________________
૩૧૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પતિત પાવન છે. પરમાત્મા પતિતોનો ઉદ્ધાર કરે છે, તું શું કામ ચિંતા કરે છે? તને પ્રભુની શક્તિમાં વિશ્વાસ નથી ? તું એને શરણે જા, એ તારી વાટ જોઈને ઊભો છે. આ સંદેશો કહેવા માટે મને મોકલ્યો છે. આટલા પ્રેમાળ શબ્દો સાંભળીને એણે વેશ્યાનો ધંધો છોડી દીધો બધા શણગાર ફેંકી દીધા. ફાટ્યાં-તૂટ્યાં કપડાં પહેરી લીધાં. હરિદાસે કહ્યું , “બેન ! તું હવે આ ઝૂંપડીમાં રહે. હું હવે બીજે જાઉં છું અને તું અહીં જાપ કર. “તેણે વચન માન્યું'' એ પણ પ્રસિદ્ધિ પામી. હરિદાસ ઉપરથી આખરે તેનું નામ હરિદાસી પડી ગયું. આ રામનામની તાકાત છે ! ઉપાદાનની શુદ્ધિ કરાવીને આત્માનો નિસ્તાર કરે છે.
સંસારમાં ઘણા પરિશ્રમ પછી જે મળે છે તેની કિંમત આંકો છો તેમ આત્માની મસ્તી પણ ઘણો ભોગ આપ્યા પછી મળે છે. તમે આત્મા-મોક્ષની વાતો કરો છો. પણ કેટલો ભોગ આપવા તૈયાર છો ? શું ધર્મ કરો છો ? એ વાત પછી છે પણ કેટલો ને કેવો ધર્મ કરો છો તે વાત મોટી છે. સમ્યક્ત્વ આવે એટલે કાયાની સાથે છાયાની જેમ સમાધાન આવે છે અને સમાધિ સહજ બને છે. જીવો સાથે આત્મીયતાનો ભાવ જન્મે છે. પુદગલ એ પારકી ચીજ લાગે છે તે જીવસૃષ્ટિ સાથે હરગિજ અન્યાય કરવા તૈયાર થતો નથી. સ્થિરાદેષ્ટિવાળાની પ્રવૃત્તિ પરને હિતકારી હોય છે. સમકિતી સામાન્યથી કોઈનો અપરાધ કરે નહિ, પણ કોઈ અપરાધ કરે તો પણ તે વિચારે કે કર્મજનિત અપરાધ છે, કદાચ સમકિતી બીજાને અપરાધ કરતો દેખાય. બીજાની સાથે યુદ્ધ કરતો દેખાય તો પણ તેમાં તેના કર્મનો જ અપરાધ છે. નહીં કે તેનો. તેનું સમકિતતો પ્રત્યેક સમયે તેને અપરાધ નહીં કરવા જ ચેતવી રહ્યું છે અને આ અવસ્થા પણ પાંચમી સ્થિરા દૃષ્ટિ સુધી જ હોય છે. છઠ્ઠી દૃષ્ટિમાં તો તેનાં કર્મો પણ અનુકુળ થઈ ગયાં હોય છે, તેથી કર્મ પણ અપરાધ કરાવતાં નથી. એની બધી પ્રવૃત્તિ લોકના હિત માટે થાય છે. તેના આત્મામાંથી કષાયો દૂર નીકળી ગયા છે. શુદ્ધ બોધ છે. આગ્રહ, મતાગ્રહ, કદાહ, અસમ્રહથી તે મુક્ત હોય છે.
અસદૂગ્રહ બહુ ખરાબ છે. તેમાંથી નિદ્ભવો થયા છે. પહેલાં સમકિત પામ્યા હોય, માર્ગના જ્ઞાતા બન્યા હોય પછી એકાદ વચનનો અપલાપ કરે, તેને છુપાવે ત્યારે નિદ્ભવ બને છે.
જમાલી અને શિવભૂતિ એ નિદ્વવ થયા છે. તેમણે શું ઓછી સાધના કરી છે ? મહાવ્રતો પાળ્યાં છે, ઘોર તપ કર્યું છે. નિર્દોષ વસ્ત્રો વહોય છે. દોષરહિત આહાર-પાણી લીધા છતાં અંદરમાં અસદ્ગહ બેઠેલો તેથી એક વાક્ય ન બેઠું તો પ્રતિકાર કરી નિદ્ભવ બન્યા. સમાધાન ન કરી શક્યા
અહંકાર ઊછળી આવ્યો. સમકિતીના બોધમાં પૂર્વગ્રહ, હઠાગ્રહ વગેરે નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org