________________
પ્રવજ્યાનું ફળ જ્ઞાનયોગ
૨૮૩
થતાં આત્માનું સંવેદન થયું. અપૂર્વ આનંદદન થયું. અત્યાર સુધી કુલાચારના પ્રભાવે આત્મસાક્ષાત્કારની વાતો ઘણી સાંભળી હતી. આજે તેમને આત્મસાક્ષાત્કાર થયો. દેહાત્મભેદ જ્ઞાન થતાં આત્માની અમરતા સમજાણી, મૃત્યુ એ વિવક્ષિત શરીર અને આત્માનો વિયોગ છે. બાકી આત્મા અમર છે. મૃત્યુનો ભય જમીનદોસ્ત થઈ ગયો. પાંચ ફૂટના માનવમાં અબજો ફૂટનું ઊંડાણ પડ્યું છે એટલે ઊંડો ઉપયોગ જશે ત્યારે અંદરમાં રહેલા આનંદનું વેદન થશે.
વિનોબા ભાવે કહેતા હતા કે મૃત્યુ એ જુનાં કપડાં ઉતારીને નવાં કપડાં પહેરવા સમાન છે. નવાં જન્મનું કારોદ્ઘાટન કરનાર મૃત્યુ છે. આ મલિન કાયાને કાઢીને દેવભવની નવીન કાયા ધારણ કરવી તે મૃત્યુ છે. જેને આત્મા ગમે તેને દેવગતિ મળવાની જ છે. મહાસમુદ્રના આ છેડેથી ડૂબકી લગાવીને પેલે છેડે નીકળવું છે તો શાસ્ત્રોને આત્મસાત્ કરવાં પડશે. જ્ઞાનને શક્તિરૂપે, ભારરૂપે, બોજારૂપે બનાવીશું તો આનંદ નહીં મળે. અહંના તોફાનો વધશે. શાસ્ત્રો ભણવાથી તો વાદ – વિવાદ વધશે પણ શાસ્ત્રો ભણીને જ્ઞાનરસને અંદરમાં અનુભવવાનો છે. આજે ધર્મના નામે જે સંઘર્ષો, તોફાનો ચાલે છે તેનું કારણ જ્ઞાનશક્તિરૂપ રહ્યું છે માટે. જ્ઞાન રસરૂપ નથી બન્યું, જ્ઞાન તો હંમેશા વિવેક આપે. આ ધર્મઝનૂન એ જ્ઞાનનો ફુગાવો છે. આજે પૈસો નથી વધ્યો પણ ફુગાવો વધ્યો છે. પરિણામે બેફામ મોઘવારી વધતી જાય છે. તેમ આજે ધર્મનો ફુગાવો છે માટે પાપપ્રવૃત્તિ, સંક્લેશ, મમત્વ વગેરે વધ્યા છે. ક્લેશને સંઘર્ષ વધતા દેખાય એ ધર્મનો ફુગાવો છે.
જ્યાં પૈસા વધે અને ઠરીઠામ બેસવાનું મન ન થાય તે પૈસાનો ફુગાવો છે. ફુગાવો વધ્યો એટલે સુખ ન મળે, શરીરે સોજા હોય તે આરોગ્ય નથી પણ ફુગાવો છે. દેખાવમાં કાયા હૃષ્ટપુષ્ટ દેખાય પણ આરોગ્ય નથી માટે સુખ નથી. આજે ઉપદેશકોમાંથી અધ્યાત્મની વાત, ગ્રન્થિભેદની વાત નીકળી ગઈ છે. એમના અંતરમાં પણ સ્પૃહાઓનું તોફાન ચાલે છે. ઉપદેશકે પરમ નિસ્પૃહ બનવું જોઈએ. સાધના ગમે તેટલી ઊંચી હોય પણ નિઃસ્પૃહતા વિના સાધના શોભતી નથી. અધ્યાત્મ વિવેકના શિખર ઉપર ચઢવા માટે છે. ઇચ્છાઓના કીડા ઉધઇના કીડાની જેમ આત્માને કોતરી નાંખે છે એનાથી આત્મસ્વરૂપ ભૂલી જવાય છે.
પ.પૂ. ભદ્રકરસૂરિ મહારાજ નિઃસ્પૃહતાના શિખર ઉપર છે. પ.પૂ. હિમાશુસૂરિ મહારાજ તપના શિખર ઉપર છે.
પ.પૂ. જયઘોષસૂરિ મહારાજ માર્ગાનુસારી તાત્ત્વિક ક્ષયોપશમના કારણે વિવેકના શિખર ઉપર છે. વિવેકથી સમકિત મળે છે.
સમકિત મળ્યા પછી પલ્યોપમ પૃથક્ત સ્થિતિ ઘટે ત્યારે દેશવિરતિ મળે છે. એમાંથી ખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે સર્વવિરતિ આવે છે. “ઇક્કોવિ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org