________________
દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા
શાસ્ત્ર છે. પ્રધાન જેમાં એવો ધર્મવ્યાપાર તે શાસ્ત્રયોગ છે. અને તે યથાશક્તિતયા એટલે પોતાની શક્તિ અનુસાર, અપ્રમત્તભાવને ધારણ કરીને, વિષય – કષાયના ત્યાગપૂર્વક આચરવાનો છે. પ્રમાદ એ આત્માની ચૈતન્યશક્તિનો નાશ કરે છે માટે પ્રમાદને છોડવો જોઈએ.
પહેલે ગુણસ્થાનકે મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે બધા જ હોય. કષાયમાં પણ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન એમ ચારે પ્રકારના ક્રોધાદિનો ઉદય હોય છે. ચારે જુદા હોય એમ નહીં પણ ચારેનું એક પરિણમન હોય છે. અનંતાનુબંધી કષાય પ્રધાન રૂપે હોય છે અને અપ્રત્યાખ્યાનીય વગેરે કષાયો એની છાયા નીચે હોય છે. અનંતાનુબંધી કષાય જ્યાં હોય ત્યાં મિથ્યાત્વ હોય જ, અને ન હોય તો અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વ આવે જ. ક્રોધાદિ કષાયો અને હાસ્યાદિ નોકષાયોથી ચૈતન્ય દૂષિત થયેલું હોય, દબાયેલું હોય, ત્યારે ધર્મ કેવો હોઈ શકે ? આત્મગુણોનું સંવેદન ક્યાંથી હોય ? કષાય એ ચૈતન્યનો, ગુણોનો, આત્મસંવેદનનો નાશ કરે છે. તેને મલિન કરે છે, વિકૃત કરે છે.
વિષયો એ પુદ્ગલનું સ્વરૂપ છે, મૂળભૂતતત્ત્વ છે, તેનો નાશ ન થઈ શકે. પણ કષાયો પુદ્ગલના સંયોગ થાય છે. કષાયો એ મૂળભૂત તત્ત્વ નથી. કષાયોને જાગૃત કરનાર વિષયો છે. વિષયો ન હોય તો કષાયની શક્યતા નહિવત્ છે.
ઉપાદાન અને નિમિત્ત કારણ બે ભેગા થાય ત્યારે કાર્ય બને છે. ઉપાદાન કોને કહેવાય ?
(૧) જે કારણ, કાર્ય રૂપે પરિણમે તે ઉપાદાન કહેવાય
(૨) જે કારણને કાર્ય રૂપે પરિણમનમાં સહાયક બને, તે નિમિત્ત કારણ કહેવાય. દા.ત. ઘડો એ કાર્ય છે તો માટી ઘડા રૂપે પરિણમે છે, માટે માટી ઉપાદાન કારણ અને માટી ઘડા રૂપે પરિણામ પામે તેમાં સહાયક જે કુંભાર, ચક્ર, દંડ વગેરે નિમિત્ત કારણ છે. એકલું ઉપાદાન, કાર્ય રૂપે પરિણમતું નથી. નિમિત્ત જોઈએ જ. નિમિત્ત ક્યાંય સ્પષ્ટ નજરે ન પડે તો પણ તે હોય જ. આત્માનો મોહ એ ઉપાદાન કારણ છે, અને નામકર્મના ઉદયથી તથા અંતરાય કર્મના ક્ષયોપશમથી મળેલી બાહ્ય રિદ્ધિ સિદ્ધિ એ નિમિત્ત કારણ છે. આ રીતે કષાય, સંજ્ઞા અનાદિથી ચાલુ જ છે. નિમિત્ત એ વ્યવહાર છે. વ્યવહાર સાપેક્ષ નિશ્ચય છે અને નિશ્ચય સાપેક્ષ વ્યવહાર છે. એકલો વ્યવહાર સત્ય નથી, જે વ્યવહારને નિશ્ચયની અપેક્ષા નથી તે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org