________________
૧૪૮
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
તક આપી છે. ૫૦ લાખ રૂ. ગયા હોય તો પણ ઇચ્છાયોગી આ રીતે પોતાના મનને વાળી શકે છે.
ના સંત તુકારામને કર્કશા પત્ની મળી. કોઈને ત્યાં ભજન કરવા ગયા. ત્યાંથી પાંચ – પચીસ શેરડીના સાંઠા તેમને આપ્યા. રસ્તામાં બધાને આપતાં આપતાં ઘેર ગયા, ત્યારે એક જ સાંઠો બાકી હતો. સ્ત્રી કહે લો, એક જ લાવ્યા, એમ કરીને વાંસામાં સાંઠો માર્યો, ફટકાર્યો ને તરત જ બે ટુકડા થઈ ગયા. સંતે બે ટુકડા સહજતાથી લઈ લીધા અને ઠાવકાઈથી કહ્યું, કે લે, એક તારો અને આ એક મારો. વાતને કેવી સરળતાથી લઈ લીધી. ઇચ્છાયોગી સર્જનનું શૂન્ય કરી શકે છે અને જે ઇચ્છાયોગી નથી તે શૂન્યમાંથી સર્જન કરીને દુ:ખી થાય છે. ઈચ્છાયોગનો ધર્મ આત્માને કેટલા બધા અશુભ ભાવોમાંથી બચાવે છે ?
તમને કઈ વસ્તુની ન્યુનતા ખટકે છે ? ઇચ્છાયોગ હોય તો કેવી રીતે આગળ વધાય ? અને કદાચ ઇચ્છાયોગ ન હોય તો કેવી રીતે પમાય ? એ માટે વ્યથિત છો ? ચિંતાતુર છો ?
જીવની અંદર અનાદિકાળથી અજ્ઞાનના યોગે પાપના સંસ્કારો પડ્યા છે. આ ભવમાં નિમિત્ત પામીને દઢ - દઢતર - દઢતમ કર્યા છે. હવે તેને કાઢવા માટે જીવે કટીબદ્ધ થવું પડશે. સારાપણું એ એક એવું રોકાણ છે કે જે ક્યારેય નિષ્ફળ જતું નથી. Goodness is the only investment that never fails. જિંદગીમાં તમે જે કાંઈ મેળવો છો, એની કિંમત ૧૦% છે અને એ મેળવ્યા પછી તમે જે બનો છો, તેની “૯૦% છે.
Life is 10% what you take it, and 90% what you make it.
જૈન શાસન કોલ આપે છે કે તમે ધર્મ કરવાનો સંકલ્પ કરશો, ત્યારથી તમારી ચડતી થશે. આલોચનાના ભાવમાં રહેલો આત્મા આલોચક છે, શુદ્ધ છે. આલોચના લેવા માટે તમે ગાડીમાં બેઠા. હજી સાબરમતી આવ્યું નથી. ત્યાં પાછળથી ટ્રકનો એક્સિડન્ટ થયો. હેમાળે : “શ્ચિમvi ઋત' કરાતું હોય એ કર્યું કહેવાય એ ન્યાયથી આલોચનાના ભાવમાં રહેલો આત્મા શુદ્ધ છે, સુપર છે. આલોચનાના કાગળો તમે લખ્યા, પોસ્ટમાં નાખ્યા, અથવા કોઈની સાથે મોકલાવ્યા, જવાબ આવે તે પહેલાં તમે મરી ગયા તો પણ તમે શુદ્ધ છો. આલોચનાથી તમારી સગતિ છે.
બાહુબલીનું હૃદય ફર્યું, એક જ પગલામાં કેવળજ્ઞાન થઈ ગયું. છેદસૂત્રોમાં આલોચનાનો અધિકાર આવે છે, ત્યાં કહ્યું છે કે, આલોચના લેવા જતાં અડધે રસ્તે ઘણાને કેવળજ્ઞાન થયું છે. આલોચનાના સ્થળે પહોંચતા ઘણાને કેવળજ્ઞાન થયું છે. ઘણાને ગુરુ સમક્ષ આલોચનાનો એકરાર કરતાં કરતાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org