________________
૨૫o
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
છે. પ્રવ્રજ્યા એ જ્ઞાનયોગના સ્વીકારરૂપ છે. સંસાર પ્રત્યેથી વૈરાગ્ય આવ્યો છે તે જ આત્મા પ્રવ્રજ્યાનો અધિકારી છે. સંસાર પ્રત્યે જેને વૈરાગ્ય નથી તે પ્રવજ્યા લઈને શું કરશે ? પ્રવજ્યા લઈને આગળની ભૂમિકાએ ક્ષયોપશમ ધર્મનો ત્યાગ ધર્મસંન્યાસયોગમાં કરવાનો છે.
ભવવિરક્ત આત્મા પ્રવ્રજ્યાનો અધિકારી છે. સંસાર એકેય પડખેથી સારો ન લાગવો જોઈએ. સંસારની કોઈ અનુકૂળ વાત પણ જો પસંદ પડી હોય તો સમજવું કે તેના વૈરાગ્યની કચાશ છે. પ્રકૃત્યા નિર્ગુણ સંસારનું યથાવતું દર્શન થઈ જાય પછી રતિનો સવાલ જ રહેતો નથી તો પછી રાગ તો ક્યાંથી જ થાય ? સંસાર વિષય-કષાયની પરિણતિ સ્વરૂપ છે. ૧૮ પાપસ્થાનકની પરિણતિ સ્વરૂપ છે, તે ટોટલી ખરાબ છે સંસારમાં સોગંદ આપીને પણ સારું કહેવા જેવું કંઈ નથી અર્થાત્ કશું જ સારું નથી.
સાચવવા જેવી કોઈ ચીજ હોય તો ઈજ્જત. સાંભળવા જેવી કોઈ ચીજ હોય તો ગુણ. પચાવવા જેવી કોઈ ચીજ હોય તો બુદ્ધિ. માંગવા જેવી કોઈ ચીજ હોય તો સંતોષ. આપવા જેવી કોઈ ચીજ હોય તો ક્ષમા. ગળી જવા જેવી કોઈ ચીજ હોય તો અપમાન. જીતવા જેવી કોઈ ચીજ હોય તો પ્રેમ. હારવા જેવી કોઈ ચીજ હોય તો અનીતિ. પીવા જેવી કોઈ ચીજ હોય તો ક્રોધ. ખાવા જેવી કોઈ ચીજ હોય તો ગમ. દેવા જેવી કોઈ ચીજ હોય તો દાન. લેવા જેવી કોઈ ચીજ હોય તો જ્ઞાન. બોલવા જેવી કોઈ ચીજ હોય તો સત્ય. પાળવા જેવી કોઈ ચીજ હોય તો અહિંસા વાંચવા જેવી કોઈ ચીજ હોય તો જીવદયા. છોડવા જેવી કોઈ ચીજ હોય તો મોહ.
-
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org