવો જે બોધ-તે દૃષ્ટિ છે. એવો બોધ હૃદયને ભીનું કરે છે, ભાવિત કરે છે, જે બોધથી હૃદયની કર્કશતા અને કઠોરતા નીકળે છે તે બોધ દષ્ટિ કહેવાય છે. આપણે આપણા ઉપાદાનને તૈયાર કરવાનું છે. જે આત્માનો સંસારકાળ અધિક છે તે આત્મા ઉપાદાનને તૈયાર કરવા માટે દુર્લક્ષ્ય સેવે છે. આપણો આત્મા અહંકાર અને રાગાદિથી વાસિત છે અને વિષય–કષાય વગેરે બહારનું જે ગમે છે તે આંતરજાગૃતિનો અભાવ જણાવે છે. પદ-પ્રતિષ્ઠા-પરિગ્રહ એ આંતરજાગૃતિના શૂન્યત્વને આભારી છે. જેને બહારનું ગમે છે, બહારનો રસ છે તે અંદરથી ખાલી છે અને આત્મા ભીંજાય છે, પોતાના ગુણોમાં એકતાન બને છે, અંદરથી જેમ ભરાતો જાય છે તેમ તેમ બહારથી ખાલી થાય છે. બહારથી પૂર્ણ બનાતું જ નથી. અંદરનું ખાલીપણું બહુ ભયંકર છે. અંદરથી જે ખાલી થવું તેના જેવું એકે દુ:ખ નથી, તે બહારની ચીજોથી પુરાવા માગે તો તે નહીં બની શકે. બહારથી ભરાવાનો પ્રયત્ન કરનાર અંદરથી સવિશેષપણે ખાલી થતો જાય છે. તત્ત્વજ્ઞાનીના આ સમાધાનથી આપણે આપણી રુચિને રોજ માપતાં રહેવું જોઈએ. ચારિત્ર લીધા પછી કીર્તિની 2010_05 Page #418 -------------------------------------------------------------------------- ________________ આઠમીદૃષ્ટિ પરા ૩૯૫ કામના હોઈ શકે છે. સાધુ થયા પછી સાધુની આંખો સામે માન, પદ, પ્રતિષ્ઠા, યશ, શિષ્યવર્ગ, ભક્તવર્ગ રહેતો હોય તો આ પણ પરિગ્રહ છે. આવરણરૂપ છે. સાધુને શિષ્યમોહ એ દ્વિપદ પરિગ્રહ છે. તમને જેમ દ્વિપદ, ચતુષ્પદ, અપદ પરિગ્રહ રુપે છે તેમ સાધુને પણ શિષ્ય, ભક્ત, પુસ્તકનું અભિમાન હોય તો તે આવરણરૂપ છે. પરિગ્રહરૂપ છે. હું ક્યાં છું ? તે વિચારી અને હું જ્યાં છું તેને અનુરૂપ છું કે નહીં ? એ વિચારીને આત્માને તૈયાર કરવાનો છે. આ પણ સાધુનો એક સંસાર છે. ગૃહસ્થને પોતાના જીવનમાં પરિગ્રહ, પૈસા, પત્ની વગેરે જેમ પરિગ્રહ છે તેમ સાધુનો સંસાર છે. જેના જીવનમાં અધ્યાત્મનું લક્ષ્ય નહીં તેની પ્રવૃત્તિ સંસાર છે. કર્મયોગનું એક ભયસ્થાન છે કે પ્રવૃત્તિ કર્યા પછી તે તેમાં અતિશયપણે ચોંટી જાય છે. ત્યારે એ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. આત્મા અને પરમાત્માને પ્રતિસમય યાદ કરવાના છે. ભૂલવાના નથી અને આત્મા, પરમાત્મા બને તે માટે જે સાધના કરીએ છીએ તે કરીને પછી એ બધું ભૂલી જવાનું છે. તો મોક્ષ મળે. આજની પરિસ્થિતિ વધુ ગંભીર છે કે એક બાજુ આત્મા અને પરમાત્માને ભૂલી ગયા છીએ અને બીજી બાજુ જે પરોપકારાદિ કરવાનું છે તે કરતાં નથી. જેને આત્મા–પરમાત્માનું લક્ષ્ય નહીં અને પરોપકારાદિ કેન્દ્રમાં નથી તેને માટે દુર્ગતિ સહેલી છે. કર્મયોગ એવો કરો કે આત્મા પરમાત્માને ભૂલે નહીં. પરિઘમાંથી કેન્દ્ર તરફ જવું એ અધ્યાત્મ છે. કેન્દ્રમાંથી પરિઘ તરફ જવું એ સંસાર છે. કેન્દ્રમાં આપણો આત્મા છે. પરિઘ એટલે સારી નરસી બધી પ્રવૃત્તિ પરિઘ છે. પરિઘમાંથી કેન્દ્રમાં આવવાનું છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનમય, આનંદમય પરમાત્મસ્વરૂપ, એ કેન્દ્ર છે. પરિઘમાં જાવ તેનો વાંધો નહીં. પણ કેન્દ્રમાં જવાનું ભૂલો નહીં. પરિઘમાં જઈને કેન્દ્રમાં આવી જાવ. શુદ્ધિ વધતી જાય તેમ તેમ કેન્દ્રની નજીક આત્મા આવતો જાય છે. પરિઘની ઉપર જ રહેવું, ત્યાં જ ફરવું એ ચક્રાવો જ છે. શુભાશુભ પ્રવૃત્તિ એ પરિઘ છે. વિવેકી, સ્વરૂપને ભૂલીને કશું ન કરે, સ્વરૂપને પામવા માટે કરે તો આ શુભ પ્રવૃત્તિનો જ્ઞાનીઓ નિષેધ નથી કરતાં. જ્ઞાનીનો ઉપદેશ છે જે કાંઈ કરો તેમાં જગતને ભૂલો, જાતને ન ભુલો. આપણી દરેક પ્રવૃત્તિની પાછળ આત્મા પરમાત્માનું નિરંતર સ્મરણ રહેતું હોય. દરેક પ્રવૃત્તિમાં સ્વરૂપ સંકળાયેલું રહે તો અધ્યાત્મ આવે છે. અને જો અધ્યાત્મનો મેલ નથી, અધ્યાત્મની રુચિ નથી અને શુભાશુભ પ્રવૃત્તિ છે તે પરિઘ ઉપર જ છે. ખાલી પરિઘ ઉપર ફરે તેના જીવનમાં દૃષ્ટિ આવી નથી. એકાંતે અશુભ પ્રવૃત્તિમાં રમનારો અધ્યાત્મ નથી જ પામ્યો. શુભ પ્રવૃત્તિમાં પણ જો સ્વરૂપની 2010_05 Page #419 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ રુચિ ન હોય, સ્વરૂપની તાલાવેલી, તલસાટ ન હોય તો ત્યાં પણ અધ્યાત્મ નથી. ૩૯૬ હું આત્મા છું. જ્ઞાનાદિ ગુણમય છું. ચૈતન્ય તત્ત્વ છું. પરમાત્મા સ્વરૂપ છું–આ વાતને સતત ઘૂંટવાની છે, તો મિથ્યાત્વનો રસ નીકળશે. અનંતાનુબધીના રસને તોડવા માટે પરોપકારનું લક્ષ્ય કેળવવું પડશે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય જીવને આગળ વધવામાં અવરોધક બને છે. ધર્મ પામવા દેતા નથી. સમ્યક્ત્વની બે પાંખ છે (૧) કર્મયોગ (૨) જ્ઞાનયોગ. બેમાંથી જે એક યોગને વિસ્તારે તેને બીજી પાંખ મળે જ. જો સ્વરૂપનો પુરુષાર્થ ટકી શકતો નથી તો પરોપકારને કેન્દ્રસ્થાને લાવો. મેઘકુમારના જીવે હાથીના ભવમાં દયાદિ કેળવીને પરોપકાર કર્યો તો ખૂટતી બીજી કડી બીજા ભવમાં આવી મળી છે. મેઘકુમારે દયાના પરિણામ કર્યા ત્યારે અધ્યાત્મનો બોધ નથી. પણ નિઃસ્વાર્થ ભાવે દયાનો પરિણામ પ્રચંડ બન્યો છે. જાતનો ભોગ આપ્યો છે. પોતે શાંત, પ્રશાંત, ઉપશાંત ભાવે જાતનું વિલિનીકરણ કર્યું છે. આત્માના પરિણામ બગાડ્યા વિના કષ્ટમય જીવન જીવીને જાનફેસાની કરી છે. અનંતાનુબંધીના નાશનો પુરુષાર્થ કર્યો. આ હાથીના ભવની સાધનાએ બીજા ભવમાં રાજકુળ મળ્યું, સમ્યક્ત્વી માતા-પિતા મળ્યાં, નિરતિચાર ચારિત્ર પાળ્યું, ચારિત્રમાં ભવ્યાતિભવ્ય પુરુષાર્થ કર્યો, બાર વર્ષનું માત્ર ચારિત્ર પાળ્યું, કાયા તો સુકલકડી કરી નાંખી, માંસ લોહી સૂકવી નાંખ્યા, શરીરના રસકસ ખેંચી નાંખ્યા. હાથીના ભવમાં પહેલું ગુણસ્થાનક છે. ભલે ગ્રન્થિભેદ નથી થયો પણ મિથ્યાત્વને કેટલું બધું માંદું પાડ્યું છે ! પ્રાણના ભોગે સસલાને બચાવી દયાનું અનુષ્ઠાન કર્યું જે વિઘ્નો આવ્યાં તેને જીતી લીધાં. પ્રણિધાન વગેરે આશયો પણ ક્રમસર આવવા માંડ્યા. જે કાંઈ આવ્યું તે સહન કર્યું. પૂર્વના ભવોના કોઈ સંસ્કારો ન હોવા છતાં—આ વીર્ય એવું બળવાન બન્યું કે આવતા ભવમાં જ ગ્રન્થિભેદ થયો, સમકિત મળ્યું, નિરતિચાર ચારિત્ર પામીને યાવત્ નિકટમાં મોક્ષ પ્રાપ્ત કરશે. પૂર્વભવમાં ચારિત્રનો કોઈ અભ્યાસ ન હોવા છતાં તે તે અનુષ્ઠાનમાં રમતાં શીખ્યો હોવાથી સંસ્કારો દૃઢતર થતાં ગયાં. આપણે ઘણું કરીએ છીએ, પણ તે તે કરતાં બોધવીર્યને બળવાન નથી બનાવતા, આજુબાજુનું ભાન ભૂલીને ક્રિયામાં રંગાઈ નથી જતા. જ્ઞાન, દર્શન, ચારિત્રનું કોઈપણ અનુષ્ઠાન કરો તે કેટલી વાર કરો છો તે મહત્ત્વનું નથી, પણ કેવું કરો છો ? કેટલા. વીર્યથી કરો છો ? તે મહત્ત્વનું છે. દૃઢ સંકલ્પબળથી સંસારના પ્રણિધાનો તોડો અને ધર્મના પ્રણિધાનાદિ જોડો. જે બોધ દ્વારા ભાવિત થઈ જાઓ છો, પછી જે ધર્મક્રિયા કરો તેનાથી સંસાર નીકળી જાય છે. શ્રી સીમંધરસ્વામી ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે, અંદરથી 2010_05 Page #420 -------------------------------------------------------------------------- ________________ આઠમીદૃષ્ટિ પરા ૩૯૭ અક્રિય, લૂખો અક્રિય સાધે જે ક્રિયાજી, તે નાવે તિલમાત મદ અજ્ઞાન ટળે જેહથીજી તે નહિ નાણની વાત કૃપાનિધિ ! સુણ મોરી અરદાસ.” નિરસ, નિષ્ક્રિય બનીને જે ક્રિયા કરે છે તેની કિંમત નથી “મદ-અજ્ઞાન ટળે જેહથી એ ક્રિયાની કિંમત આંકી શકાતી નથી. તે તે ક્રિયાના કાળમાં જો વીર્ય ઊછળે તો બોધને રંગ્યો કહેવાય. પરિણત દૃષ્ટિથી રંગાયેલો બોધ હોય, તે તે ગુણોથી રંગાયેલા બોધથી ક્રિયાકાળે હૃદય એટલું બધું ભીંજાઈ ગયેલું હોય છે, આત્મા મુલાયમ બન્યો હોય છે. અને તેથી જ લેશમાત્ર પણ કઠોર પરિણતિ હોતી નથી. કષાય, આસક્તિ, અજ્ઞાન વગેરેનું જોર હટતું જાય છે. અકાળે કોઈ આપણું સ્વજન મૃત્યુ પામે ત્યારે તેનો આઘાત જબરજસ્ત હોય છે. તે બોલે તો કેવું બોલે ? તે વખતે હસી શકે ? તે વખતે પદાર્થમાં રતિ કેવી હોય ? અહંકાર કેવો હોય ? તે વખતે તમારે લાડવા ખાવા હોય તો ખાઈ શકો ? પેંડા–બરફી ખાઈ શકો ? સારું પહેરી શકો ? કદાચ પૂછેલાનો ઉત્તર આપવો પડે તો પણ તે ટૂંકામાં આપીને વાત સમેટી લે છે. આ જીવ સંસારની અસારતાથી ક્ષણભર પૂરતો રંગાયેલો છે. વિયોગથી ઊભા થયેલા દુ:ખથી રંગાયેલો છે. તેથી સંસારની ક્રિયા રસપૂર્વક નથી કરતો. બસ, આવી રીતે, આવી પરિણતિથી સમગ્ર સંસારમાં જીવવાનું છે આપણો મોક્ષ ન થાય ત્યાં સુધી આ રીતે જીવવાનું છે. પેલાને તો સ્વજન મૃત્યુ પામ્યો છે. તેનો વિયોગ સતાવે છે. અહીં તો આત્મા જ ગયો છે, આત્મા મરી ગયો છે. પરમાત્મા સ્વરૂપ આત્મા મરી ગયો છે. તેનો વિયોગ સતાવે છે ? આત્મા દબાઈ ગયો છે. ચૈતન્યની અનુભૂતિ પાસે આખું જગત મડદા તુલ્ય છે. જેનો વૈરાગ્ય ઊંચો છે તે ખાઈ શકતો નથી, પી શકતો નથી, કોઈની સાથે મન દઈને બોલી શકતો નથી. તેને પરમાત્માનો વિયોગ સતાવે છે. પરમાત્માની રુચિ સતત રહેવી જોઈએ. પ્રભુને પામવા માટે જ મનુષ્યભવ છે. તેનું અનુસંધાન છૂટવું ન જોઈએ. કરોડોની સંપત્તિ ભેગી કરવા માટે આ ભવ નથી મળ્યો. ચક્રવર્તીએ છ ખંડ ભેગા કર્યા. ૩૨,૦૦૦ મુગુટબદ્ધ રાજાઓ છે, ૧,૯૨,૦૦૦ સ્ત્રીઓ છે. હાથી, ઘોડા, રથ, પાયદળ, વગેરે બધું છે. મૃત્યુ વખતે કોઈ સાથે જતું નથી. એકલાને મરણશય્યા પર પોઢીને જવું પડે છે. આ સત્ય સમજાઈ જાય તો જીવ વિવેકી બને. પહેલી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ ઘટતું જાય છે. અનંતાનુબંધીનો રસ તૂટતો જાય છે. આગળ આગળની દૃષ્ટિમાં સ્વરૂપની રુચિ તીવ્ર બને છે. સ્વાર્થવૃત્તિ ઘટતી જાય છે. સંકુચિતતા ઘટતી જાય છે. ને સમ્યકત્વ સ્પર્શતાં 2010_05 Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ તો દેહ પણ પોતાનો દેખાતો નથી પછી તેને કયા પદાર્થો પોતાના દેખાય ? પર પદાર્થને મારા તરીકે જોવા, માનવા, બોલવા એ આસક્તિ છે. જે પોતાના નથી તેને મારા માનવા પડે બોલવા પડે તો તે વખતે જીભ કપાતી હોય એવો અનુભવ થાય. દિવસમાં કેટલી વાર મારી પત્ની, મારા પૈસા બોલો છો ? સાધનામાં આગળ વધવું હોય તો “હું, મારું, મેં, મને,” આ ચાર શબ્દો ઉપર કન્ટ્રોલ મેળવો. આ ચાર શબ્દોનો પ્રયોગ ન કરવો. મનમાં ભલે આવે એને પછી અડીશું. તરસ લાગે તો મને તરસ લાગી એમ નહીં બોલવાનું. પણ રસિકભાઈને તરસ લાગી છે એમ બોલવું. ચોવીસે કલાક બોલવામાં, વિચારમાં આ સંસ્કાર પાડો. રસિકભાઈ ખાઈ રહ્યા છે, તેને હું જોઈ રહ્યો છું, રસિકભાઈનું માથું દુ:ખે છે. હું તેને જોઈ રહ્યો છું. આમાં પાગલ જેવું લાગશે પણ એવું નથી. આવી રીતે બે વર્ષ જીવો. જુઓ તમને એવા સંસ્કાર પડશે કે તમને બધા પર્યાયો પર લાગશે. તમને લોકો પણ કદાચ ગાંડા કહેશે. પણ પછી તમે ડાહ્યા બનેલા હશો. જે પદાર્થ મારો નથી અને મારું કહેતાં શરમ નથી આવતી ? આ ચાર શબ્દો ન બોલવાથી અનેરી મજા આવશે. મિથ્યાત્વસૂચક અહંકાર અને મમત્વને નાથવાની આ પ્રક્રિયા છે. ગાંઠને ઘા લાગવો જોઈએ. ગાંઠનું પહેલાં ફ્રેક્ટર કરો. જે ધર્મ તમે કરો છો, તેનાથી ગાંઠ પર ઘા લાગતો જ નથી. આમાં કંઈ અઘરું નથી. પરલોકનો ભય, દુર્ગતિનો ભય, પરમાધામીની પીડા દેખાતી નથી. બાકી કંઈ અઘરું નથી જ. આત્મા જાગે છે. મુમુક્ષુ બને છે ત્યારે બધો માર્ગ સીધો દેખાતો જાય છે. તેમાં કોઈ વિડંબના લાગતી જ નથી. એક માણસ જેનાથી વારંવાર હેરાન થતો હોય એને મૂળમાંથી સાફ કરવાનું મન થાય છે. એપેન્ડીક્ષનો દુઃખાવો રોજ થતો હોય તો ઓપરેશન કરીને નિર્મૂળ કરાવો છો અને પછી કાયમી શાંતિ મળે છે તેમ એક વાર આ ભવમાં આવા સંસ્કારો દઢપણે પડી જાય છે પછી ભવોભવ ચાલ્યા કરે છે. પણ વૈરાગ્ય નથી. તેની ખામી છે. તેનાં આ બધાં તોફાન છે. વૈરાગ્ય જાગ્યા પછી સંસારની કોઈ પ્રવૃત્તિ થતી જ નથી, ચારિત્રની પ્રવૃત્તિ એક કરવાની બાકી રહે છે. સારા સંસ્કારથી આત્માને ભાવિત કરો. શાસ્ત્રમાં ઘણાં દૃષ્ટાંત આવે છે કે સંસ્કારોથી કેટલું પરિવર્તન આવે છે. જ શીતલાચાર્ય રાજા છે. દીક્ષા લીધી, ઉચ્ચ કોટીનું ચારિત્ર પાળે છે. શીતલાચાર્યની બેન રાજાને પરણેલી છે. ચાર છોકરા થયા. ઘોડિયામાં સંસ્કાર આપે છે. હીંચોળે હીંચતા બોલે છે તમે મોટા થજો અને તમારા મામાની જેમ ચારિત્ર લઈ આત્મકલ્યાણ કરજો. મદાલસા એક સન્નારી છે એને પોતાના જીવનમાં પરણવાની ઇચ્છા 2010_05 Page #422 -------------------------------------------------------------------------- ________________ આઠમીદૃષ્ટિ પરા ૩૯૯ નથી પણ જ્યારે પરણવાના સંયોગો આવ્યા ત્યારે પતિ સાથે નક્કી કર્યું છે કે જે સંતાન થશે તેના ઉપર હક્ક મારો રહેશે. પતિએ સ્વીકાર્યું છે પછી પોતાને જે બાળકો થયાં તેને ઘોડિયામાં સંસ્કાર આપે છે. બ્લોગતિ, વૃદ્ધો:સિ. નિરંજનનોગતિ, સંસરિયાપરિવર્તિતોગતિ આવી માતા એ વાસ્તવિક માતા કહેવાય છે. (મદાલસા અને શીતલાચાર્ય બંને જુદા છે મદાલસાનું તો વચ્ચે પ્રસંગોપાત સૂચન કરે છે.) “ “જનની જણ તો ભક્તજન, કાં દાતા કાં શૂર, નહીંતર રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર'' શીતલાચાર્યની બેન પોતાના ચારે દીકરાને કહે છે તમે મોટા થજો, મામાની જેમ ચારિત્ર લેજો. આમ સંસ્કાર આપ્યા. ચારે મોટા થઈને બીજા આચાર્ય મહારાજ પાસે દીક્ષા લીધી. ભણ્યા, ગણ્યા, તૈયાર થયા. ગુરુ મહારાજને કહે છે કે, અમારે મામા મહારાજ પાસે જવું છે. તેમનાં દર્શન, વંદન, સેવા, સત્કાર કરવા દ્વારા કૃતાર્થ થવું છે. ગુરુએ રજા આપી. વિહાર કર્યો. રસ્તામાં મામા ગુરુની. ચારિત્ર સંયમની વિચારણા કરતાં આત્માને ભાવિત કરી રહ્યા છે એટલે દિષ્ટિમાં આગળ વધી રહ્યા છે. કષાયો નીકળતા જાય છે. કષ્ટોને કષ્ટ ગણતાં નથી. જે ચીજ પામવાનો તલસાટ છે ત્યાં હિમાલય જેવાં મોટાં વિપ્નો આવે તો પણ જીવ ઓળંગી જાય છે. આ ભાણિયાઓ પણ નજીક આવી રહ્યા છે. સંધ્યાકાળ થયો. બે-ચાર માઈલ દૂર રહી ગયા. મામાને સમાચાર આપ્યા કે, તમારા ચાર ભાણેજ શિષ્યો તમારી પાસે આવી રહ્યા છે. રાત થઈ ગઈ છે. તેથી રોકાઈ ગયા છે. પણ કાલે સવારે મળવા આવશે. શીતલાચાર્યને પણ આનંદ થયો. સંસારનો સંબંધ છે. અને વળી ઉત્તમ કોટીના સંયમી બનીને આવી રહ્યા છે એટલે મળવાની ઉત્કંઠા જાગી છે. વચ્ચે આડી રાત બાકી છે. રાત્રે આ ચારે ભાવના ઉપર ચડે છે. કેવા કમભાગી, કેવા પાપી, આજે પહોંચી જ ન શક્યા. જરાક વહેલા નીકળ્યા હોત તો સેવા કરી શકત. આત્માની વાતો કરી શકત, સંથારો કરી શકત, શરીરની સુખાકારી પૂછી શકત. ભાવનાના માધ્યમથી મહાવિનય ધર્મનું આચરી રહ્યા છે. જેનાથી આઠે કર્મો નીકળે તે વિનય. પૂજ્યોના ગુણગાન ગાય છે. તેમની વિશેષતાઓ વિચારે છે. આદર-ભક્તિ, બહુમાનથી ઉપયોગ રંજિત થયો છે. આજુબાજુનું ભૂલી જવું એ વિનય ધર્મ છે. તે અત્યંતર તપ છે. વિનય એ ધર્મનું મૂળ છે. મહાત્મા ભાવનામાં લીન બન્યા. કાયાનું ભાન ભૂલી ગયા. જીવવીર્ય એવું ઊછળ્યું કે અસંગ યોગને પામ્યા. અનાસંગને પામ્યા. કેવળજ્ઞાનને પામ્યા. કોઈપણ પદાર્થનો વિચાર કરતાં ભાવના પર ચડાય છે. શાસ્ત્રના અધ્યયનથી પદાર્થનો નિર્ણય થાય છે. સ્વરૂપનો નિર્ણય કરવા માટે આ બધું કરવાનું છે. વિચાર પછી ભાવના આવે છે. લક્ષ્યને આંબવાની લગની તે ભાવના છે. એ ન મળે ત્યાં સુધી જંપ ન વળે એ અવસ્થા એ ભાવનાની 2010_05 Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પરાકાષ્ઠા છે. એમાંથી ધ્યાન, સમાધિ અને ક્ષપકશ્રેણી આવે છે. અને કેવળજ્ઞાન મળે છે. આ બધાના મૂળમાં વિનય છે. જીવને આ સંસારમાં વિનયધર્મને આડે શું આવે છે ? વિનયને નહીં બજાવનાર ક્ષણે ક્ષણે મરી રહ્યો છે. સુખશાલિયાપણું, આપતિપણું, સ્વચ્છંદપણું, અહંકાર, હરામહાડકાપણું, કાયાના રંગરાગમાં રમવાપણું, વિષયવાસનાપણું – આ બધું વિનયથી આત્માને ભ્રષ્ટ કરે છે. પ્રશ્ન : કઈ ભાવના એ અનાસંગયોગ છે ? ઉત્તર : કોઈ પણ પદાર્થને ઉપયોગમાં ઘુસાડો નહીં. રાગ-દ્વેષ વિના કોઈ પણ એક પદાર્થમાં ઉપયોગને લીન કરો, આજુબાજુનું ભાન ભૂલી જાવ તો શુક્લધ્યાન આવી શકશે. આ આઠમી દૃષ્ટિનો બોધ લૂખો નથી. ચારે કેવળી બન્યા. કેવળજ્ઞાનમાં જુએ છે. હવે જવા જેવું નથી. આ બાજુ મામા મહારાજને સવારથી તલસાટ, ઉત્સુકતા વધી ગઈ છે. હજી કેમ ન આવ્યા ? એ વિચારમાં ઊંધે રવાડે ચડી ગયા. હં, કેમ નથી આવ્યા ? એમને એમ હશે કે સામે લેવા કેમ ન આવે ? ગુરુ માટે પણ શિષ્યનો વિનય છે. ગુરુનો વિનય છે ? હા, શિષ્ય માટે હલકો વિચાર ન કરવો તે, શિષ્યની દષ્ટિ ખોલી, ભણાવી,ગણાવી પોતાના તુલ્ય બનાવવો એ ગુરુનો વિનય છે પગામ સઝાયમાં આવે છે. સાહૂણં આસાયણાએ, સાહુણીર્ણ આસાયણાએ, સાવયાણ આસાયણાએ સાવીયાણું આસાયણાએ અમારાથી શ્રાવક-શ્રાવિકાનો અવિનય ન કરી શકાય. કોઈ કરેમિ ભંતે વારંવાર, વારાફરતી માંગે તો અમને અપ્રીતિ ન થવી જોઈએ. તેમને વિનય શીખવવો એ જુદી વાત છે. આ મામા સાધુ અભિમાનના રવાડે ચડી ગયા. હા, અભિમાનનાં પૂતળાંઓ છે. શેના આવે ? કષાયભાવમાં ચડ્યા અને ગયા ઠેઠ તેમના મુકામ સુધી પહોંચ્યા. આ ભાણિયાઓ પધારો નથી કહેતા. ઊભા નથી થતા, વંદન પણ નથી કરતા એટલે કષાયમાં વધારો થયો... ને કટાક્ષમાં પૂછે છે, ચારમાંથી કોને પહેલાં વંદન કરું ? કહો. વંદન કર્યું ત્યાં સામેથી જવાબ મળ્યો કે આ તો કષાય દંડકની વૃદ્ધિથી વંદન કર્યું. કેવી રીતે જાણ્યું ? જ્ઞાનથી. કયા જ્ઞાનથી ? અપ્રતિપાતી આ..હા...હા... મે કેવળજ્ઞાનીની આશાતના કરી. તીવ્ર પશ્ચાત્તાપ કરે છે. જે શ્રેણીએ નીચે ઊતર્યા હતા તે રીતે ઉપર ચડવા માંડ્યા. દષ્ટિમાં સંવેગમાધુર્ય છે તે આનું નામ. જગતના પદાર્થો આપણને પકડતા હોય, તો આપણામાં સંવેગમાધુર્ય નથી. કુલાચારથી જૈન–એ ભાવથી જૈનત્વ પામવા માટે છે. મોહનીયના 2010_05 Page #424 -------------------------------------------------------------------------- ________________ આઠમીદૃષ્ટિ પર ૪૦૧ ક્ષયોપશમથી સાચું જૈનત્વ આવી શકે છે. ચારિત્ર માટે જ મનુષ્યભવ છે. આપણે મનુષ્યભવનું પુણ્ય બાંધ્યું, પણ સાથે જે ભરતક્ષેત્રમાં જન્મ્યા છીએ તે પૂર્વભવની વિરાધનાનું ફળ છે. આરાધના કરી આરાધક ભાવ આપણે લઈને આવ્યા પણ કેવળજ્ઞાનીના વિરહવાળું ભંરતક્ષેત્ર મળ્યું છે તે કમનસીબી છે, ચારિત્ર લેવું જ ન ગમતું હોય, ચારિત્ર લેવા જેવું લાગતું જ ન હોય તો વિરાધભાવ સાથે લઈને આવ્યા છીએ એમ ચોક્કસપણે માનવું. આરાધકને તો આત્મકલ્યાણ કરવા માટે સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર એ જ ઉપાદેય લાગે. ચક્રવર્તી, રાજા, મહારાજા, દેવેન્દ્રનાં સુખો પણ આખરે રાગાદિ પરિણતિ કરાવે છે. આત્માને વિડંબનારૂપ છે. સુપાત્રદાનથી, પરમાત્મભક્તિથી ચારિત્રમોહનીય કર્મ તૂટે છે. તેને ચારિત્ર જ ગમે. તે જ લેવાના ભાવ હોય. અશક્તિના કારણે ન લઈ શકે તો પણ આસક્તિ તો ન જ કરે. જેને સાધુને જોયા પછી આદર-બહુમાન જાગે અને એમ થાય કે આ બધા ફાવી ગયા અને આપણે રહી ગયા. આવું થાય એ આરાધક ભાવની નિશાની છે. પરમાત્માને જોઈને પરમાત્મા બનવાનું મન થાય એ આરાધક ભાવ છે. મનુષ્યભવમાં આવીને પણ સંસારની પ્રવૃત્તિને જ મજબૂત કરવી તે વિરાધક ભાવ છે. પાપની પ્રવૃત્તિથી પરિણતિને વેગ મળે છે માટે પ્રવૃત્તિ પણ સંસાર છે. પાપની પરિણતિ એ નિશ્ચયથી સંસાર છે. જે ધર્મ કરતાં વિપુલ સંવર-નિર્જરા ન થાય અને પુણ્યાનુબંધી પુણ્ય ન બંધાય તો એ ધર્મ કરવા છતાં ધર્મ નહીં. બાર વ્રતોમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને છેલ્લું વ્રત છે તેનો આધાર પ્રેમતત્ત્વ છે. જેટલો પ્રેમ વધે તેમ આ વ્રતો ખીલે છે. પથી ૧૧ વ્રતોનો આધાર સંતોષ છે. બાર વ્રત પાળવા હોય, અને શ્રાવકપણું સુંદર દીપાવવું હોય તો પ્રેમતત્ત્વ અને સંતોષતત્ત્વ ખૂબ વધારો. અનંતાનુબંધીના કષાયો સંક્લેશની હોળીમાં સળગ્યા જ કરે છે. આત્માના મલિન તત્ત્વને દૂર કરવા માટે આત્મવિશુદ્ધિનું પર્વ નજીક આવી રહ્યું છે. પર્વનું પ્રાણ ક્ષમાપના છે. પ્રેમતત્ત્વની વૃદ્ધિ થતાં, ભાવોની વિશુદ્ધિ થતાં કોઈ શત્ર દેખાતો નથી. મોહના ક્ષયોપશમથી દૃષ્ટિ ઊઘડે છે. ક્ષમાપનાનો વિરોધી અહંકાર છે. કોણિક અને ચેડામહારાજનું યુદ્ધ થયું. એમાં ૧ ક્રોડ ૮૦ લાખ માણસો મર્યા છે. તેમાંથી એક દેવલોકમાં, એક મનુષ્યલોકમાં, દસ હજાર માછલાં થયા છે, બાકીના બધા નરકે ગયા છે. સમાધિમરણ પામવા સર્વ જીવો સાથે ક્ષમાપના કરવી જરૂરી છે. ક્લેશ, દ્વેષ ઘણા કર્યા છે. અશરણને શરણ માન્યું છે, અનિત્યને નિત્ય માન્યું છે. આવાં ઘણાં જાળાંઓ બાંધ્યાં છે તે બધાં તોડવાં પડશે પછી આત્મવિકાસ થશે. 2010_05 Page #425 -------------------------------------------------------------------------- ________________ બંધ અનુબંધ પહેલી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ છે. પણ ક્રમસર ઘટતું જાય છે અને જીવ ચરમ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ વગેરે પામી ગ્રન્યિ ભેદ કરે છે. અને પછી પાંચમી સ્થિરાદેષ્ટિ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : પાંચમી દૃષ્ટિથી સદ્દષ્ટિ પ્રાપ્ત થાય છે છતાં આઠેઆઠમાં સદ્દષ્ટિ કેમ કહો છો ? ઉત્તર : સ્થિરાદિ ચાર પાછળની દૃષ્ટિ પામવા માટે પૂર્વની ચાર દષ્ટિ કારણ રૂપ બને છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને સદ્દષ્ટિ કહીએ છીએ. શેલડીની ચાર અવસ્થા છે તે ચાર પૂર્વની દૃષ્ટિ જેવી છે. શેલડી જ રસ બને છે. રસ જ કાવો બને છે. કાવો ગોળ બને છે. આગળ ખાંડ-સાકર-મસ્યડી, વર્ષોલકની અવસ્થા હોય છે. મિથ્યાત્વ + અનંતાનુબંધીનો રસ તૂટે તેમ પહેલીમાંથી બીજી દૃષ્ટિમાં આવવાનું બને. રસ વધુ તૂટતાં ઉત્તરોત્તર ત્રીજી, ચોથી વગેરે દૃષ્ટિ મળે છે. શેલડીમાંથી માધુર્ય અનુભવાય છે માટે શેલડીનું પરિણમન કહી શકાય છે. આ બધી જ દૃષ્ટિ તત્ત્વરુચિને વધારે છે. તત્ત્વરુચિ જેમ જેમ વધારે તેમ તેમ સંવેગમાધુર્ય વધે છે. સંવેગને માધુર્યની ઉપમા આપી છે. જેમ જેમ ધર્મક્રિયા કરતો જાય, આત્મા એકમેક થતો જાય તેમ તેમ આત્મિક સુખને અનુભવે છે, એને સંસારની પ્રવૃત્તિ અહિતકર લાગતી જાય છે. જે દૃષ્ટિમાં આગળ વધે છે તે સંવેગમાધુર્યને અનુભવે છે. અભવ્યો પાસે બોધ છે. દૃષ્ટિ નથી. પ્રશ્ન : બોધની સાથે કઈ ચીજ ભળે તો બોધ દષ્ટિ બની શકે છે ? ઉત્તર : અચરમાવર્તમાં બોધ હોઈ શકે, પુણ્યબંધ હોઈ શકે, સદ્ગતિ હોઈ શકે છે પણ દૃષ્ટિ નથી. ત્યાં ઓઘદૃષ્ટિ હોય છે. વૈષયિક સુખોમાં જ આનંદ આવે, ત્યાં જ સુખ દેખાય. તેમાં જ પરિપૂર્ણતા એ ઓઘદૃષ્ટિનું કાર્ય છે. નીતરતી વૈષયિક સુખની દૃષ્ટિના પ્રભાવે અને આત્માની અયોગ્યતાના કારણે અચરમાવર્તી જીવોને આત્મસુખની લેશ પણ શ્રદ્ધા ન થાય. આત્મબોધ હોઈ શકે છે પણ એ બોધ વૈષયિક સુખની બુદ્ધિમાં આંચ લાવવા સમર્થ નથી. આત્માનું મૌલિક સ્વતંત્ર સુખ છે એ વાત તેને રુચે નહીં. જીવને જ્યાં સુધી આ સંસારના સુખમાં દુ:ખરૂપતાની અંશે પણ બુદ્ધિ થતી નથી. વિષયો આત્મઅહિત કરનારા છે, રખડાવનારા છે એવું અંશેપણ ન લાગે ત્યાં સુધી આત્મામાં અધ્યાત્મ આવી શકતું નથી. દૃષ્ટિની પ્રાપ્તિ થઈ શકતી નથી. 2010_05 Page #426 -------------------------------------------------------------------------- ________________ બંધ અનુબંધ ૪૦૩ પ્રશ્ન : અધ્યાત્મની શરૂઆત ક્યાંથી ? ઉત્તર : વૈષયિક સુખોમાં દુઃખ છે એવી આંશિક પ્રતીતિ થાય ત્યારે આત્માના વિકાસની ભૂમિકા સર્જાઈ શકે છે. આ જ અધ્યાત્મ છે. આ વિગતથી જ આત્મામાં ગુણસંપન્ન અપુનબંધક અવસ્થા આવી શકે છે. અભવ્ય પાસે નિરતિચાર ચારિત્ર છે. નવપૂર્વનો બોધ છે. અનેક જીવોને મોક્ષનું સ્વરૂપ સમજાવી શકે એવો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. પણ આ ગેડ અંદર બેસતી નથી. માત્ર એની પાસે દર્શનમોહનીયની મંદતા નથી તેથી અંશે અંશે પણ આત્મિક સુખોની રુચિ અને વૈષયિક સુખોની અસારતા સમજાતી નથી. શુભયોગ દ્વારા ઊંચું પુણ્ય બાંધી શકે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાતું નથી કારણ કે એને તત્ત્વની રુચિ ન હોવાના કારણે શુભાનુબંધ પડતો નથી. શુભાનુબંધની શરૂઆત તત્ત્વની રુચિથી અને ૧૮ પાપસ્થાનકની અરુચિથી છે. પોતાનું સ્વરૂપ જ્ઞાન આનંદમય છે તેની પ્રતીતિ થતાં શુભાનુબંધ ચાલુ રહે પ્રશ્ન : પુણ્યકર્મનો બંધ પણ ક્યારે ? ઉત્તર : શુભભાવ એ પુણ્યકર્મના બંધનું અનંતરકારણ છે. પ્રશ્ન : આ શુભ ભાવ ક્યારે ઉત્પન્ન થાય ? ' ઉત્તર : ક્રિયામાં શુભભાવને ઉત્પન્ન કરવાની તાકાત છે માટે જ્ઞાનીઓ સામાયિક, પ્રતિક્રમણ, જિનદર્શન, જિનપૂજા, સત્સંગ, સદુદ્વાચન, પૌષધને ધર્મ કહે છે. એમાં પણ ચરમાવર્તવર્તી જીવો માટે તો સામાયિકાદિ ખાસ શુભભાવ ઉત્પન્ન કરે છે. યોગબત્રીસીમાં પ.પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે વિશિષ્ટ ક્રિયા દ્વારા પુણ્યકર્મનો બંધ થતાં યોગની ભૂમિકામાં આગળ વધવાનો અવસર ઊભો રહે છે. જે ક્રિયામાં ઉપયોગ હોય તે ક્રિયા વિપુલ પુણ્યબંધ કરાવી શકે છે. જે ક્રિયામાં ઉપયોગ ગેરહાજર હોય તે ક્રિયા વિપુલ પુણ્યબંધ કરાવી શકે નહીં. ઉપયોગને બીજી બધી ક્રિયામાંથી ખેંચીને પ્રસ્તુત ક્રિયામાં જોડતાં પુણ્યકર્મનો બંધ વધારે અને શુભાનુબંધ વધારે. અભવ્ય દરેક ક્રિયા ઉપયુક્તપણે કરે છે કારણ કે અભવ્ય પુણ્યબંધ કરે છે. આદર અને બહુમાનપૂર્વકની ઉપયુક્ત ક્રિયા વિશિષ્ટ પુણ્યબંધજનક બની શકે છે. પ્રશ્ન : અભવ્યને તે તે ક્રિયા પ્રત્યે આદર, બહુમાન છે છતાં પુણ્યાનુબંધ કેમ નહીં ? - ઉત્તર : અભવ્યને આ વીતરાગ પ્રરૂપિત ધર્મક્રિયાઓ રૈવેયકના સુખ આપનાર છે એ ભાવ ચોક્કસ છે પણ આત્માને મોક્ષ આપનાર છે એવી પ્રતીતિ નથી. અભવ્ય સ્વભાવના કારણે સ્વાર્થમૂલક આદર અને બહુમાન છે 2010_05 Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ પણ પરમાર્થમૂલક આદર, બહુમાન, ભક્તિ નથી. આ ત્રણે વધતાં જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે છે. તારકતત્ત્વો પ્રત્યે આદર, ભક્તિ વગેરે વધતાં સંસારના પદાર્થો પ્રત્યે વૈરાગ્ય વધે છે. એક સિક્કાની બે બાજુ છે. વૈરાગ્યથી મોક્ષ મળે છે. એ નિર્વેદમાર્ગ છે. ભક્તિથી મોક્ષ મળે છે એ સંવેગનો માર્ગ છે એક સિક્કાની બંને બાજુ છે. પ્રશ્ન : સંવેગ શું છે ? ઉત્તર : સ્વરૂપને પામવાનો તલસાટ. સ્વરૂપમાં જ સુખ છે એ સિવાય બધે દુઃખ છે એવી પ્રચંડ માન્યતા તે સંવેગ છે. પ્રશ્ન : નિર્વેદ શું છે? ઉત્તર : પાંચે ઈદ્રિયોની ગડમથલ, રોગ, શોક, ઈર્ષા, દુઃખ, જન્મ–જરા–મરણ, ઉપાધિ, આધિ, વ્યાધિ આ બધામાં જીવને અરુચિ થાય તે નિર્વેદ. તે સંસારમાં ચેનથી રહી શકતો નથી. આ વૈરાગ્યની શરૂઆત છે. વૈરાગ્ય તીવ્ર બનતાં તે ઘરે ન રહી શકે. ભાગવું જ પડે. અને કદાચ રહેવું પડે તો શિવકુમાર અથવા શ્રી મહાવીરસ્વામી ભગવાન ૨૮થી ૩૦ વર્ષ સુધી રહ્યા હતા તેમ રહે. અહીં પ્રભુને યોગની છઠ્ઠી દૃષ્ટિ છે. જ્વલંત વૈરાગ્ય છે. પોતાના સંકલ્પ, પોતાના નિમિત્તથી રહિત બનેલા ખાદ્ય પદાર્થોથી જીવનનિર્વાહ કર્યો છે અને સંબંધો છોડી વધુ ને વધુ અંતર્મુખ બન્યા છે. આ ઉત્કૃષ્ટ વૈરાગ્યની નિશાની છે. - સંવેગ માધુર્ય પહેલી ચાર દૃષ્ટિમાં સંવેગના માધુર્યની ઉપપત્તિ છે કારણ કે ઇશુકલ્પ છે. ચોથી દૃષ્ટિવાળો આત્મા પોતાના દેહ અને પ્રાણી કરતાં ધર્મને અધિક માને છે અને વખતે પોતાના દેહ અને પ્રાણનો ધર્મકાજે ભોગ આપનાર બને છે. પ્રશ્ન : મારો આત્મા ચોથી દષ્ટિમાં છે કે નહીં ? દિનપ્રતિદિન અધ્યવસાયસ્થાનકોમાં આગળ વધ્યા છો તેની નિશાની શું ? ઉત્તર : કુદરતી સંયોગોની પરિસ્થિતિ ડંખ્યા કરે અને કેદીની જેમ જેલમાંથી છૂટવાના દિવસો ગણે. કર્મ એ બેડી-બંધન રૂપ લાગે. આવું રાત-દિવસ થાય તો તે આત્મા જાગેલો સમજવો. આવું ન થતું હોય તો તે ધર્માત્મા જાગેલો ન કહેવો. સંસારના સંયોગો ફાવી જાય છે, આગળ વધવાનું મન થતું નથી. તે બતાવે છે કે આત્માનો પુરુષાર્થ મોક્ષપ્રતિ નથી. સાધક આત્મા ક્ષીણમોહ વીતરાગ ન બને ત્યાં સુધી સંસારમાં તે ફિટ ન થઈ શકે. ગોઠવાઈ ન શકે. સંસારમાં આ બધું બરોબર લાગે તે પ્રમાદ છે. અજાગૃતાવસ્થા છે. અહીં ધર્મ કરવાથી પુણ્ય બંધાશે પણ આત્માને ઉપર લઈ જાય એવું પુણ્યાનુબંધી પુણ્ય નહીં બંધાય. પુદ્ગલની સામગ્રી, સ્વજન 2010_05 Page #428 -------------------------------------------------------------------------- ________________ બંધઅનુબંધ ૪Q૫ કુટુંબ, પરિવાર, દેહ ઈદ્રિયોનાં બંધનો ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. મારો આત્મા કાયાની કેદમાં પુરાયેલો છે અને સંબંધીઓના ફંદામાં ફસાયેલો છે. એવું જેને ન લાગે તે જાગૃત નથી. સંસારની પ્રત્યેક ચીજ બંધન લાગે અને છૂટવાની ઇચ્છા તીવ્ર બને તે જાગૃતિ કહેવાય. સ્વજનાદિ ગમે તેવા સાચવે તો પણ તે વિચારે કે આ પુણ્યની અવસ્થા છે પણ મારા ઉત્થાનનું કારણ નથી. નદીના કાંઠે ઊગનારી ધરો (નળ) નામની વનસ્પતિ કે જેમાં માધુર્ય નથી હોતું. નલાદિ કલ્પ અભવ્ય જીવો છે. ગમે તેટલું કરે પણ સંવેગરૂપ માધુર્ય પામે નહીં. દૃષ્ટિનું પરિણમન જૈન સિદ્ધાંતમાં ઘટે છે. કારણ કે જૈનો આત્માને નિત્ય અને પરિણામી માને છે. નિત્યત્વે સતિ પરિણામિત્વ” એવું આત્મસ્વરૂપ માને તો જ બંધ, મોક્ષ અવસ્થા ઘટી શકે છે. આત્માદ્રવ્યથી નિત્ય છે. જુદા જુદા પરિણમન પામી શકે છે. દીપકથી માંડી આકાશ સુધીના તમામ પદાર્થો આવા છે. આવું પ.પૂ. હેમચંદ્રાચાર્ય મહારાજ અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા ગ્રંથમાં કહ્યું છે મારી માવ્યો. મોહ ઘટતાં દષ્ટિનું પરિણમન થાય છે એટલે પહેલાં ઓઘદષ્ટિવાળો આત્મા ભવાભિનંદી હતો. વૈષયિક સુખોમાં જ ઈષ્ટત્વની બુદ્ધિને ધારણ કરતો હતો. તે જીવ હવે આ દૃષ્ટિમાંથી બહાર આવે છે. આત્માની વિકૃતિ ઘટતાં અને જાગૃતિ વધતાં જીવ દૃષ્ટિમાં આગળ વધે છે. અન્ય મતમાં આવું સંભવિત નથી, વેદાંત, સાંખ્ય વગેરે દર્શનકારો આત્માને એકાંત નિત્ય, અપરિણામી માને છે. કૂટસ્થ નિત્ય એકાંત એક સ્વરૂપવાળો માને છે. કૂટસ્થ એટલે શું ? કૂટ એટલે એરણ. લુહાર જેના ઉપર લોખંડ કુટે તેને એરણ કહેવાય છે. એરણ તો બાપદાદાના સમયથી ચાલી આવતી હોય છે. લોઢું કુટાય છે, આત્મા એરણ તુલ્ય છે. એરણમાં કોઈ ફેરફાર થતો નથી. તેવો એકસરખો આત્મા છે. વેદાંત દર્શન નિત્ય એકસ્વરૂપવાળો આત્મા માને છે. આ દર્શનના મતે સંસાર અને મોક્ષ ઘટી શકે નહી. સંસાર અને મોક્ષ એ બંને અનુભૂતિના વિષય છે અને વિરુદ્ધ અનુભૂતિ છે એટલે આત્માની ભિન્ન અવસ્થા સ્વીકાર્યા સિવાય તે ઘટી શકે નહી.. બૌદ્ધો આત્માને સર્વથા ક્ષણિક માને છે. દરેક વસ્તુ સર્વથા ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામે છે. તેઓ નિરન્વય નાશ માને છે. તેમના મતે બીજી ક્ષણે ઉત્પત્તિ, વળી નાશ. આવું ઘટી ન શકે. વસ્તુ સર્વથા નાશ પામી પછી તે ઉત્પન્ન થાય છે ત્યારે તેના માટે આધાર કોણ ? સોનું હોય તો કડા વગેરે બની શકે પણ આવું (ધ્રૌવ્ય) દ્રવ્ય બૌદ્ધ દર્શન નથી માનતું. તેઓ જ્ઞાનસંતતિ, ક્ષણસંતતિ, પર્યાયસંતતિ માને છે. પણ પર્યાયનો આધાર 2010_05 Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ એ દ્રવ્ય છે એવું માનતા નથી. પર્યાય એ અવસ્થા છે અને દ્રવ્ય એ અવસ્થાવાન છે. અવસ્થાનો આધાર છે તેવું નથી માનતાં. જૈનદર્શન તો બધા પર્યાયોમાં અનુસૂત અનુગત મૂળદ્રવ્યને આધાર રૂપે નિત્ય માને છે એટલે સ્વાદુવાદદર્શનને બધું સંગત થઈ શકે છે. બૌદ્ધોના મતે સંસારની વ્યવસ્થા પણ ઘટી શકતી નથી. ચોર તો ચોરી કરીને મરી ગયો. હવે સજા થાય છે તે તો તમારા મતે બીજી જ વ્યક્તિ છે એટલે ન્યાય અનુપપન્ન બને છે. સજ્જનને બિરદાવવાનું પણ અનુપપન્ન બને છે. એકે પુણ્ય બાંધ્યું અને બીજાને દેવલોક મળ્યો. આ અવ્યવસ્થા તમારા મનમાં આવે છે તેનું તથામવનં અનુરૂપતેઃ દ્રવ્યને નિત્ય માનવાથી જ આ બધું સંગત બની શકે છે. સર્વજ્ઞ તીર્થકર ભગવાને, “કવિવ્યાધ્રૌવ્યયુવત્ત સત” આ સ્વરૂપે ત્રિપદી આપી અને તે સાંભળવાથી બીજ બુદ્ધિના ધારક ગણધર વગેરે સાધકોનો વિપુલ ક્ષયોપશમ થાય છે. તેઓ વિનયથી પ્રદક્ષિણા કરી પૂછે છે, “બંન્ને હિં તત્તમ્ ?” પ્રભુ કહે છે. ‘૩પડુ વા’ ઉત્પન્ન થાય છે. તેઓ વિચારે છે આ રીતે બધું પેદા જ થયા કરે તો અવ્યવસ્થા થાય. બધું સમાઈ કેવી રીતે શકે ? જગત અધૂરું સમજાતાં ફરી પૂછે છે “વિ તત્તે ?' ત્યારે પ્રભુ કહે છે “વિમેવું વા' નાશ પણ થાય છે. હવે ઉત્પન્ન અને નાશ કોના આધારે થાય છે ? એ ન સમજાતાં ફરી “કિં તત્ત' (તે જ પ્રશ્નો પૂછતાં જવાબ મળ્યો કે “ધ્રુવે વા” (પદાર્થો) સ્થિર પણ છે, ધ્રુવ પણ છે. આ સાંભળતાં આખી વિશ્વવ્યવસ્થા તથા દ્વાદશાંગીનો ક્ષયોપશમ થઈ જાય છે તેઓને સમસ્ત શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થયેલો છે. ગણધરોમાં ષટ્રસ્થાનપતિતત્વ છે. તે મતિજ્ઞાનાવરણીય ક્ષયોપશમના કારણે છે. દા.ત. આપણને બધાને નવકાર આવડે છે એ શ્રુતજ્ઞાન છે પણ પંન્યાસજી મહારાજ એના ૧૦૮ અર્થ કરી શકે છે. ગણધર ભગવંતો એક લાખ ને આઠ અર્થો કાઢી શકે છે, તીર્થંકરો તેના કરતાં પણ વધારે અર્થ કાઢી શકે છે આ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને આભારી છે. ગણધરોમાં બધાને શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ સરખો અને મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ઓછો–વધતો હોય છે અને ગણધર સિવાયના ચૌદ પૂર્વીઓનો શ્રુતજ્ઞાનાવરણીય કર્મ ક્ષયોપશમ ઓછો-વધતો હોય છે સરખો હોતો નથી અને મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પણ ઓછો વધતો હોય છે. અન્યદર્શની પાસે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે પણ માર્ગનો યથાર્થ, સૂક્ષ્મબોધ નથી. તેઓ પોતાના મોહનીયકર્મના ક્ષયોપશમ મુજબ યોગસાધના બતાવી શકે છે. પણ પૂર્ણ સમજ ન હોવાથી પૂર્ણ સાધના બતાવી શકવા સમર્થ નથી બનતા. 2010_05 Page #430 -------------------------------------------------------------------------- ________________ બંધ અનુબંધ ૪૦૭ જૈનદર્શન વિશ્વવ્યવસ્થા અને સાધનામાર્ગની પૂર્ણતા બતાવનાર છે. જૈનદર્શન પૂર્ણ છે કારણ કે સાધકાવસ્થામાં પ્રભુએ કંઈ કહ્યું નથી. પોતે પૂર્ણ બન્યા પછી બતાવ્યું માટે પૂર્ણ બતાવી શક્યા. અન્યદર્શનીઓએ કષાયની ભયંકરતા બતાવી, પણ મિથ્યાત્વ, અવિરતિની વાત તેઓ બતાવી શક્યા નથી. જૈનશાસ્ત્રોમાં તેનું સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વરૂપ બતાવાયું છે. સુખલાલ પંડિતને સર્વજ્ઞતત્ત્વ બેસતું ન હતું. તેમાં સંશય હતો. તેમણે જ્યારે કમ્મપયડી વાંચી અને જે રીતે કર્મનું સૂક્ષ્મતમ સ્વરૂપ વાંચ્યું ત્યારે પ્રતીતિ થઈ કે સર્વજ્ઞ સિવાય કોણ આવું બતાવી શકે ? એક બાંધ્યા પછી ઉદયમાં આવતાં સુધી તેમાં ઘણા ફેરફારો થઈ શકે છે. તે કર્મ ઉદવર્તના દ્વારા પ્રચંડ રૂપમાં પણ વિપાક બતાવી શકે છે, અપવર્તના દ્વારા તેનો વિપાક મંદ પણ થઈ શકે છે અને સંક્રમણ દ્વારા તેનો ઉદય નામશેષ પણ થઈ શકે છે, અન્ય રૂપે ઉદયમાં આવી શકે છે. આ બધી આત્માની તાકાત છે. પશ્ચાત્તાપથી પાપ તૂટે અને ગૃદ્ધિથી પાપ વધે. અન્યદર્શનકારો સાધનાનો એકાદ યોગ, એકાદ અંશ બતાવી શકે છે. સાધનાના વિષયમાં અન્યદર્શનકારોને ખોટા ન કહેતાં અપૂર્ણ માનવા એ ઉચિત લાગે છે. અમદાવાદ જવાના ૨૫ રસ્તામાંથી એકને જાણનાર ખોટો નથી, અપૂર્ણ ચોક્કસ છે વિશ્વવ્યવસ્થાની સંગીનતા તેઓ બતાવી શક્યા નથી. એટલે વિશ્વવ્યવસ્થાની અપેક્ષાએ અન્ય દર્શનકારો ખોટા ઠરે છે. શાસ્ત્રોમાં જે અન્યદર્શનોનું ખંડન આવે છે તે બહુલતયા વિશ્વવ્યવસ્થાની અપેક્ષાએ આવે છે અને પોતાની આત્માના વિષયની એકાંત માન્યતાને કારણે છે. અને તે ખંડન સાધનાના સ્વરૂપનું માની લઈએ તો તે ન ચાલે. અન્યધર્મ પામીને પણ જીવની પરિણતિ યથાર્થ વિકસે તે મોક્ષે જઈ શકે છે, કારણ કે સાધના છે, માટે જ નવતત્ત્વમાં અન્યલિંગે સિદ્ધની વાત સર્વજ્ઞ પ્રભુએ બતાવી છે પણ બંધાં અન્યદર્શનો મળીને મોક્ષે જનારા અનંતકાળમાં અનંતા હોવા છતાં જૈનદર્શન પામીને મોક્ષે જનારા તેનાથી અનંતગુણા છે. [શાસ્ત્રોમાં જે અન્યદર્શનોનું ખંડન આવે છે તે બહુલતયા વિશ્વવ્યવસ્થાની અપેક્ષાએ આવે છે અને પોતાની આત્માના વિષયની એકાંત માન્યતાને કારણે છે.] તે તે દર્શનપ્રણેતાઓએ જેટલો મોહ ખસેડ્યો તેટલો માર્ગ દેખ્યો. પછી જ્ઞાન, ભક્તિ, ધ્યાન વગેરે યોગ બતાવ્યો. આ માર્ગ અપૂર્ણ છે. આંશિક છે. કેડીનો માર્ગ છે. કેડી માર્ગ દ્વારા ઈષ્ટ માર્ગ મળે છે પણ કાંટા કાંકરા, ભુલભુલામણીવાળો છે, જૈનશાસન, રાજમાર્ગ છે. ત્યાં કોઈને પૂછવું ન પડે. 2010_05 Page #431 -------------------------------------------------------------------------- ________________ ४०८ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ અહીં સલામતી વધુ છે. પણ બીજામાં સમ્યગ્દર્શન નથી એવું ન બોલાય. જ્યાં સુધી માર્ગનો બોધ ન થાય ત્યાં સુધી Positive angle વિધેયાત્મક વલણ પકડજો. Negative angle નિષેધાત્મક વલણ પકડવા જતાં કોઈને અન્યાય થવાનો પૂરો સંભવ છે. અન્યદર્શની પોતાના દેવની ભક્તિ દ્વારા શુભભાવથી પુણ્ય બાંધી શકે છે. મોક્ષની મોનોપોલી જૈનોની છે તેવું નથી. જે પ્રગટાવે તેને મળે. અન્યદર્શની ઇશ્વપ્રણિધાન, સાધુસેવા, પરમાત્મભક્તિ, ઈશ્વરજપ, અહિંસા, સંયમ, તપ, ઈદ્રિયદમન, નિષ્પરિગ્રહીતા વગેરેમાં આગળ વધે તો જૈન દર્શનસંમત સાત્વિક ભાવ તેને મળશે. અને મોક્ષ મળશે. તામસ અને રાજસભાવ કરનાર રઝળશે. - અમરો ભગત, સુરેંદ્રનગર પાસે શીયાણી ગામ છે ત્યાંના સ્મશાનમાં ઘણો વખત રહ્યો. મડદાંઓ બળતાં જુએ, ત્યાં રોટી પણ પકાવે, ખાવા પીવાનું, સૂવાનું ત્યાં જ રાખ્યું, આમ કેટલાય વખત સુધી એ રાખ્યું. કોઈકે કારણ પૂછ્યું તો કહ્યું કે રોજ મડદાંને આ રીતે બળતાં જોઈએ તો કાયાનો રાગ તૂટે અને વૈરાગ્ય આવે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણ, ધ્યાન, સમાધિ એ યોગનાં આઠ અંગો છે. આઠ દોષોને ટાળે છે. ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, રોગ, આસંગ વગેરે દોષો સાધનાથી જાય છે, અને અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રષા, શ્રવણ, બોધ, મીમાંસા પ્રતિપત્તિ, પ્રવૃત્તિ, ગુણો આવે છે. સોળમા શ્લોકમાં આ વાત કહી છે. यमादियोगयुक्तानां खेदादिपरिहारतः। अद्वेषादिगुणस्थानं, क्रमेणैषा सतां मता ॥ १६ ॥ આ દૃષ્ટિમાં સઋદ્ધાણં તો વધઃ છે સમ્યશ્રદ્ધાથી યુક્ત બોધ છે. પ્રશ્ન : સભ્યશ્રદ્ધા એટલે શું ? તત્ત્વ શું ચીજ છે ? ઉત્તર : આત્માનું જે શુદ્ધ મૌલિક સ્વરૂપ છે. તેને પામવાના ઉપાયો રત્નત્રયી એ તત્ત્વ છે. બાકીનું બધું અતત્ત્વ છે. પ્રશ્ન : તત્ત્વને પામવાનો ઉપાય શું ? ઉત્તર : દાન, શીલ, તપ, ભાવના, ધર્મની આરાધનાથી સમકિત નજીક આવે છે. નવતત્ત્વમાં આત્માની મલિન અવસ્થા જીવ છે અને આત્માની શુદ્ધ અવસ્થા એ મોક્ષ છે, અને જીવ શિવ બની શકે તે માટે વચલા સાત તત્ત્વોને હેયોપાદેય રૂપે યથાર્થપણે જાણવાના છે. આત્માના વિષયમાં જીવની સમ્યગ્દષ્ટિ, યથાર્થ રુચિ, યથાર્થ સમજ એ સમકિત છે અને આત્માના વિષયમાં અયથાર્થ રુચિ, અયથાર્થ સમજ એ ભ્રાંતિ છે, મિથ્યાત્વ છે. આત્માને ઓળખવા તેની સંસારી અવસ્થા, અચેતનનો સંયોગ વગેરે સમજવું પડે. કર્મનો સંયોગ 2010_05 : Page #432 -------------------------------------------------------------------------- ________________ બંધ અનુબંધ ૪O૯ ઘટવાથી આત્માનું ઊર્ધીકરણ થાય છે સંપૂર્ણ કર્મના જવાથી આત્માનું શુદ્ધસ્વરૂપ પ્રગટે છે. જીવાદિ બધા પદાર્થો સત છે. પણ સચ્ચિદાનંદ તો આત્મા જ છે. આનંદનો અભેદ આધાર જ્ઞાન છે. પદાર્થ નથી. સતુ એટલે અસ્તિત્વ, વિદ્યમાનતા. જેનામાં સત્તા છે તે સત્, જે ત્રણે કાળમાં રહે છે તે સત્ છે..સત્ ચિત્ આનંદમાં ચિત્ વચ્ચે રહેલું છે તે સૂચવે છે કે જે ચિત્ = ચૈતન્ય છે તે સત્ છે અને આનંદમય છે. આત્માનું આનંદમય સ્વરૂપ ચૈતન્યમાંથી પકડાશે. પ્રશ્ન : અધ્યાત્મનું પ્રયોજન શું છે ? ઉત્તર : છ દ્રવ્યોમાં દુ:ખમુક્તિનો પ્રશ્ન જીવને જ છે. બીજા દ્રવ્યો જડ છે. તે સુખ દુઃખનું વેદન કરવા અસમર્થ છે. દુઃખના ઉકેલ માટે અધ્યાત્મ છે. બીજાં કોઈ શાસ્ત્રો આ કરી શકતાં નથી માટે અધ્યાત્મ શાસ્ત્ર તે સર્વોપરી શાસ્ત્ર છે. 2010_05 Page #433 -------------------------------------------------------------------------- ________________ સાહિસિસ... સ્વ-પરના કલ્યાણના ઉદ્દેશથી, સમ્યજ્ઞાનાદિમી વૃદ્ધિ માટે, વિશેષ સૂક્ષ્મ વિચારણાપૂર્વક, અનેકાંત દૃષ્ટિથી, મધ્યસ્થ ભાવથી શાસનથી અવિરુદ્ધપણે જે કરવામાં આવે તેને શ્રી જિનશાસન સત્ય કહે છે, પરંતુ જે સાચું હોવા છતાં તીવ્રરાગથી પ્રયુક્ત હોય – તીવ્ર દ્વેષથી પ્રયુક્ત હોય – માત્ર બીજાને હલકી પાડવાની વૃત્તિથી આગળ કરાયું હોય તે વસ્તુસ્થિતિએ સાચું હોવા છતાં દોષકારક છે માટે અસત્યતુલ્ય છે, તેથી પરમાત્માના શાસનમાં તેને વર્ષ કહ્યું છે. જેનાથી દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીયકર્મનો ક્ષયોપશમ થાય, જેનાથી દોષો ઘટે, ગુણો વિકસે તે સત્ય, સાનુબંધ સત્ય છે. આથી વિપરીત હોય તે સત્યાભાસ છે. જિનશાસન જેમ તેના શ્રતધર્મ અને ચારિત્રધર્મ ઉપર રહ્યું છે તે સત્ય સ્વરૂપ છે. સત્યનું પોષક અને સત્યનું વર્ધક છે તે જ રીતે શ્રી જિનશાસનમાં થનારા અગ્રેસરો, ગીતાર્થો, આરાધકો, આજ્ઞાપ્રધાન જીવન જીવનારા, પરસ્પર મળીને જે કામ કરે તે કામ અને કામ કરનારા પણ સત્યપ્રતિષ્ઠિત છે. જે શાસ્ત્ર નિરપેક્ષ છે, જે આય-વ્યયની તુલના વગર કેવલ ઉત્સર્ગને જ પકડનારા છે, કેવલ શાસ્ત્રના અક્ષરને જ પકડનારા છે, જે કેવલ શિથિલાચારના કારણે અપવાદના કારણે કે અનાચારના કારણે શાસ્ત્ર જોનારા નથી, શાસ્ત્ર વિચારનારા નથી, જેઓ મધ્યસ્થ, સંવિગ્ન, ગીતાર્થ ગુરુને આધીન નથી તેઓ સત્યપ્રતિષ્ઠિત નથી. બાહ્યથી શાસનમાં હોવા છતાં, બાહ્યથી આજ્ઞ. સમજવા કે માનવાનો ડોળ કરવા છતાં તેઓ સત્યપ્રતિષ્ઠિત થયા નથી. સત્યપ્રતિષ્ઠિત રહેતા નથી. જ્યાં હૃદયની સરળતા છે, ભવભીરતા છે, પાપભીરુતા છે ત્યાં સત્ય રહેલ છે. જ્યાં હૃદયની વક્રતા છે, કુટિલતા છે ત્યાં સત્ય નથી. જેના મનમાં જુદું, વચનમાં જુદું અને વર્તનમાં જુદું છે, આવા આત્મારામ પરમાત્માના માર્ગને પામી શકતા નથી, આરાધી શકતા નથી. ! સિદ્ધાન્તદિવાકર પૂ. આચાર્યદેવ શ્રી જયઘોષસૂરિજી મહારાજ 2010_05 Page #434 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ ગુણ આત્મસિદ્ધ કરવા માટે તેનું (1) દીર્ધકાળ આસેવન (2) સતત આસેવન અને (3) વિધિ - આદર - ધગશ જરૂરી છે. અનંતાનંતકાળની બહિર્ભાવની રમતોની આત્મા પર પડેલી ચોળમજીઠરંગી અસરો ભૂસવાનું આના વિના કેમ બને ? વળી માનવજીવન એક પ્રયોગશાળા છે. તે અતિ ટૂંકું છે. એમાંની એક પણ ક્ષણ કાર્યસાધક બનાવ્યા વિના કેમ જતી કરાય? પણ અફસોસ ! જે ભૂલવાનું છે તે જ ઘૂંટાય છે ! ખાસ ખ્યાલ રહે કે કાળ, કર્મ અને જગતના સંયોગો વિશ્વાસપાત્ર નથી. જિનવચનનું ખૂબ ખૂબ મંથન કરી જ્ઞાનનો અગ્નિ ધખાવવા જેવો છે. જેનાથી અનંત ભવોના કુસંસ્કારો અને અસંખ્ય ભવોનાં કર્મો બળીને ખાખ થઈ જાય. કર્મના ચોપડે પળેપળની રજેરજ, વિચાર, વાણી, વર્તનનો હિસાબ નોંધાયા વિના રહેતો નથી. એ ભૂલવા જેવું નથી. વર્ધમાનતપોનિધિ સ્વ. આચાર્યવિજયશ્રી ભુવનભાનુસૂરિ મહારાજા