________________
આઠે દૃષ્ટિના નામને અનુરૂપ સામાન્ય અર્થ ·
શનિ અને મંગળ કરતાં આ બે આગ્રહો આત્માને વધારે નડે છે.
‘સમકિતી. વિનિવૃત્તાગ્રહઃ હોય છે. વિચારોની પકડ મતિજ્ઞાનને કર્કશ બનાવે છે. મતિજ્ઞાનમાં ક્લેશ અને સંઘર્ષ ઊભો કરે છે. અંદરથી જ્ઞાન બગડ્યું. બહારથી જીવો સાથે આત્મીયતા મૈત્ર્યાદિ સંબંધ તૂટી જાય છે. પછી ગાડી-બંગલા પણ ક્યાંથી સુખ આપી શકશે ? અંદરનું તત્ત્વ બગડ્યું અને બહારનું તત્ત્વ બગડ્યું છે. બાવાના બે ય બગડ્યા છે. બહારથી કલ્યાણમિત્રો ગુમાવ્યા, લોકોને શત્રુ બનાવ્યા. સ્વાર્થી મિત્રોના ટોળામાં રહેવાનું થયું. જ્યારે આગ્રહની નિવૃત્તિ થવાથી બોધ શુદ્ધ થાય છે પછી તેની પ્રવૃત્તિ પરને ઉપકારક, હિતકારક હોય છે. આગ્રહ ગયો ત્યાં મૈત્ર્યાદિ ભાવોનું પારતન્ત્ય આવ્યું. જ્યાં આગ્રહ છે ત્યાં મૈત્ર્યાદિ હોય નહીં. પોતાના વિચારોને, આગ્રહોને સાચા માનનારો જીવોની મૈત્રી ગુમાવે છે.
‘નોકર કામ બરોબર ન કરતો હોય' અને તેથી શેઠ વારંવાર ટોક્યા કરે તો શેઠ નોકર પ્રત્યેનો મૈત્રીભાવ ગુમાવે છે પણ નોકરના સંયોગો, તેની શક્તિનો વિચાર કરી તેને પૂરક બનવા જાય તો મૈત્રીભાવ ઊભો રહે છે. સંસારની ચીજ જેને છોડતાં આવડે છે તેને માટે આત્મભાવ સહેલો છે. સંસારની સામગ્રી જ્યારે જવા માટે તૈયાર થઈ છે ત્યારે આત્માર્થી તેને પકડવા દોડે નહીં.
૩૧૩
જીવ પાસે સમાધાનર્દષ્ટિ નથી. જીવ પોતે નુકસાન કરે તો તેને સમાધાન કરતાં આવડે છે, પણ બીજો જીવ નુકસાન કરે તો સમાધાન કરતાં આવડે ? સમકિતીને મૈત્યાદિભાવોનું પારતંત્ર્ય હોય.
જેમ ચ્હાના વ્યસનીને આ વગર ચાલે નહીં સિગરેટના વ્યસનીને પણ સીગરેટ વગર ચાલતું નથી તેમ જેને મૈત્ર્યાદિ ભાવોનું પારતન્ત્ય હોય, મૈત્ર્યાદિ ભાવોનો ગુલામ બન્યો હોય, તેનો અદનો સેવક બન્યો હોય એને મૈાદિ ભાવો વગર ચાલે જ નહીં. જેના અનંતાનુબંધી કષાયો ભાગ્યા છે એને મૈત્યાદિ ભાવો લાવવા પડતા નથી, સહજ જ આવી જાય છે.
જેના જીવનમાં મૈત્ર્યાદિ ભાવો તાણાવાણાની જેમ વણાયેલા છે તેણે શ્વના સર્વ જીવો જોડે આત્મીય સંબંધ સ્થાપિત કરી દીધો છે. તેની નજરમાં કોઈ અપરાધી નથી. કોઈ વિરોધી નથી. કોઈ દુષ્ટ નથી.
બીજાના નુકસાનને શાંતભાવે ખમી ખાવ એ પણ ઉદારતા છે. મન ન ...ગાડો એ પણ ઉદારતા છે.
કેવળજ્ઞાન પામવું હોય તો હૃદયની આ વિશાળતા જરૂરી છે. જ્યાં જીવો પ્રત્યે કષાય છે ત્યાં બોધ શુદ્ધ નથી. ત્યાં કદાગ્રહરહિતતા નહીં આવે. મૈત્રીભાવના અભાવમાં ઔદાર્ય, સાત્ત્વિકતા, ગંભીરતા વગેરે ગુણે આવતાં નથી. સાત્ત્વિકતા વિના ગ્રન્થિ પણ ભેદાતી નથી એટલે ઉત્તમ જીવોએ કષાયાધીનતા છોડી સત્ત્વ પ્રગટાવવું જોઈએ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org