________________
આર્યસંસ્કૃતિની ઝલક
૧૪૭
અરપણા” અત્યાર સુધી ઔદયિક ભાવોની તાણમાં જ જીવન પસાર કર્યું છે, હવે મોહના ક્ષયોપશમ ભાવો વડે ઔદયિકભાવોને નિષ્ફળ બનાવીને સ્વરૂપનો આંશિક અનુભવ કરી ક્ષાયિક ભાવનું લક્ષ્ય કરવાનું છે.
ઔદયિક અને. ક્ષયોપશમ બંન્ને ભાવો અપૂર્ણ છે, છતાં ફરક છે-ક્ષયોપશમભાવ સાધક છે; બહુધા વિકભાવ બાધક છે.
કૂવો પણ ખાડો છે અને હોજ પણ ખાડો છે. છતાં બે ખાડામાં ફરક છે. કુવામાં પાણી ભરવું પડતું નથી અંદરથી નીકળ્યા જ કરે છે. હોજમાં પાણી ભરવું પડે છે. તેમાંથી પાણી વપરાતાં હોજ ખાલી થઈ જાય છે એટલે વારંવાર પાણી ભરવું પડે છે. કૂવો એ ટેકરો નથી, સમતલ નથી, ખાડો જ છે છતાં અંદરની – ભૂગર્ભની સરવાણી જોડે સંબંધિત છે. કૂવાને એક વખત ખોદવો પડે. બધા માટીના થરો કાઢી નાખ્યા પછી, પાણી આવવાનું ચાલુ થયા પછી, અવિરત પ્રવાહ રહે છે. ક્ષયોપશમ ભાવ હોજ જેવો છે. ક્ષાયિકભાવ કૂવા જેવો છે. કર્મો રૂપી માટીના થર દૂર કર્યા પછી આત્મા નિશ્ચિત થઈ જાય છે. ક્ષયોપશમ ભાવ ટકાવવો પડે છે. ક્ષયોપશમને જાગૃતિથી, સાવધાનીથી ટકાવવાનો છે. ક્ષાયિક ભાવ તો એકવાર નિરાવરણ બની ગયો પછી નિશ્ચિતતા આવે છે. કૂવામાં એકવાર માટી ખોદવી પડે, એકવાર શ્રમ કરવો પડે પછી એનાં મીઠાં ફળ કાયમ માટે મળે છે, જાગૃતિથી ક્ષયોપશમ ટકે છે, વધે છે, નિર્મળ બને છે. અને પરિણામે કર્મો તૂટે છે. ગુણોનો આવિર્ભાવ થાય છે. ક્ષયોપશમ ભાવ છે ત્યાં સુધી વીતરાગતા નથી. પણ વૈરાગ્ય છે. ક્ષાયિકભાવ આવતાં જ વિતરાગતા આવે છે. ઔદયિકભાવોમાંથી ક્ષયોપશમ ભાવ પામવા માટે મનુષ્ય ભવ છે. ક્ષયોપશમ ભાવમાંથી ક્ષાયિક ભાવ પામવા માટે મનુષ્યભવ છે. આપણે કૂવો તો ખોદ્યો નથી પણ હોજ પણ બનાવ્યો નથી. લૌકિકમાંથી અલૌકિકમાં જઈશું ત્યારે ઇચ્છાયોગ આવશે.
પાપની પ્રવૃત્તિ ઘટાડવાથી, ધર્મની પ્રવૃત્તિ વધારવાથી ઇચ્છાયોગમાં જઈ શકાય છે.
પાપની પ્રવૃત્તિ કરવી પડે તો પણ તેમાં વિવેક અને જાગૃતિ હોવાં જરૂરી છે. ઇચ્છાયોગનો ધર્મ સમજાઈ જાય એ મોટામાં મોટું જમા પાસુ છે. ઈચ્છાયોગીને સંસારની કોઈ ચીજ સારી લાગતી નથી. સંસારને સમજવા માટે એક દષ્ટિ કેળવવી પડશે. દા.ત. તમે વિચારો કે, પત્ની કુભારજા કેમ મળી ? દુષ્ટ કેમ મળી ? કજિયાળી કેમ મળી ? આ રીતે પણ પ્રભુનો ઉપકાર કે મૂચ્છ ઉતારવાની તક મળી અત્યંત રાગાદિથી અટકવાનું થયું.
પૈસા ચાલ્યા ગયા ? તો વિચારો કે કૃપણનો શિરતાજ છું, દાનમાં આગળ ન વધ્યો. પ્રભુનો ઉપકાર કે આ રીતે ધનની મૂચ્છ ઉતારવાની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org