________________
૨૯૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ભૂલો પ્રત્યે ઉપેક્ષા કેળવવાની છે.
સંસારના બનતા પ્રસંગોમાં જ્ઞાતા - દૃષ્ટાભાવ કેળવવાનો છે અને દેહની પ્રવૃત્તિના સાક્ષી બનવાનું છે.
બીજાની ભૂલો પ્રત્યે ઉપેક્ષા કેળવવાની છે.
બાહ્ય દર્શનાચાર અને અત્યંતર દર્શનાચાર બંનેનું સારી રીતે પાલન કરવાથી સર્વ જીવો સિદ્ધ સમાન દેખાય છે. ગ્રંથિભેદ નજીક આવતો જાય છે.
આમ જગતનું દર્શન મોહાધીનપણે ન કરવું એ દર્શનાચાર નામનો ધર્મ છે.
ચારિત્રાચારમાં સામાયિકથી માંડીને જિનકલ્પી ચારિત્ર સુધી બાહ્ય ચારિત્રાચારમાં સ્થિર થઈને જીવે અત્યંતર ચારિત્રાચારમાં પહોંચવાનું છે. આ માટે સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે,
“જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો,
નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો.” મતિજ્ઞાનના ઉપયોગમાં રાગ, દ્વેષ, મોહ, ઈર્ષ્યા, માન, સ્વોત્કર્ષ, પરાપકર્ષ રૂપ માયાના, અજ્ઞાનના, અસમાધાનના વિકલ્પો દૂર કરવાના છે.
તપાચારમાં બાહ્યતામાં અનશન ઉણોદરીથી સંલીનતા સુધી જીવે વીર્ય ફોરવવાનું છે. અનશનમાં આહારનો ત્યાગ છે.
ઉણોદરીમાં આહારના પ્રમાણમાં quantityમાં અલ્પતા છે. વૃત્તિસંક્ષેપમાં આહારમાં દ્રવ્યસંકોચ છે.
રસત્યાગમાં આહારમાં આસક્તિમૂલક વિગઈનો ત્યાગ છે.
કાયક્લેશમાં દેહને કષ્ટ આપવાનું છે. સંલીનતામાં દેહની સુખશીલતા, ભોગમયતાનો ત્યાગ છે.
અત્યંતર તપાચારમાં પ્રાયશ્ચિત્તથી કાયોત્સર્ગ સુધી જવાનું છે.
ઇચ્છાના નિરોધપૂર્વક નિજગુણમાં રમણતા કરનાર સમતાવાન આત્મા તપગુણનો આસ્વાદ કરી શકે છે.
વર્યાચાર એ સ્વતંત્ર આચાર નથી પણ બધા આચારમાં અનુસુત છે એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની પ્રવૃત્તિમાં વીર્ય ગોપવ્યા સિવાય, ઉલ્લાસથી ભગવાને કહેલાં કાર્યો કરવાનાં છે અને નિષેધેલાં કાર્યોથી પાછા ફરવાનું છે.
નિવૃત્તિ રૂપ વ્યવહાર ધર્મમાં પાંચ અવ્રતથી અટકવાનું છે. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહથી વિરમવાનું છે.
પ્રત્યેક ક્રિયામાં વિધિ, નિષેધ હોય છે. વ્યવહાર ધર્મમાં પણ પાંચ અવ્રતથી અટકવાપૂર્વક પંચાચારનું સેવન કરવાનું છે. માટે જ પંચિંદિય સૂત્રમાં શ્રી ગણધર ભગવંતોએ લખ્યું છે કે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org