________________
જ્ઞાનયોગથી ચારિત્ર મહાન છે
ચારિત્રમાં જ્ઞાનયોગ છે સંસારમાં અજ્ઞાન અને મોહનો સંબંધ છે. સંસારમાં રાગથી જીવવાનું, રાગથી મોટા થવાનું, રાગથી મરવાનું, પરલોકમાં દુર્ગતિમાં જવાનું. ચારિત્રમાં, જ્ઞાનયોગ વિના મોક્ષ નથી. ત્યાં પ્રત્યેક ક્ષણે જ્ઞાનયોગમાં આત્માને રમાડવાનો છે. જ્ઞાનયોગ એ શુદ્ધ તપ છે. આત્મા પર રહેલાં કર્મોને તપાવે તે તપ. ખાલી શરીરની ધાતુને તપાવે તે તપ નથી. કર્મને તપાવે તે વાસ્તવિક તપ છે. “તપસા નિર્જરા ચ” તપથી નિર્જરા અને ચકારથી સંવર થાય છે. એ વાસ્તવિક અત્યંતર તપ છે. અત્યંતર તપ બાહ્ય તપ વિના ટકી શકતું નથી. ઉપવાસાદિ તપ કરી શરીરને તપાવ્યું - પણ અંદરમાં કષાય ભર્યા છે, જ્યુશ છે તો તેને તપ કઈ રીતે કહી શકાય ? ઉપવાસનો અર્થ શું છે ?
ઉપ = સમીપે; વાસ = રહેવું. આત્માની નજીકમાં રહેવું એટલે કષાયરહિત બનવું. આત્માની નજીકમાં આત્માનું શુદ્ધ આનંદમય સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપ છે તેમાં રહેવું તે ઉપવાસ છે. આત્મા કષાયમાંથી ખસીને સ્વરૂપમાં જાય તો ઉપવાસની એ વ્યુત્પત્તિ ત્યાં ઘટી શકે છે. અને આત્માએ સ્વરૂપમાં રહેવા માટે, કષાયથી દૂર જવા માટે વિષયથી દૂર રહેવું જ પડે. વિષયાસક્તિ એ કષાયોત્પત્તિનું બીજ છે. શરીર, સ્ત્રી, પૈસા પણ વિષય છે.
સંસારમાં અંદરમાં મોહ, અજ્ઞાન, રાગાદિ ભરેલા છે. બહારથી વિષયોથી ભરેલો સંસાર છે. સંસારમાં વિષયોથી જીવો જીવી રહ્યા છે. એકબીજાની હૂંફે જીવી રહ્યા છે, અને જરૂર પડે ત્યારે તમે યોગદાન ન કરતાં બેવફા બનો છો તે અજ્ઞાનદશા છે, રાગદશા છે. જીવ વિષયોની નિકટમાં ગયો એટલે કષાય થાય જ. દારૂ અને દેવતા ભેગા કરો પછી ભડકો ન થાય ! એવું બને ? ભડકો થાય જ ને ?
અંદરમાં પડેલા સંસ્કારો તે દારુગોળો છે. નિમિત્ત મળે એટલે ચિનગારી સળગી સમજવી, આ બંને ભળતાં ભડકો થાય જ છે. એના સંનિધાનમાં રાગાદિ હોય જ, જ્યાં રાગાદિ હોય ત્યાં ઉપવાસ હોય ? ઉપવાસ ન હોય તો આંબેલ છે એમ કહેવાય ? સંસારમાં મોહયોગ છે. અતિશય પાપના ઉદયવાળું આ તમારું સ્થાન છે. ક્ષણેક્ષણે તેમાં પાપનો બંધ થાય છે. ક્ષણે ક્ષણે અશુભ અનુબંધ કરાવનારું સ્થાન છે. પરલોકમાં દુર્ગતિ અપાવનાર છે. સંન્યાસ મહાન છે. અને તેનો પ્રતિપક્ષી ગૃહસ્થવાસ અશુભ છે. સંસારમાં વિષયો છે માટે કષાય છે. સંસારમાં પહેલો ઊંચામાં ઊંચો વિષય સ્ત્રીતત્ત્વ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org