________________
૧૪૬
યોગદૃષ્ટિને અજવાળાં : ભાગ-૧
ચૂક્યા છે તેમાં આ ભાવ-કર્તુત્વભાવ લાવવાનું બંધ કરો. તો અહંકારનું વિસર્જન થતાં તમારા વિકલ્પોનો અંત આવશે. વ્યવહારમાં વ્યવસ્થા માટે જે કાંઈ કરવું પડે તે કરો, જે કાંઈ બોલવું પડે તે બોલો, જે કાંઈ માનવું પડે તે માનો, પણ અંદરથી આત્માને સમજાવો કે મેં કશું જ કર્યું નથી.
તણખલાના બે ટુકડા કરવાની પણ મારી તાકાત નથી. તણખલાના બે ટુકડા ન થવાનું જ્ઞાનીની દૃષ્ટિમાં હોય અને તમે અહંકારથી તણખલાના બે ટુકડા કરવા ગયા તો નજીકનો કોઈ દેવતા તમારાં આંગળાંને કાપી નાંખશે. હવે કરો બે ટુકડા ! થઈ શકશે ? ક્યાંય અહંકાર ચાલે તેમ નથી. તે તે કાર્ય કરવા માટે પુરુષાર્થ છે. કાર્ય કર્યા પછી આત્માને વિકલ્પોથી ડહોળવાનો નથી. ધર્મમાં પણ પુરુષાર્થ પ્રધાન છે પણ પુરુષાર્થ કર્યા પછી વિકલ્પ પ્રધાન નથી. દા.ત. સંયમની પાલન કરી શુદ્ધ ગોચરી લાવવાનો પુરુષાર્થ કર્યો, સારી વાત છે. પણ એનો સ્વાધ્યાય કરવાનો નથી. સાધના સંયમની, સ્વાધ્યાય તો સ્વરૂપનો કરવાનો છે. સારામાં સારા વ્યાખ્યાનથી હજારોને ડોલાવ્યા પછી આત્માએ તો સ્વરૂપમાં જ ઠરવાનું છે. પ્રભુની વાત પ્રભુના ભક્તોને કહી એમાં શી ધાડ મારી છે ? ઉર્દુ લોકોએ આપણને એકચિત્તથી સાંભળીને આપણને પરોપકાર કરવાની તક પૂરી પાડી અને પ્રભુએ પણ શાસન સ્થાપીને આપણને મોક્ષમાર્ગ બતાડ્યો. તો આપણે બતાડી શક્યા છીએ. ટૂંકમાં બીજાના ઉપકારોની સ્વીકૃતિ કરવાથી અભિમાનનો નાશ કરવો સહેલો થઈ પડે છે આપણા ભાવમનમાં એટલે મતિજ્ઞાનના ઉપયોગમાં (જ કેવળજ્ઞાનનો એક પાર્ટ છે તેમાં) મોહના વિકારો ન રહેવા જોઈએ. મતિજ્ઞાનને સ્વચ્છ બનાવતાં આવડવું જોઈએ અને મતિજ્ઞાન નિર્મળ બને તો જ પરમાત્માની આજ્ઞાનો ધર્મ કર્યો કહેવાય. અને મતિજ્ઞાન સ્વચ્છ ન બને તો તમે કંઈ જ કર્યું નથી, કંઈ જ પામ્યા નથી. માત્ર મજૂરી કરી છે એવું માનજો. ધર્મક્રિયા કાયયોગ અને વચનયોગને આધારે છે. ક્રિયા કરતાં મનને કેવું રાખ્યું ? અને કેવું રાખવું જોઈએ, એ આપણે જોવાનું છે.
શરીરની સાત ધાતુની જેમ આત્માને પણ પાંચ ધાતુ છે. શરીરમાં રસ, રુધિર, માંસ, મેદ, મજ્જા, અસ્થિ, વીર્ય, વગેરે સાત ધાતુઓ કર્મના ઉદયથી મળે છે. આત્માની જ્ઞાન – દર્શન - ચારિત્ર – તપ – વીર્ય સ્વરૂપ પાંચ ધાતુઓ મોહના ઉદયે રંગાઈને લોઢા જેવી બની ગઈ છે. હવે પરમાત્મા રૂપી પારસમણિના સંગે (આજ્ઞા પાલનથી) બહિરાત્માને અંતરાત્મા બનાવવા દ્વારા પરમાત્મા રૂપી સુવર્ણ બનાવવાનો છે. આ જ સાચું આત્મસમર્પણ છે. શ્રી આનંદઘનજી મ. શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે કે, “બહિરાતમ તજી, અંતરઆતમ રૂપ થઈ થીરભાવ સુજ્ઞાની, પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ સુજ્ઞાની, સુમતિ ચરણકજ આત્મ
,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org