________________
શાસ્ત્રયોગ
શાસ્ત્ર છેપ્રધાન જેમાં એવો ધર્મવ્યાપાર તે શાસ્ત્રયોગ છે. શાસ્ત્રમાં જે રીતે બતાવ્યું છે, જે રીતે કરવાનું કહ્યું છે, તે પ્રમાણે ધર્મ કરવો તે શાસ્ત્રયોગીનું લક્ષણ છે.
નિદા - કુથલી - વિકથા - વિષય - કષાય - મદ્યપાન વગેરે પ્રમાદો શાસ્ત્રાયોગીના જીવનમાં લેશ પણ ન હોય. શાસ્ત્રયોગી શ્રાદ્ધ હોય છે એટલે તેવા પ્રકારના મોહનો અપગમ થવાથી સંપ્રત્યય આત્મબોધને પામેલા શાસ્ત્રયોગીઓ હોય છે. તીવ્રબોધ હોવાથી તેઓ આગમને અનુસાર કાલાદિને અનુસરનારા હોય છે. શાસ્ત્રયોગનું વર્ણન કરતાં કહ્યું કે,
शास्त्रयोगस्त्विह ज्ञेयो, यथाशक्त्यप्रमादिनः।।
श्राद्धस्य तीव्रबोधेन, वचसाऽविकलस्तथा ॥ ४ ।। શાસ્ત્રયોગ માટે ચાર વસ્તુ જરૂરી છે.
(૧) યથાશક્તિ પ્રમાદ ત્યાગ (૨) સંપ્રત્યયાત્મક શ્રદ્ધા (૩) તીવ્રબોધ અને (૪) અવિકલ યોગ એટલે યોગની અખંડિતતા
પ્રમાદરહિત જીવન જીવવું અતિ દુષ્કર છે. આજ સુધીમાં અનંતાભવોમાં પરમાત્માનું શાસન ને ધર્મવ્યાપાર મળવા છતાં પ્રમાદથી જીવ હારી ગયો છે. પ્રમાદ ચેતનાને હણી નાંખે છે. મૂચ્છિત કરે છે. માટે જ પ્રભુએ શ્રી ગૌતમસ્વામીને “સમયે નીયમ ન જાય' કહીને ક્ષણ માટે પણ પ્રમાદ ન કરવાનો ઉપદેશ આપ્યો છે. વિનયના ભંડાર, તદ્દભવ મોક્ષગામી ગણધર ભગવંતને કહેવા વડે ભગવાન બધાને જ કહી રહ્યા છે. પ્રમાદ એ ભાવશત્રુ છે, તેને ઓળખો, તેની જોડે મિત્રતા ન રાખો, કદાચ પ્રમાદ સેવવો પડે તો પણ સાવધ રહો.
જોકે સાધકે પહેલાં તો પ્રમાદના સ્વરૂપને સમજવું પડે. પ્રમાદ આ છે. નિદ્રા, વ્યસન, વિકથા, કુથલી, રાગદ્વેષાદિકષાય, વિષયાસકિત, સ્મૃતિભ્રંશ, ધર્મક્રિયામાં ભ્રાંતિ, ધર્મમાં અનુત્સાહ, ધર્મ પ્રત્યે અનાદર – આ બધાનો સમાવેશ પ્રમાદમાં થાય છે. શ્રી ઋષભદેવ ભગવાને સંયમ લઈ ૧,000 વર્ષ ઉગ્ર સાધના કરી કેવળજ્ઞાન મેળવ્યું, એમાં એક અહોરાત્ર માત્ર ઊંઘનો છે. ચોવીસ કલાકથી વધુ પ્રભુએ નિદ્રા નથી લીધી. સાધના અને નિદ્રાને વેર છે. મેળ નથી. સાધક ઊંઘણશી ન હોઈ શકે. ઊંઘ ઓછી કરવા આહાર ઓછો કરવો અને ખાસ સાંજે આહાર ઓછો લેવાથી, માત્ર પ્રવાહી જેવું લેવાથી ઊંઘ ઉપર વિજય મેળવી શકાય છે. આહાર અને ઊંઘ વધાર્યાં વધે, ઘટાડ્યા ઘટે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org