________________
આર્યસંસ્કૃતિની ઝલક
૧૪૯
કેવળજ્ઞાન થયું છે. માંદા પડો તો ઊંટવૈદ્ય પાસે જવાય જ નહીં. સારા વૈદ્ય પાસે જ જવાય ! તેમ યોગ્ય ગુરુ ન મળે તો આલોચના લેવા માટે બાર વર્ષ સુધી રાહ જોવી જોઈએ, ૭00 યોજન સુધી ફરવું જોઈએ. ભગવાન પાસે પાપી બહુ પાપી બોલ્યા કરો તો પાપ ન નીકળે. ગુરુ પાસે જાવ તો પાપ નીકળે. નાના પણ પાપની ઉપેક્ષા બહુ ખતરનાક છે. નીકળી ગયેલી કેન્સરની ગાંઠ જીવાડે, નાનો પણ રહી ગયેલો કાંટો સેપ્ટીક થઈને મોત લાવી દે. બધાં પાપો વ્યવસ્થિત લખીને આલોચના લઈને શુદ્ધ થઈ જવું જોઈએ. આલોચના માટે વિલંબ ન કરવો. વાર્ષિક કર્તવ્યો ૧૧ કહ્યાં છે તેમાં છેલ્લું શોધિ = આલોચના છે, તે પર્યુષણમાં બીજે દિવસે સાંભળો છો, પછી કેમ કરતા નથી ? આયુષ્યનો ક્યાં ભરોસો છે ? ચારિત્ર એટલે નવો જન્મ. ચારિત્ર લેતાં પહેલાં આત્માએ પોતાના જીવનમાં શુદ્ધિકરણ કરી લેવું જોઈએ. બ્રાહ્મણને દ્વિજ કહેવાય છે. જનોઈ પહેરવાનો અવસર એ તેમનો બીજો જન્મ કહેવાય છે. તે જ રીતે સમ્યકત્વની પ્રાપ્તિ એટલે આત્માનો પુનર્જન્મ. એ પહેલાં બધા ખોળિયાના જન્મો છે. આ તો આત્માનો જન્મ છે.
સાચો શ્રાવક કોણ ? સાચો જૈન કોણ ? સમકિતી.
જે દિવસે જીવનમાંથી બધાં પાપનો ઉદય, બંધ વગેરે જાય તે દિવસે પૂર્ણ સંતોષ માણવો જોઈએ. તમે તો થોડું કરીને આત્મસંતોષ માની લો છો માટે વિકાસ થતો નથી. દેવપાલ તો પ્રભુનાં દર્શન કરી આનંદવિભોર બની એક ઝાડ નીચે સૂતો છે. દેવનું વરદાન છે કે સાતમા દિવસે રાજા બનવાનું છે. ત્યાં ગામમાં રાજા અપુત્રીયો મૃત્યુ પામે છે. હાથી કળશ લઈને ફરતાં ફરતાં અહીં આવે છે અને દેવપાલ ઉપર અભિષેક કરે છે. આ ગોવાળિયો રાજા થાય તે કોઈને ગમતું નથી. એટલે બધાએ આનો ઇન્કાર કર્યો. દેવ સ્વપ્નમાં આવે છે અને કહે છે કે તમે આવતીકાલે માટીનો હાથી બનાવીને તેના ઉપર બેસીને ગામમાં ફરજો. દેવપાલે પણ તેમ કર્યું અને દેવતાઈ શક્તિથી આ માટીનો હાથી ચાલતો જોઈ પ્રજાજને પણ આ ચમત્કાર પાસે નમસ્કાર કર્યો અને તેને રાજા તરીકે સ્વીકાર્યો. શ્રી અરિહંત પ્રભુની ભાવથી કરાયેલી ભક્તિ ઠેઠ મોક્ષ આપે છે અને મોક્ષ ન આપે ત્યાં સુધી આત્માનું સર્વ પ્રકારે રક્ષણ કરે છે. માટે પ્રભુની બતાવેલી આરાધનામાં પ્રમાદ ન કરવો.
જીનશાસનનો સાર દશવિધ કલ્પ, દશવિધ સામાચારી અને દશવિધ યતિધર્મ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org