________________
૩૭૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
એટલે ચક્રી ઉદ્યાનમાં મહાત્મા પાસે આવ્યો. મહાત્માને જોઈને જ સ્નેહ ઊભરાય છે. અને તેમને ચારિત્ર છોડી આ સંસારનાં સુખો ભોગવવા કહે છે, આ રાજપાટ સ્વીકારવાની વિનંતી કરે છે.
મહાત્મા સમજાવે છે કે જો, ચારિત્રના પ્રભાવે આપણે બંને દેવલોકમાં ગયા, ત્યાંથી મનુષ્યમાં આવ્યા છીએ માટે આ રાજપાટને છોડીને ચારિત્ર લેવું એ જ શ્રેષ્ઠ છે, પણ ચક્કી માનવા તૈયાર નથી.
પૂર્વના ભવમાં કલ્યાણમિત્ર એવા તેમની સલાહને અવગણી છે એટલે આ ભવમાં તે જ કલ્યાણમિત્રનો યોગ થયેલો હોવા છતાં, તેમની પ્રત્યે અપાર રાગ હોવા છતાં, તેમ જ વિયોગમાં દુ:ખ અનુભવવાં છતાં એક કન્ડીશન ““તેમના વચનનો સહર્ષ સ્વીકાર” ખૂટે છે. માટે કર્મસત્તા બંનેનો વિયોગ કરાવે છે. કલ્યાણમિત્ર એવા ગુણિયલ આત્માઓની સાથે ભવોભવ સંબંધ જોડવો હોય તો, પહેલાં કહેલી ચારે શરતો સ્વીકારવી જોઈએ એક પણ ઓછી હોય તો ન ચાલે.
આમ બ્રહ્મદત્તના જીવ સંભૂતિમુનિને દિમોહ તુલ્ય મિથ્યાત્વનો ઉદય થવા રૂપ ઉત્કૃષ્ટ વિપ્ન આવ્યું, તેનો જય તેઓ કરી શક્યા નહીં. પરિણામે સંસારમાં રખડવું પડ્યું.
કલ્યાણમિત્રની સલાહને અવગણવા જેવું જગતમાં બીજું કોઈ પાપ નથી. આનાથી વિકાસનાં બધાં દ્વારા સ્થગિત થઈ જાય છે.
પ્રવૃત્તિ નામના આશયમાં પ્રીતિ, પ્રેમ, આદર, બહુમાનથી પ્રવૃત્તિ અપેક્ષિત છે. એનાથી શુદ્ધ તાત્ત્વિક અહિંસાધર્મની સિદ્ધિ થાય છે. અહીં બાધક પરિણામ હોતા નથી. ભય હોય ત્યાં સિદ્ધિ નામનો આશય ન હોય, ત્યાં પ્રવૃત્તિ આશય જ હોઈ શકે. સ્વરૂપરમણતા આત્મસાત્ થઈ જાય, અનુષ્ઠાનમાં ઊતરી જાય, પોતે પોતાને પોતાનામાં અનુભવે તે સિદ્ધિ આશય છે.
પ્રવૃત્તિ આશયમાં વિઘ્નો આવવા માંડ્યાં. તેનો જય કર્યો, બાધક ચિંતાનો ભય નહીં એવું સંસ્કરણ થાય, આનાથી આશયની શુદ્ધિ, વૃદ્ધિ થાય છે. દ્રવ્યક્રિયા એ માટીનો ઘટ છે. ભાવક્રિયા એ સુવર્ણનો ઘટ છે. માટીનો ઘડો તૂટે તો ઠીકરાં જ થવાનાં છે. અને સુવર્ણનો ઘટ તૂટે તોય નવો બની શકે છે. બંને ક્રિયાનો અંત છે પણ ભાવક્રિયાવાળો દેવલોકમાંથી ફરી મનુષ્યમાં આવશે. દ્રક્રિયાઓ તો દેવલોક આપીને ચરિતાર્થ થઈ જશે. દેવલોક આપી દીધો, સુખ ભોગવી લ્યો. પછી એકેન્દ્રિયના ખાડા પૂરો. ભૂંડમાં ચાલ્યા જાવ, ભંગડીના પેટે જાવ, કૂતરાના પેટે અવતાર લો. ભાવક્રિયાવાન તો દેવલોકમાં પણ વૈરાગી, વિષયોમાં ઉદાસીન બનીને રહે છે. ફરી મનુષ્યમાં જાય છે. ચારિત્ર લઈને આગળ વધે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org