________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ દેખાય કે પરમાત્મા દેખાય છે ? જીવમાત્રમાં પરમાત્મા દેખાય એ બ્રહ્મદષ્ટિ છે. વેદાંતદર્શન કહે છે હા સત્યમ્ નમન્નિ... સર્વ બ્રહ્મ છે. બ્રહ્મ વિના કશું જ જગતમાં નથી. આ સાધના સૂત્ર છે. વ્યવસ્થાસૂત્ર નથી. બ્રહ્મ એટલે વ્યાપકતત્ત્વ છે. આ જગતમાં વ્યાપકતત્ત્વ એ જ છે. એક આકાશ, બીજું કેવળજ્ઞાન. મામા-ભાછાશવત સર્વતો નિત્ય% મદતોગ િમદીયાન' છે. આકાશ કરતાં પણ કેવળજ્ઞાન (આત્મા) મહાન છે. આકાશની જેમ વ્યાપક છે. આકાશ ક્ષેત્રથી વ્યાપક છે જ્યારે આત્મા જ્ઞાનથી વ્યાપક છે. વેદાંત કહે છે “મહતપિ મહીયાનું” આકાશવતું “સર્વગતો નિત્ય%.” આકાશથી પણ આત્મા વ્યાપક છે. આ વાત પણ સ્યાદ્વાદથી ઘટાવી શકાય છે. આકાશ તે તે પ્રદેશમાં તે તે પદાર્થ આવે ત્યારે અવગાહના આપે છે, જ્યારે કેવળજ્ઞાનમય આત્મા જ્યાં રહ્યો છે ત્યાં બધાને સમાવે છે. મારે તમારી પાસે આવવું પડે તે મહાનતા કે અહીં રહ્યો છતો હું બધાને પ્રાપ્ત કરી શકું તે મહાન ? આકાશ પાસે પદાર્થને આવવું પડે છે. જ્યારે કેવળજ્ઞાન તો જ્યાં છે ત્યાં રહ્યું, બધાને સમાવે છે, માટે તે મહાન છે. જે હૃદયમાં આ રીતે પરમાત્મા આવે ત્યાં તેના હૃદયમાં મોહ ટકે ? મતિજ્ઞાનના ઉપયોગમાં નિરંતર પરમાત્માને રમાડવા - એના જેવું જગતમાં કોઈ મહાન પુણ્ય નથી અને મતિજ્ઞાનના ઉપયોગમાં જગતના પદાર્થને રમાડવા એના જેવું કોઈ પાપ નથી. જીવનમાં બાદબાકી કોની છે ? પરમાત્માની જ... જીવનમાં સરવાળો કોનો છે ? કચરા જેવી વસ્તુઓનો ! જે જીવો કચરા જેવી વસ્તુઓને જ ભરે છે તેને વિચારો પણ કચરા જેવા જ આવે. સંસાર આખો બધો કચરો જ છે. તેમાં શું સારું છે ? સભા - સાહેબ ! સંઘર્યો સાપ પણ કામ લાગે છે. જેઓ સંઘર્યો સાપ પણ કામ લાગે એવી વાતો કરે છે. તો શું એના કારણે મનને કચરા જેવું બનાવવું ? કે જરૂર પડે ત્યારે સોનું જ ખરીદી લેવું ? સંઘર્યો સાપ સોનું બને. એ માટે સાપ સંઘરવો ? એ માટે કચરાને સંઘરવો ? તેના કરતાં જરૂર પડે ત્યારે સોનું ખરીદવું એ વધુ સારું નથી શું ? કચરાને સંઘરવાથી વિચારો કચરા જેવા જ આવશે. સંસારે અનંતા જીવોની આશાઓને કચડવાનું કામ કર્યું છે. મારે “સ્વરૂપ સિવાય કાંઈ જોઈતું નથી.” એ એક જ ઇચ્છામાં : બધી ઈચ્છાઓને કચડી નાંખવાની તાકાત છે. સારી ઇચ્છાના બળે ખરાબ ઇચ્છાને કાઢી નાંખવાની છે અને સારી ઇચ્છાને પણ સાક્ષી બનતા જવાનું છે. આ રીતે નિરીહતા પ્રાપ્ત થશે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org