________________
આયોજ્યકરણ
૨૮૭
ગ્રંથકારશ્રીએ “હું ઈચ્છાયોગથી પરમાત્માને નમસ્કાર કરું છું'' એમ કહ્યું હતું. તેથી ઇચ્છાયોગ શું છે ? એ બતાવવા પ્રસંગાનુરૂપ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનું સ્વરૂપ બતાવ્યું. એમાં
“ઇક્કોવિ નમુક્કારો જિણવરવસહસ્સ વદ્ધમાણસ્સ |
સંસાર સાગરાઓ તારેઇ ન વ નારિ વા !” શબ્દોથી સામર્થ્યયોગનો નમસ્કાર જણાવ્યો છે.
ચૌદમે ગુણસ્થાનકે અધર્મસંન્યાસ, ધર્મસંન્યાસ, યોગસંન્યાસ, સર્વસંવર વગેરે સઘળું ઘટે છે. માટે એ સર્વયોગોમાં શ્રેષ્ઠ યોગ છે.
જીવ સંસારમાં આત્મસ્વરૂપને ઓળખતો નથી. એ સામાન્ય દૃષ્ટિ છે. લોકસંજ્ઞામાં જ જીવન છે. મોજ-મજા, એશઆરામ, હરવું-ફરવું તે ઓઘદૃષ્ટિ છે અચરમાવર્તકાળમાં તો ઓઘદૃષ્ટિ જ છે અને ચરમાવર્તિમાં પણ ભારેકર્મી છે ત્યાં સુધી ઓઘદૃષ્ટિ છે. ગુણસંપન્ન અપુનબંધકાવસ્થા આવે ત્યારે જીવ યોગદૃષ્ટિ પામે છે. દષ્ટિ આત્માને ઉપકાર કરનારી હોય છે. આ દૃષ્ટિ આવે એટલે આત્મસ્વરૂપ ગમે છે. આત્મસ્વરૂપની ઝંખના થાય છે. આત્મસ્વરૂપની રુચિ થાય છે. આ દૃષ્ટિ આવ્યા પહેલાં જીવને આત્મસ્વરૂપની રુચિ હોતી નથી પણ કેન્દ્રસ્થાને દેહ હોય છે. એની દૃષ્ટિ બહુ બહુ તો પરલોક સુધી પહોંચે, પણ આત્મા સુધી પહોંચતી નથી. આત્મામાં ભાવમલ ભરેલો હોવાથી જીવ આત્માભિમુખ બની શકતો નથી. અચરમાવર્તમાં ઠાંસી ઠાંસીને સંસારનો રાગ ભરેલો હોય છે. વિષયોમાં તેની બુદ્ધિ ભરેલી હોય છે. કર્મના ક્ષયોપશમથી દૃષ્ટિ પ્રાપ્ત થતી હોય છે. જ્ઞાનાવરણીય, મોહનીય વગેરે કર્મોના ભિન્ન ભિન્ન પ્રકારના ક્ષયોપશમથી પદાર્થ એકનો એક હોવા છતાં વ્યક્તિભેદે, દૃષ્ટિભેદે દર્શન જુદું જુદું થતું હોય છે.
- રાત્રી છે અને વાદળાં છે ત્યારે પદાર્થનું દર્શન જે થાય છે તેનાથી રાત્રી છે અને વાદળાં નથી ત્યારે તેનું દર્શન જુદું થાય છે. દિવસ છે અને વાદળાં છે ત્યારે પદાર્થનું દર્શન થોડું સ્પષ્ટ થાય છેદિવસ છે અને વાદળાં નથી ત્યારે પદાર્થનું દર્શન વધુ સ્પષ્ટ થાય છે. વળી ભૂતાદિથી ગ્રસિત હોય તે જેવું દર્શન કરે છે તેનાથી સ્પષ્ટ દર્શન ભૂતાદિ ગ્રહરહિતનું હોય છે. વળી બાળક અને યુવાનના પદાર્થદર્શન જુદા પડે છે. વળી યુવાનમાં પણ પીળિયો, ઝામર વગેરેથી જેનાં લોચન હણાયાં છે તેનું દર્શન ધૂંધળું હોય છે. અસ્પષ્ટ હોય છે, ભ્રમિત પણ હોઈ શકે છે અને જેની દૃષ્ટિ હણાયેલી નથી તેનું દર્શન વધુ સ્પષ્ટ હોઈ શકે છે. આમ દષ્ટિના ભેદ પદાર્થ એક જ હોવા છતાં દર્શન જુદું જુદું હોય છે. અધ્યાત્મની અંદર પણ ક્ષયોપશમની વિચિત્રતાના કારણે પદાર્થનું સ્વરૂપ એક હોવા છતાં પદાર્થની માન્યતા જુદી જુદી હોય છે. જગતમાં જોનારાના ભેદે પદાર્થના દર્શનમાં ભેદ પડે છે તેમ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org