________________ અતિક્રમાદિ ક્ષતિ પ્રભુનાં વિશેષણોમાં “યોગીગમ્ય' એવું કહીને પૂ. હરિભદ્રસૂરિ મ. જણાવે છે કે, ઋતજિન, અવધિજિન, મન:પર્યવજિન, વિ. યોગીઓ જ પ્રભુને જાણી શકે છે, સમજી શકે છે, તેમનું મૂલ્યાંકન કરી શકે છે. પ્રભુને પામ્યા પછી સાધકને પ્રતીત થાય છે કે મનુષ્યજન્મ આખો ય યોગસાધના કરવા માટેનો છે. અનંત-અનંત જન્મો સુધી જીવ પરપદાર્થોમાં કર્તા -- ભોક્તા ભાવો કરીને કર્મ બાંધે છે. પદાર્થોમાં સારા - નરસાની બુદ્ધિ કરવી એ કલ્પનામાત્ર છે. અજ્ઞાન અવસ્થાથી આ બધું થાય છે. આપણે પરના સાક્ષી બનવાનું છે, ભોક્તા બનવાનું નથી. છદ્મસ્થને કોઈ પણ જ્ઞાન કરવા માટે તેના જ્ઞાનને તે રૂપે પરિણમાવવું પડે છે. દા.ત. તમે ઘડાનું જ્ઞાન કરો છો, ત્યારે તમારું જ્ઞાન ઘડાકાર રૂપે પરિણમે છે. આથી તમને ઘડાનો બોધ થાય છે. પદાર્થનું જ્ઞાન કરવું તે કાંઈ જીવનો દોષ નથી, પણ તે પદાર્થનું જ્ઞાન કર્યા પછી, જીવ તેમાં લેપાઈ જાય છે, involve થાય છે, પદાર્થમાં સારા - નરસાની બુદ્ધિ કરે છે. પદાર્થમાં શુભ-અશુભની કલ્પના કરવાથી અતિક્રમ થાય છે, તેમાં રતિ અરતિ કરવાથી વ્યતિક્રમ થાય છે. પદાર્થના ભોગવટાના નિર્ણયથી અતિચાર આવે છે અને પદાર્થના ભોગવટાથી અનાચાર થાય છે. જેમ કોઈ વ્રત લીધા પછી વ્રતના ખંડનનો વિચાર કરીએ તો વ્રતમાં અતિક્રમ લાગે છે, વ્રતખંડનની પૂર્વતૈયારી કરતાં વ્યતિક્રમ થાય છે, વ્રતખંડનની પૂર્ણ તૈયારીથી અતિચાર થાય છે અને વ્રતખંડનથી અનાચાર પ્રાપ્ત થાય છે, પણ જો જીવ જાગૃત હોય તો, તે અતિચાર વિ.ને નિંદા - ગહ કરી નિરતિચાર બની શકે છે. દા.ત. ચોવિહાર ઉપવાસમાં રાત્રે કંઠે શોષ પડે છે. તમારી શ્રદ્ધા તૂટી જાય છે અને તમે રાત્રે પાણી પીવાનો વિચાર કરો છો તો તમારું વ્રત અતિક્રમ પામે છે, પછી કોઈ આજુબાજુ જોતા નથી ને ? એવી ખાતરી કરવાપૂર્વક તમે પાણી પીવા માટે ઉત્સુક બનો છો તો વ્રત વ્યતિક્રમિત બને છે અને પછી પાણીના ગ્લાસને મોં, હોઠ સુધી લઈ જતા વ્રતમાં અતિચાર લાગે છે અને ઘીઢાઈથી પાણી પી લેતાં અનાચાર બને છે. બસ આ રીતે જ્ઞાન ધીરે ધીરે અશુદ્ધિને પામે છે. હવે, કોઈ પણ પદાર્થ જોયા પછી, તેમાં શુભ - અશુભના સંકલ્પ ન કરો તો તમે અતિક્રમથી અટકી જાવ છો. આગળ રતિ - અરતિ; રાગાદિનાં પાપોનાં દ્વારા બંધ થઈ જાય છે. નિશ્ચયષ્ટિથી અતિક્રમ વગેરે ચાર આ પ્રમાણે છે. (1) ઉપયોગમાં અઢાર પાપસ્થાનકની અભેદ પરિણતિ તે અનાચાર છે. સંસારરસિક જીવોનો ઉપયોગ અઢાર પાપસ્થાનકમાંથી કોઈ પણ પાપસ્થાનમાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org