________________
પ્રવજ્યાનો અધિકારી કોણ ?
આપણી વાત ચાલે છે પ્રવજ્યાનો અધિકારી કોણ ? શાએ તેના ૧૬ ગુણો બતાવ્યા છે.
(૧) કાશિત્પન્નઃ (૨) વિશિષ્ટ જ્ઞાતિવાન્વિત: (૩) ક્ષીપ્રાયર્નમ: (४) तत एव विमलबुद्धिः (५) दुर्लभं मानुष्यं, जन्म मरणनिमित्तं, संपदश्चपलाः विषया दुःखहेतवः, संयोगे वियोगः, प्रतिक्षणं मरणं, दारुणो विपाकः
ત્યવતસંસારનૈષ:, (૬) તત વ તાવિત:, (૭) પ્રતનુવષય:, (૮) મન્વહારિક, (૯) કૃતજ્ઞ, (૧૦) વિનીત:, (૧૧) પ્રાપિ {ીનામાત્યપરનનવિહુમતા, (૧૨) દ્રોહારી, (૧૩) વાડ, (૧૪) શ્રાદ્ધ, (૧૫) સ્થિર, (૧૬) समुप-संपन्नः
(૧) આર્યદશોત્પન્ન. આદિશમાં જન્મેલાને સહજ રીતે ત્યાંગને અનુરૂપ બુદ્ધિ થાય છે. અનાર્યમાં એકલો ભોગ છે ત્યાં ત્યાગ જેવી વાત નથી. ત્યાં અવિવેક રહેલો છે. અનાર્યની પ્રામાણિકતાનાં વખાણ કરો છો ? પણ તેની કક્ષા કઈ છે તે તો તપાસો, “ખાળે ડૂચા ને બારણાં ઉઘાડાં' જેવી અવસ્થા હોય તો તે કઈ રીતે પ્રશંસનીય બને છે ?
આર્ય પાપભીરુ હોય છે, પરલોકષ્ટિવાળો હોય છે, અન્યાય, અનાચારથી આવતા ધનાદિને વોસિરે વોસિરે કરનારો છે, ભીખી-માગીને ન ખાવું, પત્ની પુત્રાદિ પરિવારવાળો છું – એ માટે ન્યાય - નીતિથી મેળવું – આવી જેની આસ્થા છે તે આર્ય છે. આ ઉત્સર્ગમાર્ગની વ્યાખ્યા છે. આજે દેશ-કાળ વિચિત્ર બન્યા છે. દેશ-કાળને અનુસાર આજે જીવનનિર્વાહ માટે જરૂરી છે તેટલું જ ઉપાર્જન કરે. અનિવાર્યને પણ હેય માને, શક્તિ અનુસાર મેળવીને અધિકને સાત ક્ષેત્રમાં કીર્તિના પ્રલોભન વગર ખરચે. તો આર્યત્વ ટકી શકે
પેટના બદલે પટારા ભરે તે બધા આર્ય નહીં પણ અનાર્ય છે, ત્યાં એક પણ અપવાદ નહીં. પટારા ભર્યા પછી મોજશોખમાં વાપરો છો કે પરોપકારમાં વાપરો છો ? સારા માર્ગમાં ખર્ચી નાખો. તે પણ ગુપ્ત રીતે. તો તમને સારા કહીશું. મોજ-શોખ, એશ-આરામ; અમર્યાદા આ બધું અનાર્યત્વ છે. આર્યનું જીવન મોજ-શોખ-પ્રધાન ન હોય. વિવેકી હોય, તે માતાપિતાનો પૂજક હોય.
ક્ષેત્રથી આર્ય હોય પણ સ્વભાવે અનાર્ય હોય તો કર્મબંધ તો ચાલુ જ રહેશે. પણ આર્યક્ષેત્રમાં કલ્યાણમિત્રનો સુયોગ મળે અને તે જીવ તેનું
આલંબન લે તો બચી શકાય તેમ છે. Jain Education International 2010_05
www.jainelibrary.org
For Private & Personal Use Only