________________
૩૪
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
હોય તો બે જ ઉપાય છે (૧) સંતોષ (૨) કબ્રસ્તાનની માટી આ બે ઉપાય સિવાય લોભ કદી ઠરતો નથી.' આત્માની અવિનાશી અવસ્થા વારંવાર યાદ કરવી જોઈએ.
(૧) મિથ્યાદૃષ્ટિ : વિનાશી પદાર્થમાં ઠરે તે મિથ્યાદષ્ટિ. દેહ, ઇન્દ્રિય, શરીર, માન, પાન, ખ્યાતિ, પ્રતિષ્ઠામાં ઠરે તે મિથ્યાદૃષ્ટિ –
(૨) સમ્યગ્દષ્ટિ – સ્વરૂપની અનુભૂતિ કરે. સ્વરૂપમાં ઠરે, પણ દેહાદિમાં
(૩) સંત - આત્મામાં જે સ્થિરતા પામે તે સંત કહેવાય. સ્વરૂપની બહાર તેની સ્થિતિ મડદા જેવી હોય. સ્વરૂપની બહાર જેને આનંદ જ ન આવે.
(૪) પરમાત્મા - સ્વરૂપમાં પરિપૂર્ણ ઠરી જાય, ક્યારે પણ સ્વરૂપની બહાર ન નીકળે અને સાદિ અનંત કાળ સુધી સ્વરૂપની એક સરખી અનુભૂતિ કરે છે.
હંસની ચંચમાં ખટાશ તત્ત્વ છે તેનાથી દૂધ-પાણી જુદાં થઈ જાય છે. હંસ સાર રૂપ દૂધ પીએ છે અને અસારને દૂર કરે છે, વળી હંસની બીજી વિશેષતા એ છે કે તે પૃથ્વી પર ચાલી શકે છે, પાણીમાં તરી શકે છે, આકાશમાં ઊડી શકે છે. એમ સમ્યગ્દષ્ટિ – શાસનને પામેલા જીવને કર્મના ઉદયથી પદાર્થોનો ઉપભોગ કે ઉપયોગ કરવાનો આવે ત્યારે અલિપ્ત રહીને ભોગવી શકે છે.
પરને ભોગવવું એ મારો સ્વભાવ નથી. મારે તો મારા સ્વરૂપનો ભોગ કરવો છે એ ખ્યાલ સાથે સૌમાં અને સૌથી અળગા રહેતાં શીખવું જોઈએ. કર્મના ઔદયિક ભાવ વખતે પણ ઉપયોગને વિષયોમાં ન જવા દેવો. પરસ્પૃહાને તોડવી હોય તો આત્મસ્વરૂપની અનુભૂતિ કરવી જોઈએ. જીવનો સ્વભાવ સુખનું વેદન કરવાનો છે. દુ:ખ ભોગવવું એ એના સ્વભાવમાં નથી. જીવને જો મૌલિક સુખ નહીં મળે તો શું કરશે ? કચરા જેવા વિષયમાં જઈને કચરા જેવાં સુખ ભોગવશે. કૂતરો જેમ કચરામાંથી ચાટી ચાટીને સ્વાદ - સુખ મેળવે છે તેમ અંતર્મુખ બની અંદરના સુખને નહીં અનુભવો તો કૂતરા જેવી દશા છે જ.
પેલા ચંડકોશિયાને ધન્ય છે. પરમાત્મા મળ્યા એટલે એણે મુખ બહારથી અંદર નાંખી દીધું. પહેલાં તો પરમાત્માને ડંખ દીધો ને નિષ્ફળતા મળી એ જ આધ્યાત્મિક પુણ્યોદય અને અત્યાર સુધી બધાને ડંખ માર્યા ને જે સફળતા મળી એ જ આધ્યાત્મિક પાપોદય છે, પોતાની દૃષ્ટિથી બધા જીવો નાશ પામતા હતા. પરમાત્માને ડંખ કેમ ન લાગ્યો ? લોહી કેમ ન નીકળ્યું ?
એમ ઊહાપોહ કરતાં વિવેકચક્ષુ મળે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org