________________
૨૫૨
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
(૨) વિશિષ્ટ જાતિકુળમાં જન્મેલો હોય સારી જાતિ-કુળમાં જન્મેલાને કેટલો બધો લાભ છે ? એમાં સારા સંસ્કારો સહજ મળેલા છે.
(૩) “ક્ષીણપ્રાય:કર્મમલઃ' કર્મથી હળુકર્મી હોય. ભારે કર્મી ન હોવો જોઈએ. ભારેકર્મી દુબુદ્ધિને આધીન હોય છે.
દુબુદ્ધિ એ સંસારનો પાસપોર્ટ છે.
ચારિત્ર એ પારસમણિ કરતાં કિંમતી છે તો ચારિત્રસંપન્ન આત્મામાં સદ્દબુદ્ધિ હોવી અત્યંત જરૂરી છે. ચારિત્ર એ આત્માને પરમાત્મા બનાવે છે. મનુષ્યભવ અને તેમાં પણ જીનશાસન પામ્યા પછી બુદ્ધિને નિર્મળ કરવી જ રહી. બુદ્ધિની મલિનતા જેવું એકે પાપ નથી.
(૪) મનુષ્ય નિર્મળ બુદ્ધિને સતત ટકાવી રાખવી જોઈએ. માનવતાથી નિર્મળ બુદ્ધિ સ્વચ્છ બને છે સજ્જનતાથી નિર્મળ બુદ્ધિ વધુ સ્વચ્છ બને છે. અનાસક્તતાથી નિર્મળ બુદ્ધિ વધુ સ્વચ્છ બને છે. ત્યાગથી નિર્મળ બુદ્ધિ વધુ સ્વચ્છ બને છે. અપ્રમત્તતાથી નિર્મળ બુદ્ધિ વધુ સ્વચ્છ બને છે.
અને બુદ્ધિ સ્વચ્છતમ બનતાં જીવ ક્ષપકશ્રેણી માંડે છે. બુદ્ધિ એ ચૈતન્યનો ઉપયોગ છે. એને બગાડવી એના જેવી મૂર્ખતા એકે નથી.
(૫) (i) “મનુષ્યભવ દુર્લભ છે” એવું જ્ઞાન હોવું જરૂરી છે.
બે બળદ છે, એક માંદો પડે, બીજો બળદ એનો ભાઈ છે એને લાગણી છે તો ય તે બળદ એની સેવા કરી શકે ? ચાકરી કરી શકે ? એને દવા પીવડાવી શકે ? કંઈ ન કરી શકે. કારણ સેવા માટે બે હાથ નથી. પાપના ઉદય સંસ્થાન તિરછું મળ્યું તેથી બે હાથને બદલે બે પગ વધારે મળ્યા. તેથી કર્મયોગ ગયો. મનુષ્યને પુણ્યના ઉદયે ઊર્ધ્વસંસ્થાન મળે છે જેમાં બે હાથ સાથે બુદ્ધિ મળે છે માટે કર્મયોગ, ઉપાસનાયોગ, જ્ઞાનયોગ બધું જ સાધી શકે છે.
દેવલોકમાં સેવા નથી, કર્મયોગ નથી, સુખાસીનતા છે - કારણ કોઈ માંદું જ પડતું નથી અને બધા જ સુખી છે માટે ત્યાં કોઈ લેનાર જ નથી.
તિર્યંચમાં સેવા નથી, કર્મયોગ નથી, પરાધીનતા છે. નરકમાં સેવા નથી, કર્મયોગ નથી, દુઃખાધીનતા છે. સેવા-કર્મયોગ, દયા-દાન, કુદરતે મનુષ્યભવમાં આપ્યા છે.
તમે સેવા કરી શકો છો, દયા-દાન કરી શકો છો. દયા-દાન એ અધ્યાત્મનો પાયો છે. તેરાપંથી દયા-દાનનો અપલાપ કરે છે તે ખોટું છે.
દયાદાનનો અપલાપ કરનારા ધર્મના મૂળ ઉપર કુઠારા ઘાત કરે છે દયા-દાન Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org