________________
૨૮૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
વધી તો તિજોરીમાં વધી, અધિકાર વધ્યો તો પ્રતિષ્ઠા મળી, પરિવાર વધ્યો તો મ્યુનિસીપાલીટીનું પત્રક વધ્યું. જ્ઞાનીની દૃષ્ટિએ કચરો વધ્યો અને કચરાને સારો માનવો એ મિથ્યાત્વ છે. પચાસ વર્ષો જેની સાથે રહેવું છે તેના માટે જીવ કેટલી ભૂલો કરે છે, પાપો કરે છે, પરિણતિને બગાડે છે. જેની સાથે સંયોગ સંબંધ છે તેને આત્મસ્વરૂપ માનવાની જીવે અજ્ઞાનના અને મોહના કારણે ભૂલો કરી છે. હવે આપણે બુદ્ધિમાન કહેવાઈએ કે બુદ્ધ કહેવાઈએ ? પુણ્યનો ઉદય છે, સંયોગ અનુકૂળ વર્તે છે પણ જે દિવસે પાપનો ઉદય આવશે ત્યારે એ બધા પ્રતિકૂળ થઈ જશે. સંયોગમાં વિયોગ નહીં દેખાડનાર આ પ્રખ્યુિં છે. બધું અનુકૂળ મળ્યું એટલે આપણું પોતાનું થઈ ગયું થોડું કહેવાય ? ગ્રન્યિ ભેદાય ત્યારે ભ્રમ ટળે છે. જીવ આત્માનંદને પામે છે. આત્માનંદની પ્રાપ્તિ પછી બાહ્ય પદાર્થોમાં તેને આનંદ આવે નહીં, બાહ્ય પદાર્થો આવે તોય શું ? જાય તો ય શું ? રહે તો ય શું ? ન રહે તો ય શું ? આત્માનંદની ઝાંખી પાસે આ બધા વિકલ્પો વિલીન થઈ જાય
આ એક ભાઈ પરદેશથી હિન્દુસ્તાન આવી રહ્યા છે. પ્લેનમાં બેઠા – થોડું પ્લેન ચાલ્યું પછી હાલમડોલ થવા માંડ્યું. પાયલોટ ગભરાયો. હું પણ નહીં બચી શકું એવું તેને લાગ્યું. જિજિવિષાને કારણે ચારેબાજુ રોકકળ થવા માંડી. મૃત્યુનો ભય કેવો હોય છે ? આ ભાઈ વિચારે છે કે રોકકળથી શું ફાયદો ? હવે તો દસ-પંદર મિનિટમાં જવાનું જ છે, તો જ્યાં જવું છે તે પરલોકની સાધના કરી લઉં. કટોકટીના સમયે હાયવોય ન કરતાં, પરિસ્થિતિનો સ્વીકાર કરી માર્ગ કાઢવો એ પૈર્ય છે. ધિયા નતે ત ઈર: બુદ્ધિથી જે શોભી રહ્યો છે તે ધીર પુરુષ છે. તે પ્રસંગમાં અંદર ન ખેંચતાં બહાર આવવા પ્રયત્ન કરે છે. પેલા ભાઈએ પહેલાં સાંભળેલું હતું કે,
અરિહંત સિવાય કોઈ શરણ નથી” પણ તે વખતે પત્ની પૈસા, પુણ્યનું શરણ તેને લાગતું હતું તેથી અરિહંતના શરણની વાત તેણે સાંભળેલી ખરી. પણ શ્રદ્ધામાં ન હતી આવી પણ જ્યારે પત્ની, પૈસા, પુણ્યની અશરણતા પુરવાર થતી જણાઈ ત્યારે ડૂબતો માણસ જેમ તણખલું પકડે તેમ તેણે અરિહંતમાં ઉપયોગને લીન બનાવ્યો. ભય વિના શરણ નહીં, બાહ્ય પદાર્થોથી અશરણતાનો અહેસાસ થયો ત્યારે તેણે અરિહંતને પકડી લીધા. ઉપયોગ સ્કૂલમાંથી સૂક્ષ્મ બન્યો. અરિહંતના આલંબને શુભભાવ પરાકાષ્ઠાનો બન્યો. અરિહંતની સંપૂર્ણ બિનશરતી શરણાગતિ સ્વીકારી, જ્ઞાનચેતનાને અરિહંતનો આકાર આપી દીધો. મૃત્યુનો ભય હતો. આંખો બંધ કરી અંદરમાં ચાલ્યો ગયો. અંતર્મુહૂર્તનો કાળ સ્થિર રહ્યો, ગ્રન્થિભેદ કરી સમ્યકત્વ પામ્યો. જ્યારે અંદરથી બહાર આવ્યો ત્યારે બધા ભયો, શાંત થઈ ગયા હતા. પ્રસ્થિભેદ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org