________________
જ્ઞાનયોગથી ચારિત્ર મહાન છે
૨૪૭
છે. જેના કારણે ધુરંધરો પણ કર્યા છે. ચોવીસ કલાક પરમાત્માને ઘંટો એ શુભ વિકલ્પ છે. અને ચોવીસ કલાક પત્નીને, દીકરા – દીકરીને, પૈસાને, વ્યાપાર – ધંધાને ઘૂંટો એ અશુભ વિકલ્પ છે.
વિકલ્પોની પરંપરા એ વિકલ્પોનું અમરત્વ છે. એનાથી સંસાર ચાલે છે. વિકલ્પોને અમર બનાવ્યા તેને ભવોભવ મરવાનું છે. ભવોભવ દુર્ગતિમાં જવાનું છે. ઘરમાં સમતા ભાવે રહો છો કે રાગથી રહો છો ? રાગ એ સમતા નથી. રાગ તો આત્માનો મહાઘાતક છે. રાગ – વૈષ બન્ને જાય ત્યારે સમતા આવે છે. રાગ વિના એક ક્ષણ જીવી શકતા નથી.
અસંગ, મૌન, એકાંત ત્રણે આ સાધના માટે અતિશય જરૂરી છે. સંસારમાં સંગ છે, અસંગ નથી, એકાંત નથી. બધા વચ્ચે રહેવાનું છે. સંગ વિના ન રહેવાય તો સત્સંગ કરો. સંગી, રાગી જીવ જે કરે તે અહિતકર છે. મૌન ન રહેવાય તો પરમાત્મા સાથે વાત કરો.
જેના ઉપર રાગ થાય, દ્વેષ થાય એ વિષય છે બંગલા - ફર્નિચર એ પણ વિષય છે. બંગલા – ફર્નિચર ઉપર ઇન્દ્રિય ચોટે એ રાગ છે. બંગલા બાંધતા કેટલાને બગલા બનાવ્યા છે ? જેના ઘરમાંથી એક પણ આત્મા ચારિત્ર લેનાર નથી તે ઘર સ્મશાન છે; સ્મશાનમાં જે હોય. તે તમારા ઘરમાં છે. સ્મશાનમાં મડદાં હોય, લાકડાં હોય, ભડકા હોય પોતાના જીવનમાં ચારિત્રની ઈચ્છા નથી તેની ચેતના મરી ગઈ છે. ભાવપ્રાણજ્ઞાનાદિ રાગાદિથી દબાઈ ગયા છે તે બધા કલેવર છે. આ બધાં ફર્નિચરો તે લાકડાં છે તેના નિમિત્તે થતી રાગાદિ પરિણતિ એ ભડકા છે. તમારું ઘર ઘર કયારે ?
જે ઘરમાંથી એક જણ ચારિત્ર લે તો તે ઘરના બધા ચારિત્રની પ્રીતિવાળા હોય છે. એક જણ ચારિત્ર લે તેને સતત ચારિત્ર યાદ આવે, તેના નિમિત્તે પણ સતત ચારિત્ર યાદ આવે. એટલે ચેતના જાગૃત બની.
“જ્ઞાનયોગઃ તાઃ શુદ્ધ, જિયાર્થો ગાત્મવત્તલi ક્રિયાત્મનીમાવાતુ ત મોક્ષ સુસાધક – (ધ્યાત્મિસાર યોગથR II)
સંસારમાં જ્ઞાનયોગ નથી. સંસારમાં અજ્ઞાન છે. મોહયોગ છે. સંસારમાં રહીને ગમે તેટલો ધર્મ કરો પણ ચારિત્ર આગળ તેની કોઈ મહાનતા નથી.
સંસાર એટલે પાગલોના ટોળાની જમાત. સંસારમાં રહીને સંસ્કારો સુધારવા કેટલું કઠિન છે ? કારણ કે બધાને રાગાદિ ભાવોમાં જ રહેવાનું છે. દેવલોક વિષયોથી ભરપૂર છે ત્યાં સંસ્કાર સુધારી શકાય તેવું નથી પણ જ્યાં સંસ્કાર સુધારી શકાય છે તેવા મનુષ્યભવમાં પણ આપણે જો રાગાદિ ભાવો છોડી શકતા નથી તો તે આપણી કમનસીબી છે. અશનાદિ ચાર આહારનો ત્યાગ કરવાથી શાસ્ત્રીય ઉપવાસ કહેવાય છે. રાત્રે ખાવાના વિચાર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org