________________
૧૧૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
કોઈપણ ક્રિયા કરતાં નાનમ લાગે એનો અર્થ એ છે કે સુષુપ્તપણે પણ હું મોટો છું એવો ભાવ તમારામાં છે. હકીકતમાં નાનામાં નાની વ્યક્તિ બનવામાં મજા છે. તમને મોટા પાસે નાના બનતાં નાનમ લાગે છે ? કર્મજનિત મોટાઈ ખોટી છે. આત્મસ્વરૂપથી મોટો એ જ મહાન છે. ક્રોધ, માન, માયા, લોભ એ આત્માના જ્ઞાનની વિકૃતિ છે.
જ્ઞાન એ પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશ બધાને ગમે છે. આ જ્ઞાન ગુણ વિકૃત થઈ ક્રોધ રૂપે બન્યો. ક્રોધ એ આગ છે, ભડકો છે. તમને આગ ગમે ? ભડકો ગમે ? ના, આગ ત્રાસદાયક છે. બાળવાનું કામ કરે છે.
પહેલાં પોતાને બાળે છે, પછી પાસે આવનારને બાળે છે. આત્માના અનંત ગુણો છે તેમાં જ્ઞાન એ શ્રેષ્ઠ ગુણ છે. કેમ ? જો જ્ઞાન ન હોય તો બધા ગુણો જડ છે. - પુદગલમાં રૂપ-રસાદિ છે. પણ કોઈ કિંમત છે ? તમે જ્ઞાનથી પુદ્ગલને ઓળખો છો. તેનું નામ પાડો છો, એને તો પોતાના અસ્તિત્વની પણ ખબર નથી. જડ હોવાથી તેનું જગતમાં મૂલ્યાંકન નથી. જીવ સ્વયં જ્ઞાન ગુણથી મહાન છે છતાં પુદ્ગલના રૂપથી, સત્તાથી, પૈસાથી મોટાઈને ઇચ્છી રહ્યો છે એ તેનો અહંકાર છે.
તમે કોનાથી મહાન છો ? સ્વરૂપથી કે પદાર્થથી ?
અંદરમાં જે પડ્યું છે તે જ બહાર વિકૃત થઈને આવે છે, એ વાત સમજી રાખજો. પ્રકૃતિ ઉપર જ વિકૃતિ ઊભી રહે છે. જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે એટલે જ્ઞાન પરને ઓળખાવે છે, ને જ્ઞાન પોતાને જણાવે છે. એની વિકૃતિ થઈ એટલે માયા થઈ, માયામાં બીજાને બધું બતાવાનું નથી, બીજાથી છુપાવાનું બની રહે છે. એમ પુદ્ગલને ગુણો માત્ર જાણવાના હતા. એને ભોગવવાના ન હતા પણ માયાએ તેમાં ભોગ શરૂ કર્યો અને સ્વરૂપને જે જાણવાનું-વેદવાનું હતું તેનું વિસ્મરણ કર્યું. મારું ખોટું કોઈ ન જાણે એ સ્વપર પ્રકાશક ગુણની વિકૃતિ છે. તે માયા છે.
જ્ઞાન એ પરિપૂર્ણ છે. જ્ઞાનમાં પૂર્ણ આનંદ છે. તમામ સુખો જ્ઞાનમાં રહેલાં છે. જ્ઞાનમાં બધું જ સમાઈ જાય છે, જ્ઞાનથી અધિક કશું જ નથી. એની વિકૃતિ એ લોભ છે. પોતાનામાં બધું જ પડેલું હોવા છતાં જીવ સર્વ પરપદાર્થને ઇચ્છે છે, પરમાં જ અધિકતા દેખાય છે તે સર્વપ્રકાશક જ્ઞાનગુણની વિકૃતિ લોભ છે. પરપદાર્થમાંથી સુખને ઈચ્છવું તે જ્ઞાનની વિકૃતિ - લોભ છે. પૂર્ણતાના સ્વરૂપની વિકૃતિ છે. કષાયોનાં નાશ માટે ઉદ્યમ કરવાનો છે
જ્ઞાન પ્રકાશક છે તે પ્રકાશગુણની વિકૃતિ ક્રોધ છે - જે આગ છે.
જ્ઞાન સર્વોચ્ચ પ્રકાશક છે તેની વિકૃતિ માન છે - જે અહંકાર છે. - જ્ઞાન સ્વપર પ્રકાશક છે તેની વિકૃતિ માયા છે-જે બીજાથી છુપાવવા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org