________________
સામર્થ્યયોગ અને તેના પ્રકાર
૨૩૩
કર્મપ્રકૃતિઓ ઉપરથી એમ કહે છે કે હું એમ ને એમ આવતી નથી તમે ગયા ભવે મને જેવી બાંધી હોય છે તે રીતે બનીઠનીને હું તમારી પાસે આવું છું. કર્મપ્રકૃતિ પોતે સ્વતંત્ર નથી. ઘાતકર્મોનો ઉદય જીવને પોતાનું પૂર્ણજ્ઞાન, પૂર્ણાનંદ સ્વરૂપ અનુભવવા દેતો નથી. ઘાતકર્મનો ઉદય દુર્બુદ્ધિને પેદા કરે છે. કષાય લાવે છે. વિપરીતતાને લાવે છે. શારીરિક દુઃખ કરતાં માનસિક દુ:ખ ખરાબ છે જીવને કષાયનો ઉપશમભાવ નથી, તેથી બધી પ્રકૃતિ દુ:ખ રૂપે અનુભવાય છે. સુખ પણ દુઃખદ બનતું હોય છે.
જીવવીર્ય ત્રાજવાની તુલા જેવું છે. જીવ જેના પક્ષમાં બેસે તેનો વિજય; બીજાનો પરાજય થાય છે. જીવ જ્ઞાની, સમજુ, વિવેકી, ઉપશાંત બને ત્યારે ચારિત્રરાજાનો વિજય થાય છે. પ્રભુના વચન ઉપરની શ્રદ્ધાથી જીવના અનુભવને વેગ મળે છે. જગતમાં આપણને કોઈપણ સુખ-દુઃખ આપી શકતું નથી. આ વાત સમજાઈ જાય તો આપણને નિમિત્ત ઉપર રોષ આવે જ નહીં.
સંસાર બુદ્ધિ, શ્રદ્ધા અને શ્રમથી ચાલે છે. તમને પૈસા મેળવવાનું જ્ઞાન છે, ઘર ચલાવવાનું જ્ઞાન છે. પૈસા વિના ચાલે જ નહીં, પૈસા વિના જવાય જ નહીં, પૈસા વિના બેઆબરૂ થવાય, મરી જવાય. આ શ્રદ્ધા છે. અને તેને અનુરૂપ તમારું જીવન છે. આ મિથ્યાજ્ઞાન, મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાચારિત્ર છે. એને સભ્ય બનાવવાની સાધના જીવે કરવાની છે. આજે પૈસા વિના જીવી શકાય, પૈસા વિના ચાલી શકે ? એનું સ્થાન કોઈ છે ? હા.
આત્મારામજી મ.સા. પંજાબમાં હતા, ત્યાં એક પંજાબી મળ્યો, તે કહે છે આત્મા ન હોય તો અમને શું દુ:ખ છે ? તરત જ પ્રત્યુત્પન્ન મતિવાળા આત્મારામજી મહારાજે કહ્યું કે, આત્મા હોય તો તને શું દુઃખ છે ? જો તું આ ગામમાં જ રહે છે, તને બધા ઓળખે છે. હું આ ગામમાં રહેતો નથી. અને મને કોઈ ઓળખતું નથી – તોય મને વાજાં વગાડીને લાવ્યા છે. આ પ્રત્યક્ષ ફળ છે. અને કદાચ પરલોક નીકળ્યો, આત્મા નીકળ્યો તો તારી સ્થિતિ શું ? અને અમને શું ગેરલાભ ?
અંદરમાં રહેલો મોશેતાન શ્રદ્ધા કરાવે છે કે પૈસા વિના જવાય નહીં, સુખ વિના ન જ ચાલે. પદાર્થો વગર ન ચાલે એ અવિરતિની માન્યતા છે. અપૂર્ણ મનોદશા છે. એમાં ઉપાદેયબુદ્ધિ રહ્યા કરે છે. એ મિથ્યાત્વનો પરિણામ છે. જ્યાં મિથ્યાત્વ અને અવિરતિ બે હોય ત્યાં કષાય આવ્યા વિના ન રહે. માણસ સમજુ અને વિવેકી હોય તો આ બધાના અભાવમાં પરિણતિ બગાડ્યા વિના જીવી શકે છે. અને માણસ સમજુ અને વિવેકી ન હોય તો આ બધાના ભાવમાં પણ પરિણતિ બગાડીને સંસારમાં રખડે છે. આ બધામાંથી બચવું હોય તો જીવે ઔદયિક ભાવોની તાણમાંથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org