________________
ઇચ્છાયોગનું સ્વરૂપ
૧૧૫ કે નહીં ? એની સજા શું ? જ્ઞાનીઓ કહે છે નરક અને તિર્યંચ સિવાય કશી નહિ.
જેની પાસે ભાવચક્ષુ, વિવેકચક્ષુ છે જ નહીં એને શું દેખાય? એનો ધર્મ ઈચ્છાયોગનો પણ નથી.
આપણી ચીજનું રક્ષણ કરવું એ પહેલો કાયદો છે અને છતાં રક્ષણ ન થતું હોય તો બીજાના ભોગે પણ રક્ષણ કરવું જોઈએ જ. માટે જ જિનશાસનમાં પ્રભુપૂજાનું વિધાન છે. શુભ ભાવ દ્વારા આત્માની રક્ષા કરતાં કરતાં આગળ વધવાનું છે. પ્રભુપૂજામાં ષજીવનિકાયનો સદુપયોગ કહ્યો છે. ભાવને વિશુદ્ધ બનાવવા માટે ક્રિયા બતાવી છે. જિનમંદિરના નિર્માણાદિમાં પૃથ્વીકાયનો સદુપયોગ કહ્યો છે. પૃથ્વીકાયને મૂર્તિ રૂપે નિર્માણ કરતાં પૃથ્વીકાય ભગવાન બને છે એના આલંબનથી કેટલા ય જીવો પોતાની બહિરાત્મદશાનો ત્યાગ કરી અંતરાત્મામાં સ્થિર થઈ પોતાના આત્મામાં રહેલી પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે. હે જીવ ! તું ઘર, દુકાન બંગલા વગેરેમાં પૃથ્વીકાયની હિંસા કરી કરીને, તેની અનુમોદના કરીને ભવોભવ સંસારમાં રખડ્યો છે. હવે નવા નવા ઘરના સમારંભને છોડ. અને ભગવાનને ભજ. આ રીતે પ્રભુએ પૃથ્વીકાયનો સદુપયોગ બતાવ્યો છે. મૂર્તિ એ દ્રવ્યાનુયોગની દૃષ્ટિએ પૃથ્વીકાય છે. અધ્યાત્મની દૃષ્ટિએ ભગવાન છે. અને પ્રભુની પ્રક્ષાલપૂજા દ્વારા અપકાયનો સદુપયોગ બતાવ્યો. પ્રક્ષાલપૂજા શા માટે ? ક્રિયાના માધ્યમથી મનને આંતરમેલ દૂર કરવામાં જોડવાનું છે. ધૂપ – દીપ દ્વારા તેઉકાયનો સદુપયોગ કર્યો છે. ચામર – વીંઝણા દ્વારા વાયુકાયનો સદુપયોગ કર્યો છે. ફળ – નૈવેદ્ય દ્વારા વનસ્પતિકાયનો સદુપયોગ બતાવ્યો છે. નૃત્ય કરવા દ્વારા ત્રસકાયનો સદુપયોગ બતાવ્યો છે.
પરમાત્માના મંદિરમાં ગયા પછી એક પણ કામ કરતાં જેને નાનમ, શરમ લાગે – તેને તે વખતે જો આયુષ્ય બંધાય તો નીચગોત્રનું જ બંધાય ! હું કચરો કાઢે ? હું મોટો શેઠિયો ! દેરાસરમાં કચરો દેખાય તો શું કરો ? પૂજારીને બૂમ પાડો ને ? બસ, ત્યાં જ તમારા માર્કસ્ કપાઈ ગયા. જે વ્યક્તિ પર પ્રેમ છે તેનું બધું કાર્ય કરવાનું જાતે મન થાય છે. અહીં તમે પ્રભુને પારકા માન્યા, માટે જ ઉપેક્ષા સેવી.
પરમાત્મા પાસે નૃત્ય કરતાં શરમ લાગે ? નૃત્ય પણ પરમાત્માની પૂજા છે. સાત્ત્વિક આનંદની એ અભિવ્યક્તિ છે. સંસારનો આનંદ તુચ્છ છે માટે એ ગુપ્ત છે. રાવણે નૃત્ય દ્વારા તીર્થંકર નામકર્મ બાંધ્યું છે. જ્ઞાનીની દૃષ્ટિમાં જગતમાત્રને તારવાના ભાવ સિવાય બીજી કોઈ દૃષ્ટિ નથી. આવા જગતગુરુ મળી ગયા પછી કર્મબંધનથી અટકવાનો પરિણામ થવો જોઈએ. બંધાવાના કામીને પ્રકૃતિ કદી છોડતી નથી. છોડવાના કામીને પ્રકૃતિ કદી બાંધતી નથી. તમારું ઉપાદાન તૈયાર કરો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org