________________ 68 યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ permission રજા સિવાય અંદર પ્રવેશ કરવો નહીં - ""Beware of dogs" “કૂતરાથી સાવધ રહો.” સિંહ કહે છે કે, હું હિંસક જરૂર છું પણ કૃતજ્ઞતા મારામાં છે તમે તો કૃતઘ્ની બનીને બુદ્ધિજીવિતાની નીપજરૂપે “ઘરડાં ઘર'' ઊભા કરી દીધાં છે અને મા-બાપને એમાં entry પ્રવેશ આપી દીધો છે. મચ્છર - માખી કહે છે કે, હું તમારું લોહી મારું પેટ ભરવા પીઉં છું પણ blood bankમાં જમા કરાવતી નથી. તમે તો પેટ, પેટી ને Safe deposit vaults ભર્યા પછી પણ બીજાને જોતાં નથી. આવી અધમ કક્ષાની સ્વાર્થોધતા અમારામાં નથી. કૂતરો કહે છે કે, હું કદાચ ઈષ્યનો ભોગ બન્યો છું એટલે મારા જાતભાઈ જોડે ઝઘડું છું. મારા સ્થાનમાં કોઈ આવે તો હું ભસી ભસીને કાઢું છું, પણ મારા સ્વામી પ્રત્યે હું નિમકહલાલ છું. સ્વામીના દ્રોહનું સ્વપ્ન પણ હું સેવી શકતો નથી. સવારે ઓફિસે જતાં મારો માલિક મને મારીને જાય તો પણ સાંજે એ ઓફિસેથી આવે ત્યારે સૌથી પહેલો હું બારણે તેને લેવા જાઉં છું. તમે તો ઝઘડ્યા હો અને પતિએ કહ્યું હોય કે, “મને આવતીકાલે સવારે ચાર વાગે ઉઠાડજે, મારે વિમાન પકડવાનું છે.' તો તમારી પત્ની ચાર વાગે આવીને ચિઠ્ઠી લખીને જાય છે કે “ચાર વાગ્યા, તમે ઊઠો” પણ મોઢેથી બોલી શકતી નથી. ટેલિફોનથી હજારો માઈલને * નજીક લાવનારા તમે અભિમાનથી ચાર જ દીવાલ વચ્ચે લાખો માઈલનું અંતર ઊભું કરો છો. ઘોડાઓ પણ કહે છે, પહેલાં વર, વરઘોડે ચડતો હતો, આજે વરઘોડા બંધ થઈ ગયા છે તેનું કારણ છે કે ઘોડાઓએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે, આ ભાઈ જેની જોડે લગ્ન કરે છે તેનાથી ભિન્ન સ્ત્રી જોડે પણ ફરતો દેખાય છે માટે આપણે તેના લગ્નમાં - “આ જા ફસાજા કંપની લિમિટેડના પ્રતિનિધિ બનવું નથી. અમે વિશ્વાસઘાતના આ કલંકમાં ઉપસ્થિત રહેવા માંગતાં નથી. સૂક્ષ્મતાથી અવલોકન કરીએ તો પશુઓમાં થોડા અવગુણો જન્મજાત હશે. તેમ થોડા સદ્ગુણો પણ જન્મજાત હશે. જ્યારે બુદ્ધિજીવીઓએ, આજે દુર્ગુણોના ચેપી રોગથી વાતાવરણને પ્રદૂષિત કરી દીધું છે. સંસ્કરણના બધા સ્ત્રોતો સૂકવી દીધા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org