________________
પ્રવજ્યાનું ફળ જ્ઞાનયોગ
૨૮૫
ગાંધીજીના આ ઉદ્દગાર છે કે જનરલ ડાયર માટે મને આંતરિક કોઈ જ દ્વેષ નથી. તેને સમાધિ જોઈતી હોય તો હું આજે પણ દોડી જાઉં. જેટલી સમાધિ વધારે તેટલી વ્યાધિ, ઉપાધિ ઓછી. સાધુને સમાધિ જ હોય. આધિ તો અહીં આવીને ઊભી કરે તો જ થાય. લોકેષણા વધે તો ઉપાધિ આવે. માનપાનની ઇચ્છા એ લોકેષણા છે. ઉપાધિ છે. સમાધિ જાય ત્યાં આધિ પગપેસારો કરી દે છે. જેને સ્પૃહા છે એ સત્ય વસ્તુનું કથન કરતાં અચકાશે. સાધુ નિઃસ્પૃહ નહીં બને તો સત્યકથન કોણ કરશે ? સત્યવસ્તુના પ્રકાશન માટે નીડર બનવું પડે. નિ:સ્પૃહ આત્માની વાણીમાં જ ફોર્સ આવે. વાત સાચી કહેવી અને સામાને પ્રિય કહેવી એ વાત અશક્ય નથી પણ દુઃશક્ય તો છે જ.
આ ઉદાયનમંત્રીશ્વરને કુમારપાળ પૂછે છે કે સિદ્ધરાજ અને મારામાં ઉદાર કોણ ? ત્યારે સત્ત્વશીલ મંત્રીશ્વર કહે છે, “સાહેબ ! ઉદારતામાં તો સિદ્ધરાજ ચડે.' આ સાંભળીને કુમારપાળ ખિન્ન નથી થયા કારણ કે અધ્યાતમ હતું. અધ્યાત્મ સમજવું હોય તો પોતાના દોષો દેખાવા જોઈએ. પોતાના દોષો ખટકે તો જ અધ્યાત્મ આવે.
આચરણની અગત્યતા તમારા દુશ્મનને આપવા જેવી ચીજ છે – ક્ષમા. તમારા હરીફને આપવા જેવી ચીજ છે – સહનશીલતા. તમારા મિત્રને આપવા જેવી ચીજ છે – હૃદય. તમારા પિતાને આપવા જેવી ચીજ છે – પૂજ્યભાવ. તમારી માતાને આપવા જેવી ચીજ છે – ઉચ્ચ સેવા.
ભગવાન ક્યાં રહે છે ?
માતાપિતાની સેવા કરનારને ઘેર. પતિવ્રતા સ્ત્રીને ઘેર. જીતેન્દ્રિય વ્યક્તિને ઘેર. અતિથિ સત્કાર કરનારને ઘેર. સત્યવાદી ઈમાનદાર વેપારીને ઘેર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org