________________
પ્રવજ્યાનું ફળ જ્ઞાનયોગ
૨૮૧
ગ્રચિનું સ્વરૂપ એકેંદ્રિયાદિ ગતિઓમાં દુઃખો ઘણાં સહન કરવાથી અકામ નિર્જરા થાય છે અને સંયોગો ન હોવાથી જીવ પાપ કરી શકતો નથી માટે આ સ્થિતિનું સર્જન થાય છે. પણ આ સ્થિતિ પછી ગ્રંથિભેદ થાય તો સમક્તિ મળી શકે છે. અપૂર્વકરણના અધ્યવસાયથી દુર્ભેદ્ય કર્કશ, ઘન, રૂઢ અને ગૂઢ એવી રાગદ્વેષના પરિણામ સ્વરૂપ પ્રન્યિ છે તેને તોડવી પડશે. અનાદિકાળથી જીવને અનુકૂળતાનો રાગ છે અને પ્રતિકૂળતાનો દ્વેષ છે. આને તોડવાની છે. આ પ્રન્ચિ કર્કશ છે એટલે એનાથી હાથ છોલાય, પણ એ ન છોલાય. આ પ્રન્યિ હોતે છતે તીવ્ર કષાયો વર્તે છે. રાગ – ષ તીવ્ર બને છે. કષાયોનો તીવ્ર પરિણામ એ જીવને વિચિત્ર વર્તન કરાવે છે. પોતાને તો દુઃખ આપે પણ બીજાને પણ દુઃખ આપે તે કર્મશતા છે.
વળી ઘન એટલે olid, નક્કર છે. જીવ દુઃખે કરીને અંત આવે એવા અનંત સંસારના પરિણામ અહીં નાખે છે. અનંત સંસાર રખડી શકાય એવા અનુબંધો અહીં પડે છે.
રૂઢ એટલે મજબૂત - ન તૂટે, ન છૂટે એવી આ મડાગાંઠ હોય છે. ગ્રન્થી એ મોહનીયનો પરિણામ છે. અનંતકાળથી અજ્ઞાનથી આ ગ્રન્થી પુષ્ટ થતી આવી છે. સમ્યજ્ઞાનના પ્રકાશથી એ ઓળખાઈ જાય તો એને ઢીલી કરી શકાય.
ગૂઢ વળી આ ગૂઢ એટલે ગુપ્ત, ઓળખી ન શકાય. અધ્યાત્મમાર્ગમાં પ્રન્થિ ભેદવી એ જ પરાક્રમ છે. જન્મ – મરણ કેમ આવે ? દુ:ખ કેમ આવે છે ? ઈષ્ટાનિષ્ટની ઓળખાણ ન્યિના કારણે થતી નથી. આ પ્રન્થિના કારણે અનંત આનંદ દબાયેલો છે, અનંતપુદ્ગલપરાવર્ત જીવ રખડે છે અનંત જન્મો. - મરણો કરે છે. આ ગ્રન્થિ રાગાદિથી, અજ્ઞાનથી, અંતરાયથી પુષ્ટ થાય છે.
અનાદિકાળથી આપણો આત્મા દુઃખી થયો હોય અને બીજાના દુઃખમાં નિમિત્ત બનતો હોય તો આ પ્રન્યિના કારણે છે. ગ્રન્યિ વિપરીત બદ્ધિ કરાવે છે. વિપર્યાસ કરાવે છે. દેહમાં આત્મબુદ્ધિ કરાવે છે. દેહને હું માનવા સ્વરૂપ આરોપિત ભાવમાં કરેલી ધર્મક્રિયાનું ફળ પુણ્યબંધ છે. આરોપ ખસે નહીં ત્યાં સુધી જીવને સાચું સુખ ન મળી શકે. ગ્રન્થિ છે ત્યાં સુધી અહંકારથી જીવન જીવવાનું છે. ડુંગરી – કોબીના ફળ જેવાં આવરણો છે. આવરણો તૂટતા જાય તો પણ અંધકાર જાય નહીં. ઈન્દ્રનું સામ્રાજ્ય મેળવવું કે ચક્રવર્તીના છ ખંડ સાધવા એ કોઈ મોટું પરાક્રમ નથી. એ પુણ્યના ઉદયથી મળે છે. ગ્રંથિભેદ કર્મના ક્ષયોપશમથી, ક્ષયથી મળે છે. પુણ્યના ઉદયથી
જગતની બધી સંપત્તિ મળે એનાથી જીવને શું મળ્યું તે તો કહો ? લક્ષ્મી Jain Education International 2010_05
www.jainelibrary.org
For Private & Personal Use Only