________________
૨૮૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
નમુક્કારો સામયોગનો એક જ નમસ્કાર સીધી ક્ષપકશ્રેણી મંડાવે છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રની જેમ થોડામાં ઘણું કહેવાની સૂત્રાત્મક શૈલી પૂ. હરિભદ્રસૂરિ મહારાજની છે. તેઓ કહે છે ખાલી મોક્ષે જવું છે, મોક્ષે જવું છે એમ ઘૂંટ ઘૂંટ કરવાનું નથી પણ અવાંતર ગુણોની પ્રાપ્તિ કરવાની છે. મોક્ષ તો ધ્યેય રૂપે રાખવાનું છે જ. પણ પહેલાં માર્ગાનુસારી બનવું પછી ગ્રન્યિભેદનું લક્ષ્ય, પછી દેશવિરતિ શ્રાવકપણું, પછી સર્વવિરતિપણું આવે. નજીકના સ્ટેજને પ્રાપ્ત કરતો જાય તો સાધ્ય પ્રાપ્ત થાય.
સંસારમાં જેમ સુખી થવું છે તો પૈસાનું લક્ષ્ય રાખે. કરોડપતિ થવું છે એના માટે વેપાર એ લક્ષ્ય છે. કયો વેપાર કરવો ? તે માટે પૈસા ક્યાંથી લાવવા એ બધા અવાંતર લક્ષ્ય છે. પહેલા લાખ કમાવવા માટે નાની દુકાન કરે, પછી ધીરે ધીરે આગળ વધે એટલે કરોડપતિ બને. જાણવાનું બધું, સમજવાનું બધું પણ વર્તમાનમાં શું શક્ય છે ? કઈ ચીજ પ્રાપ્ત થઈ શકે છે ? તે માટે પ્રયત્ન કરવાનો. ખાલી મોક્ષ મોક્ષ ન કરવું. તે માટે હૈયામાં મૈત્રી વગેરે ભાવો લાવવા અને કોઈ જીવ જોડે સંઘર્ષ ન કરવા. આ યોગની સાધનાથી ઉપયોગની શુદ્ધિ વડે, અયોગી બનાય છે. યોગસંન્યાસથી અયોગી બનાય છે. અહીં તમામ યોગનો અભાવ હોય છે. અંતે ઉપયોગ એ આત્મસ્વરૂપ છે તે શુદ્ધ બને છે આઠમી દૃષ્ટિનું ફળ સમાધિ છે. પ્રત્યેક દૃષ્ટિમાં એક એક ગુણ આવે છે, એક એક દોષનો ત્યાગ થાય છે અને એક એક યોગાંગની પ્રાપ્તિ થાય છે. ધ્યાન, સમાધિ એ પણ મતિજ્ઞાનની અવસ્થા છે. ઉહ – અપોહ; તર્ક – વિતર્ક, લાગણી આ બધા મતિજ્ઞાનના પર્યાયો છે. કેવળજ્ઞાન એ સમાધિની ઉપર છે.
આધિ એ મનની ચિંતા સ્વરૂપ છે. સમાધિમાં આધિને સમ, શાંત કરી છે. અહીં ઉપયોગ આત્મસ્વરૂપમાં રમે છે. બહારની ચિંતાઓ શમી ગઈ છે. પદાર્થવિષયક સંકલ્પ – વિકલ્પો અટકી ગયા છે તે સમાધિ છે. ઉપયોગ ઘણો બધો આત્મસ્વરૂપમાં લીન થયો છે ભાવમન = મતિજ્ઞાનનો ઉપયોગ એમાં સમાધિ છે, કારણ કે મતિજ્ઞાન સ્વચ્છ બન્યું છે. મોહ ઘણો બધો નાશ પામ્યો છે. તણખલા જેટલી વસ્તુ ઉપર તણખલા જેટલો મોહ પણ આત્માના અનંતજ્ઞાનને અટકાવી શકે છે, અનંત સંસાર રખડાવી શકે છે, આ જ વાસ્તવિકતાથી ચૌદપૂર્વી અનંતા નિગોદમાં પડ્યા છે. સાધના સિદ્ધિને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી જાગૃતિ જોઈશે. સાધક સમાધિમરણ, સમાધિજીવન માટે તલસતો હોય છે. જેને સમાધિનો તલસાટ છે તે બીજાને સમાધિ આપવાનો વખત આવે ત્યારે ત્યાં દોડી જાય. આવો મૈત્રીભાવ આત્મસાતુ કરવો જોઈએ.
જલિયાંવાલા બાગમાં પ્રચંડ હત્યાકાંડ સર્જનાર જનરલ ડાયર પ્રત્યે પણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org