________________
આઠે દૃષ્ટિના નામને અનુરૂપ સામાન્ય અર્થ.
૩૧૧
આપણે કમમાં કમ મૂકપણે, માનસિક રીતે એનો સ્વીકાર કરવો જોઈએ. પણ ખંડન ન કરવું જોઈએ. એની પાસે જે દેવતત્ત્વ છે તેની શ્રદ્ધા કરવાથી એના આત્માની યોગ્યતાનો વિકાસ થાય છે અને ઉત્તરોત્તર પૂર્ણ તત્ત્વ એને પ્રાપ્ત થાય છે.
જાપનો શું પ્રભાવ છે ? તેના ઉપર દૃષ્ટાંત ન હરિદાસ યવન-મુસ્લિમ કુળમાં જન્મેલા હતા. મા-બાપ નાનપણમાં મૃત્યુ પામેલાં. તે અનાથ અવસ્થામાં ઊછર્યો. પણ નિમિત્તો મળતાં રામ-કૃષ્ણ ઉપર તેની શ્રદ્ધા બેસી ગઈ. રોજનો ત્રણ લાખનો જાપ કરે છે. “હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે હરે' આ ષોડશાક્ષરી મંત્રનો તે સતત રોજનો ત્રણ લાખનો જાપ કરે છે અને તે પણ મોટેથી બોલીને. પરમાત્મા પ્રત્યે અંદરનો પ્રેમ, બહુમાન, આદર ઘણો હતો. શુદ્ધિ વધી ગઈ. જગતમાં ખ્યાતિ પામ્યા. મ્લેચ્છ કુળમાં જન્મવા છતાં પણ ચોમેર યશ વ્યાપી ગયો. પરંતુ દરેક કાળમાં સજ્જનો પાછળ દુર્જનરૂપી રાહુ પડેલો જ હોય છે. તેમાં પણ આ તો કલિકાળ છે. કલિકાળમાં નિંદા કરનાર નીકળે જ. આને કેમ પાડી નાખવો ? આને કેમ ઉખેડી દેવો એની વિચારણા થઈ રહી છે. એ માટે ૧૬ વર્ષની વેશ્યાને તેને પતિત કરવા તૈયાર કરી છે. આ વેશ્યા નાની છે પણ રૂપગર્વીિ છે. ભલભલા મારી પાસે પાણી પાણી થઈ ગયા છે તો આ વળી કોણ ? આ અહંકારના બળે તે હરિદાસની ઝૂંપડીમાં જાય છે. આ તો મોટેથી બોલીને જાપ કરે છે. જાપમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. ગાંધીજીએ એક જગ્યાએ લખ્યું છે કે જો મારું ચાલે તો આ હિંદુસ્તાનનાં તમામ દવાખાનાં હોસ્પિટલો બંધ કરાવી દઉં અને ભારત વર્ષની પ્રજાને એકમાત્ર રામ નામમાં જોડી દઉં. રામ નામની એ તાકાત છે કે એની ધૂનથી રોગો નાશ પામે છે અને દેશનું વાતાવરણ સુધરે છે. આ હરિદાસ જાપમાં એકાકાર છે. વેશ્યા આવીને ઊભી રહી છે. આ હરિના દાસને જોવાની પણ ફરાદ નથી. તેણે નમ્રતાથી કહ્યું કે મારે તમને કંઈ કહેવું છે ! હમણાં નહીં. બે કલાક થયા. મારે તમને કંઈ કહેવું છે. હમણાં નહીં. ચાર કલાક થયા. અંતે થાકી. ચાર દિવસ થયા. આને તો જોવાની પણ પડી નથી. કુસંસ્કારવાળી વેશ્યાની હલકી જાત છે પણ ચાર દિવસ સુધી આનો જાપ સાંભળતાં અંદરના કચરા નીકળવા માંડ્યા. પર્યાવરણની શુદ્ધિ કેટલી અસરકારક છે, તે પુરવાર થઈ ગયું. દેવ-ગુરુની છાયા જગત ઉપર કેવો ઉપકાર કરે છે. વેશ્યાને પશ્ચાત્તાપ થવા માંડ્યો. તરત જ માફી માગી. મને માફ કરો. મેં ભૂલ કરી. હું પૈસા ખાતર કેવાં હલકાં કામો કરું છું ? અહીં તમારા પતન સુધી હું આવી ગઈ છું.
હવે હરિદાસ બોલે છે, બેન ! તું શું કામ ચિંતા કરે છે ? પરમ મા Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org