________________
પ્રભુદર્શન કેવી રીતે થાય ?
૧૬૭
તમે ખાવા બેઠા. તમારી પત્ની પૂછે, રસોઈ કેવી છે ? તો શું કહો ? બહુ સારી છે' એમ કહો તો રાગ વધે, બોગસ છે, એમ કહો તો ષ વધે. વિવેકી આવું ન બોલે. તો શું બોલે ? જો, આ બધામાં રાગ કરવામાં મજા નથી, દ્વેષ કરવામાં પણ મજા નથી. આપણે આત્મર્દષ્ટિએ આગળ વધવાનું છે, એવો જવાબ તમે આપો કે એ ફરી પૂછે નહીં અને તમારે ફરી જવાબ પણ ન આપવો પડે.
સારું – ખોટું એ મોહજન્ય વિકલ્પ છે, માટે અશુભ છે, માટે પુદ્ગલમાં શુભાશુભના વિકલ્પો કરવા જેવા નથી. પુદ્ગલ તો પુદ્ગલના સ્વભાવમાં છે. જરૂર પડે તો તેનો ઉપયોગ કરી લો. આત્મસ્વરૂપમાં આગળ વધો. સારું – ખોટું કરવા માટે જન્મ નથી. આત્મસાધના કરવા માટે જન્મ મળ્યો છે. ધન્ના કાકંદી આ વાત સમજેલા, માટે શરીર જ્યારે કામ નથી આપતું ત્યારે એક મહિનાનું અણસણ સ્વીકારે છે. શીલા ઉપર જઈ સંથારો કર્યો, વૃક્ષની જેમ પડી રહેવાનું. ચૈત્ર, વૈશાખની ગરમીમાં શીલા તપે છે, શરીર બળે છે, સહન કરે છે. પરિણામ બગાડતા નથી અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવનારી દેવ બને છે. આપણે પણ સૌ આત્મલક્ષી બનીએ તો જ અભ્યદય થશે.
* મોક્ષ એ જો મકાન છે તો સદ્ગતિ એનો દરવાજો છે. સમાધિ
એ દરવાજા પર લાગેલું તાળું છે અને સહનશીલતા એ તાળાની
ચાવી છે. ' જ ધર્મ ન કરે એ હજી શાસનમાં ટકી શકે પણ ધર્મ જેને ન ગમે
એ તો શાસનમાં પ્રવેશી જ ન શકે. જીવનમાં કેટલાક પાપો “સંસ્કારના કારણે છુટી જાય છે દા.ત. માંસાહાર. કેટલાક પાપો સમજણના કારણે છૂટી જાય છે. દા.ત. સડેલા દ્રવ્યો. જ્યારે કેટલાક પાપો શ્રદ્ધાના કારણે છુટી જાય છે. દા.ત. રાત્રિભોજન.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org