________________
ધર્મનું વિશદ સ્વરૂપ
૨૫
જ્ઞાનસારમાં પાંચમા જ્ઞાનાષ્ટકના બીજા શ્લોકમાં કહ્યું છે, નિપાપમયે કાવ્યતે યમુર્ખદુઃા તવ જ્ઞાનમુત્કૃષ્ટ નિર્વભ્યો નાસ્તિ મૂસા ” ચોવીસે કલાક મોક્ષપદની ઝંખના એ જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. બીજા અધિક જ્ઞાનનો અમને કોઈ આગ્રહ નથી. અને આ અત્યંતર જ્ઞાનાચારવાળો સ્વભાવની પ્રાપ્તિ કરાવનાર એવા સંસ્કારોને લાવી આપનાર જ્ઞાનને જ મહત્ત્વ આપે છે. આ અત્યંતર અને બાહ્ય જ્ઞાનાચારનું સેવન કરવું અત્યંત જરૂરી છે. મુનિને પણ પાંચ પ્રહર સુધી સ્વાધ્યાય કરવાનું વિધાન જ જ્ઞાનાચારના મહત્ત્વને પુરવાર કરે છે.
દર્શનાચાર ખૂબ વ્યાપક છે. દૃષ્ટિપથમાં જે જે પદાર્થો આવે છે તેના પ્રત્યે યોગ્ય અભિગમ રાખવો તે દર્શનાચારની વ્યાપક વ્યાખ્યા છે અને નિઃશંક વગેરે આઠ આચારોથી તે સેવવાનો છે.
સૌ પ્રથમ પંચપરમેષ્ઠી પ્રત્યે પૂજ્યભાવ અને ભક્તિભાવ રાખવાનો છે. શ્રાવકાદિ પ્રત્યે વાત્સલ્યભાવ રાખવાનો છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવાનો છે. ગુણાધિક પ્રત્યે પ્રમોદભાવ સેવવાનો છે. ગુણહીન અને પુણ્યહીન જીવો પ્રત્યે કરુણા કરવાની છે.
અવિનીત, કઠોર, ઉદ્ધત, કઠોર અને નઠોર જીવો પ્રત્યે માધ્યસ્થ પરિણતિ કરવાની છે.
અન્ય માનવો પ્રત્યે માનવતાના ભાવ કરવાના છે. દુઃખી પ્રત્યે દયા, દાનાદિના ભાવ કરવાના છે. ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતાના ભાવ કરવાના છે. મિત્રો પ્રત્યે વિશ્વાસપાત્રતા લાવવાની છે. શરણ્ય પ્રત્યે શરણરૂપ બનવાનું છે. પગ્નેન્દ્રિય તિર્યંચોનું પાલન, પોષણ, અને રક્ષણ કરવાનું છે. વિકસેન્દ્રિય જીવોનું રક્ષણ કરવાનું છે. એકેન્દ્રિય જીવમાત્ર પ્રત્યે બ્રહ્મદષ્ટિ કરવાની છે. શરીર પ્રત્યે અનાત્મબુદ્ધિ કરવાની છે. ઈન્દ્રિયો પ્રત્યે જિતેન્દ્રિયતા સેવવાની છે. વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે. કષાયો પ્રત્યે ઉપશમભાવ કેળવવાનો છે. જગતનું દર્શન કરી સંવેગ લાવવાનો છે. કાયાનું દર્શન કરી અશુચિભાવનાથી વૈરાગ્ય ભાવવાનો છે. પુદ્ગલ પ્રત્યે અનાસક્તિ કેળવવાની છે. યોગ્ય આત્માઓની ભૂલોને કરુણાબુદ્ધિથી સુધારવાની છે, અયોગ્યની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org