________________
૨૪૮
યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગ-૧
આવવા માંડ્યા, પ્રતિક્રમણમાં રાબડીના, મગના વિચારો આવવા માંડ્યા તો ઉપવાસ ભાંગે કે ન ભાંગે ? ઉપવાસનું પચ્ચખાણ છે. રાત્રે ખાવાના વિચાર આવે છે, પણ તમારી પ્રતિજ્ઞા તો કવલાહારનો ત્યાગની છે. તે તો તમે કરતાં નથી એટલે પચ્ચખ્ખાણ ભાંગતાં નથી. અનાદિનો ત્યાગ એ વ્રત છે. પચ્ચખાણ છે એ વેપાર છે. વેપાર જેમ નફા માટે છે તેમ પચ્ચખાણાદિ વેપાર એ સ્વરૂપમાં જવા માટે છે. અહીં વ્રતનો ભંગ નથી. સ્વરૂપનો ભંગ થાય છે. ઉપયોગ ખાવામાં છે. માટે નિર્જરા ન થઈ. સ્વરૂપમાં જવા માટે ઉપવાસ છે. તે સ્વરૂપમાં તમે ન જઈ શક્યા. વ્યવહારનું ફળ નિશ્ચય છે. પ્રવૃત્તિનું ફળ પરિણામની પ્રાપ્તિમાં છે. ક્રિયાનો અંત ક્રિયાથી નથી, ક્રિયાનો અંત ભાવથી છે. ઘણી ક્રિયા કરીશું પણ બરોબર ન કરીએ તો ક્રિયાનો અંત ન આવી શકે. થોડી ક્રિયા કરીશું પણ બરોબર કરીશું તો ક્રિયાનો અંત ક્ષપકશ્રેણીમાં આવી શકશે. નાનો છોકરો જ નહીં, પણ તમે પણ ઉપવાસમાં વિચાર કરો છો, વિકલ્પ કરો છો, ઈચ્છા થાય છે. છતાં નથી ખાતાં તેથી પુણ્યનો બંધ થાય છે. શ્રદ્ધા છે. માટે ખાતાં નથી, તેથી ખાવાનો વિચાર આવવા છતાં પુણ્ય બંધાય. ખાવાના આ વિચારો ખોટા છે એવું ત્યાં તમે માનો છો. આવા વિચાર ન કરવા જોઈએ એટલી જાગૃતિ છે. એ વિચાર પણ ઊંચો છે. ગમે તે થાય પણ ખાવું નથી એવી શ્રદ્ધા પેલા વ્રતભંગ ન કરવાનું બળ આપે છે, તેથી પુણ્યબંધ કરે છે. એને લાંધણ ન કહેવાય. વૈદ્યના કહેવા પ્રમાણે ત્રણ દિવસ ન ખાવ તો ત્યાં શરીર સુધારવાનો આશય છે. ત્યાં આત્મહિત નથી માટે લાંઘણ છે. અહીં તો પચ્ચખાણ વગેરે લે છે. આ જ જિનવચનની શ્રદ્ધા છે ખાવાનો વિચાર આવે છે, તેથી અલ્પ પુણ્ય બંધાય છે. અને સ્વરૂપમાં રહેવાનો જ વિકલ્પ છે ત્યાં નિર્જરા છે. મહાપુણ્ય બંધાય.
ચારિત્ર લીધા પછી સ્વરૂપમાં રહે તેને જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય છે. સ્વરૂપમાંથી બહાર નીકળે તેને દ્રવ્યચારિત્ર છે. જ્ઞાનયોગથી ચારિત્ર મહાન બની શકે છે.
ગૃહસ્થાવાસમાં વિષયોની, સંયોગોની, સામગ્રીની પ્રધાનતા છે. ત્યાં જ્ઞાનયોગ બહુ દુષ્કર છે. ચારિત્રમાં જ્ઞાનયોગ બહુ સહેલો છે. ચારિત્ર લીધા પછી વ્રતો ભાંગ્યાં નથી પણ મોજ - શોખ, સુખશીલતા, ભક્ત – ભક્તાણી, ખાવા – પીવામાં જ પડ્યાં તો તે દ્રવ્યચારિત્ર માત્ર પુણ્યકર્મનો મામૂલી બંધ કરાવે. દેવલોકની પ્રાપ્તિ કરાવે પણ પછી સંસાર પરિભ્રમણ ચાલુ રહે. જે ક્રિયામાં સ્વરૂપ પ્રાપ્તિ કરવાનું લક્ષ્ય નથી, ૨૫-૫૦ વર્ષનું જીવન એમ ને એમ પૂરું કરવું છે ? હવે તો અહિંસા સંયમ - તપને જીવનમાં અપનાવો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org