________________
આયોજ્યકરણ
अतस्त्वयोगो योगानां योगः पर उदाहृतः । मोक्षयोजनभावेन सर्वसंन्यासलक्षणः ॥ ११ ॥
દ્વિતીય અપૂર્વકરણમાં ધર્મસંન્યાસ નામનો સામર્થ્યયોગ આવે છે અર્થાત્ ક્ષપકશ્રેણીમાં હવે આગળ જઈને ક્ષાયિકધર્મોની પ્રાપ્તિ થવાની હોવાથી ક્ષાયોપશ્ચમિક એવા ક્ષમાદિ ધર્મોનો ત્યાગ થાય છે અને આ ધર્મસંન્યાસ નામના સામર્થ્યયોગ પછીથી યોગસંન્યાસ નામનો સામર્થ્યયોગ' આયોજયકરણની ઉત્તરકાળમાં પ્રાપ્ત થાય છે. તેમાં આયોજયકરણ એટલે કેવલજ્ઞાનથી પ્રયુક્ત અચિંત્યવીર્ય વડે અઘાતીકર્મોને એવી સ્થિતિમાં મૂકી દેવાં કે જેથી ચૌદમા ગુણસ્થાનકે પાંચ હાસ્વાક્ષર જેટલા કાળમાં તે ખપી જાય. આવા પ્રકારનો પ્રયત્ન જે થાય છે તે આયોજયકરણ છે.
આ આયોજયકરણ પછીથી યોનિરોધ કરવા માટેનો પ્રયત્ન થાય છે જેના કારણે ચૌદમા ગુણસ્થાનકે યોગસંન્યાસ નામનો બીજો સામર્થ્યયોગ પ્રાપ્ત થાય છે. આ યોગસંન્યાસ નામના બીજા સામર્થ્યયોગમાં મન, વચન, કાયાના ત્રણે યોગોનો નિરોધ થાય છે અર્થાત્ તે મન, વચન, કાયાની સર્વ પ્રવૃત્તિ અહીં અટકી જાય છે માટે તે અયોગ કહેવાય છે અને અયોગ એ સર્વયોગોમાં શ્રેષ્ઠ કહ્યો છે; સર્વયોગોમાં એટલે મિત્રા, તારાદિ જે યોગો છે તે સર્વ યોગોમાં. આ ચૌદમા ગુણસ્થાનકે પ્રાપ્ત યોગસંન્યાસ સ્વરૂપ અયોગ એ શ્રેષ્ઠ છે. કારણ કે મિત્રા, તારાદિ યોગદૃષ્ટિમાં બતાવેલી એક એક દૃષ્ટિની ઉત્તરોત્તર સાધના કરતા આત્મામાં શુદ્ધિ વધતી આવે છે અને એ શુદ્ધિ ચૌદમા ગુણસ્થાનકે ત્રણે યોગનો નિરોધ થતાં પરાકાષ્ઠાની બને છે. હવે ચૌદમા ગુણસ્થાનકે યોગનિરોધની કક્ષાએ પહોંચેલા આત્માને કાંઈ કરવાનું રહેતું નથી. હવે તો ચૌદમા ગુણસ્થાનકનો મધ્યમગતિથી બોલાતા પંચહૂસ્વાક્ષર પ્રમાણ જેટલો કાળ પૂર્ણ થતાં આત્મા સિદ્ઘાલયમાં સુસ્થિત થવાનો છે. આમ યોગસંન્યાસ લક્ષણ સામર્થ્યયોગ કે જે યોગનિરોધ સ્વરૂપ છે, અર્થાત્ અયોગ સ્વરૂપ છે, તેની પ્રાપ્તિથી આત્મા મોક્ષ પામે છે. માટે આત્માને મોક્ષની સાથે જોડી આપે તે યોગ.'' એ યોગની વ્યાખ્યા ચૌદમા ગુણસ્થાનકે પ્રાપ્ત ‘અયોગ' નામના યોગમાં સારી રીતે ઘટતી હોવાથી ‘અયોગ'ને શ્રેષ્ઠ યોગ કહ્યો છે.
હવે આ બધી ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ રૂપ સામર્થ્યયોગની વાત અહીંયાં યોગદૃષ્ટિના વિષયમાં કેમ લાવ્યા ?
એ પ્રશ્નના ઉત્તર રૂપે કહે છે કે ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ કરતાં
Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org