________________ ગૃહસ્થનો વિવેક પ્રશ્ન : માર્ગાનુસારીના ગુણોના વર્ણનમાં “ત્રિવર્ગમાં અબાધા' એ ગુણ મૂકીને શાસ્ત્રકાર શું કહેવા માગે છે ? ઉત્તર : જે ગૃહસ્થ છે. તેને ધર્મ, અર્થ, કામ ત્રણે પુરુષાર્થ એવી રીતે સેવવા જોઈએ કે જેથી ધર્મ વગેરે સદાય નહિ. જો ધર્મમાં રચ્યોપચ્યો રહે અને કુટુંબના ભરણપોષણની જવાબદારી ન રાખે, તો, અર્થાદિ પુરુષાર્થ સીદાતા હોવાથી તેનો ધર્મ શોભાસ્પદ બનતો નથી. તથા અર્થનું નુકશાન એ પરંપરાએ ધર્મનું જ નુકશાન છે કારણકે અર્થ કમાવાની મોસમમાં અને યૌવન વયમાં અર્થની જરૂર હોવા છતાં તેની ઉપેક્ષા કરે તો વૃદ્ધાવસ્થામાં અર્થ વિના જે એકલો ધર્મ જ કરવાનો છે તે કેવી રીતે કરી શકે ? તેજ રીતે કામના સમયે કામનું સેવન કરવું એ વિવેક છે જેમકે મધ્યાહ્નકાળે ભોજનનો અવસર છે, પેટમાં ભૂખ લાગી છે, પાચકરસ ઝરી રહ્યા છે તે વખતે ભોજનની ઉપેક્ષા કરી અર્થના લોભે વહેપાર કરે તો આખરે આરોગ્યનો નાશ, મંદાગ્નિ, અજીર્ણ વિ. થતા રોગાદિના કારણે અર્થનો વ્યય અને તેના દ્વારા પરંપરાએ ધર્મનું નુકસાન. તેજ રીતે વૈરાગ્ય ન થતો હોય તેને લગ્નમાં પણ જોડાવું પડે છે. તે માટે જે અનિવાર્ય છે ત્યાં શાસ્ત્ર વિવેક બતાવ્યો છે કે, લગ્ન કરવાં એ પાપ છે પણ કરવાં જ હોય તો ઉચિત વિવાહ કરો. સમાન કુળ, શીલ અને ખાનદાનની જોડે કરવો. ગુણસંપન્ન સાથે સંબંધ બાંધવાથી આપણામાં ગુણસંપન્નતા આવે છે. માનવભવમાં આવીને આત્માને વૈરાગ્યથી વાસિત કરવાનો, છે માનવભવમાં જ જાતને સુધારવાનો પ્રયત્ન કરી શકાય છે. વૈષયિક સુખોથી છૂટવા માટેનો જ્વલંત પુરુષાર્થ માનવભવમાં જ થઈ શકે છે. સંસારમાં તમે રહો, પણ રમો નહિ. પોતાની ચીજને મેળવી નથી શકતા તેનું દુ:ખ થવું જોઈએ. જગતમાં બધું કરીએ છીએ તેમાં આત્માની વિડંબણા થાય છે, એવું સમજી રાગમાં પાગલ ન બનો. સાપના ભારા જેવો સંસાર છે. તેને બળથી નહિ. પણ કળથી કાપવાનો છે. (1) શ્રમમુક્તિ એ તનનો વિશ્રામ છે. (2) વાસનામુક્તિ એ મનનો વિશ્રામ છે. (3) વિભાવમુક્તિ એ સાધનાનો વિશ્રામ છે. (4) કર્મમુક્તિ એ આત્માનો વિશ્રામ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org