________________ અતિક્રમાદિ ક્ષતિ વ્યાપ્ત હોય છે. તેથી તે અનાચાર છે. (2) પાપસ્થાનમાં ખેંચાણ થવા છતાં તેમાં હેયત્વનો પરિણામ રહે છે તે અતિચાર છે. અવિરતિ સમ્યગ્દષ્ટિને બાકીના બાર કષાયના ઉદયથી પાપસ્થાનમાં ખેંચાણ રહે છે, છતાં સમ્યકત્વના કારણે તેમાં હેય પરિણતિ રહ્યા કરે છે તેથી તે અતિચાર છે. (3) વિષયોમાં ઉપયોગ જવા છતાં, જેવો ખ્યાલ આવે કે તરત જ (સ્વરૂપમાં જવાની તમન્ના હોવાથી) ઉપયોગ વિષયોમાંથી પાછો ખેંચાઈ જાય, તે વ્યતિક્રમ છે. પ્રમત્તવિશેષને આ વ્યતિક્રમ હોય છે. (4) ક્વચિત્ જ ઉપયોગ વિષયમાં જાય અને તરત જ પાછો ખેંચાઈ આવે તે અતિક્રમ છે. ક્વચિત પ્રમત્તને આ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકના ઊંચા અધ્યવસાયસ્થાનમાં આ સ્થિતિ ઘટે છે. આ માટે જ્ઞાનનો વપરાશ કરો, જ્ઞાનથી શેયને જાણો પણ માણો નહીં. માણવાનો તો આત્મા જ છે. આત્માની અનંત ગુણોની સંપત્તિ એ જ પરમાનંદસ્વરૂપ છે, તેને પ્રગટાવવાનો સંકલ્પ કરો અને આ ધ્યેયે વળગી રહો. ધ્યેયનું વિસ્મરણ એ જ વિપત્તિ છે અને ધ્યેયનું સ્મરણ એ જ સાચી સંપત્તિ છે. આ વાત ભૂલવા જેવી નથી. પશુઓની દુનિયામાં આજનો માનવ પુદ્ગલમાં સારા-નરસાનો ભેદ નથી. એ તો એના સ્વરૂપમાં જ રહે છે, પણ જીવના કર્તા-ભોક્તા ભાવ તેમાં શુભાશુભના સંકલ્પો કરે છે. જો પુગલને વાચા હોત તો તમને જ પહેલા ચાર તમાચા મારત કે, ““હરામખોર ! તું તારા ઘરમાંથી, સ્વરૂપમાંથી બહાર નીકળ્યો છે અને હું તો સુગંધરૂપે હોઉં કે દુર્ગધરૂપે હોઉં તો પણ સ્વભાવમાં જ છું. તું રતિ - અરતિ કરીને સારું - ખોટું કહીને મને વગોવે છે. પુદ્ગલને વાચા નથી એટલે બોલતું નથી. તિર્યંચને વાચા છે, પણ આપણે સમજી શકતા નથી. પર્યાપ્ત બેઈદ્રિયથી વાચા શરૂ થાય છે, વચનયોગ છે. ભાષાપર્યાપ્તિથી તેમને વચનબળ મળે છે, પણ પર્યાપ્ત બેઈદ્રયથી માંડીને અસંજ્ઞી પંચંદ્રિય સુધી અવ્યક્ત-અસ્પષ્ટ ભાષા છે. તેઓ પોતાના વિચારોને સ્પષ્ટ વર્ણાવલિ રૂપે રજૂ કરી શકતા નથી પણ પશુઓની ભાષા સમજવાનો પ્રયત્ન કરો તો સમજી શકાય છે. દરેક પશુઓ સર્વાનુમતે કહે છે કે, મનુષ્ય એ સૌથી ખરાબ, સ્વાર્થી, લોભી, લુચ્ચો પ્રાણી છે. કાગડાઓ કહેશે કે અમે કદાચ શ્યામ વર્ણના છીએ પણ હૈયાના ઊજળા છીએ, કંઈ પણ ભોજન મળે તો કા-કા કહીને બધાને બોલાવીને ખાઈએ છીએ, તમે તો માત્ર દંભ સેવો છો. નીચે પગ-લુછણિયા ઉપર Wel Come, સુસ્વાગતમુના અક્ષરો વંચાય છે પણ એ વાંચી કોઈ પ્રવેશ કરવા આવે તો તરત જ ઉપરનું લટકતું પાટિયું બોલે છે, No admission without Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org