________________
૩૧૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પહેલી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ છે. પણ તેનો પાવર આગળ આગળની દૃષ્ટિમાં ઓછો હોય છે. મિથ્યાત્વની સાથે અહંકાર ભળે છે અને સફળતા ન મળે ત્યારે અહંકાર ઘવાતાં વાદ-વિવાદ ઊભો થાય છે. પાંચમી દેષ્ટિમાંથી અહંકાર નીકળી ગયેલો હોવાથી વાદ-વિવાદ ઊભો થતો નથી. મિથ્યાત્વની તીવ્રતામાં વિપરીત માન્યતા હોવાથી આત્મા અંદરમાં ઠરી શકતો નથી.
અંદરમાં ઠરીને સુખ પામવું એ મોક્ષનો રાજમાર્ગ છે અને બહારમાં પરોપકાર વગેરે કરી આગળ વધવું એ રાજમાર્ગ છે, અને પોતાની માન્યતાને માટે ઊથલ-પાથલ કરવી એ મિથ્યાત્વ છે. નેપોલીયને જે માન્યું અને જે સાચું લાગ્યું તેને પ્રાપ્ત કરવા છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ કર્યો. દુર્યોધને પણ ઈષ્ટસિદ્ધિ માટે આખું મહાભારત ઊભું કર્યું. મિથ્યાત્વીને પુણ્યની સહાય મળી જાય તો એની દોટને નાથવી બહુ મુશ્કેલ હોય છે. બીજું વિશ્વયુદ્ધ કેમ થયું ? હિટલર એ અપમાનની ખેતીનો પાક છે.
પહેલા વિશ્વયુદ્ધમાં જર્મની વગેરેને ગુલામ બનાવવામાં ન આવ્યું હોત તો બીજું વિશ્વયુદ્ધ ન થયું હોત ! પણ જર્મન ગુલામ બન્યું એમાં હિટલર પાક્યો. એકપણ ખરાબ વિચારને સ્થાન ન આપો. આ ખરાબ વિચારરૂપી બીજમાંથી કેવો ઘેઘૂર વડલો બનીને રહે છે તે જોવા જેવું છે. એક નાનકડો અશુભ વિચાર આત્માને કેવો દુષ્ટ બનાવે છે તે જોવા જેવું છે. હિટરલ વિચારે છે કે આપણે કેમ હાર્યા ? આપણી પાસે જર્મન શુદ્ધ લોહી ન હતું. આ યહૂદીનું લોહી ભળ્યું માટે હાર્યા છીએ. આમાં હકીકતમાં કોઈ કાર્ય-કારણ ભાવ ન હોવા છતાં બુદ્ધિ અવળા માર્ગે દોડી, સાત્ત્વિક્તા ઘણી હતી પણ બુદ્ધિનું અવળા માર્ગે પ્રવર્તન થયું. તે વિચારે છે કે આપણે લડવાની શક્તિ કેળવીએ તો જરૂર જીત મેળવીએ. પોતાનો આ વિચાર પોતાના આસિસ્ટન્ટ આઈકમેનને કહ્યો. તેણે પણ તેના વિચારને ટેકો આપ્યો. હામાં હા મિલાવી. “શુદ્ધ જર્મન લોહી વગર જીત નહીં મળે' આ વિચારે ગેસ ચેમ્બરમાં સાઠ લાખ યહૂદીને એકીસાથે જેર કરી દીધા અને મોતના ઘાટ ઉતારી દીધા. અહંકાર જેટલો તીવ્ર તેટલું મિથ્યાત્વ વધારે, અવિવેક વધારે, કષાયો પણ વધારે હોવાનો સંભવ છે. કષાયોની હાજરીમાં કોઈ આત્મકલ્યાણ કરી શક્યું નથી. જેનું ચિત્ત ઠરેલ નથી તેનામાં વિવેક ન હોવાથી ફટફટ વિચાર કરીને કામ કર્યે જાય છે. આ કોઈ મહાપુરુષની નિશાની નથી. માણસ વિવેકી જોઈએ, ઠરેલ જોઈએ અને વિચારીને કાર્ય કરે તો તે આગળ વધી શકે છે.
દૃષ્ટિમાં આગળ વધતાં કષાયો ઘટવા માંડે છે, મિથ્યાત્વ મંદ પડે છે, અહંકાર માંદો પડે છે અને સજ્જનતા આદિ જીવનમાં આવે છે. સજ્જનતા આવી એટલે જીવ પરોપકારાદિ સારાં કાર્યો કરતો થાય છે અને તેનાથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org